Book Title: Agam Kathanuyoga Gujarati Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi
Catalog link: https://jainqq.org/explore/005010/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'નમો નમો નિમલદસાગસ્ટ આગમ કથાનુયોગ -: સંકલન અને અનુવાદ કર્તા :મુનિ દીપરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: નમો નમો નિમ્પલદેસણસ્સ પૂ. શ્રી આનંદ-સમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમ: || આગમકથાનુયોગ-૩ (ભાગ–૩–શ્રમણકથા-પૂળ આગમની) - સંકલન અને અનુવાદકર્તા – મૂર્તિા દીપીરનીરસાગરિ તા. ૨૩/૬/૦૪ બુધવાર ૨૦૬૦–અષાઢ સુદ-૫ આગમ કથાનુયોગ-સંપુટ મૂલ્ય રૂ. ૧૫૦૦/ શ્રી શ્રુત પ્રકાશન નિધિ (સંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી, વિભાગ-૧, ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ ર ~: આગમ કથાનુયોગ ભાગ ૧ થી ૬ : કયા ભાગમાં કઈ કથા મળશે ? ભાગ-૧ (૧) કુલકર કથા (૧) ચક્રવર્તી કથા (૩) વાસુદેવ કથા (૫) ગણધર કથા (૭) નિહવ કથા ૦ શ્રમણ કથા (૧) શ્રાવક કથા ભાગ-૨ - આગમ કથાનુયોગ–૩ ભાગ-૬ (૧) દેવ કથા (૨) દેવી કથા (૪) અન્યતીર્થીક કથા (૬) પ્રકીર્ણ કથા (૨) તીર્થંકર કથા ભાગ-૩ (મૂળ આગમ આધારિત) ભાગ-૪ (૧) શ્રમણ કથા (આગમ સટીકંની) (૨) શ્રમણી કથા ભાગપ (૨) બલદેવ કથા (૪) પ્રતિવાસુદેવ કથા (૬) પ્રત્યેકબુદ્ધ કથા (૮) ગોશાલકની કથા (૨) શ્રાવિકા કથા (૩) પ્રાણી કથા (૫) દુ:ખવિપાકી કથા (૭) દૃષ્ટાંત–ઉપનય Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકો ભાગ-૧–ની સંપૂર્ણ દ્રવ્યસહાયના પ્રેરણાદાતા (૧) વાત્સલ્યવારિધિ, પરમ ગીતાર્થ, સંયમમૂર્તિ પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રભાવક ગુરુપાદચારી, ભગવતીજીમૂત્રદેશનાદલ, શ્રુતાનુરાગી પૂ.આચાર્યદેવ શ્રી નરદેવસાગર સૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય રત્નો પૂ. પ્રવચનપટુ, તપસ્વીરત્ન ગણિવર્ય શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.સા. તેમજ વૈયાવચ્ચ પરાયણ પૂજ્ય મુનિરાજ શ્રી પાકીર્તિસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી સંઘમાં થયેલ ઐતિહાસિક ચાતુર્માસ, અનેકવિધ– અભૂતપૂર્વ આરાધનાઓ, શ્રી ભગવતીજીસૂત્ર તથા શ્રી મલયસુંદરીચરિત્રના મનનીય અને તાત્વિક પ્રવચનો તેમજ શ્રી ઉપધાન તપની આરાધના નિમિત્તે – ' (૧) શ્રી શાહપુરી જૈન છે.મૂ.પૂ. સંઘ – કોલાપુર 1 (૨) શ્રી લક્ષ્મીપુરી જૈન છે.મૂ.પૂ. સંઘ – કોલાપુર "(૩) શ્રી રાજસ્થાની જૈન છે.મૂ.પૂ, સંઘ – સીકંદરાબાદ. Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ 'ભાગ—૨ થી ૬ના અન્ય દ્રવ્યસહાયકો પ.પૂજ્ય ગચ્છાધિપતિ, આગમવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબની કુતઅનુરાગજન્ય પ્રેરણાથી (૧) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ઉપાશ્રય સંઘ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ, મુંબઈ-૮૬-તરફથી – (૨) શ્રી સુભાનપુરા જૈન સંઘ, વડોદરા તરફથી – 3 | સંયમૈકલક્ષી પૂઆદેવ શ્રી વિજય ચકચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી (૧) જૈન છે.મૂર્તિ. સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ, (૨) શ્રી આદિનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ, ગિરિરાજ સોસાયટી, બોટાદ. પ.પૂ. સચ્ચારિત્ર ચૂડામણી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગર સૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શાસનપ્રભાવક પૂ.પંન્યાસ શ્રી હર્ષસાગરજી મ.સા.ની પ્રેરણાથી – (૧) “આરાધક સુશ્રાવક ભાઈઓ તરફથી" મલાડ(૨) શ્રી ભાદરણનગર .મૂ.પૂ.જૈન સંઘ, મલાડ, મુંબઈ પપૂ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રી મહાયશસાગર સૂરિજી મ.સા.ની પ્રેરણાથી “શ્રી ગોડીજી દેવસુર સંઘા” મુંબઈ. પપૂ. કૃતવત્સલ આચાર્યદેવ શ્રી વિજય મુનિચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી – “ભરડવા જૈન સંઘના જ્ઞાન ખાતામાંથી. પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.સા.ના પરિવારવર્તી સરળહૃદયી – ભક્તિ પરાયણ પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી હાલાર તીર્થ, આરાધના ધામ.” વડાલીઆ, સિંહણના જ્ઞાન ખાતામાંથી ૫.પૂ. આગમ વિશારદ ગુરુદેવ પંન્યાસ શ્રી અભયસાગરજી મ.સા.ના પરિવારવર્તી તાત્વિક વ્યાખ્યાનદાતા પૂ.ગણિવર્ય શ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી કલ્યાણકારી સિદ્ધાર્થનગર શે.મૂ.પૂ.સંઘ" ગોરેગાંવ-વેસ્ટ, મુંબઈ. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકો પ.પૂ. તપસ્વીરત્ના, શ્રમણીવર્યા શ્રી શશી પ્રભાશ્રીજી મ.ની સમ્યકુંજ્ઞાનાનુરાગીણી પ્રેરણાથી(૧) શ્રી સુંદરબાઈ જૈન પૌષધશાળા, શાંતિનગર કોલોની, ઇન્દૌર. (૨) શ્રી કોલોની નગર શ્રી જૈન સંઘ, ઇન્દીર. પૂ માલવદેશદીપિકા સાધ્વીશ્રી મનોહરશ્રીજી – ઇશ્રીજી મ.ના શિષ્યરત્ના પૂશ્રમણીવર્યા શ્રી હેમેજશ્રીજી તથા પૂસા. શ્રી ચારદર્શાશ્રીજી મ.ની પાવન પ્રેરણાથી – શ્રી જૈન મૂપૂસંઘ, કર્નલ તરફથી પૂ.ગુરુવર્યા, વૈયાવચ્ચપરાયણા શ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા ગુણાનુરાગી સાધ્વી શ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી – “જૈન આરાધના મંદિર, ખાનપુર"ના જ્ઞાનખાતામાંથી, અમદાવાદ તરફથી પૂ.વાત્સલ્યવારિધિ સાધ્વીશ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી સાધ્વીજી પૂ.પ્રગુણાશ્રીજી મ. તથા પૂ.નરેન્દ્રશ્રીજી મ.ની સ્મૃતિ અર્થે સુવિશાલ પરિવાર પરિવૃત્તા પૂ.શ્રમણીવર્યા પ્રશમશીલાશ્રીજી મ.ની પ્રેરણાથી – “ગુરુકૃપા ટ્રસ્ટ" અમદાવાદ તરફથી. પ.પૂ. વૈયાવચ્ચરતા સાધ્વીશ્રી મલયાશ્રીજીના પ્રશિષ્યા પૂ.ગુરુવર્યા સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ.ના પટ્ટપ્રભાવિકા મૃદુભાષી સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ.ના તપસ્વીરત્ના શિષ્યા સા.શ્રી પૂર્ણદર્શિતાશ્રીજીની પ્રેરણાથી– અનિતાબેન માંગીલાલજી રાંકા, હસ્ત-અક્ષત, યવી, પ્રતીક્ષાટાવર, મુંબઈ તરફથી પ.પૂ.શતાવધાની શ્રમણીવર્ય શ્રી શુભદયાશ્રીજી મ. તથા સા.સુરકુમાશ્રીજીની પ્રેરણાથી– જૈન .મૂ.પૂ.સંઘ, દાહોદ તરફથી પપૂ. શતાવધાની શ્રમણીવર્યા શ્રી અમિતગુણાશ્રીજી મ. તથા પૂ. તપસ્વીરત્ના સાધ્વીશ્રી વિનીતજ્ઞાશ્રીજી મ.ની પુનિત પ્રેરણાથી “શ્રી લુણાવાડા જે.મૂ.પૂ.જૈન સંઘ, જ્ઞાનખાતું, લુણાવાડા તરફથી. પ.પૂ. સાધ્વીશ્રી ધર્મજ્ઞાશ્રીજી તથા પ.પૂ. સાધ્વી શ્રી પ્રતિજ્ઞાશ્રીજીની પ્રેરણાથી “શ્રી કાલાવાડ રોડ પૅ.મૂ.પૂ.જૈન તપગચ્છ સંઘ', રાજકોટ તરફથી તથા – પ.પૂ. વૈયાવચ્ચપરાયણા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શ્રી નાથીશ્રી શ્રાવિકા ઉપાશ્રય, પતાસાપોળ, અમદાવાદ તરફથી. ૧૬ Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ - પ.પૂ. સાગરાનંદ સૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના સ્વ. સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજી મ.સા.ની નવમી પુન્યતિથિ નિમિત્તે તેઓના પટ્ટપ્રભાવિકા શ્રમણીવર્યા શ્રી સૌપગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી જોધપુર સેટેલાઈટ, જે.મૂ.પૂ. સંઘ – જ્ઞાનખાતું, અમદાવાદ તરફથી. ૧૮] પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.ના આજ્ઞાનુવર્તી – પૂ.સમાધિમરણઆરાધિકા સ્વ. સાધ્વી શ્રી | દેવેન્દ્રશ્રીજીની સ્મૃતિ નિમિત્તે પૂવૈયાવચ્ચી સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજીની પ્રેરણાથી “સખ્યમ્ દર્શન આરાધના ટ્રસ્ટ" અમદાવાદ તરફથી. પપૂ સંયમ અનુરાગી સા. શ્રી નિરજાશ્રીજી મના શિષ્યા જ્ઞાનરુચિવંતા સા.શ્રી વિડિતરત્નાશ્રીજીની પ્રેરણાથી – “શ્રી જૈન સંઘ, મઢી તરફથી. પ.પૂ.આગમોદ્ધારકશ્રીના સમુદાયવર્તી સાધ્વીશ્રી શીલરેખાશ્રીજી મ.સા.ના શિષ્યા પઠન-પાઠનરતા સાધ્વીશ્રી મુક્તિરેખાશ્રીજી મ. તથા સા.શ્રી અસ્મિતાશ્રીજીના વર્ષિતપ નિમિત્તે – “શ્રુતપ્રેમી ભક્તો" તરફથી. પ.પૂ. વર્ધમાન તપોનિધિ આ.દેવ શ્રીમદ્ વિજય ભક્તિ સૂરિશ્વરજીના સમુદાયના પૂ.ગચ્છાધિપતિ આ.દેવ શ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી પુન્યવતી શ્રમણીવર્યા શ્રી લાવણ્યશ્રીજી મ.ના પરમ વિનેયા–શિષ્યા સા.શ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી ધર્મ–ભક્તિ-જૈન છે.મૂ.પૂ.સંઘ, રાજગાર્ડન, અમદાવાદ તરફથી. શેઠ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ – જ્ઞાનખાતુ, નાગજી ભુધરની પોળ, માંડવીની પોળ, અમદાવાદ. શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જૈન પાઠશાળા, જામનગર તરફથી સમ્યમ્ શ્રુતાનુરાગી શ્રાવિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, ગૌતમનગર, વડોદરા – તરફથી. પ્રભાબેન શાંતિલાલ વોરા, જામનગર તફથી. – ૪ – ૪ – -: ટાઈપ સેટીંગ : “ફોરએવર ડિઝાઈન માધવપુરા માર્કેટ, અમદાવાદ ફોન નં. ૨૫૬૩૧૦૮૦ -: મુદ્રક :“નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ" ઘીકાંટા રોડ, અમદાવાદ ફોન નં. ૨૫૫૦૮૬૩૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ અનુ—ક્ર—મ—ણિ—કા ~: આગમ કથાનુયોગ - ઉત્તમપુરુષ ચરિત્ર – ભૂમિકા કુલકર વક્તવ્યતા ભરતક્ષેત્રના વર્તમાન કુલકર સાત કુલકર પરંપરા – પંદર કુલકર પરંપરા ૧. સુમતિકુલકર ૨. પ્રતિશ્રુતિ કુલકર ૩. સીમંકર કુલકર ૪. સીમંધર કુલકર ૫. ક્ષેમંકર કુલકર ૬. ક્ષેમંધર કુલકર ૭. વિમલવાહન કુલકર ૮. ચક્ષુષ્માન કુલકર ૯. યશસ્વી કુલકર ૧૦. અભિચંદ કુલકર ૧૧. ચંદ્રાભ કુલકર ૧૨. પ્રસેનજિત કુલકર ૧૩. મરુદેવ કુલકર ૧૪. નાભિ કુલકર ૧૫. ઋષભ કુલકર કુલકરોની દંડનીતિ કુલકર કાળે કલ્પવૃક્ષ યુગલિક પુરુષ–સ્રી વર્ણન ભરતક્ષેત્રના પૂર્વ કુલકરો ભરતક્ષેત્રના આગામી કુલકરો ઐરવત ક્ષેત્રના કુલકરો અધ્યયન-૧-તીર્થંકર ચરિત્ર ૧. ભઋષભ કથા ૨. ભાઅજિત કથા ભાગ-૧ થી ૬ - ભાગ-૧ : GAR ૦૩૩|૩. ભસંભવ કથા ૦૩૬ ૪. ભ.અભિનંદન – કથા ૦૩૭ ૫. ભસુમતિ કથા ૦૩૭૨ ૬. ભ.પદ્મપ્રભ કથા ૦૩૯ ૭. ભ.સુપાર્શ્વ કથા ૦૪૦ ૮. ભચંદ્રપ્રભ કથા ૦૪૦ ૯. ભ.સુવિધિ કથા ૦૪૦ ૧૦, ભ.શીતલ કથા ૦૪૦ ૧૧. ભ.શ્રેયાંસ કથા ૦૪૦ | ૧૨. ભ.વાસુપૂજ્ય કથા ૦૪૧ ૧૩. ભાવિમલ કથા ૦૪૧ ૧૪. ભ.અનંત કથા ૦૪૧ ૧૫. ભ.ધર્મ કથા ૦૪૧ ૧૬. ભ.શાંતિ કથા ૦૪૨ ૧૭. ભાકુંથુ કથા ૦૪૨૧૮, ભ.અર કથા ૦૪૨ ૧૯. ભ.મલ્લિ કથા ૦૪૨ ૨૦. ભ.મુનિસુવ્રત કથા ૦૪૨ ૨૧. ભ.નિમ કથા ૦૪૩ ૨૨. ભ,અરિષ્ટનેમિ કથા ૦૪૩ ૨૩. ભ.પાર્થ કથા ૦૪૪ ૨૪. ભ.મહાવીર કથા ૦૪૭ ભરતક્ષેત્રની આગામી ચોવીસી ૦૪૯ ભ.મહાપદ્મ ચરિત્ર ૦૫૦ ઐરવત ક્ષેત્રની ચોવીસીઓ ૦૫૦ | તીર્થંકર—સામાન્ય ૦૫૧ | તીર્થંકરના ૩૪—અતિશયો ૦૫૨ તીર્થંકર વસ્ત્ર અને લિંગ ૧૦૯ | વ્રત–ચાર કે પાંચ, રાજવીપણું ૧૧૧ ૧૧૩ ૧૧૫ ૧૧૭ ૧૧૯ ૧૨૧ ૧૨૩ ૧૨૫ ૧૨૭ ૧૨૯ ૧૩૧ ૧૩૩ ૧૩૫ ૧૩૭ ૧૪૩ ૧૪૬ ૧૪૯ ૧૮૪ ૧૮૬ ૧૮૮ ૧૯૮ ૨૦૫ ૩૭૧ ૩૭૪ ૩૮૦ ૩૮૧ ૩૮૧ ૩૮૨ ૩૮૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ ૧૪૧ ૧૪૨ ૧૪૨ ૧૪3 ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૫ o ૧૪૬ ૧૪૬ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૦ આગમ કથાનુયોગ – ભાગ-૨ ખંડ–૧–ઉત્તમપુરષ ચરિત્ર–ચાલુ ૦૩૩(૨) દ્વિપૃષ્ઠ વાસુદેવ અઢી દ્વીપમાં અરહંતાદિ વંશ | ૦૩૩(૩) સ્વયંભૂ વાસુદેવ અઢીદ્વીપમાં અરહંતાદિ ઉત્પત્તિ ૦૩૩(૪) પુરષોત્તમ વાસુદેવ અઢીદ્વીપમાં ઉત્તમ પુરુષો ૦૩૪(૫) પુરુષસિંહ વાસુદેવ અધ્યયન-૨–ચક્રવર્તી ચરિત્ર ૦૩૫ (૬) પુરુષપુંડરીક વાસુદેવ ૦ ચક્રવતી સ્વરૂપ ૦૩૫T(૭) દત્ત વાસુદેવ ૦ ભરતક્ષેત્રના વર્તમાન ચક્રવર્તી (૮) નારાયણ વાસુદેવ ૧. ભરતચક્રી કથા ૦૩૬ (૯) કૃષ્ણ વાસુદેવ ૨. સગરચક્રી કથા ૦૮૭ ૦ બલદેવ સ્વરૂપ ૩. મધવચક્રી કથા ૦૯૦(૧) અચળ બળદેવ ૪. સનસ્કુમારચક્રી કથા (૨) વિજય બળદેવ ૫. શાંતિચક્રી કથા ૧૦૧(૩) ભદ્ર બળદેવ ૬. કુંથુચક્રી કથા ૧૦૨(૪) સુપ્રભ બળદેવ ૭. અરચક્રી કથા ૧૦૩](૫) સુદર્શન બળદેવ ૮. સુભૂમચક્રી કથા (૬) આનંદ બળદેવ ૯. મહાપદ્મચક્રી કથા ૧૦૬ (૭) નંદન બળદેવ ૧૦. હરિષણચક્રી કથા ૧૧૩/(૮) પદ્મ બળદેવ ૧૧. જયચક્રી કથા ૧૧૪ (૯) રામ બળદેવ ૧૨. બ્રહ્મદત્તચક્રી કથા ૧૧૫૦ પ્રતિવાસુદેવ સ્વરૂપ – ચક્રવર્તી સામાન્ય ૧૩૫(૧) અશ્વગ્રીવ પ્રતિશત્રુ – અઢીદ્વીપમાં ચક્રવર્તી વિજય (૨) તારક પ્રતિશત્રુ – આગામી કાળે થનાર ચક્રવર્તી [(૩) મેરક પ્રતિશત્રુ - ચક્રવર્તીની સંખ્યા ૧૩૬ / (૪) મધુકૈટભ પ્રતિશત્રુ - ચક્રવર્તીની ઋદ્ધિ ૧૩૬ (૫) નિશુંભ પ્રતિશત્રુ – ચક્રવર્તીનો સર્વ વૈભવ ૧૩૭(૬) બલિ પ્રતિશત્રુ અધ્યયન–૩ (૭) પ્રહ્માદ પ્રતિશત્રુ | બલદેવ-વાસુદેવ-પ્રતિશત્ર ૧૩૯ (૮) રાવણ પ્રતિશત્ર ૦ ભૂમિકા – ત્રણે સાથે કેમ ? ૧૩૯ (૯) જરાસંઘ પ્રતિશત્રુ – દશાર/દશારમંડલનો અર્થ ૧૩૯ીકૃષ્ણ–રામ–જરાસંઘ કથા ૦ વાસુદેવ સ્વરૂપ ૧૪૦ ભરતક્ષેત્રના ભાવિ–બલદેવાદિ | વાસુદેવ પરીચયાત્મક કથા ઐરાવત ક્ષેત્રના બલદેવ–આદિ (૧) ત્રિપૃષ્ઠ વાસુદેવ ૧૪૧ | અચલ અને વિભિષણ – ૪ - ૪ - ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૫o ૧૫૧ ૧૫૧ ૧ 3 ૧૩૬ ૧૫૧. w ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૨ ૧પર ૧૭૨ ૧૭૨ ૧૭૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૨–અંગર્હત્ ખંડ–૨–શ્રમણ કથાનક ૧૭૪ અધ્યયન-૩-ગોશાલક કથા ૧૭૪ ગોશાળાનો પૂર્વભવ, આભવ, ભાવિભવોથી મોક્ષ સુધી ૧૭૪ અધ્યયન-૧ ગણધર કથા ગણનો અર્થ ગણધરનો અર્થ ભ.મહાવીરના ગણ—ગણધર ૦ ગણધર કથાનક ઃ ૧. ઇન્દ્રભૂતિ ગૌતમ કથા ૨. અગ્નિભૂતિ ગણધર કથા ૩. વાયુભૂતિ ગણધર કથા ૪. વ્યક્ત ગણધર કથા ૫. સુધર્મા ગણધર કથા ૬. મંડિતપુત્ર ગણધર કથા ૭. મૌર્યપુત્ર ગણધર કથા ૮. અકંપિત ગણધર કથા ૯. અચલભ્રાતા ગણધર કથા ૧૦. મેતાર્ય ગણધર કથા ૧૧. પ્રભાસ ગણધર કથા ૦ ચોવીસ જિનના ગણધરો X X અધ્યયન–૨–નિહ્રવ કથા ૦ નિહ્નવનો અર્થ (૧) જમાલિ નિહ્નવ કથા (૨) તિષ્યગુપ્ત નિહવ કથા (૩) અષાઢ નિહ્નવ કથા (૪) અશ્વમિત્ર નિ‚વ કથા (૫) ગંગાચાર્યે નિદ્ભવ કથા (૬) રોહગુપ્ત નિહ્નવ કથા (૭) ગોષ્ઠામાહિલ નિહવ કથા (૮) શિવભૂતિ નિહવ કથા ૦ શ્રમણ શબ્દ-અર્થ અને સ્વરૂપ ૧. આર્દ્રકુમાર કથા - ૧૭૫ ૧૭૫ અધ્યયન—૪—પ્રત્યેકબુદ્ધ કથા ૧૭૫૦૦ પ્રત્યેકબુદ્ધનું સ્વરૂપ ૧૮૮ (૧) કરઠંડુ પ્રત્યેકબુદ્ધ કથા ૧૯૨ (૨) દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ કથા ૧૯૪ (૩) નમિ પ્રત્યેકબુદ્ધ કથા ૧૯૬ | (૪) નગતિ પ્રત્યેકબુદ્ધ કથ ૧૯૯ કરકંડુ આદિ ચારેનો મોક્ષ ૨૦૨૦ ઋષિભાષિત પયત્રા મુજબ ૨૦૫ પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધો ૨૦૭ ૧. ભ.અરિષ્ટનેમિના શાસનના વીશ પ્રત્યેકબુદ્ધો = X = X — ― ૨૫૯ ૦૩૩ ૨. ઉદક પેઢાલ પુત્ર કથા ૦૩૪ ૩. મહાબલ/સુદર્શન કથા ૩૧૪ ૩૧૬ ૩૨૦ ૩૨૨ ૩૩૧ ૩૩૭ ૩૩૯ ૨૦૯ ૨૧૩ ૨૧૧ ૨. ભ.પાર્શ્વના શાસનના પંદર પ્રત્યેકબુદ્ધો ૩. ભ.મહાવીરના શાસનના દશ પ્રત્યેક બુદ્ધો ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૬ ૩૪૮ ૨૧૪ (૫) ઇન્દ્રનાગ પ્રત્યેકબુદ્ધ કથા ૨૧૪ (૬) ધર્મરુચિ પ્રત્યેકબુદ્ધ કથા ૨૩૧ (૭) રુદ્રક પ્રત્યેકબુદ્ધ કથા ૨૩૩ (૮) વલ્કલચિરિ પ્રત્યેકબુદ્ધ ૨૩૭ (૯) વારત્રક પ્રત્યેકબુદ્ધ કથા ૨૪૦ (૧૦) નારદ પ્રત્યેકબુદ્ધ કથા ૨૪૪ (૧૧) નાગદત્ત પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૧ ૨૪૯ (૧૨) બાહુક પ્રત્યેકબુદ્ધ કથા ૨૫૪ (૧૩) દ્વૈપાયન પ્રત્યેકબુદ્ધ ૩૫૪ ૩૫૮ ૩૬૬ કથા ૩૬૭ ' ૩૪૨ આગમ કથાનુયોગ ભાગ-૩ ખંડ–૨ અંતર્ગત્ – અધ્યયન—૫—મૂળ આગમ આધારિત શ્રમણ કથાઓ -- ૩૪૨ - ૦૪૫ ОЧС Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આગમ કથાનુયોગ-૩ ભાગ–૩ (ખંડ–૨) અધ્યયન–પ મૂળ આગમની શ્રમણ કથા-(ચાલુ) | - --- ૨૨૦ 233 ૨૩૩ ૨૪૪ ઉપર રપર રપર ૨૫૨ રપ3 ૨૫૩ ૨૫3 | ર૫૫ ૨પપ ૨૫૭ રપછે કાર્તિક શ્રેષ્ઠી કથા ૫. ગંગદત કથા ૬. ઋષભદત કથા છે. અતિમુક્ત કથા ૮. સ્કંદક કથા ૯, ગંગેય કથા ૧૦. પુદગલ પરિવ્રાજક કથા ૧૧. કુરુદત્ત પુત્ર કથા ૧૨, તિષ્યક કથા ૧૩. કાલાસ્યવેષિપુત્ર કથા ૧૪. શિવરાજર્ષિ કથા ૧૫. ઉદાયન કથા ૧૬. રોહ કથા ૧૭. કાલોદાયી કથા ૧૮. આનંદ કથા ૧૯. સર્વાનુભૂતિ કથા ૨૦. સુનક્ષત્ર-૧ કથા ૨૧. સિંહ અણગાર કથા ૨૨. સુમંગલ કથા ૨૩. કાલિકપુત્ર કથા + મેહિલ સ્થવિર + આનંદરક્ષિત સ્થવિર + કાશ્યપ સ્થવિર ૨૪. પાવાપુત્ર ફળા + શેલકરાજર્ષિ + શુકપરિવ્રાજક + પંથકમુનિ ૨૫. જિતશત્રુ–સુબુદ્ધિ કથા ર૬. ધર્મરુચિ–૧ કથા ૨૭. ધર્મરચિ–૨ કથા ૨૮. ધર્મરુચિ-૩ કથા ૨૯. મેઘકુમાર કથા ૩૦. જિનપાલિત કથા ૦૭૨ ૨૧. ધન્ય સાર્થવાહ-૧ કથા ૦૭૭૩૨. ધન્ય સાર્થવાહ-૧ કથા ૦૮૦૩૩. ચિલાતિપુત્ર કથા ૦૮૩] + ધન્ય સાર્થવાહ કથા ૦૮૬) ૨૪. પુંડરીક-કંડરીક કથા ૦૯૯ ૩૫. પ્રતિબુદ્ધિ કથા ૦૯૯] ૩૬. ચંદ્રછાય કથા ૧૦૩|૩૭. શંખ કથા ૧૦૩|૩૮. રુકિમ કથા ૧૦૪,૩૯, અદીનશત્રુ કથા ૧૦૬૪૦. જિતશત્ર-૨ કથા ૧૧૩|૪૧. પાંડવોની કથા ૧ર૬ ૪ર. તેતલિપુત્ર કથા ૧૨૭] ૪૩. ગૌતમ મુનિ કથા ૧૩૧૪૪. સમુદ્ર-૧ કથા ૧૩૧૪૫. સાગર-૧ કથા ૧૩૧ ૪૬. ગંભીર કથા ૧૩ર૪૭. સ્તિમિત કથા | ૪૮. અચલ–૧ કથા ૪૯. કાંપિલ્ય કથા ૧૩૨ ૫૦. અક્ષોભ-૧ કથા ૧૩ર ૫૧. પ્રસેનજિત કથા | પર. વિષ્ણકુમાર કથા | ૫૩. અક્ષોભ-૨ કથા | ૫૪. સાગર-૨ કથા ૧૪૦] પપ. સમુદ્ર-૨ કથા ૧૪૭) ૫૬. હૈમવત કથા ૧૫૩ ૫૭. અચલ–૨ કથા ૫૮. ધરણ કથા ૧૬૦ ૫૯. પૂરણ કથા ૧૬૧૬૦. અભિચંદ્ર કથા ૧૬૨૧. અનીયસ કથા ૨૦૫ ૬૨. અનંતસેન કથા ૨૫૮ ૨૫૮ ૨૫૮) ૫૮ ૨૫૯ ૨૫૯ ૧૩૨ ૧૩૯ ૪૧ ૬૧ ૨૬૧ ૨૬૧ ૨૬૨ ૨૬૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૩ (ખંડ–૨) અધ્યયન-પ મૂળ આગમની શ્રમણ કથા (ચાલુ) | ૨૯૬ ૨૯૬ ૨૬3 ૨૯ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૩૦૦ ૩૦૦ Boo ૩૦૦ ૩૧૪ ૨૮૫ ૩૧૪ ૬૩. અનિત કથા ૬૪. વિદ્વત કથા ૬૫. દેવયશ કથા ૬૬. શત્રુસેન કથા ૬૭. સારણ કથા ૬૮. ગજસુકુમાલ-૧ કથા ૬૯ ગજસુકુમાલ–૨ કથા ૭૦. સુમુખ કથા ૭૧. દુર્મુખ કથા ૭ર. ફૂપદારક કથા ૭૩. દારુક કથા ૭૪. અનાદષ્ટિ કથા ૭૫. જાલિ-૧ કથા ૭૬. મયાલિ-૧ કથા ૭૭. ઉવયાલિ-૧ કથા ૭૮. પુષસેન-૧ કથા ૭૯. વારિષણ–૧ કથા ૮૦. પ્રધુમ્ન કથા ૮૧. શાંબ કથા ૮૨. અનિરુદ્ધ કથા ૮૩. સત્યનેમિ કથા ૮૪. દટનેમિ કથા ૮૫. મકાઈ કથા ૮૬. કિંકમ કથા ૮૭. અર્જુનમાળી કથા ૮૮. કાશ્યપ કથા ૮૯. ક્ષેમક કથા ૯૦. ધૃતિધર કથા ૧. કૈલાશ કથા ૨. હરિચંદન કથા ૩. વારત્ત કથા ૯૪. સુદર્શન કથા ૯૫. પૂર્ણભદ્ર-૧ કથા ૨૬૩| -૬. સુમનભદ્ર કથા ૨૬૩| ૭. સુપ્રતિષ્ઠ કથા ૨૬૩| ૯૮. મેઘ કથા | ૯૯. અલક્ષ્ય કથા ર૬૩] ૧૦૦. જાલિ-કથા ૧૦૧. માલિ–૨ કથા ૨૮૩] ૧૦૨. ઉવયાલિ–૨ કથા ૨૮૪ ૧૦૩. પુરુષસેન–૨ કથા ૨૮૪] ૧૦૪. વારિષણ-૨ કથા ૨૮૪ ૧૦૫. દીર્ઘદંત કથા ૨૮૪] ૧૦૬. લષ્ટદંત કથા ૨૮૫ ૧૦૭. વેહલ્લ-૧ કથા ૨૮૫] ૧૦૮. વેહાયસ કથા ૨૮૫ ૧૦૯ અભય કથા ૨૮૫ ૧૧૦. દીર્ધસેન કથા | ૧૧૧. મહાસેન કથા ૨૮૫ ૧૧ર, ધન્ય અણગાર કથા ૨૮૫| ૧૧૩. સુનક્ષત્ર-૨ કથા ૨૮૬ ૧૧૪. ઋષિદાસ કથા ૨૮૮ ૧૧૫. પેલ્લક કથા ૨૮૯] ૧૧૬. રામપુત્ર કથા ૨૮૯] ૧૧૭. ચંદ્રિમ કથા ૨૮૯૧૧૮. પુષ્ટિમાતૃક કથા ૨૮૯ ૧૧૯. પેઢાલપુત્ર કથા ૨૯૦ ૧૨૦. પોટ્ટિલ કથા ૨૬/૧૨૧. વેહg-૨ કથા ૨૯૬ ૧૨૨. સુબાહુ કથા ૨૬ ૧૨૩. ભદ્રનંદી-૧ કથા ૨૬] ૧૨૪. સુજાત કથા ૨૯૬ ૧૫. સુવાસવ કથા ૨૯૬] ૧૨૬. જિનદાસ કથા ૨૬ ૧૨૭. ધનપતિ કથા ૨૯૬ ૧૨૮. મહાબલ કથા ૩૧૪ ૩૨૩ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩ર૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩ર૯ 330 33o 33o 333 ૩૩૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ ભાગ-૩ (ખંડ–૨) અધ્યયન-૫ મૂળ આગમની શ્રમણ કથા (ચાલુ) ૩૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૮ ૩૪૮) ૩૪૮ ૩૪૮ ૩૪૯ ૩૫૯! 353) ૩૬૪ 3૭ર ૩૭૫ 399 ૩૭૭ ૧૨૯. ભદ્રનંદી–૨ કથા ૩૩૧, ૧૫૭. પગત (પ્રકૃત) કથા ૧૩૦. મહચંદ્ર કથા ૩૩૨, ૧૫૮. યુક્તિ (જુત્તિ) કથા ૧૩૧. વરદત્ત કથા ૩૩૨] ૧૫૯. દશરથ કથા ૧૩૨. પ્રતિજ્ઞ–૧ કથા ૩૩ર ૧૬૦. દેઢી કથા ૧૩૩. કેશી (કુમાર) કથા 333] ૧૬૧. મહાધન કથા ૧૩૪. દઢપ્રતિજ્ઞ–કથા ૩૩૫ ૧૬ર. સપ્તધનું કથા ૧૩૫. પદ્મ કથા ૩૩૬ ૧૬૩. દશધન કથા ૧૩૬. મહાપદ્મ કથા ૩૩૭/૧૬૪. શતધન કથા ૧૩૭. ભદ્ર કથા ૩૩૭/૧૬૫. નાગીલ કથા ૧૩૮. સુભદ્ર કથા ૩૩૭] ૧૬૬. વજ આચાર્ય કથા ૧૩૯. પદ્મભદ્ર કથા ૩૩૮ | ૧૬૭. શ્રીપ્રભ કથા ૧૪૦. પાસેન કથા ૩૩૮ | ૧૬૮. સાવધાચાર્ય (કુવલયપ્રભ) | ૧૪૧. પદ્મગુભ કથા ૩૩૮ ૧૬૯ નંદીષેણ-૧ કથા ૧૪૨. નલિનગુલ્મ કથા ૩૩૮] ૧૭૦. આસડ કથા ૧૪૩. આનંદ-ર કથા ૩૩૯] ૧૭૧. અનામી (નિ) કથા ૧૪૪. નંદન કથા ૩૩૯૧૭૨. સુસઢ કથા ૧૪૫. અંગતિ કથા ૩૩૯] + ગોવિંદબ્રાહ્મણ, + કુમારવર ૧૪૬. સુપ્રતિષ્ઠ કથા ૨૪૧ | ૧૭૩. ચિત્ર(મુનિ) કથા ૧૪૭. પૂર્ણભદ્ર-ર કથા ૩૪૧ ૧૭૪. રથનેમિ કથા ૧૪૮. મણિભદ્ર કથા ૩૪ર ૧૭૫. હરિકેશબલ કથા ૧૪૯, દત્ત કથા ૧૭૬. જયઘોષ + વિજયઘોષ ૧૫૦. શિવ કથા ૩૪૩ ૧૭૭. અનાથી (મુનિ) કથા ૧૫૧. બલ કથા ૩૪૩ ૧૭૮સમુદ્રપાલ કથા ૧૫ર. અનાધૃત કથા ૩૪૩] ૧૭૯. મૃગાપુત્ર (બલશ્રી) કથા ૧૫૩. નિષધ + વીરંગદ કથા ૩૪૪, ૧૮૦. ગર્દભાલિ કથા ૧૫૪. માયની કથા ૩૪૮|+ સંજયરાજા + ક્ષત્રિયમુનિ ૧૫૫. વહ કથા ૩૪૮] ૧૮૧. પુકાર કથા ૧૫૬. વેહ (વેહલ) કથા. ૩૪૮|+ ભૂગુ પુરોહિત કથા આગમ કથાનુયોગ ભાગ-૪ -: (ખંડ-૨ અધ્યયન–૫) આગમ સટીકની શ્રમણ કથા :૧૮૨. અતિમુક્ત મુનિ કથા ૦૩૩૧૮૪. અંબર્ષિ કથા ૧૮૩. અંગર્ષિ કથા ૦૩૩૧૮૫. અચલ–૩ કથા ૩૭૮ ૩૯૮ ૩૯૮ ૪૦૧૭ ૪૦૭ ૪૧૦ ૪૧૪ ૪૧૬ ૪૨ ૪૨૨ ૪રપ ૪૫ - - - - - - - - ૦૩૪) ૦૩૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૪ (ખંડ-૨ અધ્ય.૫) આગમ સટીકેની શ્રમણ કથા (ચાલુ) ૦૮૮ ૦૮૮ ૦૮૬ ૦૯૨ ૦૯૩ ૦૯૯ ૧૦૧ ૧૮૬. અચલ-૪ કથા ૧૮૭. આર્યરક્ષિત કથા ૧૮૮. અર્જુન (પાંડવ) કથા ૧૮૯. અણિકાપુત્ર કથા ૧૯૦. અપરાજિત કથા ૧૯૧. અભિચંદ્ર કથા ૧૨. અભિચીકુમાર કથા ૧૯૩. અમૃતઘોષ કથા ૧૯૪. અજાપાલક વાચક કથા ૧૫. અન્નક કથા ૧૯૬. અર્ડનું મિત્ર કથા ૧૯૭. અવંતિસુકુમાલ કથા ૧૯૮. અશકટાતાત કથા ૧૯૯. અષાઢાભૂતિ કથા ૨૦૦. અષાઢાચાર્ય કથા ૨૦૧. અંગારમર્દક કથા ૨૦૨. ઇન્દ્રદત્ત (અંતર્ગતું) સાધુ ૨૦૩. ઇલાચિપુત્ર કથા ૨૦૪. ઋષભસેન ગણધર ૨૦૫. ઋષભસેન + સિંહસેન ૨૦૬. ઉત્સાર વાચક કથા ૨૦૭. એણેયક કથા ૨૦૮. કાષ્ઠ મુનિ કથા ૨૦૯. કઠિયારાની કથા ૨૧૦. કૃષ્ણ આચાર્ય કથા ૨૧૧. કૃતપુણ્ય કથા ૨૧૨. કાર્તિકાર્ય કથા ૨૧૩. કપિલમુનિ કથા ૨૧૪. કાલક–૧ કથા ૨૧૫. કાલક-ર કથા ૨૧૬. કાલક-૩ કથા ૨૧૭. કાલક-૪ કથા ૨૧૮. કાલવૈશિક કથા ૦૩૫૨૧૯. કાશીરાજ દૃષ્ટાંત ૦૩૬/૨૨૦. કુણાલ કથા ૦૮૮ ૦૪૪/૨૨૧. કુમારપુત્રિક કથા ૦૪૫ ૨૨૨. કુમાર મહર્ષિ કથા ૦૪૮) ૨૨૩. કુરુદત સુત કથા ૦૪૯|૨૨૪. કુલવાલક કથા ૦૪૯|૨૨૫. કૌડિન્યાદિ તાપસ કથા ૦૫૦ ૨૨૬. ખપુટાચાર્ય કથા ૦૫૦ ૨૨૭. સ્કંદક–૨ કથા ૦૫૦ ૨૨૮.કંદિલાચાર્ય કથા ૦૫ર/૨૨૯. સુલકકુમાર કથા ૦૯૭ ૦૫૩/૨૩૦. ગાગ્યચાર્ય કથા ૦૫૪)૨૩૧. ગાગલિ કથા ૧૦૦ ૦૫૬ [૨૩૨. ગુસંધર કથા ૦૫૯)૨૩૩. ગુણચંદ્ર-૧ + મુનિચંદ્ર ૦૬૩]+ સાગરચંદ્ર + ચંદ્રાવતંસક ૦૬૪| ૨૩૪. ગુણચંદ્ર-૨સાગરચંદ્ર ૦૬૫૨૩૫. ગોવિંદ વાચક કથા ૧૦૫ ૦૬૭] ૨૩૬. બૃતપુષ્યમિત્ર કથા ૦૬૮૨૩૭. ચંડરુદ્રાચાર્ય + સાધુ ૦૬૮૨૩૮. ચાણક્ય કથા ૧૦૮ ૦૭૦ |૨૩૯. ચિલાત-૨ કથા ૧૧૪ ૦૭૧ | ૨૪૦. જમુનરાજર્ષિ + દંડમુનિ. ૧૧૫ ૦૭૨,૨૪૧. જંઘાપરિજિત કથા ૦૭૨ ૨૪૨. જંબુસ્વામી કથા ૧૧૬ ૦૭૩ ૨૪૩. જગાણંદ કથા ૧૧૮ ૦૭૭/૨૪૪. જવ મુનિ કથા ૨૪૫. યશોભદ્ર (જસભ૬) ૧૨૦ ૦૮૧ ૨૪૬. જિનદેવ કથા ૦૮૩ ૨૪૭. યુધિષ્ઠિર (જુહિઠિલ) ૧૨૦ ૦૮૪૨૪૮. જ્વલન આદિ કથા ! ૦૮૬/+ હનમુનિ + હુતાશનમુનિ ૦૮૭૨૪૯. ઢઢણકુમાર કથા ૧૨૧ ૧૦: ૧૦૬ ૧૧૬ ૧૧૮ ویه ૧ર૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમ કથાનુયોગ-૩ ભાગ-૪ (ખંડ–૨ અધ્ય.-૫) આગમ સટીકેની શ્રમણ કથા (ચાલુ) ૧૬૩ ૧૬૬ ૧૬૭ ૧૬૭ ૧૬૯ ૧૬૯ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૩ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૭), ૨૫૦. તોસલિપુત્ર કથા ૧૨૩|૨૮૨. પ્રસન્નચંદ્ર કથા ૨૫૧. સ્થૂલભદ્ર + શ્રીયક કથા | ૧૨૩|૨૮૩. પાદલિપ્તસૂરિ કથા ૨પર. દઢપ્રહારી–૧ કથા ૧૩૩/૨૮૪. પિઢર કથા ૨૫૩. સંગમસ્થવિર કથા ૧૩૪૨૮૫. પુષ્પચૂલ કથા + દત્તમુનિ કથા | ૨૮૬. પુષ્યભૂતિ + પુષ્યમિત્ર ૨૫૪. દધિવાહન કથા ૧૩૬૨૮૭. “પુષ્યમિત્ર" કથા ૨૫૫. દમદંત કથા ૧૩૬ [૨૮૮. પોતપુષ્યમિત્ર કથા ૨૫૬. દશાર્ણભદ્ર કથા ૧૩૭/૨૮૯, પિંગલક કથા ૨૫૭. દત્ત + સેવાલાદિ કથા ૧૪૪ | ૨૯૦. ફલ્યુરક્ષિત કથા ૨૫૮. દુષ્પભ કથા ૧૪૫૨૯૧. બલભાનુ કથા ૨૫૯. દુર્બલિકા પુષ્યમિત્ર કથા ૧૪૫૨૨. બાહુબલિ કથા ૨૬૦. દેવર્ધ્વિગણિ કથા ૧૪૬ /૨૯૩. ભદ્ર-૧ કથા ૨૬૧. દેવલાસુત કથા ૧૪૬/૨૯૪. ભદ્ર-૨ (જિતશત્રુપુત્ર) ૨૬૨. દેવશ્રમણક કથા ૧૪૭/૨૫. ભદ્રગુપ્તાચાર્ય કથા ૨૬૩. ધનગિરિ કથા ૧૪૮] ૨૯૬. ભદ્રબાહુસ્વામી કથા ૨૬૪. ધનમિત્ર + ધનશર્મ ૧૪૮ | ૨૯૭. ભશકમુનિ કથા ૨૬૫. ધન્યની કથા ૧૪૯ ૨૯૮. ભીમ (પાંડવ) કથા ૨૬૬. ધર્મઘોષ–૧ કથા ૧૫૦ |૨૯. ધર્મઘોષ–૫ કથા ૨૬૭. ધર્મઘોષ–૨ કથા ૧૫૦ + ધર્મયશ+અવંતિવર્ધન ૨૬૮. ધર્મઘોષ–૩ કથા ૧૫૦ ૧૦૦. મનક કથા ૨૬૯. ધર્મઘોષ–૪ + સુજાત ૧૫૧ ૩૦૧. મહાગિરિ કથા ૨૭૦. ધર્મસિંહ કથા ૧૫૩| ૩૦૨. મહાશાલ + શાલ કથા ૨૭૧. નકુલ પાંડવ કથા ૧૫૩ | ૩૦૩. મુનિચંદ્ર કથા ૨૭૨. નંદ (સુંદરીનંદ) ૧૫૪) ૩૦૪. મેતાર્ય કથા ૨૭૩. નંદિષણ–૨ કથા ૧૫પ! | ૩૦૫. રંડાપુત્ર કથા ૨૭૪. નંદિષણ-૩ કથા ૧પપ | ૩૦૬. રોહિણિક કથા ૨૭૫. નંદિષણ-૪ કથા ૧પ૬/૩૦૭. લોહાર્ય કથા ૨૭૬. નાગિલ–૨ કથા ૧૫૮|૩૦૮. વજસ્વામી કથા ર૭૭. નાગાર્જુન કથા ૧૫૯ [૩૦૯. વજભૂતિ કથા ર૭૮. નાગદત્ત–૧ કથા ૧૫૯ ૩૧૦. વજસેન આચાર્ય કથા ૨૭૯. નાગદત્ત–ર કથા ૧૬૧૩૧૧. વસ્ત્રપુષ્યમિત્ર કથા | ૨૮૦. પંથક કથા ૧૬૨ ૩૧૨. વિંધ્યમુનિ કથા ૨૮૧. પ્રભવ (ચોર) કથા ૧૬૨|૩૧૩. વિષ્ણુકુમારમુનિ કથા ૧૭૮ ૧૮ ૧૮૧ ૧૮૨ ૧૮3 ૧૮૩ ૧૮૭ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૮ ૧૯૯ ૨૦૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૪ (ખંડ-૧, અધ્ય–૫) આગમ સટીકની શ્રમણ કથા (ચાલુ) ૨૧૧ ૩૧૪. સંભૂતિવિજય કથા ૨૦૧ ૩૨૨. સુનંદ કથા ૨૧૧ ૩૧૫. (આર્ય) સમિત કથા ૨૦૧૩૨૩. સુમનભદ્ર કથા ૩૧૬. શશક (મુનિ) કથા ૨૦૩|૩૨૪. સુવ્રત કથા ૨૧૨ ૩૧૭, સહદેવ (પાંડવ) કથા ૨૦૪/૩૨૫. સુહસ્તિ કથા ૨૧૨ ૩૧૮. શાલિભદ્ર કથા ૨૦૪/૩૨૬. શય્યભવ કથા ૨૧૫ ૧૯શીતલાચાર્ય કથા ૨૦૯ ૩૨૭. સોમદેવ–૧ કથા ૨૧૮ ૩૨૦. સિંદગિરિ કથા ૨૧૦] ૩૨૮. સોમદેવ–૨ કથા ૨૧૮ ૩૨૧. સુકોશલ કથા ૨૧૧ ૩૨૯. હસ્તિભૂતિ+હસ્તિમિત્ર ૨૧૯ ભાગ-૪ – (ચાલુ) ખંડ–૩ શ્રમણી કથાનક મૂળ આગમની – શ્રમણી કથાઓ ૩૦૮ ૩૦૮ 30 ૩૦૮ ૩૦૯ 3૦૯ ૩૦૯ ૧. અનવદ્યા કથા ૨. ચંદના કથા ૩. જયંતી કથા ૪. દેવાનંદા કથા ૫. પ્રભાવતી કથા ૬. મૃગાવતી કથા. ૭. દ્રૌપદી કથા ૮. પોટ્ટિલા કથા ૯. કાલી–૧ કથા ૧૦. રાજી કથા ૧૧. રજની કથા ૧૨. વિદ્યુત્ કથા ૧૩. મેધા કથા ૧૪. શુભા કથા ૧૫. નિશુંભા કથા ૧૬. રંભા કથા ૧૭. નિરંભા કથા ૧૮. મદના કથા ૧૯. ઇલા કથા ૨૦. સતેરા કથા ૨૧. સૌદામિની કથા ૨૨૦ ૨૨. ઇન્દ્રા કથા ૨૨૧ ૨૩. ધના કથા ૨૨૫-૨૪. વિદ્યુતા કથા ૨૨૮ | ૨૫. રૂપા કથા ૨૩૧૨૬. સુરૂપા કથા ૨૩૩] ૨૭. રૂપાંશા કથા ૨૪૦ | ૨૮, રૂપકાવતી કથા ૨૮૬ [૨૯. રૂપકાંતા કથા ૨૯૯] ૩૦ રૂપપ્રભા કથા ૩૦૫ ૩૧. કમલા કથા ૩૦૬ ] ૩૨. કમલપ્રભા કથા ૩૦૬ ૩૩. ઉત્પલા કથા ૩૦૬ | ૩૪. સુદર્શના કથા ૩૦૭૩૫. રૂપવતી કથા ૩૦૭ ૩૬. બહુરૂપા કથા ૩૦૭, ૩૭. સુરૂપા કથા ૩૦૭, ૩૮. સુભગા કથા ૩૦૭,૩૯. પૂર્ણા કથા ૩૦૭,૪૦. બહુપુત્રિકા કથા ૩૦૮૪૧. ઉત્તમ કથા ૩૦૮|૪૨. ભારિકા કથા 3૦૯ ૩૦૯ ૩૦૯ 3૦૯ 3૦૯ ૩૦૯ ૩૦૯ 3૦૯ ૩૦૯ 3૦૯ ૩૦૯ ૩૦૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ભાગ–૪ (ખંડ–૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) ૩૦૯|૭૬. નવમિકા—૨ કથા ૩૦૯ | ૭૭. અચલા કથા ૩૦૯ ૭૮. અપ્સરા કથા ૩૦૯ | ૭૯. કૃષ્ણા કથા ૩૦૯ | ૮૦. કૃષ્ણરાજી કથા ૩૦૯ ૮૧. રામા કથા ૩૦૯|૮૨. રામરક્ષિતા કથા ૪૩. પદ્મા કથા ૪૪. વસુમતી કથા ૪૫. કનકા કથા ૪૬. કનકપ્રભા કથા ૪૭. અવહંસા કથા ૪૮. કેતુમતી કથા ૪૯. વજ્રસેના કથા ૫૦, રતિપ્રિયા કથા ૫૧. રોહિણી કથા ૫૨. નવમિકા—૧ કથા ૫૩. હી કથા ૫૪. પુષ્પવતી કથા ૫૫. ભુજગા કથા ૫૬. ભુજગાવતી કથા ૫૭. મહાકચ્છા કથા ૫૮. અપરાજિતા કથા ૫૯. સુઘોષા કથા ૬૦. વિમલા કથા ૬૧. સુસ્વરા કથા ૬૨. સરસ્વતી કથા ૬૩. સૂર્યપ્રભા કથા ૬૪. આતપા કથા ૬૫. અર્ચિમાલી—૧ કથા ૬૬. પ્રભંકરા—૧ કથા ૬૭. ચંદ્રપ્રભા કથા ૬૮. જ્યોત્સનાભા કથા ૬૯. અર્ચિમાલી—૨ કથા ૭૦. પ્રભંકરા ૨ કથા ૭૧. પદ્માવતી કથા ૭૨. શિવા કથા ૭૩. શચિ કથા ૭૪. અંજૂ કથા ૭૫. રોહિણી કથા આગમ કથાનુયોગ–૩ ૩૦૯ ૮૩. વસુ કથા ૩૦૯ ૮૪. વસુગુપ્તા કથા ૩૦૯ | ૮૫. વસુમિત્રા કથા ૩૦૯ ૮૬. વસુંધરા કથા ૩૦૯ ૮૭. ગોપાલિકા કથા ૩૦૯ ૮૮. પુષ્પચૂલા કથા ૩૦૯ ૮૯. સુવ્રતા-૧ કથા ૩૦૯ ૯૦. સુવ્રતા—૨ કથા ૩૦૯ ૯૧. પદ્માવતી કથા ૩૦૯ ૯૨. ગૌરી કથા ૩૦૯|૯૩. ગાંધારી કથા ૩૦૯|૯૪. લક્ષ્મણા કથા ૩૦૯ ૯૫. સુશીમા કથા ૩૧૦ ૯૬. જાંબવતી કથા ૩૧૧ ૯૭. સત્યભામા કથા ૩૧૧ ૯૮. રુક્મિણી કથા ૩૧૧ ૯૯. મૂલશ્રી કથા ૩૧૧ ૧૦૦. મૂલદત્તા કથા ૩૧૧ ૧૦૧, નંદા કથા ૩૧૧ ૧૦૨. નંદવતી કથા ૩૧૧ ૧૦૩. નંદોત્તરા કથા ૩૧૨ ૧૦૪. નંદશ્રેણિકા કથા ૩૧૨ ૧૦૫. મરુતા કથા ૩૧૨ ૧૦૬. સુમતા કથા ૩૧૨ ૧૦૭, મહામરુતા કથા ૩૧૨ ૧૦૮. મરૂદેવા કથા ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૪ ૩૧૪ ૩૧૪ ૩૧૫ ૩૧૫ ૩૨૦ ૩ર૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૧ ૩૨૧ ૩૨૧ ૩રર ૩૨૨ ૩રર ૩૨૨ ૩રર ૩રર ૩રર Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૪ (ખંડ-૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) ૩૪૯ ૩૫૦ ૧૦૯. ભદ્રા કથા ૩૨૨૧૨૮. શ્રીદેવી (ભૂતા) કથા ૩૪૬ ૧૧૦, સુભદ્રા કથા ૩૨૨/૧૨૯. હીદેવી કથા ૩૪૯ ૧૧૧. સુજાતા કથા ૩૨૨] ૧૩૦. યુતિદેવી કથા ૧૧૨. સુમના કથા ૩૨૨૧૩૧. કીર્તિદેવી કથા 3४८ ૧૧૩. ભૂતદત્તા કથા ૩૨૨૧૩૨. બુદ્ધિદેવી કથા 3४९ ૧૧૪. કાલી-૨ કથા ૩૨૨/૧૩૩. લક્ષ્મીદેવી કથા 3४९ ૧૧૫. સુકાલી કથા ૩૨૫૧૩૪. ઇલાદેવી કથા 3४९ ૧૧૬. મહાકાલી કથા ૩૨૬] ૧૩૫. સુરાદેવી કથા ૩૪૯ ૧૧૭. કૃષ્ણા કથા ૩૨૭૧૩૬. રસદેવી કથા 3४८ ૧૧૮. સુકૃણા કથા ૩૨૭૧૩૭. ગંધદેવી કથા ૩૪૯ ૧૧૯. મહાકૃષ્ણા કથા ૩૨૯) ૧૩૮. પાંડુઆર્યા કથા ૧૨૦. વીરકૃષ્ણા કથા ૩૩૦ ૧૩૯. કમલામેલા કથા ૩૫૧ ૧૨૧. રામકૃષ્ણા કથા ૩૩૦,૧૪૦. ભથ્રિદારિકા (?) કથા | ૩૫૩ ૧૨૨. પિતૃસેનકૃષ્ણા કથા ૩૩૧૧૪૧. મેઘમાલા કથા ૩૫૩ ૧૨૩. મહાસેનકૃષ્ણા કથા ૩૩૨] ૧૪૨. રજૂઆર્યા કથા ૩૫૪ ૧૨૪. યક્ષિણી કથા ૩૩૩૧૧૪૩. લક્ષ્મણાઆર્યા કથા ૩૫૬ ૧૨૫. બ્રાહ્મી કથા ૩૩૩] ૧૪૪. વિષ્ણુશ્રી કથા ૩૬૨ | ૧૨૬. સુંદરી કથા ૩૩૫૧૪૫. કમલાવતી કથા ૩૬૨ ૧૨૭. સુભદ્રા કથા ૩૩૭] ૧૪૬. જસા કથા ૩૬ 3 + સોમા કથા ૧૪૭. રાજીમતી કથા 36 3 ભાગ-૪ (ખંડ–૩) આગમ–સટીકની શ્રમણી કથા ૧૪૮. અંગારવતી કથા ૩૬૪૧૫૯. જયંતિ + સોમા કથા | ૩૬૮ ૧૪૯. અáસંકાશા કથા ૩૬૫ ૧૬૦. યશોભદ્રા કથા | (૩૬૮ ૧૫૦. ઉત્તરા કથા ૩૬૬ ૧૬૧. યશોમતી કથા 3૬૯ ૧૫૧. કીર્તિમતિ કથા ૩૬૬/૧૬૨. ધનશ્રી (સર્વાંગસુંદરી) ૩૬૯ ૧૫ર. યક્ષા કથા ૩૬૭, ૧૬૩. ધારિણી કથા ૧૫૩. યશદિન્ના કથા ૩૬૭/૧૬૪. પદ્માવતી કથા 383 ૧૫૪. ભૂતા કથા ૩૬૭ [૧૬૫. પ્રગભા + વિજયા | ૩૭૩ ૧૫૫. ભૂતદિન્ના કથા ૩૬૭૧૬૬. પુષ્પચૂલા + પુષ્પવતી ! 383 ૧૫૬. સેણા કથા ૩૬૭૧૬૭. પુષ્પચૂલા–ર કથા 3७४ | ૧૫૭. વેણા કથા ૩૬૭ ૧૬૮. પુરંદરયશા કથા ૧૫૮. રેણા કથા ૩૬૭ ૧૬૯. ભદ્રા કથા ૩૭૫ ૩૭૨ ૩૭૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ ભાગ-૪ (ખંડ–૩) આગમ સટીકની શ્રમણી કથા (ચાલુ) ૧૭૦. મનોહરી કથા ૩૭૬ /૧૭૪. શિવા કથા ૧૭૧. વિગતભયા + વિનયવતી. ૩૭૬ | ૧૭૫. સુકુમાલિકા–ર કથા ૧૭૨. નંદશ્રી/શ્રીદેવી કથા ૩૭૭ ૧૭૬. સુજ્યેષ્ઠા કથા ૧૭૩. શ્રીકા કથા ૩૭૭ ૧૭૭. સુનંદા કથા આગમ કથાનુયોગ–પ ખંડ-૪-શ્રાવક કથા ( ભાગ-૫ (ખંડ-૪) મૂળ આગમની શ્રાવક કથા ૩૭૮ ૩૭૯ 3૮૦ ૩૮૩ D ૦૪3 ૧૨૫ ૧૩૬ ૧૪૧ ૧૪3 ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૪૬ ૧. લેપ કથા ૦૩૪ | ૨૦. સદ્દાલપુત્ર કથા ૨. ઋષિભદ્રપુત્ર કથા ૦૩૫ ૨૧. મહાશતક કથા 3. શંખ + પુષ્કલી કથા | ૨૨. નંદિનીપિતા કથા ૪. નાગપૌત્ર વરુણ + બાલમિત્ર ૨૩. લેતિકા/સાલિયી પિતા ૫. સોમિલ કથા ૦૪૭ ૨૪. સુદર્શન–૧ કથા ૬. મહૂક કથા ૦૫૧ ૨૫. સુમુખ કથા ૭. ઉદયન કથા ૦૫૩ ] ૨૬. વિજયકુમાર કથા ૮. અભીચિ કથા ૦૫૬ ૨૭. ઋષભદત્ત કથા ૯. તુંગીયાનગરીના શ્રાવકો ૦૫૭ ૨૮. ધનપાલ કથા ૧૦. કનકધ્વજ કથા ૦૬૧) ૨૯. મેઘરથ કથા ૧૧. નંદમણિયાર કથા ૦૬૨ ૩૦. નાગદેવ કથા ૧૨. સુદર્શન–૧ કથા ૦૬૯ ૩૧. ધર્મઘોષ કથા ૧૩. અન્નક કથા ૦૭૧ ૩૨. જિતશત્ર કથા ૧૪. આનંદ કથા ૦૭૨ 1 33. વિમલવાહન કથા ૧૫. કામદેવ કથા ૩૪. કોણિક કથા ૧૬. ચુલનીપિતા કથા ૩૫. અંબઇશ્રાવક-૭૦૦ શિષ્યો ૧૭. સુરાદેવ કથા ૧૦૮ ૩૬. પ્રદેશીરાજા કથા ૧૮. યુદ્ધશતક કથા ૧૧૫ | ૩૭. સોમિલ કથા ૧૯. કંડકોલિક કથા ૧૨૦, ૩૮. શ્રેણિક કથા ભાગ-૫ (ખંડ૪) આગમ સટીકંની શ્રાવક કથા ૦૮૮ ૧૪૬ ૧૪૬ ૧૪૬ ૧૪૭ ૧૮૨ ૧૮૮ ૨૫૪ ૨૬૦ ૩૯. અંબS કથા ૪૦. આનંદ-૨ કથા ૪૧. ઉદાઈ કથા ૨૭૯ ૪૨. ક્ષમશ્રાવક કથા ૨૮૦ ૪૩. ગંધાર શ્રાવક કથા ૨૮૦/૪૪. ચેટક કથા ૨૮૨ ૨૮૨ ૨૮૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૫ (ખંડ–૪) આગમ સટીકંની શ્રાવક કથા (ચાલુ) ૨૮૩|૫૭. મિત્રશ્રી કથા ૨૮૪ ૫૮. મુંડિક્રામક કથા ૨૮૪ ૫૯. મુડ કથા ૪૫. જનક કથા ૪૬. જિનદાસ—૧ કથા ૪૭. જિનદાસ–૨ કથા ૪૮. જિનદાસ—3 કથા ૪૯. જિનદેવ–૧ કથા ૫૦, જિનદેવ–૨ કથા ૫૧. ઢંક શ્રાવક કથા પર. ઢંઢર કથા ૫૩. ધનંજય કથા ૫૪, પદ્મરથ + વૈશ્વાનર કથા ૫૫. પ્રસેનજિત કથા ૫૬. બલભદ્રકથા ૧. સુભદ્રા—૧ કથા ૨. સુલસા કથા 3. અગ્નિમિત્રા કથા ૪. અનુધરી કથા ૫. અશ્વિની કથા ૬. ઉત્પલા કથા ૭. ઉપકોશા કથા ભાગ–૫ ૮. કોસાગણિકા કથા ૯. ચેલણા કથા ૧૦. દેવકી કથા ૧૧. દેવદત્તા કથા ૧૨. ધન્યા કથા ૧૩. નંદા કથા ૧૪. પૂષા કથા ૧. વિજયદેવ કથા ૨. શક્રેન્દ્ર કથા ૨૮૫ ૬૦. વલ્ગર કથા ૨૮૬ ૬૧. વસુભૂતિ કથા ૨૮૬ ૬૨. સંપ્રતિરાજાની કથા ૨૮૯ ૨૯૦ ૨૯૦ ૨૯૦ ૨૯૧ ૨૯૧ ૨૯૬ ૨૯૬ ૨૯૮ ૨૮૮ | ૬૬. સુલસ કથા ૨૯૮ ૨૮૮ ૬૭. શ્રેયાંસ કથા ૨૯૯ ૨૮૯ ૬૮. ભ.વીરને પારણું કરાવનારા ૨૯૯ ૨૮૭ ૬૩. સાગરચંદ્ર કથા ૨૮૭ ૬૪. સુદર્શન કથા ૨૮૭ ૬૫. સુનંદ કથા (ખંડ–૫) શ્રાવિકા કથા — ૩૦૨ | ૧૫. ફાલ્ગુની કથા ૩૦૪ ૧૬. ફલ્ગુશ્રી કથા ૩૦૬ | ૧૭. બહુલા કથા ૩૦૬:૧૮. ભદ્રા—૧ કથા ૩૦૭|૧૯. ભદ્રા ૨ કથા ૩૦૭|૨૦. ભદ્રા ૩ કથા ૩૦૭ ૨૧. મિત્રવતી કથા ૩૦૮ ૨૨. રેવતી કથા ૩૦૮ ૨૩. રુદ્રસોમા કથા ૩૦૯ ૨૪. સાધુદાસી કથા ૩૧૦ ૨૫. શ્યામા કથા ૩૧૧ | ૨૬. શિવાનંદા કથા ૩૧૧ | ૨૭. સુભદ્રા—૨ કથા ૩૧૨ ૨૮. સુભદ્રા−3 કથા આગમ કથાનુયોગ ભાગ–૬ ભાગ–૬ (ખંડ–૬) દેવ—દેવીની કથાઓ ૦૩૪|૩. ઇશાનેન્દ્ર કથા ૦૪૪ ૪. ચમરેન્દ્ર કથા ૧૯૯ ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૪ ૩૧૪ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૬ ૩૧૭ ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૦૪૯ ૦૫૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ ભાગ-૬ ખંડ–દ દેવ-દેવી કથાઓ (ચાલુ) ૦૭ર ૦૭૨ ૦ ૦૭૩ ૦ ૦ ૦૭ 3 ૦૭૪ ૦ ૦ ૦ ૦૭૫ ૦૭૫ ૦૭૧ ૫. હરિણેગમેલી કથા ૦૬૫ ૨૨. બલ યક્ષ કથા ૦૭૨ ૬. ત્રાયઢિશક દેવ કથા ૦૬૬, ૨૩. સંગમ દેવ કથા ૦૭ર ૭. ચંદ્ર દેવ કથા ૦૬૭] ૨૪. વિદ્યુમ્માલી દેવ કથા ૮. સૂર્ય દેવ કથા ૨૫. નાગીલ દેવ કથા ૯. શુક્ર દેવ કથા ૨૬. પ્રભાવતી દેવ કથા ૧૦. પૂર્ણભદ્ર દેવ કથા | ૨૭. હુંડીક દેવ કથા ૧૧. મણિભદ્ર દેવ કથા ૦૬૮ ૨૮. શૈલક યક્ષ કથા ૧૨. દત્ત આદિ દેવ કથા ૨૯. તિષ્યક દેવ કથા | ૦૭૪ ૧૩. સૂર્યાભદેવ કથા | ૩૦. જ્વલન + દહન દેવ કથા ! ૦૭૪ ૧૪. દર દેવ કથા ૩૧. સાગરચંદ્ર દેવ કથા | ૦૭૫ ૧૫. મહાશુક દેવ કથા ૦૬૯ ૩૨. મુગરપાણી યક્ષ કથા ૧૬. માગધ દેવ કથા ૦૭૦ 33. કમલદલ યક્ષ કથા ૦૭પ ૧૭. વરદામ દેવ કથા ૦૭૧ ૩૪. પુષ્પવતી દેવ કથા ૧૮. પ્રભાસ દેવ કથા ૩૫. લલિતાંગ દેવ કથા ૦૭૬ ૧૯. કૃતમાલ દેવ કથા ૦૭૧ ૩૬. હિંદુક યક્ષ કથા ૦૭૬ ૨૦. મેઘમુખ દેવ કથા ૦૭૧ | દેવકથા વિશે કંઈક ૨૧. શૂલપાણી યક્ષ કથા [ ૦૭૧ ૦ ચોસઠ ઇન્દ્રોના નામ - ૪ – ૪ – ૪ – ૪ – ૪ – ૪ – ૧. ચમરેજની અગ્રમહિષીઓ [ ૦૭૮ ૧૦. ચંદ્રની અગમહિષીઓ ૦૮૨ ૨. બલીની અગ્રમહિષીઓ ૦૭૯ [૧૧. શક્રની અગ્રમહિષીઓ ૦૮૨ ૩. ધરણેન્દ્રની અગ્રમહિષીઓ ૦૭૯ ૧૨. ઇશાનેન્દ્રની અગમહિષીઓ ૦૮૨ ૪. વેણુદેવ આદિની અગમહિષી ૦૭૯ ૧૩. બહુપુત્રિકા દેવી કથા | ૦૮૩ ૫. ભૂતાનંદની અગ્ર મહિષીઓ ૦૮૦ ૧૪. શ્રી–હી આદિ દશ દેવીઓ ૦૮૩ ૬. વેણુદાલી આદિની અમહિષીઓ. ૧૫. હાસા + પ્રહાસા દેવી ૦૮૩ ૭. પિશાચેન્દ્ર આદિ આઠ ૧૬. કટપુતના વ્યંતરી કથા ૦૮૪ – વ્યંતરેન્દ્રોની અગમહિષીઓ ૧૭. શાલાર્યા વંતરી કથા ૮. મહાકાલ આદિ આઠ ૧૮. સ્વયંપ્રભા દેવી કથા ૦૮૫ – વ્યંતરેન્દ્રોની અગ્રમડિષીઓ ૦૮૧ ૧૯. શ્રી દેવી કથા ૦૮૫ ૯. સૂર્યની અગ્રમહિષીઓ ૦૮૧૨૦. સિંધુદેવી કથા ૦૮૫ ૦૭૬ ૦૭૭ ०८४ ભાગ-૬ (ખંડ-૭) પ્રાણી કથાઓ ૧. ઉદાયી હાથીની કથા ૦૮૬/૩. સેચનક હાથીની કથા ૨. ભૂતાનંદ હાથીની કથા ૦૮૭/૪. વાંદરાની કથા ૦૮૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૬ (ખંડ–૭) પ્રાણી કથાઓ (ચાલુ) ૦૯૦ ૧૦. બળદની કથા ૦૯૧ | ૧૧. સર્પની કથા ૦૯૧ ૧૨. હાથીની કથા ૦૯૨ ૧૩. પાડાની કથા ૦૯૩ ૧૪. બકરાની કથા ૫. સુમેરુપ્રભ હાથીની કથા ૬. મેરુપ્રભ હાથીની કથા ૭. દેડકાની કથા ૮. કંબલ–સંબલ બળદોની કથા ૯. ચંડકૌશિકની કથા ભાગ૬ (ખંડ–૮) અન્યતીર્થિક કથાઓ ૧. મરીચી કથા ૨. કાલોદાયી આદિ દશ ૩. દ્વૈપાયન ઋષિ કથા ૪. રામગુપ્ત આદિ મિથ્યામતિ ૫. તામલિ તાપસ કથા ૬. જમદગ્નિ કથા + પરસુરામ કથા ૭. સ્કંદક પરિવ્રાજક કથા ૮. પુદ્દગલ પરિવ્રાજક કથા ૯. મુગલ પરિવ્રાજક કથા ૧૦. નારદ/કચ્છુક્ષનારદ કથા ૧૧. વૈશ્યાયન બાલતપસ્વી કથા ૧૭. બુદ્ધ/શાક્ય કથા ૧૦૧ ૧૮. નૈરિક તાપસ કથા ૧૦૨ ૧૯. ધર્મરુચિ તાપસ કથા ૧૦૨ ૨૦. શિવ તાપસ કથા ૧૦૩ ૨૧. શુક્ર પરિવ્રાજક કથા ૧૦૪ ૨૨. કપિલની કથા ભાગ–૬ (ખંડ–૯) અન્ય કથાઓ અધ્યયન-૧ દુ:ખવિપાકી કથાઓ ૧૧૧ ૬. નંદિવર્ધન કથા ૧૧૮ ૭. ઊંબરદત્ત કથા ૧૨૩૮. શૌર્યદત્ત કથા ૧૨૮ ૯. દેવદત્તા કથા ૧૩૧ ૧૦. અંજૂની કથા ખંડ-૯ અન્યકથા ૧. મૃગાપુત્રની કથા ૨. ઉજ્જિતકની કથા ૩. અભગ્રસેન કથા ૪. શકટની કથા ૫. બૃહસ્પતિદત્ત કથા ખંડ–૯ અન્યકથા ૧. કાલકુમાર કથા ૨. સુકાલકુમાર કથા 3. મહાકાલકુમાર કથા ૪. કૃષ્ણકુમાર કથા ૦૯૬।૧૨. ઇન્દ્રનાગ કથા ૦૯૭ ૧૩. પૂરણ તાપસ કથા ૦૯૮ ૧૪. કૌડિન્ય, દત્ત અને ૦૯૯ શેવાલ આદિ તાપસોની કથા ૦૯૯ ૧૫. ગોવિંદ ભિક્ષુ કથા ૧૦૦ ૧૬. પોટ્ટશાલ કથા અધ્યયન—૨ પકીર્ણ-કથાઓ ૧૪૮ | ૫. સુકૃષ્ણકુમાર કથા ૧૫૦ ૬. મહાકૃષ્ણકુમાર કથા ૧૫૦ ૭. વીરકૃષ્ણકુમાર કથા ૧૫૦ ૮. રામકૃષ્ણકુમાર કથા ૨૧ ૦૯૩ ૦૯૪ ૦૯૪ ૦૯૪ ૦૯૫ ૧૦૪ ૧૦૫ ૧૦૫ - ૧૦૬ ૧૦૬ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧૩૩ ૧૩૫ ૧૩૮ ૧૪૧ ૧૪૬ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૧૫૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આગમ કથાનુયોગ-૩ ه مه به له ૧૬૨ ૧૬૫ ૧૬૬ ૧૭૧ ૧૭૧ ૧૮૯ ભાગ-૬ (ખંડ–૯) અન્યકથા – અધ્ય.-૨ – પ્રકિર્ણ કથા (ચાલ) | | ૯. પિતૃસેનકૃષ્ણ કથા ૧૫૦ ૧૯. અપ્રતિષ્ઠાન નરકે જનાર ૧૦. મહાસેનકૃષ્ણ કથા ૧૫૦ ૨૦. કુરચંદ કથા ૧૧. મહેશ્વર–ઉત્પત્તિ કથા ૧૫૧ | ૨૧. પ્રદ્યોતની કથા ૧૨. એલાષાઢ કથા ૧૫૩] ૨૨. અસંયતિઓની પૂજા ૧૩. કંસ કથા ૧૫૩ ૨૩. મંડિતચોરની કથા ૧૪. કલ્કી કથા ૧૫૫ ૨૪. પાલક કથા ૧૬૪ ૧૫. કચ્છ, મહાકચ્છ, ૨૫. મૂલદેવ કથા ૧૬૭ – નમિ, વિનમિ કથા ૧પપ ] ૨૬. મમ્મણ કથા ૧૬. કલ્પક કથા ૧૫૬ / ૨૭. સુમતિ કથા ૧૭. કોકાસ + જિતશત્રુ કથા ૧૫૮ | ૨૮. સુજ્ઞશ્રી કથા ૧૭૧ ૧૮. કાલસૌરિય કથા ૧૫૯) ૨૯. તુલસા કથા ભાગ-૬ (ખંડ–૧૦) દષ્ટાંત–ઉપનય ૦ દૃષ્ટાંત ઉપનય–ભૂમિકા ૧૭૩ ૭. અશ્વ ૧. મયૂરી અંડ ૧૭૩ ૮. સંઘાટ ૨. કાચબો ૧૭૬ ૯. શૈલક ૧૮૯ 3. તુંબડુ ૧૭૮ / ૧૦, માકંદીપુત્ર ૧૮૯ ૪. અક્ષત–શાલી ૧૭૯ [૧૧. નંદીફળ ૫. ચંદ્રમાં ૧૮૨ ૧૨. સુંસુમાં ૬. દાવદ્રવ ૧૮૩/૧૩. પુંડરીક ભાગ-૬ (ખંડ–૧૦) વિવિઘ પિંડ–દોષના દષ્ટાંતો ૧૪. હાથી ૧૯૦ | ૨૬. ગોવત્સ ૧૯૮ ૧૫. લાડુપ્રિયકુમાર ૧૯૦| ૨૭. મણિભદ્ર યક્ષાયતન ૧૯૯ ૧૬. ચોર ૧૯૧ ૨૮. દેવશર્મા મંખ ૧૭. રાજપુત્ર ૧૯૨ ૨૯. ભગિની ૨૦૦ ૧૮. પલ્લી ૧૯૨ | ૩૦. મોદકભોજન ૨૦૧ ૧૯. રાજદુષ્ટ ૧૯૩ ૩૧. ભિક્ષુ ૨૦૧૨ ૨૦. શાલી–૧ ૧૯૪| ૩૨. મોદકદાન ૨૧. બિલાડાનું માંસ ૧૯૫ ૩૩. ગોવાળ ૨૨. શાલી–૨ ૧૫ | ૩૪. મોદક ૨૦૪ ૨૩. સંઘભોજન ૧૯૬/૩૫. સ્વગ્રામદૂતિ ૨૦૫ ૨૪. ખીરભોજન ૧૯૬ | ૩૬. ગ્રામનાયક ૨૦૬ | ૨૫. ઉદ્યાનગમન ૧૯૭ ૩૭. બ્રાહ્મણ પુત્ર ૨૦૭ ૧૮૯ ૧૮૯ ૧૯૦ - - ૧૯૯ ૨૦૩ ર૪ - - - - - - - - - - - Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૩ ભાગ-૬ (ખંડ–૧૦) વિવિઘ પિંડદોષ દૃષ્ટાંત (ચાલુ) ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૫) ૩૮. મૃત માસિક ભોજન ૨૦૭ ૪૦. સિંહકેસરા લાડુ ૩૯. ક્ષુલ્લક સાધુ ૨૦૮ ૪૧. ભિકૂપાસક ભાગ-૬ (ખંડ–૧૦) “ભક્તપરિજ્ઞા”માંના દષ્ટાંતો ૪૨. મૃગાવતી ૨૧૧પ૧. વસુરાજા ૪૩. દત્ત ૨૧૧ પર. કઢી ડોશી ૪૪. કૃષ્ણ + શ્રેણિક ૨૧૧ ૫૩. કામાસક્ત પુરુષો ૪૫. નંદ મણિયાર ૨૧૨૫૪. દેવરતિ ૪૬. કમલયક્ષ ૨૧૨ | પપ. નિયાણશલ્ય યુક્તો ૪૭. સુદર્શન ૨૧૨ ૫૬. ઇન્દ્રિય રાગથી હાનિ ૪૮. યુવરાજર્ષિ ૨૧૨ | પ૭. કષાય પરિણામ ૪૯. ચિલાતિપુત્ર ૨૧૨ ૫૮. અવંતિસુકુમાલ ૫૦. ચંડાલ ૨૧૨૫૯. સુકોશલ + ચાણક્ય | ભાગ-૨ (ખંડ–૧૦) “સંસ્કારક પયત્રા"માંના દષ્ટાંતો ૬૦. અર્ણિકાપુત્ર આચાર્ય ૨૧૩ ૬૮. અમૃતઘોષ ૬૧. સ્કંદકસૂરિ–પ૦૦ શિષ્યો ૨૧૩, ૬૯. લલિતઘટા પુરુષો ૬૨. દંડ + યુવરાજર્ષિ ૨૧૪ ૭૦. સિંહસેન ઉપાધ્યાય ૬૩. સુકોશલ ઋષિ ૨૧૪ ૭૧. કુરુદત્ત શ્રેષ્ઠીપુત્ર ૬૪. અવંતિસુકુમાલ ૨૧૪) ૭૨. ચિલાતિપુત્ર ૬૫. કાર્તિકાર્ય ઋષિ ૨૧૪૫ ૭૩. ગજસુકુમાલ ૬૬. ધર્મસિંહ ૨૧૪ | ૭૪. સુનક્ષત્ર મુનિ ૬૭. ચાણકય ૨૧૪ + સર્વાનુભૂતિ મુનિ ભાગ-૬ (ખંડ૧૦) “મરણસમાધિમાંના દષ્ટાંતો ૭૫. જિનધર્મ શ્રાવક ૨૧૬/૮૪. ધન્ય + શાલિભદ્ર ૭૬. મેતાર્ય મુનિ ૨૧૬૮૫. હાથી ૭૭. ચિલાતિ પુત્ર ૨૧૬૮૬, પાંડવ ૭૮. ગજસુકુમાલ ૨૧૬ ૮૭. દંડ અણગાર ૭૯. સાગરચંદ્ર ૨૧૬ ૮૮. સુકોશલ ૮૦. અવંતિસુકુમાલ ૨૧૭૮૯. કુલ્લક મુનિ ૮૧. ચંદ્રાવતંસક ૨૧૭૯૦, વજસ્વામી ૮૨. દમત ઋષિ ૨૧૭૯૧. અવંતિસેન ૮૩. સ્કંદકઋષિના – શિષ્યો ૨૧૭/૯૨. અન્નક ૨૧૫ ૨૧૫ ૨૧પો ૨૧૫ ર૧૫ ૨૧૬ - - - - - - ૨૧૭ ૨૧૭ ૨૬ ૭ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાગ—૬ (ખંડ–૧૦) ‘‘મરણસમાધિ''માંના દૃષ્ટાંતો (ચાલુ) ૨૧૮ ૯૮. મુનિચંદ્ર આદિ ૨૧૮ ૯૯. ઉષ્ણાદિ પરીષહો ૨૧૮ ૧૦૦. સિંહચંદ્ર + સિંહસેન ૨૧૮ ૧૦૧. બે સર્પો ૨૧૮ ૧૦૨. પુંડરીકકંડરીક ભાગ–૬ (ખંડ–૧૦) ‘‘આગમ–સટીકં'ના દૃષ્ટાંતો ૯૩. ચાણક્ય ૯૪. બત્રીશઘટા પુરુષો ૯૫. ઇલાપુત્ર ૯૬. હસ્તિમિત્ર ૯૭. ધનમિત્ર ૧૦૩. અગદ ૧૦૪. અગડદત્ત ૧૦૫. અગારી ૧૦૬. અચંકારિયભટ્ટા ૧૦૭. અજિતસેન ૧૦૮. અર્જુનચોર ૧૦૯. અર્તન ૧૧૦, અનંગ ૧૧૧. અનંઘ ૧૧૨. અદત્ત ૧૧૩. સ્રીજનિત સંગ્રામો ૧૧૪. ઇન્દ્ર ૧૧૫. ઇન્દ્રદત્ત ૧૧૬. સુરેન્દ્રદત્ત ૧૧૭. ઉત્ક્રુરુટ ૧૧૮. ઉદિતોદય ૧૧૯. કપિલ ૧૨૦. કપિલબટુક ૧૨૧. કપિલા ૧૨૨. કાલોદાયી ૧૨૩. કુવિકર્ણ ૧૨૪. કોંકણક-૧ ૧૨૫. કોંકણકદારક ૧૨૬. કુચિત ૧૨૭. કુલપુત્ર ૧૨૮. કેશી આગમ કથાનુયોગ-૩ ૨૧૯ ૧૨૯, કોંકણક-૨ ૨૨૦ ૧૩૦. કોંકણક-૩ ૨૨૧ ૧૩૧. કોંકણક સાધુ ૨૨૧ ૧૩૨. કોંકણક-૪ ૨૨૨ ૧૩૩. ભારવાહી પુરુષ ૨૨૩ ૧૩૪. કોડીસર ૨૨૩ ૧૩૫. કોલગિની ૨૨૩ ૧૩૬. ખંડકર્ણ ૨૨૪ ૧૩૭. ગંધપ્રિય ૨૨૪|૧૩૮. ચારુદત્ત ૨૨૪|૧૩૯. જિનદાસ + દામન્નગ ૨૨૫ ૧૪૦. જિતશત્રુ—૧ ૨૨૫ ૧૪૧. ડોડિણી ૨૨૫ ૧૪૨. તુંડિક ૨૨૬ | ૧૪૩. તોસલિ ૨૨૬ ૧૪૪. તોસલિક ૨૨૭ ૧૪૫. દેવદત્તા ૨૨૭,૧૪૬. ધર્મઘોષ—૧ ૨૨૮ ૧૪૭. ધનસાર્થવાહ ૨૨૮ ૧૪૮. ધર્મઘોષ–૨ ૨૨૮ ૧૪૯. ધર્મરુચિ ૨૨૮ ૧૫૦. ધર્મિલ ૨૨૯ ૧૫૧. ધૂર્તાખ્યાન ૨૨૯ ૧૫૨. નંદિની ૨૩૦ | ૧૫૩. નવકપુત્રી + ચેટી ૨૩૦ ૧૫૪. પદ્માવતી + વજ્રભૂતિ ૨૧૮ ૨૧૮ ૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૩૦ ૨૩૦ ૨૩૧ ૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૨ ૨૩૩ ૨૩૩ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૫ ૨૩૬ ૨૩૬ ૨૩૬ ૨૩૭ ૨૩૭ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૩૯ ૨૪૧ ૨૪૧ ૨૪૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૫ -- - પર ભાગ-૬ (ખંડ–૧૦) “આગમ–સટીકના દષ્ટાંતો (ચાલુ) | ૧૫૫. પુષ્પશાલ + ભદ્રા ૨૪૨૧૭૩. સુકુમાલિકા ૨૫૦ ૧૫૬. પુષ્પશાલ સુત ૨૪૨૧૭૪. સૌદાસ ૨૫૧ ૧૫૭, પૃથ્વી ૨૪૨ ૧૭૫. સોમિલ ૨૫૧ | ૧૫૮. ભદ્રગમહિષી ૨૪૩) ૧૭૬. સૌમિલિક ૨૫૧ ૧૫૯. મતિ + સુમતિ ૨૪૩૧૭૭, ૫૦૦ સુભટ ૧૬૦. મંગુ આચાર્ય ૨૪૩૦ માનવભવની દુર્લભતા૧૬૧. મંડુક્કલિત ૨૪૪ દશ દૃષ્ટાંતો ૧૬૨. મગધશ્રી + મગધસુંદરી ૨૪૫) ૧૭૮. (૧) ચોલક ૧૬૩. મગધસેના ૨૪૫ ૧૭૯. (૨) પાસગ ૨૫૩ ૧૬૪. મયુરંક ૨૪૬ ૧૮૦. (૩) ધાન્ય ૨૫૩ ૧૬૫. મુકુંડ ૨૪૬ ૧૮૧. (૪) દ્યુત ૨૫૩ ૧૬૬. મૂક ૨૪૬ / ૧૮૨. (૫) રત્ન ૨૫૪ ૧૬૭. રોગ ૨૪૭૫૧૮૩. (૬) સ્વપ્ન ૨૫૪ ૧૬૮. વિજયા ૨૪૮ ૧૮૪. (૭) ચક્ર/રાધાવેધ ૨૫૪ ૧૬૯. વિમલ ૨૪૯] ૧૮૫. (૮) કાચબો ૨૫૫ ૧૭૦. વીરક ૨૪૯ ૧૮૬. (૯) યુગ ૨૫૫ | ૧૭૧. વીરઘોષ ૨૪૯ ૧૮૭. (૧૦) સ્તંભ ૨૫૫ | ૧૭૨. સરજક ૨૫૦ ૧૮૮. કૂવાનો દેડકો ૨૫૬ પરિશિષ્ટ–૧ અકારાદિક્રમે કથાના નામો ###૬ ફૂફૂ = = # # # # # # # જામકથાનુયોગ ભાગ- 2 સંક્ષિપ્ત–વિવરણ Kી આગમકથા કુલ પૃષ્ઠ ૩૮૪ ૩૬૮ 1 ભાગ સમાવિષ્ટ કથાનકો | ૧. | કુલકર કથાઓ, તીર્થકર કથાઓ. ૨. ! ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, - ગણધર, નિલવ, ગોશાલક, પ્રત્યેકબુદ્ધની કથાઓ. શ્રમણ કથાઓ – મૂળ આગમો આધારિત શ્રમણ કથાઓ – આગમ પંચાંગી આધારિત શ્રાવક કથાઓ, શ્રાવિકા કથાઓ. દેવ, દેવી, પ્રાણી, અન્યતીર્થિક, દુઃખવિપાકી અને પ્રકીર્ણ કથા વિવિધ દૃષ્ટાંતમાળા ૪૩૨ | ૩૮૪ | ર ૩૨૦ ૨૭ર પં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આયા. સૂર્ય. ઠા. સમ. ભગ. નાયા. ઉવા. અંત. અનુત્ત. પણ્ડા. વિવા. ઉવ. રાય. જીવા. પન્ન. સૂર. ચંદ. જંબૂ. નિર. કલ્પ. પુલ્ફિ. આચારાંગ સૂયગડાંગ ઠાણાંગ સમવાયાંગ ભગવતી -- નાયાધમ્મકહા ઉવાસગદસા અંતગડદસા અનુત્તરોપપાતિક દસા પણ્ડાવાગરણ વિપાકસૂત્ર ઉવવાઈ રાયપ્પસેણિય જીવાજીવાભિગમ પત્રવણા સૂરપત્રત્તિ ચંદપન્નત્તિ જંબૂદીવપન્નત્તિ નિરયાવલિયા કલ્પવર્ડિસિયા પુલ્ફિયા વૃ. – વૃત્તિ નિ. – નિર્યુક્તિ હ. – હારિભક્રિય પૃ. – પૃષ્ઠાંક સ્થ. સંક્ષેપ–સૂચિ પુષ્હ. વહિ. ભત. સંથા. ગચ્છા. મરણ. નિસી. બુ. વવ. દસા. જીય. મહાનિ. આવ. ઓહ. પિંડ. દસ. ઉત્ત. નંદી. અનુઓ. તિત્યો. ઋષિ ચૂ. – ચૂર્ણિ મૂ મૂલ મલયગિરિ મ. ૧ – (આવ.ચૂ.) ભાગ-૧ - આગમ કથાનુયોગ–૩ પુચૂલિયા વહ્િદસા ભત્તપરિણા સંથારગ ગચ્છાયાર મરણસમાધિ નિશીથ બૃહત્કલ્પ વવહાર દસાસુય ંધ જીયકલ્પ મહાનિશીથ આવશ્યક ઓહનિજ્જુત્તિ પિંડનિજ્જુત્તિ દસવૅયાલિય ઉત્તરાધ્યયન નંદીસૂત્ર અનુઓગધાર તિત્તોગાલિય ઋષિભાષિત ભા. ભાષ્ય સૂ. – સૂત્રાંક અ. ૨ અધ્યયન (આવ.ચૂ.) ભાગ-૨ અવ. અવધૂરી સ્થવિરાવલિ ટી. – ટીપ્પણક કલ્પ‰.—કલ્પસૂત્ર—વિનયવિજય–વૃત્તિ ઉત્ત.ભાવ.ઉત્તરાધ્યયન—ભાવવિજયવૃત્તિ - સંદર્ભ સાહિત્ય (૧) અમે સંપાદન કરેલ ગામસુત્તનિ -- મૂત્યું અને ઞામસુત્તસિટી આ કથાસાહિત્યનો મૂળ સ્રોત છે. તેનાજ ક્રમાંકો આગમસંદર્ભમાં આપેલા છે. (૨) ચૂર્ણિમાં પૂજ્ય સાગરનંદસૂરીજી સંપાદિત–ચૂર્ણિના પૃષ્ઠાંક આપેલા છે. (૩) જીતકલ્પ, ઋષિભાષિત પૂજ્ય પુન્યવિજયજી સંપાદિત છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન અમારું પ્રકાશિત આગમ–સાહિત્ય – એક ઝલક ૧-સામસુતા-મૂર્તિ આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદ સૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ–અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫–આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. HTTમસદશ્નોની, નાનામવાનો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦/- દર્શન–પૂજન માટે આજીવન ઉપયોગી છે. – – ૪ – ૪ – ૪ – ૨. આગમ-ગુજરાતી અનુવાદ આપણા મૂળ આગમાં અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઇત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગોનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ" સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/–ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ સન–ર૦૦૩ને અંતે તેની માત્ર બે નકલો બચેલી છે. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ३. आगमसुत्ताणि - सटीकं જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૫૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઇત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે છે. આગમ કથાનુયોગ–૩ આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂ. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની માત્ર બે નકલો સન–૨૦૦૩ને અંતે સ્ટોકમાં રહી છે. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. × * - * - X આગમ—વિષય—દર્શન ૪. આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫–આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્—પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો—આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમ–સટીકંમાં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/–ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. - Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન ५. आगमसद्दकोसो આ શબ્દકોશ – એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ–ડીક્ષનેરી" જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ–અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ક થી પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ – જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું કામસુત્તણિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો તેમાં મૂળ આગમ કે આગમ–સટીકંમાં મળી જ જવાના. – ૮ – ૮ – ૮ – ૮ – ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમ સટીકંમાં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તે-તે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ–અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/–ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું કામસુત્તાસદીઠું તો છે જ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમ કથાનુયોગ-૩ ७. आगमसूत्र हिन्दी अनुवाद મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો. તેમ હિન્દી અનુવાદ પણ કર્યો ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦ થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તો પણ આગમના ગુજરાતી અનુવાદની ગેરહાજરીમાં તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂ. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ કામસૂત્ર–હિન્દી અનુવાદ્રિ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને સામ સ% અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. – ૪ – – – – – – ૮. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, uસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી ત્ ૪૫– આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દૂહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. – ૪ – ૪ – ૪ – ૪ – ક અન્ય સાહિત્ય પ્રકાશન ક આગમના ઉક્ત વિરાટ કાર્યોની ઉપરાંત વ્યાકરણ, વિધિ, પૂજન, વ્યાખ્યાન, તત્ત્વાર્થ, જિનભક્તિ, પાઠશાળા અભ્યાસ, આરાધના આદિ વિવિધ વિષયોને સ્પર્શતા અમારા ભિન્ન-ભિન્ન પ્રકાશનો અને પ્રસ્તુત આગમકથાનુયોગ ભાગ–૧ થી ૬ સહિત મુનિદીપરત્નસાગરની કલમે ૨૪૭ પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યા છે. જેમાંના ઘણાં બધાં પ્રકાશનો હાલ અપ્રાપ્ય બન્યા છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય સર્જન – હું – અને કથાનુયોગ .. આરંભે આટલું જરૂર વાંચો અભિનવ હેમ લઘુપ્રક્રિયાને સર્જનયાત્રાનું આરંભ બિંદુ ગણીએ તો મારી આ યાત્રા બાવીશ વરસની થઈ આટ આટલા વરસોથી લખું છું. છતાં ગ્રંથસ્થ કૃતિઓની સંખ્યાથી કોઈને આંજી શકું તેમ નથી. વરસો કે ગણિતનો મેળ બેસાડવા પ્રયત્ન પણ કર્યો નથી. મારાથી થાય એ રીતે શબ્દની સાધના કરી રહ્યો છું. શની આંગળી ઝાલી જ્યાં-જ્યાં હું ગયો છું એ મુકામોનો હિસાબ હવે ૨૪૭ પ્રકાશનોએ પહોંચે છે. આયુષ્ય કર્મ અને દેહનામ કર્મ આદિનો સથવારો રહે તો હજી શબ્દોના, સંગાથે વધુને વધુ પંથ કાપવાની ભાવના ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંચવાનો સમય ન મળે એવી તાણ વચ્ચે જીવવાનું થયું છે. શ્વાસ લઉં છું કે વિચ છું ત્યારે નહીં, પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. છતાંયે લખવામાં સમગ્ર જીવનનો વ્યાપ આવી જાય છે, એવા ભ્રમમાં પણ નથી. હા, આ સર્જને એ પ્રાણવાયુ સમ જરૂર બની રહે છે. આગમ સાધનામાં આંક વર્ષ પસાર થયા છે અને આગમ સંબંધી આ નવમું વિરાટ પ્રકાશન આપ સૌના કરકમલોનો સ્પર્શ પામી રહ્યું છે. આગમ શ્રતના ચાર મુખ્ય અનુયોગમાં આ કથાનુયોગ સંબંધી સર્જન છે જેમાં મૂળ આગમોની સાથે તેની નિર્યુક્તિ. ભાષ્ય ચૂર્ણિ, વૃત્તિ કે અવચૂરી એ તમામ અંગોનો સમાવેશ કરી કથાઓનું સંકલન, ગોધૂણી અને (ાત તથા સંસ્કૃત ભાષામાંથી) ગુજરાતી અનુવાદ કરેલ છે. જેને મુખ્ય દશ વિભાગો દ્વારા છ પુસ્તકોમાં ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં રજૂ કરું છું. વર્તમાન કાળે સ્વીકૃત પીસ્તાળીશ આગમો અને તેના નૃત્યાદિનો આધાર લઈને સંકલિત કરાયેલ આ આગમ કથાનુયોગમાં જો કથાને ધ્યાનથી વાંચવામાં આવે તો તેમાં દ્રવ્યાનુયોગ તથા ચરણકરણાનુયોગ પણ ગુંથાએલો નજરે પડે છે. જો કથાને મનન કરી તેના નિષ્કર્ષોને ચિંતવવામાં પુરુષાર્થ થાય તો અદભૂત સત્યો અને તત્ત્વોથી આત્મા વૈરાગ્ય વાસિત થતો રહે અને ચિત્તતંત્રને ચોટ આપે તેવો સમર્થ છે. આગમસાહિત્યમાં જ – નાયાધમ્મકતા, ઉવાસગદસા, અંતગડદસા અનુત્તરોપપાતિકદસા, વિપાકસૂત્ર, નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુષ્ફિયા, પુષ્ફયૂલિયા અને વહિદસા એટલા આગમસૂત્રો તો પ્રત્યક્ષતયા કથાનુયોગનું પ્રાધાન્ય ધરાવે જ છે. જ્યારે ઉવવાઈ અને રાયપૂસેણિય એ બંને આગમોમાં દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગની ગુંથણી હોવા છતાં પ્રધાનતા તો કથાનુયોગની જ છે. વળી વિશાળકાય રૂપ ધરાવતા ભગવતીજી અંગ સૂત્રોમાં અનેક કથાઓ વણી લેવામાં આવી છે. તો ઉત્તરાધ્યયન સૂત્ર પણ કથાથી સમૃદ્ધ બનેલ છે. સમવાય અંગસૂત્ર ઉત્તમપુરુષોના ચરિત્રોમાં અનેક પૂરક માહિતી પૂરી પાડે છે.' તો આચારાંગને જોયા વિના ભગવંત મહાવીરના કથા અણસ્પર્શી જ રહે. દ્રવ્યાનુયોગ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ર. આગમ કથાનુયોગ-૩ પ્રાધાન્ય છતાં આર્દ્રકુમાર આદિ માટે સૂયગડાંગ જોવું જ રહ્યું અને પદાર્થોની એકથી | દશની ગણના છતાં ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં કથા તો મળે જ છે. ગણિતાનુયોગ પ્રાધાન્ય છતાં જંબૂદીવપન્નત્તિ સૂત્ર વિના ભગવંત ઋષભનું ચરિત્ર અને ભરત ચક્રવર્તી કથા અધૂરી જ રહી હોત. તો જીવ–અજીવ આદિ પદાર્થોની પ્રજ્ઞાપના કરતા જીવાજીવાભિગમની વૃત્તિ પણ ક્યાંક ક્યાંક કથાઓનું દર્શન કરાવવાનું ચૂક્યું નથી. ચાર મૂળસૂત્રોમાં આવશ્યક સૂત્રની પંચાંગી તો લખલૂંટ ખજાના જેવું છે. આગમોમાં સૌથી વિપુલ સાહિત્ય જો ક્યાંય પ્રાપ્ત થતું હોય તો તે છે આવશ્યક સૂત્રના ચૂર્ણિ–વૃત્તિ–ભાષ્ય અને નિર્યુક્તિ તેની સાથે સાથે ઓઘ અને પિંડનિર્યુક્તિ પણ આચારની સમજ આપતી વેળા વિવિધ દોષોનો નિર્દેશ કરતા અનેક દૃષ્ટાંતો પૂરા પાડે જ છે. પણ જો દષ્ટાંતમાળાની ગુંથણી જ કરવી હોય તો નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર અને જીતકલ્પ સૂત્રના ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ જેટલી વિપુલ માહિતી તો અંગસૂત્ર અને ઉપાંગસૂત્રો પણ પૂરી પાડતા નથી. મહાનિશીથ સૂત્ર તો સચોટ કથાના વૈભવરૂપ છે જ. તો દસાસુયાબંધ છેદસૂત્ર એ શ્રેણિક–ચેઘણા તારા ભગવંત વંદનાર્થે જતા શ્રાવકોની ઋદ્ધિનું ઉત્તમ દષ્ટાંત પૂરું પાડેલ છે. નંદી આદિ ચૂલિકા સૂત્ર પણ કથાનકથી અણસ્પર્યા નથી જ તો પન્ના સૂત્ર પણ કથાનો અંગુલિનિર્દેશ તો કરે જ છે. આટલા બધાં આગમોમાં કથાઓના વર્ણનથી આપણે સહેજે એવો વિચાર ઝૂરે કે, અધધ ! આટલું કથાસાહિત્ય છે આપણી પાસે ? તો તમને ભગવંતના શાસનકાળ વખતના એક માત્ર નાયાધમકહા સૂત્ર સુધી અવશ્ય દોરી જવા પડશે. જ્યારે નાયાઘમ્મકહા સૂત્રનું કદ ૫,૭૬,૦૦૦ શ્લોક પ્રમાણ હતું ત્યારે તેમાં નાની–મોટી થઈને સાડા ત્રણ કરોડ કથાઓ હતી. આ તો થઈ માત્ર એક જ અંગસૂત્રની વાત. બીજા સૂત્રોમાં આવતી કથાઓ તો અલગ. તેની સામે અમે વર્તમાનકાલીન આગમોમાં પીસ્તાળીશે આગમ, તેની પ્રાપ્ત નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ, વૃત્તિ આદિ બધું જ સાહિત્ય એકઠું કરીને એક–એક પાત્રની માહિતીને એક જ સ્થાને સંગ્રહિત કરી તો પણ મળ્યા માત્ર ૮૫ર કથાનક અને ૧૮૭ દૃષ્ટાંતો. ખેર I છેદસૂત્રો અને આવશ્યક સૂત્રનું વિવેચન સાહિત્ય ફંફોસતા દૃષ્ટાંતોની સંખ્યા હજી વધી શકે છે. પણ ક્યાં સાડા ત્રણ કરોડનું કથા સાહિત્ય અને ક્યાં આજે મળતી માંડ-માંડ હજાર-બારસો કથાઓ !!! તો પણ મને સંતોષ છે કે, પૂજ્યપાદું આગમોદ્ધારક શ્રી આનંદસાગર સૂરિશ્વરજીના અધૂરા રહી ગયેલા સ્વપ્નોને પરિપૂર્ણ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું અને અનેકાનેક પૂજ્ય શ્રી, શ્રમણીર્વાદ અને મૃતપ્રેમીઓના દ્રવ્યભાવયુક્ત સહકાર, પ્રેરણા, ભાવના, આશીર્વાદ અને પ્રાર્થનાઓના પ્રેરકબળોથી ગણધર કૃત શબ્દોને પુનઃ શબ્દદેહ અર્પી કિંચિત્ ચેતના પૂરી શક્યો છું. – મુનિ દીપરત્નસાગર Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૩ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલદંસણસ્મા શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરૂભ્યો નમ: -કથાનુયોર-૩ ખંડ-૨-અધ્યયન-૫-શ્રમણ કથા (શ્રમણ કથાનક વિભાગમાં ગણધર કથા, પ્રત્યેકબુદ્ધ કથા, નિલવ કથા આદિ અધ્યયનો પછી શ્રમણ કથા” શબ્દ જોઈને કદાચ આશ્ચર્ય થાય કે, શ્રમણ કથાનક વિભાગમાં જ “શ્રમણ કથા” એવું અધ્યયન કેમ? ગણધરો પણ શ્રમણ જ હતા. પ્રત્યેકબુદ્ધો પણ શ્રમણો જ હતા પરંતુ તે–તે અધ્યયનોની વિશેષતાને કારણે તેમની ભિન્ન-ભિન્ન અધ્યયનમાં વિચારણા કરી. હવે શ્રમણ અર્થાત્ ઉક્ત વિશેષતા સિવાયના સર્વસાધારણ સાધુ ભગવંતોના કથાનકો આ અધ્યયનમાં સ્થાન પામેલા છે – અપાયેલા છે. શ્રમણોને નિર્ગસ્થ ભિખું. સાધુ ઇત્યાદિ અનેક પર્યાય નામોથી ઓળખવામાં આવે છે. તેની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ પણ આગમ સૂત્રોમાં જોવા મળે છે. પરંતુ તે-તે વ્યાખ્યાઓને આધારે શ્રમણ શબ્દની ઓળખ કે પરિભાષામાં પડવાને બદલે સર્વસ્વીકૃત–સર્વવિદિત એવો શબ્દ “સાધુ” છે તે જ આ અધ્યયનનો આધાર છે, તેમ સમજવું – જાણવું અને ચતુર્વિધ સંઘના એક ઘટકરૂપ એવા સાધુ ભગવંતોની કથા અહીં આપેલ છે. તેમાં જે ચક્રવર્તી કે બળદેવ આદિ દીક્ષા લઈને શ્રમણ થઈ ગયા તે-તે કથાનો પણ અહીં સમાવેશ કરેલ નથી, કેમકે તેને કથાઓ પૂર્વે ઉત્તમ પુરુષ કથાનકોમાં અપાઈ ગયેલ છે. – ૮ – ૮ – શ્રમણ કથાનું વિભાગીકરણ કરવામાં અમે મુખ્ય બે વિભાગ કર્યા છે :- (૧) મૂળ આગમ આધારિત કથા. (૨) આગમોની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આધારિત કથા. Jain Lucenternational Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમ કથાનુયોગ-૩ ૦ આદ્રકુમાર કથા - આર્દક નામે એક અનાર્ય દેશ હતો, ત્યાં આર્ટિકપુર નામે નગર હતું. તેમાં આર્ટિક (આ૮) નામે રાજા રાજ્ય કરતો હતો. તેના પુત્રનું નામ પણ આર્દક (આર્કકુમાર) હતું. તેના વંશજો પણ બધાં આÁક નામથી જોડાયેલા હતા. આÁ રાજાની પત્નીનું નામ આર્ક્ટિકા હતું. ૦ રાજા શ્રેણિક અને રાજા આર્ટની પરસ્પર પ્રીતિ– રાજા શ્રેણિકને રાજા આર્ટ સાથે અત્યંત પ્રીતિ હતી, પોતાની મૈત્રી નિમિત્તે તે કોઈને કોઈ પ્રકારનું ઉત્તમ ભેટછું મોકલતો હતો. કોઈ વખતે રાજા શ્રેણિકનો એક મંત્રી પ્રીતિલેખ અને ભેટયું લઈને આÁ રાજાના નગરમાં ગયો. ત્યાં જઈને તેણે રાજાને ભેટયું અને પ્રીતિલેખ અર્પણ કર્યા. તે સ્વીકારીને રાજા આર્કે, શ્રેણિક રાજાને મન અને વચનથી પ્રણામ કર્યા. પછી મગધદેશના કુશળ સમાચાર પૂછયા. રાજા શ્રેણિકના મંત્રીએ તે ઉપરથી સર્વના કુશળ સમાચાર આપ્યા. પછી આર્દ્રકુમારે હાથ જોડી પોતાના પિતા રાજા આÁને પૂછયું, હે પિતાજી ! તમારે મગધ દેશના રાજા સાથે પ્રીતિ ક્યાંથી ? રાજાએ કહ્યું કે, મારે અને તેને ઘણા કાળથી મૈત્રી છે. અહીંના રાજાઓને પૂર્વકાળના ત્યાંના રાજાઓ સાથે સારો સંબંધ હતો. આ કુળક્રમાગત પ્રીતિ છે. પિતાના વચનો સાંભળી આર્તકુમારે પેલા મંત્રીને પોતાના આવાસમાં બોલાવી એકાંતમાં પૂછયું, તમારા શ્રેણિક રાજાનો કોઈ પુત્ર છે? ત્યારે મંત્રીએ કહ્યું, મહાબુદ્ધિશાળી અને પાંચસો મંત્રીઓમાં મુખ્ય એવા અભયકુમાર નામે તેને પુત્ર છે. આર્દ્રકુમારે કહ્યું, મારે તેની સાથે મૈત્રી કરવી છે. માટે તમે જ્યારે અહીંથી જાઓ ત્યારે મારી પાસેથી ભેટયું લઈને જજો. જ્યારે મંત્રી ત્યાંથી વિદાય થયા ત્યારે આર્ટ રાજાએ શ્રેણિક રાજાને યોગ્ય એવાં મણિમુક્તાફળાદિ મહાઈ વસ્તુઓ પોતાના મંત્રીને આપીને કહ્યું, તમે આ વસ્તુઓ લઈને રાજગૃહી જર્જા. ત્યાં શ્રેણિક રાજાને આ મૂલ્યવાનું ઉપહાર અર્પણ કરજો. ત્યારે આર્ટ રાજાનો મંત્રી, શ્રેણિક રાજાના મંત્રી સાથે રાજગૃહી જવા નીકળ્યો. શ્રેણિક રાજાનો મંત્રી ત્યાંથી નીકળતા પહેલા આર્દ્રકુમાર પાસે જઈ આવ્યો. પોતાને હવે રાજગૃહી જવાનું છે એમ કહ્યું. ત્યારે તેણે અભયકુમારને આપવા માટે કોટિ મૂલ્યવાળા મણિ મુક્તાફળાદિ આપીને કહ્યું, અભયકુમારને મારા પ્રણામ કહેજો – આ ભેટશું આપજો. ૦ અભયકુમારની વિચારણા – આર્દકને મોકલેલ ઉપહાર : - રાજા આર્ટએ શ્રેણિક રાજાના પ્રધાનનું પણ ઉત્તમ વસ્તુઓ આપી સન્માન કર્યું. પછી બંને મંત્રીઓ ત્યાંથી શુભ દિવસે પ્રવહણમાં બેસી ચાલી નીકળ્યા. અનુક્રમે રાજગૃહી નગરે પહોંચ્યા. ત્યાં આર્દક રાજાના મંત્રીએ સર્વ મૂલ્યવાનું, મહાર્ણ ભેટ શ્રેણિક રાજાને અર્પણ કરી, તે જોઈને રાજા ઘણો હર્ષિત થયો. તેણે તે મંત્રીનું ઘણું જ સન્માન કર્યું. શ્રેણિક રાજાના મંત્રીએ પણ આર્દ્રકુમારે આપેલી વસ્તુઓ અભયકુમારને અર્પણ કરી. એ ભેટશું જોઈને હર્ષિત થયેલા અભયકુમારે ચિંતવ્યું કે – આ આર્ટુકુમારે તત્ત્વની અર્થાત્ વ્રતની વિરાધના કરી હશે, તેથી કર્મજ બુદ્ધિને Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૫ લીધે તેનો અનાર્ય દેશમાં જન્મ થયો છે નક્કી એ આસનભવ્ય અને મુક્તિગામી છે, તેણે પારિણામિક બુદ્ધિ વડે જાણ્યું કે, આ મારી સાથે પ્રીતિ ઇચ્છે છે, માટે કોઈ એવો પ્રપંચ કરવો કે તે અરિહંતનો ભક્ત થાય. તેથી જો હું તેને આદિ તીર્થંકરની પ્રતિમા ભેટમાં મોકલાવું તો પ્રતિમાના દર્શન વડે તેનો અનુગ્રહ થશે. જો તે તીર્થંકરની પ્રતિમા જોશે તો તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થશે, માટે તેવી પ્રતિમા ભેટ મોકલું. આ પ્રમાણે વિચારી, એક પેટી લાવી તેમાં આદિ તીર્થકર એવા ઋષભદેવની પ્રતિમાને પૂજાના સર્વ ઉપકરણો સાથે મૂકી. સાથે એક શ્લોક પણ લખીને મોકલ્યો કે, મારું ચિત્ત તમારા વિશે જ સંલગ્ન છે. તમારા ગુણનું શ્રવણ કરીને મારા કાનને બહુ જ સંતોષ થયો છે. મારી જીભ તમારું નામ ગ્રહણ કર્યા કરે છે. ફક્ત એક દૃષ્ટિ જ તરફડ્યા કરે છે.” – આ પ્રમાણે લખી પેટી બંધ કરી તાળું વાસી તે આર્દક રાજાના મંત્રીને આપીને કહ્યું, આ પેટી તમારે આદ્રકુમારને છાની રીતે આપવી. શ્રેણિક રાજાએ પણ આર્દક રાજાને યોગ્ય ભેટયું મોકલાવ્યું. તે મંત્રીને સારી રીતે સન્માન્યો. પછી એ સર્વ લઈને આર્દિક રાજાનો પ્રધાન પ્રવાહણમાં બેસી સમુદ્ર માર્ગે ચાલ્યો. કેટલેક દિવસે પોતાને નગર પહોંચ્યો. ત્યાં જઈ રાજાએ આપેલ ભેંટણું આર્દક રાજાને સોંપ્યું. તે આર્દક રાજાએ હર્ષથી ગ્રહણ કર્યું. અભયકુમારે આપેલ ભેટ લઈને આર્દિકકુમાર પાસે ગયો. પેલી પેટી છાની રીતે આર્તકકુમારને આપી. ૦ આર્દકકુમારને બોધ થવો : આર્દ્રકુમારે અભયકુમારના સંદેશા પ્રમાણે એકાંતમાં રહીને પેટી ઉઘાડી, તેમાં રહેલી અપર્વ પ્રતિમાને જોઈ. અપૂર્વ બિંબને જોઈને તેણે વિચાર્યું કે, અહો ! મારા મિત્રએ આ શી અપૂર્વ વસ્તુ મોકલી ? મેં આવી વસ્તુ આજ પર્યત ક્યાંય જોઈ નથી. તે કોઈ અલંકાર કે ઘરેણું નથી એવી ખાતરી થતા પ્રતિમાને સિંહાસન ઉપર અલંકાર સહિત બિરાજમાન કરી, તેની સન્મુખ ઊભો રહી આર્દ્રકુમાર ધ્યાન ધરવા લાગ્યો. અહો ! શું મેં આવું રૂપ પૂર્વે કયાંય પણ જોયેલું છે ? એ પ્રમાણે ઇહા–અપોહ કરતા અંતે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. વિચારવા લાગ્યો કે, અહો મને અભયકુમારે મહાન ઉપકાર કર્યો છે કે, તેણે મને સદ્ધર્મથી પ્રતિબોધિત કર્યો છે. આર્ટિકમારને પૂર્વભવની સ્મૃતિ થઈ. ૦ આર્દકકુમારનો પૂર્વભવ : મગધ-દેશમાં વસંતપુર નામે એક નગર હતું. ત્યાં સામાયિક નામનો એક કુટુંબી (કણબી) રહેતો હતો. તેને બંધુમતી નામે એક સુંદર પત્ની હતી. સંસારના ભયથી ઉદ્વેગ પામીને તેણે પોતાની પત્ની સહિત ધર્મઘોષ આચાર્ય પાસે જઈને ધર્મનું શ્રવણ કર્યું. ધર્મ સાંભળીને તે બંનેએ દીક્ષા ગ્રહણ કરી. સામાયિકમુનિ સમ્યક પ્રકારે આચારનું પાલન કરતા-કરતા સંવિગ્ર સાધુ ભગવંતો સાથે વિચરણ કરવા લાગ્યા. બંધુમતી સાધ્વી પણ સાધ્વીજીઓ સાથે વિચરણ કરવા લાગ્યા. કોઈ વખતે તેઓ કોઈ એક નગરમાં ભિક્ષાર્થે ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે સામાયિકમુનિએ બંધુમતી સાધ્વીજીને જોયા. ત્યારે તેવા પ્રકારના કર્મોદયના કારણે બંધુમતી સાથે સંસારમાં ભોગવેલ કામક્રીડાનું સ્મરણ થયું, તેને તે પ્રકારના ભાવો ઉત્પન્ન Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમ કથાનુયોગ-૩ થયા. તેણે પોતાનો આ અભિપ્રાય કોઈ બીજા સાધુ પાસે નિવેદિત કર્યો. બંધુમતીએ પણ આ વાત તેની પ્રવર્તિનીને કરી. તેણીને પણ તેવા ભાવ થયા. ત્યારે બંધુમતીને સમજાયું કે, મારે દેશાંતરે એકાકી ગમન કરવું યોગ્ય નથી. ત્યાં પણ મારે આ અનુબંધ ત્યાગ થશે નહીં. આ પ્રમાણે વિચારી બંઘુમતી સાધ્વીને થયું કે, મારે માટે આ અવસરે ભક્ત પ્રત્યાખ્યાન અનશન કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. જેથી ફરીથી મારા વ્રતનું વિલોપન ના થાય. ત્યારે તેણીએ ભક્તપ્રત્યાખ્યાન અનશનનો સ્વીકાર કર્યો. આત્માને કર્મના નવા બંધનોથી મુક્ત કર્યો. તેણી મૃત્યુ પામીને (કાળધર્મ પામીને) દેવલોકમાં ગયા. આ સમગ્ર વૃત્તાંત સામાયિકમુનિના જાણવામાં આવ્યો. તેને પરમ સંવેગ પ્રાપ્ત થયો. તેણે વિચારણા કરી કે, બંધુમતી સાધ્વીએ વ્રત ભંગ થવાના ભયે આ પ્રકારનું અનુષ્ઠાન કરેલ હતું. મારે પણ હવે તેમજ કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને તેણે પણ ભક્તપ્રત્યાખ્યાન અનશન કરવાનો સંકલ્પ કર્યો. એ પ્રમાણે આચાર્ય ભગવંતને નિવેદન કરી, પરમ સંવેગભાવ ધારણ કરીને સામાયિકમુનિએ ભક્ત પ્રત્યાખ્યાન અનશન અંગીકાર કર્યું. કાળધર્મ પામીને તે પણ સ્વર્ગમાં ગયા. દેવલોકથી ચ્યવને સામાયિકનો જીવ અદ્ધપુર નગરમાં આર્દક રાજાની આર્રિકા રાણીની કુક્ષિથી અવતર્યો. તેનું આર્તકકુમાર નામકરણ કરવામાં આવ્યું. બંધુમતીનો જીવ પણ દેવલોકથી ઍવીને વસંતપુર નગરમાં કોઈ શ્રેષ્ઠીના કુળમાં પુત્રીરૂપે અવતર્યો. તેનું શ્રીમતી એ પ્રમાણે નામ રાખવામાં આવ્યું. ૦ આર્દ્રકુમારને ઉત્પન્ન થયેલો વૈરાગ્ય : આર્તકકુમાર એ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે, મેં દેવલોકમાં ઇચ્છાનુસાર ઘણાં ભોગો સંપ્રાપ્ત કર્યા અને ભોગવ્યા. તો પણ મને તૃપ્તિ થઈ નહીં તો પછી તુચ્છ અને અલ્પકાલિન એવા મનુષ્ય સંબંધિ કામભોગોથી હવે મને કઈ રીતે તૃપ્તિ થવાની છે? આ પ્રમાણેની પરિગણના કરતા (વિચારતા) તે કામભોગથી નિવૃત્ત થયો. તેને પરમ સંવેગ. ઉત્પન્ન થયો. વૈરાગ્ય ભાવથી તેણે યથોચિત્ત પરિભોગ પણ છોડવા માંડ્યા. તેથી રાજાને ભય ઉત્પન્ન થયો કે, આ કુમારનું ચિત્ત કોઈ પણ પ્રકારે ચલિત થયેલું જણાય છે. રખેને તે કયાંક ભાગી જશે. તેથી પ૦૦ રાજપુત્રોને તેની રક્ષા કરવા અને ધ્યાન રાખવા મૂક્યા. આર્તકકુમાર રોજ ભગવંતની પૂજા કરે છે. અભયકુમારને મળવા જવા આતુર બન્યા. તેને એમ લાગતું હતું કે, આ ૫૦૦ આરક્ષકોને લીધે હું બંદીખાનામાં હોઉં તેવી મારી સ્થિતિ થયેલી છે. ભલે આ સોનાની બેડી હોય તો પણ એ બેડી જ છે. મારે મારા પગને બંધનમાંથી છોડાવવા શું કરવું ? એમ વિચારી તેણે એક યુક્તિ શોધી કાઢી, પોતે નિરંતર નગર બહાર જવા લાગ્યા. ઘોડાને લઈને નીકળે, બહુ દૂર સુધી જાય અને પછી નગરમાં પાછા ફરે. સેવકો પણ નિરંતર સાથે રહીને વિશ્વાસુ થઈ ગયા. એમ કરતા એક વખત પ્રધાન અશ્વને લઈને તે નીકળી ગયો. ત્યારપછી તેણે પ્રવજ્યા ગ્રહણ કરી લીધી. તે વખતે ત્યાં રહેલા દેવતાઓએ કહ્યું કે, તમને આ દીક્ષામાં ઉપસર્ગ થશે, કેમકે હજી તમારે ભોગાવલી કર્મો ભોગવવાના બાકી Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ છે. એમ કહીને તેને દીક્ષા લેતા અટકાવવાનો પ્રયત્ન કર્યો. પણ તેણે દેવતાની અવગણના કરી અને યતિ વેશ ધારણ કર્યો. એ પ્રમાણે નિરતિચાર ચારિત્રનું પાલન કરતા તેઓ વિચરવા લાગ્યા. (સૂયગડાંગ સૂત્ર ૭૩૮ની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે તેઓ પ્રત્યેકબુદ્ધ થયા.) આર્યકમુનિને અનુકૂલ ઉપસર્ગ : આર્દ્રકમુનિ કોઈ વખતે વિચરતા–વિચરતા વસંતપુર નગરે પહોંચ્યા. ત્યાં બહારના કોઈ દેવમંદિરમાં કાયોત્સર્ગ પ્રતિમા ધારણ કરીને રહ્યા. દેવલોકથી ચ્યવીને બંધુમતીનો જીવ (આર્દ્રકમુનિના સામાયિક ગૃહસ્થના ભવની પત્નીનો જીવ) વસંતપુરના શ્રેષ્ઠીની પુત્રી શ્રીમતીરૂપે ઉત્પન્ન થયો હતો. તે પોતાની અન્ય સખીઓ સાથે તે જ દેવમંદિરમાં રમવાને આવેલી હતી. તે બધી સખી એવી રમત રમતી હતી કે, આ મંદિરના જે સ્તંભો છે તેને ભર્તાર ગણીને જેને જે રુચે તે પતિ પસંદ કરી લેવો. બધી સખીઓએ એકએક સ્તંભને પતિરૂપે પસંદ કર્યો. કોઈ સ્તંભ બાકી ન રહેતા શ્રીમતી કન્યાએ કાયોત્સર્ગ પ્રતિમાએ રહેલા આર્યકમુનિને પકડી લીધા અને કહ્યું કે, મારો પતિ આ યતિ. જ્યારે શ્રીમતી કન્યા આ પ્રમાણે બોલી ત્યારે ત્યાં તેની નિકટમાં રહેલા દેવોએ, “આ કન્યાએ ઘણો સારો વર પસંદ કર્યો.'' એમ પ્રશંસા કરીને ત્યાં સાડા બાર કરોડ પ્રમાણ સોનૈયાની વૃષ્ટિ કરી. રાજાએ ત્યાં આવીને તે સુવર્ણને ગ્રહણ કર્યું. દેવતાઓએ ત્યાં સર્પો વિકુર્તી તે સુવર્ણને પાછું મૂકાવી દીધું. પછી જાહેર કર્યું કે, આ સર્વે સુવર્ણ આ બાલિકાનું છે તેથી બીજા કોઈ તેને ગ્રહણ કરી શકશે નહીં. તેની તે કન્યાના પિતા એવા શ્રેષ્ઠીએ સર્વ સુવર્ણને લઈને સારી રીતે મૂકી રાખ્યું. આર્દ્રકકુમારે પણ તેને અનુકૂળ ઉપસર્ગ થયો જાણીને વિચાર્યું કે, અહીં રહેવાથી મારે વ્રતભંગનો પ્રસંગ આવશે. તેથી તેઓ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ચાલી નીકળ્યા. જેમ જેમ સમય વિતવા લાગ્યો તેમ તેમ શ્રીમતીની સાથે લગ્ન કરવાને ઘણાં માંગા આવવા લાગ્યા. તે કુમારોને આવતા જાણીને તેણીએ માતા–પિતાને પૂછ્યું કે, આ બધાં કુમારો શાના માટે આવે છે ત્યારે માતા–પિતાએ તેણીને જણાવ્યું કે, આ બધાં તને પરણવાને માટે આવી રહ્યા છે. ત્યારે તેણી બોલી કે, હે પિતાજી ! કન્યા તો એક ને જ અપાય છે, અનેકને નહીં. જેના સંબંધમાં વૃષ્ટિ થયેલ સુવર્ણને તમે ગ્રહણ કરેલ છે, તેને જ હું તો અપાઈ ગઈ છું અર્થાત્ મારા પતિ તો મેં તે યતિને જ ગ્રહણ કરી લીધા છે. ત્યારે તે શ્રેષ્ઠીએ તે કન્યાને પૂછ્યું કે, હે બાલિકા ! તું તારા પતિને કઈ રીતે ઓળખીશ ? ત્યારે શ્રીમતીએ કહ્યું કે, જ્યારે હું તે યતિના પગે પડી ત્યારે મેં તેમના પગમાં વીજળી સમાન ઉદ્યોતવાળી ગજચિન્હની રેખા જોયેલી હતી. આવું ચિન્હ જોઈને હું તેમને ઓળખી જઈશ. ત્યાર પછી તેના પરિજ્ઞાનને માટે સર્વ ભિક્ષાર્થીઓને – સાધુઓને તેણી શુદ્ધ ભિક્ષાનું દાન કરવાને લાગી અને સર્વેના ચરણોમાં વંદન કરવા લાગી. એ પ્રમાણે કરતા બાર વર્ષ વીતી ગયા. ત્યારે કોઈ દિવસે ભવિતવ્યતાના યોગે આર્દ્રકમુનિ વિચરણ કરતા વસંતપુર નગરે પધાર્યા. તેમને ભિક્ષા વડે પ્રતિલાભીને તેમના ચરણકમળમાં વંદના કરતા, યતિના પગમાં રહેલા ચિન્હને જોઈને શ્રીમતીને પરિજ્ઞાન થયું કે, આ જ તે મુનિ છે, જેને મેં મારા પતિરૂપે ૩૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમ કથાનુયોગ-૩ અંગીકાર કરેલા છે. ત્યારે તે કન્યા પોતાના પરિવાર સહિત તે આર્તમુનિની પાછળ જવા લાગી. લોકો તથા રાજાની સમક્ષ તેમનો હાથ પકડી લીધો. તે વખતે આર્દ્રકુમાર પણ દેવતાના વચનને (દેવતા કૃત ભવિષ્યવાણીને) યાદ કરવા લાગ્યા. ત્યારે તથાવિધ કર્મોના ઉદયથી “આ અવશ્ય બનવાનું જ છે.” એ પ્રમાણે ભવિતવ્યતાના યોગથી પોતાના વ્રતથી પ્રતિભગ્ન થયા. તે કન્યા સાથે તેમણે પાણિગ્રહણ કર્યું અને સંસાર સંબંધી ભોગોને ભોગવવા લાગ્યા. ૦ આર્કકુમારને પુનઃ વૈરાગ્યભાવનો ઉદય : આર્દકકુમારને શ્રીમતી સાથે ભોગ ભોગવતા એક પુત્ર ઉત્પન્ન થયો. ત્યાર પછી કેટલાંક કાળે આર્દકકુમારે પોતાની પત્નીને કહ્યું, હે પ્રિયે હવે તને સહાયક એવો આ પુત્ર તારી પાસે છે, તેથી તું મને અનુમતિ આપ, જેથી હું ફરી પ્રવજ્યા ગ્રહણ કરું. ત્યારે શ્રીમતી પોતાના પુત્રને તે વાત જણાવવા માટે રૂ ની પૂણીઓ લઈને કાંતવા બેઠી. જ્યારે તે બાળકે આ જોયું ત્યારે તેણે તેની માતાને પૂછ્યું કે, હે માતા ! તું આવું મજૂરો જેવું સામાન્ય કામ કેમ કરે છે ? ત્યારે શ્રીમતીએ જણાવ્યું કે, તારા પિતા દીક્ષા લેવાના છે, માટે મારે હવે બીજો કોઈ આશ્રય નથી. તારા પિતા સાધુ બની જશે પછી તને મારે મોટો કરવાને માટે અર્થ ઉપાર્જન કરવું પડશેને ? તેથી હું અનાથ સ્ત્રીઓએ કરવા યોગ્ય એવું આ નિંદ્ય કર્મ કરીને મારા આત્માને ભાવિત કરતા તારું પાલન પોષણ કરી શકું – એ પ્રમાણે વિચારીને મેં ઇત્તરજનોએ કરવા યોગ્ય આ સામાન્ય કર્મ કરવું શરૂ કરેલ છે. ત્યાર પછી તે બાળકે ઉત્પન્ન પ્રતિભા વડે કહ્યું કે, માતા તારે દુઃખી થવાની જરૂર નથી. હું એવું કરીશ કે, જેથી મારા પિતા દીક્ષા નહીં લે. એમ કહીને તેણે કાંતેલા સુતરના તાંતણા (આંટી) વડે તેના પિતાના પગને બાંધી દીધા અને માતાને પોતાની કાલી કાલી ભાષામાં કહેવા લાગ્યો કે, માતા મેં મારા પિતાના પગે સુતરની આંટી વીંટી દીધી. હવે તે ક્યાં જશે ? ત્યારે આર્દિકકુમારે વિચાર્યું કે, આ બાળકે મારા પગે જેટલા તાંતણા વીંટેલા છે, તેટલા વર્ષ માટે ઘરમાં રહેવું. એમ ધારીને તેણે તાંતણાઓને ગણ્યા. તે તાંતણા બાર થયા. તેથી આદ્રકુમારે નક્કી કર્યું કે, આ પુત્રનો મારા પર આટલો બધો સ્નેહ છે તો હું બાર વર્ષ હજી ગૃહસ્થાવાસમાં રહીશ. બરાબર બાર વર્ષ પૂર્ણ થયા ત્યારે આર્દ્રકુમાર ઘેરથી નીકળી ગયા અને ફરી પ્રવ્રજિત થઈ ગયા (દીક્ષા લીધી) ત્યાર પછી સૂત્રાર્થ નિષ્પન્ન એવા તે આર્તમુનિ એકાંકી વિહાર વડે વિચરતા રાજગૃહ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં તેમને ચોરવૃત્તિમાં તત્પર એવા પોતાના જ ૫૦૦ સામંતો મળ્યા. આ પ૦૦ સામંતો એ જ હતા, જેમને આર્દ્રકુમારના પિતાએ પૂર્વે આર્કમારના રક્ષણ માટે રોક્યા હતા. જ્યારે આર્તકુમાર ઘોડા પર પલાયન થઈ ગયા ત્યારે તે પ૦૦ રાજપુત્રો રાજભયથી ભયભીત થઈને રાજાની પાસે ગયા ન હતા. તે જ અટવીમાં ચોરવૃત્તિને ધારણ કરીને રહેલા. ૦ આર્કમુનિ દ્વારા ચોર અને હસ્તિતાપસઆને પ્રતિબોધ : આર્કમુનિ તે ૫૦૦ ચોરોને પોતાના સામંતો હતા, તે પ્રમાણે ઓળખીને તેઓને પૂછયું કે, તમે આવી પાપકારી અને દુર્ગતિદાયક વૃત્તિ કેમ અંગીકાર કરી ? ત્યારે તે Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૯ રાજપુત્રોએ રાજભય આદિ સર્વ વાત જણાવી. ત્યારે આર્કકમુનિએ તેમને સમજાવ્યું. અરે! ભદ્રજનો ! કષ્ટ પડે તો પણ સજ્જન પુરુષોએ કદાપિ ચોરી કરવી નહીં. દુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને એવું કાર્ય કરવું કે, જેથી શુભગતિ પ્રાપ્ત થાય. આવા પ્રકારના આÁકમુનિના વચનોથી તે ૫૦૦ ચોર (રાજપુત્રો) બોધ બામ્યા અને તે પાંચસોએ પ્રવજ્યા ગ્રહણ કરી. ત્યારપછી રાજગૃહનગરના પ્રવેશ પૂર્વે તેમણે ગોશાલક, હસ્તિતાપસ અને બ્રાહ્મણોને વાદમાં પરાજિત કર્યા. (તવિષયક કથન આ કથામાં જ આગળ આવશે.) તે વખતે આર્તકમુનિના દર્શન માત્રથી હાથી બંધન છોડીને ભાગ્યો. હસ્તિતાપસ આદિને આÁકમુનિએ ધર્મકથા કહી. રાજગૃહીમાં પરમાત્માના સમવસરણ પ્રતિ ભગવંત મહાવીરને વંદના કરવા ચાલ્યા. જ્યારે રાજાએ સર્વ વૃત્તાંત જાણ્યું ત્યારે તેણે અત્યંત કુતૂહલ યુક્ત હૃદય વડે આÁકમુનિને પૂછયું, હે ભગવન્! તમારા દર્શન માત્રથી હાથી બંધન તોડીને ભાગી ગયો ? આપ ભગવંતના પ્રભાવથી તે સંવૃત્ત થયો તેનું કારણ શું? ત્યારે આર્ટકમુનિએ તેમને જણાવ્યું – એ બેડી તોડવી તો બહું સુલભ છે. પણ મેં જે સૂત્રના તાંતણારૂપી લતાપાશ તોડ્યો. તે જ સર્વ પ્રાણીઓને દુષ્કર છે. ત્યારે રાજાએ પૂછ્યું, એ સૂત્રના તાંતણારૂપી લાપાશનો શો સંબંધ છે ? ત્યારે આર્ટકમુનિએ પોતાના પુત્રે સૂત્રના તાંતણા વીંટ્યા હતા, તે સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી રાજા વગેરે સર્વલોક આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે આર્કમુનિએ જણાવ્યું કે, લોખંડની જંજીરો તોડવી તો સરળ છે પણ સ્નેહસંતુ રૂ૫ બેડી તોડવી પ્રાણીઓને માટે અતિ દુષ્કર છે. ૦ આર્ટકમુનિનો ગોશાલક સાથે વાદ : આર્કકમુનિનો ગોશાલક સાથે જે વાદ થયો તેને સૂત્રકાર મહર્ષિ સૂયગડાંગ સૂત્રમાં જે રીતે વર્ણવેલ છે, તે આ પ્રમાણે – ત્યારપછી રાજકુમાર પ્રત્યેકબુદ્ધ એવા આર્દકકુમાર જ્યારે રાજગૃહીમાં ભગવંત સમીપે જઈ રહ્યા હતા ત્યારે તેમને ગોશાલક સાથે આ પ્રમાણે વાદ થયો ગોશાલકે કહ્યું, હે આર્દક ! જે હું કહું છું તે સાંભળ – શ્રમણ ભગવંત મહાવીરનો પૂર્વ વૃત્તાંત એ હતો કે, તેઓ પહેલા એકાકી – એકલા વિચરતા હતા, તપસ્વી હતા. પરંતુ હવે તેઓ અનેક ભિક્ષુઓને પોતાની સાથે રાખીને વિસ્તારની સાથે ધર્મનો ઉપદેશ કરે છે દેવોની મધ્યે જઈને ધર્મકથન કરે છે. તે ચંચળ ચિત્તવાળા મહાવીરે હવે આ જીવિકા સ્થાપિત કરેલી છે કે, સભામાં જઈને અનેક ભિક્ષુઓની વચ્ચે ઘણાં બધાં લોકોના હિતને માટે ધર્મોપદેશ કરે છે. હાલના સમયનો તેમનો વ્યવહાર પહેલાના વ્યવહારથી બિલકુલ વિપરિત છે. આ પ્રમાણે કાં તો તેમનો પહેલાનો એકાંતવાસનો વ્યવહાર જ સાચો હોઈ શકે અથવા વર્તમાનકાળે અનેક લોકો સાથે રહેવાનો તેમનો વ્યવહાર સાચો હોઈ શકે. પરંતુ તે બંને વ્યવહાર સાચા હોઈ શકે નહીં. કેમકે બંને વ્યવહાર પરસ્પર વિપરિત છે. ત્યારે આર્તક મુનિએ ગોશાળાને ઉત્તર આપતા કહ્યું, શ્રમણ ભગવંત મહાવીર તો પહેલા – આજે અને ભવિષ્યમાં સદા સર્વદા એકાંતનો Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આગમ કથાનુયોગ-૩ જ અનુભવ કરતા હતા. કેમકે– શ્રમણ ભગવંત મહાવીર તો ત્રસ અને સ્થાવર જીવોના કલ્યાણને માટે હજારો જીવોની મધ્યમાં ધર્મનું કથન કરતા-કરતા પણ એકાંતનો જ અનુભવ કરી રહ્યા છે. કેમકે તેમની ચિત્તવૃત્તિ તઅનુરૂપ જ બનેલી રહે છે. ધર્મનો ઉપદેશ કરતા-કરતા પણ તેમને દોષ લાગતો નથી. કેમકે તેઓ સમસ્ત પરીષહોને સહન કરનારા, મનને વશમાં કરીને રહેલા અને જિતેન્દ્રિય છે. તેથી ભાષાના દોષોને વર્જિત કરનારા એવા તેમને માટે ભાષાનું સેવન પણ ગુણ છે, દોષ નથી. કર્મથી અલિપ્ત એવા તેઓ પાંચ મહાવ્રતો અને પાંચ અણુવ્રતો તથા પાંચ આસવ અને પાંચ સંવરોનો ઉપદેશ કરે છે અને પૂર્ણ શ્રમણપણામાં તેઓ વિરતિની શિક્ષા આપે છે – આ પ્રમાણે હું કહું છું. ત્યાર પછી ગોશાળાએ પોતાનો મત પ્રગટ કરતા આર્ટિકમુનિને કહ્યું કે, શીતદિક આદિનું સેવન પાપ નથી– શીતદિક (કાચું પાણી), બીજકાય (સચિત વનસ્પતિ), આધાકર્મ તથા સ્ત્રીઓનું સેવન ભલે કોઈક જ કરતું હોય, પરંતુ જે એકલા વિચરે છે, તેને અમારા ધર્મમાં પાપ લાગતું નથી. ત્યારે આર્ટકમુનિએ કહ્યું, સચિત્ત જળ, વનસ્પતિકાય આધાકર્મ અને સ્ત્રીઓનું સેવન કરનારા ગૃહસ્થ છે, શ્રમણ નથી. જો વનસ્પતિકાય, સચિત્ત પાણી, આધાકર્મ અને સ્ત્રીઓનું સેવન કરવા છતાં પણ જો કોઈ પુરુષને શ્રમણ માનવામાં આવે તો પછી ગૃહસ્થને પણ શ્રમણ કેમ ન માનવા ? કેમકે તેઓ પણ આ બધાંનું સેવન કરે જ છે ? જે ભિક્ષ થઈને પણ સચિત્ત વનસ્પતિકાય, સચિત્ત જળ અને આધાકર્માદિનું સેવન કરે છે, જીવન રક્ષાને માટે ભિક્ષાવૃત્તિ કરે છે. તેઓએ પોતાના જ્ઞાતિ સંસર્ગને છેદ્યા હોવા છતાં પણ તેઓ પોતાના શરીરના પોષક જ છે, પણ કર્મોનો ક્ષય કરનારા નથી. ત્યારે ગોશાલકે કહ્યું, હે આર્તક ! તમે આ પ્રકારના વચનો કહીને સંપૂર્ણ પાવાદકોની નિંદા કરી રહ્યા છો. પાવાદુક ગણ અલગ-અલગ પોતાના સિદ્ધાંતોને બતાવીને પોતાના દર્શનને શ્રેષ્ઠ કહે છે. ત્યારે આદ્રકે તેને કહ્યું કે, તે શ્રમણ અને બ્રાહ્મણ પરસ્પર એકબીજાની નિંદા કરીને પોતપોતાના દર્શનની પ્રશંસા કરે છે. તેઓ પોતાના દર્શનમાં કહેલી ક્રિયાના અનુષ્ઠાનથી પુણ્ય થાય અને પરદર્શન ઉક્ત ક્રિયાના અનુષ્ઠાનથી પુણ્ય ન થાય તેવું જણાવે છે તેથી હું તેમની આ એકાંત દૃષ્ટિની નિંદા કરું છું, તે સિવાય બીજું કંઈ નહીં. અમે કોઈના રૂપ અને વેશની નિંદા નથી કરતા, પરંતુ સ્વદર્શનના માર્ગનો પ્રકાશ, કરીએ છીએ. આ માર્ગ સરળ અને સર્વોત્તમ છે અને આર્ય સત્પરષો દ્વારા અનુત્તર કહેવાયો છે. ઉર્ધ્વ અધો અને તિછ દિશાઓમાં રહેનારા જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, તે પ્રાણીઓની હિંસાથી ધૃણા કરનારા સંયમી પુરુષ આ લોકમાં કોઈની નિંદા કરતા નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૧ ગોશાળકે ભગવંત મહાવીર પર આક્ષેપ કરતા કહ્યું કે તમારા શ્રમણ ભગવંત મહાવીર ઘણાં ડરપોક છે, તેથી તેઓ જ્યાં ઘણાં આગંતુક મુસાફર લોકો ઉતરતા હોય, એવા આગંતુકગૃહો અને આરામગૃહોમાં નિવાસ કરતા નથી. કેમકે તેઓ વિચારે છે કે, આવા સ્થાનોમાં ઘણાં બધાં કોઈ જૂન, કોઈ અધિક, કોઈ વક્તા અને કોઈ મૌની એવા મનુષ્યો ત્યાં નિવાસ કરે છે. એ સિવાય કોઈ મેધાવી, કોઈ શિક્ષિત, કોઈ બુદ્ધિમાનું તથા કોઈ સૂત્ર અને અર્થોમાં પૂર્ણ નિષ્ણાત ત્યાં નિવાસ કરે છે. તેથી આવા તે લોકો મને કોઈ પ્રશ્ન પૂછી ન બેસે, એવી આશંકાથી તે શ્રમણ ભગવંત મહાવીર ત્યાં જતા નથી. ત્યારે આર્દિકે તેમને પ્રત્યુત્તર આપ્યો કે, તે શ્રમણ ભગવંત મહાવીર પ્રયોજન વિના કોઈ કાર્ય કરતા નથી કે બાળકની માફક વિચાર્યા વિના પણ કોઈ કાર્ય કરતા નથી. જ્યારે તેઓ રાજભયથી પણ ધર્મોપદેશ કરતા નથી ત્યારે બીજા ભયોની વાત જ ક્યાં રહી ? ભગવંત પ્રશ્નોના ઉત્તર આપે છે અને નથી પણ આપતા. તે તો તીર્થંકર નામકર્મને કારણે આર્યપુરુષોને ધર્મોપદેશ આપે છે. તે તીર્થકર ભગવંત સાંભળનારાની પાસે જઈને કે ન જઈને સમાનભાવથી ધર્મનો ઉપદેશ આપે છે. પરંતુ અનાર્ય લોકો દર્શનથી ભ્રષ્ટ હોય છે, તેવી આશંકાથી ભગવંત તેમની પાસે જતા નથી. ત્યારે ગોશાલકે ભગવંત મહાવીર પ્રત્યે આક્ષેપ કરતા કહ્યું કે, જેમ લાભાર્થી વણિક લાભને માટે મહાજનો સાથે સંગ કરે છે, તે જ ઉપમા શ્રમણ જ્ઞાતપુત્રની છે. એવું મારી બુદ્ધિથી મને જણાય છે. ત્યારે આદ્રકે કહ્યું કે, શ્રમણ ભગવંત મહાવીર નવીન કર્મોને બાંધતા નથી, પરંતુ પૂર્વના કર્મોનો ક્ષય કરે છે. કેમકે તેઓ સ્વયં કહે છે કે, પ્રાણી કુમતિને છોડીને જ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મોક્ષનું વ્રત કહેલું છે. તે જ મોક્ષના ઉદયની ઇચ્છાવાળા ભગવંત છે, તેવું હું કહું છું. વણિક તો પ્રાણીઓનો આરંભ કરે છે અને તેઓ પરિગ્રહની મમતા પણ રાખે છે. તેમજ જ્ઞાતિજનો સાથેનો સંબંધ ન છોડીને લાભના નિમિત્તે બીજાનો સંગ કરે છે. વણિકો ધનના અન્વેષી–અર્થી અને મૈથુનમાં અત્યંત આસક્ત હોય છે. તેઓ ભોજનની પ્રાપ્તિને માટે અહીં-તહીં જાય છે. અમે લોકો તો વણિકોને કામાસક્ત, પ્રેમરસમાં ગૃદ્ધ અને અનાર્ય કહીએ છીએ. વણિકો આરંભ અને પરિગ્રહને છોડતા નથી. પરંતુ તેમાં અત્યંત લિપ્ત રહે છે અને આત્માને દંડ દેનારા છે. તેઓનો જે ઉદય, જેને તમે ઉદય કહો છો, તે વસ્તુતઃ ઉદય નથી પણ ચતુર્ગતિરૂપ સંસારને પ્રાપ્ત કરનાર અને દુઃખનું કારણ છે અને તેનો કદિ અંત નથી. વણિકોને જે ઉદય હોય છે, તે એકાંત અને આત્યંતિક નથી. એવું વિકજન કહે છે. તેમજ તેમના ઉદયમાં કોઈ ગુણ હોતો નથી. જ્યારે ભગવંત જે ઉદયને પ્રાપ્ત થાય છે. તે સાદિ અને અનંત છે. તેઓ બીજાને પણ આવા જ ઉદયની પ્રાપ્તિને માટે ઉપદેશ આપે છે. ભગવંત ત્રાણ કરનારા અને સર્વજ્ઞ છે. : ૮ ૮૮ ૮d Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આગમ કથાનુયોગ-૩ ભગવંત હિંસાથી રહિત અને સમસ્ત પ્રાણીઓ પર અનુકંપા કરનારા છે. તેઓ સંદેવ ધર્મમાં સ્થિત છે અને કર્મમાં વિવેકના કારણરૂપ છે. એવા તે ભગવંતને તમારા જેવા આત્માને દંડ દેનારા પુરૂષ જ વણિ સમાન કહે છે. આમ કહેવું તે તમારા અજ્ઞાનને અનુરૂપ જ છે. ૦ આર્ટકમુનિનો શાક્યપુત્ર (બૌદ્ધ) ભિક્ષુ સાથે વાદ : - કોઈ પુરુષ ખળના પિંડને જો કદાચ “આ પુરષ છે” તેમ માનીને શૂળ વડે વધીને પકાવે અથવા તુંબાને બાળક માનીને પકાવે તો અમારા મનમાં તે પ્રાણીવધ કરવાના પાપનો ભાગી થાય છે. અથવા તે મ્લેચ્છ પુરુષ જો મનુષ્યને ખળનું પીંડ સમજી તેને શૂળમાં વીંધીને પકાવે અથવા તંબા સમજીને બાળકને પકાવે તો તે પ્રાણીની હત્યાના પાપનો ભાગી થતો નથી. એમ અમારો મત છે. કોઈ પુરુષ મનુષ્યને અથવા બાળકને ખળનો પિંડ માનીને તેને શૂળમાં વિંધીને આગમાં પકાવે તો તે પવિત્ર છે. તથા બુદ્ધના પારણાને યોગ્ય છે. જે પુરૂષ ૨૦૦૦ સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે. તે મહાનું પુણ્ય અર્જન કરીને મહાપરાક્રમી આરોગ્ય નામક દેવતા થાય છે, ત્યારે આર્દકે તેમને ઉત્તર આપ્યો કે– આ શાક્ય મત સંયમી પુરષોને યોગ્ય નથી. કેમકે પ્રાણીઓનો ઘાત કરીને પાપનો અભાવ કહેવો – આ પ્રમાણે જે કહે છે અને સાંભળે છે, તે બંનેને માટે અજ્ઞાનવર્ધક અને ખોટુ છે. ઉપર-નીચે અને તિછ દિશાઓમાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સદભાવના ચિન્હોને જાણીને જીવ હિંસાની શંકાથી વિવેકી પુરષ હિંસાથી ઘણા રાખતો એવો વિચારીને ભાષણ કરે અને કાર્ય પણ વિચારીને જ કરે. તો તેને દોષ કઈ રીતે લાગે ? ખળના સમૂહમાં પુરુષ બુદ્ધિ મૂખને પણ થતી નથી. તેથી જે પુરુષ ખળના સમૂહમાં પુરુષ બુદ્ધિ કે પુરુષમાં ખળના સમૂહની બુદ્ધિ કરે છે, તે અનાર્ય છે. ખળના સમૂહમાં પુરુષ બુદ્ધિ થવી સંભવ જ નથી. એવું વાક્ય કહેવું પણ મિથ્યા છે. જે વચન બોલવાથી જીવને પાપ લાગે, તે વચન વિવેકી પુરુષે ક્યારેય બોલવું ન જોઈએ. તમારા પૂર્વોક્તવચન ગુણોનું સ્થાન નથી. દીક્ષા ધારણ કરેલ પુરુષ આવું નિસાર વચન કહેતા નથી. અહો બૌદ્ધો ! માલૂમ પડે છે કે, જાણે તમે જ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તમે જ જીવોના કર્મફળનો વિચાર કર્યો છે, તમારો જ યશ પૂર્વસમુદ્રથી લઈને પશ્ચિમ સમુદ્ર સુધી ફેલાયેલ છે તથા તમે જ હાથમાં રાખેલી વસ્તુની સમાન આ જગતને જોઈ લીધું છે. - નિર્ગસ્થ મતાનુયાયી જીવોની પીડાને સારી રીતે વિચારીને શુદ્ધ અન્નનો સ્વીકાર કરે છે તથા કપટથી જીવિકા કરનારા ન બનીને માયાયુક્ત વચન બોલતા નથી. સંયમીપુરુષનો આ જ ધર્મ છે. - જે પુરુષ ૨૦૦૦ નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે, તે અસંયમી અને Page #44 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ લોહી વડે લાલ હાથવાળો પુરુષ આ જ લોકમાં નિંદાને પ્રાપ્ત કરે છે. આ બૌદ્ધ મતાવલંબિઓ મોટા ઉરભ્ર—ઘેટાને મારીને તેને બૌદ્ધ ભિક્ષુઓના ભોજનને માટે બનાવીને અને તેને લવણ તેલ આદિ વડે પકાવીને પિંપર આદિથી તે માંસને વધારે છે. અનાર્યોનું કાર્ય કરનારા, અનાર્ય અજ્ઞાની, રસ લંપટ એવા તે બૌદ્ધ ભિક્ષુ આ પ્રમાણે કહે છે કે, ઘણું માંસ ખાવા છતાં પણ અમે લોકો પાપથી લિપ્ત થતા નથી. પરંતુ જે લોકો પૂર્વોક્ત પ્રકારે નિષ્પત્ર માંસનું ભક્ષણ કરે છે, તે અજ્ઞાનીજન પાપનું સેવન કરે છે. તેથી જે પુરુષ કુશળ છે, તે ઉક્ત પ્રકારના માંસને ખાવાની ઇચ્છા પણ નથી કરતા, તથા “માંસ ભક્ષણમાં દોષ નથી'' તેવું કથન પણ મિથ્યા છે. સંપૂર્ણ પ્રાણી પર દયા કરવાને માટે અને સાવદ્ય દોષને વર્જિત કરનારા તથા સાવદ્યની આશંકા કરનારા ભગવાન મહાવીરના શિષ્ય ઋષિગણ ઉદ્દિષ્ટ ભક્તનો ત્યાગ કરે છે. પ્રાણીઓના ઉપમર્દનની આશંકાથી સાવદ્ય અનુષ્ઠાનથી વિરક્ત રહેનારા સાધુપુરુષ બધાં પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કરીને સદોષ આહાર કરતા નથી. સંયમી પુરુષોનો આ જ ધર્મ છે. આ નિર્પ્રન્થ ધર્મમાં સ્થિત પુરુષ પૂર્વોક્ત સમાધિને પ્રાપ્ત કરીને, તેમાં સારી રીતે સ્થિર રહીને માયારહિત થઈને સંયમનું અનુષ્ઠાન કરે. આ ધર્મના આચરણના પ્રભાવથી પદાર્થોના જ્ઞાનને પ્રાપ્ત ત્રિકાળવેદી તથા શીલ અને ગુણોથી યુક્ત પુરુષ અત્યંત પ્રશંસાનું પાત્ર થાય છે. ૪૩ ૦ વેદવાદી સાથે આર્દ્રકુમારનો વાદ :– જે પુરુષ ૨૦૦૦ સ્નાતક બ્રાહ્મણોને પ્રતિદિન ભોજન કરાવે છે. તે મહાન્ પુણ્યપુંજને ઉપાર્જિત કરીને દેવતા થાય છે – એવું વેદનું કથન છે. - આ વાત સાંભળી આર્દ્રકુમારે વેદવાદીને કહ્યું કે— ક્ષત્રિય આદિ કુળોમાં ભોજનને માટે ફરનારા ૨૦૦૦ સ્નાતક બ્રાહ્મણને જે પ્રતિદિન ભોજન કરાવે છે, તે પુરુષ માંસ લોભી પક્ષીઓથી પરિપૂર્ણ નરકમાં જાય છે અને તે ત્યાં ભયંકર તાપને ભોગવતો એવો નિવાસ કરે છે. દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસાપ્રધાન ધર્મની પ્રશંસા કરનારો જે રાજા એક પણ શીલરહિત બ્રાહ્મણને ભોજન કરાવે છે, તે અંતકાળમાં અંધકારયુક્ત નરકમાં જાય છે. (પછી દેવતા થવાની વાત જ ક્યાં રહી ?) O આર્દ્રકુમાર દ્વારા સાંખ્ય પરિવ્રાજકોને પ્રત્યુત્તર : સાંખ્ય પરિવ્રાજકોએ કહ્યું, અમે અને તમે બંને ધર્મમાં પ્રવૃત્ત છીએ, આપણે બંને ત્રણે કાળ ધર્મમાં સ્થિત છીએ. આપણા બંનેના મતમાં આચારશીલ પુરુષ જ્ઞાની કહેવાયેલ છે તથા આપણા બંનેના મતમાં સંસારના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. આ પુરુષ (જીવાત્મા) અવ્યક્ત, વ્યાપક, સનાતન, અક્ષય, અવ્યય છે અને સર્વ ભૂતોમાં સંપૂર્ણરૂપે રહે છે. જેમ ચંદ્રમાં સંપૂર્ણ તારાઓ સાથે સંપૂર્ણરૂપે સંબંધ કરે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આગમ કથાનુયોગ-૩ આર્તક મુનિએ તેમને પ્રત્યુત્તર આપતા કહ્યું હે સાંખ્યો! આ પ્રકારે આપના મત સાથે અમારા મતની એકતા થઈ શકતી નથી કેમકે તમારા મતાનુસાર સુભગ, દુર્ભગ આદિ ભેદ થઈ શકતા નથી, જીવનું પોતાના કર્મથી પ્રેરિત થઈને વિવિધ ગતિઓમાં જવાનું પણ સિદ્ધ થતું નથી અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રરૂપ ભેદ પણ સિદ્ધ થતો નથી અને કીડા, પક્ષી, સરિસૃપ આદિ ગતિઓ પણ સિદ્ધ થતી નથી. મનુષ્ય તથા દેવતા આદિ ગતિઓના ભેદ પણ સિદ્ધ થશે નહીં. આ લોકને કેવળજ્ઞાન દ્વારા ન જાણીને જે અજ્ઞાનીઓ ધર્મનો ઉપદેશ કરે છે, તે જીવ સ્વયં નષ્ટ થઈને, પોતાનો તથા બીજાનો પણ અપાર તથા ભયંકર સંસારમાં નાશ. કરે છે. પરંતુ સમાધિયુક્ત જે પુરુષ પૂર્ણ કેવળજ્ઞાન દ્વારા આ લોકને સારી રીતે જાણે છે અને સત્યધર્મનો ઉપદેશ આપે છે, તે પાપથી પાર થઈ ગયેલા પુરુષ પોતાને અને બીજાને પણ સંસાર સાગરથી પાર ઉતારે છે. આ લોકમાં જે પુરુષ નિંદનીય આચરણ કરે છે અને જે પુરુષ ઉત્તમ આચરણનું પાલન કરે છે, તે બંનેના અનુષ્ઠાનોને અજ્ઞજીવ પોતાની ઇચ્છાથી સમાન બતાવે છે અથવા શુભ અનુષ્ઠાન કરનારાને અશુભ આચરણ કરનારા અને અશુભ અનુષ્ઠાન કરનારાને શુભ આચરણ કરનારા આ પ્રકારની વિપરિત પ્રરૂપણા કરે છે. ૦ આર્કિકમારનો હસ્તિતાપસોને પ્રત્યુત્તર : હસ્તિતાપસો કહે છે કે, અમે લોકો શેષ જીવોની દયાને માટે વર્ષભરમાં બાણ દ્વારા એક મોટા હાથીને મારીને વર્ષપર્યંત તેના માંસથી નિર્વાહ કરીએ છીએ. ત્યારે આÁકમુનિએ તેમને ઉત્તર આપ્યો કે વર્ષપર્યંતમાં એક-એક પ્રાણીને મારનારો પુરુષ પણ દોષરહિત નથી. કેમકે ત્યારે શેષજીવોની હત્યાની પ્રવૃત્તિ ન કરનારા ગૃહસ્થ પણ દોષવર્જિત કેમ ન માનવા? જે પુરુષ શ્રમણોના વ્રતમાં સ્થિત રહીને વર્ષભરમાં પણ એક એક પ્રાણીની હત્યા કરે છે. તે અનાર્ય કહેવાય છે. એવા પુરુષને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તત્ત્વદર્શી ભગવંતની આજ્ઞાથી આ શાંતિમય ધર્મ અંગીકાર કરીને અને આ ધર્મમાં સારી રીતે સ્થિત થઈને બંને કરણોથી મિથ્યાત્વની નિંદા કરતો એવો પુરુષ સ્વપરની રક્ષા કરે છે. મહાદુસ્તર સમુદ્રની માફક સંસારસાગરને પાર કરવાને માટે વિવેકી પુરુષોએ ધર્મનું વર્ણન અને ગ્રહણ કરવું જોઈએ – આ પ્રમાણે હું કહું છું. ૦ આર્કકમુનિનું મોક્ષગમન : ત્યારપછી આÁકમુનિ, શ્રેણિક રાજા અને અભયકુમાર એ ત્રણે શ્રી વીર ભગવંતના સમવસરણમાં ગયા. ત્યાં ભગવંત મહાવીરને ત્રણ પ્રદક્ષિણા દઈને અત્યંત ભક્તિ વડે નમસ્કાર કર્યા. ત્યાં ભગવંતે આકમુનિને હિતશિક્ષા આપી. પછી તીવ્ર તપશ્ચર્યારૂપી અગ્નિ વડે સર્વ કર્મરૂપી ઇંધનને દહન કરીને અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આÁકમુનિ આયુષ્યનો ક્ષય કરીને મોક્ષમાં પધાર્યા. નોંધ – આર્દ્રકુમારને સૂય. ૭૩૮ની વૃત્તિમાં પ્રત્યેકબુદ્ધ કહેલા છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૫ ૦ આગમ સંદર્ભ :સૂય. ૭૩૮ થી ૭૯૧; સૂય.નિ. ૧૮૭ થી ૨૦૦ + વૃક સૂય યૂપૃ. ૪૧૩ થી ૪૧૭, ૪૪૩, ૪૪૪; સૂયનિ ૧૮૦–વૃ વ.વ.ભા૬૩ની વ દશ.૫ ૪૪; -- x – ૪ – ૦ ઉદક પેટાલપુત્ર કથા : આવતી ચોવીસીમાં થનારા ત્રીજા તીર્થંકર સુપાર્થનો જીવ (ઠાણાંગ ૮૭૧ની વૃત્તિ મુજબ) ઉદક પેઢાલપુત્ર થયા. (જો કે ઠાણાંગ ૮૭૦ની વૃત્તિમાં ઉદાયીનો જીવ સુપાર્થ તીર્થકર થશે તેમ સ્પષ્ટ જણાવેલ છે.) આ ઉદક પેઢાલપુત્ર આવતી ચોવીસીમાં ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરશે, તેમનું કથાનક આ પ્રમાણે છે– ૦ નાલંદામાં લેપ શ્રમણોપાસક : તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું, તે નગર ઋદ્ધિ-સમૃદ્ધિથી પરિપૂર્ણ હતું. ઇત્યાદિ વર્ણન કરવું. તે રાજગૃહ નગરીની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામક એક ઉપનગર હતું. જે અનેક સેંકડો, ભવનોથી સુશોભિત, દર્શનીય – યાવતું – પ્રતિરૂપ હતું. તે નાલંદા નામના ઉપનગરમાં લેપ નામનો ગાથાપતિ હતો. જે ધનાઢ્ય – વાવ – પરાભવ ન પામે તેવો હતો. તે લેપ નામનો ગાથાપતિ શ્રમણોપાસક પણ હતો. જે જીવ–અજીવ આદિ તત્ત્વોને જાણનાર – યાવત્ – નિર્ચન્જ પ્રવચનમાં નિઃશંક અને અન્ય દર્શનોની ઇચ્છાથી રહિત, ગુણીજનોની નિંદા ન કરનારો, વસ્તુ સ્વરૂપનો જ્ઞાતા, મોક્ષ માર્ગનો સ્વીકાર કરેલો, પૂછીને વિશેષરૂપે પદાર્થોનો નિશ્ચય કરેલો એવો, પ્રશ્નોત્તરો દ્વારા પદાર્થને સારી રીતે સમજેલો, પદાર્થોનો વિશેષરૂપે જાણકાર, અસ્થિમજ્જાવત્ ધર્માનુરાગી હતો. તે માનતો હતો કે, આ નિર્ચન્જ પ્રવચન જ સત્ય છે અને તે જ પરમાર્થ છે. શેષ બધાં દર્શન અનર્થ છે. તેનો નિર્મળ યશ જગમાં ફેલાયેલો છે. તેના ઘરનું દ્વાર હંમેશા ખુલ્લું રહેતું હતું. અંતઃપુરમાં કે અન્ય કોઈ ઘરમાં પણ તેનો પ્રવેશ બંધ હતો નહીં. તે ચૌદશ, આઠમ તથા પૂર્ણિમા આદિ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરતો હતો. શ્રમણ નિર્ચન્થોને પ્રાસુક, એષણીય, અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ, પીઠફલક, શય્યા, સંસ્કારક આદિનું દાન કરતો હતો. તથા ઘણાં જ શીલવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસ આદિ યથાયોગ્ય તપોકર્મ દ્વારા પોતાને નિર્મળ બનાવતો – આત્માનું ચિંતન કરતો વિચરતો હતો. ૦ લેપની ઉદકશાળા નજીકથી ગૌતમનો વિહાર : તે લેપ ગાથાપતિની નાલંદાની બહાર ઇશાનખૂણામાં શેષદ્રવ્યા નામક ઉદકશાળા હતી, જે અનેક પ્રકારના સેંકડો સ્તંભો વડે યુક્ત, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ હતી. તે શેષદ્રવ્યા ઉદકશાળાના ઇશાન ખૂણામાં હસ્તિયામ નામક એક વનખંડ હતું, જે કૃષ્ણવર્ણવાળું હતું. તેના ગૃહપ્રદેશમાં ભગવદ્ ગૌતમસ્વામી વિચરતા હતા. ત્યાં ભગવદ્ ગૌતમસ્વામી નીચે ઉદ્યાનમાં બિરાજતા હતા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬. આગમ કથાનુયોગ-૩ ૦ ઉદક પેઢાલપુત્રનું ગૌતમસ્વામી નજીક આગમન : આ અવસરે ભગવંત પાર્થની શિષ્ય પરંપરાના મેદાર્ય ગોત્રીય ઉદક પેઢાલપુત્ર નિર્ગસ્થ જ્યાં ભગવનું ગૌતમ બિરાજતા હતા, ત્યાં આવ્યા, આવીને ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાન્ ! આપે જે પ્રમાણે સાંભળેલ છે અને જેવો નિશ્ચય કરેલો છે, તેવું વાદ સહિત મને કહો ભગવનું ગૌતમસ્વામીએ ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાનું ! આપના પ્રશ્નને સાંભળીને અને સમજીને, જો હું જાણી શકીશ તો ઉત્તર આપીશ. ૦ પ્રત્યાખ્યાન સંબંધિ પ્રશ્નોત્તર : - વાદસહિત ઉદક પેઢાલપુત્રએ ભગવદ્ ગૌતમને આ પ્રકારે કહ્યું, હે આયુષ્યમાન્ ! ગૌતમ ! કુમારપુત્ર નામક એક શ્રમણ નિર્ચન્થ છે જે તમારા પ્રવચનની પ્રરૂપણા કરતા તેમની નિકટ આવેલા ગાથાપતિ, શ્રમણોપાસકને આ પ્રકારે પ્રત્યાખ્યાન કરાવે છે – રાજા આદિના અભિયોગને છોડીને “ગાથાપતિ ચોર ગ્રહણ વિમોક્ષણ” ન્યાયથી ત્રસ પ્રાણીઓને દંડ દેવાનું પ્રત્યાખ્યાન છે. પરંતુ તેમનું આ પ્રકારનું પ્રત્યાખ્યાન દુપ્રત્યાખ્યાન છે. આ પ્રમાણે જે પ્રત્યાખ્યાન કરે છે, તે દુષ્પત્યાખ્યાન કરે છે. આ પ્રકારે બીજાને પ્રત્યાખ્યાન કરાવનાર પુરુષ સ્વયં પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેનું કારણ આ પ્રમાણે છે– – કેમકે સંસારી પ્રાણી પરિવર્તનશીલ છે. તેથી સ્થાવર પ્રાણી પણ ત્રસરૂપતાને પામે છે અને ત્રસપ્રાણી પણ સ્થાવર રૂપમાં ઉત્પન્ન થાય છે. તેઓ સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે અને ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. તે ત્રણ પ્રાણી જ્યારે સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે તે ત્રસકાયને દંડ ન દેનારા દ્વારા હત્યા કરવા યોગ્ય થાય છે. પરંતુ જે લોકો આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરે છે, તેમનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. આ પ્રમાણે જેઓ પ્રત્યાખ્યાન કરાવે છે, તેમણે કરાવેલ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. આ પ્રમાણે જે બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે, શું તેઓ પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતા ? – રાજાના અભિયોગને છોડીને “ગાથાપતિ ચોર ગ્રહણ વિમોક્ષણ” ન્યાયથી વર્તમાનમાં ત્રસરૂપે પરિણત પ્રાણીને દંડ દેવાનો ત્યાગ છે. આ પ્રકારે હોવાથી ભાષામાં શક્તિવિશેષનું વિદ્યમાન ન હોવાથી તેઓ ક્રોધ કે લોભને વશ બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે. શું અમારો આ ઉપદેશ ન્યાય સંગત નથી? હે આયુષ્યમાન્ ! ગૌતમ ! અમારું આ કથન શું આપને યોગ્ય લાગે છે ? ભગવદ્ ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદસહિત આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાન્ ઉદક! આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરાવવું અમને યોગ્ય લાગતું નથી. જે શ્રમણ કે બ્રાહ્મણ તમારા કહેવા પ્રમાણે પ્રરૂપણા કરે છે, તે શ્રમણ અને નિર્ગસ્થ યથાર્થ ભાષાનું ભાષણ કરનારા નથી. તેઓ અનુતાપને ઉત્પન્ન કરનારી ભાષાનું ભાષણ કરે છે. તેઓ શ્રમણ અને શ્રમણોપાસકને અભ્યાખ્યાન કરે છે – વ્યર્થ કલંક આપે છે. જે અન્ય પ્રાણીઓ – યાવત્ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૭ – સત્વોના વિષયમાં સંયમ ગ્રહણ કરે છે, તેના પર પણ તેઓ કલંક લગાડે છે. આનું કારણ શું છે ? બધાં જ પ્રાણી પરિવર્તનશીલ છે. ત્રણ પ્રાણી પણ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે, સ્થાવર પ્રાણી પણ ત્રસભાવને પામે છે. તેઓ ત્રસકાયપણું ત્યાગીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે અને સ્થાવરો સ્થાવરકાયપણું ત્યાગીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, જ્યારે તે ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ હનન કરવા યોગ્ય હોતા નથી. ૦ ત્રસપણા સંબંધે પ્રશ્ન : ઉદક પેઢાલપુત્રએ વાદસહિત ભગવદ્ ગૌતમને આ પ્રકારે કહ્યું, હે આયુષ્યમાનું ગૌતમ ! તે પ્રાણી કોણ છે, જેને તમે ત્રસ કહો છો ? તમે ત્રસ પ્રાણીને ત્રસ કહો છો કે બીજા કોઈ પ્રાણીને ત્રસ કહો છો ? ભગવદ્ ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદ સહિત આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાનું ઉદક ! જે પ્રાણીઓને તમે ત્રણભૂત પ્રાણી, ત્રણભૂત પ્રાણી કહો છો, તેને અમે ત્રણ પાણી–ત્ર પાણી કહીએ છીએ અને અમે જેને ત્રસપાણી–ત્રસપ્રાણી કહીએ છીએ. તેને તમે ત્રણભૂત પ્રાણી – ત્રણભૂત પ્રાણી કહો છો. આ બંને સ્થાન સમાન અને એકાર્થક છે. તો હે આયુષ્યમાન્ ! ત્રણભૂત પ્રાણી – ત્રણભૂત પ્રાણી કહેવાને આપ શુદ્ધ માનો છો અને ત્રપ્રાણી – ત્રપ્રાણી કહેવું દુષ્પણિત સમજો છો ? હે આયુષ્યમાન્ ! તે રીતે શું આપ એકની નિંદા અને બીજાની પ્રશંસા કરો છો ? પરંતુ આપનો આ પૂર્વોક્ત ભેદ ન્યાય સંગત નથી. ભગવદ્ ગૌતમે પુનઃ કહ્યું, એવા પણ કેટલાંયે મનુષ્ય છે, જેઓનું આ પૂર્વ કથન હોય છે કે, અમે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગારિક દીક્ષા ગ્રહણ કરવામાં સમર્થ નથી પણ ક્રમશ: સાધુત્વનો સ્વીકાર કરીશું. તેઓ એમના મનમાં આવો જ વિચાર કરે છે - તેઓ મનમાં આવા વિચારને સ્થિર કરે છે અને પછી તે પ્રમાણે ઉપસ્થિત થઈ જાય છે. રાજા આદિના અભિયોગ આદિ કારણોથી “ગાથાપતિ ચોર ગ્રહણ વિમોલ" ન્યાય થકી ત્રાસ પ્રાણીઓનો ઘાત ન કરવાની પ્રતિજ્ઞા કરાવે છે. આટલો ત્યાગ પણ તેમને માટે કલ્યાણકારી હોય છે. - ત્રસજીવ પણ ત્રસનામ કર્મના ફળનો અનુભવ કરવાને કારણે ત્રસ કહેવાય છે જ્યારે તેનું ત્રસ આયુ ક્ષીણ થઈ જાય છે અને ત્રસકાયમાં તેમની સ્થિતિના હેતુરૂપ કર્મ પણ ક્ષીણ થઈ જાય છે, ત્યારે તેઓ તે આયુષ્યને છોડી દે છે અને તેને છોડીને તેઓ સ્થાવર ભાવને પ્રાપ્ત કરે છે. સ્થાવર પ્રાણી પણ સ્થાવર નામકર્મના ફળનો અનુભવ કરવાને કારણે સ્થાવર કહેવાય છે અને એ જ કારણે તેઓ સ્થાવર નામને પણ ધારણ કરે છે. જ્યારે તેમનું સ્થાવરનું આણુ ક્ષીણ થઈ જાય છે અને સ્થાવરકાયની તેમની સ્થિતિનો કાળ સમાપ્ત થઈ જાય છે. ત્યારે તેઓ તે આયુને છોડી દે છે અને તે આયુને છોડીને પુનઃ પરલોકભાવને પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાયાવાળા અને ચિરકાળની સ્થિતિવાળા પણ હોય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આગમ કથાનુયોગ-૩ ૦ ઉદક પેઢાલપુત્રની સ્વપક્ષની સ્થાપના : ઉદક પેઢાલપુત્રએ વાદસહિત ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાનું ગૌતમ ! એવો કોઈ જ પર્યાય નથી. જેમાં શ્રમણોપાસક એક પ્રાણીના પ્રાણાતિપાતવિરમણરૂપ ત્યાગને પણ સફળ બનાવી શકે, તેનું કારણ શું છે ? - પ્રાણી સંસરણશીલ – પરિવર્તનશીલ છે. તેથી ક્યારેક સ્થાવર પ્રાણી ત્રસ થઈ જાય છે અને ત્રસ પ્રાણી પણ સ્થાવર રૂપે ઉત્પન્ન થઈ જાય છે. તેઓ બધાં સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થઈ જાય છે. બધાં ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય છે જ્યારે તે બધાં સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય ત્યારે તેઓ ઘાતને યોગ્ય થઈ જાય છે. ૦ ભગવદ્ ગૌતમ દ્વારા તેનો પ્રત્યુત્તર : ભગવનું ગૌતમે વાદસહિત ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમનું ! અમારા વક્તવ્ય અનુસાર જ નહીં, પણ તમારા વક્તવ્ય અનુસાર પણ તે પર્યાય છે. જેમાં શ્રમણોપાસક બધાં પ્રાણીઓ – યાવત્ – સમસ્ત સત્વોની હત્યાનો ત્યાગ કરી શકે છે. તેનું કારણ શું છે ? પ્રાણી સંસરણશીલ છે. જો કે ત્રસપ્રાણી પણ સ્થાવરરૂપે ઉત્પન્ન થાય છે અને સ્થાવર પણ ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. તે બધાં ત્રસકાયને છોડીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે અને સ્થાવરકાયને છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. તેથી જ્યારે તેઓ બધાં ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સ્થાન હત્યાને યોગ્ય હોતું નથી. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મોટા શરીરવાળા અને લાંબાકાળ સુધી સ્થિત રહેનારા હોય છે. એવા પ્રાણીઓ ઘણાં છે, જેનાથી શ્રમણોપાસકને સુપ્રત્યાખ્યાન થઈ શકે છે. તેવા પ્રાણી બહુ ઓછા છે, જેનાથી શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે. આ પ્રકારે તે મોટા ત્રસકાયની હત્યાથી શાંત અને વિરત થાય છે. જેને માટે તમે અથવા અન્ય કોઈ એમ કહે છે – “એવો એક પણ પર્યાય નથી, જેના માટે શ્રમણોપાસકનો એક પ્રાણીના ઘાતનો પણ ત્યાગ ન થઈ શકે. તેથી આપનું આ કથન ન્યાયસંગત નથી. ૦ શ્રમણ દૃષ્ટાંત : ભગવદ્ ગૌતમસ્વામી કહે છે કે, નિર્ચન્થોને એમ પૂછવામાં આવે છે કે, હે આયુષ્યમાનું નિર્ચન્હો ! આ લોકમાં કોઈ મનુષ્ય એવા હોય છે – જે આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરે છે – આ જે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરી ચૂક્યા છે. તેમને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કરતો નથી. તે શ્રમણોમાં કોઈ શ્રમણ ચાર, પાંચ કે છ અથવા દશ વર્ષ સુધી ઘણાં દેશોમાં વિચરણ કરીને શું પુનઃ ગૃહસ્થ બની જાય છે ? હાં, તેઓ ગૃહસ્થ બની જાય છે. તે ગૃહસ્થોને મારનારા તે પ્રત્યાખ્યાનધારી પુરુષનું શું તે પ્રત્યાખ્યાન ભંગ થાય ? આ કથન યુક્તિ સંગત નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૯ આ પ્રમાણે શ્રમણોપાસકે પણ ત્રસપ્રાણીને દંડ દેવાનો ત્યાગ કર્યો છે. પણ સ્થાવરપ્રાણીને દંડ દેવાનો ત્યાગ કર્યો નથી. તેથી સ્થાવરકાયના પ્રાણીઓની હત્યા કરવા છતાં પણ તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. હે નિર્ગુન્હો આ પ્રમાણે સમજો અને આ પ્રમાણે જ સમજવું જોઈએ. ભગવનું ગૌતમ સ્વામીએ કહ્યું કે, હું નિર્ચન્થોને પૂછું છું – હે આયુષ્યમાનું નિર્ચન્હો ! આ લોકમાં ગાથાપતિ કે ગાથાપતિના પુત્ર તથા પ્રકારના કુળમાં જન્મ લઈને શું ધર્મશ્રવણને માટે આવી શકે છે ? હાં, આવી શકે છે. તથા પ્રકારના તે ઉત્તમ કુળમાં ઉત્પન્ન પુરુષોને શું ધર્મનો ઉપદેશ કરવો જોઈએ ? હાં, તેમને ધર્મનો ઉપદેશ કરવો જોઈએ. શું તેઓ આવા પ્રકારનો ધર્મ શ્રવણ કરી અને સમજીને આ પ્રમાણે કહી શકે છે કે, આ નિર્ગસ્થ પ્રવચન જ સત્ય છે. સર્વોત્તમ છે, કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે, પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, સારી રીતે શુદ્ધ છે, શલ્યને નાશ કરનાર છે, સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્માણ માર્ગ છે, નિર્વાણ માર્ગ છે, અવિતથ, અસંદિગ્ધ અને સમસ્ત દુઃખોનો નાશ કરવાનો માર્ગ છે. આ ધર્મમાં સ્થિત જીવ સિદ્ધ થાય છે, બોધ પામે છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરે છે ? હવેથી અમે આ માર્ગની આજ્ઞા અનુસાર ચાલશું, રહીશું, બેસીશું, શયન કરીશું, ભોજન કરીશું, બોલીશું, ઉઠીશું અને ઉઠીને પ્રાણીઓ – યાવત્ – સત્વોનો સંયમ કરવા - રક્ષા કરવા માટે સંયમ ધારણ કરીશું. આ પ્રમાણે શું તેઓ કહી શકે છે ? હાં, તેઓ આ પ્રમાણે કહી શકે છે. શું તેઓ આ પ્રકારના વિચારવાળા તે જીવ દીક્ષા દેવાને યોગ્ય છે? હાં, તેઓ યોગ્ય છે. શું તે આવો વિચાર કરનારા મુંડિત કરવાને યોગ્ય છે ? હાં, તેઓ યોગ્ય છે. શું આવા પ્રકારે વિચારનારા તે શિક્ષા દેવાને યોગ્ય છે? હાં, યોગ્ય છે. શું આવા વિચારવાળા વ્યક્તિ પ્રવ્રજ્યામાં ઉપસ્થિત કરવાને માટે યોગ્ય છે ? હાં, યોગ્ય છે. તો શું આવા વિચારવાળા પુરુષોએ સમસ્ત પ્રાણીઓ – યાવત્ – સમસ્ત સત્વોને દંડ દેવાનો છોડી દીધો છે ? હાં, છોડી દીધેલ છે. તો શું આ પ્રકારના વિહાર દ્વારા વિચરણ કરનારા – યાવત્ – ચાર, પાંચ, છ કે દશ વર્ષ સુધી થોડા કે ઘણાં દેશોમાં પરિભ્રમણ કરી પુનઃ ગૃહસ્થાવાસમાં જાય ખરા? હાં, જાય પણ ખરા. ત્યારે શું તેઓ સંપૂર્ણ પ્રાણીઓ, સંપૂર્ણ સત્વોને દંડ દેવાનું છોડી દે છે ? ૩/૪ Jain Edination International Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમ કથાનુયોગ-૩ -- આ અર્થ સમર્થ નથી. (અર્થાત બરોબર નથી.) તે જીવ એ જ છે, જેણે પહેલાં સમસ્ત પ્રાણીઓ – યાવત્ – સમસ્ત સત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો ન હતો. તે એ જ જીવ છે, જેણે હાલ સમસ્ત પ્રાણીઓ – યાવત્ – સમસ્ત સત્વોને દંડ દેવાનો ત્યાગ નથી. તે પહેલા અસંયમી હતો. પછી સંયમી થયો છે, ફરી પાછો અસંયમી થઈ ગયો છે. અસંયમી જીવને સંપૂર્ણ પ્રાણીઓ – વાવ – સંપૂર્ણ સત્વોને દંડ દેવાનો ત્યાગ હોતો નથી. તે નિર્ગળ્યો આ પ્રમાણે જાણો. આ પ્રમાણે જ જાણવું જોઈએ. ભગવત્ (ગૌતમે) કહ્યું કે, હું નિર્ચન્થોને પૂછું છું, હું આયુષ્યમાન્ નિર્ચન્હો ! આ લોકમાં પરિવ્રાજકો કે પરિવાજિકાઓ કોઈ બીજા તીર્થના સ્થાનમાં રહીને ધર્મ સાંભળવાને માટે શું સાધુની સમીપે આવી શકે છે ? હાં, આવી શકે છે. શું તથા પ્રકારની વ્યક્તિઓએ ધર્મ સાંભળવો જોઈએ ? હાં, સાંભળવો જોઈએ. શું તેઓ આવા પ્રકારનો ધર્મ સાંભળીને અને સમજીને આ પ્રમાણે કહી શકે છે કે, આ નિર્ચન્જ પ્રવચન જ સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારું છે, પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, સંશુદ્ધ છે, શલ્યનાશક છે, સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્માણ માર્ગ છે, નિર્વાણ માર્ગ છે, અવિતથ, મિથ્યાત્વરહિત સંદેહરહિત અને સમસ્ત દુઃખોના નાશનો માર્ગ છે ? આ ધર્મમાં સ્થિત જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, સમસ્ત દુઃખોનો નાશ કરે છે. તેથી અમે તેની આજ્ઞાનુસાર તેમાં બતાવેલી રીતિથી ચાલીશું, રહીશું, બેસીશું, પડખાં બદલીશું, ભોજન કરીશું, બોલીશું, ઉઠીશું, ઉઠીને સંપૂર્ણ પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્વોની રક્ષાને માટે સંયમ ધારણ કરીશું – આ પ્રમાણે શું તેઓ કહી શકે ? હાં, તેઓ આ પ્રમાણે કહી શકે છે. શું આ પ્રકારના વિચારવાળા તે જીવ દીક્ષા દેવા યોગ્ય છે ? હાં, તેઓ યોગ્ય છે. શું આવું વિચારનારા તે પુરુષ મુંડિત કરવાને યોગ્ય છે ? હાં, તેઓ યોગ્ય છે. આવા વિચારવાળા તે પુરુષ શું શિક્ષા દેવાને યોગ્ય છે ? હાં, અવશ્ય યોગ્ય છે. શું આવા વિચારવાળા તે પુરુષ પ્રવજ્યામાં સ્થાપવા યોગ્ય છે ? હાં, યોગ્ય છે. શું આવા વિચારવાળા તે પુરુષ સાથે બેસીને ભોજન કરવા યોગ્ય છે? હાં, યોગ્ય છે. શું તે હવે આવા પ્રકારની ચર્યામાં સ્થિત થઈને – યાવત્ – ચાર, પાંચ, છ કે દશ વર્ષ સુધી થોડાં કે અનેક દેશોમાં ફરીને પુનઃ ગૃહસ્થાવાસમાં જઈ શકે ખરા ? Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ હાં, જઈ પણ શકે. જો તેઓ પાછા ગૃહસ્થાવાસમાં જાય, તો પછી સાધુના સાંભોગીક થઈ શકે ? ના, તે વાત બરાબર નથી. તે જીવ તો એ જ છે, જેની સાથે પહેલા સાંભોગિકપણે કલ્પતું ન હતું, તે જીવ તો એ જ છે જેની સાથે હવે પણ સાંભોગિકપણું કલ્પતું નથી. તે જીવ એ જ છે જેની સાથે સાંભોગિકપણું કલ્પતું હતું. પહેલા તે જીવ અશ્રમણ હતો, પછી શ્રમણ થયો. વળી પાછો અશ્રમણ થયો. અશ્રમણની સાથે શ્રમણ નિર્ચન્થોને સાંભોગિકપણું કલ્પતું નથી. તે નિગ્રંથો આ પ્રમાણે જાણો, આ પ્રમાણે જ જાણવું જોઈએ. ૦ શ્રમણોપાસકનું દૃષ્ટાંત : ભગવત્ (ગૌતમે) ફરી કહ્યું, નિર્ચન્થોને હું પૂછું છું કે, હે આયુષ્યમાન્ નિર્ગળ્યો! આ લોકમાં કોઈ શ્રમણોપાસક ઘણાં શાંત હોય છે. તેઓ આ પ્રમાણે કહે છે – અમે પ્રવજ્યા લઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગાર થવાને માટે સમર્થ નથી. પણ અમે ચૌદશ, આઠમ અને પૂનમ–અમાવાસ્યાને દિવસે પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરતા વિચરીશું તથા સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું – યાવત્ – સ્કૂલ પરિગ્રહનો ત્યાગ કરીશું. અમે બે કરણ અને ત્રણ યોગથી અમારી ઇચ્છાનું પરિમાણ કરીશું. અમારે માટે કંઈ કરો નહીં કે કરાવો નહીં એવું પણ અમે પ્રત્યાખ્યાન કરીશું. આવા શ્રાવક કંઈ ખાધા કે પીધા વિના, સ્નાન કર્યા વિના આસનથી ઉતરીને જો કાળધર્મ (મૃત્યુ) પામે તો તેમના કાળધર્મના વિષયમાં શું કરીશું ? તેઓ સમ્યક્તયા (સારી રીતે) કાળધર્મ પામ્યા તેમજ કહેવું પડશે. તેઓ પ્રાણી પણ કહેવાશે અને ત્રસ પણ કહેવાશે. તેઓ મહાકાય અને દીર્ધકાળ પર્યંતની સ્થિતિવાળા હોય છે તેવા પ્રાણી અધિક છે, જેનાથી શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. તેવા પ્રાણી થોડા છે, જેના વિષયમાં શ્રમણોપાસકોને અપ્રત્યાખ્યાન થાય છે. હવે તે શ્રમણોપાસક મહાનું ત્રસકાયની વિરાધનાથી ઉપશાંત, ઉપરત, મુમુક્ષુ ઉપચરિત હોવા છતાં પણ તમે લોકો અને બીજાઓ જે આવું કહે છે કે, એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થઈ શકે. તે તમારું કથન ન્યાયસંગત નથી. ભગવદ્ (ગૌતમે) કહ્યું કે, હું નિર્ચસ્થોને પૂછું છું કે, હે આયુષ્યમાન્ નિર્ચન્હો ! આ લોકમાં કોઈ શ્રમણોપાસક ઘણાં શાંત હોય છે. તેઓ આ પ્રમાણે કહે છે – અમે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અણગાર થવા માટે સમર્થ નથી. આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસની તિથિઓમાં પરિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરતા વિચરવા માટે પણ સમર્થ નથી. અમે તો અંત સમયે મરણકાળ આવે ત્યારે સંલેખનાનું સેવન કરીને ભક્તપાનનો ત્યાગ કરીને કાળની ઇચ્છા ન રાખીને વિચરણ કરીશું. – તે સમયે અમે ત્રણ કરણ અને ત્રણ યોગથી સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું. આ જ પ્રમાણે સમસ્ત મૃષાવાદુ, સમસ્ત અદત્તાદાન, સમસ્ત મૈથુન અને સમસ્ત Page #53 -------------------------------------------------------------------------- ________________ પર આગમ કથાનુયોગ-૩ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું અને મારા માટે કંઈપણ કરો નહીં, કરાવો નહીં કે કરનારની અનુમોદના પણ ન કરો. એવા પ્રકારનું પ્રત્યાખ્યાન પણ કરીશું. આવા શ્રમણોપાસક કંઈ ખાધા કે પીધા વિના, સ્નાન કર્યા વિના, આસનેથી ઉતરીને જો કાળધર્મ (મૃત્યુ) પામે તો તેમના કાળધર્મના વિષયમાં શું કહેવાશે ? તેઓ સમ્યક્તયા કાળધર્મ પામ્યા, તેવું જ કહેવું પડે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાનું શરીરવાળા અને દીર્ધકાળની સ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી ઘણાં વધુ છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. તેવા પ્રાણી ઘણાં થોડા છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. તેથી તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરાંત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરત શ્રાવકને માટે તમે લોકો અથવા અન્ય જે કોઈ આ પ્રમાણે કહે છે કે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો ત્યાગ થઈ શકે. એ કથન ન્યાયસંગત નથી. ભગવત્ (ગૌતમે) કહ્યું, આ સંસારમાં કોઈ એવા મનુષ્ય હોય છે જેવા કે, મહાનું ઇચ્છાવાળા, મહાનું આરંભવાળા, મહા પરિગ્રહવાળા, અધાર્મિક – યાવતુ – અધર્મથી વૃત્તિ ઉપાર્જન કરનારા તથા હનન, છેદન, ભેદન અને જીવોને કાપવા, વધ કરવાથી જેમના હાથ ખૂનથી રંગાયેલા છે, ચંડ, રુદ્ર, શુદ્ધ, સાહસિક, ચાપલૂસ, વંચક, માયાવી, કપટી, કૂડકપટમાં રત, ઉત્તમ વસ્તુ સાથે હલકી વસ્તુની ભેળસેળ કરનારા, દુઃશીલવાળા, વ્રતહીન, ઘણી જ મુશ્કેલીએ પ્રસન્ન થનારા અને અસાધુ હોય છે. તેઓ જીવનપર્યત માટે સમસ્ત પ્રાણાતિપાતથી નિવૃત્ત થતા નથી – યાવત્ – જીવનપર્યત સમસ્ત પરિગ્રહોથી નિવૃત્ત થતા નથી. જો શ્રમણોપાસક વ્રતગ્રહણ કરવાના સમયે આવા પ્રાણીઓનો ઘાત કરવાનો મરણપર્યંત ત્યાગ કરે છે, તેવા પુરુષ કાળધર્મના સમયે પોતાના આયુષ્યને છોડી દે છે અને છોડીને પોતાના પાપકર્મોને પોતાની સાથે લઈને દુર્ગતિને પામે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે તેઓ મહાકાય અને દીર્ધકાળની સ્થિતિવાળા હોય છે આવા ઘણાં પ્રાણીઓ છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે અને એવા પ્રાણી ઘણાં થોડા છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. તેથી તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરત શ્રમણોપાસકને માટે તમે લોકો અથવા અન્ય કોઈ જે આ પ્રમાણે કહે છે કે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસક એક પ્રાણીના દંડનો પણ ત્યાગ કરી શકે – એ કથન ન્યાયસંગત નથી. ભગવદ્ (ગૌતમે) કહ્યું, સંસારમાં કોઈ મનુષ્ય એવો પણ હોય છે, જેઓ આરંભ કરતા નથી, પરિગ્રહ રાખતા નથી, ધાર્મિક – યાવત્ – ધર્મ વડે જ વૃત્તિનું અર્જન કરતા વિચરણ કરે છે, સુશીલ, સુવતોના ધારક, સરળતાથી પ્રસન્ન કરવા યોગ્ય અને સુસાધુ હોય છે. જે જીવનપર્યત માટે સંપૂર્ણ પ્રાણાતિપાતથી વિરત હોય છે – યાવત્ – જીવનપર્યતને માટે પરિગ્રહથી પ્રતિવિરત હોય છે. શ્રમણોપાસક વ્રતગ્રહણ સમયથી Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૫૩ મરણપર્યત આ પ્રાણીઓની હત્યા કરવાનો ત્યાગ કરે છે. તે પુરુષો કાળના સમયે પોતાના આયુને છોડી દે છે. આયુ છોડીને પોતાના શુભકર્મોની સાથે સુગતિ પામે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાનું કાયાવાળા અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે એવા ઘણાં પ્રાણી હોય છે, જેનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે, અને એવા પ્રાણી અલ્પ છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થતું નથી. તેથી તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતોમાં સ્થિત અને પ્રતિવિરતને માટે તમે લોકો અથવા અન્ય કોઈ જે આ પ્રમાણે કહે છે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી – જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે” – એ કથન ન્યાયમુક્ત નથી. ભગવદ્ ગૌતમે કહ્યું, સંસારમાં કોઈ મનુષ્ય એવા હોય છે, જે અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભવાળા, અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક – યાવત્ – ધર્મ દ્વારા પોતાની આજીવિકા અર્જન કરનારા, શીલસંપન્ન, સુવતી, સરળતાથી પ્રસન્ન થનારા અને સુસાધુ હોય છે. તેઓ જીવનપર્યત કોઈ એક પ્રાણાતિપાતથી પ્રતિવિરત અને કોઈ એકથી અવિરત – યાવત્ – જીવનપર્યત માટે કોઈ એક પરિગ્રહથી વિરત અને કોઈ એકથી અવિરત હોય છે. શ્રમણોપાસક વ્રત ગ્રહણના સમયથી લઈને મરણપર્યત આ પ્રાણીઓની હત્યા કરવાનો ત્યાગ કરે છે. તે પુરુષો પોતાના આયુનો ત્યાગ કરે છે અને ત્યાગ કરીને પોતાના શુભ કર્માનુસાર સુગતિને પ્રાપ્ત થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને દીર્ધસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી ઘણાં હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, તેવા પ્રાણી ઘણાં ઓછા હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે. તેથી એ મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરતને માટે તમે લોકો અથવા અન્ય કોઈ જે એમ કહે છે કે, “તેમના માટે એવા કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ થઈ શકે” એ કથન ન્યાયયુક્ત નથી. - ભગવત્ (ગૌતમે) કહ્યું, આ જગતમાં કોઈ એવા પણ મનુષ્ય હોય છે, જે જંગલમાં નિવાસ કરે છે, મઠમાં રહે છે, ગામની સીમા પર રહે છે, કોઈ રહસ્યને જાણનારા હોય છે. તેવાઓને શ્રમણોપાસક વ્રત ગ્રહણ કરવાના દિવસથી મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરે છે – તેઓ સંયમી નથી, સર્વ સાવદ્યકર્મોથી નિવૃત્ત થયા નથી. સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વોમાં પોતાના મનથી સાચી-ખોટી વાત આ પ્રમાણે કહે છે મને મારવો ન જોઈએ, બીજાને મારવો જોઈએ, મને આજ્ઞા ન દેવી જોઈએ, બીજાને આજ્ઞા આપવી જોઈએ, મને પકડવો ન જોઈએ, બીજાને પકડવા જોઈએ, મને પરિતાપ ન આપવો જોઈએ, બીજાને પરિતાપ આપવો જોઈએ, મને ઉદૂર્વેદિત ન કરવો જોઈએ પણ બીજાને ઉદૂર્વેદિત કરવા જોઈએ. આ જ પ્રમાણે તેઓ સ્ત્રી ભોગોમાં મૂર્ણિત, વૃદ્ધ, આસક્ત, અત્યંત આસક્ત – થાવત્ – ચાર, પાંચ, છ કે દશ વર્ષપર્યત અલ્પ કે અધિક ભોગોપભોગોને ભોગવીને Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમ કથાનુયોગ-૩ કાળના સમયે કાળ કરીને અત્યંત અસર યોનિમાં અથવા કિલ્બિષ યોનિમાં ઉત્પન્ન થાય છે. તેઓ ત્યાંથી ચ્યવને પછી બકરાની માફક મૂક અને તામસવૃત્તિવાળા થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. એવા પ્રાણી ઘણાં હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તેવા પ્રાણી ઘણાં ઓછા હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું અપ્રત્યાખ્યાન હોય છે. હવે તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, વ્રતમાં ઉપસ્થિત, પ્રતિવિરતને જે આપ લોકો અથવા અન્ય કોઈ જે આ પ્રમાણે કહે છે કે, તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેનાથી શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ થાય.” આ કથન ન્યાયસંગત નથી. ભગવન (ગૌતમે) કહ્યું, આ જગતમાં ઘણાં પ્રાણી દીધાર્યવાળા હોય છે. જેના વિષયમાં શ્રમણોપાસક વ્રતગ્રહણ કરવાના સમયથી મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરે છે તેવા પ્રાણીઓ પહેલાં જ કાળધર્મને પ્રાપ્ત કરીને પરલોકમાં જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મોટા શરીરવાળા, ચિરકાળની સ્થિતિવાળા અને દીર્ધ આયુવાળા હોય છે. તેવા પ્રાણી ઘણાં છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી ઘણાં ઓછા છે, જેના વિષયમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે. તેથી તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, સંયમમાં સ્થિત, પ્રતિવિરતને માટે જે આપ અથવા બીજા કોઈ એમ કહે છે કે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેના વિષયમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થાય." આવો ઉપદેશ ન્યાય સંગત નથી. ભગવત્ (ગૌતમે) કહ્યું, આ જગતમાં કોઈ પ્રાણી સમાન આયુવાળા હોય છે, જેને શ્રમણોપાસક વ્રતગ્રહણના સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો નિષેધ કરે છે. તેઓ સમકાળમાં કાળને પ્રાપ્ત થાય છે. પછી પરલોકમાં જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાત્ શરીરવાળા અને સમ આયુવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને એવા પ્રાણી ઓછા હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોતું નથી. તે મહાન ત્રસકાયની હિંસાથી વિરત, મુમુક્ષુ, પ્રતિવિરતને માટે આપ લોકો કે અન્ય કોઈ જે એમ કહે છે કે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેના વિષયમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ હોય.” એ કથન ન્યાયયક્ત નથી. ભગવત્ (ગૌતમે) કહ્યું, આ જગમાં કોઈ પ્રાણી અલ્પ આયુવાળા હોય છે. જેને શ્રમણોપાસક વ્રતગ્રહણના દિવસથી મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરે છે. તેઓ પહેલાં જ કાળ કરે છે અને પરલોકમાં જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાનું શરીરવાળા અને અલ્પ આયુવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૫૫ સુપ્રત્યાખ્યાન હોય છે. તેવા પ્રાણી અલ્પતર હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે. તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, વિરત, પ્રતિવિરતને માટે આપ તથા અન્ય લોકો જે આમ કહે છે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી જેના વિષયમાં શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ થાય. તમારું આ કથન ન્યાયયુક્ત નથી. ૦ નવ ભંગ દ્વારા પ્રત્યાખ્યાનની છણાવટ : ભગવત્ (ગૌતમે) કહ્યું, આ જગતુમાં કોઈ શ્રમણોપાસક હોય છે તેઓ આ પ્રમાણે કહે છે, અમે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવામાં સમર્થ નથી તથા આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાવાસ્યાને દિને પરિપૂર્ણ પૌષધ પાલન કરવાને માટે પણ સમર્થ નથી. અમે અંત સમયે મારણાંતિક સંખનાનું સેવન કરીને ભક્તપાનનો ત્યાગ કરીને, કાળની ઇચ્છા ન રાખતા વિચરણ કરવામાં પણ સમર્થ નથી. તેથી અમે સામાયિક, દેશાવકાશિક વ્રતને – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં દેશની મર્યાદાઓને સ્વીકાર કરીને, તેની બહારના સર્વ પ્રાણીઓ – યાવત્ – સર્વ સત્વોને દંડ દેવાનું છોડીને પ્રાણ, ભૂત, જીવ અને સત્વોનું કલ્યાણ કરનારા થઈશું. (૧) તેમાં પહેલાં જે ત્રસ પ્રાણી છે, જેનો શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના સમયથી લઈને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેઓ પોતાનું આયુ છોડીને, તે મર્યાદાના બહારના ક્ષેત્રમાં ત્રસરૂપે ઉત્પન્ન થાય છે, જેનો શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરી દીધેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે તે મહાનું શરીરવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તેવા પ્રાણી અલ્પ હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે. તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપરત, વિરત, પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ જે આમ કહે છે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી કે જેના વિષયમાં શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ હોય.” આ કથન ન્યાયસંગત નથી. (૨) તે સમીપ દેશમાં રહેનારા જે ત્રસ પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણના સમયથી મરણપર્યંત દંડ દેવાનો છોડી દીધેલો છે, તેઓ તે આયુને છોડી દે છે અને છોડીને તે જ સમીપ દેશમાં જે સ્થાવર જીવ છે, જેને શ્રમણોપાસકે અનર્થદંડ દેવાનું વર્જિત કરેલ છે પણ અર્થદંડ દેવાનું વર્જિત કરેલ નથી, તેમાં ઉત્પન્ન થાય છે. તેમાં શ્રમણોપાસકે અનર્થદંડ દેવાનું વર્જિત કર્યું નથી. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાયવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી વધારે હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી અલ્પતર હોય છે, જેના વિષયમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આગમ કથાનુયોગ-૩ શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોતું નથી. તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, મુમુક્ષુ, પ્રતિવિરતને માટે જે આપ અથવા અન્ય લોકો એ પ્રમાણે કહે છે, “એવો એક પણ પર્યાય નથી કે જેના માટે શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે.” આ કથન ન્યાયસંગત નથી. (૩) ત્યાં નિકટ દેશમાં રહેનારા જે ત્રસ પ્રાણી છે, જેને શ્રાવકે વ્રત ગ્રહણના સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કર્યો છે. તેઓ એ આયુને છોડે છે, છોડીને તેનાથી દૂર પ્રદેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેના વિષયમાં શ્રમણોપાસકે વ્રતગ્રહણના સમયથી મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી ઘણાં હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને એવા પ્રાણી અલ્પ હોય છે, જેમાં શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોતું નથી. તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વિરત અને પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ જે આમ કહે છે કે, “એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે” એ કથન ન્યાયસંગત નથી. (૪) ત્યાં સમીપ દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રાવકે અનર્થદંડ દેવાનું વર્જિત કરેલ છે, પણ અર્થદંડ દેવાનું વર્જિત કરેલ નથી, તેઓ આયુષ્ય પૂરુ થયે, ત્યાં સમીપ દેશમાં જે ત્રસ પ્રાણી છે, જેને શ્રમણોપાસકે વ્રત ગ્રહણના દિવસથી મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી ઓછા હોય છે, જેના માટે શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોતું નથી. તેથી તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, સંયમમાં સ્થિત અને પ્રતિવિરતને માટે આપ અથવા અન્ય કોઈ જે એમ કહે છે કે, “એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ થઈ શકે." આ ઉપદેશ પણ ન્યાયયુક્ત નથી. (૫) ત્યાં નીકટ દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે પ્રયોજન વશ દંડ દેવાનો તો ત્યાગ નથી કર્યો, પણ અનર્થદંડનો ત્યાગ કર્યો છે, તેઓ જ્યારે તે આયુને છોડીને ત્યાંજ નીકટના દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે અર્થદંડ તો છોડ્યો નથી, પણ અનર્થદંડ દેવો છોડી દીધેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમને શ્રાવક અર્થદંડ તો આપે છે, પણ અનર્થ દંડ આપતો નથી. તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી ઓછા હોય છે જેમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૫૭ હોય છે. તેથી તે મહાન ત્રસકાયની હિંસાથી ઉપરત, વિરત અને પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ જે આમ કહે છે, “એવો કોઈપણ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસક એક પણ પ્રાણીના દંડનો ત્યાગ થઈ શકે" એ કથન ન્યાયયુક્ત નથી. (૬) ત્યાં અન્ય દેશોમાં ઉત્પન્ન જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે અર્થદંડ દેવાનો ત્યાગ કર્યો નથી, પરંતુ અનર્થદંડનો તો ત્યાગ કર્યો છે. તેઓ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, ત્યાં જ જે અન્ય દેશવર્તી ત્રસ–સ્થાવર પ્રાણી છે, જેનો શ્રમણોપાસકે વ્રત ગ્રહણના દિવસથી લઈને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી વધુ છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે, અને તે પ્રાણી અલ્પ છે, જેમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન થાય છે. તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વિરત અને પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ, જે એમ કહે છે, “એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે' – એ કથન ન્યાયસંગત નથી. (૭) ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે વ્રતારંભથી લઈને મરણપર્યંત દંડ દેવો છોડી દીધો છે, તેઓ તે આયુનો ત્યાગ કરીને શ્રાવકના દ્વારા ગ્રહણ કરાયેલ દેશપરિમાણમાં રહેનારા જે ત્રસ પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રતારંભથી લઈને મરણપર્યંત દંડ દેવાનો છોડી દીધો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમનામાં શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક છે, જેનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી અલ્પ છે, જેનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપર, વિરત, પ્રતિવિરતને માટે જે આપ અથવા અન્ય કોઈ એમ કહે છે કે, “તેને એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડ તો ત્યાગ થઈ શકે એ કથન ન્યાયસંગત નથી. (૮) ત્યાં અન્ય દેશમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેનો શ્રમણોપાસકે વ્રત ગ્રહણના સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કર્યો છે. તેઓ તે આયુને છોડીને શ્રાવક દ્વારા ગ્રહણ કરાયેલ દેશ પરિમાણમાં રહેનારા જે સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે અર્થદંડ દેવાનો તો ત્યાગ નથી કર્યો, પરંતુ અનર્થદંડ દેવાનો ત્યાગ કર્યો છે; તેમાં ઉત્પન્ન થાય છે. તેમના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાયવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક છે જેનામાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે અને તેવા પ્રાણી ઓછા છે, જેનામાં શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન થતું નથી. તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપશાંત, વિરત અને પ્રતિવિરતને માટે જે આપ અથવા અન્ય લોકો એવું કહે છે, “તેમને એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આગમ કથાનુયોગ-૩ એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે.” આ કથન ન્યાયપૂર્ણ નથી. (૯) ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન જે ત્રસસ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે વ્રતગ્રહણ સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરેલો છે. તેઓ તે આયુને છોડીને શ્રાવક દ્વારા ગ્રહણ કરાયેલ દેશપરિમાણથી અન્ય દેશવર્તી જે ત્રસ–સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના દિવસથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમના વિષયમાં તેમનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, વિરત અને પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ જે એમ કહે છે, “તેનો એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસકને એક પણ પ્રાણીના દંડનો ત્યાગ થાય.” એ કથન ન્યાયયુક્ત નથી. ૦ ત્રસ અને સ્થાવર પ્રાણીની અવિચ્છિન્નતા : ભગવંતે કહ્યું, પૂર્વકાળમાં એવું થયું નથી અને અનાગત અનંતકાળમાં પણ એવું થશે નહીં. વર્તમાનકાળમાં પણ એવું થતું નથી કે ત્રસ પ્રાણી બધાં જ વિચ્છિન્ન થાય અને બધાંએ બધાં સ્થાવર થઈ જાય કે સ્થાવર પ્રાણી સર્વથા વિચ્છિન્ન થાય અને બધાંએ બધાં ત્રસ થઈ જાય. ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સર્વથા નષ્ટ ન થવા છતાં તમે લોકો કે કોઈ અન્ય લોકો જે આમ કહે છે કે, “તેવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે." આપનો તે સિદ્ધાંત ન્યાયયુક્ત નથી. ૦ ઉપસંહાર : ભગવંતે કહ્યું કે, હે આયુષ્યમાનું ઉદક ! જે વ્યક્તિ શ્રમણ કે બ્રાહ્મણ પ્રતિ મૈત્રીભાવ રાખવા છતાં પણ તેમની નિંદા કરે છે ત્યારે તે જ્ઞાનને, દર્શનને, ચારિત્રને પ્રાપ્ત કરીને પાપકર્મોનો વિનાશ કરવાને માટે તત્પર થઈને પણ તે પરલોકનો વિઘાત કરે છે. જે શ્રમણ કે બ્રાહ્મણની નિંદા કરતા નથી, પરંતુ મૈત્રીભાવ રાખે છે, તો જ્ઞાનને, દર્શનને અને ચારિત્રને પ્રાપ્ત કરીને, પાપકર્મોનો વિઘાત કરવાને માટે ઉદ્યત થાય, તો નિશ્ચયથી પરલોકની વિશુદ્ધિને માટે સમર્થ થાય છે. - ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્ર ભગવદ્ ગૌતમનો આદર ન કરતા જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં જવાને માટે પ્રવૃત્ત થયો. ત્યારે ભગવદ્ ગૌતમે કહ્યું– હે આયુષ્યમાન ઉદક ! જે પુરુષ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પાસે એક પણ આર્ય, ધાર્મિક સુવચનને સાંભળીને અને સમજીને પોતાની સૂક્ષ્મ બુદ્ધિ વડે એ વિચાર કરે કે, આમણે અનુત્તર યોગ–ક્ષેમનો માર્ગ પ્રાપ્ત કરાવેલ છે, તે પણ એમને આદર આપે છે, ઉપકારી માને છે, વંદના–નમસ્કાર કરે છે, સત્કાર-સન્માન કરે છે, કલ્યાણ અને મંગલરૂપ સમજે છે અને દેવતા અને ચૈત્યની જેમ તેમની પર્યાપાસના કરે છે. ત્યારે તે ઉદક પેઢાલપુત્રે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભદત ! આ પદોને પહેલા કદી જાણ્યા નથી, સાંભળ્યા નથી, સમજ્યો નથી, હૃદયંગમ કર્યા નથી, જેનાથી આ પદો દ્વારા અદૃષ્ટ તથા ન સાંભળેલા, ન જાણેલા, ન સ્મરણ કરેલા તેમજ ગુરમુખે પ્રાપ્ત કરેલા નથી. આ પદો મારે માટે પ્રગટ નથી, સંશયરહિત જાણેલા નથી, તેનો Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ મેં નિર્વાહ કર્યો નથી, અવધારણ કર્યા નથી. વળી આ પદોમાં મેં શ્રદ્ધા કરી નથી, વિશ્વાસ કર્યો નથી તથા રુચિ પણ કરી નથી. હે ભદન્ત ! આ પદોને મેં અત્યારે જ જાણ્યા છે, સાંભળ્યા છે, સમજ્યો છું, અત્યારે જ હૃદયંગમ કર્યા છે, જોયા છે, અનુભવ્યા છે, સ્મરણ કર્યા છે, તેનું વિશેષરૂપે જ્ઞાન કરેલ છે. આ પદ હજી નિર્મૂઢ થયા છે, પ્રગટ થયા છે, સંશયરહિત જ્ઞાત થયા છે, અનુજ્ઞાત થયા છે, નિર્બુઢ થયા છે હું તેનો નિશ્ચય કરું છું. તેથી હવે હું આ પદોમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું, રુચિ કરું છું. આ વાત આપ કહો છો એ જ પ્રમાણે છે. ત્યારપછી ભગવન્ ગૌતમે ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું, હે આર્ય ! જે પ્રમાણે અમે કહ્યું, તે પ્રમાણે શ્રદ્ધા કરો, હે આર્ય ! તેવો જ વિશ્વાસ કરો, હે આર્ય ! તેવી જ રુચિ કરો. ૦ ઉદક પેઢાલપુત્ર દ્વારા પંચ મહાવ્રત ગ્રહણ :-- ત્યારપછી તે ઉદક પેઢાલપુત્રે ભગવન્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! હું આપની પાસે ચાર યામવાળા ધર્મને છોડીને પંચ મહાવ્રત યુક્ત ધર્મને પ્રતિક્રમણસહિત સ્વીકાર કરીને વિચરણ કરવા ઇચ્છું છું ત્યારે ભગવન ગૌતમ ઉદક પેઢાલપુત્રને લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. ત્યારપછી ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદના—નમસ્કાર કર્યા, વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવંત ! હું આપની પાસે ચાર યામવાળા ધર્મને બદલે સપ્રતિક્રમણ એવો પંચમહાવ્રત ધર્મને અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું. ત્યારે ભગવંત મહાવીરે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવંત મહાવીર પાસે ચતુર્યામ ધર્મને બદલે સપ્રતિક્રમણ એવો પંચ મહાવ્રત યુક્ત ધર્મ અંગીકાર કર્યો અને વિચરવા લાગ્યા તેમ હું કહું છું. ૦ આગમ સંદર્ભ : સૂર્ય. ૭૯૬ થી ૮૦૬; સમ. ૩૫૫, ૩૬૧; સૂચૂ૫ ૪૫૧; તિત્થો. ૧૧૧૨; * - * — ૫૯ - ૦ મહાબલ કથા / સુદર્શન કથા : અહીં મહાબલ અને સુદર્શન કથા એવા બે નામ એક સાથે એટલે મૂક્યા છે કે જે મહાબલનો જીવ છે, તે જ સુદર્શન છે. મહાબલ શ્રમણ ભગવંત વિમલના તીર્થમાં થયા, તે કાળધર્મ પામી પાંચમાં દેવલોકે ગયા, ત્યાંથી ચ્યવીને સુદર્શન શેઠ થઈ ભગવંત મહાવીરના તીર્થમાં શ્રમણ થઈ મોક્ષે ગયા. ઠા. ૮૭૧ + ૬; ૦ વાણિજ્યગ્રામમાં ભગવંત મહાવીરનું આગમન :— તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ નામનું નગર હતું. (વર્ણન કોણિકના કથાનકમાં આપ્યા મુજબ જાણવું.) ત્યાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું યાવત પૃથ્વી શિલાપટ્ટ હતો. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આગમ કથાનુયોગ-૩ - - — - - - - - તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ ઋદ્ધિસંપન્ન -- યાવતું – અપરિભૂત – ઘણાં મનુષ્યોથી પરાભવ ન પામનારા, જીવાજીવ તત્ત્વના જાણકાર, શ્રમણોપાસક હતા – યાવત્ – યથાપરિગૃહિત (વિધિપૂર્વક ગ્રહણ કરેલ) તપોકર્મથી આત્માને ભાવિત કરતા એવા વિચરતા હતા. ત્યાં મહાવીર સ્વામી સમોસર્યા – યાવત્ – પર્ષદા પર્યાપાસના કરવા લાગી. ૦ સુદર્શન શ્રેષ્ઠીનું ધર્મશ્રવણાર્થે આગમન : ત્યાર પછી ભગવંત મહાવીરના પધાર્યાની વાત સાંભળીને તે સુદર્શન શ્રેષ્ઠી હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક–મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી સર્વ અલંકારોથી વિભૂષિત થઈને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કોરંટપુષ્પની માળાવાળું છત્ર મસ્તક પર ધારણ કર્યું. પગે ચાલતો, ઘણાં મનુષ્યોના સમુદાયથી ઘેરાયેલો વાણિજ્યગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈ નીકળ્યો. નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અભિગમપૂર્વક ગયો. પાંચ અભિગમ આ પ્રમાણે - સચિત્ત દ્રવ્યનો ત્યાગ, અચિત્ત દ્રવ્યોનું અવિમોચન, વિનયપૂર્વક શરીરને નમાવવું, ભગવંતના દર્શન થતાં જ બે હાથની અંજલિ કરવી, મનને એકાગ્ર કરવું. એ પ્રમાણે કરીને – ત્રણ પ્રકારની પર્યાપાસના દ્વારા પર્યપાસના કરે છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે સુદર્શન અને તે વિશાળ પર્ષદાને ધર્મકથા કહી – યાવત્ – તેઓ આજ્ઞાના આરાધક થયા. ૦ સુદર્શન શ્રેષ્ઠી દ્વારા કાલવિષયક પૃચ્છા : ત્યારપછી તે સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રમણ કરી, અવધારણ કરી હર્ષિત અને સંતુષ્ટ થઈને પોતાના સ્થાનેથી ઊભો થયો, ઊભો થઈને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના તથા નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું હે ભગવંત! કાળ કેટલા પ્રકારે કહ્યો છે? હે સુદર્શન ! કાળ ચાર પ્રકારનો કહ્યો છે. ૧. પ્રમાણ કાળ, ૨. યથાનિવૃતિ કાળ, ૩. મરણ કાળ, ૪. અદ્ધા કાળ. હે ભગવંત ! તે પ્રમાણ કાળ કેટલા પ્રકારે કહ્યો છે ? પ્રમાણકાળ બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે :- ૧. દિવસ પ્રમાણકાળ અને ૨. રાત્રિ પ્રમાણકાળ. ચાર પૌરષીનો દિવસ હોય છે અને ચાર પૌરૂષીની રાત્રિ હોય છે. તે પૌરુષી દિવસ કે રાત્રિની ઉત્કૃષ્ટત સાડા ચાર મુહૂર્તની અને જઘન્યતઃ ત્રણ મુહૂર્તની હોય છે. હે ભગવંત ! જ્યારે દિવસની અથવા રાત્રિની સાડાચાર મહુર્તની ઉત્કૃષ્ટ પૌરૂષી હોય છે, ત્યારે તે મુહુર્તના કેટલા ભાગ ઘટતા–ઘટતા દિવસ અને રાત્રિમાં ત્રણ મુહર્તની જઘન્ય પૌરુષી થાય છે ? અને જ્યારે દિવસની અથવા રાત્રિની ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરૂષી હોય છે, ત્યારે તે મુહૂર્તના કેટલા ભાગ વધતા વધતા દિવસ અને રાત્રિની સાડા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી થાય છે ? Page #62 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ ૬૧ હે સુદર્શન ! જ્યારે દિવસ અથવા રાત્રિમાં સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે ત્યારે તે મુહૂર્તના ૧૨૨માં ભાગે ઘટતા ઘટતા દિવસ અથવા રાત્રિમાં જઘન્ય ત્રણ મુહૂર્તની પૌરુષી થાય છે અને જ્યારે દિવસ અથવા રાત્રિની ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી હોય છે ત્યારે મુહૂર્તનો ૧૨૨મો ભાગ વધતા—વધતા દિવસ કે રાત્રિમાં સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી થાય છે. હે ભગવંત ! દિવસ અથવા રાત્રિમાં સાઢા ચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી ક્યારે થાય છે ? અને દિવસ અથવા રાત્રિમાં ક્યારે ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી થાય છે ? હે સુદર્શન ! જ્યારે અઢાર મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય અને બાર મુહૂર્તની નાની રાત્રિ હોય, ત્યારે સાડા ચાર મુહૂર્તની દિવસની ઉત્કૃષ્ટ પૌરુષી હોય છે અને રાત્રિમાં ત્રણ મુહૂર્તની જઘન્ય પૌરુષી હોય છે અને જ્યારે અઢાર મુહૂર્તની મોટી રાત્રિ હોય અને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય ત્યારે રાત્રિમાં સાડાચાર મુહૂર્તની ઉત્કૃષ્ટ પૌરુષી અને ત્રણ મુહૂર્તની દિવસની જઘન્ય પૌરુષી હોય છે. હે ભગવંત ! અઢાર મુહૂર્તનો લાંબો દિવસ અને બાર મુહૂર્તની નાની રાત્રિ ક્યારે હોય છે ? અઢાર મુહૂર્તની મોટી રાત્રિ અને બાર મુહૂર્તનો નાનો દિવસ ક્યારે થાય છે ? હે સુદર્શન ! અષાઢ પૂર્ણિમાએ અઢાર મુહૂર્તનો મોટો દિવસ અને બાર મુહૂર્તની નાની રાત્રિ હોય છે જ્યારે પૌષ માસની પૂનમે અઢાર મુહૂર્તની મોટી રાત્રિ અને બાર મુહૂર્તનો નાનો દિવસ હોય છે. હે ભગવંત ! દિવસ અને રાત્રિ આ બંને સમાન સમયવાળા પણ હોય છે ખરા ? હાં (સુદર્શન !) હોય છે. હે ભગવંત ! દિવસ અને રાત્રિ બંને ક્યારે સમાન હોય છે ? હે સુદર્શન ! ચૈત્ર અને આસો માસની પૂર્ણિમાં હોય છે ત્યારે દિવસ અને રાત્રિ બંને સમાન કાળવાળા હોય છે. ત્યારે પંદર મુહૂર્તનો દિવસ અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે તે દિવસે અથવા રાત્રિએ મુહૂર્તના ચતુર્થ ભાગ ન્યૂન ચાર મુહૂર્તની પૌરુષી હોય છે. આ પ્રમાણે પ્રમાણકાળ છે. હે ભગવંત ! યથાયુર્નિવૃત્તિ કાળ કઈ રીતે કહ્યો છે ? જે કોઈ નારક અથવા તિર્યંચયોનિક અથવા મનુષ્ય કે દેવે પોતાનું જે પ્રમાણે આયુષ્ય બાંધ્યુ હોય, તે પ્રમાણે તેનું પાલન કરે તે યથાયુર્નિવૃતિ કાળ કહેવાય છે. હે ભગવંત ! મરણકાળ શું છે ? શરીરથી જીવનો કે જીવથી શરીરનો વિયોગ થવો તેને મરણકાળ કહેવાય છે. હે ભગવંત ! અદ્ધાકાળ શું છે ? અહાકાળ સમયરૂપ, આવલિકારૂપ યાવત્ – ઉત્સર્પિણીરૂપ અનેક પ્રકારનો કહેલો છે. હે સુદર્શન ! કાળના જ્યારે બે ભાગ કરવા છતાં પણ જ્યારે તેના બે ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય કાળને સમય કહેવાય છે. એવા અસંખ્યાત સમયના સમુદાયની એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો એક ઉચ્છવાસ થાય છે યાવત્ – સાગરોપમનું, એક ભવના પ્રમાણ પર્યંતનું પરિમાણ જાણવું. - - -- Page #63 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ હે ભગવંત ! આ પલ્યોપમ અને સાગરોપમનું શું પ્રયોજન છે ? હે સુદર્શન ! આ પલ્યોપમ અને સાગરોપમ દ્વારા નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવોના આયુષ્યોનું માપ નીકળે છે. હે ભગવંત ! નૈરયિકોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ૬૨ આ સંપૂર્ણ સ્થિતિ પદ પત્રવણા સૂત્રાનુસાર જાણવું – યાવત્ – સર્વાર્થસિદ્ધના દેવોની સ્થિતિ અજઘન્ય અનુત્કૃષ્ટતઃ એવી ૩૩ સાગરોપમની કહેલી છે. હે ભગવંત ! આ પલ્યોપમ અને સાગરોપમનો ક્ષય કે અપચય થાય છે ? હાં, થાય છે. હે ભગવંત ! આપ કયા કારણથી એમ કહો છો કે, આ પલ્યોપમ અને સાગરોપમનો ક્ષય અથવા અપચય થાય છે ? ૦ સુદર્શન શ્રેષ્ઠીનો પૂર્વભવ—‘મહાબલ કથા'' :– સુદર્શન ! તે આ પ્રમાણે છે. તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં સહસ્રામ્રવન નામનું ઉદ્યાન હતું. ત્યાં બલ નામનો એક રાજા હતો, તેને પ્રભાવતી નામે રાણી હતી. તે રાણીના હાથપગ સુકુમાલ હતા યાવત્ તેણી પાંચ પ્રકારના કામભોગોનો પ્રત્યાનુભવ કરતી વિચરતી હતી. ૦ પ્રભાવતી દેવીને સ્વપ્નમાં સિંહદર્શન : - ત્યારે કોઈ એક દિવસે તેવા પ્રકારના વાસગૃહોમાં જે અંદરથી ચિત્રિત હતું, બહારથી સફેદી કરેલું હતું અને ઘસીને કોમળ બનાવાયેલ હતું. જેનો ઉપરનો ભાગ વિવિધ ચિત્રોથી સજ્જ હતો. નીચેનો ભાગ સુશોભિત હતો. તે મણિરત્નોના પ્રકાશ વડે પ્રકાશિત, બહુસમ સુવિભક્ત ભાગવાળા અને પંચવર્ણી સરસ અને સુરભિત પુષ્પોના ઠેરથી યુક્ત હતું. ઉત્તમ કાલાગુરુ-કુન્દરુક અને તુરુષ્કના ધૂપથી ચારે તરફથી સુગંધિત, સુગંધી પદાર્થોથી સુવાસિત અને સુગંધિ દ્રવ્યની ગુટિકા સમાન હતું. એવા વાસભવનમાં એક શય્યા હતી. તેની બંને તરફ તકિયા રાખેલા હતા. તેથી બંને તરફથી ઉન્નત અને મધ્યમાં કંઈક નમેલી, વિશાલ, ગંગાના કિનારાની રેતી, અવદાલની સમાન કોમળ, રેશમી દુકુલ પટ્ટથી આચ્છાદિત, રજસ્રાણ વડે ઢાંકેલી, રક્તાંશુક સહિત, સુરમ્ય; આજિનક, રુ, બૂર, નવનીત અને અર્કતુલ સમાન કોમળ સ્પર્શવાળી, સુગંધિત ઉત્તમ પુષ્પ—ચૂર્ણ અને અન્ય શયનોપચાર યુક્ત શય્યામાં સુતેલી પ્રભાવતી રાણીએ અર્ધરાત્રિ સમયે કંઈક સુતી – કંઈક જાગતી એવી અર્ધનિદ્રા લેતી, તે પ્રભાવતી રાણી આવા પ્રકારના ઉદાર યાવત્ - શોભાયુક્ત (સિંહના) મહાસ્વપ્નને જોઈને જાગી. તે (સિંહ) હાર, રજત, ક્ષીરસાગર, ચંદ્રના કિરણ, જળબિંદુ અને રજતનો વિશાળ પર્વત જેવો ધવલ, વિશાળ, રમણીય, પ્રિય તથા દર્શનીય હતો. તેના પ્રકોષ્ઠ સ્થિર અને સુંદર હતા. તે ગોળ, સુપુષ્ટ, સુશ્લિષ્ટ વિશિષ્ટ તથા તીક્ષ્ણ દાઢાઓ વડે યુક્ત અને ફાળેલા મુખવાળો હતો. તેના હોઠ સંસ્કારિત શ્રેષ્ઠ કમળ સમાન કોમળ, પ્રમાણોપેત અને સુશોભિત હતા. તેનું તાળવું અને જીભ રક્તકમળ સમાન લાલ અને કોમળ હતા. તેની આંખો ભઠ્ઠીમાં રહેલ અને અગ્નિથી તપાવાયેલ તથા ગોળ ઘૂમતા એવા શુદ્ધ Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૬૩ સુવર્ણના કડા જેવી હતી. તે ગોળ અને વીજળીના સમાન નિર્મળ અને તેજોદીપ્ત હતી. તેની જંઘા વિશાળ અને પુષ્ટ હતી. તેના સ્કંધ વિશાળ અને પરિપૂર્ણ હતા. તેની કેશરા કોમળ, વિશદ, સૂક્ષ્મ અને પ્રશસ્ત લક્ષણવાળી હતી. તે પોતાની ઉન્નત તથા સુંદર પૂંછને પૃથ્વી પર ફટકારતો એવો સૌમ્ય, સૌમ્ય આકારવાળો, લીલા કરતો એવો, અંગડાઈ લેતો એવો આકાશથી નીચે ઉતરતો, મુખરૂપ કમળ સરોવરમાં પ્રવેશ કરતો દેખાયો. આવા સિંહના સ્વપ્નને જોઈને રાણી પ્રભાવતી જાગી. ત્યારપછી પ્રભાવતી દેવી આવા પ્રકારના ઉદાર – યાવત્ – શોભાયુક્ત મહાસ્વપ્નને જોઈને જાગી અને હર્ષિત – સંતુષ્ટ અને આનંદિત હૃદયવાળી થઈ – યાવત્ - મેઘધારાથી વિકસિત થયેલ કદંબપુષ્પની જેમ રોમાંચિત થઈ. પછી તેણી સ્વપ્નનું સ્મરણ કરે છે, સ્મરણ કરીને પોતાની શય્યાથી ઉઠી, ઉઠીને ત્વરારહિત, ચપળતારહિત, સંભ્રમરહિત, વિલંબરહિત, રાજહંસ સદશ ગતિથી ચાલતી–ચાલતી જ્યાં બલરાજાનું શયનગૃહ હતું, ત્યાં આવી. – આવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોરમ, મનને મુગ્ધ કરનારી, ઉદાર, કલ્યાણ, શિવ, ધન્ય, મંગલમય, સુંદર, શોભાયુક્ત, મિત, મધુર અને મંજુલ વાણી દ્વારા બોલતી – તેણી બલરાજાને જગાડે છે, જગાડીને બલ રાજાની અનુમતિથી આશ્ચર્યકારી મણિરત્નોની રચનાથી ચિત્રિત ભદ્રાસન પર બેસે છે. સુખાસને બેઠેલી એવી, સ્વસ્થ અને શાંત થઈ પ્રભાવતી રાણીએ ઇષ્ટ – યાવત્ – મધુર વાણીથી બોલતા આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે હું આજે એવા પ્રકારની શય્યામાં – યાવત્ – પોતાના મુખમાં પ્રવેશ કરતા એવા સિંહને સ્વપ્નમાં જોઈને જાગી. તો હે દેવાનુપ્રિય ! આ ઉદાર - યાવત્ – મહાસ્વપ્નનો શો કલ્યાણપ્રદ અર્થ અને વૃત્તિ વિશેષ થશે ? ૦ બલ રાજા દ્વારા સ્વપ્નફળ કથન : ત્યાર પછી તે બલરાજા પ્રભાવતી દેવીના મુખેથી આ વાતને સાંભળીને અને અવધારીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા. આહ્માદયુક્ત ચિત્તવાળા, આનંદિત, પ્રીતિયુક્ત મનવાળા થયા. પરમ સૌમનસ, હષાતિરેકથી વિકસિત હૃદયવાળા, મેઘધારાથી વિકસ્વર સુગંધિત કદંબ પુષ્પની જેમ તેનું શરીર રોમાંચિત થયું. રોમરાજી વિકસ્વર બની. તેવો એ બળરાજા તે સ્વપ્નના સામાન્ય અર્થને વિચારે છે. પછી વિશેષરૂપે વિચારે છે એમ કરીને પોતાના સ્વાભાવિક મતિથી, બુદ્ધિવિજ્ઞાનથી તે સ્વપ્નના ફળનો નિશ્ચય કરે છે. નિશ્ચય કરીને ઇષ્ટ, કાંત – કાવત્ – મંગલયુક્ત, મિત્ત, મધુર, શોભાયુક્ત વાણી વડે પ્રભાવતીદેવી સાથે સંલાપ કરતા આ પ્રમાણે કહ્યું હે દેવી! તમે ઉદાર સ્વપ્નોને જોયા છે – યાવત્ – હે દેવાનુપ્રિયે ! તમને પુત્રનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! રાજ્યનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! અવશ્ય તમે નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયે આપણા કુળમાં ધ્વજાસમાન – યાવત્ – સુરૂપ દેવકુમાર જેવી પ્રભાવાળા પુત્રને જન્મ આપશો. તે બાળક બાલ્યકાળને વ્યતીત કરીને વિજ્ઞ અને પરિણત થઈને યુવાવસ્થાને પ્રાપ્ત કરીને શૂર, વીર, પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બલવાહનવાળો, રાજ્યનો અધિપતિ Page #65 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ - રાજા થશે. હે દેવી ! તમે ઉદાર સ્વપ્ન જોયા છે — યાવત્ – હે દેવી ! તમે આરોગ્ય, તુષ્ટિ, દીર્ઘાયુ, કલ્યાણપ્રદ, મંગલકારક સ્વપ્ન જોયા છે, આ પ્રમાણે કહીને ઇષ્ટ – યાવત્ – વાણીથી તે પ્રભાવતી દેવીની બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રકારે પ્રશંસા કરે છે. ત્યારપછી તે પ્રભાવતી દેવી બલરાજાની પાસેથી આ વાત સાંભળીને અને હ્રદયમાં અવધારીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ, બંને હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી અંજલિપૂર્વક આ પ્રમાણે બોલી ૬૪ હે દેવાનુપ્રિય ! આપે જે કંઈ કહ્યું, તે એમજ છે – યાવત્ – એ પ્રમાણે કહીને સ્વપ્નાઓને સમ્યક્ પ્રકારે સ્વીકારે છે, સ્વીકારી તે બલરાજાની અનુમતિ લઈને અનેક પ્રકારના મણિરત્નોની રચનાથી વિચિત્ર એવા ભદ્રાસનથી ઉઠે છે. ઉઠીને ત્વરારહિત, ચપળતારહિત, સંભ્રમરહિત, વિલમ્બરહિત, રાજહંસ સશગતિથી, જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવી, આવીને શય્યા પર બેઠી, બેસીને, તેણીએ (મનોમન) કહ્યું – આ મારા ઉત્તમ, પ્રધાન, મંગલરૂપ સ્વપ્ન, અન્ય પાપસ્વપ્નોથી ખંડિત ન થાઓ, એ પ્રમાણે કહીને તે દેવ–ગુરુ સંબંધિ, પ્રશસ્ત, મંગલરૂપ ધાર્મિક કથાઓ વડે સ્વપ્ન જાગરણ કરતી એવી પ્રતિજાગૃત થઈ વિચરે છે. (સમય પસાર કરે છે) ૦ સ્વપ્નલક્ષણપાઠકો દ્વારા સ્વપ્નફળ કથન : - ત્યારપછી તે બલરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આજે તમે જલ્દીથી બહારની ઉપસ્થાનશાળાને – યાવત્ – ગંધવર્તિભૂત સુગંધની ગુટિકાની સમાન કરો અને કરાવો. એ પ્રમાણે કરીને અને કરાવીને ત્યાં સિંહાસન રાખો, સિંહાસન રખાવીને મારી આ આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું મને નિવેદન કરો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો – યાવત્ – આજ્ઞા સ્વીકારી જલ્દીથી વિશેષરૂપે બાહ્ય ઉપસ્થાનશાળાને – યાવત્ – ગંધવર્તિભૂત કરીને, સિંહાસન સ્થાપન કરીને આજ્ઞા પાછી આપે છે. - - - ત્યાર પછી તે બલરાજા પ્રાતઃકાળના સમયે શય્યાથી ઉઠ્યો. ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને જ્યાં વ્યાયામ શાળા છે ત્યાં આવ્યો, આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કર્યો. ઉવવાઈ સૂત્રાનુસાર (કૂણિકરાજાના કથાનક અનુસાર) વ્યાયામશાળા અને સ્નાનઘર આદિનું વર્ણન કરી લેવું – યાવત્ ચંદ્રમાની સમાન પ્રિયદર્શનવાળો તે નરાધિપ સ્નાનગૃહથી બહાર નીકળ્યો, બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો. આવીને પૂર્વદિશા સન્મુખ ઉત્તમ સિંહાસન પર બેઠો. બેસીને પોતાથી ઇશાન ખૂણામાં શ્વેત ધવલ વસ્ત્રોથી આચ્છાદિત અને જેનો મંગલોપચાર સરસવ દ્વારા કરાયેલ છે એવા આઠ ભદ્રાસન સ્થાપન કરાવે છે, કરાવીને પોતાનાથી અતિ દૂર નહીં કે અતિ નીકટ નહીં એવા સ્થાને અનેક મણિરત્નોથી મંડિત યાવત્ – યવનિકા લટકાવડાવી. તેમ કરીને અનેક પ્રકારના મણિરત્નોની રચનાથી ચિત્રિત — યાવત્ – સુકોમલ એવું એક ભદ્રાસન પ્રભાવતી દેવીને માટે રખાવ્યું. રખાવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું– - હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થના ધારક અને Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૬૫ વિવિધ શાસ્ત્રોના મર્મજ્ઞ સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષ – થાવત્ – આજ્ઞાનો સ્વીકાર કરીને બલરાજાની પાસેથી નીકળ્યા. નીકળીને – યાવતું – હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોના ઘર હતા, ત્યાં આવ્યા. આવીને તે સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવ્યા. ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠક બલરાજાના કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયા ત્યારે – યાવત્ – પોતપોતાના ઘરોથી નીકળ્યા. નીકળીને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને જ્યાં બલરાજાનું ઉત્તમ મહેલ હતો, ત્યાં આવ્યા. આવીને શ્રેષ્ઠ મહેલના દ્વાર પાસે એકત્રિત થયા, એકત્રિત થઈને, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં બલરાજા હતો, ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી અને અંજલિ કરીને બલરાજાને જય-વિજય શબ્દોથી વધાવ્યા. ત્યારપછી બલરાજા દ્વારા વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત થયેલા એવા તે સ્વપ્નલક્ષણપાઠક પહેલાથી રખાયેલા ભદ્રાસનો પર બેઠા. ત્યારપછી બલરાજાએ યવનિકાની અંદર પ્રભાવતી દેવીને બેસાડ્યા, બેસાડીને ફળ અને પુષ્પથી પરિપૂર્ણ હાથવાળા બળરાજાએ અતિશય વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! આ પ્રમાણે આજે પ્રભાવતી દેવી તેવા પ્રકારના વાસગૃહમાં – થાવત્ – સ્વપ્નમાં સિંહને જોઈને જાગી, તો હે દેવાનુપ્રિયો ! આવા આ ઉદાર – યાવત્ – મહાસ્વપ્નનું બીજું શું કલ્યાણરૂપ ફળ અને વૃત્તિ વિશેષ થશે ? ત્યારપછી તે સ્વપ્ન લક્ષણ પાઠકોએ બલરાજાની આ વાત સાંભળીને – અવધારીને બલરાજા સમક્ષ સ્વપ્નશાસ્ત્રનું ઉચ્ચારણ કરતા આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! આ પ્રકારે અમારા સ્વપ્નશાસ્ત્રમાં માંડલિક રાજાની માતા જ્યારે માંડલિક રાજા ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને લાગે છે. હે દેવાનુપ્રિય ! આ પ્રભાવતીદેવીએ એક મહાસ્વપ્ન જોયેલ છે. હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે – યાવત્ – આરોગ્ય, તુષ્ટિ, દીધાર્યું, કલ્યાણરૂપ, મંગલકારક સ્વપ્નને જોયેલ છે. હે દેવાનુપ્રિય! (તેનાથી તમને) અર્થનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! ભોગનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! પુત્રનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! રાજ્યનો લાભ થશે. હે દેવાનુપ્રિય! આ પ્રમાણે નવમાસ સંપૂર્ણ થયે અને બરાબર સાડાસાત દિવસ વ્યતિક્રાન્ત થયા પછી પ્રભાવતી દેવી તમારા કુળમાં ધ્વજા સમાન – યાવત્ – દેવકુમાર સદશ. કાંતિ સંપન્ન પુત્રને જન્મ આપશે. તે પુત્ર બાલ્યાવસ્થાને પાર કરીને વિજ્ઞ અને પરિણત, બુદ્ધિસંપન્ન થઈને યુવાવસ્થાને પ્રાપ્ત કરી શૂર, વીર, પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બલ–વાહનવાળા રાજ્યનો અધિપતિ રાજા થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. તેથી હે દેવાનુપ્રિય ! પ્રભાવતીદેવીએ ઉદાર સ્વપ્નો જોયા છે – યાવત્ – આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુપ્રદ, કલ્યાણકારક, મંગલકારક સ્વપ્ન પ્રભાવતીદેવીએ જોયેલ છે. ૩/૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ ૦ બલરાજા દ્વારા પ્રભાવતીદેવીને પુનઃ સ્વપ્ન ફળ કથન : ત્યારપછી તે બલરાજા સ્વપ્નલક્ષણ પાઠકોની આ વાત સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે બોલ્યો – હે દેવાનુપ્રિયો ! આ વાત એમ જ છે – યાવત્ – જે તમે કહો છો તે પ્રમાણે જ છે – યાવત્ – આ પ્રમાણે કહીને સ્વપ્નલક્ષણ પાઠકોને – યાવત્ – વિદાઈ આપે છે, તેમને વિદાઈ કરીને સિંહાસનથી ઉયો, ઉઠીને જ્યાં પ્રભાવતી દેવી છે, ત્યાં આવ્યો. આવીને પ્રભાવતી દેવીને તેણે તેવા પ્રકારની ઇષ્ટ – યાવત્ – મિત, મધુર, શોભાયુક્ત વાણી વડે આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયે ! આ પ્રમાણે નિશ્ચિત્ રૂપે – યાવત્ – હે દેવાનુપ્રિયે ! ચૌદ સ્વપ્નોમાંથી તમે એક મહાસ્વપ્ન જોયેલ છે, હે દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયેલ છે – થાવત્ – રાજ્યાધિપતિ રાજા થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવી ! તમે ઉદાર સ્વપ્ન જોયેલ છે – યાવત્ - આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુપ્રદ, કલ્યાણકર, મંગલકારક સ્વપ્ન તમે જોયેલ છે આ પ્રમાણે કહીને પ્રભાવતી દેવીની તેવા પ્રકારની ઇષ્ટ – યાવત – મિત, મધુર, શોભા સંપન્ન વાણી દ્વારા બીજી વખત, ત્રીજી વખત પણ પ્રશંસા કરે છે. ૦ મહાબલકુમારનો જન્મ : ત્યારપછી તે પ્રભાવતીદેવી બલરાજા પાસેથી આ વાતને સાંભળીને અને અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને બોલી હે દેવાનુપ્રિય ! આ એ જ પ્રમાણે છે – યાવત્ – તે સ્વપ્નોને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને બલરાજાની અનુમતિપૂર્વક અનેક પ્રકારના મણિ અને રત્નોની રચના દ્વારા આશ્ચર્યકારી એવા ભદ્રાસનથી ઉઠી, ઉઠીને ત્વરારહિત, ચપળતારહિત, વિલંબરહિત રાજહંસ સદશ ગતિ વડે ચાલતી પોતાના ભવનમાં આવી, ત્યાં આવીને પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. ત્યારપછી તે પ્રભાવતી દેવીએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું – યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈ – યાવત્ – તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરવા લાગી. ત્યારપછી તે પ્રભાવતીદેવીએ નવ માસ પૂર્ણ થયા બાદ અને સાડાસાત રાત્રિદિવસ વ્યતિક્રાન્ત થયા બાદ સુકમાલ હાથ–પગવાળા અને ક્ષતિરહિત, પ્રતિપૂર્ણ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત શરીરવાળા તથા લક્ષણ—વ્યંજન અને ગુણોથી યુક્ત, માનોન્માન પ્રમાણથી પ્રતિપૂર્ણ, સુજાત, સર્વાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય, કાંત, પ્રિયદર્શન, સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો. ત્યારપછી પ્રભાવતી દેવીની અંગપરિચર્યા કરનારી પરિચારિકાઓ – દાસીઓ પ્રભાવતી દેવીને પ્રસવ થયેલો જાણીને જ્યાં બલરાજા છે, ત્યાં આવી. આવીને બંને હાથ જોડી નતમસ્તકપૂર્વક અંજલિ કરીને બલરાજાને જય-વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ નવ માસ પૂર્ણ થયા બાદ – યાવત્ – સુંદરરૂપવાળા પુત્રને જન્મ આપ્યો છે તો દેવાનુપ્રિયને પ્રિય લાગે તે માટે અમે આ વાતનું નિવેદન કરીએ છીએ – આ સમાચાર આપને પ્રિય થાઓ. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૬૭ ત્યારપછી તે બલરાજા અંગપરિચારિકા–દાસીઓ પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો, આનંદિત ચિત્તવાળો, નંદિત, પ્રીતિયુક્ત મનવાળો, પરમ સૌમનસ થયો. હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસ્વર થયું. મેઘધારાથી સિંચિંત કદંબપુષ્પની માફક રોમાંચિત શરીરવાળો અને ઉર્ધ્વમુખી રોમરાજીવાળો થઈને તેણે અંગપરિચારિકાઓને મુગટ સિવાયના પહેરેલા સંપૂર્ણ અલંકારો આપી દીધા. આપીને તેણે શ્વેત, રજતમય અને નિર્મળ જળથી ભરેલ કળશને લીધો. કળશ વડે તે દાસીઓના મસ્તકને ધોયુ, ધોઈને જીવિકાને યોગ્ય ઉચિત વિપુલ પ્રીતિદાન આપ્યું. પ્રીતિદાન આપીને તેણીનો સત્કાર અને સન્માન કર્યા. સત્કાર અને સન્માન કરીને તેઓને વિસર્જિત કરી. ૦ મહાબલ કુમારનો જન્મોત્સવ : ત્યારપછી તે બલ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી હસ્તિનાપુર નગરને કેદીઓથી મુક્ત કરો, મુક્ત કરીને માનોન્માનની વૃદ્ધિ કરો. હસ્તિનાપુર નગરની અંદર અને બહાર જલનો છંટકાવ કરો. નગરને સાફસૂથરું કરો, સંમાર્જિત કરો, લેપન કરાવો યાવત્ – ગંધવર્તિભૂત કરો અને કરાવો. તે પ્રમાણે કરીને અને કરાવીને સહસ્ર યૂપોની, સહસ્ર ચક્રોની પૂજા, મહામહિમા સહિત સત્કાર કરો. આમ કરીને મારી આ આજ્ઞા મને પાછી આપો. થયા - ત્યારપછી તે કૌટુંબિક પુરુષો બલરાજાની આ વાત સાંભળીને હર્ષિત થયા, સંતુષ્ટ યાવત્ – તેમની આજ્ઞા પાછી સોંપી. - ત્યારપછી બલરાજા જ્યાં વ્યાયામશાળા છે, ત્યાં આવ્યો, ત્યાં આવીને ઇત્યાદિ – પૂર્વવત્ જાણવું યાવત્ – સ્નાનગૃહથી નીકળ્યો. નીકળીને નગર અને જનપદવાસીઓ સહિત દશ દિવસ સુધી ઉશુલ્ક જકાતરહિત, કરરહિત, (પ્રધાન) ઉત્કૃષ્ટ અદેય, અમેય, સુભટના પ્રવેશરહિત, દંડ અને કુદંડરહિત, અધરિમયુક્ત, ઉત્તમ ગણિકાઓ અને નાટ્યકારો યુક્ત, અનેક તાલાનુચરોથી યુક્ત, નિરંતર વાગતા એવા મૃદંગોસહિત, તાજા પુષ્પોની માલાયુક્ત, પ્રમોદ અને ક્રીડાયુક્ત એવી સ્થિતિપતિત (કુલ ક્રમાનુગત પુત્ર જન્મ મહોત્સવની પરંપરા મુજબ) પુત્ર જન્મ મહોત્સવ કર્યો. ત્યારબાદ જ્યારે તે દસ દિવસીય સ્થિતિપતિત પુત્ર જન્મ મહોત્સવ ચાલુ હતો ત્યારે તે બલરાજાએ શત, સહસ્ર, લક્ષ મુદ્રાનું દાન આપતા અને અપાવતા, તેમજ શત, સહસ્ર, લક્ષ મુદ્રાનો લાભ લેતા અને લેવડાવતા વિચરવા લાગ્યો. ૦ નામકરણ અને અન્ય સંસ્કાર :– ત્યારપછી તે બાળકના માતા–પિતા – યાવત્ – આવા પ્રકારના ગુણયુક્ત અને ગુણનિષ્પન્ન નામકરણને કર્યું – જેથી અમારો આ બાળક બલરાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છે, તેથી અમારા આ પુત્રનું નામ ‘મહાબલ'' થાઓ. ત્યાર બાદ તે બાળકના માતાપિતાએ તેનું મહાબલ એવું નામકરણ કર્યું. ત્યારપછી તે મહાબલ પુત્રનું પાંચ ધાત્રિઓ દ્વારા પાલન કરાયું. જેમકે ક્ષીરધાત્રિ આદિ આ પ્રમાણે સર્વ વર્ણન દૃઢપ્રતિજ્ઞ (જુઓ અંબઽપરિવ્રાજક કથા) માફક જાણવું. - - 1 Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આગમ કથાનુયોગ-૩ થાવત્ – વાયુરહિત, વ્યાઘાતરહિત સ્થાનમાં સુખપૂર્વક મોટો થવા લાગ્યો. ત્યારપછી તે મહાબલ બાળકના માતાપિતા અનુક્રમથી સ્થિતિપતિતા – જન્મોત્સવ, સૂર્યચંદ્રના દર્શન, ધર્મજાગરણ, નામકરણ, ગોઠણ વડે ચાલવું, પગ વડે ચાલવું, અન્નપ્રાશન, કવલવર્ધન, બોલવું, કર્ણચ્છદ, વર્ષગાંઠ, શિખાકર્મ, ઉપનયન અને તે સિવાય બીજા અનેક ગર્ભાધાન–જન્મ આદિ કૌતુક કરે છે. ૦ શિક્ષા ગ્રહણ અને પાણિગ્રહણ : ત્યારપછી તે મહાબલકુમારના માતાપિતાએ તે બાળકને સાધિક આઠ વર્ષનો થયેલ જાણીને શુભ-તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં કલાચાર્યની પાસે મૂક્યો ઇત્યાદિ બધું જ વર્ણન દૃઢપ્રતિજ્ઞ (જુઓ અંબ પરિવ્રાજક કથા)ની માફક જાણવું – યાવત્ – તે બાળક વિષયોપભોગ કરવામાં સમર્થ થયો. ત્યારપછી તે મહાબલકુમારને બાલ્યાવસ્થા વીત્યા – યાવત્ – વિષયોપભોગ કરવામાં યોગ્ય જાણીને તેના માતાપિતાએ આઠ પ્રાસાદાવતંસકોનું નિર્માણ કરાવ્યું. તે પ્રાસાદ અત્યંત ઊંચા હતા. હસી રહ્યા હોય તેવા લાગતા હતા. ઇત્યાદિ વર્ણન પ્રદેશી રાજાની કથાનુસાર જાણવું – યાવત્ – આ પ્રાસાદ અત્યંત સુંદર હતા. તે પ્રાસાદોના બરાબર મધ્ય ભાગમાં એક વિશાળ ભવન તૈયાર કરાવ્યું. જે સેંકડો સ્તંભોથી સત્રિવિષ્ટ હતું ઇત્યાદિ યાવત્ પ્રેક્ષાગૃહમંડપ હતો જે – યાવત્ – પ્રતિરૂપ હતો. ત્યારપછી માતા-પિતાએ એક દિવસે શુભ-તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્તમાં જેમણે સ્નાન, બલિકર્મ, પૂજાકર્મ કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરેલ છે, એવા તે મહાબલકુમારને સર્વ અલંકારો વડે વિભૂષિત કરી, વિલેપિત કરી, ખાન, ગીત, વાજિંત્ર, પ્રસાધન – આઠ અંગોમાં તિલક અને કંકણ પહેરાવી મંગલ અને આશીર્વાદપૂર્વક ઉત્તમ રક્ષા આદિ કૌતુકરૂપ અને મંગલરૂપ ઉપચારો દ્વારા શાંતિકર્મ કરીને યોગ્ય, સમાનરૂપવાળી, સમાન વયવાળી, સમાન લાવણ્યરૂપ, યૌવન અને ગુણોથી યુક્ત, વિનીત અને જેમણે કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરેલ છે એવી સમાન રાજકુળથી લવાયેલી આઠ ઉત્તમ રાજકન્યાઓ સાથે મહાબલકુમારનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યારપછી તે મહાબલકુમારના માતા-પિતાએ પ્રીતિદાન કર્યું. તે આ પ્રમાણે – આઠ કોટિ હિરણ્ય, આઠ કોટિ સુવર્ણ, આઠ ઉત્તમ મુગટ, આઠ ઉત્તમ કુંડલની જોડી, ઉત્તમ આઠ હાર, ઉત્તમ આઠ અર્ધવાર, આઠ ઉત્તમ એકાવલી, એ જ પ્રમાણે મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ આદિ આઠ–આઠ, આઠ ઉત્તમ કડાઓની જોડ. એ જ પ્રમાણે આઠ ત્રુટિતની જોડ, આઠ બાજુબંધોની જોડ, આઠ રેશમી વસ્ત્રોની જોડ, એ જ પ્રમાણે સુતરાઉ વસ્ત્રોની જોડ, પટ્ટયુગલોની જોડ દકૂલયુગલોની જોડ આપી. તદુપરાંત આઠ શ્રી, આઠ હી, આઠ ધૃતિ, આંઠ કીર્તિ, આઠ બુદ્ધિ, આઠ લક્ષ્મીદેવીની પ્રતિમાઓ આપી. આઠ નંદ, આઠ ભદ્ર, ઉત્તમ એવા આઠ તાડ વૃક્ષો આપ્યા. આ નંદ–ભદ્ર અને વૃક્ષો સર્વે રત્નમય જાણવા. પોતાના ભવન માટે આઠ કેતુરૂપ ચિન્હ, ઉત્તમ એવા આઠ ધ્વજ, દશ હજાર ગાયોનું એક એવા આઠ ગોકુળ આપ્યા. ઉત્તમ એવા બત્રીશબદ્ધ આઠ નાટકો, ઉત્તમ આઠ અશ્વો આપ્યા તે સર્વે રત્નમય Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૬૯ અને ભાડાંગાર સમાન જાણવા. ઉત્તમ એવા આઠ હસ્તિ, જે સર્વે રત્નોથી અલંકૃત્ અને ભાડાગાર સદશ જાણવા. ઉત્તમ એવા આઠ યાન, આઠ ઉત્તમ યુગ્મ એ જ પ્રમાણે આઠ– આઠ શિબિકાઓ, ચન્દમાનિકાઓ, ગિલિકા (અંબાડી) થિલિકા (પલાણ), આઠ વિકટયાન, આઠ પરિયાનિક, રથ, સંગ્રામને યોગ્ય એવા આઠ રથ, ઉત્તમ એવા આઠ અશ્વો, ઉત્તમ એવા આઠ હાથી આપ્યા. જેમાં ૧૦,૦૦૦ કુળ હોય છે, તેને એક ગ્રામ કહેવાય છે, એવા ઉત્તમ આઠ ગામ આપ્યા. ઉત્તમ આઠ દાસ, એ પ્રમાણે આઠ–આઠ દાસીઓ, કિંકર, કંચુકી, વર્ષધર, અને મહત્તર આપ્યા. આઠ સુવર્ણના, આઠ રજતના, આઠ સુવર્ણ–રજતના, એવાં આઠ અવલંબન દીપ, આઠ સુવર્ણનારજતના અને સુવર્ણરજતના ઉત્કચન દીપ, એ જ પ્રમાણે ત્રણ પ્રકારના પંજરદીપ આપ્યા. સુવર્ણના, રજતના, સુવર્ણ–રજતના એવા આઠ થાળ, આઠ પાત્રિકા, આઠ તાસક, આઠ મલક, આઠ તલિકા, આઠ કવિચિકા–ચમચી, આઠ તવેથા, આઠ કડાઈ આઠ પાદપીઠ આદિ આપ્યા. એ જ પ્રમાણે સુવર્ણની, રજતની, સુવર્ણરજતની આઠ લિસિકા, આઠ કરોટિકા, આઠ પલંગ, આઠ પ્રતિશય્યા, આઠ હંસાસન, આઠ ક્રૌંચાસન, આઠ ગરુડાસન, આઠ ઉન્નતાસન, આઠ નીચા આસન, આઠ દીર્ષાસન, આઠ ભદ્રાસન, આઠ પદ્માસન, આઠ મકરાસન, આઠ પદ્માસન, આઠ વૃષભાસન, આઠ દિકુસ્વસ્તિકાસન આદિ સુવર્ણાદિ ત્રણે પ્રકારના આપ્યા. આઠ તેલ સમુદ્ગ – તેલના પાત્ર ઇત્યાદિ બધું પ્રદેશ રાજાના કથનાનુસાર જાણી લેવું જોઈએ. આઠ કોષ્ઠસમગ, એ જ પ્રકારે પત્ર, ચોક, તગર, ઇલાયચી, હડતાલ, હિંગલોક, મનસિલ, અંજનસમુદૂગક, આઠ સર્ષપસમુદ્ગ આપ્યા. આઠ કુન્જા દાસીઓ ઇત્યાદિ કોણિક કથા મુજબ જાણવું – યાવત્ – આઠ પારસ દેશની દાસીઓ આપી. આઠ છત્ર, આઠ છત્રધારી દાસીઓ, આઠ ચામર, આઠ ચામરધારી દાસીઓ, આઠ પંખા, આઠ પંખાધારી દાસીઓ, આઠ પાનદાન, આઠ પાનદાન દેનારી દાસીઓ, આઠ ક્ષીરપાત્રિઓ, આઠ મજ્જનધાત્રિઓ, આઠ મંડન ધાત્રિઓ, આઠ ખેલાવણ ધાત્રિઓ, આઠ અંકધાત્રિઓ, આઠ અંગમર્દિકાઓ, આ3 ઉન્મર્દિકાઓ, આઠ સ્નાન કરાવનારી દાસીઓ આપ્યા. આઠ ચંદન ઘસનારી, આઠ ચૂર્ણ પીસનારી, આઠ ક્રીડાકારી, આઠ દવકારી, આઠ ઉપસ્થાપિકા, આઠ નાટક કરનારી, આઠ કૌટુંબિકા, આઠ રસોઈ કરનારી, આઠ ભાંડાગારિણી, આઠ આતિથ્ય કરનારી, આઠ પુષ્પધારિણી, આઠ પાણી પીવડાવનારી, આઠ બલિકારિકા, આઠ શય્યાકારિકા, આઠ અત્યંતર પ્રતિહારી, આઠ બાહ્ય પ્રતિહારિણી, આઠ માલાકારિણી, આઠ પ્રેષણકારિણી આદિ દાસીઓ આપી. Page #71 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ તે સિવાય બીજા પણ ઘણાં હિરણ્ય, સુવર્ણ, કાંસાના વસ્ત્ર તથા વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, રક્તરત્ન–માણેક આદિ સારભૂત ધન આપ્યું. જે સાત પેઢી સુધી ઇચ્છાપૂર્વક દેવા, ઇચ્છાપૂર્વક ભોગવવા અને ઇચ્છાનુસાર પરિભોગ માટે પરિપૂર્ણ હતું. (* પ્રીતિદાનનું આવું જ વર્ણન મેઘકુમારની કથામાં ૭૦ નાયાધમ્મકહાઓ સૂત્ર–૨૮ની અભયદેવ સૂરિકૃત્ વૃત્તિમાં પણ આવે છે.) ત્યારપછી મહાબલ કુમારે પ્રત્યેક પત્નીઓને એક–એક હિરણ્યકોટિ આપી, એક— એક સુવર્ણ કોટિ આપી, મુગટોમાં ઉત્તમ એવો એક એક મુગટ આપ્યો. એ જ પ્રમાણે તે બધીને – યાવત્ – એક એક પ્રેષણકારી દાસી આપી તથા તે સિવાય બીજું પણ ઘણું જ હિરણ્ય, સુવર્ણ, કાંસુ, વસ્ત્ર અને વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, માણિક આદિ સારભૂત ધન વૈભવ આપ્યો. જે સાત પેઢી સુધી ઇચ્છાનુસાર આપે - ભોગવે કે પરિભોગ કરવા છતાં પણ ઘટે તેમ ન હતું. ત્યારપછી તે મહાબલકુમાર ઉત્તમ પ્રસાદમાં ઉપર બેસીને જમાલીની માફક પાંચ પ્રકારના મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવતો વિચરણ કરતો હતો. .. ધર્મઘોષ અણગારનું આગમન : તે કાળે, તે સમયે ભગવંત વિમલનાથ અદ્વૈતના પ્રપૌત્ર શિષ્ય ધર્મઘોષ નામના અણગાર હતા. તેઓ જાતિસંપન્ન હતા. ઇત્યાદિ વર્ણન કેશીસ્વામી માફક જાણવું – યાવત્ – તે ૫૦૦ અણગારો સાથે અનુક્રમે ગ્રામાનુગ્રામ વિચરતા એવા હસ્તિનાપુર નગરે, જ્યાં સહસ્રામવન ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને યથાયોગ્ય અવગ્રહ ધારણ કરી, સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા હતા. ત્યારે હસ્તિનાપુર નગરના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્યપથ આદિમાં ઘણાં લોકો પરસ્પર વાતચીત કરતા હતા પર્ષદા યાવત્ ઉપાસના કરવા લાગી. - છે ? ૦ મહાબલકુમાર દ્વારા ધર્મશ્રવણ : ત્યારપછી તે મહાબલકુમાર ઘણાં બધાં મનુષ્યોના શબ્દો અને લોક કોલાહલને સાંભળીને – યાવત્ – જનસમૂહને જોઈને ઇત્યાદિ જમાલી માફક સમજી લેવું. તે પ્રમાણે એ મહાબલ કુમાર કંચુકીપુરુષને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! આજે શું હસ્તિનાપુર નગરમાં ઇન્દ્રમહોત્સવ છે, સ્કંદ મહોત્સવ યાવત્ – નીકળે છે. - ત્યારપછી તે કંચુકી પુરુષ મહાબલકુમારની આ વાત સાંભળીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા અને ધર્મઘોષ અણગારના આગમનને નિશ્ચિતરૂપે જાણીને બંને હાથ જોડી, અંજલિ કરી મહાબલકુમારને જય–વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! આજે હસ્તિનાપુર નગરમાં ઇન્દ્રમહોત્સવ અથવા બીજો કોઈ ઉત્સવ નથી – યાવત્ - નગરજનો નીકળે છે. હે દેવાનુપ્રિય ! વિમલનાથ તીર્થંકરના પ્રશિષ્ય ધર્મઘોષ નામક અણગાર હસ્તિનાપુર નગરની બહાર સહસ્રામ્રવન નામક ઉદ્યાનમાં -- - Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૭૧ યથાયોગ્ય અવગ્રહ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા એવા વિચરણ કરે છે. તેથી આ ઘણાં જ ઉગ્રકુલના, ભોગકુલના આદિ લોકો – યાવત્ – નીકળી રહ્યા છે. ૦ મહાબલ દ્વારા પ્રવજ્યાભિલાષ કથન : ત્યારપછી તે મહાબલકુમાર ઉત્તમ રથમાં બેસીને નીકળ્યા. તે સમગ્ર વર્ણન પ્રદેશી રાજા અને કેશીસ્વામીના વર્ણન અનુસાર જાણવું – યાવત્ – ધર્મકથા સાંભળી. તે પણ એ જ પ્રમાણે માતા–પિતાને પૂછે છે, આજ્ઞા માંગે છે. ફર્ક માત્ર એટલો છે કે, ધર્મઘોષ અણગારની પાસે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા લેવા ઇચ્છું છું. તે જ પ્રમાણે યુક્તિ-પ્રયુક્તિથી સંવાદ કરે છે. ફર્ક માત્ર એટલો છે કે, તારી આ પત્નીઓ, વિપુલ એવા રાજકુળોમાં ઉત્પન્ન થયેલ કન્યાઓ છે, કળાઓમાં કુશળ છે, સંદેવ યથોચિત સુખ સાધનો દ્વારા જેનું લાલનપાલન કરાયેલ છે અથવા જે સદા સુખસાધનોનો ભોગોપભોગ કરી રહી છે. ઇત્યાદિ બધું જ વર્ણન પૂર્વવત્ જાણવું – યાવત્ –– અનિચ્છાપૂર્વક મહાબલકુમારને આ પ્રમાણે કહ્યું હે પુત્ર ! એક દિવસને માટે પણ અમે તારી રાજ્યલક્ષ્મી જોવાને માટે ઉત્સુક છીએ. ત્યારે તે મહાબલકુમાર માતાપિતાના વચનને અનુસરણ કરતા મૌન રહ્યા. ત્યારપછી તે બલ રાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે ઇત્યાદિ વર્ણન શિવભદ્રની માફક રાજ્યાભિષેક કર્યો ત્યાં સુધી જાણવું – યાવત્ – (મહાબલકુમારનો) રાજ્યાભિષેક કર્યો. પછી બંને હાથ જોડી મસ્તક નમાવી અંજલિપૂર્વક મહાબલકુમારને જય-વિજય વડે વધાવ્યા, વધાવીને આ પ્રમાણે કહ્યું હે પુત્ર! બતાવો કે તમને શું આપીએ? તમને અર્પિત કરીએ ? ઇત્યાદિ શેષ કથન જમાલિ અનુસાર જાણવું. ૦ મહાબલની પ્રવજ્યા અને દેવનો ભવ : ત્યારપછી મહાબલ અનગાર થયા. તેઓએ ધર્મઘોષ અણગાર પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, અર્ધમાસક્ષમણ, માસક્ષમણ આદિ વિચિત્ર તપોકર્મ દ્વારા આત્માને ભાવિત કરતા સંપૂર્ણ બાર વર્ષનો શ્રમણ પર્યાય પાલન કર્યો. પાલન કરીને માસિક સંલેખના દ્વારા આત્માને અત્યંત નિર્મળ બનાવતા એવા નિરાહાર સાઠ ભક્તોને પૂર્ણ કર્યા. પૂર્ણ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ મરણ સમયે કાળ કર્યો. કાળ કરીને ઉર્ધ્વલોકમાં ચંદ્ર, સૂર્ય, ગ્રગણ, નક્ષત્ર અને તારાઓથી પણ ઉપર ઘણાં યોજનો, સેંકડો યોજનો, હજારો યોજનો, લાખો યોજનો, કરોડો યોજનો, કોડાકોડી યોજનોની ઉપર જઈને સૌધર્મ, ઇશાન, સનસ્કુમાર, માહેન્દ્ર કલ્પોને ઉલ્લંઘીને બ્રહ્મલોક કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાંયે દેવતાઓની સ્થિતિ દશ સાગરોપમની કહેલી છે, ત્યાં મહાબલ દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ થઈ. ૦ સુદર્શન કથાનક (ચાલુ) : (એ રીતે સુદર્શનના પૂર્વભવને વર્ણવીને ભગવંત મહાવીરે કહ્યું-) હે સુદર્શન ! તેં એ બ્રહ્મલોક કલ્પમાં દશ સાગરોપમ પર્યત દિવ્યભોગોને ભોગવીને તે દેવલોકથી આયુષય Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આગમ કથાનુયોગ-૩ થવાથી, ભવનો ક્ષય થવાથી અને સ્થિતિનો ક્ષય થવાથી તત્કાળ ઐવિત થઈને આ વાણિજ્યગ્રામ નગરમાં શ્રેષ્ઠિ કુળમાં પુત્રરૂપે જન્મ લીધો. ત્યારપછી હે સુદર્શન ! તે બાલ્યકાળ વિતાવી વિજ્ઞ અને પરિણત થઈ યુવાવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે તથારૂપ સ્થવિરોની પાસે કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યું અને તે ધર્મ તને ઇચ્છિત, સ્વીકૃત અને રુચિકર થયો. હે સુદર્શન ! આ સમયે પણ તું જે કરી રહ્યો છે તે સારું છે. તેથી હે સુદર્શન ! એવું કહેવાય છે કે, પલ્યોપમ અને સાગરોપમનો ક્ષય અને અપચય થાય છે. ૦ સુદર્શનને જાતિસ્મરણ જ્ઞાન અને પ્રવજ્યા ગ્રહણ : ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ પ્રમાણે સાંભળીને અને સમજીને સુદર્શન શ્રેષ્ઠીને શુભ અધ્યવસાય, શુભ પરિણામ અને વિશુદ્ધ વેશ્યાઓ દ્વારા તદ આવરક કર્મનો ક્ષયોપશમ થવાથી ઇહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા સંજ્ઞીરૂપ શોભન જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જેના વડે તેણે ભગવંત કથિત વાતને સારી રીતે જાણી. ત્યારપછી સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવંત મહાવીર દ્વારા પૂર્વભવનું સ્મરણ કરાવ્યાથી, તેને બમણી શ્રદ્ધા અને સંવેગ ઉત્પન્ન થયા. તેના નેત્ર આનંદાશ્રુઓથી પરિપૂરિત થઈ ગયા. ત્યારે તેણે શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આઈક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદના-નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવંત ! આપે જે કહ્યું છે, તે એ જ પ્રમાણે છે, હે ભગવંત! તે જ પ્રમાણે છે. હે ભગવંત! તે અવિતથ સત્ય છે, હે ભગવંત ! તે અસંદિગ્ધ છે. હે ભગવંત ! તે ઇચ્છનીય છે. હે ભગવંત ! તે સ્વીકાર કરવા યોગ્ય છે. હે ભગવંત! તે ઇચ્છનીય અને સ્વીકાર કરવા યોગ્ય છે. એ પ્રમાણે કહીને તે ઇશાન ખૂણામાં ગયો. શેષ સર્વ વર્ણન ઋષભદત્ત પ્રમાણે જાણવું – યાવત્ – તે સુદર્શન સર્વ દુઃખોથી મુક્ત થયા. વિશેષ એટલું જ કે તેણે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું અને સંપૂર્ણ બાર વર્ષ સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું. બાકી બધું ઋષભદત્ત પ્રમાણે જાણવું. હે ભગવંત ! તે એ જ પ્રમાણે છે. હે ભગવંત તે એ જ પ્રમાણે છે – ઇતિ – ૦ આગમ સંદર્ભ:ભગ ૪૨૯ થી ૪૩ર; નાયા. ૮૧; નાયા. ૮૨ ની વૃ. આવયૂ.૧–પૃ. ૨૫૯, ૩૨૯; ઉત્ત. ૬૧૦; – – – ૦ કાર્તિક શ્રેષ્ઠી કથા : ભગવંત મુનિસુવ્રતના તીર્થમાં કાર્તિક શ્રેષ્ઠી થયા. તેનું કથાનક ભગવતીજીમાં ભગવંત મહાવીરને વંદનાર્થે આવ્યા તેમાં આવે છે, એ જ કથા આવશ્યક ચૂર્ણિકાર રાજાભિયોગમાં દર્શાવે છે, કલ્પસૂત્ર વૃત્તિકાર શક્રની ઓળખ આપતા જણાવે છે. ૦ શક્ર દ્વારા ભ મહાવીર સન્મુખ નાટ્યવિધિ : તે કાળે, તે સમયે વિશાખા નામની નગરી હતી. ત્યાં બહુપુત્રિક નામે ચૈત્ય હતું. Page #74 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ ભગવંત મહાવીર ત્યાં સમોસર્યા – યાવત્ પર્ષદા પર્વપાસના કરવા લાગી. તે કાળે, તે સમયે શક્ર, દેવેન્દ્ર, દેવરાજ, વજ્રપાણિ, પુરંદર આદિ વિશેષણયુક્ત – યાવત્ – દિવ્ય ભોગોને ભોગવતો કેવલાલોક કરતો આ જંબુદ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે નિહાળતો—નિહાળતો શ્રમણ ભગવંત મહાવીરને જૂએ છે યાવત્ - દિવ્ય વિમાનમાં બેસીને આવ્યો. તેની સાથે આભિયોગિક દેવ આદિ તેની સર્વ પર્ષદા આવી યાવત્ તે ભગવંત સન્મુખ બત્રીશબદ્ધ નાટ્યવિધિનું પ્રદર્શન કરે છે. દેખાડીને – યાવત્ – તે પાછો ચાલ્યો ગયો. ૦ ગૌતમસ્વામી દ્વારા શક્રના પૂર્વભવની પૃચ્છા : - હે ભગવંત ! એ પ્રમાણે કહીને ભગવન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદના— નમસ્કાર કર્યા. વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, જે પ્રમાણે ઇશાનેન્દ્રના સંબંધમાં કૂટાગાર શાળાનું દૃષ્ટાંત અને પૂર્વભવ પૃચ્છા છે, તે જ પ્રમાણે અહીં પણ સમજવું યાવત્ – તેને ઋદ્ધિ અભિસમન્વાગત થઈ ત્યાં સુધી ઇશાનેન્દ્રના કથન પ્રમાણે જાણવું. ૦ શક્રનો પૂર્વભવ—કાર્તિક શ્રેષ્ઠી :– ગૌતમાદિ શ્રમણોને સંબોધિત કરતા શ્રમણ ભગવંત મહાવીરે ભગવન્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે હે ગૌતમ ! તે કાળે, તે સાયમાં જંબુદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં સહસ્રામ્રવન નામક ઉદ્યાન હતું. તે નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. - તે નગરમાં ઋદ્ધિસંપન્ન – યાવત્ – કોઈથી પરાભવ ન પામે તેવો વ્યાપારીઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારો, ૧૦૦૮ વ્યાપારીઓમાં ઘણાં જ કાર્યો અને કારણોમાં અને કુટુંબોમાં યાવત્ ચક્ષુરૂપ એવો કાર્તિક નામે શ્રેષ્ઠી રહેતો હતો. જે પ્રમાણે ચિત્તસારથીનું વર્ણન છે, તે જ પ્રમાણે અહીં પણ જાણવું (કથા જુઓ પ્રદેશી રાજા) તથા ૧૦૦૮ વ્યાપારી અને પોતાના કુટુંબનું આધિપત્ય – યાવત્ – પાલન કરતો રહેતો હતો. તે શ્રમણોપાસક હતો અને જીવાજીવ તત્ત્વોનો જ્ઞાતા હતો યાવત્ –વિધિપૂર્વક તપકર્મથી આત્માને ભાવિત કરતો એવો વિચરતો હતો. તેણે શ્રાવકની પાંચમી પ્રતિજ્ઞા સો વખત વહન કરેલી, તેથી તેનું નામ શતક્રતુ એ પ્રમાણે પ્રસિદ્ધ થયેલું. ૦ નૈરિક તાપસનું આગમન :– કોઈ વખતે તે નગરમાં માસક્ષમણ માસક્ષમણ કરતો એવો બૈરિક તાપસ (એક પરિવ્રાજક) આવ્યો. ત્યારે એક કાર્તિક શ્રેષ્ઠી સિવાયના બધાં લોકો તેના ભક્ત થયા. તે વાતની નૈરિક તાપસને ખબર પડવાથી તે કાર્તિક શ્રેષ્ઠી પર ઘણો જ ગુસ્સે થયો. કોઈ વખત જિતશત્રુ રાજાએ તે પરિવ્રાજકને ભોજન માટે નિમંત્રણ આપ્યું. પોતાને ત્યાં પારણું કરવા કહ્યું, ત્યારે ગૈરિક તાપસે તે વાત ન સ્વીકારી. રાજાએ આજીજી કરી ત્યારે તાપસે કહ્યું કે, જો કાર્તિક શેઠ આવીને મને પીરસે તો હું પારણું કરવાને આવું. રાજાએ તે વાત કબૂલ રાખીને કાર્તિક શ્રેષ્ઠીને બોલાવ્યો. રાજા પોતાના માણસોને લઈને કાર્તિક શ્રેષ્ઠીના ઘેર ગયો. તેને આજ્ઞા કરી કે કાર્તિકે આવીને ઐરિક તાપસને ભોજન પીરસવું. ત્યાર કાર્તિક શ્રેષ્ઠીએ કહ્યું કે, અમારો તે આચાર તો નથી જ. પણ હું તમારો - - - ૭૩ - Page #75 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ નગરજન હોવાથી શું કહી શકું ? જો મેં દીક્ષા લીધી હોત તો આ દિવસ ન જોવો પડત. તેણે રાજાને કહ્યું કે, તમારી આજ્ઞાને કારણે હું તેને જમાડવા આવીશ. ત્યારપછી કાર્તિક શ્રેષ્ઠીએ આવીને તે તાપસને પોતાને હાથે પીરસી જમાડવાનો આરંભ કર્યો. તે વખતે તે તાપસે ભોજન કરતીવેળા પોતાના નાક પર આંગળી ઘસીને એવી ચેષ્ટા કરતા જણાવ્યું કે, “કેમ મેં તારું નાક કાપ્યુંને ?'' શ્રેષ્ઠીએ વિચાર્યું કે જો મેં પહેલાથી દીક્ષા લીધી હોત તો મારે આવો પરાભવ સહન કરવો ન પડત. ૦ હસ્તિનાપુરે ભ૰મુનિસુવ્રતનું આગમન :– - તે કાળ, તે સમયે ધર્મના આદિકર ઇત્યાદિ વિશેષણ યુક્ત ભગવંત મુનિસુવ્રત અર્હન્ત ત્યાં સમવસર્યા – યાવત્ – પર્ષદા પર્યુપાસના કરવા લાગી. ત્યાર પછી તે કાર્તિક શ્રેષ્ઠી ભગવંતના સમવસર્યાની વાત સાંભળીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો ઇત્યાદિ સુદર્શન શ્રેષ્ઠી કથા પ્રમાણે જાણવું – યાવત્ – કાર્તિક શ્રેષ્ઠી નીકળ્યો અને ભગવંતની પર્યાપાસના કરવા લાગ્યો. ૭૪ ત્યારપછી ભગવંત મુનિસુવ્રત અર્હન્ત કાર્તિક શ્રેષ્ઠી અને વિશાળ પર્ષદાને ધર્મોપદેશ યાવત્ – પર્ષદા પાછી ગઈ. આપ્યો ૦ કાર્તિક શ્રેષ્ઠીનો પ્રવ્રજ્યા સંકલ્પ : ત્યારપછી તે કાર્તિક શ્રેષ્ઠી મુનિસુવ્રત અર્હન્તની પાસે ધર્મશ્રમણ કરી અને હૃદયમાં અવધારીને પ્રસન્ન એવં સંતુષ્ટ થઈને પોતાના સ્થાનેથી ઉઠ્યો. ઉઠીને મુનિસુવ્રત અર્હન્તને વંદના—નમસ્કાર કર્યા. વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું— હે ભગવંત ! આ એ જ પ્રકારે છે — યાવત્ – આપ જેમ કહો છો, તે જ પ્રમાણે છે. પરંતુ હે દેવાનુપ્રિય ! ૧૦૦૮ વણિકોને પૂછીને અને જ્યેષ્ઠ પુત્રને કુટુંબ વ્યવસ્થામાં સ્થાપિત કરીને હું આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું. ભગવંતે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. પણ વિલંબ ન કરો. ત્યારપછી તે કાર્તિક શ્રેષ્ઠી યાવત્ – નીકળે છે. નીકળીને જ્યાં હસ્તિનાપુર નગર છે, જ્યાં પોતાનું ઘર છે, ત્યાં આવે છે, આવીને ૧૦૦૮ વણિકોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! મેં મુનિસુવ્રત અર્હન્ત પાસે ધર્મશ્રવણ કરેલ છે અને તે ધર્મ મને ઇષ્ટ, વિશેષ ઇષ્ટ અને રુચિકર છે તથા હે દેવાનુપ્રિયો ! તે ધર્મ સાંભળીને હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું – યાવત્ - પ્રવ્રુજિત થવાને ઇચ્છું છું. તેથી હે દેવાનુપ્રિયો ! તમે શું કરવાને ઇચ્છો છો ? શું વ્યવસાય ઇચ્છો છો ? તમારા હૃદયને શું ઇષ્ટ છે ? તમારું સામર્થ્ય શું છે ? www ત્યારપછી તે ૧૦૦૮ વણિકોએ તે કાર્તિક શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને તો હે દેવાનુપ્રિય ! અમારે બીજા કોનું અવલંબન છે યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરશો ? બીજા કોનો આધાર છે ? બીજા કોનો પ્રતિબંધ છે ? - હે દેવાનુપ્રિય ! અમે લોકો પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા છીએ, - Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૭૫ જન્મમરણથી ભયભીત છીએ. તેથી આપ દેવાનુપ્રિયની સાથે અમે પણ મુનિસુવ્રત અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગારત્વ અંગીકાર કરીશું. ત્યાર પછી કાર્તિક શ્રેષ્ઠીએ તે ૧૦૦૮ વણિકોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જો તમે લોકો સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ મરણથી ભયભીત છો અને મારી સાથે જ મુનિસુવ્રત અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહ ત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા ગ્રહણ કરવાને ઇચ્છુક છો તો હે દેવાનુપ્રિયો ! તમે પોતપોતાના ઘેર જાઓ અને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાઓ, તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો પારિવારિક જનો, સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કરો, આમંત્રીને તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબિઓ, સંબંધીઓ અને પરિજનોનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માલા, અલંકારો દ્વારા સત્કાર સન્માન કરો. તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીઓ, સંબંધીઓ અને પરિજનો સમક્ષ જ્યેષ્ઠ પુત્રને મુખીઆરૂપે સ્થાપિત કરો, કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીજનો, સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્રને પૂછો, પૂછીને હજાર પુરુષો દ્વારા વહન કરાતી એવી શિબિકામાં બેસો, બેસીને મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીજનો, સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતા એવા સર્વ ઋદ્ધિ – યાવત્ – વાદ્યોના ઘોષપૂર્વક અવિલંબપણે મારી પાસે આવો. ત્યારપછી તે ૧૦૦૮ વણિક કાર્તિક શ્રેષ્ઠીના આ કથનને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને જ્યાં પોતપોતાના ઘર છે, ત્યાં આવે છે, આવીને વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવે છે, બનાવીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન દ્વારા, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારો વડે સત્કાર અને સન્માન કરે છે. ત્યારપછી તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનો સમક્ષ જ્યેષ્ઠ પુત્રને કુટુંબના પ્રમુખ પદે સ્થાપિત કરે છે. સ્થાપિત કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્રની આજ્ઞા લે છે, આજ્ઞા લઈને પુરુષ સહસ્ત્રવાહિની શિબિકાઓ પર આરૂઢ થાય છે, આરૂઢ થઈને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્રના દ્વારા અનુસરણ કરાતા એવા તેઓ ઋદ્ધિપૂર્વક – યાવત્ – વાદ્યોના ઘોષપૂર્વક વિના વિલંબે કાર્તિક શ્રેષ્ઠીની પાસે ઉપસ્થિત થાય છે. ત્યારપછી તે કાર્તિકશ્રેષ્ઠી ગંગદત્તની માફક (કથા જુઓ ગંગદા) પુષ્કળ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે - યાવત્ – શિબિકામાં બેસે છે, બેસીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, જ્યેષ્ઠ પુત્ર અને ૧૦૦૮ વણિકો દ્વારા અનુસરણ કરાતો એવો સર્વ ઋદ્ધિ – યાવત્ – વાદ્યોના ઘોષપૂર્વક હસ્તિનાપુર નગરની મધ્યમાંથી ગંગદત્તની માફક નીકળે છે – યાવત્ – હે ભગવંત ! આ સંસાર ચારે તરફથી સળગી અને પ્રજ્વલિત થઈ રહ્યો છે – યાવત્ – આપનું અનુગમન કરવું શ્રેયરૂપ થશે. તેથી હે ભગવન્! આ ૧૦૦૮ વણિકોની સાથે હું આપની પાસે સ્વયમેવ પ્રવ્રજિત થવા - યાવત્ – ધર્મશ્રવણ કરવાને માટે ઇચ્છુક છું. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ૦ કાર્તિક શ્રેષ્ઠી અને ૧૦૦૮ વણિકોની પ્રવ્રજ્યા : ત્યારપછી મુનિસુવ્રત અર્હન્તે તે કાર્તિક શ્રેષ્ઠીને અને ૧૦૦૮ વણિકોને સાથે પ્રવ્રુજિત કર્યા – યાવત્ - ધર્મોપદેશ આપ્યો – હે દેવાનુપ્રિયો ! આ પ્રમાણે ચાલવું, આ પ્રમાણે બેસવું – યાવત્ આ પ્રમાણે સંયમનું પાલન કરવું. - ત્યારપછી તે કાર્તિક શ્રેષ્ઠી (મુનિ) ૧૦૦૮ વણિક (મુનિ)ની સાથે મુનિસુવ્રત અર્જુન્ત દ્વારા નિરુપિત આ પ્રકારના ધાર્મિક ઉપદેશને સમ્યક્ પ્રકારે સ્વીકાર કરે છે, તેમની આજ્ઞા અનુસાર તે રીત મુજબ તેનું આચરણ કરે છે – યાવત્ – સંયમનું પાલન કરે છે. ત્યાર પછી તે કાર્તિક શ્રેષ્ઠી (મુનિ) ૧૦૦૮ વણિકો સાથે અનગાર થયા – ઇર્યા સમિતિ યુક્ત – યાવત્ - ગુપ્ત બ્રહ્મચારી થયા. BLAS ત્યારપછી તે કાર્તિક અણગાર મુનિસુવ્રત અર્હન્તના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વેનું અધ્યયન કરે છે અર્થાત્ અનુક્રમે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં જ ઉપવાસ, છટ્ઠ, અટ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસક્ષમણ, માસક્ષમણ આદિ વિચિત્ર તપ કર્મ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા કરતા પરિપૂર્ણ બાર વર્ષના શ્રામણ્ય પર્યાયનું પાલન કરીને સંલેખના દ્વારા આત્માની ઝોસણા કરે છે. સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે અર્થાત્ ત્રીશ દિવસનું અનશન કરીને આલોચના, પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક મરણ સમયે કાળધર્મ પામ્યા. ૦ શક્રરૂપે ઉત્પત્તિ : કાર્તિક અણગાર કાળધર્મ પામીને સૌધર્માવતંસક વિમાનમાં આવેલી ઉપપાત સભામાં દેવષ્યથી આચ્છાદિત દેવસભામાં અંગૂલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહનાથી શક્ર દેવેન્દ્ર રૂપે ઉત્પન્ન થયા. ૦ નૈરિક તાપસની ઐરાવણ દેવરૂપે ઉત્પત્તિ : આગમ કથાનુયોગ–૩ નૈરિક પરિવ્રાજક પણ સ્તનાભિયોગથી અજ્ઞાન કષ્ટ કરી મરણ પામીને સૌધર્મ દેવલોકમાં ઐરાવણ દેવરૂપ એવો સૌધર્મેન્દ્ર શક્રનું વાહનરૂપ હાથી એવો દેવ થયો. (અવધિ)જ્ઞાન વડે તેણે જાણ્યું કે, હું પૂર્વભવે નૈરિક તાપસ હતો અને કાર્તિક શેઠ ઇન્દ્ર થયો છે. તે જોઈને તે નાસવા લાગ્યો. ત્યારે ઇન્દ્ર તેને પકડીને તેની પીઠ ઉપર ચડી ગયો. હાથીએ ઇન્દ્રને ડરાવવા પોતાના બે રૂપ કર્યા, ત્યારે ઇન્દ્રે પણ પોતાના બે રૂપ કર્યા. પછી હાથીએ ચાર રૂપ કર્યા, ત્યારે ઇન્દ્રે પણ પોતાનાં ચાર રૂપ કર્યા. એવી રીતે હાથી જેમ જેમ પોતાના રૂપ વધારતો ગયો, તેમ તેમ ઇન્દ્ર પણ પોતાનાં રૂપ વધારતો ગયો. પછી ઇન્દ્રે જયારે તેને નાસતો જોયો ત્યારે અવધિજ્ઞાન વડે હાથીનું સ્વરૂપ જાણ્યું, ત્યારે તેણે તેની તર્જના કરી, ત્યારે તે ઐરાવણ દેવ પોતાના મૂળરૂપે સ્થિર થયો. ૦ શક્રેન્દ્ર અને તેની સિદ્ધિગતિ :– ત્યારે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયેલા દેવેન્દ્ર દેવરાજ શકે ઇત્યાદિ સમસ્ત કથન ગંગદત્તની માફક જાણી લેવું – યાવત્ – ત્યાંથી ચ્યવીને, મનુષ્ય થઈને તે સર્વ દુઃખોનો અંત કરશે, વિશેષ એ કે તેની સ્થિતિ બે સાગરોપમ પ્રમાણ છે, બાકી સર્વકથન પૂર્વવત્ જાણવું. (તે માટે ગંગદત્તની કથા જોવી) Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ 99 હે ભગવંત ! તે એમ જ છે, એમ જ છે – ઇતિ – ૦ આગમ સંદર્ભ :– સૂય.પૂ. ૨૬૨, ઠા. ૯૭૪ + 9. આવ.યૂ.ર-. ર૭૬, ૨૭૭; આવ મૂ૬૩ની વૃ. ભગ. ૭૨૭; કલ્પસૂત્ર-૧૪ની વૃ; ૦ ગંગદત્ત કથા :ગંગદત્ત દેવનું ભગવંત મહાવીર પાસે આગમન : એક દેવ શીઘ્રતાથી ભગવંત મહાવીર પાસે આવ્યો. તે દેવે આવીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પછી વંદન–નમસ્કાર કર્યા કરીને પૂછયું, હે ભગવંત ! મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન થયેલ એક માયીમિથ્યાદૃષ્ટિ દેવે મને આ પ્રમાણે કહ્યું, “પરિણમતા એવા પુદ્ગલ હજી પરિણત નથી કહેવાતા, પણ અપરિણત કહેવાય છે, કેમકે તે પુદ્ગલ હજી પરિણમી રહ્યા છે. તેથી તે પરિણત નહીં પણ અપરિણત જ કહેવાય” ત્યારે મેં તે માયી મિથ્યાષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું – - પરિણમતા એવા પુદ્ગલ પરિણત કહેવાય છે, અપરિણત નહીં કેમકે તે પુલ પરિણત થઈ રહ્યા છે માટે પરિણત જ કહેવાય છે, અપરિણત નહીં. ભગવંત ! આ પ્રકારનું મારું કથન યોગ્ય છે ? શ્રમણ ભગવંત મહાવીરે ગંગદત્ત દેવને આ પ્રમાણે કહ્યું, હે ગંગદત્ત ! હું પણ આ જ પ્રમાણે કહું છું – યાવત્ – પ્રરૂપણા કરું છું કે પરિણમતા એવા પુદ્ગલ – યાવત્ – અપરિણત નથી, પરિણત છે. આ અર્થ સત્ય છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ ઉત્તર સાંભળી અને અવધારણ કરીને તે ગંગદત્ત દેવ હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કર્યા. પછી તે અતિદૂર કે અતિ નિકટ નહીં તેવા સ્થાને બેસીને – યાવત્ – ભગવંતની પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે ગંગદત્ત દેવને અને મોટી પર્ષદાને ધર્મકથા કહી – યાવત્ – જેને સાંભળીને જીવ આરાધક થાય છે. તે સમયે ગંગદા દેવ શ્રમણ ભગવંત મહાવીરથી ધર્મદેશના સાંભળીને, અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો. પછી તેણે ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રકારે પૂછયું, ભગવંત ! હું ગંગદત્ત દેવ ભવસિદ્ધિક છું કે, અભવસિદ્ધિક ? હે ગંગદત્ત ! સૂર્યાભદેવ સમાન બધું જ જાણવું (કથા જુઓ સૂર્યાભદેવ પ્રદેશીરાજા) ત્યારપછી ગંગદત્ત દેવે પણ સૂર્યાભ દેવની માફક બત્રીશ પ્રકારની નાટ્યવિધિ પ્રદર્શિત કરી અને પછી તે જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. ૦ ગંગદત્ત દેવની ઋદ્ધિ અને પૂર્વભવ સંબંધિ પૃચ્છા : ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને યાવત્ પૂછયું, હે ભગવન્! ગંગદત્તની તે દિવ્ય વદ્ધિ, દિવ્ય દેવઘુતિ યાવત્ ક્યાં ગઈ? ક્યાં પ્રવિષ્ટ થઈ ગઈ? ગૌતમ ! થાવત્ તે ગંગદત્ત દેવના શરીરમાં ગઈ અને શરીરમાં જ અનુપ્રવિષ્ટ થઈ ગઈ. અહીં કૂટાગારશાળાનું દૃષ્ટાંત ચાવતું તે શરીરમાં અનુપ્રવિષ્ટ થઈ ત્યાં સુધી સમજવું. Page #79 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ (ગૌતમ-) અહો ભગવંત ! ગંગદત્તદેવ મહર્તિક યાવત્ મહાસુખ સંપન્ન છે. હે ભગવંત ! ગંગદત્ત દેવે તે દિવ્ય દેવઋદ્ધિ અને દિવ્ય દેવઘુતિ કઈ રીતે પ્રાપ્ત કરી ? – કાવત્ – ગંગદત્ત દેવને આ દિવ્ય દેવઋદ્ધિ – યાવત્ – અભિસમન્વિત થઈ? હે ગૌતમ ! એ પ્રમાણે કહીને શ્રમણ ભગવંત મહાવીરે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! તે કાળ, તે સમયે આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં ઋદ્ધિમાનું – યાવત્ – ઘણાં મનુષ્યો દ્વારા અપરિભૂત એવો ગંગદત્ત નામનો ગાથાપતિ રહેતો હતો. ૦ હસ્તિનાપુરમાં ભ૦મુનિસુવ્રતનું આગમન : તે કાળે, તે સમયે આદિકર – યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી મુનિસુવ્રત નામના અન્ત - યાવત્ – જેની આગળ આકાશમાં ધર્મચક્ર ચાલે છે, દેવો ધર્મધ્વજ લઈને ચાલે છે એવા, શિષ્યગણથી સંપરિવૃત્ત થઈને પૂર્વાનુપૂર્વી વિચરણ કરતા અને ગ્રામાનુગ્રામ ગમન કરતા, સુખપૂર્વક વિહાર કરતા એવા જ્યાં હસ્તિનાપુર નગર હતું. જ્યાં સહસ્સામ્રવન નામક ઉદ્યાન હતું – વાવ - વિહાર કરતા પધાર્યા. પર્ષદા નીકળી – યાવતું – પર્યાપાસના કરવા લાગી. ૦ ગંગદત્તનું ધર્મ શ્રવણાર્થે ગમન : ત્યાર પછી તે ગંગદત્ત નામનો ગાથાપતિ આ વાત સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું – યાવત્ – અલ્પ માત્રામાં પણ મહામૂલ્યવાનું આભુષણોથી શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતો હસ્તિનાપુર નગરની મધ્યમાંથી થતો એવો જે તરફ સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું અને જ્યાં મુનિસુવ્રત અન્ત હતા ત્યાં આવ્યો. આવીને મુનિસુવ્રત અન્તને ત્રણ વાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી – યાવત્ – ત્રણ પ્રકારની પર્યાપાસના દ્વારા પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી મુનિસુવ્રત અર્હતે ગંગદત્ત ગાથાપતિ અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો – યાવત્ – પર્ષદા પાછી ગઈ. ત્યારપછી તે ગંગદત્ત ગાથાપતિ મુનિસુવ્રત અહંન્ત પાસે ધર્મશ્રવણ કરીને અને અવધારણ કરીને હર્ષિત અને સંતોષ યુક્ત થઈને ઊભો થયો. ઊભો થઈને મુનિસુવ્રત અન્તને વંદન–નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો હે ભગવંત! હું નિર્ગસ્થ પ્રવચનમાં શ્રદ્ધા કરું – યાવત્ – આપ જે પ્રમાણે કહો છો, જે કહો છો, તેને એ જ પ્રમાણે માનું છું. વિશેષ એ કે હે દેવાનુપ્રિય ! જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને હું આનગારિક પ્રવજ્યા અંગીકાર કરીશ. (ભગવંતે કહ્યું) – હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ૦ ગંગદત્તની પ્રવજ્યા : ત્યારપછી મુનિસુવ્રત અન્તિ પાસેથી આ કથનને સાંભળીને તે ગંગદા ગૃહપતિ હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે મુનિસુવ્રત અર્પેન્તને વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૭૯ કરીને મુનિસુવ્રત અન્તની પાસેથી, સહસ્ત્રાપ્રવન ઉદ્યાનથી નીકળ્યો. નીકળીને જે તરફ હસ્તિનાપુર નગર હતું. જ્યાં પોતાનું ઘર હતું. ત્યાં આવ્યો. આવીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન સામગ્રી તૈયાર કરાવડાવી. તૈયાર કરાવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનોને આમંત્રિત કર્યા. આમંત્રિત કર્યા બાદ પૂરણ શ્રેષ્ઠીની માફક – યાવત – જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં મુખી રૂપે સ્થાપિત કર્યો. સ્થાપિત કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્રને પૂછયું, પૂછીને હજાર પુરુષો દ્વારા વહન કરી શકાય એવી શિબિકામાં આરૂઢ થયો. આરૂઢ થઈને મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબિઓ, સ્વજનો–સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતો એવો સર્વ ઋદ્ધિસહિત – યાવત્ – દંદુભિ વાદ્યોના ઘોષપૂર્વક હસ્તિનાપુર નગરના મધ્યમાંથી નીકળ્યો. – નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન છે, ત્યાં આવ્યો, આવીને તીર્થકરના છત્રાદિ અતિશયો જોયા. ઉદાયન રાજાની માફક – યાવત્ – સ્વયમેવ આભરણોને ઉતાય. ઉતારીને પોતાના હાથે જ પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને જ્યાં મુનિસુવ્રત અન્ત હતા ત્યાં આવ્યો. પછી ઉદાયન રાજાની માફક પ્રવ્રજિત થયા. તે જ પ્રમાણે અગિયાર અંગોનું અધ્યયન કર્યું – યાવત્ – માસિક સંલેખના દ્વારા આત્મામાં રમણ કરવા લાગ્યા. આત્માની ઝોસણા (સેવા) કરતા કરતા સાઠ ભક્તોને અનશન દ્વારા છેદન કર્યું અર્થાત્ ત્રીસ દિવસના ઉપવાસ કર્યા કરીને આલોચના પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક કાળના અવસરે કાળધર્મ પામ્યા અર્થાત્ મરણ પામ્યા. ૦ મહાશુક્ર કલ્પે દેવતા : ત્યારપછી ગંગદત્તમુનિ મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય નામક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં – યાવત્ – ગંગદત્ત દેવરૂપે ઉત્પન્ન થયા. તત્પશ્ચાત્ તત્કાળ ઉત્પન્ન થયેલ તે ગંગદત્ત દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિ દ્વારા પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થયા. તે આ પ્રમાણે આહાર પર્યાપ્તિ – વાવ – ભાષા–મન પર્યાપ્તિ. આ પ્રમાણે હે ગૌતમ! તે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવપ્રભાવ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વિત કર્યા છે. હે ભગવંત ! તે ગંગદત્ત દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ ! તેની સ્થિતિ સત્તર સાગરોપમની કહી છે. ૦ ગંગદત્ત દેવનું સિદ્ધિગમન : હે ભગવંત ! તે ગંગદત્ત દેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – દુઃખોનો અંત કરશે. હે ભગવંત ! તે એમ જ છે, એમ જ છે. ૦ આગમ સંદર્ભ :ભગ. ૬૭૫, ૬૭૬; – ૪ – ૪ – Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આગમ કથાનુયોગ-૩ ૦ ઋષભદત્ત કથા :ઋષભદત્તનો પરીચય : તે કાળ અને તે સમયે બ્રાહ્મણકુંડ નામે નગર હતું. ત્યાં બહુશાલક નામે ચૈત્ય હતું. તે બ્રાહ્મણકુંડ ગ્રામ નામક નગરમાં ઋષભદત્ત નામનો બ્રાહ્મણ નિવાસ કરતો હતો. જે ઋદ્ધિમાનું – યાવત્ – અપરિભૂત હતો – કોઈથી પરાભવ ન પામે તેવો હતો. ટ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – યાવત્ – બ્રાહ્મણોના બીજા અનેક નયોમાં કુશલ, શ્રમણોપાસક, જીવ અજીવ તત્ત્વો જાણકાર, પુણ્ય–પાપનો પરીક્ષક – યાવતુ – તપોકર્મને ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતો વિચરણ કરતો હતો. તેની પત્નીનું નામ દેવાનંદા હતું. (દેવાનંદા વિષયક કથાનક માટે શ્રમણી વિભાગમાં દેવાનંદાની કથા જોવી) (શ્રમણ ભગવંત મહાવીર કથાંશ – ભગવંત મહાવીરના કથાનકમાં ઋષભદત્ત તથા દેવાનંદાનો ઉલ્લેખ આવેલો જ છે અત્રે ઋષભદત્ત કથામાં પુનઃ તેનો સામાન્ય ઉલ્લેખ કરીએ છીએ.) ઋષભદત્ત બ્રાહ્મણની નગરીનું નામ આચારાંગ સૂત્ર-૫૧૦માં “દાહિણમાહણકુંડપુર” બતાવે છે. આવશ્યક નિર્યુક્તિ–૩૮૪માં “કુંઠપુર” બતાવે છે. કલ્પસૂત્ર-૩માં “માણકુંડગ્રામ” બતાવેલ છે. ભગવતીજીમાં પણ માહણ (બ્રાહ્મણ) કુંડગ્રામ જ બતાવેલ છે. શ્રમણ ભગવંત મહાવીર પ્રાણત કલ્પથી ચ્યવને આ કોડાલગોત્રિય બ્રાહ્મણની પત્ની જાલંધરગોત્રિયા દેવાનંદા નામની બ્રાહ્મણીની કુક્ષિમાં પુત્રરૂપ ગર્ભપણે ઉત્પન્ન થયા... દેવાનંદાએ પ્રશસ્ત આદિ. ચૌદ સ્વપ્નો જોયા. ઝાષભદત્ત બ્રાહ્મણ પાસે આવી.. હે દેવાનુપ્રિય ! આ પ્રશસ્ત – યાવત – ચૌદ મહાસ્વપ્નોનું મને કલ્યાણકારી ફળ અને વૃત્તિ વિશેષ શું થશે ? ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની આ વાત સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેનું હૃદય હર્ષના વશથી ઉલ્લસિત થયું. મેઘધારાથી સિંચાયેલ કદંબના પુષ્પની જેમ તેની રોમરાજી વિકસ્વર થઈ. સ્વપ્નાઓના ફળનું અવધારણ કરી, તેના અર્થની વિચારણા કરવા લાગ્યો. વિચારણા કરીને પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, બુદ્ધિ અને વિજ્ઞાન વડે તે સ્વપ્નાઓના અર્થનું અવધારણ કરી – અર્થ નિર્ણય કરી દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયા ! તે પ્રશસ્ત સ્વપ્નોને જોયા છે.. હે દેવાનુપ્રિયા ! તને અર્થ–લાભ, ભોગ–લાભ, પુત્ર–લાભ અને સુખ-લાભ થશે... નિશ્ચયથી તું નવમાસ અને સાડા સાત દિવસ વ્યતીત થયા પછી... સુંદર રૂપવાળા અને દેવકુમાર સદશ પુત્રને જન્મ આપીશ.. જ્યારે તે બાળક યૌવન અવસ્થાને પામશે ત્યારે સ્વેદ, યજુર્વેદ. બ્રાહ્મણ સંબંધિ અનેક શાસ્ત્ર અને પરિવ્રાજકના શાસ્ત્રોમાં નિપુણ થશે. ઇત્યાદિ (ભગવંત મહાવીર કથાનકથી જાણવું) ૦ ઋષભદત્તની ભગવંત મહાવીર દર્શનાભિલાષા : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમવસૃત થયા. પર્ષદા પર્યપાસના કરવા લાગી. ત્યાર પછી ઋષભદત્ત બ્રાહ્મણ આ વાત જાણીને હર્ષિત, સંતુષ્ટ અને મનમાં આનંદિત થયો – યાવત્ – દેવાનંદા બ્રાહ્મણી પાસે આવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયે ! આ પ્રમાણે તીર્થની આદિને કરનારા – યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર આકાશગત ચક્ર દ્વારા – યાવત્ – સુખપૂર્વક વિહાર કરતા Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૮૧ બહુશાલક નામક ચૈત્યમાં યોગ્ય અવગ્રહને ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા અહીં પધારેલ છે. હે દેવાનુપ્રિયે ! આવા પ્રકારના અર્હત્ત ભગવંતોનું નામ અને ગોત્રનું પણ શ્રવણ મહાન્ ફળદાયી છે તો પછી અભિગમન, વંદન, નમન, પૃચ્છા, પ્રતિપૃચ્છા અને પર્યપાસના કરવાના ફળ વિશે તો કહેવું જ શું? એક પણ આર્ય અને ધાર્મિક સુવચનના શ્રવણથી મહાનું ફળ મળે છે, તો પછી વિપુલ અર્થને ગ્રહણ કરવા દ્વારા મહાનું ફળ મળે તેમાં કહેવાનું જ શું? તેથી હે દેવાનુપ્રિયે ! આપણે જઈએ અને શ્રમણ ભગવંત મહાવીર વંદન કરીએ – થાવત્ – તેમની પર્યુપાસના કરીએ. તેઓ આપણને આ ભવ અને પરભવમાં હિત, સુખ, ક્ષમા, નિઃશ્રેયસ અને શુભ અનુબંધને માટે થશે. દેવાનંદ બ્રાહ્મણીએ કષભદત્ત બ્રાહ્મણની આ વાત... વિનયપૂર્વક સ્વીકારી. (દેવાનંદા વિષયક કથન માટે જુઓ દેવાનંદા કથાનક) ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! શીવ્ર ગતિ કરનારા, પ્રશસ્ત અને સદશ રૂપવાળા, સમાન ખૂર અને પૂછવાળા, સમાન સીંગડાવાળા, સુવર્ણના આભુષણોથી શૃંગારિત, પ્રશસ્ત ગતિવાળા ચાંદીની ઘંટિકાથી યુક્ત, સુવર્ણમય સૂતની નાથ દ્વારા બંધાયેલ નીલકમલ જેના મસ્તક પર બાંધેલ હોય એવા ઉત્તમ યુવા બળદ થકી યુક્ત, અનેક પ્રકારની મણિમય ઘંટીઓની માળાથી વ્યાસ, ઉત્તમ કાષ્ઠના બનેલા યૂપ જેમાં લાગેલ હોય, જેમાં જોતની દોરીઓ સારી રીતે લાગેલી હોય અને બહુ કુશળતાપૂર્વક જે બનાવાયેલ હોય એવા પ્રવર લક્ષણયુક્ત, ધાર્મિક શ્રેષ્ઠ યાનને તૈયાર કરાવી શીઘ લાવો. લાવીને મારી આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું નિવેદન કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષ ઋષભદત્ત બ્રાહ્મણના કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત મનવાળા થયા અને બંને હાથ જોડી અંજલિપૂર્વક આ પ્રમાણે બોલ્યા – હે સ્વામી ! તથારૂપ આપની આજ્ઞા માન્ય છે. આ પ્રમાણે કહીને વિનયપૂર્વક આજ્ઞાને સ્વીકારે છે. સ્વીકારીને તીવ્ર ગતિવાળા બળદ યુગલથી યુક્ત – યાવત્ – ધાર્મિક અને ઉત્તમ યાન (ર)ને શીઘ હાજર કરીને આજ્ઞા પાછી આપી. ત્યારપછી ઋષભદત્ત બ્રાહ્મણે સ્નાન કર્યું – યાવત્ - અલ્પ પણ મહામૂલ્યવાનું આભરણોથી શરીરને અલંકૃત કરીને પોતાના ઘેરથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ધાર્મિક યાન પ્રવર હતું, ત્યાં આવ્યો. આવીને ધાર્મિક શ્રેષ્ઠ યાન પર આરૂઢ થયો. ૦ ઇષભદત્તનું ભગવંત દર્શનાર્થે ગમન : ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની સાથે ધાર્મિક શ્રેષ્ઠ રથ પર બેસીને પોતાના પરિવારની સાથે બ્રાહ્મણકુંડગ્રામ નગરના મધ્યભાગમાંથી નીકળીને જ્યાં બહુશાલક ચૈત્ય હતું, ત્યાં આવ્યો, આવીને છત્ર આદિ તીર્થકરના અતિશયોને જુએ છે. જોઈને ધાર્મિક યાન પ્રવરને ઊભો રખાવ્યો. રખાવીને ધાર્મિક યાન પ્રવરથી નીચે ઉતરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ પ્રકારના અભિગમોપૂર્વક ગયો. Page #83 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–3 આ અભિગમો આ પ્રમાણે છે સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરવો – યાવત્ – ત્રણ પ્રકારની ઉપાસના દ્વારા ઉપાસના કરે છે. શ્રમણ ભગવંત મહાવીર પાસે આવીને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને વંદના—નમસ્કાર કર્યા. કરીને બંને હાથ જોડીને ભગવંતની ઉપાસના કરે છે. ૦ ભગવંત દ્વારા ધર્મકથન ઋષભદત્તની દીક્ષા :– ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ અને તે વિશાળતમ ઋષિપર્ષદાને યાવત્ - યોજન પર્યંતમાં વ્યાપ્ત થનારા સ્વરથી અર્ધમાગધી ભાષામાં ધર્મકથન કર્યું – યાવત્ – પર્ષદા પાછી ગઈ. ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મશ્રવણ કરી અને હૃદયમાં અવધારીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો. ઊભો થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો ૮૨ - હે ભગવંત ! તે એ જ પ્રમાણે છે યાવત્ જે આપ કહો છો તે જ પ્રમાણે છે, એવું કહીને ઇશાનખૂણામાં જાય છે. જઈને સ્વયમેવ આભરણ, માળા, અલંકારોને ઉતારે છે. ઉતારીને આપમેળે પંચમુષ્ટી લોચ કર્યો, લોચ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં આવ્યો. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના—નમસ્કાર કર્યા, વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવંત ! જરા અને મરણથી આ લોક ચારે તરફથી આલિસ છે, હે ભગવંત! પ્રજ્વલિત છે. હે ભગવંત ! આલિસ—પ્રજ્વલિત ઉભયરૂપ છે. એ પ્રમાણે સ્તંક તાપસની માફક ઋષભદત્ત પ્રવ્રુજિત થયા. ૦ ભગવંત દ્વારા ઋષભદત્તને શિક્ષા :-- ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સ્વયં ઋષભદત્ત બ્રાહ્મણને પ્રવ્રુજિત કર્યા, સ્વયં મુંડિત કર્યા, સ્વયં શિક્ષા આપી. સ્વયં પ્રશિક્ષા આપી, સ્વયં જ આચાર, ગોચર, વિનય, સંયમ, ચરણ—કરણ આદિ પ્રવૃત્તિ વિષયક ધર્મકથન કર્યું. હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે ચાલવું જોઈએ, આ પ્રમાણે ઊભા રહેવું જોઈએ, આ પ્રમાણે બેસવું જોઈએ, આ પ્રમાણે વિચરવું જોઈએ. આ પ્રમાણે આહાર કરવો જોઈએ, આ પ્રમાણે બોલવું જોઈએ, આ પ્રમાણે સંયમમાં ઉદ્યત થઈને અર્થાત્ જયણા પાલન કરતા એવા પ્રાણીઓ, ભૂતો, જીવો, સત્ત્વોની પ્રતિ સંયમ પાળવો જોઈએ. સંયમમાં કિંચિત્ માત્ર પ્રમાદ કરવો નહીં. - ૦ ઋષભદત્તનું મોક્ષ ગમન : ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણ શ્રમણ ભગવંતના આ ધર્મોપદેશને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરે છે – યાવત્ – સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, કરીને ઘણાં જ ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત, દ્વાદશભક્ત, માસ–અર્ધ માસક્ષમણ આદિ વિચિત્ર તપોકર્મ દ્વારા આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ પાલન કરીને માસિકી સંલેખના દ્વારા આત્માને નિર્મળ કર્યો. નિર્મળ કરીને સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કર્યું. છેદન કરીને જે કાર્યની સિદ્ધિને માટે નગ્નભાવ નિગ્રન્થપણું સ્વીકાર કર્યું – યાવત્ – તે નિર્વાણરૂપ અર્થની આરાધના કરે છે, આરાધના કરીને અંતિમ ઉચ્છવાસ–નિશ્વાસના સમયે સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત અને સંપૂર્ણ દુઃખોથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ આયા. ૫૧૦; આવ...૧-પૃ. ૨૩૬; ભગ ૪૬૦ થી ૪૬૨; આવ.નિ. ૪૫૭ ની રૃ. - X X ૮૩ • અતિમુક્ત કથા ઃ (અતિમુકત મુનિની બીજી પણ કથા આવે છે. તે ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયા છે. તે કથા આત્યંત લઘુ છે. અહીં જે કથાનક પ્રસ્તુત છે, તે ભગવંત મહાવીરના શાસનમાં થયેલા અતિ-મુક્તમુનિનું છે. જેને કુમારશ્રમણ નામે પણ ઓળખાવાયા છે.) ૦ પોલાસપુરનો રાજકુમાર : તે કાળ અને તે સમયે પોલાસપુર નામે નગર હતું. ત્યાં શ્રીવન નામનું ઉદ્યાન હતું. તે નગરમાં વિજય નામનો રાજા હતો. તેની (પત્ની) રાણીનું નામ શ્રીદેવી હતું. રાજા વિજયનો પુત્ર અને રાણી શ્રીદેવીનો આત્મજ એવો અતીવ સુકુમાર એક પુત્ર હતો, જેનું નામ અતિમુક્ત કુમાર હતું. ૦ ભગવંતનું આગમન ગૌતમસ્વામીની ભિક્ષાચર્યા : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પોલાસપુર નગરે શ્રીવન ઉદ્યાનમાં પધાર્યા અને યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરી સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. આ.નિ. ૩૮૪; કલ્પસૂત્ર–૩, ૫ થી– તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર નિરંતર છટ્ઠ–છઠનો તપ કરતા સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. પારણાને દિવસે પહેલે પોરિસીમાં સ્વાધ્યાય કર્યો. બીજી પોરિસીમાં ધ્યાન કર્યું. ત્રીજી પોરિસીમાં શારીરિક શીઘ્રતારહિત, માનસિક ચપળતારહિત, આકુળતા અને ઉત્સુકતારહિત થઈને મુખવસ્તિકાનું પડિલેહણ કર્યું. પછી પાત્રો અને વસ્ત્રની પ્રતિલેખના કરી. પછી પાત્રોનું પ્રમાર્જન કર્યું અને પાત્રો લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવંતને વંદના નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે નિવેદન કર્યું – હે ભગવન્ ! આજે છઠ્ઠ ભક્તના પારણા નિમિત્તે આપની અનુજ્ઞા પ્રાપ્ત થયેથી પોલાસપુર નગરમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં – યાવત્ — ભિક્ષાર્થે ભ્રમણ કરવા - લાગ્યા. ૦ ગૌતમ અને અતિમુક્તનો સંવાદ :– 1 તે સમયે કુમાર અતિમુક્ત સ્નાન કરીને – યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને ઘણાં જ છોકરા—છોકરીઓ, બાલક–બાલિકાઓ અને કુમાર–કુમારિકાઓની સાથે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આગમ કથાનુયોગ-૩ પોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને જ્યાં ઇન્દ્રસ્થાન અર્થાત્ ક્રીડાસ્થળ હતું ત્યાં આવ્યા અને તે ઘણાં બાલક–બાલિકા સાથે પરિવૃત્ત થઈને રમવા લાગ્યા. તે સમયે ભગવનું ગૌતમ પોલાસપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા તે ઇન્દ્ર સ્થાનની નજીકથી નીકળ્યા. ત્યારે તે અતિમુક્તકુમારે ભગવદ્ ગૌતમને નજીકમાં ભ્રમણ કરતા જોયા. જોઈને જ્યાં ભગવદ્ ગૌતમ હતા. ત્યાં તેમની સમીપ આવ્યા અને ભગવનું ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આપ કોણ છો અને કયા કાર્ય માટે ભ્રમણ કરી રહ્યા છો ? ત્યારે ભગવદ્ ગૌતમે અતિમુક્તકુમારને આ પ્રમાણે કહ્યું' હે દેવાનુપ્રિય ! અમે શ્રમણ નિર્ગશ છીએ. જે ઇર્યાસમિતિ આદિ સમિતિઓથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી છીએ અને ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરીએ છીએ. ત્યારે અતિમુક્ત કુમારે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આપ મારી સાથે ચાલો, હું આપને ભિક્ષા અપાવીશ. એમ કહીને ભગવદ્ ગૌતમની આંગળી પકડી લીધી. પકડીને જ્યાં તેનું ઘર હતું ત્યાં લઈને આવ્યો. ત્યારે રાણી શ્રીદેવીએ ભગવદ્ ગૌતમને આવતા જોયા. જોઈને તેણી હર્ષિત અને સંતુષ્ટ થઈ, પોતાના આસનેથી ઉઠી, ઉઠીને જ્યાં ભગવદ્ ગૌતમ હતા ત્યાં આવી. ભગવદ્ ગૌતમને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થોથી પ્રતિલાભિત કર્યા (વહોરાવ્યા) પ્રતિલાભિત કરીને પ્રતિવિસર્જિત કર્યા. ત્યારપછી તે અતિમુક્તકુમારે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું (પૂછ્યું) – હે ભદંત! આપ ક્યાં રહો છો ? ત્યારે ભગવ, ગૌતમે અતિમુક્ત કુમારને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ધર્મની આદિને કરનારા – યાવત્ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાના ઇચ્છુક શ્રમણ ભગવંત મહાવીર અહીં પોલાસપુર નગર બહાર શ્રીવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરી સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે અમે ત્યાં રહીએ છીએ. ત્યારપછી અતિમુક્તકુમારે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું પણ આપની સાથે શ્રમણ ભગવંત મહાવીરની પાદવંદનાને માટે આવવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ૦ અતિમુક્તકુમારની પ્રવજ્યા : ત્યારપછી તે અતિમુક્તકુમાર ભગવદ્ ગૌતમની સાથે જ્યાં શ્રમણ ભગવદ્ મહાવીર બિરાજતા હતા, ત્યાં આવ્યાં. આવીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વંદના કરી – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યા. ત્યારપછી ભગવદ્ ગૌતમ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરની સમીપે ગમનાગમન સંબંધિ પ્રતિક્રમણ કર્યું. કરીને એષણા–અષણા સંબંધિ આલોચના કરી. આલોચના કરીને આહાર–પાણી Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૮૫ દેખાડ્યા. દેખાડીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે વિશાળ પર્ષદાની વચ્ચે અતિમતુક્તકુમારને યોગ્ય આશ્ચર્યકારી ધર્મનું કથન કર્યું. ત્યારે તે અતિમુક્તકુમાર શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરી, સમજી, હર્ષિત અને સંતુષ્ટ થઈને આ પ્રમાણે બોલ્યા હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ – એટલું વિશેષ કે હું આપ દેવાનુપ્રિયની પાસે – યાવત્ - પ્રવ્રજિત થવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો, પણ પ્રમાદ ન કરો. ત્યારપછી તે અતિમુક્તકુમાર જ્યાં તેના માતાપિતા હતા ત્યાં આવ્યા – યાવતું - હે માતાપિતા આપની અનુમતિ પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગારિક પ્રવજ્યા સ્વીકાર કરવા ઇચ્છું છું. ત્યારે અતિમુક્તકુમારના માતાપિતાએ આ પ્રમાણે કહ્યું હે પુત્ર ! હજી તું બાળક છે. તત્ત્વનો જ્ઞાતા નથી. શું તું ધર્મને જાણે છે ? ત્યારે અતિમુક્તકુમારે માતાપિતાને કહ્યું હે માતાપિતા ! જે હું જાણું છું, તેને જાણતો નથી અને જેને નથી જાણતો તેને જાણું છું. ત્યારે માતાપિતાએ અતિમુક્તકુમારને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! આ તું શું કહી રહ્યો છે ? કે જે જાણું છું તેને નથી જાણતો અને જેને નથી જાણતો તેને જાણું છું. ત્યારપછી અતિમુક્તકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! એટલું હું જાણું છું કે, જેણે જન્મ લીધો છે, તેનું અવશ્ય મૃત્યુ થશે. પણ હે માતાપિતા ! હું એ નથી જાણતો કે તે ક્યારે, ક્યાં, કઈરીતે અને કેટલા સમય પછી મૃત્યુ પામશે. હે માતાપિતા ! હું એ નથી જાણતો કે ક્યાં કર્મો દ્વારા જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તે માતાપિતા ! હું એ જાણું છું કે જીવ પોતાના જ કર્માનુસાર નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિઓમાં ઉત્પન્ન થાય છે. તેથી કરીને હે માતાપિતા ! મેં કહ્યું કે જેને નથી જાણતો તેને હું જાણું છું અને જેને જાણું છું તેને નથી જાણતો. તે કારણથી જ હે માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને – વાવ – પ્રવ્રજિત થવા ઇચ્છું છું. ત્યારપછી જ્યારે માતાપિતા અતિમુક્તકુમારને સામાન્ય અને વિશેષ યુક્તિઓથી અને સંજ્ઞાપના, વિજ્ઞાપના, વાણી દ્વારા સમજાવવા, બુઝાવવા, વિજ્ઞપ્તિ કરવા, વિનવણી કરવામાં સમર્થ ન થયા ત્યારે અનિચ્છાપૂર્વક ઉદાસીન મનથી અતિમુક્તકુમારને કહ્યું હે પુત્ર ! અમે એક દિવસને માટે તારી રાજ્યશ્રી જોવા ઇચ્છિએ છીએ. ત્યારે તે અતિમુક્તકુમાર માતાપિતાની ઇચ્છાનું સન્માન કરતો એવો મૌન રહ્યો. ત્યારે માતાપિતાએ તેનો મહાબલકુમારની માફક રાજ્યાભિષેક કર્યો – યાવત્ – તેણે અભિનિષ્ક્રમણ કર્યું (દીક્ષા ગ્રહણ કરી) સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. Page #87 -------------------------------------------------------------------------- ________________ ८६ આગમ કથાનુયોગ-૩ ૦ અતિમુક્તકુમાર શ્રમણની બાલચેષ્ટા - તે કાળ, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય અતિમુક્ત કુમાર શ્રમણ હતા. જે સ્વભાવથી ભદ્ર, સ્વભાવથી શાંત, સ્વભાવથી અતિ અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા, મૃદુ માર્દવ સંપન્ન, આજ્ઞા અનુરૂપ પ્રવૃત્તિ કરનારા અને વિનયશીલ હતા. તે અતિમુક્તકુમાર શ્રમણ કોઈ દિવસે ખૂબ જ વર્ષા થઈ રહી હતી ત્યારે કાંખમાં રજોહરણ રાખી અને પાત્ર લઈને બહાર શૌચના નિમિત્તે નીકળ્યા. ત્યારપછી તે અતિમુક્તકુમાર શ્રમણે વહેતા એવા પાણીનો એક ખાડો જોયો. જોઈને તે ખાડાની ચારે તરફ માટીની પાળ બાંધી, પાળ બાંધીને “આ મારી નાવ છે, આ મારી નાવ છે." એ પ્રમાણે નાવિકની માફક પોતાના પાત્રને નાવરૂપ કરીને પાણી પર રાખી અને તેને તરાવા લાગ્યા. તે આવા પ્રકારની ક્રીડા કરતા હતા. તે પ્રવૃત્તિને સ્થવિરોએ જોઈ, જોઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા અને કહ્યું હે ભગવન્! આપ દેવાનુપ્રિયના જે અંતેવાસી અતિમુક્તકુમાર શ્રમણ છે, તો તે ભગવન્! તે અતિમુક્તકુમાર શ્રમણ કેટલા ભવ કરીને પછી સિદ્ધ થશે ? બુદ્ધ થશે ? મુક્ત થશે ? પરિનિર્વાણ પ્રાપ્ત કરશે ? અને સર્વ દુઃખોનો અંત કરશે ? શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને કહ્યું, હે આર્યો ! સ્વભાવથી ભદ્ર – યાવત્ – વિનીત એવો મારો શિષ્ય અતિમુક્તનામક કુમારશ્રમણ આ જ ભવમાં સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. તેથી હે આર્યો! તમે તે અતિમુક્ત કુમારશ્રમણની અવહેલના ન કરો, નિંદા ન કરો, રોષ ન કરો, ગર્તા–ઉપેક્ષા ન કરો અને અપમાન ન કરો, નિંદા ન કરો, રોષ ન કરો, ગર્તા–ઉપેક્ષા ન કરો અને અપમાન ન કરો. પણ હે દેવાનુપ્રિયો! તમે નિર્લીન ભાવથી તે અતિમુક્તકુમાર શ્રમણની સંભાળ રાખો, તેને સહાયતા આપો. અગ્લાનપણે આહાર-પાણી આદિથી વૈયાવચ્ચ કરો. કેમકે તે અતિમુક્ત કુમારશ્રમણ સર્વ દુઃખોનો અંત કરનાર અને ચરમ- શરીરી જીવ છે. ૦ અતિમુક્તકુમાર શ્રમણનો મોક્ષ : ત્યારપછી તે સ્થવિરો શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કરે છે અને અતિમુક્તકુમાર શ્રમણની ગ્લાનિરહિત થઈને સંભાળ લે છે, તેમને સહયોગ આપે છે. આહાર–પાણી આદિ વડે તેની સેવા વૈયાવચ્ચ કરે છે. તેઓ ઘણાં વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કરી, ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી વિપુલ પર્વત પર મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :સૂય યૂ.પૂ. ૩૨૫; ભગ. ૨૨૮; અંત ૨૫, ૩૯; – ૪ –– » –– ૦ સ્કંદક કથા : (સ્કંદક નામના બે મુનિઓની કથા પ્રસિદ્ધ છે (૧) કુંદક પરિવ્રાજકમાંથી અણગાર બનેલ સ્કંદક અને (૨) શ્રાવસ્તીનગરીના રાજકુમાર áદકની. તેમાંથી અહીં કુંદક પરિવ્રાજકની કથા પ્રસ્તુત છે) Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૦ કૃતંગલામાં ભ૰મહાવીરનું સમવસરણ : તે કાળ, તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરીના નિકટવર્તી ગુણશીલક ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદ વિહારથી વિચરણ કરતા હતા. તે કાળે, તે સમયે કૃતંગલા નામની નગરી હતી. તે કૃતંગલા નગરીની બહાર ઇશાનખૂણામાં છત્રપલાશક નામે ચૈત્ય હતું. તે સમયે ઉત્પન્ન જ્ઞાન–દર્શનના ધારક શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – સમવસર્યા. પર્ષદા નીકળી. ૦ શ્રાવસ્તીમાં સ્કંદક પરિવ્રાજક :-- તે કૃતંગલા નગરીની નજીક શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવસ્તી નગરીમાં કાત્યાયન ગોત્રીય ગર્દભાલનો શિષ્ય સ્કંદક નામે પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તથા પાંચમો ઇતિહાસ અને છઠ્ઠો નિઘંટુ એ છ નો સાંગોપાંગ અને રહસ્યસહિત પ્રવર્તક, ધારક, પારગામી હતો. છ અંગનો જ્ઞાતા હતો, ષષ્ઠિતંત્રમાં વિશારદ હતો, ગણિતશાસ્ત્ર, શિક્ષાશાસ્ત્ર, આચારશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર તથા બીજા પણ અનેક બ્રાહ્મણ અને પરિવ્રાજક સંબંધિ નીતિ અને દર્શનશાસ્ત્રોમાં અત્યંત નિપુણ હતો. ૦ પિંગલ દ્વારા લોકાદિના વિષયમાં પ્રશ્ન : ૮૭ તે જ શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક (મહાવીર) શ્રાવક પિંગલ નામે નિર્ગન્ધ રહેતો હતો. ( અહીં શ્રાવક અને નિગ્રન્થ બંને શબ્દો સાથે વપરાયેલ હોવાથી થોડો સંભ્રમ ઉત્પન્ન કરે છે. પણ અભયદેવસૂરિજીએ વૃત્તિમાં તેનું સ્પષ્ટીકરણ આપેલ છે તે પ્રમાણે નિર્ગુન્થનો અર્થ તો શ્રમણ સાધુ કર્યો જ છે. શ્રાવકનો અર્થ ભગવનના વચનરૂપ અમૃતને સાંભળવામાં રસિક એવો કર્યો છે. અર્થાત્ શ્રમણોપાસક ન સમજતા. “ભગવંતના વચન શ્રવણમાં પરમ રસિક સાધુ' એવો અર્થ સમજવો) ત્યારપછી તે વૈશાલિક શ્રાવક એવા પિંગલ નામના નિર્પ્રન્થ કોઈ એક સમયે જ્યાં કાત્યાયન ગોત્રીય સ્કન્દક રહેતો હતો ત્યાં આવીને કાત્યાયન ગોત્રીય સ્કંદકને આક્ષેપપૂર્વક આ પ્રમાણે પૂછ્યું હે માગધ ! (૧) શું લોક સાંત અંતસહિત છે કે, અંતરહિત–અનંત છે ? (૨) જીવ સાંત છે કે અનંત ? (૩) સિદ્ધિ સાંત છે કે અનંત છે ? (૪) સિદ્ધો સાંત છે કે અનંત ? (૫) કયા મરણથી મરતા એવા જીવ (નો સંસાર) વધે છે કે ઘટે છે ? તે પ્રશ્નોના તમે મને ઉત્તર આપો. ત્યારે જે વૈશાલિક શ્રાવક પિંગલ નિર્પ્રન્થે તે કાત્યાયન ગોત્રીય સ્કંદકને આ પ્રશ્નો પૂછયા, ત્યારે તે આ પ્રશ્નોનો ઉત્તર આમ હશે કે અન્ય ? એવા પ્રકારની શંકાવાળો; આ પ્રશ્નોનો ઉત્તર કઈ રીતે આપું ? એવા પ્રકારની કાંક્ષાવાળો, વિતિગિચ્છાવાળો, ભેદ સમાપન્ન અને કલેશયુક્ત થયો. પણ વૈશાલિક શ્રાવક પિંગલ નિર્પ્રન્થને કંઈપણ ઉત્તર આપવા માટે સક્ષમ ન થયો અને તેણે મૌન ધારણ કર્યું. ત્યારે વૈશાલિક શ્રાવક પિંગલ નિગ્રન્થે કાત્યાયન ગોત્રીય સ્કંદકને ફરીથી બીજીવાર—ત્રીજીવાર પણ તે જ પ્રશ્નો પૂછયા કે હે માગધ – શું લોક સાંત છે કે અનંત ? યાવત્ જીવ કઈ રીતે મરે તો તેનો સંસાર વધે અથવા ઘટે ? તેનો મને તું ઉત્તર આપ. ― Page #89 -------------------------------------------------------------------------- ________________ ८८ આગમ કથાનુયોગ-૩ ત્યારપછી જ્યારે તે વૈશાલિકશ્રાવક પિંગલનિર્ગથે કાત્યાયન ગોત્રીય સ્કંદકને ફરી બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રશ્રોને પૂછયા ત્યારે તે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સ, ભેદ સમાપન્ન અને કલેશસમાપન્ન થયો અને વૈશાલિકશ્રાવક પિંગલનિગ્રન્થને કંઈપણ ઉત્તર ન આપીને મૌન ધારણ કરીને રહ્યો. ૦ કંકનું ભ મહાવીરના દર્શનાર્થે કૃતંગલા જવું : ત્યારપછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક – યાવત્ – રાજમાર્ગથી ઘણી મોટી ભીડના રૂપે અથવા જનસમૂહના રૂપે પર્ષદા નીકળી. ત્યારપછી અનેક મનુષ્યોના મુખેથી ભ૦મહાવીરના આગમન સમાચાર સાંભળીને અને અવધારીને તે કાત્યાયન ગોત્રીય સ્કંદકના મનમાં આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ, વિચાર ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીની બહાર છત્રપલાશક નામના ચૈત્યમાં સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. તો હું જઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરીને, તેમનો સત્કાર સન્માન કરીને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ મહાવીર સ્વામીની પર્યપાસના કરીને આ પ્રકારના આ અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને પૂછું તો તે મારા માટે શ્રેયસ્કર થશે. આ પ્રકારનો વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં પરિવ્રાજક મઠ હતો ત્યાં આવ્યો. આવીને ત્રિદંડ, કુંડી, રૂદ્રાક્ષની માળા, કરોટિકા, વૃષિક (એક પ્રકારનું આસન), કેસરિકા (કપડાનો ટુકડો), છત્રાલય, અંકુશ, પવિત્રી, ગણેત્રિકા, છત્ર, ઉપામહ, પાદુકા, ગેરુથી રંગેલ વસ્ત્રોને લીધા, લઈને પરિવ્રાજક મઠથી નીકળ્યો. નીકળીને ત્રિદંડ, કુંડી, રુદ્રાક્ષની માળા, કરોટિકા, વૃષિક, કેસરિકા, છત્રાલય, અંકુશ, પવિત્ર, ગણેત્રિકાને હાથમાં લઈને, છત્રને માથે ઓઢીને, ઉપાનહ પહેરીને, ગેરુથી રંગેલ વસ્ત્રો શરીર પર ધારણ કરીને શ્રાવસ્તી નગરીની મધ્યમાંથી નીકળ્યો. – નીકળીને જ્યાં કૃદંગલા નગરી હતી. જ્યાં છત્રપલાશક ચૈત્ય હતું. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા. તે તરફ જવાને માટે ઉદ્યત થયો. ૦ ભમહાવીર દ્વારા ગૌતમને સ્કન્દક આગમન નિર્દેશ : હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! તું આજ તારા પૂર્વના સંગતિકને જોઈશ. હે ભગવન્! હું કોને જોઈશ ? ભગવંત મહાવીરે ઉત્તર આપ્યો, “સ્કંદ નામના પરિવ્રાજકને.” ગૌતમે પૂછ્યું, હું તેને ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલા સમયમાં જોઈશ ? હે ગૌતમ ! તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. તે શ્રાવસ્તી નગરીમાં ગર્દભાલનો શિષ્ય કાત્યાયન ગોત્રીય સ્તંક નામનો પરિવ્રાજક રહેતો હતો – યાવત – જ્યાં હું છું ત્યાં મારી તરફ આવવા ઉદ્યત થયો છે. તે આપણી નજીક પહોંચવા આવ્યો છે. તેણે ઘણો માર્ગ પસાર કરી લીધો છે, અડધે રસ્તો તો પહોંચી ગયો છે. હે ગૌતમ! તું આજે જ તેને જોઈશ. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૮૯ હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! તે કાત્યાયન ગોત્રીય &દક આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને, ગૃહનો ત્યાગ કરી, આનગારકત્વ અંગીકાર કરવામાં સમર્થ છે ? હાં, ગૌતમ ! તે સમર્થ છે. જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ભગવદ્ ગૌતમને આ વાત કરી રહ્યા હતા. એટલામાં તે કાત્યાયન ગોત્રીય સ્કંદક તે સ્થાને ભગવંત મહાવીર બિરાજતા હતા, ત્યાં શીઘ આવ્યો. ૦ ગૌતમે સ્કંદકને આવકાર્યા અને પ્રયોજન કહ્યું : ત્યારપછી ભગવદ્ ગૌતમ, કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકને નિકટ આવેલો જાણીને જલ્દીથી પોતાના આસનેથી ઊભા થયા, ઊભા થઈને જલ્દીથી સ્કન્દકની સામે ગયા અને જ્યાં કાત્યાયન ગોત્રીય પરિવ્રાજક સ્કંદક હતો, ત્યાં આવ્યા. આવીને કાત્યાયન ગોત્રીય સ્કંદકને આ પ્રમાણે કહાં– હે સ્કંદક ! તમારું સ્વાગત છે, હે કુંદક તમારું સુસ્વાગત છે. હે કુંદક ! તમારું અન્વાગત છે. હે કંઇક તમારું સ્વાગત અન્વાગત છે. હે કુંદક ! શ્રાવસ્તીનગરીમાં તમને વૈશાલિક શ્રાવક પિંગલક નિર્ગથે એવું પૂછેલું કે, હે માગધ ! શું લોક સાંત છે અથવા અનંત છે ? એ પ્રમાણે પૂર્વવતુ જાણવું – યાવત્ – જેનાથી શંકિત થઈને તમે શીઘ અહીં આવ્યા છો. હે કુંદક ! શું આ વાત બરાબર છે ? હાં, આ વાત સત્ય છે. (સ્કંદકે કહ્યું, ૦ ભ૦મહાવીરના જ્ઞાન વિશે સ્કંદકને આશ્ચર્ય : ત્યારપછી કાત્યાયન ગોત્રીય સ્વંદકે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ! એવા કોણ તથારૂપ જ્ઞાની અને તપસ્વી પુરુષ છે કે જેણે મારી ગુપ્ત વાત તમને જલ્દીથી કહી દીધી, જેથી તમે આ રહસ્યને જાણો છો ? ત્યારે ભગવદ્ ગૌતમે કાત્યાયન ગોત્રીય સ્કન્દકને આ પ્રમાણે કહ્યું, હે કુંદક ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર ઉત્પન્ન જ્ઞાન અને દર્શનના ધારક છે, અહંત છે, જિન છે, કેવલી છે, અતીત, વર્તમાન, અનાગત કાળના જ્ઞાતા છે, સર્વજ્ઞ, સર્વદર્શી છે, જેણે મને તમારી ગુપ્ત વાત શીઘ કહી દીધી. જેનાથી હું આ વાત જાણું છું. ત્યારપછી કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકે ભગવનું ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! આવો, આપણે તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરીએ, નમસ્કાર કરીએ, તેમનું સત્કાર–સન્માન કરીએ અને તે કલ્યાણરૂપ, મંગલરૂપ, ચૈત્યરૂપ પ્રભુની પર્યાપાસના કરીએ. હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી ભગવદ્ ગૌતમ કાત્યાયન ગોત્રીય સ્કંદકની સાથે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, તે તરફ જવાને માટે ઉદ્યત થયા. Page #91 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ ૦ ભ૦મહાવીરની સ્કંદકે કરેલ પર્યપાસના : તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીર વ્યાવૃત્તભોજી હતા. તે વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંતનું શરીર ઉદાર, શૃંગાર કર્યો હોય તેવું, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલરૂપ, અલંકારોથી રહિત હોવા છતાં શોભતું, ઉત્તમ લક્ષણ, વ્યંજન અને ગુણોની શોભાથી યુક્ત અતીવ અતીવ શોભી રહ્યું હતું. ત્યારપછી તે કાત્યાયનગોત્રીય સ્કંદક વ્યાવૃત્ત ભોજી શ્રમણ ભગવંત મહાવીરનું ઉદાર શરીર – યાવત્ – શોભા દ્વારા અત્યંત શોભાયમાન શરીરને જુએ છે. જોઈને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત ચિત્તવાળો થયો અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી – યાવત્ – તેમની પર્યુપાસના કરવા લાગ્યો. ૦ ભ૦મહાવીર દ્વારા સ્કંદકને બોધ : હે કુંદક ! એ પ્રમાણે કહીને શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયન ગોત્રીય સ્કંદકને આ પ્રમાણે કહ્યું, હે સ્કંદક શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગળે તને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછેલું- હે માગધ ! શું લોક શાંત છે કે અનંત છે? ઇત્યાદિ પૂર્વવત્ જાણું – યાવત્ – જે કારણે તે જલ્દીથી મારી પાસે આવેલ છે. તે સ્કંદક ! શું આ અર્થ સમર્થ છે ? – સત્ય છે ? હાં, આ સત્ય છે. (સ્કંદકે કહ્યું, હે કુંદક ! તારા મનમાં જે આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, શું લોક સાંત છે કે અનંત છે ? તેનો અર્થ આ પ્રમાણે છે – હે સ્જદક ! મેં લોક ચાર પ્રકારનો બતાવેલો છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી જે લોક છે, તે એક છે અને અંતસહિત છે. ક્ષેત્રથી જે લોક છે, તે અસંખ્ય કોડાકોડી યોજનના આયામ વિખંભવાળો છે અને તેની પરિધિ અસંખ્ય કોડાકોડી યોજન પ્રમાણ છે તથા તેનો અંત પણ છે. કાળથી જે લોક છે, તે કોઈ સમયે ન હતો એવું નથી, કોઈ સમયે નહીં હોય તેમ પણ નથી, કોઈ સમયે નથી તેમ પણ નહીં પરંતુ તે હંમેશા હતો, હંમેશા છે અને હંમેશા રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે તથા અનંત છે. ભાવથી જે લોક છે તે અનંત વર્ણ પર્યાયરૂપ છે, અનંત ગંધ પર્યાયરૂપ છે, અનંત રસપર્યાય રૂપ છે, અનંત સ્પર્શ પર્યાયરૂપ છે. અનંત સંસ્થાન પર્યાયરૂ૫ છે, અનંત ગુરુલઘુ પર્યાયરૂપ તથા અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે, તેનો અંત નથી. તેથી સ્કન્દક ! દ્રવ્યથી લોક અંતવાળો છે. ક્ષેત્રથી લોક અંતવાળો છે, કાલથી લોક અનંત છે, ભાવથી લોક અનંત છે. ૦ ચતુર્વિધ જીવ પ્રરૂપણા : હે áદક ! તને જે આ, આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ સમુત્પન્ન થયો છે – શું જીવ સાંત છે કે અનંત છે ? તેનો અર્થ આ પ્રમાણે છે હે કુંદક ! મેં જીવને ચાર પ્રકારે પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે દ્રવ્યથી, ક્ષેત્રથી, Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ કાળથી અને ભાવથી, દ્રવ્યથી જીવ એક છે અને અંતવાળો છે, ક્ષેત્રથી જીવ અસંખ્યાત પ્રદેશવાળો છે અને અસંખ્ય પ્રદેશોમાં તેનો અવગાહ છે અને તેનો અંત પણ છે. કાળથી જીવ કોઈ સમયે ન હતો એમ પણ નથી, કોઈ કાળે નહીં હોય તેમ પણ નથી, કોઈ કાળે નથી તેમ પણ નહીં. જીવ હંમેશા હતો – છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે અને તેનો અંત નથી. ભાવથી જીવમાં અનંત જ્ઞાનપર્યાય, અનંત દર્શનપર્યાય, અનંત ચારિત્રપર્યાય, અનંત ગુરુ લઘુ પર્યાય, અનંત અગુરુલઘુ પર્યાય છે અને તેનો અંત નથી. તેથી હે સ્કંદક ! દ્રવ્યથી જીવ અંતસહિત છે, ક્ષેત્રથી જીવ અંતસહિત છે. કાળથી જીવ અનંત છે અને ભાવથી પણ અનંત છે. ૦ ચાર પ્રકારની સિદ્ધિની પ્રરૂપણા :~ હે સ્કંદક ! તને જે આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો છે કે, શું સિદ્ધિ અંતવાળી છે કે અંતરહિત છે ? તેનો ઉત્તર પણ એ જ છે કે હે સ્કંદક ! મેં સિદ્ધિ ચાર પ્રકારે પ્રરૂપેલી છે. તે આ પ્રમાણે—દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી સિદ્ધિ એક અને અંત સહિત છે. ક્ષેત્રથી સિદ્ધિ ૪૫ લાખ યોજન આયામ—વિખંભવાળી છે અને તેની પરિધિ ૧૪,૨૩,૨૪૯ યોજનથી કંઈક વિશેષાધિક છે અને અંતસહિત છે. ૯૧ કાળથી સિદ્ધિ ક્યારેય ન હતી તેમ નહીં, ક્યારેય નથી. નથી તેમ નહીં અને ક્યારેય નહીં હોય તેમ પણ નથી. સિદ્ધિ હતી – છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય અવસ્થિત અને નિત્ય છે. તેમજ તેનો અંત નથી. ભાવથી સિદ્ધિ અનંત વર્ણપર્યાય, અનંત ગંધપર્યાય, અનંત રસપર્યાય, અનંત સ્પર્શપર્યાય, અનંત સંસ્થાન પર્યાય, અનંત ગુરુ લઘુ પર્યાય, અનંત અગુરુલઘુપર્યાય રૂપ છે તથા તેનો અંત નથી. તેથી હે સ્કંદક ! દ્રવ્યથી સિદ્ધિ અંતવાળી છે. ક્ષેત્રથી સિદ્ધિ અંતવાળી છે, કાળથી સિદ્ધિ અનંત છે અને ભાવથી પણ સિદ્ધિ અનંત છે. ૦ ચાર પ્રકારની સિદ્ધ પ્રરૂપણા : હે સ્કંદક ! તને જે આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, સિદ્ધો અંતસહિત છે અથવા અંતરહિત છે ? તેનું પણ આ સ્પષ્ટીકરણ છે હે સ્કંદક ! મેં ચાર પ્રકારની સિદ્ધોની પ્રરૂપણા કરી છે. તે આ પ્રમાણે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. દ્રવ્યથી સિદ્ધ એક છે અને સાંત છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશવાળા છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે અને તેનો અંત પણ છે. કાળથી સિદ્ધ આદિવાળા છે, પરંતુ અપર્યવસિત છે અર્થાત્ તેનો અંત નથી -- અંતરહિત છે. ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યાયરૂપ છે, અનંતદર્શન પર્યાયરૂપ છે યાવત્ અનંત અગુરુ લઘુપર્યાયરૂપ છે અને તેનો અંત નથી. - - Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આગમ કથાનુયોગ-૩ તેથી હે કુંદક ! દ્રવ્યથી સિદ્ધ અંતસહિત, ક્ષેત્રથી સિદ્ધ અંતસહિત છે, કાળથી સિદ્ધ અંતરહિત અને ભાવથી પણ અંતરહિત છે. ૦ મરણ પ્રરૂપણા : હે કુંદક ! તને જે આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, જીવ કયા મરણથી મરે તો તેનો સંસાર વધે છે અથવા ઘટે છે ? તેનો ઉત્તર પણ આ પ્રમાણે છે – હે ઠંદક ! મેં મરણ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે – બાલ મરણ અને પંડિત મરણ. તેમાંથી બાલમરણ શું છે ? બાળમરણ બાર પ્રકારે કહ્યું છે – તે આ પ્રમાણે :- (૧) વલય મરણ, (૨) વશારૂં મરણ, (૩) અંતઃશલ્ય મરણ, (૪) તદ્ભવ મરણ, (૫) ગિરિપતન, (૬) તરૂપતન, (૭) જળપ્રવેશ, (૮) અગ્નિપ્રવેશ, (૯) વિષભક્ષણ, (૧૦) શસ્ત્રઘાત, (૧૧) ફાંસી લગાવવી અને (૧૨) ગૃપૃષ્ઠ. (હિંસક પક્ષી-પશુઓ દ્વારા મરણ). હે áદક ! આ બાર પ્રકારના બાળમરણોથી મરવાથી જીવ અનંતીવાર નારકભવોને પ્રાપ્ત કરે છે. અનંત તિર્યંચભવોના ગ્રહણથી પોતાની આત્માને સંયોજિત કરે છે, અનંત વાર મનુષ્યભવોને પ્રાપ્ત કરે છે અને અનંતવાર દેવભવોને ધારણ કરે છે અને અનાદિ, અનંત, વિસ્તૃત, ચતુર્ગતિરૂપ સંસારરૂપ વનમાં ભટકતો રહે છે. આ પ્રકારના બાળ મરણથી મરનાર જીવ પોતાના સંસારને વધારે છે. અર્થાત્ આવા બાળમરણથી સંસારની વૃદ્ધિ થાય છે. તે પંડિત મરણ શું છે ? પંડિત મરણ બે પ્રકારનું છે – તે આ પ્રમાણે :- (૧) પાદપગમન અને (૨) ભક્ત પ્રત્યાખ્યાન. પાદોપગમન મરણ શું છે ? પાદોપગમન મરણ બે પ્રકારનું છે. તે આ પ્રમાણે :- (૧) નિરિમ અને (૨) અનિરિમ. આ બંને પ્રકારના પાદોપગમન મરણ પ્રતિકર્મરહિત છે. આવું પાદોપગમન મરણનું સ્વરૂપ છે. ભક્ત પ્રત્યાખ્યાન મરણ શું છે ? ભક્ત પ્રત્યાખ્યાન મરણ બે પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે :- (૧) નિર્ધારિમ અને (૨) અનિહરિમ. આ બંને મરણ પ્રતિકર્મસહિત છે. આ ભક્ત પ્રત્યાખ્યાન મરણનું સ્વરૂપ છે. હે કુંદક ! આ બંને પ્રકારના પંડિત મરણોથી મરનારો જીવ નારકોના અનંતભવોને પ્રાપ્ત નથી કરતો. અનંત તિર્યંચભવોને પ્રાપ્ત નથી કરતો. અનંત મનુષ્યભવોને પ્રાપ્ત નથી કરતો. અનંત દેવભવોને પ્રાપ્ત નથી કરતો. પરંતુ અનાદિ, અનંત, વિશાળ, ચાતુર્ગતિક રૂપ સંસાર વનને પાર કરી જાય છે. આવા પ્રકારના મરણથી મરવાથી જીવનો સંસાર ઘટે છે. આ પંડિત મરણનું સ્વરૂપ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૯૩ હે સ્કંદક ! પૂર્વોક્ત બે પ્રકારના મરણ દ્વારા મરતા એવા જીવનો સંસાર વધે પણ છે અને ઘટે પણ છે. ૦ સ્કંદકની પ્રવજ્યા : આ વાત સાંભળીને તે કાત્યાયનગોત્રીય સ્કદકપરિવ્રાજક સંબુદ્ધ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો – હે ભગવંત ! હું આપની પાસેથી કેવલી પ્રરૂપિત ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. પરંતુ વિલંબ (પ્રતિબંધ) ન કરો. * ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયન ગોત્રીય સ્કન્દક પરિવ્રાજક તથા ઉપસ્થિત વિશાલ જનસમૂહને ધર્મ કહ્યો. ત્યારપછી તે કાત્યાયનગોત્રીય સ્કંદકપરિવ્રાજક શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મશ્રવણ કરીને, અવધારીને, હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, નંદિત, પ્રીતિમના, પરમ સૌમનસ અને હર્ષવશ વિકસિત હદયવાળો થયો અને આસનેથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના– નમસ્કાર કરે છે. વંદના–નમસ્કાર કરીને તે આ પ્રમાણે બોલ્યો હે ભગવંત ! હું નિર્ચન્જ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ – તે એ પ્રમાણે જ છે, જેવું આપ કહો છો, એવું કહીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને ઇશાન ખૂણામાં ગયો, ત્યાં જઈને ત્રિદંડ, કુંડી – યાવત્ – ગેરુ રંગી વસ્ત્રને એકાંતમાં રાખે છે. રાખીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરે છે, કરીને વંદના-નમસ્કાર કરે છે. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો હે ભગવન્! આ લોક જરા અને મરણથી આલિત છે, હે ભગવન્! પ્રલિપ્ત છે અને હે ભગવન્! આલિપ્ત–પ્રલિપ્ત છે. તેથી જેમ કોઈ ગૃહપતિ અગ્નિથી બળતા એવા ઘરમાંથી જે અલ્પભારવાળું પણ બહુમૂલ્ય સામાન હોય, તેને લઈને એકાંતમાં ચાલ્યો જાય છે. આ અવશિષ્ટ બચેલો સામાન મને આગળ-પાછળ હિતરૂપ, સુખરૂપ, કુશલરૂપ અને અનુક્રમે અંતમાં નિશ્રેયસ કલ્યાણરૂપ થશે. આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! મારો આત્મા પણ એક પ્રકારની બહુમૂલ્ય વસ્તુ છે, જે મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ, ધૈર્ય અને વિશ્વાસના આધારરૂપ, સંમત, બહુમત, અનુમત અને આભૂષણની મંજૂષા સમાન છે. તેથી તેને શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, ચોર, વાઘ, ડાંસા, મચ્છર, વાત, પિત, શ્લેષ્મ, સન્નિપાત આદિ વિવિધ પ્રકારના રોગતંક, પરીષહ, ઉપસર્ગ આદિ સ્પર્શ ન કરે, હાનિ ન પહોંચાડે અને ઉપરોક્ત વિદનોથી તેને બચાવી લઉં. તો તે મારો આત્મા પરભવમાં હિતરૂ૫, સુખરૂપ. કુશલરૂપ અને પરંપરાએ કલ્યાણરૂપ થશે. તેથી હે દેવાનુપ્રિય ! હવે હું ઇચ્છું છું કે, આપ સ્વયં મને પ્રવજિત કરો, મુંડિત કરો. સ્વયનવ શિક્ષા આપો, શીખવો, સ્વયં આચાર, ગોચર, વિનય, વૈનાયિક, વિનયનું ફળ, ચરણ, કરણ, યાત્રા, માત્રારૂપ ધર્મ કહો. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આગમ કથાનુયોગ-૩ ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સ્વયં કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકને પ્રવ્રુજિત કર્યો – યાવત્ - ધર્મ કહ્યો – આ પ્રમાણે હે દેવાનુપ્રિય! તારે આ પ્રકારે ચાલવું જોઈએ, આ પ્રકારે ઊભા થવું, આ પ્રકારે બેસવું, આ પ્રકારે સુવું, આ પ્રકારે ખાવું, આ પ્રકારે બોલવું, આ પ્રકારે ઉઠવું, એ રીતે પ્રાણ, ભૂત, જીવ અને સત્વોના વિષયમાં સંયમપૂર્વક વર્તન કરવું અને આ વિષયમાં કિંચિત્ માત્ર પણ પ્રમાદ કરવો નહીં. ત્યારપછી કાત્યાયાનગોત્રીય સ્કંદકમુનિએ શ્રમણ ભગવંત મહાવીરનો આ પ્રકારનો ધર્મોપદેશ સમ્યક પ્રકારે સ્વીકાર કર્યો અને જે પ્રકારે શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા છે, તન્નરૂપ તે ચાલે છે, રહે છે, બેસે છે, સુવે છે, ખાય છે, બોલે છે, ઉઠે છે તેમજ પ્રાણ, ભૂત, જીવ, સત્વોની પ્રતિ સંયમપૂર્વક પ્રવૃત્તિ કરે છે તથા એ વિષયમાં જરા પણ પ્રમાદ કરતા નથી. ત્યારે તે કાત્યાયનગોત્રીય સ્કંદક અણગાર થયા. ઇર્યાસમિતિયુક્ત – યાવતું – ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાથી સહન કરનારા, જિતેન્દ્રિય, શોધક, આકાંક્ષારહિત, સંભ્રમરહિત, ઉત્સુકતારહિત, સંયમ સિવાય અન્યત્ર મનને ન રાખનારા, સુશ્રામણ્યમાં લીન અને દાંત થઈને આ નિર્ચન્જ પ્રવચનને સન્મુખ રાખીને, આગળ રાખીને વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરી અને છત્રપલાશક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહાર જનપદ વિહારથી વિચરવા લાગ્યા. ૦ સ્કંદકમુનિ દ્વારા ભિક્ષુપ્રતિમા ગ્રહણ : ત્યારપછી તે સ્કન્દક અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિથી આરંભી અગિયાર અંગોનું અધ્યયન કરે છે, અધ્યયન કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન છે, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વિંદના–નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવંત! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું માસિક ભિક્ષુપ્રતિમા ધારણ કરીને વિચરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ તમને ઉચિત લાગે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને તે સ્કંદક અણગાર હર્ષિત થયા – યાવત્ – એક માસની ભિક્ષુ પ્રતિમાને ધારણ કરી વિચરવા લાગ્યા. - ત્યારપછી તે કંઇક અણગાર માસિક ભિક્ષુ પ્રતિમાને સૂત્ર અનુસાર, કલ્પ અનુસાર, માર્ગ અનુસાર, સત્યતાપૂર્વક અને સમ્યક્ પ્રકારે પૂર્ણતયા કાયા વડે સ્પર્શ કરે છે, પાલન કરે છે, શોભાવે છે, સમાપ્ત કરે છે, પૂર્ણ કરે છે, કીર્તન કરે છે, અનુપાલન કરે છે અને આજ્ઞા પ્રમાણે આરાધના કરે છે. એ રીતે સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્પર્શીને, પાલન કરીને, શોભિત કરીને, સમાસ કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને, અનુપાલન કરીને, આજ્ઞાપૂર્વક આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના, નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૯૫ હે ભગવંત! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું દ્વિ-માસિક ભિક્ષુ પ્રતિમા ધારણ કરીને વિચરવા ઇચ્છું છું. ભગવંતે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો પણ વિલંબ ન કરો. આ પ્રમાણે ત્રિમાસિક, ચાતુર્માસિક, પંચમાસિક, છમાસિક, સપ્ત માસિક, પ્રથમ સાત રાત્રિ-દિવસની, બીજી સાત રાત્રિ-દિવસની, ત્રીજી સાત રાત્રિ-દિવસની, ચોથી રાત્રિ-દિવસની અને પાંચમી એક રાત્રિકી પ્રતિમાની આરાધના કરી (પાલન કર્યું). ત્યારપછી તે કુંદક અણગાર એકરાત્રિકી ભિક્ષુપ્રતિમાની સ્ત્ર અનુસાર યાવત્ આરાધના કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કર્યો, વંદના–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું હે ભગવંત! જો આપની આજ્ઞા હોય તો હું ગુણરત્ન સંવત્સર નામક તપોકમને ધારણ કરીને વિચરવા ઇચ્છું છું. ત્યારે ભગવંતે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ૦ સ્કંદક દ્વારા તપ આરાધના – તપથી દેહની શુષ્કતા : ત્યારપછી તે કુંદક અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પ્રાપ્ત થવાથી હર્ષિત થયા, સંતુષ્ટ થયા – યાવત્ – નમસ્કાર કરીને ગુણરત્ન સંવત્સર તપ ધારણ કરીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે સ્કંદક અણગાર ગુણરત્ન સંવત્સર તપની સ્ત્ર અનુસાર, આચાર અનુસાર – યાવત્ – આરાધના કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા. વંદના-નમસ્કાર કરીને ઘણાં બધાં ઉપવાસ, છઠ, અઠમ, ચોલુ-પચોલું, માસક્ષમણ, અર્ધ માસક્ષમણ આદિ વિચિત્ર તપોકર્મ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. - ત્યારપછી તે સ્કંદક અણગાર પૂર્વોક્ત પ્રકારના ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહીત, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલરૂપ, શોભાયુક્ત, ઉગ્ર, ઉદાત્ત– ઉત્પલ, ઉત્તમ, ઉદાર અને મહાનું પ્રભાવવાળા તપ કર્મથી શુષ્ક, રૂક્ષ, માંસરહિત થઈ ગયા, માત્ર હાડકા અને ચામડાથી આચ્છાદિત જેવા રહી ગયા. તેઓ જ્યારે ચાલતા હતા ત્યારે હાડકામાંથી કડકડ અવાજ થતો હતો. દુર્બળ થઈ ગયા હતા. તેની નસો દેખાતી હતી. તે હવે ફક્ત પોતાના આત્મબળથી જ ચાલતા હતા. આત્મબળથી જ બેસતા હતા, તેઓ એટલા કમજોર થઈ ગયા હતા કે બોલ્યા પછી થાક અનુભવતા હતા. બોલતા–બોલતા અને બોલવાનો વિચાર કરે તો પણ ગ્લાનિ થતી હતી. જેમ કોઈ લાકડાંની ભરેલી ગાડી હોય, પાંદડાની ભરેલી ગાડી હોય અથવા પાંદડા, તલ અને બીજા કોઈ સામાનની ભરેલી ગાડી હોય અથવા એરંડકાષ્ઠથી ભરેલી ગાડી હોય કે કોલસાની ભરેલી ગાડી હોય તો જ્યારે તે બધી ગાડીઓમાં ધૂપમાં સુકાવીને પાંદડા આદિ ભરી ધકેલાય તો તે ગાડી અવાજ (ખડખs) કરતી ચાલે છે અને અવાજ કરતી–કરતી જ ઊભી રહે છે. એ જ પ્રકારે કંઇક અણગાર પણ જ્યારે ચાલતા કે ઊભા રહેતા હતા ત્યારે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આગમ કથાનુયોગ-૩ ખડખડ શબ્દ થતો હતો. તેઓ તપથી પુષ્ટ હતા. પણ માંસ અને લોહીથી ક્ષીણ હતા અને રાખના ઢગલાથી ઢંકાયેલ અગ્રિસમાન તપ, તેજ અને તપોતેજની શોભા દ્વારા ઘણાં ઘણાં શોભાયમાન થઈ રહ્યા હતા. ૦ સ્કંદકનો સમાધિ મરણ માટે સંકલ્પ : તે કાળ, તે સમયે રાજગૃહ નગરમાં – યાવત્ – ભગવંત મહાવીરનું સમવસરણ થયું – યાવત્ – પર્ષદા પાછી ગઈ. ત્યારપછી કોઈ એક દિવસે તે સ્કંદક અણગારને મધ્યરાત્રિ સમયે ધર્મજાગરણામાં જાગતા-જાગતા આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ –– ઉત્પન્ન થયો. હું આ અને આવા પ્રકારના ઉદાર તપથી – યાવત્ – દુબળો થઈ ગયો છું. મારી બધી નસો પણ બહાર દેખાઈ રહી છે. આત્મશક્તિને સહારે ચાલું છું – યાવત્ – આ પ્રકારે ચાલું છું ત્યારે ખડખડ અવાજ થાય છે, બેસું છું તો પણ ખડખડ અવાજ થાય છે. આ સ્થિતિમાં મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ છે, તો જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ છે – યાવત્ – મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન્ મહાવીર જિન સુહસ્તી માફક વિચરી રહ્યા છે ત્યાં સુધી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલે પ્રભાતવાળી રાત્રિ થાય ત્યારે, કોમળ કમળોના વિકસિત થવા પર, નિર્મળ પ્રભાત થયા પછી, લાલ અશોક વૃક્ષ જેવા પ્રકાશવાળા, પલાશપુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગ જેવા લાલ કમળના સમૂહવાળા વખંડને વિકસ્વર કરનાર, સહસ્ત્રકિરણોવાળો સૂર્ય તેજથી જાજવલ્યમાન થઈ ઉદય પામે ત્યારે – શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરીને, નમસ્કાર કરીને તેમનાથી અતિ નિકટ નહીં, અતિ દૂર નહીં એવા સ્થાને શુશ્રુષા કરતા કરતા સન્મુખ વિનયપૂર્વક અંજલિપૂર્વક પર્ધપાસના કરી અને શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા લઈને સ્વયં જ પાંચ મહાવ્રતોનું પુનઃ ઉચ્ચારણ કરી, શ્રમણ અને શ્રમણીઓને ખમાવીને, તથારૂપ યોગ્ય સ્થવરોની સાથે ધીમે ધીમે વિપુલ પર્વત પર ચઢીને, મેઘપટલ જેવા શ્યામવર્ણના અને દેવોના નિવાસ સ્થાનરૂપ પૃથ્વીશિલાપટ્ટકનું પ્રતિલેખન કરીને, દર્ભનો સંથારો બિછાવી અને દર્ભના સંથારો પર બેસીને સંલેખના દ્વારા – આત્મરમણ કરતા કરતા ભક્તપાનનો ત્યાગ કરીને, પાદોપગમન અનશને સ્થિત થઈને મરણની આકાંક્ષા ન કરતા વિચરણ કરું - આવો વિચાર કર્યો. વિચાર કરીને કાલે રાત્રિનું પ્રભાત થયું ત્યારે – યાવત્ – સહસ્રરશ્મિ તેજથી જાજ્વલ્યમાન દિનકર-સૂર્યના ઉદિત થયા પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યો. કરીને અતિ નિકટ નહીં, અતિ દૂર નહીં એવા સ્થાને શુશ્રુષા કરતા, નમસ્કાર કરતા એવા સન્મુખ વિનયપૂર્વક નતમસ્તકે બે હાથ જોડી પર્યુપાસના કરે છે. હે સ્કંદક ! આ પ્રમાણે કહીને શ્રમણ ભગવંત મહાવીરે સ્કંદક અણગારને આ પ્રમાણે કહ્યું, હે કુંદક મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણાથી જાગરણ કરતા કરતા તને Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૯૭ આવા પ્રકારનો અધ્યવસાય – યાવતુ – સંકલ્પ ઉત્પન્ન થયેલો કે હું પૂર્વોક્ત પ્રકારના ઉદાર વિપુલ તપ દ્વારા – યાવત્ – કાળની આકાંક્ષા ન કરતો એવો વિચરું – આવા પ્રકારનો વિચાર કર્યો, વિચાર કરીને રાત્રિના પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સહસ્ત્રકિરણોવાળો તેજથી જાજ્વલ્યમાન દિનકર–સૂર્યનો ઉદય થયો ત્યારે જ્યાં હું છું ત્યાં જલદીથી મારી પાસે આવ્યો. તો હે જીંદક ! શું આ વાત સત્ય છે ? &દકે ઉત્તર આપ્યો. હાં, આ વાત સત્ય છે. હે દેવાનુપ્રિય! જેમ તને સુખ ઉપજે તેમ કર, પણ વિલંબ ન કર. ૦ áદક અણગારે કરેલી સંલેખના : ત્યારપછી તે સ્કંદક અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુમતિ પ્રાપ્ત થવાથી હર્ષિત, સંતુષ્ટ, પ્રસન્નચિત્ત, આનંદિત, પ્રીતિયુક્ત મનવાળો, પરમ સૌમનસ, હર્ષથી વિકસિત હૃદયવાળો થઈને પોતાના સ્થાનેથી ઉઠ્યો, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને સ્વયમેવ પાંચ મહાવ્રતોનું આરોપણ કર્યું. આરોપણ કરીને સાધુ-સાધ્વીઓને ખમાવ્યા. ખમાવીને તથારૂપ Wવીરોની સાથે ધીમે ધીમે વિપુલાચલપર્વત પર ચઢ્યા. – ચઢીને મેઘપટલના સમાન શ્યામ વર્ણવાળા અને દેવોના નિવાસ સ્થાનરૂપ પૃથ્વીશિલાપટ્ટકની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, કરીને ઘાસનો સંથારો બિછાવ્યો. બિછાવીને પૂર્વ દિશા તરફ મુખ કરીને પર્યકાસને બેસી, દશ નખ ભેગા કરી, બંને હાથ જોડીને, મસ્તકે અંજલિ જોડીને આ પ્રમાણે બોલ્યા અરિહંત ભગવંતોને – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલાને મારા નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને મારા નમસ્કાર થાઓ. ત્યાં બિરાજમાન ભગવંત મહાવીરને અહીં રહેલો એવો હું વંદના કરું છું. ત્યાં બિરાજિત ભગવંત અહીં રહેલા એવા મને જુએ. એ પ્રમાણે કહીને વંદના–નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે સર્વ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન થાવજીવનને માટે કર્યા હતા – યાવત્ – મિથ્યા દર્શન શલ્યનું પ્રત્યાખ્યાન જીવનપર્યતને માટે કરેલ હતું. આ સમયે પણ શ્રમણ ભગવંત મહાવીરની પાસે જીવનપર્યંતને માટે સર્વ પ્રાણાતિપાત – યાવત્ – મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરું છું. એ જ પ્રમાણે માવજીવન અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહારનું પણ પ્રત્યાખ્યાન કરું છું. જે મારું આ ઇષ્ટ, કાંત, પ્રિય શરીર છે – યાવત્ – વાત્ત, પિત્ત, શ્લેષ્મ, સન્નિપાત આદિ વિવિધ રોગ અને આતંક, પરીષડ–ઉપસર્ગ સ્પર્શ કરે, એવા આ શરીરને પણ ચરમ ઉશ્વાસ–નિશ્વાસ પર્યત મરણના અંતિમ ક્ષણ પર્યત વોસિરાવું છું. એ પ્રમાણે સંલેખનાને પ્રીતિપૂર્વક ધારણ કરી, ભક્ત પ્રત્યાખ્યાન ત્યાગીને, વૃક્ષની માફક સ્થિર થઈ (પાદોપગમન કરી) મરણની આકાંક્ષા ન કરતા વિચરણ કરવા લાગ્યા. ત્યારે તે સ્કંદક અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવીરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરી, બાર વર્ષનો શ્રમણ પર્યાય પાલન કરી, Jain 3/ hternational Jail Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આગમ કથાનુયોગ-૩ માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ કરી સાઠ ભક્ત અનશન વડે આહારાદિનો ત્યાગ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિ પ્રાપ્ત કરીને, કાળધર્મ પામ્યા. ૦ કંઇક અણગારના વસ્ત્ર–પાત્રાદિ પાછા લાવવા : ત્યારપછી સ્કંદક અણગારને કાલગત જાણીને તે સ્થવીરોએ પરિનિર્વાણ નિમિત્તક કાયોત્સર્ગ કર્યો. કરીને પાત્ર અને વસ્ત્રોને લીધા. લઈને વિપુલ પર્વતથી ધીમેધીમે નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – આપ દેવાનપ્રિયના અંતેવાસી સ્કંદક નામના અણગાર જે પ્રકૃતિથી ભદ્ર, સ્વભાવથી વિનીત, પ્રકૃતિથી ઉપશાંત, પ્રકૃતિથી જ અતિ અલ્પતમ ક્રોધ, માન, માયા, લોભવાળા, માર્દવ, આર્જવ સંપન્ન, ગુરુ આજ્ઞામાં લીન તથા ભદ્ર અને વિનીત હતા તથા જે આપ દેવાનુપ્રિયની અનુમતિ પ્રાપ્ત કરીને સ્વયં જ પાંચ મહાવ્રતોનું આરોપણ કરી, શ્રમણ અને શ્રમણીઓની ક્ષમાપના કરી અમારી સાથે વિપુલ પર્વત પર ધીમે ધીમે ચડ્યા હતા – થાવત્ – માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ કરીને, સાઠ ભક્ત પાનોનો અનશન દ્વારા ત્યાગ કરીને, આલોચના–પ્રતિક્રમણ કર્યા બાદ, સમાધિ પ્રાપ્ત કરીને અનુક્રમે કાળધર્મ પામ્યા. આ તેના ઉપકરણો છે. ૦ કુંદક અણગારની ગતિ : હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું – આપ દેવાનુપ્રિયના અંતેવાસી સ્કંદક નામના અણગાર કાળમાસમાં કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા છે ? હે ગૌતમએ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે જણાવ્યું, હે ગૌતમ ! મારા અંતેવાસી સ્કંદક નામક અણગાર જે પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી ઉપશાંત, પ્રકૃતિથી અતિ અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા, માર્દવ–આર્જવ સંપન્ન, આજ્ઞામાં લીન, વિનીત હતા. તેમણે મારી અનુજ્ઞા પ્રાપ્ત કરીને, સ્વયં પાંચ મહાવ્રતોનું આરોપણ કર્યું – યાવત્ - માસિકી સંલેખનાપૂર્વક આત્માને શુદ્ધ કરીને, સાઠ ભક્તપાનોનું અનશન દ્વારા છેદન કરીને આલોચના–પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત કરીને, કાળમાસે કાળ કરીને અય્યત કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. તે કલ્પમાં કેટલાંક દેવોની બાવીશ સાગરોપમની આયુ હોય છે. ત્યાં કુંદક દેવની પણ બાવીશ સાગરોપમની સ્થિતિ છે. હે ભગવન્! તે સ્કંદક દેવ આયુભય, ભવલય, સ્થિતિશય થયા પછી તે દેવલોકથી ઐવિત થઈને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે સ્કંદમદેવ મહાવિદેહ વર્ષક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – સમગ્ર દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ભગ ૧૧૨ થી ૧૧૭; અંત. ૫; અનુત્ત. ૧; ગચ્છ. ૧૦૦–4; – ૮ – ૮ – Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૯૯ © ગંગેય કથા : તે કાળ, તે સમયે વાણિજ્ય ગ્રામ નામે નગર હતું. ત્યાં શ્રુતિપલાશ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. સમવસરણ રચાયું, પર્ષદા નીકળી, ભગવંતે ધર્મોપદેશ આપ્યો. પર્ષદા પાછી ફરી. તે કાળે, તે સમયે પાર્થાપત્ય ગાંગેય નામક અણગાર હતા. તેઓ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. શ્રમણ ભગવંત મહાવીરની અતિ નીકટ નહીં અતિ દૂર નહીં. એવા સ્થાને રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે પૂછ્યું (અહીં બહુ જ વિસ્તારથી ગંગેય અણગારના પ્રશ્નો અને તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. તે આખો વિષય દ્રવ્યાનુયોગ હોવાથી અહીં નોંધેલ નથી. માત્ર તેમણે પૂછેલા પ્રશ્નોનો નિર્દેશ જ કર્યો છે) (૧) નૈરયિકથી લઈને એકેન્દ્રિયાદિથી વૈમાનિક સુધીના જીવોની ઉત્પત્તિ સાન્તર કે નિરંતર ? (૨) નૈરયિકથી વૈમાનિક પર્યત જીવોનું ઉદ્વર્તન સાંતર કે નિરંતર ? (૩) પ્રવેશનકના ભેદ, નિરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને ચારે પ્રકારના દેવના પ્રવેશનક સંબંધિ વિસ્તૃત પ્રશ્નોત્તર. સ-અસત્ નૈરયિકથી વૈમાનિક જીવપર્યંતની ઉત્પત્તિ-ઉદ્વર્તન આદિ સંબંધે પ્રશ્નોત્તરી (૫) ભગવંતનું જ્ઞાન સ્વયં કે અસ્વયં, સાંભળીને કે સાંભળ્યા વિના ? (૬) નૈરયિકથી વૈમાનિક પર્યત જીવોની ઉત્પત્તિ સ્વયં કે અસ્વયં ? આવા પ્રકારના પ્રશ્નોના ભગવંત મહાવીર પાસેથી સમાધાન પ્રાપ્ત કરીને ગાંગેય અણગારે શ્રમણ ભગવંત મહાવીરનો સર્વજ્ઞ અને સર્વદર્શરૂપે જાણ્યા પછી ગાંગેય અણગારે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન– નમસ્કાર કર્યા. ત્યારપછી ભગવંતને કહ્યું હે ભગવંત ! હું આપની પાસે ચાતુર્યામરૂપ ધર્મને બદલે પાંચ મહાવ્રતરૂપ ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. એ પ્રમાણે સમગ્ર વર્ણન કાલસ્યવેષિક પુત્ર અણગાર સમાન જાણવું. (જુઓ - કાલસ્યવેષિક અણગારની કથા) – યાવત્ – ગાંગેય અણગાર સર્વદુઃખોથી મુક્ત થયા – હે ભગવનું તે એ જ પ્રમાણે છે. ૦ આગમ સંદર્ભ :ભગ ૪૫૧ થી ૪૫૯; @ પુદગલ પરિવ્રાજક કથા : તે કાળે, તે સમયે આલભિકા નામની નગરી હતી. ત્યાં શંખવન નામક ચૈત્ય હતું. તે શખવન ચૈત્યથી થોડે દૂર પુદગલ નામક પરિવ્રાજક રહેતો હતો. તે અન્વેદ, યજુર્વેદ - યાવત્ – બ્રાહ્મણ સંબંધિ અને પરિવ્રાજક સંબંધિ નયોમાં કુશળ હતો. નિરંતર છઠ– છઠનો તપ કરતો હતો. બે હાથ ઊંચા રાખી સૂર્યની સન્મુખ મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતો એવો વિચરણ કરતો હતો. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આગમ કથાનુયોગ-૩ ૦ પુગલને વિલંગ જ્ઞાન : ત્યારપછી તે પુદગલ પરિવ્રાજકને નિરંતર છઠ–છઠ તપ કરવાથી, ઊંચા હાથ રાખીને સૂર્ય સન્મુખ મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેવાથી તથા પ્રકૃતિથી ભદ્રતા–પ્રકૃત્તિથી ઉપશાપણું, પ્રકૃત્તિથી અત્યલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા હોવાથી મૃદુતા અને માર્દવતા સંપન્ન હોવાથી, આજ્ઞાનુરૂપ વૃત્તિવાળા હોવાથી, વિનીત હોવાથી કોઈ એક દિવસે તદાવરક કર્મોનો ક્ષયોપશમ થવાથી તેમજ ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરવાથી વિભંગ નામક જ્ઞાન ઉત્પન્ન થયું. તે ઉત્પન્ન વિભંગ જ્ઞાન દ્વારા બ્રહ્મલોક કલ્પવાસી દેવોપર્વતની સ્થિતિને જોવા અને જાણવા લાગ્યો. ૦ દેવસ્થિતિ વિષયક પગલનું વિર્ભાગજ્ઞાન : ત્યારે તે પુદ્ગલ પરિવ્રાજકને આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – મને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયેલ છે. દેવલોકમાં દેવોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે અને ત્યારપછી એક સમય અધિક, બે સમય અધિક – યાવત્ – અસંખ્ય સમય અધિક કરતા કરતા ઉત્કૃષ્ટથી દશ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યારપછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે. આ પ્રમાણે વિચાર કરે છે, વિચાર કરીને આતાપના ભૂમિથી ઉદ્દયો, ઉઠીને ત્રિદંડ, કુંડિકા – યાવત્ – ભગવા વસ્ત્રોને લીધા. લઈને જ્યાં આલભિકા નગરી હતી, જ્યાં પરિવ્રાજક મઠ હતો. ત્યાં આવે છે, આવીને ઉપકરણોને રાખ્યા. રાખીને આલભિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથમાં જઈને પરસ્પર ઘણાં જ મનુષ્યોને આ પ્રમાણે કહેવા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યો કે– હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે. દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ છે અને તેની ઉપર એક સમય અધિક, બે સમય અધિક – યાવત્ – અસંખ્યાત સમય અધિક વધતા વધતા ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ કહી છે. ત્યારપછી દેવ અને દેવલોક વિચ્છેદ થાય છે. ત્યારે પુદ્ગલ પરિવ્રાજકની આ વાતને સાંભળીને અને અવધારણ કરીને આલલિકા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથ પર ઘણાં મનુષ્યો એકબીજાને આ પ્રમાણે કહેવા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! પુદગલ પરિવ્રાજક આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળા જ્ઞાન, દર્શન ઉત્પન્ન થયા છે, દેવલોકમાં ૧૦,૦૦૦ વર્ષની જઘન્ય સ્થિતિ કહી છે અને તેના ઉપર એક સમય અધિક, બે સમય અધિક – યાવત્ – અસંખ્ય સમય અધિક કરતા કરતા ઉત્કૃષ્ટ દશ સાગરોપમની સ્થિતિ છે. ત્યારપછી દેવો અને દેવલોકોનો અંત થાય છે. આ કેમ માનવું ? ૦ ભગવંત મહાવીર દ્વારા દેવ સ્થિતિનું યથાર્થ કથન : ભગવંત મહાવીર સમોસર્યા, પર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. ભગવનું ગૌતમ એ જ રીતે ભિક્ષાચર્યાને માટે નીકળ્યા અને તેમણે ઘણાં જ મનુષ્યો પાસે Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ સાંભળ્યું. અહીં બધું જ પૂર્વવત્ જાણવું – યાવત્ – ભગવન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું – યાવત્ - શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું– - wy હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું, બોલું છું – યાવત્ - પ્રરૂપણા કરું છું કે દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે, ત્યાર પછી એક સમય અધિક, બે સમય અધિક – યાવત્ – અસંખ્ય સમય અધિક ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. ત્યારપછી દેવો અને દેવલોકોનો વિચ્છેદ થાય છે. G - હે ભગવન્ ! શું સૌધર્મકલ્પમાં વર્ણસહિત અને વર્ણરહિત, ગંધસહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત એકબીજા સાથે બદ્ધ, એકબીજા સાથે સ્પષ્ટ, એકબીજા સાથે બદ્ધ—પૃષ્ટ, એકબીજા સાથે મળેલ દ્રવ્ય છે? હે ગૌતમ ! હા, છે. આ પ્રમાણે ઇશાન દેવલોકમાં પણ જાણવું – યાવત્ – અચ્યુત કલ્પમાં અને ત્રૈવેયક વિમાનોમાં, અનુત્તર વિમાનોમાં અને ઇષાભારાપૃથ્વીમાં અને સિદ્ધશિલામાં પણ વર્ણસહિત ઇત્યાદિ દ્રવ્ય છે ? હાં, ગૌતમ ! છે. ત્યારપછી તે વિશાળ પરિષદ્ યાવત્ – જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. ત્યારપછી આલભિકા નગરીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગ આદિમાં ઘણાં મનુષ્યો એવું કહેવા – હે દેવાનુપ્રિયો ! જો પુદ્ગલ પરિવ્રાજક આ પ્રમાણે કહે છે - યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા - યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે અને દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે - - યાવત્ – ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ છે. ત્યાર બાદ દેવો અને દેવલોકોનો વિચ્છેદ થાય છે. તેનું આ કથન યથાર્થ નથી. શ્રમણ ભગવંત મહાવીર તો એવું કહે છે કે યાવત્ – દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે, ત્યારપછી એક સમય અધિક, બે સમય અધિક ૧૦૧ MM યાવત્ – અસંખ્ય સમય અધિક ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિ છે. ત્યારપછી દેવો અને દેવલોકો વિચ્છેદ થાય છે. - ૦ પુદ્ગલનું ભગવંત સમીપે આગમન :– ત્યારપછી તે પુદ્ગલ પરિવ્રાજક ઘણાં મનુષ્યો પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને શંકિત, કાંક્ષિત, સંદેહાપત્ર, ભેદસમાપન્ન અને કલેશસમાપન્ન થયો. ત્યારે શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવને પ્રાપ્ત થયો અને તે પુદ્ગલ પરિવ્રાજકનું વિભંગજ્ઞાન તત્કાળ નષ્ટ થઈ ગયું. ત્યારપછી પુદ્ગલ પરિવ્રાજકને આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો – આ પ્રકારે ધર્મના આદિકર તીર્થંકર - યાવત્ – સંકલ્પ યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર આકાશમાં ચાલતા એવા ધર્મચક્ર – યાવત્ – શંખવન ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા - Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આગમ કથાનુયોગ-૩ છે. જ્યારે એવા પ્રકારના અરિહંત ભગવંતોનું નામ ગોત્રનું શ્રવણ કરવાનું પણ મહાફળ છે, તો પછી અભિગમન, વંદન, નમન, પ્રતિપુચ્છના અને પર્યાપાસના આદિને વિશે તો કહેવાનું જ શું હોય ? જ્યારે એક આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરવાનું મહાફળ છે, તો તેના વિપુલ અર્થને ગ્રહણ કરવાને માટે શું કહેવું ? તેથી હવે હું શ્રમણ ભગવંત મહાવીરની સમીપે જાઉં અને વંદના કરું – યાવત્ – પર્યાપાસના કરું, તે મને આ ભવમાં અને પરભવમાં હિતરૂપ, સુખરૂપ, શાંતિરૂપ અને અનુક્રમે નિઃશ્રેયસ્ રૂપ થશે. આ પ્રમાણે વિચાર કરે છે, વિચાર કરીને જ્યાં પરિવ્રાજકનો મઠ છે ત્યાં આવ્યો, આવીને પરિવ્રાજક મઠમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ત્રિદંડ, કુંડિકા – યાવત્ – ભગવા વસ્ત્રો લીધા. – ત્યારપછી પરિવ્રાજક મઠથી નીકળ્યો. નીકળીને વિર્ભાગજ્ઞાનથી રહિત તે આલભિકા નગરીના મધ્ય ભાગમાંથી નીકળ્યો, નીકળીને જ્યાં શંખવન ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા. ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદના અને નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને, અતિ દૂર નહીં, અતિ નીકટ નહીં એવા યથાયોગ્ય સ્થાને બેસીને શુશ્રષા કરતા, નમસ્કાર કરતા અને સન્મુખ વિનયપૂર્વક અંજલિ કરીને પર્યપાસના કરવા લાગ્યા. ૦ પુગલની ધ્વજ્યા : તત્પશ્ચાત્ શ્રમણ ભગવંત મહાવીરે પુદ્ગલ પરિવ્રાજક અને વિશાળ પર્ષદાને ધર્મકથા કહી – યાવત્ – આજ્ઞાનો આરાધક થયો. ત્યારપછી તે પુદ્ગલ પરિવ્રાજક શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મશ્રવણ કરી અને અવધારણ કરીને સ્કંદકની કથામાં કહ્યા પ્રમાણે ઇશાન ખૂણામાં ગયો. જઈને ત્રિદંડ અને કુંડિકા – યાવત્ – ભગવા વસ્ત્રોને એકાંત સ્થાનમાં રાખે છે, રાખીને સ્વયં પંચમૃષ્ટિક લોચ કરે છે, લોચ કરીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને વંદના–નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને ઋષભ દત્તની માફક પ્રવ્રજિત થયો. તેની જેમજ અગિયાર અંગોનું અધ્યયન કરે છે, તેમની જેમજ – યાવત્ – સર્વદુઃખોથી મુક્ત થયા. ૦ ગૌતમનો સિદ્ધયમાન જીવના સંવનન સંબંધિ પ્રશ્ન : હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવન ગૌતમ શ્રમણ ભગવાન્ મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું – હે ભગવન્! સિદ્ધ થનારો જીવ કયા સંડનન વડે સિદ્ધ થાય છે ? હે ગૌતમ ! વજઋષભનારાચ સંતનનથી સિદ્ધ થાય છે ઇત્યાદિ ઉવવાઈ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે સંતનન, સંસ્થાન, ઊંચાઈ, આયુષ્ય, પરિવસના એ પ્રમાણે સંપૂર્ણ સિદ્ધિગંડિકા કહેવી જોઈએ – યથાવત્ – અવ્યાબાધ શાશ્વત સુખનો સિદ્ધો અનુભવ કરે છે. ૦ આગમ સંદર્ભ :ભગ પ૨૮ + , – ૪ – ૪ –– Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૦૩ © કુરુદત્ત પુત્ર કથા - હે ભગવન્!.. પ્રકૃત્તિથી ભદ્ર યાવતું વિનીત તથા નિરંતર અઠમની તપસ્યા અને પારણે આયંબિલ, એવી કઠોર તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતા એવા અને બંને હાથ ઊંચે રાખીને સૂર્ય તરફ મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેનાર આપ દેવાનું પ્રિયના અંતેવાસી કુરુદત્ત પુત્ર અણગાર પુરા છ મહિના પર્યત ગ્રામર્થ્યપાલનનું પાલન કરીને અદ્ધમાસિક સંલેખનાથી પોતાની આત્માને સંસેવિત કરીને, ત્રીશ ભક્ત અનશનનું પાલન કરીને ઇશાન કલ્પમાં પોતાના વિમાનમાં ઇશાનેન્દ્રના સામાનિક દેવરૂપે ઉત્પન્ન થયેલ છે. ઇત્યાદિ વક્તવ્યતા, તિષ્યકદેવની સમાન કુરપુત્રદેવના વિષયમાં પણ જાણવી. વિશેષતા માત્ર એ કે કુરુદત્તપુત્ર દેવની સંપૂર્ણ બે જંબૂદ્વીપોથી કંઈક અધિક સ્થળને ભરવાની વિફર્વણા શક્તિ છે. શેષ સર્વ વર્ણન તિષ્યક દેવ પ્રમાણે જ સમજી લેવું. ૦ આગમ સંદર્ભ :ભગ ૧૫૮; – ૪ – ૪ – © તિષ્યક કથા : હે ભગવન્!... આપ દેવાનુપ્રિયના શિષ્ય તિષ્યક નામના અણગાર જે પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત હતા, નિરંતર છઠ–છઠની તપસ્યાથી પોતાના આત્માને ભાવિત કરતા, પુરા આઠ વર્ષનો થામણ્ય પર્યાય પાલન કરીને એક માસની સંલેખના દ્વારા પોતાના આત્માને સંસેવિત કરીને તથા સાઈઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરીને, મૃત્યુના અવસરે મૃત્યુ પ્રાપ્ત કરીને સૌધર્મ દેવલોકે ગયા છે. તે ત્યાં પોતાના વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશયનીયમાં દેવદૂષ્યથી ઢાંકેલ, અંગુલના અસંખ્યાત ભાગ જેટલી અવગાહનામાં દેવેન્દ્ર દેવરાજ શક્રના સામાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થયા છે. પછી તત્કાળ ઉત્પન્ન થયેલ તે તિષ્યક દેવ પાંચ પ્રકારની પર્યાતિઓ અર્થાત્ આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ભાષામનપર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવને પ્રાપ્ત થયા. ત્યારે સામાનિક પરિષદના દેવોએ બંને હાથને જોડીને અને દશે આંગળીઓના દશ નખને ભેગા કરી મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધાઈ આપી. ત્યારપછી તેઓ બોલ્યા – અહો ! આપ દેવાનુપ્રિયે આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ પ્રાપ્ત કરી છે, ઉપલબ્ધ કરી છે, અને દિવ્ય દેવપ્રભાવ ઉપલબ્ધ કરેલ છે, સન્મુખ કરેલ છે, જેવી દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ આપ દેવાનુપ્રિયે ઉપલબ્ધ પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે, તેવી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ દેવેન્દ્ર દેવરાજ શક્રે ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે, જેવી દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્યપ્રભાવ દેવેન્દ્ર દેવરાજ શકે લબ્ધ, પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે, તેવી જ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ આપ દેવાનુપ્રિયે ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે. હે ભગવન્! તે તિષ્યક દેવ કેટલી મહાદ્ધિવાળો છે – યાવત્ – કેટલી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વિકુવર્ણા કરવામાં સમર્થ છે ? મહાપ્રભાવવાળો છે. તે ત્યાં તે તિષ્યક દેવ મહાઋદ્ધિવાળા છે યાવત્ પોતાના વિમાન પર ૪,૦૦૦ સામાનિક દેવો પર, સપરિવાર ચાર અગ્રમહિષિઓ પર, ત્રણ પર્ષદા પર, સાત સૈન્ય પર, સાત સેનાધિપતિઓ પર અને ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો પર તથા અન્ય ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ પર આધિપત્ય, સ્વામિત્વ અને નેતૃત્વ કરતો વિચરણ કરે છે. આ તિષ્યકદેવ આવી મહાઋદ્ધિવાળો યાવત્ – આટલી વિકુર્વણા કરવામાં સમર્થ છે જેમ કોઈ યુવતી યુવા પુરુષનો હાથ દૃઢતાથી પકડીને ચાલતી હોય અથવા ગાડીના પૈડાની ધુરી આરાથી ગાઢ સંલગ્ન હોય છે, એ બે દૃષ્ટાંત અનુસાર તે શક્રેન્દ્ર જેટલી વિકુર્વણા કરવામાં સમર્થ છે. આ તો તિષ્યક દેવની આ પ્રકારની વિકુર્વણા શક્તિ કહી છે, તે ફક્ત તેનો વિષય છે, વિષયમાત્ર છે, પરંતુ સંપ્રાપ્તિ દ્વારા ક્યારેય તેણે આટલી વિકુર્વણા કરી નથી, કરતો નથી અને કરશે પણ નહીં. ૦ આગમ સંદર્ભ : ભગ. ૧૫૬; . - - X © કાલસ્યવેષિપુત્ર કથા ઃ તે કાળ અને તે સમયે પાર્શ્વપત્યીય પાર્શ્વનાથની પરંપરાના શિષ્યાનુશિષ્ય કાલસ્યવેષિપુત્ર નામક અણગાર હતા. તેઓ જ્યાં ભગવંત મહાવીરના સ્થવીર ભગવંતો બિરાજમાન હતા. ત્યાં આવ્યા. તેમની પાસે આવીને સ્થવીર ભગવંતોને આ પ્રમાણે કહ્યું– કાલસ્યવેષિપુત્ર અણગાર અને સ્થવીરોનો સંવાદ :-- હે સ્થવીરો ! તમે સામાયિકને નથી જાણતા, સામાયિકના અર્થને નથી જાણતા. હે સ્થવીરો ! તમે પ્રત્યાખ્યાનને નથી જાણતા, પ્રત્યાખ્યાનના અર્થને નથી જાણતા. હે સ્થવીરો ! તમે સંયમને નથી જાણતા, સંયમના અર્થને નથી જાણતા, હે સ્થવીરો તમે સંવરને નથી જાણતા. સંવરના અર્થને નથી જાણતા. હે સ્થવીરો ! તમે વિવેકને નથી જાણતા, વિવેકના અર્થને નથી જાણતા, હે સ્થવીરો ! તમે વ્યુત્સર્ગને નથી જાણતા, વ્યુત્સર્ગના અર્થને નથી જાણતા. ત્યારે તે સ્થવીર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યુંહે આર્ય ! અમે સામાયિકને જાણીએ છીએ, સામાયિકના અર્થને જાણીએ છીએ – યાવત્ – અમે વ્યુત્સર્ગને જાણીએ છીએ વ્યુત્સર્ગના અર્થને જાણીએ છીએ. ત્યારપછી કાલાસ્યવેષિપુત્ર અણગારે તે સ્થવીર ભગવંતોને આ પ્રમાણે કહ્યુંહે આર્યો ! જો આપ સામાયિકને જાણો છો અને સામાયિકના અર્થને જાણો છો, વ્યુત્સર્ગ અને વ્યુત્સર્ગના અર્થને જાણો છો, તો બતાવો કે સામાયિક શું છે ? સામાયિકનો અર્થ શું છે ? યાવત્ – વ્યુત્સર્ગ શું છે ? વ્યુત્સર્ગનો અર્થ શું છે ? 1 ત્યાર તે સ્થવીર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું – હે આગમ કથાનુયોગ-૩ - × Page #106 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ આર્યો ! અમારો આત્મા સામાયિક છે અને અમારો આત્મા જ સામાયિકનો અર્થ છે યાવત્ – અમારો આત્મા વ્યુત્સર્ગ છે અને અમારો આત્મા જ વ્યુત્સર્ગનો અર્થ છે. ત્યારે કાલાસ્યવેષિપુત્ર અણગારે તે સ્થવીર ભગવંતોને આ પ્રમાણે પૂછ્યું હે આર્યો ! જો આત્મા જ સામાયિક છે અને આત્મા જ સામાયિકનો અર્થ છે – યાવત્ - આત્મા જ વ્યુત્સર્ગ છે અને આત્મા જ વ્યુત્સર્ગનો અર્થ છે તો આપ ક્રોધ, માન, માયા અને લોભનો પરિત્યાગ કરીને હે આર્યો ! ક્રોધાદિની ગર્હ નિંદા કેમ કરો છો ? હે કાલાસ્યવેષિપુત્ર ! અમે સંયમને માટે ગર્દાદિ કરીએ છીએ. હે ભગવન્ ! શું ગર્હા કરવી એ સંયમ છે કે અર્હા કરવી અસંયમ છે ? હે કાલાસ્યવેષિ પુત્ર ! ગર્હ સંયમ છે, અગત્હ સંયમ નથી. ગર્હ બધાં દોષોને દૂર કરે છે આત્મા સમસ્ત મિથ્યાત્વને જાણીને ગર્હા દ્વારા દોષનિવારણ કરે છે. આ પ્રમાણે અમારો આત્મા સંયમમાં પુષ્ટ થાય છે અને અમારો આત્મા સંયમમાં ઉપસ્થિત રહે છે. આ પ્રમાણે સ્થવીર ભગવંતોનો ઉત્તર સાંભળીને તે કાલાસ્યવેષિપુત્ર અણગાર બોધ પામ્યા અને તેમણે સ્થવીર ભગવંતને વંદના કરી નમસ્કાર કર્યો. વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્ ! આ પૂર્વોક્ત પદો પહેલા મેં જાણ્યા ન હતા, સાંભળ્યા ન હતા, બોધ થયો ન હોવાથી તેનું જ્ઞાન ન હતું. તે દૃષ્ટ ન હતા, વિચારિત ન હતા. સાંભળ્યા ન હતા. વિશેષરૂપે જાણ્યા ન હતા, કહેલા ન હતા, અનિર્ણિત હતા, ઉષ્કૃત ન હતા. આ પદો અવધાર્યા ન હોવાથી, આ અર્થમાં શ્રદ્ધા કરી ન હતી. પ્રતીતિ કરી ન હતી. રુચિ કરી ન હતી. - પરંતુ હે ભગવન્ ! હવે આ પદો જાણ્યા છે, સાંભળ્યા છે, બોધ થયો છે, જ્ઞાન થયું છે, દૃષ્ટ થયા છે, ચિંતિત કર્યા છે, સાંભળ્યા છે, વિશેષે જાણ્યા છે, આપના દ્વારા કહેવાયા છે, નિર્ણિત કર્યા છે, ઉધૃત થયા છે અને આ પદોનું અવધારણ કરવાથી હવે હું આ અર્થની હું શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું. હે ભગવન્ ! આપ જે આ કહો છો – તે યથાર્થ છે, તે એ જ પ્રમાણે છે. . ૧૦૫ – કાલાવેષિપુત્ર દ્વારા પંચમહાવ્રત ધર્મ સ્વીકાર : - ત્યારપછી તે સ્થવીર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું - હે આર્ય ! જેમ અમે કહીએ છીએ, તે જ પ્રમાણે તમે શ્રદ્ધા રાખો, પ્રીતિ કરો, રુચિ રાખો. ત્યારે તે કાલાસ્યવેષિપુત્ર અણગાર સ્થવીર ભગવંતોને વંદના—નમસ્કાર કરે છે, વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા – હે ભદંત ! તમારી પાસે ચાતુર્યામ ધર્મને બદલે હું પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળો ધર્મ અંગીકાર કરી વિચરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી તે કાલાસ્યવેષિપુત્ર અણગારે સ્થવીર ભગવંતોને વંદન–નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને ચાતુર્યામ ધર્મનો ત્યાગ કરી પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતવાળો ધર્મ અંગીકાર કરી વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી તે કાલાસ્યવેષિપુત્ર અણગારે ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આગમ કથાનુયોગ-૩ કર્યું, પાલન કરીને જે પ્રયોજનને માટે નમ્રભાવ, મુંsભાવ, સ્નાન ન કરવું, દાંત સાફ ન કરવા, છત્ર ન રાખવું, ઉપાનહ ન પહેરવા, પૃથ્વી પર બેસવું, ફલકશૈયા, કાષ્ઠશય્યા, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, ભિક્ષાર્થે પરગૃહ પ્રવેશ, ક્યાંક મળે – ક્યાંક ન મળે કે ઓછું મળે, અનુકૂળ કે પ્રતિકૂળ થાય, ઇન્દ્રિયોને માટે કાંટા સમાન બાવીશ પરીષહ – ઉપસર્ગોને સહન કરાય છે – તે અર્થની આરાધના કરી, આરાધના કરીને ચરમ ઉચ્છવાસ નિ:શ્વાસ દ્વારા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થયા અને સર્વ દુઃખોથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ :ભગ. ૯૮ + ; – ૪ – x – © શિવરાજર્ષિ કથા : તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું. તે નગરની બહાર ઇશાન ખૂણામાં સહસ્ત્રાપ્રવન નામે ઉદ્યાન હતું. જે સર્વઋતુના પુષ્પ અને ફળોથી સમૃદ્ધ, રમ્ય, નંદનવન સમાન શોભાવાળું સુખકારક અને શીતળ છાયાથી યુક્ત, મનોહર, સ્વાદિષ્ટ ફળોથી યુક્ત, કંટકરહિત, પ્રસન્નતા દેનારું – યાવતુ – પ્રતિરૂપ (સંદર) હતું. ૦ શિવ રાજા : તે હસ્તિનાપુર નગરમાં શિવ નામક રાજા હતો, જે મહાહિમવાનું પર્વત, મહાનું મલય–મંદર પર્વતની સમાન સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તે શિવ રાજાને ધારિણી નામે રાણી હતી, તેના હાથ–પગ સુકોમળ હતા. તે શિવરાજાનો પુત્ર અને ધારિણી દેવીનો આત્મજ એવો શિવભદ્ર નામક કુમાર હતો. જે સુકુમાલ હાથ–પગવાળો હતો. ઇત્યાદિ સૂર્યકાંત રાજકુમારની માફક વર્ણન કરવું – યાવત્ – તે રાજકુમાર રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ, કોઠાગાર, પુર, અંતઃપુરને જોતો-જોતો વિચરતો હતો. ૦ શિવરાજાનો દિશાપોષિક તાપસ પ્રવ્રાજ્ય સંકલ્પ : ત્યારપછી કોઈ દિવસે શિવરાજાને પૂર્વ રાત્રિના અંતિમપ્રહરમાં રાજ્ય કાર્યોનો વિચાર કરતા કરતા આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો, મારા પૂર્વ સુઆયરિત, સુપરાક્રમિત, શુભ, કલ્યાણરૂ૫, કૃતકર્મોના કલ્યાણરૂપ ફળવૃત્તિ વિશેષથી હું સુવર્ણથી, હિરણ્યથી, ધનથી, ધાન્યથી, પુત્રોથી, પશુઓથી, રાજ્ય અને રાષ્ટ્રથી, બળ, વાહન, કોશ, કોઠાગાર, પુર, અંતઃપુરથી વૃદ્ધિગત થઈ રહ્યો છું તથા વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્તરત્ન આદિ સારભૂત દ્રવ્યોની અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યો છું. તો શું હજી હું મારા પૂર્વ સુઆચરિત, સુપરિક્રમિત, શુભ, કલ્યાણરૂપ કૃતકર્મોના ફળરૂપ એકાંત સુખને ભોગવતો જ વિચરું? તેથી હવે જ્યાં સુધી હું હિરણ્યથી વૃદ્ધિ – યાવત્ – અતીવ-અતીવ વૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યો છું – યાવત્ – સામતરાજા મારી આજ્ઞામાં છે, ત્યાં સુધીમાં કાલે રાત્રિ પ્રભાતરૂપ થાય ત્યારે – યાવત્ – તેજ વડે જાજ્વલ્યમાન સહસ્રરરિમે સૂર્યના ઉદિત થયા પછી ઘણી બધી લોઢિયો, લોઢાની કડાઈઓ, કડછા અને તાંબાના તાપસ માટેના ઉપકરણો બનાવડાવી, ગંગાને કિનારે જે વાનપ્રસ્થ તાપસ રહે છે, તે આ પ્રમાણે– Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૦૭ અગ્નિહોત્રી, પોતિક, કૌતિક ઇત્યાદિ ઉવવાઈ સૂત્રમાં જણાવ્યા અનુસાર – યાવત્ – આતાપના દ્વારા, પંચાગ્રિ તપ દ્વારા, અંગારોથી શરીરને તપાવતા એવા, કંડોની અગ્રિથી શરીરને તપાવતા, કાષ્ઠની અગ્નિથી શરીરને તપાવતા વિચારી રહ્યા છે, તેઓમાં દિશપ્રોક્ષક તાપસ છે, તેમની પાસે મુંડિત થઈને દિશપ્રોક્ષક તાપસપણાની પ્રવજ્યા અંગીકાર કરવી માટે માટે શ્રેયસ્કર છે. હું પ્રવજ્યા અંગીકાર કરીને આ આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરીશ કે, જીવન પર્યત નિરંતર છઠ–છઠ ભક્ત તપ કરતા – દિગૂ ચક્રવાલ તપોકર્મ દ્વારા ઊંચા હાથ રાખીને સૂર્યની તરફ મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરણ કરું. આ પ્રમાણે વિચાર કરે છે, વિચાર કરીને બીજી રાત્રિનું પ્રભાત થયું ત્યારે – થાવત્ – તેજથી જાજ્વલ્યમાન સસરશ્મિ દિનકર–સૂર્યનો ઉદિત થયા પછી ઘણી બધી લોઢિયો, લોઢાની કડાઈઓ, કડછાં અને તાંબાના તાપસોના ઉપકરણ બનાવડાવી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું ' હે દેવાનુપ્રિયો ! જલ્દીથી હસ્તિનાપુર નગરને અંદર અને બહારથી જળ છંટકાવીને સાફ અને સ્વચ્છ કરો, ચુના વડે ધોળો, ઇત્યાદિ કરીને – યાવત્ – ઉત્તમ સુગંધિત દ્રવ્યો વડે સુગંધ વર્તિકા સમાન કરો અને કરાવો અને તે પ્રમાણે કરાવીને આજ્ઞાનુસાર કાર્ય થયાની મને સૂચના આપો. તેઓએ પણ તે પ્રમાણે કરીને આજ્ઞાનુસાર કાર્ય થયાની સૂચના આપી. ૦ શિવભદ્રકુમારનો રાજ્યાભિષેક : ત્યારપછી શિવ રાજા અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલોથી પરિવૃત્ત થઈને શિવભદ્રકુમારને ઉત્તમ સિંહાસન પર પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસાડે છે. બેસાડીને ૧૦૮ સુવર્ણકળશો – યાવત્ – ૧૦૮ માટીના કળશો દ્વારા સંપૂર્ણ ઋદ્ધિ સહિત – થાવત્ – વાદ્યોના નિર્દોષપૂર્વક મહાનું રાજ્યાભિષેકથી અભિષેક કરે છે. તેમ કરીને પહ્મલ સમાન સુકોમળ કાષાયિક ગંધ વડે સુગંધિત વસ્ત્રથી શરીરને સાફ કરે છે, કરીને સરસ ગોશીર્ષ ચંદનનો શરીરે લેપ કરે છે ઇત્યાદિ વર્ણન જમાલિની કથા મુજબ કરવું. – યાવત્ – કલ્પવૃક્ષ સંદેશ તેને અલંકૃત–વિભૂષિત કરે છે. વિભૂષિત કરીને દશ નખોને એકઠા કરીને, બંને હાથ જોડી, મસ્તકે સ્પર્શ કરી, અંજલિ કરીને શિવભદ્રકુમારને જય-વિજય શબ્દોથી સેંકડો મંગલ વચનોથી અનવરત અભિનંદન કરતા, સ્તુતિ કરતા આ પ્રમાણે કહ્યું હે નંદ ! તમારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર ! તમારો જય થાઓ, જય થાઓ. અવિજિતને જીતો અને જીતેલાનું પાલન કરો. જીતેલાની વચ્ચે વસો. દેવોમાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારાઓમાં ચંદ્ર સમાન, મનુષ્યોમાં ભરત ચક્રવર્તી સમાન ઘણાં વર્ષો સુધી, ઘણી સદી સુધી, ઘણાં હજારો વર્ષો સુધી, ઘણાં લાખો વર્ષો સુધી, કોઈ વિદનરહિત, હર્ષિત અને સંતુષ્ટ થઈને, દીધાર્યું ભોગવો અને ઇષ્ટજનોના પરિવારથી યુક્ત થઈને, હસ્તિનાપુર નગરનું તથા બીજા અનેક Page #109 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ ગામ, આકર, નગર, ખેડ, કર્બેટ, દ્રોણમુખ, મડંબ, પટ્ટન, આશ્રમ, નિગમ, સંબાહ, સન્નિવેશોનું આધિપત્ય, પ્રમુખત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, ઐશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતા, પાલન કરતા, મહાન્ નૃત્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલતાલ, ત્રુટિત, ઘન, મૃદંગ, પટહ આદિના ઝંકારોની સાથે વિપુલ ભોગોપભોગોને ભોગવતા વિચરણ કરો. એ પ્રમાણે જયજયકાર કરે છે. ૧૦૮ ત્યારપછી શિવભદ્રકુમાર રાજા થયો – મહાન હિમવંત પર્વત અને મહાન મલય, મંદરાચલની સમાન સમસ્ત રાજામાં મુખ્ય થયો યાવત્ – રાજ્યનું પ્રશાસન કરતો વિચરવા લાગ્યો. ૦ શિવની દિશાપ્રોક્ષિક તાપસ પ્રવ્રજ્યા : ત્યારપછી તે રાજા કોઈ એક દિવસે શુભ તિથિ, કરણ, દિવસ, મુહૂર્ત, નક્ષત્રના યોગમાં વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે, કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, રાજા અને ક્ષત્રિયોને આમંત્રિત કરે છે, પછી તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા અને ત્યારપછી શુદ્ધ, ઉત્તમ, માંગલિક વસ્ત્રો પહેર્યા. અલ્પ—પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું. અલંકૃત કરીને ભોજનના સમયે, ભોજન મંડપમાં ઉત્તમ સુખાસને બેઠો. બેસીને તે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, રાજા અને ક્ષત્રિયોની સાથે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેતા, પરસ્પર પીરસતા, ખાતા એવા વિચરે છે. ભોજન કર્યા પછી હાથ-મુખને સ્વચ્છ કરી, પરમ પવિત્ર થઈને પછી તે મિત્ર, જ્ઞાતિજન, પરિવાર, સ્વજન, સંબંધી, પરિજન આદિને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર આદિથી સત્કાર અને સન્માન કરે છે. સત્કાર, સન્માન કરીને તે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, રાજા, ક્ષત્રિયો અને શિવભદ્ર રાજાથી અનુમતિ માંગે છે. અનુમતિ લઈને ઘણી લોઢિયો, લોહકડાહો, કડછા અને તાંબાના તાપસના ઉપકરણોને લઈને ગંગાના કિનારે જે વાનપ્રસ્થ તાપસ રહે છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું – યાવત્ – તેમની પાસે મુંડિત થઈને દિશાપ્રોક્ષિક તાપસના રૂપમાં પ્રવ્રુજિત થાય છે. થઈને તે આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે કે, મારે જીવનપર્યંત છટ્ઠ ભક્ત તપ કરતા વિચરવું કલ્પે. અભિગ્રહ ગ્રહણ કરીને પ્રથમ છટ્ઠભક્ત તપ સ્વીકારીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે શિવ રાજર્ષિ પ્રથમ છટ્ઠ ભક્તના પારણાના દિવસે આતાપના ભૂમિથી નીચે ઉતરે છે, ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને જ્યાં પોતાની ઝુંપડી છે, ત્યાં આવે છે, આવીને કિડિન (વાંસપાત્ર) અને કાવડ લે છે. લઈને પૂર્વદિશાને પ્રોક્ષિત કરે છે. હે પૂર્વદિશાના સોમ મહારાજા ધર્મસાધનામાં પ્રવૃત્ત શિવરાજર્ષિની રક્ષા કરો, શિવરાજર્ષિની રક્ષા કરો અને તે દિશામાં રહેલ કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અને હરિતવનસ્પતિ લેવાની અનુમતિ આપો. યાવત્ આ પ્રમાણે કહીને પૂર્વદિશામાં જુએ છે. જોઈને ત્યાં વિદ્યમાન કંદ હરિત વનસ્પતિને ગ્રહણ કરે છે, કરીને કિડિણ અને કાવડને ભરે છે, ભરીને દર્ભ, — = -- Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૦૯ કુશ, સમિધ, કાષ્ઠ અને વૃક્ષની શાખા મરોડીને પાંદડા લે છે, લઈને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, આવીને કિડિન, કાવડ નીચે રાખે છે, રાખીને વેદિકા બનાવે છે, બનાવીને વેદિકાને લીપીને શુદ્ધ કરે છે, શુદ્ધ કરીને દર્ભયુક્ત કળશને હાથમાં લઈને જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં આવે છે, આવીને ગંગા મહાનદીમાં પ્રવેશે છે. પ્રવેશીને ડુબકી લગાવે છે. - પછી તે જલક્રીડા કરે છે, ક્રીડા કરીને જલાભિષેક સ્નાન કરે છે, સ્નાન કરીને સારી રીતે સ્વચ્છ, પરમશુચિભૂત થઈને દેવતા અને પિતૃ સંબંધિ કાર્ય કરીને દર્ભ અને કળશને હાથમાં લઈને ગંગા મહાનદીથી બહાર નીકળે છે. નીકળીને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, આવીને દર્ભ, કુશ અને વાલુકા દ્વારા વેદિકાને રંગે છે, રંગીને શર સાથે અરણિને ઘસે છે, ઘસીને અગ્નિ પેદા કરે છે, પછી સળગાવે છે, સળગાવીને સમિધ કાષ્ઠોને નાંખે છે. નાંખીને અગ્નિને પ્રજ્વલિત કરે છે, પ્રજ્વલિત કરીને અગ્રિની દક્ષિણ બાજુમાં સાત વસ્તુઓને રાખે છે. તે આ પ્રમાણે (૧) સકથા (કોઈ ઉપકરણ), (૨) વલ્કલ, (૩) દીપસ્થાન, (૪) શય્યા, (૫) ઉપકરણ, (૬) કમંડલુ, (૭) દારુદંડ અને સ્વયં એ બધાને એકઠાં કરે છે. ત્યારપછી મધુ, ઘી અને ચોખા દ્વારા અગ્નિમાં હોમ કરે છે, હોમ કરીને પૂજા સામગ્રી તૈયાર કરે છે, કરીને તે પૂજા સામગ્રીથી વૈશ્વદેવની પૂજા કરે છે, પૂજા કરીને અતિથિ પૂજા કરે છે, ત્યાર બાદ સ્વયં ભોજન કરે છે. ત્યારપછી શિવરાજર્ષિ બીજી વખત છઠ તપ અંગીકાર કરે છે. ત્યારે તે શિવરાજર્ષિ બીજી વખત છઠ તપના પારણા સમયે આતાપના ભૂમિથી નીચે ઉતરે છે, ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, કિડિન–કાવડ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને દક્ષિણ દિશાને પ્રોષિત કરે છે, દક્ષિણ દિશાના હે યમ મહારાજા, ધર્મારાધનાને માટે પ્રસ્તુત શિવરાજર્ષિની રક્ષા કરો, ત્યારપછીનું સમસ્ત વર્ણન પૂર્વ દિશાના વર્ણન સમાન જાણવું યાવત્ પછી સ્વયં આહાર કરે છે. ત્યારપછી તે શિવરાજર્ષિ ત્રીજી વખત છઠ તપ અંગીકાર કરે છે. ત્યારે તે શિવરાજર્ષિ ત્રીજી વખત પારણાના સમયે આતાપના ભૂમિમાંથી નીચે ઉતરીને વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે. પોતાની ઝૂંપડી પાસે આવે છે. આવીને કિડિન-કાવડ લે છે. લઈને પશ્ચિમ દિશાને પ્રોષિત કરે છે – કહે છે – હે પશ્ચિમ દિશાવર્તી અધિપતિ વરુણ મહારાજ ! આત્મસાધના માટે સમુદ્યત શિવરાજર્ષિની રક્ષા કરો, શેષ વર્ણન પૂર્વ દિશાના વર્ણન સમાન જાણવું. યાવત્ ત્યારબાદ આહાર કરે છે. ત્યારપછી શિવરાજર્ષિ ચોથી વખત છઠ તપ અંગીકાર કરે છે. ત્યારે તે શિવરાજર્ષિ ચોથી વખત છઠ તપના પારણા સમયે આતાપના ભૂમિથી નીચે ઉતરે છે, ઉતરીને વલ્કલ વસ્ત્ર ધારણ કરી જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, આવીને કિડિન-કાવડ લે છે, લઈને ઉત્તર દિશાને પ્રોક્ષિત કરે છે અને કહે છે – હે ઉત્તર દિશા અધિપતિ વૈશ્રમણ મહારાજા ! ધર્મારાધના માટે સમુદ્યત શિવરાજર્ષિની રક્ષા કરો, શેષ વર્ણન પૂર્વદિશાના વર્ણન પ્રમાણે જાણવું – યાવતું ત્યારપછી આહાર કરે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આગમ કથાનુયોગ-૩ ૦ શિવરાજર્ષિને વિલંગ જ્ઞાન : ત્યારપછી નિરંતર છઠ–છઠ તપ કરવાથી, દિશા ચક્રવાલ તપકર્મ વડે અને ઉપરની તરફ હાથ ઉઠાવીને સૂર્યની સન્મુખ મુખ રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેવાથી તેમજ પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી શાંત, અત્યલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા હોવાથી, મૃદુ માર્દવ સંપન્નતાથી, આજ્ઞાનુરૂપ વૃત્તિવાળા હોવાથી, વિનીત હોવાથી, તે શિવરાજર્ષિને કોઈ દિવસે તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ઇહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરવાથી વિલંગ નામક જ્ઞાન ઉત્પન્ન થયું. તે ઉત્પન્ન વિભંગ જ્ઞાનથી તે જોવા લાગ્યો કે, લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, પણ આગળ કંઈ જોતો-જાણતો નથી. - ત્યારપછી તે શિવરાજર્ષિને આ પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ થયો કે, મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે. આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે ત્યારપછી કોઈ હીપ અને સમુદ્ર નથી. આ પ્રમાણેનો વિચાર કરે છે, કરીને આતાપના ભૂમિથી નીચે ઉતર્યો, ઉતરીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં આવ્યો. આવીને અનેક પ્રકારની લોઢી, લોહકટાહ, કડછા, તાંબાના તાપસ ઉપકરણો, કિડિણ—કાવડ ગ્રહણ કર્યા ગ્રહણ કરીને જ્યાં હસ્તિનાપુર નગર છે, જ્યાં તાપસનો મઠ છે, ત્યાં આવ્યો. આવીને ઉપકરણો નીચે મૂકીને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથ આદિમાં અનેક લોકોને આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપિત કરે છે – હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે. આ લોકમાં સાત હીપ અને સાત સમુદ્રો છે, ત્યારપછી હીપ અને સમુદ્રનો અંત આવે છે. ત્યારપછી શિવરાજર્ષિની પાસે આ અર્થને સાંભળીને અને અવધારીને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથો પર અનેક લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા – યાવત્ – પ્રરૂપિત કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ એવું કહે છે – યાવત્ – પ્રરૂપિત કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યારપછી કીપ અને સમુદ્ર નથી, તો આ વાત કઈ રીતે માની શકાય ? ૦ લીપ અને સમુદ્ર વિશે ભગવંત મહાવીરની પ્રરૂપણા : તે કાળ, તે સમયમાં મહાવીર સ્વામી સમોસર્યા, પર્ષદા નીકળી. ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર પૂર્વે કરાયેલ વર્ણન અનુસાર (જુઓ અતિમુક્તમુનિની કથા) – યાવત્ – ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરતા-કરતા અનેક મનુષ્યોના શબ્દોને સાંભળે છે, તે અનેક મનુષ્યો એકબીજાને આ પ્રમાણે કહી રહ્યા હતા – યાવત્ – પ્રરૂપણા કરી રહ્યા હતા કે, હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, મને અતિશયયુક્ત જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે. આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે. ત્યારપછી હીપ-સમુદ્રોનો વિચ્છેદ થઈ જાય છે. તો આ વાત કઈ રીતે માનવી ? ત્યારપછી ભગવદ્ ગૌતમ તે અનેક મનુષ્યોના મુખેથી આ વાતને સાંભળીને અને Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૧૧ અવધારીને શ્રદ્ધાવાળા થઈને – યાવત્ – શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરે છે. વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું હે ભગવન્! હું આપની અનુજ્ઞાપૂર્વક હસ્તિનાપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરતો હતો ત્યારે ઘણાં મનુષ્યોના શબ્દો સાંભળ્યા કે, હે દેવાનુપ્રિયો! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશય યુક્ત જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે અને આ લોકમાં સાતકીપ અને સાત સમુદ્રો છે, ત્યારપછી હીપ અને સમુદ્રો વિચ્છેદ પામે છે. તો હે ભગવંત ! આ પ્રમાણે કઈ રીતે બને ? હે ગૌતમ ! સંબોધન કરીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું હે ગૌતમ ! અનેક મનુષ્યો જે પરસ્પર આ પ્રમાણે કહે છે, તેનું કારણ એ છે કે નિરંતર છઠ–છઠ ભક્તપૂર્વક દિશાચક્રવાલ કર્મથી અને ઊંચા હાથ રાખી સૂર્ય સામે મુખ રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેતા તે શિવરાજર્ષિને પ્રકૃતિ ભદ્રતા, પ્રકૃતિ ઉપશાંતતા, અત્યલ્પ માત્રામાં ક્રોધ, માન, માયા, લોભપણાથી, મૃદુ માર્દવ સંપન્નતાથી, આજ્ઞાનુસાર વૃત્તિવાળા અને વિનીત હોવાથી કોઈ દિવસે તદાવરક કર્મોના ક્ષયોપશમ અને ઇહા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતા વિભંગ નામક જ્ઞાન સમૃત્પન્ન થયેલ છે. ઇત્યાદિ પૂર્વવત્ સંપૂર્ણ વર્ણન કરવું. – યાવતું – ઉપકરણોને નીચે રાખે છે. રાખીને હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથોમાં અનેક લોકો આ પ્રકારે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળા જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, તેનાથી આગળ હીપ અને સમુદ્રો વિચ્છેદ થાય છે. ત્યારપછી શિવરાજર્ષિની પાસેથી આ વાત સાંભળીને હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથમાં જે અનેક મનુષ્યો પરસ્પર એમ કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આ પ્રમાણે કહે છે – યાવતું – પ્રરૂપણાં કરે છે કે, હે દેવાનુપ્રિયો ! મને અતિશયવાળા જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે અને આ લોક સાત દ્વીપ અને સાત સમુદ્રપર્યત છે અને ત્યારબાદ હીપ–સમુદ્ર નથી, તે વાત મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું – યાવત્ – પ્રરૂપણા કરું છું કે આ પ્રકારે જંબૂદ્વીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર બધાં જ આકારમાં એક સમાન પરંતુ વિશાળતાની દૃષ્ટિએ અનેક પ્રકારના છે. ઇત્યાદિ જેમ જીવાજીવાભિગમ સૂત્રમાં કહેલ છે, તે અનુસાર સર્વકથન જાણવું – યાવત્ – હે આયુષ્યમાન્ શ્રમણો ! આ તિછલોકમાં સ્વયંભૂરમણ સમુદ્રપર્યત અસંખ્યાત દ્વીપ સમૂદ્ર છે. હે ભગવન્! જંબૂલીપ નામક દ્વીપમાં શું વર્ણસહિત અને વર્ણરહિત, ગંધસહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, અન્યોન્ય બદ્ધ–સ્કૃષ્ટ, અન્યોન્ય સંબદ્ધ છે ? Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આગમ કથાનુયોગ-૩ હૈ, ગૌતમ ! હાં, છે. હે ભગવન્! શું લવણ સમુદ્રમાં વર્ણસહિત અને વર્ણરહિત, ગંધસહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ, અન્યોન્ય બદ્ધ–સ્કૃષ્ટ, અન્યોન્ય સંબદ્ધ છે ? હે ગૌતમ ! હાં, છે. એ જ પ્રમાણે – યાવત્ – હે ભગવંત ! સ્વયંભૂરમણ સમુદ્રમાં સવર્ણઅવર્ણ, સગંધ-અગંધ, સરસ–અરસ, સસ્પર્શ—અસ્પર્શ દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ, અન્યોન્ય બદ્ધ–સ્પષ્ટ, અન્યોન્ય સંબદ્ધ છે ? હાં, (ગૌતમ !) છે. ત્યારપછી તે અત્યંત વિશાળ પર્ષદા શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ અર્થને સાંભળીને અને અવધારીને હર્ષિત–સંતુષ્ટ થઈ, શ્રમણ ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. ત્યારપછી હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથોમાં અનેક લોકો પરસ્પર એકબીજાને કહેવા લાગ્યા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે અને આ લોકમાં સાતદ્વીપ અને સાત સમુદ્ર છે અને ત્યારપછી હીપ સમુદ્ર નથી – એ પ્રમાણે જે શિવરાજર્ષિ કહે છે તે કથન યથાર્થ નથી. શ્રમણ ભગવંત મહાવીર તો કહે છે – યાવત્ – પ્રરૂપિત કરે છે કે, છઠ–છઠ તપને નિરંતર કરવાથી શિવરાજર્ષિ પૂર્વે કહ્યા પ્રમાણે – યાવત્ – ઉપકરણોને નીચે રાખે છે. રાખીને હસ્તિનાપુરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથોમાં અનેક લોકો આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે ત્યારપછી દ્વીપ સમુદ્ર નથી. ત્યારપછી તે શિવરાજર્ષિ પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને – યાવત્ – ત્યારબાદ દ્વીપ અને સમુદ્ર નથી, તે મિથ્યા છે. – શ્રમણ ભગવંત મહાવીર તો આ પ્રમાણે કહે છે કે, હે આયુષ્યમાન્ શ્રમણો! જંબદ્વીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર, ઇત્યાદિ પૂર્વે કહ્યા અનુસાર જાણવા – યાવત્ – તેમણે અસંખ્યાત દ્વીપ સમુદ્ર કહેલ છે. ૦ શિવરાજર્ષિ દ્વારા ભમહાવીર પાસે આવવું : ત્યારપછી તે શિવરાજર્ષિ ઘણાં મનુષ્યો પાસેથી આ અર્થને સાંભળીને અને અવધારીને તે શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત મનવાળો થયો. ત્યારપછી તે શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવને પ્રાપ્ત શિવરાજર્ષિનું તે વિભંગ નામક જ્ઞાન તત્કાળ નષ્ટ થઈ ગયું. ત્યારપછી તે શિવ રાજર્ષિને આ, આવા પ્રકારનો અધ્યવસાય વિચાર ઉત્પન્ન થયો – આ પ્રકારે શ્રમણ ભગવંત મહાવીર, તીર્થકર, ધર્મના આદિકર – યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી અને આકાશમાં ગમન કરતા એવા ધર્મચક્ર દ્વારા – યાવત્ – સહસ્ત્રાપ્રવન Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ ૧૧૩ ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. જો આવા પ્રકારના અરિહંત ભગવંતોનું નામ અને ગોત્રનું શ્રવણ કરવું પણ મહાફળવાળું છે, તો પછી તેમની સન્મુખ જવું, તેમને વંદન–નમસ્કાર કરવા, પૃચ્છા કરવી, પર્યુપાસના કરવી તેના ફળ વિશે તો પૂછવાનું જ શું ? એક જ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરવું જ્યારે મહાફળદાયક છે તો પછી તેના વિપૂલ અર્થનું અવધારણ કરવામાં તો કહેવાનું જ શું હોય ? તેથી હું શ્રમણ ભગવંત મહાવીર પાસે જઉં, તેમને વંદના કરું – યાવત્ – તેની પÚપાસના કરું, એમ કરવું મારા માટે આ ભવ અને પરભવમાં હિત, સુખ, ક્ષમા અને અનુક્રમે નિશ્રેયસ કલ્યાણને માટે થશે, એમ વિચાર્યું, વિચારીને જ્યાં તાપસીનો મઠ હતો ત્યાં આવ્યો, આવીને તાપસીના મઠમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને અનેક લોઢી, લોકડા, કડછા, તાંબાના તાપસ માટેના ઉપકરણો, કિડિન, કાવડ લીધા. લઈને તાપસોના મઠથી બહાર નીકળ્યો. - નીકળીને વિર્ભાગજ્ઞાનરહિત તે હસ્તિનાપુર નગરના ઠીક મધ્યભાગથી નીકળ્યો. નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદનાનમસ્કાર કર્યા, કરીને (ભગવંતની) અતિ નીકટ નહીં કે અતિ દૂર નહીં તે સ્થાને ઊભા રહીને શુશ્રુષા કરતા નમસ્કાર કર્યા તથા (ભગવંત) સન્મુખ વિનયપૂર્વક અંજલિ કરીને પર્યાપાસના કરે છે. ત્યારપછી તે શિવરાજર્ષિ અને વિશાળ પર્ષદાને શ્રમણ ભગવંત મહાવીરે ધર્મ કહ્યો – યાવત્ – તે આજ્ઞાનો આરાધક થયો. ૦ શિવની પ્રવજ્યા અને નિર્વાણગમન : ત્યારપછી તે શિવરાજર્ષિ શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી, અવધારણ કરી સ્કંદક પરિવ્રાજકની કથામાં કહ્યા પ્રમાણે – યાવત્ – ઇશાન ખૂણામાં જઈને તે ઘણાં લોઢી, લોહ કડાહ, કડછા, તાંબાના ઉપકરણો, કિડિન, કાવડને એકાંત સ્થાનમાં રાખે છે રાખીને સ્વયમેવ પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદના-નમસ્કાર કરે છે. વંદના–નમસ્કાર કરીને ઋષભદત્તની માફક પ્રવ્રજ્યા સ્વીકાર કરી, તેની જેમજ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, તે જ પ્રમાણે બધું વર્ણન કરવું જોઈએ – કાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા. ૦ આગમ સંદર્ભ :ઠા ૭૩૨ + વૃ, ભ, ૫૦૬ થી ૫૦૮; ભગ. પર૪ની છે આવ.નિ. ૮૪૬ + ; આવ.૨.૧-. ૪૬૯; છ ઉદાયન કથા : (– ઉદાયન રાજા બીજા પણ છે, જેનો ઉલ્લેખ શ્રાવક કથામાં આવશે. અહીં વીતીભય નગરના ઉદાયન રાજાની કથા છે. Jain bucdianternational Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આગમ કથાનુયોગ-૩ – ઉદાયને રાજાની કથાના બે ભિન્ન પ્રવાહો મુખ્યત્વે જોવા મળેલ છે. (૧) ભગવતીજી સૂત્રમાં – જેમાં આ કથા ઋષભદત્ત આદિની માફક સીધી જ ચાલે છે. (૨) આવશ્યક સૂત્ર—પૂર્ણિ અને વૃત્તિમાં જેમાં કુમારનંદી સોનીનો પ્રબંધ, પ્રભાવતી દેવ દ્વારા પ્રતિબોધ આદિ ઘટનાઓ પૂર્વક કથા નિરૂપણ છે. - બંને કથાપ્રવાહોમાં ઘણી જ ભિન્નતા જોવા મળેલ છે. અહીં તેનું યથામતિ સંકલન કરીને બંને પ્રવાહોનો સમન્વય કરેલ છે.) ૦ ચંપાનગરીમાં ભ૦મહાવીર : તે કાળ, તે સમયમાં ચંપા નામે નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે વખતે શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે અનુક્રમે વિચરતા, ગ્રામાનુગ્રામ સુખપૂર્વક વિહાર કરતા, જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં પધાર્યા, પધારીને યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ ઉદાયન રાજા અને તેનો પરિવાર : તે કાળ, તે સમયે સિંધુ સૌવીર જનપદમાં વીતીભય નામક નગર હતું. તે વીતીભય નગરની બહાર ઇશાન ખૂણામાં મૃગવન નામે ઉદ્યાન હતું. જે સર્વઋતુઓના પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતું. તે વીતીભય નગરમાં ઉદાયન નામે રાજા હતો. જે માહિમવન, મહા મલય, મંદર, સમાન સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો (ઇત્યાદિ). તે ઉદાયન રાજાની એક રાણી પદ્માવતી હતી. જે સુકમાલ હાથ–પગવાળી હતી (ઇત્યાદિ). તેને બીજી એક પ્રભાવતી નામે રાણી હતી. જે ચેટકરાજાની પુત્રી હતી. (કે આવશ્યક નિર્યુક્તિ ૭૭૫-૭૭૬ની વૃત્તિ તથા આવ.નિ. ૧૨૮૪ની વૃત્તિમાં માત્ર પ્રભાવતી નો જ ઉલ્લેખ છે, જ્યારે ભગવતીજીમાં સૂત્ર–૫૮૭માં આ બંને પાઠ મળે છે. અલબત્ત ભગવતીજીની મુકિત વૃત્તિમાં પદ્માવતી રાણીનો પાઠ છપાયેલ નથી. તેથી સ્વાભાવિક વિચાર આવે કે, પ્રભાવતી અને પદ્માવતી બંને અલગ-અલગ છે કે કેમ ? તદુપરાંત ભરતેશ્વર બાહુબલી વૃત્તિ અને ઉપદેશ પ્રાસાદાદિ ચરિત્ર ગ્રંથોમાં માત્ર પ્રભાવતીનો જ ઉલ્લેખ છે. તો આ બંને રાણી અલગ માનવા કે પછી ફક્ત પ્રભાવતી રાણીનો આવશ્યક સૂત્રવાળો પાઠ જ સત્ય માનવો ? હવે જો માત્ર પ્રભાવતી રાણીનો પાઠ સત્ય માનીએ – તો પણ બીજી સમસ્યા સર્જાય છે – આવશ્યકના પાઠ મુજબ પ્રભાવતીએ દીક્ષા ગ્રહણ કરી અને તે દેવ થયા. ઉદાયન રાજર્ષિને આહારમાં આવેલ વિષયુક્ત દહીંમાંથી વિષ દૂર કર્યું આદિ નિરૂપણ છે. ભગવતીજીમાં પદ્માવતી દેવી ઉદાયન રાજાની દીક્ષામાં સાથે બેઠા, અગ્ર કેશ ગ્રહણ કર્યા ઇત્યાદિ પાઠ છે. માટે માની શકાય કે પ્રભાવતી–પદ્માવતી જુદા હોય. વળી જે મુકિત પ્રત છે તેમાં પણ આરંભમાં પ્રભાવતી તથા તેના પુત્ર અભિચિ કુમારનો ઉલ્લેખ છે, જ્યારે દીક્ષા વખતેના સમગ્ર વર્ણનમાં તે જ મુક્તિ પ્રતમાં પદ્માવતીનો ઉલ્લેખ છે (પણ પ્રભાવતીનો નથી) પૂ.આગમોકારક સાગારાનંદસૂરિ સહિત તમામ સંપાદકોએ ભગવતીજીમાં તેરમા શતકના છઠા ઉદ્દેશોમાં આરંભમાં પ્રભાવતીનો અને પછીથી પવાવતીનો ઉલ્લેખ કર્યો છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૧૫ તે પરથી અમે બંનેનો અલગ ઉલ્લેખ સ્વીકારીને આ કથાનું સંકલન કર્યું છે અને અલગ ઉલ્લેખ સ્વીકારીએ તો જ આવશ્યક વૃત્યાદિ અનુસારની કથા અને ભગવતીજીની કથાનો મેળ બેસે. અન્યથા જો રાણી દેવ થઈ તો દીક્ષામાં ક્યાંથી આવે ? દીક્ષામાં આંસુ સારતી રાણી હોય તો તે પૂર્વે દીક્ષિત થઈ દેવલોકે ક્યાંથી જાય ? તે ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ અભીચિકુમાર હતો, જે સુકુમાર હાથ–પગવાળો, સવંગ પૂર્ણ, પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો, શરીરના લક્ષણવ્યંજન અને ગુણોથી યુક્ત હતો, અંગ પ્રત્યંગ સામુદ્રિક શાસ્ત્રોની અનુરૂપ, માનોન્માન પ્રમાણથી યુક્ત, સુઘટિત, સર્વાગ સુંદર, ચંદ્રમા સમાન સૌમ્ય આકૃતિવાળો, કાંત, પ્રિયદર્શન અને રૂપ—સૌંદર્યથી પરિપૂર્ણ હતો. તે અભીચિકુમાર યુવરાજ પણ હતો, જે ઉદાયન રાજાના રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોષ, કોઠાગાર, પુર અને અંતઃપુરની વ્યવસ્થા–પ્રબંધ કરતો વિચરતો હતો. તે ઉદાયન રાજાને કેશીકુમાર નામે ભાણેજ હતો, જે સુકુમાર હાથ–પગવાળો – થાવત્ – સુરૂપ હતો. તે ઉદાયન રાજા સિંધુ સૌવીર પ્રમુખ સોળ દેશો, વીતીભય પ્રમુખ ૩૬૩ નગરો, મહાસેના પ્રમુખ દશ મુગટબદ્ધ રાજાઓનું તેના ઉપર છત્ર ધારણ કરાવાતું હતું અને ચામર ઢોળવામાં આવતી હતી. તથા એ જ રીતે બીજા અનેક રાજા, ઈશ્વર, તલવર, માÉલિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિનું આધિપત્ય કરતો, પ્રમુખત્વ ભોગવતો, સ્વામિત્વ, ભતૃત્વ, આશૈશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતો, પાલન કરતો અને જીવાજીવ તત્વનો જ્ઞાતા શ્રમણોપાસક હતો – યાવત્ – યથાવિધિ તપકર્મને ગ્રહણ કરીને પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ૦ અભયકુમારનો પ્રશ્ન : અભયકુમારે શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું કે, હે ભગવંતું! અંતિમ (અપશ્ચિમ) રાજર્ષિ કોણ થશે ? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે ઉદાયન અંતિમ રાજર્ષિ થશે, ત્યારપછી કોઈ મુગટબદ્ધ રાજા દીક્ષા ગ્રહણ કરશે નહીં. (ઉદાયન રાજાની દીક્ષાવિષયક નિરૂપણ બે ભિન્ન પ્રકારે જોવા મળે છે. (૧) આવશ્યક નિર્યુક્તિ૭૭૫, ૭૭૬ની વૃત્તિ – જેમાં કુમારનંદી સોનીનો પ્રબંધ અને આવ.નિ. ૧૧૮૪ની વૃત્તિમાં દીક્ષા અને (૨) ભગવતીજી સૂત્ર–૫૮૭ મુજબ ઉદાયન રાજાની પ્રવજ્યા ઇચ્છા, ભગવંત મહાવીરનું આગમન અને દીક્ષા. તે આ પ્રમાણે છે–). ૦ કુમારનંદી સોનીનો પ્રબંધ :- ચંપાનગરીમાં જન્મથી સ્ત્રીલંપટ એવો કુમારનંદી નામે એક સોની રહેતો હતો. તે જે કોઈ સ્વરૂપવતી કન્યાને જુએ કે તેના વિશે સાંભળે તેને ૫૦૦ સોનામહોર આપીને પરણતો હતો. એવી રીતે તેને ૫૦૦ સ્ત્રીઓ થઈ. તે સ્ત્રીઓની સાથે તે એક સ્તંભવાળા મહેલમાં ક્રીડા કરતો હતો. તેને નાગિલ નામે એક મિત્ર હતો. કોઈ દિવસે પંચશૈલ હીપની અધિષ્ઠાત્રી બે વ્યંતર દેવીઓ ઇન્દ્રની આજ્ઞાથી નંદીશ્વર દ્વીપની યાત્રાએ નીકળી. ત્યાં માર્ગમાં તેનો વિદ્યુમ્માલી નામનો સ્વામીદેવ કે જે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આગમ કથાનુયોગ-૩ પંચશૈલનો અધિપતિ હતો તે અવી ગયો. એટલી તે બંને (હાસા અને પ્રાસા) દેવી વિચારવા લાગી. આ કુમારનંદી સોની સ્ત્રીલોલુપ છે. આપણે તેને વ્યામોહિત કરીએ ત્યારે તે દેવીઓએ તે સોનીના ઉદ્યાનમાં જઈને પોતાના સૌદર્યને પ્રગટ કર્યું. મોહ પામેલા કુમારનંદીએ તેમને પૂછયું કે, તમે બંને કોણ છો ? દેવીએ કહ્યું, અમે દેવીઓ છીએ. તે સોની તેના રૂપમાં મૂર્ણિત થઈ ગયો. સોનીએ ભોગ માટે પ્રાર્થના કરી, ત્યારે તે દેવીઓ બોલી કે, જો તારે અમારી સાથે ભોગની ઇચ્છા હોય તો પંચશૈલ હીપે આવજે ત્યાં આપણો સંયોગ થશે. એમ કહીને તે દેવીઓ આકાશ માર્ગે ચાલી ગઈ. તેણીમાં મૂર્શિત થયેલા કુમારનંદીએ રાજાને સુવર્ણ આપી પટપ્સ વગડાવ્યો કે જે મને પંચશૈલ હીપે લઈ જશે, તેને હું એક કોટી દ્રવ્ય આપીશ. આવો પણ સાંભળી કોઈ વૃદ્ધ ખલાસીએ તે પટને રોક્યો. કોટીદ્રવ્ય લઈ પોતાના પુત્રોને આપીને વહાણ તૈયાર કરાવ્યું, સોની વહાણમાં બેસી ચાલ્યો. વૃદ્ધ ખલાસીએ સમુદ્રમાં ઘણે દૂર ગયા પછી કહ્યું, તને કંઈ દેખાય છે ? ત્યારે સોની બોલ્યો કે, કંઈક કૃષ્ણ વર્ણવાળું દેખાય છે. વૃદ્ધ ખલાસીએ કહ્યું, આ વડ છે. તે સમુદ્રના કાંઠે અને પર્વતના મૂળમાં ઉત્પન્ન થયેલ છે. જ્યારે આ વહાણ તેની નીચેથી પસાર થાય ત્યારે તું તેની શાખાને વળગી રહેજે. રાત્રે ત્યાં પંચશૈલદ્વીપથી ભાખંડ પક્ષી આવશે. તે ભારંવ યુગલને ત્રણ પગ હશે. તેથી જ્યારે તે સૂઈ જાય ત્યારે તેના વચ્ચેના પગમાં સારી રીતે વળગી પડજે. પછી વસ્ત્ર વડે તારુ શરીર બાંધી દેજે. પ્રાતઃકાળે તે પક્ષી ઉડીને તને પંચશૈલદીપે લઈ જશે. હવે કદાચ તું જો વડની શાખાને પકડી શકીશ નહીં, તો આ વહાણ મહા આવર્તમાં પ્રવેશી જશે અને ત્યાંજ વિનાશ પામશે. સોની ખલાસીના કહેવા પ્રમાણે વડશાખાને વળગી ગયો. ભારડ પક્ષી તેને પંચશૈલ હીપે લઈ ગયું. ત્યાં તેને તે બંને વ્યંતરી દેવીઓ જોવામાં આવી. એટલે સોની તેનામાં આસક્ત થઈ, ભોગ માટે પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારપછી દેવીઓએ કહ્યું કે, તારા આ શરીર વડે તું અમને ભોગવી શકીશ નહીં તેથી તું અગ્રિમાં પ્રવેશ કરીને બળી મર અને એવું નિયાણું કર કે, હું પંચશૈલ હીપનો અધિપતિ થઉં, પછી તું અમારી સાથે ભોગ ભોગવી શકીશ. ત્યારે કુમારનંદી ચિંતામાં પડ્યો કે અરે ! હું તો ઉભયથી ભ્રષ્ટ થયો. આમ ચિંતા કરતા એ તે સોનીને દેવીઓએ નગરમાં તેના ઉદ્યાનમાં મૂકી દીધો. ત્યારે લોકો તેને આવીને પૂછવા લાગ્યા કે, શું અનુભવ કર્યો, કેમ પાછો આવ્યો. ત્યારે સોનીએ કહ્યું કે, પંચશૈલદીપે મેં આ પ્રમાણે જોયું –- સાંભળ્યું અને અનુભવ્યું. ત્યારપછી દેવાંગનાના અંગોમાં મોહિત થયેલ તે કુમારનંદીએ અગ્નિમાં પડી મરવા માટેની તૈયારીઓ કરી. તે વખતે તેના મિત્ર નાગિલ શ્રાવકે તેને ઘણો અટકાવ્યો. હે મિત્ર! આમ બાળમરણે મરવું તને યોગ્ય નથી. તો પણ તે નિયાણું કરી ઇંગિનીમરણ વડે અગ્રિમાં બળી મર્યો અને પંચશૈલ હીપનો અધિપતિ થયો. નાગિલ શ્રાવકને તે જોઈને નિર્વેદ થયો. અરેરે ! ભોગને માટે લોકો કેવો કલેશ સહન કરે છે. આ જાણવા છતાં હું શા માટે અહીં રહ્યો છું. તેને વૈરાગ્યે થયો. તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. કાળધર્મ પામીને તે અય્યત દેવલોકે દેવતા થયા. અવધિજ્ઞાન ... ... ) Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૧૭ વડે પોતાનો પૂર્વભવ તથા તેનો મિત્ર કુમારનંદી પંચશૈલદ્વીપનો અધિપતિ વિદ્યુમ્માલી દેવ થયો છે તે જાણ્યું. કોઈ વખતે નંદીશ્વર દ્વીપે યાત્રાર્થે દેવો જતા હતા. તેમની આગળ ગીત–ગાન કરવાની આજ્ઞા થતા. બંને વ્યંતરી (હાસા–પ્રહાસા) ચાલી, તેમણે વિદ્યુનાલી દેવને કહ્યું, તમે ઢોલ વગાડો. ત્યારે તે દેવ ત્યાંથી ચાલવા લાગ્યો એટલે ઢોલ તેના ગળે વળગી ગયો. ત્યારે દેવીઓએ કહ્યું કે, આ આપણો કુલાચાર છે, તેથી ઢોલ વગાડો. ત્યારે ઢોલ વગાડતા નંદીશ્વરતીરે ગયા. - નાગીલ દેવ ત્યારે તે દેવ સામે આવ્યો અને પૂછયું કે, હે ભદ્ર! તું મને ઓળખે છે? વિદ્યુમ્માલી દેવ તેના તેજને સહન ન કરી શકવાથી ત્યાંથી પલાયન થવા લાગ્યો. ત્યારે નાગીલ દેવે તેનું પોતાનું તેજ સંહરી લીધું અને કહ્યું કે, તું મને ઓળખે છે ? ત્યારે તે દેવ બોલ્યો કે, શક્ર આદિ ઇન્દ્રોને કોણ ન જાણે ? ત્યારે તે દેવે પોતાનું નાગીલ શ્રાવકનું રૂપ પ્રગટ કર્યું. ધર્મનું સ્વરૂપ જણાવી પૂર્વભવ કહ્યો. ત્યારે તે કુમારનંદી (વિદ્યુમ્માલી દેવ) તેને ઓળખવા લાગ્યો. ત્યારપછી કુમારનંદી દેવને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો અને તેણે કહ્યું કે, હે દેવ ! મને આજ્ઞા કરો હવે મારે શું કરવું જોઈએ ? ત્યારે અમ્રુતદેવે કહ્યું કે, હે મિત્ર ! તું વર્ધમાન-(મહાવીર) સ્વામીની પ્રતિમા કરાવ. તે તારા માટે સમ્યકત્વ બીજનું કારણ થશે. ત્યારે વિદ્યુમ્માલી દેવ (કુમારનંદી) મહાહિમવંતગિરિ ગયો. ત્યાંથી ગોશીષચંદન કાપીને લાવ્યો. વીરપ્રભુની કાષ્ઠમય મૂર્તિ બનાવી. લાકડાની પેટીમાં મૂકીને ભરતક્ષેત્રમાં આવ્યો. તે સમયે કોઈ મુસાફરનું વહાણ સમુદ્રમાં ઉત્પાત યોગ છ માસથી ભમ્યા કરતું હતું. ત્યારે તેણે ઉત્પાતનું શમન કર્યું. પછી પ્રતિમાની પેટી આપી અને કહ્યું કે, આમાં દેવાધિદેવની પ્રતિમા છે. તું વીતીભયનગરે જઈને ઉદ્દઘોષણા કરજે કે, આમાં પરમાત્માની પ્રતિમા છે તે ગ્રહણ કરો. તેણે વીતીભય નગર પહોંચી ઉદ્ઘોષણા કરી. તે વખતે નગરજનો, બ્રાહ્મણો, રાજા ઇત્યાદિ ત્યાં પહોંચ્યા. પે'લા વણિકે કહ્યું કે, આમાં દેવાધિદેવની પ્રતિમા છે, તો કુહાડીથી પેટી ખોલાય નહીં. એટલે સૌએ પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કર્યું. પણ પેટી ખુલી નહીં. ત્યારે પ્રભાવતી દેવીએ આવીને સ્તુતિ કરી, ચંદનાદિ વડે પૂજા કરી અરિહંતનું સ્મરણ કર્યું અને પેટી ખુલી ગઈ, તેમાંથી દેવાધિદેવ વર્ધમાન સ્વામીની પ્રતિમા ગ્રહણ કરી. તેણીએ અંતઃપુરમાં ચૈત્યગૃહ કરાવ્યું. પછી પ્રભાવતી દેવી સ્નાન કરીને ત્રિકાળ પૂજા કરવા લાગી. ૦ પ્રભાવતી દેવી દ્વારા દેવપૂજા તેમજ પ્રભાવતીનું મૃત્યુ - કોઈ વખતે પ્રભાવતી દેવીપૂજા કાર્ય કર્યા પછી પ્રસન્ન ચિત્ત ભગવંતની આગળ નૃત્ય કરી રહી હતી. ઉદાયન રાજા વીણા વગાડતો હતો. તે વખતે રાજાને રાણીનું મસ્તક વગરનું ધડ દેખાયું. તેને અતિ થઈ, તેના હાથમાંથી વીણા પડી ગઈ. ત્યારે રોષાયમાન થઈ દેવી બોલી કે, આ તમે શું કર્યું? રાજાએ તેણીના આગ્રહથી યથાર્થ હકીકત બતાવી. ત્યારે રાણીએ કહ્યું કે, આ અનિષ્ટ દર્શનથી મારું આયુષ્ય અલ્પ જણાય છે. હવે મારે શ્રાવક ધર્મનું વધુ સારી રીતે પાલન કરવું જોઈએ. Page #119 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ કોઈ વખતે રાણીએ સ્નાન કર્યા પછી દાસીને શ્વેત વસ્ત્રો લાવવા કહ્યું, તેણી લાલ વસ્ત્રો લાવી (રાણીને વસ્ત્ર લાલ દેખાયા) રોષાયમાન થઈને દાસી પર દર્પણનો પ્રહાર કર્યો. દાસી મૃત્યુ પામી ત્યારે રાણી વિચારવા લાગી કે, મને ધિક્કાર છે કે મારું પ્રથમ વ્રત ખંડિત થયું. હવે મારે જીવીને શું કરવું ? રાજાને પૂછીને તેણે ભક્ત પ્રત્યાખ્યાન અનશન ગ્રહણ કર્યું. (કોઈ કહે છે કે, તેણીએ દીક્ષા માટે અનુમતિ માંગી – દીક્ષા ગ્રહણ કરી) રાજાએ તેણીની પાસેથી વચન લીધું કે, જો તું દેવલોકમાં જાય તો મને પ્રતિબોધ કરવા આવવું. પ્રભાવતી દેવી ભક્ત પ્રત્યાખ્યાન અનશન વડે મૃત્યુ પામીને (કોઈ કહે છે કે સારી રીતે ચારિત્ર પાલન કરીને છેવટે અનશન કરીને) (સૌધર્મ) દેવલોકે દેવતા થયા. દેવદત્તા નામે કુબ્જાદાસી પેલી મૂર્તિની રોજ પૂજા કરવા લાગ્યા. ૦ પ્રભાવતી દેવ દ્વારા ઉદાયન રાજાને પ્રતિબોધ :– ૧૧૮ દેવ થયેલ પ્રભાવતી રાણી ઉદાયન રાજાને સમ્યક્ બોધ પમાડવા પ્રયત્ન કરે છે. પણ તે બોધ પામતો નથી. ત્યારે પ્રભાવતી દેવે વિચાર્યું કે, રાજા મૂળ તાપસભક્ત હતો. તેથી તે દેવ તાપસનું રૂપ લઈને આવે છે. અમૃતફળની રાજાને ભેટ ધરી. રાજાએ તે ફળને ચાખ્યા. પછી પૂછ્યું કે, આ ફળ ક્યાંના છે ? તે દેવે કહ્યું, નગરની નજીક એક આશ્રમ છે, આ ફળ ત્યાંના છે ત્યારે રાજા તે દેવ સાથે ત્યાં આશ્રમમાં ગયો. દેવે પૂર્વે જ ત્યાં દિવ્ય ફળથી ભરપુર એવો એક આશ્રમ વિકર્યો. રાજાએ વિચાર્યું કે, હું આ તાપસનો ભક્ત છું. તેથી મને ફળ ખાવા દેશે, જેવો તે ફળ ખાવા ગયો કે, અનેક તાપસો દોડીને આવ્યા અને ક્રોધથી મારવા લાગ્યો. રાજા ત્યાંથી નાસી ગયો. ત્યારપછી ઉદાયન રાજા નાસીને વનખંડમાં આવ્યો. ત્યાં તેણે એક સાધુને જોયા, તે સાધુએ ધર્મ કહ્યો. તેનાથી રાજા બોધ પામ્યો. દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. પછી રાજાને પૂછીને સ્વસ્થાને ગયા. પછી આત્મસ્વરૂપ ચિંતવતા તે શ્રાવક થયો. (આ અભિપ્રાય આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિનો છે, ભગવતીજીની કથામાં તો તેની ઓળખ શ્રાવક રૂપે જ છે. કદાચ એમ હોઈ શકે કે, તે આ પ્રસંગ પછી શ્રાવક બન્યો હોય “સત્ય બહુશ્રુતો જાણે''−) ૦ ગાંધાર શ્રાવકનો પ્રબંધ : આ તરફ ગાંધાર નામે શ્રાવક હતો. તે સર્વે જન્મ કલ્યાણક ભૂમિની વંદના કરતો, વૈતાઢ્ય કનક પ્રતિમાની વાત સાંભળી ઉપવાસપૂર્વક ત્યાં રહ્યો. તેણે સંકલ્પ કરેલો કે, કાં તો હું મૃત્યુને સ્વીકારીશ અથવા પ્રતિમાજીનું દર્શન કરીશ, દેવતાએ તેની ભક્તિ જોઈ પ્રસન્ન થઈને તેને સર્વકામિત (ઇચ્છાને પૂર્ણ કરનારી) ૧૦૦ ગુટિકા આપી. ત્યાંથી નીકળતા તેણે સાંભળ્યું કે, વીતીભય નગરમાં ગોશીર્ષ ચંદનમયી (જીવિત વર્ધમાન સ્વામીની) જિન પ્રતિમા છે. તેથી તે ગુટિકાના પ્રભાવથી વીતીભય નગરે જિન પ્રતિમાની વંદના કરવાને આવ્યો. ત્યાં વર્ધમાન સ્વામીની વંદના કરી, પૂજા કરી, સુખપૂર્વક રહેવા લાગ્યો. કોઈ વખતે તે ગાંધાર શ્રાવકે પોતાનું મૃત્યુ નજીક જાણી, ત્યાં ભગવંતની સેવામાં નિત્ય રહેતી એવી દેવદત્તાને સાધર્મિક જાણી બધી કામગુણિત ગુટિકા આપી દીધી. તેણે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે દેવદત્તા દાસીએ ચિન્તવ્યું કે, મારો વર્ણ સુવર્ણ સટ્ટશ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૧૯ થાઓ. તુરંત જ તે કુબ્બા રૂપને બદલે સુવર્ણ સમાન સુંદર રૂપવાળી થઈ ગઈ. તેથી રાજાએ તેનું નામ સુવર્ણગુલિકા પાડ્યું. – ચંડપ્રદ્યોત રાજાનું આગમન : - પછી તેને ભોગો ભોગવવાની ઇચ્છા થઈ. યોગ્ય વર મળ્યા વિના આ રૂપ શા કામનું ? ઉદાયન રાજા તો મારા પિતા સમાન છે. બીજા બધા આરક્ષક સમાન છે, મને પ્રદ્યોત રાજા ખૂબ જ ગમે છે. તેથી ચંડપ્રદ્યોત રાજા મારો પતિ થાય – એવું વિચારી બીજી ગુટિકા મોઢામાં મૂકી, ત્યારે ગુટિકા દેવતાએ ચંડપ્રદ્યોત રાજા પાસે જઈને દેવદત્તાના રૂપનું વર્ણન કર્યું. તેથી તેણે સુવર્ણગુલિકા (દેવદત્તા)ની માંગણી કરવા દૂતને મોકલ્યો. દૂતે ત્યાં જઈને દેવદત્તાની પ્રાર્થના કરી, ત્યારે તેણીએ કહ્યું કે, રાજા જાતે આવે તો અમારા બંનેનું મનોવાંછિત પૂર્ણ થશે. દૂતે તે વાત ચંડપ્રદ્યોત રાજાને જણાવી. એટલે ચંડપ્રદ્યોત રાજા અનલગિરિ નામના હાથી પર બેસી રાત્રે આવ્યો. ઉદ્યાનમાં બંને એકઠા થયા. જોતાની સાથે જ રાજા મોહિત થયો, ત્યારે તેણી બોલી કે આ પ્રતિમા સાથે લો તો હું આવું – કેમ કે, હું પ્રતિમા વિના રહી શકે નહીં. તમે આ પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા બનાવીને અહીં લાવો, તેને અહીં મૂકી, આ પ્રતિમા લઈને પછી આપણે જઈએ. અવંતિપતિ રાજા પ્રદ્યોત પાછો ગયો, પોતાના નગરમાં જઈ જાતિવંત ચંદનની કાષ્ઠની વર્ધમાન સ્વામીની પ્રતિમા બનાવી. આવીને ચૈત્યગૃહમાં સ્થાપન કરાવી. (કોઈ કહે છે કપિલમુનિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી) પછી જીવિત સ્વામીની મૂર્તિ અને સુવર્ણગુલિકાને લઈને ઉજ્જયની ગયો. ત્યાં આવ્યો ત્યારે અનલગિરિ હાથીએ જે મળમૂત્રનો ત્યાગ કરેલો તેની ગંધથી ઉદાયન રાજાના હાથી ઉન્મત્ત બન્યા. જે દિશાથી ગંધ આવતી હતી, તે દિશાનું અવલોકન કરતા ખ્યાલ આવ્યો કે, આ તો અનલગિરિ હાથીના પગલાં દેખાય છે. નક્કી ચંડપ્રદ્યોત અહીં આવ્યો છે. રાજા વિચારે છે કે, ચંડપ્રદ્યોત કયા નિમિત્તે અહીં આવ્યો હશે ? ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે, સુવર્ણગલિકા દાસી પણ અહીં દેખાતી નથી. માટે તે આવીને દાસીને લઈ ગયો જણાય છે. રાજપુરુષોએ નિવેદન કર્યું કે, સુવર્ણગુલિકા દાસી ક્યાંય દેખાતી નથી. જ્યારે પૂજા કરવાનો સમય થયો ત્યારે ઉદાયન રાજા પૂજા કરવા ગયો. તેણે જોયું કે, પ્રતિમા પર પુષ્પોની માળા પણ પ્લાન થઈ ગઈ દેખાય છે. ત્યારે રાજાએ જાણ્યું કે, આ પ્રતિમા પણ બદલાઈ ગઈ લાગે છે, તેના જેવી બીજી પ્રતિમા સ્થાપી હોય તેમ જણાય છે. માટે જીવિતસ્વામીની પ્રતિમાનું પણ હરણ કર્યું લાગે છે. પછી ઉદાયન રાજાએ નિશ્ચય કર્યો કે, આ બધાં લક્ષણો જોતા એવું જણાય છે કે, ચંડપ્રદ્યોત રાજા નિશ્ચયથી અહીં આવેલ છે અને તે પ્રતિમા તથા દાસીનું હરણ કરીને લઈ ગયો છે. ત્યારે તેણે તત્કાળ દૂતને ઉજ્જયની રવાના કર્યો અને ચંડપ્રદ્યોત રાજાને જણાવ્યું કે, મારી દાસી અને પ્રતિમા તું લઈ ગયો છે, મારે દાસીનું કંઈ કામ નથી, પણ જિનપ્રતિમા મને પાછી મોકલી આપ. ચંડપ્રદ્યોતે પ્રતિમા ન આપી. ૦ ચંડપ્રદ્યોત પર ઉદાયન રાજા દ્વારા ચડાઈ : ત્યાર અતિ ક્રોધિત થયેલા ઉદાયન રાજાએ જેઠ માસમાં દશ મુગટબદ્ધ રાજાને Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આગમ કથાનુયોગ-૩ સાથે લીધા, તેમના સહિત મોટા સૈન્ય સાથે તેણે ઉજ્જયની પર ચડાઈ કરી, મરભૂમિને પાર કરવા જતા તેનું સૈન્ય મરવા લાગ્યું. રાજપુરુષોએ આવીને રાજાને નિવેદન કર્યું. ત્યારે પ્રભાવતી દેવને અવધિજ્ઞાનથી આ વાતની ખબર પડી, તેણે આવી ત્યાં ત્રણ પુષ્કરીણિ (વાવ) બનાવી. એક અગ્ર ભાગે, એક મધ્યમ ભાગે અને એક છેડાના ભાગે. ઉજ્યની જઈને ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતને કહ્યું કે, નિરર્થક લોકોને મારવાથી સો લાભ છે? તેના કરતા તારી અને મારી વચ્ચે યુદ્ધ થાય તે સારું. અશ્વ, રથ, હાથી કે ભૂમિમાં જે યુદ્ધ તને પસંદ હોય તે યુદ્ધ કરીએ ત્યારે પ્રદ્યોત કહ્યું કે, આપણે રથયુદ્ધ કરીએ. ત્યારપછી પ્રદ્યોત રાજા અનલગિરિ હાથી લઈને આવ્યો. ઉદાયન રાજા રથ વડે આવ્યો. ત્યારે ઉદાયન રાજાએ કહ્યું, અહો ! આ તો તે કરેલ સંધિનો ભંગ છે, તો પણ કશો વાંધો નહીં. હવે તું બચવાનો નથી. તેથી તેણે રથને માંડલિક રાજાને આપ્યો. ત્વરાથી હાથીની પીઠ પાછળ ઘસ્યો. રથ વડે જ પ્રદ્યોતને જીતી લીધો. જ્યાં જ્યાં પ્રદ્યોતુ (નો હાથી) પગ મૂકતો ગયો, ત્યાં ત્યાં બાણને ફેંકવા લાગ્યો. તેમ કરતા હાથી પડી ગયો. ઉદાયન રાજાએ રથમાંથી ઉતરીને પ્રદ્યોતને બાંધી લીધો અને તેના મસ્તક પર તપાવેલા લોઢાની શલાકાથી “આ મારી દાસીનો પતિ છે" તેમ અક્ષરો લખી લીધા. ૦ પ્રદ્યોતને કેદ કરી – ઉદાયનનું પાછા આવવું : ત્યારપછી ઉદાયન રાજાએ પ્રદ્યોત રાજાને કેદમાં નાંખ્યો. રાજા પ્રદ્યોતના મહેલમાં જ્યાં જિનાલય હતું, ત્યાં ગયો, ત્યાં મૂળ પ્રતિમાજીને જોઈ. નમન કરી, સ્તુતિ કરીને ત્યાંથી ઉત્થાપિત કરવા પ્રયત્ન કર્યો, પણ તે પ્રતિમા પોતાને સ્થાનેથી ચલિત ન થઈ, ત્યારે રાજાએ કહ્યું કે, હે નાથ ! મેં શો અપરાધ કર્યો છે કે, આપ મારી સાથે પધારતા નથી. તે સમયે અધિષ્ઠાયક દેવે કહ્યું કે, હે રાજા ! તારું નગર રજોવૃષ્ટિથી સ્થળરૂપ થઈ જવાનું છે, તેથી હું ત્યાં આવીશ નહીં. માટે તું શોક ન કરીશ. ત્યારપછી ઉદાયન રાજા પોતાના નગર તરફ પાછો ફરતો હતો. માર્ગમાં ચાતુર્માસ (વર્ષાવાસ) થઈ જતાં ત્યાંજ રહ્યો. ત્યારે દશે રાજાઓ ધૂળનો કિલ્લો બનાવી, છાવણી નાંખ્યા રહ્યા. તે સ્થાને દશપુર નગર વસ્યું. જે રાજા જમતો હતો તે જ ભોજન પ્રદ્યોતને પણ આપતા હતા. અન્યદા પર્યુષણ આવતા, રસોઈયાએ પ્રદ્યોતને પૂછયું કે, તમે શું ભોજન કરશો ? ત્યારે પ્રદ્યોતને વિચાર આવ્યો કે, કોઈ દિવસ નહીં અને આજે આ મને રસોઈનું કેમ પૂછે છે ? ક્યાંક મને મારી નાંખશે. તેથી તેણે રસોઈયાને પૂછયું, “આજે કેમ પૂછો છો ?" તેણે કહ્યું, પર્યુષણા હોવાથી આજે રાજાને પૌષધ-ઉપવાસ છે. ત્યારે પ્રદ્યોતે કહ્યું કે, મારે પણ આજે ઉપવાસ છે, મારા માતા-પિતા પણ સંયત હતા. મને ખ્યાલ જ નહીં કે આજે પર્યુષણા છે. રસોઈયાએ આ વાત રાજાને કરી. રાજા (ઉદાયન) બોલ્યા કે, હું જાણું છું કે આ ધૂર્ત છે. તો પણ આ કેદમાં હોય તો મારા આ પર્યુષણ શુદ્ધ ન ગણાય. ત્યારે તેને મુક્ત કર્યો. ખમાવ્યો. તેના કપાળમાં અંકિત કરેલા અક્ષરો ઢાંકવા માટે સુવર્ણ રત્નમય પટ્ટ બંધાવીને તેનું રાજ્ય તેને પાછુ સોંપ્યું. ત્યારથી તે “બદ્ધ પટ્ટ” રાજા થયો. તે પૂર્વે તે મુગટબદ્ધ રાજા હતો. વર્ષાકાળ વીતી ગયા પછી ઉદાયન રાજા પાછો ફર્યો અને જે વણિક વર્ગ સાથે Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૨૧ હતો, તે ત્યાં જ રહ્યો. દશપુર નગર વસી ગયું. ઉદાયન રાજા પોતાના નગરે આવ્યો. તેણે પ્રદ્યોત રાજાને જિનપ્રતિમાના નિર્વાહ માટે ૧૨,૦૦૦ ગામ આપ્યા અને પ્રભાવતી દેવની આજ્ઞાથી નવી પ્રતિમાની પૂજા કરવા લાગ્યો. ૦ ઉદાયન રાજાને પૌષધ અને ભગવદુવંદન અભિલાષા : ત્યારપછી તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો. આવીને શંખ શ્રમણોપાસકની માફક – યાવત્ – પૌષધ ધારણ કરીને બ્રહ્મચારીવત્ મણિ–સુવર્ણ આદિનો ત્યાગ કરીને, માળા, વિલેપન, વર્ણ, આદિ છોડીને, શસ્ત્ર, મૂશલ આદિને નીચે રાખીને એકાકી, વિકલ્પ વિપિન થઈ, દર્ભ–સંથારા પર બેસીને પાક્ષિક પૌષધ ગ્રહણ કરી પ્રતિ જાગૃત થઈને વિચરતો હતો. ત્યારપછી તે ઉદાયન રાજાને મધ્યરાત્રિના સમયમાં ધર્મજાગરણા કરતા-કરતા આવા પ્રકારનો અધ્યવસાય – કાવત્ – વિચાર ઉત્પન્ન થયો કે, “તે ગ્રામ, આકર, નગર, ખેડા, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબાહુ, સન્નિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરણ કરે છે. તે રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે – યાવતું – પર્યાપાસના કરે છે. જો શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી વિચરતા ગ્રામાનુગ્રામ સ્પર્શતા અને સુખપૂર્વક વિહાર કરતા અહીં પધારે, અહીં સમોસરે, આ જ વીતીભય નગરની બહાર મૃગવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિહરે, તો હું શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરું, નમસ્કાર કરું – યાવત્ – તેમની પર્યાપાસના કરું. ૦ ભગવંત મહાવીરનું વીતીભય નગરે સમોસરણ : ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર ઉદાયન રાજાના આ પ્રકારના ઉત્પન્ન થયેલ અધ્યવસાય – યાવત્ – સંકલ્પને જાણીને ચંપાનગરીથી, પૂર્ણભદ્ર ચૈત્યથી બહાર નીકળ્યા, નીકળીને અનુક્રમથી ગમન કરતા–કરતા, એક ગામથી બીજે ગામ ભ્રમણ કરતા-કરતા સુખપૂર્વક વિચરતા, જ્યાં સિંધુ સૌવીર જનપદ હતું, જ્યાં વીતીભય નગર હતું અને જ્યાં મૃગવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા. આવીને – યાવત્ – સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી વીતીભયમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથોમાં – યાવત્ – પર્ષદા પર્યપાસના કરવા લાગી, ત્યારે તે ઉદાયન રાજા આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું , હે દેવાનુપ્રિયો ! શીઘ વીતીભય નગરને અંદર અને બહારથી સિંચિંત કરો – થાવત્ – જે પ્રમાણે ઉજવાઈ સૂત્રમાં કૂણિક રાજાનું વર્ણન છે (જુઓ “કોણિક કથા) તે પ્રમાણે પર્યાપાસના કરવા લાગ્યો. પદ્માવતી પ્રમુખ રાણીઓ પણ પર્યાપાસના કરવા લાગી. (ભગવંતે) ધર્મ કથા કહી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આગમ કથાનુયોગ-૩ ૦ ઉદાયનનો પ્રવજ્યા સંકલ્પ : ત્યારપછી તે ઉદાયન રાજા શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ શ્રમણ કરી – અવધારણ કરી હર્ષિત અને સંતુષ્ટ થઈને પોતાના સ્થાનેથી ઉર્યો. ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી – યાવત્ – નમસ્કાર કરીને બોલ્યો હે ભગવન્! આ એ જ પ્રમાણે છે. હે ભગવન્! આ તથ્ય છે – યાવત્ – આપ જે પ્રમાણે કહો છો (તે સત્ય છે) એ પ્રમાણે કહ્યું, વિશેષ એટલું કે, હે દેવાનુપ્રિય ! અભીચિકુમારને રાજ્ય પર સ્થાપિત કરીશ, ત્યારપછી આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને ઘરવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા સ્વીકાર કરીશ. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી તે ઉદાયન રાજા શ્રમણ ભગવંત મહાવીરને એ પ્રમાણે કહેતા સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા, વંદનાનમસ્કાર કરીને અભિષેક યોગ્ય હાથી પર આરૂઢ થયો. આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી નીકળ્યો, નીકળીને વીતીભય નગર તરફ જવાને ઉદ્યત થયો. ૦ અભીચિને બદલે કેશીકુમારનો રાજ્યાભિષેક : ત્યારપછી તે ઉદાયન રાજાને આવા પ્રકારના અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – નિશ્ચયથી અભીચિકુમાર મારો એક માત્ર પુત્ર છે. જે મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, ધૈર્ય અને વિશ્રામ સ્થળની સમાન, સંમત, બહુમત, અનુમત, રત્નકરંડક સમાન, રત્નભૂત, જીવના શ્વાસોચ્છવાસ સમાન, હૃદયને આનંદદાયક, ગૂલરના ફૂલસમાન છે. જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો દર્શનની તો વાત જ શું કરવી ? તેથી જો હું અભીચિકુમારને રાજ્ય પર સ્થાપિત કરી શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગારત્વ સ્વીકારીશ, તો અભીચિકુમાર રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોઠાગાર, કોષ, પુર, અંતઃપુર, જનપદ અને મનુષ્ય સંબંધિ કામભોગોમાં મૂર્શિત, ગૃહ, ગ્રથિત અને તલ્લીન થઈને અનાદિ, અનંત દીર્ધ માર્ગવાળા, વિસ્તૃત ચાતુર્મતિક રૂપ સંસાર વનમાં પરિભ્રમણ કરતો રહેશે. તેથી અભીચિકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર પ્રવજ્યા સ્વીકારવી શ્રેયસ્કર નથી. - તેના બદલે મારા ભાણેજ કેશીકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી આગારિક પ્રવજ્યા ગ્રહણ કરવી શ્રેયરૂપ છે. આ પ્રમાણે વિચાર કરે છે, વિચાર કરીને જ્યાં વીતીભય નગર છે, ત્યાં આવે છે, આવીને વીતીભય નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં પોતાનું ભવન હતું, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવે છે, આવીને અભિષેકય હસ્તીથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને જ્યાં સિંહાસન હતું, ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ તરફ મુખ કરીને બેઠો, બેસીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલ્દીથી વીતીભય નગરને અંદ–બહાર જળ વડે સિંચિંત કરો, સાફ-સુથરું કરો. લીંપીને – યાવત્ – શ્રેષ્ઠ સુગંધિત દ્રવ્યોની ગંધથી ગંધવટ્ટીની સમાન Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૨ ૩ કરો અને કરાવો. આ પ્રમાણે કરીને, કરાવીને મારી આજ્ઞા પાછી આપો. તેઓ પણ એ પ્રમાણે કરીને તે આજ્ઞાને પાછી સોપે છે. ત્યારપછી તે ઉદાયન રાજા બીજી વખત કૌટુંબિક પરષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! જલદીથી કેશીકુમારનો મહાર્થ, મહાઈ, મહાઈ એવો વિપુલ રાજ્યાભિષેક કરો. જે પ્રમાણે શિવભદ્રનો કરેલ તે જ વર્ણન અહીં કરવું. (કથા જુઓ – શિવરાજર્ષિ) – યાવત્ – દીઘાર્ય ભોગવો. ઇષ્ટજનોથી સદા ઘેરાયેલા રહી સિંધુ સૌવીર આદિ સોળ જનપદો, વીતીભય આદિ ૩૬૩ નગરો અને આકરો, મહાસેના પ્રમુખ દશ રાજાઓ અને બીજા ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ પ્રસૃતિનું આધિપત્ય, પ્રમુખત્વ, ભર્તૃત્વ, સ્વામિત્વ, આશૈશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતા – પાલન કરતા વિચરણ કરો, એમ કહીને જયજયકાર કરે છે. ત્યારપછી કેશકુમાર રાજા થઈ ગયા – મહાહિમવંત, મલયમંદર પર્વતની સદશા રાજાઓમાં શ્રેષ્ઠ રાજાની માફક – યાવત્ – રાજ્ય પર શાસન કરતા વિચરવા લાગ્યા. ૦ ઉદાયનની પ્રવજ્યા : ત્યારપછી તે ઉદાયન રાજાએ કેશીરાજા પાસે આજ્ઞા માંગી. ત્યારે તે કેશી રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા – ઇત્યાદિ જે પ્રમાણે જમાલિના સંબંધમાં કહેલું તે જ પ્રકારે નગરને બહારથી અને અંદરથી સાફ કરાવો ઇત્યાદિ – નિષ્ક્રમણાભિષેકની તૈયારી કરે છે. (કથા જુઓ – જમાલિ) ત્યારપછી તે કેશીરાજા અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, સેનાપતિ, શ્રેષ્ઠી, સાર્થવાહ, દૂત, સંધિપાલથી પરિવૃત્ત થઈને ઉદાયન રાજાને ઉત્તમ સિંહાસન પર પૂર્વ તરફ મુખ કરીને બેસાડે છે, બેસાડીને ૧૦૮ સુવર્ણ કળશો દ્વારા અભિષેક કરે છે ઇત્યાદિ જમાલિના અભિષેકની માફક – યાવત્ – મહાન નિષ્ક્રમણ—અભિષેક કરે છે. કરીને દશ નખ ભેગા કરી, બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધારે છે. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! અમે તમને શું આપીએ ? શું અર્પણ કરીએ અથવા આપને શું ઇષ્ટ છે ? શું પ્રયોજન છે? ત્યારે તે ઉદાયન રાજાએ કેશીરાજાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું કુત્રિકાપણથી રજોહરણ અને પાત્ર મંગાવવા અને વાણંદને બોલાવવા ઇચ્છું છું – ઇત્યાદિ જેમ જમાલિના સંબંધમાં કહેલું, તે જ પ્રમાણે અહીં કહેવું જોઈએ. વિશેષ એટલું કે – દુસ્સહ પ્રિય વિયોગથી દુઃખિત પદ્માવતી રાણી અગ્રકેશોને ગ્રહણ કરે છે. ત્યારપછી કશીરાજા બીજી વખત ઉત્તર દિશામાં સિંહાસનને રખાવે છે, રખાવીને ઉદાયન રાજાને ચાંદી–સોનાના કળશોથી સ્નાન કરાવે છે, કરાવીને – યાવત્ – શેષ વર્ણન જમાલિના વર્ણન પ્રમાણે જાણવું – યાવત્ – ચારે પ્રકારના અલંકારોથી અલંકૃત્ થઈને પરિપૂર્ણ રૂપે અલંકૃત થઈને સિંહાસનથી ઊભો થાય છે. ઊભા થઈને શિબિકાની અનુપ્રદક્ષિણા કરીને શિબિકા પર આરૂઢ થાય છે. આરૂઢ થઈને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ તરફ મુખ કરીને બેઠો. તે જ પ્રમાણે ધાવમાતાના સંબંધમાં જાણવું. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આગમ કથાનુયોગ-૩ - પરંતુ વિશેષ એ કે, પદ્માવતી રાણી હંસ સદશ શેત વસ્ત્રને લઈને શિબિકાની અનુપ્રદક્ષિણા કરીને શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને ઉદાયન રાજાની જમણી બાજુમાં રાખેલ ભદ્રાસન પર બેઠી, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું – યાવત્ – છત્રાદિક તીર્થકરોના અતિશયોને જુએ છે, જોઈને સહસ્ત્રપુરુષવાહિની શિબિકાને ઊભી રખાવે છે, તે સહસ્ત્રપુરુષવાહિની શિબિકાથી નીચે ઉતરે છે, ઉતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા કરીને ઇશાન ખૂણામાં ગયા, જઈને સ્વયમેવ આભરણ, માળા, અલંકારોને ઉતાર્યા. ત્યારે તે પદ્માવતી દેવી હંસલક્ષણા વસ્ત્રમાં આભરણ, માળા અને અલંકારોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને તુટેલા હાર, જલધારા, સિંદુવાર પુષ્પની માળા અને મુક્તાવલિ સદશ આંખોથી આંસુઓ – વહાવતી ઉદાયન રાજાને આ પ્રમાણે બોલી– હે સ્વામી સંયમમાં પ્રયત્નશીલ બનજો, તત્પર થજો, હે સ્વામી ! પરાક્રમ કરજો. આ વિષયમાં પ્રમાદ ન કરજો, એમ કહીને કેસી રાજા અને પદ્માવતી રાણી શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને જે બાજુથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યાર પછી તે ઉદાયન રાજાએ સ્વયમેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. ઇત્યાદિ વર્ણન ઇષભદત્ત પ્રમાણે જાણવું. (કથા જુઓ ઋષભદત) – થાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. (ભગવતીજી સ્ત્ર પ્રમાણે આ કથામાં ઉદાયન રાજર્ષિનો મોક્ષ થયો એટલું જ કહ્યું છે, પરંતુ આવશ્યક સૂત્ર પ્રમાણે દીક્ષા પછીની કથા નીચે પ્રમાણે આગળ વધે છે...) વ્રતના દિવસથી જ તીવ્ર તપસ્યા કરીને ઉદાયન રાજર્ષિએ પોતાનો દેહ શોષવી નાંખ્યો. નિરંતર નીરસ આહાર કરવાથી તેના શરીરમાં રોગ ઉત્પન્ન થયો. કોઈ વૈદ્ય કહ્યું કે, તમે દહીંનું ભક્ષણ કરો. તે ગોકુળમાં રહી દહીંની ગવેષણા કરવા લાગ્યા. અન્યદા વિહાર કરતા વીતીભય નગરે ગયા. ત્યાં તેનો ભાણેજ કેશી રાજા હતો, તેને ઉદાયન રાજર્ષિએ જ રાજ્ય પર સ્થાપેલ. કેશીકુમારના મંત્રીએ કહ્યું કે, હે રાજન્ ! આ પરીષહથી પરાજિત થયેલ છે, રાજ્યને પ્રાપ્ત કરવા અહીં આવેલ છે ત્યારે કેશીરાજાએ કહ્યું કે, હું રાજ્યને આપી દઈશ, ત્યારે મંત્રીએ કહ્યું કે, આ રાજધર્મ નથી, એ પ્રમાણે તેણે કેશીકુમારને ઍડ્વાહિત કર્યા. એ રીતે ઘણો કાળ સમજાવવાથી કશીરાજાએ તે વાત માની પછી પૂછયું કે, તો મારે તેમનું શું કરવું ? અમાત્યે કહ્યું, તેને ઝેર આપી દો. અમાત્યની સલાહથી રાજાએ કોઈ પશુપાલિકા-ગોવાલણી પાસે વિષયુક્ત દહીં અપાવવાની વ્યવસ્થા કરાવી. તેણીએ ઉદાયન રાજર્ષિને દહીંમાં ઝેર આપી દીધું. દેવતાએ તે વિષને સંહરી લીધું અને પછી કહ્યું કે, હે મહર્ષિ ! તમને દહીંમાં વિષ અપાયું છે, કૃપા કરી તમે દહીંને ગ્રહણ કરવાનો ત્યાગ કરી દો. રાજર્ષિએ દહીંનો ત્યાગ કર્યો. ફરી રોગ વધવા લાગ્યો. ફરી દહીં લેવાનો આરંભ કર્યો. ફરી તેમને દહીંમાં ઝેર અપાયું. ફરી દેવતાએ ઝેરને સંહરી લીધું. ફરી દેવતાએ દહીં લેવાની ના પાડી. એ રીતે ત્રણ-ત્રણ વખત દેવતાએ ઝેરને સંહરી લીધું. Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૨૫ ૦ ઉદાયન રાજર્ષિનો મોક્ષ : એક વખતે દેવતાના પ્રમાદથી દહીંમાં મેળવેલ વિષ સંહરાયું નહીં. રાજર્ષિએ વિષ મિશ્રિત દહીંનું ભોજન કર્યું. તેમના શરીરમાં વિષ વ્યાપી ગયું. તે જાણી રાજર્ષિએ અનશન અંગીકાર કર્યું, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તે પછી દેવતાએ ક્રોધ કરીને વીતીભય નગરને રજ(ધૂળ)ની વૃષ્ટિ વડે ભરી દીધું. માત્ર ઉદાયન રાજર્ષિના શય્યાતર એવા કુંભકારને નિરપરાધી જાણીને બચાવી લીધો. ૦ અભીચિકુમારનો વૈરભાવ : અભીચિકુમાર અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિના સમયે કુટુંબ જાગરિકામાં જાગરણ કરતા તેને આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – વિચાર ઉત્પન્ન થયો કે યથાર્થરૂપે હું ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ છું, તો પણ ઉદાયન રાજાએ મને છોડીને પોતાના ભાણેજ કેશીકુમારને રાજ્ય પર સ્થાપિત કરી શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા ગ્રહણ કરી છે. આવા પ્રકારના મહા અપ્રીતિરૂપ માનસિક દુઃખથી પીડિત થઈને અંતઃપુર અને પારિવારિકજનો સહિત પોતાના ભાંડોપકરણ આદિ લઈને વીતીભય નગરથી નીકળ્યો, નીકળીને પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા, એક ગામથી બીજે ગામ જતા જ્યાં ચંપાનગરી હતી, જ્યાં કૂણિક રાજા હતો, ત્યાં આવ્યો, આવીને કૂણિક રાજાનો આશ્રય લઈ વિચારવા લાગ્યો. ત્યાં પણ તેને વિપુલ ભોગોપભોગની સામગ્રી પ્રાપ્ત થઈ, ત્યાર પછી અભીચિકુમાર શ્રમણોપાસક પણ થયો. જીવાજીવ તત્ત્વોનો જ્ઞાતા થયો – યાવત્ વિધિપૂર્વક તપોકર્મની આરાધના દ્વારા આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. તો પણ ઉદાયને રાજર્ષિ પ્રતિ વૈરાનુબંધથી યુક્ત રહ્યો. ૦ અભીચિકુમારની અસુરદેવોમાં ઉત્પત્તિ : તે કાળે, તે સમયે આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની પાસે ચોસઠ લાખ અસુરકુમારોના આવાસ કહેવાયા છે. ત્યારપછી અનેક વર્ષોપર્વત શ્રમણોપાસકનો પર્યાય પાલન કરીને તે અભીચિકુમાર અર્ધમાસિક સંલેખનાથી ત્રીશ ભક્તોનું અનશનપૂર્વક છેદન કરીને તે પાપસ્થાનકની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મરણ સમયમાં કાળધર્મને પ્રાપ્ત કરીને આ જ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની નજીક રહેલ ચોસઠ લાખ આતાપરૂપ અસુરકુમાર આવાસોમાં આતાપરૂપ અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાંક આતાપરૂપ અસુરકુમાર દેવોની એક પલ્યોપમની સ્થિતિ કહી છે, આ અભીચિદેવ પણ ત્યાં એક પલ્યોપમની સ્થિતિવાળો થયો. હે ભગવન્! તે અભીચિદેવ પણ આયુક્ષય થવાથી, ભવક્ષય થવાથી અને સ્થિતિ ક્ષય થવાથી અનન્તર તે દેવલોકથી નીકળીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. હે ભગવન્! તેમજ છે. તેમજ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આગમ કથાનુયોગ-૩ ૦ આગમ સંદર્ભ :આયા.ચૂપૃ. ૬૪; સૂય ચૂપૃ. ૨૨૮; ભગ ૫૮૭, ૨૮૮; નિસી.ભા.૩૧૮૫ની ચૂ આવ રૃ.૧–. ૩૯૯ થી ૪૦૧, ર–પૃ. ૩૬, ૧૭૧; આવનિ ૭૭૫, ૭૭૬, ૧૨૮૪ની . ઠા ૭૩રની વૃ. આવનિ ૧૧૮૫ + 2 દસ ; ૦ રોહ કથા : તે કાળ અને તે સમયે ભગવંત મહાવીરના અંતેવાસી રોહ નામક અણગાર હતા. તેઓ પ્રકૃતિથી ભદ્ર, મૃદુ, વિનીત, ઉપશાંત, અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા હતા. અત્યંત નિરહંકારતા સંપન્ન, ગુર સમાશ્રિત, કોઈને સંતાપ ન પહોંચાડનારા, વિનયમૂર્તિ હતા. તે રોહ અણગાર ઉર્ધ્વજાનું અને નીચેની તરફ મસ્તક ઝુકાવી, ધ્યાનરૂપી કોષ્ઠકમાં પ્રવિષ્ટ, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવંત મહાવીર સાથે વિચરી રહ્યા હતા. ત્યારપછી રોહ અણગાર જાતશ્રદ્ધ થઈને – યાવત્ – ભગવંતની પર્યાપાસના કરતા બોલ્યા – હે ભગવંત! પહેલા લોક અને પછી અલોક કે પહેલા અલોક અને પછી લોક? હે રોહ ! લોક અને અલોક પહેલા પણ છે અને પછી પણ છે. આ બંને શાશ્વતભાવ છે. તેમાં આ પહેલો કે આ પછી એવો ક્રમ નથી. હે ભગવન્! પહેલા જીવ અને પછી અજીવ કે પહેલા અજીવ અને પછી જીવ ? હે રોહ ! જેમ લોક અને અલોકના વિષયમાં કહ્યું, તેવું જ અહીં સમજવું. આ જ પ્રમાણે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક, સિદ્ધિ અને અસિદ્ધિ, સિદ્ધ અને સંસારીના વિષયમાં જાણવું. હે ભગવન્! પહેલા ઇંડુ અને પછી મુરઘી કે પહેલા મરઘી અને પછી ઇંડુ ? હે રોહ ! તે ઇંડુ ક્યાંથી આવ્યું? ભગવન્! તે મુર્દામાંથી આવ્યું. તે મુરઘી ક્યાંથી આવી ? ભગવન્! ઇંડામાંથી આવી. એ પ્રકારે છે રોહ ! મરઘી અને ઇંડુ પહેલા પણ હતા અને પછી પણ હતા. આ બંને શાશ્વત ભાવ છે. તેમાં પહેલા–પછીનો ક્રમ નથી. હે ભગવન્! પહેલા લોકાંત અને પછી અલોકાંત કે પહેલા અલોકાંત અને પછી લોકાંત? હે રોહ ! આમાં પહેલા પછીનો કોઈ કમ નથી. આ જ પ્રમાણે લોકાંતનો સંબંધ – સાતમું અવકાશાન્તર, સાતમું તનુવાત, ઘનવાત, ઘનોદધિ અને સાતમી પૃથ્વી સાથે સમજવો. લોકાંતના સંબંધમાં ઉપર જેવા જ પ્રશ્નોત્તર અવકાશાન્તર, વાત, ઘનોદધિ, પૃથ્વી, હીપ, સાગર, ક્ષેત્ર, નારક આદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ, વેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ, પર્યાય અને કાળ સાથે જોડી સમજી લેવા. હે ભગવન્! સર્વોદ્ધા(કાળ) પહેલા અને લોકાંત પછી કે લોકાંત પહેલા અને Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ સર્વોદ્ધા(કાળ) પછી છે ? જે રીતે લોકાંત સાથે પૂર્વોક્ત બધાં સ્થાનોનો સંયોગ કર્યો, તે જ પ્રકારે અલોકાંત સાથે પણ આ બધાં સ્થાનોનો સંબંધ જોડવો. આ જ પ્રમાણે સાતમા અવકાશાન્તરનો, તનુવાતનો, ઘનવાતનો યાવત્ સર્વોદ્ધા કાળનો સંબંધ જોડવો... યાવત્ આ કોઈમાં પૂર્વાપર ક્રમ હોતો નથી. હે ભગવન્ ! આ તે જ પ્રમાણે છે, તે જ પ્રમાણે છે એમ કહીને રોહ અણગાર તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ ભગ ૭૨ થી ૭૫; - ; - X X - જી કાલોદાયી કથા ઃ તે કાળ, તે સમયમાં રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશીલ નામક ચૈત્ય હતું - યાવત્ પૃથ્વી શિલાપટ્ટક હતો. તે ગુણશીલ ઉદ્યાન સમીપે થોડે દૂર ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે ~ કાલોદાયી, શૈલોદાયી, સેવાલોદાયી, ઉદય, નામોદય, નમોદય, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક, સુહસ્તી ગાથાપતિ. ૦ કાલોદાયી આદિને અસ્તિકાય વિષયક સંદેહ : ત્યારપછી અન્ય કોઈ સમયે ત્યાં એકત્ર થયેલા, બેઠેલા, સુખપૂર્વક બેઠેલા એવા તે અન્યતીર્થિકોમાં આ પ્રકારનો વાર્તાલાપ થયો શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકાયોની પ્રરૂપણા કરે છે. યથાધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અજીવકાય છે તેમ બતાવે છે, તે આ પ્રમાણે :(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્દગલાસ્તિકાય. એક જીવાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) અરૂપી જીવકાય બતાવે છે. તે અસ્તિકાયોમાં ચાર અસ્તિકાયોને શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) અરૂપીકાય પ્રરૂપિત કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. માત્ર એક પુદ્દગલાસ્તિકાયને રૂપી અજીવકાય પ્રરૂપિત કરે છે. આ પ્રકારની આ વાત કઈ રીતે માની શકાય ? ૦ ગૌતમસ્વામી પાસે કાલોદાયી દ્વારા શંકા નિરૂપણ :~ તે કાળે, તે સમયે શ્રમણ ભગવન્ મહાવીર – યાવત્ – ગુણશિલક ચૈત્યમાં સમવસરિત થયા યાવત્ – પર્ષદા પાછી ફરી. - તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ નામક અણગાર (પૂર્વે વર્ણવ્યા મુજબ) – યાવત્ – ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા યથાપર્યાપ્ત ભક્તપાન ગ્રહણ કરીને રાજગૃહ નગરીથી – યાવત્ – ત્વરારહિત, અસંભ્રાન્ત રૂપથી – યાવત્ – ઇર્યાસમિતિનું શોધન કરતા કરતા તે અન્યતીર્થિકોની નજીકથી પસાર થયા. --- ૧૨૭ - - ત્યારે તે અન્યતીર્થિક ભગવંત ગૌતમને થોડે દૂરથી જતા જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે. બોલાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આપણને આ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આગમ કથાનુયોગ-૩ અસ્તિકાયની વાત અપ્રગટ–અજ્ઞાત છે અને આ ગૌતમ આપણી નજીકથી જ પસાર થઈ રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે આ અર્થ ગૌતમને પૂછવો શ્રેયસ્કર છે. આ પ્રમાણે કહીને તેઓ એકબીજાની વાતને સ્વીકારે છે, સ્વીકારીને જ્યાં ભગવદ્ ગૌતમ છે ત્યાં આવીને તેઓએ ભગવનું ગૌતમને આ પ્રમાણે કહ્યું - હે ગૌતમ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પંચ અસ્તિકાયનું નિરૂપણ કરે છે. તે આ પ્રમાણે :- ધર્માસ્તિકાય – યાવત્ – આકાશાસ્તિકાય. તેને – યાવત્ – રૂપીકાય, અજીવકાય (આદિ રૂપે) બતાવે છે. તો હે ગૌતમ ! આ કઈ રીતે બને ? (આજ પ્રકારનો પ્રશ્ર કાલોદાયી આદિએ મક્ક શ્રમણોપાસને પણ કરેલ હતો. તે વાત મક્કની કથામાં જોવી. ૦ આગમ સંદર્ભ – જુઓ – ભગ ૭૪૪-). ૦ ગૌતમ દ્વારા કાલોદાયીનું સમાધાન : ત્યારપછી ભગવનું ગૌતમે તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! અમે અસ્તિકાયને “નાસ્તિ”—(આ નથી) એમ નથી કહેતા અને નાસ્તિભાવને “અસ્તિ" (આ છે) એમ પણ કહેતા નથી. હે દેવાનુપ્રિયો ! અમે સમસ્ત અસ્તિભાવને “અસ્તિ” કહીએ છીએ અને સમસ્ત નાસ્તિભાવને "નાસ્તિ" કહીએ છીએ. તેથી હે દેવાનુપ્રિયો ! જ્ઞાન દ્વારા સ્વયમેવ આ અર્થનો વિચાર કરો. એ પ્રમાણે તે અન્યતીર્થિકોને કહ્યું. આ પ્રમાણે કહી જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા – યાવત્ – (પૂર્વે થયેલ વર્ણન પ્રમાણે) ગૌતમ ભક્તપાનને દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે, વંદન–નમસ્કાર કરીને અતિ નિકટ નહીં અતિ દૂર નહીં તેવા સ્થાને – યાવત્ – પર્યાપાસના કરે છે. ૦ ભ૦મહાવીર દ્વારા કાલોદાથીનું સમાધાન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર મહાકથા પ્રતિપન્ન (ધર્મોપદેશ કરવામાં પ્રવૃત્ત) હતા. ત્યાં કાલોદાયી શીઘ આવ્યો. શ્રમણ ભગવંત મહાવીરે કાલોદાયીને કહ્યું, હે કાલોદાયી ! અન્યદા કોઈ એક સમયે એકઠા થયેલા – આવેલા – બેસેલા તમે પૂર્વે કહ્યા પ્રમાણે એવો સંકલ્પ થયેલો – થાવત્ – (અસ્તિકાય સંબંધિ) આ વાત કઈ રીતે માની શકાય ? હે કાલોદાયી ! શું આ વાત સત્ય છે ? હાં, યથાર્થ છે. હે કાલોદાયી ! એ વાત સત્ય છે, હું પાંચ અસ્તિકાયની પ્રરૂપણા કરું છું, જેમકે – ધર્માસ્તિકાય – યાવત્ – પુદ્ગલાસ્તિકાય, તેમાં ચાર અસ્તિકાય અજીવાસ્તિકાયને અરૂપીકાય કહું છું, પૂર્વે કહ્યા પ્રમાણે – યાવત્ – એક પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય કહું છું. ત્યારે તે કાલોદાયીએ શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું, હે ભગવંત ! આ અરૂપી અજીવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં બેસવું, સૂવું, ઊભું રહેવું, નીચે બેસવું, પાછું ફરવું આદિમાં કોઈ શક્તિમાન છે ? આ અર્થ બરાબર નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૨૯ હે કાલોદાયી ! એક રૂપી અજીવકાય પુદ્ગલાસ્તિકાયમાં બેસવું, સૂવું – યાવતું – પાછા ફરવામાં કોઈ પણ શક્તિમાન છે. હે ભગવન્! આ રૂપી અજીવકાય પુદ્ગલાસ્તિકાયમાં જીવોને પાપફળ વિપાકસહિત પાપકર્મ લાગે છે ? હે કાલોદાયી ! આ અર્થ યોગ્ય નથી. શું આ અરૂપીકાય જીવાસ્તિકાયમાં જીવને પાપફળ વિપાક સહિત પાપકર્મ લાગે? હાં, લાગે છે. (ભગવંતે કહ્યું). ૦ કાલોદાયી દ્વારા પ્રવજ્યા ગ્રહણ : આ વાતથી તે કાલોદાયી સંબુદ્ધ થયો અને શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું આપની પાસે ધર્મ શ્રવણ કરવા ઇચ્છું છું – આ પ્રમાણે સ્કંદક સમાન તેણે પ્રવજ્યા અંગીકાર કરી. (કથા જુઓ સ્કંદક) તેની જેમજ અગિયાર અંગોનું અધ્યયન કરી – યાવત્ – વિચરે છે. ત્યારપછી અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યથી બહાર નીકળ્યા. નીકળીને બહાર જનપદોમાં વિહાર કર્યો. તે કાળે, તે સમયે રાજગૃહ નામક નગરમાં ગુણશીલક ચૈત્ય હતું. ત્યાં અન્યદા કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર ફરી પધાર્યા – યાવત્ – પર્ષદા પાછી ગઈ. ૦ કાલોદાયી અણગારનો કર્મફળ સંબંધે પ્રશ્ન : ત્યારપછી તે કાલોદાયી અણગારે અન્ય કોઈ દિવસે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું – હે ભગવંત ! જીવોના પાપકર્મ પાપફળ વિપાકસહિત હોય છે ? હાં, હોય છે. હે ભગવંત ! જીવોના પાપકર્મ પાપફળ વિપાકસહિત કઈ રીતે હોય છે ? હે કાલોદાયી ! જેમ કોઈ એક પુરુષ સુંદર થાળીમાં પકાવાથી શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત, વિષમિશ્રિત ભોજન કરે, તે ભોજન કરતી વખતે ભદ્ર-સુખકર લાગે છે. પરંતુ ત્યારબાદ તે પરિણમિત થાય ત્યારે કુરૂપતાથી, દુર્ગન્ધતાથી – યાવત્ – (મહાશતક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે) વારંવાર પરિણત થાય છે. એ જ રીતે હે કાલોદાયી ! જીવોને પ્રાણાતિપાત – યાવત્ – મિથ્યાદર્શન શલ્ય આરંભમાં સારા લાગે છે, ત્યાર બાદ પરિણમિત થાય ત્યારે ધૃણિતરૂપે – યાવત્ - વારંવાર પરિણત થાય છે. આ પ્રમાણે હે કાલોદાયી ! જીવોના પાપકર્મો પાપફળ વિપાકસહિત હોય છે. ૦ કલ્યાણફળ વિપાક સંબંધિ પ્રશ્નોત્તર : હે ભગવન્! શું જીવોના કલ્યાણ કર્મ કલ્યાણ ફળ વિપાકસહિત હોય છે ? હાં, હોય છે. હે ભગવન્! જીવોના કલ્યાણ કર્મ કલ્યાણ ફળ વિપાકસહિત કેવા હોય છે ? Jain Eu3 S ternational Page #131 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ હે કાલોદાયી ! જેમ કોઈ એક પુરુષ સુંદર થાળીમાં પકાવેલ શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ઔષધિ મિશ્રિત ભોજન કરે છે. તે ભોજન ખાતી વખતે પ્રારંભમાં ભદ્ર— રુચિકર અને સારું નથી લાગતું. પણ ત્યારપછી જ્યારે તે અત્યંત પરિણામને પ્રાપ્ત થાય પચે છે, ત્યારે તે સુરૂપપણે સુ-વર્ણપણે યાવત્ સુખરૂપે પરિણત થાય છે પણ દુઃખરૂપ પરિણત થતું નથી. છે - એ જ પ્રમાણે હે કાલોદાયી ! જીવોને પ્રાણાતિપાત વિરમણ – ચાવત્ – પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેક પ્રારંભમાં સારો નથી લાગતો, પણ ત્યારપછી જ્યારે પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે તે વારંવાર સુખરૂપે પરિણત થાય છે – યાવત્ – દુઃખરૂપે પરિણત થતા નથી. એ પ્રમાણે હે કાલોદાયી ! જીવોના કલ્યાણ કર્મ કલ્યાણ ફળ વિપાકસહિત હોય છે. ૦ અગ્નિકાય સમારંભ—નિર્વાપણ સંબંધિ કર્મબંધનો પ્રશ્ન :– હે ભગવંત ! સર્દશ બે પુરુષ – યાવત્ - સદશ ભાંડપાત્રાદિ ઉપકરણવાળા હોય, તેઓ પરસ્પર સાથે સાથે અગ્રિકાયનો સમારંભ–હિંસા કરે, તેમાંથી એક પુરુષ અગ્નિકાયને પ્રગટ કરે અને એક પુરુષ તેને બુઝાવે છે. હે ભગવંત ! આ બે પુરુષોમાં કર્યા પુરુષ મહાકર્મ–મહાક્રિયાવાળો, મહાઆસ્રવવાળો અને મહાવેદનાવાળો થાય છે અને કયો પુરુષ અલ્પકર્મવાળો યાવત્ અલ્પ વેદનાવાળો થાય છે ? અથવા જે પુરુષ અગ્નિકાયને પ્રગટ કરે છે તે કે જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે ? ૧૩૦ Gende - હે કાલોદાયી ! તે બે પુરુષોમાં જે અગ્નિકાયને પ્રજ્વલિત કરે છે તે પુરુષ મહાકર્મવાળો – યાવત્ – મહાવેદનાવાળો થાય છે અને જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પકર્મવાળો યાવત્ અલ્પવેદનાવાળો થાય છે. હે ભગવંત ! આ પ્રમાણે આપ કેમ કહો છો કે તેનામાં જે પુરુષ – યાવત્ - અલ્પ વેદનાવાળો થાય છે ? હે કાલોદાયી ! તે બંનેમાંથી જે પુરુષ અગ્નિકાયને પ્રદીપ્ત કરે છે તે પુરુષ પૃથ્વીકાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે, અપ્લાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે, અગ્નિકાયનો અલ્પમાત્રામાં સમારંભ કરે છે, વાયુકાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે, વનસ્પતિકાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે અને ત્રસકાયનો પણ અધિક માત્રામાં સમારંભ કરે છે. અને જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ પૃથ્વીકાયનો અલ્પ માત્રામાં સમારંભ કરે છે, જલકાયનો અલ્પ માત્રામાં સમારંભ કરે છે, અગ્નિકાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે, વાયુકાયનો અલ્પ માત્રામાં સમારંભ કરે છે, વનસ્પતિકાયનો અલ્પ માત્રામાં સમારંભ કરે છે અને ત્રસકાયનો અલ્પમાત્રામાં સમારંભ કરે છે. તે કારણથી હે કાલોદાયી ! – યાવત્ – તે અલ્પવેદનાવાળો થાય છે. ૦ પુદ્ગલનો અવભાસ આદિ સંબંધિ પ્રશ્ન : હે ભગવન્ ! શું અચિત્ત પુદ્ગલ અવભાસ કરે છે ? ઉદ્યોત કરે છે ? તપે છે ? પ્રકાશ કરે છે ? Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૩૧ હાં, કરે છે. હે ભગવન્! અચિત્ત હોવા છતાં પણ ક્યા પુદ્ગલો અવભાસ કરે છે – યાવત્ – પ્રકાશ કરે છે ? હે કાલોદાયી ! ક્રોધિત અણગારની તેજોલેશ્યા નીકળીને દૂર જઈને પડે છે, દેશમાં જઈને તે દેશમાં પડે છે, જ્યાં-જ્યાં તે પડે છે, ત્યાં-ત્યાં તે અચિત્ત પુદ્ગલ અવભાસ કરે છે – યાવત્ – પ્રકાશ કરે છે. તે કારણે તે અચિત્ત પુદ્ગલ પણ અવભાસ કરે છે - યાવત્ – પ્રકાશ કરે છે. ૦ કલોદાયીનું નિર્વાણ :– ત્યારપછી તે કાલોદાયી અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વંદના નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને ઘણાં બધાં ઉપવાસ, છઠ, અઠમ કરીને – યાવત્ – પોતાના આત્માને ભાવિત કરતો એવો કાલાસ્યવસિયપુત્ર (અણગાર)ની માફક – યાવત્ - સર્વદુઃખોથી મુક્ત થયા. (કથા જુઓ કાલાસ્યવેષિપુત્ર). હે ભગવન્! તે એ પ્રમાણે છે. એ પ્રમાણે છે. ૦ આગમ સંદર્ભ :ભગ. ૩૭૭ થી ૩૮૦, ૭૪૪; –– – ૪ – © આનંદ (આણગાર) કથા : ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. ગોશાળાએ તેને લોભીવણિકના દષ્ટાંત દ્વારા પોતાની શક્તિની વાત કરેલી. (આનંદ Wવીર (અણગાર)ની કથા ગોશાલકની કથા અંતર્ગત પૂર્વે આવી ગયેલ છે. ત્યાં જોવી.) – – આગમ સંદર્ભ :ઠા. ૧૦૦૦ની વૃ ભગ. ૬૪૫ થી ૬૪૮; કલ્પસૂ. ૧૯–4; – ૪ – ૪ – © સર્વાનુભૂતિ કથા :– ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. જ્યારે ગોશાલકે ભમહાવીર સામે આક્રોશયુક્ત ભાષા વાપરી ત્યારે તેમણે ગોશાળાનો પ્રતિવાદ કર્યો હતો. પરિણામે ગોશાળાએ ક્રોધિત થઈ તેના પર તેજોલેશ્યા છોડી, તેમને બાળીને ભસ્મ કરી નાખેલા. જે કાળધર્મ પામીને સહસ્ત્રાર કલ્પ દેવતા થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મોક્ષે જશે. (સવનુભૂતિ અણગારની કથા “ગોશાલક કથા” અંતર્ગતું આવી ગયેલ છે. તેથી ત્યાં જોઈ લેવી) ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૦૦૦ની વૃ; ભગ. ૬૫૧, ૬૫૬, ૬૫૭; કલ્પ સૂ. ૧ત્ની © સુનક્ષત્ર કથા - ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. જ્યારે ગોશાલકે ભ૦ મહાવીર સામે Page #133 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ આક્રોશયુક્ત ભાષા વાપરી ત્યારે સર્વાનુભૂતિ મુનિની માફક સુનક્ષત્ર મુનિએ પણ ગોશાળા સાથે પ્રતિવાદ કર્યો હતો. પરિણામે ક્રોધિત થઈને ગોશાળાએ તેમના પર તેજોલેશ્યા છોડી હતી. જેનાથી પરિતાપિત થઈ ગયેલ સુનક્ષત્ર મુનિ થોડાં જ વખતમાં કાળધર્મ પામ્યા. પછી તેઓ અચ્યુત કલ્પમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને મુક્તિ પામશે. ‘‘ગોશાલક કથા” અંતર્ગત્ આવે છે ત્યાં જોવી.) કલ્પસૂ. ૧૯ની વૃ ૧૩૨ (સુનક્ષત્ર અણગારની કથા ૦ આગમ સંદર્ભ : ઠા. ૧૦૦૦ની વૃ; 1 ભગ ૬૫૧, ૬૫૬, ૬૫૭; - * — X © સિંહ (અણગાર) કથા : ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. ગોશાળાએ છોડેલ તેજોલેશ્યાથી જ્યારે ભગવંતને પિત્તજ્વર અને લોહીખંડવા થયો ત્યારે તેઓ અત્યંત વ્યથિત થઈ ગયેલા ભગવંતના વચનથી તેઓ રેવતી શ્રાવિકાને ત્યાં જઈ નિર્દોષ બીજોરા પાક વહોરી લાવેલ (સિંહ અણગારની કથા “ગોશાલક કથા' અંતર્ગત આવે છે. તેથી ત્યાંથી જોઈ લેવી.) ૦ આગમ સદર્ભ : ઠા. ૮૭૦ની વૃ; X * © સુમંગલ કથા ઃ આગામી ઉત્સર્પિણીની ચોવીસીમાં થનારા તીર્થંકર ભ૰વિમલના પ્રશિષ્ય હતા ગોશાળાનો જીવ જ્યારે ભાવિમાં મહાપદ્મ રાજા થશે ત્યારે સુમંગલ અણગાર તેને બાળીને ભસ્મ કરશે. સુમંગલ અણગાર કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાન દેવતા થશે. ત્યાંથી ચ્યવીને મોક્ષે જશે. ભગ. ૬૬૫ 1 (સુમંગલ અણગારની કથા – ‘‘ગોશાલક કથા’” અંતર્ગત્ આવી ગયેલ છે, તેથી ત્યાંથી જોઈ લેવી. ૦ આગમ સંદર્ભ : = ભગ. ૬૫૭, ૬૫૮; → X — K © કાલિકપુત્ર આદિ સ્થવીર—(લઘુ) કથા ઃ ભગવંત પાર્શ્વની પરંપરાના ચાર સ્થવીર અણગારોનો લઘુ પ્રસંગ આ કથામાં નોંધાયેલ છે. તે ચાર સ્થવીર આ પ્રમાણે છે - (૧) કાલિકપુત્ર, (૨) મેહિલ, (૩) આનંદરક્ષિત અને (૪) કાશ્યપ. આ ચારે સ્થવીર ભગવંતોએ તુંગિકા નગરીન શ્રાવકોની શંકાનું સમાધાન આપેલ હતું. તે આ પ્રમાણે— તે શ્રમણોપાસકોએ પૂછ્યું કે, હે ભગવન્ ! જો સંયમનું ફળ અનાશ્રવતા હોય અને તપનું ફળ વ્યવદાન (કર્મપંકથી મલિન આત્માને શુદ્ધ કરવો) એ પ્રમાણે હોય તો દેવ દેવલોકમાં કેમ ઉત્પન્ન થાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૩૩ ત્યારે કાલિકપુત્ર સ્થવિરે તે શ્રમણોપાસકને કહ્યું કે, હે આયો ! પૂર્વ આચરિત તપને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. મેહિલ નામક સ્થવિરે તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! પૂર્વ પાલિત સંયમને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પછી તેમનામાં જે આનંદરક્ષિત સ્થવિર હતા, તેમણે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! કર્મશેષ રહેવાને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેમનામાંથી કાશ્યપ નામક સ્થવિરે કહ્યું કે, હે શ્રમણોપાસક આર્યો ! સંગીતા (આસક્તિ)ને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ૦ આગમ સંદર્ભ :ભગ. 133; – ૮ – ૮ – © થાવથ્યાપુત્ર આદિ કથા : (અહીં મુખ્યત્વે થાવસ્ત્રાપુત્રનું કથાનક છે, કે જેઓ ભાઅરિષ્ટનેમિના શાસનમાં થયા. તઅંતર્ગત શેલકરાજર્ષિ શુક્રપરિવ્રાજક, પંથકમુનિ, કૃષ્ણવાસુદેવ, સુદર્શનશ્રેષ્ઠી આદિના કથાનકો પણ સમાવિષ્ટ થયેલા છે) ૦ દ્વારિકા નગરી – રૈવતક પર્વત : તે કાળે, તે સમયે બારાવતી (દ્વારિકા) નામની નગરી હતી. જે પૂર્વ-પશ્ચિમ બાર યોજન લાંબી અને ઉત્તર-દક્ષિણ નવ યોજન પહોળી હતી. તે કુબેરની મતિથી નિર્મિત થયેલી હતી. સુવર્ણના શ્રેષ્ઠ પ્રાકાર વડે અને પંચરંગી અનેક પ્રકારના મણિઓથી બનેલા કાંગરાથી શોભિત હતી. તે અલકાપુરી સમાન દેખાતી હતી. તેના નિવાસી પ્રમોદયુક્ત અને ક્રીડા કરવામાં નિમગ્ન રહેતા હતા. તે સાક્ષાત્ દેવલોક સંદેશ હતી. તે દ્વારાવતી નગરીની બહાર ઇશાન ખૂણામાં રૈવતક (ગિરનાર) નામે પર્વત હતો. તે ઘણો જ ઊંચો હતો. તેના શિખર ગગનતલને સ્પર્શ કરતા હતા. તે વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો, લતાઓ અને વલિયોથી પરિવ્યાપ્ત હતો. હંસ, મૃગ, મયૂર, ક્રાંચ, સારસ, ચક્રવાક, મદનસારિકા, કોયલ આદિ પક્ષીઓના સમૂહોથી વ્યાસ હતો. તેના અનેકતર કટક, વિવર, ઝરણા, પ્રપાત, પ્રાશ્માર અને શિખર હતા. તે અપ્સરાઓના સમૂહ, દેવોના સંઘ, ચારણમુનિઓ અને વિદ્યાધરયુગલોથી યુક્ત હતો. તેના પર ત્રણ લોકમાં બળવત્તર દશારવંશના વીરપુરુષો દ્વારા નિત્ય નવા ઉત્સવ થતા હતા. તે પર્વત સૌમ્ય, સુભગ, જોવામાં પ્રિય, સુરૂપ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો. તે રૈવતક પર્વતથી અતિ દૂર નહીં, અતિ નિકટ નહીં એવા સ્થાને એક નંદનવન નામક ઉદ્યાન હતું. જે સર્વ ઋતુઓ સંબંધિ પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતો. રમ્ય હતો, નંદનવન સમાન પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતો. તે ઉદ્યાનની ઠીક મધ્યમાં સુરપ્રિય નામક દિવ્ય યક્ષાયતન હતું. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આગમ કથાનુયોગ-૩ ૦ કૃષ્ણ વાસુદેવ : તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ નામક વાસુદેવ રાજા નિવાસ કરતો હતો. તે વાસુદેવ સમુદ્રવિજય આદિ દશ દશાઈ – યાવત્ – અન્ય પણ ઘણાં ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સાર્થવાહ આદિના અને ઉત્તરમાં વૈતાઢય પર્વત પર્યત તથા અન્ય દિશામાં સમુદ્રપર્યત દક્ષિણાર્ધભરત ક્ષેત્રના અને દ્વારિકા નગરીનું આધિપત્ય કરતા – થાવત્ – પાલન કરતા એવા વિચરણ કરતા હતા. ૦ થાવસ્યા ગાથાપત્ની અને થાવચ્ચાપત્ર : તે દ્વારાવતી નગરીમાં થાવસ્યા નામની એક ગાથાપત્ની રહેતી હતી. જે સમૃદ્ધશાલિની – યાવત્ – કોઈથી પરાભવ પામનારી ન હતી. તે થાવસ્યા ગાથાપત્નીને થાવસ્ત્રાપુત્ર નામક સાર્થવાહ – બાળક પુત્ર હતો – તેના હાથ, પગ અત્યંત સુકોમળ હતા – યાવત્ – તે સુંદર રૂપવાળો હતો. ત્યારપછી તે થાવસ્યાગાથાપત્નીએ તે બાળકને સાધિક આઠ વર્ષનો થયેલો જાણીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં કલાચાર્ય પાસે મોકલ્યો – યાવત્ -- ભોગ ભોગવવામાં સમર્થ જાણીને ઇભ્ય કુળોની બત્રીશ કુમારિકાઓ સાથે એક જ દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું. બત્રીશ દાયજાઓ મળ્યા – યાવત્ – ઇભ્યકુળની તે બત્રીશકુમારીઓની સાથે વિપુલ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ યુક્ત પાંચ પ્રકારના મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવતો વિચારવા લાગ્યો. ૦ ભગવંત અરિષ્ટનેમિનું સમવસરણ : તે કાળે, તે સમયે અર્યન્ત અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. તેઓ ધર્મના આદિકર, તીર્થ–કર આદિ હતા. (વર્ણન પૂર્વવત્ જાણવું) તેઓ દશ ધનુષ્ય ઊંચા, નીલકમલ – ભેંસની સીંગ – ગુલિકા અલસીના પુષ્પ સમાન શ્યામ કાંતિવાળા હતા. ૧૮,૦૦૦ શ્રમણો અને ૪૦,૦૦૦ આર્થિકા (શ્રમણી)ઓથી પરિવૃત્ત થઈને પૂર્વાનુપૂર્વી (ક્રમથી) વિચરતા, ગ્રામાનુગ્રામોમાં ગમન કરતા એવા અને સુખપૂર્વક વિહાર કરતા-કરતા જ્યાં દ્વારિકા નગરી હતી, જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં નંદનવન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું, જ્યાં ઉત્તમ અશોકવૃક્ષ હતું, ત્યાં પધાર્યા, પધારીને યથોચિત અવગણને પ્રાપ્ત કરી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. – કૃષ્ણ દ્વારા ભગવંતની પર્યાપાસના : ત્યારપછી કૃષ્ણ વાસુદેવે આ સમાચારને સાંભળીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલ્દીથી સુધર્માસભામાં જઈને મેઘના સમૂહ જેવા શબ્દોવાળી, ગંભીર તથા મધુર શબ્દ કરનારી કૌમુદી ભરીને વગાડો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષ કૃષ્ણવાસુદેવના આદેશને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા થઈને – યાવત – મસ્તકે અંજલિ કરીને – હે સ્વામિન્ ! “સારુંઘણું સારું" એ પ્રમાણે કહીને વિનયપૂર્વક આજ્ઞાને સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને કૃષ્ણ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧ ૩૫ વાસુદેવ પાસેથી નીકળ્યા. નીકળીને જ્યાં સુધર્માસભા હતી, જ્યાં કૌમુદી નામક ભેરી હતી, ત્યાં આવ્યા. આવીને મેઘસમૂહ સમાન ગંભીર મધુર શબ્દ કરનારી, કૌમુદી ભરીને વગાડી. ત્યારે નિગ્ધ, મધુર અને ગંભીર પ્રતિધ્વનિ કરતા એવા શરતુના મેઘની સમાન ભેરીનો શબ્દ સંભળાયો. ત્યારપછી તે કૌમુદી ભેરીના તાડન કરવાથી તેનો શબ્દ બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, કંદરા, ગુફા, વિવર, કુહર, ગિરિશિખર, નગરના ગોપુર, પ્રાસાદ, વાર, ભવન, દેવકુલ આદિ સમસ્ત સ્થાનોને લાખો પ્રતિધ્વનિઓથી શબ્દાયમાન કરતો અંદર અને બહારના બધાં સ્થાનોમાં ચારે બાજુ ફેલાઈ ગયો. ત્યારપછી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી તે દ્વારિકા નગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશાર્ડો – યાવત્ – હજારો ગણિકાઓ આદિ તે કૌમુદી ભેરીનો શબ્દ સાંભળીને અને અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયા, આનંદિત ચિત્ત થયા – યાવત્ – હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળા થયા. પછી બધાંએ સ્નાન કર્યું. લાંબી લટકતી પુષ્પમાળાઓને ધારણ કરી. કોરા નવીન વસ્ત્રો પહેર્યા. શરીર પર ચંદનનો લેપ કર્યો અને ત્યારપછી કોઈ અશ્વ પર, કોઈ હાથી પર, કોઈ રથ-શિબિકા અને અંદમાની પર આરૂઢ થયા. કોઈ પગે ચાલતા જ પુરુષોના સમૂહની સાથે કૃષ્ણ વાસુદેવની પાસે આવીને ઉપસ્થિત થયા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે સમુદ્રવિજય આદિ દશ દશાર્ડોને ઇત્યાદિ – યાવત્ – પોતાની નીકટ ઉપસ્થિત થયેલા જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચતુરંગિણી સેના સજ્જિત કરો અને વિજય ગંધહસ્તીને ઉપસ્થિત કરો. તેઓ “તહરિ'' એમ કહીને વિજયગંધહસ્તીને ઉપસ્થિત કર્યો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ સ્નાન કરીને – યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને વિજયગંધહસ્તી પર આરૂઢ થઈને, કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્રને ધારણ કરીને ભટો–સુભટોના સમૂહ અને પરિવારથી પરિવૃત્ત થઈને બારામતી નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યા. નીકળીને રૈવતક પર્વત હતો, જ્યાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું, જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું, ત્યાં આવ્યા. – આવીને અર્પત્ત અરિષ્ટનેમિના છત્રાતિછત્ર, પતાકા, અતિપતકા, વિદ્યાધરો, ચારણલબ્ધિધારી મુનિઓ અને જંભક દેવોને ઉપરથી નીચે આવતા અને નીચેથી ઉપર જતા જોયા. જોઈને વિજયગંધહસ્તીથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને પાંચ પ્રકારના અભિગમો પૂર્વક અન્ત અરિષ્ટનેમિની સન્મુખ ગયા – યાવત્ – જ્યાં અર્યન્ત અરિષ્ટનેમિ હતા, ત્યાં આવ્યા. આવીને અહંન્ત અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને અન્ત અરિષ્ટનેમિથી અતિ નીકટ કે અતિ દૂર નહીં એવા સ્થાને શુશ્રુષા કરતા નમન કરતા અંજલિ કરીને સામે વિનયપૂર્વક બેઠા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આગમ કથાનુયોગ-૩ ૦ થાવસ્ત્રાપુત્રનો પ્રવ્રજ્યા સંકલ્પ : થાવગ્સાપુત્ર પણ ભગવંતને વંદના કરવાને માટે નીકળ્યો. મેઘકુમારની માફક ધર્મ શ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી જ્યાં થાવસ્યા ગાથાપત્ની હતી, ત્યાં આવ્યો, આવીને ચરણસ્પર્શ કર્યો. મેઘકુમારની માફક પોતાના વૈરાગ્યનું નિવેદન કર્યું. (તે માટે મેઘકુમારની કથા જોવી) ત્યારપછી જ્યારે થાવચ્ચ ગાથાપત્ની વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ ઘણી બધી આઘવાણા અને પન્નવણા (સામાન્ય કથન અને વિશેષ કથન) વડે, સન્નવણા (ધન–વૈભવ આદિની લાલચ દેખાડીને), વિન્નવણા–આજીજી કરીને થાવસ્ત્રાપુત્રને સામાન્ય કથન, વિશેષ કથન, લલચામણી અને મનામણીથી સમર્થ ન થઈ, ત્યારે ઇચ્છા ન હોવા છતાં, તેણે થાવચ્ચપુત્ર બાળકનું નિષ્ક્રમણ સ્વીકારી લીધું. વિશેષતા એ છે કે – (માતાએ કહ્યું કે –) હું નિષ્ક્રમણ-અભિષેક જોવા ઇચ્છું છું. ત્યારે થાવસ્ત્રાપુત્ર મૌન રહ્યો. ત્યારપછી તે થાવણ્યા ગાથાપત્ની આસનેથી ઉઠી, ઉઠીને તેણે માર્થ, મહાઈ, મહાઈ, રાજાને યોગ્ય ભેટ ગ્રહણ કરી, કરીને મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનો આદિથી પરિવૃત્ત થઈને જ્યાં કૃષ્ણ વાસુદેવના શ્રેષ્ઠ ભવનના મુખ્ય પ્રવેશ દ્વારનો દેશભાગ હતો, ત્યાં આવી, આવીને પ્રતિહાર દ્વારા દેખાડાયેલા માર્ગે જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવી, આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને મહાર્થ, મહાઈ, મહાઈ અને રાજાને યોગ્ય ભેંટણું સામે ધર્યું, ધરીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! થાવસ્ત્રાપુત્ર મારો એક જ પુત્ર છે, જે મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, વૈર્ય અને વિશ્વાસનું સ્થાન, કાર્ય કરવામાં સંમત, ઘણાં કાર્યોમાં બહુમાન્ય અને કાર્ય કર્યા પછી પણ અનુમત છે, આભૂષણોની પેટી સમાન છે, રત્ન છે, રત્નરૂપ છે, જીવનના ઉચ્છવાસ સમાન છે, હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર, ગૂલરના ફૂલ સમાન જેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે, તો પછી દર્શન કરવાથી તો વાત જ શું બને ? જે રીતે ઉત્પલ, પઘકમલ અથવા કુમુદ કીચડમાં ઉત્પન્ન થાય છે અને પાણીમાં વૃદ્ધિ પામે છે, તો પણ કાદવની રજ કે પાણીના કણોથી લિપ્ત થતું નથી. આ જ પ્રમાણે થાવગ્ગાપુત્ર કામોમાં ઉત્પન્ન થયો છે અને ભોગોમાં વૃદ્ધિ પામ્યો છે. તો પણ કામરજથી લિપ્ત ન થયો, ભોગરજથી લિપ્ત ન થયો. હે દેવાનુપ્રિય! તે હવે સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ જરા મરણથી ભયભીત થઈ અર્વન્ત અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગી અણગાર દીક્ષા અંગીકાર કરવા ઇચ્છે છે. હું તેનો નિષ્ક્રમણ સત્કાર કરવા ઇચ્છું છું. તેથી હે દેવાનુપ્રિય ! મારી અભિલાષા છે કે પ્રવજ્યા અંગીકાર કરનાર થાવસ્યાપુત્રને માટે છત્ર, મુગટ અને ચામર પ્રદાન કરો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે થાવગ્ગાગાથાપત્નીને કહ્યું, હે દેવાનુપ્રિયા ! તમે નિશ્ચિત અને વિશ્વસ્ત રહો. હું સ્વયં થાવગ્ગાપુત્ર બાળકનો નિષ્ક્રમણ સત્કાર કરીશ. Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૩૭ ૦ કૃષ્ણ અને થાવસ્ત્રાપુત્રનો સંવાદ :– ત્યારપછી કૃષ્ણવાસુદેવ ચતુરંગિણી સેનાની સાથે વિજયહસ્તીરત્ન પર આરૂઢ થઈને જ્યાં થાવચ્ચાગાથાપત્નીનું ભવન હતું, ત્યાં આવ્યા. આવીને થાવચ્ચપુત્રને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તું પ્રવ્રજિત થઈને દીક્ષા ગ્રહણ ન કર. પરંતુ મારી ભુજાઓની છત્રછાયામાં રહીને હે દેવાનુપ્રિય ! મનુષ્ય સંબંધિ વિપુલ કામભોગોને ભોગવ. હું ફક્ત તારી ઉપર થઈને આવતા વાયકાય (પવનોને રોકવામાં સમર્થ નથી. પરંતુ તે સિવાય તને જે કોઈપણ આધિ-વ્યાધિ ઉત્પન્ન થશે, તે બધાનું નિવારણ કરીશ. ત્યારે કૃષ્ણ વાસુદેવના આ કથનને સાંભળીને થાવગ્સાપુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! જો આપ મારા જીવનનો અંત કરનારા આવતા મરણને રોકી શકો અને શરીર પર આક્રમણ કરનારી અને શરીરના રૂપનો વિનાશ કરનારી વૃદ્ધાવસ્થાને રોકી દો. તો હું આપની ભુજાઓની છાયાને ગ્રહણ કરી, આપની છત્રછાયામાં રહીને મનુષ્ય સંબંધિ વિપુલ કામભોગોને ભોગવતો વિચરું, ત્યારપછી થાવગ્ગાપુત્રના આ કથનને સાંભળીને કૃષ્ણ વાસુદેવે થાવગ્સાપુત્રને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! આ મરણ અને જરા દૂરતિક્રખ્ય છે, અતિ બળવાન્ દેવ અથવા દાનવ દ્વારા પણ તેનું નિવારણ કરી શકાતું નથી. હાં, પોતાના કર્મોનો ક્ષય જ તેને રોકી શકે છે. ત્યારે થાવસ્ત્રાપુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- જો આ દૂરતિક્રખ્ય છે અને કોઈપણ બળવાન્ દેવ કે દાનવ આનું નિવારણ કરી શકતા નથી, પણ પોતાના કર્મોનો ક્ષય જ રોકી શકે છે. તેથી તો હે દેવાનુપ્રિય ! હું મારા મિથ્યાત્વ, અવિરતિ, કષાય દ્વારા સંચિત આત્માના કર્મોનો ક્ષય કરવા ઇચ્છું છું. – કૃષ્ણ દ્વારા યોગક્ષેમની ઘોષણા :– તત્પશ્ચાત્ થાવસ્ત્રાપુત્રના આ કથનને સાંભળી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને સામાન્ય પથ આદિ સ્થાનોમાં શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેસીને ઊંચા–ઊંચા અવાજથી ઉદ્ઘોષણા કરાવતા એવું ઘોષિત કરો કે, હે દેવાનુપ્રિયો ! આ પ્રકારે સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ, જર, મરણથી ભયભીત થાવચ્ચાપત્ર અર્પત અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ પ્રવ્રજિત થવા ઇચ્છે છે. તેથી હે દેવાનુપ્રિયો ! જે રાજા, યુવરાજ, રાણી, કુમાર, ઈશ્વર, તલવર, કૌટુંબિક, માડંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ દીક્ષા લેવાને માટે તત્પર થઈને થાવગ્ગાપુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરશે, તેને કૃષ્ણ વાસુદેવ અનુજ્ઞા આપે છે, અને પાછળ રહેલ તેના મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી કે પરિજન આદિ જે હશે તેના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આગમ કથાનુયોગ-૩ વર્તમાનકાળ સંબંધી યોગ અને ક્ષેમનો નિર્વાહ કરશે. આ પ્રકારની ઘોષણા કરો – યાવત્ – તે કૌટુંબિક પુરુષ એવી ઘોષણા કરે છે. ૦ થાવસ્ત્રાપુત્રનું અભિનિષ્ક્રમણ : ત્યારપછી થાવસ્ત્રાપુત્રના અનુરાગથી નિષ્ક્રમણને માટે તત્પર એવા ૧૦૦૦ પુરુષોએ સ્નાન કર્યું, સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને સહસ્ત્રપુરષવાહિની શિબિકામાં અલગ-અલગ આરૂઢ થઈને મિત્રો અને જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને થાવગ્ગાપુત્રની પાસે પ્રગટ થયા–આવ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ૧૦૦૦ પુરુષોને આવેલા જોઈને, કૌટુંબિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, જે રીતે મેઘકુમારના દીક્ષા અભિષેકનું વર્ણન છે. તે જ પ્રમાણે શ્વેતપીઠિકા પર બેસવું, સ્નાન કરવું – યાવત્ – અરિષ્ટનેમિના – યાવત્ - સમવસરણમાં જવા સુધીનું વર્ણન અહીં કરવું જોઈએ – હે દેવાનુપ્રિયો ! સેંકડો સ્તંભોથી બનેલી – યાવત્ – શિબિકા લાવો. ત્યારપછી તે થાવસ્ત્રાપુત્ર દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યો, નીકળીને જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં નંદનવન ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું વલાયતન હતું. જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું, ત્યાં આવ્યો, આવીને અર્વન્ત અરિષ્ટનેમિના છત્રાતિછત્ર, પતાકાતિપતાકા, વિદ્યાધર અને ચારણમુનિઓ, જંભક દેવોને આકાશથી જમીન પર આવતા અને જતા જોયા. જોઈને શિબિકાથી નીચે ઉતર્યો. ૦ શિષ્ય ભિક્ષાદાન : ત્યારપછી કૃષ્ણ વાસુદેવ થાવગ્ગાપુત્રને આગળ કરીને જ્યાં અહંન્ત અરિષ્ટનેમિ હતા, ત્યાં આવ્યા, આવીને અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ થાવગ્સાપુત્ર, થાવસ્યા ગાથાપત્નીનો એક માત્ર પુત્ર છે, તે તેને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ, વૈર્ય અને વિશ્વાસની ભૂમિ સમાન, સંમત, બહુમત, અનુમત, આભુષણોની પેટીની સમાન છે, મનુષ્યોમાં રત્ન સમાન, રત્નરૂપ, હૃદયને આનંદિત કરનારો અને ગૂલરના ફૂલની સમાન તેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો દર્શનની તો વાત જ શું કરવી ? જેમ ઉત્પલ, પા કે કુમુદ કીચડમાં ઉત્પન્ન થાય છે, પાણીમાં વૃદ્ધિ પામે છે, પણ કીચડથી લેપાતું નથી, જળરજ વડે લેવાતું નથી, તે જ પ્રકારે આ થાવગ્સાપુત્ર પણ કામમાં ઉત્પન્ન થયો, ભોગોમાં વૃદ્ધિ પામ્યો, તો પણ તે કામરજથી લેપાયો નથી. ભોગરજથી લેપાયો નથી. હે દેવાનુપ્રિય ! તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે, જન્મ, જરા, મરણથી ભયભીત થયો છે, હવે તે આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસને છોડીને અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. અમે આપ દેવાનુપ્રિયને શિષ્યની ભિક્ષા આપીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્યની ભિક્ષા સ્વીકારો. ત્યારપછી અર્વન્ત અરિષ્ટનેમિ કૃષ્ણ વાસુદેવની આ વાતને સાંભળીને આ અર્થનો સમ્યક્ પ્રકારે સ્વીકાર કર્યો. ત્યારપછી તે થાવસ્ત્રાપુત્ર અર્પત અરિષ્ટનેમિની પાસેથી ઇશાનખૂણામાં ગયા. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૩૯ સ્વયં જ આભરણ, માળા અને અલંકારોને ઉતાર્યા. ત્યારપછી થાવણ્યાગાથાપત્નીએ હંસલક્ષણા વસ્ત્રપટશાકમાં તે આભરણ, માળા અને અલંકારોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને મોતીઓના હાર, જળધારા, નિર્ગુન્ડીના ફૂલ તથા વેરાયેલા મોતીઓની માળા સમાન આંસુઓ વહાવતી, રૂદન કરતી, આક્રન્દન કરતી, વિલાપ કરતી, આ પ્રમાણે બોલી– હે પુત્ર ! પ્રાપ્ત ચારિત્રયોગમાં યતના કરજે, અપ્રાપ્ત ચારિત્રયોગની પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં તત્પર રહેજે. હે પુત્ર ! પરાક્રમ કરજે, આ અર્થ – સંયમ સાધનામાં પ્રમાદ ન કરતો. અમારા માટે પણ આ જ માર્ગ થાઓ. આ પ્રમાણે કહીને થાવસ્યાગાથાપત્નીએ અર્વન્ત અરિષ્ટનેમિને વંદના કરી, નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ. ૦ થાવગ્ગાપુત્ર દ્વારા પ્રવજ્યાગ્રહણ : ત્યારપછી થાવસ્ત્રાપુત્ર અણગાર થયા. ઇર્યાસમિતિ યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધરહિત – યાવત્ – નિરૂપલિત, જળથી ન લેપાતા, કાંસાના પાત્રની માફક - યાવત્ – કર્મોનો ઉચ્છેદ કરવા માટે તત્પર થઈ વિચરવા લાગ્યા. ત્યારપછી થાવગ્સાપુત્ર અર્યન્ત અરિષ્ટનેમિના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વો પર્યતનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધ માસક્ષમણની તપસ્યાઓ દ્વારા આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ થાવસ્ત્રાપુત્રનું શેલકપુરે પદાર્પણ : ત્યારપછી અન્ત અરિષ્ટનેમિએ થાવસ્ત્રાપુત્ર અણગારને તે ઇભ્ય આદિ ૧૦૦૦ અણગાર શિષ્યોના રૂપમાં પ્રદાન કર્યા. ત્યારપછી થાવસ્ત્રાપુત્રે અન્ય કોઈ સમયે આઈન્ત અરિષ્ટનેમિને વંદના–નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને કહ્યું, હે ભગવંત! આપની અનુજ્ઞા હોય તો હું આ ૧૦૦૦ અણગારોની સાથે બહારના જનપદમાં વિચરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી થાવસ્ત્રાપુત્ર ૧૦૦૦ અણગારોની સાથે તે ઉદાર–ઉગ્ર પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ તપોકર્મની આરાધના કરતા બહારના જનપદમાં વિચારવા લાગ્યા. તે કાળ અને તે સમયે શેલકપુર નામે નગર હતું, સુભૂમિ નામે ઉદ્યાન હતું, ત્યાં શેલક નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી. મંડુકનામે કુમાર યુવરાજ હતો. તે શેલક રાજાને પંથક આદિ ૫૦૦ મંત્રીઓ હતા. તેઓ ઓત્પાતિકી – યાવત્ – પારિણામિકી એવા પ્રકારની ચાર પ્રકારની બુદ્ધિ વડે સંપન્ન હતા. રાજ્યની ધુરાનું ચિંતન કરતા હતા. થાવચ્ચા પુત્ર શેલકપુરમાં પધાર્યા, રાજા વંદનાર્થે નીકળ્યો. ૦ શેલક રાજા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : ત્યારપછી થાવસ્ત્રાપુત્ર અણગાર પાસેથી ધર્મોપદેશ શ્રવણ કરીને શેલક રાજાએ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આગમ કથાનુયોગ-૩ આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! આપની પાસે ઘણાં ઉગ્ર–ઉગ્ર કુળના રાજકુમારો મુંડિત થઈને ગૃહત્યાગ કરીને દીક્ષિત થયા છે, તે પ્રમાણે યદ્યપિ હું દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવતો – યાવત્ – શ્રાવક ધર્મ અંગીકાર કરવાને ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો. ત્યારપછી શૈલક રાજાએ થાવસ્ત્રાપુત્ર અણગાર પાસે પાંચ અણુવ્રતોને – યાવત્ – શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી શૈલક રાજા શ્રમણોપાસક થયો. જીવ–અજીવનો જ્ઞાતા થઈને આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. પંથક આદિ ૫૦૦ મંત્રીઓ પણ શ્રમણોપાસક થઈ ગયા. ૦ સૌગંધિકામાં સુદર્શન શ્રેષ્ઠી : તે કાળે, તે સમયે સૌગંધિકા નામક નગરી હતી. ત્યાં નીલશોકા નામક ઉદ્યાન હતું. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગર શ્રેષ્ઠી નિવાસ કરતો હતો. જે સમૃદ્ધિશાળી હતો – યાવત્ – કોઈથી પરાભૂત ન થાય તેવો હતો. ૦ સૌગંધિકામાં શુક્ર પરિવ્રાજકનું આગમન : તે કાળે. તે સમયે શુક્ર નામક પરિવ્રાજક હતો. જે અન્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ષષ્ઠિતંત્રમાં કુશળ હતો. સાંખ્યદર્શનમાં નિપુણ હતો, પાંચ યમ અને પાંચ નિયમથી યુક્ત દશપ્રકારના શૌચમૂલક પરિવ્રાજક ધર્મનો, દાનધર્મનો, શોચધર્મનો અને તીર્થસ્નાનનો ઉપદેશ અને પ્રરૂપણા કરતો હતો, ભગવા શ્રેષ્ઠ વસ્ત્રોને ધારણ કરીને, ત્રિદંડ, કુંડિકા, કમંડલું, છત્ર, છત્રાલિકા, અંકુશ, પવિત્રી, કેસરિકા (પ્રમાર્જના માટેનો વસ્ત્રખંડ) એ સાત ઉપકરણોને હાથમાં લઈને ૧૦૦૦ પરિવ્રાજકોથી પરિવૃત્ત થઈને જ્યાં સૌગંધિકા નગરી હતી અને જ્યાં પરિવ્રાજકોનો મઠ હતો, ત્યાં આવ્યો, આવીને પરિવ્રાજક મઠમાં તેણે પોતાના ઉપકરણો રાખ્યા, રાખીને સાંખ્યમત મુજબ પોતાના આત્માને ભાવિત કરતો વિચરવા લાગ્યો. - ત્યારપછી તે સૌગંધિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ, સામાન્ય માર્ગ આદિ સ્થાનોમાં અનેક મનુષ્ય એકત્રિત થઈને પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેતા હતા – આ પ્રકારે નિશ્ચયથી શુક પરિવ્રાજક અહીં આવ્યા છે, અહીં સમોસર્યા છે, અહીં સમાગત છે અને આ જ સૌગંધિકા નગરીના પરિવ્રાજક મઠમાં સાંખ્યમત અનુસાર આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. પર્ષદા નીકળી, સુદર્શન પણ નીકળ્યો. ૦ શુક્ર પરિવ્રાજક દ્વારા શૌચમૂલક ધર્મોપદેશ : ત્યારપછી શુક્ર પરિવ્રાજકે તે પર્ષદાને અને સુદર્શનને અને બીજા અનેક શ્રોતાઓને સાંખ્યમતનો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે – હે સુદર્શન ! અમે શૌચમૂલક ધર્મની પ્રરૂપણા કરીએ છીએ. તે શૌચ બે પ્રકારે છે. યથા–દ્રવ્યશૌચ અને ભાવશૌચ. દ્રવ્યશૌચ પાણી અને માટી વડે થાય છે, ભાવશૌચ દર્ભ અને મંત્રો વડે થાય છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૪૧ હે દેવાનુપ્રિય! અમારે ત્યાં જે કોઈપણ વસ્તુ અશુચિ થાય છે, તે બધી તત્કાળ માટી વડે આલિપ્ત કરાય છે, માંજી દેવાય છે, ત્યારપછી શુદ્ધ જળ વડે ધોઈ નંખાય છે. ત્યારે તે અશુચિ શુચિ થઈ જાય છે. એ જ પ્રમાણે નિશ્ચયથી જીવ જળસ્નાન વડે પોતાના આત્માને પવિત્ર કરીને વિદનરહિતપણે સ્વર્ગે જાય છે. ૦ સુદર્શન દ્વારા શૌચમૂલક ધર્મ સ્વીકાર : ત્યારપછી શુક પરિવ્રાજકની પાસે ધર્મ સાંભળીને સુદર્શને હર્ષિત અને સંતુષ્ટ થઈને શુકની પાસે શૌચમૂલક ધર્મને ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને પરિવ્રાજકને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પ્રતિલાભિત કરતો સાંખ્ય મતાનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો. ત્યારપછી તે શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીથી બહાર નીકળ્યો અને નીકળીને બહાર જનપદોમાં વિચરણ કરવા લાગ્યો. ૦ સુદર્શન અને વ્યાવચ્ચપુત્રનો સંવાદ :– તે કાળે, તે સમયે થાવસ્ત્રાપુત્ર પધાર્યા. પર્ષદા વંદનને માટે નીકળી, સુદર્શન પણ નીકળ્યો. થાવસ્ત્રાપુત્રને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો આપના ધર્મનું મૂળ શું કહેવાયું છે ? ત્યારે સુદર્શન દ્વારા આ પ્રમાણે પૂછાયું ત્યારે થાવસ્ત્રાપુત્ર અણગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું – હે સુદર્શન ! ધર્મ વિનયમૂલક કહેવાયો છે. તે વિનય પણ બે પ્રકારનો કહ્યો છે. યથા – આગાર વિનય (શ્રાવક ધર્મ) અને અણગાર વિનય (શ્રમણધર્મ).. તેમાં જે અગાર વિનય છે તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગિયાર ઉપાસક પ્રતિમારૂપ છે. જે અણગાર વિનય છે તે ચારયામ રૂપ છે. યથા – સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ, સમસ્ત મૃષાવાદથી વિરમણ, સમસ્ત અદત્તાદાનથી વિરમણ, સમસ્ત બહિદ્વાદાનથી વિરમણ. આ પ્રકારે કિવિધ વિનયમૂલક ધર્મથી અનુક્રમે આઠ કર્મોની પ્રકૃતિઓનો ક્ષય કરીને જીવ લોકના અગ્રભાગે પ્રતિષ્ઠિત થાય છે. ત્યારપછી થાવચ્ચપુત્રે સુદર્શનને આ પ્રમાણે કહ્યુંહે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું કહેવાયું છે ? હે દેવાનુપ્રિય ! અમારો ધર્મશૌચમૂલક છે – યાવત્ – નિશ્ચયથી જીવ જલાભિષેકથી પવિત્ર થઈને વિના વિદને સ્વર્ગે જાય છે. ત્યારે થાવચ્ચપુત્રે સુદર્શનને કહ્યું હે સુદર્શન ! જેમ કોઈ પણ નામવાળો કોઈ પુરુષ લોહી વડે લિપ્ત કોઈ વસ્ત્રને લોહી વડે જ ધુએ તો હે સુદર્શન ! શું તે લોહીથી લિપ્ત વસ્ત્રોની શુદ્ધિ થાય છે ? એ વાત બરાબર નથી. એ જ પ્રમાણે હે સુદર્શન ! તારા મતાનુસાર પ્રાણાતિપાત – યાવત્ – બહિદ્વાદાનથી શુદ્ધિ થઈ શકતી નથી. જેમ તે લોહી વડે લિપ્ત વસ્ત્રની લોહી વડે ધોવાથી www Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ આગમ કથાનુયોગ-૩ શુદ્ધિ થતી નથી. હે સુદર્શન ! જેમ કોઈપણ નામવાળો કોઈ પુરષ એક મોટા લોહીલિપ્ત વસ્ત્રને સાજીના ખારના પાણીમાં ભિંજવે, ભિંજવીને ચૂલે ચઢાવે, ચડાવીને ઉકાળે, ત્યારપછી શુદ્ધ જળ વડે ધુવે, તો નિશ્ચયથી હે સુદર્શન ! તે લોહીલિપ્ત વસ્ત્ર સાજીના ખારના પાણીમાં ભીંજાઈ, ચૂલા પર ચડીને ઉકળે અને શુદ્ધ જળ વડે પ્રક્ષાલિત થઈને શુદ્ધ થાય છે ? હાં, ભગવન્! થઈ જાય છે. એ જ પ્રમાણે હે સુદર્શન ! અમારા ધર્મ અનુસાર પણ પ્રાણાતિપાત વિરમણ યાવત બહિદ્વાદાન વિરમણથી શુદ્ધિ થાય છે. જેમ પેલા લોહીલિપ્ત વસ્ત્રની સાજીના ખારના પાણીમાં ભીંજાવાથી અને ચૂલા પર ચડાવીને ઉકાળ્યા પછી શુદ્ધ જળ વડે ધોવાથી શુદ્ધિ થાય છે. ૦ સુદર્શનની વિનયમૂલક ધર્મપ્રતિપત્તિ : ત્યારપછી સુદર્શન પ્રતિબોધ પામ્યો અને તેણે થાવગ્ગાપુત્રને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હું આપની પાસે ધર્મશ્રવણ કરીને જાણવા ઇચ્છું છું. ત્યારપછી થાવગ્ગાપુત્ર અણગારે સુદર્શનને અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. યથા – સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ, સમસ્ત મૃષાવાદથી વિરમણ, સમસ્ત અદત્તાદાનથી વિરમણ, સમસ્ત બહિદ્વાદાનથી વિરમણ – યાવત્ – ત્યારે તે સુદર્શન શ્રમણોપાસક થઈ ગયો. જીવ–અજીવનો જ્ઞાતા થઈ ગયો – યાવત્ – નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર ઉપકરણ, કંબલ, પાદપુચ્છણ, ઔષધિ, ભૈષજ આદિ દેવા યોગ્ય વસ્તુઓને અને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્મારક આદિથી પ્રીતિલાલતો વિચારવા લાગ્યો. ૦ શુક પરિવ્રાજક અને સુદર્શનનો સંવાદ : ત્યારપછી તે શુક પરિવ્રાજકને આ કથાનો અર્થ–સમાચાર જાણીને આ પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ સમુત્પન્ન થયો – આ પ્રમાણે સુદર્શન શૌચ ધર્મનો પરિત્યાગ કરીને વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે, તેથી હવે મારા માટે એ શ્રેયસ્કર થશે. કે સુદર્શનની દૃષ્ટિ-શ્રદ્ધાનું વમન કરાવી પુનઃ શૌચમૂલક ધર્મનો ઉપદેશ આપું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો – એવો વિચાર કરીને ૧૦૦૦ પરિવ્રાજકોની સાથે જ્યાં સૌગંધિકા નગરી હતી, જ્યાં પરિવ્રાજકોનો મઠ હતો, ત્યાં આવ્યો, આવીને પરિવ્રાજક મઠમાં ઉપકરણ રાખ્યા, રાખીને ભગવા વસ્ત્ર ધારણ કર્યા, થોડા પરિવ્રાજકો સાથે ઘેરાયેલો તે પરિવ્રાજક મઠથી નીકળ્યો. નીકળીને સૌગંધિકાનગરીની મધ્યમાં થઈને જ્યાં સુદર્શનનું ઘર હતું અને જ્યાં સુદર્શન હતો, ત્યાં આવ્યો. ત્યારે સુદર્શને શુકને આવતો જોયો, જોઈને તે આદર કરવા માટે ઊભો ન થયો. સામે ન ગયો, આદર ન આપ્યો, ઓળખ પણ ન બતાવી, વંદના ન કરી અને મૌન ધારણ કરીને રહ્યો. Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૪૩ ત્યારે શુક પરિવ્રાજકે સુદર્શનને સામે ન આવતો, આદર ન કરતો, ઓળખ ન બતાવતો, વંદના ન કરતો અને મૌન રહેલો જોઈને આ પ્રમાણે કહ્યું હે સુદર્શન ! પહેલા મને જ્યારે આવતો જોતો હતો, તો ઊભો થઈને સત્કાર કરતો હતો, સામે આવતો હતો, વંદના કરતા હતો, પણ આ વખતે તું મને આવતો જોઈને ઊભો ન થયો, સામે ન આવ્યો, આદર ન કર્યો, વંદના ન કરી. હે સુદર્શન ! કોની પાસે તે વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે ? ત્યારપછી શુક પરિવ્રાજકના આ કથનને સાંભળીને સુદર્શન આસનથી ઊભો થયો, ઊભો થઈને બંને હાથ જોડી, મસ્તક પર આવર્ત કરી અને મસ્તકે અંજલિ કરીને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું હે દેવાનપ્રિય ! અન્ત અરિષ્ટનેમિના અંતેવાસી થાવચ્ચાપત્ર નામના અણગાર પુર્વાનુપુર્વી ચાલતા-ચાલતા, રામાનુગ્રામ વિચરતા અહીં આવ્યા અને અહીં નીલાશોક ઉદ્યાનમાં વિચારી રહ્યા છે, તેમની પાસે મેં વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે. ત્યારપછી શુક પરિવ્રાજકે સુદર્શનને આ પ્રમાણે કહાં હે સુદર્શન ! ચાલો અને તમારા ધર્માચાર્ય થાવસ્ત્રાપુત્રની સમીપ જઈએ. આ પ્રકારના આ અર્થોને, હેતુઓને, પ્રશ્નોને, કારણોને, વ્યાકરણને વિવેચન કરી દેશે તો હું તેમને વંદના કરીશ, નમસ્કાર કરીશ. જો તે મારા આ અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણો, વ્યાકરણોને નહીં કહેશે, ઉત્તર નહીં આપે તો હું તેમને અર્થોહેતુઓ આદિથી નિરુત્તર કરી દઈશ. ૦ શુકનો થાવસ્ત્રાપુત્ર સાથે સંવાદ :– ત્યારપછી તે શુક પરિવ્રાજક ૧૦૦૦ પરિવ્રાજકો અને સુદર્શન શ્રેષ્ઠની સાથે જ્યાં નીલાશોક ઉદ્યાન હતું, ત્યાં થાવસ્ત્રાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યો, આવીને થાવસ્યાપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! શું તમારા ધર્મમાં યાત્રા છે ? યાપનીય છે? અવ્યાબાધ છે? અને હે ભગવન્! પ્રાસુક વિહાર છે ? ત્યારે શુક પરિવ્રાજકના આ પ્રમાણે કહેવા પર થાવસ્ત્રાપુત્ર અણગારે તેમને એમ કહ્યું કે, હે શુક ! અમારા ધર્મમાં યાત્રા પણ છે. યાપનીય પણ છે. અવ્યાબાધ પણ છે અને પ્રાસુક વિહાર પણ છે. ત્યારપછી શકે થાવસ્ત્રાપુત્ર અણગારને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્! આપની યાત્રા શું છે ? હે શુક ! જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમ આદિ યોગોથી જીવોની યતના કરવી તે અમારી યાત્રા છે. (શુક) – હે ભગવન્ યાપનીય શું છે ? (થાવગ્સાપુત્ર) – હે શુક ! યાપનીય બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે – ઇન્દ્રિય યાપનીય અને નોઇન્દ્રિય યાપનીય. (શુક) – ઇન્દ્રિય યાપનીય કોને કહે છે ? Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આગમ કથાનુયોગ-૩ | (થાવગ્ગાપુત્ર) – શુક ! અમારી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય કોઈ જ ઉપદ્રવરહિત અમને વશીભૂત રહે છે, એ જ અમારે ઇન્દ્રિય યાપનીય છે. (શુક) – નોઇન્દ્રિય યાપનીય શું છે ? (થાવસ્ત્રાપુત્ર) – હે શુક ! મારા ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય ક્ષીણ, ઉપશાંત થઈ ગયા છે. ઉદયમાં નથી આવતા, એ જ અમારું નોઇન્દ્રિય યાપનીય છે. (શુક) – હે ભગવન્! અવ્યાબાધ શું છે ? હે શુક ! જે વાત, પિત્ત, કફ અને સન્નિપાત આદિ વિવિધ રોગ અને આતંક ઉદયમાં નથી આવ્યા, એ જ અમારે અવ્યાબાધ છે. (શુક) -- હે ભગવન્! આપનો પ્રાસુક વિહાર શું છે ? (થાવસ્ત્રાપુત્ર) – હે શુક ! અમે જે આરામમાં, ઉદ્યાનમાં, દેવકુળમાં, સભામાં, પરબમાં તથા સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત ઉપાશ્રયમાં પ્રાતિહારિક (પરત કરવા યોગ્ય) પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ ગ્રહણ કરીને વિચારીએ છીએ. એ જ અમારો પ્રાસકવિહાર છે. ૦ સરિસવની ભાભક્ષ્યની વિચારણા : (શુક) – હે ભગવન્! આપને સરિસવ ભક્ય છે કે અભક્ષ્ય ? - હે શુક ! અમારે સરિસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ. (શુક) – હે ભગવન્! કયા અભિપ્રાયથી આપ એમ કહો છો કે સસિવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. – હે શુક ! સરિસવ બે પ્રકારના કહેવાયા છે. તે આ પ્રમાણે :- મિત્ર સરિસવા અને ધાન્ય સરિસવ. તેમાં જે મિત્ર સરિસવ છે, તે ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે :- (૧) સાથે જન્મેલા, (૨) સાથે મોટા થયેલા અને (૩) સાથે ધૂળમાં રમેલા. આ ત્રણે પ્રકારના સરિસવ શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. (અહીં સરિસવયનો અર્થ મિત્ર કર્યો છે.) - તેમાં જે ધાન્ય સરિસવ છે, તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે :- શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે અને જે શસ્ત્ર પરિણત છે તે બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે પ્રાસુક અને અપ્રાસુક. હે શુક ! અમાસુક સરિસવ શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે અને જે પ્રાસુક છે, તે બે પ્રકારે છે :- (૧) એષણીય અને (૨) અષણીય. તેમાં જે અષણીય છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. જે એષણીય છે, તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે – યાચિત અને અયાચિત. તેમાં જે અયાચિત છે, તે શ્રમણનિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. તેમાં જે યાચિત છે, તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે :- લબ્ધ (પ્રાપ્ત) અને અપ્રાપ્ત. તેમાં જે અપ્રાપ્ત છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે અને જે પ્રાપ્ત છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે ભક્ષ્ય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૪૫ હે શુક ! આ અભિપ્રાયથી કહ્યું છે કે, સરિસવ ભસ્થ પણ છે અને અભક્ષ્ય પણ. ૦ કુલસ્થાની ભઠ્યાભશ્યતા : (કુલત્થાનો એક અર્થ ધાન્ય છે, બીજો અર્થ કુળની સ્ત્રી છે.) (શુક) – હે ભગવન્ કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે ? -- હે શુક ! કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. (શુક) - હે ભગવન્! આપ એમ કેમ કહો છો કે, કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. – કુલત્થા બે પ્રકારે છે – ધાન્ય કુલત્થા, સ્ત્રી કુલત્થા. તેમાં જે સ્ત્રી કુલત્થા છે તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે :- (૧) કુલવધુ, (૨) કુલમાતા અને (૩) કુલપુત્રી. આ ત્રણે કુલત્થા શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાં જે ધાન્ય કુલસ્થા છે, તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે – શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. જે શસ્ત્ર પરિણત છે, તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે :- પ્રાસુક અને અપ્રાસુક. હે શુક ! તેમાં જે અપ્રાસુક કુલત્થા છે તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. જે પ્રાસક છે તે બે પ્રકારે છે. એષણીય અને અષણીય. તેમાં જે અષણીય છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. અને જે એષણીય છે તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે – યાચિત અને અયાચિત. તેમાં જે અયાયિત છે તે શ્રમણ નિન્થોને માટે અભક્ષ્ય છે. - તેમાં જે યાચિત છે તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે – લબ્ધ અને અલબ્ધ. તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે ભક્ષ્ય છે. હે શુક ! એ કારણથી એમ કહ્યું છે કે, કુલત્થા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. ૦ માસની ભસ્યાભસ્ય વિચારણા : (શુક) – હે ભગવન્! માસ ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? (થાવચ્ચાપત્ર) હે શુક ! માસ ભસ્ય પણ છે અને અભક્ષ્ય પણ. (શક) – હે ભગવન્! આપ એમ કયા કારણે કહો છે કે, માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ? હે શુક ! માસ ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે :- કાલમાસ અર્થમાસ અને ધાન્યમાસ. તેમાં જે કાલમાસ છે તે બાર પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે :- શ્રાવણ, ભાદરવો, આસો, કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ અને આષાઢ. આ માસ શ્રમણ નિર્ગળ્યો માટે અભક્ષ્ય છે. જે અર્થમાસ છે તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે – હિરણ્ય માસ અને સુવર્ણ માસ. તે પણ શ્રમણ નિર્ચસ્થો માટે અભક્ષ્ય છે. Jain 3 t ernational Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આગમ કથાનુયોગ-૩ ધાન્ય માસ બે પ્રકારે છે – યથા – શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. શસ્ત્ર પરિણત બે પ્રકારે કહેલ છે. યથા – પ્રાસુક અને અપ્રાસુક. હે શુક અપ્રાસક શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. તેમાં જે પ્રાસક છે, તે બે પ્રકારે છે. યથા – એષણીય અને અનેષણીય. તેમાં જે અનેષણીય છે તે શ્રમણ નિર્ચસ્થો માટે અભક્ષ્ય છે. જે એષણીય છે તે બે પ્રકારે છે – યથા – યાચિત અને અયાચિત. તેમાં જે અયાચિત છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. - તેમાં જે યાચિત છે તે બે પ્રકારે છે. યથા – લબ્ધ અને અલબ્ધ. તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે, જે લબ્ધ છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે ભક્ષ્ય છે. હે શુક ! એ કારણથી એમ કહેવાય છે કે માસ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. ૦ એક આદિ પદ વિચારણા : (શુક) આપ એક છો ? આપ બે છો ? આપ અક્ષય છો ? આપ અવ્યય છો? આપ અવસ્થિત છો ? આપ અનેકભૂત ભાવભાવી છો ? (થાવચ્ચપુત્ર) – હે શુક ! હું એક પણ છું, બે પણ છું, અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું, અનેકભૂત ભાવભાવી પણ છું. હે ભગવન્! આપ કયા કારણથી એવું કહો છો કે, હું એક પણ છું, બે પણ છું, અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું અને અનેકભૂત ભાવભાવિ પણ છું? હે શુક ! હું દ્રવ્ય અપેક્ષાએ એક પણ છું, જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ બે પણ છું, પ્રદેશોની અપેક્ષાએ હું અક્ષય પણ છું, અવ્યય પણ છું, અવસ્થિત પણ છું અને ઉપયોગની અપેક્ષાએ અનેકભૂત (અનેકકાલીન), ભાવ (વર્તમાનકાલીન) અને ભાવિ (ભવિષ્યકાલીન) પણ છું (અર્થાત્ ઉપયોગ બદલતો રહેવાથી અનિત્ય પણ છું) ૦ શુક પરિવ્રાજકની ૧૦૦૦ સાથે પ્રવજ્યા : આ પ્રમાણે થાવસ્ત્રાપુત્રના ઉત્તરોથી પ્રતિબોધને પામેલ એવો શુક, થાવસ્ત્રાપુત્રને વંદના-નમસ્કાર કરે છે અને વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો હે ભગવન્! હું આપની પાસે કેવલિ પ્રરૂપિત ધર્મશ્રવણ કરવાની ઇચ્છા રાખું છું. ત્યારપછી થાવસ્યામુત્ર શુક પરિવ્રાજકને ચાતુર્યામ ધર્મ કહ્યો. થાવગ્ગાપુત્ર પાસેથી ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં અવધારીને શુકપરિવ્રાજકે કહ્યું, હે ભગવન્! હું ૧૦૦૦ પરિવ્રાજકોની સાથે મુંડિત થઈને પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી તે શુક પરિવ્રાજકે ઇશાન ખૂણામાં જઈને કુંડિકા, છત્ર, છત્રાલય, અંકુશ, પવિત્રી, કેસરિકા, ભગવા વસ્ત્રો એકાંતમાં રાખ્યા, રાખીને પોતાના હાથે શિખા ઉખેડી. ઉખેડીને થાવસ્ત્રાપુત્ર અણગાર હતા ત્યાં આવ્યા. આવીને થાવગ્ગાપુત્ર અણગારને Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૪૭ વંદના-નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને થાવચ્ચાપત્ર અણગાર પાસે ખંડિત થઈ દીક્ષિત થઈ ગયા. પછી સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. ત્યારપછી થાવચ્ચાપત્રે શુકને ૧૦૦૦ સાધુ શિષ્યરૂપે પ્રદાન કર્યા અને થાવસ્ત્રાપુત્ર અણગાર સોગંધિકા નગરી અને નીલાશોક ઉદ્યાનથી નીકળ્યા. નીકળીને બાહ્ય જનપદોમાં વિચરણ કરવા લાગ્યા. ૦ થાવચ્ચપુત્રનું પરિનિર્વાણ : ત્યારપછી તે થાવગ્ગાપુત્ર ૧૦૦૦ સાધુઓની સાથે જ્યાં પંડરીક (શત્રુંજય) પર્વત હતો, ત્યાં આવ્યા. આવીને ધીમે ધીમે પુંડરીક પર્વત પર ચડ્યા. ચડીને મેઘઘટા સમાન શ્યામ અને જ્યાં દેવોનું આગમન થતું રહે છે, એવા પૃથ્વીશિલા પટ્ટકની પ્રતિલેખના કરી, કરીને – યાવત્ – સંલેખના દ્વારા કર્મક્ષય કરીને આત્મામાં રમણ કરતા – અનશન દ્વારા ભક્તપાનોનું ત્યાગ કરી પાદોપગમન સંથારો ગ્રહણ કર્યો. ત્યારે તે થાવસ્ત્રાપુત્ર ઘણા વર્ષોપર્વત શ્રમણપર્યાયને પાલન કરીને એક માસની સંખના દ્વારા આત્મરમણ કરતા કરતા, અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને – ચાવત્ – સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન દર્શનને ઉત્પન્ન કરીને ત્યારપછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અન્તકૃત–પરિનિવૃત્ત અને સર્વ દુઃખોથી મુક્ત થયા. ૦ શેલક રાજાની અભિનિષ્ક્રમણ—ઇચ્છા : ત્યારપછી તે શક અણગાર કોઈ સમયે જ્યાં શૈલકપુર નગર હતું, જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતો, ત્યાં આવ્યા, આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. તેમને વંદનાને માટે પર્ષદા નીકળી. શૈલક રાજા પણ નીકળ્યા. ત્યારપછી તે શેલકરાજા શુક અણગાર પાસે ધર્મશ્રવણ કરી અને અવધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા, શુક અણગારની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા – હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ – વિશેષ એ કે, હે દેવાનુપ્રિય ! હું પંથક આદિ ૫૦૦ મંત્રીઓને પૂછી લઉ – અનુમતિ લઈ લઉ. મુંડક કુમારને રાજ્ય પર સ્થાપિત કરું. ત્યારપછી આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરી, અનગાર પ્રવજ્યાને અંગીકાર કરીશ. હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી શેલક રાજાએ શેલકપુર નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં પોતાનું ભવન હતું, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો. આવીને સિંહાસન પર બેઠો. ત્યારપછી શેલક રાજાએ ૫૦૦ મંત્રીઓને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! મેં શુક અણગાર પાસે ધર્મ સાંભળેલ છે. તે ધર્મની મેં ઇચ્છા કરી છે, વિશેષ ઇચ્છા કરી છે, તે ધર્મ મને ગમ્યો છે. તેથી હે દેવાનુપ્રિયો ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને જન્મ, જરા, મણથી ભયભીત થઈને શુક અણગાર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા ગ્રહણ કરીશ, તેથી હે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આગમ કથાનુયોગ-૩ દેવાનુપ્રિયો! હવે તમે શું કરશો ? ક્યાં રહેશો ? શી પ્રવૃત્તિ કરશો ? તમારી હાર્દિક ઇચ્છા અને વિચાર શું છે ? ત્યારે તે પંથક આદિ ૫૦૦ મંત્રીઓએ શૈલક રાજાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને – યાવત્ – પ્રવ્રુજિત થવા ઇચ્છો છો, તો હે દેવાનુપ્રિય ! અમારે બીજો કોણ આધાર છે ? અમારે અવલંબન કોણ છે ? તેથી અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને – યાવત્ – પ્રવજ્યા અંગીકાર કરીશું. હે દેવાનુપ્રિય ! જેમ અમારે અહીં – ઘણાં કાર્યોમાં, કારણોમાં, કૌટુંબિક ક્રિયા કલાપોમાં, મંત્રણાઓ અને સલાહ–મશવરામાં, ગુપ્ત વાતોમાં, રહસ્યોમાં, નિશ્ચયોમાં સંમતિ લેવા અને દેવામાં આપ સ્તંભવત્ આધાર, અવલંબનમાં નેત્ર સમાન, આધારભૂત, પ્રમાણભૂત આધાર સદશ, અવલંબન સદશ, ચક્ષુભૂત–માર્ગદર્શક છો, તે જ પ્રમાણે પ્રવ્રજિત થઈને પણ આપ અમારા ઘણાં કાર્યોમાં – યાવત્ – માર્ગદર્શક થશો. ત્યારપછી શેલકરાજાએ પંથક આદિ ૫૦૦ મંત્રીઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને – યાવત્ – દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છો છો તો, હે દેવાનુપ્રિયો ! જાઓ અને પોતપોતાના કુટુંબોનો ભાર જ્યેષ્ઠ પુત્રને સોંપીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકા પર આરૂઢ થઈને મારી પાસે આવો. તેઓ પણ તેમ કરી શૈલકરાજા પાસે આવ્યા. ૦ મંડકનો રાજ્યાભિષેક :– ત્યારપછી શેલકરાજા ૫૦૦ મંત્રીઓને પોતાની પાસે આવેલા જુએ છે. જોઈને હર્ષિત અને સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી મંડુકકુમાર માટે મહાર્થ, મહાર્ધ, મહાઈ વિપુલ રાજ્યાભિષેકની તૈયારી કરો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષ મંડુકકુમારના રાજ્યાભિષેક માટે મહાર્થ, મહાઈ, મહાર્ણ વિપુલ સામગ્રી તૈયાર કરાવીને ઉપસ્થિત કરે છે. ત્યારપછી તે શેલકરાજા ઘણાં ગણનાયકો – યાવત્ – સંધિપાલકોથી પરિવૃત્ત થઈને મંડુકકુમારને રાજ્યાભિષેકથી અભિસિંચિત કરે છે. ત્યારપછી તે મંડુકરાજા થયો – મહાહિમવંત, મહંત, મલય મંદર પર્વતની સમાન એવો રાજા થઈ ગયો – યાવત્ – રાજ્ય પર શાસન કરતો વિચારવા લાગ્યો. ૦ શેલકરાજાની પ્રવજ્યા : ત્યારપછી શેલકે મંડુકરાજા પાસે દીક્ષા માટે, અનુજ્ઞા માંગી. ત્યારે મંડુકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી શેલકપુર નગરને સીંચીને, સ્વચ્છ કરી, લીંપી, ચૂનો કરી – થાવત્ – ઉત્તમ સુગંધિત દ્રવ્યોની સુગંધ વડે ગંધવટ્ટી સમાન કરો અને કરાવો. આ પ્રમાણે કરીને – કરાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો. ત્યારપછી મંડુકરાજાએ પુનઃ બીજીવાર કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૪૯ ' હે દેવાનુપ્રિયો ! જલ્દીથી શેલકરાજાને માટે મહાઈ, મહાઈ, મહાઈ વિપુલ અભિનિષ્ક્રમણની સામગ્રી તૈયાર કરી. ઉપસ્થિત કરો. જે પ્રમાણે મેઘકુમારના અધ્યયનમાં કહેલ છે, તે જ પ્રમાણે અહીં કહેવું. વિશેષતા એ કે પદ્માવતી દેવી શૈલક રાજાના અગ્રકેશને ગ્રહણ કરે છે, સ્વયમેવ પાત્ર આદિ લઈને શિબિકા પર આરૂઢ થઈ. શેષ વર્ણન પૂર્વવત્ સમજવું. (કથા જુઓ – મેઘકુમાર) ત્યારપછી શેલક ૫૦૦ મંત્રીઓની સાથે પોતે જ પંચમુષ્ટી લોચ કરે છે, લોચ કરીને જ્યાં શુક અણગાર છે, ત્યાં આવે છે, આવીને શુક અણગારની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદના–નમસ્કાર કરે છે – યાવત્ – પ્રવ્રજિત થાય છે. ત્યારપછી તે શેલક અણગાર થઈ ગયા – યાવત્ – કર્મોના વિનાશને માટે તત્પર થઈ વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી તે શેલક (રાજર્ષિ) શુક (અણગાર)ના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કરે છે, અધ્યયન કરીને ઘણાં બધાં ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધ માસક્ષમણની તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૦ શુક (અણગાર)નું પુંડરીક પર્વત પરિનિર્વાણ : ત્યારપછી શુક અણગારે શેલક અણગારને પંથક આદિ પ૦૦ અણગાર શિષ્યના રૂપે પ્રદાન કર્યા ત્યારપછી શુક અણગાર કોઈ દિવસે શેલકપુર નગરથી સુભૂમિભાગ ઉદ્યાનથી નીકળ્યા, નીકળીને બહારના જનપદમાં વિચારવા લાગ્યા. ત્યારપછી શુક અણગાર કોઈ સમયે તે ૧૦૦૦ અણગારો સાથે પૂર્વાનપૂર્વી ક્રમથી વિચરતા, ગ્રામાનુગ્રામ ગમન કરતા અને સુખપૂર્વક વિહાર કરતા જ્યાં પુંડરીક પર્વત હતો, ત્યાં આવ્યા – યાવત્ – ત્યાં સર્વ દુઃખોનો ક્ષય કરી મુક્ત થયા. ૦ શેલકને રોગાતંક : ત્યારપછી નિત્ય અંત્ય, પ્રાંત, તુચ્છ, રુક્ષ, અરસ, વિરસ, શીત, ઉષ્ણ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત પ્રમાણમાં ભોજન-પાન મળવાથી પ્રકૃતિથી સુકુમાલ અને સુખ ભોગને યોગ્ય શેલક રાજર્ષિના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ જે ઉત્કટ – યાવત્ - અસહ્ય હતી. તેમનું શરીર ખુજલી અને દાહ ઉત્પન્ન કરનારા પિત્તજ્વરથી વ્યાપ્ત થઈ ગયું. ત્યારે તે શેલક રાજર્ષિ રોગાતંકથી સુકાઈ ગયા. અર્થાત્ તેનું શરીર સૂકાઈ ગયું અને ભૂખથી પીડિત રહેવા લાગ્યા. ત્યારપછી શૈલક રાજર્ષિ કોઈ સમયે પૂર્વાનપૂર્વી ક્રમથી વિચરતા એવા – યાવત – જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતો – યાવત્ – વિચરણ કરવા લાગ્યા. તેમની વંદનાને માટે પર્ષદા નીકળી. મંડૂક રાજા પણ નીકળ્યો અને શેલક અણગારને વંદના-નમસ્કાર કરી ઉપાસના કરવા લાગ્યો. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આગમ કથાનુયોગ-૩ ૦ શેલક રાજર્ષિની ચિકિત્સા : ત્યારે મંડુક રાજાએ શેલક અણગારનું શરીર શુષ્ક, નિસ્તેજ, ઘણાં પ્રકારની પીડા–વ્યાધિવાળું અને રોગયુક્ત જોયું, જોઈને તેણે કહ્યું-ભગવન્! હું આપની સાધુને યોગ્ય ચિકિત્સકો પાસે, સાધુને યોગ્ય ઔષધ–ભેષજ અને ભોજન પાન દ્વારા ચિકિત્સા કરાવીશ. તેથી હે ભગવન્! આપ મારી યાનશાળામાં પધારો અને પ્રાસુક, એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્કારક ગ્રહણ કરીને વિચરણ કરો. ત્યારપછી શેલક અણગારે મંડૂક રાજાના આ આશયને “ભલે તેમ થાઓ” કહીને સ્વીકાર કર્યો. ત્યારપછી મંડૂક રાજાએ શેલકરાજર્ષિને વંદના–નમસ્કાર કર્યા, વંદનાનમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. તત્પશ્ચાત્ તે શેલકરાજર્ષિ કાલે (પછીના દિવસે) રાત્રિ વિત્યા પછી પ્રકાશમાન પ્રભાતરૂપ થયા બાદ – યાવત્ – સહસ્રરશ્મિ દિનકર જાજ્વલ્યમાન તેજની સાથે ઉદિત થયો ત્યારે ભાંડ–માત્ર ઉપકરણ લઈને પંથક આદિ ૫૦૦ અણગારોની સાથે શેલકપુરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને જ્યાં મંડૂક રાજાની યાનશાળા હતી, ત્યાં આવ્યા. આવીને પ્રાસુક એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિને ગ્રહણ કરીને વિચારવા લાગ્યા. ત્યારપછી મંડૂકરાજાએ ચિકિત્સકોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે શેલક રાજર્ષિની પ્રાસુક, એષણીય–ઔષધ, ભેષજ, આહારપાણી વડે ચિકિત્સા કરો. ને ત્યારપછી તે ચિકિત્સક મંડુકરાજાના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા. થઈને યથાપ્રવૃત્ત (સાધુને યોગ્ય) ઔષધ, ભેષજ, ભોજન-પાન વડે ચિકિત્સા કરવા લાગ્યા અને મદ્યપાનક કરવાને માટે જણાવ્યું. ત્યારપછી યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, ભક્તપાન અને મદ્યપાન વડે શેલક રાજર્ષિનો રોગાતંક શાંત થઈ ગયો. હૃષ્ટપુષ્ટ – યાવતું – બળવાનું શરીરવાળા થયા. રોગાતંક પૂર્ણતયા દૂર થઈ ગયો. ૦ શેલક રાજર્ષિનો પ્રમત્ત વિહાર : ત્યારપછી શેલકરાજર્ષિ તે રોગાતંકના ઉપશાંત થઈ ગયા પછી તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને મદ્યપાનથી મૂર્જિત, મત્ત, વૃદ્ધ, અત્યંત આસક્ત, અવસન્નઅવસન્ન વિહારી, પાર્થસ્થ, પાર્થસ્થવિહારી, કુશીલ-કુશીલવિહારી, પ્રમત્ત–પ્રમત્ત વિઠારી, સંસક્ત-સંસક્તવિહારી થઈ ગયા. શેષકાળમાં (વર્ષાવાસ સિવાયના કાળે પણ) શય્યા, સંસ્કારક, પીઠ, ફલક રાખનારા પ્રમાદી થઈ ગયા. પ્રાસુક અને એષણીય પીઠફલક આદિને પાછા દઈ અને મંડુક રાજાની અનુમતિ લઈને બહાર જનપદ વિહાર કરવામાં અસમર્થ–અનિચ્છુક થયા. ૦ શેલક રાજર્ષિના શિષ્યોનો વિહાર : ત્યારપછી પંથકને છોડીને તે ૫૦૦ અણગાર કોઈ સમયે એકઠા થયા. મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરણા કરતા કરતા તેમને આ પ્રકારનો અધ્યવસાય – યાવત્ – ઉત્પન્ન થયો કે શેલકરાજર્ષિ રાજ્યનો ત્યાગ કરીને – યાવત્ – પ્રવ્રજિત થયા છે, Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૫૧ પરંતુ હવે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને મદ્યપાનમાં મૂર્શિત થવાથી પ્રાસુક એષણીય – પીઠ, ફલક, શય્યા, સંસ્મારકને પાછા આપીને અને મંક રાજાની અનુમતિ લઈને બહાર જનપદ વિહારથી વિચારવા સમર્થ નથી. તેથી હે દેવાનુપ્રિયો ! શ્રમણ નિર્ચન્થોને અવસત્ર, પાર્થસ્થ, કુશીલ, પ્રમત્ત, સંસક્ત અને શેષકાળમાં પણ પીઠ, ફલક, શય્યા, સંસ્કારક રાખનારા પ્રમાદીની પાસે રહેવું કલ્પતું નથી. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા માટે એ જ શ્રેયસ્કર છે કે આપણે શેલકરાજર્ષિની આજ્ઞા લઈને અને પડિહારી પીઠ, ફલક, શય્યા, સંસ્મારક પાછા દઈને અને પંથક અણગારને શેલક અણગારના વૈયાવૃત્યકારીરૂપે સ્થાપિત કરીને બહાર જનપદમાં ઉદ્યમપૂર્વક વિચરણ કરીએ. આ પ્રમાણે તેઓએ વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે સવારે જ્યાં શેલક રાજર્ષિ હતા, ત્યાં આવ્યા. આવીને શેલકરાજર્ષિની આજ્ઞા લઈને પ્રતિહારી પીઠ, ફલક, શય્યા, સંસ્મારક પાછા આપીને પંથક અણગારને વૈયાવૃત્યકારી રૂપે નિયુક્ત કર્યા, નિયુક્ત કરીને બહાર જનપદ વિહારથી વિચરવા લાગ્યા. ૦ શૈલક રાજર્ષિની પંથક દ્વારા ચાતુર્માસિક ક્ષમાપના : ત્યારપછી તે પંથક અણગાર શેલકરાજર્ષિની શય્યા, સંસારક, ઉચ્ચાર, પ્રસ્ત્રવણ, શ્લેષ્મ, સંઘાણના પાત્ર, ઔષધ, ભેષજ, આહાર–પાણી આદિ વડે ગ્લાનિરહિત વિનયપૂર્વક વૈયાવચ્ચ કરવા લાગ્યા. ત્યારપછી તે શૈલકરાજર્ષિ કોઈ સમયે કારતક ચોમાસીના દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનો આહાર કરીને અને અત્યધિક મદ્યપાન કરીને સંધ્યાકાળના સમયે સુખપૂર્વક આરામથી સૂઈ રહ્યા હતા. તે સમયે પંથકમુનિએ કાર્તિક ચોમાસીને દિને કાયોત્સર્ગ કરીને, દેવસિક પ્રતિક્રમણ કરીને, ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાની ઇચ્છાથી શેલક રાજર્ષિને ખમાવવાને માટે પોતાના મસ્તક વડે તેમના ચરણે સ્પર્શ કર્યો. ૦ શેલક રાજર્ષિનો કોપ અને પંથક દ્વારા ક્ષમાપના : ત્યારપછી પંથક શિષ્ય દ્વારા મસ્તક વડે ચરણોને સ્પર્શ કરાયો ત્યારે શેલકરાજર્ષિ ક્રોધાભિભૂત, રુઝ, કુપિત, ચંડ થઈને અને દાંતોને કચકચાવતા ઉડ્યા. ઉઠીને આ પ્રમાણે બોલ્યા, અરે ! આ કોણ અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર (મૃત્યુની ઇચ્છા કરનાર) છે, દૂરંત–પંત લક્ષણવાળા, નિભંગી, ચઉસિયો, શ્રી, હી, ધૃતિ, કીર્તિથી રહિત છે, જેણે સુખપૂર્વક સુતા એવા મને મારા ચરણે સ્પર્શ કર્યો છે ? ત્યારે પંથક અણગાર શૈલકના આ કથનને સાંભળીને ભયભીત, ત્રસ્ત અને ખેદખિન્ન થઈ બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી બોલ્યા હે ભગવન્! હું પંથક છું, કાયોત્સર્ગપૂર્વક, દૈવસિક પ્રતિક્રમણ કર્યા પછી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને ચાતુર્માસિક ક્ષમાપના માટે આપ દેવાનુપ્રિયને વંદના કરતી વખતે મેં મારા મસ્તક વડે આપના ચરણને સ્પર્શ કરેલ છે. તેથી હે દેવાનુપ્રિય! આપ ક્ષમા કરો, હે દેવાનુપ્રિય ! મારા અપરાધને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવાને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ આગમ કથાનુયોગ-૩ યોગ્ય છો. ફરીથી હું આ પ્રમાણે કરીશ નહીં. આ પ્રમાણે કહીને શેલક અણગારને સમ્યકરૂપે વિનયપૂર્વક આ અપરાધને માટે પુનઃ પુનઃ ખમાવવા લાગ્યા. ૦ શૌલક રાજર્ષિનો પુનઃ અબ્યુદ્યત વિહાર : ત્યારપછી પંથક દ્વારા આ પ્રમાણે કહ્યું ત્યારે શૈલક રાજર્ષિને આ પ્રકારનો આવો અધ્યવસાય, ચિંતન, અભિલાષ અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે હું રાજ્ય આદિનો ત્યાગ કરી – યાવત્ - પ્રવ્રજિત થયો હતો, પરંતુ હવે અવસન્નઅવસગ્નવિહારી, પાર્શ્વસ્થ–પાર્થસ્થ વિહારી, કુશીલ–કુશીલ વિહારી, પ્રમત્ત–પ્રમત્ત વિહારી, સંસક્ત–સંસક્તવિહારી થઈને શેષકાળમાં પણ પીઠ, ફલક, શય્યા, સંસ્મારકમાં પ્રમાદી બનીને વિચારી રહ્યો છું, પરંતુ શ્રમણ નિર્ચન્હોને અવસાન્ન, પાર્શ્વસ્થ, કુશીલ, પ્રમત્ત, સંસક્ત અને શેષનાલમાં પીઠ, ફલક, શય્યા, સંસ્તારમાં પ્રમાદી બની વિચરવું ન કલ્પ તેથી આવતી કાલે મંડક રાજાની અનુમતિ લઈને પ્રતિહારી પીઠ, ફલક, શય્યા, સંસ્મારક પાછા સોપીને પંથક અણગારની સાથે બહાર અભ્યદયપૂર્વક જનપદ વિહારથી વિચરવું જ મારા માટે શ્રેયસ્કર છે, આ પ્રકારનો વિચાર કર્યો. વિચાર કરીને મંડૂક રાજાની અનુમતિ લઈને પ્રતિહારી પીઠ, ફલક, શય્યા, સંસ્મારક પાછા દઈને પંથક અણગારની સાથે બહાર અભ્યદ્યુત જનપદ વિહારથી વિચારવા લાગ્યા. ૦ શૈલક રાજર્ષિ કથા દ્વારા ઉપદેશ : હે આયુષ્યમાન્ ! શ્રમણો આ પ્રકારે જે સાધુ કે સાધ્વી અવસન્ન–અવસન્ન વિહારી, પાર્થસ્થ–પાર્થસ્થવિહારી, કુશીલ–કુશીલવિહારી, પ્રમત્ત–પ્રમત્ત વિહારી, સંસક્ત-સંસક્ત વિહારી થઈને તથા શેષકાળે પણ પીઠ, ફલક, શય્યા, સંસ્મારકમાં પ્રમાદી થઈને વિચરણ કરે છે, તે આ લોકમાં ઘણાં શ્રમણો, ઘણી શ્રમણીઓ, ઘણાં શ્રાવક, ઘણી શ્રાવિકાઓની હીલના, નિંદા, હિંસા, ગઠ્ઠ, પરાભવનું પાત્ર થાય છે અને પરલોકમાં પણ ઘણાં દુઃખોને પ્રાપ્ત કરે છે તથા અનાદિ, અનંત, વિસ્તૃત ચતુર્ગતિક રૂપ સંસાર વનમાં વારંવાર પરિભ્રમણ કરે છે. ૦ શેલકરાજર્ષિ પાસે શિષ્યોનું પુનઃ આગમન : ત્યારપછી પંથકને છોડીને ૫૦૦ અણગારોએ આ સમાચારને જાણીને એકબીજાને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! શેલકરાજર્ષિ પંથક અણગારની સાથે બહાર અચુદ્યત જનપદ વિહારથી વિચરી રહ્યા છે. તેથી હવે હે દેવાનુપ્રિયો ! શૈલક રાજર્ષિની સમીપ જઈને તેમની સાથે વિચરણ કરવું આપણા માટે શ્રેયસ્કર છે – આ પ્રમાણે તેઓએ વિચાર કર્યો. વિચાર કરીને શૈલક રાજર્ષિની નીકટ જઈને તેમની સાથે વિચરણ લાગ્યા. ૦ શેલક આદિનું નિર્વાણ : ત્યારપછી શેલક રાજર્ષિ અને પંથક આદિ પ૦૦ અણગારે ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. એક વખત જ્યાં પુંડરીક (શત્રુંજય) પર્વત હતો, ત્યાં આવ્યા. આવીને ધીમે ધીમે પુંડરીક પર્વત પર આરૂઢ થયા, આરૂઢ થઈને સઘન મેઘ સમાન કાળા અને જ્યાં દેવોનું વાસસ્થાન છે, એવા પૃથ્વીશીલાપટ્ટકની પ્રતિલેખના Page #154 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ કરી, પ્રતિલેખના કરીને – યાવત્ - સંલેખના દ્વારા આત્માને ઝોસણા દ્વારા ઝોસિત કરીને (આત્મ રમણ કરતા) આહાર પાણીનો ત્યાગ કરીને પાદોપગમન અનશન ધારણ કર્યું. ત્યારે તે શેલક રાજર્ષિ અને પંથક આદિ ૫૦૦ અણગાર ઘણા વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને એક માસની સંલેખના દ્વારા આત્મરમણ કરતા અને આત્માને શુદ્ધ કરતા એવા અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને – યાવત્ – સર્વશ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉત્પન્ન કરીને ત્યારપછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકર, પરિનિવૃત્ત અને સર્વદુઃખોનો નિઃશેષ રૂપે ક્ષય કરનારા થયા. ૦ કથા દ્વારા ઉપદેશ : આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે નિર્પ્રન્થ અથવા નિર્ગથી અભ્યુદ્યુત થઈને જનપદ વિહારથી વિચરે છે, તેઓ આ લોકમાં ઘણાં શ્રમણો, ઘણી શ્રમણીઓ, ઘણાં શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ દ્વારા અર્ચા, વંદના, નમસ્કાર, પૂજા, સત્કાર અને સન્માનને યોગ્ય થાય છે. પાત્ર થાય છે, તથા કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ અને વિનયપૂર્વક પર્વપાસના કરવા યોગ્ય થાય છે. પરલોકમાં પણ તેમને હસ્ત છેદન, કર્ણ છેદન, નાસિકા છેદન, હૃદયને આઘાત પહોંચાડનારા—મર્મઘાતક, રાજા આદિ દ્વારા કરાનારા ઉપદ્રવ અને ફાંસી લગાવી લટકવું આદિ દુઃખરૂપ ભોગવવા પડતા નથી તથા અનાદિ, અનંત, વિશાલ ચાતુર્ગતિરૂપ ભવાટવીને પાર કરી જાય છે, ઉલ્લંઘી જાય છે. સંયમ સાધનામાં શિથિલ હોવા છતાં પણ જો પછી સંવેગ થવાથી સંયમમાં ઉદ્યમ કરે તો શેલક ઋષિની સમાન તે આરાધક થાય છે. ૦ આગમ સંદર્ભ નાયા. ૬૪ થી ૬૭; ૧૫૩ X - X - © જિતશત્રુ–સુબુદ્ધિ કથા : તે કાળે, તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામક ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. તેને અદીનશત્રુ નામે કુમાર યુવરાજ હતો, સુબુદ્ધિ નામે અમાત્ય હતો. તે યાવત્ – રાજ્યની ધુરાનો ચિંતક શ્રાવક હતો. ૦ પરિખા—ઉદકનું વર્ણન : તે ચંપાનગરીની બહાર ઇશાન ખૂણામાં એક પરિખા (ખાઈ) હતી. તેનું પાણી ચરબી, નસો, લોહી, માંસ અને પરુઓના સમૂહથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું. વર્ણથી અમનોજ્ઞ, ગંધથી અમનોજ્ઞ, રૂપથી અમનોજ્ઞ અને સ્પર્શથી અમનોજ્ઞ હતું. તે પાણી આવા પ્રકારનું હતું – જેમકે કોઈ સર્પનું મૃત કલેવર હોય કે ગાયનું મૃત કલેવર હોય – યાવત્ – મરેલ, ગળેલ, સડેલ, કીડાઓથી વ્યાપ્ત અને જાનવરો દ્વારા ખવાયેલ કોઈ મૃત કલેવર સમાન દુર્ગંધવાળું હતું, કૃમિઓના સમૂહથી પરિપૂર્ણ હતું. જીવોથી ભરેલ હતું. - Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આગમ કથાનુયોગ-૩ અશુચિ, વિકૃત અને બિભત્સ દેખાતું હતું. શું તે પાણી આટલું ખરાબ હતું ? ના, એ અર્થ સમર્થ નથી. તે પાણી આના કરતા પણ અધિક અનિષ્ટ, અનંતતર, અસુંદર, અપ્રિયતર, અમનોજ્ઞતર, અમરામતર ગંધવાળું હતું અર્થાત્ અત્યંત અનિષ્ટ રૂપ, રસ, ગંધાદિયુક્ત હતું. ૦ જિતશત્ર દ્વારા અશનાદિ પ્રશંસા : ત્યારપછી તે જિતશત્રુ રાજા કોઈ એક સમયે સ્નાન કરીને, બલિકર્મ કરીને – થાવત્ – અલ્પ પણ બહુમૂલ્ય આભારણોથી શરીરને અલંકૃત્ કરીને અનેક રાજા, ઈશ્વર – થાવત્ – સાર્થવાહ પ્રકૃતિની સાથે ભોજન મંડપમાં ભોજનને સમયે સુખદ આસન પર બેસીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનું આસ્વાદન લેતો, વિશેષ આસ્વાદન લેતો, પરસ્પર આપતો, ખાતો એવો વિચરી રહ્યો હતો. ભોજન કર્યા પછી હાથ, મુખ ધોઈને, કોગળા કરીને પવિત્ર થઈને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમના વિષયમાં તે વિસ્મિત થયો અને તે ઘણાં બધાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ વગેરેને આ પ્રમાણે કહ્યું અહો ! દેવાનુપ્રિયો ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન વર્ણથી, ગંધથી, રસથી અને સ્પર્શથી યુક્ત છે જેના લીધે આ આસ્વાદન કરવા યોગ્ય, વિશેષરૂપે આસ્વાદન કરવા યોગ્ય, પુષ્ટિકારક, દર્પ ઉત્પન્ન કરનારું, મદજનક, બળવર્ધક તથા સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલ્હાદ ઉત્પન્ન કરનારું છે. ત્યારે ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિ જિતશત્રુ પાસે આ પ્રમાણે બોલ્યા હે સ્વામી ! આપ જે કહો છો, તેમ જ છે. અહો ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન વર્ણોપપેત છે – યાવત્ – સર્વે ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આહ્નાદ ઉત્પન્ન કરનાર છે. ૦ સુબુદ્ધિ દ્વારા પુદ્ગલ વિષયક કથન : - ત્યારપછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું- અહો દેવાનુપ્રિય સુબુદ્ધિ ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન સમસ્ત ઇન્દ્રિયો અને ગાત્રને વિશિષ્ટ આલ્હાદજનક છે. ત્યારે સુબુદ્ધિ અમાત્યએ જિતશત્રુ રાજાનાં આ કથનનો આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું અને ચુપ રહ્યો. ત્યારપછી જિતશત્રુ રાજાએ બીજીવાર-ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! સુબુદ્ધિઆ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ – યાવત્ – સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલ્હાદજનક છે. ત્યારપછી તે સુબુદ્ધિ અમાત્ય, જિતશત્રુ રાજાએ બીજીવાર–ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે તે કથનને સાંભળીને જિતશત્રુરાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! મને આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમના વિષયમાં કંઈ જ વિસ્મય નથી. – કેમકે હે સ્વામી! શુભ શબ્દવાળા પુદ્ગલ અશુભ શબ્દરૂપે પરિણત થઈ જાય Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૫૫ છે અને અશુભ શબ્દવાળા પુગલો શુભ પુદ્ગલરૂપે પરિણત થાય છે. સુંદરરૂપવાળા પુગલ બરાબરૂપે પરિણત થાય છે અને ખરાબરૂપવાળા યુગલો સુંદરરૂપમાં પરિણત થાય છે. સુરભિગંધવાળા પુગલો દુરભિગંધરૂપ પુગલોમાં પરિણત થાય છે અને દુરભિગંધવાળા પુગલો સુરભિગંધવાળા પુગલમાં પરિણમે છે. શુભ રસવાલા પુદ્ગલો અશુભ રસવાળા પુદ્ગલરૂપે પરિણમે છે અને અશુભ રસવાળા યુગલો શુભ રસવાળા પુદ્ગલરૂપે પરિણમે છે. શુભ સ્પર્શવાળા પુદ્ગલ અશુભ વર્ણવાળારૂપે અને અશુભ સ્પર્શવાળા પુદગલો શુભ સ્પર્શરૂપે પરિણે છે. હે સ્વામી! બધાં જ પુગલોમાં પ્રયોગ (પ્રયત્નથી) અને વિઢસા (સ્વાભાવિક રૂપથી) પરિણમન થતું જ રહે છે. ત્યારે રાજા જિતશત્રુએ આવું કહેનારા, બોલનારા, કથન કરનારા, પ્રરૂપણા કરનારા સુબુદ્ધિ અમાત્યના કથનનો આદર ન કર્યો, તેના પર ધ્યાન ન આપ્યું, સ્વીકાર ન કર્યો પણ મૌન જ રહ્યો. ૦ જિતશત્રુ દ્વારા પરિખા–ઉદક પ્રત્યે જુગુપ્સા : ત્યારપછી અન્ય કોઈ દિવસે કોઈ સમયે તે જિતશત્રુ રાજા નાન કરીને ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈને ઘણાં જ ભટ, સુભટોની સાથે ઘોડેસવારીને માટે નીકળ્યો અને તે ખાઈના પાણીની નજીક પહોંચ્યો. ત્યારપછી જિતશત્રુ રાજાએ તે ખાઈના પાણીની અશુભ ગંધથી ગભરાઈને પોતાના ઉત્તરીય વસ્ત્રથી મોઢું ઢાંકી દીધું, ઢાંકીને એકાંતમાં ચાલ્યો ગયો, જઈને સાથે આવેલા ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિને આ પ્રમાણે કહ્યું અહો દેવાનુપ્રિયો ! આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણવાળું – યાવત્ – અમનોજ્ઞ સ્પર્શવાળું છે, તે એવા પ્રકારનું છે – જેવું કોઈ સર્પનું મૃત કલેવર હોય – યાવત્ – તેનાથી પણ અધિક અમનોજ્ઞ છે. ત્યારપછી તે ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિ આ પ્રમાણે બોલ્યા – હે સ્વામી ! આપ જે આ પ્રમાણે કહો છો, તે પ્રમાણે જ છે, સત્ય છે કે, અહો ! આ ખાઈનું પાણી વર્ણથી અમનોજ્ઞ – યાવત્ – સ્પર્શથી અમનોજ્ઞ છે. તે એટલું અમનોજ્ઞ છે જેટલું સાપનું મૃત કલેવર હોય યાવત્ તેનાથી પણ અધિક અતીવ અમનોજ્ઞ ગંધવાળું છે. ત્યારપછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું, અહો ! સુબુદ્ધિ ! આ ખાઈનું પાણી વર્ણથી અમનોજ્ઞ છે – યાવત્ – સ્પર્શથી અમનોજ્ઞ છે. જેમકે સર્પનું મૃત કલેવર હોય – યાવત્ – તેનાથી પણ અધિક અત્યંત અમનોજ્ઞ ગંધવાળું છે. ૦ સુબુદ્ધિ દ્વારા ફરી પુગલ સ્વભાવનું વર્ણન : ત્યારે તે સુબુદ્ધિ અમાત્યએ જિતશત્રુ રાજાના આ કથનનો આદર ન કર્યો, અનુમોદન ન કર્યો. પણ મૌન રહ્યો. ત્યારપછી જિતશત્રુ રાજાએ બીજી વખત, ત્રીજી વખત પણ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું, અહો ! સુબુદ્ધિ આ ખાઈનું પાણી અમનોજ્ઞ વર્ણવાળું – યાવત્ - અમનોજ્ઞ સ્પર્શવાળું છે. જેવું સર્પનું મૃત કલેવર હોય – યાવત્ – તેનાથી પણ અધિક અત્યંત Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આગમ કથાનુયોગ-૩ અમનોજ્ઞ ગંધવાળું છે. ત્યારપછી તે સુબુદ્ધિ અમાત્ય બીજી વખત, ત્રીજી વખત પણ જિતશત્રુ રાજાના ઉક્ત કથનને સાંભળીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! મને તો આ ખાઈના પાણીના વિષયમાં કંઈપણ વિસ્મય થતું નથી. કેમકે હે સ્વામી !– શુભ શબ્દવાળા પુદ્ગલ પણ અશુભ શબ્દવાળા પુદ્ગલ રૂપે પરિણત થઈ જાય છે – યાવત્ – અશુભ સ્પર્શવાળા પુદ્ગલ શુભ સ્પર્શવાળા પુદ્ગલરૂપે પરિણત થઈ જાય છે. હે સ્વામી ! પુદ્ગલો પ્રયોગ અને વિસ્ત્રસા પરિણામવાળા કહેવાયા છે. ત્યારપછી જિતશત્રુરાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે પોતાને, બીજાને અને ઉભયને અસત્ વસ્તુધર્મની ઉદ્દભાવના કરીને મિથ્યાભિનિવેશ દ્વારા ભ્રમમાં નાખીને અને તમને પોતાને ચતુર સમજીને વિચરો નહીં ૦ સુબુદ્ધિ દ્વારા જલ શોધન : - ત્યારપછી સુબુદ્ધિને આવા પ્રકારનો અધ્યવસાય – કાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. અહો ! જિતશત્રુ રાજા સતુ, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ અને સરૂપ જિન પ્રરૂપિત ભાવોને જાણતા નથી. તેથી મારા માટે એ શ્રેયસ્કર થશે કે હું જિતશત્રુ રાજાને સતું, તત્વરૂપ, તથ્ય, અવિતથ, સદુપ જિન પ્રરૂપિત ભાવોને સારી રીતે સમજાઉં અને આ વાતને અંગીકાર કરાવું એવો વિચાર કર્યો. વિચાર કરીને વિશ્વાસપાત્ર પુરુષો દ્વારા અંતરાપણ કુંભારની દુકાનથી ઘણાં નવા ઘડા મંગાવ્યા, મંગાવીને જ્યારે ભાગ્યે જ કોઈ મનુષ્યની આવ-જા હોય અને પ્રાયઃ બધા પોતપોતાના ઘરમાં વિશ્રામ લઈ રહ્યા હતા. તેવા સમયે, સંધ્યાકાળે તે ખાઈના પાણી પાસે આવ્યો. ત્યાં આવીને તેણે ખાઈનું પાણી ગ્રહણ કરાવ્યું, ગ્રહણ કરાવીને નવા ઘડાઓમાં ગળાવ્યું, ગળાવીને ઘડામાં ભરાવ્યું, ભરાવીને તેમાં સાજીખાર નંખાવ્યો, સાજીખાર નંખાવીને મુદ્રાલાંછિત કરાવ્યા. કરાવીને સાત રાત્રિ-દિવસ એ જ રીતે રાખી મૂકાવ્યા. ત્યારપછી બીજી વાર બીજા ઘડામાં તે પાણીને ફેરવાવ્યું, ફેરવાવીને ફરી તેમાં સાજી ખાર નંખાવ્યો. નંખાવીને ફરી તેને મુદ્રાલાંછિત કરાવ્યા અર્થાત્ ઘડાનું મોટું બાંધીને તેના પર મોહર લગાવી. ફરી સાત રાત્રિ-દિવસ સુધી તે ઘડાને એમ જ રાખી મૂકાવ્યા. આ જ પ્રકારે સાત રાતદિન પછી ત્રીજી વખત નવા ઘડામાં તે પાણીને ગળાવ્યું, ગળાવીને ત્રીજી વખત સાજી ખાર નંખાવ્યો. નંખાવીને તે ઘડાને મુદ્રાલાંછિત કરાવ્યા. પછી સાત રાતદિવસ રહેવા દીધા. આ જ પ્રકારના ઉપાય વડે વચ્ચે વચ્ચે પાણીને ગળાવ્યું અને વચ્ચે વચ્ચે કોરા ઘડામાં નંખાવ્યું અને સાત-સાત રાતદિવસ સુધી પાણી રખાવ્યા કર્યું, એ રીતે તેમણે સાત વખત આ પ્રમાણે કરાવ્યું. - ત્યારપછી તે ખાઈનું પાણી સાત સપ્તાહમાં પરિણત થઈ જઈને ઉદકરત્ન (ઉત્તમ પાણી) બની ગયું. જે સ્વચ્છ, પથ્ય, જાત્ય, હલકું થઈ ગયું, સ્ફટિકની સમાન મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત, સ્પર્શથી યુક્ત, આસ્વાદન કરવા યોગ્ય, વિશેષ આસ્વાદન કરવા યોગ્ય, પુષ્ટિકારક, દીપ્તિકારક, દર્પકારક, મદજનક, બળવર્ધક તથા સર્વ ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલાદ ઉત્પન્ન કરનારું થઈ ગયું. Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૫૭ ૦ સુબુદ્ધિ દ્વારા મોકલેલ જલની રાજા દ્વારા પ્રશંસા : ત્યારપછી સુબુદ્ધિ જ્યાં ઉદકરત્ન હતું, ત્યાં આવ્યો, આવીને હથેલીમાં લઈને તેને ચાખ્યું. ચાખીને તે ઉત્તમ પાણીને મનોજ્ઞ વર્ણથી યુક્ત, ગંધથી યુક્ત, રસથી યુક્ત, સ્પર્શથી યુક્ત, આસ્વાદન કરવા યોગ્ય, વિશેષરૂપે આસ્વાદન કરવા યોગ્ય, પુષ્ટિકારક, દીતિજનક, દર્પકારક, મદજનક અને બળવર્ધક તથા બધી જ ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલ્હાદ ઉત્પન્ન કરનાર જાણીને હર્ષિત અને સંતુષ્ટ થયો. પછી તે પાણીને સ્વાદિષ્ટ બનાવનારા ઘણાં દ્રવ્યોથી તેનો સંસ્કાર કર્યો, સુસ્વાદુ અને સુગંધિત બનાવ્યું, બનાવીને જિતશત્રુ રાજાના જલગૃહ કર્મચારીને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ ઉદકરત્નને લો, તે લઈને ભોજન સમયે રાજા જિતશત્રુને આપજો. ત્યારપછી જલગૃહના કર્મચારીએ સુબુદ્ધિના તે કથનને સ્વીકાર્યું. સ્વીકારીને તે ઉદકરત્નને ગ્રહણ કર્યું, ભોજનના સમયે તે જિતશત્રુ રાજા સન્મુખ ઉપસ્થિત કર્યું. ત્યારપછી જિતશત્રુ રાજા તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતો, વિશેષરૂપે અસ્વાદન કરતો, બીજાને આગ્રહપૂર્વક ખવડાવતો, પોતે જમતો વિચરી રહ્યો હતો. ભોજન કર્યા પછી સારી રીતે સ્વચ્છ થઈને ઉદકરત્નનું પાન કરતા તે વિસ્મિત થયો. ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિને બોલ્યો, અહો દેવાનુપ્રિયો ! આ ઉદકરત્ન સ્વચ્છ – યાવત્ – સર્વ ઇન્દ્રિયો અને ગાત્રોને આલાદ ઉત્પન્ન કરનારું છે. ત્યારે ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિએ આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આપ જેમ કહો છો, તેમજ છે, આ ઉદકરત્ન સ્વચ્છ – યાવત્ – સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને આદિ ઉત્પન્ન કરનારું છે. ૦ જિતશત્રુ દ્વારા ઉદક સંબંધી પૃચ્છા : ત્યારપછી જિતશત્રુ રાજાએ જલગૃહના કર્મચારીને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે પૂછયું, હે દેવાનુપ્રિય ! તમે આ જળરત્ન ક્યાંથી પ્રાપ્ત કર્યું? ત્યારે તે જલગૃહના કર્મચારીએ જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આ ઉદકરત્ન અમે સુબુદ્ધિ અમાત્ય પાસેથી પ્રાપ્ત કરેલ છે. ત્યારપછી જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, અહો સુબુદ્ધિ ! કયા કારણથી હું તને અનિષ્ટ – યાવત્ – અમણામ છું. જેથી તમે મારા માટે રોજ ભોજનમાં આ ઉદકરત્ન મોકલતા નથી ? હે દેવાનુપ્રિય ! તમે આ ઉદકરત્ન ક્યાંથી પ્રાપ્ત કર્યું ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આ તો તે જ ખાઈનું પાણી છે. ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું, “તે આ ખાઈનું જ પાણી છે” તેમ આપ કેમ કહો છો ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે કહ્યું દે સ્વામી ! તે સમયે મેં જ્યારે આ પ્રમાણે કહ્યું – યાવત્ – પ્રરૂપણા કરી (પૂર્વે કહેલ બધું વર્ણન કરવું) ત્યારે આપે શ્રદ્ધા ન કરી, વિશ્વાસ ન કર્યો. ત્યારે મારા મનમાં આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહો ! જિતશત્રુ રાજા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ : આગમ કથાનુયોગ-૩ સતું, તત્વરૂપ, તથ્ય, અવિતથ, સદ્ભૂત જિન ભગવંત દ્વારા ભાષિત ભાવો પર શ્રદ્ધા નથી કરતો, પ્રતીતિ નથી કરતો, રુચિ નથી કરતો, તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સતુ, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સદભૂત, જિનભાષિત ભાવોને સમજાવીને પુદ્ગલોના પરિણમન રૂપ અર્થને અંગીકાર કરાવું. મેં આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને પૂર્વે કહ્યા મુજબ – યાવતું – જલગૃહના કર્મચારીને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! ભોજનના સમયે તમે આ ઉદકરત્ન જિતશત્રુ રાજાની સમક્ષ ઉપસ્થિત કરજો. તેથી હે સ્વામી! આ તે જ ખાઈનું પાણી છે. ૦ જિતશત્રુ રાજા દ્વારા જળ શોધન : ત્યારપછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ દ્વારા કહેવાયેલ – યાવત્ – પ્રરૂપણા કરાયેલ કથન પર શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. શ્રદ્ધા ન કરતા, પ્રતીતિ ન કરતા, રુચિ ન કરતા એવા તેણે પોતાના અભ્યતર પર્ષદાના પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહાં હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને કુંભારની દુકાનેથી નવા ઘડા લાવો – યાવત્ – પાણીને સંસ્કારિત કરો, સુંદર, શુદ્ધ બનાવો અને તેવા દ્રવ્યોથી સંવારો. તેઓએ રાજાના કથનાનુસાર પૂર્વોક્ત વિધિથી પાણીને સંસ્કારિત કર્યું. શુદ્ધ કર્યું, સુંદર–સ્વાદ બનાવી જિતશત્રુની પાસે લાવ્યા. ત્યારપછી જિતશત્રુ રાજાએ તે ઉદારત્નને હથેલીમાં લીધું. હથેલીમાં લઈને આસ્વાદન કરવા યોગ્ય – યાવત્ – સર્વ ઇન્દ્રિયો અને શરીરને આહ્માદોત્પાદક જાણીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, સુબુદ્ધિ ! તમે આ સત્, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સબૂત ભાવ કયાંથી અને કોની પાસેથી જાણ્યા ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! મેં સતું, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ, સદ્ભતભાવ જિનવચનથી જાણ્યા છે. ત્યારે જિતશત્રુએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું તમારી પાસેથી જિનવચન સાંભળવા ઇચ્છું છે. ૦ જિતશત્રુનું શ્રમણોપાસકત્વ : ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કેવલી ભાષિત ચાતુર્યામરૂપ અદ્ભત ધર્મ કહ્યો – જે કારણથી જીવ કર્મબંધનથી બંધાય છે અને મુક્ત થાય છે, તે બધું જ તત્ત્વ સમજાવ્યું – ચાવતું – પાંચ અણુવ્રતનું સ્વરૂપ સમજાવ્યું. ત્યારપછી સુબુદ્ધિ પાસેથી ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને જિતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું નિર્ગસ્થ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું – યાવત્ – તમે જેમ કહો છો તેમજ છે. તેથી હવે હું તમારી પાસેથી પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને ગ્રહણ કરીને વિચરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો. Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ત્યારપછી જિતશત્રુએ સુબુદ્ધિ પાસે પાંચ અણુવ્રત – યાવત્ - બાર પ્રકારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી જિતશત્રુ રાજા શ્રમણોપાસક થઈ ગયો. જીવ–અજીવનો જ્ઞાતા થઈ ગયો – યાવત્ - નિર્ગન્ધ શ્રમણ-શ્રમણીઓને આહાર આદિથી પ્રતિલાભિત કરતો વિચરવા લાગ્યો. -- ૦ જિતશત્રુ–સુબુદ્ધિની પ્રવ્રજ્યા :– તે કાળે, તે સમયે સ્થવીરો પધાર્યા. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ વંદના કરવા નીકળ્યા. સુબુદ્ધિએ ધર્મશ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી આ પ્રમાણે કહ્યું... એટલું વિશેષ કે હું જિતશત્રુ રાજાને પૂછી લઉં, ત્યારપછી મુંડિત થઈને, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ પાસે આવ્યો, આવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! મેં સ્થવિરમુનિ પાસેથી ધર્મોપદેશ શ્રવણ કરેલ છે. તે ધર્મની હું ઇચ્છા કરું છું, પુનઃ પુનઃ ઇચ્છા કરું છું, અભિરુચિ કરું છું, તે કારણથી હે સ્વામી ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ, જરા, મરણથી ભયભીત થયો છું. તેથી આપની અનુજ્ઞા પ્રાપ્ત કરીને સ્થવિરમુનિ પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગાર દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. ૧૫ ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હજી થોડા વર્ષો સુધી ઉદાર મનુષ્ય સંબંધિ ભોગોપભોગોને ભોગવતા રોકાઓ, ત્યારપછી આપણે બંને સાથે જ સ્થવિરમુનિ પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરીશું. ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુ રાજાની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારબાદ જિતશત્રુ રાજા સુબુદ્ધિ અમાત્યની સાથે વિપુલ મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવતા બાર વર્ષ વ્યતીત થયા. તે કાળ, તે સમયે સ્થવિરમુનિનું આગમન થયું. જિતશત્રુ રાજા ધર્મોપદેશ શ્રવણ કરી અને અવધારણ કરીને આ પ્રમાણે બોલ્યા, (પૂર્વવત્ જાણવું), તેમાં વિશેષ એ કે, હે દેવાનુપ્રિય ! સુબુદ્ધિ અમાત્યને આમંત્રિત કરીશ અને જ્યેષ્ઠપુત્રને રાજ્ય પર સ્થાપિત કરીશ, ત્યારપછી આપની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક દીક્ષા અંગીકાર કરીશ. ત્યારે સ્થવિરમુનિએ કહ્યું– હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી જિતશત્રુ રાજા જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો, આવીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યા, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, મેં સ્થવિરમુનિ પાસે ધર્મ સાંભળ્યો છે – યાવત્ – પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. તમે શું કરશો ? તમારી શું ઇચ્છા છે ? ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જો સંસારભયથી ઉદ્વિગ્ન છો યાવત્ – પ્રવ્રજ્યા લેશો, તો હે દેવાનુપ્રિય ! તમારા સિવાય મારે બીજો કયો આધાર છે કે અવલંબન છે ? તેથી હે દેવાનુપ્રિય ! હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન છું – યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. - Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આગમ કથાનુયોગ-૩ ત્યારે જિતશત્રુ રાજાએ કહ્યું, હે દેવાનુપ્રિય ! જો એમ હોય - યાવત્ – પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છતા હો તો હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને જ્યેષ્ઠપુત્રને કુટુંબમાં સ્થાપિત કરો, સ્થાપિત કરીને સહસ્ત્રપુરુષ દ્વારા વહન કરાનારી એવી શિબિકા પર આરૂઢ થઈને મારી પાસે પ્રગટ થાઓ અર્થાત્ આવો. ત્યારે સુબુદ્ધિ અમાત્ય તે પ્રમાણે કરીને શિબિકા પર આરૂઢ થઈને આવ્યા. ત્યારપછી જિતશત્રુરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને અદીનશત્ર કુમારના રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો – તૈયાર કરો. ત્યારે કૌટુંબિક પુરુષો પણ રાજાની આજ્ઞાનુસાર રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરે છે – યાવતું – અભિષેક કરે છે – યાવત્ – જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યની સાથે પ્રવજ્યા અંગીકાર કરી. ૦ જિતશત્રુ તથા સુબુદ્ધિ મુનિનો મોક્ષ : દીક્ષા અંગીકાર કર્યા બાદ જિતશત્રુ રાજર્ષિએ અગિયાર અંગોનું અધ્યયન કરીને, ઘણાં વર્ષોનો શ્રમણપર્યાય પાળીને એક મહિનાની સંલેખના દ્વારા આત્માનું શોધન કરીને – થાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કરી દીધો (મોક્ષે પધાય). ત્યારે સુબુદ્ધિ અમાત્યએ પણ દીક્ષા ગ્રહણ કરીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું, પછી એક માસની સંખના કરીને આત્માનું શોધન કરી સર્વ દુઃખોનો અંત કર્યો (મોલે પધાર્યા). ૦ કથા નિષ્કર્ષ : જેનું મન મિથ્યાત્વથી મોહિત છે, જે પાપમાં આસક્ત છે અને ગુણહીન છે. તે પણ ઉત્તમગુરુની કૃપાથી, તેમના સત્સંગથી ખાઈના પાણી સમાન ગુણવાનું થાય છે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૪૩, ૧૪૪; –– X - - ૪ - © ધર્મરચિ કથા : ધર્મઘોષ નામના સ્થવિરના શિષ્ય હતા. તેઓ માસક્ષમણને પારણે ચંપાનગરીમાં વહોરવા નીકળેલા. નાગશ્રી બ્રાહ્મણીએ કડવી તુંબડાનું શાક વહોરાવ્યું. ગુરુના આદેશથી પરઠવવા ગયા. તે શાકના તેલનું એક બિંદુ પડતા કીડીઓને મરણ પામી જાણી, વિધિપૂર્વક બધું જ શાક વાપરી જતાં સમાધિમરણ પામ્યા, સર્વાર્થસિદ્ધ વિમાને દેવતા થયા. (વિસ્તારથી આ કથા દ્રૌપદીની કથામાં આવે જ છે – જુઓ કથા – દ્રૌપદી) ૦ આગમ સંદર્ભઃનાયા. ૧૫૯, ૧૬૦; --- ૪ – X — © ધર્મરુચિ કથા : (ઉપરોક્ત ધર્મચિની કથા જેવી જ આ લઘુકથા છે. જે આવશ્યક નિર્યુક્તિમાં મારણાંતિક વેદનાને સહન કરવા સંબંધે અપાયેલ છે.) Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૨ રોહિતક નામે એક નગર હતું, ત્યાં લલિતાગોષ્ઠી (એક મંડળી) હતી. ત્યાં રોહિણી નામે એક વૃદ્ધ ગણિકા હતી. બીજો આજીવિકાનો ઉપાય પ્રાપ્ત ન થવાથી તેણી લલિતા મંડળી માટે ભોજન બનાવતી હતી. એ રીતે કાળ પસાર થતો હતો. કોઈ વખતે તેણીના દ્વારા કડવી દૂધી લાવવામાં આવી. તેણીએ ઘણાં મરી-મસાલા આદિથી દૂધીને સંસ્કારિત કરી. પણ મોઢામાં નાંખવા લાયક ન હતી. જો કોઈ ખાય તો મૃત્યુ પામે તેવી ઝેરી–કડવી દૂધી હતી. ત્યારે તેણીએ વિચાર્યું કે, જો હું આને પ્રગટ કરીશ તો આ મંડળી દ્વારા મારી નિંદા થશે. એમ વિચારી તેણીએ તે શાકને એક તરફ મૂકી દીધું. કોઈ ભિક્ષાચર આવશે તો તેને આપી દઈશ એમ વિચાર્યું. જેથી આવું મસાલેદાર શાક નકામું ન જાય. તે વખતે માસક્ષમણને પારણે ધર્મરુચિ અણગારે ત્યાં પ્રવેશ કર્યો. ત્યારે તે ગણિકાએ તેમને બધું જ શાક વહોરાવી દીધું. ધર્મરચિ એ પર્યાપ્ત આહાર છે તેમ જાણ્યું, તે ઉપાશ્રયે પાછા ફર્યા. ગુરુ ભગવંત પાસે આલોચના કરી. ગુરુ ભગવંતે ગૌચરી પાત્રને હાથમાં લીધું. તેની ગંધથી જાણી લીધું કે આ શાક વિષમય છે. આંગળી વડે ચાખીને ખાતરી કરી, ગુરુ ભગવંતે વિચાર્યું કે, જો આ શાકને વાપરશે તો નક્કી મૃત્યુ પામશે. ત્યારે ગુરુ ભગવંતે ધર્મચિ અણગારને કહ્યું કે, તમે આ શાકને કોઈ એકાંત સ્થાનમાં પરઠવી દો, આ શાક વિષમય છે, તેથી આહારને યોગ્ય નથી. ધર્મચિ તે લઈને કોઈ અટવીમાં ગયા. તેણે વિચાર્યું કે, કોઈ બળેલા વૃક્ષની છાયામાં હું તેનો ત્યાગ કરી દઈશ (પરઠવી દઈશ). તેઓ પાત્રબંધને છોડવા ગયા, ત્યાં તેનો હાથ લેપાયો. તેણે નિર્જીવ સ્થાને હાથનો સ્પર્શ કર્યા (ઘસ્યો, ત્યારે તેની ગંધથી ઘણી કીડીઓ આવી. જેજે કીડીઓ તેને ખાવા ગઈ, તે-તે કીડી મૃત્યુ પામી. ત્યારે ધર્મરુચિ અણગારે વિચાર્યું કે, હું એક જ જ મારા જીવનને સમાપ્ત કરીશ તો આટલા જીવોની હત્યા થશે નહીં. પછી એકાંત સ્થંડિલ સ્થાને જઈને મુહપત્તિનું પડિલેહણ કર્યું. આલોચના પ્રતિક્રમણ કરીને તેઓ બધું જ શાક વાપરી ગયા. તેમના શરીરમાં તીવ્રવેદના ઉત્પન્ન થઈ, તે તેમણે સમભાવે સહન કરી અને અંતે (સર્વ કર્મનો ક્ષય કરીને) સિદ્ધ થયા. -૦- આગમ સંદર્ભ :આવનિ ૧૩૧૮ + 4 આવ.પૂ.ર–પૃ.૫, ૨૧૧; –– –– » –– ૦ ધર્મરુચિ કથા – (ભાવ ગવેષણા સંબંધિ આ દષ્ટાંત છે...) વિકુવણાલબ્ધિથી આકાશ માર્ગે ગમન કરવાની શક્તિવાળા ધર્મરુચિ નામે આણગાર હતા. જ્યેષ્ઠ માસમાં તેમને એક વખત અષ્ટમભક્ત તપનું પારણું હતું. કોઈ એક ગામથી બીજે ગામ જતા એવા તેમને કોઈ દેવે જોયા. દેવે અનુકંપાથી કોંકણનું રૂપ વિકુવ્યું. તેણે મુનિને આહારનો લાભ આપવા પ્રાર્થના કરી. સાધુ ભૂખ-તરસથી પિડાઈ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આગમ કથાનુયોગ-૩ રહ્યા હતા. તે જોઈને તે દેવે ભોજન-પાન ગ્રહણ કરવા વિશેષે–વિશેષે પ્રાર્થના કરી. ધર્મરુચિએ ભગવંતની આજ્ઞાનુસાર ગૌચરી ગવેષણા કરતા વિચાર્યું કે– દ્રવ્યથી આ આહાર ગ્રાહ્ય છે, ક્ષેત્રથી અરણ્ય છે, કાળથી ઉનાળાનો કાળ છે, ભાવથી વહોરાવનાર હર્ષિત અને પ્રકૃષ્ટ ભાવયુક્ત છે. ત્યાં તેનો ઉપયોગ ગયો. તેમણે તે દેવના કોંકણ રૂપને ધ્યાનથી જોયું. આની આંખ મટકુ મારતી નથી, પગ જમીનને સ્પર્શતા નથી. વળી આવા અરણ્યમાં આવું ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રાપ્ત થઈ શકે નહીં. તેથી ધર્મચિએ તે આહાર ગ્રહણ કર્યો નહીં. – – આગમ સંદર્ભ :ઓહ.નિ. ૭૧૫ થી ૭૨૩ + 9 @ મેઘકુમાર કથા : તે કાળે, તે સમયે આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ડ ભરતમાં રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામે ચૈત્ય હતું. તે રાજગૃહમાં મહાહિમવંત, મહાન્ મલયપર્વત, પૃથ્વી પર ઇન્દ્ર સમાન મંદર પર્વત સદશ શ્રેણિક નામે રાજા હતો. તે શ્રેણિક રાજાની નંદા નામની એક રાણી હતી. (બીજી પણ ઘણી રાણી હતી.) જે સુકુમાર હાથ–પગવાળી હતી. તે શ્રેણિક રાજાનો પુત્ર અને નંદાદેવીનો આત્મજ અભયકુમાર હતો. તે ક્ષતિરહિત, પરિપૂર્ણ ઇન્દ્રિયો અને શરીરવાળો હતો – યાવત્ – શ્રેણિક રાજાના રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોષ્ઠાગાર, બળ, વાહન, સેના, પુર અને અંતઃપુરની દેખભાળ કરતો વિચરતો હતો. ૦ ઘારિણી રાણી અને તેને સ્વપ્નદર્શન : તે શ્રેણિક રાજાને ધારિણી નામની (પણ) એક રાણી હતી – યાવત્ – સુકુમાલ હાથ–પગવાળી હતી – યાવત્ – સુખોપભોગ કરતી રહેતી હતી. ત્યારે તે ધારિણીદેવીને કોઈ એક દિવસે – જેના બાહ્ય દ્વાર પર તથા મનોજ્ઞ, સ્નિગ્ધ, સુંદર આકારવાળા ઊંચા સ્તંભ પર અતીવ સુંદર – ઉત્તમ પુતળીઓ બનેલી હતી. ઉજ્વલ મણિઓ, કનક અને કર્કેતન આદિ રત્નો વડે જેના શિખર બનેલા હતા. જે છત્ર, ગવાક્ષ, અર્ધ ચંદ્રાકાર સોપાન, નિર્ધક અને તેની વચ્ચેનો ભાગ કનકાવલી, ચંદ્રમાલિકા આદિ ઘરના વિભાગોની સુંદર રચનાથી યુક્ત હતો. જેમાં સ્વચ્છ ગેરૂ વડે ઉત્તમ રંગ કરાયેલો હતો, જેનો બાહ્ય ભાગ ચૂના વડે ધોળેલ હતો. તથા કોમળ પાષાણ વડે ઘસીને અતિ સ્નિગ્ધ બનાવાયો હતો અને અંદરનો ભાગ પ્રશસ્ત અને સુવિલસિત ચિત્રોથી યુક્ત હતો. તેનો ભૂમિભાગ વિવિધ પ્રકારના પંચરંગી મણિઓ અને રત્નોથી જડેલો હતો. તથા ઉપરી છત પઘલતા, પુષ્પવેલો, ઉત્તમ પુષ્પજાતિ–માલતિ આદિથી ચિત્રિત હતો. જેના દરવાજા ચંદન ચર્ચિત માંગલિક ઘરોની સ્થાપના વડે શોભાયમાન હતા, સરસ કમળોથી સુશોભિત હતા. જેના દ્વાર પ્રવરક, સુવર્ણમય આભૂષણો, મણિઓ અને Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૬૩ મોતીઓની લાંબી લટકતી માળાથી સુશોભિત હતા. જેમાં સુગંધિત અને શ્રેષ્ઠ પુષ્પોથી કોમળ અને આચ્છાદિત શય્યા હતી. તે મન અને હૃદયને આનંદિત કરનાર હતો. કપૂર, લવીંગ, મલયજ, ચંદન, કાળો અગરુ, ઉત્તમ કુદ્રુક્ક, તુરુષ્ક અને અનેક સુગંધિત દ્રવ્યોના સંયોગથી બનેલ ધૂપ વડે ઉત્પન્ન મધમધાતી ગંધ વડે રમણીય હતો. જેમાં ઉત્તમ ચૂર્ણોની ગંધ વિદ્યમાન હતી. સુગંધની અધિકતાથી જે ગંધવર્તિકા સમાન પ્રતીત થતો હતો. – મણિઓના કિરણોના પ્રકાશથી જેનો અંધકાર નષ્ટ થઈ ચૂકેલ હતો. વિશેષ શું કહેવું ? તે પોતાની ધૃતિ–કાંતિ વડે તથા ગુણોથી ઉત્તમ દેવવિમાનને પરાજિત કરતો હતો. એવા તે ઉત્તમ ભવનમાં એક શય્યા હતી – યાવત્ – મધ્યરાત્રિના સમયમાં તે ધારિણીદેવી કંઈક ઊંઘતી – કંઈક જાગતી હતી ત્યારે– એક મહાન્ સાત હાથ ઊંચા રજતકૂટ – ચાંદીના શિખર સર્દશ શ્વેત, સૌમ્ય, સૌગાકૃતિવાળા, લીલા કરતા હાથીને આકાશ તલથી ઉતરીને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોઈને ધારિણીદેવી જાગી. ૦ સ્વપ્ન નિવેદન અને સ્વપ્ન મહિમા દર્શન : ત્યારપછી આવા પ્રકારના ઉદાર–પ્રધાન મહાસ્વપ્નને જોઈને જાગેલી તે ધારિણી દેવી હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત થઈ – યાવત્ – વિનંબરહિત અને રાજહંસ જેવી ગતિથી ચાલતી જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવી, આવીને શ્રેણિક રાજાને ઇષ્ટ – થાવત્ – વાણી દ્વારા જગાડે છે, જગાડીને શ્રેણિક રાજાની અનુમતિ મળતા વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની રચનાથી વિચિત્ર ભદ્રાસન પર બેસે છે. બેસીને આશ્વસ્ત થઈ વિશ્વસ્ત થઈ ક્ષોભરહિત થઈ અને બંને હાથને જોડીને, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને રાજા શ્રેણિકને આ પ્રમાણે બોલી હે દેવાનુપ્રિય ! આજ હું તે પૂર્વ વર્ણિત શરીર પ્રમાણ અને તકીયાવાળી શય્યા પર સૂતી હતી ત્યારે – યાવત્ – મેં મારા મુખમાં પ્રવેશ કરતો એવો હાથી સ્વપ્નમાં જોયો અને હું જાગી. તો હે દેવાનુપ્રિય ! આ ઉદાર – યાવત્ – સ્વપ્નનું શું કલ્યાણકારી ફળવૃત્તિ વિશેષ થશે ? ત્યારે તે શ્રેણિક રાજા ધારિણીદેવીના આ કથનને સાંભળીને અને હૃદયમાં અવધારીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો, ચિત્તમાં આનંદિત થયો, મનમાં પ્રીતિવાળો થયો. પરમ પ્રસન્ન થયો, હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસિત થયું. મેઘની ધારાથી આવતા કદંબવૃક્ષના સુગંધિત પુષ્પોની સમાન તેનું શરીર પુલકિત થયું. તેનું રોમરોમ વિકસ્વર થયું. તેણે સ્વપ્નાનો સામાન્ય અર્થ વિચાર્યો, પછી તેનો વિશેષ અર્થ વિચાર્યો – ઇડામાં પ્રવેશ કર્યો. ઇહામાં પ્રવેશીને પોતાની સ્વાભાવિક પતિપૂર્વક, બુદ્ધિ વિજ્ઞાન દ્વારા તે સ્વપ્નના ફળનો નિશ્ચય કર્યો, નિશ્ચય કરીને ઇષ્ટ – યાવત્ – વાણી વડે વારંવાર અનુમોદના કરતા કરતા ધારિણી રાણીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તે ઉદાર–પ્રધાન સ્વપ્ન જોયું છે – યાવત્ - હે દેવાનુપ્રિયા ! આ સ્વપ્નોથી તને અર્થનો લાભ થશે. હે દેવાનુપ્રિયા ! તને રાજ્યનો લાભ થશે. તને ભોગ અને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આગમ કથાનુયોગ-૩ સુખનો લાભ થશે. નિશ્ચયથી હે દેવાનુપ્રિયા ! તું નવ માસ પૂર્ણ થઈ અને સાડાસાત રાત્રિ-દિવસ વ્યતિક્રાન્ત થશે ત્યારે આપણા કુળમાં ધ્વજા સમાન – યાવત્ – રૂપવાન્ પુત્રને જન્મ આપીશ. તે બાળક બાલ્યાવસ્થા પાર કરીને જ્ઞાન-વિજ્ઞાન અને વિનયમાં પરિપકવ થઈને યુવાવસ્થા પ્રાપ્ત કરી શૂરવીર અને પરાક્રમી થશે. તે વિસ્તીર્ણ અને વિપુલ સેના અને વાહનોવાળો થશે. રાજ્યના અધિપતિ થશે. હે દેવાનુપ્રિયો ! તે ઉદાર સ્વપ્નને જોયું છે – યાવત્ – હે દેવી ! તે આરોગ્યકારી, તુષ્ટિકારી, દીર્ધાયુષ્યકારી, કલ્યાણકારી સ્વપ્નો જોયા છે, એ પ્રમાણે કહીને વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યા. ૦ ધારિણીની સ્વપ્ન જાગરણા :– ત્યારપછી હર્ષાતિરેકથી જેનું હૃદય ઉલ્લસિત થયેલ છે એવી તે ધારિણીદેવી શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ અને ચિત્તમાં આનંદિત થઈ અને બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, અંજલિપૂર્વક આ પ્રમાણે બોલી– હે દેવાનુપ્રિય ! આપ જેમ કહો છો તેમજ છે...આપ જે અર્થ કહો છો તે સત્ય છે, આ પ્રમાણે કહીને સ્વપ્નને ભવિભાંતિ સ્વીકાર કરે છે, સ્વીકારીને શ્રેણિક રાજાની અનુમતિ મળતા વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની રચનાથી ચિત્રિત ભદ્રાસન પરથી ઉઠી, ઉઠીને જ્યાં પોતાની શય્યા છે ત્યાં આવી, આવીને શય્યા પર બેસી. બેસીને આ પ્રમાણે વિચારવા લાગી– મારા આ ઉત્તમ, પ્રધાન અને મંગલરૂપ સ્વપ્ન અન્ય અશુભ સ્વપ્નો દ્વારા પ્રતિઘાત ન પામે, નષ્ટ ન થાય. એમ વિચારી દેવ અને ગુરુજનો સંબંધિ પ્રશસ્ત ધાર્મિક કથાઓ દ્વારા પોતાના સ્વપ્નોની રક્ષા કરવાને માટે જાગરણ કરતી વિચરવા લાગી. ૦ સ્વપ્ન પાઠકને નિમંત્રણ : ત્યારપછી તે શ્રેણિક રાજા પ્રભાતકાળના સમયે કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયો ! જલ્દીથી બહારની ઉપસ્થાનશાળાને વિશેષ રૂપથી પરમ રમણીય - યાવત્ – સુગંધની ગુટિકા સમાન કરો અને કરાવો. આ પ્રમાણે કરીને મારી આજ્ઞાનુસાર કાર્ય થયાની મને સૂચના આપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષ શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા, આનંદિત ચિત્તવાળા થયા – યાવતું – તે આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું કહ્યું. ત્યારપછી તે શ્રેણિક રાજા – યાવત્ – જ્યાં વ્યાયામ શાળા હતી, ત્યાં આવ્યો, ત્યાં આવીને વ્યાયામ શાળામાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના વ્યાયામ, યોગ્ય વલ્સન, વ્યામર્દન, મલ્લયુદ્ધ તથા કરણ આદિ દ્વારા શ્રમ, વિશેષ શ્રમ કર્યા પછી શતપાક, સહસ્ત્ર પાક આદિ શ્રેષ્ઠ સુગંધિત તેલ આદિ દ્વારા – યાવત્ - અવ્યંગનો વડે અચંગન કરાવ્યું. પછી – યાવત્ – પરિશ્રમ દૂર થયા પછી રાજા વ્યાયામશાળાથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં મજ્જનગૃહ હતું ત્યાં આવ્યો. Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૬૫ – આવીને મજ્જનગૃહમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને જાળીઓથી મનોહર, ચિત્રવિચિત્ર મણિ અને રત્નોથી જેનો ભૂમિભાગ રમણીય છે એવા ખાન મંડપમાં વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોની રચના વડે ચિત્રિત જ્ઞાનપીઠ પર સુખપૂર્વક બેઠો. બેસીને શુભ જળ વડે, સુગંધિત જળ વડે, પુષ્પમિશ્રિત જળ વડે અને શુદ્ધ જળ વડે વારંવાર કલ્યાણકારી અને ઉત્તમ સ્નાનવિધિથી સ્નાન કર્યું. કલ્યાણકારી અને ઉત્તમ સ્નાન કરીને પછી અનેક પ્રકારના સેંકડો કૌતુક કરવામાં આવ્યા. ત્યારપછી પંખીની પાંખ સમાન સુકમાલ, સુગંધિત અને કષાય રંગથી રંગેલ વસ્ત્ર વડે શરીરને લૂછ્યું. કોરા–બહુમૂલ્ય અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા – યાવતું – ચંદ્રમાં સમાન પ્રિયદર્શનવાળો, રાજા શ્રેણિક મજ્જનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો, આવીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો. ત્યારપછી તે શ્રેણિક રાજા પોતાનાથી બહુ દૂર નહીં, બહુ નીકટ નહીં તેવા સ્થાને ઇશાનખૂણામાં શ્વેતવસ્ત્રથી આચ્છાદિત અને સરસવના માંગલિક ઉપચારથી જેમાં શાંતિકર્મ કરાયેલ છે, એવા આઠ ભદ્રાસન રખાવે છે. રખાવીને વિવિધ મણિરત્નોથી મંડિત – થાવત્ – અંદરના ભાગમાં ધારિણી દેવીને માટે અતિશય મૃદુ ભદ્રાસન રખાવે છે, રખાવીને કૌટુંબિક પુરુષને બોલાવે છે. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! અષ્ટાંગ મહાનિમિત્ત-જ્યોતિષશાસ્ત્રના સૂત્ર અને અર્થના પાઠક તથા વિવિધ શાસ્ત્રોમાં કુશળ સ્વપ્ન પાઠકોને જલ્દીથી બોલાવો અને બોલાવીને જલ્દીથી મારી આ આજ્ઞા પ્રમાણે કાર્ય સંપન્ન કરો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત હદયવાળા – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને, બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી હે દેવ! “તમે કહો છો તે બરાબર છે." આ પ્રમાણે કહીને વિનયપૂર્વક આજ્ઞા વચનોને સ્વીકારે છે, સ્વીકારીને શ્રેણિક રાજા પાસેથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરના મધ્યમાંથી થઈને જ્યાં સ્વપ્નલક્ષણ પાઠકોનું ઘર છે, ત્યાં પહોંચ્યા, પહોંચીને સ્વપ્ન (લક્ષણ) પાઠકોને બોલાવ્યા. ૦ સ્વપ્ન ફળ કથન : ત્યારપછી શ્રેણિક રાજાના કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયા ત્યારે તે સ્વપ્ન (લક્ષણ) પાઠકો હર્ષિત-સંતુષ્ટ થયા. આનંદિત ચિત્તવાળા – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થયા, તેઓએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું – યાવત્ – પોતપોતાના ઘરોથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચથી થઈને જ્યાં શ્રેણિક રાજાનું મુખ્ય ભવનનું દ્વાર છે, ત્યાં આવે છે, આવીને બધાં એકત્રિત થયા, થઈને શ્રેણિક રાજાના ભવનાવતંસકના દ્વારેથી અંદર પ્રવેશ કર્યો. - પ્રવેશ કરીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે, આવીને જય-વિજય શબ્દોથી શ્રેણિક રાજાને વધાવ્યા. શ્રેણિક રાજાએ તેમની Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આગમ કથાનુયોગ-૩ અર્ચના, વંદના, પૂજા, માન, સત્કાર, સન્માન કર્યા. ત્યારપછી તે સ્વપ્ન (લક્ષણ) પાઠકો પહેલાથી રખાયેલ અલગ–અલગ ભદ્રાસનો પર બેઠા. ત્યારબાદ તે શ્રેણિક રાજા યવનિકાની અંદર ધારિણીદેવીને બેસાડે છે, બેસાડીને હાથોમાં પુષ્પ અને ફળો લઈને અત્યંત વિનય સાથે તે સ્વપ્ન (લક્ષણ) પાઠકોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આજે તેવા પ્રકારની (પૂર્વવર્ણિત) શય્યા પર સુતેલીઘારિણીદેવી – યાવત્ – મહાસ્વપ્નોને જોઈને જાગી. તો હે દેવાનુપ્રિયો ! આ ઉદાર – થાવત્ – સશ્રીક મહાસ્વપ્નનું કલ્યાણકારી ફળ વિશેષ શું થશે ? ત્યારપછી તે સ્વપ્ન (લક્ષણ) પાઠકો શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને તે સ્વપ્નોને સમ્યક્ પ્રકારે અવગ્રહણ કરે છે, અવગ્રહણ કરીને ઇહામાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને પરસ્પર એકબીજા સાથે વિચાર વિમર્શ કરે છે, વિચાર વિમર્શ કરીને તે સ્વપ્નોનો સ્વયં અર્થ સમજ્યા, પરસ્પર તે અર્થને પૂછયો, બીજાના અભિપ્રાયને ગ્રહણ કર્યા, તથ્ય અર્થનો નિશ્ચય કર્યો અને ત્યારપછી શ્રેણિક રાજા સમક્ષ સ્વપ્નશાસ્ત્રોનું વારંવાર ઉચ્ચારણ કરતા આ પ્રમાણે બોલ્યા હે સ્વામી ! ધારિણી દેવીએ આ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્ન જોયેલ છે. હે સ્વામી ! ધારિણીદેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે – યાવત્ – હે સ્વામી ! ધારિણીદેવીએ આરોગ્ય, તુષ્ટિ દીઘાયું, કલ્યાણ અને મંગલને કરનાર સ્વપ્ન જોયું છે. હે સ્વામી! તેનાથી આપને અર્થનો લાભ થશે. હે સ્વામી ! પુત્રનો લાભ થશે. હે સ્વામી! રાજ્યનો લાભ થશે, હે સ્વામી ! ભોગનો લાભ થશે, હે સ્વામી ! સુખનો લાભ થશે. – હે સ્વામી ! આ પ્રમાણે ધારિણીદેવી નવ માસ પૂર્ણ થયા પછી – યાવત્ – પુત્રને જન્મ આપશે. તે પુત્ર પણ બાલ્યવયને પ્રાપ્ત કરીને, વિનયયુક્ત થઈને યુવાવસ્થાને પૂર્ણ કરીને શૂર, વીર, પરાક્રમી થશે. વિસ્તીર્ણ અને વિપુલ બળ–વાહનવાળો થશે, રાજ્યાધિપતિ રાજા થશે અથવા પોતાના આત્માને ભાવિત કરનારો અણગાર થશે. તેથી હે સ્વામી ! ધારિણીદેવીએ ઉદાર સ્વપ્ન જોયા છે – યાવત્ – હે સ્વામી ! ધારિણીદેવીએ આરોગ્યકારક, તુષ્ટિકારક, દીર્ધાયુષ્યકારક, કલ્યાણકારી અને મંગલકારક સ્વપ્ન જોયેલ છે, આ પ્રમાણે કહીને, તે સ્વપ્ન (લક્ષણ) પાઠક વારંવાર તે સ્વપ્નોની પ્રશંસા-અનુમોદના કરવા લાગ્યા. ૦ સ્વપ્ન (લક્ષણ) પાઠકોનું વિસર્જન : ત્યારપછી તે શ્રેણિકરાજા તે સ્વપ્ન (લક્ષણ) પાઠકોના આ કથનને સાંભળીને અને હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત ચિત્તવાળા – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થયા. બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જે તમે કહો છો, તે પ્રમાણે જ છે, આ પ્રમાણે કહીને તે સ્વપ્નના ફળને સમ્યક્ પ્રકારે સ્વીકારે છે, સ્વીકારીને તે સ્વપ્ન (લક્ષણ) પાઠકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને વસ્ત્ર, ગંધ, માળા, અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યું. Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ સત્કાર અને સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપીને વિદાય કર્યા. ત્યારપછી તે શ્રેણિક રાજા સિંહાસનેથી ઉઠ્યો, ઉઠીને જ્યાં ધારિણીદેવી હતી, ત્યાં આવ્યા, આવીને ધારિણીદેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! યાવતુ તમે આરોગ્ય, તુષ્ટિ, દીધાર્યું, કલ્યાણ અને મંગલકારક સ્વપ્ન જોયેલ છે. આ પ્રમાણે કહીને વારંવાર તેની અનુમોદના કરે છે. ૦ ધારિણીનો દોહદ : ૧૬૭ ત્યારપછી શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને અને અવધારીને ધારિણીદેવી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળી થઈ અને આ સ્વપ્નને સમ્યક્ પ્રકારે અંગીકાર કર્યા, કરીને જ્યાં પોતાનું વાસગૃહ હતું, ત્યાં આવી, આવીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને વિપુલ ભોગોને ભોગવતી વિચરવા લાગી. - ત્યારપછી બે માસ વ્યતીત થયા બાદ અને જ્યારે ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો ત્યારે ધારિણીદેવીના તે ગર્ભના દોહદકાળ અવસરે આ પ્રમાણેનો અકાળમેઘનો દોહદ ઉત્પન્ન થયો અર્થાત્ ગર્ભના પ્રભાવે ઇચ્છા ઉત્પન્ન થઈ— તે માતાઓ ધન્ય છે, તે માતાઓ પુન્યવતી છે, તે માતાઓ કૃતાર્થ છે. તે માતાઓએ પુણ્યાર્જન કરેલ છે, તે માતાઓ કૃતલક્ષણા છે. તે માતાઓનો વૈભવ સફળ છે, તે માતાઓએ મનુષ્ય સંબંધિ જન્મ અને જીવનનું ફળ પ્રાપ્ત કરેલ છે, જ્યારે અગ્નિમાં તપાવેલ, શુદ્ધ કરેલ ચાંદીના પતરાની સમાન, અંકરત્ન સમાન, શંખ, ચંદ્ર, કુંદ, પુષ્પ, ચોખાના લોટ સમાન, શ્વેત વર્ણવાળા, ચિંકુર, હરતાલના ટુકડા, ચંપાના ફૂલ, સનના ફૂલ, કોરંટ પુષ્પ, સરસવના ફૂલ, પદ્મપરાગના સમાન પીત વર્ણવાળા, લાખનો રસ, સરસ રક્ત, કિંશુકના ફૂલ, જાસુના ફૂલ, લાલ રંગના બંધુજીવકના પુષ્પ, ઉત્તમ જાતિનો હિંગલોક, સરસ, કંકુ, બકરા અને ખરગોશનું રક્ત, ઇન્દ્રગોપના સમાન લાલવર્ણવાળા, મયૂર, નીલમણિ, ગુલિકા, પોપટની પાંખ, ચારુપક્ષીની પાંખ, ભ્રમર સમાન પંખ, સાસક નામનું વૃક્ષ, નીલકમલનો સમૂહ, રિષ્ટ રત્ન, ભ્રમરસમૂહ, ભેંસોના શીંગડાનો અંતરંગ ભાગ અને કાજળ સમાન કૃષ્ણ વર્ણવાળો મેઘ હોય. આવો મેઘ આકાશમાં ચારે તરફ ફેલાઈ રહ્યો હોય, ઉઠી રહ્યો હોય, આગળ વધી રહ્યો હોય, વરસવાને માટે ઉદ્યત થઈ રહ્યો હોય, ગરજી રહ્યો હોય, વીજળીનો ઝબકાર થઈ રહ્યો હોય, છાંટા પડી રહ્યા હોય, ગડગડાહટ સાથે વીજળી ચમકતી હોય, વાયુને કારણે ચપળ વાદળ આકાશમાં અહીંતહીં પરિભ્રમણ કરી રહ્યા હોય, પ્રચંડ વાયુવેગથી આહત અને સ્ખલિત થઈને નિર્મળ શ્રેષ્ઠ જળધારાઓ વડે જમીનને ભીંજવી દેનારી વર્ષા નિરંતર વરસી રહી હોય, જળધારાથી ભૂતળ શીતલ થઈ ગયું હોય, પૃથ્વીએ લીલા ઘાસનું કંચુક ધારણ કરેલ હોય, વૃક્ષાવલિ નવીન પલ્લવોથી સુશોભિત થઈ ગઈ હોય, વેલોના સમૂહ વિસ્તીર્ણ થઈ ચૂક્યા હોય, ઉન્નત ભૂપ્રદેશ પાણીથી ધોવાઈને સ્વચ્છ થઈ ગયો હોય. વૈભારગિરિ તટ અને કટકોથી પ્રપાત અને નિર્ઝર નીકળી વહી રહ્યા હોય, Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આગમ કથાનુયોગ-૩ પર્વતીય નદીઓમાં તેજ બહાવને કારણે ઉત્પન્ન થયેલા ફીણોથી યુક્ત એવું જોરદાર જળ વહી રહ્યું હોય, ઉદ્યાન – સર્જ, અર્જુન, નીમ અને કુટજ નામના વૃક્ષોના અંકુરા અને છત્રાકારથી યુક્ત થઈ ગયું હોય, મેઘની ગર્જનાથી હર્ષિત–સંતુષ્ટ થઈને નાચી ઉઠેલ મોર હર્ષના કારણે મુક્ત કંઠથી કેકારવ કરી રહ્યો હોય અને વર્ષાઋતુના કારણે ઉત્પન્ન મદથી તરુણ મયૂરીઓ નૃત્ય કરી રહી હોય, ઉપવન, શિલિંઘકુટજ-કંદલ અને કદંબવૃક્ષના પુષ્પોની નવીન અને સૌરભ યુક્ત ગંધની તૃપ્તિ ધારણ કરી રહેલ હોય. – નગરની બહારનાં ઉદ્યાન કોયલોના સ્વરોથી વ્યાપ્ત હોય અને રક્ત ઇન્દ્રગોપક કીડાથી સુશોભિત થઈ રહ્યા હોય, તેમાં ચાતક કરુણ સ્વરે બોલી રહ્યા હોય, નમેલા તૃણોથી સુશોભિત હોય, તેમાં દેડકા ઉચ્ચ સ્વરે અવાજ કરી રહ્યા હોય. મદોન્મત્ત ભ્રમર અને ભ્રમરીઓનો સમૂહ એકત્રિત થઈ રહ્યો હોય તથા જેના પ્રદેશ પુષ્પરસના લોલુપ અને મધુર ગુંજારવ કરનારા મદોન્મત્ત ભ્રમરોના ગુંજારવથી વ્યાપ્ત હોય. ચંદ્ર, સૂર્ય અને ગ્રહોનો સમૂહ મેઘ વડે આચ્છાદિત હોવાના કારણે આકાશ શ્યામવર્ણનું જણાતું હોય. - ઇન્દ્રધનુષ રૂપી ધ્વજ ફરકી રહ્યો હોય અને તેમાં રહેલ મેઘસમૂહ બગલાની પંક્તિઓને સુશોભિત કરી રહ્યો હોય તથા કારંડક, ચક્રવાક અને રાજહંસ પક્ષીઓને માનસરોવર તરફ જવાને ઉત્સુક બનાવનાર હોય. આવા વર્ષાઋતુના સમયમાં, જે માતાઓ સ્નાન કરીને, બલિકર્મ કરીને, કૌતુક-મંગલ અને પ્રાયશ્ચિત્ત કરીને, પગમાં ઉત્તમ ઝાંઝર ધારણ કરે છે, કમરમાં કંદોરો પહેરે છે, વક્ષસ્થળ પર હાર, હાથમાં કડાં, આંગળીઓમાં વીંટી પહેરે છે, બાહુઓને વિચિત્ર અને શ્રેષ્ઠ બાજુબંધોથી ખંભિત કરે છે, જેમનું મુખ કુંડલો વડે ચમકે છે, શરીર રત્નો વડે ભૂષિત છે. ઘોડાના મુખથી નીકળતા ફેણ કરતા પણ કોમળ હલ્કા, ઉજ્જવળ, સુવર્ણની તારની કિનારીથી બનેલ, આકાશ અને સ્ફટિક સમાન કાંતિવાળા, શ્રેષ્ઠ તેમજ જેનો ઉપરનો ભાગ સર્વ ઋતુઓના સુગંધિત પુષ્પો અને શ્રેષ્ઠ પુષ્પમાળા વડે સુશોભિત કાલાગરુ આદિની ઉત્તમ ધૂપથી ધૂપિત અને લક્ષ્મીના વેશ સમાન એવા વસ્ત્રો જેણે ધારણ કરેલા હોય. - આવા પ્રકારના વસ્ત્રાભૂષણોથી સજ્જ-ધજ થઈને જે સેચનક નામક ગંધહસ્તી પર આરૂઢ થઈને કોરંટ પુષ્પોની માળાથી સુશોભિત છત્રને ધારણ કરે છે, ચંદ્રમાની પ્રભાવાળા વજ અને વૈડૂર્ય રત્નના નિર્મળ દંડવાળા અને શંખ, કુંદપુષ્પ, જલકણ અને અમૃતમંથન કરવાથી ઉત્પન્ન ફીણના સમૂહની સમાન ઉજ્વલ ચાર ચામર જેના પર ઢોળાઈ રહ્યા હોય અને હરિત્નના સ્કંધ પર શ્રેણિક રાજા સાથે બેઠી હોઉં, પાછળપાછળ ચતુરંગિણી સેના, વિશાળ અશ્વસેના, ગજસેના, રથસેના અને પદાતિસેના ચાલી રહી હોય. – સર્વ ઋદ્ધિસહિત, સર્વ શ્રુતિરહિત, સમસ્ત સેના સાથે, સમસ્ત સમુદાય સાથે, સમસ્ત આદરપૂર્વક, સર્વ વૈભવપૂર્વક, સર્વ વિભૂષાપૂર્વક, સન્માનપૂર્વક, બધાં પ્રકારના પુષ્પ, ગંધ, માળા, અલંકારો સહિત, નગારા આદિ બધાં પ્રકારના વાદ્યોના શબ્દ નિનાદની સાથે, મહાન્ ઋદ્ધિ, ધૃતિ, બળ, સમૂહ, ભેરી, શંખ, પ્રણવ, પટા, ઝલ્લરી, ખરમુખી, હુડુક્ક, Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૬૯ મુરજ, મૃદંગ, દુંદુભિ આદિ વાદ્યોની સામુહિક નિર્દોષશબ્દની સાથે નીકળું. જેના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગોમાં એકવાર જળ છંટાયુ હોય, વારંવાર જળ છંટાયુ હોય, તેને પવિત્ર કરાયેલ હોય. – તે માર્ગને સાફ કરાયો હોય, લીંપણો થયા હોય, પંચરંગી, સરસ, સુગંધી, મુક્ત પુષ્પ પુંજો દ્વારા જેનો ઉપચાર કરાયો હોય તથા કાલાગરુ ઉત્તમ કુંદરુક્ક, તુરષ્ક, ધૂપના સળગાવવાથી સુગંધો મહેકી રહી હોય, ચારે તરફ ગંધના ફેલાવાથી મનોહર લાગી રહ્યું હોય, ઉત્તમ ગંધ ચૂર્ણથી સુગંધિત હોય અને ગંધદ્રવ્યોની ગુટિકા જેવું જણાતું હોય, એવા રાજગૃહનગરને જોતી-જોતી નાગરિકો દ્વારા અભિનંદન કરાતી, ગુચ્છ, લતા, વૃક્ષ, ગુલ્મ અને વેલોના સમૂહથી વ્યાપ્ત મનોહર વૈભારગિરિના પાદમૂળમાં ચારે તરફ સર્વત્ર ભ્રમણ કરતી–કરતી જે પોતાના દોહદ પૂર્ણ કરે છે, તે માતા ધન્ય છે. તો હું પણ આ પ્રકારે મેઘોના ઉધ્ય આદિ થવાથી યાવત્ મારા દોહદ પૂર્ણ કરું. ૦ ધારિણીની સ્થિતિ : ત્યારપછી તે ધારિણીદેવી તેના દોહદની ઉપેક્ષા થવાથી, દોહદ સંપન્ન ન થવાથી, દોહદ સંપૂર્ણ ન થવાથી, દોહદ સન્માનિત ન થવાથી તેનું શરીર સુકાવા લાગ્યું, ભોજનની રુચિ જતી રહી, માંસરહિત દેખાવા લાગી, શરીરના હાડકાં દેખાવા લાગ્યા, જીર્ણ અને જીર્ણ શરીરવાળી થઈ ગઈ, સ્નાન કરવાનું છોડી દીધું. તેથી મલિન શરીરવાળી થઈ ગઈ, ભોજનનો ત્યાગ કરવાથી દુર્બળ અને થાકેલી લાગવા માંડી, તેનું મુખ અને નયનો નીચે ઝૂકી ગયા. મોઢું પીળું પડી ગયું, હથેળી વડે મસળેલા ચંપક પુષ્પોની માળા સમાન નિસ્તેજ થઈગઈ. મોઢું દીન અને વિવર્ણ થઈ ગયું. યથોચિત પુષ્પ, ગંધ, માળા, અલંકાર, હાર આદિ આભુષણોના વિષયમાં અભિલાષા ન રહી. ક્રીડા–રમણ આદિ છોડી દઈ દીનદુઃખિત, આનંદહીન થઈને ભૂમિ તરફ મુખ ઝુકાવી માનસિક સંકલ્પ અને ઉત્સાહિત થઈને હથેલી પર મોઢું રાખી આર્તધ્યાનમાં ડૂબી ગઈ. ૦ પરિચારિકા દ્વારા શ્રેણિકને નિવેદન : ત્યારપછી તે ધારિણી દેવીની અંગ પરિચારિકાઓ અને અત્યંતર દાસ–ચેટિકાઓ ધારિણી દેવીને જીર્ણ થયેલ અને આર્ત ધ્યાનમાં ડૂબેલી જુએ છે. જોઈને બોલી, હે દેવાનુપ્રિયો ! તમે જીર્ણ અને જીર્ણ શરીરવાળા – યાવત્ – આર્તધ્યાન કેમ કરો છો ? ત્યારપછી ધારિણીદેવીએ તે અંગ પરિચારિકાઓ અને અત્યંતર દાસચેટિકાઓના આ કથનને સાંભળીને તે દાસચેટિકાઓનો આદર ન કર્યો, તેમના તરફ ધ્યાન ન આપ્યું, આદર ન કરતી અને ધ્યાન દેતી એવી તેણી મૌન જ રહી. ત્યારપછી તે અંગપરિચારિકાઓ અને અત્યંતર દાસચેટિકાઓ બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિય ! તમે જીર્ણ જેવા અને જીર્ણ શરીરવાળા કેમ થતા જાઓ છો ? – યાવત્ – આર્તધ્યાન કેમ કહી રહ્યા છો ? તે અંગપરિચારિકા અને અત્યંતર દાસચેટિકાઓ દ્વારા બીજી વખત–ત્રીજી વખત પણ આ પ્રમાણે પૂછવા છતાં તે ધારિણી દેવી તેમના કથનનો આદર નથી કરતી, ધ્યાન નથી આપતી. પણ મૌન જ રહે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આગમ કથાનુયોગ-૩ ત્યારે ધારિણી દેવી દ્વારા અનાદર પામેલ અને ઉપેક્ષિત તે અંગપરિચારિકાઓ અને અત્યંતર દાસીઓ સંભ્રાન્ત થઈને ધારિણી દેવીની પાસેથી નીકળે છે. નીકળીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે, આવીને બંને હાથ જોડીને, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દો વડે વધાવે છે. વધાવીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય આજ ધારિણીદેવી જીર્ણવત્ અને જીર્ણ શરીરવાળી થઈને – યાવત્ - આર્તધ્યાનમાં મગ્ન થઈને ચિંતામાં ડૂબેલા છે. ૦ શ્રેણિક દ્વારા પૂછાયાથી ધારિણીનું નિવેદન : ત્યારપછી તે શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓ પાસેથી આ કથન સાંભળીને અને હદયમાં અવધારીને અને તે જ પ્રમાણે વ્યાકુળ થઈને, જલદીથી, તૂરાપૂર્વક, ચપળતાયુક્ત ગતિથી જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવ્યા, આવીને ધારિણીદેવીને જીર્ણ, જીર્ણશરીરવાળી – યાવત્ – આર્તધ્યાનગ્રસ્ત, ચિંતિત જુએ છે, જોઈને આ પ્રમાણે કહ્યું – હે દેવાનપ્રિય ! તું જીર્ણવત, જીર્ણશરીરવાળી – યાવત – આર્તધ્યાનમાં મગ્ન થઈને કેમ ચિંતાગ્રસ્ત છો ? ત્યારપછી તે ધારિણી દેવી શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને પણ આદર નથી કરતી, ઉત્તર નથી આપતી – યાવત્ – મૌન રહે છે. ત્યારે શ્રેણિક રાજાએ ધારિણીદેવીને બીજી વખત–ત્રીજી વખત પણ આ પ્રમાણે પૂછ્યું – હે દેવાનુપ્રિયે ! તું જીર્ણવત્ અને જીર્ણ શરીરવાળી – યાવત્ – આર્તધ્યાનમાં ડૂબીને ચિંતિત કેમ થઈ છો ? ત્યારપછી તે ધારિણીદેવી શ્રેણિકરાજા દ્વારા બીજી વખત–ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવા છતાં આદર નથી કરતી, ધ્યાન નથી આપતી અને મૌન થઈને રહે છે. ત્યારપછી શ્રેણિકરાજા ધારિણીદેવીને સોગંદ આપે છે, સોગંદ આપીને આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિયે ! શું હું તારા મનની વાત સાંભળવાને માટે અયોગ્ય છું. જેના કારણે તું તારું આ મનોગત માનસિક દુઃખ છુપાવી રહી છે. ત્યારે તે ધારિણીદેવીએ શ્રેણિક રાજાના શપથને સાંભળીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! મારા તે ઉદાર – યાવત્ – મહાસ્વપ્નને ત્રણ માસ પૂરા થયા ત્યારે મને આ પ્રકારનો અકાલ–મેઘ સંબંધિ દોહદ ઉત્પન્ન થયો છે– તે માતાઓ ધન્ય છે, તે માતાઓ કૃતાર્થ છે – યાવત્ – વૈભારગિરિની તળેટીમાં ચારે તરફ ભ્રમણ કરતી–કરતી દોહદને પૂર્ણ કરે છે. હું પણ તે જ પ્રમાણે મેઘનો ઉદય થાય ત્યારે – યાવત્ – દોહદને પૂર્ણ કરું. આ કારણે તે સ્વામી ! હું આ પ્રકારના અકાલ દોહદ પૂર્ણ ન થવાથી જીર્ણવત્ – થાવત્ – આર્તધ્યાનગ્રસ્ત થઈને ચિંતામાં ડૂબેલી છું. ૦ શ્રેણિક દ્વારા આશ્વાસન : ત્યારપછી શ્રેણિક રાજાએ ધારિણી દેવીની આ વાતને સાંભળીને અને સમજીને, ધારિણી દેવીને આ પ્રમાણે કહ્યું Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ હે દેવાનુપ્રિયે ! તું જીર્ણવત્ – યાવત્ – આર્તધ્યાનગ્રસ્ત થઈને ચિંતિત ન થા. હું એવું કંઈક કરીશ કે જેનાથી તારા આ પ્રકારના આ દોહદ–મનોરથની પૂર્તિ થઈ જશે. આ પ્રમાણે કહીને ધારિણીદેવીને ઇષ્ટ...વાણી વડે આશ્વાસન આપે છે, આપીને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વદિશા તરફ મુખ કરીને બેઠા અને ધારિણીદેવીના આ અકાળ દોહદની પૂર્તિને માટે ઘણાં જ આય—–ઉપાયથી અને ઔત્પાતિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી એ પ્રમાણે ચારે પ્રકારની બુદ્ધિ વડે વારંવાર ચિંતત કરતા—કરતા પણ દોહદના આય હેતુને, ઉપાયને, સ્થિતિને, ઉત્પત્તિને ન સમજી શકવાથી માનસિક સંકલ્પ અને ઉત્સાહ વિહિન થઈને ચિંતાગ્રસ્ત થઈ ગયા. ૦ અભયકુમાર સાથે ધારિણીના દોહદ સંબંધિ વાત :– ત્યારપછી અભયકુમારે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મંગલ અને પ્રાયશ્ચિત્ત કરીને, સર્વ અલંકારો વડે વિભૂષિત થઈને પાદવંદના કરવાને માટે પ્રસ્થાન કર્યું. ત્યારપછી અભયકુમાર જ્યાં શ્રેણિક રાજા હતા, ત્યાં આવ્યો, આવીને શ્રેણિક રાજાને સંકલ્પમાં ડૂબેલા – યાવત્ – ઘ્યાનમગ્ર જોઈને, તેના મનમાં આ પ્રકારનો આવો મનોગત ચિંતન–સંકલ્પ ઉત્પન્ન થયો અન્ય કોઈપણ સમયે શ્રેણિક રાજા મને આવતો જુએ છે ત્યારે જોઈને આદર કરતા હતા, બોલતા હતા, આવેલા જાણીને સત્કાર કરતા, સન્માન કરતા હતા. ઇષ્ટ વચનો વડે આલાપ—સંલાપ કરતા હતા. અર્ધા આસને બેસવા માટે આમંત્રણ આપતા અને મારું મસ્તક સુંઘતા હતા. - પરંતુ આજ શ્રેણિક રાજાએ મને આદર નથી આપતા, વાત નથી કરતા, સત્કાર–સન્માન નથી કરતા યાવત્ ઇષ્ટ વચનો વડે આલાપ સંલાપ નથી કરતા, અડધા આસન પર બેસવાને માટે મને આમંત્રિત નથી કરતા, મારું મસ્તક સુંઘતા નથી, પણ સંકલ્પ વિકલ્પોમાં ડૂબેલા – યાવત્ — ચિંતાગ્રસ્ત છે. તેનું કંઈક પણ કારણ હોવું જોઈએ. તો મારા માટે એ શ્રેયસ્કર થશે કે હું શ્રેણિક રાજાને આનું કારણ પૂછ્યું - આ પ્રમાણે નિશ્ચય કરે છે, કરીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવીને, બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી મસ્તકે અંજલિ કરી જય—વિજય શબ્દો વડે વધાવે છે, વધાવીને બોલ્યા આ પ્રમાણે - હે તાત ! આપ બીજા કોઈ સમયે મને આવતો જોઈને આદર કરતા હતા. મને આવેલો જાણીને સત્કાર કરતા, સન્માન કરતા, આલાપ-સંલાપ કરતા, અડધા આસન પર બેસવા માટે આમંત્રિત કરીને, મસ્તકને સૂંઘતા હતા. આસનથી નિયંત્રિત કરતા હતા, પરંતુ હે તાત ! આજ આપ મને આદર આપી રહ્યા નથી – યાવત્ – મસ્તક સુંઘતા નથી અને આસને બેસવા માટે નિમંત્રણ આપતા નથી. તેમજ કોઈ માનસિક સંકલ્પમાં ડૂબેલા યાવત્ – ચિંતા કરી રહ્યા છો. - તો હે તાત ! આ બાબતનું કોઈ કારણ હોવું જોઈએ. તેથી હે તાત ! આપ આ કારણને છૂપાવ્યા વિના, શંકા રાખ્યા વિના, અપલાપ કર્યા વિના, મુંઝાયા વિના જેમ છે તેમ સત્ય, અસંદિગ્ધ રૂપે આ વાતને બતાવો. ત્યારપછી હું તે કારણના નિરાકરણને માટે પ્રયત્ન કરીશ. ૧૭૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આગમ કથાનુયોગ-૩ ત્યારે અભયકુમારના આ પ્રમાણે કહેવાથી શ્રેણિક રાજાએ અભયકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! તારી નાના માતા ધારિણી દેવીને ગર્ભના બે માસ વીત્યા પછી. ત્રીજો માસ ચાલી રહ્યો છે, તેમાં દોડદકાળના સમયે તેણીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે, ઇત્યાદિ બધું પૂર્વવત્ કહેવું – યાવત્ – વૈભારગિરિની તળેટીમાં ચારે તરફ સર્વત્ર ભ્રમણ કરતી–કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. હું પણ એ જ પ્રમાણે મેઘનો ઉદય થાય ત્યારે – યાવતુ – મારા દોહદને પૂર્ણ કરું. તેથી હે પુત્ર ! હું ધારિણીદેવીના તે અકાળ દોહદના આયો–ઉપાયો – યાવતું – ઉત્પત્તિના ઉપાયોને ન જાણી શકવાને કારણે સંકલ્પ વિકલ્પમાં ડૂબેલો છું – યાવતું – ચિંતાગ્રસ્ત છું, તેથી તું આવ્યો છે – તે મેં જાણ્યું નહીં. તેથી તે પુત્ર! હું આ જ કારણે ભગ્ર મનઃસંકલ્પવાળો થઈને – યાવત્ – ચિંતિત છું. ૦ અભય દ્વારા રાજા શ્રેણિકને આશ્વાસન : ત્યારપછી તે અભયકુમાર શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને અને સમજીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત થઈ – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું હે તાત ! આપ ભગ્ર મનોરથ – યાવત્ – ચિંતિત ન થાઓ, હું એવો ઉપાય કરીશ, જેનાથી મારી નાની માતા ધારિણીદેવીના આ પ્રકારના અકાલ દોહદના મનોરથની પૂર્તિ થઈ જશે. આ પ્રકારના ઇષ્ટ – યાવતું – વચનોથી શ્રેણિક રાજાને સાંત્વના આપે છે. ત્યારપછી તે શ્રેણિક રાજા અભયકુમારના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળો – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને અભયકુમારનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કારી–સન્માનીને વિદાય આપે છે. ૦ અભય દ્વારા દેવની આરાધના : ત્યારપછી સત્કારિત અને સન્માનિત કરીને વિદાય કરાયેલ તે અભયકુમાર શ્રેણિક રાજાની પાસેથી નીકળ્યો, નીકળીને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે, આવીને સિંહાસન પર બેસે છે, ત્યારપછી તે અભયકુમારને આ પ્રમાણે આ આંતરિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – દૈવિક ઉપાય વિના માનવીય ઉપાયોથી મારી નાની માતા ધારિણીદેવીના અકાલ દોહદના મનોરથો ની પૂર્તિ થવી શક્ય નથી. સૌધર્મ કલ્પમાં રહેતો એક દેવ મારો પૂર્વભવનો મિત્ર છે. જે મહાન્ ઋદ્ધિઘારક - યાવત્ – મહાનું સુખને ભોગવનારો છે. તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું પૌષધશાળામાં જઈને પૌષધ ગ્રહણ કરીને, બ્રહ્મચર્યને ધારણ કરીને મણિ સુવર્ણ આદિના અલંકારોનો ત્યાગ કરીને, માળા–વર્ણક અને વિલેપનનો ત્યાગ કરીને શસ્ત્ર, મૂસલ આદિ અર્થાત્ સમસ્ત આરંભ સમારંભને છોડીને એકાકી, અદ્વિતીય થઈને દંભના સંથારા પર બેસીને અઠમ ભક્તનો તપ સ્વીકારીને પૂર્વભવના મિત્ર દેવનું મનમાં ચિંતન કરીને રહું. જેથી તે પૂર્વનો મિત્રદેવ મારી નાની માતા ધારિણીદેવીના આ પ્રકારના આ અકાળમેઘ સંબંધી દોહદને પૂર્ણ કરી દેશે. આ પ્રકારનો વિચાર કરે છે, કરીને જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૭૩ પૌષધશાળાનું પ્રમાર્જન કરે છે, પ્રમાર્જન કરીને ઉચ્ચાર-પ્રસ્ત્રવણભૂમિનું પડિલેહણ કરે છે, પડિલેહણ કરીને દર્ભના સંથારાનું પડિલેહણ કરે છે, પ્રમાર્જના કરી દર્ભના સંથારા પર આરૂઢ થાય છે. પછી અઠમભક્ત ગ્રહણ કરીને પૌષધશાળામાં પૌષધવતી થઈને બ્રહ્મચર્ય અંગીકાર કરીને – વાવ – પૂર્વના મિત્રદેવનું મનમાં પુનઃ પુનઃ ચિંતન કરે છે. ત્યારપછી તે અભયકુમારનો અઠમભક્ત પરિણમિત થયો ત્યારે પૂર્વભવના તે મિત્રદેવનું આસન ચલાયમાન થયું, ત્યારે તે સૌધર્મકલ્પવાસી પૂર્વભવનો મિત્રદેવ આસનને ચલિત થતું જુએ છે, જોઈને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે ત્યારે તે પૂર્વભવના મિત્રદેવને આવા પ્રકારનો આ આંતરિક વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો આ પ્રમાણે મારા પૂર્વભવનો મિત્ર અભયકુમાર જંબૂલીપ નામના દ્વીપમાં, ભારત વર્ષક્ષેત્રમાં, દક્ષિણાદ્ધ ભારતમાં, રાજગૃહ નગરમાં, પૌષધશાળામાં પૌષધવતી થઈને અઠ્ઠમભક્ત તપ ગ્રહણ કરીને મનમાં પુનઃ પુનઃ મારું સ્મરણ કરી રહ્યો છે. તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું અભયકુમારની પાસે જઉ – આ પ્રમાણેનો વિચાર કરે છે. વિચાર કરીને ઇશાન ખૂણામાં જાય છે, જઈને વૈક્રિય સમુદૂઘાત નામક સમુઘાત કરે છે, સમુઘાત કરીને સંખ્યાત યોજનાનો દંડ કાઢે છે – જે આ પ્રમાણેનો છે– કર્કેતન રત્ન, વજરત્ન, વૈડૂર્યરત્ન, લોહિતાક્ષ રત્ન, મસારગલરત્ન, હંસગર્ભરત્ન, પુલકરત્ન, સૌગંધિક રત્ન, જ્યોતિર્ રત્ન, અંતરત્ન, અંજનરત્ન, રજતરત્ન, જાતરૂપ રત્ન, અંજનપુલક રત્ન, સ્ફટિક રત્ન, રિઝરત્ન આ બધાં જ રત્નોના યથા બાદર અસાર પુગલોનો પરિત્યાગ કરે છે, પરિત્યાગ કરીને યથા સૂક્ષ્મ સારભૂત પુગલોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ઉત્તર વૈક્રિય શરીર બનાવીને પછી અભયકુમાર પર અનુકંપા કરતાં, પૂર્વભવજનિત નેહ-પ્રીતિ અને તેના પ્રીતિ બહુમાનના કારણે શોક કરવા લાગ્યો પછી તે દેવે રત્નોનું ઉત્તમ વિમાન બનાવ્યું. પૃથ્વીતલ પર જવાને માટે શીઘ્રતાથી પ્રયાણ કર્યું. તે સમયે ચલાયમાન થતા એવા નિર્મળ સ્વર્ણ પ્રતર સમાન કર્ણપુર અને મુગટના ઉત્કૃષ્ટ આડંબરથી તે દર્શનીય લાગી રહ્યો હતો. અનેક મણિઓ, સુવર્ણ રત્નોના સમૂહથી શોભિત અને વિચિત્ર રચના વાળા પહેરેલા કંદોરાથી તે હર્ષાયમાન થઈ રહ્યો હતો. ચંચળ અને શ્રેષ્ઠ તથા મનોહર કુંડલોથી ઉજ્વળ મુખની દીપ્તિથી તેનું રૂપ ઘણું જ સૌમ્ય લાગતું હતું. કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ ઉદિત શારદીય ચંદ્રમાં સમાન તે દેવ દર્શકોના નયનોને આનંદપ્રદ હતો. – દિવ્ય ઔષધિઓની પ્રજાની સમાન મુગટ આદિના તેજથી દેદીપ્યમાન રૂપથી મનોહર, સમસ્ત ઋતુની લક્ષ્મીથી વૃદ્ધિગત શોભાવાળા તથા પ્રકૃષ્ટ ગંધના પ્રસારથી મનોહર, મેરુ પર્વતની સમાન, તે અભિરામ પ્રતીત થઈ રહ્યો હતો. તે દેવે વિચિત્ર વેશની વિક્રિયા કરી. તે અસંખ્ય સંખ્યક અને અસંખ્ય નામોવાળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં થઈને જવા લાગ્યો. પોતાની વિમલપ્રભાથી જીવલોકને તથા નગરવર રાજગૃહને પ્રકાશિત કરતો એવો તે દિવ્ય રૂપધારી દેવ અભયકુમારની નજીક ઉપસ્થિત થયો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આગમ કથાનુયોગ-૩ ત્યારપછી પંચરંગી અને ઘુંઘરુંવાળા ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલ તે દેવે આકાશમાં સ્થિત થઈને અભયકુમારને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! હું તમારા પૂર્વભવનો મિત્ર અને સૌધર્મકલ્પવાસી મહાન્ ઋદ્ધિ ધારક દેવ છું, જેને તમે પૌષધશાળામાં અઠમ ભક્ત તપ ગ્રહણ કરીને વારંવાર મનમાં સ્મરણ કરીને રહ્યા છો. તે કારણથી હે દેવાનુપ્રિય ! હું શીધ્ર અહીં આવેલ છું. હે દેવાનુપ્રિય! બતાવો કે, હું તમારું કયું ઇષ્ટ કાર્ય કરું ? તમને શું આપું ? તમારા સંબંધીને શું આપું? તમારું મનોવાંછિત શું છે ? ત્યારપછી તે અભયકુમાર આકાશમાં રહેલા પોતાના પૂર્વભવના મિત્રદેવને જુએ છે, જોઈને હર્ષિત અને સંતુષ્ટ થતો એવો પૌષધને પૂર્ણ કરે છે, પૂર્ણ કરીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી આ પ્રમાણ બોલ્યો હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, મારી નાની માતા ધારિણીદેવીને આવા પ્રકારનો આ અકાળ દોહદ ઉત્પન્ન થયો છે – “તે માતા ધન્ય છે... ઇત્યાદિ પૂર્વ વર્ણન સમાન અહીં બધું કથન સમજવું – યાવત્ – વૈભાર ગિરિની તળેટીમાં ચારે તરફ સર્વત્ર પુન પુનઃ પરિભ્રમણ કરતી એવી પોતાના દોહદને પૂર્ણ કરે છે, તો હું પણ આ પ્રમાણે મેઘનો ઉદય થવાથી – યાવત્ – મારા દોહદને પૂર્ણ કરું – તો હે દેવાનુપ્રિય ! આ પ્રકારના આ અકાળ દોહદને પૂર્ણ કરો. ૦ દેવ દ્વારા ઘારિણીના દોહદની પૂર્તિ : ત્યારપછી તે દેવે અભયકુમારના આ કથનને સાંભળીને હર્ષિત–સંતુષ્ટ થઈને અભયકુમારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે નિશ્ચિત રહો અને વિશ્વાસ રાખો. હું તમારી નાની માતા ધારિણી દેવીના આ પ્રકારના અકાલ દોહદની પૂર્તિ કરી દઈશ. આ પ્રમાણે કહીને તે દેવ અભયકુમારની પાસેથી નીકળે છે, નીકળીને ઇશાન ખૂણામાં વૈભાર પર્વત પર જઈને ઉત્તર વૈક્રિય સમુદુઘાત કરે છે, કરીને સંખ્યાત યોજન દંડને કાઢે છે – યાવતું – બીજી વખત પણ વૈક્રિય સમઘાત કરે છે, કરીને તુરંત જ ગર્જના યુક્ત, વિદ્યુત્ યુક્ત, જળબિંદુ યુક્ત, પાંચ વર્ણવાળા મેઘોની ધ્વનિથી શોભિત દિવ્ય વર્ષાઋતુની લક્ષ્મીની વિક્રિયા કરે છે, વિક્ર્વીને જ્યાં અભયકુમાર છે, ત્યાં આવ્યો, આવીને અભયકુમારને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે મેં તમારી પ્રીતિને વશ થઈને ગર્જનાયુક્ત, જલબિંદુયુક્ત, વિદ્યુતયુક્ત દિવ્ય વર્ષાલક્ષ્મીની વિફર્વણા કરી છે. તેથી હે દેવાનુપ્રિય ! તમારી લઘુમાતા ધારિણીદેવી હવે આવા પ્રકારના આ અકાલ દોહદને પૂર્ણ કરી શકશે. ત્યારપછી તે અભયકુમાર તે પૂર્વભવના મિત્ર સૌધર્મકલ્પવાસી દેવની વાતને સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ થઈને પોતાના ભવનથી નીકળે છે, નીકળીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે, આવીને બંને હાથ જોડી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યો હે તાત ! આ પ્રકારે મારા પૂર્વભવના મિત્ર સૌધર્મકલ્પવાસી દેવે તુરંત ગર્જનાયુક્ત, વિદ્યુત્યુક્ત, (જળબિંદુયુક્ત) પંચવર્ણોના મેઘોની ધ્વનિથી શોભિત દિવ્ય Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ વર્ષાલક્ષ્મીની વિકુર્વણા કરેલી છે, તેથી મારી નાની માતા ધારિણી દેવી પોતાના અકાળ દોહદને પૂર્ણ કરી શકે છે. ત્યારપછી શ્રેણિક રાજા અભયકુમાર પાસેથી આ વાતને સાંભળી, મનમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું ૧૭૫ હે દેવાનુપ્રિયે જલ્દીથી રાજગૃહનગરના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો, મહાપથો અને સામાન્ય પો આદિને જળ વડે સીંચીને, પુનઃ સીંચીને શૂચિભૂત કરી, સાફસ્વચ્છ કરી, લીંપીને – યાવત્ – ઉત્તમ સુગંધિત દ્રવ્યો વડે સુગંધિત કરી ગંધવર્તિકાની સમાન કરો, બીજા પાસે કરાવો અને આ પ્રમાણે કરીને—કરાવીને મારી આજ્ઞા મને પાછી આપો. ત્યારબાદ તે કૌટુંબિક પુરુષો શ્રેણિક રાજાની આ વાતને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત, પ્રીતિયુક્ત મનવાળા, પરમસૌમનસ, હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને તે આજ્ઞાને પાછી સોંપે છે. ત્યારપછી તે શ્રેણિક રાજા બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવે છે અને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ઉત્તમ અશ્વ, હાથી, રથ અને યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાને તૈયાર કરો અને સેચનક ગંધહસ્તિને સજાવો. તેઓ પણ તે પ્રમાણે કરીને – યાવત્ – આજ્ઞા પાછી સોંપે છે. ત્યારપછી તે શ્રેણિક રાજા જ્યાં ધારિણીદેવી હતી, ત્યાં આવ્યા, આવીને ધારિણીદેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ પ્રમાણે ગર્જનાયુક્ત, વિદ્યુત્યુક્ત, જળકણોયુક્ત દિવ્ય વર્ખલક્ષ્મી પ્રગટ થઈ છે. તેથી હે દેવાનુપ્રિયે ! તમે મારા અકાળ દોહદની પૂર્તિ કરો. - ત્યારપછી તે ધારિણીદેવી શ્રેણિકરાજાના આ કથનને સાંભળીને હર્ષિત-સંતુષ્ટ થઈ, જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવી, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો, સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા અને ત્યારપછી – પગમાં ઉત્તમ ઝાંઝર, કેડમાં કંદોરો, ગળામાં હાર, હાથોમાં કડા, આંગળીઓમાં વીંટી પહેરી, વિચિત્ર અને શ્રેષ્ઠ બાજુબંધોથી હાથ સ્તંભિત કર્યાં – યાવત્ આકાશ સ્ફટિક મણિની સમાન પ્રભાવાળા વસ્ત્ર ધારણ કર્યા, કરીને સેચનક ગંધહસ્તી પર આરૂઢ થઈને અમૃત મંથનથી ઉત્પન્ન ફીણસમૂહ સમાન શ્વેત ચામરોના વાળ રૂપી વીંઝણાથી વીંઝાતી રવાના થઈ. - ત્યારપછી શ્રેણિક રાજાએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું – યાવત્ – સુસજ્જિત થઈને શ્રેષ્ઠ હસ્તિના સ્કંધ પર આરૂઢ થઈને કોરંટપુષ્પોની માળાવાળા છત્રને મસ્તક પર ધારણ કર્યું, ચાર ચામરાથી વિંઝાતા એવા તેણે ધારિણીદેવીનું અનુગમન કર્યું. ત્યારપછી શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેસેલા શ્રેણિક રાજા દ્વારા પાછળ—પાછળ અનુગમન કરાતી તે ધારિણીદેવી ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી સેનાથી સંપરિવૃત્ત થઈને ચારે તરફ મહાન્ સુભટોના સમૂહથી પરિવેષ્ટિત સમગ્ર સમૃદ્ધિ, સર્વદ્યુતિ – યાવત્ – દુંદુભિનાદના નિર્દોષની સાથે રાજગૃહ નગરના શ્રૃંગાટકો, ત્રિકો, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આગમ કથાનુયોગ-૩ - ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, મહાપથો અને સામાન્ય પથોમાં નાગરિકો દ્વારા પુનઃ પુનઃ અભિનંદિત કરાતી એવી જ્યાં વૈભારગિરિ પર્વત છે ત્યાં આવી. – આવીને વૈભારગિરિના કટક, તટ, તળેટી, આરામાં, ઉદ્યાનો, કાનનો, વનો, વનખંડો, વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલો, કંદરાઓ, ગુફાઓ, ચુડીઓ, તળાવો, કચ્છો, નદીઓના સંગમો, જળાશયો પર દૃષ્ટિ ફેંકતી, તેને જોતી અને સ્નાન કરતી એવી, પત્રો, પુષ્પો, ફળો અને પલ્લવોને ગ્રહણ કરતી એવી, સ્પર્શીને તેને ઉડાડતી, સુંઘતી, ખાતી, બીજાને વહેંચતી એવી વૈભારગિરિની તળેટીમાં પોતાના દોહદને પૂર્ણ કરતી ચારે તરફ પરિભ્રમણ કરે છે. ત્યારપછી તે ધારિણી સન્માનિત દોહદ, વિનિત દોહદ, સંપૂર્ણ દોહદ અને સંપત્તિ દોહદવાળી થાવત્ થઈ. ત્યારપછી શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેસેલી શ્રેણિક રાજાના દ્વારા માર્ગમાં પાછળપાછળ અનુગમન કરાતી અને સેચનક ગંધહસ્તિ પર આરૂઢ તે ધારિણીદેવી હાથી, ઘોડા, રથ અને ઉત્તમ યોદ્ધાઓ વડે યુક્ત – યાવત્ – જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવે છે, આવીને રાજગૃહનગરના મધ્યમાંથી થઈને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે, આવીને મનુષ્યસંબંધિ વિપુલ ભોગોને ભોગવતી એવી વિચરણ કરે છે. ત્યારપછી તે અભયકુમાર જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને પૂર્વભવના મિત્રદેવનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કાર અને સન્માન કરીને વિદાય આપે છે. ત્યારપછી તે દેવગર્જનાયુક્ત, વિદ્યુતયુક્ત, પંચવર્ણવાળા મેઘોથી સુશોભિત દિવ્ય વર્ષાલક્ષ્મીનું પ્રતિસંહરણ કરે છે અર્થાત્ સમેટી લે છે, સમેટીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. ૦ મેઘની જન્મ વધામણી : ત્યારપછી તે ધારિણીદેવીએ તે અકાળ દોડદના પૂર્ણ થયા પછી દોહદ સન્માનિત થયા પછી અને તે ગર્ભની અનુકંપાને માટે – યાવત્ – તે ગર્ભને સુખપૂર્વક વહન કરે છે. ત્યારપછી તે ધારિણીદેવીએ નવ માસ પ્રતિપૂર્ણ થયા અને સાડાસાત રાત્રિદિવસ વ્યતીત થયા બાદ અર્ધરાત્રિના સમયે સુકમાલ હાથ–પગવાળા – યાવત્ – સર્વાગ સુંદર બાળકને જન્મ આપ્યો. ત્યારે તે અંગપરિચારિકાઓ ધારિણીદેવીએ પ્રતિપૂર્ણ નવ માસ થયા બાદ – થાવત્ – સર્વાગ સુંદર બાળકને ઉત્પન્ન થયેલો જુએ છે. જોઈને શીઘ, ત્વરિત, ચપળ વેગથી જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવીને શ્રેણિક રાજાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી બોલી હે દેવાનુપ્રિય ધારિણીદેવીએ નવ માસ પૂર્ણ થયા ત્યારે –ચાવત્ – સર્વાગ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. તેથી અમે દેવાનુપ્રિયને નિવેદન કરીએ છીએ, આપને આ સમાચાર પ્રિય થાઓ. ત્યારપછી તે અંગપરિચારિકાઓ પાસેથી આ વાત સાંભળીને અને સમજીને તે શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ થયો તે અંગપરિચારિકાઓનું મધુર વચનોથી અને Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૭૭ વિપુલ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા તથા અલંકારો વડે સત્કાર અને સન્માન કર્યું, દાસીપણાથી મુક્ત કરી, પુત્ર પૌત્ર સુધી ચાલતી રહે તેટલી આજીવિકાનું સાધન આપીને વિદાય કરી. ૦ મેઘનો જન્મોત્સવ : ત્યારપછી તે શ્રેણિક રાજા પ્રભાતકાળના સમયે કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જલ્દીથી રાજગૃહનગરને જળ વડે આસિત કરો. સાફ, સ્વચ્છ કરો, લીપ, સુગંધિત દ્રવ્યની ગંધથી સુગંધની ગુટિકા સમાન કર. નટ, નર્તક, જલ, મલ, મુષ્ટિક, વિદૂષક, લવક, લાસક, આખ્યાયક, લેખ, મંખ, તૃણવાદ્ય અને તુંબવીણા તથા અનેક તાલાચરના ગીત-ગાનયુક્ત કરો અને કરાવો, કારાગારને શુદ્ધ કરો, કેદીઓને છોડી દઈને તોલમાપમાં વૃદ્ધિ કરો. આ બધું જ કરીને મારી આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું નિવેદન કરો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષ શ્રેણિક રાજાની વાતને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા, પ્રીતિયુક્ત મનવાળા થયા, પરમસૌમનસ અને હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થયા અને રાજાની આજ્ઞાનુસાર કાર્ય થયાનું નિવેદન કર્યું. ત્યારપછી તે શ્રેણિકરાજા અઢાર શ્રેણિ–પ્રશ્રેણિજનોને બોલાવે છે, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને રાજગૃહ નગરની અંદર અને બહાર ઉત્સુલ્ક, ઉત્કર, ભટોના પ્રવેશરહિત, દંડકુદંડરહિત, ઋણમુક્ત, અધારણીય કરવાની ઘોષણા કરી દો તથા સર્વત્ર મૃદંગ આદિ વાદ્ય વગડાવો, ચારે તરફ વિકસિત તાજા ફૂલોની માલા લટકાવો, ગણિકા આદિ સહિત નાટક કરાવો, લોકોને હર્ષસહિત ક્રિડામાં રત રહેવા કહો. આ પ્રમાણે યથાયોગ્ય દશ દિવસની સ્થિતિપતિતા કરો અને કરાવો. પછી મારી આજ્ઞાનુસાર કાર્ય થયાનું મને જણાવો. તેઓએ પણ તેમ કર્યું અને રાજાની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે શ્રેણિક રાજા બાહ્ય ઉપસ્થાનશાળામાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને શ્રેષ્ઠ સિંહાસને બેઠો, બેસીને સેંકડો, હજારો અને લાખો દ્રવ્યોનું દાન યાચકો આદિને દેતો અને ભેટરૂપે ગ્રહણ કરતો-કરતો વિચરવા લાગ્યો. ૦ મેઘના જન્મ સંસ્કાર તથા નામકરણ : ત્યારે તે બાળકના માતાપિતા પહેલા દિવસે જાતકર્મ કરે છે, બીજે દિવસે રાત્રિ જાગરણ કરે છે, ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્યના દર્શન કરે છે, આ પ્રમાણે અશુચિ જાતકર્મની ક્રિયા સંપન્ન થઈ ગયા બાદ બારમે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજ્ય પદાર્થ તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, સેના અને ઘણાં જ ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમર્દક, નગર, નિગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ આદિને આમંત્રિત કરે છે. ત્યારપછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને સર્વ Jain on International Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આગમ કથાનુયોગ-૩ અલંકારોથી વિભૂષિત થઈને ઘણાં વિશાળ ભોજન મંડપમાં તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનું મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજનો, સેના, ઘણાં ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, ચેટ, અમાત્ય, પીઠમક, નગર, નિગમ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, સંધિપાલ, દૂત આદિ સાથે આસ્વાદન, વિસ્વાદન, પીરસવું, પરિભોગ કરવો આદિ દ્વારા વિચરે છે. આ પ્રમાણે ભોજન કર્યા પછી બેસવાના સ્થાન પર આવ્યા, હાથમુખ ધોઈ સ્વચ્છ થયા, પરમ પવિત્ર થયા અને પછી તે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, સેના અને ઘણાં ગણનાયક – યાવત્ – સંધિપાલ આદિનું વિપુલ પુષ્પ, ગંધ, માળા, અલંકારોથી સત્કાર અને સન્માન કર્યું, સત્કાર અને સન્માન કરીને આ પ્રમાણે શું– જ્યારે અમારો આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે તેની માતાને અકાળ મેઘ સંબંધિ દોહદ ઉત્પન્ન થયેલ, તેથી આ પુત્રનું નામ “મેઘ' રાખવું જોઈએ. આ પ્રમાણે તે બાળકના માતાપિતા યથારૂપ એવું આ ગુણ નિષ્પન્ન નામકરણ કરે છે. ૦ મેઘનો ઉછેર : ત્યારપછી તે મેઘકુમારને પાંચ ધાવમાતાએ ગ્રહણ કર્યો. તે આ પ્રમાણે – ક્ષીરધાત્રી, મંડનધાત્રી, મજ્જનધાત્રી, ખેલાવણધારી અને અંકધાત્રી. આ બધી મેઘકુમારનું પાલનપોષણ કરવા લાગી. તે સિવાય બીજી પણ ઘણી કુન્જા, ચિલાતિકા, વામન, વડભી, બર્બરી, બકુશી, યોનિકી, પલ્હવિકી, ઈસવિકી, થારુકિણી, લ્હાસકી, લકુશી, દ્રવિડી, સિંહલી, અરબી, પુલિંદી, પક્કણી, બહલી, મુડી, શબરી, પારસી આદિ અનેક દેશોની – વિદેશોની ઇંગિત, ચિંતિત, પ્રાર્થિત – પોતપોતાના દેશના વેષને ધારણ કરનારી, નિપુણ, કુશળ, વિનયી દાસીઓ, સ્વદેશી દાસીઓ, વર્ષધરો, કંચુકિઓ, મહત્તરકોના સમુદાયથી ઘેરાયેલ રહેતો અને એક હાથથી બીજા હાથમાં ગ્રહણ કરાતો, એક ગોદથી બીજી ગોદમાં લેવાતો, બહેલાવાતો, ચલાવાતો, લાલન-પાલન કરાતો અને રમણિય મણિ જડિત ભૂમિ પર ચલાવાતો, વાયુરહિત અને વ્યાઘાતરહિત ગિરિ કંદરામાં સ્થિત ચંપકવૃક્ષની સમાન સુખપૂર્વક ઉછરવા લાગ્યો. ત્યારપછી તે મેઘકુમારના માતાપિતા અનુક્રમે નામકરણ, પારણામાં સુવડાવવો, પગ વડે ચલાવવો, ચૂલોપનયન આદિ આદિ સંસ્કાર મહાન્ ઋદ્ધિ, સત્કાર અને ઉલ્લાસપૂર્વક કરે છે. ૦ મેઘ દ્વારા કલા ગ્રહણ : ત્યારપછી સાધિક આઠ વર્ષનો થયો ત્યારે માતાપિતાએ મેઘકુમારને શુભતિથિ, કરણ, મુહૂર્તમાં કળાચાર્ય પાસે મોકલ્યો. ત્યારે તે કલાચાર્ય મેઘકુમારને ગણિત જેમાં પ્રધાન છે એવી લેખા આદિ શકુનિર્ત પર્યત ૭૨ કળાઓને સૂત્રથી, અર્થથી અને કરણથી સિદ્ધ કરાવે છે, શિખડાવે છે, તે કળાઓ આ પ્રમાણે છે– ૧. લેખન, ૨. ગણિત, ૩. રૂપ બદલવું, ૪. નાટક, ૫. ગાયન, ૬. વાદ્ય વગાડવું, Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૭૯ ૭. સ્વરજ્ઞાન, ૮. વાદ્ય સુધારવું, ૯. સમાન તાલ જાણવો, ૧૦. ઘુત, ૧૧. વાદ કરવો, ૧૨. પાસા રમવા, ૧૩. ચોપાટ રમવો, ૧૪. નગરરક્ષા કરવી, ૧૫. જળ અને માટીના સંયોગથી વસ્તુનું નિર્માણ કરવું, ૧૬. ધાન્ય નિપજાવવું, ૧૭. જળશોધન વિધિ, ૧૮. વસ્ત્રનિર્માણ, ૧૯. વિલેપન નિર્માણ, ૨૦. શય્યા બનાવવી, ૨૧. આર્યાવૃંદ બનાવવો, ૨૨. પહેલિયા બનાવવી, ૨૩. મગધભાષાનું જ્ઞાન, ૨૪. ગાથા બનાવવી, ૨૫. ગીત છંદ બનાવવો, ૨૬. શ્લોક બનાવવો, ૨૭. સુવર્ણયુક્તિ, ૨૮. હિરણ્યયુક્તિ, ૨૯. ચૂર્ણયુક્તિ, ૩૦. આભરણવિધિ, ૩૧. તરુણી પ્રતિકર્મ, ૩૨. સ્ત્રી લક્ષણ જાણવા, 33. પુરુષ લક્ષણ જાણવા, ૩૪. અશ્વ લક્ષણ જાણવા, ૩૫. હસ્તિલક્ષણ જાણવા, ૩૬. ગો લક્ષણ જાણવા, ૩૭. કુકડા લક્ષણ જાણવા – ૩૮. છત્રલક્ષણ, ૩૯. દંડ લક્ષણ, ૪૦. અસિલક્ષણ, ૪૧. મણિ લક્ષણ, ૪૨. કાકણિ લક્ષણ, ૪૩. વસ્તુવિદ્યા, ૪૪. રૂંધાવારમાન, ૪૫. નગરમાન, ૪૬. બૃહ, ૪૭. પ્રતિબૃહ, ૪૮. ચાર સૈન્ય સંચાલન, ૪૯. પ્રતિચાર–શત્રુસેના સામે પોતાની સેના ચલાવવી, ૫૦. ચક્રવ્યુહ, ૫૧. ગરુડ બૃહ, પ૨. શકટ બૂહ, ૫૩. યુદ્ધ વિદ્યા, ૫૪. વિશિષ્ટ યુદ્ધ વિદ્યા, ૫૫. અતિ વિશિષ્ટ યુદ્ધ વિદ્યા, પ૬. યષ્ટિ યુદ્ધ, ૫૭. મુષ્ટિયુદ્ધ, ૫૮. બાહુયુદ્ધ, ૫૯. લતાયુદ્ધ, ૬૦. બાણવિદ્યા, ૬૧. ખગની મૂઠ બનાવવી, ૬૨. ધનુર્વેધ, ૬૩. ચાંદીનો પાક બનાવવો, ૬૪. સુવર્ણપાક બનાવવો, ૬૫. ખેતર ખેડવું, ૬૬. સૂત્ર ખંડ કરના, ૬૭. કમળ નાળનું છેદન કરવું, ૬૮. પત્ર છેદન, ૬૯. કડા–કુંડલ છેદન કરવા, ૭૦. સજીવન કરવા, ૭૧. નિર્જીવ કરવા, ૭૨. પક્ષીની બોલી સમજવી. ત્યારપછી તે કલાચાર્ય મેઘકમારને ગણિતપ્રધાન લેખન આદિ શકુનિરત પર્યત ૭૨ કળાઓને સૂત્રથી, અર્થથી અને કરણથી સિદ્ધ કરાવે છે, શિખડાવે છે, સિદ્ધ કરાવી અને શિખડાવીને માતા પિતા પાસે લાવે છે. ત્યારે મેઘકુમારના માતાપિતા કળાચાર્યનું મધુર વચનોથી અને વિપુલ વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારો વડે સત્કાર–સન્માન કરે છે, સત્કાર-સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપીને વિદાય કરે છે. ત્યારે તે મેઘકુમાર ૭૨ કળાઓમાં પંડિત થઈ ગયો, તેના નવ અંગ – બે કાન, બે નેત્ર બે નાસિકા, જીભ, ત્વચા અને મન. જે બાલ્યાવસ્થાને કારણે અવ્યક્ત ચેતનાવાળા હતા તે પ્રતિબદ્ધ થઈ ગયા. તે અઢાર પ્રકારની દેશી ભાષાઓમાં વિશારદ થઈ ગયો. ગીતરસિક, ગીત અને નૃત્યમાં કુશળ થઈ ગયો. અશ્વયુદ્ધ, હસ્તિયુદ્ધ અને બાહુયુદ્ધ કરનારો થઈ ગયો. પોતાની ભૂજાથી પ્રતીપલીનું મર્દન કરવામાં સમર્થ થઈ ગયો. ભોગ ભોગવવા સક્ષમ થઈ ગયો અને વિકાળમાં પણ ગમન કરી શકે એવો સાહસી બની ગયો. ૦ મેઘનું પ્રાણિગ્રહણ : ત્યારપછી તે મેઘકુમારના માતાપિતા જ્યારે તેને ૭૨ કળામાં પંડિત – યાવત્ – વિકાલચારી થયેલો જોયો, જોઈને આઠ પ્રાસાદાવતંસકોનું નિર્માણ કરાવ્યું – જે ઘણાં જ ઊંચા હતા. ઉજ્વળ દેખાતા હતા. મણિ, સુવર્ણ અને રત્નોની રચનાથી વિચિત્ર હતા. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ આગમ કથાનુયોગ-૩ વાયુથી ફરકતી અને વિજયની સૂચક વૈજયંતી પતાકાઓથી અને છત્રાતિછત્રોથી યુક્ત હતા, પોતાના શિખરોથી આકાશતલનું પણ ઉલ્લંઘન કરતા હોય તેવા ઊંચા હતા. તેની જાળીઓમાં મધ્યમાં રત્નોના પીંજર નેત્ર જેવા લાગતા હતા. તેમાં મણિઓ અને સુવર્ણની સ્કૂપિકાઓ હતી. તેમાં ચિત્રિત કરાયેલ શતપત્ર અને પુંડરિક સાક્ષાત્ કમળ જેવા વિકસિત હતા. તે તિલકરત્નોથી રચિત, અર્ધ ચંદ્રાકારવાળા સોપાનોથી યુક્ત હતા. વિવિધ પ્રકારની મણિમય માળાઓથી અલંકૃત્ હતા. અંદર અને બહારથી સ્નિગ્ધ હતા. તેના પટ્ટાંગણમાં તપેલા સુવર્ણ જેવી લાલ રેતી બિછાવેલી હતી. તેનો સ્પર્શ સુખદ તો, શોભનરૂપ હતું. તે પ્રાસાદીય – યાવત્ – રમણીય હતા. તે સિવાય એક બીજા પણ વિશાળ ભવનનું નિર્માણ કરાવ્યું. તે ભવન સેંકડો સ્તંભોથી સત્રિવિષ્ટ હતું, તે સ્તંભ પર લીલાયુક્ત અનેક પુતળીઓ બનેલી હતી, ઊંચી અને સુનિર્મિત વજરત્નની વેદિકાઓ અને તોરણો હતા, મનોહર નિર્મિત પૂતળિયો સહિત ઉત્તમ, જાડા અને પ્રશસ્ત વૈડૂર્યરત્નના સ્તંભ હતા. વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ તથા રત્નોથી જડાયેલા હોવાથી ઉજ્વલ દેખાતા હતા. તેનો ભૂમિભાગ એકદમ સમ, વિશાળ, નિચિત અને રમણીય હતો. તે ભવનમાં ઇહામૃગ, વૃષભ, તુરગ, મનુષ્ય, મગર, પક્ષી, બલાહક, કિન્નર, સસ, સરભ, અમર, કુંજર, વનલતા, પાલતા આદિ ચિતરેલા હતા. – સ્તંભ પર બનેલી વજરત્નયુક્ત વેદિકા વડે યુક્ત હોવાથી તે રમણીય જણાતો હતો. સમશ્રેણીમાં રહેલ, વિદ્યાધરોના યુગલ યંત્ર દ્વારા ચાલતા દેખાતા હતા. હજારો કિરણોથી વ્યાપ્ત અને હજારો ચિત્રોથી યુક્ત હોવાને કારણે તે ભવન દીપ્યમાન અને અતીવ દૈદીપ્યમાન હતું, તે ભવન નયનાકર્ષક, સુખપ્રદ સ્પર્શયુક્ત, શોભાસંપન્નરૂપવાળું હતું, તેમાં સુવર્ણ—મણિ અને રત્નોની સ્કૂપિકાઓ હતી. તેનું શિખર વિવિધ પ્રકારની, પંચવર્ણી ઘંટાઓથી યુક્ત પતાકાઓ વડે સુશોભિત હતું. તે ચારે તરફ ધવલ દૈદીપ્યમાન કિરણોના સમૂહને ફેલાવતું હતું. લિંપેલ–પોતેલ અને ચંદરવાઓથી યુક્ત હતું – યાવત્ – ગંધવર્તિકા સમાન લાગતું હતું. પ્રાસાદીય – યાવત્ – રમણીય હતું. ત્યારપછી મેઘકુમારના માતાપિતાએ શુભતિથિ, કરણ, નક્ષત્ર, મુહૂર્તમાં સદશ, સમાન વયવાળી, સમાન ત્વચાવાળી, સમાન રૂપ, લાવણ્ય, યૌવન અને ગુણવાળી તથા પોતાના સમાન રાજકૂળોમાંથી લવાયેલી આઠ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે મેઘકુમારનો એક જ દિવસે, આઠ અંગોમાં અલંકાર ધારણ કરનારી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરાતા મંગલ ગાનપૂર્વક અને માંગલિક પદાર્થોના પ્રયોગ દ્વારા પાણિગ્રહણ કરાવ્યું. ૦ પ્રીતિદાન : ત્યારપછી તે મેઘકુમારના માતાપિતાએ આ પ્રમાણેનું પ્રીતિદાન આપ્યું, આઠ કરોડ હિરણ્ય, આઠ કરોડ સુવર્ણ ઇત્યાદિ ગાથાનુસાર જાણવું. (જુઓ મહાબલ કથા – સુદર્શનનો પૂર્વભવ) – યાવત્ પ્રેષણકારિણી તથા બીજું પણ વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, માણિક આદિ ઉત્તમ સારભૂત દ્રવ્ય આપ્યું, જે સાત પેઢી સુધી દાન દેવા, ભોગવવા, ઉપભોગ કરવા - વહેંચણી કરવા માટે પર્યાપ્ત હતું. Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૮૧ ત્યારપછી તે મેઘકુમાર એક–એક પત્નીને એક–એક હિરણ્ય કોટિ આપે છે – યાવત્ – એક એક પ્રેષણકારી આપે છે તથા બીજુ પણ વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, મૂંગા, રક્તરત્ન, માણિક આદિ સારભૂત દ્રવ્ય આપે છે, જે સાત પેઢી સુધી ઇચ્છાનુસાર દેવા, ભોગવવા, પરિભોગવવા માટે પર્યાપ્ત હતું. ત્યારપછી તે મેઘકુમાર શ્રેષ્ઠ પ્રાસાદોના ઉપરના ભાગે રહીને મૃદંગોના ગુંજાયમાન ધ્વનિપૂર્વક – યાવત્ – મનુષ્ય સંબંધિ કામભોગને ભોગવતો એવો વિચરણ કરે છે. ૦ ભગવંત મહાવીરના પધાર્યાનું મેઘને નિવેદન : તે કાળ, તે સમયમાં ભગવંત મહાવીર અનુક્રમે વિહાર કરતા આવ્યા, ગ્રામાનુગ્રામમાં ગમન કરતા. એવા, સુખપૂર્વક વિચરતા જ્યાં રાજગૃહ નગર હતું, ગુણશીલક ચૈત્ય હતું, ત્યાં આવ્યા. ત્યાં આવીને યથાપ્રતિરૂપ અભિગ્રહ ધારણ કરી સંયમ અને તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા બિરાજમાન થયા. ત્યારપછી રાજગૃહ નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય માર્ગો આદિમાં ઘણાં લોકોનો અવાજ થવા લાગ્યો – યાવત્ - ઘણાં લોકો – ઉગ્ર કુળના, ભોગ કુળના – યાવત્ – રાજગૃહ નગરના ઠીક મધ્યમાંથી થઈને એક દિશામાં એક જ તરફ મુખ કરીને નીકળ્યા. તે સમયે તે મેઘકુમાર શ્રેષ્ઠપ્રાસાદના ઉપરના ભાગમાં બેસેલ હતા. મૃદંગોના ધ્વનિથી ગુંજાયમાન વાતાવરણમાં – યાવત્ – મનુષ્યસંબંધિ કામભોગોને ભોગવતા અને રાજમાર્ગોનું અવલોકન કરતો વિચરી રહ્યો હતો. ત્યારે તે મેઘકુમારે તે અનેક ઉગ્રવંશીઓ, ભોગવંશીઓને – યાવત્ – એક જ દિશા તરફ જતા જોઈને કંચુકી પુરુષને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે પૂછ્યું કે, હે દેવાનુપ્રિય! શું આજ રાજગૃહ નગરમાં ઇન્દ્રમહોત્સવ છે અથવા અન્ય કોઈ મહોત્સવ છે – યાવતુ – એક જ દિશામાં એક જ તરફ મુખ રાખીને બધાં નીકળી રહ્યા છે. ત્યારપછી તે કંચુકી પુરુષે શ્રમણ ભગવંત મહાવીરના આગમનનો વૃત્તાંત જાણીને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આજ રાજગૃહનગરમાં ઇન્દ્રમહ અથવા – થાવત્ -- ગિરિયાત્રા આદિ નથી, જેના કારણે આ ઉગ્રવંશીય, ભોગવંશીય – યાવત્ – એક જ દિશામાં, એક તરફ મુખ કરીને જઈ રહ્યા નથી, પરંતુ હે દેવાનુપ્રિય ! આદિકર, તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર અહીં આવ્યા છે – અહીં પધાર્યા છે – અહીં સમવસર્યા છે અને આ જ રાજગૃહનગરના ગુણશિલા નામના ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહ ધારણ કરીને તપ અને સંયમ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. ૦ મેઘનો ભગવંત સમીપે પ્રવજ્યા સંકલ્પ : - ત્યારપછી તે મેઘકુમાર કંચુકી પુરુષની આ વાત સાંભળીને અને અવધારીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ચતુર્ઘટ અશ્વરથને જોડીને ઉપસ્થિત કરો. તેઓ “તહત્તિ” કહીને રથને લાવે છે. ત્યારપછી મેઘકુમારે સ્નાન કર્યું - યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈને Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આગમ કથાનુયોગ-૩ ચતુર્ઘટ અશ્વરથ પર આરૂઢ થયો અને કોરંટપુષ્પની માળાઓથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કરી ઘણાં જ સુભટો અને બંદીજનોની સાથે રાજગૃહનગરના મધ્યમાંથી નીકળ્યો, જ્યાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરના છત્રાતિછત્ર અને પતાકાતિપતાકા આદિ અતિશયો અને વિદ્યાધર, ચારણ, ઋદ્ધિઘારી મુનિઓ અને જંભકદેવોને નીચે આવતા અને ઉપર જતા જોઈને ચતુર્ઘટ રથથી નીચે ઉતર્યો. ઉતરીને પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવંત મહાવીરની અભિમુખ ચાલ્યા. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા. ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, કરીને શ્રમણ ભગવંત મહાવીરની અતિ નીકટ કે અતિ દૂર નહીં તેવા યોગ્ય સ્થાને શુશ્રુષા કરતો, કિંચિત્ નમીને અંજલિ કરતો સન્મુખ બેસીને વિનયપૂર્વક ઉપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે મેઘકુમારને અને મોટી પાર્ષદાને વિચિત્ર પ્રકારનો ધર્મ કહ્યો – જે પ્રકારે જીવ કર્મોથી બંધાય છે, જે પ્રકારે મુક્ત થાય છે અને જે પ્રકારે સંકુલેશ પ્રાપ્ત કરે છે – ઇત્યાદિ ધર્મકથા સમજી લેવી – યાવત્ – પર્ષદા પાછી ફરી. ત્યારપછી તે મેઘકુમાર શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને, અવધારણ કરીને હર્ષિત–સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, કરીને કહ્યું, હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા રાખું છું – યાવત્ – હે દેવાનુપ્રિય ! હું માતાપિતાની આજ્ઞા લઈ લઉં. ત્યારપછી મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા અંગીકાર કરીશ. હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ૦ મેઘનું માતાપિતાને નિવેદન : ત્યારપછી તે મેઘકુમાર શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે, વંદનનમસ્કાર કરીને જ્યાં ચતુર્ઘટવાળો અશ્વરથ હતો ત્યાં આવ્યો, આવીને ચતુર્ઘટવાળા અશ્વરથ પર આરૂઢ થઈને મહાન સુભટો અને વિશાળજન સમૂહવાળા પરિવાર સાથે રાજગૃહ નગરની મધ્યમાં થઈને જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, આવીને ચાતુર્વેટિક રથથી નીચે ઉતરે છે, ઉતરીને જ્યાં માતાપિતા છે ત્યાં આવે છે, આવીને માતાપિતાને પ્રણામ કરે છે, પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા ! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરેલ છે, હું તે ધર્મને ઇચ્છું છું, વિશેષ કરીને ઇચ્છું છું. મને તે ધર્મની અભિરુચિ છે ત્યારે તે મેઘકુમારના માતાપિતાએ કહ્યું હે પુત્ર! તું ધન્ય છે, હે પુત્ર ! તું પુણ્યશાળી છે, હે પુત્ર! તું કૃતાર્થ છે, પુત્ર! તું કૃતલક્ષણ છે કે તેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળ્યો અને તે ધર્મ તને ઇષ્ટ, વિશેષે ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે. ત્યારે તે મેઘકુમારે બીજી વખત પણ માતાપિતાને આ પ્રમાણે કહ્યું હે માતાપિતા ! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરેલ છે, તે ધર્મ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ મને ઇષ્ટ છે, વિશેષે ઇષ્ટ છે, રુચિકર છે. તેથી તમારી આજ્ઞા પામીને હું શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું. ૦ ધારિણીની શોકાકૂળ દશા :~ ત્યારબાદ આ અનિષ્ટ, અપ્રિય, અપ્રશસ્ત, અમનોજ્ઞ, અમણામ, અશ્રુતપૂર્વ, કઠોર વાણીને સાંભળીને અને હૃદયમાં અવધારીને, મનોમન આ પ્રકારે આ મહાન્ પુત્રવિયોગના દુઃખથી પીડિત તે ધારિણી દેવીના રોમેરોમ પસીનાથી ભિંજાઈ ગયા. શોકાતિરેકથી તેનું આખું શરીર કાંપવા લાગ્યું, તેણી નિસ્તેજ, દીન અને વિમનસ્ક, હથેળી વડે મસળેલી કમળની માળાની સમાન થઈ ગઈ. તે જ ક્ષણે જીર્ણ અને દુર્બળ શરીરવાળી થઈ ગઈ. લાવણ્ય શૂન્ય, કાંતિહીન, શ્રીવિહીન થઈ ગઈ, પહેરેલા ઘરેણાં અત્યંત ઢીલા થઈ ગયા. હાથોમાં પહેરેલા ઉત્તમ વલય સરકીને ભૂમિ પર પડી ચૂરચૂર થઈ ગયા. ઉત્તરીય વસ્ર સરકી ગયું, સુકુમાલ કેશપાશ વિખેરાઈ ગયો. મૂર્છાને કારણે ચેતના નષ્ટ થઈ ગઈ, શરીર શિથિલ થઈ ગયું, કુહાડી વડે કપાયેલ ચંપકલતાની સમાન થઈ ગઈ, મહોત્સવ પૂર્ણ થયા પછી ઇન્દ્રદંડ સમાન શોભાહીન થઈ ગઈ. શરીરના સાંધા ઢીલા થઈ ગયા અને પછડાઈને સર્વાંગથી પડી ગઈ. ૦ ધારિણી અને મેઘનો સંવાદ :– ત્યારપછી તે ધારિણીદેવીને સંભ્રમપૂર્વક જલ્દીથી સુવર્ણ ઝારીના મુખથી નીકળેલ શીતળ જળની નિર્મળ ધારા વડે સિંચિત્ કરાઈ, જેના વડે તેનું શરીર શીતળ થઈ ગયું અને અંતઃપુરના પરિજનો દ્વારા ઉત્સેપક, તાલવૃંત અને વીંઝણા દ્વારા ઉત્પન્ન અને જલકણોથી મિશ્રિત વાયુ વડે સચેત કર્યાં પછી મોતીઓની લટ સમાન નેત્રોથી ઝરમર વરસાવતી અશ્રુધારાથી તે પોતાના વક્ષસ્થળને સીંચતી ભિંજવવા લાગી. તે દયનીય, વિમનસ્ક અને દીન થઈ ગઈ અને રડતી, ક્રંદન કરતી, પસીના—પસીના થયેલી, લાળ ટપકાવતી, શોક કરતી, વિલાપ કરતી તેણીએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર ! તું અમારો એકમાત્ર પુત્ર છે, તું અમને કાંત, ઇષ્ટ, પ્રિય, મનોજ્ઞ, મણામ છે, અમારા માટે ધૈર્ય અને વિશ્વાસનો આધાર છે, કાર્ય કરવામાં માન્ય છે, ઘણો જ માન્ય છે અને કાર્ય કર્યા પછી પણ અનુમત છે, આભૂષણોના કરંડક સમાન છે, રત્નોથી વધીને રત્નરૂપ છે, જીવનના શ્વાસોચ્છવાસ સર્દશ છે, હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર છે, ગૂલરના ફૂલ સમાન જેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું કરવી? હે પુત્ર! અમે ક્ષણ માત્રને માટે પણ વિયોગ સહન કરી શકીએ તેમ નથી. તેથી હે પુત્ર ! જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી મનુષ્ય સંબંધિ વિપુલ કામભોગોને ભોગવ અને અમારા કાળધર્મ પછી જ્યારે પરિપક્વ અવસ્થાવાળો થા ત્યારે કુલવંશ રૂપ તંતુકાર્યની વૃદ્ધિ થઈ જાય, લૌકિક કાર્યોની અપેક્ષા ન રહે, તે સમયે તું શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરજે. ત્યારે માતાપિતાના આ કથનને સાંભળીને મેઘકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યુંઆપે મને જે એમ કહ્યું કે, હે પુત્ર ! તું અમારો એકમાત્ર પુત્ર છો યાવત્ ૧૮૩ - - Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આગમ કથાનુયોગ-૩ પ્રવ્રજ્યા અંગીકાર કરજે, તે ઠીક છે, પરંતુ તે માતા ! આ મનુષ્યજીવન અધુવ, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર અને આપત્તિઓથી વ્યાપ્ત છે, વીજળીની માફક ચંચળ છે, જળના પરપોટા અને તૃણના અગ્રભાગે રહેલ જલકણ સમાન અનિત્ય, સંધ્યાની લાલિમા સમાન, સ્વપ્નદર્શન સમાન છે, સદન, પતન અને વિધ્વંસન ધર્મ છે. પછી કે પહેલા અવશ્ય ત્યાજ્ય છે. હે માતાપિતા ! એ કોણ જાણે છે કે, પહેલા કોણ જશે અને પછી કોણ જશે? તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અનગાર પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે માતાપિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું હે પુત્ર! આ તારી પત્નીઓ સમાન દેહવાળી, સમાન વર્ણવાળી, સમાન વયવાળી, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોથી યુક્ત છે તથા સમાન રાજકુળોથી લવાયેલી છે. તેથી હે પુત્ર ! તેની સાથે મનુષ્ય સંબંધિ વિપુલ કામભોગોને ભોગવીને ભૂક્તભોગી થઈ પછી શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરી આગારિક પ્રવજ્યા અંગીકાર કરજે. ત્યારે મેઘકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા ! તમે મને જે એમ કહો છો કે, હે પુત્ર ! તારી આ પત્નીઓ સમાનરૂપવાળી છે ઇત્યાદિ. તેથી હે પુત્ર ! તેમની સાથે વિપુલ મનુષ્યસંબંધિ કામભોગોને ભોગવ. ભોગ ભોગવીને પછી શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરજે, તે ઠીક છે. પરંતુ તે માતાપિતા – નિશ્ચયથી મનુષ્યના કામભોગ અશુચિ–અપવિત્ર છે, અશાશ્વત છે, વમન કરનાર, પિત્ત, કફ, શુક્ર, શોણિતને ઝરાવનારું છે. ગંદા ઉચ્છવાસ નિઃશ્વાસવાળું છે, ખરાબ મૂત્ર, મળ, પિત્તથી પરિપૂર્ણ છે. મળ, મૂત્ર, કફ, નાસિકામેલ, વમન, પિત્ત, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થનારું છે. અધુવ, અનિત્ય, અશાશ્વત, સદન, પતન, વિધ્વંસધર્યા છે અને પછી કે પહેલાં અવશ્ય ત્યાજ્ય છે. હે માતાપિતા! પહેલા કોણ જશે અને પછી કોણ જશે (મરણ પામશે) એ કોણ જાણે છે? તેથી હું માતાપિતા ! આપની અનુમતિ પ્રાપ્ત કરી શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા લેવા ઇચ્છું છું. ત્યારે માતાપિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું– હે પુત્ર! પિતામહ, પ્રપિતામહ, પિતાના પ્રપિતામથી (સાત પેઢીથી) આવેલ આ ઘણું બધું હિરણ્ય, સુવર્ણ, કાંસુ, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, મૂંગા, માણિક, આદિ સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે, જે સાત પેઢી સુધી યથેચ્છ દેવા, ભોગવવા અને વહેંચવા છતાં પણ સમાપ્ત થનાર નથી. તેથી હે પુત્ર! આ મનુષ્ય સંબંધિ વિપુલ દ્ધિ સત્કારની સમુન્નતિનો અનુભોગ કરીને પછી અનુભૂત કલ્યાણવાળા થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી અણગાર ધર્મનો અંગીકાર કરજે. ત્યારે તે મેઘકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! તમે જે કંઈ કહો Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૮૫ છો તે ઠીક છે કે હે પુત્ર ! તારા પિતામહ, પ્રપિતામહ, પિતાના પ્રપિતામહથી આવેલ – થાવત્ – પછી અનુભૂત કલ્યાણવાળા થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગારીક દીક્ષા અંગીકાર કરજે, પરંતુ તે માતાપિતા – આ હિરણ્ય આદિ ધનદ્રવ્ય અગ્નિસાધ્ય, ચોરસાધ્ય, રાજ્યસાધ્ય, દાયસાધ્ય, મૃત્યુસાધ્ય છે અર્થાત્ અગ્નિ આદિથી નાશ પામી શકે છે – યાવતું મૃત્યુ સામાન્ય છે. સડન–પતન અને વિધ્વંસન સ્વભાવવાળું છે. પછી કે પહેલા અવશ્ય ત્યાજ્ય છે. તેથી હે માતાપિતા ! એ કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? તેથી હે માતા! આપની અનુમતિપૂર્વક હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર દીક્ષા ગ્રહણ કરવાને ઇચ્છું છું. ત્યારપછી જ્યારે મેઘકુમારના માતાપિતા મેઘકુમારને આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના, વિજ્ઞાપનાથી સમજાવવા, બુઝાવવા, સંબોધન કરવા અને અનુનય કરવા વડે પણ વિષયઅભિમુખ કરવામાં સમર્થ ન થયા ત્યારે વિષયોની પ્રતિકૂળ તથા સંયમ પ્રતિભય અને ઉગ ઉત્પન્ન કરનારી પ્રજ્ઞાપનાથી આ પ્રમાણે બોલ્યા હે પુત્ર ! આ નિર્ગસ્થ પ્રવચન સત્ય, અનુત્તર, અદ્વિતીય, પરિપૂર્ણ, નિશ્ચયે મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે – યાવત્ – સંશદ્ધ, શલ્યનાશક, મોક્ષમાર્ગ. મુક્તિમાર્ગ, નિર્જરામાર્ગ, નિર્વાણમાર્ગ, સર્વ દુઃખોના નાશનો માર્ગ છે, સર્પ સમાન લક્ષ્ય પ્રતિ નિશ્ચલ દૃષ્ટિવાળું છે, છરા સમાન એક ધારવાળું છે, લોઢાના ચણા ચાવવા જેવું છે, રેતીના કણ જેવું નીરસ છે. ગંગા મહાનદીના પ્રતિસ્ત્રોત જેવું છે. બે હાથ વડે મહાસમુદ્ર તરવા જેવું છે, તલવારની ધાર પર ચાલવા સમાન છે, વજનને ગળે બાંધવા જેવું છે. તે સિવાય હે પુત્ર ! નિર્ગસ્થ શ્રમણોને આધાકર્મી કે ઔદેશિક કે ક્રીત કર્મ કે સ્થાપિત કે રચિત કે દુર્ભિશભક્ત કે કાન્તાર ભક્ત કે વઈલિકા ભક્ત કે ગ્લાન ભક્ત આદિ દૂષિત આહાર ગ્રહણ કરવું કલ્પતું નથી. એ જ પ્રમાણે મૂળ, કંદ, ફળ, બીજ, હરિત વનસ્પતિનું ભોજન પણ કલ્પતું નથી. એ સિવાય બીજી વાત એ છે કે, હે પુત્ર! તું સુખ ભોગવવાલાયક છે, દુઃખ સહન કરવા યોગ્ય નથી. તું શીત, ઉષ્ણ, ભૂખ, પ્યાસ પણ સહન કરવાને સમર્થ નથી અને વાત, પિત્ત, કફ અને સન્નિપાતથી ઉત્પન્ન થનારા વિવિધ વિકારો, રોગો અને આતંકોને, ઉચ્ચનીચ ઇન્દ્રિય પ્રતિકૂળ વચનોને, બાવીશ પરીષણો અને ઉપસર્ગોને દીનપણે સમ્યક્ પ્રકારે સહન કરવાલાયક પણ નથી. તેથી હે પુત્ર! તું મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવ. ભોગ ભોગવ્યા પછી શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી, અણગાર પ્રવજ્યા અંગીકાર કરજે. ત્યારપછી મેઘકુમારે માતાપિતાની આ વાતને સાંભળીને માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! આપે જે કંઈ કહ્યું તે ઠીક છે કે હે પુત્ર! