________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫)
સુધા–બિંદુ ૧ ૩.
માન્યું પણ નથી, કેાઈની કલ્પનામાં પણ આવ્યું નથી એટલે ફળની બાબતમાં ભેદ નથી, ભેદ નથી, તેમ ત્યાં વિવાદને પણ સ્થાન નથી. ભેદ સ્વરૂપમાં છે અને તેથી વિવાદ પણ સ્વરૂપને વિષેજ છે. કેટલાક કહે છે કે વેદમાં જે કરવાનું કહ્યું છે તે કરવુ એ ધ, ખીજા કહે છે, કે પુરાણમાં વર્ણવેલા ધર્મ એજ સાચા ધમ હવે એમાં શું સાચું? આ ભેદ સ્વરૂપના થયે, અને એ ભેદ ખાટા છે. કેવળીના અવિરાધી એટલે સાચેસાચા વચનને અનુસરનારા, એ વચન અનુસારે ચાર ભાવનાવાળુ જીવન જીવનારા એ ધી, એ અનુસારે ચાર ભાવનાવાળું જે પ્રવર્તન તે ધર્મ.
વીંછીના ડંખ
હવે તમને સમજાશે કે જેએ એમ કહેતા હતા કે · મૈગ્યાદિ ચાર ભાવના ન હાય તાજ ધર્મ કહેવાય નહીં, એવુ કાઇસ્થળે છેજ નહીં' એ ખાટુ હતું. તમારૂં સમાધાન હવે આ ચર્ચાથી થયું હશે, તમને સમજાયુ' હશે કે તમે જે બ્લેકના આધાર લીધે હતા તે ખરાખર નહાતા કારણ તમે એકલા ફળના શ્લોક જોતા હતા એટલે મૈગ્યાદિ ભાવનાએ તમને દેખાતી નહેાતી, એ ફળ દેખાડનારા શ્લોકને સ્વરૂપ દેખાડનારે બ્લેક તમે માનતા હતા એ તમારી મેાંટી ભૂલ હતી. એમ ન હોત તે મૈત્રી વગેરે ભાવના ખસત નહીં. મૈત્રી વગેરે ભાવના ધર્મી સાથે સકળાયલી છે, મૈગ્યાદિ ચાર ભાવના સહિત જે વસ્તુ છે તેનુંજ નામ ધર્યું. આ વસ્તુ ન સમજે અને ગમે તેમ ખેલે. તેના કઈ અર્થ નથી. જેએ એમ કહેતા હતા કે ધર્મને ચાર ભાવનાને એક એક સાથે ક'ઈજ સબંધ નથી, તેઓ ધર્મનું સ્વરૂપ ન સમજવાને લીધે એમ કહેતા હતા. સમ્યકત્વ એટલે શું, એ ભાવના કઇ, એ આ પરથી સમજાશે મૈગ્યાદિ ભાવનાઓમાં એતપ્રેત થવુ એ સમ્યકત્વની નીશાની છે. એ સમ્યકત્વની નીશાની છે પણ સમ્યકત્વની પ્રતિતિ કયારે થાય ? કોઈ માણસને વીંછી કરડ હાય ને તેની અસહ્ય વેદના થતી હાય, તે આ વેદનાથી તરડીયાં મારતા હાય ત્યારે તેને શી લાગણી થાય? તેને એવી વેદના થતી હાય કે એમ લાગે કે માથુ કાપી નાંખ્યુ હુંય તેાયે આવી વેદના ન થાય એમ તેને લાગે. આવી યાતના ભગવતા હોય ત્યારે તે શું ધન સપત્તિના વિચાર કરી શકે ? સાંસારિક ભાગ લાલસાના વિચારમાં તે ચિત્ત પરોવી શકે ? દારૂણ યાતના ભાગવતે એ માણસ એ પ્રસંગે પોતાના કોઈ સબંધીને માટે એવા વિચાર કરી શકે કે એની આવક વધે તે સારૂં, અથવા એના લગ્ન થાય તે સારૂ, કે અમુકને ત્યાં શુભ પ્રસરંગ આવે તે સારૂ, ઇત્યાદિ, એવા સાંસારિક વિચારે એના મનને તે સમયે સ્પર્શીજ શકતા નથી. કારણ શું? કારણ કે વીંછીના ડંખની વેદનાથી એ પીડાઇ રહ્યા છે અને એ વેદના સિવાય ખીજી કઈ વાતનું એને ભાન નથી. એનું બધું ધ્યાન એ વેદનામાંજ એકચિત થયુ છે, એટલે એ તે ઈચ્છે છે કે મારા જેવી વેદના કોઇને થશે નહીં, વીંછીના દારૂછુ ડંખના અનુભવ કોઇને ન થાય એમ તે ઈચ્છે છે. આમ થાય ત્યારેજ એ વીછીની વેદના કહેવાય. વીંછીના ડંખની વેદનાવાળા બીજા કોઈ દુઃખને ગણકારતા નથી.તેની વૃત્તિ, ઇચ્છાશકિત વગેરે નાશ નથી પામતી, પણ તેનુ ચિત્ત એકજ ખાખતમાં તદાકાર થઈ જાય છે, વીંછીના ડ ંખ સિવાય બીજી અધી વસ્તુઓ એ ભૂલી જાય છે. ચેતન શકિત માત્ર વીંછીના ડંખ પૂરતીજ રહે છે. આ વેદના મટે અને ખીજા કોઈને પણ આવી વેદના ન થાય એજ તેનું એક ધ્યાન હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com