________________
૪૨૮
આગમ કથાનુયોગ-૩
વારંવાર અનુનય કરી રહ્યા છે, ધનનો અને ક્રમ પ્રાપ્ત કામભોગોને નિમંત્રણ આવી રહ્યા છે, તેવા પોતાના પિતા પુરોહિતને તે કુમારોએ સારી રીતે વિચાર કરી આ વચન કહ્યા–
ભણેલા વેદ પણ રક્ષક થતા નથી. યજ્ઞ-યાગાદિના રૂપમાં પશુહિંસાનો ઉપદેશ દેનારા બ્રાહ્મણ પણ ભોજન કરાવ્યા પછી તમસ્તમ સ્થિતિમાં લઈ જાય છે. પુત્ર પણ રક્ષા કરનાર થતા નથી. તેથી આપના ઉક્ત કથનનું કોણ અનુમોદન કરે ?
તે કામભોગો ક્ષણવારને માટે તો સુખદાયક છે, પણ દીર્ધકાળ પર્યત દુઃખ આપે છે. અધિક દુઃખ અને થોડું સુખ આપે છે. સંસારથી મુક્ત થવામાં બાધક છે. અનર્થોની ખાણ છે.
જે કામનાઓથી મુક્ત નથી. તે અતૃપ્તિના તાપમાં સળગતો પુરુષ રાતદિન ભટકતો રહે છે અને બીજાને માટે પ્રમાદાચરણ કરનારા તે ધનની શોધમાં લાગેલા એક દિવસ જરા અને મૃત્યુને પ્રાપ્ત થાય છે.
આ મારી પાસે છે અને આ મારી પાસે નથી. આ મારે કરવું છે અને આ માટે કરવું નથી – આવા પ્રકારે વ્યર્થ બકવાસ કરનારા વ્યક્તિને અપહરણ કરનાર મૃત્યુ ઉઠાવી લે છે. આવી સ્થિતિ છે તો પછી પ્રમાદ શું કરવો ?
પુરોહિત – જેની પ્રાપ્તિને માટે લોકો તપ કરે છે. તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજન અને ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષય ભોગ તમને અહીં જ સ્વાધીન રૂપે પ્રાપ્ત છે. પછી પરલોકને માટે આ સુખો પ્રાપ્ત કરવા ભિક્ષુ કેમ થાઓ છો ?
પુરોહિત પુત્ર – જેમને ધર્મની ધુરા વહન કરવાનો અધિકાર પ્રાપ્ત છે, તેમણે ધનસ્વજન તથા ઇન્દ્રિયસંબંધી વિષયોનું શું પ્રયોજન ? અમે તો ગુણ સમૂહના ધારક, અપ્રતિબદ્ધવિહારી, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ બનીશું.
પુરોહિત – હે પુત્રો ! જેમ કાષ્ઠમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ અવિદ્યમાન ઉત્પન્ન થાય છે. તે જ પ્રકારે શરીરમાં જીવ પણ અવિદ્યમાન જ ઉત્પન્ન થાય છે અને નાશ. પામે છે. શરીરનો નાશ થવાથી જીવનું કંઈ જ અસ્તિત્વ રહેતું નથી.
પુરોહિત પુત્ર – આત્મા અમૂર્ત છે, તો પણ તે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. જે અમૂર્તભાવ હોય છે, તે નિત્ય હોય છે. આત્માના આંતરિક રાગાદિ હેતુ નિશ્ચિત રૂપે બંધના કારણ છે અને બંધને સંસારનો હેતુ કહ્યો છે.
- જ્યાં સુધી અમે ધર્મથી અનભિજ્ઞ હતા, ત્યાં સુધી મોહવશ પાપકર્મ કરતા રહ્યા, આપના દ્વારા અમે રોકાયા અને અમારું સંરક્ષણ થતું રહ્યું, પરંતુ હવે અમે ફરીથી પાપકર્મ આચરણ કરીશું નહીં.
– આ લોક આહત–પીડિત છે, ચારે તરફથી ઘેરાયેલ છે. અંધકાર આવી રહ્યો છે. આ સ્થિતિમાં અમે ઘરમાં સુખ પામી રહ્યા નથી.
પુરોહિત – હે પુત્રો ! આ લોક કોનાથી આહત છે ? કોનાથી ઘેરાયેલો છે ? અમોઘા (અંધકાર) કોને કહે છે ? તે જાણવા માટે હું ચિંતિત છું.
પુરોહિત પુત્ર – હે પિતા ! આપ સારી રીતે જાણી લો કે આ લોક મૃત્યુ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org