________________
આનંદ-સુધાસિંધુ.
(૧૧)
સુધા–બિંદુ ૧ લું. ખ્યાલ આવી જ શકતું નથી. આપણે ભાનમાં હેઈએ અને વીંછી કરડી જાય છે, એ ડંખની વેદના તે સમયે આપણે પૂરેપૂરી અનુભવીએ છીએ, એ વેદના તે સમયે તે આપણને અસહ્ય થઈ પડે છે, પરંતુ ત્રણ દિવસ પછી એજ વેદના વિષે આપણે વિચાર કરીએ તે ઘણી વેદના થયેલી એટલું કહીશું ખરા, પણ તે સમયની પેલી અસહ્ય વેદનાનું પૂરું ભાન ફરીથી આપણને નહીં જ થાય. એ અનુભવ ફરી કરવા માંગે તેયે નહીં થાય, આમ જે વેદનાને અનુભવ આપણી ભાન પૂર્ણ દશામાં થયેલે તેને પણ ફરીવાર સાક્ષાત્કાર કરી શકાતું નથી, તે અણસમજમાં થયેલી વેદનાની સ્મૃતિ તે કેમજ લાવી શકીએ? બાળક જન્મે છે ત્યારે દાંતના છીદે હોતાં નથી, પરંતુ પૃથ્વીમાંથી અંકુરો જેમ પૃથ્વી ભેદીને બહાર નીકળે છે તેમ, દાંત પણ અવાળું ભેદીને બહાર નીકળી આવે છે. હવે આ કૂમળાં અવાળુ જ્યારે તીક્ષણ દંતધારાઓ વડે ભેદતાં હશે, ત્યારે કેટકેટલી વેદના થતી હશે, તે કોણ કહી શકે એ વેદનાને સાક્ષાત્કાર કરી શકાય ? ના, પરંતુ બાળકનું એ સમયનું રૂદન, તેની ચીચીયારીઓ ઈત્યાદિ ધ્યાનમાં લઈએ તે સહજ જણાશે કે દાંત ફૂટતાં બાળકને કેવી તીવ્ર વેદના અનુભવવી પડતી હશે, જન્મ પછી દરેક વ્યકિતએ બાળકરૂપે આ વેદના અનુભવી છે પણ મોટી વયે એ વેદનાને ખ્યાલ કેને આવે છે? દાંત વખતની થતી વેદના, ભલે એ વેદના અણસમજના કાળની હોય છતાં જન્મ પછીની છે, છતાં તેનું કેઈને સ્મરણ નથી રહેતું તે પછી ગર્ભવાસના દુઃખેનું સ્મરણ તો કયાંથી જ રહે ? એ દુઃખેને ખ્યાલ કેમ આવી શકે ? અને જન્મકાળ પછીની વેદના જે આપણે પરોક્ષ રીતે જાણી શકીએ છીએ છતાં ફરીવાર પ્રયત્ન અનુભવી શકાતી નથી, તે પછી ગર્ભવાસના દુઃખ
ખ્યાલમાં નથી આવતાં માટે ન માનીએ, અને ખ્યાલમાં આવે તે જ માનીએ એમ તે કેમજ કહી શકાય ? આમ કહેવું એ એ નથી. આ વેદના વાસ્તવિક રીતે થાય છેજ છતાં આપણું અનુભવમાં નથી, આપણને એ અનુભવ થયે હેતે તેનું ભાનજ રહેતું નથી. જગતમાં અણસમજ અગર મિથ્યાત્વ હોય ત્યાં સુધી હું જન્મ જ નહીં એ વિચાર કેઈને આવતું નથી. કારણ મરણને ભય તે બધાને છે, જન્મને ભય કોને છે? જન્મનું દુઃખ કઈ સમજી જ શકતું નથી એટલે એનું દુઃખ થવાનો સંભવ જ નથી. આ તે તદ્દન અજ્ઞાન માણસની વાત થઈ. જે સમજી હેય તેમને પણ જન્મનું દુઃખ જાણતા હોવા છતાં મરણને ડર ૧૦૦ ટકા રહે છે અને જન્મ ડર એક ટકો પણ રહેતું નથી. જગતમાં જીવને શાને ડર રહે છે? રાતને દિવસ શાની ચિંતા રહે છે? રખેને હું મરી જાઉં એજ બય ડગલે ને પગલે માણસને રહે છે. પણ આવાં દુઃખે જે ગર્ભવાસમાં ભેગવવા પડે છે, તે એક મીનિટ પણ ન ભેગવવા એ વિચાર કેઈને કદી આવે છે ખરે? આજ સ્થળે બાહ્યષ્ટિ અને તત્વષ્ટિમાં રહેલે ભેદ માલમ પડશે. જન્મથી ડરનારો તે તત્વષ્ટિવાળે, અને મરણથી ડરવાવાળા તે બાહ્ય દૃષ્ટિવાલ, મરણ જન્મને પૂછડે વળગેલુંજ છે. જન્મવાનું થાય તેને મરવાનું છે; અને મરણ પશ્ચાત જન્મ પણ છેજ. આ પૃથ્વીના આરંભકાળથી પ્રવર્તતે અચળ નિયમ છે. જેટલા તીર્થકરે કે સાધુઓ મિક્ષપદને પામ્યા તે બધાજ મરણને તે પામ્યા જ હતા. મરણમાંથી કેઈજબચી શકયું નથી, મોક્ષ મળે કે ગમે એ મહાપદ મળે પણ મરણ તે છેજ. અમરત્વ કેઈને મળ્યું નથી. કયા તીર્થકર અમરપટ સાથે મેક્ષે ગયા ? કેઈ નહીં. મૃત્યુના દ્વારમાંથી પસાર થયા વિના કેઈ જીવને છુટકે થતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com