Book Title: Agam Kathanuyoga Gujarati Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 430
________________ શ્રમણ કથાઓ ૪૨૯ આહત છે. જરાથી ઘેરાયેલ છે અને રાત્રિ (સમયચક્ર)ને અમોઘા કહે છે. જે જે રાત્રિ જઈ રહી છે, તે પાછી ફરીને આવતી નથી. અધર્મ કરનારાની રાત્રિઓ નિષ્ફળ જાય છે, જે-જે રાત્રિ જઈ રહી છે, તે પાછી ફરીને આવતી નથી. ધર્મ કરનારની રાત્રિઓ સફળ થાય છે. પુરોહિત – હે પુત્રો ! પહેલાં આપણે કેટલોક સમય સાથે રહીને સમ્યકત્વ અને વ્રતોથી યુક્ત થઈએ. પછી ઢળતી આયુમાં દીક્ષિત થઈને ઘેર-ઘેર ભિક્ષા ગ્રહણ કરતા વિચરીશું. પુરોહિત પુત્ર – જેની મૃત્યુની સાથે મૈત્રી છે, જે મૃત્યુના આવવા કાળે દૂર ભાગી શકતા હોય, જે એમ જાણતા હોય કે હું મૃત્યુ પામીશ જ નહીં, તે જ આવનારી કાલનો ભરોસો કરી શકે. અમે તો આજે જ રાગને દૂર કરીને શ્રદ્ધાથી યુક્ત મુનિધર્મનો સ્વીકાર કરીશું. જેને પામીને પુનઃ આ સંસારમાં જન્મ લેવો ન પડે. અમારે માટે કોઈપણ ભોગ અનાગત નથી. કેમકે તે અનંતીવાર ભોગવાઈ ચૂક્યા છે. ૦ પુરોહિત અને તેની પત્ની યશાનો સંવાદ : હે વાશિષ્ઠિ ! પુત્રો વિના મારો આ ઘરમાં નિવાસ નહીં થઈ શકે. ભિક્ષાચર્યાનો કાળ આવી ગયો છે. વૃક્ષ શાખાઓ દ્વારા જ શોભે છે. શાખા કપાઈ ગયા પછી તે કેવળ ઠુંઠું જ કહેવાય છે. પાંખ વગરના પક્ષી, યુદ્ધમાં સેનારહિત રાજા, જળયાન પર ધનરહિત વ્યાપારી જે રીતે અસહાય છે, તે જ રીતે પુત્રો વિના હું પણ અસહાય છું. યશા – સુસંસ્કૃત અને સુસંગૃહીત કામભોગરૂપ પ્રચૂર વિષય રસ જે આપણને પ્રાપ્ત છે, તેને પહેલા ઇચ્છાનુરૂપ ભોગવી લઈએ. ત્યારપછી આપણે મુનિધર્મના પ્રધાન માર્ગે ચાલીશું. પુરોહિત – હે ભવતિ ! આપણે વિષય રસોને ભોગવી ચૂક્યા છીએ. યુવાવસ્થા આપણને છોડી રહી છે. હું કોઈ સ્વર્ગીય જીવનના પ્રલોભનમાં ભોગોને છોડી રહ્યો નથી. લાભ–અલાભ, સુખ-દુઃખને સમદૃષ્ટિએ જોતો હું નિધર્મનું પાલન કરીશ. યશા – પ્રતિસ્ત્રોતમાં તરનારા વૃદ્ધ હંસની માફક ક્યાંક તમારે ફરી પોતાના બંધુઓને યાદ ન કરવા પડે ? તેથી મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચર્યા અને આ ગ્રામાનુગ્રામ વિહાર ઘણો જ દુઃખદાયક છે. પુરોહિત – હે ભવતિ ! જેમ સાંપ પોતાના શરીરની કાંચળી છોડીને મુક્ત મનથી ચાલે છે, તેમ જ બંને પુત્રો ભોગોને છોડીને જઈ રહ્યા છે, હવે હું એકલો શું કરીશ ? તેના કરતા હું પણ કેમ તેનું અનુગમન ન કરું ? - રોહિત મત્સ્ય જેમ કમજોર જાળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ જ ધારણ કરેલ ગુરુતર સંયમભારને વહન કરનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડીને ભિક્ષાચર્યાઓ સ્વીકાર કરે છે. યશા – જેમ ક્રૌંચ પક્ષી અને હંસ પારધી દ્વારા ફેલાયેલ જાળોને કાપીને આકાશમાં સ્વતંત્રરૂપે ઉડી જાય છે. તેમજ મારા પુત્ર અને પતિ પણ મને છોડીને જઈ રહ્યા છે. પછી હું એકલી રહીને શું કરીશ ? હું પણ કેમ તેનું અનુગમન ન કરું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434