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે ઇત્યાદિ પૂર્વોક્ત કથન કરી લેવું – યાવત્ – પ્રવજ્યા સ્વીકાર કરજે, પરંતુ હે માતાપિતા ! આ નિર્ગસ્થ પ્રવચન નપુસંકો, કાયરો, કુત્સિત પુરુષોને, આ લોક સંબંધિ વિષયસુખની અભિલાષા કરનારાઓ, પરલોકના સુખની ઇચ્છા કરનારા સામાન્યજનોને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આગમ કથાનુયોગ-૩ માટે દુષ્કર છે, પરંતુ ધીર અને દઢ સંકલ્પી પુરુષોને પાલન કરવામાં શું મુશ્કેલ છે ? તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા અનુમતિ લઈને હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ૦ મેઘનો એક દિવસીય રાજ્યાભિષેક : ત્યારપછી જ્યારે માતાપિતા મેઘકુમારને વિષયોના અનુકુળ અને વિષયોને પ્રતિકૂળ ઘણી જ આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વાણી દ્વારા સમજાવવા, બુઝવવા, સંબોધન કરવા અને વિજ્ઞપ્તિ કરવામાં સમર્થન થયા ત્યારે ઇચ્છા ન હોવા છતાં ઉદાસીન થઈને મેઘકુમારને આ પ્રમાણે કહ્યું હે પુત્ર ! અમે તારી એક દિવસની રાજ્યશ્રી જોવા ઇચ્છીએ છીએ. ત્યારે તે મેઘકુમાર માતાપિતાની ઇચ્છાને માન આપતો મૌનપણે રહ્યો. ત્યારપછી શ્રેણિક રાજાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી મેઘકુમારના રાજ્યાભિષેકને માટે મહાé, મહાઈ, મહાઈ વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષો મેઘકુમારના રાજ્યાભિષેક માટે માર્થ, મહાર્ધ, મહાર્ડ વિપુલ રાજ્યાભિષેક સામગ્રી ઉપસ્થિત કરી. ત્યારપછી શ્રેણિક રાજાએ ઘણાં ગણનાયકો અને – યાવત્ – સંધિપાલો અને – થાવત્ – પરિવૃત્ત થઈને મેઘકુમારને ૧૦૮ સુવર્ણ કળશો એ જ પ્રમાણે ૧૦૮–૧૦૮ રજતકળશો, સુવર્ણરજત કળશો, મણિમય કળશો, સુવર્ણ મણિમય કળશો, રજત મણિમય કળશો, સુવર્ણ, રજત, મણિમય કળશો, કૃતિકા કળશો તેમાં ભરેલાં સર્વ પ્રકારના જળ વડે, સર્વ પ્રકારની માટી વડે, સર્વ પ્રકારના પુષ્પો વડે, સર્વ પ્રકારની માટી વડે, સર્વ પ્રકારના પુષ્પો વડે, સર્વ પ્રકારની ગંધો વડે, સર્વ પ્રકારની માળાઓ વડે, સર્વ પ્રકારની ઔષધિઓ–સરસો વડે, સર્વ ઋદ્વિ–ધૂતિ અને સૈન્યની સાથે – યાવત્ – દૂભિ નિર્દોષના પ્રતિધ્વનિના શબ્દો સહિત મહામહિમાવાળા રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યો, અભિષેક કરીને બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું હે નંદ ! તમારો જય-જય થાઓ. હે ભદ્ર ! તમારો જય-જય થાઓ. હે આનંદકર ! તમારો જય થાઓ – જય થાઓ. હે ભદ્ર ! તમારો જય થાઓ – જય થાઓ. તમે ન જીતેલાને જીતો, જીતેલાનું પાલન કરો, આચારવાના મધ્યમાં નિવાસ કરો, ન જીતેલા શત્રુપક્ષ પર વિજય પ્રાપ્ત કરો અને જીતેલા મિત્રપક્ષનું પાલન કરો. દેવોમાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારોમાં જ્યોતિષ્ક મંડલમાં ચંદ્રમાની સમાન, મનુષ્યોમાં ભરત સમાન, રાજગૃહનગરના તથા બીજા પણ ઘણાં ગ્રામ, આકર, નગર, ખેડ, કબૂટ, દ્રોમુખ, મંડલ, પતન, આશ્રમ, નિગમ, સંબાહ, સન્નિવેશ આદિના આધિપત્ય કરતા, પ્રધાનતા કરતા, સ્વામિત્વ, ભર્તુત્વ, મહત્તરકત્વ, આજ્ઞા, ઈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતા, પાલન કરતા, જોર-જોરથી વગાડાતા નૃત્ય, ગીત, વાદ્ય, તંત્ર, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ, પટ આદિના ઘોષોપૂર્વક વિપુલ ભોગોપભોગોને ભોગવતા વિચરણ કરો, આ પ્રમાણે કહીને જયજયકાર કરે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૮૭ ત્યારપછી તે મેઘ રાજા થઈ ગયો. પર્વતોમાં મહાહિમવંત તુલ્ય, પૃથ્વીમાં ઇન્દ્ર સમાન મંદરાચલની માફક શોભિત થઈને વિચરવા લાગ્યો. ત્યારપછી માતાપિતાએ રાજા મેઘને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર! બતાવો, તમને શું આપીએ ? તમારા ઇષ્ટજનોને શું આપીએ ? તમારા મનમાં શું ઇચ્છા છે ? ૦ મેઘના નિષ્ક્રમણની તૈયારી : ત્યારપછી મેઘરાજાએ માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! હું ઇચ્છું છું કે, કુત્રિકાપણથી રજોહરણ અને પાત્ર મંગાવો અને કાશ્યપ–વાણંદને બોલાવો. ત્યારપછી શ્રેણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને શ્રીગૃહમાંથી ત્રણ લાખ સુવર્ણ મુદ્રાઓ લઈને બે લાખમાંથી કૃત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્રા લઈ આવો અને એક લાખ આપીને વાણંદને બોલાવો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષ શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને શ્રીગૃહમાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રા લઈને ગયા, બે લાખથી કૃત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્ર લીધા અને એક લાખ આપીને તેઓએ વાણંદને બોલાવ્યો. ત્યારપછી કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ તે વાણંદ હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવતું – હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યું અને શુદ્ધ-રાજ્યસભામાં પ્રવેશવા યોગ્ય, શ્રેષ્ઠ માંગલિક વસ્ત્રો ધારણ કર્યા, અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું અને ત્યારબાદ જ્યાં શ્રેણિકરાજા હતા, ત્યાં આવ્યો, આવીને શ્રેણિક રાજાને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! મારે યોગ્ય કાર્ય માટેની આજ્ઞા આપો. ત્યારે શ્રેણિક રાજાએ તે વાણંદને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને સુગંધિત ગંધોદકથી સારી રીતે હાથ–પગ ધોઈ લે, પછી ચાર પડવાળા શ્વેત વસ્ત્રથી મુખ બાંધીને દીક્ષાને યોગ્ય ચાર અંગુલ કેશ છોડીને મેઘકુમારના અગ્રકેશને કાપી નાંખ. ત્યારે તે કાશ્યપ–વાણંદ શ્રેણિક રાજાના આ આદેશને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે સ્વામી ! “તહતિ" એમ કહીને વિનયપૂર્વક આદેશ વચનોને સ્વીકારે છે, સ્વીકાર કરીને સુગંધિત ગંધોદક વડે હાથપગનું પ્રક્ષાલન કરે છે. પ્રક્ષાલન કરીને શુદ્ધ વસ્ત્ર વડે મુખને બાંધે છે. બાંધીને પૂર્ણ યતનાપૂર્વક દીક્ષાને યોગ્ય ચાર અંગુલ કેશ છોડીને મેઘકુમારના બાકીના અગ્રકેશોને કાપી નાંખે છે. ત્યારપછી મેઘકુમારની માતાએ બહુમૂલ્ય અને હંસસદશ શ્વેત ઉજ્વળ વસ્ત્રમાં તે કેશને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને સુરભિત ગંધોદક વડે ધોયા, ધોઈને સરસ ગોશીર્ષ ચંદન વડે તેને ચર્ચિત કર્યા, કરીને સફેદ વસ્ત્રમાં બાંધ્યા, બાંધીને રત્ન સમુદ્ગકમાં રાખ્યા, રાખીને પછી પેટીમાં રાખ્યા, રાખીને પછી જળના ધારા, નિર્ગડીના ફૂલ અને ટુટેલ મોતીની Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આગમ કથાનુયોગ-૩ હારની સમાન આંખોથી આંસુ વહાવતી, રોતી, આક્રંદન કરતી, વિલાપ કરતી–કરતી આ પ્રમાણે બોલી મેઘકુમારના આ વાળના દર્શન રાજ્ય પ્રાપ્તિ આદિ અબ્યુદયોના અવસર પર, ઉત્સવો પર, પર્વોમાં, તિથિઓમાં, ઇન્દ્રમોમાં, યજ્ઞોમાં, પર્વતિથિઓમાં અંતિમ દર્શનરૂપ થશે. એ પ્રમાણે બોલીને તે પેટીને પોતાના ઓશીકાની નીચે સ્થાપે છે. - ત્યારપછી મેઘકુમારના માતાપિતાએ ઉત્તરાભિમુખ સિંહાસન રખાવ્યું, પછી મેઘકુમારને બીજી વખત, ત્રીજી વખત ચાંદી અને સોનાના કળશ વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને રૂંવાટીવાળા અત્યંત સુકોમળ કષાય ગંધવાળા વસ્ત્રથી તેના શરીરને સાફ કરીને ગોશીર્ષ ચંદન વડે શરીરનું વિલેપન કર્યું, વિલેપન કરીને શ્વાસોચ્છવાસથી પણ ઉડી જાય એવા અતિ બારીક, શ્રેષ્ઠ નગરો આદિમાં પ્રાપ્ત થતું, ચતુર મનુષ્યો દ્વારા પ્રશસિત, ઘોડાના મુખથી નીકળનાર ફીણથી પણ કોમળ, જેની ધાર પર સુવર્ણના તારથી વેલ બનાવાઈ હતી અને હંસ જેવા શ્વેત વસ્ત્ર પહેરાવ્યા. – પછી હાર પહેરાવ્યો, અર્ધહાર પહેરાવ્યો, પછી એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, પ્રાલંબ, પાદપ્રલંબ, કડા, ત્રુટિત, કેયૂર, અંગદ, દશે આંગળીમાં વિટી, કટિસૂત્ર, કુંડલ, ચૂડામણિ, રત્નજડિત મુગટ પહેરાવ્યો, દિવ્ય ફૂલોની માળા પહેરાવી, દર ચંદનના સુગંધિત તેલની ગંધ શરીર પર લગાડી. પછી ગ્રથિત, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ એવી ચાર પ્રકારની માળાઓ દ્વારા કલ્પવૃક્ષની માફક અલંકૃત્ કર્યો. ૦ મેઘનો અભિનિષ્ક્રમણ મહોત્સવ : ત્યારપછી શ્રેણિકરાજાએ કૌટુંબિક પુરષોને બોલાવી આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો તમે જલદીથી અનેક સેંકડો સ્તંભોથી બનેલી, જેમાં ક્રીડા કરતી પુતળીઓ બની હોય, જે ઇહામૃગ, વૃષભ, તુરગ, નર, મગર, વિડગ, સર્પ, કિન્નર, રુ, સરભ, ચમરી ગાય, કુંજર, વનલતા, પાલતા આદિના ચિત્રોથી યુક્ત હોય, જેની ઘંટાવલિથી મધુર સ્વર નીકળી રહ્યા હોય, જે શુભ, કાંત અને દર્શનીય હોય, કુશળ કારીગરો દ્વારા નિર્મિત, દૈદીપ્યમાન મણિ અને રત્નોની ઘંટિકાના સમૂહથી વ્યાપ્ત હોય, વજરત્નોની બનેલી વેદિકાથી યુક્ત હોવાથી જે મનોહર દેખાતી હોય. (–તથા–) – જેમાં બનેલા વિદ્યાધર યુગલોના ચિત્ર યંત્રચાલિત જેવા પ્રતીત થતા હોય, સહસ્ત્રમાલી સૂર્યના કિરણોની માફક શોભાયમાન હોય, હજારો રૂપવાળી હોય, દીપ્યમાન, અતિ દીપ્યમાન હોય, જોવામાં નેત્રોને આકૃષ્ટ કરનારી હોય, સુખદ સ્પર્શવાળી હોય, સશ્રી રૂપવાળી હોય, પોતાના સંપૂર્ણ વૈભવ સમૃદ્ધિની સાથે ઉપસ્થિત થઈ હોય તથા શીઘ, ત્વરિત, ચપળ અને અતિશય ચપળ હોય, જે ૧૦૦૦ પુરુષો દ્વારા વહન કરી શકાતી હોય એવી એક શિબિકા તૈયાર કરાવો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષ હર્ષિત, સંતુષ્ટ થઈને અનેક સેંકડો સ્તંભોથી બનેલી - યાવત્ – શિબિકા તૈયાર કરી ઉપસ્થિત કરે છે. ત્યારપછી મેઘકુમાર શિબિકા પર આરૂઢ થયો અને આરૂઢ થઈને શ્રેષ્ઠ સિંહાસનની નજીક આવી પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠો. ત્યારપછી મેઘકુમારની માતા સ્નાન કરી, Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૮૯ બલિકર્મ કરીને – યાવત્ – અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણથી અલંકૃત્ શરીરવાળી શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની જમણી બાજુ ભદ્રાસન પર બેઠી. ત્યારપછી તે મેઘકુમારની ધાવમાતા રજોહરણ અને પાત્ર લઈને શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની ડાબી બાજુમાં ભદ્રાસન પર બેઠી. ત્યારપછી તે મેઘકુમારના પાછળના ભાગમાં શૃંગારના ઘર સમાન, મનોહર વેષવાળી, સુંદર ગતિ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંતાપ, ઉલ્લાપ કરવામાં નિપુણ, યોગ્ય ઉપચાર કરવામાં કુશળ, પરસ્પર મળેલ સમશ્રેણિમાં સ્થિત ગોળ, ઊંચા, પુષ્ટ પ્રીતિજનક અને ઉત્તમ આકારના સ્તનવાળી એવી એક તરણી ડિમ, ચાંદી, કુંદપુષ્પ અને ચંદ્રમાની સમાન અને કોરટપુષ્પોની માળાઓથી યુક્ત ધવલ આતપત્રને હાથમાં લઈને લીલા કરતી એવી ઊભી રહી. ત્યારપછી પોતાના સુંદર વેષથી શૃંગારના ગૃહ સમાન સુંદર ગતિ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંલાપ, ઉલ્લાપ કરવામાં કુશળ, યોગ્ય ઉપચાર કરવામાં કુશળ બે શ્રેષ્ઠ તરુણીઓ શિબિકા પર આરૂઢ થઈ અને આરૂઢ થઈને મેઘકુમારની બંને બાજુઓમાં વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્ન અને મહાન્ પુરુષોને યોગ્ય, તપનીય સમાન, ઉજ્વલ, વિચિત્ર દાંડીવાળા, ચમકતા, પાતળા, ઉત્તમ અને લાંબાવાળ વાળા, શંખ, કુંદ પુષ્પ, જલકણ, મંથન કરાયેલ અમૃતના ફીણના પુંજ સદેશ ધવલ ચામરોને ગ્રહણ કરી લીલાપૂર્વક વીંઝતી–વીંઝતી એવી ઊભી રહી. ત્યારપછી તે મેઘકુમારની નજીક શ્રૃંગારના ગડરૂપ સુંદર વેષ ધારિણી, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંતાપ, ઉલ્લાપમાં નિપુણ અને ઉચિત ઉપચાર કરવામાં કુશળ એવી એક ઉત્તમ તરુણી શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની નજીક પૂર્વ દિશાની સન્મુખ ચંદ્રકાંત મણિ, વજરત્ન અને વૈડૂર્યમણિના નિર્મળ દંડવાળા પંખાને ગ્રહણ કરીને ઊભી રહી. ત્યારપછી મેઘકુમારની નજીક શૃંગારના ઘર સમાન સુંદર વેષ ધારિણી, સુંદર ગતિ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંતાપ, ઉલ્લાપમાં નિપુણ, ઉચિત ઉપચાર કરવામાં કુશળ એક શ્રેષ્ઠ તરુણી આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની અગ્રિદિશા (ખૂણા)માં શ્વેત રજતમય વિમળ જળથી ભરેલ મત્તગજેન્દ્રની મુખાકૃતિવાળા ભંગારને હાથમાં ગ્રહણ કરીને ઊભી રહી. ત્યારપછી મેઘકુમારના પિતાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી એકસરખા, સમાન રૂપવાળા, સમાન વયવાળા, એકસરખી વેશભૂષાથી સુસજ્જિત ૧૦૦૦ ઉત્તમ તરુણ કૌટુંબિક પુરુષોને બોલાવો. ત્યારે કૌટુંબિક પુરુષોએ એકસરખા, સમાન રૂપવાળા, સમાન વયવાળા, એકસરખા આભૂષણો (વેલ)વાળા ૧૦૦૦ ઉત્તમ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. ત્યારપછી શ્રેણિક રાજાના કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ તે ઉત્તમ તરુણ કૌટુંબિક પુરુષ હર્ષિત–સંતુષ્ટ થયા. તેઓએ સ્નાન કર્યું – યાવત્ – એકસમાન આભૂષણ (વે.) પહેરીને જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવ્યા, આવીને શ્રેણિક રાજાને આ પ્રમાણે Page #191 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ કહ્યું, હે દેવાનુપ્રિય ! અમારે માટે કરવા યોગ્ય જ કાર્ય હોય તે માટે આજ્ઞા આપો. ત્યારે શ્રેણિક રાજાએ તે કૌટુંબિક ૧૦૦૦ ઉત્તમ તરુણોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જાઓ અને તમે મેઘકુમારની પુરુષ સહસ્રવાહિની શિબિકાને વહન કરો. ત્યારે તે ઉત્તમ તરુણ ૧૦૦૦ કૌટુંબિક પુરુષ શ્રેણિક રાજાના કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થયા, મેઘકુમારની સહસ્રપુરુષવાહિની શિબિકા વહન કરવા લાગ્યા. ત્યારપછી સહસ્રવાહિની શિબિકા પર મેઘકુમારના આરૂઢ થયા પછી આ આઠ મંગલદ્રવ્યો અનુક્રમે તેની સામે ચાલવા લાગ્યા. તે આ પ્રમાણે :- ૧. સ્વસ્તિક, ૨. શ્રીવત્સ, ૩. નંદાવર્ત્ત, ૪. વર્ધમાન, ૫. ભદ્રાસન, ૬. કળશ, ૭. મત્સ્યયુગલ, ૮. દર્પણ. યાવત્ ઘણાં ધનાર્થી યાચકજન યાવત્ કામાર્થી, ભોગાર્થી, લાભાર્થી, કિલ્બિષિક, કારોટિક, કારવાહિક, શાંખિક, ચક્રિક, નાંગલિક, મુખ માંગલિક, વર્ધમાનક, પૂષમાણક, ખંડિકગણ તેવા પ્રકારની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, મનોહર, હૃદયંગમ વાણી વડે જયવિજય રૂપ મંગલ શબ્દોથી અનવરત અભિનંદવા અને સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા. હે નંદ ! તમારો જય – જય થાઓ, હે ભદ્ર ! તમારો જય-જય થાઓ, હે કલ્યાણકારી ! તમારો જય—જય થાઓ, તમારું કલ્યાણ થાઓ. ન જીતેલી ઇન્દ્રિઓને તમે જીતો. જીતેલા (ધારણ કરેલા) શ્રમણધર્મનું પાલન કરો. હે દેવ ! વિઘ્નો પર વિજય પ્રાપ્ત કરીને સિદ્ધિમાં નિવાસ કરો, તપ દ્વારા રાગદ્વેષરૂપી મલ્લોનું હનન કરો. ધૈર્ય ધારણ કરો, રાગદ્વેષને હણવા માટે કટિબદ્ધ થાઓ. (તથા)— – પ્રમાદરહિત થઈને ઉત્તમ શુક્લ ધ્યાન દ્વારા આઠ કર્મોરૂપી શત્રુઓનું મર્દન કરો, અજ્ઞાન અંધકારથીરહિત અનુત્તર-અદ્વિતીય કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો, પરીષ્ઠ રૂપી સેનાનું હનન કરીને પરીષહ અને ઉપસર્ગોથી નિર્ભય થઈને શાશ્વત અને અચલ પરમપદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. તમારી ધર્મસાધના નિર્વિઘ્ને સંપન્ન થાઓ. આ પ્રમાણે કહીને તેઓ પુનઃ પુનઃ મંગલમય જય-જય શબ્દોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. ત્યારપછી મેઘકુમાર રાજગૃહ નગરના મધ્યમાં થઈને નીકળ્યા, નીકળીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, ત્યાં આવ્યા. આવીને સહસ્રપુરુષ વાહિની શિબિકાથી નીચે ઉતર્યા. ૦ શિષ્ય ભિક્ષાદાન : ૧૯૦ - ત્યારપછી મેઘકુમારના માતાપિતા મેઘકુમારને આગળ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા – હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર અમારો એક માત્ર પુત્ર છે, તે અમને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, ધૈર્ય અને વિશ્વાસના આધારરૂપ છે, બહુમૂલ્ય, અણમોલ ભંડકદંડકની સમાન છે, રત્નોમાં રત્નરૂપ છે. જીવન માટે ઉચ્છવાસરૂપ છે, હૃદયને આનંદ દેનારો છે, ગૂલરના પુષ્પ સમાન જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો પછી દર્શનની તો વાત જ શું ? જેમ ઉત્પલ, પદ્મ, કુમુદ કીચડમાં ઉત્પન્ન થાય છે, જળમાં વૃદ્ધિ પામે છે, તો પણ પંકરજથી ઉપલિપ્ત થતું નથી, જળથી લિપ્ત થતું નથી, એ જ પ્રમાણે આ મેઘકુમાર - Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૯૧ કામોમાં ઉત્પન્ન થયો, ભોગોમાં સંવર્ધિત થયો, તો પણ કામરજથી લિપ્ત થયો નથી. ભોગરજથી લિપ્ત થયો નથી. હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે. જન્મ, જરા, મરણથી ભયભીત થયો છે. આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા ગ્રહણ કરવાને ઇચ્છુક છે. તેથી અમે આપ દેવાનુપ્રિયને તેને શિષ્યભિલા રૂપે અર્પિત કરીએ છીએ, હે દેવાનુપ્રિય! આપ આ શિષ્યભિક્ષા સ્વીકારો. ત્યારપછી મેઘકુમારના માતાપિતાના આ કથનને સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરે આ વાતને સમ્યક્ પ્રકારે સ્વીકારી. ૦ મેઘકુમારની પ્રવજ્યા : ત્યારપછી મેઘકુમાર શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ઇશાન ખૂણામાં ગયા, જઈને સ્વયં જ આભરણ, માળા, અલંકાર ઉતાર્યા. ત્યારે મેઘકુમારની માતાએ હંસસદશ શ્રેત, કોમળ વસ્ત્ર ખંડમાં તે આભરણ, માળા અને અલંકારને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને જળધારા, નિર્ગુડીના પુષ્પ અને તૂટેલી મુક્તાવલી સમાન આંસુ ટપકાવતી, રોતી રોતી, આક્રંદન કરતી, વિલાપ કરતી આ પ્રમાણે બોલી હે પુત્ર! પ્રાપ્ત ચારિત્ર યોગમાં યતના કરજે, હે પુત્ર! અપ્રાપ્ત ચારિત્રયોગમાં ઘટના કરજે અર્થાત્ પ્રયત્નશીલ થજે. હે પુત્ર (સંયમમાં) પરાક્રમ કરજે, સંયમ સાધનામાં પ્રમાદ ન કરજે. અમારે માટે પણ આ જ માર્ગ છે આ પ્રમાણે કહીને મેઘકુમારના માતાપિતાએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા. ત્યારપછી મેઘકુમારે સ્વયં પંચમુખિક લોચ કર્યો, લોચ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! આ સંસાર આલિત છે, હે ભગવન્! આ સંસાર પ્રદીપ્ત છે, તે ભગવન્! આ સંસાર જરામરણથી આલિત–પ્રદીપ્ત છે. જેમ કોઈ ગૃહપતિ ઘરમાં આગ લાગે ત્યારે તે ઘરમાંથી અલ્પભારવાળી પણ બહુમૂલ્ય વસ્તુ હોય, તેને લઈને સ્વયં એકાંતમાં ચાલ્યો જાય છે અને વિચારે છે કે અગ્રિમાંથી બળતું બચાવેલ આ દ્રવ્ય મારા માટે પછીથી અને અત્યારે પણ હિતને માટે, સુખને માટે, શાંતિને માટે, કલ્યાણને માટે અને ભવિષ્યમાં પણ ઉપયોગી થશે. આ જ પ્રમાણે મારો પણ આત્મારૂપી ભાંડ છે, જે મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ છે. તેને સુરક્ષિત કાઢી લેવાથી તે મારા સંસારનો ઉચ્છેદ કરનારો થશે. તેથી હું ઇચ્છું છું કે, આપ દેવાનુપ્રિય મને સ્વયં પ્રવજિત કરો, સ્વયં જ મુંડિત કરો, સ્વયં જ પડિલેહણ આદિ શીખડાવો, સ્વયં જ સૂત્ર અને અર્થની શિક્ષા આપો. સ્વયં જ આચારગોચર, વૈનયિક, ચરણ, કરણ, સંયમ યાત્રા અને માત્રા આદિ રૂપ ધર્મની પ્રરૂપણા કરો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સ્વયં જ મેઘકુમારને પ્રવૃજિત કર્યા – યાવત્ - ધર્મની શિક્ષા આપી. – હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે ચાલવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે ઉભવું, આ પ્રમાણે ભોજન કરવું. આ પ્રમાણે બોલવું, આ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આગમ કથાનુયોગ-૩ પ્રમાણે અપ્રમત્ત અને સાવધાન રહીને પ્રાણી – યાવત્ – સત્વોની રક્ષા કરીને સંયમનું પાલન કરવું, આ વિષયમાં લેશમાત્ર પણ પ્રમાદ કરવો નહીં. ત્યારે મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીરનો આ ધર્મોપદેશ સમ્યક્ પ્રકારે સ્વીકાર કર્યો અને ભગવંતની આજ્ઞા અનુરૂપ ગમન કરતો, તે જ પ્રમાણે બેસતો યાવત્ સાવધાનીપૂર્વક પ્રાણોની – યાવત્ – સત્વોની યતના કરતો સંયમ આરાધવા લાગ્યો. ૦ મેઘનો મનઃ સંકલેશ : જે દિવસે મેઘકુમારે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી આનગારિક દીક્ષા ગ્રહણ કરી, તે જ દિવસે સંધ્યાકાળે યથારાત્વિક અર્થાત્ દીલાપર્યાયના ક્રમમાં શ્રમણ નિર્ચન્થોની શય્યાસંથારાનું વિભાજન કરતા મેઘકુમારનો સંથારો દરવાજાની સમીપ આવ્યો. ત્યારે શ્રમણ નિર્ગસ્થ રાત્રિના પહેલા અને અંતિમ પ્રહરમાં વાચનાને માટે – યાવત્ - ધર્માનુયોગના ચિંતન કરવા માટે તેમજ ઉચ્ચાર અને પ્રસ્ત્રવણને માટે પ્રવેશ કરતા અને બહાર નીકળતા હતા, ત્યારે તેમાંના કોઈકોઈ સાધુના હાથનો મેઘકુમારને સંઘટ્ટો થતો હતો – યાવત્ – કોઈ કોઈ તેને ઓળંગીને જતા, કોઈ કોઈ બે-ત્રણ વખત ઓળંગીને જતા, કોઈ—કોઈએ પોતાના પગની ધૂળ વડે તેને (સંથારાને) ભરી દીધો. તે આખી રાત્રિમાં મેઘકુમાર એક ક્ષણને માટે પણ આંખ બંધ ન કરી શક્યા. (ઊંઘી ન શક્યા.) ત્યારે તે મેઘકુમારના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – હું શ્રેણિક રાજાનો પુત્ર અને ધારિણીદેવીનો આત્મજ મેઘ છું, જે તેઓને માટે ઇષ્ટ, કાંત – યાવત્ – ગૂલરના પુષ્પની સમાન જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે. જ્યારે હું ઘેર હતો, ત્યારે આ શ્રમણ નિર્ગસ્થ મારો આદર કરતા હતા, જાણતા હતા, સત્કાર સન્માન કરતા હતા, જીવાદિ પદાર્થોને, તેને સિદ્ધ કરનારા હેતુઓને, પ્રશ્નોને, કારણોને અને વ્યાકરણોને કહેતા હતા. ઇષ્ટ, મનોહર – વાવ – વાણીથી આલાપસંલાપ કરતા હતા. – પરંતુ જ્યારથી મેં મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગારત્વ અંગીકાર કરેલ છે, ત્યારથી આ શ્રમણ નિર્ચન્થ મારો આદર કરતા નથી – યાવત્ – મનોહર વચનોથી આલાપ સંલાપ કરતા નથી. તે સિવાય શ્રમણ નિર્ગસ્થ પહેલી અને પાછલી રાત્રિના સમયે વાચના - યાવત્ - આ પ્રકારની દીર્ધ રાત્રિમાં એક ક્ષણને માટે પણ હું આંખ મીંચી શક્યો નહીં. તેથી મારા માટે હવે એ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિ પૂર્ણ થઈ પ્રભાત થાય ત્યારે – થાવત્ – તેજથી જાજવલ્યમાન સહસ્રરશ્મિ દિનકર સૂર્યનનો ઉદય થાય ત્યારે શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા લઈને પુનઃ ગૃહવાસમા જવું જોઈએ. આ પ્રમાણે મેઘકુમારે વિચાર કર્યો, વિચાર કરીને આર્તધ્યાનના કારણે દુઃખી અને સંકલ્પ-વિકલ્પ યુક્ત માનસવાળા થઈને તે રાત્રિ નરકની માફક વ્યતીત કરી, રાત્રિ પૂર્ણ થઈ, સુવિમલ પ્રભાતરૂપ થયું ત્યારે – યાવત્ – તેજ વડે જાજ્વલયમાન સંહસ્રરશ્મિ દિનકર-સૂર્યના ઉદય થયો ત્યારે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યા. Page #194 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ ૦ મેઘને પ્રતિબોધ :-- ત્યારપછી હે મેઘ ! એ પ્રમાણે આમંત્રિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે મેઘકુમારને કહ્યું, તું રાત્રિના પહેલા અને પાછલા કાળના અવસરે શ્રમણ નિર્પ્રન્થોને વાચના - યાવત્ - દીર્ધ રાત્રિ પર્યંત થોડા સમય માટે પણ આંખ મીંચી ન શક્યો. ત્યારે હે મેઘ ! તારા મનમાં આવા પ્રકારનો અધ્યવસાય Go યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારે હું ગૃહવાસમાં રહેતો હતો. ત્યારે આ શ્રમણ નિર્પ્રન્થો મારો આદર કરતા હતા યાવત્ – ઇષ્ટ યાવત્ – વાણીથી આલાપ–સંલાપ કરતા હતા. પણ જ્યારથી હું મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગારરૂપે પ્રવ્રુજિત થયેલો છું, ત્યારથી આ શ્રમણ નિર્પ્રન્થો મારો આદર કરતા નથી – યાવત્ ઇષ્ટ, રમણીય વાણીથી આલાપ–સંલાપ કરતા નથી. Jain - તે સિવાય શ્રમણ નિર્પ્રન્થો રાત્રિના પહેલા અને છેલ્લા પ્રહરમાં કોઈ કોઈ – યાવત્ પગની ધૂળથી (સંથારો) ભરી દે છે, તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – જાજ્વલ્યમાન તેજ સાથે સહસ્રરશ્મિ દિનકર સૂર્યનો ઉદય થાય ત્યારે શ્રમણ ભગવંત મહાવીરને પૂછીને, આજ્ઞા લઈને ગૃહવાસમાં ચાલ્યો જાઉં. આ પ્રકારે તેં વિચાર કર્યો અને દુદ્ધર્ષ આર્તધ્યાનને કારણે દુઃખથી પીડિત અને સંકલ્પ વિકલ્પોથીયુક્ત માનસવાળા થઈને નરકની વેદના માફક તે રાત્રિને વ્યતીત કરીને જ્યાં હું છું ત્યાં જલ્દીથી આવેલ છો. હે મેઘ ! મારું આ કથન સત્ય છે ? હાં ! આપનું એ કથન સત્ય છે. ૧૯૩ - ૦ ભગવંત દ્વારા સુમેરુપ્રભના ભવનું નિરૂપણ ઃ - હે મેઘ ! આ પૂર્વેના ત્રીજા ભવમાં તું વૈતાઢ્યગિરિની તળેટીમાં શંખ સમાન ઉજ્જ્વળ, વિમલ, નિર્મલ, ઘનદહીં, ગાયના દૂધના ફીણ અને ચંદ્રમાના સમાન શ્વેત વર્ણવાળો, સાત હાથ ઊંચો અને નવ હાથ લાંબો, દશ હાથ પરિમાણવાળો, સાત અંગો – (ચાર પગ, સૂંઢ, પૂંછડી અને લિંગ)થી પ્રતિષ્ઠિત, સૌમ્ય, પ્રમાણોપેત અંગવાળો, સુંદર રૂપવાળો, આગળથી ઊંચો તથા ઊંચે ઉઠેલા મસ્તકવાળો, શુભ—સુખદ આસન—સ્કંધવાળો, વરાહની સમાન પાછળના ભાગે ઝૂકેલો, ખાડારહિત અને લાંબી એવી બકરીના જેવી કૂંખવાળો, લાંબા ઉદર, લાંબા હોઠ અને લાંબી પૂંછવાળો, ખેંચાયેલ ધનુષની પીઠ જેવી પીઠની આકૃતિ વાળો, સારી રીતે મળેલા પ્રમાણયુક્ત ગોળ અને પૂર્ણ અવયવવાળો, પ્રમાણોપેત અને ચોટેલી પૂંછડી વાળો, કાચબાના પગ જેવા પરિપૂર્ણ અને મનોહર પગવાળો, શ્વેત, નિર્મળ, સ્નિગ્ધ અને નિરૂપહત વીસે નખો અને છ દાંતયુક્ત સુમેરુપ્રભ નામે હસ્તિરાજ હતો. | ૩/૧૩ હે મેઘ ! ત્યાં તું ઘણાં હાથીઓ, હાથીણીઓ, કુમાર હાથીઓ, કુમારી હાથીણીઓ, હાથીના બચ્ચા અને બાલિકા હાથીણીથી ઘેરાઈને ૧૦૦૦ હાથીઓનો નાયક, માર્ગદર્શક, અગ્રણી, પ્રસ્થાપક, યૂથપતિ અને યૂથની વૃદ્ધિ કરનારો તથા તે સિવાય પણ બીજા ઘણાં એકલા હાથીના બચ્ચાઓનું આધિપત્ય કરતો – યાવત્ – વિચરતો હતો. હે મેઘ ! તે સમયે તું નિરંતર અપ્રમાદી, સદા ક્રીડા પરાયણ, કંદર્પ રતિક્રિડા nternational Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આગમ કથાનુયોગ-૩ કરવામાં પ્રીતિવાળો, મૈથુનપ્રિય, કામભોગોમાં અતૃપ્ત, કામભોગોમાં તૃષ્ણાવાળો હતો અને ઘણાં જ હાથીઓ અને – યાવત્ – તેમનાથી પરિવૃત્ત થઈને વૈતાદ્ય પર્વતની તળેટીમાં, પર્વતોમાં, દરીમાં, કુતરોમાં, કંદરાઓમાં, ઉઝરોમાં, ઝરણામાં, વિદરોમાં, ખાઈમાં, પલ્લવોમાં, ચિત્તલોમાં, કટકોમાં, કટ પલ્લવોમાં, તટોમાં, અટવીમાં, ઢકોમાં, કૂટો પર, શિખરો પર, પ્રાગભારો પર, મંચો પર, બગીચામાં, કાનનોમાં, વનોમાં, વનખંડોમાં, વનરાજીઓમાં, નદીઓમાં, નદીકક્ષોમાં, યૂથોમાં, સંગમોમાં, વાવડીઓમાં, પુષ્કરિણીઓમાં, દીધિંકાઓમાં, ગુંજાલિકામાં, સરોવરોમાં, સરોવર પંક્તિઓમાં, સર સરઃ પંક્તિઓમાં, વનચરો દ્વારા વિચરણ કરવાની જેને છૂટ અપાઈ હોય એવો તું ઘણાં હાથીઓ - યાવતું - કલભીઓથી પરિવૃત્ત થઈને વિવિધ પ્રકારના તરુપલ્લવો, પાણી અને ઘાસનો ઉપયોગ કરતો નિર્મમ અને ઉકેગરહિત સુખપૂર્વક વિચરણ કરતો હતો. ત્યારપછી હે મેઘ ! કોઈ સમયે પ્રાવૃટ, વર્ષા, શરદ, હેમંત, વસંત ક્રમશઃ આ પાંચ ઋતુઓના વ્યતીત થઈ ગયા પછી ગ્રીષ્મઋતુનો સમય આવ્યો, ત્યારે જ્યેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર ઘસાવાથી ઉત્પન્ન થયેલ તથા સુકા ઘાસ, પાંદડા અને કચરાથી અને વાયુના વેગથી દીપ્ત થયેલ મહાભયંકર અગ્નિ વડે ઉત્પન્ન દાવાનલની જ્વાળાઓથી વનનો મધ્યભાગ સળગી ઉઠ્યો, જેના લીધે દિશાઓ ધુમાડા વડે વ્યાપ્ત થઈ ગઈ અને પ્રચંડ વાયુવેગથી અગ્નિની જ્વાલા વધીને ચારે તરફ ફેલાવા લાગી. – ખોખલા વૃક્ષો અંદર–અંદર જ સળગવા લાગ્યા. વનપ્રદેશના નદી નાળાના પાણી મૃત કલેવરોથી સડવા લાગ્યા, ખરાબ થઈ ગયા, તેનું કીચડ કીડાવાળું થઈ ગયું. તેના કિનારાના પાણી સુકાઈ ગયા, ભંગારક પક્ષી, દીનતાપૂર્વક આઝંદન કરવા લાગ્યા, ઉત્તમ વૃક્ષો પર સ્થિત કાગડા અત્યંત કઠોર અને અનિષ્ટ શબ્દો કરવા લાગ્યા. તે વૃક્ષોના અગ્ર ભાગ અગ્રિકણોને કારણે મૂંગાની જેવા લાલ દેખાવા લાગ્યા. તરસથી પીડિત થઈને પક્ષી સમૂહ પાંખ ઢીલી કરી જીભ અને તાળવું ખોલી, મોઢું ફાડી શ્વાસ લેવા લાગ્યા. – ગ્રીષ્મકાળની ઉષ્ણતા, સૂર્યનો તાપ, અત્યંત કઠોર અને પ્રચંડ વાયુ અને સુકા ઘાસ–પાંદડા અને કચરાથી યુક્ત વંટોળીયાને કારણે ભાગદોડ કરનારા, ભયભીત સિંહ આદિ શ્રાપદોના કારણે શ્રેષ્ઠ પર્વત આકુળ–વ્યાકુળ થઈ ગયો હોય તેવો પ્રતીત થતો હતો. તે પર્વત પર મૃગજળરૂપ પતાકા બાંધી હોય તેવો લાગતો હતો. ત્રસિત થયેલા મૃગ, પશુ અને સરિસૃપ અહીં-તહીં તરફડવા લાગ્યા. આ ભયાનક અવસરે તે સુમેરુપ્રભ નામક હાથીનું મુખ ફાટી ગયું, જીભનો અગ્ર ભાગ બહાર નીકળી ગયો. મોટા મોટા બંને કાન ભયથી સ્તબ્ધ અને વ્યાકુળતાના કારણે શબ્દ ગ્રહણ કરવામાં તત્પર બન્યા. – તે સુમેરુપ્રભ હાથીની મોટી સુંઢ સડક થઈ ગઈ, તેણે પૂંછડી ઊંચી કરી લીધી અને ગર્વથી વિરસ બરાડા પાડવા લાગ્યો. તેના ચિત્કારથી આકાશતલ વ્યાપ્ત થઈ ગયું. પગના આઘાતથી પૃથ્વીતલને કંપાવવા લાગ્યો, સીત્કાર કરતો એવો અને ચારે તરફ સર્વત્ર વેલોના સમૂહને કચડતો એવો હજારો વૃક્ષોને ઉખેડતો એવો, રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજાની સમાન, વાયુથી ભટકતા જહાજની સમાન, મંડલવાયુની જેમ પરિભ્રમણ કરવા લાગ્યો. વારંવાર લાદ કરવા લાગ્યો, ઘણાં જ હાથીઓ, હાથણીઓ – યાવત્ – Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૯૫ બચ્ચાઓની સાથે દિશા અને વિદિશાઓમાં અહીં-તહીં ભાગદોડ કરવા લાગ્યો. હે મેઘ ! તે ભવમાં તું ત્યાં જીર્ણ, જરાથી જર્જરિત દેહવાળો, વ્યાકુળ, ભૂખપ્યાસયુક્ત, દુર્બળ, કલોત, બહેરો અને દિગમૂઢ થઈને પોતાના જૂથથી વિખૂટો પડી ગયો. વનની જ્વાળાઓથી પરાભૂત થઈને ગર્મી, ભૂખ અને તરસથી પીડાઈને ભયને પ્રાપ્ત થયો, ત્રસ્ત થયો, ઉદ્વિગ્ન થયો. તું પૂરેપૂરો ભયભીત થઈ ગયો. જેને કારણે તું અહીં-તહીં દોડવા લાગ્યો. ત્યારે ઓછા પાણી અને અધિક કીચડવાળું એક સરોવર જોયું, જેમાં પાણી પીવાને માટે કિનારો ન હોવા છતાં તું અંદર ઉતરી ગયો. હે મેઘ ! ત્યાં તું કિનારાથી તો દૂર ચાલ્યો ગયો પણ પાણી સુધી પહોંચી ન શક્યો અને વચ્ચે જ કીચડમાં ફસાઈ ગયો. હે મેઘ ! ત્યાં તેં હું પાણી પીઉ' એમ વિચારીને તારી સૃઢ ફેલાવી, પણ તારી સુંઢ પણ પાણી મેળવી ન શકી. ત્યારે હે મેઘ ! તે ફરી શરીર બહાર કાઢે એ પ્રમાણે વિચાર કરીને જોર લગાડ્યું તો કીચડમાં વધુ ઊંડાઈમાં ફસાઈ ગયો. ત્યારપછી હે મેઘ ! કોઈ બીજા સમયે તેં કોઈ નવયુવાન શ્રેષ્ઠ હાથીને તારી સુંઢપગ અને દાંતરૂપી મૂસલોથી પ્રહાર કરી મારેલ હતો અને તારા જૂથમાંથી ઘણાં સમય પહેલાં બહાર કાઢી મૂકેલ હતો. તે હાથી પણ પાણી પીવાને માટે તે જ મહાપ્રહમાં ઉતર્યો. ત્યારે તે નવયુવાન હાથીએ તને જોયો, જોઈને તેને પૂર્વના વૈરનું સ્મરણ થયું, સ્મરણ કરીને તે ક્રોધાભિભૂત થયો – યાવત્ – દાંત કચકચાવતો તે તારી પાસે આવ્યો. આવીને તીર્ણ દાંતરૂપી મૂસલો વડે ત્રણ વખત તારી પીઠ વીંધી નાંખી અને વીંધીને પૂર્વના વૈરનો બદલો લીધો. બદલો લઈને હર્ષિત–સંતુષ્ટ થઈને પાણી પીધું. પાણી પીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ત્યારપછી હે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ, જેનાથી તને થોડું પણ જૈન રહ્યું નહીં – યાવત્ – દસ્સહ વેદના થવા લાગી. તે વેદનાને કારણે તારું શરીર પિત્તવરથી વ્યાપ્ત થઈ ગયું અને શરીરમાં દાહ ઉત્પન્ન થઈ ગયો. ૦ મેઘનો મેરુપ્રભ હાથીનો ભવ : ત્યારપછી હે મેઘ ! તું તે બેચેન કરી દેનારી – ચાવત્ – દુસ્સહ વેદનાને સાત દિવસ–રાત સુધી ભોગવી ૧૨૦ વર્ષનું આયુ ભોગવી દુર્હર્ષ આર્તધ્યાનને વશીભૂત અને દુઃખથી પીડિત થઈ, મૃત્યુ સમયે કાળ કરીને મરણ પછી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતમાં ગંગા નામની મહાનદીના દક્ષિણ કિનારે વિંધ્યગિરિની તળેટીમાં એક મદોન્મત્ત શ્રેષ્ઠ ગંધહસ્તીથી એક શ્રેષ્ઠ હાથણીની કુલિમાં હાથીના બચ્ચારૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તે હાથણીને નવ માસ પૂરા થયા ત્યારે વસંતમાસે તું જમ્યો. ત્યારપછી હે મેઘ ! તું ગર્ભાવાસથી મુક્ત થઈને ગજ કલભ પણ બની ગયો – લાલ કમળ સમાન લાલ અને સુકુમાર થયો. જપાકુસુમ, લાલ વર્ણના પારિજાત નામના વૃક્ષ સમાન, લાખનો રસ, સરસ કુંકમ, સાંધ્યકાલીન વાદળોના રંગ સમાન લાલ વર્ણનો થયો. તારા યૂથપતિનો પ્રિય થયો. ગણિકા સમાન યુવા હાથણીઓના ઉદરપ્રદેશમાં પોતાની સૂંઢ નાંખીને કામક્રીડામાં તત્પર રહેવા લાગ્યો અને આ પ્રકારે સેંકડો હાથીથી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પરિવૃત્ત થઈને પર્વતના રમણીય કાનનોમાં સુખપૂર્વક વિચરવા લાગ્યો. - ત્યારપછી હે મેઘ ! તું બાલ્યાવસ્થાને પાર કરી યુવાવસ્થાને પામ્યો અને યૂથપતિના મૃત્યુ બાદ તું પોતે જ યૂથને વહન કરવા લાગ્યો અર્થાત્ યૂથપતિ થઈ ગયો. ત્યારપછી હે મેઘ ! તું સાત હાથ ઊંચો – યાવત્ – શ્વેત, નિર્મળ, સ્નિગ્ધ અને નિરૂપહત વીસ નખો તથા ચાર દાંતવાળો મેરુપ્રભ નામક હસ્તિરત્ન થયો. હે મેઘ ! તું સાત અંગોથી ભૂમિને સ્પર્શ કરનારો યાવત્ – સુંદર રૂપવાળો થયો. હે મેઘ ! ત્યાં તું સો હાથીઓના યૂથનું અધિપતિત્વ – યાવત્ - કરતો, પાલન કરતો અભિરમણ કરવા લાગ્યો. આગમ કથાનુયોગ–૩ ત્યારપછી અન્યદા કોઈ સમયે ગ્રીષ્મકાળના અવસરે જ્યેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર સંઘર્ષણથી ઉત્પન્ન અને શુષ્ક ઘાસ, પાંદડા, કૂડો, કચરો અને વાયુના સંયોગથી દીપ્ત મહાભયંકર અગ્નિથી ઉત્પન્ન વનના દાવાનળની જ્વાળાઓથી વનનો મધ્યભાગ સળગી ઉઠ્યો, દિશાઓ ધુમ્રથી વ્યાપ્ત થઈ ગઈ – યાવત્ ભય ઉત્પન્ન થવાના કારણે ઘણાં જ હાથીઓ અને – યાવત્ – પરિવૃત્ત થઈને દિશાઓ અને વિદિશાઓમાં સર્વત્ર અહીંતહીં ભાગદોડ કરવા લાગ્યા. - હે મેઘ ! ત્યારે તે વનના દાવાનળને જોઈને તને આ પ્રકારના અધ્યવસાય – ચાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, 'લાગે છે કે આવા પ્રકારના અગ્નિની ઉત્પત્તિ પહેલા પણ મેં ક્યારેક અનુભવી છે.'' ત્યારપછી હે મેઘ ! વિશુદ્ધ લેશ્યાઓ, શુભ અધ્યવસાયો, શુભ પરિણામો અને તદાવરક કર્મોનો ક્ષયોપશમ થવાથી ઇહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા તને સંજ્ઞીજીવોને પ્રાપ્ત થનાર જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી હે મેઘ ! તેં આ અર્થને સમ્યક્ પ્રકારે જાણ્યો કે, નિશ્ચયથી હું અતીત બીજા ભવમાં આ જ જંબુદ્વીપના ભરતવર્ષ ક્ષેત્રમાં વૈતાઢ્યગિરિની તળેટીમાં – યાવત્ – સુમેરુપ્રભ નામનો હસ્તિરાજ હતો. ત્યાં મેં આવા અગ્નિસંભ્રમનો અનુભવ કરેલો છે. ત્યારપછી હે મેઘ ! તું તે દિવસે અંતિમ પ્રહર સુધી તારા યૂથની સાથે રહેતો એવો વિચરણ કરતો હતો. - - હે મેઘ ! ત્યારપછી સાત હાથ ઊંચા – યાવત્ – જાતિસ્મરણ જ્ઞાનથી યુક્ત ચાર દાંતવાળો મેરુપ્રભ નામનો હાથી થયો. - ત્યારપછી હે મેઘ ! તર્ન આવા પ્રકારનો અધ્યવસાય યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, મારે માટે એ શ્રેયસ્કર છે કે આ સમયે ગંગા મહાનદીના દક્ષિણી કિનારે વિંધ્ય પર્વતની તળેટીમાં દાવાગ્નિથી રક્ષા કરવાને માટે મારા યૂથની સાથે એક મોટું મંડલ બનાવું. આ પ્રકારનો વિચાર કરીને તું સુખપૂર્વક વિચરવા લાગ્યો. -- ત્યારપછી હે મેઘ ! તેં કોઈ એક વખતે પ્રથમ વર્ષાકાળમાં ઘણી જ વર્ષા થઈ ત્યારે ગંગા મહાનદીની નજીક ઘણાં જ હાથીઓ – યાવત્ – કલભિકાઓ આદિ ૭૦૦ હાથીઓથી પરિવૃત્ત થઈને એક યોજન પરિમિત મોટા ઘેરાવાળું અત્યંત વિશાળ મંડલ બનાવ્યું, તે મંડલમાં જે કંઈ ઘાસ, પાંદડા, લાકડા, કાંટા, વેલ, વેલા, કુંઠા, વૃક્ષ કે રોપા Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૯૭ આદિ હતા તે બધાંને ત્રણ વખત હલાવી-હલાવીને પગ વડે ઉખેડી, સૂંઢ વડે પકડીને એક તરફ લઈ જઈને ફેંકી દીધા. ત્યારપછી હે મેઘ ! તું મંડલની નીકટની ગંગા મહાનદીના દક્ષિણ કિનારે વિંધ્યાચલની તળેટીમાં, પર્વત યાવત્ પૂર્વોક્ત સ્થાનોમાં સુખપૂર્વક વિચારવા લાગ્યો. ત્યારપછી હે મેઘ ! કોઈ અન્ય સમયે મધ્ય વર્ષાઋતુમાં ઘણી જ વર્ષા થવાથી જ્યાં મંડલ હતું, તે સ્થાને તું આવ્યો, આવીને બીજી વખત તે મંડલને સારી રીતે સાફ કર્યું. આ પ્રમાણે અંતિમ વર્ષાઋતુમાં ઘોર વર્ષા થઈ ત્યારે જ્યાં મંડલ હતું, ત્યાં આવીને ત્રીજી વખત પણ તે મંડલને સાફ કર્યું – યાવત્ – સુખપૂર્વક વિચરવા લાગ્યા. ત્યારપછી હે મેઘ ! જ્યારે તું તે ગજેન્દ્રપર્યાયમાં હતો કે, અનુક્રમે કમલિનીઓના વનનો વિનાશ કરનારો, કુંદ અને લોઘના પુષ્પોની સમૃદ્ધિથી સંપન્ન તથા અત્યંત હિમવાળી હેમંતઋતુ પણ વ્યતીત થઈ ગઈ અને અભિનવ ગ્રીષ્મકાળ આવ્યો. ત્યારે વનમાં ક્રીડા કરતી વખતે વનની હાથણીઓ તારા પર વિવિધ પ્રકારના કમળો અને પુષ્પોનો પ્રહાર કરતી હતી, તું તે ઋતુમાં ઉત્પન્ન પુષ્પો વડે નિર્મિત ચામર જેવા કર્ણના આભૂષણોથી મંડિત અને મનોહર દેખાતો હતો. મદને કારણે વિકસિત ગંડસ્થળોને આર્ત કરનારા ઝરતા એવા સુગંધિત મદજળથી તું સુગંધી બની ગયો હતો. હાથણી વડે ઘેરાયેલો રહેતો હતો. આ પ્રમાણે બધી બાજુથી ઋતુ સંબંધી શોભા ઉત્પન્ન થયેલી હતી. તે ગ્રીષ્મકાળમાં સૂર્યનો પ્રખર તાપ પડી રહ્યો હતો. ગ્રીષ્મ ઋતુના કારણે શ્રેષ્ઠ વૃક્ષોના શિખર અત્યંત શુષ્ક થઈ ગયા હતા. જેને કારણે તે ઘણાં ભયંકર પ્રતીત થતા હતા. ભંગારપલી ભયાનક શબ્દ કરતા હતા. કાષ્ઠ, તૃણ અને કચરાને ઉડાળનાર પ્રતિકૂળ પવનથી આખું ભૂમંડળ વ્યાપ્ત થઈ ગયું અને વંટોળીયાને કારણે ભયાવહ દેખાવા લાગ્યું. તરસને કારણે ઉત્પન્ન વેદનાદિ દોષોથી દૂષિત અને અહીં-તહીં ભટકતા એવા શ્વાપદોથી વ્યાપ્ત હતું જોવામાં ભયાનક એવો તે ગ્રીષ્મકાળ ઉત્પન્ન થયેલા દાવાનલને લીધે વધારે દારુણ થઈ ગયો. તે દાવાનલ વાયુને કારણે વિસ્તારથી ફેલાયો અને વધતો ગયો. તેના શબ્દોનો ધ્વનિ અત્યધિક ભયંકર હતો. વૃક્ષોથી પડતા મધની ધારાઓ વડે સિંચિત હોવાને કારણે તે અત્યંત વૃદ્ધિગત થયો, ધબકવા લાગ્યો અને ઉદ્ધત થઈ ગયો. તે અત્યંત દેદીપ્યમાન, ચિનગારીઓથી યુક્ત અને ધૂમપંક્તિથી વ્યાપ્ત હતો. સેંકડો શાપદોના પ્રાણનો અંત કરનારો હતો. આ પ્રમાણે તીવ્રતાને પ્રાપ્ત દાવાનળના કારણે તે ગ્રીષ્મઋતુ અત્યંત ભયંકર દેખાતી હતી. ત્યારે હે મેઘ ! તું તે દાવાનળોની જવાળાઓથી આચ્છાદિત થઈ ગયો, રોકાઈ ગયો. ધુમાડાને કારણે ઉત્પન્ન થયેલ અંધકારથી ભયભીત થઈ ગયો. અગ્રિના તાપને જોવાથી તારા બંને કાન અરઘટના તુંબ સમાન સ્તબ્ધ થઈ ગયા. તારી મોટી અને જાડી સુંઢ સડક થઈ ગઈ. તારા ચમકતા નેત્ર ભયને કારણે અહીં-તહીં ફરકવા લાગ્યા. વાયુના વેગને કારણે તારું સ્વરૂપ વિસ્તૃત જેવું દેખાવા લાગ્યું. પૂર્વજન્મના દાવાનળના ભયથી ભીત હૃદયવાળો થઈને દાવાનળથી પોતાનું રક્ષણ કરવાને માટે જે દિશામાં તૃણ–વૃક્ષ આદિ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આગમ કથાનુયોગ-૩ હટાવીને સાફ પ્રદેશ બનાવેલ હતો અને જ્યાં તે મંડલ બનાવેલ હતું. ત્યાં જ તેં જવાનો નિશ્ચય કર્યો. (ઉક્ત એક પ્રકારનો આલાવો છે, બીજા મતે આ પ્રમાણે આલાવો છે.) ત્યારપછી હે મેઘ ! અન્ય કોઈ સમયે ક્રમશઃ પાંચ ઋતુઓ વ્યતીત થઈ ગયા પછી ગ્રીષ્મકાળના અવસરે જ્યેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર ઘસાવાથી ઉત્પન્ન થયેલ દાવાનળને કારણે – યાવત્ – અગ્નિ ફેલાઈ ગયો. મૃગ, પશુ, પક્ષી તથા સરિસૃપ આદિ દિશાવિદિશામાં ભાગ–દોડ કરવા લાગ્યા. ત્યારે તું ઘણાં હાથીઓ – યાવત્ – કલભીઓની સાથે જ્યાં તે મંડલ હતું ત્યાં જવાને માટે દોડી ગયો. તે મંડલમાં બીજા પણ ઘણાં સિંહ, વાઘ, રીંછ, ચીતા, ભડિયા, તરસ્ક, પારાસર, શીયાળ, બિલાડા, કૂતરા, ભૂંડ, ખરગોશ, લીમડી, ચિત્ર અને ચિલલ આદિ પશુ અગ્નિના ભયથી પરાભૂત થઈને પહેલેથી જ આવી અને એક સાથે બિલધર્મથી રહ્યા હતા. ત્યારપછી હે મેઘ ! જ્યાં મંડલ હતું, ત્યાં તું આવ્યો અને આવીને તે ઘણાં જ સિંહ – યાવતુ – ચિલલ આદિની સાથે એક સ્થાને રહ્યો. ત્યારપછી હે મેઘ ! “પગ વડે શરીરને ખંજવાળ" એમ વિચારી તે એક પગ ઊંચો કર્યો. તે સમયે ત્યાં જગ્યા ખાલી પડી, ત્યારે બીજા પ્રાણી દ્વારા ભગાડાયેલ–ધકેલાયેલ એક શશલાએ પ્રવેશ કર્યો. ત્યાર પછી તે મેઘ ! શરીરને ખંજવાળીને તેં વિચાર્યું કે હું પગ નીચે રાખું, પણ પગની જગ્યામાં તે શશલાને આવી ગયેલ જોયો, જોઈને પ્રાણાનુકંપાથી – યાવત્ – સવાનુકંપાથી તે પગ ઊંચો જ રાખ્યો પણ નીચે ન મૂક્યો. હે મેઘ ! ત્યારે તે પ્રાણાનુકંપા – યાવત્ – સન્ધાનુકંપાથી તારો સંસાર પરીત કર્યો અને મનુષ્યાયનો બંધ કર્યો. ત્યારપછી તે દાવાનળ અઢી દિવસ રાતપર્યત તે વનને સળગાવતો રહ્યો. સળગાવીને શાંત થઈ ગયો. ઉપરત થઈ ગયો. પૂર્ણ થઈ ગયો અને બુઝાઈ ગયો. ત્યારે તે ઘણાં સિંહ – વાવ – ચિલ્લલ આદિ પ્રાણીઓએ તે દાવાનળને સમાપ્ત થયેલો, ઉપરત, ઉપશાંત ને બુઝલો જોયો. તે જોઈને તેઓ અગ્રિના ભયથી મુક્ત થયા અને ભૂખ, તરસથી પીડિત થઈને તે મંડળની બહાર નીકળ્યા. ચારે તરફ સરકી ગયા. ત્યારે તે ઘણાં હાથી - યાવત્ – કલભિકા આદિ એ તે વનદારને સમાપ્ત – ઉપરત - ઉપશાંત અને બૂઝેલો જોયો, જોઈને અગ્નિભયથી મુક્ત થયા અને ભૂખ-તરસથી પીડિત થતા તે મંડલની બહાર નીકળ્યા અને નીકળીને દિશા–વિદિશામાં સરકી ગયા. હે મેઘ ! એ સમયે તું વૃદ્ધ, જરાથી જર્જરિત શરીરવાળો, શિથિલ અને સળવાળી ચામડીથી વ્યાપ્ત ગાત્રવાળો, દુર્બળ, થાકેલો, ભૂખ્યો, તરસ્યો, શારીરિક શક્તિહીન, નિર્બળ, સામર્થ્યહીન, ચાલવા-ફરવામાં અશક્ત અને ઠુંઠાની જેમ અકળાયેલ થઈ ગયો. “હું જલદી ચાલુ” એવો વિચાર કરીને જેવો ચાલવાને માટે પગ પસાર્યો કે વિદ્યુતથી આઘાત પામેલા રજતગિરિના શિખરની સમાન સર્વ અંગોથી તું ધડામ કરતો ભૂમિ પર પડી ગયો. Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૧૯૯ ત્યારપછી હે મેઘ ! તારા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ જે ઉજ્વલ (ઉત્કૃષ્ટ) – થાવત્ – દુસ્સહ હતી. તારા શરીરમાં પિત્તજ્વર વ્યાપી ગયો. તેનાથી તને દાડમ્પર પણ ઉત્પન્ન થઈ ગયો. ૦ મેઘનો ભવ અને ભગવંતનો ઉપદેશ : હે મેઘ ! ત્યારપછી તું તે ઉત્કટ – યાવત્ – દુસ્સહ વેદનાને ત્રણ રાત-દિવસ પર્યત ભોગવતો રહ્યો. અંતે ૧૦૦ વર્ષની પૂર્ણાયુ ભોગવીને આ જંબૂદ્વીપના ભરતવર્ષમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાની ધારિણીદેવીની કુક્ષિમાં કુમારરૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી હે મેઘ ! તું અનુક્રમે ગર્ભવાસથી નીકળી બાલ્યવયનું અતિક્રમણ કરી યુવાવસ્થાને પ્રાપ્ત થઈ, મારી પાસે મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક વ્રજ્યા ગ્રહણ કરી છે. તો હે મેઘ ! જ્યારે તું તિર્યંચ યોનિરૂપ પર્યાયને પ્રાપ્ત હતો અને જ્યારે તને સમ્યકત્વ રત્નનો લાભ પણ પ્રાપ્ત થયો ન હતો તે સમયે પણ પ્રાણાનુકંપા – યાવત્ – સત્યાનુકંપાથી પ્રેરિત થઈને પગને ઊંચો રાખ્યો, નીચે ન મૂક્યો. તો પછી હે મેઘ ! આ જન્મે તો તું વિશાળ કુળમાં જન્મ્યો છે, તને ઉપઘાતરહિત શરીર પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થયેલી પાંચ ઇન્દ્રિયોનું તેં દમન કર્યું છે અને ઉત્થાન, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમથી યુક્ત છો અને મારી પાસે મુંડિત છો, ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજ્યા ગ્રહણ કરી છે. – ત્યારે શ્રમણ નિગ્રંથોના પહેલી અને અંતિમ રાત્રિના સમયે વાચના – યાવત્ – ધર્માનુયોગના ચિંતનને માટે, ઉચ્ચાર-પ્રસવણને માટે આવતા-જતા સમયે તને જે તેના હાથનો સ્પર્શ થયો – યાવત્ – ધૂળ વડે તારું શરીર ભરાઈ ગયું, તેને તું સમ્યક્ પ્રકારે સહન ન કરી શક્યો, ક્ષોભરહિત ખમી ન શક્યો, તિતિક્ષાભાવ રાખી ન શક્યો અને શરીરને નિશ્ચલ ન રાખી શક્યો ? ૦ મેઘને જાતિસ્મરણ અને પુનઃ વ્રત સ્વીકાર : ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ વૃત્તાંત સાંભળી–સમજી શુભ પરિણામો – યાવત્ – પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ થતી વેશ્યાઓ અને તદાવરણીય કર્મોના સંયોપશમથી ઇહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા મેઘકુમાર શ્રમણને સંજ્ઞીજીવોને પ્રાપ્ત થનારું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, જેના લીધે તેણે પોતાનું વૃત્તાંત સખ્યપ્રકારે જાણી લીધું. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર દ્વારા પૂર્વવૃત્તાંત સ્મરણ કરાવાયા પછી મેઘકુમારનો સંવેગ બમણો થઈ ગયો, તેનું મુખ આનંદાશ્રુઓથી પરિપૂર્ણ થઈ ગયું, હર્ષના કારણે હૃદય વિકસ્વર થઈ ગયું, મેઘધારાથી આહત કદંબના ફુલની જેમ તેના રોમ-રોમ ખીલી ઉઠયા, તેણે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવંત ! બંને નેત્રોને છોડીને આજથી મારું શેષ સમસ્ત શરીર શ્રમણ નિગ્રંથોને માટે સમર્પિત છે. આ પ્રમાણે કહીને મેઘકુમાર પુનઃ શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા – હે ભગવન્! મારી ઇચ્છા છે કે, હવે આપ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આગમ કથાનુયોગ-૩ સ્વયં જ બીજી વખત મને પ્રવૃજિત કરો – યાવત્ – સ્વયં જ આચાર, ગોચર, સંયમયાત્રા અને માત્રા – પ્રમાણયુક્ત આહાર ગ્રહણ કરવો આદિરૂપ શ્રમણધર્મ કહો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે મેઘકુમારને સ્વયમેવ પ્રવ્રજિત કર્યા – યાવત્ - માત્રારૂપ ધર્મનો ઉપદેશ આપ્યો કે, હે દેવાનુપ્રિય ! આ પ્રકારે ગમન કરવું, આ પ્રકારે ઉભવું. આ પ્રકારે બેસવું, આ પ્રકારે રહેવું. આ પ્રકારે ખાવું, આ પ્રકારે બોલવું, આ પ્રકારે સાવધન રહીને પ્રાણો – યાવત્ – સત્વોની રક્ષારૂપ સંયમમાં પ્રવૃત્ત રહેવું. ત્યારપછી મેઘ અણગાર શ્રમણ ભગવંત મહાવીરના આ પ્રકારના ધર્મોપદેશને સમ્યક્ પ્રકારે અંગીકાર કર્યો. કરીને તથારૂપ પ્રવૃત્તિ – યાવત્ – સંયમમાં ઉદ્યમ કરે છે. ૦ મેઘ અણગારની નિગ્રંથ ચર્યા : ત્યારપછી મેઘ અણગાર ઇર્ષા સમિતિ આદિથી યુક્ત અણગાર થયા – યાવત્ – આ નિર્ગસ્થ પ્રવચનને સામે રાખીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે મેઘમુનિ શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિર મુનિઓ પાસેથી સામાયિકથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં જ છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ તથા માસક્ષમણ, અર્ધ માસક્ષમણ આદિની તપશ્ચર્યા વડે આત્માને ભાવિત કરતા એવા વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરથી, ગુણશીલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. ૦ મેઘ અણગારની ભિક્ષુપ્રતિમા : ત્યારપછી તે મેઘ અણગારે કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરી. નમસ્કાર કર્યો. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, ભગવન્! આપની અનુમતિ લઈને હું એક માસની મર્યાદાવાળી ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! તને સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર દ્વારા અનુમતિ પ્રાપ્ત કરેલ મેઘ અણગાર એક માસની ભિક્ષુપ્રતિમા અંગીકાર કરીને વિચરે છે. યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ માસિક ભિક્ષુ પ્રતિમા સમ્યક્ પ્રકારે કાયા વડે ગ્રહણ કરીને – યાવતુ – આરાધના કરીને પુનઃ શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કર્યા અને વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્! આપની અનુમતિ પ્રાપ્ત કરીને હું બીજી બે માસિક ભિક્ષુ પ્રતિમા અંગીકાર કરીને વિચારવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. જે પ્રકારે પહેલી પ્રતિમાનો આલાવો કહ્યો છે, તે જ પ્રમાણે બીજી દ્વિમાસિક, ત્રીજી ત્રિમાસિક, ચોથી ચતુર્માસિક, પાંચમી પંચમાસિક, છઠી છ માસિક, સાતમી સાત માસિક, પછી પહેલી (આઠમી) સાત અહોરાત્રિકી, બીજી (નવમી) સાત અહોરાત્રિકી, ત્રીજી (દશમી) સાત અહોરાત્રિક, અગિયારમી અને બારમી એક–એક અહોરાત્રિકી – ભિલુપ્રતિમાને અંગીકાર કરી મેઘ અણગાર આરાધના કરી. Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૦ મેઘનો ગુણરત્ન સંવત્સર તપ :— ત્યારપછી મેઘ અણગારે બારે ભિક્ષુ પ્રતિમાઓને સમ્યક્ પ્રકારે કાયા વડે અંગીકાર કરી – યાવત્ - આરાધના કરીને પુનઃ વંદનનમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્ ! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને ગુણરત્ન સંવત્સર તપઃકર્મ અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું. - હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી મેઘ અણગારે ગુણરત્ન સંવત્સર નામક તપકર્મને યાવત્ – યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ સમ્યક્ પ્રકારે કાયા દ્વારા ગ્રહણ કરીને – યાવત્ - કીર્તન કરીને શ્રમણ ભગવાનૢ મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને ઘણાં જ છઠભક્ત, અટ્ઠમ ભક્ત, દશમ ભક્ત, દ્વાદશ ભક્ત આદિ તથા અર્ધમાસ ક્ષમણ, માસ ક્ષમણ આદિ વિચિત્ર તપોકર્મોથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૦ મેઘ અણગારના શરીરની સ્થિતિ : ત્યારપછી તે મેઘ અણગાર તે ઉરાલ, વિપુલ, સશ્રીક, પ્રદત્ત, પ્રગૃહીત, કલ્યાણકારી, શિવ, ધન્ય, મંગલ, ઉદગ્ર, તીવ્ર, ઉદાર, ઉત્તમ, મહાન પ્રભાવવાળા તપોકર્મથી શુષ્ક, રુક્ષ, માંસરહિત અને જેના હાડકાં કડકડ થતા હોય તેવા થઈ ગયા. અસ્થિપિંજર—ચામડી એકમેક જેવા થઈ ગયા. તેનું શરીર કૃશ અને નસોથી વ્યાપ્ત થઈ ગયું. આ સિવાય તે એટલા કમજોર થઈ ગયા કે તેઓ પછી આત્મશક્તિથી જ ચાલતા હતા, આત્મશક્તિથી જ ઊભા રહેતા હતા, ભાષા બોલ્યા પછી થાકી જતા હતા, વાત કરતા—કરતા થાકી જતા હતા, ત્યાં સુધી કે “હું બોલીશ’” એ પ્રમાણે વિચાર કરતા પણ થાકી જતાં હતા. જેમ ધૂપમાં મૂકીને સૂકાવાયેલી કોઈ કોલસાની ભરેલી ગાડી હોય, લાકડાની ભરેલી ગાડી હોય, તલના ઠુંઠાની ભરેલી ગાડી હોય કે એરંડના લાકડાની ભરેલી ગાડી હોય તો તે ગાડી ખડખડાટ કરતી ચાલે છે, અવાજ કરતી ઊભી રહે છે, તે જ પ્રકારે મેઘ અણગાર પણ હાડકાના ખડખડાટની સાથે ચાલે છે, ખડખડાટ સાથે ઊભા રહે છે, તેઓ તપથી તો વૃદ્ધિ પ્રાપ્ત હતા, પણ માંસ અને લોહીથી અપચિતહાનિવાળા થઈ ગયા હતા. રાખના ઢેરથી આચ્છાદિત, અગ્નિમાફક તપસ્યાના તેજથી દેદીપ્યમાન હતા. તપતેજરૂપી શ્રીથી અતીવ—અતીવ શોભાયમાન થઈ રહ્યા હતા. - ૨૦૧ - . મેઘનું વિપુલ પર્વત અનશન :~ તે કાળે, તે સમયે ધર્મના આદિકર, તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – અનુક્રમે ચાલતા—ચાલતા, ગ્રામાનુગામ ગમન કરતા, સુખપૂર્વક વિહાર કરતા, જ્યાં રાજગૃહ નગર હતું, જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, ત્યાં આવ્યા, આવીને યોચિત અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે મેઘ અણગારને મધ્યરાત્રિમાં ધર્મ જાગરણા કરતા-કરતા આ પ્રકારનો અધ્યવસાય યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે આ પ્રકારે હું આ ઉદાર – યાવત્ તપોકર્મથી શુષ્ક, રુક્ષ, માંસરહિત, કડકડાટ યુક્ત હાડકાવાળો, ચર્માચ્છાદિત . -- Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આગમ કથાનુયોગ-૩ અસ્થિપિંજરવાળો કૃશ અને નસોનું જાળું માત્ર રહી ગયો છું. માત્ર મારી આત્મશક્તિથી ચાલું છું – યાવત્ – “હું બોલીશ” એવો વિચાર કરવા માત્રથી પણ થાક લાગે છે. તેથી હજી જ્યાં સુધી મારામાં ઊભા થવાની શક્તિ છે, બળવીર્ય, પુરુષકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે – યાવત્ – મારા ધર્માચાર્ય, ધર્મોપદેખા શ્રમણ ભગવંત મહાવીર જિનેશ્વર ગંધહસ્તી સમાન વિચરણ કરી રહ્યા છે, ત્યાં સુધી કાલની રાત્રિનું પ્રભાત પ્રગટ થયા પછી – યાવત્ – જાજ્વલ્યમાન તેજની સાથે દિનકર, સહસ્ત્રરશ્મિ સૂર્યનો ઉદય થશે ત્યારે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા લઈને સ્વયં જ પાંચ મહાવ્રતને પુનઃ અંગીકાર કરીને ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો તથા નિગ્રંથીઓની ક્ષમાયાચના કરીશ. (પછી) તથારૂપધારી અને ક્રિયા કરેલ એવા સ્થવિરોની સાથે ધીમે ધીમે વિપુલાચલ પર્વત પર આરોહણ કરીને સ્વયં જ સઘન મેઘ સદશ પૃથ્વીશિલાપટ્ટકનું પ્રતિલેખન કરીને, સંખનાને પ્રીતિપૂર્વક સ્વીકાર કરીને, આહાર પાણીનો ત્યાગ કરીને પાદોપગમન અનશન ધારણ કરીને મૃત્યુની આકાંક્ષા ન કરતો એવો વિચરણ કરું, એ મારા માટે શ્રેયસ્કર થશે. એ પ્રમાણે વિચાર કર્યો. – વિચાર કરીને રાત્રિ વીતી, પ્રભાત થયું ત્યારે – યાવત્ – જાજ્વલ્યમાન તેજ સહિત સહસ્રરશ્મિ સૂર્યનો ઉદય થયો ત્યારે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને અતિ નિકટ નહીં, અતિ દૂર નહીં તેવા યથાયોગ્ય સ્થાને રહીને શુશ્રુષા કરતા કિંચિત્ નમીને, નતમસ્તક થઈને વિનયપૂર્વક અંજલિ કરીને પર્યપાસના કરવા લાગ્યા. હે મેઘ ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે મેઘ અણગારે આ પ્રમાણે કહ્યું, નિશ્ચયથી હે મેઘ ! મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતા તને આવો આ અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો અને જ્યાં હું છું ત્યાં તું તુરંત આવ્યો ? હે મેઘ ? શું આ વાત સત્ય છે ? હાં, આ વાત સત્ય છે. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી મેઘ અણગાર શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવતુ – હર્ષવશ વિકસિત હૃદ્યવાળા થયા અને પોતાના સ્થાનેથી ઊભા થયા. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદના–નમસ્કાર કર્યા કરીને સ્વયં જ પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું. કરીને ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓની ક્ષમાયાચના કરી. ત્યારપછી તથારૂપ અને ક્રિયાકૃત્ સ્થવિર ભગવંતોની સાથે ધીમે-ધીમે વિપુલનામક પર્વત પર ચયા, ચઢીને સ્વયં જ સઘન મેઘ સદશ પૃથ્વીશિલાપટ્ટકની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને ઉચ્ચાર–પ્રસ્ત્રવણ ત્યાગવાની ભૂમિકાનું પ્રતિલેખન કર્યું, કરીને દર્ભનો સંથારો બિછાવ્યો, બિછાવીને દર્ભના સંથારા પર આરૂઢ થયો, આરૂઢ થઈને Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૦૩ પૂર્વદિશાની સન્મુખ પલ્ચકાસને બેસીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યા અરિહંત ભગવંતોને – યાવત્ – સિદ્ધિગતિને પ્રાપ્ત સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. શ્રમણ – કાવત્ – સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરવાના ઇચ્છુક મારા ધર્માચાર્યને નમસ્કાર થાઓ. ત્યાં રહેલા ભગવંતને અહીં રહેલો એવો હું વંદના કરું છું. ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા એવા મને જુએ. આ પ્રમાણે કહીને વંદના કરી, નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે કહ્યું – પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સમસ્ત પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે – યાવત્ – મિથ્યાદર્શનશલ્યના પ્રત્યાખ્યાન કર્યા છે. આ સમયે પણ હું તેમની પાસે સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું – યાવત્ મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરું છું તથા બધાં જ પ્રકારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રૂ૫ ચારે આહારનો માવજજીવનને માટે પ્રત્યાખ્યાન કરું છું અને તે શરીર જે ઇષ્ટ – યાવત્ – વિવિધ રોગો અને આતંકો, પરીષહો, ઉપસર્ગોથી સ્પર્શિત રહે છે, તેનો પણ હું અંતિમ શ્વાસોચ્છવાસે પરિત્યાગ કરું છું – આ પ્રમાણે કહીને સંલેખનાનો અંગીકાર કરીને, ભક્તપાનનો ત્યાગ કરીને પાદોપગમન સમાધિમરણ ગ્રહણ કરી મૃત્યુની ઇચ્છા ન કરતા વિચારવા લાગ્યા. ત્યારે તે સ્થવિર ભગવંત ગ્લાનિરહિત થઈને અગ્લાન ભાવપૂર્વક મેઘ અણગારની વૈયાવચ્ચ કરવા લાગ્યા. ૦ મેઘનું સમાધિમરણ, સ્થવિરોનું પ્રત્યાગમન : ત્યારે તે મેઘ અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરીને બહુપ્રતિપૂર્ણ બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળીને એક માસની સંખના દ્વારા આત્મામાં રમણ કરતા સાઠ ભક્તોનું અનશન (છેદન) કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, શલ્યોનું છેદન કરીને સમાધિપૂર્વક અનુક્રમે કાળધર્મ પ્રાપ્ત થયા (મૃત્યુ પામ્યા. ત્યારપછી સાથે ગયેલ સ્થવિર ભગવંતોએ મેઘ અણગારને ક્રમશઃ કાલગત (મૃત્યુ પામેલ) જોયા, જોઈને પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો. કાયોત્સર્ગ કરીને મેઘ અણગારના આચારભાંડ–ઉપકરણને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને વિપુલ પર્વતથી ધીમે ધીમે નીચે ઉતર્યા, ઉતરીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, ત્યાં આવ્યા. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કર્યો, વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા. આપ દેવાનુપ્રિયના અંતેવાસી મેઘ અણગાર જે પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત હતા, તેઓ આપ દેવાનુપ્રિયની આજ્ઞા પ્રાપ્ત કરીને અનુમતિ લઈને ગૌતમ આદિ નિર્ગથ અને નિર્ચથીઓની ક્ષમાયાચના કરી અમારી સાથે ધીમે ધીમે વિપુલ પર્વત પર ચઢ્યા, સ્વયં જ સઘન મેઘ સદશ કૃષ્ણ વર્ણવાળી પૃથ્વીશિલાની પ્રતિલેખના કરી, ભક્તપાનનું પ્રત્યાખ્યાન કર્યું અને અનુક્રમે કાળધર્મ પામ્યા. હે દેવાનુપ્રિય ! આ મેઘ અણગારના આચાર ભાંડોપકરણ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ૦ મેઘ અણગારની ગતિ : હે ભગવન્ ! આ પ્રમાણે કહીને ભગવન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું. હે ભગવન્ ! આપ દેવાનુપ્રિયના અંતેવાસી જે મેઘ અણગાર હતા, તે મેઘ અણગાર કાલામાસ–મૃત્યુ સમયે, કાળ કરીને કઈ ગતિમાં ગયા ? અને ક્યાં ઉત્પન્ન થયા? હે ગૌતમ ! એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને આ પ્રમાણે કહ્યું એ પ્રકારે હે ગૌતમ ! મારો અંતેવાસી મેઘ નામનો અણગાર પ્રકૃતિથી ભદ્ર યાવત્ – વિનીત હતો. તેણે તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કરી, બાર ભિક્ષુપ્રતિમા અને ગુણરત્ન સંવત્સર તપઃકર્મને ગ્રહણ કરીને – યાવત્ – કીર્તન કરીને મારી આજ્ઞા લઈને બધાં સ્થવીરોને ખમાવ્યા. ખમાવીને તથારૂપ ગીતાર્થ સ્થવિરોની સાથે વિપુલાચલ પર્વત પર ધીમે ધીમે ચઢ઼યા. ચઢીને દર્ભનો સંથારો બિછાવ્યો. સ્વયં જ દર્ભના સંથારા પર બેસીને પાંચ મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું, કુલ બાર વર્ષનો શ્રમણ પર્યાય પાલન કર્યો. એક માસની સંલેખના વડે આત્માને ઝોસિત કરી અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કર્યું, આલોચના પ્રતિક્રમણ કરીને, શલ્યોનો ઉચ્છેદ કરીને સમાધિસ્થ થઈને કાળમાસમાં કાળધર્મને પામ્યા. આગમ કથાનુયોગ–૩ કાળધર્મ (મૃત્યુ) બાદ ચંદ્રસૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ જ્યોતિષ્ક ચક્રથી ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, કરોડો યોજન, કોડાકોડી યોજન ઓળંગીને તથા તેનાથી પણ ઊંચે સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, ત્રૈવેયક વિમાનવાસોને ઓળંગીને વિજય મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. તે વિજય નામના મહાવિમાનમાં કોઈકોઈ દેવોની ૩૩ સાગરોપમની સ્થિતિ કહેલી છે, તેમાં મેઘ નામના દેવની પણ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. હે ભગવન્ ! તે મેઘદેવ તે દેવલોકથી આયુક્ષય, સ્થિતિક્ષય, ભવક્ષય થયા પછી, ત્યાંથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ વર્ષક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે - યાવત્ - સમસ્ત દુઃખોનો અંત કરશે. ૦ નિષ્કર્ષ : • આગમ સંદર્ભ નાયા. ૨૫ થી ૪૧; વિવા. ૩૭ ની ; કદાચિત્ કોઈ પ્રસંગે શિષ્ય સ્ખલિત, સશંક થઈ જાય તો સંયમમાં સ્થિરતાને માટે આચાર્ય તેમને મધુર અને નિપુણ વચનોથી પ્રેરિત કરે. જે રીતે ભગવંત મહાવીરે મેઘમુનિને સંયમમાં સ્થિર કર્યા હતા (તે રીતે). ― - અંત. ૫; આવ.ચૂ૧-૫ ૨૫૮, ૩૫૮; * — * - અનુત્ત. ૧; કલ્પસર Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૦૫ ૦ જિનપાલિત કથા - (જિનરક્ષિત કથા) : તે કાળે, તે સમયે ચંપક નામની નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે નગરીમાં માર્કદી નામે સાર્થવાહ નિવાસ કરતો હતો. જે ધનાઢ્ય – યાવત્ - અપરિભૂત હતો. તેને ભદ્રા નામે ભાર્યા હતી. તે ભદ્રા ભાર્યાના આત્મજ બે સાર્થવાહ પુત્રો હતા. તેમના નામ આ પ્રમાણે હતી. - જિનપાલિત અને જિનરક્ષિત. ૦ જિનપાલિત જિનરક્ષિતની સમુદ્ર યાત્રા : ત્યારપછી તે બંને માકંદીપુત્રો કોઈ એક સમયે ભેગા થઈને તેઓમાં પરસ્પર આવા પ્રકારનો કથા, વાર્તાલાપ થયો, આપણે લોકોએ પોતવાહન વડે અગિયાર વખત લવણસમુદ્રનું અવગાહન કર્યું. દરેક વખતે આપણે ધનની પ્રાપ્તિ કરી, કરવા યોગ્ય કાર્યો કર્યા અને પછી કોઈપણ પ્રકારના વિદન વગર શીઘ આપણા ઘેર પાછા આવ્યા છીએ. તો હે દેવાનુપ્રિય ! આપણા માટે એ શ્રેયસ્કર થશે કે બારમી વખત પણ પોતવાહનથી લવણસમુદ્રમાં અવગાહન કરીએ. આ પ્રકારે વિચાર કરીને તેઓએ પરસ્પર આ વાતનો સ્વીકાર કર્યો. કરીને જ્યાં માતાપિતા હતા, ત્યાં આવીને આ પ્રમાણે બોલ્યા. હે માતાપિતા ! અમે લોકોએ અગિયાર વખત પોતવાહન વડે લવણસમુદ્રમાં અવગાહન કર્યું. દરેક વખતે ધનને પ્રાપ્ત કર્યું, કરવા યોગ્ય કાર્ય કર્યા અને પછી જલદીથી કોઈપણ પ્રકારના વિદન વિના પોતાના ઘેર પાછા આવ્યા, તો હે માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરી બારમી વખત પણ પોતવાહન દ્વારા લવણસમુદ્રમાં અવગાહન કરવા ઇચ્છીએ છીએ. ત્યારે માતાપિતાએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું હે પુત્રો! આ તમારા પિતામહ, પ્રપિતામહ અને પિતાના પિતામહ દ્વારા ઉપાર્જિત પ્રચુર હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, મૂંગા, માણિક આદિ સર્વોત્તમ ધનસંપત્તિ છે. જે સાત પેઢી સુધી યથેચ્છ દેવા, ભોગવવા અને વહેંચવા માટે પર્યાપ્ત છે. તેથી હે પુત્રો ! મનુષ્ય સંબંધી વિપુલ ઋદ્ધિ સત્કારના સમુદાયવાળા ભોગો ભોગવો. વિના બાધાઓ વડે યુક્ત અને જેમાં કોઈ આલંબન નથી એવા લવણ સમુદ્રમાં ઉતરવાથી શો લાભ છે ? હે પુત્રો ! બારમી વખતની યાત્રા ઉપસર્ગવાળી પણ હોય છે. તમે બંને બારમી વખત લવણસમુદ્રમાં પ્રવેશ ન કરો. જેનાથી તમારા શરીરમાં વ્યાપત્તિ ન થાય. ત્યારપછી તે માકંદીપુત્રોએ માતાપિતાને બીજી વખત અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું, અમે અગિયાર વખત પોતવાહન વડે લવણસમુદ્રમાં અવગાહન કર્યું અને દરેક વખતે અમે અર્થની પ્રાપ્તિ કરી, કરવા યોગ્ય કાર્યોને કર્યા અને કોઈ વિદન કે બાધારહિત, જલ્દીથી પોતાના ઘેર પાછા ફર્યા, તો હે માતાપિતા ! બારમી વખત પણ પોતવાહન વડે લવણસમુદ્રમાં પ્રવેશ કરવો અમારે માટે શ્રેયસ્કર થશે. ત્યારપછી માતાપિતા જ્યારે તે માકંદીપુત્રોને સામાન્ય કથન દ્વારા, વિશેષ કથન દ્વારા, સામાન્ય કે વિશેષરૂપે સમજાવવા સમર્થ ન થયા ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ તેઓએ આ વાત માટે અનુમતિ આપી દીધી. ત્યારપછી માતાપિતાની અનુમતિ પ્રાપ્ત થતા તે માકંદીપુત્ર ગણિમ, પરિમ, મેય Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આગમ કથાનુયોગ-૩ અને પરિચ્છેદ્ય ચાર પ્રકારનો માલ જહાજમાં ભરીને અર્હત્રકની માફક લવણસમુદ્રમાં અનેક સેંકડોયોજન સુધી ચાલ્યા ગયા. ૦ નૌકાનો ભંગ થવો : ત્યારપછી તે માકંદીપુત્રોને અનેક સેંકડો યોજન સુધી અવગાહન કર્યા પછી સેંકડો ઉત્પાત ઉત્પન્ન થયા, જેમકે – અકાલ મેઘ ગર્જના થવા લાગી. અકાળમાં વીજળી ચમકવા લાગી, અકાળે સ્તનિત શબ્દ થવા લાગ્યો. પ્રતિકૂળ તેજ હવા ચાલવા લાગી. - ત્યારપછી તે નૌકા તે પ્રતિકૂળ તોફાની વાયુથી વારંવાર કાંપવા લાગી, વારંવાર એક સ્થાનથી બીજા સ્થાને ચલાયમાન થવા લાગી. વારંવાર સંક્ષુબ્ધ થવા લાગી. જળના તીક્ષ્ણ વેગથી વારંવાર થપાટો ખાવા લાગી. હાથ વડે ભૂમિ પર પછાડેલા દડાની માફક વારંવાર ઊંચીનીચી ઉછળવા લાગી. જેને વિદ્યા સિદ્ધ થયેલી છે, એવી વિદ્યાધર કન્યા જેમ પૃથ્વીતલથી ઉપર ઉછળે છે, તે જ પ્રકારે તે નૌકા ઉછળવા લાગી અને વિદ્યાથી ભ્રષ્ટ વિદ્યાધર કન્યા જેમ આકાશતલથી નીચે પડે છે તે જ પ્રકારે તે નૌકા નીચે પણ પડવા લાગી. જેમ મહાન્ ગરુડના વેગથી ત્રાસ પામેલી નાગની ઉત્તમ કન્યા ભયભીત થઈને ભાગે છે, તે જ પ્રકારે તે નૌકા પણ અહીં-તહીં ભાગવા લાગી. જેમ પોતાના સ્થાનથી વિખુટી પડેલ વછેરી ઘણાં લોકોના કોલાહલથી ત્રસ્ત થઈને અહીંતહીં ભાગે—દોડે છે. તે જ પ્રકારે નાવ પણ અહીંતહીં ભાગ–દૌડ કરવા લાગી. ગુરુજનો દ્વારા જેનો દુરાચાર—અપરાધ જાણી લેવાયો હોય, તેમ સર્કુલોત્પન્ન કન્યાની સમાન નીચે નમન કરવા લાગી. તરંગોના સેંકડો પ્રહારોથી તાડિત થઈને તે નાવ થરથરવા લાગી. જેમ વિના આલંબનની વસ્તુ આકાશથી નીચે પડે છે, તેમ તે નૌકા પણ નીચે પડવા લાગી. જેનો પતિ મરણ પામેલો છે, એવી નવવિવાહિતા વધૂ જેમ અશ્રુપાત કરે છે, તે જ પ્રમાણે પાણીથી ભિંજાયેલા સાંધાઓમાંથી ઝરતી એવી જલધારાના કારણે તે નૌકા પણ અશ્રુપાત કરતી એવી પ્રતીત થવા લાગી. પરચક્રી રાજા દ્વારા અવરુદ્ધ અને એ જ કારણે ઘોર મહાભય વડે પીડિત કોઈ ઉત્તમ મહાનગરોની સમાન તે નૌકા પણ વિલાપ કરતી એવી પ્રતીત થવા લાગી. કપટ વડે કરાયેલા પ્રયોગથી યુક્ત યોગ સાધનારી પરિવ્રાજિકા જે રીતે ધ્યાન કરે છે, તે જ પ્રકારે તે નૌકા પણ ક્યારેક ક્યારેક સ્થિર થઈ જવાથી ધ્યાન કરતી હોય તેવી લાગતી હતી. કોઈ મહા ગહન જંગલમાંથી ચાલીને નીકળેલી અને હારેલ-થાકેલ પરિપક્વ ઉંમરવાળી માતા જે રીતે હાંફે છે, તે જ પ્રકારે તે નૌકા પણ નિશ્વાસ છોડવા લાગી. તપશ્ચરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત સ્વર્ગના ભોગ ક્ષીણ થયા પછી જેમ શ્રેષ્ઠ દેવી પોતાના ચ્યવનને સમયે શોક કરે છે, તે જ પ્રમાણે નૌકા પણ શોક કરવા લાગી (તેમાં રહેલા લોકો શોક કરવા લાગ્યા). તેનું કાષ્ઠ અને મુખ ભાગ ચૂરચૂર થઈ ગયો. તેની મેઢી પણ ભંગ થઈ ગઈ. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૦૭ તેના પાલક અચાનક વળી ગયા. પર્વતના શિખર પર ચઢી જવાને કારણે તે નૌકા એવી લાગવા માંડી, જાણે શૂળી પર ચઢી ગયેલ હોય, તેને જળનો સ્પર્શ વક્ર થવા લાગ્યો. એકબીજા સાથે જોડાયેલા પાટીયાઓમાં તડ–ત શબ્દ થવા લાગ્યો. તેના સાંધા તુટવા લાગ્યા. લોઢાની ખીલીઓ નીકળી ગઈ, તેના બધાં જ અંગ – ભાગો અલગ અલગ થઈ ગયા. તે પાટીયાની સાથે બંધાયેલા દોરડા સળી–ગળીને તુટી ગયા. તેના અંગ ઉપાંગ વિખરાવા લાગ્યા. તે કાચા શકોરાની જેમ પાણીમાં વિલીન થઈ ગઈ. અભાગી મનુષ્યોના મનોરથ સમાન તે નૌકા અત્યંત દયનીય થઈ ગઈ. નૌકા પર આરૂઢ કર્ણધાર, મલ્લાહ, વણિક અને કર્મચારી હાય-હાય કરતા એવા વિલાપ કરવા લાગ્યા. તે વિવિધ પ્રકારના રત્નો અને માલથી ભરેલી હતી. આ વિપત્તિના સમયે સેંકડો મનુષ્યો રૂદન કરવા લાગ્યા – યાવતું – વિલાપ કરવા લાગ્યા. તે જ સમયે પાણીની મધ્યમાં વિદ્યમાન એક મોટા શિખર સાથે ટકરાઈને તે નૌકાના મસ્કૂલ અને તોરણ ભાંગી ગયા. ધ્વજદંડ નમી ગયો. વલય જેવા સેંકડો ટુકડા થઈ ગયા અને કડક અવાજ સાથે તે નૌકા તે જ સ્થાને નષ્ટ થઈ ગઈ. ત્યારપછી તે નૌકાના ભગ્ન થઈને ડૂબી ગયા પછી ઘણાં લોકો વિપુલ રત્નો, ભાંડો અને માલ સાથે પાણીમાં ડૂબી ગયા. ૦ માર્કદી પુત્રોનું રત્નતીપે આગમન : ત્યારપછી ચતુર, દક્ષ, અર્થને પ્રાપ્ત, કુશલ, બુદ્ધિમાન, નિપુણ શિલ્પને પ્રાપ્ત, ઘણાં પોતવહનના યુદ્ધ જેવા ખતરનાક કાર્યોમાં કૃતાર્થ, વિજયી, મૂઢતારહિત અને ચંચળ એવા તે બંને માકંદીપુત્રોએ એક મોટા પાટિયાનો ટુકડો પ્રાપ્ત કર્યો. જે પ્રદેશમાં તે પોતવહન નષ્ટ થયું. તેની નીકટ સ્થાનમાં જ રત્નદીપ નામનો એક મોટો હીપ હતો. જે અનેક યોજન લાંબો-પહોળો અને અનેક યોજનની પરિધિવાળો હતો. તેના પ્રદેશ અનેક પ્રકારના વૃક્ષોના વનો વડે મંડિત હતા, તે શોભા સંપન્ન, પ્રાસાદીય – થાવત્ – પ્રતિરૂપ હતા. તેના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ ઉત્તમપ્રાસાદ હતો. તે ઘણો જ ઊંચો હતો – યાવત્ – શોભાસંપન્ન, પ્રાસાદીય – ચાવતું – પ્રતિરૂપ હતો. તે પ્રાસાદાવર્તાસકમાં રત્નદ્વીપ દેવતા નામની એક દેવી વાસ કરતી હતી. જે પાપિણી, ચંડા, રુદ્ર, ભયંકર, યુદ્ધ સ્વભાવવાળી અને સાહસિક હતી. તે પ્રાસાદાવાંસકની ચારે દિશાઓમાં ચાર વનખંડ હતા. જે શ્યામવર્ણ અને શ્યામ કાંતિવાળા હતા. ત્યારપછી તે બંને માકંદી પુત્ર તે પાટીયાના સહારે તરતા-તરતા રત્નદ્વીપની નજીક આવી પહોંચ્યા. - ત્યારપછી તે માકંદી પુત્રોને થાહ મળી, થાણ પ્રાપ્ત કરીને તેઓએ ઘડીભર વિશ્રામ કર્યો. વિશ્રામ કરીને ફલકખંડને છોડી દીધો. છોડીને રત્નદ્વીપે ઉતર્યા, ઉતરીને ફળોની માર્ગણા – ગવેષણા કરી, ફળોને ગ્રહણ કર્યા. પછી ખાધા, ખાઈને નારિયેલની માર્ગણા – ગવેષણા કરી, કરીને નારિયેલને ફોડ્યા. ફોડીને તેના તેલ વડે બંનેએ પરસ્પર Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આગમ કથાનુયોગ-૩ એકબીજાના શરીરનો માલિશ કર્યો. માલિશ કરીને પુષ્કરિણી જળમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. સ્નાન કરીને પુષ્કરિણીમાંથી બહાર આવ્યા. પછી પૃથ્વીશિલાપટ્ટ પર બેઠા, આશ્વસ્ત, શાંત થયા. વિશ્રામ કર્યો, શ્રેષ્ઠ સુખાસને બેઠા. બેસીને ચંપાનગરી, માતાપિતા પાસેથી આજ્ઞા લેવી, લવણસમુદ્રમાં ઉતરવું, તોફાની, પ્રચંડવાયુનું ઉત્પન્ન થવો, પોતવહનનું ભગ્ન થવું, ડૂબી જવું, કાષ્ઠ લકખંડ પ્રાપ્ત થવો. અંતે રત્નદ્વીપમાં ઉતરવું, આવવું. આ બધી જ વાતોનો વારંવાર વિચાર કરતા, ભગ્ર મને સંકલ્પ થઈને હથેલી પર મુખ રાખીને ચિંતામાં ડૂબી ગયો. ૦ રત્નદ્વીપ દેવી સાથે ભોગ ભોગવવા : ત્યારપછી તે રત્નકીપની દેવીએ તે માકંદીપુત્રોને અવધિજ્ઞાનથી જોયા. જોઈને તેણે હાથમાં ઢાલ અને તલવાર લીધા. સાત-આઠ તાડ પ્રમાણ જેટલી ઊંચાઈએ આકાશમાં ઉડી, ઉડીને ઉત્કૃષ્ટ –- યાવતુ – દેવગતિ વડે ચાલતી–ચાલતી જ્યાં માકંદીપુત્ર હતા ત્યાં આવી, કોપાયમાન થઈ અને રૂક્ષ, કઠોર અને નિષ્ફર વચનો દ્વારા માકંદીપુત્રોને કહ્યું – ' અરે માર્કદી પુત્રો ! અપ્રાર્થિતની ઇચ્છા કરનારા ! જો તમે મારી સાથે વિપુલ કામભોગ ભોગવતા રહેશો તો તમે જીવિત રહેશો અને જો મારી સાથે વિપુલ કામભોગ ભોગવતા એવા વિચરણ નહીં કરો તો આ નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીના પુષ્પની પ્રભા સમાન અને છરાની ધાર જેવી તીખી તલવારથી તારા આ મસ્તકના જે ગંડ સ્થળને અને દાઢીમૂછોને લાલ કરનારા છે અને જે માતા આદિ દ્વારા સજાવીને સુશોભિત કરાયેલ વાળ વડે શોભાયમાન છે, તેને તાડફળની માફક કાપીને એકાંતમાં ફેંકી દઈશ. ત્યારપછી તે માકંદીપુત્ર રત્નદ્વીપની દેવીની આ વાત સાંભળી અને હૃદયમાં અવધારીને ભયભીત થઈ ગયા તથા બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યા હે દેવાનુપ્રિયા ! આપ જે કહેશો, અમે તે આપની આજ્ઞા, ઉપપાત–આદેશ અને વચન નિર્દેશમાં તત્પર રહીશું. ત્યારપછી રત્નકીપની દેવીએ માકંદીપુત્રોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં પોતાનો ઉત્તમ પ્રાસાદ હતો, ત્યાં આવી, આવીને અશુભ પુદ્ગલોને દૂર કર્યા અને શુભ પુગલોને પ્રક્ષેપિત કર્યા અને ત્યારપછી તેમની સાથે વિપુલ કામભોગોને ભોગવતા વિચારવા લાગ્યા. પ્રતિદિન તેમના માટે અમૃત જેવા મધુર ફળ લાવવા લાગી. ૦ રત્નદ્વીપ દેવીનું ગમન અને માર્કદી પુત્રોને આદેશ : ત્યારપછી શક્રેન્દ્રની આજ્ઞાથી સુસ્થિત નામના લવણસમુદ્રના અધિપતિ દેવે તે રત્નદ્વીપની દેવીને કહ્યું, તારે લવણસમુદ્રને એકવીશ વખત ચક્કર લગાવવા અને ત્યાં જે કંઈ પ્રણ, પાંદડા, કાષ્ઠ, કચરો, અશુચિ, સડેલ–ગળેલ વસ્તુ કે દૂર્ગધી વસ્તુ આદિ ગંદી વસ્તુઓ હોય, તે બધાંને એકવીસ વખત હલાવી–હલાવીને સમુદ્રથી બહાર કાઢીને એક તરફ ફેંકી દેવી. આ પ્રમાણે કહીને તેને સમુદ્રની સફાઈના કાર્યમાં નિયુક્ત કરી. ત્યારપછી તે રત્નદીપની દેવીએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! હું શક્રેન્દ્રના વચનાદેશથી સુસ્થિત નામના લવણ સમુદ્રાધિપતિ દેવ Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૦૯ દ્વારા પૂર્વોક્ત પ્રકારે – યાવત્ – નિયુક્ત કરાઈ છું. તેથી હે દેવાનુપ્રિયો ! જ્યાં સુધી હું લવણસમુદ્રનું એકવીશ વખત ચક્કર કાપીને ત્યાં જે કંઈ પણ ખૂણ, પત્ર, કાષ્ઠ, કચરો, અશુચિ, સડેલ–ગળેલ વસ્તુ કે દુર્ગધી વસ્તુ આદિ અશુદ્ધ વસ્તુઓ છે, તેને એકવીસ વખત હલાવી–હલાવીને એકાંતમાં ફેકું છું, ત્યાં સુધી તમે આ પ્રાસાદાવર્તાસકમાં આનંદપૂર્વક રમણ કરતા કરતા રહેજો. કદાચ જો તમે કંટાળી જાઓ અથવા ઉત્સુક થાઓ અથવા કોઈ ઉપદ્રવ થાય તો તમે પૂર્વદિશાના વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં બે ઋતુ સદા સ્વાધીન છે. યથા – પ્રાવૃષ્ય (અષાઢ અને શ્રાવણ) તથા વર્ષારાત્ર (ભાદરવો અને આસો). - તેમાં પ્રાવૃધું ઋતુરૂપી હાથી સ્વાધીન છે. કંદલ–નવીન લતાઓ અને સિલિંઘભૂમિફોડા તે પ્રાવૃષ હાથીના દાંત છે. નિડર નામક વૃક્ષના ઉત્તમ પુષ્પો તેની ઉત્તમ સૂંઢ છે કુટજ, અર્જુન અને નીપના વૃક્ષોના પુષ્પ જ તેનું સુગંધી મદજળ છે. તેમાં વર્ષાઋતુ રૂપી પર્વત પર સદા સ્વાધીન છે. કેમકે તે ઇન્દ્રગોપરૂપી પઘરાગ આદિ મણીઓથી વિચિત્ર વર્ણવાળો રહે છે અને તેમાં દેડકાઓના સમૂહોના શબ્દરૂપી ઝરણાનો ધ્વનિ સંદેવ થતો રહે છે. ત્યાં મયૂરોનો સમૂહ સદૈવ શિખરો પર વિચરે છે. હે દેવાનુપ્રિયો ! તે પૂર્વ દિશાના ઉદ્યાનમાં તમે ઘણી વાવડી – ચાવતું – સરોવરોની પંક્તિઓમાં, અનેક લતા મંડપોમાં, વેલોના મંડપમાં – યાવત્ – પુષ્પગૃહોમાં સુખપૂર્વક રમણ કરતાં-કરતાં સમય વ્યતીત કરજો અને જો ત્યાં પણ કંટાળી જાઓ. ઉત્સુક થાઓ કે ઉપદ્રવ થાય તો તમે ઉત્તર દિશાના વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં બે ઋતુઓ સદા વિદ્યમાન રહે છે. જેમકે – શરદુ અને હેમંત. તેમાં શરઋતુરૂપી વૃષભ સદા સ્વાધીન છે. સમચ્છદ વૃક્ષોના પુષ્પ તેના કાંદા છે, નીલોત્પલ પદ્મ અને નલિન સિંગ છે, સારસ અને ચક્રવાલ પક્ષીઓનું કુંજન ઘોષ છે. - તેમાં હેમંતઋતુરૂપી ચંદ્રમા સદા સ્વાધીન છે. શ્વેત કુંકુસુમ તેની ધવલ જ્યોત્સના છે. કુસુમિત લોધ વનખંડ તેનું મંડલત છે, તુષારના જળબિંદુની ધારા તેના સ્થળ બૃહતું કિરણો છે. હે દેવાનુપ્રિયો ! ત્યાં તમે ઘણી વાપિકાઓમાં – યાવત્ – સરોવરોની પંક્તિઓમાં, ઘણાં લતાગૃહોમાં, વેલ મંડપોમાં – યાવતુ – પુષ્પ મંડપોમાં સુખપૂર્વક રમણ કરતા કરતા સમય વ્યતીત કરજો અને જો તમે ત્યાં પણ કંટાળી જાઓ કે ઉત્સુક થાઓ અથવા કોઈ ઉપદ્રવ થઈ જાય તો તમે પશ્ચિમ દિશાના વનખંડમાં ચાલ્યા જજો. તે વનખંડમાં પણ બે ઋતુઓ સદૈવ સ્વાધીન છે. યથા – વસંત અને ગ્રીષ્મ તેમાં વસંતઋતુરૂપી રાજા સદા સ્વાધીન છે. વસંતરૂપી રાજાને આમ્રના પુષ્પોનો મનોહર હાર છે. કિંશુક, કર્ણિકાર અને અશોકના પુષ્પોનો મુગટ છે અને ઊંચા ઊંચા તિલક અને બકુલના પુષ્પોનું છત્ર છે. તેમાં ગ્રીષ્મઋતુરૂપી સાગર સદા વિદ્યમાન રહે છે. જે પાટલ અને શિરીષના પુષ્પોરૂપી જળથી પરિપૂર્ણ રહે છે. મલિકા અને વાસંતિકી લતાઓના કુસુમ જ તેની ઉજ્વળ વેળા, તટ, કિનારો છે અને તેમાં જે શીતલ અને સુરભિત પવન છે. તે જ ૩/૧૪] Jain Gulation International Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આગમ કથાનુયોગ-૩ મગરોનું વિચરણ છે. તે વનખંડમાં ઘણી જ વાપિકાઓ અને – યાવત્ – સરોવરોની પંક્તિઓમાં અને અનેક લતાગૃહોમાં, વેલોના મંડપોમાં અને – યાવત્ – કુસુમ ગૃહોમાં સુખપૂર્વક રમણ કરતા વિચરજો. હે દેવાનુપ્રિયો ! કદાચ તમે ત્યાં પણ કંટાળી જાઓ અથવા ઉત્સુક થાઓ કે ઉપદ્રવ થઈ જાય તો તમે જ્યાં શ્રેષ્ઠ પ્રાસાદ છે ત્યાં પાછા આવજો અને મારી પ્રતિક્ષા કરતા ત્યાંજ રહેજો, પરંતુ દક્ષિણ દિશાના વનખંડ તરફ જશો નહીં. ત્યાં એક મોટો, ઉગ્રવિષ, ચંડવિષ, ઘોરવિષ, મહાવિષયુક્ત, દીર્ધકાય, મહાકાય તથા તેજોવેશ્યાના નિસર્ગકાળે ગોશાલકના વર્ણનમાં કહ્યા અનુસાર બીજા વિશેષણો અહીં પણ સમજી લેવા. યથા – કાજળ, ભેંસ અને કસૌટી પાષાણ સદશ કાળો, જેના નેત્ર, વિષ અને રોષથી પરિપૂર્ણ છે, જેની આભા કાજળના ઢેર સમાન કાળી છે, આંખો લાલ છે, બંને જીભ ચપળ અને લપલપાતી છે (તથા) – – જે પૃથ્વીરૂપી સ્ત્રીની વેણીના સમાન છે, તે ઉત્કટ, સ્કૂટ, કુટિલ, જટિલ, કર્કશ અને વિકટ ફટાટોપ કરવામાં દક્ષ, લુહારની ધણ વડે મારવાથી થતા ધમધમ શબ્દની માફક ધમધમ શબ્દ કરનારો, જેનો રોષ પ્રચંડ, તીવ્ર અને અપરિમિત છે, કૂતરાના ભસવા સમાન શીવ્રતા અને ચપળતાથી ધમધમ ધ્વનિ કરનારો એવો દૃષ્ટિવિષ સર્પ રહે છે. - તેથી ક્યાંક એવું ન બને કે તમે ત્યાં ચાલ્યા જાઓ અને તમારા શરીરનો વિનાશ થઈ જાય. તેણીએ આ વાત બે વખત, ત્રણ વખત પણ તે માકંદીપુત્રોને કહી, કહીને તેણીએ વૈક્રિય સમુદ્દઘાત વડે વિદુર્વણા કરી, વિક્ર્વણા કરીને ઉત્કૃષ્ટ દેવગતિથી લવણસમુદ્રને એકવીશ વખત ચક્કર કાપવામાં પ્રવૃત્ત થઈ ગઈ. ૦ માકંદીપુત્રોનું વનખંડ ગમન : ત્યારપછી તે માકંદીપુત્ર તે દેવીના ચાલ્યા ગયા પછી અંતર મુહર્તમાં જ તે શ્રેષ્ઠ પ્રાસાદમાં સુખદ સ્મૃતિ, રતિ અને ધૃતિ પ્રાપ્ત ન કરવાથી પરસ્પર આ પ્રમાણે બોલ્યા હે દેવાનુપ્રિય ! રત્નદ્વીપની દેવીએ આપણને આ પ્રમાણે કહ્યું છે કે, શક્રેન્દ્રના વચનાદેશથી લવણસમુદ્રાધિપતિ દેવ સુસ્થિતે મને આ કાર્ય માટે નિયુક્ત કરેલી છે – થાવત્ – એવું ન બને કે તમારા શરીરનો વિનાશ થઈ જાય. તો હે દેવાનુપ્રિય! આપણે પૂર્વદિશાના વનખંડમાં જવું જોઈએ. તેઓએ પરસ્પર એકબીજાના આ વિચારને સાંભળ્યો, સાંભળીને જ્યાં પૂર્વદિશાનું વનખંડ હતું, ત્યાં આવ્યા, આવીને ત્યાં વાવડીઓ – યાવતું – લતાગૃહોમાં – યાવત્ – સુખપૂર્વક રમણ કરતા વિચરણ લાગ્યા. ત્યારપછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સુખાનુભૂતિ, રતિ અને શાંતિ પ્રાપ્ત ન થઈ ત્યારે પરસ્પર આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! રત્નદ્વીપની દેવીએ આપણને એવું કહેલ હે દેવાનુપ્રિયો ! શક્રના વચનાદેશથી લવણાધિપતિ સુસ્થિતદેવ દ્વારા નિયુક્ત કરાયેલી છે – યાવત્ – તમારા શરીરનો વિનાશ ન થઈ જાય. તો આમ કહેવાનું કંઈ કારણ હોવું જોઈએ. તેથી હવે આપણે દક્ષિણ દિશાના વનખંડમાં પણ જવું જોઈએ. એ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૧૧ પ્રમાણે કહીને તેઓએ એકબીજાના આ વિચારનો સ્વીકાર કર્યો. જે તરફ દક્ષિણ દિશા હતી – વનખંડ હતું, તે તરફ જવા ઉદ્યત થયા. તે તરફથી દુર્ગધો આવવા લાગી. તે જેમકે કોઈ સર્પનું મૃત કલેવર હોય – યાવત્ – તેનાથી પણ અધિક અનિષ્ટતર હોય. ૦ શૂલી પર ચઢાવેલ પુરુષ પાસે છૂટકારાનો ઉપાય જાણવો : ત્યારપછી તે માકંદીપુત્રો તે અશુભ ગંધથી ગભરાઈને પોતપોતાના ઉત્તરીય વસ્ત્રો વડે મોઢું ઢાંકી દીધુ. મુખ ઢાંકીને જ્યાં દક્ષિણદિશાનું વનખંડ હતું, ત્યાં પહોંચ્યા, ત્યાં તેઓએ એક મોટું વધસ્થળ જોયું. જે સેંકડો હાડકાઓના સમૂહથી વ્યાસ અને જોવામાં ભયંકર હતું. ત્યાં શૂલી પર ચઢાવેલ એક પુરુષને કરુણ, કષ્ટમય અને વિરતપણે ચીસો પાડતો જોયો. જેનાથી તેઓ ડરી ગયા, સંત્રસ્ત થઈ ગયા. ત્રસિત અને ઉદ્વિગ્ન થઈ ગયા, ભયભીત થયા. તેઓ જ્યાં શૂળીપર ચઢાવાયેલ પુરુષ હતો, ત્યાં પહોંચ્યા, પહોંચીને તે શૂલી પર ચઢાવાયેલ પુરુષને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! આ વધસ્થળ કોનું છે ? તમે કોણ છો ? શા માટે અહીં આવ્યા હતા ? તમને કોણે આ વિપત્તિમાં મુક્યા છે ? ત્યારે શૂલી પર ચઢેલ તે પુરુષે તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! આ રત્નદ્વીપની દેવીનું વધસ્થળ છે. હે દેવાનુપ્રિયો ! હું જંબૂદીપના ભારતવર્ષમાં સ્થિત કાકંદી નગરીનો નિવાસી અશ્વવણિકું છું. હું ઘણાં અશ્વ તથા ભાંડોપકરણોને ભરીને લવણસમુદ્રમાં ગયો હતો. ત્યારપછી મારું વહાણ ભાંગી જવાથી અને ભાંsઉપકરણો ડૂબી ગયા પછી મને એક પાટીયાના ટૂકડો મળ્યો. ત્યારે તેના જ સહારે તરતો તરતો હું રત્નદ્વીપ નજીક પહોંચ્યો. તે સમયે રત્નદ્વીપની દેવીએ મને અવધિજ્ઞાનથી જોયો. જોઈને તેણે મને ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને તે મારી સાથે વિપુલ કામભોગોને ભોગવતી વિચરણ કરવા લાગી. ત્યારપછી રત્નદ્વીપની તે દેવી મારા કોઈ નાના અપરાધને માટે અત્યંત કોપાયમાન થઈ ગઈ, થઈને મને આ વિપત્તિમાં ધકેલી દીધો. હે દેવાનુપ્રિયો ! ખબર નથી કે તમારા આ શરીરને પણ કેવી આપત્તિ આવવાની છે ? ત્યારે તે માકંદીપુત્રોએ તે શૂલી પર ચઢેલા પુરુષ પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને અત્યધિક ભય પામ્યા અને ત્રસિત, ઉદ્વિગ્ન અને ભયગ્રસ્ત થઈને તેઓએ શૂલી પર ચઢેલા પુરુષને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! અમે લોકો રત્નદીપની દેવીના હાથેથી કઈ રીતે અમારી મેળે જ અમારો છુટકારો મેળવી શકીએ છીએ ? ત્યારે શૂલી પર ચઢેલ પુરુષે તે માકંદી પુત્રોને આમ કહ્યું હે દેવાનુપ્રિયો ! આ પૂર્વદિશાના વનખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે. તેમાં અશ્વરૂપધારી શૈલક નામે યક્ષ નિવાસ કરે છે, તે શૈલક યક્ષ આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસને દિવસે એક નિયત સમયે જોરજોરથી ચીસો પાડતો આ પ્રમાણે બોલે છે – કોને તારું? કોને પાછું?” તેથી હે દેવાનુપ્રિયો ! તમે લોકો પૂર્વદિશાના વનખંડમાં જજો અને શૈલકયક્ષની મહાનું જનોને યોગ્ય પુષ્પો વડે પૂજા અર્ચના કરજો, પૂજા કરીને ઘૂંટણ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ આગમ કથાનુયોગ-૩ અને પગ નમાવીને, બંને હાથ જોડીને વિનયપૂર્વક તેની પર્યાપાસના કરતા રહેજો. જ્યારે તે શૈલક યક્ષ નિયત સમયે કહે કે, કોને તારું? કોને પાળું ? ત્યારે તમે કહેજો કે અમને તારો, અમને પાળો. આ પ્રમાણે શૈલક યક્ષ જ રત્નદ્વીપની દેવીના હાથેથી સ્વયં તમને છોડાવશે. અન્યથા મને ખબર નથી કે તમને કઈ આપત્તિ આવશે. ૦ શૈલકયક્ષની ઉપાસના અને રક્ષણોપાયની જાણકારી : ત્યારપછી તે માકંદીપુત્ર. તે શૂલી પર ચઢેલા પુરુષ પાસેથી આ વૃત્તાંતને સાંભળીને અને મનમાં અવધારીને જલ્દીથી, પ્રચંડ, ચપળ, ત્વરા અને વેગવાળી ગતિથી જ્યાં પૂર્વદિશાનું વનખંડ હતું, ત્યાં જ્યાં પુષ્કરિણી હતી, ત્યાં આવ્યા, આવીને પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. સ્નાન કરીને પછી ત્યાં જે કમળ આદિ હતા – યાવત્ – તેને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને જ્યાં શૈલક યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવ્યા. આવીને યક્ષ પર દૃષ્ટિ પડતાં જ તેને પ્રણામ કર્યા. પ્રણામ કરીને મહાન્ પુરુષોને યોગ્ય પુષ્પાર્ચના કરી, અર્ચના કરીને ઘૂંટણ અને પગ નમાવીને યક્ષની શઋષા કરતા, નમન કરતા તેમની પર્ફપાસના કરવા લાગ્યા. ત્યારપછી નિયત સમય થયો ત્યારે તે શૈલક યક્ષ આ પ્રમાણે બોલ્યો, કોને તારું? કોને પાળું? ત્યારે તે માકંદી પુત્રો પોતાના આસનેથી ઊભા થયા, ઊભા થઈને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યા – અમને તારો, અમને પાળો. ત્યારે તે શૈલક યક્ષે તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે મારી સાથે સમુદ્રના મધ્યમાંથી ગમન કરશો ત્યારે તે પાપિણી, ચંડા, રદ્ધા, મુદ્રા અને સાહસિકા રત્નદ્વીપની દેવી અનેક કઠોર, કોમળ, અનુકુળ, પ્રતિકૂળ, શૃંગારમય અને કરુણ ઉપસર્ગોથી ઉપસર્ગ કરશે. તેથી હે દેવાનુપ્રિયો ! જો તમે રત્નદ્વીપની દેવીના તે અર્થનો આદર કરશો, અંગીકાર કરશો કે અપેક્ષા કરશો તો હું તમને મારી પીઠ ઉપરથી નીચે પાડી દઈશ અને જો તમે રત્નદ્વીપની દેવીના તે અર્થનો આદર નહીં કરો, અંગીકાર નહીં કરો કે અપેક્ષા નહીં કરો તો હું મારા હાથે જ રત્નદ્વીપની દેવીથી તમારો છૂટકારો કરાવી દઈશ. ત્યારે તે માકંદીપુત્રોએ શૈલક યક્ષને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ જેમ કહેશો તેમ અમે આપના આજ્ઞા, ઉવવાય, વચન, નિર્દેશ અનુસાર રહીશું–વર્તીશું. ત્યારપછી તે શૈલક યક્ષ ઇશાન ખૂણામાં ગયો. ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદૂઘાત કર્યો, સમુઘાત કરીને સંખ્યાત યોજનનો દંડ કાઢ્યો. બીજી અને ત્રીજી વખત પણ વૈક્રિય સમુદૂઘાત કર્યો. સમુઘાત કરીને એક મોટા અશ્વનું રૂપ વિકુવ્યું. વિક્ર્વીને તેણે માકંદી પુત્રોને આ પ્રમાણે કહ્યું, હે માકંદીપુત્રો ! દેવાનુપ્રિયો ! મારી પીઠ પર બેસી જાઓ. ત્યારે માકંદીપુત્રોએ હર્ષિત અને સંતુષ્ટ થઈને શૈલકયક્ષને પ્રણામ કર્યા અને પ્રણામ કરીને તેઓ તેની પીઠ પર બેસી ગયા. ત્યારપછી તે શૈલક માકંદીપુત્રોને પીઠ પર બેસી ગયેલા જાણીને સાત-આઠ તાડ જેટલા ઊંચા આકાશમાં ઉડ્યો, ઉઠીને ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, પ્રચંડ અને દિવ્ય Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૧૩ દેવગતિથી લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને જ્યાં જંબૂઢીપ હતો ત્યાં આવ્યો. જ્યાં ભરતક્ષેત્ર હતું. જ્યાં ચંપાનગરી હતી. તે તરફ જવાને માટે ઉદ્યત્ થયો. ૦ રત્નદ્વીપ દેવીએ કરેલ ઉપસર્ગ - ત્યારપછી રત્નદ્વીપની દેવીએ લવણસમુદ્રની ચારે તરફ એકવીશ વખત ચક્કર લગાવીને જ્યાં પોતાનો શ્રેષ્ઠ પ્રાસાદ હતો, ત્યાં આવી. આવીને તેણીએ તે માકંદીપુત્રોને પ્રાસાદમાં ન જોયા. તેથી તેણી પૂર્વ દિશાના વનખંડ તરફ ગઈ – યાવત્ – બધી જગ્યાએ માર્ગણા ગવેષણા કરી, ગવેષણા કરવા છતાં તેણીને તે માકંદીપુત્રોની ક્યાંય કૃતિ–સુતિ– પ્રવૃત્તિ જાણવા ન મળ્યા. એ જ પ્રમાણે ઉત્તર અને પશ્ચિમ દિશામાં પણ વનખંડોમાં દેખાયા નહીં ત્યારે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. ત્યારે તે માકંદીપુત્રોને શૈલક સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચથી થઈને જતા જોયા. જોઈને ક્રોધાભિભૂત થઈ, હાથમાં તલવાર લીધી. લઈને સાત-આઠ તાડ જેટલી આકાશમાં ઊંચી ઉઠી, ઉઠીને ઉત્કૃષ્ટ દેવગતિથી જ્યાં માકંદીપુત્ર હતા ત્યાં આવી, આવીને આ પ્રમાણે બોલી અરે માકંદીપુત્રો ! અરે અપ્રાર્થિતના અભિલાષી, શું તમે નથી જાણતા કે મારો ત્યાગ કરીને શૈલક યક્ષની સાથે લવણસમુદ્રની મધ્યમાં થઈને તમે નીકળી જશો ? આટલું થવા છતાં પણ જો તમે મારી અપેક્ષા રાખશો તો તમે જીવતા રહી શકશો અને જો મારી અપેક્ષા નહીં રાખો તો નીલકમલ, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવી પ્રભાવાળી અને છૂરાની ધાર જેવી તલવાર વડે ગંs સ્થળો અને દાઢી મૂછોને લાલ કરનારા, માતા આદિ દ્વારા સજાવીને સુશોભિત કરાયેલ કેશો વડે શોભાયમાન તમારા આ મસ્તકને તાલફળની માફક કાપીને એકાંતમાં ફેંકી દઈશ. ત્યારપછી તે માકંદીપુત્ર રત્નદ્વીપની દેવીના આ કથનને સાંભળીને અને સમજીને પણ ભયભીત ન થયા, ત્રસિત ન થયા, ઉદ્વિગ્ન ન થયા, યુભિત ન થયા, સંભ્રાન્ત ન થયા અને તેઓએ રત્નદીપની દેવીના આ કથનનો આદર ન કર્યો. તેને અંગીકાર ન કર્યું, તેની પરવા ન કરી અને શૈલકયક્ષ સાથે સમુદ્રમાં ચાલવા લાગ્યા – (આગળ વધ્યા). ત્યારપછી તે રત્નદીપની દેવી તે માકંદી પુત્રોને ઘણાં પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા ચલિત કરવામાં, લોભાવવામાં, સુભિત કરવામાં અને પાછા વાળવામાં સમર્થ ન થઈ ત્યારે પોતાના મધુર, શૃંગારમય અને અનુરાગભર્યાં અનુકૂળ ઉપસર્ગો દ્વારા તેઓ પરત્વે ઉપસર્ગ કરવામાં પ્રવૃત્ત થઈ. હે માકંદીપુત્રો! હે દેવાનુપ્રિયો! તમે મારી સાથે હાસ્ય કરેલ છે, રમણ કરેલ છે, લીલા કરી છે, ક્રીડા કરી છે, હિંચોળે હિંચ્યા છો, મોહિત થયા છો. તો આ બધાંને કંઈપણ ગણતરીમાં ન લેતા એવા તમે મને છોડીને શૈલક યક્ષની સાથે લવણસમુદ્રની મધ્યમાં થઈને જઈ રહ્યા છો ? ત્યારપછી તે રત્નદ્વીપની દેવીએ અવધિજ્ઞાનથી જિનરક્ષિતના મનને જાણ્યું, જાણીને આ પ્રમાણે કહેવા લાગી. હું હંમેશા જિનપાલિતને માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ હતી. હું તો હંમેશાં જિનરક્ષિતને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને પ્રણામ હતી, તેથી કદાચ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આગમ કથાનુયોગ-૩ જિનપાલિત મને રોતી, આક્રંદન કરતી, શોક કરતી, અનુતાપ કરતી, વિલાપ કરતી જોઈને પરવા નથી કરતો તો ન કરે, પણ હે જિનરક્ષિત ! તું પણ શું મને રોતી, આકંદન કરતી, શોક કરતી, અનુતાપ કરતી, વિલાપ કરતી એવી મારી પરવા કરતો નથી ? ત્યારપછી શ્રેષ્ઠ રત્નદ્વીપની તે પાપિણી દેવી અવધિજ્ઞાન વડે જિનરક્ષિતના મનને જાણીને તેને મારવાને માટે બંને માકંદીપુત્રો પ્રતિ દ્વેષયુક્ત, કપટ, લીલા સહિત વિવિધ પ્રકારના ચૂર્ણવાસ વડે મિશ્રિત, દિવ્ય, પ્રાણ અને મનને તૃપ્તિ દેનારા અને સર્વ ઋતુઓ સંબંધી સુગંધિત પુષ્પોની વૃષ્ટિ કરતી–કરતી વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્નોની ઘંટિકા, ઘૂંઘરું, ઝાંઝર, કંદોરો આદિના શબ્દરવથી દિશા અને વિદિશાઓને વ્યાપ્ત કરતી એવી આ પ્રમાણે કહેવા લાગી– હે હોલ ! વસૂલ ! ગોલ ! નાથ ! સ્વામી ! પ્રિય ! રમણ ! કાંત ! અભિલાષિત ! સ્વામી ! નિધૃણ–નિર્દય ! નિWક્ક-અવસરને ન જાણનાર ! નિર્મોહી ! નિષ્ક્રિય ! અકૃતજ્ઞ! શિથિલમના ! નિર્લજ્જ ! રસ ! અકરણ! જિનરક્ષિત ! મારા હૃદયના રક્ષક! મને એકલી, અનાથ, બાંધવરહિત, તમારા ચરણની સેવા કરનારી, અધન્યાનો ત્યાગ કરી દેવો તમારા માટે યોગ્ય નથી. હે ગુણ ભંડાર ! હું તમારા વિના એક ક્ષણને માટે પણ જીવિત રહેવા માટે સમર્થ નથી. અનેક સેંકડો મત્સ્ય, મગર, વિવિધ મુદ્ર જલચર પ્રાણીઓના ગૃહરૂપ આ રત્નાકરના મધ્યે તમારા સામે હું મારો વધ કરું છું – પ્રાણ ત્યાગ કરું છું. આવો, પાછા આવી જાઓ, જો તમે કોપાયમાન થયા હો તો મારા એક અપરાધને ક્ષમા કરો. શરઋતુના મેઘવિહિન વિમલચંદ્રમાની સમાન અને સદ્યઃ વિકસિત કમલ, કુમુદ અને કુવલયના વિમલસમૂહની સદશ શોભાયમાન તમારા મુખમંડઅને નેત્રોના દર્શન કરવાની ઇચ્છા (તૃષા)થી હું અહીં આવું છું, તારું મુખ જોવાને માટે હું અધીર છું. તેથી હે નાથ ! તમે મારી તરફ જુઓ. જેથી હું તમારા મુખ કમળનું દર્શન કરું. એ પ્રમાણે પ્રેમપૂર્ણ, સરળ અને મધુર વચનોને વારંવાર બોલતી તે પાપિણી અને પાપપૂર્ણ હૃદયવાળી દેવી માર્ગમાં તેમની પાછળ-પાછળ જવા લાગી. ૦ જિનરક્ષિતનો વિનાશ : ત્યારપછી પૂર્વોક્ત કાનોને સુખ દેનારી અને મનને હરણ કરનારા ભૂષણયુક્ત શબ્દોના ધ્વનિ તથા તે પ્રણયયુક્ત સરળ અને મધુર વચનોથી જિનરક્ષિતનું મન ચલાયમાન થઈ ગયું. પૂર્વની અપેક્ષા તેને બમણો રાગ થઈ ગયો. રત્નદીપની દેવીના સુંદર સ્તન, જઘન, મુખ, હાથ, પગ અને નેત્રોના લાવણ્યનો, રૂપ-યૌવનની સુંદરતા, હર્ષના અતિરેક વશ કરાયેલા દિવ્ય આલિંગનોને, કામચેષ્ટાઓને, વિલાસોને, મુસ્કુરાહટોને, કટાક્ષોને, કામક્રીડા જનિત નિઃશ્વાસોને, મર્દનને, ઉપલલિતને, સ્થિતને, ગતિને, પ્રણયકોપને અને પ્રસાદિત માનિનીને રિઝવવાને સ્મરણ કરતા કરતા જિનરક્ષિતની મતિ રાગથી મોહિત થઈ ગઈ. તે વિવશ થઈ ગયો. કર્મને આધીન થઈ ગયો અને લજ્જાની સાથે પાછળ તરફ વળીને તે દેવીની તરફ જોવા લાગ્યો. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૧૫ ત્યારપછી જિનરક્ષિતને દેવી પર અનુરાગભાવ ઉત્પન્ન થયો કે મૃત્યરૂપી રાક્ષસે તેના ગળામાં હાથ નાંખીને તેની મતિ પલટાવી નાંખી, તેણે દેવીની તરફ જેવું જોયું કે તુરંત જ તે જાણીને શૈલકયક્ષે તેને પોતાની પીઠ પરથી ઉઠાવીને ફેંકી દીધો. ત્યારપછી તે નિર્દય અને પાપિણી રત્નદ્વીપની દેવી દયનીય જિનરક્ષિતને શૈલકની પીઠ પરથી પડતો જોઈને બોલી – રે દાસ ! તું મર્યો. આ પ્રમાણે કહીને સમુદ્રના જળ સુધી પહોંચતા પહેલા જ હાથો વડે પકડીને ચીસ પાડતી જિનરક્ષિતને ઉપર આકાશમાં ઉછાળ્યો અને જ્યારે તે નીચે તરફ આવતો હતો ત્યારે તેને તલવારની અણી પર ઝીલી લીધો તથા નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીફૂલ સટશ કૃષ્ણ પ્રભાવાળી શ્રેષ્ઠ તલવાર વડે તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા, ટુકડે ટુકડા કરીને લોહી વડે વ્યાપ્ત તેના અંગોપાંગને ગ્રહણ કરીને, બંને હાથોની અંજલિ કરીને હર્ષિત થઈને તેણીએ ઉચ્છિત બલિ દેવતાઓને લક્ષ્ય કરીને ચારે દિશાઓમાં બલિદાન આપ્યું. – નિષ્કર્ષ : આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! જે આપણા નિગ્રંથ કે નિર્ગથી અથવા આચાર્ય, ઉપાધ્યાયની નીકટ પ્રવ્રજિત થઈને અણગાર થાય છે અને પુનઃ મનુષ્યસંબંધી કામભોગોનો આશ્રય લે છે, યાચના કરે છે, સ્પૃહા કરે છે, અભિલાષા કરે છે, તે મનુષ્ય આ ભવમાં જ ઘણાં સાધુઓ, ઘણી જ સાધ્વીઓ, ઘણાં જ શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ દ્વારા નિંદનીય થાય છે – યાવત્ – ચાતુર્ગતિક સંસાર કાંતારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. યથા – તે જિનરક્ષિત. પાછળ જોનારો જિનરક્ષિત છળ-કપટનો ભોગ બન્યો અને પાછળ ન જોનારો જિનપાલિત નિર્વિદને પોતાના સ્થાને પહોંચી ગયો. તેથી પ્રવચન સાર – ચારિત્રમાં આસક્તિરહિત હોવું જોઈએ. ભોગોના આકાંક્ષી ઘોર સંસારમાં પડે છે અને જે ભોગોમાં આસક્ત નથી. તેઓ સંસાર કાંતાર – મહાવનને પાર કરી જાય છે. ૦ જિનપાલિતનું ચંપાગમન : ત્યારપછી તે રત્નદ્વીપની દેવી જ્યાં જિનપાલિત હતો ત્યાં આવી, આવીને ઘણાં અનુકૂળ અને પ્રતિકૂળ કઠોર અને મધુર, શૃંગારજનક અને કરુણોત્પાદક ઉપસર્ગો દ્વારા જ્યારે તેને ચલિત કરવાને, સુબ્ધ કરવાને અને તેનું મન પલટાવવા માટે સમર્થ ન થઈ, ત્યારે શ્રાંત, ખિન્ન, કલાન્ત અને અતિશય ખિન્ન થઈને જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ચાલી ગઈ. - ત્યારપછી તે શૈલક યક્ષ જિનપાલિતની સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને ચાલ્યો. ચાલીને જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આવ્યો, આવીને ચંપાનગરીના અગ્ર ઉદ્યાનમાં જિનપાલિતને પોતાની પીઠેથી નીચે ઉતાર્યો. ઉતારીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ ચંપાનગરી દેખાઈ રહી છે, એમ કહીને જિનપાલિત પાસેથી આજ્ઞા લીધી, લઈને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો. ત્યાર બાદ જિનપાલિતે ચંપાનગરીમાં પ્રવેશ કર્યો, કરીને જ્યાં પોતાનું ઘર હતુ, Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આગમ કથાનુયોગ–૩ જ્યાં માતાપિતા હતા, ત્યાં આવીને રડતા–રડતા, આક્રંદન કરતા, શોક કરતા, પરિતાપ કરતા, વિલાપ કરતા, માતાપિતાને જિનરક્ષિતના વિનાશના વિષયમાં જણાવ્યું. ત્યારપછી જિનપાલિત અને તેના માતાપિતાએ મિત્ર, જ્ઞાતિજન, પોતાના નિજી સ્વજન, સંબંધી, પરિજનોની સાથે રોતા—રોતા, આક્રંદન કરતા, શોક કરતા, પરિતાપ કરતા અને વિલાપ કરતા ઘણી બધી લૌકિક મરણોત્તર ક્રિયા કરી. ક્રિયાઓ કરીને કેટલાંક સમય બાદ શોકરહિત થયા. ત્યારપછી કોઈ એક સમયે સુખાસન પર બેઠેલા જિનપાલિતને તેના માતાપિતાએ આ પ્રમાણે કહ્યું હે પુત્ર! જિનરક્ષિત કઈ રીતે મરણ પામ્યો ? ત્યારે જિનપાલિત માતાપિતાને લવણસમુદ્રમાં પ્રવેશવું, તોફાની પવનનું વહેવું, પોતવહનનું નષ્ટ થવું, કાષ્ઠખંડનું મળવું, રત્નદ્વીપમાં ઉતરવું, રત્નદ્વીપની દેવી દ્વારા ગ્રહણ કરવા, ભોગ ભોગવવા, રત્નદ્વીપની દેવીના વધ સ્થાન અને શૈલી પર ચઢેલા પુરુષને જોવો, શૈલક યક્ષની પીઠ પર બેસવું, રત્નદ્વીપની દેવી દ્વારા ઉપસર્ગ થવો, જિનરક્ષિતનો વિનાશ થવો, લવણસમુદ્રને પાર કરવો, ચંપામાં આવવું, શૈલકયક્ષ દ્વારા આજ્ઞા લેવી આદિ જે કંઈ વૃત્તાંત હતું, તે બધું જેમ હતું તેમ યથાક્રમે સત્ય અને સંદિગ્ધતા રહિત કહ્યું, ત્યારપછી તે જિનપાલિત શોકરહિત થઈને – યાવત્ – વિપુલ ભોગોને ભોગવતો વિહાર કરવા લાગ્યો. ૦ જિનપાલિતની પ્રવ્રજ્યા :~ -- તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. જિનપાલિતે ધર્મોપદેસ શ્રવણ કરી દીક્ષા અંગીકાર કરી, અગિયાર અંગોના જ્ઞાતા થયો. માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને, અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને કાળ સમયે કાળ કરીને સૌધર્મકલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં બે સાગરોપમની સ્થિતિ હતી. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુ:ખોનો અંત કરશે. ૦ કથા નિષ્કર્ષ : આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! જે આપણા નિર્પ્રન્થ કે નિગ્રન્થી આચાર્ય, ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા ધારણ કરી મનુષ્યસંબંધી કામભોગોની આકાંક્ષા નથી કરતા, યાચના નથી કરતા, સ્પૃહા નથી કરતા, તે આ જ ભવમાં ઘણાં જ શ્રમણો, ઘણી જ શ્રમણીઓ, ઘણાં જ શ્રાવકો, ઘણી જ શ્રાવિકાઓ દ્વારા પૂજનીય થાય છે યાવત્ – ચતુર્ગતિરૂપ સંસાર કાંતારને પાર કરી જાય છે યથા જિનપાલિત. ― - • આગમ સંદર્ભ : નાયા. ૧૧૦ થી ૧૪૦; - - X - X ૦ ધન્ય સાર્થવાહ - (૧) – કથા : તે કાળે, તે સમયે ચંપા નામની એક નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. જિતશત્રુ નામે રાજા હતા. Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૧૭ તે ચંપાનગરીમાં ઘન્ય નામે એક સાર્થવાહ હતો. જે ધનાઢ્ય – યાવત્ – કોઈથી પરાભૂત થાય તેવો ન હતો. તે ચંપાનગરીના ઇશાન ખૂણામાં અહિચ્છત્રા નામે નગરી હતી. જે ભવનો આદિની ઋદ્ધિ તથા સમૃદ્ધિથી પરિપૂર્ણ હતી. તે અહિચ્છત્રા નગરીમાં કનકકેતુ નામે રાજા હતો. તે મહાહિમવંત પર્વત આદિ સદેશ હતો. ૦ અહિચ્છત્રા નગરી જવા ધન્યની ઘોષણા : ત્યારપછી અન્ય કોઈ દિવસે તે ધન્ય સાર્થવાહના મનમાં મધ્યરાત્રિના સમયે આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, વિક્રેય વિપુલ વસ્તુઓને લઈને મારે અહિચ્છત્રા નગરી વ્યાપાર કરવાને માટે જવું શ્રેયસ્કર છે – તેણે આવો વિચાર કર્યો. વિચાર કરીને ગણિમ, પરિમ, મેય અને પરિચ્છેદ્ય – આ ચારે પ્રકારના પદાર્થોને ગ્રહણ કર્યા ગ્રહણ કરીને ગાડી–ગાડાં તૈયાર કર્યા. તૈયાર કરીને ગાડી–ગાડાં ભર્યા. ભરીને કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જાઓ અને ચંપાનગરીના શૃંગાટક – યાવત્ – રાજમાર્ગો અને સામાન્ય માર્ગોમાં ઉદ્ઘોષણા કરાવતા આ પ્રમાણે કહો – હે દેવાનુપ્રિયો! ધન્ય સાર્થવાહ વિપુલ વિક્રેય વસ્તુઓ લઈને વાણિજ્યના નિમિત્તે અહિચ્છત્રા નગરી જવાને ઇચ્છે છે. તેથી હે દેવાનુપ્રિયો ! જે કોઈ પણ ચરક કે ચોરિક કે ચર્મખંડિક કે ભિલ્લુંડ કે પાંડુરંગ કે ગૌતમ કે ગોવ્રતિક કે ગૃહિધર્મા કે ધર્મચિંતક અથવા અવિરુદ્ધ વિરુદ્ધ, વૃદ્ધ, શ્રાવક, રક્તપટ, નિગ્રંથ આદિ વતી કે ગૃહસ્થ, જે પણ કોઈ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા નગરી જવા ઇચ્છતા હોય, તેને ધન્ય સાર્થવાહ લઈ જશે. જેની પાસે છત્રક નહીં હોય તેને છત્રક દેશે, જૂના નહીં હોય તેને જૂત્તા આપશે. કમંડલુ ન હોય તેને કમંડલુ આપશે. જેની પાસે પાથેય નહીં હોય, તેને પાથેય આપશે. જેમની પાસે પ્રક્ષેપ નહીં હોય તેને પ્રક્ષેપ આપશે. જે વચ્ચે પડી જશે, ભગ્ર થશે, રુષ્ણ થશે, તેની સહાયતા – સાર સંભાળ કરશે અને સુખપૂર્વક અહિચ્છત્રા નગરી સુધી પહોંચાડશે. આ પ્રમાણે બે વખત ત્રણ વખત ઘોષણા કરો, ઘોષણા કરીને મારી આ આજ્ઞા પાછી આપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો પાસેથી આ વાત સાંભળીને ચંપાનગરીના જે ઘણાં જ ચરક – યાવત્ – ગૃહસ્થ હતા, તેઓ જ્યાં ધન્ય સાર્થવાહ હતો ત્યાં આવ્યા. ત્યારપછી તે ચરકો અને – યાવત્ – તે ગૃહસ્થોમાંથી જેની પાસે છત્ર ન હતું તેને ધન્ય સાર્થવાહે છત્ર આપ્યું – યાવત્ – પાથેય ન હતું તેમને પાથેય આપ્યું. આપીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને ચંપાનગરીની બહાર પ્રધાન ઉદ્યાનમાં મારી પ્રતિક્ષા કરતા ત્યાં રહો. ત્યારે તે ચરક – યાવત - ગૃહસ્થો ધન્ય સાર્થવાહના આ કથનને સાંભળીને ચંપાનગરીની બહાર પ્રધાન ઉદ્યાનમાં ધન્ય સાર્થવાહની પ્રતિક્ષા કરતા ઊભા રહ્યા. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આગમ કથાનુયોગ-૩ ૦ નંદીફળ – વૃક્ષના ઉપયોગનો કરેલ નિષેધ : ત્યારપછી ધન્ય સાર્થવાહે શુભ તિથિ, કરણ અને નક્ષત્રમાં વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવ્યું, બનાવડાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોને આમંત્રિત કર્યા, કરીને તેઓને ભોજન કરાવ્યું. ભોજન કરાવીને તેમની પાસેથી અનુમતિ માંગી, અનુમતિ લઈને ગાડી–ગાડાં જોડાવ્યા, જોડાવીને ચંપાનગરીની બહાર નીકળ્યા. નીકળીને થોડો થોડાં થોડાં અંતરે પડાવ નાંખતા નાંખતા, સુખજનક વસ્તી અને પ્રાતરાશ કરતા-કરતા અંગદેશની મધ્યમાં થઈને દેશની સીમા પર પહોંચ્યા. સીમાએ પહોંચીને ગાડી–ગાડાં ખોલ્યા, ખોલીને પડાવ નાંખ્યો, પછી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો મારા સાર્થનિવેશમાં ઊંચેઊંચે સ્વરે વારંવાર ઉઘોષણા કરાવતા આ પ્રમાણે કહો – હે દેવાનુપ્રિય ! અહીંથી આગળ જતી અટવીમાં મનુષ્યોનું આવાગમન થતું નથી. તેમજ બહુ લાંબી અટવી છે, તેના મધ્ય ભાગમાં ઘણાં જ નંદીફળ નામક વૃક્ષ છે. જે કૃષ્ણ વર્ણવાળા – યાવત્ – પાંદડા, પુષ્પો, ફળવાળા છે લીલા, શોભાયમાન અને સૌદર્યથી અતીવ-અતીવ શોભિત છે. તેનો વર્ણ મનોજ્ઞ છે, ગંધ મનોજ્ઞ છે, રસ મનોજ્ઞ છે, સ્પર્શ મનોજ્ઞ છે અને છાયા મનોજ્ઞ છે. પરંતુ હે દેવાનુપ્રિયો ! જો કોઈ પણ મનુષ્ય તે નંદીફળ વૃક્ષોના મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અથવા હરિતનું ભક્ષણ કરશે અથવા તેની છાયામાં વિશ્રામ કરશે, તેને ક્ષણભર માટે તો સારું લાગશે, પરંતુ ત્યાર પછી તેનું પરિણમન થતાં જ તે અકાળ મૃત્યુને પ્રાપ્ત કરશે. તેથી તમારામાંથી કોઈ તે નંદી ફળોનું મૂળ કે – યાવતું – હરિતનું સેવન ન કરે. તેની છાયામાં વિશ્રામ ન કરે. જેથી અકાળે જ જીવનનો નાશ ન થાય. હે દેવાનુપ્રિયો! તમે લોકો બીજા વૃક્ષોના મૂળ – યાવત્ – હરિતનું ભક્ષણ કરજો અને તેની છાયામાં વિશ્રામ લેજો. આ (બંને) પ્રકારની ઘોષણા કરીને મારી આજ્ઞા પાછી આપો. ત્યારે કૌટુંબિક પુરુષોએ પણ ઘોષણા કરીને તે આજ્ઞાને પાછી આપી ત્યારપછી ધન્ય સાર્થવાહે ગાડીગાડાં જોડાવ્યા. જોડાવીને જ્યાં નંદીફળ નામક વૃક્ષ હતું, ત્યાં આવ્યા, આવીને તે નંદીફળ વૃક્ષોથી બહુ દૂર નહીં કે બહુ નજીક નહીં તેવા સ્થાને સાથે નિવેશ કર્યો. સાર્થનિવેશ કરીને ફરી બીજી વખત, ત્રીજી વખત પણ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે મારા સાથે નિવેશમાં ઊંચે ઊંચે સ્વરે પુનઃ પુનઃ ઉદ્ઘોષણા કરતા કહો કે, તે આ નંદીફળવૃક્ષ છે, જે કૃષ્ણ વર્ણવાળા – યાવતું – મનોજ્ઞ છાયાવાળા છે. તેથી જે આ નંદીફળવૃક્ષોના મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ કે હરિતનું ભક્ષણ કરશે – યાવત્ – તે અકાળે જ જીવનનો નાશ કરશે. તેથી તમે આ નંદીફળવૃક્ષોના મૂળ – યાવત્ – ભક્ષણ ન કરશો. તેની છાયામાં વિશ્રામ ન લેશો. જેથી અકાળે જ જીવનનો નાશ ન થઈ જાય. અન્ય વૃક્ષોના મૂળ અને – યાવત્ – ભક્ષણ કરજો. છાયામાં વિશ્રામ કરજો. આ પ્રકારે ઘોષણા કરો, ઘોષણા કરીને મારી આજ્ઞા પાછી આપો. તેઓ પણ એ પ્રમાણે ઘોષણા કરી આજ્ઞા પાછી સોંપે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૧૯ ૦ “નિષેધ'ના પાલનનું ફળ અને અપાલનથી વિપત્તિ : સાર્થમાંના કેટલાંક પુરષોએ ધન્ય સાર્થવાહની આ વાતની શ્રદ્ધા કરી, વિશ્વાસ કર્યો, રૂચિ કરી. અને આ વાતની શ્રદ્ધા–પ્રતીતિ અને રૂચિ કરતા, તે નંદીફળવૃક્ષને દૂરથી જ ત્યાગ કરીને બીજા વૃક્ષોના મૂળ આદિનું સેવન કરવા લાગ્યા, તેની છાયામાં વિશ્રામ કરવા લાગ્યા. તેઓને તત્કાળ તો સુખ ન લાગ્યું પણ પછીથી જેમ જેમ તેનું પરિણમન થતું ગયું. તેમ તેમ તે પુનઃ પુનઃ શુભ ગંધ, શુભ વર્ણ, શુભ રસ, શુભ સ્પર્શ અને શુભ છાયારૂપે પરિણત થવા લાગ્યા. સાર્થમાંના કેટલાંક પુરુષોએ ધન્ય સાર્થવાહની આ વાત પર શ્રદ્ધા ન કરી, વિશ્વાસ ન કર્યો, રૂચિ ન કરી, ધન્ય સાર્થવાહની વાત પર શ્રદ્ધા ન કરતા, વિશ્વાસ ન કરતા, રુચિ ન કરતા જ્યાં તે નંદી ફળવૃક્ષ હતું ત્યાં આવ્યા. આવીને તેઓએ નંદી ફળવૃક્ષના મૂળ અને - યાવત્ – ભક્ષણ કર્યું. તેની છાયામાં વિશ્રામ કર્યો, તેઓને તત્કાળ તો સુખ પ્રાપ્ત થયું પણ ત્યારપછી પરિણમન થયા બાદ અકાળમાં જ જીવનનો નાશ પામ્યા. ૦ કથા નિષ્કર્ષ : હે આયુષ્યમાન્ શ્રમણો ! આ જ પ્રમાણે આપણા જે નિગ્રંથ કે નિગ્રંથી આચાર્ય, ઉપાધ્યાય પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગારત્વ અંગીકાર કરે, પછી પાંચે ઇન્દ્રિઓના કામભોગોમાં આસક્ત થતા નથી, અનુરક્ત થતા નથી, ગૃદ્ધ થતા નથી, મૂર્ષિત થતા નથી. અત્યંત આસક્ત થતા નથી, તે આ જ ભવમાં ઘણાં જ શ્રમણ, ઘણી જ શ્રમણી ઘણાં જ શ્રાવક, ઘણી જ શ્રાવિકાઓને પૂજનીય બને છે, પરલોકમાં પણ ઘણાં જ હસ્તકેદન, કર્ણોદન, નાસિકા છેદન, હૃદય વિદારણ, વૃષણ ઉત્પાદન, ફાંસી લટકાવવી આદિ દુ:ખોને પ્રાપ્ત કરતા નથી અને અનાદિ, અનંત દીર્ધ માર્ગવાળા, ચાતુર્ગતિકરૂપ સંસાર કાંતારને પાર કરી જે રીતે નંદી ફળવૃક્ષથી દૂર રહેનારા સુખી થયા તેમ સુખી થાય છે. હે આયુષ્યમાન્ શ્રમણો ! જે રીતે નંદી ફળનો આશ્રય કરનારા પુરુષોના જીવનનો વિનાશ થયો તેમ આપણા જે નિર્ગથ કે નિર્ગથી આચાર્ય, ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરીને પાંચે ઇન્દ્રિઓના કામભોગોમાં આસક્ત થાય છે, અનુરક્ત થાય છે, ગૃદ્ધ થાય છે, મૂર્શિત થાય છે, અતિ આસક્ત થાય છે, તે આ ભવમાં – યાવત્ – અનાદિ, અનંત દીર્ધ માર્ગવાળા સંસાર વનમાં વારંવાર પરિભ્રમણ કરે છે. ૦ ધન્ય સાર્થવાહનું અહિચ્છત્રા ગમન : ત્યારપછી તે ધન્ય સાર્થવાહે ગાડી–ગાડાં જોડાવ્યા, જોડાવીને જ્યાં અહિચ્છત્રા નગરી હતી, ત્યાં પહોંચ્યા, પહોંચીને અહિચ્છત્રા નગરીની બહાર પ્રધાન ઉદ્યાનમાં પડાવ નાંખ્યો, પડાવ નાંખીને ગાડી–ગાડાં ખોલાવી નાંખ્યા, ત્યારપછી ધન્ય સાર્થવાહ મહામૂલ્યવાન, મહાઈ, મહાઈ, રાજાને યોગ્ય ઉપહાર લીધો. ઉપહાર લઈને ઘણાં પુરુષોની સાથે, તેમના દ્વારા પરિવૃત્ત થઈને અહિચ્છત્રા નગરીના મધ્ય ભાગમાં થઈને પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને જ્યાં કનકકેતુ રાજા હતો, ત્યાં આવ્યા, આવીને બંને હાથ જોડીને મસ્તકે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આગમ કથાનુયોગ-૩ આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને તે મહાઈ, મહાર્થ, મહાઈ એવી રાજાને યોગ્ય ભેટ ધરી. ત્યારપછી રાજા કનકકેતુએ હર્ષિત અને સંતુષ્ટ થઈને ધન્ય સાર્થવાહની તે મહાઈ. મહાર્થ, મહાર્દ એવી રાજોચિત ભેટનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને ધન્ય સાર્થવાહનું સત્કાર અને સન્માન કર્યું, કરીને રાજ્યનો કર માફ કર્યો, માફ કરીને વિદાય આપી. પછી ધન્ય સાર્થવાહે પોતાના ભાંડમાલનો વિનિમય કર્યો, વિનિમય કરીને બદલામાં બીજો ભાંડ-માલ લીધો. લઈને સુખપૂર્વક જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આવ્યા. આવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજનો, સંબંધી, પરિજનોની સાથે મનુષ્ય સંબંધિ વિપુલ ભોગોપભોગોનો વારંવાર અનુભવ કરતા વિચારવા લાગ્યા. ૦ ઘન્યની પ્રવ્રજ્યા અને ભાવિ ગતિ : તે કાળ, તે સમયે સ્થવિર ભગવંતોનું આગમન થયું. ધન્ય સાર્થવાહે ધર્મશ્રવણ કરીને મોટા પુત્રને કુટુંબમાં સ્થાપિત કરીને, તેઓએ દીક્ષા લીધી. પછી સામાયિકથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, છેલ્લે એક માસની સંલેખના દ્વારા પોતાના આત્માને નિર્મલ કર્યો. કાળ ધર્મ પામ્યા. કાળધર્મ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે, બોધિ પામશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ કથાસાર ગાથાઓ : આ કથામાં ચંપાનગરી સમાન મનુષ્ય ગતિ જાણવી, ધન્ય સાર્થવાહ સમાન ભગવંત જાણવા. અહિચ્છત્રા નગરી સમાન નિર્વાણને જાણવું. ઘોષણારૂપ તિર્થંકર ભગવંતની શિવમાર્ગની મહાઈ દેશના જાણવી. ચરક આદિને શિવસુખની કાંક્ષાવાળા ઘણાં જીવો જાણવા. નંદીફલાદિને શિવપથ પ્રતિષેધરૂપ વિષયો જાણવા. તેના ઉપભોગથી થતાં મરણને સંસારભ્રમણ જાણવું. તેનું વર્જન કરવાથી પ્રાપ્ત ઇષ્ટપુર ગમનરૂપ શિવપુર જાણો. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૫૭; ૦ ધન્ય સાર્થવાહ (૨) કથા : તે કાળ, તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરની બહાર ઇશાન ખૂણામાં ગુણશિલ નામે એક ચૈત્ય હતું. તે ગુણશિલ ચૈત્યથી બહુ દૂર નહીં તેમ બહુ નજીક નહીં તેવા સ્થાને એક વિશાળ જીર્ણઉદ્યાન હતું. તેનો દેવકુલ નષ્ટ થઈ ગયો હતો, તેના તોરણ તથા બીજા ગૃહો ભગ્ર થઈ ગયા હતા. તેમજ વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો, લતા, વેલો, વૃક્ષોથી તે વ્યાપ્ત હતો. સેંકડો જંગલી પશુઓનો વાસ હોવાથી તે ભય ઉત્પન્ન કરતો હતો. તે જીર્ણ ઉદ્યાનના ઠીક મધ્ય ભાગમાં એક ભગ્ર કૂવો હતો. તે ભગ્ર કૂવાથી બહુ દૂર નહીં, તેમ બહુ નજીક નહીં તેવા સ્થાને એક વિશાળ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૨૧ માલુકા કચ્છ હતો. જે કૃષ્ણ વર્ણવાળો, કૃષ્ણ પ્રભાવાળો – યાવત્ – રમણીય, મહામેળોના સમૂહ જેવો હતો અને વિવિધ પ્રકારના વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલો, તૃણો, કુશો અને ઠુંઠાથી વ્યાપ્ત હતો. ચારે તરફથી આચ્છાદિત હતો. અંદરથી વિશાળ અને બહારથી ગંભીર હતો. અનેક સેંકડો પશુઓ તથા સર્પો આદિનું વાસ સ્થાન જેવું હોવાથી શંકાસ્પદ હતું. ૦ ધન્ય સાર્થવાહ-પરિવાર : તે રાજનગરમાં ધન્ય નામનો સાર્થવાહ હતો, તે સમૃદ્ધિશાળી અને તેજસ્વી હતો. વિસ્તૃત અને વિપુલ ભવન, શય્યા, આસન, યાન, વાહન આદિનો સ્વામી હતો. તેના ઘરમાં ઘણાં દાસદાસી, ગાય, ભેંસ અને બકરીઓ હતી. ઘણું જ ધન, સોનું, ચાંદી હતા. તે લેણદેણનો વ્યવસાય કરતો. તેના રસોઈગૃહમાં ઘણાં ભોજન, પાણી તૈયાર થતા હતા. તે ધન્ય સાર્થવાહની પત્નીનું નામ ભદ્રા હતું. તેના હાથ–પગ સુકુમાલ હતા. હીનતારહિત પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો અને શરીરવાળી હતી. તે સ્વસ્તિક આદિ લક્ષણો અને તલ, મસા આદિ વ્યંજનોના ગુણો વડે યુક્ત હતી. માન-ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ હતી. સુજાત સર્વાંગસુંદર અંગવાળી, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળી, મનોહર અને પ્રિયદર્શનવાળી, સુરપા, મુઠિમાં સમાઈ જાય તેવા કટિપ્રદેશથી યુક્ત હતી. તેનો કટિપ્રદેશ ત્રિવલિ વડે શોભિત હતો. કુંડલો વડે તેના ગંડ સ્થળોની રેખા ઘસાતી રહેતી હતી. શરદઋતુની પૂર્ણિમાના ચંદ્ર સમાન સૌમ્ય તેનું મુખ હતું. શ્રૃંગારના ગૃહ સમી, સુંદર વેશવાળી, તેણીની ચાલ, હસવું, બોલવું, ચાલવું આદિ મર્યાદાનુસાર હતા. તેણીનો વિલાસ, આલાપ, સંતાપ, ઉપચારાદિ બધું જ સંસ્કારિતાને અનુરૂપ હતું તેણી પ્રાસાદીયા, દર્શનીયા, મનોહરા અને અતીવ રમણીય હોવા છતાં વંધ્યા હતી. પ્રસવના સ્વભાવથી રહિત હતી અને ફક્ત ઘૂંટણ અને કોણીની જ માતા હતી (અર્થાત્ તે પુત્રરહિત હતી). તે ધન્ય સાર્થવાહનો પંથક નામે એક દાસ ચેટક હતો, જે સર્વાગ સુંદર, માંસથી પરિપુષ્ટ શરીરવાળો અને બાળકોને રમાડવામાં કુશળ–ચતુર હતો. તે ધન્ય સાર્થવાહ રાજગૃહ નગરમાં ત્યાંના ઘણાં વ્યાપારિઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો અને અઢાર શ્રેણી–પ્રશ્રેણીઓના ઘણાં જ કાર્યોમાં, કુટુંબોમાં અને મંત્રણાઓમાં – યાવત્ - ચક્ષુવતુ હતો. ૦ વિજય ચોર : તે રાજગૃહ નગરમાં વિજય નામે એક ચોર હતો, તે ચાંડાલ સમાન પાપકર્મ કરનારો, અત્યંત ભયાનક અને દૂર કર્મ કરનારો હતો. કુદ્ધ પુરુષ સમાન દેદીપ્યમાન લાલ નેત્રોવાળો હતો. તેની દાઢી અતિ કઠોર મોટી વિકૃત અને ભયજનક હતી. તેના હોઠ પરસ્પર ભેગા થતા ન હતા. તેના મસ્તકના વાળ હવામાં ઉડતા રહેતા હતા. તે વિખરાયેલા અને લાંબા-લાંબા હતા. તેના શરીરનો વર્ણ ભ્રમર અને રાહુની સમાન કાળો હતો. તે નિર્દય અને પશ્ચાતાપથી રહિત હતો. દારુણ દેખાવવાળો હોવાથી ભય પ્રેરક હતો. તે નૃશંસ અને અનુકંપા રહિત હતો. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આગમ કથાનુયોગ-૩ તે સાપના સમાન એકાંત દૃષ્ટિવાળો હતો, છુરાની માફક એક ધારવાળો હતો. ગૃદ્ધ પક્ષીની માફક માંસ લોલુપ હતો. અગ્નિ માફક તે સર્વભક્ષી હતો. જળની માફક સર્વગ્રાહી હતો. ઉત્કચનમાં, વંચનમાં, માયામાં, નિકૃતિમાં, કૂડ–કપટમાં, સાતિ સંપ્રયોગમાં, ચિરકાળથી નગરમાં ઉપદ્રવ કરી રહ્યો હતો. તેના શીલ–આચાર અને ચારિત્ર અત્યંત દૂષિત હતા. તે જુગારમાં આસક્ત હતો, મદિરા પાનનો પ્રેમી, સુસ્વાદુ ભોજન અને માંસનો લોલુપી હતો. – તે બીજાને દારુણ દુઃખ આપનારો, લોકોના હૃદયને વિદારનારો, વિશ્વાસઘાતક, આગ લગાડનાર, તીર્થ આદિનું ભેદન કરનારો, તેનું દ્રવ્ય હરણ કરનાર, હાથની સફાઈમાં ચતુર, પારકું દ્રવ્ય હરણ કરવા સૌદૈવ તત્પર અને તીવ્ર વૈરવાળો હતો. તે રાજગૃહ નગરના ઘણાં પ્રવેશ માર્ગો, નિર્ગમન માર્ગો, વારો, બારા–બારી, ગટર, રસ્તા ભેગા થતા હોય તેવું સ્થાન, રસ્તા અલગ–અલગ થતા હોય તેવું સ્થાન, જુગારના અડ્ડા, મદિરાલય, વેશ્યાઓના ઘર, ચોરોના ઠેકાણા, ચોરોના ઘરો, શૃંગાટકો, ત્રિકો, ચોક, ચતૂરો, નાગગૃહો, ભૂતગૃહો, યક્ષાયતનો, સભાસ્થાનો, પાણીની પરબો, દુકાનો અને શૂન્યગૃહો આદિને જોતો, માર્ગણા કરતો, ગવેષણા કરતો, ઘૂમતો રહેતો હતો. તેની નબળાઈઓ, મુશ્કેલીઓ, પ્રિયજનોનો વિયોગ, સંકટો, અભ્યયો, ઉત્સવો, પુત્રાદિનો જન્મ, તહેવારો, ક્ષણો, યજ્ઞો, પૂજા, પપ્પણીઓ-મહિલાઓના ઉત્સવોના કારણે લોકો મત્ત, પ્રમત્ત, વ્યસ્ત, આકુળ-વ્યાકુળ, સુખી કે દુઃખી થઈ રહ્યા હોય, વિદેશ ગયા હોય, વિદેશ જવાની તૈયારીમાં હોય તો એવા અવસરે તેમના છિદ્રોની, વિરહની, એકાંતની અને અંતરની માર્ગણા અને ગવેષણા કરતો રહેતો હતો. - રાજગૃહ નગરની બહાર આરામો, ઉદ્યાનો, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીધિંકા, ગુંજાલિકાઓ, સરોવરો, સરોવર પંક્તિયો, સર: સરપંક્તિયો, જીર્ણ ઉદ્યાનો, ભગ્રકૂપો, માલકાકચ્છોની ઝાડીઓ શ્મશાનો, પર્વતની ગુફાઓ, લયનો, ઉપસ્થાનો એ સર્વે સ્થાનોમાં ઘણાં લોકોની કમજોરીઓ, ક્ષતિઓ – યાવત્ – અંતરોની માર્ગણા–ગવેષણા કરતો રહેતો હતો. ૦ ભદ્રાનો સંતાન પ્રાપ્તિ સંબંધી મનોરથ : ત્યારપછી ધન્ય સાર્થવાહની ભદ્રાભાર્યાને કોઈ એક સમયે મધ્યરાત્રિમાં કુટુંબ સંબંધી ચિંતા કરતા કરતા આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો ઘણાં વર્ષોથી હું ધન્ય સાર્થવાહની સાથે શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, રૂપ સંબંધિ માનવીય કામભોગોને ભોગવતી એવી સમય વિતાવી રહી છું, પરંતુ મેં હજી સુધી એક પણ પુત્ર કે પુત્રીને જન્મ આપ્યો નથી. તે માતાઓ ધન્ય છે, તે માતાઓ પુણ્યશાળી છે, તે માતાઓ કૃતાર્થ છે, તે માતાઓ કૃતપુણ્ય છે, તે માતાઓ કૃતલક્ષણ છે, તે માતાઓ કૃતવૈભવ છે. તે માતાઓના મનુષ્યજન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત થયેલ છે. જે પોતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા, સ્તનોનું દૂધ પીવામાં લુબ્ધ, મીઠા—મીઠા બોલ બોલવામાં, મુણમુણ કરવામાં, સ્તનના મૂળથી કાંખ તરફ સરકતા મુગ્ધ બાળકોને સ્તનપાન કરાવે છે, પછી Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ કમળ સમાન કોમળ હાથોથી તેને ઉપાડીને પોતાની ગોદમાં બેસાડે છે, તથા વારંવાર મધુર, પ્રિય વચનોવાળા મંજુલ ઉલ્લાપ દે છે, એવું હું માનું છે. પરંતુ હું અધન્ય છું, પુણ્યહીન છું, અકૃતલક્ષણા છું કે આ બધામાંથી હું એક પણ વસ્તુ પામી શકી નથી. તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલે રાત્રિ પ્રભાતના રૂપમાં પરિવર્તિત થાય – યાવત્ – સૂર્યનો ઉદય થાય અને સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થાય ત્યારે ધન્ય સાર્થવાહને પૂછીને ધન્ય સાર્થવાહની આજ્ઞા અનુમતિ લઈને હું ઘણાં જ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન તૈયાર કરાવીને અને ઘણાં જ પુષ્પ, વસ્ત્ર, ગંધ, પુષ્પમાળા અને અલંકાર ગ્રહણ કરીને ઘણાં જ મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધી અને પરિચિતજનોની સ્ત્રીઓને સાથે લઈને નીકળું. રાજગૃહનગરની બહાર જે નાગ, ભૂત, યક્ષ, ઇન્દ્ર, સ્કંધ, રુદ્ર, શિવ અને વૈશ્રમણ આદિ દેવોના આયતન છે અને તેમાં જે નાગ પ્રતિમાઓ યાવત્ – વૈશ્રમણ પ્રતિમાઓ છે, તેમની બહુમૂલ્ય પુષ્પ આદિ વડે અર્ચના કરીને ઘૂંટણ અને પગ ઝુકાવીને આ પ્રમાણે કહું કે, હે દેવાનુપ્રિય ! જો હું એક પણ બાળક કે બાલિકાને જન્મ આપીશ તો હું તમારી જાત પૂજા કરીશ, દાન આપીશ, ભાગનો હિસ્સો આપીશ, તમારા અક્ષયનિધિની વૃદ્ધિ કરીશ. આ પ્રકારે મારા અભિષ્ટ મનોરથની યાચના કરું – એવો તેણે વિચાર કર્યો. - એ પ્રમાણે વિચારીને રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ - સૂર્યોદય થયા પછી અને જાજ્વલ્યમાન તેજ સહિત સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી તે ધન્ય સાર્થવાહની પાસે આવી અને આવીને આ પ્રમાણે બોલી– ૨૨૩ = હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે મેં તમારી સાથે ઘણાં વર્ષો સુધી કામભોગ ભોગવ્યા છે – યાવત્ – અન્ય સ્ત્રીઓ વારંવાર અતિ મધુર વચનોથી મીઠી–મીઠી લોરી (હાલરડાં) ગાય છે. પણ હું અધન્ય છું, પુણ્યહીન છું, લક્ષણહીન છું કે આમાંની એક પણ વિશેષતાને હું પ્રાપ્ત કરી શકી નથી. તેથી હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા અનુમતિ લઈને વિપુલ અશન · યાવત્ – દેવપૂજા કરી, તેમની અક્ષયનિધિની વૃદ્ધિ કરું -- એવી માનતા માનવા ઇચ્છું છું. - ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રાભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! મારા પણ આ મનોરથ છે કે કોઈને કોઈ પ્રકારે તું એક પુત્ર કે પુત્રીને જન્મ આપે. આ પ્રમાણે કહીને તેણે ભદ્રા સાર્થવાહીને તે કાર્યને માટે નાગ આદિની અર્ચના કરવાને માટે અનુમતિ આપી. ૦ ભદ્રાએ કરેલ નાગ—આદિ પૂજા :– ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીએ ધન્ય સાર્થવાહની અનુમતિ પ્રાપ્ત કરીને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત ચિત્ત થઈ – યાવત્ – હર્ષના વશથી પ્રફુલ્લિત હૃદયવાળી થઈ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર કરાવ્યું. તૈયાર કરાવીને ઘણાં જ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર લઈને પોતાના ઘેરથી નીકળી, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચથી પસાર થઈ. પસાર થઈને જ્યાં પુષ્કરિણી હતી, ત્યાં પહોંચી. ત્યાં પહોંચીને પુષ્કરિણીના કિનારા પર તે ઘણાં જ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકારોને Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આગમ કથાનુયોગ-૩ રાખ્યા. રાખીને પુષ્કરિણીમાં ઉતરી. ઉતરીને જળમજ્જન કર્યું, જળક્રીડા કરી અને સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. પછી ભીની સાડી પહેરીને ત્યાં જે ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સુગંધી પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર, કમળ હતા, તે બધાને લીધા, લઈને પુષ્કરિણીથી ઉપર આવી. બહાર આવીને તે પુષ્પ વસ્ત્ર, ગંધ, માળા આદિને લઈને નાગગૃહ – ચાવતું – વૈશ્રમણગૃહમાં પહોંચી, પહોંચીને ત્યાં સ્થિત નાપ્રતિમાઓ – યાવત્ – વૈશ્રમણપ્રતિમાઓ પર દૃષ્ટિ પડતાં જ પ્રણામ કર્યા. કંઈક નીચે નમી નમન કર્યું.. ત્યારપછી મોરપીંછી લઈને નાગ પ્રતિમા – યાવત – વૈશ્રમણ પ્રતિમાને તે મોરપીંછી વડે પ્રમાર્જિત કરી, પ્રમાર્જિત કરીને જળ વડે અભિષેક કર્યો. અભિષેક કરીને રૂછાવાળા, કોમળ, સુગંધિત કષાયરંગી વસ્ત્રો વડે પ્રતિમાઓના શરીરને પોંછયા, પોંડીને બહુમૂલ્ય વસ્ત્ર પહેરાવ્યા, પુષ્પમાળા પહેરાવી, ગંધનું લેપન કર્યું. ચૂર્ણ ચડાવ્યા, વર્ણનું સ્થાપન કર્યું અને પછી ધૂપ સળગાવ્યો, સળગાવીને ઘૂંટણ અને પગ ટેકવી બંને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું જો હું પુત્ર કે પુત્રીને જન્મ આપીશ, તો હું તમારી પૂજા કરીશ, દાન દઈશ, ભાગ આપીશ અને અક્ષયનિધિની વૃદ્ધિ કરી. એમ કહીને તેણે માનતા માની. પછી પુષ્કરિણી પર આવી, પુષ્કરિણી પર આવીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજનનું આસ્વાદન કરતી, સ્વાદ લેતી, એકબીજાને આપતી, ખાતી વિચરવા લાગી. ભોજન કર્યા પછી આચમન કરીને, સ્વચ્છ અને પરમ શૂચિભૂત થઈને પોતાને ઘેર પાછી ફરી. ત્યારપછી આ જ પ્રમાણે ભદ્રા સાર્થવાહી પ્રત્યેક ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમના વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનને તૈયાર કરતી, તૈયાર કરીને ઘણાં જ નાગ – યાવત્ – વૈશ્રમણ દેવોની માનતા માનીને અને નમસ્કાર કરતી – યાવત્ – વિચરવા લાગી. ૦ ભદ્રાને ગર્ભ પ્રભાવે દોદ : ત્યારપછી કેટલોક સમય વ્યતીત થયા બાદ કોઈ દિવસે તે ભદ્રા ગર્ભવતી થઈ. ત્યારે તે ભદ્રા સાર્થવાહીને ગર્ભવતી થયે બે માસ વીત્યા અને ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો. ત્યારે તેણીને આવા પ્રકારની ઈચ્છા–દોહદ થયો. તે માતાઓ ધન્ય છે – યાવત્ – તે માતાઓ કૃતલક્ષણ છે, જે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને ઘણાં જ પુષ્પ, ગંધ, માળા અને અલંકારોને લઈને મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોની સ્ત્રીઓની સાથે પરિવૃત્ત થઈને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈ નીકળે છે. જ્યાં પુષ્કરિણી છે, ત્યાં આવે છે, યાવત્ પુષ્કરિણીમાં પ્રવેશ કરીને સ્નાન તથા બલિકર્મ કર્યું. સર્વ અલંકારોથી વિભૂષિત થઈ પછી વિપુલ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય ભોજનનું આસ્વાદન કરતી, વિશેષ આસ્વાદન કરતી, વહેંચતી, પરિભોગ કરતી પોતાના દોહદની પૂર્તિ કરે છે. આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને બીજે દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય થયો અને સહસ્રરશ્મિ દિનકરને જાજ્વલ્યમાન તેજસહિત પ્રકાશિત થયા પછી ધન્ય સાર્થવાહ પાસે Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૨૫ આવી અને આવીને ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! મારે ગર્ભના બે માસ પૂરા થઈને ત્રીજો માસ શરૂ થયો ત્યારે આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો છે - તે માતાઓ ધન્ય છે – યાવત્ – જે દોહદને પૂર્ણ કરે છે તેથી હે દેવાનુપ્રિય! આપની આજ્ઞા–અનુમતિ લઈને વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તથા ઘણાં જ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર લઈને – ચાવતુ – દોહદની પૂર્તિ કરવા ઇચ્છું છું. જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો (ધન્ય કહ્યું). ત્યારપછી ધન્ય સાર્થવાહ પાસે આજ્ઞા પામેલી તે ભદ્રા સાર્થવાહી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી અને હર્ષના વશથી વિકસિત હદયવાળી થઈને વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ભોજન તૈયાર કર્યું, તૈયાર કરીને – યાવત્ – ધૂપ કર્યો, કરીને જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવી. ત્યારે તેની સાથે આવેલ મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન અને નગરની મહિલાઓએ ભદ્રા સાર્થવાહીને સર્વ અલંકારોથી વિભૂષિત કરી. ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી તે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન અને નગરની સ્ત્રીઓની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું આસ્વાદન કરતી, વિશેષ આસ્વાદન કરતી, વિભાગ કરતી અને ખાતી એવી પોતાના દોહદની પૂર્તિ કરે છે. પૂર્તિ કરીને જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ગઈ. ત્યારપછી તે ભદ્રા સાર્થવાહી દોહદ પૂર્ણ કરીને – યાવત્ – પથ્ય ભોજન કરતા– કરતા તે ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગી. ૦ પુત્રજન્મ – નામકરણ – ઉછેર : ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીએ નવમાસ પુરા થયા અને સાડા સાત દિવસ–રાત વીત્યા પછી સુકુમાલ હાથ–પગવાળા – યાવત્ – બાળકને જન્મ આપ્યો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ પહેલા દિવસે જાતકર્મ સંસ્કાર કર્યો. તે પ્રમાણે – યાવત્ – વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ બનાવ્યું અને તે જ પ્રકારે મિત્રો, જ્ઞાતિજન, બંધુ, નિજક, સ્વજન, સંબંધી, પરિજનોને ભોજન કરાવીને આ આવા પ્રકારનું ગુણનિષ્પન્ન નામકરણ કર્યું – “કેમકે અમારો આ પત્ર ઘણી જ નાગપ્રતિમા – યાવત્ – વૈશ્રમણ પ્રતિમાની માનતા કરવાથી ઉત્પન્ન થયેલો છે. તેથી અમારા આ પુત્રનું નામ “દેવદત્ત” આ પ્રમાણે થાઓ. ત્યારપછી માતાપિતાએ તે બાળકનું “દેવદત્ત" એ પ્રમાણે નામકરણ કર્યું. ત્યારપછી તે બાળકના માતાપિતાએ તે દેવતાની જાત પૂજા કરી દાન આપ્યું, પ્રાપ્ત ધનનો વિભાગ કર્યો અને અક્ષયનિધિની વૃદ્ધિ કરી. ત્યારપછી તે પંથક દાસ ચેટક દેવદત્ત બાળકના બાલગ્રાહી અર્થાત્ “બાળક રમાડનાર"રૂપે નિયુક્ત થયો. તે દેવદત્ત બાળકને કમર પર ઊંચકીને ઘણાં જ બાળક બાલિકા, ડીંભ–ડીંભિકા, કુમાર-કુમારિકાની સાથે પરિવૃત્ત થઈને તેને રમાડવા લાગ્યો. ત્યારપછી ભદ્રા સાર્થવાહીએ કોઈ એક દિવસ દેવદત્ત બાળકને નવડાવ્યો, બલિકર્મ કર્યું. કૌતુકર્મંગલ પ્રાયશ્ચિત્ત કર્યું અને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યો. વિભૂષિત કરીને Jain Edilation International Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આગમ કથાનુયોગ-૩ દાસચેટક પંથકને સોંપ્યો. તે પંથક દાસચેટકે ભદ્રા સાર્થવાહી પાસેથી દેવદત્ત બાળકને લઈને પોતાની કમરે રાખ્યો. રાખીને ઘરથી નીકળ્યો અને ઘણાં જ ડિંભ (બચ્ચા) – યાવત્ – કુમારીઓથી પરિવૃત્ત થઈને જ્યાં રાજમાર્ગ હતો, ત્યાં આવ્યો, આવીને દેવદત્ત બાળકને એકાંતમાં એકબાજુ બેસાડ્યો, બેસાડીને ઘણાં જ ડિંભ (બચ્ચા) – યાવત્ – કુમારીઓને સાથે લઈને રમાડવામાં મગ્ન થઈ ગયો. ૦ વિજય ચોર દ્વારા દેવદત્તની હત્યા : આ સમયે વિજય ચોર રાજગૃહનગરના ઘણાં કારો અને અપઢારો – યાવત્ – શૂન્યગૃહોને પૂર્વોક્ત રીતે જોતો, માર્ગણા, ગવેષણા કરતા કરતા જ્યાં દેવદત્ત બાળક હતો, ત્યાં આવ્યો, આવીને દેવદત્ત બાળકને સર્વ અલંકાર આભુષણોથી વિભૂષિત જોયો. જોઈને દેવદત્ત બાળકના આભરણ અલંકારોમાં મૂર્ણિત, આસક્ત, ગ્રથિત, લાલય, ગૃદ્ધ, અભિલાષા યુક્ત અને અભ્યપપન્ન તન્મય થઈ ગયો અને પંથક દાસચેટકને અસાવધાન જોયો અને ચારે તરફની દિશામાં દૃષ્ટિ નાંખી, અહીં-તહીં જોયું અને પછી તેણે દેવદત્ત બાળકને ઉઠાવ્યો. પછી ઉઠાવીને કાંખમાં દબાવ્યો, દબાવીને દુપટ્ટા વડે તેને ઢાંકી દીધો. ઢાંકીને શીઘ, ત્વરિત, ચપલ, ઉતાવળી ગતિથી રાજગૃહનગરના અપકારથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં જીર્ણઉદ્યાન હતું, જ્યાં ભગ્ન કૂવો હતો ત્યાં પહોંચ્યો, પહોંચીને દેવદત્ત બાળકને જીવનરહિત કરી દીધો. મારી નાંખીને બધાં આભરણ અલંકાર લઈ દીધા અને દેવદત્ત બાળકના નિષ્ણાણ, ચેષ્ટા, હીને અને નિર્જીવ શરીરને તે ભગ્ર કૂવામાં ફેંકી દીધો. ત્યારપછી તે માલુકા કચ્છમાં આવ્યો, આવીને માલુકા કચ્છમાં ઘૂસીને નિશ્ચલ, નિસ્પદ અને મૌન રહીને દિવસ આથમવાની પ્રતિક્ષા કરવા લાગ્યો. ૦ દેવદત્તની શોધખોળ :– ત્યારપછી તે પંથક દાસચેટક થોડા સમય પછી દેવદત્ત બાળકને જ્યાં બેસાડેલા હતો તે સ્થાને આવ્યો. આવીને દેવદત્ત બાળકને તે સ્થાને બેસેલો ન જોઈને રોતો, ચિલ્લાતો, વિલાપ કરતો બધી જગ્યાએ તે બાળકને શોધવા લાગ્યો. પરંતુ દેવદત્ત બાળકની કયાંય ખબર ન મળી. તે બાળકની કૃતિ, યુતિ કે પ્રવૃત્તિ જાણવા ન મળી. ક્યાંય ભાળ ન મળવાથી તે જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં ધન્ય સાર્થવાહ હતો. ત્યાં આવ્યો, આવીને ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! ભદ્રા સાર્થવાહીએ દેવદત્ત બાળકને સ્નાન કરાવીને – ચાવતું – સર્વ અલંકારોથી વિભૂષિત કરી મને સોંપ્યો હતો. ત્યારપછી મેં દેવદત્ત બાળકને કમરમાં લઈ લીધો, લઈને હું ઘરની બહાર નીકળ્યો અને નીકળીને ઘણાં જ બચ્ચા–બચ્ચી, બાલક–બાલિકા, કુમાર-કુમારીઓને સાથે લઈને રાજમાર્ગ પર પહોંચ્યો, પહોંચીને દેવદત્ત બાળકને એક સ્થાને બેસાડ્યો, બેસાડી તે ઘણાં જ બચ્ચા – યાવત્ – કુમારીઓ સાથે રમવામાં મગ્ન થયો. ત્યારપછી મેં દેવદત્ત બાળકને બેસાડ્યો, થોડી ક્ષણો પછી હું પાછો ત્યાં આવ્યો, આવીને તે સ્થાને દેવદત્ત બાળકને ન જોઈને રોતો, ચિલ્લાતો, વિલાપ કરતો બધી જગ્યાએ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ શોધવા લાગ્યો, માર્ગણા—ગવેષણા કરી, પરંતુ ખબર ન પડી કે દેવદત્તદારકને કોઈ લઈ ગયું અથવા કોઈએ તેનું અપહરણ કરી લીધું છે અથવા કોઈ તેને લલચાવી ગયું છે. આ પ્રમાણે તેણે ધન્ય સાર્થવાહના પગમાં પડીને સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ પંથક દાસચેટકની આ વાતને સાંભળીને અને હૃદયમાં અવધારીને મહાન્ પુત્રશોકથી વ્યાકુળ થઈને કુહાડીથી કપાયેલા ચંપકવૃક્ષની માફક પછડાટ ખાઈને સર્વાંગથી જમીન પર પડી ગયો. ત્યારપછી કેટલીક ક્ષણો બાદ ધન્ય સાર્થવાહ આશ્વસ્ત થયો, માનો કે તેના પ્રાણ પાછા આવ્યા. તેણે દેવદત્ત બાળકની ચારે તરફ તપાસ કરાવી. પણ ક્યાંય દેવદત્ત બાળકનો પત્તો ન લાગ્યો. શ્રુતિ કે પ્રવૃત્તિ ન મળી, તો પોતાના ઘેર પાછો આવ્યો. આવીને બહુમૂલ્ય ભેટ લીધી, લઈને જ્યાં નગરરક્ષક હતો ત્યાં પહોંચ્યો, પહોંચીને તે બહુમૂલ્ય ભેટ તેની સામે રાખી અને પછી આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! મારો પુત્ર અને ભદ્રાભાર્યાનો આત્મજ દેવદત્ત નામનો બાળક અમને ઇષ્ટ છે યાવત્ - ગૂલરના ફૂલ સમાન જેનું નામ સાંભળવું પણ દુર્લભ છે. તો પછી દર્શનનું તો કહેવું જ શું ? ત્યારપછી ધન્ય સાર્થવાહે કહ્યું – ભદ્રાએ દેવદત્તને સ્નાન કરાવી અને સર્વ અલંકારોથી વિભૂષિત કરીને પંથકના હાથોમાં સોંપી દીધેલ હતો – યાવત્ પંથકે મારા પગે પડીને તે ગુમ થયાનું મને નિવેદન કરેલ છે. તેથી હે દેવાનુપ્રિય ! હું ઇચ્છું છું કે તમે બધી જગ્યાએ દેવદત્ત બાળકની માર્ગણા—ગવેષણા (શોધ-ખોળ) કરો. ત્યારપછી તે નગરરક્ષક ધન્ય સાર્થવાહના આ વૃત્તાંતને સાંભળી કવચ–બખ્તર પહેરી બાંધીને, ધનુષુ પર પ્રત્યંચા ચઢાવીને ગળામાં રક્ષા માટે ત્રૈવેયક બાંધીને, પોતપોતાના શ્રેષ્ઠ સંકેત પટ્ટકોને લગાવીને આયુધ અને પ્રહરણ ગ્રહણ કરી ધન્ય સાર્થવાહ સાથે રાજગૃહ નગરના નીકળવાના અનેક માર્ગો યાવત્ – પાણીની પરબ આદિમાં માર્ગણા—ગવેષણા કરતા કરતા રાજગૃહનગરની બહાર નીકળ્યા. નીકળીને જ્યાં જીર્ણઉદ્યાન હતો. જ્યાં ભકૂવો હતો, ત્યાં આવીને તેમાં દેવદત્ત બાળકને નિષ્પ્રાણ, નિશ્ચેષ્ટ, નિર્જીવ શરીરને જોયું, જોઈને હાય હાય ! ઘણું ખરાબ થયું ! એમ કહીને દેવદત્ત બાળકને તે ભગ્ન કૂવામાંથી બહાર કાઢ્યો, ધન્ય સાર્થવાહને સોંપી દીધો. ૦ વિજય ચોરનો નિગ્રહ : - — ૨૨૭ ત્યારપછી તે નગર રક્ષક વિજય ચોરના પગના નિશાનોનું અનુકરણ કરતા-કરતા, માલુકાકચ્છ પહોંચ્યા, પહોંચીને માલુકા કચ્છમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને સાક્ષીપૂર્વક ચોરીના માલની સાથે તેને ગર્દનથી બાંધી અને જીવતો પકડી લીધો. પકડીને અસ્થિ, મુષ્ટિ, ઘૂંટણ અને કોણીઓ પર મારી–મારીને તેના શરીરને ભગ્ન અને મથિત કરી દીધું. પછી તેની ગર્દન અને પીઠ તરફ પાછળ તેના બંને હાથ બાંધી દીધા. દેવદત્ત બાળકના આભુષણ કબ્જામાં લીધા પછી વિજયચોરને ગર્દનેથી બાંધીને માલુકાકચ્છથી બહાર નીકળ્યા. - ત્યાંથી નીકળીને રાજગૃહ નગરમાં આવ્યા, પ્રવેશ કર્યો અને નગરના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ આદિમાં કોરડાના પ્રહાર, છિવપ્રહાર અને લતાપ્રહારથી મારી મારીને અને તેના ઉપર રાખ, ધૂળ અને કચરો નાંખીને તેજ અવાજથી Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આગમ કથાનુયોગ-૩ ઘોષણા કરતા આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આ વિજય નામે ચોર છે. જે પાપ કર્મ કરનારો છે, ચાંડાલ સમાન રૂપવાળો, અત્યંત ભયાનક અને ક્રૂર કર્મ કરનારો, ક્રોધી પુરુષ સમાન લાલ-લાલ નેત્રવાળો, અત્યંત કઠોર, મોટી અને વિકૃત દાઢો વાળો, સંદેવ ખૂલેલા હોઠવાળો, હવામાં ઉડતા-વિખરાયેલા અને મસ્તકના લાંબા-લાંબા વાળવાળો, ભ્રમર અને રાહુ સમાન કાળા વર્ણવાળો, નિર્દય અને ક્યારેય પણ પશ્ચાતાપ ન કરનારો, દારુણ, ભય ઉત્પાદક, નૃશંસ, અનુકંપારહિત, સાપ સમાન એકાંત દૃષ્ટિવાળો, છરાની સમાન એકધાર વાળો, ગિધ પક્ષી સમાન માંસ લોલુપી, અગ્નિ સમાન સર્વભક્ષી, બાલ ઘાતક અને બાલ હત્યારો છે. - હે દેવાનુપ્રિયો ! આને માટે કોઈ રાજા કે રાજાનો અમાત્ય અપરાધી નથી, પણ આના પોતાના કુકર્મ જ અપરાધી છે. આ પ્રમાણે કહીને જ્યાં ચારકશાળા (કેદખાનું) હતું, ત્યાં આવીને વિજય ચોરને બેડી વડે જકડી દીધો. તેનું ભોજન–પાણી બંધ કરી દીધા અને ત્રણે સંધ્યાકાળે ચાબુક, લાકડી અને લતા પ્રહારોથી તેને મારવા લાગ્યા. ૦ દેવદત્તના અંતિમ સંસ્કાર : ત્યારપછી ધન્ય સાર્થવાહે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધિ અને પરિવારની સાથે રોતા–રોતા, આક્રંદન કરતા–કરતા, વિલાપ કરતા–કરતા દેવદત્ત દારકના શરીરનો મહાન્ ઋદ્ધિ-સત્કાર અને પ્રદર્શનની સાથે નીહરણ કર્યું અને પછી અનેક લૌકિક મૃતક કૃત્ય મરણોત્તરકાલીન લોકાચાર કર્યો. ત્યારપછી કેટલોક સમય વીત્યા પછી તે શોકરહિત થયો. ૦ ઘન્યનો નિગ્રહ અને ઘેરથી ભોજન આવવું : ત્યારપછી કોઈ એક દિવસે ધન્ય સાર્થવાહને ચાડી–ચુગલી કરનારા દ્વારા ખોટા રાજકીય અપરાધોમાં ફસાવી દીધો. ત્યારે નગરરક્ષકોએ ધન્ય સાર્થવાહને પકડી લીધો, પકડીને તેને કેદખાનામાં લાવ્યા, લાવીને વિજય ચોરની સાથે એક બેડીમાં બાંધી દીધો. ત્યારે બીજે દિવસે સવારે – યાવત્ – સૂર્યોદય થયો, જાજ્વલ્યમાન તેજસહિત સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થયો ત્યારે ભદ્રા સાર્થવાહીએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કર્યું, તૈયાર કરીને તે ભોજન એક પેટીમાં રાખ્યું. પછી તે ભોજનને એક પેટીમાં લાંછિત અને મુદ્રિત કર્યું અને સાથે સુગંધી જળથી ભરેલો ઘડો તૈયાર કર્યો, પછી પંથક દાસચેટકને બોલાવ્યો, બોલાવીને તેને કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા અને કારાગરમાં જઈને આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ધન્ય સાર્થવાહને આપી દે. ત્યારે તે પંથક દાસચેટક ભદ્રા સાર્થવાહીની આજ્ઞાને સાંભળી હર્ષિત, સંતુષ્ટ થયો. તે ભોજનની પેટી અને ઉત્તમ સુગંધી જળનો ભરેલો ઘડો લીધો. લઈને ઘેરથી નીકળ્યો, નીકળીને રાજગૃહનગરની વચ્ચોવચ્ચે થઈને જ્યાં કારાગાર હતું, ત્યાં જ્યાં ધન્ય સાર્થવાહ હતો ત્યાં પહોંચ્યો, પહોંચીને ભોજનપિટકને રાખી, રાખીને તેના પર બનેલ ચિહ્ન અને મુદ્રાને દૂર કરીને ભોજનને બહાર કાઢ્યું, કાઢીને થાળી વગેરે પાત્રમાં રાખ્યું. પછી હાથ ધોવાનું પાણી આપ્યું. ત્યારપછી ધન્ય સાર્થવાહને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ભોજન પિરસ્યું. Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૨૯ ૦ વિજય ચોરે ભોજનનો ભાગ માંગતા ઘન્ય દ્વારા તેનો નિષેધ : ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તું મને આ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી ભાગ આપ ત્યારે તે ધન્ય સાર્થવાહે વિજય ચોરને આ પ્રમાણે કહ્યું, ઓ રે વિજય ! ભલે હું આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનને કાગડા અને કૂતરાને આપી દઈશ અથવા ઉકરડામાં કચરાના ઢગલામાં ફેંકી દઈશ, પણ તારા જેવા પુત્રઘાતક, પુત્રમારક, શત્રુ, વૈરી, પ્રતિકૂળ આચરણ કરનારા અને વિરોધીને માટે આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી હું ભાગ આપીશ નહીં ત્યારપછી તે ધન સાર્થવાહે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો આહાર કર્યો, આહાર કરીને પંથકને રવાના કર્યો. પંથક દાસ ચેટકે તે ભોજન પિટકને લીધી અને લઈને જે તરફથી આવ્યો હતો, તે તરફ પાછો ફર્યો. ૦ ઘન્ય સાર્થવાહને દેહચિંતા – સાથે જવા વિજયની ના : ત્યારપછી તે ધન્ય સાર્થવાહને વિપુલ અશન પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનો આહાર કરવાને કારણે મળ–મૂત્રની બાધા ઉત્પન્ન થઈ ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને કહ્યું કે, હે વિજય ! ચાલો, એકાંતમાં જઈએ, જેથી હું મળ-મૂત્ર ત્યાગ કરી શકું. ત્યારે તે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે તો વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનો આહાર કર્યો છે. જેથી તમને મળ–મૂત્રની બાધા ઉત્પન્ન થઈ છે. પણ દેવાનુપ્રિય ! મને તો આ ઘણાં ચાબુકના પ્રહારથી, છિવોના પ્રહારથી અને લતાઓના પ્રહારથી તથા ભૂખ અને તરસની પીડા હોવાના કારણે મૂળ-મૂત્રની બાધા ઉત્પન્ન થઈ નથી. તેથી હે દેવાનુપ્રિય ! જવાની ઇચ્છા હોય તો તમે જ એકાંતમાં જઈને મૂળ-મૂત્રની બાધા દૂર કરી – મળ-મૂત્રનો ત્યાગ કરો. ત્યારે વિજય ચોરની આ વાતને સાંભળીને ધન્ય સાર્થવાહ મૌન થઈ ગયો. ૦ વિજય દ્વારા પુનઃ આહાર–ભાગની માંગ, ધન્યએ સ્વીકારી : ત્યારપછી પુનઃ મળ-મૂત્રથી તીવ્ર બાધાથી પીડાતા ધન્ય સાર્થવાહે વિજય ચોરને આ પ્રમાણે કહ્યું, વિજય, ચાલ, એકાંતમાં જઈએ જેથી હું મળ-મૂત્રનો ત્યાગ કરી શકું ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું, જો તમે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનમાંથી ભાગ પાડો તો હું તમારી સાથે એકાંતમાં આવી શકું. ત્યારે વિજય ચોરને ધન્ય સાર્થવાહે કહ્યું, હું તને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી ભાગ આપીશ, ત્યારે તે વિજય ચોરે ધન્ય સાર્થવાહના તે કથનનો સ્વીકાર કર્યો. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ વિજય ચોરની સાથે એકાંતમાં ગયો અને મળ-મૂત્રનો ત્યાગ કર્યો. ત્યારપછી સારી રીતે સ્વચ્છ અને પરમ શુચિભૂત થઈને પાછો પોતાના સ્થાને આવ્યો. ત્યારે ભદ્રા સાર્થવાહીએ બીજા દિવસનું પ્રભાત થયું – યાવત્ – સૂર્યનો ઉદય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૦ આગમ કથાનુયોગ-૩ થયો અને સહસ્રરશ્મિ દિનકરનો જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયો ત્યારે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભોજન તૈયાર કર્યું – યાવત્ – ધન્ય સાર્થવાહને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન પીરસ્યું. ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનમાંથી ભાગ આપ્યો. ૦ ભદ્રાનો કોપ તથા ધન્યની મુક્તિ : ત્યારપછી ધન્ય સાથવા પંથક દાસચેટકને રવાના કર્યો. પંથક ભોજનની પેટીને લઈને કારાગારથી બહાર નીકળ્યો. નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચ થઈને, જ્યાં તેનું ઘર હતું, જ્યાં ભદ્રા સાર્થવાહી હતા, ત્યાં આવ્યો. આવીને ભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા ! ધન્ય સાર્થવાહે તમારા પુત્ર ઘાતક, પુત્રમારક, શત્ર, વૈરી અને પ્રતિકૂળ આચરણ કરનારા દુશ્મનને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી ભાગ આપ્યો. ત્યારે તે ભદ્રા સાર્થવાહી પંથક દાસચેટક પાસેથી આ વાતને સાંભળીને ક્રોધથી સળગી ઉઠી, રોષાયમાન, કોપાયમાન, ચંડિકાવત્, રૌદ્ર થઈને દાંતોને કચકચાવતી ધન્ય સાર્થવાહ પર દ્વેષ કરવા લાગી. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ કોઈ સમયે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી અને પરિવારના લોકો દ્વારા પોતાના સારભૂત અર્થ થકી દંડ ચૂકવાઈ જવાથી રાજદંડથી મુક્ત થયો. મુક્ત થઈને કારગારથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં આલંકારિક સભા હતા. ત્યાં પહોંચ્યો, પહોંચીને આલંકારિક કર્મ કરાવ્યું. પછી જ્યાં પુષ્કરિણી હતી ત્યાં આવ્યો, આવીને નીચેથી ધોવાની માટી લીધી. પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પાણી વડે મજ્જન કર્યું. સ્નાન કર્યું. બલિકર્મ કર્યું. કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કર્યું અને અલંકારો વડે વિભૂષિત થઈને રાજગૃહનગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને રાજગૃહ નગરની મધ્યમાંથી થઈને જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં જવાને માટે રવાના થયો. ૦ ધન્યનું સન્માન અને ભદ્રાના કોપનું ઉપશમન : ત્યારપછી ધન્ય સાર્થવાહને આવતો જોઈને રાજગૃહ નગરના ઘણાં નાગરિકો, વેપારીઓ, શ્રેષ્ઠીજનો અને સાર્થવાહ આદિઓ તેનો આદર કર્યો. તેનું કુશળ–ક્ષેમ પૂછયું, તેના સત્કાર સન્માન કર્યા. ઊભા થઈને માન આપ્યું અને શરીરનું કુશળ પૂછયું. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ પોતાને ઘેર પહોંચ્યો, ત્યાં જે બહારની સભા હતી. જેમકે – પૃષ્ય, ભૂતક, વ્યાપારમાં ભાગીદાર, તેઓએ પણ ધન્ય સાર્થવાહને આવતા જોયો ત્યારે પગમાં પડીને, નમન કરીને, ક્ષેમકુશળ પૂછયા. ત્યાં જે અત્યંતર સભા હતી. જેમકે – માતા, પિતા, ભાઈ, બહેન આદિ. તેઓએ પણ ધન્ય સાર્થવાહને આવતો જોયો. જોઈને તેઓ પોતપોતાના આસનેથી ઊભા થયા, ઊભા થઈને ગળે મળીને, આલીંગન આપીને હર્ષના આંસુ વહાવ્યા. