________________
આનંદ—સુધાસિન્ધુ.
( ♦ )
સુધા-બિંદુ ૧ લુ.
આયુષ્યને નુકસાન કરનારા લેાકેા ખીજાના આયુષ્યને નુકસાન કરે છે, પણ તેમના પેાતાના આયુષ્યમાં તેથી કંઇજ વધારે થતા નથી. બીજાના આયુષ્યને આપણે નાશ કરીએ પણ તેથી આપણને કાંઇજ મળે નહીં, પણ બીજાના આયુષ્યના નાશ કરવા માટે આપણે સમથ છીએ ખરા ? એવું કઇંક ખરૂં, કારણ કે જો આપણે એમ સમ ન હેાત તા સાત પ્રકારે આયુષ્ય તુટવાના સ ́ભવ ન હેાત. આયુષ્યની તાકાત તેા છે, પણ એમાં કોઈએ વિઘ્ન નાંખ્યું; તે કેમ, એ સમજવાને માટે એક ઉદાહરણ લઇએ, જુએ જાણે એક ઘડીયાલ છે, એ ઘડીયાળને ૩૬ કલાકની ચાવી છે, ક્રમસર ચાલે તે ચાવી આપ્યાથી ૩૬ કલાક ચાલે. પણ એ ઘડીયાલ સાથે ખાટી રમત રમીએ તા ? જો એના એકાદ સ્ક્રુ ઢીલા કરી નાંખીએ તે ૩૬ કલાક માટેની ચાવી એની મુદ્દત પહેલાં અકુદરતી રીતે ઉતરી જાય ને ઘડીયાલ આપે આપ ખધ પડે. તેમ જે આયુષ્યની મર્યાદા બંધાઇ હાય તે કુદરતી ચાલે ચાલત તા અનુક્રમે એનીક્રિયાઓ થયા કરત અને પૂરેપૂરૂં આયુષ્ય ભોગવાત, પરંતુ એમાં અકુદરતી તત્વ ઉમેરાયું. તમે એમાં ન:શના સાધના મેળવ્યાં તેથી આયુષ્ય ઘડીઆલની ચાવીની જેમ વખત પહેલાં ભોગવાઇને પૂર્ણ થઈ જાય એ નક્કી છે.
આપણે શું કરવુ?
એક કરોડને હજારે ભાગવાના હૈાય તે એઉ સખ્યાના મી'ડા ઉડાવી દઈ ભાગીને ભાગાકાર કરી શકે છે તેમ અહી' આયુષ્યની મર્યાદા જે ક્રમવાર ભાગવવાની હતી તેના ઉપઘાત કર્યો, એટલે આયુષ્ય મર્યાદા જલદી ભાગવાઈ ગઈ, આ સમજીએ તા આયુષ્ય, કર્મબંધન અને અહિંસાનું સ્વરૂપ સમજાશે. અહિંસા શા માટે ? અહિંસાનુ કારણ શું? અહિંસાનુ શુધ્ધ સ્વરૂપ શુ? એ સૈા એમાંથી સમજવાનુ છે. અહિંસા એનું નામ? આયુષ્યના ઉપઘાતના કારણેા, નાશના તત્વા આપણે ન મેળવવા તે. યા કેાનું નામ ? આયુષ્યમાં ભેળવાયલા આયુષ્યક્રમને વિઘ્નરૂપ થતાં નાશના તત્વાને આપણે ખસેડી નાંખવાં; આપણા તરફથી કાઇ પણ આયુષ્યમાં નાશનું સાધન ન ઉમેરાઈ જાય, અજાણ્યે પણ ઉમેરાઇ ગયું છે એવું આપણને ભાન થાય તેા તરતજ દૂર કરવું એનું નામ દયા. આ ખાખત ધ્યાનમ લેશે એટલે અહિંસાને દયા. તથા અહિંસાને દયાનું શુદ્ધ સ્વરૂપ સમજાશે; અને એ એનાં કેમ જૂદાં વર્ણવ્યાં છે, બેઉમાં જૂદા જુદા અર્થ કયા છે એ પણ સમજાશે.
મર્ભય કેમ દુર થાય ?
આજ કારણથી શાસ્ત્રકાર કહે છે કે આખુ જગત્ જીવવા ઇચ્છે છે તે આયુષ્યને અકાળે કરમાવતા અને નાશ પમાડતા એવા ઉપઘાતાથી તે દૂર રહેવા ઇચ્છે છે. કોઇ મનુષ્ય મરણની ઇચ્છા કરતા નથી, પોતાના આયુષ્યક્રમને ઉપઘાતનું શસ્ત્ર નડે એવું કેાઈ ઈચ્છતે નથી. એમાં નાશકારી તત્વ પેાતાના માર્ગોમાંથી દુર ખસી જાય એમ દરેક જીવ ઈચ્છે છે, ન મી ની' કેમ કહ્યું ? જ્ઞીવીક’ એમ કહ્યું છે, એ વચમાંજ મરવા નથી ઇચ્છતા એ આપેાઆપ આવી જાય છે. જીવવા ઇચ્છે છે એટલે તે ઉપઘાતના પ્રસંગાથી દુર રહેવા ઇચ્છે છે ઉપઘાતમાં આવી પડેલા કારણેાને દુર કરવા માંગે છે. આ ખ'ને સ્વતંત્ર છે અને બેઉ વાકય કહેવાં પડે છે. જગમાં તમામ જીવા મરવા ઈચ્છે છે અને મરવા ઈચ્છતા તથી. તેથી સિદ્ધ થાય છે કે દરેક ભવમાં જીવવાનું ઈયું છે. મરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com