________________
આનંદ-સુધાસિંધુ.
સુધા બિંદુ ૧ લું. આત્માને સ્વભાવ. ત્યારે આત્માને સ્વભાવ ? આત્માને સ્વભાવ એટલે શું? હિંસા
વગેરેમાં પ્રવૃત્ત રહેવું તે આત્માને સ્વભાવ, કે હિંસાથી વિમુક્ત રહેવું તે આત્માને સ્વભાવ આને માટે ઉડે વિચાર કરવાની જરૂર છે. ધ્યાન પૂર્વક વિચાર કરતાં સમજાશે કે જેટલી વિરતિ તેટલે મનુષ્યના આત્માને સ્વભાવ ખીલે છે એમ સમજવું. જેટલી જેટલી અવિરતિ એટલે મનુષ્યના આત્માને મૂળ સ્વભાવ દેખાય એમ માનવું. હવે અહીં કેઈ એવી શંકા ઉઠાવે કે જે બાબતને કેઈએ કદિ વિચાર, વાણી કે પ્રવૃત્તિથી જાણી કે આદરી ન હોય તેના કર્મ તેને શી રીતે લાગે? વળી કઈ કહેશે કે એક ચીજ અમેરિકામાં થઈ. એ ચીજને અમે ઓળખતા નથી, એના વિષે કંઈ જાણતા નથી, એના વિષે કંઈ બોલતા નથી, એ સંબંધી કંઈ વિચાર પણ કરતા નથી તે પછી એનાં કર્મ અમને કેમ લાગે? મન, વચન અને કાયા એ પણ કર્મબંધના કારણે છે, પણ જે વિષયમાં અમારું મન, વચન કે કાયા કશું જ નથી, એવા વિષયનું કર્મબંધન અમને શી રીતે લાગે ? જે વસ્તુને અમે જાણતા નથી. જેને વિષે અમે બેલતા નથી, જેને અંગે અમે કઈ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, એવી વસ્તુ અમને કર્મ બંધાવી દે એ શી રીતે માની શકાય ? કદાચ આવું કહેનારાનું માનવા તૈયાર થઈએ તે મન, વચન કાયા માત્રથી પચ્ચકખાણ કરાય તે નકામા થાય.
રેગને ઉપાય, આ પ્રશ્ન કરનારને કહીએ કે ભાઈ જરા મગજ સ્થિર રાખીને શાંતિથી
વસ્તુને સમજવા પ્રયત્ન કરે. સહેજમાં ન સમજાય તે મગજને વધારે કસે, તમે પૂછે છે કે જે બાબતમાં અમારાં મન, વચન કે કાયા પ્રવૃત નથી તે બાબતથી અમને કર્મનાં બંધન કેમ લાગે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે એ બંધન અવિરતિને લીધે લાગે છે. પણ એ અવિરતિ શાને લીધે પ્રાપ્ત થાય છે એ જોઈએ. આત્માને શઢ સ્વભાવ વિરતિમય છે. વિરતિ એછી તેટલે આત્માને વિકાર છે એ વિકાર મનુષ્યને શત્રુ છે. એક વખત વિકાર થયે, પછી તે તરફ ધ્યાન ન હોય તે પણ દહાડે દહાડે તે વિકાર પુષ્ટ થતું જાય છે. શરીરના કઇ ભાગ ઉપર રસોળી થઈ હોય તે એ રસેળી વધારવાના પ્રયત્ન તમે કરે છે ? આ રસોળી કે ગુમડ વધારવા માટે, મન વચન કે કાયાથી તમે કશું જ કાર્ય કરતા નથી અને છતાં એ વધ્યા જ કરે છે. તમે જે ખેરાક લે તેમાંથી એ રળી પણ પિતાને હિસ્સો લઈ લે છે. પાકયું હોય તે રસી, મસ થયેલ હોય તે તે, પણ તે બધા વિકારે મન, વચન કે કાયાની મદદ વગર પિતે પિતાને જોઈતા હિસ્સા પિતાની જાતે જ લઈ લે છે. એ જ પ્રમાણે આત્મારૂપી પાત્રમાં આવતાં કર્મો તેમાં તમારાં મન, વચન કે કાયાથી કશે સંબંધ ન હોય, તેપણું, અવિરતિ પણને વિકાર પોતેજ બીજા કર્મો લઈને અવિરતિપણાને પુષ્ટ કરે છે. જેમ શરીરમાં થયેલ વિકાર તમારા મન, વચન કે કાયાની પ્રત્યક્ષ મદદ વિના પુષ્ટ થતું જાય છે, તેમ અહીં આત્મામાં પણ અવિરતિ રૂપી વિકાર થયું છે અને એ વિકારને, જેમ રસોળી કે મસે થયો હોય ને તેને કાપી નાખીએ તે ત્યાં વિકાર વૃદ્ધિ ન થતાં જેમ રોગ સમી જાય છે તેમ આ આત્માના વિકારને પણ આપણે નષ્ટ કરીએ ને ન થતે વિકાર અટકાવીએ તેજ વિકાર વધતું અટકે. અવિરતિ રૂપ રસેળીને અથવા મસાને કાપી નાખે અને ત્યાં અનાગતના પચ્ચકખાણરૂપ તેજાબ લગાડે તેજ એ વિકાર અટકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com