________________
ભ્રમણ કથાઓ
લોહી વડે લાલ હાથવાળો પુરુષ આ જ લોકમાં નિંદાને પ્રાપ્ત કરે છે.
આ બૌદ્ધ મતાવલંબિઓ મોટા ઉરભ્ર—ઘેટાને મારીને તેને બૌદ્ધ ભિક્ષુઓના ભોજનને માટે બનાવીને અને તેને લવણ તેલ આદિ વડે પકાવીને પિંપર આદિથી તે માંસને વધારે છે.
અનાર્યોનું કાર્ય કરનારા, અનાર્ય અજ્ઞાની, રસ લંપટ એવા તે બૌદ્ધ ભિક્ષુ આ પ્રમાણે કહે છે કે, ઘણું માંસ ખાવા છતાં પણ અમે લોકો પાપથી લિપ્ત થતા નથી.
પરંતુ જે લોકો પૂર્વોક્ત પ્રકારે નિષ્પત્ર માંસનું ભક્ષણ કરે છે, તે અજ્ઞાનીજન પાપનું સેવન કરે છે. તેથી જે પુરુષ કુશળ છે, તે ઉક્ત પ્રકારના માંસને ખાવાની ઇચ્છા પણ નથી કરતા, તથા “માંસ ભક્ષણમાં દોષ નથી'' તેવું કથન પણ મિથ્યા છે.
સંપૂર્ણ પ્રાણી પર દયા કરવાને માટે અને સાવદ્ય દોષને વર્જિત કરનારા તથા સાવદ્યની આશંકા કરનારા ભગવાન મહાવીરના શિષ્ય ઋષિગણ ઉદ્દિષ્ટ ભક્તનો ત્યાગ કરે છે. પ્રાણીઓના ઉપમર્દનની આશંકાથી સાવદ્ય અનુષ્ઠાનથી વિરક્ત રહેનારા સાધુપુરુષ બધાં પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કરીને સદોષ આહાર કરતા નથી. સંયમી પુરુષોનો આ જ ધર્મ છે.
આ નિર્પ્રન્થ ધર્મમાં સ્થિત પુરુષ પૂર્વોક્ત સમાધિને પ્રાપ્ત કરીને, તેમાં સારી રીતે સ્થિર રહીને માયારહિત થઈને સંયમનું અનુષ્ઠાન કરે. આ ધર્મના આચરણના પ્રભાવથી પદાર્થોના જ્ઞાનને પ્રાપ્ત ત્રિકાળવેદી તથા શીલ અને ગુણોથી યુક્ત પુરુષ અત્યંત પ્રશંસાનું પાત્ર થાય છે.
૪૩
૦ વેદવાદી સાથે આર્દ્રકુમારનો વાદ :–
જે પુરુષ ૨૦૦૦ સ્નાતક બ્રાહ્મણોને પ્રતિદિન ભોજન કરાવે છે. તે મહાન્ પુણ્યપુંજને ઉપાર્જિત કરીને દેવતા થાય છે – એવું વેદનું કથન છે.
-
આ વાત સાંભળી આર્દ્રકુમારે વેદવાદીને કહ્યું કે—
ક્ષત્રિય આદિ કુળોમાં ભોજનને માટે ફરનારા ૨૦૦૦ સ્નાતક બ્રાહ્મણને જે પ્રતિદિન ભોજન કરાવે છે, તે પુરુષ માંસ લોભી પક્ષીઓથી પરિપૂર્ણ નરકમાં જાય છે અને તે ત્યાં ભયંકર તાપને ભોગવતો એવો નિવાસ કરે છે.
દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસાપ્રધાન ધર્મની પ્રશંસા કરનારો જે રાજા એક પણ શીલરહિત બ્રાહ્મણને ભોજન કરાવે છે, તે અંતકાળમાં અંધકારયુક્ત નરકમાં જાય છે. (પછી દેવતા થવાની વાત જ ક્યાં રહી ?)
O
આર્દ્રકુમાર દ્વારા સાંખ્ય પરિવ્રાજકોને પ્રત્યુત્તર :
સાંખ્ય પરિવ્રાજકોએ કહ્યું, અમે અને તમે બંને ધર્મમાં પ્રવૃત્ત છીએ, આપણે બંને ત્રણે કાળ ધર્મમાં સ્થિત છીએ. આપણા બંનેના મતમાં આચારશીલ પુરુષ જ્ઞાની કહેવાયેલ છે તથા આપણા બંનેના મતમાં સંસારના સ્વરૂપમાં કોઈ ભેદ નથી.
આ પુરુષ (જીવાત્મા) અવ્યક્ત, વ્યાપક, સનાતન, અક્ષય, અવ્યય છે અને સર્વ ભૂતોમાં સંપૂર્ણરૂપે રહે છે. જેમ ચંદ્રમાં સંપૂર્ણ તારાઓ સાથે સંપૂર્ણરૂપે સંબંધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org