________________
આનંદ સુધાસિંધુ
(૨૪)
સુધા–બિંદુ ૧ લું. મરવાની અણી પર હતે એવામાં તે મનુષ્ય પગ ઉપાડી લીધો એટલે તે જીવ બચી ગયે, અહિંસા થતી અટકી, અહીં દયા પણ આવી ગઈ નિમિત્ત હોય તે આ રીતે ટળે પણ છે, આની આયુષ્ય બે પ્રકારનાં કહ્યાં છે. એક ઉપક્રમવશાત્ એક ઉપકમ વગરનું. જેને નિમિત્ત મળે તે તુટી જાય, જાય, નિમિત્ત ન મળે તે ચાલ્યા કરે, ઘડીઆળને દાખલે આપણે લીધે હતે. ઘડીઆલમાં ફેંચી છત્રીસ કલાક ચાલે તેવી છે છતાં તેને ક્રૂ હિલે કરી નાંખીએ તે કૂંચી એક પળમાં ઉતરી જાય ને ઘડીઆળ બંધ પડે. કીલે ન કરીએ તે છત્રીસ કલાક સુધી બરાબર ચાલે. તે પ્રમાણે આયુષ્યને પણ ઉપઘાત ન મળે તે અમુક વર્ષ સુધી ચાલે અને ઉપઘાત લાગે તે જલદી મરી જાય. હવે ઉપઘાતનું કર્મ બાધ્યું હશે કે નહીં? ના ઉપઘાતનું કર્મ નથી, ને ઢીલ થવા માટે કઈ જુદી કળે નથી. બીજો દાખલો ઝેર ખવડાવવાનો છે. કેઈને ઝેર ખવડાવે કે પતે ખાય એ બધા આયુષ્ય જલદી ભેગવવાના કારણે છે. તે ઉપક્રમ કેને લાગે? ક્રૂની ખીલી જુદી કેય તે તે ઢીલી ન થાય? તેમ અહીં નિરૂપક્રમ આયુષ્ય હોય તો તેને ઉપક્રમશી ઘટવાને સંભવ નથી, પણ આ વાત તે જેનું આયુષ્ય ઘટે એવું છે. જલ્દી ભેગવાય એવું છે તેને માટે છે. એ તે સહેજે સમજી શકાય એમ છે, પણ જેમનું આયુષ્ય જરા પણ વધતું ઘટતું નથી તેમનું શું ? દેવતા, નારકી, વગેરે નિરૂપક્રમ આયુષ્યવાળા જેમનું આયુષ્ય હેજ પણ ઘટતું નથી તેવાને અંગે તે હિંસા લાગેજ નહીં ને? એમાં હિંસા ન માનીએ તે અડચણ શી છે? કારણ નારકી, દેવતા જુગલીયાને મારવા કોણ જાય છે? વળી જેમ દેવતા વગેરે નિરૂપક્રમ આયુષ્યવાળા છે તેમ ક્ષે જનારા અને ત્રેસઠ શલાકા પુરૂષ બધા પણ નિરૂપક્રમ આયુષ્યવાળા હોય છે તે તેમની પણ હિંસા કેમ લાગે?ગમે તેટલા ઉપાયે કરીએ તે પણ તેમનું આયુષ્ય તો ઘટવાનું જ નથી ને ? તે પછી તેમાં હિંસા શા માટે માનવી જોઈએ હવે અહીંજ હિંસાને સાચે જ અર્થ સમજવાની જરૂર છે. હિંસા એટલે શું? તમે હિંસાને અર્થ બહુ સંકુચિત કરે છે, હિંસા એટલે કેઈને
મારવું, કેઈનું આયુષ્ય જલ્દી પૂરું થાય જલ્દી જોગવાઈ જાય એવા પ્રયત્ન કરવા એમજ નહીં. બીજાને આયુષ્ય જલ્દી ભેગવાવી લઈએ તેજ હિંસા લાગે એમ નથી. હિંસાને એ અર્થ બહુ સંકુચિત છે, એ અર્થ તે બધા સમજે છે, પાળી શકે ન પાળી શકે એ જુદી વાત છે પણ એ અર્થ માટે ભાગ સમજે છે. પણ હિંસાને અર્થે બહુ વિશાળ છે. કેઈના આયુષ્યમાં ઉપધાતના સાધને મેળવવાની ઈચ્છા થાય એ પણ હિંસા છે. કેઈ કહેશે કે પ્રાણુનો વિયેગ ન થયેલ હોય તે તે હિંસા નજ લાગે ને ? આ ભૂલ છે. કેઈના આયુષ્યને જલ્દી ભેગવાવી દેવાને વિચાર મનમાં આવ્યો કે હિંસા થઈ, એ વિચારથી પ્રત્યક્ષ હિંસા થઈ હોય કે ન થઈ હોય, પણ એ વિચારજ હિંસા છે. પ્રાણ વિયેગના વિચાર આવે તે પણ હિંસા શાસ્ત્રકારે કહે છે કે જીવને બચાવવાની બુદ્ધિ ન રહે તેનું નામ પણ હિંસા આમ હિંસા વિચાર માર્ગથી પણ થાય છે. એમાં જુદાં જુદાં સ્વરૂપ હય, નાની મોટી હિંસા એમ કહી શકાય, પણ હિંસા તે ખરીજ ત્યારે પહેલી હિંસા કંઈ? પહેલી હિંસા પ્રાણને વિગ કરવાની. બીજી હિંસા તે પ્રાણને વિયેગ કરવાનાં કારણને વિચાર કરે તે એપછી કઈ હિંસા આવે? જીવને બચાવવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com