________________
શ્રમણ કથાઓ
૩૫૫
ગોલિકાના પ્રભાવથી ભય પામ્યા વિના સર્વ સમુદ્ર જળમાં ભ્રમણ કરીને ઇચ્છાનુસાર ઉત્તમ પ્રકારના જાતિવંત રત્નોનો સંગ્રહ કરીને અક્ષત શરીરે બહાર નીકળે છે.
અંડગોલિક મનુષ્યને જે અંતરંગ ગોલિકાઓ હોય છે, તેના સંબંધથી તે બિચારા, હે ગૌતમ ! અનુપમ, અતિઘોર ભયંકર દુઃખ, પૂર્વભવમાં ઉપાર્જન કરેલા અતિરૌદ્ર કર્મને આધીન બનેલા તેઓ અનુભવે છે.
હે ભગવંત! ક્યા કારણથી (તેઓ ભયંકર દુઃખ અનુભવે છે તેમ કહ્યું ?)
હે ગૌતમ ! તેઓ જીવતા હોય ત્યાં સુધી તેની ગોલિકા ગ્રહણ કરવા કોણ સમર્થ થઈ શકે ? તેમના દેહમાંથી ગોલિકા ગ્રહણ કરવા માટે ઘણાં મોટા પ્રકારના સાહસો કરી નિયંત્રણા કરવી પડે છે. બખ્તર પહેરેલા, તલવાર, ભાલા, ચક્રો, હથિયાર સજેલા એવા ઘણાં શૂરવીર પુરુષો બુદ્ધિના પ્રયોગપૂર્વક તેમને જીવતા જ પકડે છે. જ્યારે પકડે છે ત્યારે જે પ્રકારના શારીરિક, માનસિક દુઃખો થાય છે, તે સર્વે નારકના દુઃખ જેવા તુલ્ય હોય છે.
હે ભગવંત! તે અંતરંગ ગોલિકાઓ કોણ ગ્રહણ કરે છે? હે ગૌતમ ! તે લવણ સમુદ્રમાં રત્નદ્વીપ નામનો અંતર્લીપ છે. તે રત્નદ્વીપવાસી મનુષ્યો ગ્રહણ કરે છે. તે ભગવંત! કયા પ્રયોગથી ગ્રહણ કરે છે ? ક્ષેત્ર સ્વભાવથી સિદ્ધ થયેલા અને પૂર્વપુરષ પરંપરાથી પ્રાપ્ત કરેલા વિધાનો વડે તેઓને પકડે છે. હે ભગવંત! તેઓની પૂર્વપુરુષે સિદ્ધ કરેલો વિધિ કેવા પ્રકારનો હોય છે ? –
હે ગૌતમ ! તે રત્નદ્વીપમાં ૨૦, ૧૯, ૧૮, ૧૦, ૮, ૭ ધનુષ્ય પ્રમાણવાળા ઘંટીના આકારવાળા શ્રેષ્ઠ વજ શિલાના સંપુટો હોય છે, તેને છૂટા પાડીને તે રત્નકીપવાસીઓ પૂર્વપુરુષોથી સિદ્ધ – ક્ષેત્ર સ્વભાવથી સિદ્ધ કરેલા યોગથી ઘણાં મત્સ્યો મધુ ભેગા ભેળવીને અત્યંત રસવાળા કરીને ત્યારપછી તેમાં પકાવેલા માંસના ટુકડાઓ તેમજ ઉત્તમ મદિરા વગેરે પદાર્થો નાંખે છે.
તેઓને ખાવા યોગ્ય આવા મિશ્રણો તૈયાર કરીને પછી વિશાળ લાંબા મોટા વૃક્ષોના કાષ્ઠોથી બનાવેલા યાનમાં બેસી, પછી અતિ સ્વાદિષ્ટ, પુરાણા મદિરા, માંસ, મસ્ય, મદ્ય વગેરે વડે પરિપૂર્ણ ઘણાં તુંબડા ગ્રહણ કરીને પ્રતિસંતાપદાયક નામક સ્થળ પાસે આવે છે. ત્યાં ગુફાવાસી અંડગોલિક મનુષ્યોને એક તુંબડુ આપીને તેમજ અભ્યર્થના કરવા પૂર્વક પેલા કાષ્ઠ યાનને અતિશય વેગપૂર્વક ચલાવીને રત્નદ્વીપ તરફ દોડી જાય છે.
અંડગોલિક મનુષ્યો તે તુંબડામાંથી મદ્ય—માંસ વગેરે ભક્ષણ કરે છે અને અતિશય સ્વાદિષ્ટ લાગવાથી ફરી મેળવવા માટે તેઓની પાછળ છૂટાં–છવાયાં થઈને દોડે છે. ત્યારે હે ગૌતમ ! જેટલામાં હજુ ઘણાં નજીક ન આવી પહોંચે તેટલાંમાં સુંદર સ્વાદવાળા મદ્ય અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત પુરાણા મદિરાનું એક તુંબડું મૂકીને ફરી અતિત્ત્વરિત ગતિએ રત્નદ્વીપ તરફ ચાલ્યા જાય છે. વળી તે અંડગોલિક મનુષ્યો તે અતિશય સ્વાદિષ્ટ મદ્ય અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત પ્રાચીન મદિરા-માંસ મેળવવા માટે અતિ દક્ષતાથી તેની પીઠ પાછળ દોડે છે. ફરી પણ તેઓને આપવા માટે મદ્યથી ભરેલા એક તુંબડાને મૂકે છે.
આ પ્રમાણે હે ગૌતમ! મદ્ય-મદિરાથી લોલુપી બનેલા તેમને તુંબડાના મા-મદિરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org