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ ભદ્રાભાર્યાની પાસે પહોંચ્યો. ત્યારે ભદ્રાએ ધન્ય સાર્થવાહને પોતાની તરફ આવતો જોયો, જોઈને તેણે આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું, પણ Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૩૧ ઉપેક્ષા અને ઉદાસીન ભાવપૂર્વક મૌન રહીને, પીઠ ફેરવીને બેસી ગઈ. ત્યારે ધન્ય સાર્થવાહે ભદ્રા ભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા ! ક્યા કારણે તને મારા આવવાથી સંતોષ ન થયો ? હર્ષ ન થયો ? આનંદ ન થયો ? જ્યારે મેં આપણા સારભૂત દ્રવ્ય વડે રાજદંડથી મને પોતાને છોડાવેલ છે. ત્યારે ભદ્રાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! મને કઈ રીતે સંતોષ, હર્ષ કે આનંદ થઈ શકે ? જ્યારે તમે મારા પુત્રઘાતક, પુત્ર હણનાર, શત્ર, વૈરી, વિરુદ્ધ કાર્ય કરનારને, તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી ભાગ આપ્યો. આ વાત સાંભળીને ધન્ય સાર્થવાહે ભદ્રાભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા! મેં ધર્મ સમજીને, તપ સમજીને, ઉપકારનો બદલો સમજીને, લોકયાત્રા સમજીને, ન્યાય સમજીને, સહચર સમજીને, સહાયક સમજીને અથવા સુહદ સમજીને વિજય ચોરને આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી સંવિભાગ નહોતો કર્યો. પણ ફક્ત દેહ ચિંતાર્થે અર્થાત્ મળ-મૂત્ર નિવારણાર્થે જ સંવિભાગ કરેલ. ધન્ય સાર્થવાહ પાસેથી આ વાત સાંભળીને ભદ્રા સાર્થવાહી હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ આનંદિત ચિત્ત થઈ – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળી થઈને પોતાના આસનેથી ઉઠી, ઉઠીને તેણીએ ગળે લગાડીને ક્ષેમકુશળ પૂછયા. ત્યારપછી સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા અને વિપુલ ભોગોપભોગ ભોગવતી સમય વ્યતીત કરવા લાગી. ૦ વિજય ચોરની ગતિ : ત્યારપછી તે વિજય ચોર કારાગારમાં વધ, બંધ, ચાબુકોના પ્રહાર, કશપ્રહાર, છિવપ્રહાર, લતાહાર અને ભૂખ-તરસ વડે પીડિત થઈને મૃત્યુના અવસરે કાળ કરીને નરકમાં નારકરૂપે ઉત્પન્ન થયો. નરકમાં ઉત્પન્ન થયેલો તે કાળો અને અત્યંત કાળો દેખાતો હતો. ગંભીર, લોમહર્ષક, ભયજનક, ત્રાસજનક અને વર્ણથી પણ અત્યધિક કાળો હતો. તે નરકમાં સદેવ ભયભીત, ત્રસ્ત અને સંદેવ ગભરાતો એવો, સદેવ અત્યંત અશુભ નરકગતિ સંબંધિ વેદનાનો અનુભવ કરતો એવો સમય વિતાવી રહ્યો હતો. તે આ નરકમાંથી નીકળીને અનાદિ અનંત દીર્ધમાર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં ભટકતો રહેશે. ૦ વિજય ચોર કથાનકનો નિષ્કર્ષ : આ પ્રમાણે હે જંબૂ! (સુધર્મા સ્વામીએ સ્વ શિષ્યને સંબોધીને કહ્યું-) આ પ્રમાણે આપણા જે નિગ્રંથ કે નિર્ગથી આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત થઈને આનગારિક પ્રવજ્યાને અંગીકાર કરીને વિપુલ મણિ, મોતી, ધન, કનક અને સારભૂત રત્નોમાં લુબ્ધ થાય છે, તેની દશા વિજયચોર જેવી થાય છે. ૦ ધન્યની પ્રવજ્યા : તે કાળ, તે સમય જાતિસંપન્ન – યાવત્ – પૂર્વાનુપૂર્વી ક્રમે ચાલતા, રામાનુગ્રામ વિચરતા અને સુખપૂર્વક વિહાર કરતા ધર્મઘોષ નામના સ્થવિર ભગવંત જ્યાં રાજગૃહનગર હતું, જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, ત્યાં આવ્યા, આવીને સાધુ-ઉચિત અવગ્રહ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આગમ કથાનુયોગ-૩ ગ્રહણ કરીને, (યથાયોગ્ય યાચના કરીને) સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. તેમને વંદના કરવાને પર્ષદા નીકળી, સ્થવિર ભગવંતોએ ધર્મ કહ્યો. ત્યારપછી ધન્ય સાર્થવાહને ઘણાં લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળી અને સમજીને એવો અધ્યવસાય, અભિલાષ, પ્રાર્થિત અને માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો – અહીં જાતિસંપન્ન સ્થવિર ભગવંત પધારેલ છે, સંપ્રાપ્ત થયેલ છે, તો હું જાઉં અને તે સ્થવિર ભગવંતોને વંદના–નમસ્કાર કરું. આ પ્રકારે વિચાર કર્યો અને વિચારીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા, શુદ્ધ અને સમયોચિત ઉત્તમ માંગલિક વસ્ત્રો ધારણ કાર્ય, પગે ચાલીને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું, જ્યાં સ્થવિર ભગવંત બિરાજતા હતા, ત્યાં પહોંચીને વંદન–નમસ્કાર કર્યા. ત્યારપછી સ્થવિર ભગવંતોએ ધન્યને આશ્ચર્યકારી ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારે તે સાર્થવાહે ધર્મશ્રવણ કરી આ પ્રમાણે કહ્યું હે ભગવંતુ ! નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું, હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનની પ્રતીતિ કરું છું, હે ભગવન્! નિગ્રંથ પ્રવચન મને રુચિકર છે, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનનું અનુસરણ કરવા માટે ઉદ્યત થયો છું. હે ભગવન્! નિગ્રંથ પ્રવચન એ પ્રમાણે જ છે, હે ભગવંત ! તથ્ય છે, સત્ય છે, અવિતથ છે, ઇપ્સિત છે, પ્રતિપ્સિત છે. ઇપ્સિત અને પ્રતિપ્સિત છે. આ તે જ પ્રમાણે છે જે પ્રમાણે આપ પ્રરૂપણા કરો છો. આ પ્રમાણે કહીને તેણે સ્થવિર ભગવંતોને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને – યાવત્ – તે પ્રવ્રજિત થયા – યાવત્ – ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, આહાર–પાણીનું પ્રત્યાખ્યાન કરીને, એક માસની સંલેખના દ્વારા આત્માને ભાવિત કરીને, અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કરીને કાળમાસમાં કાળ કરીને સૌધર્મ કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ૦ ધન્ય (સાર્થવાહ) અણગારની ગતિ : ધન્ય અણગાર સૌધર્મ કલ્પે દેવ થયા. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે, ત્યાં ધન્ય દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ જાણવી. તે ધન્યદેવ તે દેવલોકથી આયુષય, સ્થિતિશય અને ભવક્ષય થયા પછી ઐવિત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે – યાવત્ – સમસ્ત દુઃખોનો અંત કરશે. ૦ કથા નિષ્કર્ષ : (સુધર્મા સ્વામીએ જંબૂ સ્વામીને કહ્યું,) હે જંબૂ ! જે પ્રમાણે ધન્ય સાર્થવા “ધર્મ" સમજીને અથવા તપ, પ્રત્યુપકાર, લોકયાત્રા, નાયક, સહચર, સહાયક કે સુહતું, મિત્ર સમજીને વિજય ચોરને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી સંવિભાગ કર્યો ન હતો. પણ માત્ર શરીરની રક્ષા માટે સંવિભાગ કર્યો હતો. એ જ પ્રમાણે – હે જંબૂ! આપણા જે નિર્ગથ કે નિર્ગથી આચાર્ય, ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા વડે પ્રવ્રજિત થઈને સ્નાન, ઉપમર્દન, પુષ્પ, ગંધ, માળા, અલંકાર અને શરીર વિભૂષાનો ત્યાગ કરીને જે અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યનો આહાર કરે છે, પણ આ ઔદારિક શરીરના વર્ણ, રૂ૫, બળ કે વિષયસુખને માટે Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨ ૩૩ નથી કરતા, ફક્ત જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના કરવા સિવાય તેનું અન્ય કોઈ પ્રયોજન નથી. – તે સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકા દ્વારા આ લોકમાં અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનીય થાય છે. તથા તેમને કલ્યાણરૂપ, મંગળરૂ૫, દેવસ્વરૂપ, ચૈત્યરૂપ માનીને તેમની પર્યાપાસના કરવાને યોગ્ય મનાય છે. પરલોકમાં પણ તે હસ્તકેદન, કર્ણોદન, નાસિકા છેદન તથા આ જ પ્રમાણે હૃદયનું ઉત્પાદન, વૃષણોનું ઉત્પાદન અને ઉબંધન આદિ કષ્ટોને પ્રાપ્ત કરતો નથી તથા અનાદિ અનંત દીર્ધ માર્ગવાળી સંસારઅટવીને પાર કરે છે. જે પ્રમાણે ધન્ય સાર્થવાહે કરી તેમ. (જાણવું.) ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૫૭; – ૪ – ૪ – ૦ ચિલાતિ પુત્ર કથા – પૂર્વભવ : ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં યજ્ઞને માનતો એવો એક યજ્ઞદેવ નામનો ધિગજાતીય બ્રાહ્મણ રહેતો હતો. તે પોતાને પંડિત માનતો હતો. તે સદા જિનશાસનની નિંદા કરતો હતો. તેણે એવી પ્રતિજ્ઞા કરેલી કે, જે કોઈ મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થઈશ. ત્યારે કોઈ વિશિષ્ટ સાધુએ વાદમાં હરાવતા તેણે દીક્ષા લીધી. કોઈ વખતે શાસનદેવી દ્વારા પ્રેરણા પામીને ધર્મમાં સ્થિર થયો, પણ પૂર્વના સંસ્કારને કારણે જાતિમદથી સાધુપણા તરફનો તેનો ગંછા ભાવ થોડો થોડો પણ રહ્યા કરતો હતો. તેણે પોતાનું સમગ્ર સ્નેહી–સ્વજન વર્ગને પ્રતિબોધ કર્યો. પણ તેની પત્ની શ્રીમતી સજ્જડ સ્નેહાનુરાગને કારણે યજ્ઞદત્તને દીક્ષા છોડાવવા ઇચ્છા કરે છે. કોઈ દિવસે તેની પત્નીએ તેમને વશ કરવા માટે તેના પર કાર્પણ કર્યું, તેના દોષથી યજ્ઞદત્ત (મુનિ) મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા, પેલી સ્ત્રી પણ તેના નિર્વેદથી ખૂબ કલેશ પામીને છેવટે તેણીએ દીક્ષા લીધી. આલોચના કર્યા વિના મૃત્યુ પામેલી શ્રીમતી પણ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ૦ ચિલાતિ પુત્રરૂપે જન્મ : યજ્ઞદત્તનો જીવ દેવલોકથી ચ્યવયો. રાજગૃહ નગરમાં ધન્ય નામે સાર્થવાહ હતો. તેને ત્યાં શિલાતિકા નામની દાસી હતી. તે દાસીનું કૃષિમાં યજ્ઞદત્તનો જીવ ઉત્પન્ન થયો. તેનું આમ ચિલાતક પાડવામાં આવ્યું. પણ તે ચિલાતી દાસીનો પુત્ર હોવાથી શિલાતિપુત્ર નામે વ્યવહારમાં પ્રસિદ્ધ થયો. પૂર્વભવે સાધુની ગંછા કરેલી હોવાથી તે દાસીપુત્ર થયો. - શ્રીમતીનો જીવ દેવલોકથી ચ્યવીને આ જ ધન્ય સાર્થવાહને ત્યાં પાંચ પુત્ર પછી પુત્રીરૂપે ઉત્પન્ન થયો. તે બાલિકાનું નામ સુસુમાં રાખવામાં આવ્યું. ૦ ઘન્ય સાર્થવાહ પરિવાર : તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ધન્ય નામે સાર્થવાહ નિવાસ Page #235 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ કરતો હતો. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તે ધન્ય સાર્થવાહના પુત્ર અને ભદ્રાના આત્મજ એવા પાંચ સાર્થવાહ બાળક હતા. તે આ પ્રમાણે :- (૧) ધન, (૨) ધનપાલ, (૩) ધનદેવ, (૪) ધનગોપ (૫) ધનરક્ષિત. આ પાંચ પુત્રો પછી તે ધન્ય સાર્થવાહની પુત્રી અને ભદ્રાની આત્મજા એવી સુંસુમા નામની એક પુત્રી હતી. જેના હાથ—પગ આદિ અંગો સુકુમાર હતા. ૨૩૪ ૦ ચિલાત–દાસચેટક દ્વારા બાળક—બાલિકાનું તર્જન :– તે ધન્ય સાર્થવાહને ચિલાત નામે દાસચેટક હતો. જે પાંચે ઇન્દ્રિયો અને શરીરથી પરિપૂર્ણ અને માંસથી ઉપચિત હતો. તથા બાળકોને રમાડવામાં કુશળ હતો. ત્યારપછી તે દાસચેટક સુંસુમા બાલિકના બાલગ્રાહક (બાળક સાચવનાર) રૂપે નિમણૂંક પામ્યો. તે સુંસુમા બાલિકાને કેડમાં ગ્રહણ કરી (ઉપાડી) ઘણાં જ બાળક– બાલિકા, ડિંભ–ડિંભિકા, કુમાર–કુમારીકાઓની સાથે રમણ કરતોકરતો રહેતો હતો. તે સમયે તે ચિલાત દાસચેટક તે ઘણાં જ બાળક અને બાલિકાઓ, ડિંભ ડિંભિકાઓ, કુમારીકુમારીકાઓમાંથી કોઈકની કોડી લઈ લેતો, કોઈની લખોટી લઈ લેતો, કોઈની આડોલિકા તો કોઈના દડાનું હરણ કરી લેતો. કોઈના કપડા છુપાવી દેતો તો કોઈનો દુપટ્ટો હરી લેતો. કોઈના આભૂષણ, માળા-અલંકાર ચોરી લેતો હતો. તેમજ કોઈના પર આક્રોશ કરતો, તો કોઈની હાંસી ઉડાવતો હતો, કોઈને ઠગી લેતો, કોઈની ભર્ત્યના કરતો હતો. કોઈની તર્જના કરતો તો કોઈને મારપીટ કરતો હતો. ત્યારે તે ઘણાં જ બાલક-બાલિકા, ડિંભ–ડિંભિકા, કુમાર–કુમારીકા રોતા—રોતા, ચિસો પાડતા, શોકયુક્ત થતા, વિસરતા, વિલાપ કરતા પોતપોતાના માતા–પિતાની પાસે જઈને કહેતા (ફરિયાદ કરતા)— ૦ ચિલાતને ઘરમાંથી કાઢી મૂક્યો :– (આ વિષયમાં બે પરંપરા છે :- (૧) ચિલાતનું કજીયાખોર અને દુર્વિનિતપણું (૨) ચિલાતની કુચેષ્ટા) (૧) ત્યારે તે ઘણાં બાળક અને બાલિકાઓના, ડિંભ અને ડ્રિંભિકાઓના, કુમાર અને કુમારીકાઓના માતા–પિતા ધન્ય સાર્થવાહની પાસે આવતા, આવીને ધન્ય સાર્થવાહને ખેદજનક વચનોથી ખેદ પ્રગટ કરતા, રોતા અને ઉપાલંભ આપતા અને એ રીતે ખેદ કરીને, રોઈને અને ઉપાલંભ આપીને ધન્ય સાર્થવાહને આ વાત જણાવતા હતા. ત્યારપછી ધન્ય સાર્થવાહ ચિલાત દાસચેટને આ વાતને માટે વારંવાર મનાઈ કરતો, પણ ચિલાત દાસચેટક પોતાની પ્રવૃત્તિથી અટકતો ન હતો. મનાઈ કરી હોવા છતાં (પણ) તે ચિલાત દાસચેટક તે ઘણાં બાળક—બાલિકાઓ, ડિંભ—ડિંભિકાઓ, કુમારકુમારીકામાંથી કોઈની કોડી લઈ લેતો, કોઈની લખોટી ચોરી લેતો, કોઈની આડોલિકા લઈ લેતો તો કોઈનો દડો લઈ લેતો, કોઈના કપડા ચોરી લેતો તો કોઈના દુપટ્ટા લઈ લેતો, કોઈના આભરણ, માળા, અલંકાર ચોરી લપેતો. કોઈના પર આક્રોશ કરતો, કોઈની હાંસી ઉડાવતો, કોઈને ઠગી લેતો, કોઈને ધમકાવતો, કોઈનું તર્જન કરતો તો કોઈને તાડન કરતો. ત્યારે તે ઘણાં બાળક–બાલિકા, ડિંભક–ડિંભિકા, કુમાર–કુમારીકા રોતા, Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨ ૩૫ ચિલ્લાતા, શોક કરતા, વિસરતા અને વિલાપ કરતા પોતપોતાના માતાપિતા પાસે ફરિયાદ કરતા. ત્યારે તેઓ ક્રોધિત, રોષિત. કુપિત, ચંડવત્ થઈને દાંત કચકચાવતા ધન્ય સાર્થવાહની પાસે આવ્યા, આવીને ખેદજનક વચનો વડે અનાદરયુક્ત વચનો વડે, ઉપાલંભ વચનો વડે ખેદ પ્રગટ કરતા, રોતા, ઉપાલંભ આપતા ધન્ય સાર્થવારને આ વૃત્તાંત સંભળાવતા. ત્યારે ધન્ય સાર્થવાહે તે ઘણાં બાળક–બાલિકા, ડિંભક–કિંભિકા, કુમારકુમારીકાઓના માતાપિતા પાસેથી આ વાત સાંભળી અત્યંત ક્રોધિત, રુષિત, કુપિત, ચંડવત્ બનીને દાંતોને કચકચાવી તે ચિલાત દાસચેટકનો ઊંચા-નીચા આક્રોશ વચનોથી આક્રોશ કર્યો, તેનો તિરસ્કાર કર્યો, ભત્સના કરી, ધમકાવ્યો, તર્જના કરી, ઊંચી-નીચી તાડના વડે તાડન કર્યું અને પછી પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. - અથવા – પરંપરા – (૨) – ધન્ય શેઠે પોતાની પુત્રી સુસુમાને સાચવવા ચિલાતિ દાસપુત્રને રાખેલ હતો. જ્યારે–જ્યારે સુસુમા રડતી, ત્યારે ત્યારે ચિલાતિપુત્ર તેણીની યોનિમાં અંગળી ફેરવતો, તેનાથી સુખ પામી તે બાલિકા રડતી બંધ થઈ જતી હતી. આ વાતની ધન્ય સાર્થવાહને ખબર પડી. તેણે ચિલાતિની દુશ્લેષ્ટા જાણીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. ૦ ચિલાતકનું ચોર સેનાપતિ થવું : ત્યારે ધન્ય સાર્થવાહ દ્વારા પોતાના ઘરમાંથી કાઢી મૂકાયા પછી તે ચિલાતા દાસચેટક રાજગૃહનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ, દેવાલય, સભા, પાણીની પરબ, જુગારીના અડ્ડા, વેશ્યાગૃહો અને પાનક ગૃહોમાં સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યારપછી તે દાસચેટક ચિલાતને કોઈ હાથ પકડીને રોકનાર કે વચન વડે રોકનાર નહીં રહેવાથી સ્વચ્છંદ મતિ, વૈરચારી, મદ્યપાન આસક્ત, ચોરીમાં આસક્ત, માંસાસો, જુગારરસી, વૈશ્યાસક્ત, પરદા રાગમનમાં આસક્ત થઈ ગયો. તે સમયે રાજગૃહ નગરથી બહુ દૂર નહીં, તેમ બહુ નજીક નહીં એવા પ્રદેશમાં અગ્નિખૂણામાં સિંહગુફા નામની એક ચોરપલી હતી. જે વિષમ ગિરિતળેટીના પ્રાંતભાગે આવેલી હતી. વાંસની ઝાડીઓના પ્રાકારથી ઘેરાયેલી હતી, છિન્ન ભિન્ન થયેલા વિષમ શૈલના પ્રપાતરૂપ પરિખા વડે યુક્ત હતી. તેમાં આવવા-જવા માટે એક જ વાર હતું. તેમાં અનેક નાના–નાના ખંડો હતા. જાણકારો જ તેમાં પ્રવેશી શકતા કે નીકળી શકતા હતા. તે પલ્લીમાં જ પાણી હતું. પલ્લીની બહાર આસપાસમાં પાણી મળવું અતિ દુર્લભ હતું. ચોરીને લાવેલ ધનને પાછું મેળવવા આવેલી સેના પણ તેનું કંઈ બગાડી શકતી ન હતી. તે સિંહગુફા નામક ચોરપલીમાં વિજય નામનો એક ચોર સેનાપતિ રહેતો હતો. જે અધાર્મિક, અધર્મસ્થિત, અધર્મીનો પ્રિય, અધર્મનો ઉપદેશક, અધર્મનું બીજ, અધર્મને જોનારો, કુધર્મ અને કુશીલનું આચરણ કરનાર, પાપ કાર્યોમાં પ્રવૃત્તિને કરનારો હતો. હનન, છેદન, ભેદનમાં પ્રવૃત્ત રહેવાથી જેના હાથ ખૂનથી લાલ રહેતા હતા. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ આગમ કથાનુયોગ-૩ --- તે અતિ ક્રોધી, રૌદ્ર, દુષ્ટ, દુઃસાહસી, ધૂર્ત, ખુશામત કરનાર, ઠગ, કપટી, છળકપટ અને મિલાવટ કરવામાં ચતુર, શીલવ્રત અને ગુણોથી રહિત, પૌષધોપવાસનું પ્રત્યાખ્યાન નહીં કરનારો, ઘણાં જ મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, સાથીઓનો ઘાત કરનારો, વધ કરનારો, વિનાશ કરનારો અને અધર્મના ધ્વજ સમાન હતો. ઘણાં બધા નગરોમાં અર્થાત્ દૂર-દૂર સુધી તેનો અપયશ ફેલાયેલો હતો. તે શૂર, દઢપ્રવાહી, સાહસિક અને શબ્દ વેધી હતો. તે (વિજયચોર) સિંહગુફાચોરપલ્લીમાં પાંચ સો ચોરોનું અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામીત્વ, ભર્તુત્વ, મહત્તરકત્વ, આશૈશ્વર્યત્વ અને સેનાપતિત્વ કરતો અને તેમનું પાલન કરતો એવો વિચરતો હતો. તે તસ્કરો, ચોરોનો સેનાપતિ વિજય ઘણાં જ ચોરોને માટે, જારોને માટે, ગ્રંથિ ભેદ કરનારા (ખીસા કાતરુંઓ) માટે, સંધિ છેદ કરનારા માટે, ખાતર પાડનારા માટે, રાજાના અપકારીને માટે, ઋણધારકોને માટે, બાળઘાતકોને માટે, વિશ્વાસઘાતકોને માટે, જુગાર રમનારા માટે, ખંડ રક્ષકોને માટે તથા મનુષ્યોના હાથ–પગ આદિ અવયવોનું છેદન-ભેદન કરનારા માટે અને બીજા ઘણાં લોકોને માટે કુડંગ સમાન આધારભૂત (આશ્રયદાતા) હતો. તે સમયે, તે વિજય તસ્કર ચોર સેનાપતિ રાજગૃહની અગ્રિદિશામાં સ્થિત જનપદને ગ્રામઘાત દ્વારા, નગરઘાત દ્વારા, ગાયોનું હરણ કરીને, મનુષ્યોને કેદ કરીને, પથિકોને મારીને, ખાતર પાડીને, વારંવાર પીડા આપીને, વારંવાર વિધ્વંસ કરીને, લોકોને સ્થાન વિહિન અને નિર્ધન કરતો એવો વિચરણ કરતો હતો. ત્યારપછી તે ચિલાત દાસચેટક રાજગૃહ નગરમાં ઘણાં બધા અર્થાભિશંકી, ચૌરાભિશંકી, દારાભિશંકી, ધનિકો અને જુગારી દ્વારા પરાભવ પામીને, પ્રતાડિત થઈને રાજગૃહ નગરથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં સિંહગુફા ચોર પલ્લી હતી, ત્યાં આવ્યો, આવીને ચોર સેનાપતિ વિજયનું શરણું લઈને રહેવા લાગ્યો. ત્યારપછી તે ચિલાત દાસચેટક ચોરસેનાપતિ વિજયનો પ્રમુખ ખગ અને યષ્ટિધારક થઈ ગયો. તેથી જ્યારે પણ તે વિજયચોર સેનાપતિ ગામ ભાંગવા, નગર ભાંગવા, ગાયોનું હરણ કરવા, મનુષ્યોને બંદી બનાવવા, પથિકોને લુંટવા–કુટવા જતો હતો, તે વખતે તે ચિલાત દાસચેડ ઘણીબધી કૂવિય સેનાને હણીને-મથન કરીને, પ્રવરવીરોનો ઘાત કરીને, ધ્વજા-પતાકા આદિ નષ્ટ કરીને, પ્રાણોને સંકટગ્રસ્ત કરીને દૂરદૂર દિશા–વિદિશામાં ભગાડી દેતો હતો. ભગાડીને પછી તે ધનને લઈને પોતાનું કાર્ય કરીને અજ્ઞાત માર્ગથી સિંહગુફા ચોરપલ્લીમાં સકુશલ શીઘ પાછો આવી જતો હતો. ત્યારપછી તે વિજય ચોર સેનાપતિએ ચિલાત તસ્કરને ઘણી જ ચોર વિદ્યાઓ, ચોર મંત્ર, ચોર માયા અને ચોર કપટને શીખવાડેલા હતા. ત્યારપછી તે વિજય ચોર સેનાપતિ કોઈ સમયે કાળધર્મથી યુક્ત થયો અર્થાત્ મૃત્યુ પામ્યો. ત્યારે તે પ૦૦ ચોરોએ વિજય ચોર સેનાપતિનું ઘણા-ઘણાં ઠાઠ-માઠ અને Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ઋદ્ધિસત્કાર સહિત નીહરણ કર્યું, કરીને ઘણાં લૌકિક મરણોત્તર કાલીન કૃત્યો કર્યા. તે કૃત્યો કરીને પછી સમય વ્યતીત થતા તેઓ શોકરહિત થયા. ત્યારપછી તે ૫૦૦ ચોરોએ પરસ્પર એકબીજાને બોલાવ્યા, બોલાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આપણા વિજય ચોર સેનાપતિ મૃત્યુ પામ્યા છે. વિજય ચોર સેનાપતિએ આ ચિલાત તસ્કરને ઘણી જ ચોર વિદ્યા, ચોર મંત્ર, ચોર માયા અને ચોર કપટવિદ્યા શીખવાડેલ છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા માટે એ શ્રેયસ્કર છે કે ચિલાત તસ્કરનો સિંહગુફા નામની ચોરપલ્લીના ચોર સેનાપતિરૂપે અભિષેક કરવામાં આવે આ પ્રમાણે કહીને તેઓએ એકબીજાની વાતનો સ્વીકાર કર્યો, કરીને ચિલાતને સિંહગુફા ચોર પલ્લીના ચોર સેનાપતિરૂપે અભિષેક કર્યો. -- ૨૩૭ ત્યારપછી તે ચિલાત ચોરસેનાપતિ થઈ ગયો જે અધાર્મિક, અધર્મસ્થિત, અધર્મીઓનો પ્રિય, પાપકાર્યમાં પ્રવૃત્ત, અધર્મકાર્યનો ઉપદેશક, અધર્મપ્રેક્ષક, અધર્માનુરાગી, અધર્મશીલ સમુદાયનો આચરણ કર્તા, અધર્મ વડે જ વૃત્તિ આજીવિકા ચલાવનાર થઈને વિચરણ કરવા લાગ્યો. ત્યારે તે ચિલાત ચોર સેનાપતિ, ચોર નાયક, ઘણાં જ ચોરોને માટે, જારોને માટે, ગ્રંથિભેદકો માટે, સંધિચ્છેદકોને માટે, ખાતર પાડનારાને માટે, રાજાના અપકારીઓ માટે, ઋણ ધારકો માટે, બાલઘાતકો માટે, વિશ્વાસઘાતકો માટે, જુગારી માટે, ખંડરક્ષકો માટે અને બીજા પણ ઘણાં છેદન–ભેદન કરનારાઓને માટે કુડંગ સમાન આશ્રયદાતા થઈ ગયો. તે એ સિંહગુફા નામની ચોરપલ્લીમાં પાંચસો ચોરોનું અધિપતિત્વ, પ્રમુખત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞા ઐશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતો–કરતો, પાલન કરતો–કરતો વિચરવા લાગ્યો. તે સમયે તે ચિલાત ચોર સેનાપતિ રાજગૃહનગરના અગ્નિ ખૂણામાં સ્થિત જનપદને ગામ ભાંગવા વડે, નગર ભાંગવા વડે, ગાયોનું હરણ કરીને, મનુષ્યોને બંદી બનાવીને, પથિકોને મારકૂટ કરીને અને સંધિભેદ કરીને પુનઃ પુનઃ પીડા પહોંચાડતો, વિધ્વંસ કરતો, લોકોને સ્થાનહીન અને ધનરહિત કરતો–કરતો વિચરવા લાગ્યો. ૦ ચિલાત દ્વારા સુંસુમાનું હરણ : ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિએ કોઈ એક સમયે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવીને તે ૫૦૦ ચોરોને આમંત્રિત કર્યા, ત્યારપછી સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, ભોજન મંડપમાં તે ૫૦૦ ચોરોની સાથે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુરા, મદ્ય, માંસ, સીધુ, પ્રસન્નાનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, પીરસતા, ભોજન કરતા અને પછી ૫૦૦ ચોરોનું વિપુલ ધૂપ, પુષ્પ, ગંધ, માળા, અલંકારો વડે સત્કાર, સન્માન કર્યું, સત્કાર, સન્માન કરીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! રાજગૃહનગરમાં ધન્ય નામક એક ધનાઢ્ય સાર્થવાહ છે. તેની પત્ની ભદ્રની આત્મજા અને પાંચ પુત્રો બાદ જન્મેલી સુંસુમા નામની પુત્રી છે. જે પરિપૂર્ણ ઇન્દ્રિયો અને શરીરવાળી – યાવત્ – સુંદર રૂપવાળી છે. તો હે દેવાનુપ્રિયો ! તો આપણે જઈએ અને ધન્ય સાર્થવાહનું ઘર લૂંટીએ. તે લૂંટમાં મળનારું વિપુલ ધન, કનક, રત્ન, Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ મણિ, મોતી, શંખ, પ્રવાલ આદિ તમારું થશે અને સુંસુમા મારી થશે. ત્યારે તે ૫૦૦ ચોરોએ ચિલાતની તે વાત સ્વીકારી. આગમ કથાનુયોગ-૩ ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ તે ૫૦૦ ચોરોની સાથે આર્દ્રચર્મ પર બેઠો, બેસીને પછી દિવસના અંતિમ પ્રહરે ૫૦૦ ચોરોની સાથે કવચ ધારણ કરીને તૈયાર થયો. શરાસન પટ્ટીને ખેંચીને બાંધી, ગળાની રક્ષા માટે ત્રૈવેયક બાંધ્યું, શ્રેષ્ઠ વિમલ પ્રતિક ચિહ્ન પટ્ટને ધારણ કર્યું. આયુધ અને પ્રહરણ લીધા, કોમળ ગોમુખી ઢાલ લીધી, તલવાર મ્યાનમાંથી કાઢી, ખભા પર તરકસ ધારણ કર્યું, ધનુષે જીવાયુક્ત કર્યા, બાણ બહાર કાઢ્યા, બર્કી અને ભાલા ઉછળવા લાગ્યા. જંઘા પર ઘંટિકાઓને બાંધીને લટકાવી. ત્યારપછી કૂચના વાજા વાગ્યા, ચોરો દ્વારા જોરજોરથી સિંહનાદ અને કલકલરવો દ્વારા પ્રભુભિત સમુદ્ર જેવી ગર્જના કરાવા લાગી, એ રીતે તેઓ સિંહગુફા નામની ચોરપલ્લીથી નીકળ્યા. નીકળીને જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવ્યા, આવીને રાજગૃહથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં એવા સઘન વનમાં પ્રવેશ્યા, પ્રવેશ કરીને સૂર્યાસ્ત થવાની પ્રતિક્ષા કરવા લાગ્યા. ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ અડધી રાતના સમયે જ્યારે બધી બાજુ શાંતિ અને સુમશાન થઈ ગયું ત્યારે ૫૦૦ ચોરોની સાથે કોમળ ગોમુખી ઢાલને છાતી સાથે બાંધીને - યાવત્ - જાંઘ પર બાંધેલી ઘંટિકા લટકાવીને જ્યાં રાજગૃહ નગરનું પૂર્વ દિશાનું દ્વાર હતું ત્યાં પહોંચ્યા, પહોંચીને તેઓએ મશક હાથમાં લીધી, તેમાંથી ખોબામાં પાણી લઈને આચમન કર્યું, સ્વચ્છ થયા, પવિત્ર થયા, પછી તાળું ખોલવાની વિદ્યાનું સ્મરણ કર્યું– સ્મરણ કરીને રાજગૃહના દ્વારના કમાડો પર પાણી છાંટયું. છાંટીને કમાડોને ઉઘાડી નાંખ્યા, ઉઘાડીને રાજગૃહીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ઊંચા—ઊંચા શબ્દોથી (મોટે મોટેથી) ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! હું ચિલાત નામનો ચોરસેનાપતિ ૫૦૦ ચોરોની સાથે સિંહગુફા ચોરપલ્લીથી ધન્ય સાર્થવાહનું ઘર લૂંટવાને માટે અહીં આવ્યો છું. તેથી જેને નવી માતાનું દૂધ પીવાની ઈચ્છા હોય તે મારી સામે આવે. એમ કહીને જ્યાં ધન્ય સાર્થવાહનું ઘર હતું. ત્યાં આવ્યો, આવીને ધન્ય સાર્થવાહના ઘરના દ્વાર ઉઘાડી નાંખ્યા (ત્યાં સર્વેને અવસ્વાપિની નિદ્રા આપી). ત્યારપછી ધન્ય એ ૫૦૦ ચોરોની સાથે ચિલાત ચોર સેનાપતિ દ્વારા ઘરને લૂંટાતું જોયું તે જોઈને તે ભયભીત, ત્રસ્ત, ડરેલો, ઉદ્વિગ્ર, ભયાક્રાંત થઈ ગયો, તે પોતાના પાંચે પુત્રોની સાથે એકાંત સ્થાને છુપાઈને બેસી ગયો. ત્યારપછી ચોર સેનાપતિ ચિલાતે ધન્ય સાર્થવાહનું ઘર લૂંટીને ઘણું જ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, રક્તરત્ન આદિ સારભૂત ધનસંપત્તિ તથા સુંસુમા પુત્રીને ગ્રહણ કર્યા, કરીને રાજગૃહ નગરની બહાર નીકળ્યો. નીકળીને જ્યાં સિંહગુફા પલ્લી હતી, તે તરફ જવાને માટે પ્રવૃત્ત થયો. ૦ નગર રક્ષકો દ્વારા ચોર નિગ્રહ :– ત્યારપછી ધન્ય સાર્થવાહ જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો, આવીને ઘણું જ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૩૯ ધન, કનક તેમજ સુંસુમાં પુત્રીનું અપહરણ થયેલ જાણીને મહાર્થ, મહાઈ, મહાઈ ભેંટણું લઈને જ્યાં નગર રક્ષકો હતા, ત્યાં આવીને તે માર્થ, મહાર્દૂ, મહાઈ ભેંટણું સામે ધર્યું, ધરીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! ચિલાત ચોર સેનાપતિએ સિંહગુફા પલ્લીથી અહીં આવીને ૫૦૦ ચોરોની સાથે મારા ઘરને લૂંટીને ઘણાં પ્રમાણમાં ધન, સુવર્ણ અને સુંસુમાં પુત્રીને લઈને રાજગૃહથી નીકળી પાછો સિંહગુફા તરફ ગયો છે. તેથી હે દેવાનુપ્રિયો ! અમે સુસુમા દારિકાને પાછી લાવવા માટે જવા ઇચ્છીએ છીએ. હે દેવાનુપ્રિયો ! જે વિપુલ ધન, સુવર્ણ પાછું મળે, તે બધું જ તમારું, પણ સંસમા દારિકા મારી થશે (મને સોંપવી). ત્યારપછી નગર રક્ષકોએ ધન્યની આ વાતનો સ્વીકાર કર્યો. સ્વીકારીને કવચ ધારણ કર્યું, કરીને સન્નદ્ધ થયા – યાવતુ – આયુધ અને પ્રહરણ લઈને જોરજોરથી કરાતા ઉત્કૃષ્ટ સિંહનાદના કલકલ ધ્વનિ વડે પ્રસુતિ સમુદ્ર જેવી ગર્જનાથી આકાશ મંડલને વ્યાસ કરતા-કરતા રાજગૃહથી નીકળ્યા. નીકળીને જ્યાં ચિલાત ચોર સેનાપતિ હતો, ત્યાં પહોંચ્યા, પહોંચીને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે નગર રક્ષકોએ ચોર સેનાપતિ ચિલાતના મોટા મોટા વીરોને હત–મથિત અને ઘાયલ કરી, ધ્વજા પતાકાઓનો વિનાશ કરી નાંખ્યો અને કંઠગત પ્રાણ જેવા બનાવીને દિશા–વિદિશામાં ભગાડી દીધા. (ભગ્ન કરી દીધા) તે સમયે તે પ૦૦ ચોર નગર રક્ષકો દ્વારા હત, મથિત થઈ ગયા, મોટા મોટા વીરો ઘાયલ થયા, પતાકાઓ નષ્ટ થઈ ગઈ. કંઠગત પ્રાણ જેવા કરાઈને દિશા વિદિશામાં ભગાડી દેવાયા. તેથી તે ચોરો વિપુલ ધન, કનક આદિને છોડીને અને ફેંકીને ચારે તરફ તેઓ પલાયન થઈ ગયા. ત્યારપછી તે નગરરક્ષક તે વિપુલ ધન, કનક આદિને લઈને જે તરફ રાજગૃહ નગર હતું, તે તરફ ચાલ્યા ગયા. ૦ ચિલાત દ્વારા સુંસુમાની હત્યા : ત્યારપછી તે ચિલાતે જોયું કે, નગરરક્ષકોએ તેની ચોરસેના હત, મથિત કરી દીધી. પ્રવર વીરોને ઘાયલ કર્યા, ધ્વજા-પતાકા નષ્ટ કરી દીધી, કંઠગત પ્રાણ જેવા કરી દીધા અને દિશા–વિદિશામાં ભગાડી મૂક્યા. તે જોઈને ભયભીત અને ત્રસ્ત થયેલ ચીલાત સંસમા દારિકાને લઈને એક મહાનું અને અગામિક લાંબા માર્ગવાળા અટવીમાં ઘુસી ગયો. તે સમયે ધન્ય સાર્થવાહ ચિલાત દ્વારા સુંસુમાદારિકાને અટવીમાં લઈ જતી જોઈને પાંચ પુત્રોની સાથે છઠો સ્વયં કવચ અને શસ્ત્રથી સન્નદ્ધ થઈને ચિલાતના પાદ ચિન્હોનું અનુસરણ કરતો, ગર્જના કરતો, ચુનૌતી આપતો, અવાજ કરતો, તર્જના કરતો અને ત્રસ્ત કરતો એવો તેની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. - ત્યારપછી ચિલાતે ધન્ય સાર્થવાહને પાંચ પુત્રોની સાથે તથા છઠો પોતે કવચ અને શસ્ત્રોથી સજ્જ થઈને પીછો કરતો જોયો. તે જોઈને તે નિસ્તેજ, નિર્બળ, વીર્યહીન અને પરાક્રમ હીન થઈ ગયો અને જ્યારે સંસમાં દારિકાને સંભાળવામાં – લઈ જવામાં સક્ષમ ન રહ્યો ત્યારે શ્રાંત થઈ ગયો–થાકી ગયો, ગ્લાનિને પ્રાપ્ત થયો, અત્યંત થાકી ગયો Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આગમ કથાનુયોગ-૩ – ગભરાઈ ગયો. એ રીતે જ્યારે ચિલાત સંસમાનું વહન કરવા સમર્થ ન થયો અને ધન્ય સાર્થવાહ આદિ છએને અત્યંત નજીક આવી ગયેલા જાણ્યા ત્યારે તેમજ બીજા કોઈ ઉપાય ન દેખાતા તેણે નીલકમલ સમાન, ભેંસના શીંગડા સમાન, અલસીના ફૂલ સમાન, પ્રભાવાળી, તીક્ષ્ણ ધારવાળી તલવાર હાથમાં લીધી, હાથમાં લઈને સુસુમા દારિકાનું ઉત્તમાંગ – મસ્તક છેદી નાંખ્યું. છેદીને તેનું માથું લઈને અગ્રામિક અટવીમાં ઘુસી ગયો. ધડને ત્યાંજ ફેંકી દીધુ. ( અહીંથી ચિલાતીપુત્રની કથાનું નિરૂપણ બે ભિન્ન ભિન્ન સ્વરૂપે જોવા મળે છે–) (૧) નાયાધમ્મકહા – ૨૦૮ થી ૨૧૧ – મૃત્યુ પામ્યો. (૨) આવ નિર્યુક્તિ - ૮૭૧ થી ૮૭૬ + વૃત્તિ. કથા આગળ વધે છે – મરીને ચિલાતીપુત્ર દેવલોકમાં જાય છે. (૩) આવ જેવો જ મત નાયાધમ્મકહા સિવાયના બધાં સંદર્ભ ગ્રંથોનો છે. * નાયાધમ્મકહાના વૃત્તિકાર અભયદેવસૂરિજી કહે છે કે આ બંને વાતમાં વિરોધ ન સમજવો – ન વિરોધ: સમવનલ:” – નાયા. સૂત્ર – ૨૧૧ની વૃત્તિ) ૦ નાથવા મુજબ : ત્યારપછી તે ચિલાત તે અગ્રામિક અટવીમાં ભૂખ અને તરસથી પીડાઈને માર્ગ ભૂલી ગયો અને સિંહગુફા ચોરપલી સુધી પહોંચ્યા પહેલાં જ માર્ગમાં જ મૃત્યુ પામ્યો. ૦ ચિલાત કથા નિષ્કર્ષ : આ પ્રમાણે તે આયુષ્યમાન્ શ્રમણો ! આપણા જે નિગ્રંથ કે નિર્ગથી આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડ થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગાર પ્રવજ્યા અંગીકાર કરીને વમનને વહાવનાર, પિત્તને વહાવનાર, કફને વહાવનાર, શુક્રને વહાવનાર, લોહીને વહાવનાર, દુસ્સહ–ઉચ્છવાસ, નિઃશ્વાસવાળા, દુર્ગધયુક્ત મૂત્ર, મળ, રસી વડે પરિપૂર્ણ, વિષ્ઠા, મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક્ર, શોણિત વડે ઉત્પન્ન થનાર, અધ્રુવ અનિત્ય, અશાશ્વત, સદન, ગલન, વિધ્વંસન ધર્મયુક્ત અને પછી કે પહેલા અવશ્ય છૂટનારા એવા આ ઔદારિક શરીરના વર્ણ, રૂ૫, બળ અને વિષય પ્રાપ્તિના નિમિત્તે આહાર કરે છે– તેઓ આ લોકમાં ઘણાં જ શ્રમણો, શ્રમણિઓ, શ્રાવકો અને શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બને છે – યાવતું – ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં પરિભ્રમણ કરે છે, ભટકે છે જે રીતે તે ચિલાતતસ્કર (ભટક્યો) કાવય નિવૃિત્તિ મુજબ :- (આ જ મતના અંશો ભક્તપરિજ્ઞા, સંથારગ, મરણ સમાધિ, વ્યવહારભાષ્ય, જિતકલ્પભાષ્યમાં પણ છે. તે ચિલાત પુત્ર હાથમાં (સંસમાનું મસ્તક લઈને દિગમૂઢ થઈ ગયો. તેટલામાં તેણે આતાપના લેતા એક સાધુ (ભગવંત)ને જોયા. તેમને ચિલાતે કહ્યું, મને સંક્ષેપમાં ધર્મ કહો. જો તેમ નહીં કરો તો તમારું પણ મસ્તક નીચે પડી જશે. ત્યારે સાધુ ભગવંતે કહ્યું, ઉપશમ, વિવેક, સંવર. ત્યારે ચિલાતિ આ પદોને ગ્રહણ કરીને એકાંતમાં ચિંતવના કરવા લાગ્યો. ઉપશમ અર્થાત્ ક્રોધાદિનું કર્તવ્ય (ઉપશમન). હું કુદ્ધ છું, (મારે ક્રોધનો ત્યાગ Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૪૧ કરવો જોઈએ). વિવેક, ધન સ્વજન સંબંધિ કર્તવ્ય (તેનો ત્યાગ કરવો જોઈએ) ત્યારે (સુસુમાનું) મસ્તક અને તલવારને ફેંકી દીધી. સંવર બે પ્રકારે છે – ઇન્દ્રિય સંવર અને નોઇન્દ્રિય સંવર. - આ પ્રમાણે તે ધ્યાન કરે છે – ચિંતવે છે, તેટલામાં તેના લોહીના ગંધથી કીડીઓએ તેને ખાવાનો આરંભ કર્યો. કીડીઓએ ત્યાં સુધી તેના શરીરને ખાવાનું ચાલુ રાખ્યું. જ્યાં સુધી તે શરીર ચાલણી જેવું કરી નાંખ્યું. તે કીડીઓએ પગમાંથી પ્રવેશ કરી મસ્તકના ભાગમાંથી જવાનું શરૂ કર્યું. તો પણ તે ધ્યાનથી ચલિત ન થયો. એ રીતે જેને લોહીની ગંધથી કીડીઓએ પગેથી ખાતા-ખાતા અભિસરણ કર્યું અને મસ્તક સુધી તેને ખાધા કર્યું તો પણ જે પોતાના ધ્યાનથી ચલિત ન થયા, તે દુષ્કરકારક એવા (ચિલાત)ને અમે વંદન કરીએ છીએ. ધીર-સત્વ સંપન્ન એવો ચિલાતિ પત્ર કીડીઓ વડે ખવાઈને ચાલણી જેવો કરી નંખાયો તો પણ જેણે ઉત્તમાર્થ – સમાધિની સાધના કરી, હૃદયથી શુભપરિણામનો પરિત્યાગ ન કર્યો અઢી રાત્રિ-દિવસ આ રીતે ચિલાતીપુત્રએ (ઉપસર્ગન) સહન કરીને દેવેન્દ્ર અમર ભવન (દેવલોક)ને પ્રાપ્ત કર્યો તેમજ રખ્ય એવા અપ્સરા ગણ સંકુલને પ્રાપ્ત કર્યો. (આ સમાસ સામાયિકનું દષ્ટાંત જાણવું). ૦ ધન્ય સાર્થવાહનું સુંસુમા માટે ક્રન્દન : ત્યારપછી ધન્ય સાર્થવાહ પાંચે પત્રોની સાથે અને છઠો પોતે તે અગ્રામિક અટવીમાં ચિલાતની પાછળ-પાછળ અહીં-તહીં દોડતા–ભાગતા ભૂખ અને તરસથી શ્રાંત, કુલોત અને અત્યંત શ્રાંત થઈ જવા છતાં ચિલાત ચોર સેનાપતિને પોતાના હાથે પકડવા સમર્થ ન થઈ શક્યા, ત્યારે તે ત્યાંથી પાછા ફર્યા અને ફરીને જ્યાં સુસુમા દારિકાને ચિલાતે જીવનરહિત કરી દીધેલ હતી ત્યાં આવ્યા. આવીને ચિલાત દ્વારા મારી નાંખેલ સુંસુમા દારિકાને જોઈ જોઈને કુહાડા વડે કપાયેલ ચંપકવૃક્ષ સમાન, સંધિ બંધનથી મુક્ત ઇન્દ્રધ્વજ સમાન તે પછડાટ ખાઈને પૃથ્વી પર ઢળી પડયો. ત્યારપછી તે ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે અને છઠો પોતે જ્યારે આશ્વસ્ત થયો ત્યારે ચીત્કાર કરતો એવો આકંદન કરતો, વિલાપ કરતો જોર-જોરથી કુહ કુહા શબ્દ કરતો રડવા લાગ્યો અને ઘણાં સમય સુધી આંસુ વહાવા લાગ્યો. ૦ ધન્ય આદિ દ્વારા સુંસુમાના માંસ-લોહીનો આહાર : ત્યારપછી તે અગ્રામિક અટવીમાં ચિલાત ચોરનો પીછો કરતા-કરતા અને ચારે તરફ દોડ–ભાગ કરવાને કારણે ભૂખ અને તરસથી પીડિત થઈને પાંચ પુત્રો સહિત અને છઠો સ્વયં પોતે ધન્ય સાર્થવાહ – તેમણે તે અગ્રામિક અટવીમાં ચારે તરફ પાણી માટે માર્ગણાગવેષણા કરી. પણ ગવેષણા કરવા છતાં પણ તેમને પાણી પ્રાપ્ત ન થયું. ભૂખ વડે પરિતાપિત થઈ ગયા. તેઓ થાકી ગયા, વિષાદમાં ડૂબી ગયા, ખિન્ન થઈ ગયા. અત્યંત કલાન્ત થઈ ગયા, ઉદાસ થઈ ગયા. જ્યારે તે અગ્રામિક અટવીમાં ઘણી શોધ કરવા છતાં જ્યારે જળ પ્રાપ્ત ન થઈ international Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આગમ કથાનુયોગ-૩ શક્યું, (ભૂખ મીટાવી ન શક્યાત્યારે જ્યાં સુસુમાં જીવનરહિત કરાઈ હતી, તે સ્થાને આવીને ધન્ય એ પોતાના મોટા પુત્રને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! સંસમાં દારિકાને માટે ચિલાત તસ્કરની પાછળ ચારે તરફ ભાગદોડ કરતા-કરતા ભૂખ અને તરસથી પીડાઈને આપણે આ અગ્રામિક અટવીમાં જળની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરવા છતાં પણ જળ પ્રાપ્ત ન થયું. જળ વિના આપણે રાજગૃહ પહોંચવામાં સમર્થ થઈ શકીશું નહીં. તેથી હે દેવાનુપ્રિયો ! તમે મને જીવનથી રહિત કરી દો, મારા માંસ અને લોહીનો આહાર કરો, તે આહારથી સ્વસ્થ થઈને, પછી આ અગ્રામિક અટવીને પાર કરી જજો. રાજગૃહ પહોંચજો. મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધી અને પરિચિતોને મળજો તથા અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી થજો. ત્યારપછી ધન્ય સાર્થવાહની આ વાત સાંભળીને જ્યેષ્ઠ પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું, હે તાત ! આપ અમારા પિતા છો, ગુરુ છો, જનક છો, દેવતા સ્વરૂપ છો, સ્થાપક છો, પ્રતિસ્થાપક છો, સંરક્ષક છો, સંગોપક છો. તેથી હે તાત ! અમે આપને કઈ રીતે જીવનથી રહિત કરીએ. કઈ રીતે આપના માંસ અને લોહીનો આહાર કરીએ ? હે તાત ! આપ મને જ જીવનહીન કરી દો, મારા માંસ અને રુધિરનો આહાર કરો અને આ અગ્રામિક અટવીને પાર કરો, રાજગૃહ પહોંચો, મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજનો, સંબંધી અને પરિચિતોને મળો અને અર્થ—ધર્મ અને પુણ્યના ભાગી બનો. ત્યારપછી બીજા પુત્રએ ધન્ય સાર્થવાહને કહ્યું, હે તાત ! ગુરુ અને દેવ સમાન મોટા ભાઈને જીવનથી રહિત નહીં કરીએ. તેમના માંસ અને લોહીનો આહાર નહીં કરીએ. તેથી હે તાત ! આપ મને જીવનરહિત કરી દો. મારા માંસ અને રુધિરનો આહાર કરો. આ અગ્રામિક અટવીને પાર કરી, રાજગૃહ પહોંચો. મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિત્તોને મળો અને અર્થ–ધર્મ અને પુણ્યના ભાગી બનો. આ પ્રમાણે – યાવત્ – પાંચમાં પુત્રએ પણ કહ્યું. ત્યારપછી ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની હૃદય અભિલાષા જાણીને તે પાંચ પુત્રોને આ પ્રમાણે કહ્યું, આપણે આપણામાંથી એકને પણ જીવનરહિત નહીં કરીએ. સુંસુમાં પુત્રીનું આ નિષ્માણ, નિશ્રેષ્ઠ અને જીવરહિત શરીર છે. તેથી હે પુત્રો ! સંસમા પુત્રીના માંસ અને લોહીનો આહાર કરવો આપણે માટે ઉચિત રહેશે. જેથી આપણે તે આહાર વડે સ્વસ્થ થઈને રાજગૃહ પહોંચી શકીશું. ત્યારે ધન્ય સાર્થવાહના આ કથનને સાંભળીને તે પાંચ પુત્રોએ આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારપછી પાંચે પત્રોની સાથે ધન્ય સાર્થવાહે અરણિ કરી, કરીને શર કર્યો, શર વડે અરણીનું મંથન કર્યું, મંથન કરીને અગ્નિ ઉત્પન્ન કર્યો. પછી અગ્નિને ધમ્યો. ધમીને તેમાં લાકડીઓ નાંખી. અગ્નિ પ્રજ્વલિત કર્યો. પછી સંસમા દારિકાનું માંસ પકાવ્યું. પછી તે માંસ અને લોહીનો આહાર કર્યો. તે આહારથી સ્વસ્થ થઈને રાજગૃહ નગરને પ્રાપ્ત કર્યું. પોતાના મિત્રો, જ્ઞાતિજનો, Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ નિજક, સ્વજનો, સંબંધીઓને મળ્યા. વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્તરત્ન આદિ સંસારના સારભૂત ધન અને પુણ્યના ભાગી બન્યા. ત્યારપછી ધન્ય સાર્થવાહે સુંસુમા દારિકાના ઘણાં જ લૌકિક મૃતક કાર્ય કર્યાં. કરીને સમય વીતી ગયા બાદ તેઓ શોકરહિત થઈ ગયા. ૦ ઘન્ય સાર્થવાહની પ્રવ્રજ્યા : તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરના ગુણશીલક ચૈત્યમાં પધાર્યા. તે સમયે પુત્રો સહિત ધન્ય સાર્થવાહ ધર્મ શ્રવણ કરીને પ્રવ્રુજિત થયો. અગિયાર અંગોના જ્ઞાતા બન્યા. અંત સમયે એક માસની સંલેખના કરીને સૌધર્મકલ્પે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ (મોક્ષ)ને પ્રાપ્ત કરશે. ૦ ધન્યની કથાનો નિષ્કર્ષ : હે જંબુ ! જેમ તે ધન્ય સાર્થવાહે વર્ણને માટે, રૂપને માટે, બળને માટે અથવા વિષયને માટે સુંસુમા દારિકાનું લોહી અને માંસનો આહાર કર્યો ન હતો. પણ માત્ર રાજગૃહ નગરી પહોંચવા માટે જ આહાર કરેલો હતો. અર્થાત્ પુત્રીનું માંસ ખાધુ હતું. આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! આપણા જે નિગ્રંથ કે નિગ્રંથીઓ આચાર્યઉપાધ્યાય પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અણગાર દીક્ષા લઈને વમનને વહાવનાર, પિત્તને વહાવનાર, કફને વહાવનાર, લોહીને વહાવનાર, દુર્ગન્ધી શ્વાસોચ્છવાસ વાળા, દુર્ગન્ધ યુક્ત મળ, મૂત્ર, શ્લેષ્મ, નાસિકા મેલ, વમન, પિત્ત, શુક્ર, શોણિતથી ઉત્પન્ન થનાર અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, સડન, ગલન, વિધ્વંસ ધર્મયુક્ત અને પહેલા કે પછી અવશ્ય છૂટવા યોગ્ય આ ઔદારિક શરીરના વર્ણને માટે, રૂપને માટે, બળને માટે, વિષય પ્રાપ્તિને માટે આહાર કરતા નથી— ૨૪૩ - પણ માત્ર સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરવાને માટે આહાર કરે છે. તેઓ આ ભવમાં ઘણાં જ શ્રમણો, ઘણી જ શ્રમણી, ઘણાં જ શ્રાવકો, ઘણી જ શ્રાવિકાઓના અર્ચનીય થાય છે — યાવત્ – ચતુર્ગતિરૂપ સંસાર કાંતારને પાર કરે છે – જે રીતે ધન્ય સાર્થવાહે (પાર કર્યો). - - ન જે રીતે ધન્ય પુત્રીના માંસનો આહાર કર્યો. તે રીતે સાધુઓએ પણ આહાર કરવો જોઈએ. પુત્રીના માંસની ઉપમાને કારણ જાણવું અર્થાત્ સાધુએ કારણે આહાર કરવો જોઈએ. જેમ ધન્ય સાર્થવાહ તે આહાર કરી નગરે પહોંચ્યો. પછી ભોગને ન ભોગવનારો થયો. તેમ સાધુએ પણ કારણે આહાર કરી નિર્વાણ સુખના ભાગી બનવું જોઈએ. હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવંત – યાવત્ – સંપ્રાપ્ત મહાવીર દ્વારા અઢારમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે તે પ્રમાણે હું કહું છું. ૦ નિગમન ગાથાર્થ : - જે રીતે સુંસુમામાં ગૃદ્ધ અને અકાર્યમાં પ્રતિબદ્ધ એવો તે ચિલાતીપુત્ર મહાઅટવીમાં અર્ધે માર્ગે જ મૃત્યુ પામ્યો, તે રીતે વિષય સુખમાં લુબ્ધ જીવો, પાપક્રિયામાં પ્રવૃત્ત થઈને કર્મના વશથી ભવ અટવીમાં મહાદુ:ખને પામે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આગમ કથાનુયોગ-૩ - ધ શ્રેષ્ઠી સમાન ગુરુ ભગવંત, પુત્રો સમાન સાધુઓ, ભવરૂપ અટવી, આહારને સુધર્મ સમાન અને રાજગૃહીને શિવનગર સમાન જાણવું. જેમ અટવીને પાર પામવા કે વિસ્તાર પામવાને માટે તેઓએ પુત્રીનું માંસ ખાધું તેમ સાધુઓ પણ (આસક્તિ) રહિત એવો આહાર ગુરુની આજ્ઞાપૂર્વક કરે છે. તે આહાર વર્ણ, બળ, રૂપના હેતુ માટે ભાવિતાત્મા–મહાસત્ત્વશાળી કરતા નથી પણ ભવને ઓળંગી જવાને તથા મોક્ષ સાધનાના હેતુ માટે તેઓ આહાર કરે છે. ૦ આગમ સંદર્ભ :આયા ૧૩૯; નાયા. ૨૦૮ થી ૨૧૧ + 4. ભરૂ. ૮૮; સંથા. ૮૫, મરણ. ૪ર૮ થી ૪૩૧ વવ.ભા. ૪૪૧૯ + ૬ જીય ભા. પ૩૩; આવનિ ૮૭૨ થી ૮૭૬ + % આવ.યૂ.૧-પૃ. ૪૯૭, ૪૯૮; – ૮ – ૮ – ૦ પુંડરીક-કંડરીક કથા : તે કાળ અને તે સમયમાં આ જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહમાં સીતા નદીના ઉત્તર કિનારે નીલવંત નામક વર્ષધર પર્વતના દક્ષિણમાં, ઉત્તર તરફના સીતામુખ નામક વનખંડથી પશ્ચિમમાં અને એક શૈલક નામના વક્ષસ્કાર પર્વતથી પૂર્વ દિશામાં પુષ્કલાવતી નામે વિજય છે. તેમાં પંડરીકિણી નામની રાજધાની છે, જે નવયોજન પહોળી અને બાર યોજના લાંબી – યાવત્ – સાક્ષાત્ દેવલોક સમાન મનોહર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે પુંડરીકિણી નગરીના ઇશાન ખૂણામાં નલિનીવન (નલિની ગુલ્મ) નામનું એક ઉદ્યાન છે. તે પુંડરીકિણી રાજધાનીમાં મહાપદ્મ નામે રાજા હતો. તેની (પત્ની) પદ્માવતી નામે રાણી હતી. તે મહાપા રાજાના પુત્ર અને પદ્માવતી દેવીના આત્મજ એવા બે રાજકુમાર હતા. પુંડરીક અને કંડરીક. જેમના હાથપગ આદિ અંગોપાંગ સુકુમાર હતા. ૦ મહાપદ્મ રાજાની પ્રવજ્યા, પુંડરીકનો રાજ્યાભિષેક : તે કાળ અને તે સમયે સ્થવર મુનિ ભગવંતોનું આગમન થયું – યાવત્ – તેઓ નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. મહાપદ્મ રાજા (વંદન-શ્રવણને માટે) નીકળ્યા. ધર્મ સાંભળ્યો. મહાપદ્મ રાજાએ આવીર ભગવંતોને કહ્યું કે, હું પુંડરીકકુમારને રાજ્યભાર સોંપી દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું. ત્યારે સ્થવરમુનિએ કહ્યું કે, જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી પુંડરીકને રાજ્ય પર સ્થાપી મહાપા રાજાએ દીક્ષા લીધી. ત્યારપછી પુંડરીક રાજા થયો – યાવત્ – વિચરવા લાગ્યો. ત્યારે કંડરીક કુમાર યુવરાજ થયો. પુંડરીક રાજાની આજ્ઞા લઈ ઉદાયન રાજાની માફક અણગાર બનેલ મહાપદ્મ રાજાએ દીક્ષા લઈને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. (વિશેષ વિગત માટે કથા જુઓ “ઉદાયન રાજર્ષિ") ત્યારપછી સ્થવરમુનિઓ બહારના જનપદમાં વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી મહાપદ્મ અણગાર ઘણાં વર્ષો સુધી ગ્રામર્થ્ય પર્યાયનું પાલન કરી, ઘણાં Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૪૫ જ છઠ–અઠમ આદિની તપશ્ચર્યા કરી, છેલ્લે માસિક સંખના કરી, અનશન દ્વારા સાઇઠ ભક્તોનું છેદન કરી – યાવત્ – સિદ્ધ થયા. ૦ પુંડરીકનું શ્રાવકત્વ અને કંડરીકની પ્રવજ્યા : ત્યારપછી કોઈ સમયે તે સ્થવીરો પૂર્વાનુપૂર્વી ક્રમથી વિહાર કરતા – યાવત્ – પુનઃ પુંડરીકિણી નગરીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદા નીકળી. પુંડરીક રાજા વંદનાર્થે નીકળ્યો. કંડરીક પણ જનસમૂહના મુખેથી સ્થવરોના આગમનના સમાચાર સાંભળી મહાબલકુમારની માફક વંદના કરવા નીકળ્યો – યાવત્ - પર્યુપાસના કરવા લાગ્યો. સ્થવીરોએ ધર્મોપદેશ આપ્યો. ધર્મ શ્રવણ કરીને પંડરીકે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. તે શ્રમણોપાસક થયો – યાવત્ – તે પાછો ફર્યો. ત્યારે કંડરીક સ્થવરમુનિની પાસેથી ધર્મ સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ થયો. પોતાને સ્થાનેથી ઊભો થયો. ઊભા થઈને સ્થવીરોની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન–નમસ્કાર કર્યા. કરીને આ પ્રમાણે બોલ્યો હે ભદંત ! નિગ્રંથ પ્રવચનની હું શ્રદ્ધા કરું છું – યાવત્ – આપે જેમ કહ્યું તેમ જ છે. વિશેષ એ કે, હે દેવાનુપ્રિય ! હું પંડરીક રાજાની અનુમતિ લઈ લઉં. ત્યારપછી મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર ધ્વજ્યા અંગીકાર કરીશ. હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી કંડરીકે સ્થવરોને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને સ્થવીરો પાસેથી નીકળ્યો. નીકળીને તે જ ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો અને જમાલિની માફક મોટા મોટા યોદ્ધાઓ સાથે પંડરીકિણી નગરીના ઠીક મધ્ય ભાગમાંથી થઈને જ્યાં તેનું ભવન હતું ત્યાં પહોંચ્યો, પહોંચીને ચતુર્ઘટ અશ્વરથથી નીચે ઉતર્યો, ઉતરીને જ્યાં પંડરીક રાજા હતા, ત્યાં આવ્યો. આવીને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! મેં સ્થવરમુનિઓ પાસેથી ધર્મ સાંભળેલ છે. હું તે ધર્મને ઇચ્છું છું, વિશેષ ઇચ્છું છું, તેની રુચિ કરું છું. તેથી હે દેવાનુપ્રિય ! આપની અનુમતિ પ્રાપ્ત કરીને સ્થવીરોની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છું. હે દેવાનુપ્રિય ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. જન્મ-મરણથી ભયભીત થયો છું. આપની અનુજ્ઞા પામીને વીરો પાસે પ્રવજિત થવા ઇચ્છું છું. ત્યારે પુંડરીક રાજાએ કંડરીકને આ પ્રમાણે કહ્યું, હે ભાઈ! તું આ સમયે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા ગ્રહણ ન કર. હું તને મહાનું રાજ્યાભિષેકથી અભિષિક્ત કરનાર છું. ત્યારે કંડરીક કુમારે પુંડરીક રાજાના આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો પણ મૌન રહ્યો. - ત્યારે પુંડરીક રાજાએ કંડરીક કુમારને બે વખત, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું, હે ભાઈ ! તું આ સમયે મુંડિત થઈને ગૃહ ત્યાગ કરીને અનગાર દીક્ષા ગ્રહણ ન કર, હું તને મહાન્ એવા રાજ્યાભિષેકથી અભિષિક્ત કરવા ઇચ્છું છું. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આગમ કથાનુયોગ-૩ ત્યારે કંડરીક કુમારે પુંડરીક રાજાના આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો પણ મૌન ઊભો રહ્યો. ત્યારે તે પુંડરીક રાજા કંડરીક કુમારને ઘણું બધું કહીને, સમજાવીને, વિનંતી કરીને વિષયને અનુકૂળ યુક્તિઓ વડે કહેવા, સમજાવવા, વિનવવા સમર્થ ન થયો ત્યારે વિષયપ્રતિકૂળ અને સંયમમાં ઉગકારી પ્રજ્ઞાપનાથી એમ કહેવા લાગ્યો કે, હે દેવાનુપ્રિય! એ પ્રમાણે ખરેખર ! નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર, કેવલિક – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરે છે. - પરંતુ (હે ભાઈ !) આ ધર્મ સર્પની જેમ એકાંત દૃષ્ટિ, ખરની જેમ એકાંત ધારવાલો, લોઢાના જવ ચાવવા જેવો, વાલુકા કણની જેમ નીરસ, ગંગા જેવી મહાનદીના પ્રતિસ્ત્રોત સમાન, મહાસમુદ્રની જેમ તરવો અતિ દુષ્કર, તીક્ષ્ણ, ઉલ્લંઘન કરવો મુશ્કેલ, તલવારની ધાર સમાન વ્રતના આચરણવાળો છે. શ્રમણ નિગ્રંથોને પ્રાણાતિપાત – થાવત્ - મિથ્યાદર્શન શલ્ય કલ્પતા નથી. તેમજ આધાર્મિક, ઔદેશિક, મિશ્રજાત, પૂતિકર્મ ક્રીત. પ્રામિત્ય, આચ્છેિદ્ય, અનિસૃષ્ટ, અભિહત, સ્થાપિત, કાંતારભક્ત, દુર્ભિશભક્ત, ગ્લાનભક્ત, વર્ટલિકાભક્ત, પ્રાદુર્ણકભક્ત, શય્યાતરપિંડ, રાજપિંડ, મૂળ, કંદ, ફળ, બીજ, હરિત ભોજન આદિ ખાવાનો કે લેવાનો પણ નિષેધ હોય છે. (હે ભાઈ !) તું સુખના સમુદાયમાં ઉછરેલો છે. દુઃખ સમુદય તેં જોયો નથી. (સંયમમાં તો) શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, ચોર, વાલ, દંશ, મશક, વાત, પિત્ત, કફ, સંનિપાત જન્ય વિવિધ રોગાતંક, ગ્રામકંટક આદિ બાવીશ પરીષહો–ઉપસર્ગો ઉદીર્ણ થાય તેને સમ્યક્ પ્રકારે સહન કરવા પડે. હું પણ માત્ર પણ તારો વિયોગ સહન કરી શકીશ નહીં. તેથી તું સ્વસ્થપણે અહીં રહે, તું રાજ્યશ્રીનો અનુભવ કરી પછી પ્રવજ્યા ગ્રહણ કર. ત્યારે તે કંડરીકે આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જે આ પ્રમાણે કહો છો તે ઠીક છે, પણ, હે દેવાનુપ્રિય ! આ નિગ્રંથ પ્રવચન કુલીબને માટે, કાપુરુષને માટે, કાયરોને માટે આ લોકમાં પ્રતિબદ્ધોને માટે, પરલોકથી પરાં મુખને માટે, વિષયતૃષ્ણા યુક્તને માટે અને સામાન્ય જનને માટે દુરનુચર છે. પરંતુ વીરપુરુષોને માટે. આમાંનું કશું જ દુષ્કર નથી. તેથી હે દેવાનુપ્રિય ! હું – યાવત્ – પ્રવજ્યા ગ્રહણ કરવા માંગુ છું. ત્યારે તે કંડરીકને પુંડરીક રાજા જ્યારે ઘણું જ કહેવા છતાં, સમજાવવા છતાં, વિનવવા છતાં પણ તેને સમજાવી–બુઝાવી ન શક્યો ત્યારે ઇચ્છા ન હોવા છતાં તેણે કંડરીકને નિષ્ક્રમણને માટે અનુજ્ઞા આપી. તેની વાત સ્વીકારી અને તેનો જમાલિની માફક નિષ્ક્રમણ અભિષેક કર્યો. વિશેષ એટલું જ કે આ અભિષેક પુંડરીક રાજાએ કર્યો – યાવત્ – સ્થવરમુનિને શિષ્ય ભિક્ષા પ્રદાન કરી. ત્યારપછી કંડરીકમુનિ સામાયિકાદિ અગિયાર અંગોના જ્ઞાતા થયા. ત્યારપછી ઘણાં જ ઉપવાસ, છઠ આદિ તપશ્ચર્યા કરી – વાવ - વિચરણ કરવા લાગ્યા. સ્થવીર ભગવંતો અન્યદા કોઈ સમયે પંડરીકિણી નગરીથી, નલિનીવન ઉદ્યાનથી નીકળ્યા. નીકળીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા, Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૪૭ ૦ કંડરીકને વેદના અને તેની ચિકિત્સા : અન્ય કોઈ દિવસે તે કંડરીકમુનિ અંત પ્રાંત આહારથી શેલકરાજર્ષિની માફક – થાવત્ – દાહવરથી પીડાતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે વીર ભગવંતો અન્યદા કોઈ દિવસે પુર્વાનુપુર્વી વિહાર કરતા કરતા - યાવત્ – જ્યાં પુંડરીકિણી નગરી હતી. નલિનીવન ઉદ્યાન હતું ત્યાં પધાર્યા અને બિરાજિત થયા. ત્યારે તે પુંડરીક રાજા દર્શન–વંદનાર્થે નીકળ્યા – યાવત્ – તેમની પર્યાપાસના કરવા લાગ્યા. તેણે ધર્મ સાંભળ્યો. ત્યારપછી પુંડરીકરાજા ધર્મશ્રવણ કરીને જ્યાં કંડરીક અણગાર હતા ત્યાં પધાર્યા. આવીને કંડરીકમુનિને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને કંડરીક અણગારનું શરીર સર્વ પ્રકારે બાધાયુક્ત અને રોગીષ્ટ જોયું. જોઈને તે સ્થવીર ભગવંતો પાસે આવ્યો. આવીને સ્થવર ભગવંતોને વંદના નમસ્કાર કર્યા કરીને તેણે આ પ્રમાણે કહ્યું– ભગવન્! હું કંડરીક અણગારની યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, પાનથી પ્રાસુક અને એષણીય ચિકિત્સા કરાવવા ઇચ્છું છું. તેથી તે ભદંત ! આપ મારી યાનશાળામાં પધારો. ત્યારે તે સ્થવીર ભગવંતોએ પુંડરીક રાજાની આ વાતને સ્વીકારી, સ્વીકારીને જ્યાં પુંડરીક રાજાની યાનશાળા હતી ત્યાં પધાર્યા અને પ્રાસુક તથા એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક લઈને વિચારવા લાગ્યા. ત્યારપછી પુંડરીક રાજાએ કંડરીકમુનિને માટે ચિકિત્સકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ કંડરીક અણગારની પ્રાસુક એષણીય ઔષધ, ભૈષજ ભોજનપાન વડે ચિકિત્સા કરો. ત્યારે પંડરીક રાજાની આજ્ઞાને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા. પછી કંડરીક અણગારની યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, આહાર, પાન દ્વારા ચિકિત્સા કરવા લાગ્યા. તેમજ તેને મદ્યપાનનો ઉપદેશ આપ્યો. ત્યારપછી યથાપ્રવૃત્ત ઔષધ, ભેષજ, આહાર, પાનથી અને મદ્યપાનની ચિકિત્સાથી કંડરીકની વ્યાધિ ઉપશાંત થઈ મનોજ્ઞ એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો આહાર કરતા તેનો રોગાતંક શીઘતયા ઉપશાંત થતા તે હૃષ્ટ, પુષ્ટ, નિરોગી અને બળવાનું શરીરવાળા થયા. – યાવત્ – શેલક રાજર્ષિની સમાન – રોગથી મુક્ત થયા પછી પણ તે મનોજ્ઞ એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાં મૂર્ણિત થયા – યાવત્ – અધ્યપપન્ન થયા. મદ્યપાનકના આદિ બની ગયા. બહારના જનપદોમાં અભ્યદ્યત વિહારથી વિહરવા સમર્થ ન રહ્યા. – (તે સમયે કંડરીક તે રોગાતંકથી મુક્ત થવા છતાં પણ તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારમાં મૂર્ણિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈ જવાના કારણે પુંડરીક રાજાને પૂછીને બહારના જનપદોમાં અભ્યત વિહાર કરવામાં સમર્થ ન થઈ શક્યા, પણ ત્યાંજ ઓસન્ન (શિથિલ) થઈ રહેવા લાગ્યા.). ૦ પુંડરીક દ્વારા કંડરીકને પ્રતિબોધ : ત્યારપછી પુંડરીકરાજાની જાણમાં આ વાત આવી. પછી તેણે સ્નાન કર્યું અને Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ આગમ કથાનુયોગ-૩ અંતઃપુર તથા પરિવારથી પરિવૃત્ત થઈને જ્યાં કંડરીક અણગાર હતા, ત્યાં આવ્યા. આવીને તેણે કંડરીક અણગારને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કાં– હે દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપુણ્ય છો, કૃતલક્ષણ છો. હે દેવાનુપ્રિય! આપે મનુષ્ય જન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કરેલ છે. કેમકે આપે રાજ્ય, રાષ્ટ્ર, કોષ, કોઠાગાર, બળ, વાહન, પુર અને અંતઃપુરનો ત્યાગ કરી પ્રવ્રુજિત થયા છો. હું અધન્ય છું, અકૃતપુણ્ય છું. રાજ્ય – ચાવત્ - અંતઃપુર અને મનુષ્ય સંબંધિ કામભોગોમાં મૂર્ણિત છું – યાવત્ – વિષયાસક્ત છું જેથી પ્રવજિત થવા અસમર્થ છું. અનેક જાતિ, જરા, મરણ, રોગ, શોક, શારીરિક, માનસિક દુઃખ વેદનાને વશ અને ઉપદ્રવથી અભિભૂત એવા મનુષ્ય ભવમાં ખુપેલો છું. આ સંસાર અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, સંધ્યાના રાગ સદશ, પાણીના પરપોટા સમાન, ઘાસના તણખલા પર રહેલ જળબિંદુ સમાન, સ્વપ્નદર્શનની ઉપમાને પામેલ, વિદ્યુલ્લતા સમાન ચંચળ, અનિત્ય, સડણ, પડણ, વિધ્વંસણ ધર્મો અને પહેલા કે પછી જેનો અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. – વળી મનુષ્યનું શરીર પણ દુઃખના આયતન રૂ૫ છે. વિવિધ વ્યાધિના નિકેતન રૂપ છે. અસ્થિપિંજરરૂપ છે. શિરાસ્નાયુના જાળરૂપ છે, માટીના ભાંડ સમાન દુર્બલ છે. અશુચિથી સંક્લિષ્ટ છે, અનિષ્ટરૂપ છે, સર્વકાળસંતર્પિત છે. જર–કુણિમ અને જર્જરિત ગૃહ સમાન છે. તેમજ સદણ, પડણ, વિધ્વંસણ, ધર્મયુક્ત છે, પૂર્વે કે પછી અવશ્ય વિપ્રનાશ થવા યોગ્ય છે. માનુષ્ય કામભોગો પણ અશુચિ, અશાશ્વત, વમન, પિત્ત, શ્લેષ્મ, શુક્ર, શોણિતને વહાવનાર છે, મળ, મૂત્ર, શ્લેષ્મ, સિંધાણ, વાત, પિત્ત, મૂત્ર, પરુ, શુક્ર અને લોહીથી ઉદ્ભવેલ છે. આ શરીર અમનોજ્ઞ એવા મૂત્ર, પૂતિક, વીર્યથી યુક્ત છે, દુર્ગન્ધ ઉચ્છવાસ યુક્ત છે, અશુભ નિશ્વાસથી ભરેલ, બીભત્સ, અલ્પકાલિક, લઘુશક, કલમલ સમાન દુઃખયુક્ત છે. બહુજન સાધારણ, પરિકલેશ-દુખ આદિથી સજ્જ છે. અબુધજનો દ્વારા સેવાયેલ છે. સાધુજનો દ્વારા સદા ગર્ડણીય છે. અનંતસંસાર વર્ધક છે. કટુ ફલ વિપાકી છે, દુઃખના અનુબંધથી ન મુકાતું એવું છે. સિદ્ધિગતિમાં વિઘ્નરૂપ છે. પૂર્વે કે પછી અવશ્ય નાશ પામનાર થવાનું છે. જે કોઈપણ રાજ્ય, હિરણ્ય, સુવર્ણ – યાવત્ – તે પણ અગ્રિસાધિત, ચોર સાધિત, રાજા સાધિત, મૃત્યુ સાધિત, દાતિય સાધિત છે. અધુવ, અનિત્ય, અશાશ્વત છે, પહેલા કે પછી અવશ્ય નાશ પામનાર છે. એ પ્રમાણે રાજ્ય – યાવત્ - અંતઃપુરમાં અને માનુષી કામજોગોમાં મૂર્ણિત – થાવત્ – વિષયાસક્ત હોવાથી આ બધું છોડીને – યાવત્ – પ્રવજિત થઈ શકતો નથી. તેથી હે દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપુણ્ય છો, કૃતલક્ષણ છો. આપે મનુષ્ય જીવન અને જન્મનું સુંદર ફળ પ્રાપ્ત કર્યું છે. ત્યારે તે કંડરીક મુનિ પુંડરીક રાજાને આ પ્રમાણે કહેતા સાંભળીને તેનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો. પણ મૌનપણે રહ્યા. ત્યારે તે પુંડરીક રાજાએ બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું ત્યારે તે વાતને સાંભળીને કંડરીક અણગારે અનિચ્છાપૂર્વક, Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૪૯ વિવશતાથી, લજ્જાવશ અને ગૌરવને કારણે પુંડરીક રાજાને પૂછયું અને પૂછીને સ્થવીર ભગવંત સાથે બહારના જનપદમાં વિચરણ કરવા લાગ્યા. ૦ કંડરીક દ્વારા પ્રવજ્યા પરિત્યાગ : ત્યારપછી કંડરીક કેટલોક સમય સુધી સ્થવરોની સાથે ઉગ્રાતિઉગ્ર વિહાર કર્યા બાદ શ્રમણત્વથી થાકી ગયા. શ્રમણત્વથી ઉબકી ગયા. શ્રમણત્વથી નિર્ભર્સનાને પ્રાપ્ત થયા. સાધુતાના ગુણોથી મુક્ત થઈ ગયા અને ધીમે ધીમે સ્થવરોની પાસેથી ખસી ગયા. ખસીને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીકરાજાનું ભવન હતું, તે તરફ આવ્યા. આવીને અશોક વાટિકામાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટક પર બેસી ગયા. બેસીને હથેળી પર મુખને રાખીને ભગ્ર મનોરથ થઈ આર્તધ્યાન કરતા ચિંતામાં ડૂબી ગયા. ત્યારપછી પુંડરીકની ધાવમાતા જ્યાં અશોક વાટિકા હતી, ત્યાં પહોંચી, પહોંચીને તેણે અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર ભગ્ર મનોરથ થઈને – વાવ – ચિંતામાં ડૂબેલા કંડરીક અણગારને બેઠેલા જોયા, જોઈને તે પુંડરીક રાજાની પાસે આવી, આવીને પંડરીક રાજાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આપના પ્રિય ભાઈ કંડરીક અણગાર અશોકવાટિકામાં ઉત્તમ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર ભગ્ર મનોરથ – યાવત્ – ચિંતાગ્રસ્ત થઈને બેઠા છે. ત્યારે તે પુંડરીક રાજા ધાયમાતાની આ વાત સાંભળીને અને સમજીને તત્કાળ સંભ્રાન્ત થઈને પોતાના સ્થાનેથી ઊભો થયો, ઊભો થઈને અંતઃપુર અને પરિવારથી પરિવૃત્ત થઈને જ્યાં અશોકવાટિકા હતી, ત્યાં આવ્યો. આવીને કંડરીક અણગારની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું ' હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપુણ્ય છો, કૃતલક્ષણ છો. હે દેવાનુપ્રિય ! તમે માનવ જન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કરેલ છે – યાવત્ – ગૃહ ત્યાગ કરી અનગાર પ્રવજ્યા અંગીકાર કરી છે. હું અધન્ય છું, અકૃતાર્થ છું, અકૃત પુણ્ય છું, અકૃતલક્ષણ છું – યાવત્ – દીક્ષા લેવાને માટે સમર્થ થઈ શકતો નથી. તમે ધન્ય છો – યાવત્ – તમે માનવ જન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કરેલ છે. ત્યારપછી પુંડરીક દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં પણ કંડરીક મૌન બેસી રહ્યા. બીજી વખત પણ, ત્રીજી વખત પણ પુંડરીક દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં મૌન રહ્યા. ત્યારપછી પુંડરીકે કંડરીકને આ પ્રમાણે કહ્યું, ભદંત ! શું આપને ભોગોથી પ્રયોજન છે? (ભોગ ભોગવવાની ઇચ્છા છે ?) હાં ! પ્રયોજન છે. ત્યારપછી પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી કંડરીકના મહાર્થ રાજ્યાભિષેકની તૈયારી કરો – યાવત્ - રાજ્યાભિષેક વડે કંડરીકનો અભિષેક કરે છે. ૦ પુંડરીકની પ્રધ્વજ્યા : ત્યારપછી પુંડરીકે સ્વયં પોતાને હાથે પંચમુષ્ટિક લોચ કર્યો. સ્વયં જ ચાતુર્યામ Page #251 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરીને કંડરીકના શ્રમણ સંબંધી આચાર—ભાંડો અને સર્વશુભ સમુદય ગ્રહણ કર્યા. કરીને આ અને આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો. સ્થવીર ભગવંતોને વંદન—નમસ્કાર કરીને અને સ્થવીરો પાસે ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યા પછી જ મને આહાર કરવો કલ્પે છે. આ પ્રમાણે કહીને આ અને આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરીને પુંડરીકિણી નગરીથી નીકળે છે, નીકળીને અનુક્રમે ચાલતા—ચાલતા એક ગામથી બીજે ગામ જતા–જતા જે તરફ સ્થવીર ભગવંત હતા, તે તરફ ગમન કરવાને ઉદ્યત થયા. . ૨૫૦ કંડરીકનું મૃત્યુ : ત્યારપછી તે કંડરીક રાજાને તે પ્રણીત ભોજન પાનનો આહાર કરવાથી, અતિ જાગરણ અને અતિ ભોજનના પ્રસંગથી તે આહાર યોગ્ય રીતે પરિણત થયો નહીં. ત્યારે તે આહારના પરિણત ન થવાથી, પાચન ન થવાથી મધ્યરાત્રિના સમયે તે કુંડરીક રાજાના શરીરમાં અતિ તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, ચંડ, દુઃખદાયક અને દુઃસહ વેદના ઉત્પન્ન થઈ. તેના શરીરમાં પિત્તજ્વર વ્યાપ્ત થઈ ગયો. જેના દાહથી તે પીડિત થઈ ગયો. ત્યારપછી તે કંડરીક રાજા રાજ્યમાં, રાષ્ટ્રમાં, અંતઃપુરમાં અને મનુષ્ય સંબંધી કામભોગોમાં મૂર્છિત, બૃદ્ધ, નિમગ્ર, અતિ આસક્ત થઈને આર્તધ્યાનને વશીભૂત થયો, ઇચ્છા ન હોવા છતાં પણ પરાધીન થઈને કાલ માસમાં કાળ કરીને (મૃત્યુ પામીને) અધઃસપ્તમી પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નરકમાં નારકરૂપે ઉત્પન્ન થયો. ૦ કંડરીક કથા નિષ્કર્ષ : આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! આપણામાંના જે નિગ્રંથ કે નિગ્રંથી આચાર્ય ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરી પુનઃ મનુષ્ય સંબંધિ કામભોગોની આશા કરે છે, આકાંક્ષા કરે છે, ઇચ્છે છે, અભિલાષા કરે છે, તે આ ભવમાં ઘણાં જ શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓની અવજ્ઞા, નિંદા, અવર્ણવાદ, ગર્હા અને પરાભવના પાત્ર બને છે તથા પરલોકમાં પણ અનેક પ્રકારના દંડોના, મુંડનના, તર્જનાના, તાડનાના અધિકારી થાય છે યાવત્ – ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે. જે રીતે કંડરીક રાજાએ પરિભ્રમણ કર્યું. ૦ પુંડરીકનું સમાધિ મૃત્યુ અને ગતિ :– ત્યારપછી તે પુંડરીક અણગાર જ્યાં સ્થવીર ભગવંત બિરાજતા હતા. ત્યાં પહોંચ્યા. પહોંચીને સ્થવીર ભગવંતોને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને સ્થવીરોની પાસે બીજી વખત ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરીને છટ્ઠ ભક્ત તપના પારણે તેમણે પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કર્યો. સ્વાધ્યાય કરીને બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજા પ્રહરે યાવત્ ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચાર્યથી ભ્રમણ કરતા–કરતા શીતરુક્ષ ભોજનપાન ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને આ (આહાર) મારા માટે પર્યાપ્ત છે, એમ વિચારીને પાછા આવ્યા. જ્યાં સ્થવીર ભગવંત હતા તેમની પાસે આવ્યા. આવીને ગ્રહણ કરેલ ભોજન -- Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૫૧ પાણી બતાવ્યા. બતાવીને સ્થવીર ભગવંતોની આજ્ઞા પ્રાપ્ત કરીને મૂછહીન થઈને – ચાવત્ – જેમ સર્પ બિલમાં સીધો પ્રવેશ કરે છે, તે જ પ્રકારે તે પ્રાસુક તથા એષણીય અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યને શરીરરૂપી કોઠામાં નાંખી દીધો. ત્યારપછી કાલાતિક્રાંત રસહીન, વિરસ, ઠંડા અને રસ ભોજન-પાણીનો આહાર કરીને અને મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરણામાં તત્પર તે પુંડરીક અણગારને તે આહાર સમ્યક્ રૂપે પરિણત થયો નહીં. તે સમયે તે પુંડરીક અણગારના શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. જે અત્યંત તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, ચંડ, દુઃખપ્રદ અને દુસ્સહ હતી. શરીરમાં પિત્તજ્વર વ્યાપ્ત થઈ જવાથી તેના દાહથી પીડિત થઈને વિચરવા લાગ્યા. ત્યારપછી પુંડરીક અણગાર નિસ્તેજ, નિર્બળ, વીર્યહીન અને પુરુષાકાર પરાક્રમથી વિહીન થઈ ગયા. તેમણે પોતાના બંને હાથ જોડીને, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત અરિહંત ભગવંતોને મારા નમસ્કાર થાઓ, મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક સ્થવીર ભગવંતોને નમસ્કાર થાઓ. પહેલા પણ મેં સ્થવીરોની પાસે સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરેલ છે – યાવત્ – સમસ્ત બહિદ્વાદાન (મૈથુન–પરિગ્રહ)નું પ્રત્યાખ્યાન કરેલ છે. આ સમયે પણ પુનઃ હું તેમની પાસે સમસ્ત પ્રાણાતિપાત – યાવત્ – સમસ્ત બહિદ્ધાદાનનું પ્રત્યાખ્યાન કરું છું. – સર્વ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું પ્રત્યાખ્યાન કરું છું. માવજીવન માટે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું. જો કે આ શરીર ઇષ્ટ અને કાંત પણ છે, તો પણ અંતિમ ઉચ્છવાસ નિઃશ્વાસે તેનો પણ ત્યાગ કરું છું. આ પ્રમાણે કહીને આલોચના, પ્રતિક્રમણ કરીને કાલ માસે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાને તેત્રીશ સાગરોપમ આયુવાળા દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી અનન્તર ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે. બોધિ પ્રાપ્ત કરશે, મુક્તિ પ્રાપ્ત કરશે, પરિનિવૃત્ત થશે અને સમસ્ત દુ:ખોનો અંત કરશે. ૦ પુંડરીક કથા નિષ્કર્ષ : આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! આપણા જે નિગ્રંથ કે નિર્ગથી આચાર્ય કે ઉપાધ્યાય પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા અંગીકાર કરીને મનુષ્ય સંબંધી કામભોગોમાં આસક્ત થતા નથી. અનુરાગ કરતા નથી, ગૃદ્ધ થતા નથી, મૂર્શિત થતા નથી, અત્યંત આસક્ત થતા નથી, લેપાતા નથી, તેઓ આ ભવમાં ઘણાં જ શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો, શ્રાવિકાઓને અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણરૂપ, મંગલકારક, દેવ અને ચૈત્ય સમાન ઉપાસના કરવાને યોગ્ય થાય છે. પરલોકમાં પણ વિવિધ પ્રકારના દંડ, નિગ્રહ, તર્જન અને તાડનના અધિકારી થતા નથી – યાવત્ – ચતુર્ગતિક રૂપ સંસાર કાંતારને પાર કરી જાય છે. જે રીતે પંડરીક અણગાર પાર કરી ગયા. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આગમ કથાનુયોગ-૩ ૦ નીગમન ગાથાર્થ : એક હજાર વર્ષપર્યત સુવિપુલ સંયમનું પાલન કરવા છતાં પણ અંતે ક્લિષ્ટ ભાવને પ્રાપ્ત થયેલા કંડરીક વિશુદ્ધિ પામ્યા નહીં અને કેટલાંક અલ્પકાળને માટે પણ શીલ અને શ્રામણ્યને ગ્રહણ કરીને પંડરીક મહર્ષિની પેઠે પોતાનું કાર્ય સાધી જાય છે. ૦ આગમ સંદર્ભ :આયLચૂપૃ. ૫૮; આયા.મૂ. ૭૩ની વૃ. નાયા. ર૧૩ થી ર૧૮, મરણ ૬૩૮; આવ.ચૂ–પૃ. ૩૮૪ થી ૩૮૯; આવનિ ૭૬૪ ની જ – ૪ – ૪ – ૦ પ્રતિબુદ્ધિ કથાનક : કૌશલ જનપદના સાકેત નગરનો રાજા હતો. તેની (પત્ની) રાણીનું નામ પદ્માવતી હતું. તેને સુબુદ્ધિ નામે અમાત્ય હતો. ભ.મલિકુંવરી સાથે પરણવા ઇચ્છતો હતો. પરંતુ ભ.મલ્લિ દ્વારા પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. મોક્ષે ગયા. કથા જુઓ – “તીર્થકર મલિ.” ૦ આગમ સંદર્ભ:નાય. ૮૧, ૮૬; – ૪ – ૪ - ૦ ચંદ્રચ્છાય કથાનક : અંગ નામના જનપદની ચંપાનગરીનો રાજા હતો. ભ.મલ્લિકુંવરી સાથે પરણવા ઇચ્છતો હતો. પરંતુ ભ.મલ્લિ દ્વારા પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. મોક્ષે ગયા. કથા જુઓ “તીર્થકર મલ્લિ.” ૦ આગમ સંદર્ભ :નાયા. ૮૧, ૮૭; x - ૪ - ૦ શંખ કથાનક : કાશી નામના જનપદમાં વારાણસી નામની નગરીનો રાજા હતો. ભીમલ્લિકુંવરીને તે પરણવા ઇચ્છતો હતો. પણ ભ.મલિ દ્વારા પ્રતિબોધ પામીને દીક્ષા લીધી, મોક્ષે ગયા. કથા જુઓ “તીર્થકર મલિ." ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૬૪; નાયા. ૮૧, ૯૦; – ૪ – ૪ – ૦ રુધ્ધિ (કુમી) કથાનક : કુલાલ નામના જનપદમાં શ્રાવસ્તી નામની નગરીનો રાજા હતા. તેને ધારિણી નામની રાણી હતી. સુબાહુ નામે કન્યા હતી. રાજા રુકિમ ભ.મલ્લિકુંવરીને પરણવા ઇચ્છતા હતા. પણ ભીમલિ દ્વારા પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી. મોક્ષે ગયા. કથા જુઓ – “તીર્થકર મલ્લિ.” Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૫૩ ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૬૪; નાયા. ૮૧, ૮૯, ––– » –– . ૦ અદીનશત્રુ કથાનક : કુર નામના જનપદમાં હસ્તિનાપુર નામના નગરનો રાજા હતો. તે ભીમલિ કુંવરીને પરણવા ઇચ્છતો હતો. પણ ભીમલિ દ્વારા પ્રતિબોધ પામીને તેણે દીક્ષા લીધી. મોક્ષે ગયા. કથા જુઓ – “તીર્થકર મલિ.” ૦ આગમ સંદર્ભ – ઠા ૬૬૪; નાયા ૮૧, ૯૧; – – ૪ – ૦ જિતશત્રુ કથાનક : પાંચાલ જનપદના કંપિલપુર નગરનો રાજા હતો. તેને ધારિણી આદિ ૧૦૦૦ રાણીઓ હતી. તે ભીમલ્લિકુંવરીને પરણવા ઇચ્છતો હતો. પણ ભ.મલ્લિ દ્વારા પ્રતિબોધ પામીને દીક્ષા લીધી, મોક્ષે ગયા. કથા જુઓ “તીર્થકર મલિ.” ૦ આગમ સંદર્ભ :નાયા. ૮૧, ૯૨, ૯૩, , ૧૦૯; – » –– » –– ૦ પાંડવ કથા : હસ્તિનાપુરના રાજા પાંડુને પાંચ પુત્રો હતા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. આ પાંચે ભાઈઓ પાંડુ રાજાના પુત્રો હોવાથી તે પાંડવ કહેવાતા હતા. ૦ પાંડવોનો પૂર્વભવ : અચલગ્રામ નામે એક નગર હતું. ત્યાં ચાર કૌટુંબિકો અર્થાત્ ગૃહસ્થ કે ગાથાપતિ રહેતા હતા. તેઓના નામ અનુક્રમે (૧) સુરતિક, (૨) શતકદેવ, (૩) શ્રમણક અને (૪) સુભદ્ર હતા. એક વખત તેઓ કોઈ પર્વતની ગુફામાં કોઈ ક્ષપણક અર્થાત્ તાપસને જોવાને માટે ગયેલા હતા. તેઓએ ત્યાં તપથી કલાન્ત થઈ વિશ્રામ લેતા તપસ્વીને વિનયપૂર્વક માન્યા. નિર્દોષ એવો તપ મહિમા કર્યો. ત્યારપછી તે પાંચે એ યશોધર મુનિ પાસેથી ધર્મ સાંભળીને – સમજીને પહેલા તો સારી રીતે શ્રાવકધર્મ અંગીકાર કર્યો, પછી તીવ્ર સંવેગ પામીને તેઓએ નિષ્ક્રમણ કર્યું. મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને યશોધરમુનિ પાસે પ્રવ્રજિત થયા. સુગ્રહિત જિનવચનરૂપી અમૃત થકી પરિપુષ્ટ તેમજ શીલરૂપી સુગંધ વડે સંપન્ન થયેલા તે પાંચે વાસુપૂજ્ય જિનવરના શાસનમાં થયેલા તે ગુરુ ભગવંત સમીપે વિચરવા લાગ્યા. ત્યારપછી તપ વડે આત્માને ભાવિત કરતા તેઓએ કનકાવલી, મુક્તાવલી, રત્નાવલી, સિંહનિષ્ક્રિડિત અને વર્ધમાન આયંબિલ તપ સંવેગપૂર્વક કર્યો. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આગમ કથાનુયોગ-૩ રમણીય એવા વૃક્ષ, સરોવર, શિખર યુક્ત અમરગિરિ પર પધારી ત્યાં શિલાતલ પર પાંચેયે પાર્થિવદેહ સ્થિતિ જાણીને ત્યાં અનશન કરી કાયોત્સર્ગભાવે સ્થિત રહ્યા. ત્યાંજ કાળધર્મ પામ્યા. પામીને પાંચે અપરાજિત નામના અનુત્તર વિમાને દેવ થયા. અપરાજિત વિમાનથી ઍવીને તે પાંચે શેષ (કર્મ) શત્રુના દમનને માટે આ ભારત વર્ષક્ષેત્રમાં પાંડુ રાજાના પુત્રરૂપે જમ્યા. તે પાંચેના નામ યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવ હતા. (જો કે સુરતિક આદિ જ અનુક્રમે યુધિષ્ઠિર થયા તેમ સુનિશ્ચિત નથી પણ સુરતિક આદિ પાંચે જ પાંચ પાંડવ થયા તેમ મરણસમાધિ પયત્રામાં સ્પષ્ટ લખેલ છે.) ૦ પાંચ પાંડવ કથાનો સંદર્ભ : કાળક્રમે પાંચે પાંડવો યુવાવસ્થાને પામ્યા. – ત્યારે દ્રુપદ રાજાએ બીજા દૂતને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર નગરે જાઓ. ત્યાં તમે પુત્રો સહિત પાંડુ રાજાને - તેમના પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને ––૪–૪– યાવત્ - દ્રૌપદીની સ્વયંવરમાં પધારવા નિમંત્રણ આપો. – યાવત્ – તેઓ સ્વયંવર મંડપમાં પધાર્યા. મંડપમાં પ્રવેશીને પૃથપૃથક્ પોતપોતાના નામોથી અંકિત આસને બેઠા, રાજવર કન્યા દૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા -૪ – ૮ – ૮ – ત્યારપછી રાજવરકન્યા દ્રૌપદી અનેક સહસ્ત્ર શ્રેષ્ઠ રાજાઓની મધ્યમાં થઈને, તેનું અતિક્રમણ કરતી–કરતી પૂર્વકૃત્ નિદાનથી પ્રેરાઈને જ્યાં પાંચ પાંડવ હતા ત્યાં આવી. તેણીએ પાંચ પાંડવોને પંચરંગી ફૂલોની માળા શ્રી દામકાંડને ચારે તરફથી વેષ્ટિત કરીને કહ્યું, મેં આ પાંચે પાંડવોનું વરણ કર્યું છે. (પતિરૂપે પસંદ કર્યા છે.) (અહીંથી આરંભીને દ્રૌપદીનું અપહરણ, અપરકંકા નગરીથી તેને પાછી લાવવી, પાંડવોને દેશનિકાલ કરવો, તેમને પાંડુસેન પુત્ર થયો, પાંચે એ દીક્ષા લેવી ઇત્યાદિ સમગ્ર કથા દ્રૌપદીની કથાથી જાણી લેવી. કથા જુઓ – “દ્રૌપદી"). દ્રૌપદી કથાનકથી કંઈક મિત્ર કે વિશેષ કથા મરણ સમાધિમાં છે તે આ પ્રમાણે– પાંચે પાંડવોએ જ્યારે કૃષ્ણ વાસુદેવના મરણના દુઃસહ સમાચાર સાંભળ્યા. તેઓને આ સમાચાર સાંભળી અત્યંત દુ:ખ ઉત્પન્ન થયું. તીવ્ર સંવેગ ઉત્પન્ન થયો. તેઓએ વિખ્યાત કીર્તિવાળા સુસ્થિત સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી. (અહીં નાયાધમકહાઓમાં ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી તેવો ઉલ્લેખ છે.) ત્યારપછી યુધિષ્ઠિરમુનિ ચૌદ પૂર્વેના જ્ઞાતા થયા અને બાકીના ચારે (ભીમ, અર્જુન આદિ મુનિ) અગિયાર અંગના જ્ઞાતા થયા. (નાયાધમ્મકહા–માં પાંચે ચૌદપૂર્વી થયા તેવો ઉલ્લેખ છે.) ગુરુની નિશ્રામાં વિચારવા લાગ્યા અને જીવલોકમાં યશનો પડહ વગડાવ્યો (મહાયશના ભાગી થયા) એ પ્રમાણે વિધિપૂર્વક વિચરણ કરતા અનુક્રમે સૌરાષ્ટ્રમાં પધાર્યા. ત્યાં અરિષ્ટનેમિ જિનનું નિર્વાણ થયાનું સાંભળી ભક્ત પરિજ્ઞા અનશન સ્વીકાર્યું. એ પાંચમાં ભીમસેન ઘોર અભિગ્રહધારી થયેલા. તેણે એક વખત એવો અભિગ્રહ ધારણ કરેલો કે ભાલાની અણીએ ગ્રહણ કરેલ ભિક્ષા કોઈ વહોરાવે તો પારણું કરવું. પૂર્વકૃત્ કોઈ વિરાધનાને કારણે વ્યંતર કૃત્મહાઉપસર્ગ તેણે સહન કરેલ હતો. સંપૂર્ણ બે માસ સુધી વ્યંતરકૃત્ ઉપસર્ગ ભીમે સમ્યફવૃતિરૂપી કવચબદ્ધ થઈને સહ્યો. તે પરિનિર્વાણ Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૫૫ પામ્યા ત્યાં સુધી ઉપસર્ગ થયેલો. બાકીના પાંડુ પુત્રો પણ પાદપોપગમન અનશન કરીને સર્વે (પાંચ) મુનિ નિવૃત થયા. આ પ્રમાણે તે ધૃતિસંપન્ન મુનિઓ અન્ય બધાં દુઃખોથી મુક્ત થયા. (અહીં નાયાધમકહા-મુજબ તો શત્રુંજય ગિરિ પર જઈ પાંચે પાંડવોએ અનશન કર્યું અનુક્રમે મોક્ષે ગયા તે જ વાતનો નિર્દેશ છે.) શેષ સંપૂર્ણ કથાનક માટે દ્રૌપદીની કથા જોવી. ૦ આગમ સંદર્ભ :ઠા.મૂ. ૯૮૨ ની 9 નાયા. ૧૭૦ થી ૧૮૨; અંત. ૨૦; પહા.મૂ. ૨૦ ની વૃ મરણ ૪૫૦ થી ૪૬૫, નિસી.ભા. ૯૩, ૨૯૯ની ચૂત આવ.ચૂ.૧– ૪૯૨; ૨- ૧૯૭, ૩૦૬; આવનિ ૮૬૪ ની , ૦ તેતલિપુત્ર કથા :- (પ્રત્યેકબુદ્ધ – જુઓ વિ. પૂ. ૧–પૃ. ૫૦૧) તેતલિપુરના નગરના મંત્રી અને ભદ્રાના પુત્રનું નામ તેતલિપુત્ર હતું. તે અનુક્રમે તેતલિપુર નગરના રાજા કનગરથનો મંત્રી બન્યો. તેની પત્ની પોટિલા હતી. પોટિલાએ દીક્ષા લીધી. મૃત્યુબાદ દેવ બની. તેના પ્રતિબોધથી તેતલિપુત્રે દીક્ષા લીધી. કેવળપામી મોક્ષે ગયા – (કથા જુઓ પોટિલા) ૦ આગમ સંદર્ભ :સૂય.૨. ૨૮; નાયા. ૧૪૮ થી ૧૫૬; વિવા. ૩૪; આવ.ચૂ. ૧–પૃ. ૪૯૯ થી પ૦૨, આવ.નિ. ૮૭ ની .. ઋષિ.અ.૧૦ ૦ ગૌતમ કથા - બારાવતી નગરી અને કૃણ રાજા : તે કાળે, તે સમયે બારાવતી નામની નગરી હતી. જે બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી, જેનું નિર્માણ સ્વયં કુબેરે પોતાની બુદ્ધિ કૌશલ્યથી કરેલ હતું. તે નગરી સુવર્ણના પ્રાકાર અને અનેક પ્રકારના પંચરંગી મણિઓથી જડિત કાંગરાથી સુસજ્જિત અને શોભનીય હતી, જેની તુલના અલકાપુરી (દેવનાગરી) સાથે કરાતી હતી. ક્રીડા, પ્રમોદ આદિની સમસ્ત સામગ્રી વડે પરિપૂર્ણ હતી. સાક્ષાત્ દેવલોક સ્વરૂપા હતી. પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ હતી. તે બારાવતી (દ્વારિકા) નગરીની બહાર ઇશાન ખૂણામાં રૈવતક નામક પર્વત હતો. તે રૈવતક પર્વત પર નંદનવન નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાનના ઠીક મધ્ય ભાગમાં સુરપ્રિય નામક યક્ષાયતન હતું. જેને પૂર્વ પુરુષોએ દીર્ધકાળ–પ્રાચીન કહેલું હતું. તે યક્ષાયતન એક વનખંડથી ઘેરાયેલ હતું. તે વનખંડની વચ્ચોવચ્ચ એક શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું. તે બારાવતી (દ્વારિકામાં) કૃષ્ણ વસુદેવ નામક મહાનું રાજા રાજ્ય કરતો હતો. તે (કૃષ્ણ વાસુદેવ) તે દ્વારિકા નગરીમાં સમુદ્રવિજય આદિ દશ દશાર, બળદેવ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આગમ કથાનુયોગ-૩ પ્રમુખ પાંચ મહાવીર, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમાર, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્ધાન્ત શૂર, મહાસેન આદિ પ૬,૦૦૦ સૈન્ય વર્ગ, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજાઓ, રુકિમણી આદિ ૧૬,૦૦૦ રાણીઓ, અનંગસેના આદિ ૧૦૦૦ ગણિકાઓ તથા આ સિવાયના પણ અનેક રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ નિવાસ કરતા હતા. આવી દ્વારિકા નગરી અને અર્ધ ભરતક્ષેત્રનું અધિપતિત્વ, પ્રભુત્વ, સ્વામિત્વ, ભર્તુત્વ, મહત્તરત્વ, આશૈશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતા, પાલન કરતા વિચરતા હતા. તે જ દ્વારિકા નગરીમાં મહાતિમવાનું, મહાનું બંદર પર્વત અને મહેન્દ્ર સમાન રાજાઓમાં શ્રેષ્ઠ અંધકવૃણિ નામે રાજા નિવાસ કરતો હતો. ૦ ગૌતમ કુમાર : તે અંધકવૃષ્ણિ રાજાની ધારિણી નામે રાણી હતી. ત્યારપછી તે ધારિણી દેવી કોઈ એક સમયે પુણ્યજનોને યોગ્ય શય્યા પર સુઈ રહી હતી – યાવત્ – પોતાના મુખમાં સિંહને પ્રવેશ કરતો સ્વપ્નમાં જોઈને જાગી, “મહાબલકુમારના વર્ણન મુજબ અહીં પણ સ્વપ્નદર્શન, ફળ કથન, જન્મ, બાલ્યાકાળ, કળા, શિક્ષણ, તથા યૌવન અને પાણિગ્રહણ કરીને કાંત, પ્રિય ભોગ ભોગવવા સુધીનું બધું જ વર્ણન અહીં કરવું જોઈએ. (કથા જુઓ – મહાબલ) પરંતુ વિશેષ એ કે, અહીં નામ “ગૌતમ” છે. એક જ દિવસમાં આઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. આઠ આઠ વસ્તુઓ દહેજમાં પ્રાપ્ત થઈ. ૦ ગૌતમની પ્રવજ્યા અને તપ : તે કાળ, તે સમયે ધર્મના આદિકર અત્ અરિષ્ટનેમિ – યાવત્ – સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ચારે નિકાયનો દેવગણ આવ્યો. કૃષ્ણ પણ નીકળ્યા. ત્યારપછી તે ગૌતમકુમારના મનમાં જનસમૂહના શબ્દો અને જન કોલાહલને સાંભળીને અને જોઈને આ પ્રકારનો અધ્યવસાય, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. “મેઘકુમાર'ની માફક તે ગૌતમ પણ નીકળ્યો. ધર્મશ્રવણ કરીને, મનમાં અવધારીને હર્ષિત–સંતુષ્ટ થયો. વિશેષ ફક્ત એટલું કે, હે દેવાનુપ્રિય ! હું માતાપિતા પાસેથી આજ્ઞા લઈશ, ત્યારપછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા સ્વીકારીશ. ત્યારપછી તે ગૌતમકુમાર પણ મેઘકુમારની માફક અણગાર થઈ ગયા. ઇર્યા સમિતિ – યાવત્ – આ જ નિર્ગસ્થ પ્રવચનને આગળ રાખીને અર્થાત્ જિનાજ્ઞા અનુસાર સાધના કરતા-કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે ગૌતમકુમાર (અણગારે) કોઈ એક સમયે અર્હત્ અરિષ્ટનેમિના તથારૂપ સ્થવીરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, તે અનેક ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસક્ષમણ, માસક્ષમણ આદિ વિવિધ પ્રકારના તપોકર્મ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૫૭ ૦ ગૌતમ અણગારની શત્રુંજયે સિદ્ધિ : ત્યારપછી કોઈ એક સમયે અત્ અરિષ્ટનેમિએ દ્વારિકા નગરીના નંદન વનથી વિહાર કર્યો અને બાહ્ય જનપદોમાં વિચરવા લાગ્યા. ત્યારપછી તે ગૌતમ અણગાર કોઈ સમયે જ્યાં અહેતુ અરિષ્ટનેમિ બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને અર્પતુ અરિષ્ટનેમિને ત્રણ વખત આદક્ષિણ--પ્રદક્ષિણા કરી કરીને વંદન–નમસ્કાર કર્યા. કરીને બોલ્યા હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું માસિક ભિક્ષુ પ્રતિમા સ્વીકાર કરવાને ઇચ્છું છું. એ પ્રમાણે સ્કંદકની પેઠે બારે ભિક્ષુ પ્રતિમાની આરાધના કરી. (કથા જુઓ ઢંક) આરાધના કરીને ગુણરત્ન સંવત્સર તપ કર્યો. જે પ્રમાણે સ્કંદકે વિચાર કરેલો અને પૂછેલું હતું, તે જ પ્રકારે ગૌતમ (અણગારે) પણ વિચાર કર્યો અને આજ્ઞા લીધી. તથા એ જ પ્રકારે સ્થવીરો સાથે શત્રુંજય પર્વત પર આરોહણ કર્યું. ત્યારે તે ગૌતમ અણગાર બાર વર્ષના શ્રમણપર્યાયનું પાલન કરીને, માસિક સંલેખના દ્વારા આત્માને નિર્મળ બનાવીને અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને – થાવત્ – સર્વોત્તમ કેવળજ્ઞાન-દર્શન પ્રગટ કરી અંતકૃત્ કેવલી થઈ સિદ્ધપદ પામ્યા. ૦ આગમ સંદર્ભ :– અંત. ૨ થી ૫, – ૪ – ૪ – ૦ સમુદ્ર કથા : બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “સમુદ્ર” કુમાર હતું. તેને ગૌતમ આદિ બીજા નવ ભાઈઓ પણ હતા. આ સમુદ્રકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળી, તપધર્મની આરાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરીને અંતે એક માસનું અનશન કરીને અંતકૃત્ કેવલી થઈને શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા. સમુદ્રકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ :અંત. ૨, ૬; – ૪ – ૪ – ૦ સાગર કથા : બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “સાગર” કુમાર હતું. તેને ગૌતમ આદિ બીજા નવ ભાઈઓ હતા. સાગર કુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળી, તપધર્મની આરાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરીને અંતે એક માસનું અનશન કરીને અંતકૃત્ કેવલી થઈ શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા. સાગરકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ : અંત. ૨, ૬; ૩/૧૭ | Jain Adidation international Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આગમ કથાનુયોગ-૩ ૦ ગંભીર કથા: બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “ગંભીર” કુમાર હતું. તેને ગૌતમ આદિ બીજા નવ ભાઈઓ હતા. ગંભીરકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળી, તપધર્મની આરાધના કરી. બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરીને, અંતે એક માસનું અનશન કરીને અંતકૃત્ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા. ગંભીરકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ - અંત. ૨, ૬; – – – ૦ તિમિત કથા : બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “તિમિતકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. સિમિત કુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળી, તપધર્મની આરાધના કરી, બારે ભિક્ષ પ્રતિમાનું પાલન કરીને, અંતે એક માસનું અનશન કરી, અંતકૃત્ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા. સ્વિમિતકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણું. ૦ આગમ સંદર્ભ :અંત. ૨, ૬; – ૪ – ૪ – ૦ અચલ કથા : બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ “અચલકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. અચલકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણપર્યાય પાળી, તપ સાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરી, અંતે એક માસનું અનશન કરી, અંતકૃતુ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે પધાર્યા. અચલકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ :અંત. ૨, ૬; ૦ કાંડિલ્ય કથા : બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ કાંડિલ્યકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. કાંપિલ્યકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. તપ સાધના કરી, બારે ભિલુ પ્રતિમાઓનું પાલન કર્યું. અંતે એક માસનું અનશન કર્યું. અંતકૃત Page #260 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. કાંપિલ્યકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ : અંત. ૨, ૬; ૦ અક્ષોભ કથા : બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ અક્ષોભકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. અક્ષોભકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણપર્યાય પાળ્યો. તપસાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કર્યું. અંતે એક માસનું અનશન કર્યું. અંતકૃતુ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. અક્ષોભકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ :- = અંત. ર, ૬; : ૦ આગમ સંદર્ભ . અંત. ૨, ૬; — X = X ૦ પ્રસેનજિત કથા ઃ બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ પ્રસેનજિતકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. પ્રસેનજિતકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. તપ સાધના કરી. બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કર્યું. અંતે એક માસનું અનશન કરી, અંતકૃત્ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. પ્રસેનજિતકુમારનું સર્વ કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. = - X - X X - X ૦ વિષ્ણુકુમાર કથા : બારાવતી (દ્વારિકા) નગરીના રાજા અંધકવૃષ્ણિ અને રાણી ધારિણીના એક પુત્રનું નામ વિષ્ણુકુમાર હતું. તેને ગૌતમ આદિ નવ ભાઈઓ હતા. વિષ્ણુકુમારે ભગવંત અરિષ્ટનેમિનો ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. તપ સાધના કરી, બારે ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કર્યું. અંતે એક માસનું અનશન કરી, અંતકૃત્ કેવળી થઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. વિષ્ણુકુમારનું સર્વે કથાનક ગૌતમકુમાર મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ :અતં. ૨, ૬; ૨૫૯ — X - X Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦. આગમ કથાનુયોગ-૩ ૦ અક્ષોભ કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામની નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતા હતા. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેમને અક્ષોભ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી અંતઋતુ કેવળી થઈને સિદ્ધિ પદને પ્રાપ્ત કર્યું. ૦ આગમ સંદર્ભ :– અંત ૭ થી ૯; – – ૪ – ૦ સાગર કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામની નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતા હતા. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેમને સાગર આદિ આઠ પુત્રો હતા. ગૌતમ કુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંખના કરી અંતકૃત્ કેવળી થઈને સિદ્ધિ પદને પ્રાપ્ત કર્યું. ૦ આગમ સંદર્ભ :અંત ૭ થી ૯; ૦ સમુદ્ર કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતા હતા. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેમને સમુદ્ર આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી. અંતકૃત કેવળી થઈને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. ૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯; – ૪ – ૪ – ૦ હૈમવંત કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું તેને હૈમવત આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી. અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ : Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૬૧ અંત. ૭ થી ૯; XX ૦ અચલ કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને અચલ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંખના કરી અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯; ૦ ધરણ કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને ધરણ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્ન તપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરી, અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :– અંત. ૭ થી ૯; ૦ પૂરણ કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને પૂરણ આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્નતપનું આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક માસની સંખના કરી, અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯; – – ૪ – ૦ અભિચંદ્ર કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારાવતી) નામક નગરી હતી. ત્યાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતો હતો. તેની પત્ની (રાણી)નું નામ ધારિણી હતું. તેને અભિચંદ્ર આદિ આઠ પુત્રો હતા. ગૌતમકુમાર સમાન સર્વ કથાનક જાણવું. વિશેષ એ કે તેમણે ગુણરત્નતપ આરાધન કર્યું. ૧૬ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. અંતે શત્રુંજય પર્વત પર એક Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આગમ કથાનુયોગ-૩ માસની સંખના કરી, અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯; – ૪ – ૪ – ૦ અનીયસ આદિ છ કુમારની કથા : (આ કથામાં છ કથાનો સમાવેશ થાય છે તે આ પ્રમાણે-) ((૧) અનીયસ (૨) અનંતસેન (૩) અનિહત (૪) વિકલ્પ (૫) દેવયશ (૬) શત્રુસેન) (૧) અનીયસ કથા : તે કાળે, તે સમયે ભક્િલપુર નામે નગર હતું. તે ભદ્દિલપુર નગરના ઇશાન ખૂણામાં શ્રીવન નામે ઉદ્યાન હતું ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તે ભદિલપુર નગરમાં નાગ નામનો ગાથાપતિ નિવાસ કરતો હતો. તે ધનાઢય – થાવત્ – કોઈથી પરાભવ પ્રાપ્ત કરે તેવો ન હતો. તે ગાથાપતિની સુકુમાલ – યાવત્ – સુંદર સુલસા નામની પત્ની હતી. તે નાગ ગાથાપતિનો પુત્ર અને સુલસા ભાર્યાનો આત્મજ અનીયસ નામે કુમાર હતો. (તેઓને છ પુત્રો હતા – ૧. અનીયશ, ૨. અનંતસેન, ૩. જિતસેન, ૪. અનિહતરિપુ, પ. દેવસેન અને ૬. શત્રુસેન. બાકીના પાંચનો ઉલ્લેખ આ કથામાં જ આગળ આવે છે.), (તેમજ વાસ્તવમાં આ છ એ પુત્રો વસુદેવની પત્ની અને કૃષ્ણ વાસુદેવની માતા દેવકીના પુત્રો હતા. તેનો ઉલ્લેખ ગજસુકુમાલની કથામાં આવે છે. તે વિષયક સ્પષ્ટીકરણ ગજસુકુમાલની કથામાં આગળ અપાયેલ જ છે.) અનીયસકુમાર સુકમાલ – યાવત્ – સુરૂપ હતો. પાંચ ધાવમાતાઓ વડે પરિવરેલો દૃઢપ્રતિજ્ઞની સમાન – યાવત્ – ગિરિગુફામાં સ્થિત ઉત્તમ ચંપક વૃક્ષની સમાન કોઈ પણ વિદનરડિત સુખપૂર્વક પરિવર્ધિત થવા લાગ્યો. ત્યારપછી તે અનીયસકુમારને સાધિકઆઠ વર્ષનો થયો જાણીને માતાપિતાએ કલાચાર્યની પાસે મોકલ્યો – યાવત્ – તે ભોગ ભોગવવાને સમર્થ થઈ ગયો. ત્યારે તે અનીયસકુમારને બાલ્યકાળનું અતિક્રમણ કરેલો જાણીને માતાપિતાએ એક દિવસ તેનું સદેશ રંગ, સમાન વય, સમાન ત્વચા, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોથી યુક્ત સદશ ઇભ્ય–શ્રેષ્ઠી કુળોથી લવાયેલ બત્રીશ શ્રેષ્ઠ ઇભ્ય કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. ત્યારપછી તે નાગ ગાથાપતિએ અનીયસકુમારને આ પ્રમાણેનું પ્રીતિદાન આપ્યું. તે આ પ્રમાણે – બત્રીશ હિરણ્ય કોડી આદિ જે પ્રમાણે મહાબલને માટે તેના માતાપિતાએ આપેલ હતું – યાવત્ – શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરી ભાગમાં નિરંતર વાગતા એવા મૃદંગોના ધ્વનિપૂર્વક ભોગોપભોગ ભોગવતો વિચારવા લાગ્યો. (કથા જુઓ મહાબલ) તે કાળ, તે સમયે અહંત અરિષ્ટનેમિ જ્યાં ભદિલપુર નગર હતું, જ્યાં શ્રીવન નામે ઉદ્યાન હતું. ત્યાં પધાર્યા, પધારીને યથાવિધિ અવગ્રહ ધારણ કર્યો. કરીને સંયમ અને ત૫ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૬ ૩ ત્યારપછી વિશાળ જનસમૂહના શબ્દો અને કોલાહલને સાંભળીને અને જનસમૂહને જોઈને તે અનીયસકુમારને આ આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – યાવત્ – તે ગૌતમકુમાર સમાન અણગાર થઈ ગયા. (કથા જુઓ ગૌતમકુમાર) – વિશેષ કેવળ એ કે તેમણે સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. વીસ વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. શેષ વર્ણન પૂર્વવત્ અર્થાત્ ગૌતમકુમાર પ્રમાણે જાણવું – યાવત્ – શત્રુંજય પર્વત પર માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને – યાવત્ – શ્રેષ્ઠ કેવળજ્ઞાન-દર્શનને પ્રગટ કર્યું. ત્યારપછી સિદ્ધ થયા. (અંતકૃત્ કેવલી થઈને મોક્ષે ગયા) ૦ અનંતસેન કુમારાદિ અણગાર : અનીયસ કુમારની માફક જ અનંતર્સનથી શત્રુસેન પર્યંતના અધ્યયનોનું વર્ણન જાણી લેવું જોઈએ. અર્થાત્ (૨) અનંતસેન, (૩) અજિતસેન, (૪) અનિત રિપુ, (૫) દેવસેન અને (૬) શત્રુસેન એ પાંચે કુમારોનું કથાનક અનીયસ કુમાર પ્રમાણે જ જાણવું. બધાંના બત્રીશ બત્રીશ શ્રેષ્ઠ કન્યાઓ સાથે લગ્ન થયા. બધાંને બત્રીસ-બત્રીશ હિરણ્યકોડી આદિ વસ્તુઓ પ્રીતિદાનમાં પ્રાપ્ત થઈ. બધાં એ વીશ વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો અને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. બધાંએ અંતે એક માસની સંખના કરી, શત્રુંજય પર્વત પર અનંતસેન આદિ પાંચે કુમારો અંતકૃતુ કેવળી થઈને સિદ્ધિ પદને પામ્યા. (આ કથાનો એક મધ્યભાગ ગજસુકુમાલની કથામાં હવે પછી અપાયેલ છે. તનુસાર આ છ એ મુનિઓ છઠ તપના પારણે બે–બેના સંઘાટકમાં – ચાવતું – દ્વારિકા નગરીમાં ભિક્ષાર્થે નીકળ્યા. ત્રણે મુનિયુગલોએ ક્રમશઃ દેવકી રાણીના ઘેર પ્રવેશ કર્યો. ત્રણેને દેવકીએ પ્રતિલાભિત કર્યા. દેવકીના મનમાં શંકા જાગી કે એકના એક મુનિ વારંવાર કેમ તેણીના ઘેર પધાર્યા શું વારિકામાં ભિક્ષા દુર્લભ બની છે ? ઇત્યાદિ ત્યારપછી અહંત અરિષ્ટનેમિએ તેણીની શંકાનું નિવારણ કર્યું કે, હે દેવકી ! આ છ એ તમારા જ પુત્રો છે. આદિ–આદિ સર્વ કથન ગજસુકુમાલની કથાથી જાણી લેવું) ૦ આગમ સંદર્ભ :અંત ૧૦, ૧૧, ૧૩; ૦ સારણ કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (બારામતી) નામક નગરી હતી. વસુદેવ રાજા હતો. ધારિણી રાણી હતી. એકદા (ગર્ભાધાન પછી) ધારિણી રાણીએ સિંહનું સ્વપ્ન જોયું. ગર્ભકાળ પૂરો થતા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સારણકુમાર રાખ્યું. તેને વિવાહમાં પચાસ-પચાસ વસ્તુઓ પ્રીતિદાન રૂપે પ્રાપ્ત થઈ. દીક્ષા લઈને સારણમુનિએ સામાયિકથી લઈને ચૌદ પૂર્વી સુધીનું અધ્યયન કર્યું. વીસ વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. શેષ બધું જ વર્ણન ગૌતમકુમાર પ્રમાણે જાણવું – યાવત્ – શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરીને અંતકૃત્ કેવલી થઈ સિદ્ધ થયા. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૬; અંત. ૧૦, ૧૨; – » –– » ––– Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આગમ કથાનુયોગ-૩ ૦ ગજસુકુમાલ કથા : તે કાળે, તે સમયે બારાવતી (દ્વારિકા) નગરી હતી. અહંતુ અરિષ્ટનેમિ પધાર્યા. ૦ છ સહોદર અણગાર દ્વારા તપ સંકલ્પ : તે કાળ, તે સમયે અહંત અરિષ્ટનેમિના શિષ્યોમાં છ સહોદર (સગા) ભાઈઓ શિષ્ય હતા. તે બધાં જ સમાન આકૃતિવાળા, સમાનરૂપવાળા અને સમાન વયવાળા હતા. તેમની શરીરની કાંતિ નીલકમલ, ભેંસના શીંગડાનો આંતરિક ભાગ અને અલસીના ફૂલની સમાન નીલવર્ણની હતી. તેઓનું વક્ષસ્થળ શ્રીવત્સ નામના ચિન્હ વિશેષથી અંકિત હતું. તેમના માથા પર ફૂલોના સમાન કોમળ અને કુંડલની સમાન ગુંચળાવાળા ઘુંઘરાળા વાળ શોભાયમાન હતા. તેઓ સૌંદર્ય અને ગુણોમાં નલકૂબેર સમાન હતા. (આ છ ભાઈ એટલે પૂર્વોક્ત સુલતા પુત્ર અનીયસ, અનંતસેન, અજિતસેન આદિ છ કુમારો) ત્યારપછી તે છ એ અણગાર જે દિવસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગારત્વ અંગીકાર કર્યું - પ્રવજિત થયા. તે જ દિવસે તેઓએ અત્ અરિષ્ટનેમિને વંદના-નમસ્કાર કર્યો. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવદ્ અમે આપની આજ્ઞા પ્રાપ્ત કરીને જીવનપર્યત નિરંતર છટ્ઠ–છટ્ઠ ભક્ત તપકર્મ દ્વારા સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવાની ઇચ્છા રાખીએ છીએ. હે દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી તે છ એ અણગાર અર્હત્ અરિષ્ટનેમિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી થાવજજીવનને માટે નિરંતર છઠ છઠ તપકર્મ દ્વારા સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ છ એ અણગારોનું છઠના પારણે નીકળવું : ત્યારપછી તે છ એ અણગારે કોઈ એક દિવસે છઠ ભક્તના પારણાના અવસરે પહેલા પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજા પ્રહરે ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરે અત્વરિત, અચપળ, અસંભ્રાંતપણે મુહપત્તિનું પડિલેહણ કર્યું. પડિલેહણ કરીને ઉપકરણો અને વસ્ત્રોનું પડિલેહણ કર્યું. તેનું પડિલેહણ કરી પાત્રોની પ્રમાર્જના કરી, પ્રમાર્જીને પાત્રોને ઉઠાવ્યા. ઉઠાવીને જ્યાં અહંત અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને અહંત અરિષ્ટનેમિને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને છઠ ભક્તના પારણાને માટે ત્રણ સંઘાટકમાં (ત્રણ મુનિ યુગલ રૂપે) દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાના નિમિત્તે પરિભ્રમણ કરવા ઇચ્છિએ છીએ. હે દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી તે છ એ અણગાર અત્ અરિષ્ટનેમિની આજ્ઞા પ્રાપ્ત કરી અર્વત્ અરિષ્ટનેમિને વંદના, નમસ્કાર કરે છે. વંદના–નમસ્કાર કરીને અર્હત્ અરિષ્ટનેમિ પાસેથી સહસ્ત્રાપ્રવનથી નીકળે છે. નીકળીને ત્રણ સંઘાટકોમાં ત્વરારહિત, ચપળતારહિત અને સંભ્રાન્તરહિત ગતિ વડે યુગપ્રમાણ ભૂમિને દૃષ્ટિ વડે જોતા-જોતા, અર્થાત્ ઇર્યાસમિતિના પાલનપૂર્વક ગમન કરતા–કરતા જ્યાં દ્વારિકા નગરી છે ત્યાં આવ્યા. Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૬૫ તે કાળે, તે સમયે બારાવતી (દ્વારિકા) નામની નગરી હતી. પૂર્વ–પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ હતી. નવયોજન વિસ્તીર્ણ અને બાર યોજન આયામથી હતી. કુબેરની બુદ્ધિથી નિર્મિત હતી, સુંદર પ્રાકારોથી યુક્ત હતી. વિવિધ પ્રકારના પંચવર્ણ કપિશીર્ષકથી શોભિત હતી અને અલકાપુરી સદશ હતી. પ્રત્યક્ષ દેવલોક સ્વરૂપ હતી. તે નગરીની બહાર ઇશાન ખૂણામાં રૈવતક નામનો પર્વત હતો. ઉત્તગ – યાવત્ – ઉત્તમ દશાર વીર પુરુષ આદિથી યુક્ત હતી. તે પર્વતથી નીકટ નંદનવન નામે ઉદ્યાન હતું. તેના મધ્ય ભાગમાં સુરપ્રિય નામ યશાયતન હતું. તે નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતો. જે મહાડિમવંત સદશ – યાવત્ – દશાર્ણભદ્ર રાજાની જેમ વિચરતો હતો. તે ત્યાં સમુદ્રવિજય પ્રમુખ દશ દશાર, બળદેવ પ્રમુખ પાંચ મહાવીર, ઉગ્રસેન, પ્રમુખ ૧૬,૦૦૦ રાજા, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્દાત્ત યોદ્ધાઓ, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, મહસેન આદિ ૫૬,૦૦૦ બલવક, રુકિમણી આદિ ૩૨,૦૦૦ રાણીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓ અને અન્ય પણ ઘણાં જ ઈશ્વર, તલવર – યાવત્ – સાર્થવાહ વગેરે તેમજ વૈતાઢયગિરિ અને સમુદ્રપર્યત દક્ષિણાદ્ધ ભરતનું તથા દ્વારિકા (બારાવતી) નગરીનું આધિપત્ય – યાવત્ – પાલન કરતો વિચરતો હતો. તે સમયે અત્ અરિષ્ટનેમિના ઉક્ત અંતેવાસી (અનીયસ, અનંતસેન, અજિતસેન, અનિહતરિપુ, દેવસેન અને શત્રુસેન) એ છ ભાઈ (સહોદર) અણગારો – યાવત્ – ઉગ્રતપસ્વી, ઉદાર, ચૌદપૂર્વી, ચાર જ્ઞાન સંયુક્ત, સદશ વર્ણ, સટશ રૂપ, સદશ ત્વચા, સદશ વય યુક્ત, નીલવર્ણવાળા, શ્રીવત્સ લક્ષણ યુક્ત પ્રશસ્ત બત્રીસ લક્ષણધારક, નલકુબેર સમાન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી હતા અને પ્રવજ્યાના દિવસથી આરંભીને ભગવંતની અનુજ્ઞાથી નિરંતર છઠછઠ તપ અંગીકાર કરી વિચરતા હતા તેવા છ એ અણગારો પૂર્વે જણાવ્યા મુજબ દ્વારિકા નગરી હતી ત્યાં આવ્યા. તેમાંના એક સંઘાટક (મુનિ યુગલ) ઉચ્ચ-નીચ અને મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાર્થે ભ્રમણ કરતા રાજા વસુદેવ અને દેવકી રાણીનું જ્યાં ઘર હતું, ત્યાં પ્રવિષ્ટ થયા. ત્યારે તે દેવકીદેવીએ તે અણગારોને આવતા જોયા. જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી, પ્રીતિયુક્ત મનવાળી, પરમ ઉલ્લસિત, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળી થઈને આસનેથી ઉઠી, ઉઠીને મસ્તકે અંજલિ જોડી સાત-આઠ ડગલા સામે ચાલી. પછી ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદના–નમસ્કાર કર્યા. વિંદન–નમસ્કાર કરીને જ્યાં ભોજનગૃહ હતું ત્યાં આવી. ત્યારપછી તેણીએ સિંકેશર લાડુનો થાળ ભર્યો. તેના વડે તે અણગારોને પ્રતિલાભિત કર્યા. પડિલાભિને વંદના–નમસ્કાર કર્યા. કરીને પ્રતિવિસર્જિત કર્યા. ત્યારપછી બીજા સંઘાટક (મુનિ યુગલ) પણ દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાના નિમિત્તે ભ્રમણ કરતા વસુદેવ રાજા અને દેવકી રાણીના ઘેર આવ્યા. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આગમ કથાનુયોગ-૩ ત્યારે તે દેવકીરાણી તે અણગારને આવતા જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈ, આસનેથી ઉઠી, મસ્તકે અંજલી જોડી, સાત-આઠ કદમ સન્મુખ ચાલી. તેઓને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા. કરીને જ્યાં ભોજનગૃહ હતું ત્યાં આવી. આવીને સિંકેશરા લાડુનો થાળ ભર્યો અને તે અણગારોને પ્રતિલાભિત કર્યા. પછી વંદના–નમસ્કાર કર્યા. કરીને તેમને પ્રતિવિસર્જિત કર્યા. ત્યારપછી ત્રીજા સંઘાટક (મુનિ યુગલ) દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે નીકળ્યા. ભ્રમણ કરતા વસુદેવ રાજાની રાણી દેવકીના ઘરમાં પ્રવેશ કર્યો. ૦ દેવકીનો સંશય અને અણગારોનો ઉત્તર : ત્યારપછી દેવકી રાણીએ તે અણગારોને આવતા જોયા, જોઈને હર્ષિત અને સંતુષ્ટ થઈ, આસનથી ઊભી થઈ મસ્તકે અંજલિ જોડીને સાત-આઠ ડગલા સામે ગઈ. ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને જ્યાં ભોજનગૃહ હતું ત્યાં આવી, આવીને સિંકેશરા લાડુનો થાળ લીધો. તે અણગારોને પ્રતિલાભિત કર્યા. પ્રતિલાભિત કરીને આ પ્રમાણે કહ્યું ' હે દેવાનુપ્રિયો ! કૃષ્ણવાસુદેવની આ નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી – યાવત્ – પ્રત્યક્ષ દેવલોક સદશ દ્વારિકા નગરીમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા એવા શ્રમણ નિગ્રંથોને શું આહાર-પાણી મળતા નથી ? જેને કારણે તેના તે જ કુળમાં આહાર–પાણીને માટે વારંવાર આવવું પડે છે ? ત્યારે તે અણગારો એ દેવકી રાણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયા ! કૃષ્ણ વાસુદેવની – યાવત્ – દેવલોક સદશા આ દ્વારિકા નગરીમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા શ્રમણ નિગ્રંથોને આહાર-પાણી મળતા નથી એવી વાત છે જ નહીં અને તેઓ કદિ એ જ કુળમાં બીજી વખત આહાર–પાણીના નિમિત્તે પ્રવેશ પણ કરતા નથી. પરંતુ હે દેવાનુપ્રિયા ! (ખરેખર) અમે ભદ્દિલપુર નગરના નાગ ગાથાપતિના પુત્રો અને તેની પત્ની સુલતાના આત્મજ એવા સમાનરૂપવાળા, સમાન આકૃતિવાળા, સમાન વય વાળા, નીલકમલ, ભેંસના શીંગડાની અંદરનો ભાગ, અલસીના પુષ્પ સમાન નીલવર્ણવાળા, શ્રીવત્સ અંકિત વક્ષસ્થળવાળા, ફૂલોની સમાન કોમળ અને કુંડલની સમાન ઘુંઘરાળા વાળવાળા, ગુણ અને રૂપમાં નલકુબેરની સમાન એવા છ સહોદર ભાઈઓ છીએ. અહંતુ અરિષ્ટનેમિ પાસેથી ધર્મશ્રવણ કરીને સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મમરણથી ભયભીત થઈ, મુંડિત થઈ ગૃહત્યાગ કરી આનગારિક પ્રવજ્યા લીધી છે. ત્યારપછી અમે લોકોએ જે દિવસથી દીક્ષા લીધી, તે જ દિવસથી અહંતુ અરિષ્ટનેમિને વંદના–નમસ્કાર કરીને આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો છે કે હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને જીવનપર્યતને માટે નિરંતર છઠ–છઠ તપ કર્મપૂર્વક સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા અમે વિચરવા ઇચ્છિએ છીએ. ત્યારે ભગવંતે કહેલું કે, તમને સુખ ઉપજે તેમ કરો. Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૬૭ ત્યારથી અમે અહંતુ અરિષ્ટનેમિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને માવજીવનને માટે છઠ–છઠ ભક્તની તપશ્ચર્યા કરતા વિચરીએ છીએ. આજે છઠ ભક્તનું પારણું હોવાથી અમે પહેલા પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજા પ્રહરે અત્ અરિષ્ટનેમિની આજ્ઞા લઈને ત્રણ સંઘાટકરૂપે દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરતા આપના ઘરમાં પ્રવેશ કર્યો. તેથી હે દેવાનુપ્રિયા ! જે પહેલા આવ્યા હતા તે અમે નથી, અને બીજા જ છીએ. આ પ્રમાણે તેમણે દેવકી દેવીને કહ્યું, કહીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. ૦ દેવકીની વિચારણા–ભગવંત દ્વારા સમાધાન : ત્યારપછી તે દેવકીદેવીને આ આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારે હું નાની હતી તે સમયે પોલાસપુર નગરમાં અતિમુક્તકકુમાર શ્રમણે મને કહેલું હતું કે, હે દેવાનુપ્રિયા ! તું સમાન આકૃતિ, રૂપ, રંગ – યાવત્ – નલકૂબેર સમાન આઠ પુત્રોને જન્મ આપીશ. આ ભરત વર્ષક્ષેત્રમાં બીજી કોઈ માતા આવા પુત્રોને જન્મ આપશે નહીં. આ કથન મિથ્યા સિદ્ધ થયું. - કેમકે અહીં પ્રત્યક્ષ જ દેખાઈ રહ્યું છે – ભરત વર્ષક્ષેત્રમાં બીજી માતાએ પણ આ પ્રકારના પુત્રોને જન્મ આપેલ છે. તેથી હું અહંતુ અરિષ્ટનેમિની પાસે જઉ અને વંદના કરું, વંદના કરીને આ અને આવા પ્રકારનો પ્રશ્ન પૂછું – આ પ્રમાણે વિચાર કરે છે. વિચાર કરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિયો ! ઉત્તમ ધાર્મિક રથને જોડીને જલ્દીથી લાવો. તેઓ પણ એ જ પ્રમાણે રથ લાવે છે. દેવાનંદાની માફક – યાવત્ – પર્ફપાસના કરવા લાગી. ત્યારપછી અર્હત્ અરિષ્ટનેમિએ દેવકીદેવીને આ પ્રમાણે કહ્યું, હે દેવકી ! આજ તમને આ છ અણગારોને જોઈને આ આવા પ્રકારનો માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો છે કે પોલાસપુર નગરમાં અતિમુક્તક કુમાર શ્રમણે મને બાલ્યાવસ્થામાં આ પ્રમાણે કહ્યું હતું – ઇત્યાદિ. તે મુજબ – યાવત્ – નીકળીને જલ્દીથી મારી પાસે આવ્યા છો. હે દેવકી ! શું મારી આ વાત સત્ય છે ? (દેવકી) હાં છે. હે દેવાનુપ્રિયા ! તે કાળે, તે સમયે ભકિલપુર નગરમાં નાગ નામક ગાથાપતિ રહેતા હતા. જે ધનધાન્યથી પરિપૂર્ણ અને બીજાથી પરાભવ પ્રાપ્ત કરનારો ન હતો. તે નાગ ગાથાપતિને સુલસા નામે પત્ની હતી. તે સુલસા ગાથાપત્ની જ્યારે બાલિકા હતી. ત્યારે નૈમિતિકોએ આ પ્રમાણે કહ્યું હતું કે, આ બાલિકા નિંદ્ર (મૃત બાળકને જન્મ દેનારી) થશે. ત્યારપછી તે સુલસા બાલ્યકાળમાં જ હરિર્ઝેગમેષી દેવની ભક્ત બની ગઈ તેણીએ હરિશૈગમેલી દેવની પ્રતિમા બનાવી, બનાવીને પ્રાતઃકાળમાં જ સ્નાન કરીને બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરી, ભીની સાડી પહેરીને દેવતાને યોગ્ય પુષ્પાર્ચન કરતી હતી. પુષ્પાર્ચન કરીને, ઘુંટણ ઝૂકાવીને પ્રણામ કરતી, પ્રણામ કરીને પછી આહાર, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આગમ કથાનુયોગ-૩ નિહાર, વિહાર આદિ ક્રિયા કરતી હતી. ત્યારપછી તે સુલસા ગાથાપત્નીના ભક્તિ, બહુમાન અને શુશ્રુષાથી હરિર્ઝેગમેલી દેવ આરાધિત–સિદ્ધ થયા. ત્યારે તે હરિશૈગમેષી દેવ સુલસા ગાથાપત્નીની અનુકંપાથી સુલસા ગાથાપત્ની અને તમને સમકાળે જ ઋતુવંતી કરતો હતો. જેના કારણે તમે બંને સમાનકાળે ગર્ભધારણ કરતા હતા. સાથે જ ગર્ભનું પાલન કરતા અને સાથે જ તમે બંને એક સમયે બાળકને જન્મ આપતા હતા. ત્યારે તે સુલસા ગાથાપત્ની મૃત બાળકને જન્મ દેતી હતી. ત્યારપછી તે હરિગૅમમેષીદેવ સુલતાગાથા પત્નીની અનુકંપાને માટે મૃત બાળકને હથેળીમાં લેતો, લઈને તમારી પાસે આવતો. તે જ સમયે તમે પણ નવ માસ વીત્યા બાદ સુકુમાલ બાળકને જન્મ આપતા હતા. હે દેવાનુપ્રિયે ! તમને જે પણ પુત્ર થતા, તેને તમારી પાસેથી કરતલ સંપુટમાં ગ્રહણ કરતો, કરીને સુલતાગાથાપત્નીની પાસે રાખી દેતો. તેથી હે દેવકી ! તે બધાં તમારા જ પુત્રો છે. પણ સુલસા ગાથાપત્નીના નથી. ૦ દેવકીને હર્ષ અને પુત્રની ઈચ્છા : ત્યારપછી તે દેવકીદેવી અહંતુ અરિષ્ટનેમિ પાસેથી આ વાતને સાંભળી અને મનમાં અવધારી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિયુક્ત મનવાળી, પરમ સૌમનસ અને હર્ષને વશ વિકસિત હૃદયવાળી થઈને અર્પત અરિષ્ટનેમિને વંદન–નમસ્કાર કરે છે, વંદન– નમસ્કાર કરીને જ્યાં તે છ એ અણગારો હતા, ત્યાં આવી, આવીને તે છ એ અણગારોને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને સ્તનોથી દૂધ પ્રસ્ત્રવણ કરનારી અને હર્ષાશ્રુઓ વડે પરિપૂર્ણ નેત્રવાળી થઈ. પુત્રપ્રેમના–અતિરેકથી તેની કંચુકીના બંધન ઢીલા થઈ ગયા અને ભૂજાઓના આભુષણ તંગ થઈ ગયા. તેમજ મેઘની ધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ રોમાંચિત થતી એવી તે એ છ એ અણગારોને અપલક દૃષ્ટિ વડે જોતી–જોતી, ઘણાં સમય સુધી નિરખતી રહી, નિરખીને પછી વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને જ્યાં અહંતુ અરિષ્ટનેમિ બિરાજી રહ્યા હતા, ત્યાં આવી, આવીને અર્હત્ અરિષ્ટનેમિને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા – વંદન–નમસ્કાર કરીને તે જ ધાર્મિક યાન પ્રવર પર બેઠી બેસીને જ્યાં દ્વારિકા નગરી હતી ત્યાં આવી. આવીને દ્વારિકા નગરીમાં અનુપ્રવિષ્ટ થઈ, પ્રવેશીને જ્યાં પોતાનું ભવન હતું, જ્યાં બાહ્ય ઉપસ્થાન સભા હતી, ત્યાં આવી. ઉત્તમ ધાર્મિકયાનથી નીચે ઉતરી, ઉતરીને જ્યાં પોતાનું વાસગૃહ હતું, જ્યાં પોતાની શય્યા હતી, ત્યાં આવી, ત્યાં આવીને પોતાની શય્યા પર બેસી ગઈ. ત્યારપછી તે દેવકી દેવીને આ માનસિક – યાતવું – સંકલ્પ ઉત્પન્ન થયો– મેં સમાન આકૃતિવાળા, રૂપ, રંગ – યાવત્ – નલ કૂબેરની સમાન સાતપુત્રોને જન્મ આપ્યો. પરંતુ એકના પણ બાળત્વનો મેં અનુભવ કર્યો નહીં. આ વાસુદેવ કૃષ્ણ પણ છ–છ મહિના પછી મારી પાસે પગે લાગવા આવે છે. તેથી હું માનું છું કે તે માતાઓ Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૬૯ કૃતપુણ્યા છે, તે માતાઓ કૃત લક્ષણા છે, જેને પોતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ બાળક સ્તનપાનને માટે ઇચ્છુક થઈને પોતાની મધુર–તોતળી વાણીથી આકર્ષિત કરીને ગુણગુણ કરતા અવ્યક્ત શબ્દ ધ્વનિ વડે બોલાવે છે. - (તે માતા ધન્ય છે જેનું બાળક) સ્તન મૂળથી લઈને કાંખ સુધીના ભાગે અભિસરણ કરે છે અને તે મુગ્ધ બાળક પોતાની માતા દ્વારા કમળ જેવા કોમળ હાથો વડે ઉઠાવીને, ખોળામાં બેસાડીને દૂધ પીવડાવે છે. તે સમયે તે બાળક પોતાના તોતળા શબ્દોમાં વાત કરે છે અને મીઠી મીઠી બોલી બોલે છે. જ્યારે હું અધન્યા , અપુણ્યા છું, મેં કોઈ સકતુ કરેલ નથી કે જેથી હું એક વખત પણ આવો અવસર પ્રાપ્ત કરી શકી નથી. આ પ્રકારે તે દેવકી ભગ્ર મનોરથ વાળી થઈને હથેળી પર મુખને ટેકવીને આર્તધ્યાનમાં ડૂબી ગઈ. કૃષ્ણ દ્વારા ચિંતાકારણ પૃચ્છા – દેવકીનો જવાબ : આ સમયમાં કૃષ્ણ વાસુદેવ સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને વસ્ત્રાભૂષણોથી વિભૂષિત થયા. દેવકી દેવીને પગે લાગવા શીઘ આવ્યા. ત્યારે તે કૃષ્ણ વાસુદેવે ચિંતામગ્ર દેવકીદેવીને જોયા. જોઈને દેવકીદેવીના ચરણોમાં વંદન કર્યા અને વંદન કરીને તેઓએ દેવકીદેવીને આ પ્રમાણે કહ્યું હે માતા ! જ્યારે પણ હું આવું છું ત્યારે તું મને જોઈને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત થઈ જાય છે, તો આજે શું કારણ છે કે સંકલ્પ-વિકલ્પમાં ડૂબીને ચિંતાગ્રસ્ત દેખાઈ રહી છો ? ત્યારે દેવકીદેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું હે પુત્ર ! આકૃતિ–વય અને કાંતિમાં સદેશ – યાવત્ – નલકૂબેરના સમાન સાત પુત્રોને મેં જન્મ આપ્યો. પણ એકેય બાળકની બાલક્રીડાનો આનંદ મેં અનુભવ્યો નથી. હે પુત્ર ! તું પણ મારી પાસે ચરણવંદનાને માટે છ–છ મહિને આવે છે. તેથી હું માનું છું કે, તે માતાઓ ધન્ય છે – યાવત્ – ઉદાસીન થઈને આર્તધ્યાન કરી રહી છું. ૦ લઘુ ભ્રાતા માટે કૃષ્ણ દ્વારા દેવની આરાધના : ત્યારપછી કૃષ્ણ વાસુદેવે દેવકીદેવીને આ પ્રમાણે કહ્યું – હે માતા ! તમે તમારા મનોરથોના પૂર્ણ ન હોવાને કારણે આવા પ્રકારનું આર્તધ્યાન ન કરો. હું એવો પ્રયત્ન કરીશ કે જેથી મારો સહોદર એક નાનો ભાઈ થાય. આ પ્રકારે કહીને તેમણે દેવકી દેવીને ઇષ્ટ – યાવત્ – વચનો દ્વારા ધીરજ આપી. ત્યારપછી તે ત્યાંથી નીકળ્યા, નીકળીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા. આવીને પૌષધશાળા સાફ કરી, ઉચ્ચાર પ્રસવણ ભૂમિની પ્રતિલેખના કરી, દર્ભનું આસન બિછાવ્યું. બિછાવીને તેના પર બેઠા, બેસીને અઠમ ભક્તને અંગીકાર કર્યો. સ્વીકાર કરીને – ભરતરાજાની માફક – પૌષધશાળામાં પૌષધ વ્રતી થઈને બ્રહ્મચર્યપૂર્વક હરિëગમેલી દેવની આરાધના કરવા લાગ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવનો અઠમ ભક્ત તપ સંપન્ન થયો ત્યારે હરિશૈગમેલી દેવનું આસન ચલાયમાન થયું – યાવત્ – તેણે કહ્યું – હું શીધ્ર અહીં ઉપસ્થિત થયો છું. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આગમ કથાનુયોગ-૩ તેથી હે દેવાનુપ્રિય ! આજ્ઞા આપો કે હું શું કરું ? શું આપું? શું અર્પિત કરું? આપના હૃદયની ઇચ્છા શું છે ? ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ તે હરિર્ઝેગમેષી દેવને આકાશમાં ઉભેલો જોઈને હર્ષિત અને સંતુષ્ટ થયા અને પૌષધને પૂર્ણ કર્યો. પૂર્ણ કરીને બંને હાથ જોડી, મસ્તકે અંજલિ જોડી, આ પ્રમાણે બોલ્યા હે દેવાનુપ્રિય! મારા એક સહોદર લઘુભ્રાતાનો જન્મ થાય, એવી મારી ઇચ્છા છે. ત્યારે તે હરિગમેલી દેવે કૃષ્ણ વાસુદેવને આમ કહ્યું હે દેવાનુપ્રિય ! દેવલોકથી એક દેવ આયુષ્ય પૂર્ણ થયા પછી ઍવિત થઈને તમારા સહોદર નાના ભાઈના રૂપમાં જન્મ લેશે અને બાલ્યાવસ્થા વ્યતીત થયા પછી વિનય આદિ ગુણોથી સંપન્ન થઈને યુવાવસ્થા પ્રાપ્ત થતાં જ અત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા સ્વીકાર કરશે. તે હરિર્ઝેગમેષીદેવે કૃષ્ણ વાસુદેવને બીજી વખત, ત્રીજી વખત પણ પૂર્વોકત પ્રકારે કહ્યું અને કહીને જે દિશાથી આવ્યો હતો, એ જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ કૃણ વાસુદેવ દ્વારા દેવકીને આશ્વાસન : ત્યારપછી કૃષ્ણ વાસુદેવ પૌષધશાળાથી બહાર નીકળ્યા. દેવકીદેવી હતા, ત્યાં આવ્યા. આવીને તેમણે દેવકીદેવીના ચરણમાં વંદના કરી, કરીને આ પ્રમાણે કહ્યું મારો એક સહોદર એવો નાનો ભાઈ થશે. આપ ચિંતા ન કરો. એ પ્રમાણે કહીને ઇષ્ટ – થાવત્ – વચનોથી દેવકી દેવીને આશ્વાસન આપ્યું. આશ્વાસન આપીને જે દિશામાંથી આવ્યા હતા, એ જ દિશામાં પાછા ગયા. ૦ ગજસુકુમાલ જન્મ અને વિકાસ : ત્યારપછી કોઈ એક દિવસે દેવકીદેવીએ પોતાના શયનકક્ષમાં પુણ્યશાળીઓને યોગ્ય શય્યા પર સુતા સુતા – યાવત્ – સ્વપ્નમાં સિંહને જોઈને જાગ્યા – યાવત્ – તેણીએ ગર્ભ ધારણ કર્યો. ત્યારપછી નવ માસ પૂર્ણ થયા. ત્યારે દેવકી દેવીએ જ્યાં પુષ્પ, રક્ત બંધુ જીવક, લાક્ષારસ, સરસ પારિજાત અને ઉદય થતા એવા સૂર્યના સમાન પ્રભાવાળા અને સર્વજનોના નયનોને સુખ દેનાર, સુકુમાલ હાથ–પગવાળા – યાવત્ – સુંદર ગજના (હાથીના) તાળવા સમાન સુકોમળ બાળકને જન્મ આપ્યો. જે પ્રમાણે મેઘકુમારના જન્મ સમયે તેના માતાપિતાએ મહોત્સવ કર્યો હતો, તે જ પ્રમાણે દેવકી અને વાસુદેવે જન્મ મહોત્સવ કર્યો હતો અને તેઓએ વિચાર કર્યો કે આ બાળક હાથીના (ગજના) તાળવા સમાન અત્યંત સુકોમળ છે, તેથી તેનું નામ ગજસુકુમાલ થાઓ. આવો વિચાર કરીને માતાપિતાએ તે બાળકનું નામ ગજસુકુમાલ રાખ્યું. ગજસુકુમાલના બાલ્યકાળથી યૌવને સુધીનું વૃત્તાંત મેઘકુમાર સમાન જાણવું – થાવત્ – તે ભોગ ભોગવવા માટે સમર્થ થઈ ગયો. ૦ ગજસુકુમાલને માટે સોમા કન્યાની યાચના : તે દ્વારિકા નગરીમાં સમૃદ્ધિશાળી – યાવત્ – અપરાજેય તથા ઋગ્વદ – યાવત્ Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૭૧ - બ્રાહ્મણ શાસ્ત્રોમાં પારંગત સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે સોમિલ બ્રાહ્મણની અત્યંત સુકમાલ અંગોવાળી – યાવત્ – સુંદર સોમશ્રી નામની પત્ની હતી. તે સોમિલની પુત્રી અને સોમશ્રી બ્રાહ્મણની આત્મજા સોમા નામની કન્યા હતી. જે સુકુમાર – યાવત્ – રૂપવતી હતી. તથા રૂપ, યૌવન, લાવણ્ય વડે ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીર શોભા સંપન્ન હતી. ત્યારે કોઈ એક સમયે તે સોમા બાલિકા સ્નાન કરીને – વાવત્ – વસ્ત્રાભૂષણોથી વિભૂષિત થઈને અનેક કુલ્કાદાસીઓ – યાવત્ – મહત્તર વૃદથી ઘેરાયેલી પોતાના ઘેરથી નીકળીને રાજમાર્ગ પર આવી. આવીને રાજમાર્ગ પર સોનાના દડા વડે રમવા લાગી. તે કાળ, તે સમયે અહંતુ અરિષ્ટનેમિનું દ્વારિકામાં પદાર્પણ થયું. પર્ષદા નીકળી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ભગવંતના આગમનનો વૃત્તાંત સાંભળીને સ્નાન કર્યું – થાવત્ – આભૂષણોથી વિભૂષિત થઈને ગજસુકુમાલ કુમારની સાથે શ્રેષ્ઠ હાથી પર બેસીને કોરંટપુષ્પ માળાઓ યુક્ત છત્ર અને વિંઝાતા એવા શ્રેષ્ઠ શ્વેત ચામરો વડે સુશોભિત થઈને અહતુ અરિષ્ટનેમિની વંદનાના નિમિત્તે દ્વારિકા નગરીના મધ્ય ભાગથી નીકળતા હતા ત્યારે સોમાં બાલિકાના રૂપ-યૌવન અને લાવણ્ય જોઈને વિસ્મયાન્વિત થયા – યાવત્ - તેઓએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે લોકો સોમિલ બ્રાહ્મણની પાસે જાઓ અને આ સોમા બાલિકાની યાચના કરો, ત્યારપછી તે કન્યાને અંતઃપુરમાં પહોંચાડી દો. આ કન્યા ગજસુકુમાલની પત્ની થશે. ત્યારે તે કૌટુંબિક પુરુષો આજ્ઞાનુસાર કન્યાની યાચના કરીને – યાવત્ – તેણીને અંતઃપુરમાં પહોંચાડે છે. ૦ ભગવંત પાસે દેશના શ્રવણ :– તે કાળે, તે સમયે પૂર્વે જણાવ્યા મુજબ અહંતુ અરિષ્ટનેમિ સમવસર્યા. કૃષ્ણ વાસુદેવે આ વૃત્તાંત જાણીને સુધર્માસભામાં કૌમુદી ભેરી વગડાવેલી – યાવત્ – શક્રની માફક ઘંટનાદ કરાવ્યો – યાવત્ – સ્નાન કરી, વિભૂષિત થઈને ગજસુકુમાલની સાથે વિજય નામના ઉત્તમ ગંધહસ્તિ પર સવાર થઈને દશાર્ણભદ્રની માફક દ્વારિકાના મધ્યભાગથી નીકળ્યા. સોમા કન્યાના રૂપ અને યૌવનને જોઈને વિસ્મિત થઈ, માહિતી જાણી, સોમિલ પાસે યાચના કરી, “આ ગજસુકુમાલની પ્રથમ પત્ની બનશે” એવું નિર્ધારી - યાવત્ – અંતઃપુરમાં રાખી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરીના મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, જ્યાં અત્ અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને અત્ અરિષ્ટનેમિને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદનાનમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને અર્હત્ અરિષ્ટનેમિથી અતિ દૂર નહીં કે અતિ નીફટ નહીં તેવા સ્થાને પહોંચીને શુશ્રુષા અને નમસ્કાર કરતા સવિનય નત મસ્તક થઈને પર્યાપાસના કરવા લાગ્યા. ત્યારપછી અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ, ગજસુકુમાલ અને તે વિશાળ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આગમ કથાનુયોગ-૩ પર્ષદાને ચાતુર્યામ ધર્મનો ઉપદેશ આપ્યો. તે આ પ્રમાણે – (૧) સર્વ પ્રાણાતિપાતથી વિરમણ, (૨) સર્વ મૃષાવાદથી વિરમણ, (૩) સર્વ અદત્તાદાનથી વિરમણ અને (૪) સર્વ પરિગ્રહથી વિરમણ. ધર્મોપદેશ શ્રવણ કરીને પર્ષદા નીકળી. કૃષ્ણ પણ પાછા ગયા. ૦ ગજસુકુમાલ દ્વારા પ્રવજ્યા માટે અનુમતિ માંગવી : ત્યારપછી ગજસુકમાલે અત્ અરિષ્ટનેમિ પાસેથી ધર્મશ્રવણ કરી અને અવધારણ કરીને અર્હત્ અરિષ્ટનેમિને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવંત! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ જ પ્રમાણે છે, જે પ્રમાણે આપ નિરૂપણ કરો છો. અહીં વિશેષ માત્ર એટલું કે, હે દેવાનુપ્રિય ! હું માતાપિતાની આજ્ઞા લઈશ. ત્યારપછી મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા અંગીકાર કરીશ. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી ગજસુકુમાલે અર્હત્ અરિષ્ટનેમિને વંદના-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને, જ્યાં હસ્તિરત્ન હતો, ત્યાં આવ્યા. આવીને શ્રેષ્ઠ હસ્તિરત્ન પર બેસીને સુભટોના સમૂહની સાથે દ્વારિકા નગરીના મધ્યમાંથી થઈને, જ્યાં પોતાનું ભવન હતું, ત્યાં આવ્યો. આવીને હાથી પરથી નીચે ઉતર્યો. ઉતરીને જ્યાં માતાપિતા હતા ત્યાં આવ્યો. આવીને માતાપિતાના ચરણોમાં વંદના કરી. વંદના કરીને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા ! મેં અર્હત્ અરિષ્ટનેમિ પાસે ધર્મશ્રવણ કરેલ છે. તે ધર્મની હું ઇચ્છા કરું છું, વિશેષ ઇચ્છા કરું છું, મને તે ધર્મ રુચિકર છે. ત્યારે ગજસુકુમાલના માતાપિતાએ કહ્યું હે પુત્ર ! તું ધન્ય છે, પુણ્યશાળી છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે કે તે અહંતુ અરિષ્ટનેમિ પાસેથી ધર્મ સાંભળ્યો, તે ધર્મ તને ઇષ્ટ, વિશેષ ઇષ્ટ અને રુચિકર લાગ્યો. ત્યારે તે ગજસુકુમાલે માતાપિતાને બીજી વખત–ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું- . . હે માતાપિતા ! મેં અત્ અરિષ્ટનેમિ પાસે ધર્મશ્રવણ કરેલ છે અને તે ધર્મ મને ઇષ્ટ, વિશેષ ઇષ્ટ અને રૂચિકર પ્રતીત થયો છે – યાવત્ – તેણે જમાલીની માફક કહ્યું કે, હે માતાપિતા ! હું આપની અનુમતિ પામીને અર્પતુ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. '૦ દેવકી અને ગજસુકુમાલનો સંવાદ : ત્યારપછી તે દેવકીદેવી તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમનામ, અમૃતપૂર્વ કઠોર વચનોને સાંભળી તથા સમજી વિચારીને આ અને આવા પ્રકારના પુત્રવિયોગ રૂપ મહાન્ માનસિક દુઃખથી દુઃખી થઈને પછડાટ ખાઈને ધડામ કરતી ધરતી પર પડી ગઈ. ત્યારપછી તે દેવકી દેવી – યાવત્ – વિલાપ કરતી ગજસુકુમાલકુમારને આ પ્રમાણે બોલ્યા- હે પુત્ર ! તું અમારો એક જ પુત્ર છે, ઇષ્ટ છે – યાવત્ – એક ક્ષણને Opal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૭૩ માટે પણ અમે તારો વિયોગ સહન કરી શકીએ તેમ નથી. તેથી હે પુત્ર! જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તું મનુષ્ય સંબંધિ કામભોગો ભોગવ. ત્યારપછી જ્યારે અમે કાળધર્મને પ્રાપ્ત થઈએ અને તે પણ પ્રૌઢ થઈ જાય ત્યારે વંશવેલાની સારી રીતે વૃદ્ધિ કરીને, લૌકિક કાર્યોની અપેક્ષા ન રહે પછી અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરજે. ત્યારે માતાપિતાની આ વાતને સાંભળીને ગજસુકુમાલે માતાપિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા ! આપે મને જે કંઈ કહ્યું તે બરાબર છે કે, હે પુત્ર! તું અમારો એકમાત્ર પુત્ર છે, અમારા માટે ઇષ્ટ, કાંત, પ્રિય! મનોજ્ઞ, મનોહર, ધૈર્ય અને આશા વિશ્વાસનું કેન્દ્ર બિંદુ છે. પ્રત્યેક કાર્ય માટે માન્ય, વિશેષરૂપે માન્ય અને અનુમત છે. આભુષણોની પેટી સમાન છે, રત્નોમાં સર્વશ્રેષ્ઠ રત્ન સમાન છે, જીવનનો શ્વાસ છે, હૃદયને આનંદ આપનારો છે. ગૂલરના ફૂલ સમાન છે, જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો પછી દર્શન તો કેટલું દુર્લભ હોય ? તેથી હે પુત્ર! પણ માત્રનો પણ વિયોગ અમારે માટે અસહ્ય છે. તેથી હે પુત્ર! અમે જીવતા છીએ ત્યાં સુધી મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવ. ત્યારપછી અમે મૃત્યુ પામીએ ત્યારબાદ અને સ્વયં પ્રૌઢાવસ્થાને પ્રાપ્ત કરી લે, કુળ પરંપરાની વેલ વૃદ્ધિગત થઈ જાય, તારા ગૃહસ્થ સંબંધિ કાર્યથી નિવૃત્ત થઈ જા પછી અત્ અરિષ્ટનેમિ ભગવંત પાસે મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક દીક્ષા અંગીકાર કરજે – પરંતુ તે માતાપિતા ! આ મનુષ્યભવ અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર, આપત્તિઓથી વ્યાપ્ત છે, વિદ્યુતુ સમાન ચંચળ છે, જળના પરપોટા સમાન અનિત્ય છે. ઘાસના અગ્ર ભાગે રહેલા જળબિંદુની સમાન, સંધ્યાની લાલિમા અને સ્વપ્ન દર્શન સમાન ક્ષણસ્થાયી છે. સડન, ગલન, વિધ્વંસનશીલ છે. પહેલા કે પછી અવશ્ય ત્યાજ્ય છે. હે માતાપિતા ! એ કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા લઈને અરિષ્ટનેમિ અઈની પાસે મુંડિત થઈને અને ગૃહત્યાગ કરીને હું અણગાર દીક્ષા અંગીકાર કરવા ઇચ્છું છું. ગજસુકુમાલના ઉક્ત કથનને સાંભળીને પછી માતાપિતાએ ગજસુકમાલકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! દાદા, પરદાદા અને પિતાના પરદાદાની પેઢીઓથી ચાલી આવતી આ ઘણાં જ હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, માણેક આદિ સારભૂત ધનસંપત્તિ એટલી અધિક વિદ્યમાન છે કે જે સાત પેઢી સુધી ઇચ્છાનુસાર આપવામાં આવે, ભોગવવમાં આવે કે વહેંચવામાં આવે તો પણ પૂરી થનારી નથી. તેથી હે પુત્ર! આ મનુષ્ય સંબંધિ ઋદ્ધિ, સત્કાર, સમુન્નત્તિનો અનુભોગ કર અને ત્યારપછી સર્વ સુખાનુભોગી થઈને ગૃહવાસનો ત્યાગ કરી આણગારિક દીક્ષા લેજે. માતાપિતાની આ વાત સાંભળીને ગજસુકુમાલે કહ્યું, માતાપિતાને આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા ! આપે મને જે આમ કહ્યું કે, હે પુત્ર ! દાદા, પરદાદા અને પિતાના પરદાદાની પરંપરાથી આવેલી આ ઘણાં જ હિરણ્ય, સુવર્ણ, કાંસ્ય, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, માણેક આદિ રૂપ સારભૂત ધનસંપત્તિ ઇચ્છાનુસાર દેતા–ભોગવતા કે ૩/૧૮), Jain nation international Page #275 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ વહેંચતા પણ સાત પેઢી સુધી સમાપ્ત થનારી નથી. તેથી હે પુત્ર ! આ મનુષ્યસંબંધિ વિપુલ સમૃદ્ધિ, સત્કાર અને સન્માનનો અનુભોગ કર. ત્યારપછી સર્વ પ્રકારના ભોગો ભોગવી અર્હ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આણગારિક પ્રવ્રજ્યા ધારણ કરજે – તે ઠીક છે ૨૭૪ પરંતુ હે માતાપિતા ! આ હિરણ્ય આદિ સારભૂત ધનસંપત્તિ અગ્નિ સાધ્ય, ચોર સાધ્ય, રાજ્ય સાધ્ય, દાય સાધ્ય, મૃત્યુ સાધ્ય છે. અર્થાત્ આ નિમિત્તોથી અવશ્ય જનારી છે. વળી તે સડન, ગલન, વિધ્વંસન સ્વભાવયુક્ત છે. પહેલા કે પછી અવશ્ય નષ્ટ થનારી છે. વળી એ કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અર્હત્ અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી હું અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારપછી માતાપિતા જ્યારે આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના, વિજ્ઞાપના દ્વારા (વિશિષ્ટ વાણી દ્વારા) સમજાવવા, બુઝાવવા, સંબોધન કરવા અને અનુનય વિનય કરવા છતાં પણ ગજસુકુમાલ કુમારને વિષયાભિમુખ કરવામાં સફળ ન થયા ત્યારે વિષય પ્રતિકૂળ અને સંયમ પ્રત્યે ભય અને ઉદ્વેગ ઉત્પન્ન કરનારી પ્રજ્ઞાપના વાણીથી આમ કહ્યું– હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર, અદ્વિતિય, પરિપૂર્ણ, નિશ્ચયથી મોક્ષ પ્રાપ્ત કરાવનાર, અત્યંત શુદ્ધ, શલ્યનાશક, સિદ્ધિ માર્ગ, મુક્તિ માર્ગ, નિર્માણ માર્ગ, નિર્વાણ માર્ગ અને સર્વે દુઃખોના નાશનો માર્ગ છે. (તે ચોક્કસ છે). (તો પણ) તે સર્પ સમાન લક્ષ્ય પ્રતિ નિશ્ચલ એકાંત દૃષ્ટિવાળું છે છરાની સમાન એક ધારવાળું છે. લોઢાના જવ ચાવવા જેવું છે, રેતીના કોળીયા જેવું નિસ્સાર છે. ગંગાનદીના ઉલટા વહેણમાં તરવા જેવું છે. ભુજાઓ દ્વારા મહાસમુદ્ર પાર કરવા સમાન છે. તીક્ષ્ણ ધાર પર આક્રમણ કરવા સમાન છે. ગળામાં વજન લટકાવવા સમાન છે. તલવારની ધાર પર ચાલવા સમાન છે. - - વળી હે પુત્ર ! શ્રમણ નિગ્રંથોને આધાકર્મી, ઔદ્દેશિક, ક્રીતકૃત, સ્થાપિત, રચિત, દુર્ભિક્ષ ભક્ત, કાંતાર ભક્ત, વર્કલિકા ભક્ત, ગ્લાન ભક્ત, મૂળ, કંદ, ફળ, બીજ અને લીલી વનસ્પતિનું ભોજન લેવું અને ખાવું કલ્પતું નથી. હે પુત્ર ! તું સુખમાં ઉછરેલો હોવાથી સુખ સમુચિત છો, દુઃખ સહેવા યોગ્ય નથી. ઠંડી—ગરમી, ભૂખ–તરસ સહન કરવા સમર્થ નથી. વાત, પિત્ત, કફ કે મિશ્ર રોગો, સન્નિપાત આદિ વિવિધ રોગાંતકોને, ઉચ્ચ—નીચ ઇન્દ્રિય પ્રતિકૂળ વચનો અને કાર્યોને, બાવીશ પરીષહો અને ઉપસર્ગો અદીન થઈ સારી રીતે સહેવા પડશે. તેથી હે પુત્ર! મનુષ્ય સંબંધી કામભોગોનો ભોગોપભોગ કર અને ભુક્ત ભોગી થઈ પછી અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા અંગીકાર કરજે. ત્યારપછી ગજસુકુમાલકુમારે માતાપિતાની ઉક્ત વાત સાંભળીને માતાપિતાને આ પ્રમાણે કહ્યું હે માતાપિતા ! આપે જે મને કહ્યું તે ઠીક છે કે, હે પુત્ર ! નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર છે યાવત્ - સર્વ દુઃખનું નાશક છે. સર્પ સમાન એક લક્ષ્યવાળુ છે - યાવત તલવારની ધાર પર ચાલવા સમાન છે. વળી શ્રમણ નિગ્રંથોને આધાકર્મી ----- Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૭૫ આદિ લેવું કે ખાવું કલ્પતું નથી. તું સુખ ભોગવવા યોગ્ય છે, દુઃખ ભોગવવા યોગ્ય નથી – યાવત્ – મનુષ્ય સંબંધી ભોગ ભોગવી પછી અત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરજે. (ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવું). પરંતુ હે માતાપિતા ! આ નિગ્રંથ પ્રવચન નપુંસકો, કાયરો, કાપુરુષો, આ લોકસંબંધિ વિષયસુખની અભિલાષા કરનારાઓ, પરલોકના સુખની આકાંક્ષા રાખનારા, સામાન્યજનોને માટે દુષ્કર છે, પરંતુ ધીર અને વીર પુરુષોને માટે નહીં દઢ સંકલ્પી – અધ્યવસાય કરનારા પુરુષાર્થીઓને તેનું પાલન કરવામાં વળી શી મુશ્કેલી ? તેથી હે માતાપિતા! