________________
આનંદ-સુધાસિંધુ.
( ૮)
સુધા–બિંદુ ૧ લું. ઢોંગ નહી પણ સત્ય. આ વાત લક્ષમાં લઈશું એટલે સમજાશે કે જેને ન મારવા માટે
જેવી પ્રતિજ્ઞા લઈએ છીએ, તેમ આપણા સમાગમમાં આવેલા છે બીજાથી પણ મરે નહીં એ આપણે પ્રયત્ન હેય છે. જીવોને એકાંતમાં મૂકવા જેથી તેમને આઘાત પહોંચે નહીં, પણ જેને આ રીતે જીવાડી શકાય ખરા? આગળ આપણે જોયું છે કે જેને જીવાડી શકાતા નથી, મારી શકાતા નથી, આ સિદ્ધાંત પ્રમાણે તે અહિંસાના પચ્ચખાણ એ ઢગજ છે ને ? જીવવાની ઈચ્છા છતાં જીવવું અને મરવું આયુષ્ય કર્મને આધિન છે આ સિદ્ધાંત કર્યો હતો તે હિંસાના પચ્ચખાણ, વિરતિ, અહિંસા એ બધું ઢોંગ કે બીજુ કંઇ? જો એ કર્મફળ વગેરેને માનતા હે; તે અહિંસાને હિંસા વગેરે ચર્ચા પણ શા ઉપગની છે? તે આ બધા સિદ્ધાંતને તિલાંજલિ આપ! કારણ કે બેઉ પરસ્પર વિરોધી સિદ્ધાંત છે. જે કધારાએ જીવન માનતા હો તે અહિંસા, સંયમ વગેરેને છેડી દે. એમ નહીં તે કર્મધારાએ જીવનની વાતને ત્યાગ કરે. આવો સિદ્ધાંત જેઓ પ્રતિપાદે છે તેવા મહાનુભાવોને આપણે એમ કહીએ કે જે મનુષ્યને વસ્તુસ્થિતિ સમજવામાં નથી આવી તે સત્ય સ્વરૂપ સમજવાને અશકત બને છે અને ભ્રમશામાં ગોથાં ખાયા કરે છે, ધારે કે કોઈ કલાકારે મેરનું સુંદર ચિત્ર કાઢયું હોય ને તે કાચમાં મઢીને આકર્ષક રીતે ગોઠવ્યું હોય, ત્યાં થઈને કઈ કરે જતે હોય, તે તે મેરના ચિત્રને સાચે મેર સમજીને તેને પકડવા દોડે અને ઝાપટ મારે તે એથી શું વળે? કશું વળે નહીં. છોકરાની એ ઝાપટથી નથી મારી ઉડી જતે કે નથી મેર ડરતે, ઉલટું સમજુ જેનારા છોકરાની અણસમજની હાંસી કરે છે. વળી એ રીતે સાચા મેરને પડછીયે કેઈ આયનામાં પડે હોય તે ત્યાંએ શું બને ? આમજ બને ! આયનામાં મોરને મારવા જાય તે નખ ઉખડી જાય, આંગળીઓને ઈજા થાય પણ મોરને તે ઉની આંચ ન આવે. આમ વસ્તુ સ્થિતિ ન સમજનારા તે પેલા છોકરાની માફક ઝાપટ મારનારા સમજવા,
આયુષ્ય ચેરી શકાય? પ્રથમ સિદ્ધાંત એ છે કે આયુષ્ય હોય ત્યાં સુધી માણસ જીવે છે, આયુષ્ય વગર કઈ જીવતું નથી. આ વાતમાં હેજ પણ અતિશયોક્તિ નથી. આમ છતાં કેઈને મારવામાં આવે તે હિંસાનું પાપ થાય છે, હિંસા લાગે છે, અને દયા ધર્મની આવશ્યકતા રહે છે. ધનવાન કેને ગણવે? જેની પાસે ધન કેય તેને! ધન હોય છતાં કેઈનિર્ધન કહેવાતે નથી, પરંતુ ધન ચરી લેવાય તે ધનવાન નિર્ધન થઈ જાય છે. કારણ કે ધન એ ચારી શકાય એવી વસ્તુ છે. ધનવાન નિધન થાય છે, ને ચેરી કરનારને ધન મળે છે. પણ આયુષ્યનું શું? આયુષ્ય ચેરી શકાય ! એ ચેરાય એવી વસ્તુ છે ! હા, ચેરી શકાય એવી વસ્તુ છે તે ખરી, પરંતુ એમાં ફેર એટલે કે ધનવાન પાસેથી ધન ચોરાય તે ચારનારને તે ધન મળે છે, ચારને ધનને લાભ મળે છે, સાચી રીતે કે ખેટી રીતે, પાપને રસ્તે પણ તે ધન મેળવે છે એ લાભ તેને થાય છે, પણ આયુષ્યનું એવું નથી. આયુષ્ય એવું છે કે ચોરનાર ચારે ખરે પણ તેને કંઈ મળે નહીં, કેઈ માણસને સાપ કરડે તે તેમાં સાપને શું મળે? જેને કરડે છે તેને જીવ જાય છે, પણ સાપને તે કશું જ મળતું નથી. આ પ્રમાણે કોઈનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com