________________
( ૭ )
સુધા-બિંદુ ૧ ૩.
હવે મૂળ વાત પર આવીએ. અહિંસા એટલે શું ? અહિંસા કાને કહેવાય ? આના ઉત્તર એ કે હિંસાનાં પચ્ચખાણ તેનું જ નામ અહિંસા, જો હિ ંસાના પચ્ચખાણુનુ ં નામ વિરતિ ન રાખીએ, અને હિંસા ન કરવી તેનેજ ધમ ગણીએ તા અધમ રતી પુરજ રહેશે ને ધર્મ દરિયા જેવડા થાય. જો કસાઈ રાજના ૧૦૦ જાનવર મારે તે, એ અમુક વર્ષે ત્રણ કરોડ ને સાઠ લાખ જાનવર તેના હાથે માર્યાં જશે અને જગતમાં જીવાની સ ંખ્યા કેટલી ? એની ગણત્રી કરી શકાય નહીં ! કારણ કે જગતમાં અસ`ખ્ય જવા હસ્તી ધરાવે છે. કસાઇએ ત્રણ કરોડ માર્યાં, એને ત્રણ કરોડ સાઠ લાખની હિંસા લાગી પણ જે જીવાને નહિ માર્યા તેવા અસંખ્ય જીવાની અહિંસા થઈ તેનું શું? પેાતાની જીંદગીમાં રાજના ૧૦૦ મારે તે ત્રણ કરાડ ને સાઠ લાખની હિંસા થઈ પણ ખાકીનાની અહિંસા થઈ ને ? આ ન્યાયે ધર્મ દરિયા જેવડા થયા અને અધમ રતી જેટલા ગણાયા. પણ આ વાત સાચી છે?હિં'સ ન કરવી તેને અહિંસા માની ધ ગણીએ તે દરેક જીવનું ધર્મનું પ્રમાણ બહુ વધી જાય. જેટલા મર્યા તેટલાનું પાપ, ન મર્યા તેટલાના ધર્મ આ રીતે વધારે શું થાય ધર્મ કે અધમ ? ધર્માંજ વધારે થાય જો અહિંસાના અર્થ એવેાજ કરીએ તે દરેક જીવને નામે દરિયા જેટલા ધર્મ ચઢે અને રતી જેટલા અધર્મ ચઢે, પણ આવું નથી, ત્યારે અહિંસા કઈ ચીજ ? ફરી કહું છું કે Rsિ'સાના પચખાણુ તેનું નામ અહિંસા અને તેનું નામજ ધર્મ, વારૂ પણ હિંસાના પચખાણ કયારે બને ? હિંસા થાય ત્યારે ખરૂને ? પણ આગળ આપણે એમ પણ જોઇ ગયા કે હિં'સા તે બનતીજ નથી, માણુસનુ મરણ કે જીવન ફાઇના હાથમાં નથી, જે કાઇનુ મરવું કે જીવવું એ આપણા કાર્યને આધીન નથી, તે પછી ‘હું મારીશ નહી' એવા પચકખાણના અર્થ શે? હું બચાવીશ’ એવી પ્રતિજ્ઞાના હેતુ શે ? ધમ્મા મગલ' અને ‘અર્હિંસા સજમે તવે’ આ બે પદે કાઈની જાણુ ખડ્ડાર નથી, પણ અહિઁ'સા અને સજમમાં શે ફેર છે? એ બે શબ્દો સાથે કહેવામાં શે હેતુ છે ? 'અહિં`સા એટલે મારવા નહીં એવી પ્રતિજ્ઞા કરવી તે અહિંસા, અને ‘સજમ' એટલે મરે' નહીં તેવી પ્રવૃત્તિ કરવી. સવારમાં તમે સ્નાન કર્યું" ને કપડાં પલાળ્યાં, કેમ ? શામાટે પલાળ્યાં ? તમારે તે અહિંસાની પ્રતિજ્ઞા છે ને ? મન, વચન અને કાયાથી હિંસા કરી નહીં કરાવા નહીં અને અનુમેાઢના પણ નહીં, કપડાં પલાળ્યાં એ શુ' ? અહિંસાની પ્રતિજ્ઞાનું શું ? જીવ હાય તે મરી જાય નહીં એની તમે સભાળ લેા છે. હવે એની સભાળ લેતાં કેઇક કપડાંમાં જી માલમ પડે તે તેને એમને એમ રહેવા દો એટલે તમે હિંસા નથી કરી એમ થયું. હિં ́સા કરી નથી તેમ કરાવી પણ નથી, હવે એના બચાવનું શુ? ખચાવ માટે લુગડાની જૂને ચીંધ રડીમાં રાખવી પડે, શા માટે ? જૂ મચી જાય તે માટે, એના રક્ષણ માટે, માથાની તૂ હાય તે વાળમાંથી જૂ ખોળી કાઢી વાળમાંજ મૂકવી પડે. આ બધુ' શામાટે ? આામાંથી શે। સાર લેવાને છે ? એ કે જીવને માત્ર મારવાજ નહીં એટલું ખસ નથી, હિંસા ન કરવી, એજ . પૂરતું નથી પરંતુ તે જીવનુ રક્ષણ કરવું એના પ્રયત્નની પણ જરૂર છે, તમે વિહાર કરી જવાના છે છતાં જીવાને ન મરે તેવા સ્થાને મૂકવાનું કઇ કારણ ? એનું જ નામ સજમ. અહિંસા એટલે હિંસાના પચ્ચક્ખાણ અને સજમ એટલે હિંસા ન થાય ને જીવા ખચી જાય એવા પ્રયત્ન કરવા તે.
આનંદ–સુધાસિંધુ. અહિંસા અને ધૈયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com