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અહંતુ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રધ્વજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. (નાવશ્ય પૂર્ણિ–૧–પૃ. ૩૫૯ થી ૩૬૧ – ઉક્ત દેવકી અને ગજસુકુમાલ સંવાદ કિંચિત્ ભિન્ન છે તે આ પ્રમાણે છે– જ્યારે ગજસુકુમાલે બે વખત, ત્રણ વખત જમાલીકુમારની માફક આ પ્રમાણે કહ્યું કે, હે માતાપિતા – યાવતું – હું ધ્વજિત થવા ઇચ્છું છું. ત્યારે તે દેવકી આવા અનિષ્ટ – યાવતું – કઠોર વચનોને સાંભળીને મનોમન મહા દુઃખ વડે અભિભૂત થયા તેના રોમરોમ પ્રસ્વેદમય બન્યા. તેણીના ગાત્રો ગળવા લાગ્યા. અંગેઅંગ શિથિલ થઈ ગયા. નિસ્તેજ અને દીનવિમનસ્ક વદનવાળી થઈ હાથ વડે મસળાયેલ કમળની માળા જેવી થઈ ગઈ. દુર્બળ શરીરવાળી થઈ, લાવણ્યશૂન્ય બની, તેના આભુષણો ઢીલા પડી ગયા. વલયો શિથિલ થઈ સરકવા લાગ્યા. તેણીનું ઉત્તરીય સરકવા લાગ્યું.. મૂછને વશ થઈ તેણીની ચેતના હરાવા લાગી. સુકુમાલ કેશ વિખરાઈ ગયા. ચંપકલતાની જેમ મુઝાવા લાગી. મહોત્સવ પૂર્ણ થયે શોભારહિત થયેલ ઇન્દ્રષ્ટિ જેવી થઈ ગઈ તેણીના સંબિંધનો શિથિલ થઈ ગયા સવગથી ધર્ કરતી નીચે પડી ગઈ. અંતરંગથી તેણી સંભ્રાન્ત થઈ ગઈ. ત્યારપછી અંતપુરના પરિજન વડે સુવર્ણની ભંગારના મુખથી નીકળતી શીતલ જલની વિમલધારા વડે તેણીના અંગોને પરિસિંચિંતુ કરાતા અને વીંઝણાના વાયુ વડે સ્પર્શ પામતા તેણીને આશ્વાસિત કરાતા વિપરાતા મોતી સદશ તેની અશ્રુધારા વહેવા લાગી. તેના વડે તેના સ્તનો સિંચાવા લાગ્યા. ત્યારે (દેવકી) દીન-વિમનસ્ક થઈ રોતી, કકડતી – યાવતું – વિલાપ કરતી ગજસુકમાલને કહેવા લાગી – હે પુત્ર! તું અમારો એકમાત્ર પુત્ર છે, જે ઇષ્ટ, કાંત, પ્રિય મણામ અને વિશ્વાસ્ય છે. સંમત, બહુમત, અનુમત છે. આભુષણની પેટી સમાન છે. રત્ન અને રત્નરૂપ છે. જીવિતનો આધાર છે, હૃદયને હર્ષ દાતા છે. ઉબર પુષ્પ સમાન જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો તારું દર્શન દુર્લભ હોય તેમાં વિસ્મય શું?. હે પુત્ર ! ક્ષણભરને માટે પણ હું તારો વિયોગ સહન કરી શકું તેમ નથી. તું અહીં જ રહે, ભોગ ભોગવ. વિપુલ મનુષ્ય સંબંધી કામભોગ ભોગવી – યાવતું – અમારા મૃત્યુ બાદ – અમે જીવિત ન હોઈએ ત્યારે પરિણત વય થાય ત્યારે કુળનો વંસતંતુ વધારીને, નિરપેક્ષ થઈને – યાવત્ – પ્રવજ્યા અંગીકાર કરજે. ત્યારે ગજસુકમાલે કહ્યું કે, હે માતાપિતા ! તમે જે આ પ્રમાણે બધું કહ્યું તે તો બરોબર છે. – પરંતુ તે માતાપિતા ! મનુષ્ય ભવમાં અનેક જાતિ છે. એ પ્રમાણે જેમ પુંડરીક કથામાં કહ્યું તેમ પહેલા કે પછી તે અવશ્ય નાશ પામનાર છે. વળી તે માતાપિતા ! કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? તેથી હું – યાવતુ – પ્રવ્રુજિત થવા ઇચ્છું છું ત્યારે માતાપિતાએ તેને આ પ્રમાણે કહ્યું– હે પુત્ર ! તારું શરીર પ્રતિવિશિરૂપ, લક્ષણ, વ્યંજન, ગુણોથી યુક્ત છે. ઉત્તમ બળ, વીર્ય શોભાથી For Pri Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આગમ કથાનુયોગ-૩ યુક્ત છે, વિજ્ઞાન વિચક્ષણ છો, સૌભાગ્ય ગુણના, સમુદાયરૂપ છે. જન્મથી જ વિશિષ્ટ છે, વિવિધ વ્યાધિ રોગરહિત છે. નિરુપત એવી પાંચે ઇન્દ્રિયો તને પ્રાપ્ત થઈ છે. પ્રથમ યૌવનવય છે. અનેક ઉત્તમ ગુણોથી યુક્ત છો તેથી તેનો અનુભવ કર. હે પુત્ર ! શરીર, રૂપ, સૌભાગ્ય, યૌવન ગુણોથી યુક્ત એવા દેહવાળો તું પહેલા ભોગ ભોગવી પછી તું – યાવત્ – પ્રવ્રુજિત થજે. ત્યારે તે (ગજસુકુમાલે) આ પ્રમાણે કહ્યું, તમે જે કહો છો તે ઠીક છે, પણ હે માતાપિતા ! મનુષ્યનું શરીર દુઃખના આયતનરૂપ છે. એ પ્રમાણે જેમ પુંડરીકકથામાં જણાવ્યું છે તેમ બધું જ જાણ્યું – યાવત્ – અવશ્ય નાશ પામનારું છે. ત્યારે તે માતાપિતાએ આ પ્રમાણે કહ્યું— હે પુત્ર ! અમે તારા માટે વિશાળ કુળની બાલિકાઓ કે જે કળા કુશળ છે, સર્વકાળ લાલિત્ય– સુખોથી યુક્ત છે, માર્દવ ગુણયુક્ત, નિપુણ, વિનયોપચાર સહિત અને પંડિત વિચક્ષણ છે, મંજુ, મિત, મધુર બોલતી, હાસ્ય કરતી, વિલસિત ગતિવાળી, વિલાસ આદિમાં વિશારદ, અવિકલ કુળશીલવાળી, વિશુદ્ધ કુળ, વંશ, સંતાન તંતુને વૃદ્ધિ ગત કરનારી, સશ ત્વચા, સદશ વય, સશરૂપ, સટ્ટશ લાવણ્ય, રૂપ, યૌવન આદિ ગુણોથી યુક્ત હોય – ચાવત્ – શ્રૃંગારના ઘર જેવી અને સુંદર વેશવાળી, મનોનુકૂળ અને હૃદયને ઇચ્છવા યોગ્ય ગુણ વલ્લભ, ઉત્તમ અને નિત્ય તેમજ તને યોગ્ય એવી આઠ ભાવાનુત્ત સર્વાંગ સુંદરીને પરણ. – ત્યારે તેની સાથે વિપુલ ભોગને ભોગવ. વિપુલ એવા કામભોગોને ભોગવતો રહે, ત્યારપછી મુક્ત ભોગી થઈને વિષયના કુતૂહલથી નિવૃત્ત થઈને, અમે કાલગત થઈએ ત્યાર બાદ — યાવત્ – પ્રવજિત થજે. ત્યારે (ગજસુકુમાલે) તેને કહ્યું, હે માતાપિતા ! તમે કહો છો તે ઠીક છે. પરંતુ માનુષ્ય કામભોગ વિનશ્વર - યાવત્ – અવશ્ય ત્યાજ્ય છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. ત્યારે તે માતાપિતાએ આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! આ દાદા, પરદાદા આદિથી આવેલ ઘણું જ સુવર્ણ, હિરણ્ય, કાંસ્ય, દૃષ્ટ, વિપુલ ધન કનક છે થાવત્ – કુળ પરંપરાથી આવેલ સારભૂત દ્રવ્ય છે — યાવત્ સાત પેઢી સુધી કુળવંશજને પ્રકામ દેતા, પ્રકામ ભોગવતા, વહેંચતો તું રહે. હે પુત્ર ! વિપુલ એવા માનુષ્ય ઋદ્ધિ—સત્કારને ભોગવ, ત્યારપછી કલ્યાણને અનુભવીને, કુલવંશની વૃદ્ધિ કરીને – યાવત્ – પ્રવ્રુજિત થજે. ત્યારે તેણે (ગજસુકુમાલે) આ પ્રમાણે કહ્યું, તમે કહો છો તે ઠીક છે; પણ હે માતાપિતા ! (તે પ્રમાણે) હિરણ્ય યાવત્ અવશ્ય નાશ થનારું છે. ઇત્યાદિ પુંડરીક કથા મુજબ જાણવું ત્યારે તે માતાપિતા જ્યારે વિષય અનુકૂળ અનેક આખ્યાપના—પ્રજ્ઞાપના વડે – યાવત્ – પુંડરીક કથાની માફક – યાવત્ - - - પ્રવ્રજ્યા ગ્રહણ કરજે.) ૦ કૃષ્ણ દ્વારા ગજસુકુમાલને એક દિવસીય રાજ્ય : ત્યારપછી આ સમાચાર જાણીને (ગજસુકુમાલની પ્રવ્રજ્યા ઇચ્છા જાણીને) કૃષ્ણ વાસુદેવ જ્યાં ગજસુકુમાલ હતા, ત્યાં આવ્યા. આવીને ગજસુકુમાલને આલિંગન કર્યું. આલિંગન કરીને ખોળામાં બેસાડ્યો. બેસાડીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું મારો સહોદર નાનો ભાઈ છે. તેથી હમણાં અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ ગૃહત્યાગ કરી, દીક્ષા ન લે. હું દ્વારિકા નગરીમાં મહાન્ મહોત્સવ સાથે તારો રાજ્યાભિષેક કરીશ. ત્યારે તે ગજસુકુમાલ કૃષ્ણ વાસુદેવની આ વાત સાંભળીને મૌન રહ્યો. કૃષ્ણ વાસુદેવે બે–ત્રણ વખત આ કહ્યું ત્યારે ત્યારપછી ગજસુકુમાલે વાસુદેવ કૃષ્ણ અને માતાપિતાને બીજી—ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! મનુષ્ય સંબંધિ કામભોગોના આધારરૂપ આ શરીર અશુચિનું સ્થાન Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૭૭ છે, પિત્તનું સ્થાન છે, કફનું સ્થાન છે, શુકનું સ્થાન છે, તથા દુર્ગંધયુક્ત શ્વાસોચ્છવાસ, મળ, મૂત્ર, રસી આદિથી પરિપૂર્ણ છે. મળ, મૂત્ર, કફ, નાકનો મેલ, વમન, પિત્ત, શુક, લોહીનો ભંડાર છે અને અધુવ, અનિત્ય, અશાશ્વત છે. સદન, પsણ, વિધ્વંસણ ગુણોથી યુક્ત છે. તેમજ પહેલા કે પછી અવશ્ય જ નષ્ટ થનાર છે. હે દેવાનુપ્રિય! કોને ખબર છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે ? તેથી હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા લઈને અત્ અરિષ્ટનેમિ ભગવંતની પાસે ખંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારપછી જ્યારે કૃષ્ણ વાસુદેવ અને માતાપિતા ગજસુકુમાલને વિષયને અનુકૂળ અને પ્રતિકૂળ એવી ઘણી જ આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વાણી દ્વારા સમજાવવા, મનાવવા, સંબોધન કરવા અને વિનવવામાં સફળ ન થયા ત્યારે ઇચ્છા ન હોવા છતાં લાચારીથી આ પ્રમાણે કહ્યું હે પુત્ર! અમે એક દિવસને માટે તારી રાજ્યલક્ષ્મી જોવાને ઇચ્છીએ છીએ. ત્યારે ગજસુકુમાલકુમાર કૃષ્ણ વાસુદેવ અને માતાપિતાની આ વાત સાંભળીને મૌન રહ્યો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે જલ્દીથી ગજસુકુમાલના રાજ્યાભિષેકને માટે મહાર્થ, મહાઈ, મહાર્ણ વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી લઈને આવો. ત્યારે તે કૌટુંબિક પુરુષ ગજસુકુમાલકુમારના રાજ્યાભિષેકને માટે મહાઈ, મહાઈ, મહાર્થ સામગ્રી લાવીને ઉપસ્થિત કરે છે. - ત્યારપછી કૃષ્ણ વાસુદેવ મહાન રાજ્યાભિષેક દ્વારા ભરતચક્રીના અભિષેક અનુસાર ગજસુકુમાલકુમારનો રાજ્યાભિષેક કરે છે, અભિષેક કરીને બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરી આ પ્રમાણે કહ્યું હે આનંદકર ! તમારો જય થાઓ, જય થાઓ. હે ભદ્ર! તમારો જય થાઓ, જય થાઓ. હે નંદ–કલ્યાણકર ! તમારો જય-જય થાઓ. ન જીતેલાને જીતો. જીતેલાનું પાલન કરો, જીતેલાની મધ્યે વસો. દેવામાં ઇન્દ્ર સમાન, અસુરોમાં ચમર સમાન, નાગોમાં ધરણેન્દ્ર સમાન, તારામંડલમાં ચંદ્ર સમાન, મનુષ્યોમાં ભરત ચક્રવર્તી સમાન દ્વારિકા નગરી અને અનેક બીજા ગ્રામ, આકર, નગર, ખેડ, કર્બટ, દ્રોણ મુખ, મલંબ, પતન, આશ્રમ, નિગમ, સંબાહ, સંનિવેશ આદિનું આધિપત્ય, પૌરોપત્ય, સ્વામિત્વ, ભતૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞા ઐશ્વર્યત્વ સેનાપતિત્વ, કરતા, પાલન કરતા, જોર જોરથી વગાડાતો (વાદ્ય) નૃત્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ધનમૃદંગ, ઢોલ, નગારા આદિના ઘોષપૂર્વક વિપુલ ભોગોપભોગનો ભોગ કરતા વિચરણ કરો. આ પ્રમાણે કહીને જય-જયકાર કર્યો. ત્યારપછી ગજસુકુમાલ રાજા થઈ ગયા – યાવત્ – રાજ્ય શાસન કરતા વિચારવા લાગ્યા. ત્યારબાદ કૃષ્ણ વાસુદેવ અને માતાપિતાએ ગજસુકુમાલ રાજાને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર! બોલો તમને શું આપીએ ? તમારા ઇષ્ટ–પ્રિયજનોને શું આપીએ ? તમારી હાર્દિક ઇચ્છા શું છે? Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ આગમ કથાનુયોગ-૩ ૦ ગજસુકુમાલની પ્રવજ્યા : ત્યારે ગજસુકુમાલ રાજાએ કૃષ્ણ વાસુદેવ અને માતાપિતાને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! કુત્રિકાપણથી રજોહરણ અને પાત્ર લાવો તથા વાણંદને બોલાવો. (અંતગડદસા-) મહાબલ સમાન દીક્ષાને માટે અભિનિષ્ક્રમણ કર્યું. (આવશ્યક ચૂર્ણિ-) ભગવંતની સમાન અભિનિષ્ક્રમણ કર્યું. માત્ર ઇન્દ્ર આદિ દેવો સાથે ન હતા – વાવ – કૃષ્ણ ગજસુકુમાલને આગળ કરીને જ્યાં અત્ અરિષ્ટનેમિ હતા ત્યાં આવ્યા. આવીને – થાવત્ – નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, એ પ્રમાણે ખરેખર, હે ભદંત ! ગજસુકુમાલ અમારા એક માત્ર પુત્ર છે, ઇષ્ટ છે – યાવત્ – દર્શનનું તો પૂછવું જ શું ? તે ઉત્પલ કે પદ્મ કે – યાવત્ – સહસ્ત્રપત્ર કમળ જેમ કાદવમાં જન્મ, જળથી વૃદ્ધિ પામે તો પણ કાદવની રજ કે જળબિંદુથી પાતા નથી. તેમ ગજસુકુમાલ કામમાં જમ્યા, ભોગમાં વૃદ્ધિ પામ્યા તો પણ તેઓ કામરજ કે ભોગરજથી જરા પણ લેપાયા થી. મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી કે પરિજનથી પણ જરાયે ઉપલિપ્ત થયા નથી. હવે તે સંસારભયથી ઉદ્વેગ પામ્યા છે. જન્મ મરણથી ભય પામ્યા છે અને હવે આપ સ્વામીની સમીપે પ્રવ્રજિત થવા ઇચ્છે છે. હે સ્વામી! અમે આપને શિષ્યભિક્ષા આપીએ છીએ. હે સ્વામી ! અમારી શિષ્યભિલાને આપ સ્વીકારો. હે દેવાનુપ્રિય ! આપને સુખ ઉપજે તેમ કરો. ત્યારે તે ગજસુકુમાલ ભગવંતની ઇશાન દિશામાં ગયા. સ્વયમેવ આભરણાદિને ઉતાર્યા. જે દેવકીએ ગ્રહણ કર્યા – યાવત્ – તેણે પંચમુષ્ટિક લોચ કર્યો. ભગવંતને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી – યાવત્ - નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું, હે ભગવંત! આ લોક જન્મ, જરા, મરણ વડે આલિત છે, પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિ ઘર બળતું હોય ત્યારે તેના ભાંડોપકરણ હોય તેમાં મૂલ્યવાનું અને સારભૂત વસ્તુ ગ્રહણ કરીને તે એકાંતમાં ચાલ્યા જાય છે. ત્યારે એમ વિચારે છે કે, આ દ્રવ્ય અને પછી ભવિષ્યમાં હિતને માટે, સુખને માટે, કલ્યાણને માટે, નિઃશ્રેયસને માટે, ભાવિનિધિરૂપ થશે. એ પ્રમાણે મારો પણ આત્મા એક જ ભાંડરૂપ, ઇષ્ટ, કાંત, મનોજ્ઞ, મહાર્ધ – યાવત્ – રત્નના કરંડક સમાન છે. તેથી શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, ચોર કે વ્યાલ – યાવતું – પરિષડ–ઉપસર્ગ તેને સ્પર્શે નહીં તે માટે મારા આત્માનો વિસ્તાર મારા હિતને માટે – યાવત્ – સંસારનું છેદન કરનાર થશે. હું ઇચ્છું છું કે, હે ભગવંત ! આપ સ્વયમેવ મને પ્રવૃતિ કરો, મુંડિત કરો, શીખડાવો, શિક્ષિત કરો, આપ સ્વયમેવ જ આચાર, ગોચર, વિનય, વૈનયિક, ચરણ, કરણ આદિ ધર્મ કહો. ભગવંતે પણ તે પ્રમાણે કર્યું – યાવતુ - ધર્મી કહ્યો. હે દેવાનુપ્રિય! આ પ્રમાણે જવું, આ રીતે રહેવું, આ રીતે બેસવું, ઉભું રહેવું, ખાવું, બોલવું આ પ્રમાણે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વનું સંયમપૂર્વક રક્ષણ કરવું. ત્યારે ગજસુકમાલ કુમારે અર્પતુ અરિષ્ટનેમિ પાસેથી આ અને આવા પ્રકારનો ધર્મોપદેશ સમ્યક્ પ્રકારે ગ્રહણ કર્યો. ભગવંતની આજ્ઞાનુરૂપ ગમન કરતા, ઊભા રહેતા, બેસતા, ઉઠતા, આહાર કરતા, બોલતા અને અપ્રમત્ત થઈને સાવધાનીપૂર્વક પ્રાણો, ભૂતો, Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૭૯ જીવો અને સત્ત્વોની યતના કરવાને માટે સંયમ સાધના કરવા લાગ્યા. ત્યારપછી ગજસુકુમાલ અણગાર થઈ ગયા. ઇર્યાસમિતિ આદિથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. ત્યારપછી તે ગજસુકુમાલ જે દિવસે પ્રવ્રજિત થયા, તે જ દિવસે ચોથા પ્રહરે જ્યાં અત્ અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને અહંતુ અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના-નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા- હે ભદંત ! આપની આજ્ઞા લઈને મહાકાલ શ્મશાનમાં એકરાત્રિની મહપ્રતિમા ધારણ કરીને વિચરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે ગજસુકુમાલ અણગાર હર્ષિત થયા, અહંતુ અરિષ્ટનેમિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને પછી અર્પતુ અરિષ્ટનેમિને વંદના–નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને અર્પતું અરિષ્ટનેમિની પાસેથી નીકળ્યા. સહસ્ત્રાપ્રવનથી નીકળ્યા. નીકળીને જ્યાં મહાકાલ શ્મશાન હતું ત્યાં આવ્યા. આવીને પ્રાસુક ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કર્યા બાદ ઉચ્ચાર– પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને કાયાને કંઈક નમાવીને, ભુજાઓને લાંબી લટકાવીને અને બંને પગ કંઈક સંકોચીને અપલક નેત્રોથી શુષ્ક પુદ્ગલ પર દૃષ્ટિ કેન્દ્રિત કરીને એકરાત્રિકી મહાપ્રતિમાને સ્વીકારીને ધ્યાનમગ્ન થઈ ગયા. ૦ સોમિલ કૃત ઉપસર્ગ - એ સમયગાળામાં સોમિલ બ્રાહ્મણ સમિધા આદિ વસ્તુ લાવવાને માટે વારિકા નગરીની બહાર ગયેલો હતો. તેણે સમિધા, દર્ભ, કુશ અને પાંદડાને લીધા, લઈને ત્યાંથી પાછો આવ્યો, ત્યારે નિર્જન અર્થાત્ મનુષ્યોના આવાગમનથી રહિત સંધ્યાકાળે મહાકાળ રમશાનની નજીકથી પસાર થતા–થતા તેણે ગજસુકુમાલ અણગારને જોયા, જોઈને તેના હૃદયમાં વૈરભાવના જાગૃત થઈ અને વૈરભાવના કારણે ક્રોધિત, રુષ્ટ, કુપિત અને ચંડરૂપ થઈને દાંતોને કચકચાવતા આ પ્રમાણે બોલ્યા અરે ! આ તો તે જ આપ્રાર્થિત–પ્રાર્થિત, અકાલમરણનો ઇછુક, દુરંત પ્રાંત લક્ષણ, ભાગ્યહીન, ચઉદ્દસિયો, શ્રી હી, ધૃતિ, કીર્તિવિહીન ગજસુકમાલ કુમાર છે. જે મારી પુત્રી અને સોમશ્રી બ્રાહ્મણીની આત્મા નિર્દોષ અને નવયૌવના સોમાલિકાને છોડીને મુંડિત – યાવત્ – પ્રવ્રજિત થઈ ગયો છે. તેથી મારા માટે એ ઉચિત છે કે હું ગજસુકમાલ કુમારથી વૈરનો બદલો લઉં. - એ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને ચારે દિશાની પ્રતિલેખના કરી (ચારે દિશાનું નિરીક્ષણ કર્યું, જોઈને ભીની માટી લીધી. લઈને જ્યાં ગજસુકુમાલ અણગાર હતા, ત્યાં આવ્યો, આવીને ગજસુકુમાલકુમારના મસ્તક પર માટીની પાળ બાંધી, બાંધીને સળગતી ચિતામાંથી, ફૂલેલા પલાશના પુષ્પ જેવા લાલ-લાલ બૈરના લાકડાના અંગારાને કોઈ ફુટેલ માટીના વાસણના ટુકડામાં ભર્યા. ભરીને ગજસુકમાલકુમાર અણગારના મસ્તકમાં ભરી દીધા. ત્યારપછી મને કોઈ જોઈ ન જાય એવા ડરથી ભયભીત, ગ્રસિત, ઉદ્વિગ્ન થયેલો તે સોમિલ ત્યાંથી જલ્દીથી ચાલી નીકળ્યો અને જે દિશામાંથી આવ્યો Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આગમ કથાનુયોગ-૩ હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ ગજસુકુમાલનો મોક્ષ : ત્યારપછી તે ગજસુકુમાલ અણગારના શરીરમાં અત્યંત દારુણ દુખદાયક – થાવત્ – અસહ્ય મહાવેદના ઉત્પન્ન થઈ. ત્યારે તે ગજસુકુમાલ અણગાર સોમિલ બ્રાહ્મણ પરત્વે મનમાં લેશમાત્ર પણ દ્વેષભાવ રાખ્યા વિના તે જાજ્વલ્યમાન યાવત્ અસહ્ય મહાવેદનાને સહવા લાગ્યા. ત્યારપછી તે ગજસુકુમાલ અણગારે તે દુઃખરૂપ જાજ્વલ્યમાન – યાવત્ - અસહ્ય મહાવેદનાને સમભાવે સહન કરતા શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને તદાવરણીય કર્મનો ક્ષય થવાથી કર્મરજના વિનાશક નિવારક અપૂર્વકરણમાં પ્રવેશ કર્યો. જેનાથી તેને અનંત, અનુત્તર – યાવત્ – સર્વોત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. ત્યારપછી સિદ્ધ થયા – યાવત્ - સર્વ દુઃખથી મુક્ત થયા. તે સમયે ત્યાં નજીકમાં રહેલા દેવોએ “આમણે સમ્યક્ પ્રકારે આરાધના કરી છે.” એવો વિચાર કરી દિવ્ય સુગંધિત જળની વર્ષા કરી, પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરી. દિવ્ય વસ્ત્રોનો લેપ કર્યો. દિવ્ય ગીતો અને વાદ્યોના નિનાદથી આકાશ ગુંજવી દીધું. ૦ કૃષ્ણ વૃદ્ધને કરેલી સહાય : - ત્યારપછી રાત્રિ વીત્યા બાદ સૂર્યોદય – યથાવત્ – સહસ્રરશ્મિ દિનકર સૂર્યનો જાજ્વલ્યમાન તેજ સહિત ઉદિત થયો ત્યારે સ્નાન કરીને – યાવતું – આભૂષણો વડે અલંકૃત્ થઈને, શ્રેષ્ઠ હાથી પર બેસીને કોરંટપુષ્પોની માળાથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કરી તથા ઉત્તમ શ્વેત ચામરો વિંઝાતા હોવાની સાથે દ્વારિકા નગરીના મધ્યભાગથી નીકળી જ્યાં અહંતુ અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં જવાને માટે ઉદ્યત થયા. - ત્યારે દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચથી જતા હતા ત્યારે તે કૃષ્ણ વાસુદેવે બહાર માર્ગ પર ઇંટોના વિશાળ ઢગલામાંથી એક-એક ઇંટ ઉઠાવીને પોતાના ઘરમાં મૂકતા એવા એક જીર્ણ, વૃદ્ધાવસ્થાને કારણે જર્જર શરીરવાળા, દુઃખી, ભૂખ્યા, તરસ્યા, દુર્બળ, થાકેલા અને રોગી પુરુષને જોયો ત્યારપછી તે વૃદ્ધ પુરુષ પર અનુકંપા કરીને કૃષ્ણ વાસુદેવે હાથીની ઉપર બેઠાબેઠા એક ઇંટ લીધી અને લઈને બહાર માર્ગ પરથી ઉઠાવી ઘરની અંદર રાખી દીધી. ત્યારે કૃષ્ણ વાસુદેવ દ્વારા એક ઇંટને લઈને ઘરમાં રખાતી જોઈને સાથે નીકળેલા અનેક પુરુષોએ પણ એક–એક ઇંટ ઉઠાવીને તે ઇંટોના વિશાળ ઢગલાને બહાર માર્ગ પરથી ઘરની અંદર પહોંચાડી દીધો. ૦ કૃણને ગજસુકુમાલના મોક્ષગમનના સમાચાર : ત્યારપછી કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરીના મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં અત્ અરિષ્ટનેમિ બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા, પહોંચીને અત્ અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને પછી ગજસુકુમાલ અણગારને ન જોઈને પુનઃ અત્ અરિષ્ટનેમિને વંદન-નમસ્કાર કર્યા અને વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ હે ભગવન્ ! મારા સહોદર નાના ભાઈ ગજસુકુમાલ અણગાર કયાં છે ? હું તેને વંદન—નમસ્કાર કરવા ઇચ્છું છું. ત્યારે અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે પોતાનું કાર્ય સાધી લીધું છે. ત્યારે કૃષ્ણ વાસુદેવ અર્હત્ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્ ! ગજસુકુમાલ અણગારે પોતાનું કાર્ય કઈ રીતે સિદ્ધ કરેલ છે ? ત્યારે અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આમ કહ્યું– હે કૃષ્ણ ! કાલે દીક્ષા લીધા બાદ ગજસુકુમાલ અણગારે દિવસના ચોથા પ્રહરે મને વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને મહાકાલ શ્મશાનમાં એક રાત્રિકી મહાપ્રતિમા અંગીકાર કરવા ઇચ્છું છું – યાવત્ – એક રાત્રિકી મહાપ્રતિમા ધારણ કરીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે ગજસુકુમાલ અણગારને એક પુરુષે ધ્યાનસ્થ જોયા, જોઈને ક્રોધાભિભૂત થઈને ગજસુકુમાલ અણગારના મસ્તક પર માટીની પાળ બાંધી, પાળ બાંધીને, સળગતી એવી ચિતામાંથી ફૂટેલા માટીના વાસણમાં ફૂલેલા પલાશ પુષ્પોની સમાન લાલ ખૈરની લાકડીના અંગારા લીધા. લઈને ગજસુકુમાલ અણગારના મસ્તક પર નાંખ્યા, નાંખ્યા પછી ભયભીત થઈને, ઉદ્વિગ્નતાથી ભયાક્રાંત થઈ, ત્યાંથી જલ્દીથી ચાલ્યો ગયો. જઈને જે દિશામાંથી આવ્યો હતો, ત્યાંજ પાછો ગયો. ૨૦૧ મસ્તક પર અંગારા ભરેલ હોવાથી ગજસુકુમાલ અણગારના શરીરમાં ઘણી જ તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, ચંડ, અસહ્ય એવી દુઃખરૂપ વેદના થઈ. તો પણ ગજસુકુમાલ અણગારના મનમાં તે પુરુષ પરત્વે થોડો પણ દ્વેષભાવ ઉત્પન્ન થયો નહીં અને જાજ્વલ્યમાન, અતિ તીવ્ર ~ યાવત્ – અસહ્ય વેદનાને સહન કરી. ત્યારે તે ગજસુકુમાલ અણગારને તે જાજ્વલ્યમાન યાવત્ અસહ્ય મહાવેદનાને સહન કરતા-કરતા પણ શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો અને તદાવરણીય કર્મોના ક્ષય અને કર્મરજને વિનષ્ટ કરનારા અપૂર્વકરણરૂપ પરિણામોને કારણે અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, કૃત્સ્નસકલ પરિપૂર્ણ શ્રેષ્ઠ કેવલજ્ઞાન, કેવલદર્શન ઉત્પન્ન થયા. પછી તેઓ સિદ્ધ થયા. . - આ પ્રમાણે હે કૃષ્ણ ! ગજસુકુમાલ અણગારે ઇચ્છિત આત્માર્થ સિદ્ધ કર્યો. કૃષ્ણને ક્રોધ થવો – ઉપસર્ગકર્તાની જાણકારી મળવી : ત્યારપછી કૃષ્ણ વાસુદેવે અર્હત્ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછયું– હે ભગવન્ ! તે કોણ અપ્રાર્થિત પ્રાર્થિત (મૃત્યુને ઇચ્છનાર) દુરંત પ્રાંત લક્ષણવાળા, હીન પુણ્ય ચાતુર્દશિક, શ્રી–ઠ્ઠી, ધૃતિ, કીર્તિથી રહિત છે, જેણે મારા સહોદર લઘુભ્રાતા ગજસુકુમાલ અણગારને અકાળે જ મોતને ઘાટ ઉતારી દીધેલ છે ? ત્યારપછી અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ ! તમે તે પુરુષ પર ક્રોધ ન કરો. કેમકે તે પુરુષે ગજસુકુમાલ અણગારને સહાયતા કરી છે. હે ભગવન્ ! તે પુરુષે ગજસુકુમાલને સહાયતા આપી છે. એવું કેમ કહો છો? Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ત્યારે અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આમ કહ્યું— હે કૃષ્ણ તે આ પ્રમાણે છે – જેમ તમે મારા પાદ વંદન માટે જલ્દીથી આવી રહ્યા હતા ત્યારે દ્વારિકા નગરીમાં એક વૃદ્ધ, જરાથી જર્જરિત શરીરવાળા રોગી, ભૂખ્યા, તરસ્યા, દુર્બલ, લાંત પુરુષને વિશાળ ઇંટોના ઢગલામાંથી એકએક ઇંટ લઈને બહાર માર્ગ પરથી ઘરમાં મૂકતો જોયો. ત્યારે તમે તે પુરુષની અનુકંપાથી હાથી પર બેઠા બેઠા જ એક ઇંટ ઉપાડી અને બહારના માર્ગ પરથી તેના ઘરમાં રાખી હતી. તમને એક ઇંટ લઈને તેના ઘરમાં મૂકતા જોઈને સાથે રહેલા અનેક પુરુષોએ તે વિશાળ ઇંટોની રાશિ બહારના માર્ગ પરથી લઈ તેના ઘરમાં રાખી દીધી. હે કૃષ્ણ ! જે પ્રમાણે તમે તે પુરુષને સહાયતા કરી, તે જ પ્રમાણે હે કૃષ્ણ ! તે પુરુષ દ્વારા (સોમિલ દ્વારા) ગજસુકુમાલ અણગારને પણ અનેક ભવના સંચિત કરેલા કર્મોની ઉદીરણા કરાવીને સમસ્ત કર્મોની નિર્જરા કરવામાં સહાયતા આપવામાં આવેલી છે. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે અર્હત્ અરિષ્ટનેમિને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્ ! તે પુરુષને હું કઈ રીતે જાણી શકું ? ત્યારે અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે કૃષ્ણ ! દ્વારિકા નગરીમાં પ્રવેશ કરતા તમને જોઈને ઊભા—ઊભા જ આયુ તથા સ્થિતિ ક્ષય થવાથી જે (પુરુષ) ત્યાંજ હૃદય ફાટી પડવાથી મરણને પ્રાપ્ત થઈ જાય, ત્યારે તમે જાણી શકશો કે આ તે જ પુરુષ છે. જેણે ગજસુકુમાલ અણગારના પ્રાણ હરણ કર્યાં છે. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ અર્હત્ અરિષ્ટનેમિને વંદન—નમસ્કાર કર્યા, વંદન– નમસ્કાર કરીને જ્યાં આભિષેક્સ હસ્તિરત્ન હતો, ત્યાં આવ્યા. આવીને હાથી પર બેઠા. બેસીને જ્યાં દ્વારિકા નગરી હતી, જ્યાં પોતાનું ભવન હતું તે તરફ ચાલ્યા. ૦ સોમિલનું મૃત્યુ : અધ્યવસાય ત્યારપછી સહસ્રરશ્મિ દિનકર સૂર્યનો પોતાના જાજ્વલ્યમાન તેજની સાથે ઉદય થવાથી અને રાત્રિનો પ્રભાતરૂપ થયું ત્યારે તે સોમિલ બ્રાહ્મણના મનમાં આ આવા પ્રકારનો યાવત્ – વિચાર ઉત્પન્ન થયો કે, કૃષ્ણ વાસુદેવ અર્હત્ અરિષ્ટનેમિના પાદવંદનને માટે ગયા છે. મારું કાર્ય અરિહંત (પરમાત્મા) જાણે છે. વિશેષરૂપે જાણે છે. કોઈની પાસેથી સાંભળેલ પણ છે (હશે ?) અને તેમના દ્વારા કૃષ્ણ વાસુદેવને કહેવામાં પણ આવશે. કૃષ્ણ વાસુદેવ આ વૃત્તાંતને સાંભળીને ન જાણો મને કેવા કુમોતથી મારશે ? આવો વિચાર કરી ભયભીત, ત્રસિત અને ભયને કારણે ઉદ્વિગ્ન થઈને પોતાના ઘરેથી નીકળી પડ્યો. આગમ કથાનુયોગ–૩ - આ તરફ કૃષ્ણ વાસુદેવ પણ ભ્રાતૃશોકને કારણે રાજ્યમાર્ગ છોડીને દ્વારાવતી નગરીમાં ગલીથી (સામાન્ય માર્ગથી) પ્રવેશ કર્યો. જેને કારણે અકસ્માત જ તે બંને સામસામે આવી ગયા. - યાવત્ ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ અચાનક જ કૃષ્ણ વાસુદેવને જોઈને ભયભીત ભયાક્રાન્ત થઈને ઊભા ઊભા જ સ્થિતિ ક્ષય થવાથી તેનું હૃદય ભેદાઈ જતા મરણને પ્રાપ્ત થયો અને ધડામ કરતા સર્વાંગથી પડી ગયો. મૃત્યુ પામીને તે અપ્રતિષ્ઠાન - Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. - ત્યારપછી કૃષ્ણ વાસુદેવે સોમિલ બ્રાહ્મણને જોયો, જોઈને તેને ઓળખી લીધો. ત્યારે કૃષ્ણ વાસુદેવ ભયંકર ક્રોધિત થઈને – યાવત્ – આ પ્રમાણે બોલ્યા— અહો ! આ અપ્રાર્થિતનો પ્રાર્થિત – યાવત્ - શ્રી, ી, ધૃતિ, કીર્તિથી રહિત સોમિલ બ્રાહ્મણ છે, જેણે મારા સહોદર નાના ભાઈ ગજસુકુમાલ અણગારને અકાળે જ મૃત્યુને શરણે પહોંચાડી દીધેલ છે. આ પ્રમાણે કહીને સોમિલ બ્રાહ્મણના મૃતકને ચાંડાલો પાસે ઘસેડાવ્યું. ઘસેડાવીને તે ભૂમિને પાણી વડે ધોવડાવી, ધોવડાવ્યા બાદ જ્યાં પોતાનું ભવન હતું. ત્યાં પહોંચી, પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારપછી કૃષ્ણે સોમીલનું સર્વસ્વ હરણ કરી લીધું. પછી સમુદ્રવિજય આદિની પાસે જઈને બધો જ વૃત્તાંત જણાવ્યો. ત્યારે તે દશારકુલ પવનવેગથી ત્રાસિત કરાયેલા નાગભવન સદંશ વ્યાકુળ થઈ ગજસુકુમાલના શોકમાં ગર્ત થયું. એ પ્રમાણે કૃષ્ણે સંક્ષેપમાં ગજસુકુમાલનો ગર્ભપ્રવેશ, બાલ્યભાવ, યૌવન, પ્રતિમાગ્રહણ – યાવત્ – નિર્વાણ પર્યંતની સર્વે વાત જણાવી. જણાવીને મોટા મોટા અવાજથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા થાવત્ સમય વિતતા જતા ધીમે ધીમે શોકરહિત થયા. - આ રીતે પિતૃવનમાં સસરા દ્વારા ગજસુકુમાલ મહર્ષિને બાળી નાંખ્યા. તો પણ તે ધર્મથી ચલિત ન થયા. તે દુષ્કરકારકને વંદન કરું છું (આ કથા અંતગડદસામાં ચરિત્ર વર્ણન રૂપે છે અને આવશ્યક ચૂર્ણિમાં તથા બૃહત્કલ્પ ભાષ્ય આદિમાં ભયના અધ્યવસાયને આશ્રિને આ કથાનું નિરૂપણ કરાયેલ છે.) ૦ આગમ સંદર્ભ = આયા.મૂ. ૨૦૭ ની વૃ; મરણ. ૪૩૨, ૪૩૩; આવ.યૂ. ૧–પૃ. ૩૫૫ થી ૩૬૫, ૫૩૬; ૨૮૩ ઠમૂ ૩૯૨ની વૃ; હ.ભા. ૬૯૬; X X તે (ગજસુકુમાલના ઉપસર્ગ વિશે બીજી પણ એક વાત સંસ્તારક પયત્રામાં છે, તે દૃષ્ટાંત મુજબ તે કોઈ બીજા ગજસુકુમાલ હોવા જોઈએ તેમ જણાય છે. તે આ પ્રમાણે−) અંત ૧૩; વવભા. ૧૦૩૩ની રૃ. આવનિ ૭૨૪ની વૃ; ૦ ગજસુકુમાલ–૨ કથા : ગજસુકુમાલ નામે કોઈ શ્રેષ્ઠીપુત્ર હતા. તેના મસ્તકે આર્દ્ર ચર્મ બાંધી દીધું, તેના લીધે તેમને હજારો ખીલા શરીરમાં ખૂંચતા હોય તેવી વેદના થઈ, તે ભૂમિતલ પર પડી ગયા, તો પણ તેણે એ વેદના સમભાવે સહન કરીને સમાધિ મરણ સાધ્યું. (અહીં સંસ્તારક પયત્રાની વૃત્તિમાં વત્તવત્ એમ જણાવે છે અને તે પ્રમાણે તેનો ઉપસર્ગ આર્દ્રચર્મનો નહીં પણ અગ્નિ વડે બાળી નાંખ્યાનો થયો હોય કેમકે સંસ્તારક પયત્રાની ગાથા ૮૫માં ‘“કુરુદત્ત’’ કુમારના દૃષ્ટાંતમાં એવું જણાવેલ છે કે, માથામાં ભીની માટીની પાળ બાંધી, ચિતામાંથી અંગારા ભરી તેને અગ્નિ વડે બાળી નાંખ્યા – આ વૃત્તિ પ્રમાણે તે ગજસુકુમાલ–૧ની કથાનો સંક્ષેપ જણાય છે. તેથી મૂળ શ્લોક અને વૃત્તિમાં વિસંવાદિતા જણાય છે. સત્ય તો બહુશ્રુતો જ કહી શકે.) ૦ આગમ સંદર્ભ : Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ આગમ કથાનુયોગ-૩ સંથા ૮૫, ૮૭; મરણ. ૪૯3; ૦ સુમુખકુમાર કથા : તે કાળે, તે સમયે દ્વારિકા નામની નગરી હતી. ત્યાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા હતો – યાવતું – વિચરણ કરતો હતો. કોઈ દિવસે ભગવંત અરિષ્ટનેમિ તીર્થકર વિચરણ કરતા દ્વારિકા નગરીમાં પધાર્યા. ત્યાં બલદેવ નામે રાજા હતો. તેને ધારિણી નામે (પત્ની) રાણી હતી. ત્યારે ધારિણીદેવીએ એક વખત કોઈ દિવસે તેવા પ્રકારની શય્યામાં સૂતી હતી ત્યારે પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહના સ્વપ્નને જોઈને જાગી. ત્યારપછીનું પુત્રજન્મ આદિ વર્ણન ગૌતમકુમારની માફક જાણી લેવું. વિશેષ એટલું જ કે તેનું નામ સુમુખકુમાર રાખ્યું. તેનો ૫૦ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. પ્રીતિદાનમાં ૫૦૫૦ વસ્તુઓ મળી. તેણે દીક્ષા લીધી. ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. વશ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ (ગૌતમકુમાર પ્રમાણે) જાણવું – યાવત્ – શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૬; અંત ૧૦, ૧૪; ૦ દુર્મુખ (કુમાર) કથા : દ્વારાવતી (દ્વારિકા)ના એક રાજા બળદેવ અને રાણી ધારિણીના પુત્ર દુર્મુખકુમાર હતું. તેઓ એક વખત કૃષ્ણ વાસુદેવ સાથે દ્રૌપદીને છોડાવવા અપરકંકા નગરી ગયેલા. તેમણે ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. શત્રુંજય તીર્થે તેઓ મોલે પધાર્યા. તેમની કથા સુમુખકુમાર પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૪; અંત. ૧૦, ૧૪; ૦ ફૂપદારક (કુમાર) કથા : દ્વારાવતીના એક રાજા બળદેવ અને રાણી ધારિણીના પુત્ર કૂપદારક કુમાર હતા. તેને કૂપક પણ કહે છે. ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. તેમની સર્વકથા સુમુખકુમાર પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :અંત. ૧૦, ૧૪; – ૮ – ૮ – ૦ દારુક (કુમાર) કથા - હારાવતીના એક રાજા વસુદેવ અને રાણી ધારિણીના એક પુત્ર દારુકકુમાર હતા. ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. તેઓ શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. સર્વકથા Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ સુમુખકુમાર પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ : ઠા.મૂ. ૮૭૦ની ; . X ૦ અનાદૃષ્ટિ (કુમાર) કથા :– દ્વારાવતીના એક રાજા વસુદેવ અને રાણી ધારિણીના એક પુત્ર અનાસૃષ્ટિ કુમાર હતા. ભગવંત અરિષ્ટનેમિ પાસે તેમણે દીક્ષા લીધી. તેઓ શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. તેમની સર્વકથા સુમુખકુમાર પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :અંત. ૧૦, ૧૪; ― X -- * — જાલિકુમાર કથા : તે કાળે, તે સમયે દ્વારિકા (દ્વારાવતી) નામની નગરી હતી. ત્યાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતો હતો થાવત્ – આધિપત્ય કરતો યાવત્ – પાલન કરતો વિચરણ કરતો હતો. — તે જ દ્વારિકા નગરીમાં વસુદેવ નામનો રાજા હતો. તેમની (પત્ની) રાણીનું નામ ધારિણી હતું. જાલિકુમારનું વર્ણન ગૌતમકુમાર પ્રમાણે જાણવું. વિશેષ એ કે જાલિકુમારે યુવાવસ્થા પ્રાપ્ત કરીને ૫૦ કન્યાઓ સાથે વિવાહ કર્યા તથા ૫૦-૫૦ વસ્તુઓ પ્રીતિદાનમાં મળી. ૨૮૫ જાલિમુનિએ બાર અંગોનું અધ્યયન કર્યું. ૧૬ વર્ષ દીક્ષા પર્યાયનું પાલન કર્યું. શેષ વર્ણન ગૌતમકુમાર સમાન જાણવું. – યાવત્ – શત્રુંજય પર્વત સિદ્ધ થયા. ૦ આગમ સંદર્ભ : અંત. ૧૬, ૧૭; XX---- X અંત. ૧૦, ૧૪; ૦ મયાલિ આદિકુમાર કથા :– જાલિકુમારની કથાની માફક જ (૧) મયાલિ, (૨) ઉવયાલિ, (૩) પુરુષસેન અને (૪) વારિષણ એ ચારે કુમારોની કથા જાણવી. ૦ આગમ સંદર્ભ : અંત. ૧૬, ૧૭; X ૦ પ્રદ્યુમ્નકુમાર કથા :— કૃષ્ણ વાસુદેવની અનેક રાણીઓમાં એક રુકિમણી નામે રાણી હતી. તેણીને અતિમુક્ત કુમાર મુનિએ કહેવું કે તારે કૃષ્ણ જેવો એક પુત્ર થશે. કોઈ વખતે રુકિમણી રાણીને સ્વપ્ન આવ્યું કે, પોતે એક શ્વેત વૃષભ પર રહેલ વિમાનમાં બેઠી છે. તે જોઈને Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આગમ કથાનુયોગ–૩ તેણી જાગૃત થઈ, તે વખતે એક મહર્ષિક દેવ મહાશુક્ર દેવલોકથી ચ્યવીને રુકિમણીના ઉદરમાં અવતર્યો. પ્રાતઃકાળે ઉઠી રુકિમણીએ તે સ્વપ્નની વાત કૃષ્ણ વાસુદેવને કરી ત્યારે કૃષ્ણે કહ્યું કે, તમારે વિશ્વમાં અદ્વિતીય વીર એવો પુત્ર થશે. ત્યારપછી પૂર્ણ સમયે રુકિમણીદેવીએ સુવર્ણ જેવી કાંતિવાળા એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્રની કાંતિથી સર્વ દિશાઓ ઉદ્યોતવાળી થઈ જોઈને તેનું પ્રદ્યુમ્ન નામ પાડ્યું. આ બાળકને ધૂમકેતુદેવ છળકપટથી ઉપાડી ગયો, પણ બાળક ચરમદેહી હોવાથી મૂકી દીધો. પછી કાળસંવર નામના વિદ્યાધરે તેને ઉછેર્યો. સોળ વર્ષ બાદ રુકિમણીનું પુત્ર સાથે મિલન થયું. કાળક્રમે કૃષ્ણ વાસુદેવના સાડા ત્રણ યાદવકુમારોમાંનો મુખ્ય કુમાર થયો. તેણે કાળ સંવર વિદ્યાધર પાસે ઘણી કળાનું જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. કાળસંવરની પત્ની કનકમાળા પાસેથી તેને ગૌરી અને પ્રાપ્તિ નામની બે વિદ્યાઓ પ્રાપ્ત થયેલી. વિદ્યાના બળથી તેણે ઘણાં ચમત્કારો કરેલા હતા. પ્રદ્યુમ્નકુમારના વિવાહ રુકિમણી રાણીના ભાઈ રુકિમની પુત્રી વૈદર્ભી સાથે થયેલા. તેનાથી તેમને અનિરુદ્ધ નામે એક પુત્ર પણ થયો હતો. તે સિવાય પણ પ્રદ્યુમ્નને બીજી ઘણી પત્નીઓ હતી. કાળક્રમે પ્રદ્યુમ્નકુમારે ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને તેમણે બાર અંગોનું અધ્યયન કર્યું. ૧૬ વર્ષનો તેણે દીક્ષા પર્યાય પાળેલો, છેલ્લે એક માસની સંલેખના કરી હતી અને શત્રુંજય તીર્થે તેઓ અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા. તેમની શેષકથા જાલિકુમાર સમાન જાણવી. (જુઓ જાલિકુમાર કથા) (નોંધ :- વર્તમાનકાળે આગમોમાં પ્રદ્યુમ્નકુમારનું કથાનક ઘણું જ અલ્પ પ્રાપ્ત થાય છે. પણ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચઉપ્પત્ર મહાપુરુષ ચરિત્ર આદિ ગ્રંથો તથા સ્વતંત્ર કથાનકમાં પ્રદ્યુમ્નકુમાર ચરિત્ર વિસ્તારથી પ્રાપ્ત થાય છે.) ૦ આગમ સંદર્ભ :ઠા.મૂ. ૭૩૮ની વૃ પણ્ડા. ૧૯; નાયા. ૧૬૯, ૧૭૪; વÈિ. ૨; X X ૦ શાંબકુમાર કથા : વાસુદેવ કૃષ્ણને અનેક રાણીઓમાં એક જાંબવતી નામે રાણી હતી. કોઈ વખતે કૃષ્ણ હરિêગમેષી દેવની આરાધના કરી ત્યારે તે દેવે તેમને એક હાર ભેટ આપ્યો. એ હાર કૃષ્ણે જાંબવતીને ભેટ આપ્યો અને તેની સાથે ભોગ ભોગવ્યા. તે રાત્રિએ જાંબવતીએ સ્વપ્નમાં એક સિંહ જોયો, સિંહ જોઈને જાગી. તે વખતે મહાશુક્ર દેવલોકથી ચ્યવીને એક જીવ તેણીના ઉદરમાં આવ્યો. જ્યારે તેણીએ કૃષ્ણને પોતાના સ્વપ્નની વાત કરી ત્યારે કૃષ્ણ વાસુદેવે તેણીને કહ્યું કે, તને પ્રદ્યુમ્ન જેવો પુત્ર થશે. પૂર્ણ સમયે જાંબવતીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું શાંબકુમાર નામ રાખવામાં આવ્યું. તે ઘણો બુદ્ધિવંત હોવાથી અલ્પકાળમાં તેણે બધી જ કળાઓ શીખી લીધી અને અંત. ૧૬, ૧૭; આવ.ચૂ.૧પૃ. ૩૫૫; Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૮૭ અતુલ્ય પરાક્રમી થયો. કોઈ વખતે શાંબના તોફાનોની ઘણી ફરિયાદ કૃષ્ણ પાસે આવી. ત્યારે કૃષ્ણ જાંબવતીને વાત કરી. જાંબવતી તે વાત સ્વીકારવા તૈયાર ન થઈ, ત્યારે કૃષ્ણ કહ્યું કે, જો હું તને તારા પુત્રની ચેષ્ટા બતાવું. પછી કૃષ્ણ આહિરનું રૂપ ધારણ કર્યું, જાંબવતીને આહિરીનું રૂપ ધારણ કરાવ્યું. બંને છાશ વેચવા માટે વારિકામાં પ્રવેશ્યા. ત્યારે સ્વેચ્છાચારી એવા શાંબે તેમને જોયા. શાંબે તેણીને બોલાવીને કહ્યું, એ બાઈ અહીં આવ મારે તારું ગોરસ લેવું છે તે સાંભળી આહિરીની શાબની પાછળ ગઈ. ત્યારે શાંબ એક દેવાલયમાં પ્રવેશ્યો અને આહિરીને અંદર આવવા કહ્યું, આહિરી બોલી હું અંદર નહીં આવું, મને અહીં જ મૂલ્ય આપો. ત્યારે શાંબે તેણીને હાથ પકડીને ખેંચવા માંડી. ત્યારે આહિર તેને મારવા દોડ્યો અને પછી કૃષ્ણ અને જાંબવતીએ પોતાને પ્રગટ કર્યા. માતાપિતાને જોઈને શાંબકુમાર મુખ છુપાવીને નાસી ગયો. ત્યારે કૃષ્ણ જાંબવતીને શાબની દુશેખા બતાવી. તેની નિર્લજ્જતા અને દુશેખા જાણી કૃષ્ણ તેને નગરીની બહાર કાઢી મૂક્યો. - શાંબ નગરીની બહાર જતો હતો ત્યારે પ્રદ્યુમ્નકુમારે પોતાના બંધુ એવા શબને સ્નેહપૂર્વક પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી. પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળે કપટ કરી શાંબ સત્યભામા રાણી સાથે પાછો નગરમાં આવ્યો. કપટ દ્વારા જ તેણે નવાણું કન્યાઓ સાથે વિવાહ કર્યા. પછી જાંબવતીએ મોટો ઉત્સવ કર્યો. કાળક્રમે શાંબકુમાર કૃષ્ણ વાસુદેવના ૬૦,૦૦૦ દુર્દીત યોદ્ધાઓમાં મુખ્ય યોદ્ધો થયો. કૃષ્ણ વાસુદેવનાં ઘણાં યુદ્ધ આદિ કાર્યોમાં તે સાથે રહ્યો. તેણે બલરામના પુત્ર નિષધના પુત્ર સાગરચંદ્રને કમલામેલા સાથે મેળાપ કરાવી પ્રજ્ઞપ્તિવિદ્યાના બળે તેઓના લગ્ન કરાવી આપેલા. શાંબકુમારની પત્નીઓમાં મૂલશ્રી અને મૂલદત્તાનો વિશિષ્ટરૂપે ઉલ્લેખ આવે છે. કોઈ વખત અહંત અરિષ્ટનેમિ ભગવંત વિહાર કરી રૈવતગિરિ પધાર્યા. તે વૃત્તાંત જાણી કૃષ્ણ વાસુદેવ શાંબ પાલક આદિ પુત્રોને કહ્યું કે, જે સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ ભગવંતના વંદન કરશે. તેને હું મારો ઉત્તમ અશ્વ ભેટ આપીશ. આ કથન સાંભળી શાંબકુમાર પ્રાતઃકાળે શય્યામાંથી ઉઠી ઘરમાં જ રહીને ભાવથી ભગવંતને વંદના કરી. તે વખતે પાલકે મોડી રાત્રિએ વહેલા ઉઠીને મહાનું અશ્વ પર બેસી ઉતાવળા ગિરનાર પર જઈ અને હૃદયના આક્રોશપૂર્વક ફક્ત અશ્વરત્ન મેળવવાની ઇચ્છાથી વંદના કરી. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ભગવંતને જઈને પૂછ્યું કે, હે ભગવંત! આપને પ્રથમ વંદના કોણે કરી ? ત્યારે અત્ અરિષ્ટનેમિએ જવાબ આપ્યો કે, દ્રવ્યથી પાલકે અને ભાવપૂર્વક શાંબે પ્રથમ વંદના કરી, ત્યારે કૃષ્ણ પૂછયું કે, હે સ્વામી ! આપ આમ કઈ રીતે કહો છો ? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે, પાલક અભવ્ય છે અને જાંબવતી પુત્ર શાંબ ભવ્ય છે. તે સાંભળી કૃષ્ણ વાસુદેવે તેનો ઉત્તમ અશ્વ શાંબકુમારને ભેટ આપ્યો. (આ પ્રસંગ દ્રવ્ય અને ભાવ વંદનાના તથા બહુમાનના દષ્ટાંતમાં આવે છે.) અર્હત્ અરિષ્ટનેમિએ દ્વારિકાના વિનાશ માટે કૃષ્ણ વાસુદેવે પૂછતા કહેલું કે, શાંબા Page #289 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ વગેરે કુમારો મદિરાના નિમિત્તે અંધવત્ બની દ્વૈપાયન ઋષિને મારશે અને કૈપાયન ઋષિ યાદવો સહિત દ્વારિકાને બાળી નાંખશે. ત્યારે મદિરાના કારણે અનર્થ થશે એમ ધારીને મદિરાપાનનો સર્વથા નિષેધ કર્યો. બધી જ મદિરા નજીકમાં આવેલા કદંબ વનમાં કાદંબરી ગુફાના અનેક શિલાકુંડોમાં ઠલવાવી દીધી. પણ વિવિધ વૃક્ષોના સુગંધી પુષ્પોથી તે મદિરા ઘણી જ સ્વાદિષ્ટ બની ગઈ. ૨૮૮ કોઈ વખતે શાંબકુમારના સેવકે ફરતા-ફરતા ત્યાં આવી તૃષા લાગવાથી એ કુંડમાંથી મદિરા પીધી. તેના સ્વાદથી હર્ષ પામી મદિરાની મસક ભરીને લાવી, શાંબકુમારને ભેટ આપી. તેના સ્વાદથી આનંદિત ચિત્ત થયેલા શાંબકુમારે તે મદિરાનું પૂર્ણ તૃપ્તિ થઈ તેટલું પાન કર્યું. બીજે દિવસે શાંબકુમાર અનેક દુર્દંતકુમારોની સાથે ત્યાં ગયો. તેઓએ આકંઠ મદિરા પાન કર્યું. મદિરા પાનથી અંધ બનેલા તેમણે જ્યારે વૈપાયન ઋષિને જોયા ત્યારે તેઓ ક્રોધિત થઈ ગયા. આ તાપસ અમારા કુળનો અને અમારી નગરીનો નાશ કરનાર છે એમ કહીને તેને મારી નાંખવા શાંબકુમારે જણાવ્યું. શાંબકુમારના વચનથી કોપાયમાન થયેલા સર્વે યાદવકુમારોએ મુષ્ટિપ્રહાર, પત્થર આદિથી મારવા લાગ્યા. એ પ્રમાણે તે તાપસને પૃથ્વી પર પાડી દઈ મૃતઃપ્રાય કરીને તેઓ દ્વારિકામાં આવી ગયા. પછી દ્વૈપાયન ઋષિએ દ્વારિકા વિનાશનું નિયાણું કર્યું... યાવત્... દ્વારિકા વિનાશ કર્યો. (આ વૃત્તાંત કૃષ્ણ વાસુદેવ તથા કૈપાયન અન્યતીર્થિકના કથાનકમાં આપેલ છે.) આ રીતે શાંબકુમાર દ્વારિકા અને યાદવકુળના વિનાશનું કારણ બન્યો. જ્યારે અર્હત્ અરિષ્ટનેમિ રૈવતગિરિ પર સમોસર્યા, ત્યારે પ્રદ્યુમ્ન, શાંબ આદિ સર્વે તેમના વંદનાર્થે ગયા. ધર્મશ્રવણ કરી ઘણાં જીવોએ દીક્ષા લીધી. તે વખત શાંબકુમારે પણ દીક્ષા લીધી – યાવત્ જાલિકુમાર કથામાં કહેવાયા મુજબ જ શત્રુંજયગિરિ પર મોક્ષે પધાર્યા. શેષ સર્વ વૃત્તાંત યાવત્ શાંબકુમાર પણ જાલિકુમાર મુજબ જાણો. ૦ આગમ સંદર્ભ : - આયા.ચૂપ ૧૧૨; વÈિ. ૨; આનિ. ૧૩૪; .. - નાયા. ૬૩, ૧૬૯; નિસી.ભા. ૧૩ ની ચૂ આવ.યૂ. ૧-૫ ૧૧૩, ૩૫૬; - * - * - (નોંધ :– પ્રદ્યુમ્નકુમારની જેમ શાંબકુમારની કથા પણ વિસ્તારથી ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચઉપ્પન્ન મહાપુરુષ ચરિયું, કથાનક ગ્રંથોમાં મળે છે. અમારું કાર્યક્ષેત્ર આગમ હોવાથી અમે નિશીથ, બૃહત્કલ્પ, આવશ્યક આદિના આધારે ઉપરોક્ત કથા—અંશોનું સંકલન કરીને સળંગ કથારૂપે શાંબકુમાર કથા નોંધેલ છે.) X X અનિરુદ્ધ કથા : વાસુદેવ કૃષ્ણના એક પુત્ર પ્રદ્યુમ્નકુમાર હતા. તે પ્રદ્યુમ્નકુમાર અને તેની પત્ની વૈદર્ભીનો પુત્ર અનિરુદ્ધકુમાર હતો. તેણે ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. અંતે અંત. ૩, ૧૬, ૧૭, ૨૨; બુહ.ભા. ૧૭૨ + ; ૨૫ ૧૯; Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ શત્રુંજય પર્વત પર સંલેખના કરી મોક્ષે પધાર્યા. તેનું સમગ્ર કથાનક જાલિકુમારના કથાનક મુજબ જાણવું. ૦ આગમ સંદર્ભ * અંત. ૧૬, ૧૭; X સત્યનેમિ અને દૃઢનેમિ કથા :– રાજા સમુદ્રવિજય અને રાણી શીવાદેવીના પુત્રોમાંના બે પુત્રો સત્યનેમિ અને દૃઢનેમિ હતા. તેઓ ભગવંત અરિષ્ટનેમિ (તથા રથનેમિ)ના ભાઈઓ હતા. બંનેએ ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. અંતે શત્રુંજયગિરિ પર સંલેખના કરી મોક્ષે સિધાવ્યા. આ બંને કથાનક જાલિકુમાર મુજબ જ જાણવા. • આગમ સંદર્ભ : અંત. ૧૬, ૧૭; X -- | ૩/૧૯ * ૦ મકાઈ કથા : તે કાળ, તે સમયે રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ નામે ત્યાં ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો. તે નગરમાં મકાઈ નામનો ગાથાપતિ રહેતો હતો. જે અત્યંત સમૃદ્ધ યાવત્ અપરિભૂત હતો. તે કાળ, તે સમયે ધર્મના આદિ—કર શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ નામના ચૈત્યમાં પધાર્યા – યાવત્ – સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. પર્ષદા (દર્શનાર્થે તથા ધર્મોપદેશ શ્રવણાર્થે નીકળી). ત્યારે મકાઈ નામનો ગાથાપતિ પણ આ વાતને સાંભળીને ભગવતી સૂત્રમાં વર્ણિત ગંગદત્ત વર્ણન સમાન (જુઓ ગંગદત્ત શ્રમણની કથા) જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી સહસ્રપુરુષવાહિની શિબિકામાં બેસીને નીકળ્યો – યાવત્ – તે અણગાર થઈ ગયા યાવત્ – ઇર્યાસમિતિ આદિથી યુક્ત થઈ ગયા. ત્યારપછી મકાઈ અણગારે શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવીરોની પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. સ્કંદક સમાન ગુણરત્ન તપઃકર્મનું આરાધન કર્યું. ૧૬ વર્ષના દીક્ષા પર્યાયનું પાલન કર્યું અને અંતે સ્કંદકની સમાન વિપુલાચલ પર્વત પર સિદ્ધ થયા. (જુઓ સ્કંદક કથા) ૦ આગમ સંદર્ભ : અંત. ૨૪ થી ૨૬; = X ન ૨૦૯ - ઉત્ત.નિ. ૪૪૮, ૪૪૯ + ; ૦ કિંકમ કથા : રાજગૃહી નગરીનો એક ગાથાપતિ, ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. વિપુલ પર્વત મોક્ષે ગયા – કિંકમનું સર્વ કથાનક મકાઈ પ્રમાણે જાણવું. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આગમ કથાનુયોગ-૩ ૦ આગમ સંદર્ભ :અંત. ૨૪, ૨૬; ૦ અર્જુન માળી કથા : (અર્જુન માળી એ વ્યવહાર પ્રસિદ્ધ નામ છે. તેનો ઉલ્લેખ “અર્જુન”, “અર્જુનક", “અર્જુને માલાકાર”, “અર્જુનક-માલાકારક”, “અર્જુનમાલાર" ઇત્યાદિ નામથી થયેલ જોવા મળે છે.) ૦ રાજગૃહમાં મુગરપાણિ યશાયતન : તે કાળ, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો. ચેaણા રાણી હતી. તે રાજગૃહનગરમાં અર્જુન નામક માલાકાર રહેતો હતો. જે ધનાઢય – ચાવતું – કોઈથી પણ પરાભવને પ્રાપ્ત કરે તેવો ન હતો. તે અર્જુને માલાકારને બંધમતી નામની ભાર્યા હતી. જે સુકોમલ હાથ–પગ વાળી હતી. તે અર્જુન માલાકારને રાજગૃહ નગરીની બહાર એક વિશાળ પુષ્પોદ્યાન હતો. જે કૃષ્ણ વર્ણવાળો – યાવત્ – સઘન વૃક્ષોથી આચ્છાદિત હોવાને કારણે વાદળોની ઘનઘોર ઘટાઓથી ઘટાઓથી વ્યાપ્ત જેવો પ્રતીત થતો હતો. તે પંચરંગી પુષ્પોથી શોભાયમાન હોવાને કારણે દર્શનીય – યાવત્ – પ્રતિરૂપ હતો. તે પુષ્પોદ્યાનની નજીક અર્જુન માલાકારના દાદા, પરદાદા અને પિતાના દાદાની કુળ પરંપરાથી ચાલ્યુ આવતું મુદ્ગર પાણીયલનું વલાયતન હતું. જે પ્રાચીન, દિવ્યસત્ય (પ્રભાવવાળું) હતું. જેમ પૂર્ણભદ્ર ચૈત્ય હતું. (તેમ આ ચૈત્ય હતું) તેમાં ૧૦૦૦ પણ પરિમાણવાળા મોટા લોકમય મુદુગર લઈને રહેલ એક મુગરપાણિ (યક્ષ)ની પ્રતિમા સ્થાપિત હતી. ૦ અર્જુન દ્વારા યક્ષની ઉપાસના : ત્યારે તે અર્જુન માલાકાર બચપણથી મુદ્ગરપાણિ યક્ષનો ભક્ત થઈ ગયો હતો. તે રોજ વાંસની છાબડી ગ્રહણ કરતો, કરીને રાજગૃહ નગરની બહાર નીકળતો, નીકળીને જ્યાં પુષ્પોદ્યાન હતો, ત્યાં આવતો. આવીને પુષ્પો ચૂંટતો, ચૂંટીને અગ્રણી–શ્રેષ્ઠ પુષ્પોને લઈને જ્યાં મુગર પાણી યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવતો હતો. – આવીને તે રોજ મુગર પાણી યક્ષની મહામૂલ્યવાનું સર્વશ્રેષ્ઠ પુષ્પો વડે અર્ચના કરતો હતો, અર્ચના કરીને પંચાંગ નમન કરી પ્રણામ કરતો. ત્યારપછી રાજમાર્ગ પર આજીવિકા કરતો વિચરણ કરતો હતો. ૦ લલિતા ગોષ્ઠી દ્વારા અત્યાચાર : ત્યાં રાજગૃહ નગરમાં લલિતા નામની ગોષ્ઠિ–મંડળી હતી. જે ધનાઢ્ય – યાવતુ - કોઈથી પરાભવ પામનારી ન હતી. વળી તે મનમાન્યા કામ કરવામાં સ્વચ્છંદ હતી. ત્યારપછી કોઈ એક દિવસે રાજગૃહ નગરમાં પ્રમોદોત્સવની ઘોષણા થઈ. ત્યારે તે અર્જુન માલાકારે વિચાર્યું કે કાલે ઘણાં બધાં ફૂલોની માંગ રહેશે. આ Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૯૧ પ્રમાણે વિચારી પ્રાતઃકાળે સૂર્યોદય પૂર્વે બંધુમતી ભાર્યાને સાથે લઈને, વાંસનો કરંડીયો લીધો. લઈને પોતાના ઘરેથી નીકળ્યો. નીકળીને રાજગૃહ નગરીની વચ્ચોવચ્ચથી ચાલતો તે નીકળ્યો, નીકળીને જ્યાં પુષ્પોદ્યાન હતો, ત્યાં આવ્યો. આવીને બંધુમતી ભાર્યાની સાથે પુષ્પો ચુંટવા લાગ્યો. ત્યારે તે લલિતા ગોષ્ઠીના છ ગોષ્ઠિક પુરુષ જ્યાં મુદ્દગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવ્યા એ હાસ–પરિહાસ ક્રીડા આદિ કરવા લાગ્યા. ત્યારપછી બંધુમતી ભાર્યાની સાથે તે અર્જુન માલાકારે પુષ્પ ચંદ્યા, ટોકરા ભર્યા. ભરીને અગ્રણી શ્રેષ્ઠ પુષ્પ લઈને જ્યાં ભૂગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવ્યા. ત્યારે તે છ ગોષ્ઠિક પરષોએ બંધમતી ભાર્યાની સાથે યક્ષ પ્રતિમાને જોઈને પ્રણામ કરે છે. શ્રેષ્ઠ ઉત્તમ પુષ્પોથી અર્ચના કરી અને ઘૂંટણ અને પગેથી નમીને પ્રણામ કર્યા. ત્યારે તે છ ગૌષ્ઠિક પરષ જલ્દી-જલ્દી કમાડોની પાછળથી નીકળ્યા. નીકળીને અર્જુને માલાકારને પકડી લીધો. પકડીને અવકોટક બંધનથી બાંધ્યા. પછી બંધુમતી માલણની સાથે અનેક પ્રકારના ભોગોને ભોગવતા વિચરવા લાગ્યા. ૦ અર્જુનના શરીરમાં મુગરપાણિનો પ્રવેશ: તે સમયે, તે અર્જુન માળીના મનમાં આવો વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. બચપણથી હું મુગરપાણિ ભગવંત (યક્ષ)ની પ્રતિદિન – યાવત્ – પુષ્પાર્ચન કરું છું. ઘૂંટણ અને પગ વડે નમીને પ્રણામ કરું છું. ત્યારપછી રાજમાર્ગ પર આજીવિકા કરતો આવી રહ્યો છું. જો મુદ્ગરપાણિ યક્ષ અહીં હાજર હોત તો શું તે મને આવી આપત્તિમાં પડવા દેત? તેથી નિશ્ચયથી અહીં મુદ્રગરપાણિ યક્ષ નજીકમાં મોજુદ નથી. આ તો સ્પષ્ટ કેવળ કાષ્ઠ જ છે. (માત્ર પથરો છે.) ત્યારે તે મુદગરપાણિ યક્ષ અર્જનમાળીના આવા પ્રકારના મનોગત ભાવોને – થાવત્ – જાણીને અર્જુન માળીના શરીરમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને ત ત ધ્વનિની સાથે તેના બંધનોને કાપી નાંખ્યા. કાપીને હજાર પલ (ભારવાળા) લોઢાના મુદ્ગરને લીધો. લઈને છ એ પુરુષો અને સાતમી બંધુમતી સ્ત્રી એમ સાતેને મારી નાંખ્યા. ત્યારપછી તે અર્જુનમાળી મુદગરપાણિયલથી આવિષ્ટ થઈને રાજગૃહ નગરની આસપાસ ચારે તરફ પ્રતિદિન છ પુરુષો અને સાતમીસ્ત્રી એમ સાતને મારવા લાગ્યો. ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, રાજમાર્ગો અને સામાન્ય માર્ગો આદિ સ્થાનોમાં ઘણાં લોકો પરસ્પર એકબીજાને કહેતા યાવત્ પ્રરૂપણા કરતા હતા – હે દેવાનુપ્રિયો ! અર્જુનમાળી મુગરપાણિ ચક્ષથી આવિષ્ટ થઈને રાજગૃહ નગની બહાર છ પુરુષો અને સાતમી સ્ત્રીને મારતો વિચરી રહ્યો છે. ત્યારપછી શ્રેણિક રાજાએ આ વૃત્તાંત જાણીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! અર્જુન માળી – યાવત્ – સાત વ્યક્તિ મારતો ફરી રહ્યો છે. તેથી તમારામાંથી કોઈએ લાકડા લેવા, ઘાસ લેવા, પાણી લેવા અથવા ફળફૂલ આદિ લેવાને માટે એક વખત પણ બહાર જવું નહીં. અન્યથા શરીરનો નાશ થઈ જશે (મૃત્યુ થઈ જશે) આ પ્રમાણે કહીને બીજી વાર, ત્રીજી વાર પણ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ આગમ કથાનુયોગ-૩ ઘોષણા કરો. ઘોષણા કરીને જલ્દીથી મને તેની સૂચના આપો. ૦ ભગવંતના વંશનાર્થે સુદર્શનનું ગમન : તે રાજગૃહ નગરીમાં સુદર્શન નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે ધનધાન્ય સંપન્ન – યાવત્ - અપરાજિત હતો. તે સુદર્શન શ્રમણોપાસક પણ હતો. તે જીવાજીવનો જ્ઞાતા થઈને – યાવત્ – વિચરતો હતો. તે કાળ, તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વેિ વિચરણ કરતા કરતા ગ્રામાનુગ્રામ વિચરતા અને સુખપૂર્વક વિહાર કરતા જ્યાં રાજગૃહ નગરમાં ગુણશિલક ચૈત્ય હતું ત્યાં પધાર્યા, પધારીને યથારૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારે ઘણાં લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને સમજીને સુદર્શનના મનમાં આવો અધ્યવસાય, ચિંતન, પ્રાર્થિત, સંકલ્પ ઉત્પન્ન થયો. આ પ્રકારે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – વિચરણ કરી રહ્યા છે. તેથી હું શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરવાને માટે જઉં. આ પ્રકારે વિચાર કરીને જ્યાં માતાપિતા હતા, ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું – હે માતાપિતા ! શ્રમણ ભગવંત મહાવીર – યાવતુ – વિચરણ કરી રહ્યા છે. તેથી હું જાઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરું, નમસ્કાર કરું, સત્કાર કરું, સન્માન કરું અને કલ્યાણરૂપ, મંગલકારક દેવ અને ચૈત્યરૂપ એવા ભગવંતની પર્યપાસના કરું એવી મારી ઇચ્છા છે. ત્યારપછી માતાપિતાએ સુદર્શન શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! મુદ્રગરપાણિ યક્ષથી વશીભૂત થઈને અર્જુનમાળી રાજગૃહ નગરની બહાર ચારે બાજુ પ્રતિદિન છ પુરુષો અને સાતમી સ્ત્રીની હત્યા કરતો ફરી રહ્યો છે. તેથી હે પુત્ર! શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરવા માટે બહાર ન જા. અન્યથા તારા શરીરને હાનિ પહોંચશે. તેથી તું અહીં રહીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરી લે. ત્યારે સુદર્શન શ્રેષ્ઠીએ માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! જ્યારે શ્રમણ ભગવંત મહાવીર અહીં પધાર્યા છે – યાવત - અહીં બેઠા જ કઈ રીતે વંદના કરું ? તેથી હું માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરવા માટે જવા ઈચ્છું છું. ત્યારપછી માતાપિતા જ્યારે તે સુદર્શન શ્રેષ્ઠીને અનેક પ્રકારની યુક્તિઓ, પ્રરૂપણાઓ, સંજ્ઞતિઓ, નિવેદન અને પ્રતિપાદન દ્વારા કથન કરવામાં, પ્રરૂપિત કરવામાં, જ્ઞાન કરાવવામાં, નિવેદન કરવામાં, પ્રતિપાદિત કરવામાં સમર્થ ન થઈ શક્યા. ત્યારે આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી માતાપિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને સુદર્શન શ્રેષ્ઠીએ સ્નાન કર્યું, ધર્મસ્થાનમાં જવા યોગ્ય શુદ્ધ, મંગલરૂપ, ઉત્તમ વસ્ત્રધારણ કર્યા. અલ્પ પણ મૂલ્યવાનું આભૂષણોથી શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને પગે ચાલતા રાજગૃહનગરની મધ્યમાં થઈને નીકળ્યો. નીકળી મુદ્ગરપાણિ યક્ષના યક્ષાયતનની પાસે Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૯૩ થઈને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા. તે તરફ જવાને માટે ઉદ્યત થયો. ૦ અર્જુનમાળીનો ઉપસર્ગ અને તેનું નિવારણ : ત્યારપછી તે મુગરપાણિ યક્ષે સુદર્શન શ્રમણોપાસકને નજીકથી જતો જોયો. જોઈને ક્રોધાભિભૂત થયો – યાવત્ – દાંત કચકચાવતો હજાર પલ ભારવાળા લોઢાના મુન્નરને ઘુમાવતો-ઘુમાવતો જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતો, તે તરફ જવા લાગ્યો. ત્યારે સુદર્શન શ્રમણોપાસકે મુગરપાણિ યક્ષને આવતો જોયો. જોઈને નિર્ભય તથા ત્રાસ-ઉદ્વેગ અને ક્ષોભરહિત થઈ, કોઈપણ ચંચળતા વિના, અસંભ્રાન્તપણે વસ્ત્ર વડે ભૂમિનું પ્રમાર્જન કરી બંને હાથ જોડી નતમસ્તક થઈ, મસ્તકે આવર્ત કરી, અંજલિ જોડીને આ પ્રમાણે કહ્યું– અરિહંતોને નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરનાર સિદ્ધોને નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને (નમસ્કાર થાઓ). પહેલા મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું વાવજીવનને માટે પ્રત્યાખ્યાન કરેલ છે, સ્થૂલ મૃષાવાદનું વાવજીવનને માટે પ્રત્યાખ્યાન કરેલ છે. સ્થૂલ અદત્તાદાનનું માવજીવનને માટે પ્રત્યાખ્યાન કરેલ છે, ચાવજીવન માટે સ્વદારા સંતોષવ્રત ગ્રહણ કરેલ છે, ચાવજીવનને માટે ઇચ્છા પરિમાણ વ્રતનો સ્વીકાર કરેલ છે. - તો પણ ભગવંતની સાક્ષીએ હવે હું માવજીવનને માટે સર્વથા પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. એ જ પ્રમાણે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહનું જીવનપર્યતને માટે સર્વથા પ્રત્યાખ્યાન કરું છું. હું જીવનપર્યતને માટે સર્વ પ્રકારે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું. જો હું આ ઉપસર્ગથી મુક્ત થાઉં તો આ પ્રત્યાખ્યાન પારવું મને કલ્પે છે. જો હું આ ઉપસર્ગથી મુક્ત ન થાઉ તો મારે આ પ્રત્યાખ્યાન છે. એ પ્રમાણે વિચારી સાગારી પ્રતિમા અંગીકાર કરી. ત્યારપછી તે મુદગરપાણિ યક્ષ તે હજાર પલ ભારવાળો લોહમય મુગર ઘુમાવતો ઘુમાવતો જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતો ત્યાં આવ્યો. તો પણ તે સુદર્શન શ્રમણોપાસકને પોતાના તેજથી કોઈપણ પ્રકારે વિચલિત કરવાને તે સમર્થ ન થઈ શક્યો. ત્યારપછી તે મુદૂગરપાણિ યક્ષ સુદર્શન શ્રમણોપાસકની ચારે તરફ ઘૂમવા છતાં પણ સુદર્શન શ્રમણોપાસકને પોતાના તેજથી પરાજિત ન કરી શક્યો ત્યારે સુદર્શન શ્રમણોપાસકની આગળ પ્રતિપક્ષ (સનુખ) દિશામાં ઊભો રહીને શ્રમણોપાસક સુદર્શનને અનિમેષ દૃષ્ટિ વડે દીર્ધકાળ પર્યત જોતો રહ્યો, જોઈને (તે યક્ષે) અર્જનમાળીનું શરીર છોડી દીધું. છોડીને તે હજાર પલના બનેલા લોઢાના મુરને લઈને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં ચાલ્યો ગયો. ત્યારપછી તે અર્જુનમાળી મુગરપાણિ યક્ષથી મુક્ત થવાથી “ધનું એવા અવાજ સાથે ભૂમિ પર સર્વાગથી પડી ગયો. હીં Page #295 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ ત્યારે સુદર્શન શ્રમણોપાસકે પોતાને નિરુપસર્ગ જાણીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી. ૦ ભગવંતની પર્યુપાસના : ૨૯૪ ત્યારપછી તે અર્જુનમાળી મુહૂર્ત વીત્યા બાદ કેટલાંક સમયે આશ્વસ્ત થઈને ઊભો થયો. ઊભા થઈને સુદર્શન શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! આપ કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો ? ત્યારે સુદર્શન શ્રમણોપાસકે અર્જુનમાળીને આ પ્રમાણે કહ્યું, હું જીવ–અજીવાદિનો જ્ઞાતા એવો સુદર્શન નામનો શ્રમણોપાસક છું. ગુણશીલક ચૈત્યમાં શ્રમણ ભગવંત મહાવીરના વંદનને માટે જઈ રહ્યો છું. ત્યારે અર્જુનમાળીએ સુદર્શન શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું પણ તમારી સાથે શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરવા યાવત્ – પર્યાપાસના કરવા આવું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો. ત્યારપછી તે સુદર્શન શ્રમણોપાસક અર્જુન માળીની સાથે જ્યાં ગુણશીલક ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને અર્જુન માળીની સાથે શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કર્યા - યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સુદર્શન શ્રમણોપાસક, અર્જુનમાળી અને વિશાળ પર્ષદાની સન્મુખ આશ્ચર્યકારી ધર્મનો ઉપદેશ આપ્યો. (પછી) સુદર્શન પાછો ગયો. અર્જુનમાળીની પ્રવ્રજ્યા અને સંયમજીવન :– ૭ ત્યારે તે અર્જુનમાળી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ થયો. થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા. કરીને તેણે આ પ્રમાણે કહ્યું હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું, હું નિગ્રંથ પ્રવચનની પ્રતીતિ કરું છું. હે ભગવંત ! નિગ્રંથ પ્રવચન પર મને રુચિ છે અને હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનનું સત્કાર–સન્માન કરું છું. તેને ગ્રહણ કરવા ઉદ્યત છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી તે અર્જુન માળી ઇશાન ખૂણામાં ગયો, જઈને સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને – યાવત્ – અણગાર થઈ ગયો. કુહાડાથી છોલવા છતાં સુગંધ દેનારા ચંદનની સમાન, તૃણમાં કે મણિમાં અને માટીના ઢેફા કે સુવર્ણમાં સમાન મતિવાળો થઈને, આ લોક-પરલોકમાં આસક્તિરહિત, જીવન કે મરણ પ્રતિ નિસ્પૃહ, સંસાર પારગામી અને કર્મવિનાશ માટે ઉદ્યત થઈને વિચરવા લાગ્યો. - ત્યારે તે અર્જુન અણગારે જે દિવસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરી, તે જ દિવસે શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને આ પ્રકારનો આર્ના અભિગ્રહ સ્વીકાર કર્યો આજથી મારે યાવજ્જીવનને માટે નિરંતર છટ્ઠ ભક્ત છઠ્ઠ ભક્તના તપ દ્વારા આત્માને ભાવિત કરી - - Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ વિચરવું કલ્પે. એવું વિચારીને આ પ્રકારનો અભિગ્રહ લીધો. અભિગ્રહ લઈને જીવનપર્યંતને માટે નિરંતર છ–છટ્ઠ ભક્ત તપોકર્મ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે અર્જુન અણગાર છટ્ઠ ભક્ત તપના પારણે દિવસના પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરતા, બીજા પ્રહરમાં ધ્યાન કરતા, ત્રીજા પ્રહરમાં ગૌતમસ્વામીની સમાન યાવત્ – રાજગૃહ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા જોઈને ઘણી જ સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, મોટા અને યુવાનો આ પ્રમાણે કહેતા હતા— આણે મારા પિતાને માર્યા છે, આણે મારી માતાને મારેલ છે. આણે મારી પત્ની, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂને મારેલ છે. આણે મારા બીજા દૂરના અને નીકટના સ્વજન, સંબંધી, પરિચિતને મારેલ છે. એમ કહીને કોઈ ક્રોધિત થતા હતા ગાળો આપતા હતા, કોઈ હીલના કરતા હતા, કોઈ નિંદા કરતા હતા, ખ્રિસા કરતા હતા, ગર્હા કરતા હતા, તર્જના કરતા હતા, તાડના કરતા હતા. ત્યારે તે અર્જુન અણગાર તે ઘણી બધી સ્ત્રીઓ, પુરુષો, બાળકો, મોટા–વૃદ્ધો, યુવકો આદિ દ્વારા તિરસ્કૃત ~ યાવત્ – તાડિત થવા છતાં પણ તેમના પર મનથી પણ દ્વેષ કરતા ન હતા, પણ સમ્યક્ પ્રકારે સહન કરતા હતા, ક્ષમા કરતા હતા, સહિષ્ણુતા રાખતા હતા, અનુભવતા હતા અને તે સમ્યક્ પ્રકારે સહન કરતા, ક્ષમા કરતા, તિતિક્ષા કરતા અને અનુભવતા રાજગૃહનગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ભ્રમણ કરતા હતા. ત્યારે તેમને કદાચ ક્યાંક ભોજન મળતું તો ક્યાંક પાણી ન મળતું, પાણી મળતું તો ભોજન મળતું ન હતું. ૨૯૫ ત્યારે તે અર્જુન અણગાર અદીન, ખિન્ન ન થતા, મલિન મનવાળા ન થતા, અનાવિલ–અકલુષિત, વિષાદરહિત થઈને, ખેદરહિત થઈને યોગીની માફક ભ્રમણ કરતા હતા. ભ્રમણ કરીને રાજગૃહ નગરથી નીકળતા હતા. નીકળીને જ્યાં ગુણશીલક ચૈત્ય હતું. જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવતા અને આવીને શ્રમણ ભગવંત મહાવીરથી કિંચિત્ દૂરી પર ગમનાગમનનું પ્રતિક્રમણ કરતા હતા. પ્રતિક્રમણ કરીને અષણીય અનેષણીય સંબંધિ આલોચના કરતા હતા. એ રીતે આલોચના કરીને આહાર પાણી દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરી, મૂર્છારહિત, ગૃદ્ધિરહિત, આસક્તિરહિત અને ઉદાસીન થઈને તેમજ જે રીતે સર્પ બિલમાં સીધો પ્રવેશ કરે છે, તે રીતે જ તે આહારને વાપરતા હતા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કૉઈ દિને રાજગૃહથી નીકળે છે અને નીકળીને બહાર જનપદોમાં વિહાર કરવા લાગ્યા. ૦ અર્જુન અણગારનો મોક્ષ : ત્યારપછી અર્જુન અણગારે તે ઉદાર, શ્રેષ્ઠ અને પ્રયત્નપૂર્વક ગ્રહણ કરેલ શ્રેષ્ઠ સામર્થ્ય સંપન્ન તપઃકર્મથી આત્માને ભાવિત કરતા, શુદ્ધ કરતા, કંઈક અધિક છ માસ શ્રમણ પર્યાયનું પાલન કર્યું, પાલન કરીને અર્ધ માસિક સંલેખનાથી આત્માની ઝોસણા (આરાધના) કરી, ઝોસણા કરીને અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કર્યું. છેદન કરીને જે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આગમ કથાનુયોગ-૩ પ્રયોજનથી નગ્ન ભાવ ગ્રહણ કરેલ હતો – યાવત્ – સિદ્ધ થયા. (મોક્ષે ગયા) ૦ આગમ સંદર્ભ :અંત. ૨૭, મરણ. ૪૯૫; ઉત્તનિ ૧૧૦ ની જ ઉત્ત.ચૂ.પ્ર. ૭૦, — — — — — * काश्यपादि श्रमण कथा :૦ કાશ્યપ કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ત્યાં ગુણશીલક નામક ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક નામે રાજા હતો. કાશ્યપ નામે ગાથાપતિ રહેતો હતો. મકાઈની માફક તેણે સોળ વર્ષના દીક્ષા પર્યાયનું પાલન કર્યું – યાવત્ – વિપુલ પર્વત સિદ્ધ થયા. ૦ સેમક કથા : આ જ પ્રમાણે ક્ષેમક ગાથાપતિનું વર્ણન જાણવું. વિશેષ એ કે તે કાકંદી નગરીનો નિવાસી હતો. સોળ વર્ષનો જ દીક્ષા પર્યાય હતો – યાવત્ – વિપુલ પર્વતે સિદ્ધ થયા. ૦ વૃતિઘર કથા : આજ પ્રમાણે વૃતિધર ગાથાપતિને પણ જાણવા. તેઓ કાકંદીનગરીના નિવાસી હતા. સોળ વર્ષનો દીક્ષાપર્યાય હતો – યાવત્ – વિપુલ પર્વતે સિદ્ધ થયા. • કૈલાશ કથા : આ જ પ્રમાણે કૈલાશ ગાથાપતિ પણ જાણવા. વિશેષ એ કે તેઓ સાકેત નગરના રહેવાસી હતા. દીક્ષાપર્યાય બાર વર્ષનો હતો – યાવત્ – વિપુલ પર્વત પર સિદ્ધ થયા. ૦ હરિચંદન કથા : આ જ પ્રમાણે હરિચંદન ગાથાપતિ હતા. તેઓ પણ સાકેત નગરના નિવાસી હતા. તેઓનો દીક્ષાપર્યાય બાર વર્ષનો હતો. વિપુલ પર્વત સિદ્ધ થયા. ૦ વારત કથા : વારત્ત ગાથાપતિનું વર્ણન પણ આ પ્રમાણે જ જાણવું. વિશેષ એ કે તેઓ રાજગૃહ નગરના નિવાસી હતા. દીક્ષાપર્યાય બાર વર્ષનો હતો. વિપુલ પર્વત સિદ્ધ થયા. ૦ સુદર્શન કથા : આ જ પ્રમાણે સુદર્શન ગાથાપતિને જાણવા વિશેષ એ કે વાણિજ્ય ગ્રામ નગર હતું, ત્યાં ઘુતિપલાશ ચૈત્ય હતું. ત્યાં તેઓ દીક્ષિત થયા. પાંચ વર્ષનો શ્રમણ પર્યાય પાળી વિપુલ પર્વત તેઓ સિદ્ધ થયા. ૦ પુર્ણભદ્ર કથા : સુદર્શનની કથા પ્રમાણે જ પૂર્ણભદ્રનું કથાનક જાણવું. તેઓ વાણિજ્ય ગ્રામ નગરવાસી હતા. પાંચ વર્ષનો દીક્ષાપર્યાય હતો. તેઓ વિપુલ પર્વતે મોક્ષે ગયા. ૦ સુમનભદ્ર કથા : આ જ પ્રમાણે સુમનભદ્ર ગાથાપતિનું વર્ણન જાણવું. વિશેષ એ કે – શ્રાવસ્તી નગરી હતી. તેઓએ ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય પાળ્યો. વિપુલ પર્વત સિદ્ધ થયા. Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૯૭ ૦ સુપ્રતિષ્ઠ કથા : સુપ્રતિષ્ઠ ગાથાપતિની કથા આ જ પ્રમાણે જાણવી. વિશેષ એ કે, તેઓ શ્રાવસ્તી નગરીના નિવાસી હતા. તેમણે સત્તાવીશ વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો – યાવત્ – વિપુલગિરિ પર સિદ્ધ થયા. ૦ મેઘ કથા : મેઘ ગાથાપતિનો વૃત્તાંત પણ આ પ્રમાણે જ જાણવો. વિશેષ એ કે, તેઓ રાજગૃહ નગરના હતા. ઘણાં વર્ષો સુધી શ્રમણપર્યાય પાળી, વિપુલ પર્વતે મોક્ષે ગયા. ૦ આગમ સંદર્ભ :શાશ્યપ થી ર ગાથાપતિ સુધીની કથાના સંદર્ભ :અંત ૨૪, ૨૮ થી ૩૮ – ૮ – – ૦ અલક્ષ્ય કથા : તે કાળે, તે સમયે વાણારસી નામક નગરી હતી. તે નગરીમાં કામ મહાવન નામક ચૈત્ય હતું. તે નગરીમાં અલક્ષ્ય નામે રાજા હતો. તે કાળ, તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – વિચરણ કરતા મહાવન ઉદ્યાનમાં પધાર્યા. પર્ષદા (ભગવંત વંદનાર્થે) નીકળી. ત્યારે તે અલક્ષ્ય રાજા પણ ભગવંત મહાવીરના આગમન સમાચાર સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયા અને કોણિક રાજાની માફક તે પણ – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યો. ભગવંતે ધર્મકથા કહી. ત્યારપછી અલક્ષ્ય રાજા પણ ઉદાયન રાજાની સમાન શ્રમણ ભગવંત મહાવીર પાસેથી નીકળ્યા અને પ્રવૃજિત થયા. વિશેષતા માત્ર એ કે તેમણે પોતાના મોટા પુત્રને રાજ્યના સિંહાસને બેસાડ્યા. અલક્ષ્ય રાજર્ષિએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું – યાવત્ – તે વિપુલ પર્વતે સિદ્ધ થયા. ૦ આગમ સંદર્ભ :– અંત. ૨૪, ૪૦; ૦ જાલિકુમાર કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. જે ઋદ્ધિસંપન્ન, ધનધાન્યાદિ વડે સમૃદ્ધ હતું. તેની બહાર ગુણશીલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક રાજા હતો. ધારિણી રાણી હતી. ધારિણીદેવીએ સ્વપ્નમાં સિંહને જોયો. મેઘકુમારની સમાન જાલિકુમારનો જન્મ થયો. આઠ કન્યાઓ સાથે વિવાહ થયો. આઠ–આઠ પ્રકારે પ્રતિદાન આવ્યું. (ઇત્યાદિ સર્વે મેઘકુમાર પ્રમાણે જાણવું) ત્યારપછી તે જાલિકુમાર ઉત્તમ પ્રાસાદમાં રહીને મૃદંગો આદિના ધ્વનિપૂર્વક – થાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતા – અનુભવ કરતા વિચરણ કરવા લાગ્યા. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આગમ કથાનુયોગ-૩ ગુણશીલક ચૈત્યમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. રાજા શ્રેણિક તેમની વંદના માટે નીકળ્યા. મેઘકુમારની માફક જાલિકુમાર પણ પ્રભુની વંદનાર્થે નીકળ્યા, એવી જ રીતે દીક્ષિત થયા. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ગુણરત્ન તપ કર્મની સાધના કરી – જે પ્રમાણે સ્કંદકમુનિએ કરી હતી. આ પ્રમાણે સ્કંદકમુનિની જે કંઈ વક્તવ્યતા છે, તે બધી જ અહીં જાણવી. તેમની જેમજ ધર્મ ચિંતવના કરી. ભગવંત પાસેથી અનશન વ્રત ધારણ કરવાની આજ્ઞા લીધી આદિ સમજી લેવું. સ્કંદમુનિની જેમજ સ્થવીરોની સાથે વિપુલગિરિ પર ચડ્યા. વિશેષ એ કે સોળ વર્ષપર્યંત શ્રમણ પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને કાલમાસમાં–મૃત્યુના સમયે કાળ કરીને ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારરૂપ જ્યોતિષ્ક દેવો તથા સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલાંતક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાણત, આરણ, અચુતકલ્પ અને નવચૈવેયક વિમાનપ્રસ્તરથી ઉપર દૂર ગમન કરીને વિજય વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યારપછી તે સ્થવીર ભગવંતે જાલિ અનગારને કાળગત થયા જાણીને પરિનિર્વાણ નિમિત્તક કાયોત્સર્ગ કર્યો કરીને પાત્ર અને વસ્ત્ર ગ્રહણ કર્યા. તે જ પ્રકારે ઉતર્યા – યાવત્ – આ તેમના આચાર ભાંડોપકરણ છે. હે ભગવંત ! આ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કરે છે, વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા આપ દેવાનુપ્રિયના અંતેવાસી જલિ નામના અણગાર પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત હતા. તે જાલિ અણગાર કાળધર્મને પ્રાપ્ત કરીને ક્યાં ગયા? કયાં ઉત્પન્ન થયા? હે ગૌતમ ! આ પ્રમાણે નિશ્ચયથી મારા અંતેવાસી – યાવત્ – સ્કંદકની વિક્તવ્યતા અનુસાર બધું જ કહેવું – યાવત્ – કાળ કરીને ઊંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારરૂપ જ્યોતિષ્ક દેવો – યાવત્ – વિજય વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. હે ભગવંત ! જાલિદેવની કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! બત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવંત! તે જાલિદેવ આયુભય, ભવલય, સ્થિતિશય થયા પછી તે દેવલોકથી જ્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :અનુત્ત. ૧; – » –– ૪ – ૦ માલિકુમાર કથા : મયાલિકુમાર રાજગૃહનગરીના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય બન્યા. તેઓએ ૧૬ વર્ષના શ્રમણપર્યાયનું પાલન કર્યું. તેઓ કાળ કરીને વૈજયંત નામક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મયાલિદેવ ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી. Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૦ આગમ સંદર્ભ :અનુત્ત. ૧, ૨; x = X - ૦ ઉવયાલિ કુમાર કથા : રાજગૃહ નગરીના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય બન્યા. તેઓએ ૧૬ વર્ષ દીક્ષા પર્યાયનું પાલન કર્યું. તેઓ કાળ કરીને, જયંત નામક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ઉવયાલિ દેવ ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે – શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ : અનુત્ત. ૧, ૨; = XX ૦ પુરુષસેન કથા : રાજગૃહના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય બન્યા. તેઓએ ૧૬ વર્ષ દીક્ષાપર્યાયનું પાલન કર્યું. કાળ કરીને તેઓ અપરાજિત નામક અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. પુરુષસેન દેવ ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મોક્ષે જશે. બાકી કથા જાલિ મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ :- - અનુત્ત. ૧, ૨; - — - X ૦ વારિષણ કુમાર કથા ઃ રાજગૃહના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. વારિષણ કુમારે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓએ ૧૬ વર્ષનો શ્રમણપર્યાય પાળ્યો. કાળધર્મ પામીને તેઓ સર્વાર્થસિદ્ધ નામક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ : અનુત્ત. ૧, ૨; - X ૦ દીર્ધદંતકુમાર કથા : રાજગૃહના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. દીર્ઘદંતકુમારે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓએ બાર વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામીને તેઓ સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી. = ૦ આગમ સંદર્ભ :અનુત્ત. ૧, ૨, X X ૨૯૯ X C Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આગમ કથાનુયોગ-૩ ૦ લષ્ટદંત કુમાર કથા : લષ્ટદંતકુમાર રાજગૃહ નગરના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય બન્યા. તેઓએ ૧૨ વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. તેઓ વિપુલ પર્વત કાળ કરી અપરાજિત નામક અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે. શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ :અનુત્ત. ૧, ૨; ૦ વેહલ કુમાર કથા : રાજગૃહ નગરના રાજા શ્રેણિકની એક પત્ની ચલણા હતી. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાના પુત્ર અને ચેલણાદેવીના અંગજ અને કૂણિક રાજાના સહોદર ભાઈ વેહલ નામે રાજકુમાર હતા. વેહઘને કોણિક ઉપરાંત હલ નામે પણ. એક સહોદર ભાઈ હતા. તે સુકુમાર – યાવત્ – રૂપ સૌંદર્યશાળી હતો. શ્રેણિક રાજા જીવિત હતા ત્યારે જ તેણે પહેલેથી જ વેહલ્લકુમારને સેચનક નામક ગંધહસ્તી અને અઢારસરો હાર આપી દીધેલ હતા. (વિ.નિ. ૧૨૮૪ની વૃ.માં હલને હાથી આપ્યાનો ઉલ્લેખ કરેલ છે.) તે વેહલકુમાર અંતઃપુર પરિવારની સાથે સેચનક ગંધહસ્તિ પર આરૂઢ થઈને દિવ્યહાર (દેવદત્તહાર અથવા અઢારસરો હાર) પહેરીને, તથા અભયકુમારની દીક્ષા બાદ નંદી રાણી દ્વારા અપાયેલ દિવ્યવસ્ર યુગલ અને દિવ્યકુંડલ યુગલ ધારણ કરીને ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળતો અને સ્નાન કરવાને માટે વારંવાર ગંગા મહાનદીમાં ઉતરતો. તે સમયે તે સેચનક ગંધહસ્તી રાણીઓને સુંઢ વડે પકડતો, પકડીને કોઈને પીઠ પર બેસાડતો, કોઈને સ્કંધ પર બેસાડતો, કોઈને ગંડ સ્થળ પર બેસાડતો, કોઈને મસ્તક પર બેસાડતો, કોઈને દંત–મૂશળ પર બેસાડતો, કોઈને સૂંઢમાં લઈને ઝુલાવતો, કોઈને દાંતોની વચ્ચે લેતો, કોઈને ફુવારાથી નવડાવતો અને કોઈ—કોઈને અનેક પ્રકારની ક્રીડા વડે ક્રીડિત કરતો હતો. ત્યારે ચંપાનગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, મહાપથી અને સામાન્ય પથોમાં ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેતા, બોલતા, જણાવતા અને પ્રરૂપિત કરતા હતા કે હે દેવાનુપ્રિયો ! અંતઃપુર પરિવારને સાથે લઈને વેહલકુમાર સેચનક ગંધહસ્તી દ્વારા અનેક પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા છે. વાસ્તવમાં વેહલકુમાર જ રાજલક્ષ્મીનું સુંદર ફળ અનુભવી રહ્યા છે. કૂણિક રાજા રાજ્યશ્રીનો ઉપભોગ કરતા નથી. ત્યારે કૂણિક રાજાની પત્ની પદ્માવતી દેવીએ વેહલકુમારને આ રીતે વિકાસ કરતો જોઈને તેમજ પ્રજાજનોના કથનને સાંભળીને આવો સંકલ્પ – યાવત્ – વિચાર સમુત્પન્ન થયો – યાવત્ – કૂણિક રાજાએ એક દિવસ વેહલ્લ કુમારને બોલાવ્યા અને સેચનક ગંધહસ્તી તથા અઢાર સરો દિવ્ય હાર માંગ્યો. (આ કથા શ્રાવક કથામાં કોણિક રાજાના Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૦૧ કથાનકમાં પણ આવવાની છે તેથી અહીં તેનો સંક્ષેપ કર્યો છે.) ત્યારે વેહલકુમારે કૂણિક રાજાને ઉત્તર આપ્યો, હે સ્વામી ! શ્રેણિક રાજાએ પોતાના જીવનકાળમાં જ મને આ સેચનક ગંધહસ્તી અને અઢારસરો દિવ્યહાર આપેલ છે – યાવત્ – કૂણિક રાજાએ વારંવાર સેચનક ગંધહસ્તી અને અઢારસરો દિવ્ય હાર માંગતા વેહલકુમારના મનમાં વિચાર આવ્યો કે તે (કૂણિક રાજા) તે બંનેને હડપ કરવા માંગે છે – લઈ લેવા માંગે છે – છીનવી લેવા માંગે છે. ત્યારપછી વેહલકુમાર સેચનક ગંધહસ્તી અને તે હાર લઈને અંતઃપુર પરિવાર સહિત અને ગૃહસ્થીની સાધન સામગ્રી લઈને ચંપાનગરીથી નીકળીને વૈશાલી નગરીમાં પોતાના માતામહ આર્યક ચેટકનો આશ્રય લઈને રડું – યાવત્ – કોઈ દિવસે તે સેચનક ગંધહસ્તી અને અઢારસરો દેવી હાર તથા અંતઃપુર પરિવાર સહિત, ગૃહસ્થીના ઉપકરણ લઈને ચંપાનગરીથી ભાગી નીકળ્યો. વૈશાલી નગરી આવ્યો અને પોતાના નાના ચેટકનો આશ્રય લઈને વૈશાલી નગરીમાં નિવાસ કરવા લાગ્યો. ત્યારપછી – યાવત્ – (કથા મધ્યેની હકીકત કૂણિક રાજાના કથાનકથી જાણવી) કૂણિક રાજાએ પોતાના નાના ચેટક રાજાને કહેવડાવ્યું કે તેઓ વેહલકુમારને સોંપી દે - યાવત્ – ત્યારપછી રથમૂસલાદિ સંગ્રામ થયો. (જેનું વિસ્તૃત વર્ણન કોણિક કથામાં છે.) ત્યારપછી કોઈ દિવસે વેહલકુમારે ભગવંત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. બાર વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. ત્યારપછી વિપુલ પર્વત પર કાળધર્મ પામ્યા અને જયંત નામક અનુત્તર વિમાને દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષમાં જશે. ઇત્યાદિ કથા જાલિકુમારની કથા પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :ભગ. ૩૭૨ ની જ અનુત્ત. ૧, ૨; નિર. ૧૭, ૧૮; આવ..૧-૫ ૧૭૧; આવ.નિ ૧૨૮૪ની વ. – ૪ – ૪ – ૦ વેડાયસ કુમાર કથા : વેહાયસકુમાર રાજગૃહ નગરના રાજા શ્રેણિક અને રાણી ચેલ્લણાના પુત્ર હતા. ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી, પાંચ વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. અંતે વિપુલ પર્વત અનશન કરીને વૈજયંત નામના અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને વેડાયસદેવ મહાવિદેહે મોક્ષે જશે. બાકી સર્વ કથા જાલિકુમાર મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ:અનુત્ત. ૧, ૨, – ૪ – ૪ – ૦ અભયકુમાર કથા : રાજગૃહ નગરમાં પ્રસેનજિત નામે રાજા હતો, તેને ધારિણી નામે રાણી હતી. તેના ગર્ભથી ઉત્પન્ન થયેલ શ્રેણિક નામે પુત્ર હતો. રાજા પ્રસેનજિતને પોતાના પુત્રોમાંથી રાજધુરાને યોગ્ય પુત્ર કોણ છે ? તેની પરીક્ષા કરવાની ઇચ્છા થઈ – યાવતુ – વિવિધ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ આગમ કથાનુયોગ-૩ રીતે તેણે પરીક્ષા કરી, (તેનું વર્ણન શ્રેણિકની કથામાં જોવું) ત્યારે શ્રેણિક રાજા પોતાનો આદર-સત્કાર થતો ન જોઈને તથા પરાભવ થતો જાણીને કોઈ વખતે ત્યાંથી એકલો નીકળી પડ્યો. દેશાંતર ભ્રમણ કરતા બેત્રાટ નગરે આવ્યો – યાવત્ – ભદ્ર શેઠની વિનંતીથી શ્રેણિકે તેમની પુત્રી સુનંદા સાથે લગ્ન કર્યા. (વિશેષ કથા શ્રેણિક કથાથી જાણવી) કોઈ વખતે રાજા શ્રેણિક સાથે ભોગ ભોગવતા સુનંદાને સ્વપ્ન આવ્યું. તેમાં હાથીનું સ્વપ્ન જોઈને તેણી જાગી. દેવલોકથી ચ્યવીને કોઈ જીવ તેની કુક્ષિમાં આવ્યો. તેણીએ પતિને આ વાતનું નિવેદન કર્યું. ત્યારે શ્રેણિકે સુનંદાને (જેનું બીજું નામ નંદા પણ છે તેને) કહ્યું કે, તને ઉત્તમ પુત્રનો લાભ થશે – યાવત્ – શ્રેણિક રાજા તેણીને બેન્નાતટ નગરીએ છોડીને પિતાના સમાચારથી રાજગૃહ પહોંચ્યા, રાજા થયા. ૦ અભયકુમારનો જન્મ : ગર્ભના પ્રભાવથી સુનંદાને (નંદા ને) એવો દોહદ ઉત્પન્ન થયો કે, સર્વાગ શૃંગાર કરી, આભુષણ પહેરી, હાથીના સ્કંધ પર આરૂઢ થઈને અમારી પડહ-ઉદ્ઘોષણા કરાવવાપૂર્વક દીન, અનાથ વગેરે જે કોઈ માગણી કરે તેને દાન આપું. ભદ્ર શેઠે રાજાને વિનંતી કરી ત્યારે રાજા દ્વારા સુનંદાનો દોહદ પૂર્ણ કરાયો. ત્યારે સુનંદા અતિ હર્ષિત થઈ. પછી પ્રશસ્ત નક્ષત્ર, યોગ, લગ્ન સમયે લાખો શુભ લક્ષણોથી લક્ષિત દેહવાળો પુત્ર જન્મ્યો. તેનું સુનંદાના દોહદ અનુસાર અમારી ઘોષણાપૂર્વક અભય” કુમાર એવું નામ રખાયું. લોકોના મનને આનંદ આપનાર, પિતાના મનોરથો સહ વૃદ્ધિ પામતો ક્રમશઃ નિર્મળ બુદ્ધિવાળો થયો. તે આઠ વર્ષનો થયો. શાળામાં જ્યારે અભયને ન–બાપો (પિતારહિત) કહ્યો ત્યારે માતા પાસે પિતાની ઓળખ માંગી. ત્યારે સુનંદાએ તેને સમગ્ર વૃત્તાંત જણાવ્યો. પછી શ્રેણિક રાજાએ ભારવટ પર લખેલો લેખ બતાવ્યો. તે લખેલા અક્ષરનો પરમાર્થ જાણીને અભયકુમારે માતાને કહ્યું કે, અહીં રહેવાનું શું કામ છે ? મારાપિતા રાજગૃહના રાજા છે, આપણે ત્યાં જઈએ. ૦ અભયકુમારનું પિતા સાથે મિલન : અભયકુમાર સારા દિવસે શકુન જોઈને માતા સાથે રાજગૃહ નગરી પહોંચ્યા. તેણે માતાને બહારના ઉદ્યાનમાં બેસાડીને નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં ઘણાં લોકોને એકઠા થયેલા જોયા. ત્યારે બાળક અભયકુમારે પૂછ્યું, નગર લોકો એકઠાં થઈને શું જુવે છે ? તેજના રાશિ સમાન બાળકને રાજપુરુષોએ જણાવ્યું કે, રાજાને અહીં પ૦૦ મંત્રીઓ છે. તેમાં અતિબુદ્ધિશાળી હોય તેને મુખ્યપ્રધાન પદ આપવું છે. તે પુરુષની બુદ્ધિની પરીક્ષા કરવા માટે આ પ્રમાણે ઠરાવેલ છે. જે એક ખાલી–પાણી વગરની વાવડીમાં મુદ્રિકા નાખી છે. જો કોઈ વાવડીના કિનારા પર બેસીને હાથમાં લઈને તમને કોઈ મુદ્રિકા અર્પણ કરે તો તેને મારી પાસે લાવવો. દરરોજ અનેક પુરુષો અહીં આવે છે, છ માસ થવા છતાં હજુ કોઈ આ કસોટી પૂર્ણ કરી શક્યું નથી. ત્યારે બાળક અભયકુમારે પૂછયું કે, કોઈ બીજા કસોટીને પાર કરે તો તેને શો લાભ ? શું તમે તેને તે પદ આપશો ? ત્યારે તેમણે સંમતિ આપી. ત્યારપછી અભયકુમાર ખાલી વાવડીના કાંઠે પલાંઠી વાળી સ્થિર આસને બેઠો. Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ પછી તેણે ગાયનું છાણ મંગાવ્યું. પછી તેણે હીરા જડિત મુદ્રા છાણમાં ખૂંચી જાય તે રીતે છાણ તેમણે ખાલી કૂવામાં ફેંક્યુ. પછી છાણની આસપાસ સળગતો ઘાસનો પૂળો ફેંકીને છાણને સૂકવી નાંખ્યુ. પછી બીજી વાવડીમાંથી પાણી ખેંચાવીને આ વાવડી ભરી દીધી. મુદ્રિકા સહિત છાણું તુરંત જ તરતું તરતું ઉપર આવી ગયું. કાંઠે બેઠા—બેઠા પાણી ઉપર તરતું છાણું બહાર કાઢીને તેમાંથી મુદ્રિકા ખેંચી તેઓને અર્પણ કર્યું. આશ્ચર્યચકિત થયેલા રાજપુરુષોએ અભયકુમારને સાથે લઈ જઈને મુદ્રિકા રાજાને આપી. જ્યારે રાજા શ્રેણિકે પૂછ્યું કે, આ બુદ્ધિનો પ્રભાવ કોનો છે ? ત્યારે તેઓએ બાળ અભયકુમારને બતાવ્યા. અભયે પણ રાજાને પ્રણામ કર્યા. રાજાએ શંકા વ્યક્ત કરી. પછી રાજાએ તેને પૂછ્યું કે, હે વત્સ ! તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે ? ત્યારે તેણે કહ્યું, હું બેન્નાતટ ગામથી આવેલો છું, ત્યારે રાજાએ તેને પૂછ્યું કે, તું કોનો પુત્ર છે ? ત્યારે અભયકુમારે કહ્યું કે, મેં જ્યારે મારી માતાને આ પ્રશ્ન પૂછયો ત્યારે તેણીએ કહ્યું કે, વીજળીના કણ સરખા નિષ્ઠુર એવા કોઈ પરદેશમાં દૂર વસતા તારા પિતા છે. 303 તે વખતે શંકિત મનવાળા રાજાએ પૂછ્યું કે, ત્યાં તું ભદ્રશેઠને ઓળખે છે ? અભયે કહ્યું, હું બધાંને ઓળખું છું, પણ મને કોઈ ઓળખતું નથી. ફરી પૂછયું કે, તેને સુનંદા નામની પુત્રી છે, તેને કુશળ વર્તે છે ? હા, તેને કુશળ છે. ત્યારે તેના આશ્ચર્યકારી વચનથી, યુક્તિથી, બુદ્ધિ વિશેષથી અને પુત્રસ્નેહથી પ્રભાવિત થયેલા રાજાએ તેને પકડીને ખોળામાં બેસાડ્યો. આલિંગન આપ્યું. વિચારે છે કે, મારાથી ઉત્પન્ન થયેલા પુત્ર સિવાય આવી બુદ્ધિ કોની હોય ? શ્રેણિક રાજાએ પૂછ્યું કે, હે પુત્ર ! તારી માતા ક્યાં છે ? તેણી નગરના બહારના ઉદ્યાનમાં છે. ત્યારે શ્રેણિક રાજાએ ઘણાં જ આડંબરપૂર્વક, નગર શણગારાવી, તેણીના પ્રવેશ માટેની તૈયારી કરાવી. શ્રૃંગાર સજતા સુનંદા (નંદા)ને પુત્ર અટકાવીને કહ્યું, ભર્તારના વિયોગમાં કુલીન સ્ત્રીઓને આવો સાદો વેશ જ શોભે. હાથણી પર આરૂઢ થઈ, પુત્રને ખોળામાં બેસાડી, રાજાએ જાતે જ તેમનો નગર પ્રવેશ કરાવ્યો, અંતઃપુરના શ્રેષ્ઠ મહેલમાં દાખલ કરી સુંદર પ્રાસાદ આપ્યો. અભયકુમાર રાજકુમારને પોતાની નજીકનો મહેલ આપ્યો. ત્યારપછી યોગ્ય સમયે શ્રેણિક રાજાએ પોતાની બહેન સેના (સુષેણા)ની અતિ રૂપવતી પુત્રીને અભયકુમાર સાથે પરણાવી. તેની સાથે અભય ભોગ ભોગવવા લાગ્યો. રાજાએ તેને પોતાના સમગ્ર મંત્રી મંડળનો મહામંત્રી બનાવ્યો. ૦ અભયકુમારની બુદ્ધિના વિવિધ દૃષ્ટાંતો :ચેલ્લણાનું હરણ :~ ચેડા (ચેટક) રાજાને સાત પુત્રીઓ હતી. પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા અને ચેઘણા. તેમાંની પ્રથમ પાંચ પુત્રીઓના વિવાહ થઈ ગયેલા. સુજ્યેષ્ઠા અને ચેન્નણા બે પુત્રીઓ કુંવારી હતી. કોઈ પ્રવ્રાજિકાએ સુજ્યેષ્ઠાનું આબેહૂબ ચિત્ર બનાવીને રાજગૃહ જઈને રાજા શ્રેણિકને બતાવ્યું. રાજા કામવિહ્વળ થયો, તેણે સુજ્યેષ્ઠા કન્યા માટે માંગણી કરી જે રાજા દ્વારા સ્વીકાર કરાઈ નહીં. રાજા શ્રેણિક =0= - Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ તેના વિના અતિ દુઃખ અનુભવવા લાગ્યો. તરફડવા લાગ્યો. વિરહથી પીડાવા લાગ્યો. યાવત્ જ્યારે અભયકુમારે પિતાનું આ દુસ્સહ દુઃખ અને દારુણ વેદના જાણ્યા ત્યારે અભયકુમારે ધીરજ આપતા કહ્યું કે, હું તમને તે મેળવી આપીશ. તમે આશ્વસ્ત થઈને દિવસો પસાર કરો. ત્યારપછી અભયકુમારે સ્વર અને વર્ણનો ભેદ કરનારી ગુટિકાઓ પ્રાપ્ત કરી મનોહર વેપારીનું રૂપ ધારણ કરી વૈશાલી નગરી પહોંચ્યો. રાજદ્વારની નજીકમાં સુંદર દુકાન રાખી, તેમાં દિવ્ય સુગંધી પદાર્થો વેચવા લાગ્યો. ત્યાં તેણે એક પાટિયા પર શ્રેણિકનું અદ્ભુત રૂપ ચિત્રાવીને દુકાનમાં સ્થાપન કર્યું. ત્રણે કાળ પુષ્પ, ધૂપ, દીપ વગેરેથી ઘણાં આદરપૂર્વક તેની પૂજા કરે છે. પછી સુજ્યેષ્ઠાની દાસીને મનોહર દિવ્ય સુગંધી પદાર્થ આપવા લાગ્યો. તેથી પ્રભાવિત થયેલા ચિત્તવાળી દાસીઓ ત્યાં દરરોજ આવવા લાગી. કોઈ દિવસે દાસીએ પૂછ્યું કે, આ કોની પ્રતિકૃતિ છે. ત્યારે અભયે કહ્યું કે, આ અમારા રાજા છે. તેના સર્વાંગો ઘણો મનોહર છે જો કે તેના સમગ્ર રૂપનો આબેહૂબ અંશ પણ ચિતરવો શક્ય નથી. ત્યારપછી દાસીઓએ આ સર્વ વૃત્તાંત સુજ્યેષ્ઠાને જણાવ્યો. ત્યારે સુજ્યેષ્ઠાએ તે પ્રતિકૃતિ લાવવા કહ્યું, તેથી દાસીઓએ અભય પાસે તે ચિત્રની માંગણી કરી. ત્યારે અભયે કહ્યું કે, આ તો મનોરથ પૂર્ણ કરનાર ચિંતામણી છે તેને કેવી રીતે આપી શકું ? તમારા સ્વામિનીને તેમના તરફ આદર છે કે નહીં તે કોણ જાણી શકે ? ત્યારે સુજ્યેષ્ઠાએ દેવગુરુ આદિના સોગંદ ખાઈને તે પ્રતિકૃતિ ઘણાં આદરપૂર્વક લાવવા ફરી માંગણી કરી. ત્યારે અભયે તે ચિત્ર આપ્યું. સુજ્યેષ્ઠા અનિમેષ નયને તે ચિત્રને નીરખવા લાગી અને ચિત્તમાં શ્રેણિકનું ધ્યાન કરવા લાગી. ત્યારપછી તેણી શૂન્ય ચિત્ત થઈ ગઈ. કામવિહ્વળ બની ગઈ, પોતાની વિશ્વાસુ સખીને કહેવા લાગી કે તું મને આમનો મેળાપ કરાવી આપ. ત્યારે દાસીએ અભયને જઈને વાત કરી કે અમારી સ્વામિની આમના વિના એક ક્ષણ રહી શકે તેમ નથી. તો શ્રેણિકને મેળવવાનો ઉપાય બતાવો. અભયે કહ્યું કે, જો તેણી આ રાજા સાથે જલ્દી ભાગી જવાને તૈયાર હોય તો હું ઉપાય કરું. સુજ્યેષ્ઠાએ તે વાત સ્વીકારી. ત્યારે અભયે તેને કહ્યું કે, જો તેણી અમુક સુરંગથી અમુક રાત્રે પ્રથમ પ્રહરે તૈયાર રહે તો શ્રેણિક જાતે તેને લઈ જશે. પણ આ વાત તમારે કોઈને કહેવી નહીં. આગમ કથાનુયોગ-૩ કામાગ્નિના ત્યારપછી અભયે નગરના દરવાજાથી છેક કન્યાના અંતઃપુર સુધીની સુરંગ ખોદાવી. બીજી તરફ આદરપૂર્વક શ્રેણિક રાજાને સમાચાર મોકલ્યા. શ્રેણિકે બત્રીશ સુંદર રથ અને વીર સારથી સહિત સુરંગમાં પ્રવેશ કર્યો. સુજ્યેષ્ઠાને જોઈને શ્રેણિકે તુરંત રથમાં આવી જવા કહ્યું. તેણીએ ચેન્નણાને પણ સાથે આવવા કહ્યું. ચેલણા તુરંત રથમાં ચડી શ્રેણિક સાથે બેસી ગઈ. હમણાં આવું કહી સુજ્યેષ્ઠા પોતાના અલંકારનો દાબડો લેવા ગઈ તેને થોડી વાર થતા શ્રેણિક ચેઘણાને લઈ નીકળી ગયા. 101 ચેન્નણાનો દોહદ પૂર્ણ કરવો : (આ કથાનો મુખ્ય સંબંધ શ્રેણિક—ચેક્ષણા અને કોણિક સાથે જ છે. તો પણ અભયકુમારે પોતાની Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૦૫ બુદ્ધિ વડે જે રીતે તેના દોહદની પૂર્તિ કરી તે તેની બુદ્ધિને જણાવવા કેટલોક કથાંશ જૂ કરેલ છે.) જ્યારે કોણિકનો જીવ ચેલણાના ગર્ભમાં આવ્યો ત્યારે તેણીને શ્રેણિક રાજાનું માંસ ખાવાના, લોહી પાવાના અશુભ દોહદ ઉત્પન્ન થવા લાગ્યા – યાવત્ – તેણીનું શરીર ક્ષીણ થવા લાગ્યું, ત્યારે શ્રેણિક રાજાએ તેણીને આશ્વાસન આપતા કહ્યું કે, હે દેવી! તું દુઃખ ન લગાડ. હું તારા દોહદ પૂર્ણ થાય તેવું કંઈક કરીશ. રાજાએ એકાંતમાં અભયકુમારને આ વાત કરી ત્યારે અભયકુમારે પોતાની બુદ્ધિ વડે તેનો ઉપાય શોધ્યો – તેણે મૃગલાનું માંસ મંગાવ્યું. તેના પર અલતાનો ઘણો પાતળો રસ ચોપડાવીને શ્રેણિક રાજાના પેટ ઉપર સજ્જડ મજબૂત પાટો બંધાવ્યો. પછી ચેલણાની નજીક આસન સ્થાપીને તે પટ્ટ ઉઠાવી, છરી વડે પેટ કાપીને, સિત્કાર કરતા કાપી કાપીને માંસ આપે છે. અલતાનો રસ ચોપડેલ હોવાથી તેણી પણ સંતોષ પામીને સ્વાદપૂર્વક તે ખાય છે. ત્યારપછી રાજાને કેટલું દુઃખ થતું હશે તેવો વિચાર આવતા ચેઘણા મૂછ પામી. ત્યારે રાજાએ તેને શુદ્ધિમાં લાવી, આશ્વાસન આપ્યું કે, સંરોહિણી ઔષધિ વડે આ પ્રહારની હમણાં રુઝ આવી જશે. આ પ્રમાણે ધીરજ આપી, ચેલણાને સંતોષ પમાડીને રાજા ત્યાંથી નીકળી ગયો. આ રીતે અભયે પોતાની બુદ્ધિ વડે પોતાની લઘુમાતા ચેલણાનો દોહદ પૂર્ણ કર્યો. –૦- ધારિણી માતાના દોહદની પૂર્તિ : જ્યારે રાજા શ્રેણિકની એક પત્ની અને અભયકુમારની લઘુમાતા ધારિણી દેવીને મેઘકુમારનો જીવ ગર્ભમાં આવ્યો ત્યારે અકાળે મેઘનો દોહદ ઉત્પન્ન થયેલો અભયકુમારે તેના દોહદની પૂર્તિ કરી. આ કથા સંપૂર્ણપણે મેઘકુમારના કથાનકમાં આવી ગયેલ છે. કથા જુઓ “મેઘકુમાર". –૦- રાજા પ્રદ્યોત સાથેની ઘટના : કોઈ વખતે ઉજ્જૈની નગરીથી રાજા પ્રદ્યોત પોતાની મોટી સેના સહિત આવ્યો. તેણે શ્રેણિકને ઘેરવાની તૈયારી કરી. ઘણો ભય પામેલા રાજાને અભયે કહ્યું કે, તમે તેના મોટા સૈનિક સમુદાયથી ભય ન પામશો. હું તેમને ભગાડી મૂકીશ. અભય જાણતો હતો કે પ્રદ્યોત બીજા ખંડિયા રાજાઓ સાથે આવે છે. પણ તે રાજાઓ હજી પહોંચ્યા નથી. પછી તેમના પડાવોની માહિતી મેળવી. જ્યાં ખંડિયા રાજાનો પડાવ નંખાવાનો હતો ત્યાં પહેલેથી ભૂમિમાં નિધાનના કળશો દટાવી દીધા. જ્યારે તે ખંડિયા રાજાઓ પોતપોતાના પડાવમાં આવ્યા. એટલે શ્રેણિક રાજાએ પ્રદ્યોત રાજા સાથે અતિ મહાનું યુદ્ધ આદર્યું. ત્યારપછી અભયકુમારે રાજા પ્રદ્યોતની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરાવવા માટે પ્રદ્યતને એક લેખ લખ્યો. તમારા સર્વે ખંડિયા રાજાઓને શ્રેણિક રાજાએ લાલચ આપીને ફોડી નાંખ્યા છે. આ વાત તદ્દન સત્ય છે. તે સર્વે એકઠાં મળીને નક્કી તમને શ્રેણિક રાજાને હવાલે કરી દેશે. આ વાતમાં શંકા હોય તો તમે તે રાજાઓના પડાવ ખોદાવી તપાસ કરાવજો. પ્રદ્યોત રાજાએ તપાસ કરાવતા સોના મહોર ભરેલા કળશો જોયા. તે જાણીને Jain E nternational Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આગમ કથાનુયોગ-૩ પ્રદ્યોત તુરંત ત્યાંથી પલાયન થઈ ગયો. જ્યારે પ્રદ્યોત ઉર્જની પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ તો અભયકુમારની બુદ્ધિનો પ્રપંચ હતો. પછી પ્રદ્યોતે સભામાં વાત કરી કે, એવો કોઈ બુદ્ધિશાળી છે, જે અભયને મારી પાસે લાવે. ત્યારે કોઈ ગણિકાએ બીડું ઝડપ્યું અને રાજા પાસે કેટલીક સગવડો માંગી. રાજાએ માંગણી પ્રમાણે મધ્યમ વયની સાત વેશ્યાઓ તેમજ સહાયક મોટી વયના અનુચરો આપ્યા. ગણિકાઓએ સાધ્વી પાસે જઈને કપટ શ્રાવિકાઓનો અભ્યાસ કર્યો. પછી નગર–ગામ આદિમાં યાત્રા સ્થળે ભ્રમણ કરવા લાગી. દરેક સ્થળે દેવવંદનાદિ કરવા દ્વારા શ્રાવિકારૂપે પ્રસિદ્ધિ પામી. એ રીતે ક્રમાનુસાર રાજગૃહમાં પહોંચી. બહાર ઉદ્યાનમાં ઉતરી, નગરના ચૈત્યોની પરિપાટી શરૂ કરી. અભયકુમારના ગૃહમંદિરમાં પ્રવેશતા ઉચ્ચ સ્વરે નિસીડિ બોલી. તેમને જોઈને અભય આનંદિત થયો. તેણીઓને ગૃહચૈત્યના દર્શન કરાવ્યા. પ્રતિમાજીના વંદન કરાવ્યા. પછી તેમના નામગામ વગેરે ઓળખ પૂછી. ત્યારે તેણી બોલી કે, અમે દીક્ષાના ભાવથી તીર્થ યાત્રાદિ માટે નીકળેલા છીએ. ત્યારે અભયે તે શ્રાવિકાઓની અત્યંત ભાવથી સાધર્મિક ભક્તિ કરી. પે'લી કપટી શ્રાવિકાઓએ તેની સાથે મધુરી વાતો કરી. અભય તેમના ગુણોથી પ્રભાવિત થયો. બીજે દિવસે પારણા માટે નિમંત્રણ આપ્યું. કપટી શ્રાવિકાઓએ અભયને જ પોતાની સાથે પારણું કરવા બેસાડ્યો. ત્યારે કપટી શ્રાવિકાઓએ તેને ગુપ્તપણે મદિરાપાન કરાવી દીધું. જ્યારે અભય ઊંધી ગયો ત્યારે તેને રથમાં મૂકાવી જલદીથી પલાયન થઈ ગયા અને છેલ્લે પ્રદ્યતને અર્પણ કરી દીધો. અભયે પ્રદ્યોતને કહ્યું કે, તમે ધર્મના નામે છળકપટ કર્યું. તેમાં તમારી કોઈ પંડિતાઈ નથી. ત્યારપછી તેઓએ અભયને તેવા વચનથી બાંધી લીધો કે જેથી પોતાના રાજ્યમાં જવા માટે એક ડગલું પણ ભરી શકે નહીં. અભયે ત્યાં નિવાસ દરમ્યાન પ્રદ્યોત રાજા પાસેથી ચાર વરદાન પ્રાપ્ત કરીને થાપણરૂપે સાચવી રાખેલા તે આ પ્રમાણે રાજા પ્રદ્યોત પાસે ચાર રત્નો હતા – લોહજંઘ દૂત, અનલગિરિ હાથી, અભિીર રથ અને શિવાદેવી રાણી. જે લોહલંઘ દૂત હતો તે રોજ પચીશ યોજન જતો અને અનેક દેશોના ગુહ્ય સમાચાર લાવીને પ્રગટ કરતો. આથી સર્વ સામંત રાજાઓ ઉઠગ પામ્યા અને લોકજંઘને મારવા માટે તેને આપેલ ભાતા (પાથેય)માં ઝેર ભેળવી દીધું. લોહલંઘ અવંતિ તરફ પાછો આવતો હતો, ત્યારે માર્ગમાં ભોજન કરવા બેઠો ત્યારે અનેક અપશુકનોએ તેને અટકાવ્યો. તે ભોજન કર્યા વિના જ અવંતી પહોંચ્યો. પ્રદ્યોત રાજાને સર્વ વાત જણાવી. ત્યારે અભયકુમારે પોતાની બુદ્ધિથી કહ્યું કે, આ લાડવાની ગંધથી એવો નિશ્ચય થાય છે કે તેમાં દૃષ્ટિવિષ સર્પ છે યાવત્ તેણે સાબિત કર્યું. ત્યારે પ્રદ્યોત રાજાએ તેને વરદાન આપ્યું. ત્યારપછી કોઈ દિવસે અનલગિરિ હાથી તેના બંધન સ્તંભથી છૂટી ગયો. અતિ મદોન્મત થવાથી પાછો કબજે આવતો ન હતો. રાજાના પૂછવાથી અભયે કહ્યું કે, જો ભદ્રવતી હાથણી પર આરૂઢ થયેલ વાસવદત્તા પુત્રી સહિત વત્સરાજ ગાયન કરે તો હાથી Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૦૭ - - વશ થઈ જશે. તે પ્રમાણે ગાતાં ગાતાં હાથીને પકડીને બંધન સ્થાને લાવ્યા. ત્યારે પ્રદ્યોત રાજાએ અભયને બીજું વરદાન આપ્યું. કોઈ સમયે ઉજ્જૈનીમાં રાક્ષસી અગ્નિ ઉત્પન્ન થયો, આ ભયંકર નગરદાહ અગ્નિનું નિવારણ પૂછયું ત્યારે અભયે રાજાને કહ્યું, તમે આવો જુદી જાતનો અગ્નિ પ્રગટાવો તેનાથી અગ્નિ શાંત થઈ જશે. એ રીતે અગ્નિ ઓલવાઈ જતાં અભયને ત્રીજું વરદાન આપ્યું. કોઈ વખતે ઉજૈનીમાં ભયંકર અશીવ ઉત્પન્ન થયો. અભયે કહ્યું, આપની શિલવતી પદ્મિની એવી શીવારાણી વસ્ત્રરહિતપણે રાત્રે ગવાક્ષમાં ઊભા રહે, એક આઢક પ્રમાણ બલિગ્રહણ કરે. રાત્રે જ્યારે કોઈ ભૂત તે ગવાક્ષ સન્મુખ ઊભું થાય ત્યારે તેના મુખમાં આ બલિ ફેકે. આ રીતે અશિવ શાંત થઈ જતા તેને ચોથું વરદાન આપ્યું. અભયકુમારે કોઈ વખતે ચારે વરદાનોની થાપણ એક સાથે માંગતા કહ્યું કે, હું રાજ! આપ અનલગિરિ હાથી પર મહાવત થઈને બેસો, અગ્નિભીર રથમાં લાકડાં ભરીને શિવાદેવી માતાના ખોળામાં હું બેસું અને અગ્નિ પ્રવેશ કરીએ. આવી મારી છેલ્લી ઇચ્છા છે, તો હવે તમે મને આપેલા વરદાન પુરા કરો. ત્યારે પ્રદ્યોત વિચાર્યું કે હવે અભય પોતાના સ્થાને જવા ઉત્કંઠિત થયો છે. એટલે મોટા સત્કાર કરવા પૂર્વક અભયને વિસર્જિત કર્યો. ત્યારે અભયકુમારે કહ્યું કે તમે મને ધર્મના બહાને કપટથી અહીં લાવ્યા છો. પણ જો હું દિવસના સૂર્યની સાક્ષીએ બૂમ બરાડા પાડતા તમને નગરના લોકો સમક્ષ બાંધીને, હું “અભય” એવા મારા નામને જાહેર કરતો હરીને ન લઈ જઉં, તો મારે અગ્રિમાં પ્રવેશ કરવો. આવી પ્રતિજ્ઞા. કરીને રાજગૃહે પહોંચ્યો. કેટલાંક દિવસ પછી તે સમાન આકૃતિવાળી બે ગણિકા–પુત્રીઓને સાથે લઈને વેપાર કરવા કેટલુંક કરિયાણું સાથે લઈને વેપારીનો વેશ ધારણ કરીને ઉજૈનીમાં અપૂર્વ દુર્લભ પદાર્થોનો વેપાર શરૂ કર્યો. રાજમહેલના માર્ગે રહેવા માટે એક પ્રાસાદ રાખ્યો. રાજા પ્રદ્યોત કોઈ દિવસે વિશેષ પ્રકારે વસ્ત્રાભૂષણથી સજ્જ થયેલી બંને સુંદરીઓને ગવાક્ષમાં રહેલી જોઈ. તે બંનેએ વિશાળ, ઉજ્જવળ, પ્રસન્ન દૃષ્ટિથી રાજા તરફ નજર કરી. તેના ચિત્તને આકર્ષવા માટે તેની સામે અંજલિ જોડી. રાજા તેમનાથી આકર્ષિત થયો. પરસ્ત્રી લોલુપ રાજાએ તેમની પાસે દૂતી મોકલી. તે બંનેએ ક્રોધિત થઈ દૂતીને કાઢી મૂકીને કહ્યું કે, રાજા કદી આવા ચરિત્રનો ન હોય. ફરી પ્રાર્થના કરવા આવી ત્યારે કહ્યું, જાઓ આજથી સાતમા દિવસે અમારા દેવમંદિરમાં મહોત્સવ થશે, ત્યાં અમારો એકાંતમાં મેળાપ થશે. આ સમયમાં અભયકુમારે પ્રદ્યોતરાજાની સમાન આકૃતિવાળા એક મનુષ્યને ગાંડો બનાવીને લોકમાં પ્રસિદ્ધ કર્યું કે, આ મારો ભાઈ દૈવયોગે ગાંડો થયો છે. હું તેની ચિકિત્સા કરાવું છું, બહાર જતાં રોકું છું, તો પણ નાસી જાય છે. વળી રડારોળ કરતા ઊંચકીને તેને પાછો લાવું છું. પછી રોજ – તે ગાંડો માણસ બૂમો પાડતો કે, હું ચંડપ્રદ્યોત રાજા છું અને આ વેપારી મારું હરણ કરી રહ્યો છે. આ ઘટના રોજ બનતા લોકોને તેમની વાતમાં વિશ્વાસ બેસી ગયો. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આગમ કથાનુયોગ-૩ ત્યારપછી સાતમા દિવસે ગણિકાપુત્રીઓએ દૂતી સાથે સંદેશો મોકલાવ્યો કે, રાજાએ મધ્યાહ્ન સમયે એકલા જ અહીં આવવું. કામાતુર રાજા પરિણામની ચિંતા કર્યા સિવાય ગૃહગવાક્ષની ભિત્તિ દ્વારા આવ્યો. પૂર્વે કરેલી ગોઠવણ મુજબ મજબૂત પુરુષોએ તેને સખત બાંધ્યો. માંયામાં સૂવડાવી દિવસના ભાગમાં જ તે બૂમો પાડતો હતો એવી સ્થિતિમાં અભય લઈને ચાલ્યો અને બોલતો–બોલતો ગયો કે આ ગાંડા ભાઈને ચિકિત્સા કરવા લઈ જઈ રહ્યો છું. પછી રાજગૃહી ઉપાડી ગયો. શ્રેણિક રાજા તલવાર લઈને તેને હણવા દોડ્યા. ત્યારે અભયે તેમને રોક્યા. પછી કહ્યું કે, આ ઘણાં રાજાઓને બહુમાન્ય રાજા છે માટે તેનો સત્કાર કરીને તેમની નગરીમાં પહોંચાડવા. તેમ કરવાથી બંનેનો સ્નેહ વૃદ્ધિ પામ્યો. –૦- આકુમારનો સંબંધ : આર્ત દેશના રાજા આર્દિક રાજાના પુત્ર આર્દ્રકુમાર જ્યારે અભયકુમારને મોતી વગેરે ભેંટણું મોકલાવ્યું ત્યારે અને આÁકમાર જ્યારે તેમની મૈત્રી ઈચ્છે છે એમ અભયકુમારે જાણ્યું ત્યારે તેમણે વિચાર્યું કે, કોઈ ભવ્ય જીવ વ્રતની વિરાધના કરવાથી અનાર્ય દેશમાં જન્મેલો લાગે છે. કેમકે અભવ્ય અને દૂરભવ્ય તો મારી સાથે મૈત્રી કરવા ઇચ્છતા જ નથી. પ્રાયઃ સમાનધર્મીઓની જ પરસ્પર પ્રીતિ થાય છે. પછી અભયકુમારે પોતાની બુદ્ધિથી આઈતું બિંબ મોકલવાનું નક્કી કર્યું -- યાવત્ – તે મૂર્તિના નિમિત્તે આર્દ્રકુમાર પ્રતિબોધિત થઈ પ્રત્યેકબુદ્ધ થયા. આ સમગ્ર કથાનક આર્દ્રકુમાર કથામાં પૂર્વે વર્ણવાઈ ગયું છે. જુઓ – આર્કકુમાર કથા–૦- રોહિણેય ચોર : વૈભાર પર્વતની ગુફામાં લોહખુર નામે એક ચોર હતો. તેણે પોતાના પુત્ર રોહિણેય ચોરને સલાહ આપી કે, તારે કદી વિરપ્રભુની વાણી સાંભળવી નહીં. કોઈ દિવસે રોહિણેય રાજગૃહીમાં ચોરી કરવા ગયો. ચોરી કરીને પોતાના સ્થાને પાછો જતો હતો, ત્યાં માર્ગમાં ભગવંત મહાવીરનું સમવસરણ રચાયેલ હતું, વીરપ્રભુની વાણી ન સાંભળવા પ્રતિબદ્ધ રોહિણેયે કાનમાં આંગળી નાંખી દીધી. તે રીતે ચાલતા તેને પગમાં કાંટો વાગ્યો. તે કાંટો કાઢ્યા સિવાય ચાલી શકાય તેમ ન હોવાથી કાંટો કાઢવા તેણે આંગળી કાઢી, તે વખતે ભગવંતની વાણીમાં તેણે દેવો કેવા હોય તેનું વર્ણન સાંભળ્યું. તે આગળ જતો હતો ત્યાં રાજપુરુષોએ તેને પકડી લીધો. રાજા શ્રેણિકે તેનો વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે અભયકુમારે તેમને રોકીને કહ્યું, હે સ્વામી! પહેલા તેની પાસે બધી કબૂલાત કરાવવી. ત્યારે તેણે ખોટી માહિતી દ્વારા તેમને છેતર્યા. ત્યારપછી અભયકુમારે તેને બેશુદ્ધ બનાવીને પોતાના મહેલમાં લઈ ગયા. ત્યાં દોગંદક દેવની જેમ અપ્સરા જેવી રમણીઓથી વીંટાયેલા પલંગમાં તેને શયન કરાવ્યું. દેવ જેવા વસ્ત્રો પહેરાવ્યા. જ્યારે તેને કેફ ઉતરી ગયો ત્યારે ચોતરફ દિવ્ય સમૃદ્ધિ જોઈને તે વિસ્મય પામ્યો. તે સમયે અભયકુમારે કરેલી પૂર્વ ગોઠવણ મુજબ ત્યાં રહેલા પુરુષો બોલવા લાગ્યા કે હે સ્વામી ! જય પામો જય પામો. હે દેવ ! તમે આ વિમાનમાં Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૦૯ સ્વામીપણે ઉત્પન્ન થયા છો, અમે તમારા સેવકો છીએ. આ અપ્સરા તમારી પત્નીઓ છે. તમાં તેમની સાથે આનંદથી ક્રીડા કરો ઇત્યાદિ. પછી અભયકુમારના શીખવ્યા મુજબ છડીદારે છડી પોકારી, સંગીત આદિ ધ્વનિ થયો. દ્વારપાળે આવીને કહ્યું, હે સ્વામી! અહીં જે દેવ ઉત્પન્ન થાય છે તે પહેલાં પોતાના પૂર્વભવના પુન્ય–પાપ જણાવે છે. માટે આપ પણ તે જણાવો. રોહિણેય ચોરને ખ્યાલ આવ્યો કે હું મૃત્યુ પામ્યો જ નથી. આ સર્વે અભયકુમારની કપટજાળ છે. ત્યારે તેણે વીરભગવંતે કહેલ દેવસંબંધિ વર્ણને યાદ કર્યું. જેમકે દેવોના ચરણ પૃથ્વીને સ્પર્શતા નથી ઇત્યાદિ. માટે નક્કી આ કોઈ દેવ નથી. પછી તે ચોરે કપટ યુક્ત જૂઠી વાતો કરી, ત્યારે અભયકુમારે તેને છોડી મૂક્યો. -૦- કાલસૌરિક અને સુલસનો સંબંધ : કાલસૌરિક કષાઈ હતો. જે રોજના ૫૦૦ પાડાઓનો વધ કરતો હતો (જેની વિશેષ વાત કાલસૌરિક તથા શ્રેણિકની કથામાં નોંધાયેલ છે.) હિંસાને કારણે લાંબા કાળથી તેના સંચિત થયેલા કર્મોને કારણે તેના શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થયેલા, ત્યારે તે કપાઈ કલ્પાંત કરી રહ્યો હતો. તેના આક્રન્દનથી ત્યાં બેઠેલા માણસોના માનસ કંપી જતા હતા. તેને શય્યામાં, ભૂમિ પર, પાણી પીવામાં, ભોજનમાં ક્યાંય સુખ જણાતું ન હતું. પણ અંદરથી સંતાપ વધતો જતો હતો. સુલસે પોતાના પિતાની વેદનાની સર્વ હકીકત પોતાના મિત્ર અભયકુમારને જણાવી. શ્રાવક ધર્મમાં અગ્રેસર, કર્મના મર્મને સમજનાર બુદ્ધિનિધાન અભયકુમારે પોતાની પારિણામિકી બુદ્ધિ વડે સુલસને કહ્યું કે, હે મિત્ર ! તારા પિતાએ પાપકર્મ એટલા મોટા પ્રમાણમાં ઉપાર્જન કરેલું છે, જે ભૂમિ પર પ્રત્યક્ષ ઉભરાઈ રહ્યું છે. તે આ જન્મમાં જ કર્મનો અનુભવ કરી રહેલ છે, માટે તું ઇન્દ્રિયોના વિષયોનું વિપરિતપણું હવે કર. આ વાત સમજીને સુલસે ઘરમાંથી તીક્ષ્ણ કાંટાની શય્યા કરી લાવી, તેમાં તેને સુવડાવ્યો. તથા અતિ દુર્ગધવાળા પદાર્થોનું આખા શરીરે વિલેપન કર્યું. વળી કડવાતુરા સ્વાદવાળા પદાર્થો તેને ખવડાવ્યા. આ પ્રમાણે ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા અનિષ્ટ વિષયો સુલસે કર્યા. તેમ તેમ કાલસૌરિકને કંઈક સુખાનુભવ થવા લાગ્યો. તેણે પુત્ર સુલસને કહ્યું, તેં આટલો વખત મને આવા સુખથી વંચિત કેમ રાખ્યો ? ત્યારપછી કાળક્રમે કાલસૌરિક કષાઈ મરીને સાતમી નરકે ગયો – યાવત્ – સુલસે અભયકુમારની અપૂર્વ મૈત્રીથી બાર વ્રતો અંગીકાર કર્યા અને જિનધર્મ ધારણ કરવામાં અગ્રેસર થયો. –૦- અભયકુમારની ઔપાતિકી, પારિણામિકી બુદ્ધિના આવા વિવિધ દૃષ્ટાંતો શાસ્ત્રો અને ગ્રંથોના પાને નોંધાયેલા જોવા મળે છે. – – વિદ્યાધર પ્રસંગ : કોઈ વખતે કોઈ વિદ્યાધર હતો, તેની વિદ્યા ભૂલી ગયો ત્યારે પણ અભયકુમારે તે વિદ્યાના અપૂર્ણ શબ્દો કે શ્લોકને આધારે તેની વિદ્યા પૂર્ણ કરી, વિદ્યાધરને મદદ કરી હતી. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આગમ કથાનુયોગ-૩ - - - - - –૦- ધોબીનો પ્રસંગ : શ્રેણિક રાજાએ બે વસ્ત્ર કોઈ ધોબીને ધોવા માટે આપેલ. તેવામાં કૌમુદી મહોત્સવ આવતાં ધોબીએ તે વસ્ત્ર પોતાની બે સ્ત્રીઓને પહેરાવ્યા, શ્રેણિક મહોત્સવમાં તે વસ્ત્રો જોઈને ઓળખ્યા. એટલે તાંબુલ દ્વારા તે વસ્ત્ર પર ચિન્હ કર્યું. અભયકુમારે પણ તે જોયું. ધોબીએ ક્ષાર વડે તે ડાઘ દૂર કર્યો. અભયે ધોબીને પૂછીને યથાર્થ વાત જાણી. -૦- સેચનકની મુક્તિ : કોઈ વખતે સેચનક ગંધહસ્તીને નદીમાં મગરે પકડી લીધો. તે જાણી રાજા ખેદ પામ્યો. ત્યારે અભયે કહ્યું, જો જલકાંત મણિ હોય તો મંગાવો. તેના પ્રભાવથી મગર હાથીને છોડી દેશે. રાજકુળમાં ઘણાં રત્નો હતા. તેમાંથી શોધતા તો વાર લાગશે. તેથી ઉદૂઘોષણા કરાવી. જે જલકાંત મણી આપશે તેને અડધું રાજ્ય અને પુત્રી આપશે. જલકાંત મણી લાવતા ત્યાંથી પાણી ખસી ગયું. તે જાણીને મગરે તુરંત સ્થળને છોડી દીધું. હાથી મુક્ત થઈ ગયો. (વિશેષ અધિકાર કૃતપુણ્યની કથાથી જાણવો) –૦- એકદંડીયા મહેલની રચના : શ્રેણિક રાજાને એક વખત પત્નીએ કહ્યું કે, મને એક સ્તંભવાળો પ્રાસાદ કરાવી દો. તેણે વર્ધકી–સુતારને કહ્યું, કઠીયારો અટવીમાં ગયો. તેણે એક અતિ મહાનું વૃક્ષને જોયું. તેમાં રહેતા વ્યંતરે અભયને દર્શન આપ્યા. ત્યારે અભયકુમારે કહ્યું કે, મારે એક ખંભવાળો પ્રાસાદ કરવો છે. ત્યારે અભયના કહેવાથી વ્યંતરે તેને એક દંડીયો મહેલ કરી આપ્યો. –૦- ચોરને પકડવો : એક વખત કોઈ ચાંડાલણીને અકાળે આંબા–કેરી ખાવા ઇચ્છા થઈ. તેના પતિએ કહ્યું, હું આંબો લાવી આપીશ. ત્યારે તેણે પોતાની વિદ્યા વડે ડાળને નમાવી અને આંબો લઈ લીધો. ત્યારપછી તે વારંવાર ડાળ નમાવી આંબા લેવા લાગ્યો. સવારે રાજાએ જોયું કે આંબાની ચોરી થઈ છે, પણ કોઈ દેખાયું નહીં. નક્કી કોઈ મનુષ્ય છે, જેનામાં આવી શક્તિ છે જે મારા અંતઃપુરમાં આવી ગયો છે. તેણે અભયને આ વાત કરી.. ત્યારે અભયકુમારે ચોરની શોધ આરંભી. કોઈ પ્રદેશમાં એક મંડલી ક્રીડા કરી રહી હતી. ત્યાં જઈ અભયે કહયું કે, તમે મારી એક વાત સાંભળો. કોઈ નગરમાં એક દરિદ્ર શ્રેષ્ઠી વસતો હતો. તેને એક રૂપવતી પુત્રી હતી. તેણી સારા વરને પ્રાપ્ત કરવા કામદેવની પૂજા કરતી હતી. તેણીએ એક બગીચામાંથી ચોરીને પુષ્પોથી પૂજા કરી. તે માળીએ જોયું. તેણીને પકડી લીધી. તેણીએ મૂકી દેવા વિનંતી કરી ત્યારે તે માળીએ શરત કરી કે તારા, જ્યારે લગ્ન થાય ત્યારે તારે તારા પતિને છોડીને તે રાત્રે મારી પાસે આવવું, તો હું તને મૂકી દઉં. તે વાતનો તેણીએ સ્વીકાર કર્યો. અન્ય કોઈ દિવસે તેણીના લગ્ન થયા. તેણી પતિને સત્ય વૃત્તાંત જણાવ્યો. ત્યાંથી નીકળી, રસ્તામાં રાક્ષસ મળ્યો. જે છ માસે આહાર કરતો હતો. તેણે પકડી, સત્ય વાત કહેતા તેણે છોડી દીધી. પછી રસ્તામાં ચોરે તેણીને પકડી, તેણે પણ સત્ય વાત જાણી છોડી દીધી. પછી માળી પાસે પહોંચી. તેણે પણ પછી તેણીને છોડી દીધી. ત્યારપછી Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૧૧ અભયે પૂછયું કે, આમાં દુષ્કર કાર્ય કોણે કર્યું? ત્યારે ઇર્ષ્યાળુએ કહ્યું કે, તેના પતિએ દુષ્કર કાર્ય કર્યું, ભૂખ્યાએ કહ્યું કે, રાક્ષસે દુષ્કર કાર્ય કર્યું, પારદારિકે કહ્યું કે, માળીએ દુષ્કર કાર્ય કર્યું. હરિકેશ ચાંડાલે કહ્યું, ચોરે દુષ્કર કાર્ય કર્યું, તે આધારે અભયકુમારે તેને પકડી લીધો – આ જ ચોર છે. પછી રાજા પાસે જઈને સર્વ વૃત્તાંત કહ્યો. -૦- વજન શોઘવા : કોઈ વખતે રાજા શ્રેણિકને ધર્મજિજ્ઞાસા થઈ કે આમાં ધાર્મિક કોણ છે? ત્યારે પર્ષદામાં તેણે જાણ્યું કે ધર્મીજન દુર્લભ છે. પ્રાય: લોકો અધાર્મિક હોય છે. તે વખતે અભયકુમારે એક શ્વેત અને એક અશ્વેત ભવન કરાવ્યું. ત્યારે મોટા ભાગના નગરજનો પોતાને ધાર્મિક માની શ્વેત ગૃહમાં પ્રવેશ્યા કેમકે અભયે કહેલું કે, જેઓ ધર્મીજન હોય તેણે શ્વેત ભવનમાં જવું, જેઓ અધર્મી હતા. તેમણે અશ્વેત ભવનમાં જવું. તે વખતે બે શ્રાવકોએ સારી રીતે મદ્યપાન કરેલ, તે બંને અશ્વેત ભવનમાં પ્રવેશ્યા. તેમને કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, સુસાધુ અને સુશ્રાવક ધર્મોજન છે, તેઓ સદા અપ્રમત્ત રહે છે. જ્યારે અમે તો પ્રમાદી છીએ. અમે મદ્યપાન કર્યું છે. તેથી અમે આ અશ્વેતભવનમાં આવ્યા છીએ. એ રીતે અભયે સાચા ધર્મીજન શોધી કાઢ્યા. – – દીક્ષિત થયેલ કઠિયારાની અનુમોદના : • કોઈ એક કઠિયારાએ સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. તે જ્યારે ભિક્ષાર્થે ભ્રમણ કરતા હતા ત્યારે લોકો તેની હેલણા કરતા બોલતા હતા કે આ તે જ કઠિયારો છે જેણે દીક્ષા લીધી છે. આવી વેલણા સહન ન થવાથી તે શિષ્ય આચાર્યને કહ્યું કે, મારાથી રોજ આવા આક્રોશ વચન સહન થતા નથી. આચાર્યએ અભયકુમારને કહ્યું કે, અમે વિહાર કરીએ છીએ. ત્યારે અભયે પૂછયું કે, શું આ ક્ષેત્ર માસકલ્પ પ્રાયોગ્ય પણ નથી ? કે જેથી તમે બીજ વિહાર કરી રહ્યા છો. ત્યારે આચાર્ય ભગવંતે જણાવ્યું કે, શિષ્ય નિમિત્તે અન્યત્ર વિહાર કરી રહ્યા છીએ. ત્યારે અભયે કહ્યું કે, અહીં વિશ્વસ્ત થઈને રહો. હું આ લોકોનો ઉપાય કરી નિવારણ કરું છું. ત્યારપછી બીજે દિવસે ત્રણ કોડી સુવર્ણની સ્થાપના કરી નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે અભયકુમાર દાન દઈ રહેલ છે. – લોકો તો આવી ગયા. ત્યારે અભયકુમારે કહ્યું કે, જેઓ આ ત્રણનો પરિત્યાગ કરવા તૈયાર હોય – (૧) અગ્નિ, (૨) પાણી અને (૩) સ્ત્રી. તેમને હું આ ત્રણ કોડી સુવર્ણ દાન આપવા તૈયાર છું. ત્યારે લોકોએ કહ્યું કે, આ ત્રણ વસ્તુ વિના કોડી સુવર્ણને શું કરવાનું ? ત્યારે અભયે કહ્યું કે, "તો પછી આ સાધુને “ભિખારી હતો માટે દીક્ષા લીધી” એમ કેમ કહો છો ? તેની પાસે કંઈ ન હતું અને દીક્ષા લીધી, તો પણ તેણે ત્રણ કોડી સુવર્ણનો ત્યાગ કરેલ જ છે ને ? લોકોએ તે વાત સ્વીકારી. ૦ અભયકુમારની દીક્ષા : કોઈ વખતે એક દેવ કુષ્ઠિરૂપ લઈને ભગવંત મહાવીરના સમવસરણમાં આવ્યો. તે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આગમ કથાનુયોગ-૩ વખતે અભયકુમારને છીંક આવી ત્યારે તે દેવ બોલ્યો કે, “જીવો કે મરો." આ રીતે તે દેવ ભગવંત માટે, શ્રેણિક માટે, કાલસૌરિક માટે એમ ત્રણ માટે જુદું જુદું બોલ્યો ત્યારે શંકા થઈ કે આ દેવ આવા અસંબદ્ધ વાક્યો કેમ બોલે છે ? ભગવંતે શંકાનું સમાધાન આપતા અભયકુમારના વિષયમાં એમ કહ્યું કે, તે જીવિત છે ત્યાં સુધી ધર્મની આરાધનામય દિવસો વ્યતીત કરી રહ્યા છે અને મૃત્યુ બાદ વિજય નામના અનુત્તર વિમાને ઉત્પન્ન થવાના છે, તે તેમના તો બંને લોક સફળ છે, તેથી તે દેવ એમ બોલ્યો કે, “જીવો કે મરો.” અર્થાત્ બંને સમાન જ છે. ત્યારપછી શ્રેણિક મહારાજાએ પોતાના રાજ્યભાર સોંપવા અને રાજમુગટ પહેરાવવા અભયકુમારને વાત કરી. પણ તેણે એ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો. ત્યારપછી ભગવંતની ધર્મદેશના સાંભળ્યા બાદ તેણે ભગવંતને એક વખત એક ઉત્તમ ગુણવાનું, રૂપવાનું, પ્રશમ સાધુ ભગવંતને જોઈને પૂછયું કે આવા ઉત્તમ શ્રમણ કોણ છે ? ત્યારે ભગવંતે જણાવ્યું કે તે ઉદાયન રાજર્ષિ છે. એમ કહીને ઉદાયન રાજર્ષિનું ચરિત્ર પ્રગટ કર્યું. ત્યારે અભયકુમારે પૂછયું કે, અંતિમ રાજર્ષિ કોણ થશે ? (આ ભરતક્ષેત્રમાં મુગટ-અલંકારબદ્ધ રાજા હવે સાધુપણું અંગીકાર કરશે?) ભગવંત મહાવીરે તેને કહ્યું કે, છેલ્લા રાજર્ષિ ઉદાયન થશે. ત્યારપછી કોઈ મુગટબદ્ધ રાજા દીક્ષા લેશે નહીં. આ વાત સાંભળી અભયકુમારે પિતાના રાજ્યનો સ્વીકાર ન કરવાનો નિર્ણય કર્યો. રાજ્ય ત્યાગ કરી પ્રવજ્યા લેવા માટે ઉદ્યમ કરવા લાગ્યો. અભયકુમારે પોતાના પિતા રાજા શ્રેણિક પાસે દીક્ષા લેવાની અનુમતિ માંગી. ત્યારે શ્રેણિકે અનુમતિ ન આપી, પુનઃ પુનઃ વિનંતી કરી ત્યારે કહ્યું કે, જ્યારે હું તને કહું કે, “જતો રહે – મને તારું મુખ બતાવતો નહીં" ત્યારે તારે દીક્ષા લેવી. એક વખત શ્રેણિક રાજા અંતઃપુર સહિત ભગવંતને વંદન કરવા માટે ગયા. દિવસના પાછલા પ્રહરે તે પાછા ફરતા હતા. ત્યારે ચેલ્લણાએ માર્ગમાં નદીના કિનારે ઠંડીના દિવસોમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા અને અતિ તીવ્ર તપ તપતાં ઉત્તમ તપસ્વી જોયા. રાત્રે શ્રેણિકની શય્યામાં સૂતેલી ચેલણાનો હાથ કોઈ કારણે રજાઈની બહાર રહી ગયેલો. તે ઘણો જ ઠંડો થઈ ગયો. સખત ઠંડીયુક્ત વાયુના સ્પર્શથી તેના રૂંવાડા ઊભા થઈ ગયા અને તેનો હાથ ધ્રુજવા લાગ્યો. ત્યારે ચેલણાને દિવસે જોયેલા તપસ્વી સાધુ યાદ આવ્યા. તેથી તે બોલી ઉઠી કે, “નદી કિનારે તેમનું શું થતું હશે ?” આ શબ્દો સાંભળીને શ્રેણિક રાજાને થયું કે, કોઈ પરપુરુષ આનો પ્રેમી જણાય છે, ખરેખર ! સ્ત્રીઓના ચરિત્રને ધિક્કાર થાઓ. એ પ્રમાણે શ્રેણિકના મનમાં ખોટા ખોટા વિકલ્પો ઉઠવા લાગ્યા. પ્રાતઃકાળે તે ભગવંત મહાવીરને વંદનાર્થે જવા તૈયાર થયા ત્યારે તેણે અભયકુમારને બોલાવીને કહ્યું કે, હું અત્યારે જઈ રહ્યો છું. તારે અંતઃપુરમાં જઈને અંતઃપુર સહિત સમગ્ર સ્થાન સળગાવી મૂકવું. મારી આજ્ઞાનો સત્વરે અમલ કરવો. જેથી બળી રહેલી તે બધી રાણીના કરુણ-રૂદન સ્વર હું સાંભળું. Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૧૩ ત્યારે અભયે પોતાની બુદ્ધિથી નિર્ણય કર્યો કે, કોઈ અસત્ કલ્પના અને વિકલ્પોથી પિતાજીએ આવી આજ્ઞા આપેલી છે, પરંતુ કોપાયમાન થયેલા તેઓ વિચારતા નથી કે, રોષથી સહસા કોઈ કાર્ય ન કરવું. જો કરાય તો તેના અશુભ ફળ જ આવે. માત્ર શ્રવણ કરેલું સ્વીકારવું નહીં. પ્રત્યક્ષ જોયેલ હોય તો પણ યુક્તાયુક્તની વિચારણા કરવી. પણ હવે હું શું કરું ? ત્યારપછી અભયકુમારે એક જીર્ણ શાળા હતી, તેમાં મોટી વાળા શ્રેણી તેમજ મોટા ગોટેગોટા જેવા ધૂમાડાથી આકાશને ભરી દેતો હોય તેવો અગ્નિ સળગાવ્યો. રાજા પણ પાછળ જોતો જોતો ભગવંતના વંદન માટે જતો જતો ચિંતવવા લાગ્યા કે, હે ચેલ્લણા! તેં પોતે કરેલા કર્મનું ફળ હવે ભોગવ. ઘણી ત્વરાથી ભગવંત મહાવીર પાસે પહોંચ્યો, તેના ચરણોમાં વંદન કરીને પૂછ્યું હે સ્વામી ચલણા એક પતિવાળી કે બે પતિવાળી ? ભગવંતે કહ્યું કે, એક પતિવાળી, એટલે જલ્દીથી ત્યાંથી ઊભો થયો. ચાલતા ચાલતા પશ્ચાત્તાપ અગ્રિથી બળતા ચિત્તવાળો તે વિચારવા લાગ્યો કે, અરે ! નિર્ભાગી એવા મેં આ શું કર્યું? ખરેખર ! મેં આ અધમ કાર્ય કર્યું. ત્યારે અભયને ભગવંત મહાવીરના વંદનાર્થે સામેથી ચાલ્યો આવતો તેણે જોયો. તેને જોઈને શ્રેણિકે પૂછયું કે, તેં શું કર્યું? ત્યારે અભયે ઉત્તર આપ્યો કે, આપની આજ્ઞાનું કદાપિ કોઈ અપમાન કરે ખરાં ? તો શું તેં ભયંકર વાળાયુક્ત અગ્નિમાં ચલણાદિ રાણીઓને સળગાવી મૂકી ? હે દુષ્ટ ચેષ્ટાવાળા ! તો પછી તું પણ કેમ ન બળી મર્યો? જા, ચાલ્યો જા. હવે તું મને તારું મોં દેખાડતો નહીં. ત્યારે અભયકુમારે વિચાર્યું કે, હું પણ આ પ્રત્યુત્તરની જ રાહ જોતો હતો. તેણે તુરંત જ ભગવંત મહાવીરના શરણે જઈને પ્રવજ્યા અંગીકાર કરી લીધી. શ્રેણિક ઝૂરતા હૃદયે મહેલે પહોંચ્યો ત્યારે સર્વે ક્ષેમ કુશળ જોઈને તે સમજી ગયો કે હું અભયકુમારથી છેતરાયો છું. એ રીતે શ્રેણિક અને નંદાદેવીના પુત્ર અભયકુમારે પ્રવજ્યા ગ્રહણ કરી. પાંચ વર્ષપર્યંત શ્રમણપર્યાયનું પાલન કર્યું. વિપુલ પર્વત અનશન કરી. કાળધર્મ પામી વિજય અનુત્તર વિમાને દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે. અભય અણગારની શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ :સૂય ચૂપૃ. ૭૮, ૧૯, ૩૬૨, ૪૧૫; સૂય નિ ૫૯, ૧૯૬, ૨૪૭, ૭૩૮ની છે ઠા ૩૬૦ની વૃજ નાયા. ૧૦, ૨૦ થી ૨૩; અનુ. ૧, ૨; નિર. ૯, ૧૦ + ૬; નિસી. ૧૫૫૭ની ચૂ. બુ.ભા. ૧૭૨ની વૃ; વવ.ભા. ૬૩, ૧૨૯૧ની વૃ; આવા નિ ૯૪૩; આવ.ચું ૧- ૧૦૪, ૪૬૮, પ૪૬, ૧૪૭, ૧૫૭, પપ૮; ર–પૃ. ૬૧, ૧૫૯ થી ૧૬૨, ૧૬૫, ૧૬૯, ૧૭૧; આવ.નિ. ૧૩૪, ૮૪૭, ૯૪૯, ૧૨૮૪ની દ્ર દસ ચૂપ ૪૪, ૪૫, ૨૩, ૮૩, ૮૪; Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ દનિ. ૧૮૫ની ; ૦ દીર્ધસેન આદિ કુમાર કથા ઃ (૧. દીર્ધસેન, ૨. મહાસેન, ૩. લષ્ટદંત, ૪. ગૂઢદંત, ૫. શુદ્ધદંત, ૬. હન્ન, ૭. ક્રુમ, ૮. ક્રુમસેન, ૯. મહાક્રુમસેન, ૧૦. સિંહ, ૧૧. સિંહસેન, ૧૨. મહાસિંહસેન, ૧૩. પુણ્યસેન) (૧) દીર્ધસેનકુમાર :– (૨) મહાસેન આદિ કુમાર : તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો, ધારિણી રાણી હતી. તેણીએ સ્વપ્નમાં સિંહ જોયો. જાલિકુમારની માફક જન્મ થયો, બાળપણ વીત્યું. કળાઓ શીખ્યો. વિશેષતા માત્ર એટલી કે આ કુમારનું નામ દીર્ધસેન કુમાર રાખવામાં આવ્યું – યાવત્ – જાલિકુમારની માફક મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે. જાણવું) - X - X - દીર્ધસેન કુમાર પ્રમાણે જ તેરે કુમારો વિશે (મહાસેન આદિ બારે કુમારો વિશે આગમ કથાનુયોગ-૩ નંદી. ૯૮, ૧૦૭ની વૃ; આ બધાં જ કુમારો રાજગૃહ નગરમાં ઉત્પન્ન થયા. આ બધાંના પિતા શ્રેણિક હતા. માતા ધારિણી હતી. આ બધાંનો શ્રમણપર્યાય સોળ વર્ષનો હતો. દીર્ધસેન અને મહાસેનકુમાર વિજય અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. લષ્ટદંત અને ગૂઢદંત વૈજયંત અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. શુદ્ધદંત અને હલકુમાર જયંત અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ક્રમ અને ક્રમસેનકુમાર અપરાજિત અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. મહાક્રમસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન અને પુણ્યસેનકુમાર એ પાંચે સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. બાકી સમગ્ર કથાનક જાલિકુમાર પ્રમાણે જાણવું. ૦ આગમ સંદર્ભ : -- અનુત્ત. ૩ થી ૬; X X ૦ ધન્ય અણગાર કથા - તે કાળ અને તે સમયમાં કાકંદી નામની નગરી હતી. જે ઋદ્ધિયુક્ત, નિર્ભય અને ધનધાન્યથી સમૃદ્ધ હતી, ત્યાં સર્વ ઋતુઓના પુષ્પો અને ફળોથી યુક્ત સહસ્રામવન નામનું ઉદ્યાન હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. ૦ ધન્યનો ગૃહવાસ : તે કાકંદી નગરીમાં ભદ્રા નામની સાર્થવાહિની નિવાસ કરતી હતી. જે ઋદ્ધિસમૃદ્ધિથી આય-સંપન્ન – યાવત્ અપરિભૂત હતી. તે ભદ્રા સાર્થવાહિનીનો પુત્ર ધન્ય નામે બાળક હતો. જે અહીંન, પ્રતિપૂર્ણ, Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૧૫ પંચેન્દ્રિય શરીરવાળો – યાવત્ – સુરૂપ હતો. પાંચ ધાવ માતાઓથી પરિગૃહિત હતો. જેને મહાબલકુમાર સદશ જાણવો – યાવત્ – તેણે બોંતેર કલાઓનું અધ્યયન કર્યું – થાવત્ – તે પૂર્ણતયા ભોગોને ભોગવવા સમર્થ થઈ ગયો. ત્યારપછી ભદ્રા સાર્થવાહિની ધન્ય બાળકને બાલ્ય અવસ્થાથી મુક્ત – યાવત્ – ભોગોપભોગ માટે પણ સમર્થ જાણીને ઘણાં વિશાળ અને ઊંચા – યાવત્ – પ્રતિરૂપ બત્રીશ. શ્રેષ્ઠ પ્રાસાદ બનાવડાવ્યા. તેના મધ્યમાં અનેક સેંકડો સ્તંભો વડે યુક્ત – ચાવત્ – પ્રતિરૂપ એક વિશાલ ભવન બનાવ્યું. - ત્યારપછી તે ભદ્રા સાર્થવાહીએ તે ધન્યકુમારને ઉત્તમ ઇભ્ય એવી બત્રીશ કન્યાઓની સાથે એક જ દિવસે પાણિગ્રહણ કરાવ્યું. બત્રીશ–બત્રીશ વસ્તુ પ્રીતિદાનમાં આવેલ હતી. ત્યારપછી તે ધન્યકુમાર જોર-જોરથી વગાડાતા મૃદંગ આદિ વાદ્યોના નાદથી યુક્ત તે શ્રેષ્ઠ પ્રાસાદોની ઉપર – યાવત્ – વિપુલ મનુષ્ય સંબંધી કામભોગોનો અનુભવ કરતો વિચરવા લાગ્યો. ૦ ધન્યની પ્રવજ્યા : તે કાળ, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમોસર્યા પર્ષદા નીકળી. કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા પણ તે જ પ્રકારે વંદના કરવા નીકળ્યો. - ત્યારપછી ધન્યકુમારને મહાનું કોલાહલ – યાવત્ – મહા જનસમુદાયને સાંભળીને અને જોઈને મનમાં આવા પ્રકારનો અધ્યવસાય – કાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – શું આજે કાકંદી નગરીમાં ઇન્દ્રમહોત્સવ છે અથવા – યાવત્ – સ્તુપ મહોત્સવ છે અથવા યજ્ઞ છે, કે જેથી આ ઘણાં જ ઉગ્ર, ભોગ આદિ કુળના લોકો – યાવત્ – જઈ રહ્યા છે. આ પ્રમાણે વિચાર કરે છે. વિચારીને કંચુકી પુરુષને બોલાવે છે. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! શું આજે કાકંદી નગરીમાં ઇન્દ્રમહોત્સવ છે અથવા –- યાવત્ – લોકો જઈ રહ્યા છે ? ત્યારપછી તે કંચુકી પુરુષમાં જેમને શ્રમણ ભગવંત મહાવીરના આગમનની નિશ્ચિત જાણકારી હતી. તેમણે ધન્ય કુમારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આજે શ્રમણ ભગવંત મહાવીર કાકંદી નગરીની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અભિગ્રહ સ્વીકાર કરીને સંયમ તપથી આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. તેથી આ ઘણાં જ ઉગ્ર, ભોગ આદિ કુળના લોકો – યાવત્ – જઈ રહ્યા છે. ત્યારપછી તે ધન્યકુમાર કંચુકી પુરુષ પાસેથી આ અર્થને સાંભળીને અને હૃદયમાં ધારણ કરી હર્ષિત અને સંતુષ્ટ થયો – યાવત્ – પગે ચાલીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજતા હતા. તે તરફ ગયો. જઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદના–નમસ્કાર કર્યા, વંદના-નમસ્કાર કરીને ત્રિવિધ પર્યાપાસનાથી પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ધન્યકુમાર અને તે વિશાળ ઋષિ પર્ષદાને – થાવત્ – ધર્મકથા કહી. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આગમ કથાનુયોગ-૩ ત્યારપછી તે ધન્યકુમાર શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી અને સમજીને હર્ષિત–સંતુષ્ટ થઈ શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. કરીને વંદના–નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું હે ભગવન્ હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવતું – માતા ભદ્રા. સાર્થવાહિની પાસેથી આજ્ઞા લઈ લઉં. ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. જે પ્રમાણે જમાલીએ પૂછ્યું હતું, તે જ પ્રમાણે પૂછે છે. ત્યારપછી તે ભદ્રા સાર્થવાહિની તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમરામ, અશ્રુતપૂર્વ અને કર્કશ વચનને સાંભળીને અને સમજીને “ધસુ” કરતી સર્વાગથી જમીન પર પડી ગઈ. મૂછ ખતમ થયા બાદ માતા-પુત્રનો આ વિષયમાં મહાબલ કુમારની જેમ સંવાદ થયો. (કથા જુઓ-મહાબલકુમાર) ત્યારપછી ભદ્રા સાર્થવાહિની જ્યારે ધન્યકુમારને સમજાવવામાં સમર્થ ન થઈ શકી – યાવત્ – જિતશત્રુ રાજાને પૂછયું, હે દેવાનુપ્રિય ! નિષ્ક્રમણ કરનારા ધન્યકુમારને માટે છત્ર, મુગટ અને ચામર માટે યાચના કરું છું. ત્યારે જિતશત્રુ રાજાએ ભદ્રા સાર્થવાહિનીને આમ કહ્યું હે દેવાનુપ્રિયા ! તમે જલ્દીથી શોકમુક્ત અને આશ્વસ્ત થાઓ. આજે હું જાતે જ ધન્યકુમારનો નિષ્ક્રમણ સત્કાર કરીશ. જે પ્રમાણે કૃષ્ણ થાવસ્ત્રાપુત્રનો નિષ્ક્રમણ સમારોહ કર્યો હતો, તે જ પ્રમાણે જિતશત્રુએ સ્વયં ધન્યકુમારનો નિષ્ક્રમણ સમારોહ કર્યો. ત્યારપછી તે ધન્યકુમાર સ્વયં પોતાના હાથથી પંચમુષ્ટિક લોચ કરે છે – યાવત્ - પ્રવ્રજિત થયા. ત્યારે તે ધન્યકુમાર ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભાંડમત્ત નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પ્રસ્ત્રવણ, ખેલ, સિંઘાણ, જલ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનઃ સમિતિ, વચન સમિતિ, કાય સમિતિ, મનોગુપ્તિ, વચનગુતિ, કાયગતિથી ગુસ, ગુણેન્દ્રિય અને ગુપ્ત બ્રહ્મચારી અણગાર થયા. ૦ ધન્યની તપશ્ચર્યા : ત્યારપછી તે ધન્ય અણગાર જે દિવસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષાથી પ્રવ્રજિત થયા, તે જ દિવસે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા વંદન–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું – - હે ભગવંત! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને આજીવન હું નિરંતર છઠ છઠ તપથી અને પારણે આયંબિલ કરવારૂપ તપકર્મ ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતા વિચરવા ઇચ્છું છું. છઠ તપના પારણામાં પણ આયંબિલમાં શુદ્ધ ભોજન ગ્રહણ કરવાનું જ મને કલ્પ છે. પરંતુ અનાયંબિલ આહાર ગ્રહણ કરવો મને ન કલ્પે. આ આયંબિલ (આહાર) પણ સંસૃષ્ટ હાથ વડે લેવા કહ્યું – અસંસૃષ્ટ હાથ વડે લેવો ન કલ્પે. તે પણ ઉજ્જિત Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૧૭ - પરિત્યાગ રૂપ ધર્મવાળો હોય, અપરિત્યાગરૂપ ધર્મવાળો નહીં. તે પણ એવો (આહાર) હોય જેને બીજા અનેક શ્રમણ, માહણ, અતિથિ, કૃપણ, યાચક ઇચ્છતા ન હોય. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. વિલંબ ન કરો. ત્યારપછી તે ધન્ય અણગાર શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરી હર્ષિત અને સંતુષ્ટ થઈને જીવનપર્યત માટે નિરંતર છઠ છઠ પૂર્વક આયંબિલ ગ્રહણ કરવારૂપ તપોકર્મ થકી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી તે ધન્ય અણગાર પહેલા છઠક્ષમણ તપના પારણે પહેલા પ્રહરે સ્વાધ્યાય કરે છે. જેમ ગૌતમસ્વામીની કથામાં જણાવ્યું તેમ એ જ પ્રકારે ધન્ય અણગારે પૂછ્યું – યાવત્ – જ્યાં કાકંદી નગરી હતી, ત્યાં આવ્યા, આવીને કાકંદી નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા આયંબિલ (આહાર) ગ્રહણ કરે છે, પણ અનાયંબિલ (આહાર) ગ્રહણ કરતા નથી. તે પણ સંસૃષ્ટ ગ્રહણ કરે છે, અસંસ્કૃષ્ટ ગ્રહણ કરતા નથી. ઉક્ઝિત ધર્મવાળો ગ્રહણ કરે છે, અનુજ્જિત ધર્મવાળો ગ્રહણ નથી કરતા. તે અન્ન પણ એવું કે જેને અનેક માહણ, અતિથિ, કૃપણ, શ્રમણ કે યાચક ન ઇચ્છતા હોય. ત્યારપછી તે ધન્ય અણગાર ઉદ્યમથી–પ્રયત્નથી – ગુરુ વડે આજ્ઞપ્ત - ઉત્સાહપૂર્વક સ્વીકૃત અને એષણા સમિતિ પૂર્વક આહારની ગવેષણા કરતા વિચરે છે. તેમ કરતાં ક્યારેક તેને ભોજન મળે છે, તો પાણી મળતું નથી, પાણી મળે છે તો ભોજન મળતું નથી. ત્યારે અદીન – અવિમન (પ્રસન્ન ચિત્ત) – કલેશરહિત, વિષાદરહિત. અપરિતંત જોગી (નિરંતર સમાધિયુક્ત) યોગ અને ચારિત્રની પ્રતિ યતના અને ઉદ્યમશીલ તે ધન્ય અણગાર યથાપર્યાપ્ત ભિક્ષા ગ્રહણ કરી, કરીને કાકંદી નગરીથી બહાર નીકળ્યા. નીકળીને ગૌતમસ્વામી માફક – યાવત્ – દેખાડે છે. ત્યારપછી ધન્ય અણગાર શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને મૂર્ણારહિત, ગૃદ્ધિરહિત, લિપ્સારહિત, આસક્તિરહિત થઈને, બિલમાં સર્પ પ્રવેશ કરે તેવી વૃત્તિથી આહાર કરતા અને આહાર કરીને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરણ કરે છે. ત્યારપછી અન્યદા કદાચિત્ શ્રમણ ભગવંત મહાવીર કાકંદી નગરીથી સહસ્ત્રાપ્રવનથી નીકળ્યા. નીકળીને બહાર જનપદ વિહારથી વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી તે ધન્ય અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કરે છે. કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે ધન્ય અણગાર તે શ્રેષ્ઠ, વિપુલ, મહાન પ્રયત્નપૂર્વક પ્રગૃહીત, કલ્યાણરૂપ, શિવ, ધન્ય, મંગલકારક, સશ્રીક, શોભાયુક્ત, ઉદગ્ર, ઉત્તમ, ઉદાર, મહાફળવાળા તપકર્મથી શુષ્ક, રૂક્ષ, નિર્માસ, ચર્માચ્છાદિત અસ્થિવાળા, કિટિકિટિકાભૂત, કૃશ, ધમની જેવા થઈ ગયા. Page #319 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૮ આગમ કથાનુયોગ-૩ પછી તે આત્મશક્તિના સહારે ચાલતા હતા, આત્મશક્તિથી રોકાતા હતા, બોલ્યા પછી થાકી જતા હતા, બોલતા પણ થાકી જતા હતા, “હું બોલું" એમ વિચારીને પણ તે ગ્લાન થઈ જતા હતા. જેમ કોઈ લાકડાથી ભરેલ ગાડી, પાંદડા ભરેલ ગાડી અથવા પાંદડા, તલ, ભાંડથી ભરેલી ગાડી અથવા એરંડ કાષ્ઠથી ભરેલી ગાડી અથવા કોલસા ભરેલી ગાડી સૂર્યની ઉષ્ણતાથી સૂકાઈને અવાજ કરતા ચાલે છે, અવાજ કરતાં જ રોકાય છે, તે જ પ્રકારે ધન્ય અણગાર પણ ચાલતા ત્યારે પણ અવાજ થતો, રોકાતા ત્યારે પણ (ખડખડ) અવાજ થતો હતો. તેઓ તપથી ઉપચિત–પુષ્ટ અને માંસ-લોહી વડે અપચિત-ર્બલ. રાખથી ઢાંકેલ હવનના અગ્રિની સમાન તપ અને તેજથી જાવલ્યમાન, તપ તેજરૂપી શ્રી વડે અતિ શોભિત થઈને રહેલા હતા. ૦ ધન્યનું તપજનિત લાવણ્ય : ધન્ય અણગારના પગનું આ પ્રકારનું તપજનિત લાવણ્ય થયું હતું – જાણે કે સુકાયેલા વૃક્ષની છાલ હોય, લાકડાની પાદુકા હોય, જીર્ણ ઉપાનહ (જુના) હોય, એ પ્રમાણે ધન્ય અણગારના પગ શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિ–ચર્મ અને શિરાઓને કારણે જ ઓળખાતા હતા. માંસ કે રૂધિરને કારણે ઓળખાતા ન હતા. ધન્ય અણગારના પગની આંગળીઓનું અહીં આ પ્રકારનું તપજનિત લાવણ્ય થઈ ગયું હતું – જેમકે વટાણાની શીંગ, મગની શીંગ, અડદની શીંગ કોમળ હોય ત્યારે તોડીને તડકામાં સૂકાવવાથી મુરઝાઈ જાય છે. એ જ પ્રમાણે ધન્ય અણગારના પગની આંગળીઓ શુષ્ક, રુક્ષ, નિર્માસ અને અસ્થિચર્મ અને શિરાઓ વડે જ ઓળખાતી હતી. પણ માંસ અને લોહી વડે ઓળખાતી ન હતી. ધન્ય અણગારની જાંઘોનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું થઈ ગયેલ હતું – જેમ કાગડાની જાંઘ હોય, કંક પક્ષીની જાંઘ હોય અથવા ઢેણિક પક્ષીની જાંઘ હોય આજ પ્રમાણે ધન્ય અણગારની જાંઘો પણ શુષ્ક, રૂક્ષ, નિર્માસ, અસ્થિ–ચર્મ અને શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી. ધન્ય અણગારના ઘૂંટણોનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ-લાવણ્ય થઈ ગયું હતું. જેમ કે કાલિનામક વનસ્પતિ વિશેષની ગાંઠ, સંધિસ્થાન હોય, મયૂર પર્વ કે ઢેણિક પક્ષીના પર્વ હોય એ જ પ્રકારે ધન્ય અણગારના ઘૂંટણ શુષ્ક, રુક્ષ, નિર્માસ અસ્થિ-ચર્મ અને શિરાઓથી ઓળખાતા હતા. પણ માંસ અને લોહીથી ઓળખાતા ન હતા. ધન્ય અણગારના ઊરુઓનું આ આવા પ્રકારનું તપ જન્ય રૂપ લાવણ્ય હતું. જેમકે કોમળ પ્રિયંગુવૃક્ષની કુંપણ, બોરની કુંપણ, શાલ્મલી વૃક્ષની કુંપણ તોડીને સૂર્યની ગરમીમાં સુકવવાથી મુરઝાઈ જાય છે. એ જ પ્રમાણે ધન્ય અણગારની રૂએ, શુષ્ક, રુક્ષ, માંસરહિત, અસ્થિ–ચર્મ અને શિરાઓ દ્વારા ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી. ધન્ય અણગારના ઉદર ભાજનનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ લાવણ્ય હતું. Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ જેમકે તે સુકાયેલી મશક હોય અથવા ચણા વગેરે સેકવાનું વાસણ હોય અથવા કાષ્ઠનું કોઈ પાત્ર વિશેષ હોય, એ જ પ્રકારે ધન્ય અણગારનું ઉદર શુષ્ક, રૂક્ષ, માંસરહિત ચર્મ અને શિરાઓથી ઓળખાતું હતું. પણ માંસ અને લોહીથી ઓળખાતું ન હતું. ધન્ય અણગારની પાંસળીઓના સમૂહનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ—લાવણ્ય હતું. જેમકે તે થાસકની શ્રેણિ હોય, પાણભાજનની શ્રેણિ હોય, ઠૂંઠાની શ્રેણિ હોય એવા પ્રકારે ધન્ય અણગારની પાંસળીઓ શુષ્ક, રૂક્ષ, નિર્માંસ અસ્થિચર્મ, શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ કે લોહી વડે ઓળખાતી ન હતી. ધન્ય અણગારની પીઠના હાડકાના ઉન્નતપ્રદેશોનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ લાવણ્ય હતું. જેમકે કર્ણ આભૂષણની પંક્તિ હોય, ગોલક આભુષણની પંક્તિ હોય અથવા વર્તક—ગોલકની પંક્તિ હોય, આ પ્રકારે ધન્ય અણગારની પૃષ્ઠકદંડક શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિ, ચર્મ, શિરાઓ વડે ઓળખાતી હતી. પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી. ૩૧૯ ધન્ય અણગારના વક્ષસ્થળનું આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું. જેમકે કુંડાનો નીચેનો ભાગ હોય, વાંસ આદિના પાંદડાનો પંખો હોય અથવા તાડપત્રનો પંખો હોય, એ જ પ્રકારે ધન્ય અણગારનું વક્ષસ્થળ શુષ્ક, રૂક્ષ, માંસરહિત અસ્થિ—ચર્મ અને શિરાઓથી ઓળખાતું હતું. પણ માંસ અને લોહી વડે ઓળખાતું ન હતું. ધન્ય અણગારની ભુજાઓનું આ આવા પ્રકારનું તપજનિત લાવણ્ય હતું. જેમકે શમી વૃક્ષની સીંગ, બાહક વૃક્ષની સીંગ, અગસ્તિક વૃક્ષની સીંગ આદિ સૂકાઈને જેવી ચીમળાઈ જાય છે, આ જ પ્રકારે ધન્ય અણગારની ભુજા શુષ્ક, રુક્ષ, નિર્માંસ અને અસ્થિ, ચર્મ, શિરાઓથી ઓળખાતી હતી. પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી. ધન્ય અણગારના હાથોનું આવા પ્રકારનું તપજનિત રૂપ લાવણ્ય હતું. જેમકે . સુકું છાણ હોય, વટવૃક્ષના સુકા પાંદડા હોય, પલાશ વૃક્ષના સુકા પાંદડા હોય એ જ પ્રકારે ધન્ય અણગારના હાથ શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિ—ચર્મ અને શિરાઓથી ઓળખાતા હતા. પરંતુ માંસ અને લોહીથી યુક્ત ન હતા. ધન્ય અણગારના હાથોની આંગળીઓનું આ અને આવા પ્રકારનું તપજનિત સૌંદર્ય હતું. જેમકે – વટાણાની શીંગ, મગની શીંગ અથવા અડદની શીંગ કોમળ હોય ત્યારે તોડીને સૂર્યની ગરમીમાં સૂકવવાથી મૂરઝાઈ જાય છે, એ જ પ્રકારે ધન્ય અણગારના હાથની આંગળીઓ શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિ—ચર્મ અને શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ભરેલી ન હતી. - ધન્ય અણગારની ગર્દનનું આ આવા પ્રકારનું તપજનિત રૂપ—લાવણ્ય હતું. જેમકે – માટીના નાના ઘડાની ડોક, કુંડિકાની ડોક અથવા ઊંચા મોઢાવાળું વાસણ હોય, આવા પ્રકારે ધન્ય અણગારની ગરદન શુષ્ક, રૂક્ષ, નિર્માસ અને અસ્થિચર્મ, શિરાઓથી ઓળખાતી હતી. પણ માંસ, લોહીથી યુક્ત ન હતી. ધન્ય અણગારની હતું – હડપચીનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું હતું. જેમકે – તુંબફળ, હકુબફળ અથવા કેરીની ગોટલી સૂર્યના તાપથી સૂકાઈને મૂરઝાઈ જાય છે, એ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આગમ કથાનુયોગ-૩ જ પ્રકારે ધન્ય અણગારની હડપચી શુષ્ક, રૂક્ષ, નિર્માસ, અસ્થિ –ચર્મ અને શિરાઓથી ઓળખાતી હતી. પણ માંસ અને લોહીથી યુક્ત ન હતી. ધન્ય અણગારના હોઠોનું તપજનિત લાવણ્ય આવા પ્રકારનું હતું. જેમકે – સૂકાયેલી જલોક હોય છે, શ્લેષ્મ ગોળી હોય છે અથવા અલત્તગુટિકા હોય છે, એ જ પ્રમાણે – ધન્ય અણગારના હોઠ શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિ–ચર્મ અને શિરાથી ઓળખાતા હતા. પણ માંસ અને લોહીથી યુક્ત ન હતા. ધન્ય અણગારની જીભનું આ – આવા પ્રકારનું તપજનિત રૂપ–લાવણ્ય હતું. જેમકે – વડનું વૃક્ષ કે પલાશનું વૃક્ષ કે શાકના પાંદડા હોય છે. એ જ પ્રમાણે ધન્ય અણગારની જીભ શુષ્ક, રૂક્ષ, માંસરહિત અને ચર્મ તથા શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી. ધન્ય અણગારના નાકનું તપજનિત રૂપલાવણ્ય આવા પ્રકારનું હતું. જેમકે – આમપેશી કે આમતક પેશી કે બિજોરાની પેશી કોમળ હોય, તેને કાપીને સૂર્યના તાપમાં સૂકવી દીધી હોય ત્યારે જે રીતે મુરઝાઈ જાય, એવા જ પ્રકારે ધન્ય અણગારનું નાક શુષ્ક, ફૂલ અને માંસરહિત હતું. કેવળ અસ્થિચર્મ અને શિરાઓથી ઓળખાતું હતું. પણ માંસ અને લોહી વડે ઓળખાતું ન હતું. ધન્ય અણગારની આંખોનું તપજનિત રૂપ–લાવણ્ય આ અને આવા પ્રકારનું હતું. જેમકે – વીણાના છિદ્ર, વટ્વીસકના છિદ્ર અથવા પ્રભાતનો તારો હોય છે. એ પ્રમાણે ધન્ય અણગારની આંખો શુષ્ક, રૂક્ષ, માંસરહિત હતી. તે કેવળ અસ્થિ, ચર્મ, શિરાઓથી ઓળખાતી હતી, પણ માંસ અને લોહીથી ઓળખાતી ન હતી. ધન્ય અણગારના કાનોનું તપજનિત રૂપ–લાવણ્ય આ અને આવા પ્રકારનું હતું. જેમકે – મૂળાનું છોતરું, તરબૂચનું છોતરું અથવા કારેલાનું છોતરું હોય છે. એ જ પ્રકારે ધન્ય અણગારના કાન શુષ્ક, ફૂલ અને માંસરહિત હતા. તે ફક્ત ચામડી અને શિરાઓથી જ ઓળખાતા હતા. માંસ અને લોહીથી ઓળખાતા ન હતા. ધન્ય અણગારના મસ્તકનું તપજનિત રૂપ લાવણ્ય આ આવા પ્રકારનું હતું. જેમકે કોમળ તુંબડુ, કોમળ આલ, કોમળ સિસ્તાલક ફળ વિશેષને તોડીને સૂર્યના તાપમાં સૂકવવાથી પ્લાન–મુરઝાયેલ થઈ જાય છે. એ જ પ્રકારે ધન્ય અણગારનું મસ્તક શુષ્ક, ફૂલ, માંસરહિત હતું. ફક્ત અસ્થિ–ચામડી અને શિરાઓને લીધે ઓળખાતું હતું. પણ લોહી કે માંસથી ઓળખાતું ન હતું. ધન્ય અણગાર માંસ આદિના અભાવથી સૂકાઈ ગયેલા અને ભૂખને લીધે ફૂલ થયેલા પગ, જાંઘ અને સાથળ વડે, ભયંકર રૂપથી પ્રાંત ભાગોમાં ઉન્નત્ત થયેલ કટિકટાહથી, પીઠની સાથે મળી ગયેલ ઉદરરૂપ પાત્રથી, પૃથ–પૃથક્ દેખાતી પાંસળી વડે, રુદ્રાક્ષ માળા સમાન સ્પષ્ટ ગણી શકાય તેવી પૃષ્ઠ કરંડકની સંધિઓ વડે, ગંગાના તરંગ સમાન ઉદર-કટકના પ્રાંત ભાગોથી સૂકાયેલા સાપ જેવી ભૂજાઓ વડે, ઘોડાની ઢીલી લગામ સમાન લટકતા હાથો વડે, કંપન વાયુ રોગવાળા પુરુષની સમાન કાંપતા મસ્તક વડે– Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૨૧ – (તેમજ) મુરઝાયેલા મુખરૂપ કમળથી ક્ષીણ હોઠને લીધે ઘડાના મુખ જેવા વિકરાળ મુખ વડે અને આંખોના અંદર ધસી જવાના કારણે એટલા બધાં કૃશ થઈ ગયા હતા કે તેમના શરીરમાં કોઈ બળ બિલકુલ પણ બાકી રહ્યું ન હતું. તેઓ કેવળ આત્મબળથી ચાલતા હતા, ફરતા હતા અને ઊભા રહેતા હતા. થોડું બોલવાથી પણ તેમને ખેદ થતો હતો. બોલું એમ વિચારતા પણ થાકી જતા હતા. જે પ્રમાણે એક કોલસાની ગાડી ચાલે ત્યારે અવાજ કરે છે, એ જ પ્રમાણે તેમની અસ્થિ (હાડકાં) પણ ચાલે ત્યારે અવાજ કરતા હતા. તેઓ સ્કંદકની સમાન થઈ ગયા હતા. ભસ્મ વડે ઢંકાયેલી આગની સમાન તેઓ અંદરથી દીપ્ત થઈ રહ્યા હતા. તેઓ તેજ વડે, તપ વડે અને તપ-તેજની શોભા વડે શોભાયમાન થઈને વિચરતા હતા. ૦ શ્રેણિકે મહાદૂષ્કરકારક કોણ ? તેવો કરેલ પ્રશ્ન : તે કાળ અને તે સમયે રાજગૃહ નામે નગર હતું, ત્યાં ગુણશીલક નામે ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્ષદા નીકળી, શ્રેણિક પણ નીકળ્યો, ધર્મ કહ્યો, પર્ષદા પાછી ગઈ. ત્યારપછી શ્રેણિક રાજાએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ શ્રવણ કરીને અને અવધારીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવંત! આ ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં ક્યાં અણગાર અતિ દુષ્કર ક્રિયા કરનારા અને કર્મોની મહાનું નિર્જરા કરનારા છે ? હે શ્રેણિક! આ ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં નિશ્ચયથી ધન્ય અણગાર અતિ દુષ્કર ક્રિયા કરનારા અને મહાનિર્જરા કરવાવાળા છે. હે ભગવન્! કયા કારણથી આપ આ પ્રમાણે કહો છો કે, આ ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં ધન્ય અણગાર અતિ દુષ્કર ક્રિયા કરનારા અને કર્મોની મહાનિર્જરા કરનારા છે ? હે શ્રેણિક ! તે કાળ, તે સમયે કાકંદી નામની નગરી હતી, ત્યાં ધન્યકુમાર શ્રેષ્ઠ પ્રાસાદમાં વિચારી રહ્યા હતા. ત્યારપછી અન્ય કોઈ દિવસે હું અનુક્રમથી વિહાર કરતા, એક ગામથી બીજે ગામ ગમન કરતા–કરતા જ્યાં કાકંદી નગરી હતી, જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું. ત્યાં આવ્યો અને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કતો વિચરણ. કરવા લાગ્યો, પર્ષદા નીકળી. તે જ પ્રમાણે – યાવત્ – દીક્ષિત થયો – યાવત્ – જે રીતે બિલમાં સર્પ પ્રવેશ કરે છે, તે જ પ્રકારની આત્મભાવનાથી આહાર કરે છે. ધન્ય અણગારના સમગ્ર દેહનું વર્ણન કરવું – થાવત્ – તપ-તેજરૂપ શોભાથી અતીવ-અતીવ શોભાયમાન થઈને રહે છે. આ જ કારણથી હે શ્રેણિક ! હું આ પ્રમાણે કહું છું કે, ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં ધન્ય અણગાર અત્યંત કઠિન તપ કરનાર અને કર્મોની મહાનિર્જરા કરનારા છે. ૩/૧, Jain Educational ternational Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ આગમ કથાનુયોગ-૩ ૦ શ્રેણિક દ્વારા ધન્યની પ્રશંસા : ત્યારપછી શ્રેણિક રાજા શ્રમણ ભગવંત મહાવીરની આ વાતને સાંભળીને અને મનમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમસ્કાર કરે છે, વંદન–નમસ્કાર કરીને જ્યાં ધન્ય અણગાર હતા, ત્યાં આવે છે, આવીને ધન્ય અણગારની ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે, પ્રદક્ષિણા કરીને વંદના-નમસ્કાર કરે છે, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો, હે દેવાનુપ્રિય ! તમે પુણ્યશાળી છો, હે દેવાનુપ્રિય! તમે કૃતાર્થ છો, હે દેવાનુપ્રિય ! તમે કૃતલક્ષણ છો. હે દેવાનુપ્રિય! માનવ જન્મ અને જીવનનું ફળ તમે સારી રીતે પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે સ્તુતિ–પ્રશંસા કરીને વંદન–નમસ્કાર કરે છે. વંદન–નમસ્કાર કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરે છે. કરીને વંદના–નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. ૦ ધન્યની ગતિ : ત્યારપછી તે ધન્ય અણગારને અન્યદા કોઈ સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતા આ પ્રકારનો આધ્યાત્મિક વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – હું આવા પ્રકારે આ ઉદાર તપકર્મ દ્વારા ધમની જેવો થઈ ગયો છું. તેણે સ્કંદક અણગાર જેવો જ વિચાર કર્યો. પછી ભગવંતને પૂછયું, સ્થવિરોની સાથે વિપુલ પર્વત ચઢ્યા. છેલ્લે માસિક સંલેખના કરી. ધન્ય અણગારે નવ માસપર્યત શ્રમણ પર્યાયનું પાલન કર્યું – યાવત્ – કાળ માસમાં મૃત્યુના સમયે કાળ કરીને ઉર્ધ્વલોકમાં ચંદ્ર, સૂર્ય ગ્રહ, ગણ, નક્ષત્ર, તારાઓથી – યાવત્ – પુનઃ રૈવેયક વિમાનોના પ્રસ્તટનું ઉલ્લંઘન કરીને ઉપર સર્વાર્થસિદ્ધ નામક અનુતર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. એ જ પ્રમાણે (સ્કંદક કથાનક મુજબ) જ સ્થવિરો ઉતરીને આવ્યા – યાવત્ – આ તેમના (ધન્ય અણગારના) આચાર ભાંડોપકરણ છે. હે ભગવન્! આ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમ એ જ પ્રમાણે પૂછે છે, જે રીતે સ્કંદકના વિષયમાં પૂછયું હતું – યાવત્ – ભગવંત ઉત્તર આપે છે – યાવત્ – તેઓ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. હે ભગવન્! ધન્ય દેવની કેટલા કાળની સ્થિતિ પ્રતિપાદિત કરવામાં આવી છે ? હે ગૌતમ ! ૩૩ સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે. હે ભગવન્! તે ધન્ય દેવ તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :આયા યૂ.