________________
આનંદ–સુધાસિંધુ.
( ૧૭ ) સુધાજિંદુ ૧ ૩. કર્મરૂપી વીંછીના ડંખનેા અનુભવ કોઈને ન થાય તેા કેવું સારૂં? અને એ ઇચ્છે છે કે કર્મરૂપી વીંછી દુનિયામાં કાઈ પણ જીવને કદી કરડશે નહીં. આ મૈત્રી ભાવના. દુન્યવીમૈત્રીને અહીં સ્થાન નથી. વિશ્વ પ્રેમ કહેનારા સતજનને કે વિશ્વઉદ્ધારને સ્થાન છે, પણ વિશ્વપ્રેમને સ્થાન નથી. અરે, વિશ્વ પ્રેમને સ્થાન નથી ? ના, કારણ કે વિશ્વપ્રેમ એ તે મેટામાં મોટું બંધન છે. પ્રેમ એટલે બ ંધન, અંધનનું મુખ્ય સાધન. અને વિશ્વપ્રેમ એટલે માટા બધ. ચક્રવર્તિને વિશ્વપ્રેમ હતા તેને ઉદ્દેશ કે વિધેય તરિકે ન લઈ શકાય. અહીં એના અર્થ વિશ્વાદ્ધાર કરવાના છે. અને વિશ્વદ્ધાર એટલે શુ ? સમગ્ર જગતના ઉદ્બાર જગતના બધા મનુષ્યો સારી રીતે કમાતા થાય, તેમને અન્ન વસ્ત્રની તાણુ ન રહે, તે શારીરિક રાગથી મુકત થાય એવા જે વિચાર અને એવા જે ઇલાજો તેનું નામ વિશ્વદ્ધાર કે મૈત્રી. આ મૈત્રી ભાવનામાં કશે! સ્વાર્થ નથી, એ ભાવના ઉચ્ચ છે. આવી મૈત્રી ભાવના ઇચ્છે છે કે જગતમાં કોઇપણ જીવ કર્મ બંધનમાં પડનારો, કર્મ બાંધનારા થાય નહી, કોઈપણ જીવને કર્મ ફળ ભોગવવાનાં રહે નહી, અનેક ખ ધનથી જગત છુટી જાય. આવી જે ભાવના તેજ મૈત્રી ભાવના. અહીં ધર્માંનુ પગથી' મંડાય છે. એ પહેલે પગથીએ એવી ભાવના જન્મે છે, જે ભાવનાથી કે કર્મના કાંટા જે વીંછી જેવા મળવાન છે અને જેના ડંખની વેદના અસહ્ય છે તે કટકાથી જગતના સર્વ જીવા ખચી જાએ અને એ કાંટા રહિત સ્થિતિને પ્રાપ્ત થાઓ.
પ્રમાદ ભાવના
વીંછીના ડંખથી હેરાન થનાર માણુસ શાની ઈચ્છા રાખે છે? ખીજા કોઈને એવી વેદના ન થાય એવી ઇચ્છા રાખે છે, અને તે સાથે પેાતાને થતી વેદના કેમ મટે તેના પણ તે ઉપાય કરે છે, તે વિષે પણ તે વિચાર કરે છે, જે વીંછીથી હેરાન થતા હાય છે, તે એ વેદના મટાડનારને પગે પડે છે, ને વેદના મટાડવા માટે તેને વિનવે છે, વીંછીની વેદનાથી જે હેરાન થઈ રહ્યા હાય છે તે માણસ કોઈપણ ઉપાયે વેદના મટે એમ ચાહે છે. ભલે વીંછી ઉતારનારા દાતણની ચીરીથી વેદના ઉત્તારે પણ ઉતારનાર જોઇએ છે. વીંછી ઉતારનારને કેઇ ખેલાવવા જાય, તે આવતા દેખાય, ઉતારવાની ક્રિયા કરવા માંડે ત્યારે પેલાને કેટલેા આન± થાય? વીંછીની વેદના વખતે પણુ આ આનંદ થાય છે. આનુ કારણ શું? આનું કારણુ તપાસે. આ વાત ધ્યાનમાં લેશે એટલે સમજાશેકે કના કાંટાને પણ ઉદ્ધારની જરૂર છે. એ કના કાંટા જોઈ શકે છે તેમને તે કાંટામાંથી ઉતરનાર જોઈએ છે. હવે જેએ એ કાંટા દેખી શકયા છે ને તેની વેદના અનુભવી છે, તેએ તે સમજી શકે કે દેવગુરૂ ધર્મ એ આ વિષમ વેદનાને મટાડાવાને માટે સમ છે. આવી ખાત્રી થાય અને પછી દેવગુરૂ ધર્મની આરાધના થાયને કર્મના કાંટા દૂર થાય તે કેટલે આનંદ થાય ? વીંછીની વેદનાના અનુભવી માણસ વીંછી ઉતારવાની વાતથી આનંદ ન પામે એવું કદી મને ખરૂં? અજ્ઞાત જવ કદાચ એ આનદ ન સમજી શકે, કારણુ કે એને તા વીંછીની વેદનાના પણ અનુભન્ન નથી તે તે મટવાને આનંદ કયાંથી સંભવે છ મહિનાના બાળક કે જેને વેદનાને અનુભવ છે પણ ઉતારવાના સાધનથી અાણુ છે, તેમણે આ આનદ ન અનુભવી શકે. ખાકી તા બીજા સાને આનંદ થાય. તેમ આપણે કર્મરૂપી વીછીની વેદનામાં ઘેરાયા હાઇએ, અને તે વખતે કોઇ આ વીછી ઉતારનાર જાંગુલી પણુ જ'ગલી નહી', જા'ગુલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com