પૂ. ૨૨૧; અનુત્ત. ૮ થી ૧૨; – ૪ – ૪ – Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૨૩ ૦ સુનક્ષત્ર કથા : તે કાળ, તે સમયે કાકંદી નગરી હતી, જિતશત્રુ નામે રાજા હતો. તે જ કાકંદી નગરીમાં ભદ્રા નામની સાર્થવાહિની રહેતી હતી. જે ઋદ્ધિ સંપન્ન – થાવત્ – અપરિભૂતા હતી. તે ભદ્રા સાર્થવાહિનીને સુનક્ષત્ર નામનો બાળક પુત્ર હતો. જે પાંચે ઇન્દ્રિયોથી અહીન અને પરિપૂર્ણ હતો – યાવત્ – સુરૂપ હતો. જે પ્રમાણે ધન્યકુમારમાં કહ્યું હતું તે પ્રમાણે પાંચ ધાવમાતા દ્વારા તેનું લાલનપાલન કર્યું. બત્રીશ વસ્તુ પ્રીતિદાનમાં મળી – થાવત્ – ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદમાં વિચારવા લાગ્યો. તે કાળે, તે સમયે સ્વામી (શ્રમણ ભગવંત મહાવીર) સમોસર્યા – યાવતું – સમવસરણ રચાયું. જે પ્રકારે ધન્યકુમાર નીકળ્યા હતા. એ જ પ્રકારે સુનક્ષત્ર પણ નીકળ્યો. જે પ્રમાણે થાવસ્ત્રાપુત્રનું થયેલ તે જ પ્રકારે સુનક્ષત્રનો પણ નિષ્ક્રમણ મહોત્સવ થયો – યાવત્ – સુનક્ષત્ર અણગાર થયા. ઈર્ષા સમિતિવાળા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. ત્યારપછી તે સુનક્ષત્ર અણગારે જે દિવસે શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા અંગીકાર કરી, તે જ દિવસે અભિગ્રહ ધારણ કર્યો. તે જ પ્રકારે – યાવત્ – જે પ્રકારે સર્પ બિલમાં પ્રવેશ કરે છે, તે જ પ્રકારે લાલસારહિતપણે આહાર કરે છે. આહાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. સ્વામી (ભગવંત મહાવીર) બહારના જનપદ વિહારમાં વિચરણ કરે છે. (સુનક્ષત્ર અણગાર)પછી અગિયાર અંગોનું અધ્યયન કરે છે અને સંયમ–તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ત્યારપછી તે સુનક્ષત્ર અણગાર તે ઉદાર તપકર્મ વડે – યાવત્ – કુંદક અણગારની માફક અતીવ-અતીવ શોભાયમાન થઈ વિચરવા લાગ્યા. તે કાળ, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. સ્વામી સમોસર્યા. પર્ષદા નીકળી. રાજા પણ નીકળ્યો. ધર્મ કહ્યો. રાજા પાછો ગયો. પર્ષદા પાછી ગઈ. ત્યારપછી તે સુનક્ષત્ર અણગારને અન્યદા કોઈ સમયે મધ્યરાત્રિના ધર્મ જાગરણા કરતા આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. જે પ્રમાણે સ્કંદકના વિષયમાં બતાવેલ છે તેમ કહેવું – યાવત્ – ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. ગૌતમસ્વામીએ પૂછયું, તે જ પ્રમાણે કથન કર્યું. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. તેત્રીશ સાગરોપમની સ્થિતિ થઈ. મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – થાવત્ – સર્વદુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ:અનુત્ત. ૮, ૧૩; – ૪ – » –– Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ૦ ઋષિદાસ આદિ કથા :– ((૧) ઋષિદાસ, (૨) પેલ્લકકુમાર, (૩) રામપુત્ર, (૪) ચંદ્રિકા, (૫) પૃષ્ટિમાતૃક, (૬) પેઢાલપુત્ર, (૭) પોફિલ અને (૮) વેહલકુમાર આ પ્રમાણે આઠ કથાનકો અહીં સાથે જ આપેલા છે.) આ પ્રમાણે સુનક્ષત્ર અણગારની કથા સમાન ઋષિદાસ આદિ આઠે કથાનકો જાણવા. - – વિશેષતા ફક્ત એટલી છે કે— G – (૧) ઋષિદાસ અને (૨) પેહ્લકકુમાર બંને રાજગૃહનગરમાં ઉત્પન્ન થયા. – (૩) રામપુત્ર અને (૪) ચંદ્રિમ એ બંને સાકેતપુરમાં ઉત્પન્ન થયા. – (૫) સૃષ્ટિમ અને (૬) પેઢાલ પુત્ર એ બંને વાણિજ્યગ્રામમાં ઉત્પન્ન થયા. – (૭) પોટ્ટિલ (પુટ્ઠિલ) હસ્તિનાપુરે ઉત્પન્ન થયો. – (૮) વેહલકુમાર રાજગૃહ નગરમાં ઉત્પન્ન થયા. ઉપરોક્ત ધન્ય આદિ નવ કુમારોની માતાનું નામ ભદ્રા હતું. એ નવેને પ્રીતિદાનમાં બત્રીશ—બત્રીશ વસ્તુઓ મળી હતી. નવેનું નિષ્ક્રમણ થાવચ્ચાપુત્રની માફક થયું હતું. - માત્ર વેહલ (વિહલ) કુમારનો નિષ્ક્રમણ મહોત્સવ તેના પિતાએ કર્યો હતો. વેહલ્લ અણગારે છ માસ પર્યંત શ્રમણ પર્યાયનું પાલન કર્યું. ધન્ય અણગારે નવ માસ પર્યંત શ્રમણપર્યાયનું પાલન કરેલું હતું. એ સિવાયના સુનક્ષત્રથી પુટ્ઠિલ પર્યંતના આઠે કુમારોનો શ્રમણ પર્યાય ઘણાં વર્ષોનો હતો. - આગમ કથાનુયોગ-૩ આ દશે અણગારોએ એક માસની સંલેખના કરેલી. ધન્ય આદિ દશે અણગારો સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. ધન્ય આદિ દશે અણગારો (દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને) મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે યાવત્ – સર્વે દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ : - - અનુત્ત. ૮, ૯, ૧૩; (પુરિન નો ઉલ્લેખ ઠા. ૮૭૦ની વૃ.માં પણ છે.) X* = X ―――――― ૦ સુબાહુકુમાર કથા : તે કાળ, તે સમયે હસ્તિશીર્ષ નામનું નગર હતું. તે ઋદ્ધિ સંપન્ન, સ્વચક્ર—પરચક્ર આદિ ભયરહિત અને સમૃદ્ધ હતું. તે હસ્તિશીર્ષ નગરની બહાર ઈશાન ખૂણામાં પુષ્પ કરંડક નામનું ઉદ્યાન હતું. તે સર્વ ઋતુઓના પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતું, ઇત્યાદિ. ત્યાં કૃતવનમાલપ્રિય યક્ષનું યક્ષાયતન હતું – યાવત્ – તે દિવ્ય અને દર્શનીય હતું. તે હસ્તિશીર્ષ નગરમાં મહાન્ હિમવંત, મલયગિરિ, મંદરાચલ અને મહેન્દ્ર આદિ સમાન શ્રેષ્ઠ અદીનશત્રુ નામે રાજા હતો. તે અદીનશત્રુ રાજાને ધારિણી આદિ ૧૦૦૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૨૫ રાણીઓનું અંતઃપુર હતું. ૦ સુબાહુ કુમારનો જન્મ અને વૃદ્ધિ આદિ : ત્યારપછી તે ધારિણી રાણી અન્ય કોઈ સમયે તેવા પ્રકારના વાસગૃહમાં સૂતી હતી, ત્યારે સ્વપ્નમાં સિંહને જોયો – યાવત્ – જે પ્રમાણે મેઘકુમારનો જન્મ મહોત્સવ વર્ણવાયેલ છે, એ જ પ્રમાણે અહીં બધું વર્ણન જાણવું. ત્યારપછી તે સુબાહકુમાર ૭૨ કળાઓમાં નિપુણ – યાવત્ – બધાં પ્રકારે ભોગોને ભોગવવામાં સમર્થ થઈ ગયા. ત્યારે સુબાહકુમારના માતાપિતાએ તેને ૭૨ કલામાં નિપુણ – યાવત્ – સર્વ પ્રકારના ભોગો ભોગવવામાં સમર્થ જાણીને પાંચસો સર્વોત્કૃષ્ટ પ્રાસાદોનું નિર્માણ કરાવ્યું. જે પોતાની ઊંચાઈથી મોટા-મોટા પર્વતોની હાંસી કરતા હતા. બીજા પણ એક મહાનું ભવનનું નિર્માણ કરાવ્યું. એ પ્રમાણે બાકી સર્વ કથન મહાબલકુમાર મુજબ જાણવું. – વિશેષતા ફક્ત એ કે, પુષ્પચૂલા આદિ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં તેનું પાણિગ્રહણ કરાવ્યું. એ જ પ્રમાણે ૫૦૦ વસ્તુઓ પ્રીતિદાનમાં મળી, ત્યારપછી તે સુબાહકુમાર જેમાં મૃદંગ આદિ વગાડાઈ રહ્યા છે તેવા સુંદર પ્રાસાદોમાં સ્થિત રહીને નાટ્યાદિ ગીતગાનો પૂર્વક મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો વિચારવા લાગ્યો. ૦ સુબાહકુમાર દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્ષદા નીકળી. કોણિક રાજાની માફક અદીનશત્રુ પણ નીકળ્યો. જમાલીકુમારની માફક સુબાહુકુમાર પણ રથ પર આરૂઢ થઈને નીકળ્યો – યાવત્ – ધર્મોપદેશ આપ્યો. રાજા અને પર્ષદા પાછા ગયા. ત્યારપછી તે સુબાહુકુમાર શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળીને અને સમજીને હર્ષિત–સંતુષ્ટ થઈને પોતાને સ્થાનેથી ઉયો – યાવત્ – આ પ્રમાણે કહ્યું ' હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું, આપ દેવાનુપ્રિયની પાસે જેમ ઘણાં રાજેશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ પ્રકૃતિ મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગારત્વ અંગીકાર કરે છે, તે પ્રકારે હું પ્રવ્રુજિત થવાને સમર્થ નથી. પરંતુ આપ દેવાનુપ્રિયની પાસે હું પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો ગૃહિધર્મ–શ્રાવક ધર્મ સ્વીકાર કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારપછી સુબાહુકુમાર શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ સ્વીકાર કર્યો. સ્વીકારીને તે જ ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો. આરૂઢ થઈને જે દિશામાંથી પ્રાદુર્ભત થયો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ સુબાહુનો પૂર્વભવ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિએ – યાવત્ - આ પ્રમાણે કહ્યું – Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આગમ કથાનુયોગ-૩ હે ભગવન્! અહો ! સુબાહુકુમાર ઇષ્ટ, ઇષ્ટરૂપ, કાંત, કાંતરૂપ, પ્રિય, પ્રિયરૂપ, મનોજ્ઞ, મનોજ્ઞરૂપ, મહામ, મણામરૂપ, સૌમ્ય, સૌમ્યરૂપ, સુભગ, સુભગરૂપ, પ્રિયદર્શન અને સુરૂપ છે. હે ભગવન્! સુબાહુકુમાર ઘણાં લોકોને ઇષ્ટ, ઇષ્ટરૂપ – ચાવત્ – સુરૂપ છે. તે ભગવન્! સુબાહુકુમાર સાધુજનોને ઇષ્ટ, ઇષ્ટરૂપ – યાવત્ – સુરૂપ છે. હે ભગવન્! સુબાહકુમારને આ આવા પ્રકારની ઉદાર, મનુષ્ય ઋદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થઈ ? – યાવત્ – અભિસમન્વાગત થઈ છે ? તે પૂર્વભવમાં કોણ હતો ? હે ગૌતમ ! આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને સંબોધિત કરીને આ પ્રમાણે કહ્યું, હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. જે દ્ધિસંપન્ન, ભયરહિત અને ધન્યધાન્યાદિથી સમૃદ્ધ હતું. તે હસ્તિનાપુરમાં સુમુખ નામનો ગાથાપતિ રહેતો હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત હતો. તે કાળ, તે સમયમાં ધર્મઘોષ નામના સ્થવિર, જે જાતિસંપન્ન – યાવત્ – ૫૦૦ શ્રમણોની સાથે અનુક્રમથી ગમન કરતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતા, જ્યાં હસ્તિનાપુર નગર હતું, જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા. આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે કાળે, તે સમયે ધર્મઘોષ સ્થવરના અંતેવાસી, ઉદાર, ઘોર, ઘોરગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચારી – કાયાના મમત્વના ત્યાગી, મહાનું તેજલેશ્યા સંપન્ન સુદત્ત અણગાર માસ–માસની તપશ્ચર્યા કરતા વિચરતા હતા. ત્યારે તે સુદત્ત અણગાર માસક્ષમણના પારણે પહેલા પ્રહરે સ્વાધ્યાય કરતા હતા. ગૌતમસ્વામીની માફક જ સુદત્ત અણગાર ધર્મઘોષ સ્થવરને પૂછે છે – યાવત્ – ભ્રમણ કરતા – સુમુખ ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યા ત્યારે તે સુમુખગાથાપતિ સુદત્ત અણગારને આવતા જ એ છે. જોઈને હર્ષિત–સંતુષ્ટ થઈને આસનેથી ઊભો થયો. ઊભો થઈ પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને પાદુકાઓને પગમાંથી ઉતારી. ન ઉતારીને એકશાટિક ઉત્તરીય વસ્ત્રદુપટ્ટો શરીર પર ધારણ કર્યો, કરીને સુદત્ત અણગારના સત્કારના હેતુથી સાત-આઠ ડગલા સામે ગયો, સામે જઈને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને જ્યાં રસોઈગૃહ હતું, ત્યાં આવ્યો. આવીને પોતાના હાથેથી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર દાન કરીશ એમ વિચારીને પ્રસન્ન ચિત્ત થયો. દેતી વખતે પણ પ્રસન્નચિત્ત થયો અને પડિલાવ્યા પછી પણ પ્રસન્નચિત્ત થયો. ત્યારપછી તે શુદ્ધ દ્રવ્યથી, શુદ્ધ ગ્રહણ કરનાર પાત્રથી અને શુદ્ધ દાતાથી, આ પ્રકારે ત્રિકરણ શુદ્ધિથી અને દ્રવ્ય, પાત્ર અને દાતા શુદ્ધિને કારણે સુદત્ત અણગારને પ્રતિલાભિત કરવાથી તે સુમુખ ગાથાપતિએ પોતાનો સંસાર અતિ અલ્પ કર્યો, મનુષ્યાયુનો બંધ કર્યો. તેના ઘરમાં આ પાંચ દિવ્યો પ્રગટ થયા. તે આ પ્રમાણે સુવર્ણની વૃષ્ટિ, પંચરંગી, પુષ્પોની વૃષ્ટિ, વસ્ત્રોની વર્ષા, દેવદુંદુભિનો નાદ, Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૨૭ આકાશમાં “અહોદાને અહોદાન” શબ્દની ઘોષણા. આ વખતે હસ્તિનાપુર નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, ચતુર્મખો, રાજમાર્ગો અને સામાન્ય માગમાં ઘણાં લોકો પરસ્પર એક બીજાને આ પ્રમાણે કહેવા, બોલવા, પ્રતિપાદન કરવા અને પ્રરૂપણા કરવા લાગ્યા હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ ધન્ય છે, હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ પુણ્યશાળી, સુમુખ ગાથાપતિ કૃતાર્થ છે, સુમુખ ગાથાપતિ કૃતલક્ષણ છે અને સુમુખ ગાથાપતિએ પોતાના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સારી રીતે પ્રાપ્ત કરેલ છે કે, જેણે આ આવા પ્રકારની ઉદાર માનવીય ઋદ્ધિ ઉપાર્જિત કરી છે. પ્રાપ્ત કરી છે, અધિગત કરી છે. ૦ સુમુખનો સુબાહુરૂપે જન્મ : ત્યારપછી તે સુમુખ ગાથાપતિ ઘણાં સેંકડો વર્ષોનું આયુને ભોગવે છે. ભોગવીને કાળમાસમાં કાળ કરીને આ જ હતિશીષ નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તે ધારિણી રાણી શય્યામાં કંઈક ઊંઘતી, કંઈક જાગતી યાવત્ અલ્પ નિદ્રા લેતી, એ જ પ્રમાણે સ્વપ્નમાં સિંહને જુએ છે. શેષ સર્વ કથન એ જ પ્રમાણે પૂર્વવતુ જાણવું – યાવત્ – ઉપરી પ્રાસાદોમાં વિચારવા લાગ્યો. આ પ્રમાણે હે ગૌતમ ! સુબાહુકુમારે આ આવા પ્રકારની માનવસંબંધી સમૃદ્ધિ ઉપલબ્ધ, પાસ અને અધિગત કરી છે. હે ભગવન્! સુબાહુકુમાર આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવા સમર્થ છે ? – હાં ! સમર્થ છે. ત્યારપછી ભગવદ્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કરે છે. વંદના નમસ્કાર કરીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્યદા કોઈ સમયે હતિશીર્ષ નગરના પુષ્પ કરંડક ઉદ્યાનમાં સ્થિત કૃતવનમાલપ્રિય યક્ષાયતનથી નીકળે છે, નીકળીને બહાર જનપદોમાં વિહરવા લાગ્યા. ત્યારપછી તે સુબાહકુમાર શ્રમણોપાસક થઈ ગયો. જીવ-અજીવાદિ તત્ત્વોનો મર્મજ્ઞ થઈને – યાવત્ – શ્રમણોને પ્રતિલાભતો વિહરવા લાગ્યો. ત્યારપછી તે સુબાહકુમાર અન્યદા કોઈ સમયે ચૌદશ, આઠમ, અમાવાસ્યા અને પૂર્ણિમા એ તિથિઓમાંથી કોઈ એક તિથિને દિવસે જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો, આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને ઉચ્ચાર-પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનું આસન બિછાવ્યું, બિછાવીને દર્ભાસન પર બેઠો, બેસીને અષ્ટમભક્ત તપ સ્વીકાર્યો. સ્વીકારીને પૌષધશાળામાં અષ્ટમભક્ત યુક્ત પૌષધવતી થઈને પૌષધ વ્રતનું પાલન કરતા વિચારવા લાગ્યા. ૦ સુબાહુકુમારની પ્રવજ્યા : ત્યારપછી તે સુબાહુકુમારને મધ્યરાત્રિએ ધર્મ–જાગરણા કરતી વખતે આ આવા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આગમ કથાનુયોગ-૩ પ્રકારનો અધ્યવસાય – કાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – તે ગ્રામ, આકર, નગર, નિગમ રાજધાની, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પટ્ટન, આશ્રમ, સંબાણ, સંનિવેશ આદિ ધન્ય છે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરણ કરે છે. તે રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ પ્રકૃતિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર પ્રવજ્યા ગ્રહણ કરે છે. તે રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ પ્રભૂતિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરે છે. તે રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ સાર્થવાહ આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મશ્રવણ કરે છે. તેથી શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી વિચરણ કરતા, પ્રામાનુગ્રામ વિહરતા જો અહીં આવે, અહીં બિરાજે અને હસ્તિ શીર્ષ નગરની બહાર પુષ્પકરંડક ઉદ્યાનના કૃતવનમાલપ્રિય યક્ષના યક્ષાયતનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા અહીં વિચરણ કરે, તો હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા ગ્રહણ કરીશ. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર સુબાહુકુમારના આવા પ્રકારના માનસિક વિચાર – યાવત્ – જાણીને પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા જ્યાં હસ્તિશીર્ષ નગર હતું, જ્યાં પુષ્પકરંડક ઉદ્યાન હતું -- જ્યાં કૃતવનમાલપ્રિય યક્ષનું વલાયતન હતું, ત્યાં પધાર્યા. આવીને યથા પ્રતિરૂપ—અભિગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી, રાજા પણ નીકળ્યો. ત્યારપછી તે મહાનું જનકોલાહલ અને – યાવત્ – જનસમુદાયને સાંભળીને અને જોઈને તે સુબાહુકુમારને આ આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – જમાલીકુમારની માફક સર્વ કથન જાણવું. તેની માફક જ સુબાહુકુમાર નીકળ્યો. ભગવંતે ધર્મકથા કહી. પર્ષદા અને રાજા પાછા ગયા. ત્યારપછી તે સુબાહુકુમાર શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મને સાંભળીને અને અવધારીને હર્ષિત–સંતુષ્ટ થઈને જેમ મેઘકુમારે માતાપિતાને પૂછેલું, તેમ સુબાહકુમારે પૂછયું. તેની માફક જ નિષ્ક્રમણાભિષેક કર્યો – યાવત્ – તે અણગાર થઈ ગયા. ઈર્યા સમિતિનું પાલન કરતા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. ત્યારપછી તે સુબાહુ અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠ્ઠમ આદિ વિવિધ પ્રકારના તપોના આચરણ વડે આત્માને ભાવિત કરતા ઘણાં - અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. છેલ્લે એક માસની સંલેખના કરી, ઝોસણા કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના કરી, પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી, કાળ માસે કાળ કર્યો. Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૨૯ ૦ સુબાહુ અણગારની ગતિ : સુબાહુ અણગાર કાળ કરીને સૌધર્મકલ્પ દેવતા થયા. ત્યારપછી તે દેવલોકથી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી તે દેવ શરીરનો ત્યાગ કરીને મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે અને ત્યાં કેવળબોધિને પ્રાપ્ત કરશે અને તથારૂપ સ્થવિરોની પાસે મુંડિત થઈન, ગૃહત્યાગીને અનગાર ધર્મમાં પ્રવ્રજિત થશે. તે ત્યાં ઘણાં વર્ષો સુધી શ્રમણ્યનું પાલન કરશે. આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત કરીને કાળ કરીને સનતકુમાર કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી ચુત થઈને તે મનુષ્યભવ ધારણ કરશે. દીક્ષા લેશે અને કાળ કરીને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થશે. પછી મનુષ્યભવ ધારણ કરશે, ત્યાંથી મૃત્યુ પામીને મહાશુક્ર કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી મનુષ્યભવ લઈને આનતકલ્પ દેવ થશે. ત્યાંથી મનુષ્યભવ લઈને આરણકલ્પ દેવ થશે. ત્યાંથી મનુષ્યભવ પામીને સર્વાર્થસિદ્ધ દેવ થશે. ત્યાંથી અનંતર ચ્યવન કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં જાતિ સંપન્ન, કુલ સંપન્ન, દ્ધિ સંપન્ન થશે, પછી દૃઢપ્રતિજ્ઞ સમાન તે સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે અને સર્વદુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :વિવા. ૩૬, ૩૭; ગચ્છા. ૧૦૦ની વૃ – ૪ – ૪ – ૦ ભદ્રનંદી કથા : તે કાળે, તે સમયે ઋષભપુર નામે નગર હતું. સ્તૂપ કરંડ ઉદ્યાન હતું. ત્યાં ધન્ય નામના યક્ષનું આયતન હતું. ધનાવહ રાજા હતો અને સરસ્વતી રાણી હતી. સરસ્વતી રાણીનું સ્વપ્ન દર્શન, રાજાને કથન, જન્મ, બાલ્યાવસ્થા – કળાઓનું શિક્ષણ. યૌવન – પાણિગ્રહણ, પ્રીતિદાન, પ્રાસાદ નિર્માણ અને ભોગોને ભોગવવા. આ બધું સુબાહુકુમારના વર્ણનની માફક જાણવું. વિશેષ ફક્ત એ કે, આ કુમારનું નામ ભદ્રનંદી રાખ્યું. શ્રીદેવી આદિ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. સ્વામી (ભગવંત મહાવીર) પધાર્યા. સમવસરણ રચાયું. શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો. પૂર્વભવ સંબંધી પૃચ્છા. મહાવિદેહ વર્ષ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરી હતી. ત્યાં વિજય નામે કુમાર હતો. તેણે યુગબાહુ તીર્થકરને પ્રતિલાભિત કર્યા. મનુષ્યાયુનો બંધ કર્યો. અહીં ઉત્પન્ન થયો. બાકી સર્વ કથન સુબાહકુમારની કથા મુજબ જાણવું – યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :વિવા. ૩૬, ૩૮; Page #331 -------------------------------------------------------------------------- ________________ 330 ૧૦ સુજાતકુમાર કથા ઃ વીરપુર નામે નગર હતું. ત્યાં મનોરમ ઉદ્યાન હતું. વીરકૃષ્ણ મિત્ર નામે રાજા હતો. શ્રીદેવી રાણી હતી. સુજાત નામે કુમાર હતો. સુજાતકુમારના બલશ્રી આદિ ૫૦૦ શ્રેષ્ઠ કન્યા સાથે વિવાહ થયો. સ્વામી (ભગવંત મહાવીર) સમોસર્યા. સુજાતકુમારના પૂર્વભવ સંબંધી પૃચ્છા. A ઇષુકાર નામે નગર હતું. ત્યાં ઋષભદત્ત ગાથાપતિ હતો. પુષ્પદંત નામક અણગારને પ્રતિલાભિત કર્યા. મનુષ્ય આયુનો બંધ કર્યો. અહીં ઉત્પન્ન થયો – યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. (શેષ સર્વ કથન સુબાહુકુમારની કથા મુજબ જાણવું.) ૦ આગમ સંદર્ભ : વિવા. ૩૬, ૩૯; - - • આગમ સંદર્ભ વિવા. ૩૬, ૪૧; × ૦ સુવાસવકુમાર કથા :— વિજયપુર નામક નગર હતું. નંદનવન ઉદ્યાન હતું. અશોક નામક યક્ષનું આયતન હતું. વાસવદત્ત રાજા હતો. કૃષ્ણાદેવી હતી. તેને સુવાસવ નામક કુમાર હતો. ભદ્રા આદિ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યા સાથે તેનો વિવાહ થયો – યાવત્ – પૂર્વભવની પૃચ્છા કરી. કૌશાંબી નામે નગરી હતી. ત્યાં ધનપાલ નામે રાજા હતો. તેણે વૈશ્રમણભદ્ર અણગારને પ્રતિલાભિત કર્યા યાવત્ અહીં ઉત્પન્ન થયો – યાવત્ મહાવિદેહ યાવત્ – સિદ્ધ થશે (શેષ સર્વકથા સુબાહુકુમાર કથા પ્રમાણે જાણવી) ૦ આગમ સંદર્ભ ક્ષેત્રમાં વિવ. ૩૬, ૪૦; આગમ કથાનુયોગ-૩ X = X ૦ જિનદાસ કથા : સૌગંધિકા નગરી હતી. નીલશોક ઉદ્યાન હતું. સુકાલ નામે યક્ષનું આયતન હતું. ત્યાં અપ્રતિહત રાજા હતો. સુકૃષ્ણા નામે રાણી હતી. તેનો પુત્ર મહાચંદ નામે કુમાર હતો. તેની પત્નીનું નામ અરહદત્તા હતું. તેમને જિનદાસ નામે પુત્ર હતો. ત્યાં તીર્થંકર (ભગવંત મહાવીર)નું આગમન થયું. પૂર્વભવ પૃચ્છા. માધ્યમિકા નામની નગરી હતી. ત્યાં મેઘરથ રાજા હતો. તેણે સુધર્મ નામક અણગારને પ્રતિલાભિત કર્યા. યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. (શેષ સર્વકથા સુબાહુકુમારની કથા મુજબ જાણવી.) - X - * Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૦ ધનપતિ કથા : કનકપુર નામે નગર હતું. ત્યાં શ્વેતાશોક નામે ઉદ્યાન હતું. વીરભદ્ર નામે યક્ષનું આયતન હતું. ત્યાં પ્રિયચંદ્ર નામનો રાજા હતો. તેની સુભદ્રા નામે રાણી હતી. વૈશ્રમણકુમાર યુવરાજ હતો. તેના શ્રીદેવી આદિ ૫૦૦ રાજકન્યાઓ સાથે વિવાહ થયા. તેમનો ધનપતિ નામે પુત્ર હતો. સ્વામી (ભગવંત મહાવીર) સમોસર્યા. યુવરાજ પુ ધનપતિ કુમારે ભગવંત પાસે શ્રાવકોના વ્રત ગ્રહણ કર્યા – યાવત્ – ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો. - ધનપતિકુમાર પૂર્વભવમાં મણિચયિકા નગરે મિત્ર નામનો રાજા હતો. સંભૂતિ વિજય અણગારને પ્રતિલાભિત કર્યા યાવત્ – મહાવિદેહે ક્ષેત્રમાં સિદ્ધ થશે. (શેષ સર્વકથા સુબાહુકુમાર કથાનક મુજબ જામવી.) ૦ આગમ સંદર્ભ : વિવા. ૩૬, ૪૨; - ૦ મહાબલ કથા : મહાપુર નામનું નગર હતું. ત્યાં રક્તાશોક નામક ઉદ્યાન હતું. ત્યાં રક્તપાદ યક્ષનું આયતન હતું. ત્યાં બલ નામનો રાજા હતો. તેને સુભદ્રા નામે રાણી હતી. તેનો મહાબલકુમાર નામે પુત્ર હતો. તેનું રક્તવતી આદિ ૫૦૦ કન્યા સાથે વિવાહ થયા. ભગવંત મહાવીર પધાર્યા. મહાબલકુમારે ભગવંત પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછયો. જે મણિપુર નામે નગર હતું. ત્યાં નાગદેવ નામે ગાથાપતિ હતો. તેણે ઇન્દ્રપુત્ર ઇન્દ્રદત્ત નામે પણ ઓળખાય છે, તે અણગારને પ્રતિલાભિત કર્યા યાવત્ તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. (શેષ કથા સુબાહુકુમાર પ્રમાણે જાણવી.) ૦ આગમ સંદર્ભ : = વિવા. ૩૬, ૪૩; X ૩૩૧ X ૦ ભદ્રનંદીકુમાર કથા : સુઘોષ નામે નગર હતું. ત્યાં દેવરમણ નામે ઉદ્યાન હતું. વીરસેન યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં અર્જુન નામે રાજા હતો. તેને તત્ત્વવતી રાણી હતી, તેનો ભદ્રનંદીકુમાર નામે પુત્ર હતો. તેના શ્રીદેવી આદિ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યા સાથે વિવાહ થયો. ભગવાન્ મહાવીર પધાર્યા. ભદ્રનંદીએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો. મહાઘોષ નામે નગર હતું. ત્યાં ધર્મઘોષ ગાથાપતિ હતો. તેણે ધર્મસિંહ અણગારને પ્રતિલાભિત કર્યા હતા. મનુષ્ય આયુનો બંધ કર્યો. અહીં ઉત્પન્ન થયો – યાવત્ – સિદ્ધ થયા. (શેષ સર્વ કથા સુબાહુકુમાર કથાનક મુજબ જાણવી.) -- ૦ આગમ સંદર્ભ વિવા. ૩૬, ૪૪; - Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આગમ કથાનુયોગ-૩ ૦ મહચંદ્રકુમાર કથા : ચંપા નામે નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું અને પૂર્ણભદ્ર યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં દત્ત નામે રાજા હતો, તેની રક્તવતી નામે રાણી હતી. તેમને મહચંદ્રકુમાર નામે પુત્ર હતો. તેના શ્રીકાંતા આદિ ૫૦૦ રાજકન્યાઓ સાથે વિવાહ થયા. ભગવંત મહાવીર સમોસર્યા. મહચંદ્રએ શ્રાવકોના બાર વ્રતો ગ્રહણ કર્યા. ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછયો તિગિકી નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે ધર્મવીર્ય અણગાર પ્રતિલાભિત કર્યા. મનુષ્યાય બાંધી. અહીં ઉત્પન્ન થયો – યાવત્ – સિદ્ધ થયા. (શેષ સર્વ કથા સુબાહુકુમાર પ્રમાણે જાણવી.) ૦ આગમ સંદર્ભ :વિવા. ૩૬, ૪૫, – ૪ – ૪ – ૦ વરદત્તકુમાર કથા : તે કાળે, તે સમયે સાકેત નામક નગર હતું. ત્યાં ઉત્તર કુનામક ઉદ્યાન હતું. ત્યાં પાર્શમૃગ યક્ષનું યક્ષાયતન હતું. મિત્રનંદી નામનો રાજા હતો. તેને શ્રીકાંતા રાણી હતી. તેમને વરદત્ત કુમાર નામે પુત્ર હતો. તેને વરસેના આદિ ૫૦૦ પનીઓ હતી. તીર્થંકર ભગવંત મહાવીરનું આગમન થયું. વરદત્તે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો. શતદ્વાર નામે નગર હતું. ત્યાં વિમલવાહન રાજા હતો. તેમણે ધર્મરુચિ અણગારને ઉત્કટ ભક્તિભાવથી નિર્દોષ આહારદાન વડે પ્રતિલાભિત કર્યા. મનુષ્યાયુનો બંધ કર્યો. પછી અહીં ઉત્પન્ન થયો. શેષ વૃત્તાંત સુબાહુકુમાર મુજબ જાણવું – યાવત્ – તેણે પ્રવજ્યા અંગીકાર કરી. વરદત્તકુમારનો જીવ કલ્પાંતરોમાં ઉત્પન્ન થઈ અર્થાત્ દેવ તથા મનુષ્યના અનેક ભવો ધારણ કરી અંતે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહમાં જન્મ લઈને દૃઢ પ્રતિજ્ઞની માફક સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :વિવા. ૩૬, ૪૬; –– ૪ – ૪ – ૦ દઢપ્રતિજ્ઞ કથા : (આ કથા અંબઇ પરિવ્રાજકની કથા અંતર્ગત જોવી.) તે દૃઢપ્રતિજ્ઞ તથારૂપ સ્થવીરોની પાસે કેવલબોધિ પ્રાપ્ત કરશે. ગૃહવાસનો પરિત્યાગ કરી તે અનગાર ધર્મમાં પ્રવજિત થશે. તે અણગારમુનિ દૃઢપ્રતિજ્ઞ ઈર્યા – થાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થશે. આ પ્રકારની ચર્યામાં સંપ્રવર્તમાન મુનિ દઢપ્રતિજ્ઞને અનંત, અનુત્તર, નિર્ચાઘાત, નિરાવરણ, કૃત્ન, પ્રતિપૂર્ણ, કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થશે. ત્યારપછી દઢપ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાયનું પાલન કરશે. એક Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૩૩ માસની સંલેખના અને એક માસનું અનશન સંપન્ન કરી જે લક્ષ્યને માટે નગ્નભાવ, મંડભાવ, અસ્નાન, અદંતવન, કેશાંચનબ્રહ્મચર્ય વાસ, અચ્છત્રક, પાદરણિકા ઘારણ ન કરવા, ભૂમિશયન, ફલક શયન, સામાન્ય કાષ્ઠ પાટ શયન, ભિક્ષા હેતુ પરગૃહ પ્રવેશ કરણ કે જ્યાં આહાર મળે કે ન મળે. બીજા તરફથી જન્મ–કર્મની ભત્રેનાપૂર્વક અવહેલના કે તિરસ્કાર, હિંસા, નિંદા, ગહ, તર્જના, તાડના, પરિભવના, પરિવ્યથના, પરીષહ, ઉપસર્ગ આદિ સ્વીકાર કર્યા હતા, તે લક્ષ્યને પૂર્ણ કરીને અંતિમ ઉચ્છવાસ નિઃશ્વાસે સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવ. ૫૦, — X - X —— ૦ કેશીકુમાર કથા : (આ કથા પ્રદેશી રાજાના કથાનક અંતર્ગત જોવી) તે કાળે, તે સમયે જાતિસંપન્ન, કુળસંપન્ન, આત્મબળથી યુક્ત, અધિક રૂપવાનું, વિનયવાનું, સખ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક, લજ્જાવાનું, લાઘવવાનું, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધ, માન, માયા, લોભને જીતનારા, જીવવાની ઇચ્છા અને મૃત્યુના ભયથી વિમુક્ત, તપઃપ્રધાન, ગુણપ્રધાન, કરણપ્રધાન, ચરણપ્રધાન, નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, આર્જવપ્રધાન, માર્દવપ્રધાન, લાઘવપ્રધાન, ક્ષમાપ્રધાન, ગુપ્રિધાન, મુક્તિપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, કુશલ અનુષ્ઠાનોમાં પ્રધાન, વેદ પ્રધાન, નયપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન, શૌચપ્રધાન, જ્ઞાનપ્રધાન, દર્શનપ્રધાન, ચારિત્રપ્રધાન (તથા–) - ઉદાર, ઘોર પરીષહો, ઇન્દ્રિયો અને કષાયોના નિગ્રહમાં કઠોર, ઘોરવતી, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર સંસ્કારના ત્યાગી, વિપુલ તેજલેશ્યાને પોતાના શરીરમાં સમાવી રાખનાર, ચૌદ પૂર્વના જ્ઞાતા, મત્યાદિ ચાર જ્ઞાનોના સ્વામી, પાર્શ્વનાથ ભગવંતના સંતાનીય શિષ્ય કેશીકુમાર શ્રમણ પ૦૦ અણગારોથી પરિવૃત્ત થઈને અનુક્રમે ચાલતા-ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા, સુખ-સુખે વિહાર કરતા જ્યાં શ્રાવતી નગરી હતી, જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, ત્યાં પધાર્યા. શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક ચૈત્યમાં યથોચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. (ત્યારપછી ચિત્ત સારથીનું આવવું, પ્રદેશી રાજા સાથેનો સંવાદ ઇત્યાદિ વર્ણન પ્રદેશી રાજાની કથામાં જોવું) ૦ આગમ સંદર્ભ : રાય ૫૩; ૦ કેશી–ગૌતમ સંવાદ :– - પાર્થનામક જિન, અર્ણનું, લોકપૂજિત સંબુધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થ પ્રવર્તક અને વીતરાગ હતા. લોકપ્રદીપ ભગવંત પાર્શ્વના જ્ઞાન અને ચરણના પારગામી, મહાનું યશસ્વી કેશીકુમારશ્રમણ શિષ્ય હતા. તેઓ અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેઓ શિષ્ય Page #335 -------------------------------------------------------------------------- ________________ 3 ૩૪ આગમ કથાનુયોગ-૩ સંઘથી પરિવૃત્ત ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. નગરની નજીક હિંદુક ઉદ્યાનમાં, જ્યાં પ્રાસુક નિર્દોષ શય્યા અને સંસ્કારક સુલભ હતા. ત્યાં રહ્યા. તે જ સમયે ધર્મ તીર્થ પ્રવર્તક, જિન, ભગવાન્ વર્તમાન હતા. જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. તે લોકપ્રદીપ ભગવાનું વર્તમાનના વિદ્યા અને ચારિત્રના પારગામી, મહાન યશસ્વી ભગવદ્ ગૌતમ શિષ્ય હતા. બાર અંગોના જ્ઞાતા, પ્રબુદ્ધ ગૌતમ પણ શિષ્યસંઘથી પરિવૃત્ત થઈ ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રાવતી નગરીમાં આવ્યા. નગરની નીકટના કોષ્ઠક ઉદ્યાનમાં જ્યાં પ્રાસુક શય્યા અને સંસ્કારક સુલભ હતા. ત્યાં રહ્યા. કુમાર શ્રમણ કેશી અને મહાનું યશસ્વી ગૌતમ બને ત્યાં વિચરતા હતા. બંને આલીન અને સુસમાહિત હતા. સંયત, તપસ્વી, ગુણવાનું અને ષકાયના સંરક્ષક બંને શિષ્ય સંઘોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું – “આ કેવો ધર્મ છે?” અને “આ કેવો ધર્મ છે ?” આચાર ધર્મની પ્રસિધિ – “આ કેવી છે અને આ કેવી છે ?" આ ચતુર્યામ ધર્મ છે, તેનું પ્રતિપાદિન મહામુનિ પાર્શ્વનાથે કરેલ છે અને આ પંચમહાવ્રત ધર્મ છે, તેને મહામુનિ વર્ધમાન પ્રતિપાદન કરેલ છે આ અચેલક ધર્મ વર્તમાને બતાવેલ છે. આ સાન્તરોત્તર ધર્મ પાર્શ્વનાથે કહ્યો છે. એક જ લક્ષ્યથી પ્રવૃત્ત આ બંનેમાં આ ભેદવિશેષ કેમ ? કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોને પ્રવિતર્કિત જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યો. કેશી શ્રમણના કુળને જ્યેષ્ઠ કુળ જાણીને પ્રતિરૂપજ્ઞ ગૌતમ શિષ્ય સંઘની સાથે હિંદૂક વનમાં આવ્યા. ગૌતમને આવતા જોઈને કેશીકુમાર શ્રમણે તેમની સમ્યક્ પ્રતિરૂપ પ્રતિપત્તિ કરી, ગૌતમને બેસવાને માટે શીઘ તેમણે પ્રાસુક તૃણાદિ આપ્યા. શ્રમણ કેશીકુમાર અને મહાયશસ્વી ગૌતમ બંને બેઠા હતા ત્યારે ચંદ્ર અને સૂર્યની માફક શોભતા હતા. કુતૂહલની અબોધ દૃષ્ટિથી ત્યાં બીજા સંપ્રદાયોના ઘણાં પરિવ્રાજક આવ્યા. ઘણાં ગૃહસ્થો પણ આવ્યા. દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, કિન્નર અને અદશ્ય ભૂતોનો ત્યાં સમાગમ થયો. કેશીએ ગૌતમને કહ્યું, હે મહાભાગ ! હું તમને કંઈક પૂછવા ઇચ્છું છું. આ પ્રમાણે કેશીએ કહ્યું. ત્યારે ગૌતમે જવાબ આપ્યો કે, હે ભંતે ! જેમ ઇચ્છા હોય તેમ પૂછો. કેશીએ ગૌતમને કહ્યું, મહાભાગ ! આ ચતુર્યામ ધર્મ છે. જેનું મહામુનિ પાર્શ્વનાથે પ્રતિપાદન કર્યું છે અને આ પંચમહાવ્રત ધર્મ છે. તેનું પ્રતિપાદન મહામુનિ વર્ણમાને કરેલ છે. હે મેઘાવી ! એક જ ઉદ્દેશ્યને લઈને પ્રવૃત્ત થયા છે, તો પછી આ ભેદનું શું કારણ છે ? આ બે પ્રકારના ધર્મોમાં તમને વિપ્રત્યય કેમ નથી થતો ? ત્યારે ગૌતમે કહ્યું, તત્ત્વનો નિર્ણય જેમાં થાય છે, એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. પહેલા તીર્થકરના સાધુ ઋજુ અને જડ હોય છે. અંતિમ તીર્થકરના સાધુ વક્ર અને જડ હોય છે. વચ્ચેના તીર્થકરોના સાધુ જ અને પ્રાજ્ઞ હોય છે. તેથી ધર્મ બે પ્રકારે કહેવાયેલ છે. પ્રથમ તીર્થકરના સાધુ દ્વારા કલ્પને યથાવત્ ગ્રહણ કરવો કઠિન છે. અંતિમ Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૩૫ તીર્થકરના સાધુઓ દ્વારા કલ્પને યથાવત્ ગ્રહણ કરવો અને તેનું પાલન કરવું કઠિન છે. જ્યારે મધ્યમ તીર્થકરોના સાધુઓ દ્વારા કલ્પને યથાવત્ ગ્રહણ કરવો અને તેનું પાલન કરવું સરળ છે. હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો. (એ જ પ્રમાણે) કેશીકુમાર શ્રમણે અચેલક અને સાંતરોત્તર ધર્મ વિષયક, કર્યાદિ શત્રુઓને જીતવા વિષયક, બંધનમુક્ત અને લઘુભૂત જીવન વિષયક, હૃદયમાંથી વિષતુલ્ય લતા છેદવા વિષયક, ઘોર પ્રચંડ અગ્રિને કઈ રીતે બુઝાવ્યો તે વિષયક, ભયંકર દુષ્ટ અશ્વો ઉન્માર્ગે જતા કઈ રીતે રોકવા તે બાબત ઇત્યાદિ અનેક પ્રશ્નો પૂછુયા. સંશયો છેદાયા બાદ કેશી કુમાર શ્રમણે પંચમહાવ્રત ધર્મ અંગીકાર કર્યો. ૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૮૪૭ થી ૯૩૫; ૦ દઢપ્રતિજ્ઞ કથા : (આ કથાનક પ્રદેશી રાજાના સુભદેવના ભવ પછીના અનંતર ભવમાં વર્ણવાયેલ છે. ત્યાંથી જોવું) ...ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ તથારૂપ સ્થવિરોથી કેવલબોધિ પ્રાપ્ત કરશે અને મુંડિત થઈને અનગાર પ્રવ્રજ્યા અંગીકાર કરશે. ઇર્ષા સમિતિ આદિ અનગાર ધર્મનું પાલન કરતા કરતા સુહત હુતાશનની માફક પોતાના તપ તેજથી ચમકશે, દીપ્તમાન થશે. ત્યારપછી તે અનુત્તર જ્ઞાન, દર્શન, ચારિત્ર, અપ્રતિબદ્ધ વિહાર, આર્જવ, માવ, લાઘવ, ક્ષમા, ગુપ્તિ, મુક્તિ સર્વ સંયમ અને નિર્વાણની પ્રાપ્તિ જેનું ફળ છે એવા તપોમાર્ગથી આત્માને ભાવિત કરતા ભગવનું દૃઢપ્રતિજ્ઞને અનંત, અનુત્તર, સકળ, પરિપૂર્ણ, નિરાવરણ, નિર્ચાઘાત, અપ્રતિહત, સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થશે. ત્યારે તે દઢપ્રતિજ્ઞ ભગવદ્ અતુ, જિન, કેવલી થઈ જશે. જેમાં દેવ, મનુષ્ય, અસુર આદિ રહે છે એવા લોકના સમસ્ત પર્યાયોને તે જાણશે. આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, ક્રિયા, મનોભાવો, ક્ષયપ્રાપ્ત, પ્રતિસવિત, આવિષ, કર્મ, રહસ કર્મ આદિ, પ્રગટ અને ગુપ્તરૂપથી થનારા તે–તે મન, વચન, કાયયોગમાં વિદ્યમાનું લોકવર્તી બધાં જીવોના સર્વભાવોને જાણતા – જોતા વિચરશે. ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ કેવલી આ પ્રકારે વિહારથી વિચરણ કરતા અનેક વર્ષો સુધી કેવલીપર્યાયનું પાલન કરી, આયુષ્યના અંતને જાણીને પોતાના અનેક ભોજનનો પ્રત્યાખ્યાન અને ત્યાગ કરીને અને અનશન દ્વારા ઘણાં ભોજનોનું છેદન કરીને જે સાધ્યની સિદ્ધિને માટે નમ્રભાવ, કેશલોચ, બ્રહ્મ, ચર્ય, નાનત્યાગ, દંત પાવનત્યાગ, પાદુકા ત્યાગ, ભૂમિશય્યા, કાષ્ટાસન, ભિક્ષાર્થ પરગૃહ પ્રવેશ, લાભ, અલાભમાં સમદષ્ટિ, માન, અપમાન સહેવા, બીજા દ્વારા કરાતી હીલના, નિંદા, ખિસા, તર્જના, તાડના, ગર્તા અને અનુકૂળપ્રતિકૂળ અનેક પ્રકારના પરીષહ, ઉપસર્ગ તથા લોકાપવાદ સહન કર્યા. મોક્ષની સાધના કરીને ચરમ શ્વાસોચ્છવાસે સિદ્ધ થશે, મુક્ત થશે, સકલ કર્મમલનો ક્ષય કરી અને સમસ્ત દુઃખોનો અંત કરશે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આગમ કથાનુયોગ-૩ ૦ આગમ સંદર્ભ :રાય. ૮૪; ૦ પદ્મ-કથા : તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણભદ્ર નામક ચૈત્ય હતું. ત્યાં કોણિક નામે રાજા હતો, પદ્માવતી રાણી હતી. શ્રેણિક રાજાની એક પત્ની અને રાજા કોણિકની નાની માતા કાલી નામની દેવી હતી. જે સુકુમાલ હાથપગવાળી – યાવત્ – સુરૂપ હતી. તે કાલી રાણીનો પુત્ર કાલ નામનો કુમાર હતો. તે સુકુમાર – યાવત્ – રૂ૫ સૌંદર્ય સંપન્ન હતો. તે કોલકુમારને પદ્માવતી નામે પત્ની હતી. તે સુકુમાર – યાવત્ – સુંદર રૂપવાળી હતી – યાવત્ – વિચરણ કરતી હતી. ૦ પદ્મનો જન્મ : ત્યારે તે પદ્માવતી રાણી અન્યદા કોઈ સમયે, તે તેવા પ્રકારના વાસગૃહમાં કે જેમાં ચિત્રકર્મ આદિ કરાયેલ હતા, ત્યાં સૂતેલી હતી – યાવત્ – સ્વપ્નમાં સિંહ જોઈને જાગી. જન્મથી લઈને નામકરણ પર્યતનું સર્વ વર્ણન મહાબલ સમાન જાણવું જોઈએ – કેમકે અમારો આ બાળક કાળકુમારનો પુત્ર, પદ્માવતી દેવીનો આત્મજ છે, તેથી અમારા આ બાળકનું નામ પદ્મ થાઓ. ત્યારપછીનું શેષ વૃત્તાંત મહાબલ સદેશ જાણવું. આઠ વસ્તુ પ્રીતિદાનમાં મળી – યાવત્ – શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર વિચરવા લાગ્યો. ૦ પઘની પ્રવજ્યા : - સ્વામી (શ્રમણ ભગવંત મહાવી) પધાર્યા. પર્ષદા નીકળી, કોણિક પણ નીકળ્યો. પઘકુમાર પણ મહાબલની માફક ધર્મ સાંભળવાને માટે નીકળ્યો. તે જ પ્રમાણે માતાપિતાને પૂછયું – યાવત્ – પ્રવ્રુજિત થયો. અણગાર થઈ ગયા. ઈર્યાસમિતિનું પાલન કરતા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. ત્યારપછી પા અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ Wવીરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. કરીને ઉપવાસ, છઠ, અઠમ આદિ તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી તે પા અણગાર તે ઉદાર તપકર્મ વડે મેઘની સદશ, તે જ પ્રકારે ધર્મ જાગરણા ચિંતન અને જે રીતે મેઘ અણગારે પૂછેલ ઇત્યાદિ એ જ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરને પૂછ્યું. વિપુલ – યાવત્ – પાદપોપગમન સંથારો કર્યો, તથારૂપ શ્રમણ પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. એક માસની સંલેખના વડે આત્માની ઝોસણા કરી અને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, અનુક્રમે કાળધર્મ પામ્યા, Wવીરો ઉતર્યા. ૦ પદ્મ અણગારની ગતિ : ભગવદ્ ગૌતમે (પદ્મ અણગારની ગતિ વિશે) પૂછયું. સ્વામીએ કહ્યું – યાવત્ - અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના–પ્રતિક્રમણ કરીને ચંદ્ર આદિની ઉપર Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૩૭ સૌધર્મ કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની બે સાગરોપમની આયુ સ્થિતિ થઈ. હે ભગવન્! તે પહ્મદેવ આયુક્ષય થયા પછી તે દેવલોકથી ઍવીને ક્યાં જશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞ સદશ – યાવતું – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :કપ્પ. ૧; – ૪ – ૪ – ૦ મહાપદ્મ કથા : તે કાળે, તે સમયે ચંપા નામક નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું. કોણિક રાજા હતો. પદ્માવતી રાણી હતી. તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની એક પત્ની અને કોણિકની નાની માતા સુકાલી નામે રાણી હતી. તે સુકાલિ રાણીનો સુકલકુમાર નામે પુત્ર હતો. તે સુકમાલ કુમારને મહાપડ્યા નામે પત્ની હતી, જે સુકુમાલ – યાવત્ – સુંદર હતી. ત્યારપછી તે મહાપઘા રાણીએ અન્યદા કોઈ દિવસે તે તેવા પ્રકારની શય્યામાં ઇત્યાદિ બધું વર્ણન પદકુમાર સમાન જાણવું. બાળકનું નામ મહાપદ્મ રાખ્યું – યાવતું – તે સર્વ દુઃખોનો અંત કરશે. વિશેષ એ કે તે ઇશાન કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ હતી. ૦ આગમ સંદર્ભ :– કષ્પ ૧, ૨; ૦ ભદ્ર કથા : – ભદ્રકુમારની કથા પદ્મકુમાર માફક જ જાણવી. – વિશેષતા એ છે કે શ્રેણિક રાજાના પુત્ર મહાકાલનો પુત્ર હતો. તેની માતાનું નામ ભદ્રા હતું. તેણે પ્રવજ્યા અંગીકાર કરી, તેણે ચાર વર્ષનો શ્રમણપર્યાય પાળ્યો. કાળધર્મ પામ્યા બાદ તે સનતકુમાર કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ હતી – થાવત્ – મહાવિદેહે તે સિદ્ધ થશે. ૦ આગમ સંદર્ભ :કપ. ૧, ૩; – ૪ – ૪ - ૦ સુભદ્ર કથા : - સુભદ્ર કુમારની કથા પઘકુમાર માફક જ જાણવી. - વિશેષતા એ છે કે શ્રેણિક રાજાના પુત્ર કૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ સુભદ્રા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેણે ચાર વર્ષનો શ્રમણપર્યાય પાળ્યો. કાળધર્મ પામ્યા બાદ તે માટેન્દ્ર કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ હતી. – યાવત્ – મહાવિદેહે તે સિદ્ધ થશે. ૩/૨૨), Jain Lundation.ternational Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આગમ કથાનુયોગ-૩ .૦ આગમ સંદર્ભ :કિપૂ. ૧, 3; ૦ પદ્મભદ્ર કથા : - પદ્મભદ્રની કથા પઘકુમાર માફક જ જાણવી. – વિશેષતા એ છે કે તે શ્રેણિક રાજાના પુત્ર સુકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ પદ્મભદ્રા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. તેણે ચાર વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામ્યા બાદ તે બ્રહ્મલોક કલ્પ દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ :કાપ. ૧, 3; ૦ પાસેન કથા : - પદ્મસેનની કથા પઘકુમાર માફક જ જાણવી. – વિશેષતા એ છે કે તે શ્રેણિક રાજાના પુત્ર મહાકૃષ્ણના પુત્ર હતો. તેની માતાનું નામ પાસેના હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. તેણે ત્રણ વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામ્યા બાદ તે લાંતક કલ્પ દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ :– ઉપૂ. ૧, ૩; ૦ પદ્મગુલ્મ કથા : – પઘગુલ્મની કથા પઘકુમાર પ્રમાણે જ જાણવી. - વિશેષતા ફક્ત એ છે કે તે શ્રેણિકના પુત્ર વીરકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ પદ્મગુલ્મા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેણે ત્રણ વર્ષનો દીક્ષા પર્યાય પાળ્યો. કાળધર્મ પામીને તે મહાશુક્ર કલ્પ દેવરૂપે ઉત્પન્ન થયો – યાવત્ - તે મહાવિદેહે મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ :કપ્ત ૧, 3; ૦ નલિનગુલ્મ કથા : – નલિનગુલ્મની કથા પદ્મકુમાર પ્રમાણે જ જાણવી. – વિશેષતા ફક્ત એ છે કે તે શ્રેણિકના પુત્ર રામકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ નલિનગુભા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેણે ત્રણ વર્ષનો Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૩૯ દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામીને તે સહસ્ત્રાર કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. તે મહાવિદેહે મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ : કમ્પ. ૧, ૩; ૦ આનંદ કથા – – આનંદની કથા પમકુમાર મુજબ જ જાણવી. – વિશેષતા ફક્ત એ છે કે તે શ્રેણિકના પુત્ર પિતૃસેનકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ આનંદા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેણે બે વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામી, તે પ્રાણત કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ :કમ્પ. ૧, ૩; -- ૪ - x – ૦ નંદન કથા : – નંદનની કથા પદ્મકુમારની કથા જેવી જ છે. – વિશેષતા એટલી જ કે, રાજા શ્રેણિકના પુત્ર મહાસેનકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ નંદના હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી, તેનો દીક્ષા પર્યાય બે વર્ષનો હતો. કાળધર્મ પામીને તે અય્યત કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ પાળીને મહાવિદેહે મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ :– કિ. ૧, ૩; ૦ અંગતિ કથા - તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. તે કાળે, તે સમયે સ્વામી (શ્રમણ ભગવંત મહાવીર) સમોસર્યા પર્ષદા ધર્મ શ્રવણાર્થે નીકળી. ૦ જ્યોતિર્મેન્દ્ર ચંદ્રનું આગમન : તે કાળે, તે સમયે જ્યોતિશ્કેન્દ્ર, જ્યોતિષ્કરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં, સુધર્માસભામાં ચંદ્ર સિંહાસન પર બેઠા બેઠા ૪૦૦૦ સામાનિક દેવો સાથે – યાવત્ - વિચરતો હતો. તે શ્રેષ્ઠ નિર્મળ અવધિજ્ઞાનથી આ પરિપૂર્ણ જંબૂઢીપ નામક દ્વીપને અવલોકન કરતો જુએ છે. શ્રમણ ભગવંત મહાવીરને જોઈને સૂર્યાભદેવની માફક આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને – યાવત્ – સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન બનાવીને તે આજ્ઞાની પૂર્તિ કરી સૂચના પાછી આપે છે. સુસ્વર ઘંટા વગાડે છે – યાવત્ - યાનિ–વિમાન વિકુર્વે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ વિશેષ એટલું કે તેમનું યાન—વિમાન ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ, ૬૩।| યોજન ઊંચુ અને મહેન્દ્ર ધ્વજ ૨૫ યોજન ઊંચો છે. શેષ કથન સૂર્યાભદેવ સમાન જાણવું – યાવત્ જ્યોતિષ્મેન્દ્ર ચંદ્ર આવ્યો. ભગવંત મહાવીર સન્મુખ નાટ્ય વિધિ દેખાડી, તે જ પ્રમાણે પાછો ગયો. ૩૪૦ હે ભગવન્ ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરને સંબોધિત કરી ભગવન્ ગૌતમે પૂછયું, “ યાવત્ – હે ગૌતમ ! કૂટાગાર શાળામાં પ્રવેશ કરવાની માફક તે શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ. અર્થાત્ આ સર્વ નાટ્યવિધિની રચના કરી, નાટક દેખાડી, તેણે પોતાના શરીરમાં પ્રવેશ કરાવી દીધો. પછી ભગવન્ ગૌતમે પૂછયુ, તે પૂર્વજન્મમાં કોણ હતો ? ત્યારે ભગવંતે તેને ઉત્તર આપ્યો, હે ગૌતમ ! ૦ જ્યોતિષ્મેન્દ્ર ચંદ્રનો પૂર્વભવ :– - તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ટક નામે ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામે ગાથાપતિ હતો. જે ધન, વૈભવ આદિથી સંપન્ન – યાવત્ અપરાભૂત હતો. તે અંગતિ ગાથાપતિ વાણિજ્યગ્રામના આનંદ ગાથાપતિની માફક ઘણાં જ નગરવાસીઓ, વેપારીઓ આદિને માટે આધારભૂત થઈને શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. - તે કાળ, તે સમયમાં ભગવંત મહાવીરની માફક ધર્મની આદિને કરનારા, નવ હાથ ઊંચા પુરુષાદાનીય પાર્શ્વ અર્હત્ ૧૬,૦૦૦ શ્રમણો અને ૪૮,૦૦૦ આર્થિકાઓના સમૂહની સાથે – યાવત્ - કોષ્ટક ચૈત્યમાં પધાર્યા, પર્ષદા નીકળી. - ત્યારપછી તે અંગતિ ગાથાપતિ આ ઇષ્ટ વૃત્તાંતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને કાર્તિક શ્રેષ્ઠીની માફક નીકળે છે - યાવત્ – પર્યાપાસના કરે છે. ધર્મ શ્રવણ કરીને અને અવધારીને નીકળે છે. પરંતુ વિશેષ એ કે, હે દેવાનુપ્રિય ! મોટા પુત્રને કુટુંબમાં સ્થાપિત કરીશ. ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે – યાવત્ - પ્રવ્રુજિત થઈશ. જે પ્રમાણે ગંગદત્ત પ્રવ્રુજિત થયો, તે જ પ્રમાણે અંગતિ પ્રવ્રુજિત થયા યાવત્ – તે ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. ત્યારપછી તે અંગતિ અણગારે પાર્શ્વ અર્જુના તથારૂપ સ્થવીરોની પાસે અગિયાર અંગોનું અધ્યયન કરીને ઘણાં ઉપવાસ યાવત્ ભાવના કરતા વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું. કરીને અર્ધમાસિક સંલેખના અને અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કરીને પરંતુ શ્રામણ્યની (કિંચિત) વિરાધના કરનારો થઈને કાળમાસમાં કાળ કરીને ચંદ્રાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવદૃષ્ય વસ્ત્રથી આચ્છાદિત દેવશય્યામાં જ્યોતિસ્કેન્દ્ર ચંદ્રના રૂપે ઉત્પન્ન થયો. ૦ જ્યોતિષ્ઠ ચંદ્ર અને તેની ભાવિ ગતિ : - - ત્યારપછી તે જ્યોતિકેન્દ્ર જ્યોતિષાજ ચંદ્ર અધુનોત્પન્ન થઈને – અથવા તુરંતનો ઉત્પન્ન થયેલ તે ચંદ્ર જ્યોતિષ્મેન્દ્ર, જ્યોતિષ્ક રાજાએ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થયો. તે આ પ્રમાણે :- (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાતિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને (૫) ભાષા—મન:પર્યાસિ. Page #342 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ હે ભગવન્ ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ્ક રાજા ચંદ્રની કેટલા કાળની સ્થિતિ કહેવામાં આવી છે ? હે ગૌતમ ! એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણની છે. તે પ્રમાણે હે ગૌતમ ! જ્યોતિષ્ક રાજા ચંદ્રને તે દિવ્યઋદ્ધિ પ્રાપ્ત થઈ છે. હે ભગવંત ! જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષ્ઠરાજા ચંદ્ર આયુક્ષય, ભવક્ષય, સ્થિતિ ક્ષય થયા પછી તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. - પુષ્ઠિ. ૩; ૦ આગમ સંદર્ભ ઠા. ૯૭૫ની વૃ; -- * * ૦ સુપ્રતિષ્ઠ કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નામક નગર હતું. ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. ભગવંત મહાવીર સમોસર્યા. જે પ્રમાણે ચંદ્ર આવેલ હતો, એ જ પ્રમાણે સૂર્ય પણ આવ્યો – યાવત્ – નાિિવધ દેખાડી પાછો ચાલ્યો ગયો. ૦ સૂર્યનો પૂર્વભવ :– ૩૪૧ - ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછ્યો. શ્રાવસ્તી નામક નગરી હતી. ત્યાં સુપ્રતિષ્ઠ નામે ગાથાપતિ હતો. જે અંગતિની માફક ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત હતો. ~ યાવત્ - વિચરતો હતો. પાર્શ્વસ્વામીનું આગમન થયું, અંગતિની માફક સુપ્રતિષ્ઠ પણ પ્રવ્રુજિત થયો. તેની જેમજ શ્રામણ્યની વિરાધના કરનારો – યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઠા. ૯૭૫ની વૃ; = x = X ૦ પૂર્ણભદ્ર કથા ઃ તે કાળ, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. સ્વામી–ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી. ૦ પૂર્ણભદ્ર દેવનું આગમન :– પુષ્ઠિ. ૪; તે કાળ, તે સમયે સૌધર્મકલ્પના પૂર્ણભદ્ર વિમાનાં સુધર્મા સભામાં ૪૦૦૦ સામાનિક દેવોની સાથે પૂર્ણભદ્ર સિંહાસન પર બેસીને પૂર્ણભદ્રદેવ સૂર્યાભદેવ સદેશ યાવત્ – બત્રીશ પ્રકારની નાટ્યવિવિધ દેખાડીને જે દિશાથી પ્રગટ થયો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. કૂટાગાર શાળાનું દૃષ્ટાંત જાણવું. ગૌતમે પૂર્ણભદ્ર દેવનો પૂર્વભવ પૂછ્યો. હે ગૌતમ ! આ પ્રમાણે છે— . પૂર્ણભદ્રનો પૂર્વભવ :-- તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મણિપદિકા નામની નગરી હતી. જે ઋદ્ધિ સંપન્ન, ભયરહિત અને ધનધાન્યાદિથી સંપન્ન હતી – યાવત્ – તેનું વર્ણન Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આગમ કથાનુયોગ-૩ કરી લેવું. ત્યાં ચંદ્ર નામે રાજા હતો. તારાકીર્ણ નામે ચૈત્ય હતું. તે મણિપદિકા નગરીમાં પૂર્ણભદ્ર નામક ગાથાપતિ રહેતો હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરાભૂત હતો. તે કાળ, તે સમયે જાતિસંપન્ન – કાવત્ - જીવનની આકાંક્ષા અને મરણના ભયથી રહિત, બહુશ્રુત, ઘણાં શિષ્ય સમુદાયવાળા સ્થવર ભગવંત પૂર્વાનુપૂર્વી ક્રમે વિચરતા એવા – યાવત્ – પધાર્યા. પર્ષદા નીકળી, ત્યારપછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ આ વૃત્તાંતને સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થતો એવો – યાવત્ – ભગવતીજી સૂત્રમાં આવતા ગંગદત્તના કથા મુજબ નીકળે છે – યાવત્ – દીક્ષિત થઈને – યાવતુ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. ત્યારપછી તે પૂર્ણભદ્ર અણગાર સ્થવર ભગવંતોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં ઉપવાસ, છઠ, અઠમ આદિ તપથી – યાવત્ – આત્માને ભાવિત કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને માસિક સંલેખના અને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને, આલોચના–પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈને કાળમાસે કાળ કરીને સૌધર્મ કલ્પમાં પૂર્ણભદ્ર વિમાનમાં ઉપપાત સભામાં દેવશયનીય શય્યામાં – યાવત્ – ભાષા મનઃ પર્યાપ્તિથી પર્યાપ્ત ભાવને પામ્યા. આ પ્રમાણે હે ગૌતમ ! પૂર્ણભદ્ર દેવે તે દિવ્ય દેવઋદ્ધિ – યાવત્ – અધિગત કરી છે. ૦ પૂર્ણભદ્ર દેવની સ્થિતિ અને ગતિ : હે ભગવન્! પૂર્ણભદ્ર દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે ? હે ગૌતમ ! બે સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! તે પૂર્ણભદ્ર દેવ તે દેવલોકથી – યાવત્ – ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ વર્ષમાં ઉત્પન્ન થઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :પુષ્ક્રિ. ૯; – ૪ – ૪ – ૦ મણિભદ્ર કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. સ્વામી–ભગવંત મહાવીર સમોસર્યા. તે કાળે, તે સમયે મણિભદ્ર દેવ સુધર્માસભામાં મણિભદ્ર સિંહાસન પર ૪૦૦૦ સામાનિક દેવોથી પરિવરાયેલો હતો. પૂર્ણભદ્રની સમાન મણિભદ્ર દેવનું આગમન થયું. નાટ્યવિધિ દેખાડી, પાછો ગયો. ભગવદ્ ગૌતમે આ મણિભદ્ર દેવના પૂર્વભવના વિષયમાં શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે પૂછયું Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ મણિપદિકા નગરી હતી. મણિભદ્ર ગાથાપતિ હતો. સ્થવીરો પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું, માસિક સંલેખના કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કર્યું. મણિભદ્ર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની બે સાગરોપમની સ્થિતિ થઈ. મહાવિદેહમાં સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો ક્ષય કરશે. ૦ આગમ સંદર્ભ :પુલ્ફિ. ૧૦ ૦ દત્ત આદિ કથા ઃ - (૧) દત્ત, (૨) શિવ, (૩) બલ, (૪) અનાધૃત. આ ચારે દેવોની કથા પૂર્ણભદ્ર – કથા - - X - X આ ચારે દેવોની બેબે સાગરોપમની સ્થિતિ હતી. આ ચારે દેવોના વિમાનોનું નામ દેવ સટશ જાણવું. પૂર્વભવમાં (૧) દત્તની ચંદના નામે નગરી હતી, (૨) શિવની મિથિલા નામે નગરી હતી, (૩) બલની હસ્તિનાપુર નામે નગરી હતી અને (૪) અનાધૃતની કાકંદી નામે નગરી હતી. - X • ચૈત્યોના નામ સંગ્રહણી ગાથાનુસાર જાણવા. ૦ આગમ સંદર્ભ પુપ્તિ. ૧૧; મુજબ જાણવી. X -- ૩૪૩ ૦ નિષધ કથા ઃ તે કાળ, તે સમયે દ્વારાવતી નામની નગરી હતી, જે બાર યોજન લાંબી – યાવત્ – સાક્ષાત્ દેવલોક સદૃશ હતી. પ્રાસાદીય - યાવત્ – પ્રતિરૂપ હતી. - તે દ્વારાવતી નગરીની બહાર ઈશાન ખૂણામાં રૈવતક નામે પર્વત હતો. તે ઘણો ઊંચો હતો. તેના શિખર ગગનતલને સ્પર્શ કરતા હતા. તે વિવિધ પ્રકારના વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ અને વેલીઓથી વ્યાપ્ત હતો. હંસ, મૃગ, મોર આદિ પશુ—પક્ષીઓના કલરવથી ગુંજતો રહેતો હતો. તેમાં અનેક તટ, મેદાન, ગુફા, ઝરણા, પ્રપાત, પ્રાભાર અને શિખર હતા. તે પર્વત અપ્સરાઓના સમૂહો, દેવોના સમુદાયો, ચારણ અને વિદ્યાધરયુગલોથી વ્યાપ્ત રહેતો હતો. ત્રણે લોકમાં બળવાન્ મનાતા દશારવંશીય વીર પુરુષો દ્વારા ત્યાં નિત્ય નવા-નવા ઉત્સવ મનાવાતા હતા. તે પર્વત સૌમ્ય, સુભગ, જોવામાં પ્રિય, સુરૂપ, પ્રાસાદિય, દર્શનીય, મનોરમ અને મનોહર હતો. તે રૈવતક પર્વતથી અધિક દૂર નહીં – અધિક નજીક નહીં. તેવા સ્થાને નંદનવન નામે ઉદ્યાન હતો. તે સર્વ ઋતુઓ સંબંધી પુષ્પો અને ફળોથી સમૃદ્ધ, રમણીય, નંદનવનની સમાન આનંદપ્રદ, દર્શનીય, મનોહર અને મનાભિરામ હતું. તે નંદનવન ઉદ્યાનના અતિ મધ્ય ભાગમાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું. તે ઘણું Page #345 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ - પ્રાચીન હતું – યાવત્ - ઘણાં લોકો ત્યાં આવી—આવીને સુરપ્રિય યક્ષાયતનની અર્ચના કરતા હતા. તે સુરપ્રિય યક્ષાયતન પૂર્ણભદ્ર ચૈત્ય સમાન ચારે તરફથી એક વિશાળ વનખંડથી ઘેરાયેલ હતું – યાવત્ – તે વનખંડમાં એક પૃથ્વી શિલાપટ્ટક હતો. - ૩૪૪ તે દ્વારાવતીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતો – યાવત્ – ત્યાં પ્રશાસન કરતો વિચરતો હતો. તે ત્યાં સમુદ્રવિજય આદિ દશ દસારોનું, બળદેવ આદિ પાંચ મહાવીરોનું, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજાઓનું, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કુમારોનું, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્રાન્ત યોદ્ધાઓનું, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરોનું, મહાસેન આદિ ૫૬,૦૦૦ બળવાનોનું, રુકિમણી આદિ ૧૬,૦૦૦ રાણીઓનું, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓનું તેમજ– ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહો આદિનું તેમજ ઉત્તર દિશામાં વૈતાઢ્ય પર્વત પર્યંત તથા અન્ય ત્રણ દિશાઓમાં લવણ સમુદ્રપર્યંત દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું તથા દ્વારાવતી નગરીનું અધિપતિત્વ, નેતૃત્વ, સ્વામિત્વ, ભટ્ટિત્વ, મહત્તરકત્વ, આનૈશ્વર્યત્વ અને સેનાપતિત્વ કરતો, તેનું પાલન કરતો, તેના પર પ્રશાસન કરતો વિચરતો હતો. . નિષકુમારનો જન્મ : તે જ દ્વારાવતી નગરીમાં બળદેવ નામે રાજા હતો. તે મહાન્ હતો – યાવત્ રાજ્યનું પ્રશાસન કરતો વિચરતો હતો. તે બલદેવ રાજાને રેવતી નામે એક પત્ની હતી. જે સુકુમાલ હતી યાવત્ – ભોગોપભોગ ભોગવતી વિચરતી હતી. — કોઈ સમયે રેવતી દેવીએ પોતાના શયનગૃહમાં સુતા સુતા – યાવત્ – સ્વપ્નમાં સિંહને જોયો. સ્વપ્ન જોઈને જાગી સ્વપ્નદર્શનનો વૃત્તાંત બલદેવ રાજાને કહ્યો. યથા સમયે બાળકનો જન્મ થયો. મહાબલની સમાન બોંતેર કળાઓનું અધ્યયન કર્યું. એક જ દિવસમાં ૫૦ ઉત્તમ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું ઇત્યાદિ – વિશેષ એ કે તે બાળકનું નામ નિષધ હતું – યાવત્ – તે ઉપરી પ્રાસાદમાં વિચરવા લાગ્યો. ૦ તીર્થંકર અરિષ્ટનેમિની કૃષ્ણ દ્વારા પર્યુપાસના - : તે કાળ, તે સમયે અર્હત્ અરિષ્ટનેમિ પધાર્યા. તેઓ ધર્મની આદિ કરનાર હતા. ઇત્યાદિ – અર્હત્ અરિષ્ટનેમિની અવગાહના દશ ધનુની હતી. પર્ષદા નીકળી. ત્યારે તે કૃષ્ણ વાસુદેવ આ વૃત્તાંત સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યો અને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દી જઈને સુધર્માસભામાં સામુદાનિક ભેરી વગાડો. ત્યારે તે કૌટુંબિક પુરુષ – યાવત્ – સુધર્મા સભામાં આવ્યા અને સામુદાનિક ભેરી જોરથી વગાડી. - ત્યારે તે સામુદાનિક ભેરીને અત્યધિક જોરજોરથી વગાડાયા બાદ સમુદ્રવિજય આદિ દસાર, દેવીઓ – યાવત્ – અનંગ સેના આદિ અનેક હજાર ગણિકાઓ તથા અન્ય ઘણાં જ રાજા, ઈશ્વર – ચાવત્ – સાર્થવાહ પ્રભૃતિ સ્નાન કરી ~ યાવત્ - પ્રાયશ્ચિત્ત મંગલવિધાન કરી સર્વ અલંકારોથી વિભૂષિત થઈ યથોચિત પોતપોતાના વૈભવ—ઋદ્ધિ સત્કાર અને અભ્યુદયની સાથે જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. તેઓએ બંને હાથ - -- Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ જોડી – યાવત્ - કૃષ્ણ વાસુદેવનું જય–વિજય આદિ શબ્દોથી અભિવાદન કર્યું. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને આ આજ્ઞા આપી. હે દેવાનુપ્રિયો ! જલ્દીથી આભિષેક્ય હસ્તિરત્નને વિભૂષિત કરો અને ચતુરંગિણી સેનાને સુસજ્જિત કરો - યાવત્ – મારી આજ્ઞા પૂર્તિની સૂચના આપો. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ સ્નાનગૃહમાં સ્નાન કરવા ગયા યાવત્ – આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયા. આગળ-આગળ આઠ માંગલિક દ્રવ્યો ચાલ્યા અને કૂણિક રાજા સમાન ઉત્તમ શ્રેષ્ઠ ચામરોથી વિંઝાતા એવા સમુદ્રવિજય આદિ દશ દસારો – યાવત્ – સાર્થવાહ આદિની સાથે સમસ્ત ઋદ્ધિ યાવત્ – વાદ્યોષોની સાથે દ્વારાવતી નગરીમાં મધ્ય ભાગથી નીકળ્યા ઇત્યાદિ – શેષ કથન કોણિકની સમાન જાણવું – યાવત્ · કૃષ્ણ વાસુદેવ પર્યુંપાસના કરવા લાગ્યા. - ૦ નિષધ દ્વારા શ્રાવકધર્મ ગ્રહણ : ત્યારપછી શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરી ભાગમાં સુખાનુભાવ કરનારા તે નિષધકુમારે તે ― જન કોલાહલને સાંભળ્યો અને - યાવત્ – જમાલી દૃશ ધર્મ સાંભળીને યાવત્ અને હૃદયમાં અવધારીને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભદંત ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. પછી ચિત્તસારથી (પ્રધાન)ની યાવત્ – શ્રાવક ધર્મનો સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને પાછો ફર્યો. ૦ નિષધનો પૂર્વભવ : સમાન તે કાળે, તે સમયે અર્હત્ અરિષ્ટનેમિના અંતેવાસી વરદત્ત નામના શ્રેષ્ઠ અણગાર - યાવત્ – વિચરતા હતા. - - — - www - ત્યારે તે વરદત્ત અણગારે નિષધને જોયો. જોઈને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ – યાવત્ - પર્યુપાસના કરતા આ પ્રમાણે પૂછયું, હે ભગવન્ ! આ નિષકુમાર ઇષ્ટ, ઇષ્ટરૂપ, કાંત, કાંતરૂપ છે. એ જ પ્રમાણે પ્રિય, મનોજ્ઞ, મણામ, મણામરૂપ, સોમ, સોમરૂપ, પ્રિયદર્શન અને સુરૂપ છે. હે ભદંત ! આ નિષધકુમારને આ અને આવા પ્રકારની મનુષ્યોચિત્ત ઋદ્ધિ કઈ રીતે મળી ? કઈ રીતે પ્રાપ્ત થઈ ? જે પ્રમાણે ગૌતમે સૂર્યાભદેવની ઋદ્ધિના વિષયમાં શ્રમણ ભગવંત મહાવીરને પૂછેલ એ જ રીતે વરદત્ત અણગારે અર્હત્ અરિષ્ટનેમિને પૂછ્યું. હે વરદત્ત ! તે આ પ્રમાણે છે— તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ નામક દ્વીપના ભરતક્ષેત્રમાં રોહીતક નામક નગર હતું. જે ઋદ્ધિ વડે સંપન્ન હતું. ત્યાં મેઘવર્ણ નામક ઉદ્યાન હતું. તેમાં મણિદત્ત યક્ષનું યક્ષાયતન હતું. - - તે રોહીતક નગરમાં મહાબલ નામક રાજા હતો. પદ્માવતી નામે રાણી હતી. અન્યદા કોઈ સમયે તેણી તેવા પ્રકારની શય્યામાં સૂતી હતી, ત્યારે તેણે સ્વપ્નમાં સિંહ જોયો યાવત્ મહાબલ કુમારની જેમ બાળકનો જન્મ થયો ઇત્યાદિ જાણવું જોઈએ. વિશેષ એટલું કે તેનું નામ વીરંગદ હતું. તેના ૩૨ ઉત્તમ કન્યાઓ સાથે વિવાહ થયા, ૩૨ વસ્તુ પ્રીતિદાનમાં મળી – યાવત્ – પ્રાવૃષ, વર્ષા, શરદ, હેમંત, ગ્રીષ્મ અને ૩૪૫ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આગમ કથાનુયોગ-૩ વસંત એ છ ઋતુઓ સંબંધી ઇષ્ટ શબ્દાદિ વિષયોને પોતાના વૈભવને અનુરૂપ ભોગવતો વિચરણ કરવા લાગ્યો. ૦ વીરંગદની પ્રવજ્યા અને ગતિ : તે કાળ, તે સમયમાં કેશી શ્રમણ સમાન જાતિવંત – યાવત્ – બહુશ્રુત અને વિશાળ શિષ્ય પરિવારથી યુક્ત સિદ્ધાર્થ નામના આચાર્ય જ્યાં રોહિતક નગર હતું, જ્યાં મેઘવર્ણ ઉદ્યાન હતું. જ્યાં મણિદત્ત યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં પધાર્યા અને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને – યાવત્ – વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી. ત્યારપછી ઉત્તમ પ્રાસાદના ઉપરી ભાગમાં રહેનારા તે વીરંગદ કુમારે મનુષ્યોના મહાનું કોલાહલને સાંભળ્યો – યાવત્ – જમાલીની માફક તે ધર્મશ્રવણ કરવા નીકળ્યો. ધર્મને સાંભળીને – યાવત્ – વિશેષતા એ કે, હે દેવાનુપ્રિય ! માતાપિતાને પૂછીને જમાલી સમાન નીકળ્યા – યાવત્ – તે અણગાર થઈ ગયા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. ત્યારપછી તે વીરંગદ અણગારે તે સિદ્ધાર્થાચાર્ય પાસે સામાયિક આદિથી લઈને – થાવત્ – અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને પછી ઘણાં જ ઉપવાસ છઠ અઠમ આદિ તપ કરીને – યાવત્ – પોતાના આત્માને ભાવિત કરતા – ૪૫ – વર્ષ પર્યત ગ્રામર્થ્ય પર્યાયનું પાલન કર્યું. પછી બે માસની સંલેખના કરીને આત્માની ઝોસણા કરી, અનશન દ્વારા ૧૨૦ ભક્તોનું છેદન કરી, આલોચના–પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈને કાળમાસમાં કાળ કરીને તે બ્રહ્મલોક કલ્પના મનોરમ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ દશ સાગરોપમ કહી છે ત્યાં આ વીરંગદ દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ હતી. ૦ નિષધ રૂપે જન્મ અને શ્રાવકત્વ : તે વીરંગદ દેવ તે દેવલોકથી આયુક્ષય કરીને – યાવત્ અનંતર શરીરથી ટ્યુત થઈને આ ધારાવતી નગરીમાં બળદેવ રાજાની રાણી રેવતીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યારે તે રેવતી રાણી તેવા પ્રકારની શય્યામાં સૂતા–સૂતા સિંહના સ્વપ્નને જુએ છે – થાવત્ - શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરી ભાગમાં સુખપૂર્વક વિચારે છે. હે વરદત્ત ! આ પ્રમાણે આ નિષધકુમારે આવી ઉદાર મનુષ્ય ઋદ્ધિ ઉપલબ્ધ પ્રાપ્ત અને અધિગત કરી છે. હે દેવાનુપ્રિય ! શું આ નિષધકુમાર આપ દેવાનુપ્રિય પાસે – યાવત્ – પ્રવ્રજિત થવા માટે સમર્થ છે ? હાં, તે સમર્થ છે. હે ભદન્ત ! આપ જેમ કહો છો, તેમજ છે. ત્યારપછી – યાવત્ – વરદત્ત અણગાર થયા – યાવત્ – પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી અત્ અરિષ્ટનેમિ અન્યદા કોઈ દિવસે દ્વારાવતી નગરીથી – યાવત્ – બહાર જનપદોમાં વિચરવા લાગ્યા. નિષધકુમાર શ્રમણોપાસક થઈ ગયા. જીવ–અજીવ આદિના જ્ઞાતા થઈને – યાવત્ – વિચારવા લાગ્યા. Jain Education international Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૨૪૭ ૦ નિષઘની દીક્ષા : ત્યારપછી તે નિષધકુમાર અન્યદા કોઈ દિવસે જ્યાં પૈષધશાળા હતી, ત્યાં આવ્યો. આવીને – યાવત્ – દર્ભના આસને બેસીને ધર્મધ્યાન કરતા વિચરવા લાગ્યા. ત્યારે મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણા કરતી વેળા તે નિષકુમારના મનમાં આ આવા પ્રકારનો વિચાર – યાવતુ – ઉત્પન્ન થયો. તે ગામ, આકર – યાવત્ – સન્નિવેશ ધન્ય છે, જ્યાં અત અરિષ્ટનેમિ વિચરણ. કરે છે. તે રાજા, ઈશ્વર – ચાવત્ – સાર્થવાહ આદિ ધન્ય છે, જે અહંતુ અરિષ્ટનેમિને વંદન–નમસ્કાર કરે છે – યાવત્ – પર્યાપાસના કરે છે. જો અત્ અરિષ્ટનેમિ પૂર્વાનુપૂર્વી ક્રમથી વિચરતા – યાવત્ – નંદનવનમાં વિચરે (પધારે) તો હું પણ અત્ અરિષ્ટનેમિને વંદના કરું – યાવત્ – પર્યુપાસના કરું. ત્યારે અર્હત્ અરિષ્ટનેમિ નિષધકુમારના આ આવા પ્રકારના માનસિક વિચારને – થાવત્ – જાણીને ૧૮,૦૦૦ શ્રમણો સાથે – યાવત્ – નંદનવનમાં પધાર્યા. પર્ષદા ધર્મ શ્રવણાર્થે નીકળી. ત્યારપછી નિષધકુમાર આ સુખદ વૃત્તાંતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ હૃદયવાળા થઈને ચાતુર્ઘટ અશ્વરથ પર આરૂઢ થઈને નીકળ્યો અને જમાલીની સમાન – થાવત્ – માતા પિતાને પૂછીને પ્રવૃજિત થઈ ગયા – અનગાર થઈ ગયા અર્થાત્ દીક્ષા અંગીકાર કરી, ઇર્યાસમિતિવાળા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થયા. ત્યારપછી તે નિષધકુમાર અત્ અરિષ્ટનેમિના તથારૂપ સ્થવરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ - યાવત્ – વિવિધ પ્રકારના તપકર્મથી આત્માને ભાવિત કરતા પરિપૂર્ણ નવ વર્ષ પર્યત શ્રમણપર્યાયનું પાલન કર્યું. પાલન કરીને અનશન દ્વારા બેંતાલીશ ભક્તોનું છેદન કર્યું. પછી આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત થઈ આનુપૂર્વીથી કાળ કર્યો. ૦ નિષધકુમારની ગતિ : ત્યારપછી વરદત્ત અણગારે નિષધકુમારને કાલગત જાણી જ્યાં અર્પતુ અરિષ્ટનેમિ બિરાજતા હતા, ત્યાં આવ્યા. આવીને તેમણે આ પ્રમાણે કહ્યું હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અંતેવાસી નિષધ અણગાર જે પ્રકૃત્તિથી ભદ્ર હતા - યાવત – વિનીત હતા. હે ભગવંત ! તે નિષધ અણગાર કાળ માસે કાળ કરીને ક્યાં ગયા ? જ્યા ઉત્પન્ન થયા ? હે વરદત્ત ! આ પ્રમાણે વરદત્ત અણગારને સંબોધિત કરીને અર્હત્ અરિષ્ટનેમિએ કહ્યું? હે વરદત્ત ! મારા અંતેવાસી નિષધ નામના અણગાર જે પ્રકૃત્તિથી ભદ્ર – યાવતું - વિનીત હતા, મારા તથારૂપ સ્થવીરોની પાસે સામાયિક આદિ અગિયાર અધ્યયનોનું અધ્યયન કરી પરિપૂર્ણ નવ વર્ષ સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કર્યું, અનશન દ્વારા બેતાલીશ ભક્તોનું છેદન કર્યું. આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરી, કાળ માસે કાળધર્મ પામ્યા. – કાળધર્મ પામીને (મરણ પામીને) ઉર્ધ્વ દિશામાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, ગણ, નક્ષત્ર Page #349 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ અને તારા મંડલથી પણ ઉપર સૌધર્મ, ઇશાનાદિ કલ્પો અને ૩૧૮ ત્રૈવેયક વિમાનવાસો– ઉલ્લંઘીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયેલ છે. ત્યાં દેવોની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. ત્યાં નિષધ દેવની પણ તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. ૩૪૮ હે ભદન્ત ! તે નિષધદેવ આયુ ક્ષય, ભય ક્ષય અને સ્થિતિ ક્ષય થયા પછી તે દેવલોકથી ાવિત થઈને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે વરદત્ત આ જંબુદ્રીપ નામના દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ઉન્નાત નગરમાં વિશુદ્ધ પિતૃ વંશવાળા રાજકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યારબાદ બાલ્યકાળ વીત્યા પછી, વિજ્ઞાત અવસ્થા પામશે, પછી યુવાવસ્થાને પ્રાપ્ત કર્યા પછી તથારૂપ સ્થવીરોની પાસે કેવળ બોધિ પ્રાપ્ત કરશે. પછી ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા પ્રાપ્ત કરશે. ત્યારપછી તે ઇર્યાસમિતિ આદિથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી અણગાર થશે. ત્યારે તે ઘણાં જ ઉપવાસ, છટ્ઠ, અઠમ, દશમ, દ્વાદશ, માસક્ષમણ – અર્ધમાસક્ષમણરૂપ વિચિત્ર તપોકર્મથી આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષોનો ભ્રામણ્ય પર્યાયનું પાલન કરશે. પાલન કરીને માસિક સંલેખના દ્વારા આત્માની ઝોસણા કરશે. ઝોસણા કરીને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરશે. ત્યારપછી જે મોક્ષ પ્રાપ્તિને માટે (જે હેતુને માટે) તેમણે નગ્રભાવ, મુંડભાવ, સ્નાન ત્યાગ, દંતધાવન ત્યાગ, છત્ર ત્યાગ, ઉપાનહ આદિનો ત્યાગ, ફલક શય્યા, કાષ્ઠ શય્યા, કેશનો લોચ, બ્રહ્મચર્યવાસ, ભિક્ષાર્થ પરગૃહ પ્રવેશ, ભિક્ષાના લાભમાં કે અલાભમાં સમભાવ, ઇન્દ્રિયોના અનુકૂળ કે પ્રતિકૂળ શબ્દાદિને વીતરાગ ભાવથી સહન આદિ કરાય છે, તે મોક્ષની આરાધના કરશે. આરાધના કરીને ચરમ ઉચ્છવાસ નિઃશ્વાસે સિદ્ધ થશે - યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :વÈિ. ૨, ૩; — * — * ૦ માયની (માલિ) આદિ કુમાર કથા : (૧) માયની (માલિ), (૨) વહ, (૩) વેહ (વેહલ), (૪) પગતા, (૫) યુક્તિ (જુત્તિ), (૬) દશરથ, (૭) દૃઢરથ, (૮) મહાધનુ (૯) સપ્તધનુ, (૧૦) દશધનુ અને (૧૧) શતધનુ. એ અગિયાર કુમારોની કથા છે. આ અગિયારે કુમારોની કથા કંઈપણ હીનતા કે અધિકતા રહિતપણે નિષકુમાર મુજબ જ સમજી લેવી. - ૦ આગમ સંદર્ભ : વષ્ટિ. ૨, ૪; × — નોંધ :— અગિયાર અંગ સૂત્રો અને બાર ઉપાંગ સૂત્રો એ ત્રેવીશ મૂળ આગમમાં આવતી કથાઓ સર્વ સંદર્ભ સહ રજૂ કરી છે દશ પયત્રામાં મુખ્યત્વે (૧) ભક્ત પરિજ્ઞા, (ર) સંસ્તારક અને (૩) મરણ સમાધિમાં કિંચિંતુ કથાનુયોગ જોવા મળે છે. પણ તે ઘણો બધો નાનો કે લઘુકથારૂપ છે, આવ.યૂ.૧-૫ ૧૧૨; = Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ તેથી તેની રજૂઆત કાંતો મૂળ કથાનકો સાથે નોંધી છે અથવા છેલ્લે દૃષ્ટાંત વિભાગમાં તેની નોંધ કરાઈ છે. → છેદ સૂત્રો (મૂળ)માં માત્ર મહાનિશીથ સૂત્રમાં જ કથાનુયોગ છે, જેને હવે રજૂ કરી રહ્યા છીએ → (ભાષ્ય-ચૂર્ણિ-વૃત્તિ આદિની કથા ભાગ-૪માં છે.) ૦ નાગીલ કથા ઃ- (નાગીલ અને સુમતિ કથા) : આ ભારતવર્ષમાં મગધ નામે દેશ હતો, તેમાં કુશસ્થળ નામનું નગર હતું. ત્યાં પાપપુણ્ય સમજનારો, જીવ–અજીવાદિક પદાર્થનું યથાર્થ રૂપ જેણે સારી રીતે જાણેલ છે, એવી વિશાળ ઋદ્ધિવાળા સુમતિ અને નાગિલ નામના બે સગાભાઈ શ્રાવકધર્મનું પાલન કરતા હતા. કોઈ સમયે અંતરાય કર્મના ઉદયથી તેમનો વૈભવ નષ્ટ થયો. પણ સત્ત્વ અને પરાક્રમનો પહેલાથી હતો. અચલિત સત્ત્વ પરાક્રમ વાળા, અત્યંત પરલોકભીરુ, છળ–કપટ અને જૂઠથી અટકેલા, ભગવંતે બતાવેલ ચાર પ્રકારના દાન આદિ ધર્મનું સેવન કરતા હતા. તેઓ શ્રાવકધર્મનું પાલન કરતા, કોઈની નિંદા ન કરતા, વિનયવાન્, સરળ સ્વભાવવાળા, ગુણરૂપ રત્નના નિવાસ સ્થાન સમાન, ક્ષમાના સાગર, સજ્જનની મૈત્રી રાખનારા, કેટલાંયે દિવસો સુધી જેમના ગુણરત્નનું વર્ણન કરી શકાય એવા ગુણના ભંડાર સમાન શ્રાવક હતા, પરંતુ જ્યારે તેમને અશુભ કર્મનો ઉદય થયો ત્યારે તેમની સંપત્તિ અષ્ટાક્ષિકા મહામહોત્સવ આદિ ઇષ્ટ દેવતાની ઇચ્છાનુસાર પૂજા, સત્કાર, સાધર્મિક સન્માન અને બંધુ વર્ગનો વ્યવહાર આદિ કરવાને માટે અસમર્થ થઈ. ૦ સંપત્તિ ક્ષય થવાથી વિદેશગમન વિચાર : ૩૪૯ - હવે કોઈ સમયે ઘરમાં મહેમાન આવતા તો તેમનો સત્કાર થઈ શકતો ન હતો. સ્નેહી વર્ગના મનોરથો પૂરા કરી શકાતા ન હતા. પોતાના મિત્ર, સ્વજન, પરિવારજન, બંધુ, સ્ત્રી, પુત્ર ભત્રીજા, સંબંધોને ભૂલીને દૂર ખસી ગયા ત્યારે વિષાદ પામેલા તે શ્રાવકોએ હે ગૌતમ ! વિચાર્યું કે– માણસ પાસે જ્યારે વૈભવ હોય છે, ત્યારે જે લોકો તેમની આજ્ઞા સ્વીકારે છે, જળરહિત મેઘને વીજળી પણ દૂરથી ત્યાગ કરે છે. એમ વિચારીને તેઓ પરસ્પર કહેવા લાગ્યા– ન પ્રથમ સુમતિએ ભાઈ નાગિલને કહ્યું કે, માન–ધનરહિત ભાગ્યહીન પુરુષ એવા દેશમાં ચાલ્યા જવું કે જ્યાં પોતાના સંબંધીઓ કે આવાસો ન દેખાય તથા બીજાઓએ પણ કહ્યું છે કે, જેની પાસે ધન હોય, તેની પાસે લોકો આવે છે, જેની પાસે અર્થ હોય તેના ઘણાં બંધુઓ હોય છે. આ પ્રમાણે તેઓ પરસ્પર એક મતવાળા થયા અને તેવા થઈને હે ગૌતમ ! તેઓએ દેશત્યાગ કરવાનો નિર્ણય કર્યો કે, આપણે કોઈ અજાણ્યા દેશાંતરમાં ચાલ્યા જઈએ. ત્યાં ગયા છતાં પણ લાંબા કાળથી ચિંતવેલા મનોરથો પૂર્ણ ન થાય તો અને દૈવ અનુકૂળ થાય તો પ્રવ્રજ્યા અંગીકાર કરીએ. ત્યારપછી તેમણે કુશસ્થળ નગરનો ત્યાગ કરીને વિદેશગમન કરવું તેમ નક્કી કર્યું. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આગમ કથાનુયોગ-૩ ૦ માર્ગમાં શિથિલ સાધુનો પરીચય : દેશાન્તર તરફ પ્રયાણ કરતા તે નાગીલ અને સુમતિએ પાંચ સાધુઓ અને છટ્ઠા એક શ્રમણોપાસક તેમણે જોયો ત્યારે નાગિલે સુમતિને કહ્યું, અરે સુમતિ ! ભદ્રમુખ! જો જો આ સાધુઓનો સાથે કેવો છે? તો આપણે સાધુના સમુદાય સાથે જઈએ. તેણે કહ્યું, ભલે તેમ થાઓ. ત્યારપછી તેના સાર્થમાં સાથે ચાલ્યા. એટલામાં માત્ર એક મુકામે જવા માટે પ્રયાણ કરતા હતા. ત્યારે નાગિલે સુમતિને કહ્યું કે હે ભદ્રમુખ ! હરિવંશના તિલકભૂત મરકત રત્નની સમાન શ્યામ કાંતિવાળા સારી રીતે નામ ગ્રહણ કરવા યોગ્ય બાવીશમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ ભગવંતના ચરણકમળમાં સુખેથી બેઠેલો હતો, ત્યારે આ પ્રમાણે સાંભળીને અવધારણ કરેલું હતું કે, આવા પ્રકારના અણગાર રૂપને ધારણ કરનારા હોય તે કુશીલ ગણાય છે અને જે કુશીલ હોય તેને દૃષ્ટિથી પણ જોવા કલ્પતા નથી. આ સાધુઓ તેવા છે, તેથી તેઓના સાથે ગમન–સંસર્ગ થોડો પણ કરવો કલ્પતો નથી. માટે તેમને ચાલ્યા જવા દો. આપણે કોઈ નાના સાથે સાથે જઈશું. – કારણ કે તીર્થંકરના વચનનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. દેવો અને અસુરોવાળા આ જગમાં તીર્થકરોની વાણી ઉલ્લંઘન કરવા લાયક નથી. બીજી વાત એ છે કે, જ્યાં સુધી તેમની સાથે ચાલીએ ત્યાં સુધી તેના દર્શનની વાત તો જવા દો પણ આલાપ-સંલાપ વગેરે પણ નિયમા કરવા પડે, તો શું આપણે તીર્થકરની વાણીનું ઉલ્લંઘન કરીને ગમન કરવું? એ પ્રમાણે વિચારણા કરીને સુમતિનો હાથ પકડીને નાગિલ સાધુના સાર્થમાંથી નીકળી ગયો. ચક્ષુ વડે પ્રમાર્જિત, શુદ્ધ અને નિર્જીવ ભૂમિ પર બેઠો. ત્યારપછી સુમતિએ કહ્યું કે, જ્ઞાન આપનાર ગુરુઓ, માતાપિતા, વડીલબંધુ તેમજ બહેન અગર જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય, ત્યાં હે દેવ? મારે શું કહેવું? તેઓની આજ્ઞા થાય તે પ્રમાણપૂર્વક તહત્તિ” એમ કરીને સ્વીકારવાની જ હોય. આ મારા માટે ઇષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાને અવકાશ હોતો નથી. પરંતુ આજે તો આ વિષયમાં આર્યને (મોટા ભાઈને) માટે આનો ઉત્તર આપવો જ પડશે અને તે પણ આકરા કઠોર કર્કશ અનિષ્ટ દુષ્ટ નિષ્ફર શબ્દોથી જ. – અથવા તો મોટાભાઈ આગળ આ મારી જીભ કેવી રીતે ઉપડે કે જેના ખોળામાં હું વસ્ત્ર વગરનો અશુચિથી ખરડાએલા અંગવાળો અનેક વખત રમેલો છે અથવા તો તે પોતે આવું અણઘટતું બોલતા કેમ શરમાતા નથી ? કે આ કુશીલો છે અને દૃષ્ટિ વડે તે સાધુઓને જોવા પણ ન જોઈએ. જેટલામાં પોતે વિચારેલ હજુ બોલતો નથી, તેટલામાં ઇંગિત આકાર જાણવામાં કુશળ મોટાભાઈ નાગિલ તેનો હૃદયગત ભાવ જાણી ગયો કે આ સુમતિ ફોગટ ખોટા કષાયવાળો થાય છે. તો હવે મારે તેને કયો પ્રત્યુત્તર આપવો એમ વિચારવા લાગ્યો વગર કારણે વગર પ્રસંગે ક્રોધાયમાન થયેલ ભલે હાલ એમ જ રહે. અત્યારે તેને કદાચ સમજણ આપવામાં આવે તો પણ તે બહુ માન્ય કરશે નહીં. તો પછી અત્યારે તેને Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૫૧ સમજાવવો કે હાલ કાલક્ષેપ કરવો ? કાળ પસાર થશે તો તેના કષાય શાંત થશે અને પછી મારી કહેલી સર્વ વાતનો સ્વીકાર કરશે અથવા તો અત્યારનો આ પ્રસંગ એવો છે કે તેના સંશયને દૂર કરી શકીશ. જ્યાં સુધી વિશેષ સમજ આપવામાં નહીં આવે ત્યાં સુધી આ ભકિક ભાઈને કંઈ સમજાશે નહીં એમ વિચારીને નાગિલ નાનાભાઈ સુમતિને આ પ્રમાણે કહેવા લાગ્યો૦ નાગિલ દ્વારા સુમતિને બોધ આપવા પ્રયત્ન : હે બંધ ! હું તને દોષ આપતો નથી. હું આ વિષયમાં મારો જ દોષ માનું છું કે, હિતબુદ્ધિથી સગાભાઈને પણ કહેવામાં આવે તો તે કોપાયમાન થાય છે. આઠ કર્મોની જાળમાં સપડાએલ જીવોનો જ અહીં દોષ છે કે ચારે ગતિઓમાંથી બહાર કાઢનાર હિતોપદેશ તેમને અસર કરતો નથી. સજ્જડ રાગ, દ્વેષ, કદાગ્રહ, અજ્ઞાન, મિથ્યાત્વના દોષથી ખવાઈ ગયેલા મનવાળા આત્માઓને હિતોપદેશરૂપ અમૃત પણ કાલકૂટ વિષ સમાન ભાસે છે. એમ સાંભળીને સુમતિએ કહ્યું, તમે જ સત્યવાદી છો અને આ પ્રમાણે બોલી શકે છે. પરંતુ સાધુઓના અવર્ણવાદ બોલવા તે બીલકુલ યોગ્ય ન ગણાય. તમે તે મહાનુભાવોના બીજા આચાર તરફ કેમ નજર કરતા નથી ? છઠ, અઠમ, ચાર-પાંચ ઉપવાસ, માસક્ષમણ આદિ તપ કરીને આહાર ગ્રહણ કરનારા ગ્રીષ્મ કાળમાં આતાપના લેતા નથી ? તેમજ વીરાસન, ઉત્સુટુકાસન વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરવા, કષ્ટવાળા તપો કરવા ઇત્યાદિ ધર્માનુષ્ઠાન આચરીને માંસ અને લોહી જેમણે સુકવી નાંખેલ છે, આવા પ્રકારના ગુણયુક્ત મહાનુભાવ સાધુઓને તમારા સરખા મહાનૂ ભાષા સમિતિવાળા મોટા શ્રાવક થઈને આ સાધુઓ કુશીલવાળા છે એવો સંકલ્પ કરવો યુક્ત નથી. ત્યારપછી નાગિલે કહ્યું કે, હે વત્સ! આ તેમના ધર્માનુષ્ઠાનોથી તું સંતોષ ન પામ. જેમ હું આજે અવિશ્વાસથી લૂંટાયો છું. વગર ઇચ્છાએ આવી પડેલ પરાધીનતાથી ભોગવવાના દુઃખોથી... અકામ નિર્જરાથી પણ કર્મનો ક્ષય થાય છે. તો પછી બાલતપથી કર્મક્ષય કેમ ન થાય? આ સર્વેને બાલ તપસ્વીઓ જાણવા. શું તને તેઓનું ઉસૂત્ર માર્ગનું અલ્પ સેવાપણું દેખાતું નથી ? વળી હે વત્સ સુમતિ ? મને આ સાધુઓ ઉપર મનથી પણ સૂક્ષ્મ પ્રદ્વેષ નથી કે જેથી હું તેમનો દોષ ગ્રહણ કરું છું પણ તીર્થકર ભગવંતની પાસેથી એ પ્રમાણે અવધારણ કરેલું છે કે કુશીલ તરફ દૃષ્ટિ પણ ન કરવી. ત્યારે સુમતિએ નાગિલને કહ્યું કે, જેવા પ્રકારનો તે નિબુદ્ધિ છે, તેવા જ પ્રકારના તે તીર્થકર હશે જેથી તને આ પ્રમાણે કહ્યું. ત્યારપછી આ પ્રમાણે બોલનાર સુમતિના મુખરૂપી છિદ્રને પોતાના હસ્તથી બંધ કરીને નાગિલે તેને કહ્યું, અરે ! હે ભદ્રમુખ ! જગના મહાનું ગુર તીર્થકર ભગવંતની આશાતના ન કર, મને તારે જે કહેવું હોય તે ભલે કહે. હું તને કોઈ પ્રત્યુત્તર નહીં આપુ. ત્યારે સુમતિએ તેને કહ્યું કે, આ જગતમાં આ સાધુઓ પણ જો કુશીલ હોય તો પછી સુશીલ સાધુઓ ક્યાંય મળશે નહીં. ત્યારે નાગિલે કહ્યું કે, હે ભદ્રમુખ ! સુમતિ ! Page #353 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ અહીં જગતમાં અલંઘનીય વચનવાળા ભગવંતનું વચન આદરપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. આસ્તિક આત્માને તેમના વચનમાં કોઈ દિવસ વિસંવાદ થતો નથી. તેમજ બાલતપસ્વીની ચેષ્ટામાં આદર ન કરવો, કેમકે જિનેન્દ્રના વચનાનુસાર નક્કી તેઓ કુશીલ દેખાય છે. ૦ નાગિલ દ્વારા સાધુઓની કુશીલતાનો નિર્દેશ : તેઓમાં પ્રજ્યાને વિશે ગંધ પણ દેખાતી નથી. કારણ કે તું જો આ સાધુ પાસે બીજી મુહપોતિકા દેખાય છે. તેથી કરીને આ સાધુ અધિક પરિગ્રહના દોષથી કુશીલ છે. ભગવંતે હસ્તમાં અધિક પરિગ્રહ ધારણ કરવા માટે સાધુને આજ્ઞા આપી નથી. માટે હે વત્સ ! હીન સત્ત્વવાળો પણ મનથી એવો અધ્યવસાય ન કરે કે કદાચ મારી આ મુહપોત્તિકા ફાટી તુટીને વિનાશ પામશે તો બીજી મને ક્યાંથી મળશે ? તે હીનસત્ત્વવાળો એમ વિચારતો નથી કે અધિક અને અનુપયોગથી ઉપધિ ધારણ કરવાથી મારા પરિગ્રહ વ્રતનો ભંગ થશે અથવા શું સંયમમાં રંગાયેલા આત્મા સંયમમાં ઉપયોગી ધર્મના ઉપકરણરૂપ મુહપત્તિ જેવા સાધનમાં સિદાય ખરો ? નક્કી તેવો આત્મા તેમાં વિષાદ ન પામે. ખરેખર તેવો આત્મા પોતાને હું હીન સત્ત્વવાળો છું, તેમ જાહેર કરે છે. ઉન્માર્ગના આચરણની પ્રશંસા કરે છે અને પ્રવચન મલિન કરે છે આ સામાન્ય હકીકત તું દેખી શકતો નથી ? આ સાધુએ ગઈ કાલે વસ્ત્રરહિત સ્ત્રીના શરીરને રાગપૂર્વક જોઈને, તેનું ચિંતવન કરીને તેની આલોચના પ્રતિક્રમણ કર્યા નથી. તે તને માલૂમ નથી ? આ સાધુના શરીરે ફોડલાં થયેલા છે. તે કારણે વિસ્મય પામેલા મુખવાળા એમને તું દેખતો નથી ? હમણાં જ તેમણે લોચ કરવા માટે પોતાના જ હાથે વગર આપેલી રાખ ગ્રહણ કરી. તેં પણ પ્રત્યક્ષ તેમ કરતા તેમને જોયા છે. ૩૫૨ ગઈકાલે સંઘાટકને સૂર્યોદય થયા પહેલા એમ કહ્યું કે, ઉઠો અને ચાલો આપણે વિહાર કરીએ. સૂર્યોદય થઈ ગયો છે. એવું આ સાધુએ તેમને હસતા—હસતા કહ્યું. તે તેં જાતે ન સાંભળ્યું ? આમાં જે મોટા નવદીક્ષિત છે, તે ઉપયોગ વગર સુઈ ગયાં અને વીજળી—અગ્નિકાયથી સ્પર્શ કરાયો તેને તેં જોયા હતા. તેણે કામળી ગ્રહણ ન કરી તથા સવારે લીલા ઘાસનો પહેરવાના કપડાના છેડાથી સંઘટ્ટો કર્યો. તથા બહાર ખુલ્લામાં પાણીનો પરિભોગ કર્યો. બીજ–વનસ્પતિકાય ઉપર પગ ચાંપીને ચાલતા હતા. અવિધિથી ખારી જમીન ઉપર ચાલીને મધુર જમીન પર સંક્રમણ કર્યું તથા માર્ગમાં ચાલ્યા પછી સાધુએ સો ડગલા ચાલ્યા પછી ઇરિયાવહિયં પ્રતિક્રમવા જોઈએ (તે ન પ્રતિક્રખ્યા). તેવી રીતે ચાલવું જોઈએ, તેવી રીતે ચેષ્ટા કરવી જોઈએ, તેવી રીતે બોલવું જોઈએ, તેવી રીતે શયન કરવું જોઈએ કે જેથી કરીને છ કાયના જીવોને સૂક્ષ્મ કે બાદર, પર્યાપ્તા કે અપર્યાપ્તા, આવતા-જતા સર્વ જીવ, પ્રાણ, ભૂતો કે સત્વોને સંઘટ્ટ, પરિતાપન, કિલામણા કે ઉપદ્રવ ન થાય. આ સાધુઓએ કહેલાં આ સર્વેમાંથી એક પણ કર્યું – અહીં દેખાતું નથી. - વળી મુહપત્તિનું પડિલેહણ કરતા એવા સાધુને મેં પ્રેરણા આપી કે વાયુકાયનો Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ સંઘટ્ટો થાય તેમ ફડફડાટ અવાજ કરતા પડિલેહણા કરો છો. પડિલેહણ કરવાનું કારણ યાદ કરાવ્યું, જેનું આવા પ્રકારનું ઉપયોગવાળું જયણા યુક્ત સંયમ છે, અને તમો ઘણું જ પાલન કરો છો, તો સંદેહ વગરની વાત છે કે તેમાં તમે આવો ઉપયોગ રાખો છો ? આ સમયે તેં મને નિવાર્યો કે મૌન રાખો, સાધુઓને આપણે કંઈ કહેવું કલ્પતું નથી, તે શું તું ભૂલી ગયો ? તેથી હે ભદ્રમુખ ! આમણે સંયમ સ્થાનકમાંથી એક પણ સ્થાનકનું સમ્યક્ પ્રકારે રક્ષણ કરેલ નથી. જેનામાં આવા પ્રકારનો પ્રમાદ હોય, તે સાધુ કેવી રીતે કહી શકાય ? જેનામાં આવા પ્રકારનું નિર્ધ્વસપણું હોય તે સાધુ નથી. હે ભદ્રમુખ ! જો—જો શ્વાન સમાન નિર્દય, છ કાય જીવોનું મર્દન કરનાર આ છે, તો તેને વિષે મને કેવી રીતે અનુરાગ થાય ? અથવા શ્વાન પણ સારો છે કે જેને અતિસૂક્ષ્મ પણ નિયમ વ્રતનો ભંગ થતો નથી. આ નિયમનો ભંગ કરનાર હોવાથી કોની સાથે તેની તુલના કરી શકાય ? માટે હે વત્સ ! સુમતિ ! આવા પ્રકારના કૃત્રિમ આચરણ વડે સાધુ બની શકતા નથી. આવા પ્રકારના કૃત્રિમ દેખાવ માત્ર આચાર વડે યુક્ત હોય તેઓને તીર્થંકરના વચનને સ્મરણ કરનારો કોણ વંદન કરે ? બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે તેઓના સંસર્ગથી આપણને પણ ચરણ—કરણમાં શિથિલતા આવી જાય છે કે જેનાથી વારંવાર ઘોર ભવની પરંપરામાં આપણને રખડવાનું થાય. ૦ સુમતિની પ્રવ્રજ્યા અને ગતિ : ત્યારે સુમતિએ કહ્યું કે, તેઓ કુશીલ હોય કે સુશીલ હોય, તો પણ હું તો તેમની પાસે જ પ્રવ્રજ્યા સ્વીકારીશ, વળી તમે કહો છો તે જ ધર્મ છે, તો પણ તે કરવાને આજે કોણ સમર્થ છે ? માટે મારો હાથ છોડી દો, મારે તેમની સાથે જવું છે. તેઓ દૂર ચાલ્યા જશે તો ફરી મેળાપ થવો મુશ્કેલ થશે. ત્યારે નાગિલે કહ્યું કે, હે ભદ્રમુખ ! તેમની સાથે જવામાં તારું કલ્યાણ નથી. હું તને હિતવચન કહું છું. આ સ્થિતિ હોવાથી જે ગુણકારક હોય તેનું જ સેવન કર, હું કંઈ તને બળાત્કારે પકડી રાખતો નથી. આ રીતે કેટલાયે સમય સુધી અનેક ઉપાયો કરી નિવારણ કરવા છતાં પણ ન રોકાયો અને મંદ ભાગ્યશાળી તે સુમતિએ હે ગૌતમ ! પ્રવ્રજ્યા અંગીકાર કરી, ત્યારપછી કોઈ સમયે વિહાર કરતા કરતા પાંચ મહિના પછી મહાભયંકર બાર વર્ષનો દુષ્કાળ આવ્યો. ત્યારે તે સાધુઓ તે કાળના દોષથી, દોષોની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામીને ભૂત, યક્ષ, રાક્ષસ, પિશાચ વગેરે વાણવ્યંતર દેવોના વાહનપણે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને મ્લેચ્છ જાતિમાં માંસાહાર કરનાર ક્રૂર આચરણવાળા થયા. ક્રૂર પરિણામવાળા હોવાથી સાતમી નારકીમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી ત્રીજી ચોવીશીમાં સમ્યકત્વ પામશે. ત્યારપછી સમ્યકત્વ પ્રાપ્તિ ભવથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે. પરંતુ તેઓમાં જે બધાથી મોટા પાંચમાં હતા, તે એક સિદ્ધિ પામશે નહીં. કારણ કે તે એકાંત મિથ્યાસૃષ્ટિ અને અભવ્ય છે. ૩૫૩ હે ભગવંત ! જે સુમતિ છે તે ભવ્ય કે અભવ્ય ? હે ગૌતમ ! તે ભવ્ય છે. હે ભગવંત ! તે ભવ્ય છે તો મૃત્યુ પામીને ક્યાં જશે ? હે ગૌતમ ! તે પરમાધાર્મિક ૩|૨૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ આગમ કથાનુયોગ-૩ અસુર થશે. હે ભગવન્! ભવ્યજીવો પરમાધાર્મિક અસુરોમાં ઉત્પન્ન થાય ખરા ? હે ગૌતમ ! જે કોઈ સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયથી સારી રીતે કહેવા છતાં હિતોપદેશની અવગણના કરે છે. બારે પ્રકારના અંગો તથા શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રના સદુભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારની પ્રશંસા કરે છે તેની પ્રભાવના કરે છે. જે પ્રમાણે સુમતિએ તે સાધુની પ્રશંસા અને પ્રભાવના કરી કે, “તેઓ કુશીલ સાધુઓ નથી, જો આ સાધુઓ પણ કુશીલ છે તો જગત્માં કોઈ સુશીલ સાધુ નથી.” તેમજ તે સાધુઓ પાસે જઈને મારે પ્રવજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય છે તથા જેવા પ્રકારના તમે નિબુદ્ધિ છો તેવા પ્રકારના તે તીર્થકર હશે. એ પ્રમાણે બોલવાથી હે ગૌતમ તે એવું મોટું તપ કરતો હોવા છતાં પણ પરમાધામી અસુરોને વિશે ઉત્પન્ન થશે. હે ભગવંત! પરમાધામી અસુર દેવતામાંથી બહાર નીકળી તે સુમતિનો જીવ જ્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! મંદભાગી એવા તેણે અનાચારની પ્રશંસા તથા અભ્યદય કરવા માટે સારા સન્માર્ગના નાશને અભિનંદ્ય, તે કર્મના દોષથી અનંત સંસાર ઉપાર્જન કર્યો છે. તેના કેટલા ભવોની ઉત્પત્તિ કહેવી ? અનેક પુદ્ગલ પરાવર્તન કાળ સુધી ચાર ગતિરૂપ સંસારમાંથી જેને નીકળવાનો આરો નથી તો પણ સંક્ષેપથી કેટલાંક ભવ કહું છું તે સાંભળ૦ અંડગોલિક મનુષ્યનો ભવ : આ જ જંબૂદ્વીપ નામના દ્વીપને ચારે બાજુ ફરતો વર્તુળાકારનો લવણસમુદ્ર છે. તેમાં જે સ્થળે સિંધુ મહાનદી પ્રવેશ કરે છે, તે પ્રદેશના દક્ષિણ દિશાના ભાગમાં પપ યોજન પ્રમાણવાળી વેદિકાના મધ્ય ભાગમાં સાડા બાર યોજન પ્રમામ, હાથીના કુંભસ્થળના આકારનું પ્રતિસંતાપદાયક નામનું એક સ્થળ છે તે સ્થળ લવણ સમુદ્રના જળથી સાડા સાત યોજન પ્રમાણ ઊંચું છે. ત્યાં અત્યંત ઘોર ગાઢ અંધકારવાળી ઘડિયાલ સંસ્થાન – આકારવાળી છેતાલીશ ગુફાઓ છે. તે ગુફાઓમાં બબ્બે બબ્બેની વચ્ચે જલચારી મનુષ્યો વાસ કરે છે. તેઓ વજઋષભ નારાચ સંઘયણવાળા, મહાબળ અને પરાક્રમવાળા, સાડાબાર વેંત પ્રમાણ કાયાવાળા, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા, જેમને મદ્ય–માંસ પ્રિય છે તેવા, સ્વભાવે સ્ત્રીઓમાં લોલુપી, અતિશય ખરાબ વર્ણવાળા, સુકુમાર, અનિષ્ટ, કઠણ, ખરબચડા દેહવાળા, ચંડાળના નેતા સમાન ભયંકર મુખવાળા, સિંહ સમાન ઘોર દૃષ્ટિવાળા, યમરાજ સરખા ભયાનક કોઈને પીઠ ન બતાવનારા, વીજળીની જેમ નિષ્ફર પ્રહાર કરનાર, અભિમાનથી માંધાતા થયેલા અંડગોલિક મનુષ્યો રહે છે. તેઓના શરીરમાં જે અંતરંગ ગોલિકાઓ હોય છે, તેને ગ્રહણ કરીને ચમરી ગાયના શ્વેત પુંછડાના વાળથી તે ગોલિકાને ગૂંથાય, પછી તે બાંધેલી ગોલિકાઓને બન્ને કાન સાથે બાંધીને મહાકિંમતી ઉત્તમ જાતિવંત રત્ન ગ્રહણ કરવાની ઇચ્છાવાળા સમુદ્રમાં પ્રવેશ કરે, ત્યારે તેમ કરનારને સમુદ્રના જળમાં રહેલ, જળહાથી - ભેંશ, ગોવા, મગર, મોટા મલ્યો, તંતુ, સંસમાર વગેરે દુષ્ટ સ્થાપદો તેને કોઈ ઉપદ્રવ કરતા નથી. તેઓ તે Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૫૫ ગોલિકાના પ્રભાવથી ભય પામ્યા વિના સર્વ સમુદ્ર જળમાં ભ્રમણ કરીને ઇચ્છાનુસાર ઉત્તમ પ્રકારના જાતિવંત રત્નોનો સંગ્રહ કરીને અક્ષત શરીરે બહાર નીકળે છે. અંડગોલિક મનુષ્યને જે અંતરંગ ગોલિકાઓ હોય છે, તેના સંબંધથી તે બિચારા, હે ગૌતમ ! અનુપમ, અતિઘોર ભયંકર દુઃખ, પૂર્વભવમાં ઉપાર્જન કરેલા અતિરૌદ્ર કર્મને આધીન બનેલા તેઓ અનુભવે છે. હે ભગવંત! ક્યા કારણથી (તેઓ ભયંકર દુઃખ અનુભવે છે તેમ કહ્યું ?) હે ગૌતમ ! તેઓ જીવતા હોય ત્યાં સુધી તેની ગોલિકા ગ્રહણ કરવા કોણ સમર્થ થઈ શકે ? તેમના દેહમાંથી ગોલિકા ગ્રહણ કરવા માટે ઘણાં મોટા પ્રકારના સાહસો કરી નિયંત્રણા કરવી પડે છે. બખ્તર પહેરેલા, તલવાર, ભાલા, ચક્રો, હથિયાર સજેલા એવા ઘણાં શૂરવીર પુરુષો બુદ્ધિના પ્રયોગપૂર્વક તેમને જીવતા જ પકડે છે. જ્યારે પકડે છે ત્યારે જે પ્રકારના શારીરિક, માનસિક દુઃખો થાય છે, તે સર્વે નારકના દુઃખ જેવા તુલ્ય હોય છે. હે ભગવંત! તે અંતરંગ ગોલિકાઓ કોણ ગ્રહણ કરે છે? હે ગૌતમ ! તે લવણ સમુદ્રમાં રત્નદ્વીપ નામનો અંતર્લીપ છે. તે રત્નદ્વીપવાસી મનુષ્યો ગ્રહણ કરે છે. તે ભગવંત! કયા પ્રયોગથી ગ્રહણ કરે છે ? ક્ષેત્ર સ્વભાવથી સિદ્ધ થયેલા અને પૂર્વપુરષ પરંપરાથી પ્રાપ્ત કરેલા વિધાનો વડે તેઓને પકડે છે. હે ભગવંત! તેઓની પૂર્વપુરુષે સિદ્ધ કરેલો વિધિ કેવા પ્રકારનો હોય છે ? – હે ગૌતમ ! તે રત્નદ્વીપમાં ૨૦, ૧૯, ૧૮, ૧૦, ૮, ૭ ધનુષ્ય પ્રમાણવાળા ઘંટીના આકારવાળા શ્રેષ્ઠ વજ શિલાના સંપુટો હોય છે, તેને છૂટા પાડીને તે રત્નકીપવાસીઓ પૂર્વપુરુષોથી સિદ્ધ – ક્ષેત્ર સ્વભાવથી સિદ્ધ કરેલા યોગથી ઘણાં મત્સ્યો મધુ ભેગા ભેળવીને અત્યંત રસવાળા કરીને ત્યારપછી તેમાં પકાવેલા માંસના ટુકડાઓ તેમજ ઉત્તમ મદિરા વગેરે પદાર્થો નાંખે છે. તેઓને ખાવા યોગ્ય આવા મિશ્રણો તૈયાર કરીને પછી વિશાળ લાંબા મોટા વૃક્ષોના કાષ્ઠોથી બનાવેલા યાનમાં બેસી, પછી અતિ સ્વાદિષ્ટ, પુરાણા મદિરા, માંસ, મસ્ય, મદ્ય વગેરે વડે પરિપૂર્ણ ઘણાં તુંબડા ગ્રહણ કરીને પ્રતિસંતાપદાયક નામક સ્થળ પાસે આવે છે. ત્યાં ગુફાવાસી અંડગોલિક મનુષ્યોને એક તુંબડુ આપીને તેમજ અભ્યર્થના કરવા પૂર્વક પેલા કાષ્ઠ યાનને અતિશય વેગપૂર્વક ચલાવીને રત્નદ્વીપ તરફ દોડી જાય છે. અંડગોલિક મનુષ્યો તે તુંબડામાંથી મદ્ય—માંસ વગેરે ભક્ષણ કરે છે અને અતિશય સ્વાદિષ્ટ લાગવાથી ફરી મેળવવા માટે તેઓની પાછળ છૂટાં–છવાયાં થઈને દોડે છે. ત્યારે હે ગૌતમ ! જેટલામાં હજુ ઘણાં નજીક ન આવી પહોંચે તેટલાંમાં સુંદર સ્વાદવાળા મદ્ય અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત પુરાણા મદિરાનું એક તુંબડું મૂકીને ફરી અતિત્ત્વરિત ગતિએ રત્નદ્વીપ તરફ ચાલ્યા જાય છે. વળી તે અંડગોલિક મનુષ્યો તે અતિશય સ્વાદિષ્ટ મદ્ય અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત પ્રાચીન મદિરા-માંસ મેળવવા માટે અતિ દક્ષતાથી તેની પીઠ પાછળ દોડે છે. ફરી પણ તેઓને આપવા માટે મદ્યથી ભરેલા એક તુંબડાને મૂકે છે. આ પ્રમાણે હે ગૌતમ! મદ્ય-મદિરાથી લોલુપી બનેલા તેમને તુંબડાના મા-મદિરા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આગમ કથાનુયોગ–3 વગેરેથી લોભાવતા લોભાવતા ત્યાં સુધી દોરી લાવે છે, જ્યાં સુધી પૂર્વે વર્ણવેલા ઘંટીના આકારવાળા વજ્રની શીલાના સંપુટો રહેલા છે. જેટલામાં ખાવાના લોભથી તેઓ તેટલી ભૂમિ સુધી આવે છે, તેટલામાં જે નજીકમાં વજ્રશિલાના સંપુટનો ઉપરનો ભાગ, જે બગાસું ખાતા પુરુષ આકાર સરખો છૂટો પ્રથમથી ગોઠવેલ હોય છે. ત્યાંજ મદિરા ભરેલા બાકી રહેલા તુંબડાઓને તેમના દેખતા જ ત્યાં મૂકીને પોતપોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે. પેલા મદ્યાદિ ખાવાના લોલુપી જેટલામાં ઘંટી પાસે પહોંચે અને તેના ઉપર પ્રવેશે તે સમયે હે ગૌતમ ! જે પૂર્વે પકાવેલા માંસના ટુકડાઓ ત્યાં મૂકેલા હોય, તેમજ મદ્ય– માંસાદિ ભરેલા ભાજનો ગોઠવી રાખેલા હોય, તેમજ મધથી લિંપેલા શિલાઓના પડ હોય તે દેખીને તેઓને ઘણો જ સંતોષ, આનંદ, મહાતુષ્ટિ અને મહાપ્રમોદ થાય છે. આ પ્રમાણે મદિરા અને પકાવેલ માંસ ખાતા—ખાતા સાત આઠ—પંદર દિવસો જેટલામાં પસાર થાય છે, તેટલામાં રત્નદ્વીપ નિવાસી મનુષ્યો એકઠા મળીને બખ્તર, અન્ય આયુધાદિ ધારણ કરીને, તેઓ પેલી વજ્રશીલાને વીંટળાઈને સાત-આઠ પંક્તિમાં ઘેરી વળે છે. વળી રત્નદ્વીપવાસી બીજા કેટલાંક તે શિલાપડને ઘંટુલાના પડ પર એકઠું થાય તે રીતે ગોઠવે છે. જ્યારે બે પડ એકઠા કરવામાં આવે છે ત્યારે હે ગૌતમ ! એક ચપટી વગાડવામાં જેટલો સમય થાય તેના ત્રીજા ભાગમાં કાળમાં અંદર સપડાએલા અંડગોલિકમાંથી માંડમાંડ એક કે બે બહાર છટકી જાય છે. તે જ સમયે તેના હાડનો વિનાશકાળ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે હે ગૌતમ ! તે વજ્રશિલાના ઘંટીના બે પડ વચ્ચે ભીંસાઈને પીસાતા– પીસાતા જ્યાં સુધી સર્વ હાડકાઓ દબાઈને બરાબર પીસાય તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક મનુષ્યોના પ્રાણ છૂટા પડતા નથી. તેઓના અસ્થિઓ વજ્રરત્નની જેમ દુઃખે કરીને દળી શકાય તેવા મજબૂત હોય છે. ત્યાં આગળ તેઓ વજ્રશિલાના બે પડ વચ્ચે ગોઠવીને કાળા બળદો જોડીને અતિપ્રયત્નથી રેંટ, ઘંટી, કઠણ રેતી, ચુનાની ચકરીની જેમ ગોળ ભમાડાય છે. એક વર્ષ સુધી પીસવાનો પ્રયત્ન ચાલુ હોવા છતાં તેના મજબૂત અસ્થિઓના કટકા થતા નથી. તે સમયે તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ શારીરિક અને માનસિક મહાદુઃખની વેદનાનો આકરો અનુભવ કરતા હોવા છતાં, પ્રાણ પણ ચાલ્યા ગયા હોવા છતાં તેમના અસ્થિઓ ભાંગતા નથી. બે વિભાગ થતા નથી, દબાતા નથી, ઘસાતા નથી. પણ જે કોઈપણ સંધિ સ્થાનો, સાંધા અને બંધનના સ્થાનો છે તે સર્વે વિખૂટા પડીને જર્જરિત થાય છે. ત્યારપછી બીજી સામાન્ય પત્થરની ઘંટીની માફક બહાર સરી પડેલા લોટની જેમ કંઈક આંગળી આદિક અગ્ર અવયવના અસ્થિખંડ જોઈને તે રત્નદ્વીપવાસી લોકો આનંદ પામીને શિલાના પડો ઊંચા ઊંચકીને તેમની અંડગોલિકાઓ ગ્રહણ કરીને તેમાં જે શુષ્ક– નિરસ ભાગ હોય તે અનેક ઘનસમૂહ ગ્રહણ કરીને વેંચી નાખે છે. હે ગૌતમ ! આ વિધિ વડે તે રત્નદ્વીપવાસી મનુષ્યો અંતરંઽગોલિકા ગ્રહણ કરે છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૫૭ હે ભગવંત ! તે બિચારા તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ તીણ દુસ્સહ દુઃખસમૂહને સહેતા આહાર-જળ વિના એક વર્ષ સુધી કેવી રીતે પ્રાણને ધારણ કરી રાખતા હશે ? હે ગૌતમ ! પોતે કરેલ કર્મના અનુભવથી. ૦ સુમતિના વિવિધ ભવ વિપાકો : હે ભગવંત ! ત્યાંથી મરીને તે સુમતિનો જીવ કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! ત્યાં જ તે પ્રતિસંતાપદાયક નામના સ્થળમાં એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યારપછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યારપછી કાળા શ્વાનપણે, ત્યારપછી લીંબડાની વનસ્પતિમાં, ત્યારપછી મનુષ્યની સ્ત્રીપણે, ત્યાંથી છઠી નારકીમાં, પછી કષ્ઠિ મનુષ્ય, પછી વાણવ્યંતર, ત્યારપછી મહાકાયવાળો યુથાધિપતિ હાથી, ત્યાં મૈથુનમાં અતિ આસક્ત હોવાથી અનંતકાય વનસ્પતિમાં, ત્યાં અનંતકાળ જન્મ મરણનાં દુઃખ અનુભવ કરીને મનુષ્ય થશે. પછી મનુષ્યપણામાં મહાનિમિત્તક થઈને સાતમી નરકે જશે. ત્યાંથી સ્વયંભૂરમણ સમુદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મસ્યાહાર કરીને સાતમી નરકે જશે. ત્યાંથી આખલાનો ભવ લેશે. પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોકીલા, પછી જળો, પછી મહામસ્ય, પછી તંદુલમસ્ય, પછી સાતમી નરકે, પછી ગધેડો, પછી કૂતરો, પછી કૃમિજીવ, પછી દેડકો, પછી અગ્નિકાયમાં, પછી કુંથુ, પછી મધમાખ, પછી ચકલો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં, ત્યાં અનંતકાળ રહી, મનુષ્યમાં સ્ત્રી રત્ન થઈ છઠી નરકે, પછી ઊંટ થઈ વેષામંકિત નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્રપણે વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી કુન્જા સ્ત્રી થશે. ત્યાંથી નપુંસક મનુષ્ય થઈ, પછી દુઃખી મનુષ્ય, પછી ભીખ માંગનાર, પછી પણ પૃથ્વીકાય વગેરે કામોમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિ દરેકમાં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા કરનાર, પછી વાણવ્યંતર, પછી પુરોહિત, પછી પણ સાતમીએ તંદલ મત્સ્ય, પછી સાતમી નરકે, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગૃષ્ટિ અવિરતિ ચક્રવર્તી, પછી પ્રથમ નારકીમાં, પછી શ્રીમંત શેઠ, પછી શ્રમણ અણગારપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોકમાં, પછી પણ ચક્રવર્તી મહાસંઘયણવાળા થઈને કામભોગથી વૈરાગ્ય પામીને તીર્થકર ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને તે નિર્વાણ પામશે. ૦ સુમતિ કથાનો નિષ્કર્ષ : જે ભિક્ષુ કે ભિક્ષુણી પરપાખંડીઓની પ્રશંસા કરે, અથવા નિલવોની પ્રશંસા કરે, તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલે, નિલવોના મંદિર–મકાનમાં પ્રવેશ કરે, નિલવોના ગ્રંથો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, નિલવોના પ્રરૂપેલા કાયકલેશાદિક તપ કરે, સંયમ કરે, તેમના જ્ઞાનનો અભ્યાસ કરે, વિશેષ પ્રકારે જાણે, શ્રવણ કરે, પાંડિત્ય કરે, તેમની તરફેણ કરે, વિદ્વાનોની પર્ષદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા કરે. તે સુમતિની માફક પરમાધામી અસુરોમાં ઉત્પન્ન થાય. હે ભગવંત ! તે સુમતિના જીવે તે સમયે શ્રમણપણું અંગીકાર કર્યું તો પણ આવા પ્રકારના નારક, તિર્યચ, મનુષ્ય અસુરાદિવાળી ગતિમાં જુદા જુદા ભાવોમાં આટલા કાળ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આગમ કથાનુયોગ-૩ સુધી સંસાર ભ્રમણ કેમ કરવું પડ્યું? હે ગૌતમ ! જે આગમને બાધા પહોંચે તેવા પ્રકારના લિંગ-વેષ વગેરે ગ્રહણ કરવામાં આવે તે કેવળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કારણભૂત તે ગણાય છે તેની કેટલી લાંબી મર્યાદા, તે જણાવી શકાતી નથી. તે જ કારણે (આગમાનુસાર) સંયમ દુષ્કર મનાયેલ છે. વળી બીજી એ વાત લક્ષમાં રાખવાની છે કે, શ્રમણપણા વિશે પ્રથમ સંયમ સ્થાનમાં કુશીલ સંસર્ગનો ત્યાગ કરવાનો છે. જો તેનો ત્યાગ ન કરે તો સંયમ જ ટકતો નથી. તો સુંદર મતિવાળા સાધુએ તે જ આચરવું, તેની જ પ્રશંસા કરવી, તેની જ પ્રભાવના કરવી, તેની જ સલાહ આપવી, તેનું જ આચરણ કરવું કે જે ભગવંતે કહેલા આગમ શાસ્ત્રમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજા પણ સુંદર, વિદુર, સુદર્શન, શેખર, નિલભદ્ર, સભોમેય, સ્તન શ્રમણ, દુર્દાન્તદેવ, રક્ષિત મુનિ વગેરે થઈ ગયા. તેની કેટલી સંખ્યા કહેવી ? માટે આ વિષયનો પરમાર્થ જાણીને કુશીલ સંસર્ગ સર્વથા વર્જવો. હે ભગવંત! તે પાંચે સાધુઓને કુશીલ તરીકે નાગિલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમ શાસ્ત્રની યુક્તિથી ? હે ગૌતમ ! બિચારા શ્રાવકને તેમ કહેવાનું કયું સામર્થ્ય હોય ? જે કોઈ પોતાની સ્વચ્છેદમતિથી મહાનુભાવ સુસાધુઓના અવર્ણવાદ બોલે તે શ્રાવક જ્યારે હરિવંશના કુલતિલક મરકત રત્ન સમાન શ્યામ કાંતિવાળા બાવીશમાં ધર્મ તીર્થકર અરિષ્ટનેમિ હતા તેમની પાસે વંદન નિમિત્તે ગયેલા હતા. તે હકીકત આચાર અંગસૂત્રમાં અનંતગમ પર્યવના જાણકાર કેવળી ભગવંતોએ પ્રરૂપેલી હતી. તેને યથાર્થ ધારણરૂપે હૃદયમાં અવધારણા કરેલી હતી. ત્યાં છત્રીશ આચારોની પ્રજ્ઞાપના કરેલી છે. તે આચારોમાંથી જે કોઈ સાધુ કે સાધ્વી કોઈપણ આચારનું ઉલ્લંઘન કરે તે ગૃહસ્થ સાથે સરખામણી કરવા લાયક ગણાય. જો આગમથી વિરુદ્ધ વર્તન કરે, આચરે કે પ્રરૂપે તો તે અનંત સંસારી થાય. તેથી હે ગૌતમ ! જેણે એક મુખવત્રિકાનો અધિક પરિગ્રહ કર્યો તો તેના પાંચમાં મહાવ્રતનો ભંગ થયો. જેણે સ્ત્રીના અંગોપાંગ જોયા – ચિંતવ્યા પછી તેણે આલોચ્યા નહીં તો તેણે બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધના કરી. તે વિરાધનાથી જેમ એક ભાગમાં બળેલા વસ્ત્રને બળેલું વસ્ત્ર કહેવાય તેમ અહીં ચોથા મહાવ્રતનો ભંગ કહેવાય. જેણે પોતાના હાથે રાખ ઊંચકી લીધી, વગર આપેલી ગ્રહણ કરી, તેના ત્રીજા મહાવ્રતનો ભંગ થયો. જેણે સૂર્યોદય થયા પહેલા સૂર્યોદય થઈ ગયો એમ કહ્યું. તેના બીજા મહાવ્રતનો ભંગ થયો. જે સાધુએ સજીવ જળથી આંખો ધોઈ તથા અવિધિથી માર્ગની ભૂમિમાંથી બીજી ભૂમિમાં સંક્રમણ કર્યું, બીજકાયને ચાંપ્યા, વસ્ત્રના છેડાથી વનસ્પતિકાયનો સંઘટ્ટો થયો, વીજળીનો સ્પર્શ થયો, અજયણાથી ફડફડાટ અવાજ કરતા મુહપત્તિથી વાયુકાયની વિરાધના કરી – તે સર્વેના પહેલા મહાવ્રતનો ભંગ થયો. તેના ભંગથી પાંચ મહાવ્રતનો ભંગ થયો. તેથી હે ગૌતમ ! આગમયુક્તિથી આ સાધુઓને કુશીલ જણાવેલા છે, કારણ કે ઉત્તર ગુણોનો ભંગ પણ ઇષ્ટ નથી, તો પછી મૂલગુણોનો ભંગ તો સર્વથા અનિષ્ટ જ ગણાય. Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૫૯ હે ભગવંત ! તો શું આ દૃષ્ટાંતને વિચારીને જ મહાવ્રતો ગ્રહણ કરવા ? હે ગૌતમ! આ વાત યથાર્થ છે. હે ભગવંત! કયા કારણે ? હે ગૌતમ ! સુશ્રમણ કે સુશ્રાવક આ બે ભેદો જ કહેલા છે. ત્રીજો ભેદ કહેતા નથી. અથવા ભગવંતે શાસ્ત્રોમાં જે પ્રમાણે ઉપદેશેલું છે, તે પ્રમાણે સુશ્રમણપણું પાલન કરવું. તે જ પ્રમાણે સુશ્રાવકપણું યથાર્થ રીતે પાલન કરવું જોઈએ. પરંતુ શ્રમણે પોતાના શ્રમણપણામાં અતિચાર ન લાગવા દેવા જોઈએ કે શ્રાવકે શ્રાવકપણાના વ્રતોમાં અતિચાર ન લગાડવા જોઈએ. – નિરતિચાર વ્રતો પ્રશંસા કરવા યોગ્ય છે. તેવા નિરતિચાર વ્રતોનું સેવન કરવું. જે આ શ્રમણ ધર્મ સર્વવિરતિ સ્વરૂપ હોવાથી નિર્વિકાર છુટછાટ વગરનો સુવિચાર અને પૂર્ણ વિચારયુક્ત છે. જે પ્રમાણે મહાવતો પાલન કરવાના શાસ્ત્રોમાં જણાવેલા છે. તે પ્રમાણે યથાર્થ પાલન કરવા જોઈએ. જ્યારે શ્રાવકો માટે તો હજારો પ્રકારના વિધાનો છે. તે વ્રત પાળે અને તેમાં અતિચારો ન લાગે તે પ્રમાણે શ્રાવક અણુવતો ગ્રહણ કરે. ૦ નાગિલનો મોક્ષ : હે ભગવંત ! તે નાગિલ શ્રાવક ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે સિદ્ધિગતિમાં ગયો. હે ભગવંત! કઈ રીતે ? હે ગૌતમ ! મહાનુભાવ નાગિલે તે કુશીલ સાધુ પાસેથી છૂટા પડીને ઘણાં શ્રાવકો અને વૃક્ષોથી વ્યાપ્ત ઘોર ભયંકર અટવીમાં સર્વ પાપ કલિમલના કલંકથી રહિત ચરમ હિતકારી સેંકડો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થકર ભગવંતનું વચન છે, એમ જાણીને નિર્જીવ પ્રદેશમાં જેમાં શરીરની સાર સંભાળ ટાપ–ટીપે ન કરવા પડે તેવું નિરતિચાર પાદપોપગમન અનશન અંગીકાર કર્યું. હવે કોઈ સમયે તે જ પ્રદેશમાં વિચરતા અરિષ્ટનેમિ તીર્થકર ભગવંત અચલિત સત્ત્વવાળા આ ભવ્યાત્માની પાસે તેના ઉપકાર માટે આવી પહોંચ્યા. ઉત્તમાર્થ સમાધિ મરણ સાધી આપનાર અતિશયવાળી દેશના કહી. જળયુક્ત મેઘની સરખી ગંભીર અને દેવદુંદુભિ સમાન સુંદર સ્વરવાળી તીર્થંકરની વાણી શ્રવણ કરતો શુભ અધ્યવસાય કરતો અપૂર્વકરણથી સપક શ્રેણીમાં આરૂઢ થયો. અંતકૃત કેવલી થયો. આ કારણથી એમ કહેવાય છે કે તે સિદ્ધિ પામ્યો. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૬૫૪ થી ૬૮૩; – ૪ – ૪ – ૦ વજ આચાર્ય કથા : - હે ગૌતમ ! આ ઋષભદેવ પરમાત્માની ચોવીસીની પૂર્વે થયેલ વેવીશ ચોવીશી અને - તે ચોવીશીના ચોવીસમાં તીર્થકર નિર્વાણ પામ્યા. પછી કેટલોક કાળ ગુણથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી પર્વતનો ચૂરો કરનાર, મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાનુભાવ સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક વજ (વડર) નામના ગચ્છાધિપતિ થયા. તેમને પ૦૦ શિષ્યોના પરિવારવાળો ગચ્છ હતો. સાધ્વી સાથે ગણીએ તો ૨૦૦૦ની સંખ્યા હતી. હે ગૌતમ ! તે સાધ્વીઓ અત્યંત પરલોકભીરુઓ હતી. અત્યંત નિર્મળ અંત:કરણવાળી, ક્ષમા ધારણ કરનારી, વિનયવતી, ઇન્દ્રિયોનું દમન કરનારી, Page #361 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ મમત્ત્વરહિત, અત્યંત અભ્યાસુ, પોતાના શરીર કરતાં પણ અધિક છ કાયના જીવો ઉપર વાત્સલ્ય કરનારી, ભગવંતે શાસ્ત્રમાં કહેલા એવા અતિશય ઘોર વીર તપ અને ચરણનું સેવન કરીને શોષવેલ શરીરવાળી, જે પ્રમાણે તીર્થંકર ભગવંતે પ્રરૂપેલ છે, તે પ્રમાણે અદીન મનથી, માયા, મદ, અહંકાર, મમત્ત્વ, રતિ, હાસ્ય, ક્રીડા, કંદર્પ, નાથવાદરહિત, સ્વામિભાવ આદિ દોષોથી મુક્ત થયેલી તે સાધ્વીઓ આચાર્યની પાસે શ્રામણ્યનું અનુપાલન કરતી હતી. ૦ વજ્ર આચાર્યના સાધુઓ : હે ગૌતમ ! તે સાધુઓ હતા તેવા તે મનોહર ન હતા. હે ગૌતમ ! કોઈક સમયે તે સાધુઓ આચાર્યને કહેવા લાગ્યા કે હે ભગવંત ! જો આપ આજ્ઞા આપો તો અમે તીર્થયાત્રા કરીને ચંદ્રપ્રભસ્વામીના ધર્મચક્રને વંદન કરીને પાછા આવીએ. ત્યારે હે ગૌતમ ! મનમાં દિનતા લાવ્યા સિવાય, ઉતાવળા થયા વિના ગંભીર મધુર વાણીથી તે આચાર્યએ તેમને ઉત્તર આપ્યો કે, શિષ્યોને “ઇચ્છાકારેણ'' (સ્વકીય ઇચ્છા) એવા સુંદર શબ્દનો પ્રયોગ કરીને ‘સુવિહિતોને તીર્થયાત્રા માટે જવું કલ્પતું નથી.'' તેથી જ્યારે પાછા ફરવાનું થશે ત્યારે હું તમોને યાત્રા અને ચંદ્રપ્રભ સ્વામીને વંદન કરાવીશ. - - બીજી વાત એ છે કે, યાત્રા કરવામાં અસંયમ કરવાનું મન થાય છે. આ કારણે તીર્થયાત્રાનો નિષેધ કરાય છે. ત્યારે શિષ્યોએ પૂછ્યું કે, તીર્થયાત્રા જતા સાધુઓને કેવી રીતે અસંયમ થાય છે ? ત્યારે ફરી પણ ‘ઇચ્છાકારેણ’’ એમ બીજી વખત બોલાવડાવીને ઘણાં લોકોની વચ્ચે વ્યાકુળ બનીને આક્રોશથી ઉત્તર આપશે. પણ હે ગૌતમ ! તે સમયે આચાર્યે ચિંતવ્યુ કે મારું વચન ઉલ્લંઘન કરીને પણ નક્કી આ શિષ્યો જશે જ. તે કારણથી જ મીઠાં મીઠાં વચનો બોલે છે. ૩૬૦ હવે કોઈક દિવસે મનથી અતિશય વિચાર કરીને તે આચાર્યે કહ્યું કે, તમો લગીર પણ સૂત્ર–અર્થ જાણો છો ખરા ? જો જાણતા હોય તો જે પ્રકારનો અસંયમ તીર્થયાત્રામાં થાય છે, તે પ્રકારનો અસંયમ સ્વયં જાણી શકાય છે. આ વિષયમાં વધારે કહેવાથી શો લાભ ? બીજું તમોએ સંસારનું સ્વરૂપ, જીવાદિક પદાર્થો – તેનું યથાયોગ્ય તત્ત્વ જાણેલું છે. હવે કોઈ વખત ઘણાં ઉપાયોથી સમજાવ્યા. યાત્રા જતાં નિવાર્યા, તો પણ તેઓ આચાર્યને છોડીને ક્રોધરૂપી યમ સાથે તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. તેઓ જતાં જતાં ક્યાંક આહાર ગવેષણાનો દોષ, કોઈક સ્થાને લીલી વનસ્પતિકાયનો સંઘટ્ટ કરતાં, બીજકાય ચાંપતા હતા. કંઈક કીડી વગેરે વિકલેન્દ્રિય જીવો, ત્રસકાય સંઘટ્ટન, પરિતાપન, ઉપદ્રવથી થવાવાળા અસંયમ દોષો લગાડતા હતા. બેઠાં બેઠાં પણ પ્રતિક્રમણ કરતા ન હતા. કાંઈક મોટા પાત્ર, નાના પાત્ર ઉપકરણ વગેરે બંને કાલ વિધિપૂર્વક પ્રેક્ષણ–પ્રમાર્જન કરી શકતા ન હતા. પડિલેહણ કરતા વાયુકાયના જીવોની વિરાધના થાય તેમ વસ્ત્રો ઝાટકતા હતા. કેટલું કહેવું ? હે ગૌતમ ! તેનું કેટલું વર્ણન કરવું ? અઢાર હજાર શીલાંગો, સત્તર પ્રકારના સંયમ, બાહ્ય અને અત્યંતર બાર પ્રકારનો તપ, ક્ષમા આદિ અને અહિંસા લક્ષણ યુક્ત દશ પ્રકારના શ્રમણધર્મ વગેરેના એકએક Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૨૧ પદને અનેક વખત લાંબા કાળ સુધી ભણીને ગોખીને બંને અંગોરૂપ મહાશ્રુત સ્કંધ જેમણે સ્થિર પરિચિત કરેલા છે. અનેક ભાંગાઓ અને સેંકડો જોડાણો દુઃખે કરીને જેઓ શીખેલા છે. નિરતિચાર ચારિત્રધર્મનું પાલન કરેલું છે. આ સર્વે જે પ્રમાણે કહેલું છે, તે નિરતિચારપણે પાલન કરતા હતા. – આ સર્વે વાત સંભારીને તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે, મારા, પરોલમાં ગેરહાજરીમાં તે દુષ્ટ શીલવાળા શિષ્યો અજ્ઞાનપણાનાં કારણે અતિશય અસંયમ સેવશે, તે સર્વે અસંયમ મને લાગુ પડશે, કારણ કે હું તેમનો ગુરુ છું. માટે હું તેઓની પાછળ જઈને તેમને પ્રેરણા આપે કે જેથી આ અસંયમના વિષયમાં હું પ્રાયશ્ચિત્તનો અધિકારી ન બનું. એમ વિકલ્પ કરીને તે આચાર્ય તેની પાછળ જેટલામાં ગયા તેટલામાં તો તેઓને અસંયમથી અને ખરાબ રીતે અવિધિથી જતા જોયા. – ત્યારે હે ગૌતમ ! અતિશય સુંદર મધુર શબ્દોના આલાપપૂર્વક ગચ્છાધિપતિએ કહ્યું કે, અરે ઉત્તમ કુલ અને નિર્મલવંશના આભૂષણ સમાન અમુક-અમુક મહાસત્ત્વવાળા સાધુઓ ! તમે ઉન્માર્ગ પામી રહેલા છો. પંચમહાવ્રત અંગીકાર કરેલા દેહવાળા મહાભાગ્યશાળી સાધુ-સાધ્વીઓને માટે ૨૭,૦૦૦ ચંડીલ સ્થાનો સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલા છે. શ્રુતના ઉપયોગવાળાઓએ તેની વિશુદ્ધિ તપાસવી જોઈએ. પણ અન્યમાં ઉપયોગવાળા ન થવું જોઈએ. તો તમે શુન્યાશુન્યચિત્તે અનુપયોગથી કેમ ચાલી રહ્યા છો? તમારી ઇચ્છાપૂર્વક તમે તેમાં ઉપયોગ રાખો. બીજું તમે આ સૂત્ર અને તેનો અર્થ ભૂલી ગયા છો કે શું ? સર્વ પરમતત્ત્વોના પરમસારભૂત એવા પ્રકારનું આ સૂત્ર છે. એક સાધુ એક—બે ઇન્દ્રિયવાળા પ્રાણીને પોતે જ હાથથી કે પગથી કે બીજા પાસે અથવા સળી વગેરે અધિકરણથી કોઈપણ પદાર્થભૂત ઉપકરણથી સંઘટ્ટો કરે, કરાવે કે સંઘટ્ટો કરનારને સારો માને તેની અનુમોદના કરે, તેનાથી બાંધેલું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે જેમ યંત્રમાં શેરડી પીલાય તેમ તે કર્મનો ક્ષય થાય. – જો ગાઢ પરિણામથી કર્મ બાંધ્યું હોય તો તે પાપકર્મ બાર વરસ સુધી ભોગવે, તે પ્રમાણે અગાઢપણે પરિતાપન – ખેદ પમાડે તો ૧૦૦૦ વર્ષ સુધી વેદના ભોગવે, ત્યારે તેના કર્મ ખપે. ગાઢ પરિતાપન કરે તો ૧૦,૦૦૦ વર્ષ સુધી, એ પ્રમાણે આગાઢ કીલામણા કરે તો દશ લાખ વર્ષે તે પાપકર્મ ખપાવે અને ઉપદ્રવ કરે અર્થાત્ મૃત્યુ સિવાયના તમામ દુઃખ પહોંચાડે. તેમ કરવાથી ક્રોડ વર્ષ દુઃખ ભોગવીને પાપકર્મ ક્ષય કરી શકાય. એ જ પ્રમાણે ત્રણ ઇન્દ્રિયવાળા જીવને અંગે પણ તે પ્રમાણે સમજી લેવું. તમો આટલું સમજનારા છો માટે (આમાં) મુંઝાવ નહીં. હે ગૌતમ ! એ પ્રમાણે સૂત્રાનુસારે આચાર્ય સારણા કરતા હોવા છતાં પણ મહાપાપકર્મી, ચાલવાની વ્યાકુળતામાં એકીસાથે સર્વે ઉતાવળ કરતા તેઓ સર્વ પાપ કર્મ એવા આઠ કર્મના દુઃખથી મુક્ત કરનાર એવું આચાર્યનું વચન બહુમાન્ય કરતા નથી. ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ કરી રહેલા છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ૦ આચાર્ય દ્વારા શિષ્યોના વર્તન આધારે આત્મચિંતવન - ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ કરી રહેલા છે, સર્વ પ્રકારે પાપમતવાળા અને તેઓ દુષ્ટ શિષ્યો છે. તો હવે મારે તેમની પાછળ શા માટે ખુશામતના શબ્દો બોલતા બોલતા અનુસરણ કરવું ? અથવા તો જળ વગરની સુક્કી નદીના પ્રવાહમાં વહેવા જેવું છે. આ સર્વે ભલે દશે દ્વારોથી જતા રહે, હું તો મારા આત્માના હિતની સાધના કરીશ. બીજા કરેલા અતિશય મોટા પુણ્યના સમૂહથી મારું અલ્પ પણ રક્ષણ થવાનું છે ? આગમમાં કહેલા તપ અને સંયમના અનુષ્ઠાન વડે પોતાના પરાક્રમથી જ આ ભવ સમુદ્ર તરી શકાશે. તીર્થંકર ભગવંતોનો આ જ પ્રમાણેનો આદેશ છે કે—આત્મહિત સાધવું, જો શક્ય હોય તો પરહિત પણ કરવું. પણ આત્મહિત અને પરહિત એ બેમાંથી એક કરવાનો વખત આવે તો પ્રથમ આત્મહિત જ સાધવું. બીજું આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેઓનું જ શ્રેય થશે અને જો તેમ નહીં કરે તો તેમને જ અનુત્તર દુર્ગતિગમન કરવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થયેલો છે, હું ગચ્છાધિપતિ છું. મારે તેમને સાચો માર્ગ કહેવો જ જોઈએ. વળી બીજી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે, તીર્થંકર ભગવંતોએ આચાર્યના છત્રીશ ગુણો નિરૂપેલા છે. તેમાંથી હું એકનું પણ અતિક્રમણ કરીશ નહીં. કદાચ મારા પ્રાણ પણ તેમ કરતા ચાલ્યા જશે તો પણ હું આરાધક થઈશ. આગમમાં કહેલું છે કે, આ લોક કે પરલોકની વિરુદ્ધ કાર્ય હોય તો તે આચરવું નહીં, આચરાવવું નહીં કે આચરતાને મારે સારો માનવો નહીં. હવે આવા ગુણયુક્ત તીર્થંકરોનું કહેવું પણ તેઓ કરતા નથી, તો હું તેમનો વેષ ખૂંચવી લઉં. શાસ્ત્રમાં આ પ્રમાણે પ્રરૂપણા કરાયેલ છે કે, જે કોઈ સાધુ કે સાધ્વી વચન માત્રથી પણ ખોટું વર્તન અયોગ્ય આચરણ કરે તો તેને જો ભૂલ સુધારવા માટે સારણા, વારણા, ચોયણા, પ્રતિચોયણા કરવી જોઈએ. એ પ્રમાણે સારણા, વારણા, ચોયણા, પ્રતિચોયણા કરવા છતાં પણ જે વડીલના વચનને અવગણીને પ્રમાદ કરતો હોય, કહ્યા પ્રમાણે વર્તાવ ન કરતો હોય, “તહત્તી' કહીને આજ્ઞાને સ્વીકારતો ન હોય, ‘ઇચ્છ’નો પ્રયોગ કરીને તેવા અપકાર્યમાંથી પાછો ખસતો ન હોય તો તેવાનો વેષ ગ્રહણ કરીને કાઢી મૂકવો જોઈએ. આગમ કથાનુયોગ–૩ આ પ્રમાણે આગમમાં કહેલા ન્યાયથી ફે ગૌતમ ! તે આચાર્ય જેટલામાં એક શિષ્યનો વેશ ખેંચી લીધો. તેટલામાં બાકીના શિષ્યો દરેક દિશામાં નાસી ગયા. ૦ આચાર્યની સંયમ આરાઘના અને મોક્ષ :~ ત્યારપછી હું ગૌતમ ! તે આચાર્ય ધીમે ધીમે તેઓની પાછળ જવા લાગ્યા, પણ ઉતાવળા ઉતાવળા જતા ન હતા. હે ગૌતમ ! ઉતાવળા ચાલે તો ખારી ભૂમિમાંથી મધુર ભૂમિમાં સંક્રમણ કરવું પડે. મધુર ભૂમિમાંથી ખારી ભૂમિમાં ચાલવું પડે. કાળી ભૂમિમાંથી પીળી ભૂમિમાં, પીળી ભૂમિમાંથી કાળી ભૂમિમાં, જળમાંથી સ્થળમાં, સ્થળમાંથી જળમાં સંક્રમણ કરીને જવું પડે તે કારણથી વિધિપૂર્વક પગોની પ્રમાર્જના કરી કરીને સંક્રમણ કરવું જોઈએ. જો પગની પ્રમાર્જના કરવામાં ન આવે તો બાર વરસનું પ્રાયશ્ચિત્ત પામે. આ Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૬૩ કારણથી, ગૌતમ ! તે આચાર્ય ઉતાવળા-ઉતાવળા ચાલતા ન હતા. હવે કોઈ સમયે સૂત્રોક્ત વિધિથી સ્થાનનું સંક્રમણ કરતા હતા, ત્યારે હે ગૌતમ! તે આચાર્ય પાસે ઘણાં દિવસની સુધાથી લેવાઈ ગયેલા શરીરવાળો, પ્રગટ દાઢાથી ભયંકર યમરાજ સરખો ભય પમાડતો પ્રલયકાળની જેમ ઘોર રૂપવાળો કેસરીસિંહ આવી પહોંચ્યો. ત્યારે મહાનુભાગ ગચ્છાધિપતિએ ચિંતવ્યું કે જો જલ્દી જલ્દી ઉતાવળ કરીને ચાલે તો આ સિંહના પંજામાંથી ચૂકી જવાય અને બચી શકાય. પણ જલ્દી ચાલવામાં અસંયમ થાય, ભગવંતની આજ્ઞાની વિરાધના થાય. શરીરનો નાશ થાય તે સારું, પણ અસંયમમાં પ્રવૃત્તિ નહીં સારી. - આ પ્રમાણે ચિંતવીને વિધિથી પાછા ફરેલા શિષ્યને, જેનો વેશ ઝૂંટવી લીધો હતો, તેને તે વેષ આપીને નિષ્પત્તિ કર્મ શરીરવાળા તે ગચ્છાધિપતિ પાદપોપગમન અનશન લઈ ત્યાં ઊભા રહ્યા. પેલા શિષ્ય પણ તે જ પ્રમાણે રહ્યા. હવે તે સમયે અત્યંત વિશુદ્ધ અંતઃકરણવાળા, પંચમંગલનું સ્મરણ કરતા શુભ અધ્યવસાયવાળા તે બંનેને હે ગૌતમ ! સિંહે મારી નાખ્યા એટલે તે બંને અંતકૃત્ કેવલી થયા. આઠે પ્રકારના મલકલંકથી રહિત થયેલા તેઓ સિદ્ધ થયા. તે વખતે પેલા ૪૯૯ સાધુઓ તે કર્મના દોષથી જે પ્રકારે દુઃખનો અનુભવ કરતા હતા અને વળી અનુભવશે તેમજ અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ કરશે તે સર્વ વૃત્તાંત અનંતકાલે પણ કોણ કહેવા સમર્થ છે ? હે ગૌતમ ! તે પેલા ૪૯૯ કે જેમણે ગુણયુક્ત મહાનુભાવ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આરાધના ન કરી તે અનંતસંસારી થયા. ૦ આગમ સદર્ભ:માનિ ૮૧૬ થી ૮૧૮; ૦ શ્રીપ્રભ અણગાર કથા : હે ભગવંત! કેટલા કાળ સુધી આ આજ્ઞા પ્રવેદન કરેલી છે ? હે ગૌતમ ! જ્યાં સુધી મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાગુણ ભાગ શ્રીપ્રભ નામના અણગાર થશે ત્યાં સુધી આજ્ઞા પ્રવર્તશે. હે ભગવન્! કેટલા સમય પછી શ્રીપ્રભ નામના અણગાર થશે ? ' હે ગૌતમ ! દુરંત, પ્રાન્ત, તુચ્છ લક્ષણવાળો, ન દેખવા લાયક, રૌદ્ર, ક્રોધી, પ્રચંડ, આકરો, ઉગ્ર, ભારે દંડ કરનાર, મર્યાદા વગરનો, નિષ્કરુણ, નિર્દય, ક્રુર, મહાક્રુર, પાપમતિવાળો, અનાર્ય, મિથ્યાષ્ટિ એવો કલ્ફિ નામનો રાજા થશે. પાપી એવો તે રાજા થશે. પાપી એવો તે રાજા ભિસાભ્રમણ કરવાની ઇચ્છાવાળા શ્રી શ્રમણ સંઘને કદર્થના પમાડશે – હેરાન કરશે. જ્યારે તે કલ્કિ રાજા કદર્થના કરશે ત્યારે હે ગૌતમ ! જે કોઈ ત્યાં શીલયુક્ત મહાનુભાવ, અચલિત સત્ત્વવાળા, તપસ્વી અણગારો હશે, તેનું સૌધર્મેન્દ્ર મહારાજા સાન્નિધ્ય કરશે. આ ઇન્દ્રના હાથમાં વજ છે અને એરાવણ હાથી પર બેસી ગમન કરનાર છે. એવી રીતે હે ગૌતમ! દેવેન્દ્રોથી વંદિત, પ્રત્યક્ષ દેખેલા પ્રમાણવાળો, શ્રી શ્રમણ સંઘ પ્રાણ અર્પણ કરવા તૈયાર થાય છે, પણ પાખંડ ઘર્મ કરવા તૈયાર થતો નથી. Page #365 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ હે ગૌતમ ! એકબીજાનો સહારો જેને નથી, અહિંસા લક્ષણવાળા, ક્ષમાદિ દશ પ્રકારનો જે એક જ ધર્મ છે, એકલા જ દેવાધિદેવ અરિહંત ભગવંત, એક જિનાલય, એ જ માત્ર એક વંદનીય, પૂજનીય, સત્કાર કરવાલાયક, સન્માન કરવાલાયક, મહાયશ, મહાસત્ત્વવાળા, મહાનુભાગ જેને છે એવા, દૃઢ શિલ, વ્રત, નિયમોને ધારણ કરનાર તપોધન સાધુ હતા, તે સાધુ ચંદ્ર સમાન સૌમ્ય, શીતલ લેશ્યાવાળા, સૂર્યની જેમ ઝળહળતી તપની તેજ રાશિ સરખા, પૃથ્વીની જેમ પરીષહ–ઉપસર્ગો સહન કરવા સમર્થ, મેરુ પર્વત માફક અડોલ, અહિંસાદિ લક્ષણયુક્ત, ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને વિશે રહેલા, તે મુનિવર સારા શ્રમણોયુક્ત સમુદાયથી પરિવરેલા હશે. વાદળા વગરનું સ્વચ્છ આકાશ હોય તેમાં શરદપૂર્ણિમાનો નિર્મળ ચંદ્ર જેમ અનેક ગ્રહ નક્ષત્રથી પરિવરેલો હોય તેવો ગ્રહપતિ ચંદ્ર જેમ અધિક શોભા પામે છે, તેમ શ્રીપ્રભ નામના અણગાર ગણ સમુદાય વચ્ચે અધિક શોભા પામતા હશે. ૩૬૪ હે ગૌતમ ! શ્રીપ્રભ અણગાર આટલા કાળ સુધી આજ્ઞાનું પ્રવેદન કરશે. ૦ આગમ સંદર્ભ : મહાનિ ૮૨૨; . ૦ સાવધાચાર્ય (કુવલયપ્રભ અણગાર) કથા : હે ગૌતમ ! આ ઋષભાદિક તીર્થંકરની ચોવીસીના પહેલા અનંતો કાળ ગયો તે પહેલા કોઈક બીજી ચોવીસીમાં જેવી હું સાત હાથ પ્રમાણની કાયાવાળો છું, તેવી કાયાવાળા, જગતમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમૂહથી વંદાએલ, શ્રેષ્ઠતર, ધર્મશ્રી નામક છેલ્લા ધર્મતીર્થંકર હતા. તેમના તીર્થમાં સાત આશ્ચર્યો થયા હતા. હવે કોઈક સમયે તે તીર્થંકર ભગવંત પરિનિર્વાણ પામ્યા. ત્યારપછી કાળક્રમે અસંયતોનો સત્કાર કરાવવા રૂપ આશ્ચર્યનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનુવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી અવિરત થયેલ, અસંયતોની પૂજા કરવામાં અનુરાગી થયેલા ઘણાં સમૂહને જાણીને— તે કાળે, તે સમયે નહીં જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં મુંઝાએલા, નામ માત્રના આચાર્ય અને ગચ્છનાયકોએ શ્રાવકો પાસેથી ધન મેળવીને દ્રવ્ય એકઠું કરી કરીને હજાર સ્તંભવાળું, ઊંચુ એવું દરેક મમત્ત્વ ભાવથી પોતપોતાના નામનું ચૈત્યાલય કરાવીને તેઓ દુરંતર્પત લક્ષણવાળા અધમાધમી તે જ ચૈત્યાલયોમાં રહેવા સાથે રક્ષણ કરવા લાગ્યા. — X X આચાર્યોનું અનાચાર અને અવતપણું :– તેઓમાં બલવીર્ય, પરાક્રમ, પુરુષાર્થ હોવા છતાં તે પુરુષકાર પરાક્રમ બળ વીર્યને છુપાવીને ઉગ્ર અભિગ્રહો કરવા અનિયત વિહાર કરવાનો ત્યાગ કરીને – છોડીને નિત્યવાસનો આશ્રય કરીને, સંયમ વગેરેમાં શિથિલ થઈને રહેલા હતા. પાછળથી આ લોક અને પરલોકના નુકશાનની ચિંતાનો ત્યાગ કરીને, લાંબા કાળનો સંસાર અંગીકાર કરીને તે જ મઠ અને દેવકુલોમાં અત્યંત પરિગ્રહબુદ્ધિ, મૂર્છા, મમત્વકરણ, અહંકાર વગેરે કરીને સંયમ માર્ગમાં પાછા પડેલા, પરાભવિત થયા પછી પોતે વિવિધ પુષ્પોની માળા આદિથી Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૬૫ (ગૃહસ્થોની જેમ) દેવાર્ચન કરવા ઉદ્યમી બનવા લાગ્યા. જે વળી શાસ્ત્રના સારભૂત શ્રેષ્ઠ એવું સર્વજ્ઞનું વચન છે, તેને ઘણાં જ દૂરથી ત્યાગ કર્યું. - તે આ પ્રમાણે સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે સત્ત્વો ન હણવા, તેમને વેદના ન ઉત્પન્ન કરવી, તેમને પરિતાપ ન પમાડવા, તેને ગ્રહણ ન કરવા અર્થાત્ પકડીને પૂરવા નહીં, તેમની વિરાધના ન કરવી, તેમની કિલામણા ન કરવી, તેમને ઉપદ્રવ ન કરવા, સૂક્ષ્મ, બાદર, ત્રસ કે સ્થાવર, પર્યાપ્તા—અપર્યાપ્તા એકેન્દ્રિય, જે કોઈ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, જે કોઈ ચઉરિન્દ્રિય જીવો હોય, પંચેન્દ્રિય જીવો હોય તે સર્વે ત્રિવિધ—ત્રિવિધે મન, વચનકાયાથી મારે મારવા નહીં, મરાવવા નહીં, મારતાને સારા માનવા નહીં, તેની અનુમોદના કરવી નહીં, આવી પોતે સ્વીકારેલી મહાવ્રતની પ્રતિજ્ઞા પણ ભૂલી ગયા. (વળી હે ગૌતમ ! મૈથુન એકાંતે કે નિશ્ચયથી કે દૃઢપણે તેમજ જળ અને અગ્નિનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે મુનિ સ્વયં વર્ષે. આવા પ્રકારનો ધર્મ ધ્રુવ, શાશ્વત, નિત્ય છે, એમ લોકોના ખેદ–દુ:ખને જાણનાર સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલું છે.) ૦ કુવલયપ્રભ અણગાર (સાવદ્યાચાર્ય) :– હે ગૌતમ ! આ પ્રકારે અનાચાર પ્રવર્તાવનારા ઘણાં આચાર્યો તેમજ ગચ્છનાયકોની અંદર એક મરકતરત્ન સરખી કાંતિવાળા કુવલયપ્રભ નામના મહાતપસ્વી અણગાર હતા. તેમને અતિશય મહાનુ જીવાદિક પદાર્થો વિષયક સૂત્ર અને અર્થ સંબંધિ વિસ્તારવાળું જ્ઞાન હતું. આ સંસારસમુદ્રમાં તે તે યોનિઓમાં રખડવાના ભયવાળા હતા. તે સમયે તેવા પ્રકારનું અસંયમ પ્રવર્તિ રહેલું હોવા છતાં અનાચાર ચાલતો હોવા છતાં, ઘણાં સાધર્મિકો અસંયમ અને અનાચાર સેવી રહેલા હોવા છતાં, તે કુવલયપ્રભ અનગાર તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા ન હતા. હવે કોઈક સમયે જેણે બળ—વીર્ય પુરુષકાર અને પરાક્રમ નથી છૂપાવ્યા એવા તે સારા શિષ્યોના પરિવાર સહિત સર્વજ્ઞે પ્રરૂપેલા, આગમ સૂત્ર તેના અર્થ તેમજ ઉભયના અનુસરનાર, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, મમત્ત્વભાવ, અહંકારરહિત, સર્વ પદાર્થોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નિર્મમત્વ થએલા, વધારે તેમના કેટલા ગુણો વર્ણવવા ? આકર, નગર, ખેડા, કબડ, મંડપ, દ્રોણમુખ વગેરે સ્થાન વિશેષોમાં અનેક ભવ્યાત્માઓને સંસારરૂપ કેદખાનામાંથી છોડાવનાર એવી સુંદર ધર્મકથાનો ઉપદેશ આપતા આપતા વિચરતા હતા. એ પ્રમાણે તેમના દિવસો વીતતા હતા. ગામ, હવે કોઈક સમયે વિહાર કરતા-કરતા તે મહાનુભાવ ત્યાં આવ્યા કે જ્યાં પહેલા નિત્ય એક સ્થાને વાસ કરનારા રહેતા હતા. આ મહાતપસ્વી છે, એમ ધારીને વંદન કર્મ, આસન આપવું ઇત્યાદિક સમુચિત વિનય કરીને તેમનું સન્માન કર્યું, એ પ્રમાણે તેઓ સુખપૂર્વક ત્યાં બેઠા, બેસીને ધર્મકથાદિકના વિનોદ કરાવતાં ત્યાંથી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે તે દુરંત, પ્રાંત, અધમ, લક્ષણવાળા, વેષથી આજીવિકા કરનારા, ભ્રષ્ટાચાર સેવનાર, ઉન્માર્ગ પ્રવર્તાવનાર આભિગ્રાહિક મિથ્યાસૃષ્ટિઓએ તે મહાનુભાગ કુવલયપ્રભઆચાર્યને કહ્યું કે, હે ભગવંત ! જો આપ અહીં એક વર્ષાવાસ રહેવા નિર્ણય Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ આગમ કથાનુયોગ-૩ કરો તો તમારી આજ્ઞાથી અહીં આટલા જિન ચૈત્યાલયો નક્કી કરાવીશું. તો આપ અમારા ઉપર કૃપા કરી અહીં જ ચાતુર્માસ કરો. ૦ કુવલયપ્રભનું અણગારત્વ : હે ગૌતમ ! તે સમયે તે મહાનુભાગ કુવલયપ્રલે કહ્યું કે, અરે ! પ્રિય વચન બોલનારાઓ ! જો કે જિનાલય છે, છતાં પણ તે પાપરૂપ છે. હું કદાપિ વચનમાત્રથી પણ, તેનું આચરણ કરીશ નહીં. આ પ્રમાણે શાસ્ત્રના સારભૂત ઉત્તમતત્ત્વને યથાસ્થિત અવિપરીત નિઃશંકપણે કહેતા તે મિથ્યાષ્ટિ સાધુવેશધારી પાખંડીઓની વચ્ચે યથાર્થ પ્રરૂપણાથી તીર્થકર નામગોત્ર ઉપાર્જન કર્યું. એક ભવ બાકી રહે તેવો સંસાર સમુદ્ર શોષવી નાંખ્યો. - હવે ત્યાં આગળ જેમનું નામ ન બોલાય તેવો દિષ્ટ નામનો સંઘ એકઠો થયો હતો. તેણે તથા ઘણાં પાપમતિવાળા વેષધારીએ પરસ્પર ભેગા મળીને હે ગૌતમ ! તે મહાતપસ્વી મહાનુભાવનું જે કુવલયપ્રભ નામ હતું, તેને બદલે નામનો વિલાપ કર્યો. એટલું જ નહીં, પણ સાથે મળી તાળી આપીને “સાવદ્યાચાર્ય" એવું બીજું નામ સ્થાપન કર્યું. એ નામથી જ હવે કુવલયપ્રભ અણગારને બોલાવવા લાગ્યા. તે જ નામ પ્રસિદ્ધિ પામ્યું. હે ગૌતમ ! તેવા અપ્રશસ્ત શબ્દથી બોલાવવા છતાં—એવી રીતે નામ ઉચ્ચારવા છતાં તે લગાર પણ કોપ પામતા ન હતા. કોઈક સમયે દુરાચારી, સમ્યક્ ધર્મથી પરાકૃમુખ થયેલા સાધુધર્મ અને શ્રાવક ધર્મ બંનેથી ભ્રષ્ટ થયેલા, માત્ર વેષ ધારણ કરનારા, અમે પ્રવજ્યા અંગીકાર કરી છે – એમ પ્રલાપ કરનારા એવા તેઓનો કેટલાક કાળ ગયા પછી, તેઓ પરસ્પર આગમ સંબંધી વિચાર કરવા લાગ્યા કે, શ્રાવકોની ગેરહાજરીમાં સંયત એવા સાધુઓ જ દેવકુલ મઠ ઉપાશ્રયની સાર સંભાળ રાખે અને જિનમંદિરો ખંડિત થયા હોય, પડી ગયા હોય તો તેની જિર્ણોદ્ધાર કરાવે, સમરાવે, આ કાર્ય કરતાં-કરતાં જે કંઈ આરંભ સમારંભ થાય તેમાં સાધુઓને કોઈ દોષ લાગતો નથી. તો વળી કેટલાંક એમ કહેતા હતા કે, સંયમ જ મોક્ષ પમાડનાર છે, બીજા વળી એમ કહેતા હતા કે, જિનપ્રાસાદ, જિનચૈત્યોની પૂજા, સત્કાર, બલિ વિધાન વગેરે કરવાથી તીર્થની–શાસનની ઉન્નત્તિ પ્રભાવના થાય છે અને તે જ મોક્ષ ગમનનો ઉપાય છે. આ પ્રમાણે યથાર્થ પરમાર્થ ન સમજેલા પાપકર્મીઓ, જે જેને ઠીક લાગે તે મુખથી પ્રલાપ કરતા હતા. તે સમયે બે પક્ષોમાં વિવાદ જાગ્યો. તેઓમાં કોઈ તેવા આગમના જાણકાર કુશળ પુરુષ નથી કે જેઓ આ વિષયમાં યુક્ત કે અયુક્ત શું છે તેનો વિચાર કરી શકે, કે પ્રમાણપૂર્વક વિવાદને સમાવી શકે. વળી તેમાંથી એક એમ કહે છે કે, આ વિષયના જાણકાર અમુક આચાર્ય અમુક સ્થાને રહેલા છે, બીજા વળી બીજાનું નામ સૂચવે છે. એમ વિવાદ ચાલતા-ચાલતા એકે કહ્યું કે, અહીં બહુ પ્રલાપ કરવાથી શું? આપણને સર્વેને આ વિષયમાં સાવદ્યાચાર્ય જે નિર્ણય આપે તે પ્રમાણભૂત ગણાય. બીજા સામા પક્ષવાળાએ પણ તે વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, જલ્દીથી તેમને અહીં બોલાવો. Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૬૭ હે ગૌતમ ! તેમને બોલાવ્યા એટલે દૂર દેશથી તેઓ સતત અપ્રતિબદ્ધ વિહાર કરતા–કરતા સાત મહિનામાં આવી પહોંચ્યા. દરમ્યાન એક આર્યાને તેમનાં દર્શન થયા, કષ્ટકારી, ઉગ્રતપ અને ચારિત્રથી શોષાય ગયેલા શરીરવાળા, જેમનાં શરીરમાં માત્ર ચામડી અને હાડકાં બાકી રહેલા છે, તપના તેજથી અત્યંત દીપતા એવા તે સાવદ્યાચાર્યને જોઈને અત્યંત વિસ્મય પામેલી, તે ક્ષણે વિતર્કો કરવા લાગી કે શું આ મહાનુભવ તે અરિહંત છે કે આ મૂર્તિમાન ધર્મ છે ? વધારે શું વિચારવું ? દેવેન્દ્રોને પણ વંદનીય છે, તેવા તેમના ચરણયુગલ મને પણ વંદન કરવા યોગ્ય છે. એમ ચિંતવી ભક્તિપૂર્ણ હૃદયવાળી તેણીને ફરતા પ્રદક્ષિણાઓ આપીને મસ્તકથી પગનો સંઘટ્ટો થઈ જાય તેમ અણધારી એકદમ તે સાવદ્યાચાર્યને પ્રણામ કરતા પગનો સંઘટ્ટો થયો. સાવધાચાર્યનું સમ્યક્ મનોમંથન : O કોઈ સમયે તે આચાર્ય જગત ગુરુ તીર્થંકર ભગવંતની માફક ઉપદેશ આપી રહ્યા છે, ત્યારે તે પ્રમાણે ગુરુના ઉપદેશ અનુસાર ક્રમ પ્રમાણે યથાસ્થિત સૂત્ર અને અર્થની પ્રરૂપણા કરે છે, તે પ્રમાણે તેઓ તેની સદ્દહણા કરે છે. એક દિવસ હે ગૌતમ ! મહાનિશીથ શ્રુતસ્કંધના પાંચમાં અધ્યયનની અર્થવિવેચના કરતા હતા. તેટલામાં આ પ્રમાણે ગાથા આવી— જે ગચ્છમાં તેવું કારણ ઉત્પન્ન થાય અને વસ્ત્રના આંતરા સહિત હસ્તથી સ્ત્રીના હાથનો સ્પર્શ કરવામાં અને અરિહંત પણ પોતે તે કરસ્પર્શ કરે તો તે ગચ્છ મૂલગુણરહિત જાણવો. ત્યારે પોતાની શંકાવાળા તેમણે વિચાર્યું કે જો અહીં હું યથાર્થ પ્રરૂપણા કરીશ, તો તે સમયે વંદના કરતી આર્યાએ પોતાના મસ્તકથી મારા ચરણાગ્રનો સ્પર્શ કર્યો હતો. તે સર્વે આ ચૈત્યવાસીઓએ જોયેલ છે. તો જેવી રીતે મારું સાવદ્યાચાર્ય નામ પડેલ છે, તે પ્રમાણે બીજું પણ તેવું કંઈક અવહેલના કરનાર નામ ઠોકી બેસાડશે, જેથી સર્વલોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે હું સૂત્ર અને અર્થ અન્યથા પ્રરૂપું, પણ એમ કરવામાં મહા આશાતના થશે, તો હવે મારે શું કરવું ? આ ગાથાની પ્રરૂપણા કરવી કે ન કરવી ? અથવા ભિન્ન રૂપે કરવી ? અથવા તો અરેરે આ યુક્ત નથી. બંને પ્રકારે અત્યંત ગહણીય છે. આત્મહિતમાં રહેલાએ વિરુદ્ધ પ્રરૂપણા કરવી એ યોગ્ય ન ગણાય. કારણ કે શાસ્ત્રનો આ અભિપ્રાય છે કે જે ભિક્ષુ બાર અંગરૂપ શ્રુતવચનને વારંવાર ચૂકી જાય, સ્ખલના પામે, તેમાં પ્રમાદ કરે. શંકાદિકના ભયથી એક પણ પદ, અક્ષર, બિંદુ, માત્રાને અન્યથા રૂપે વિરુદ્ધ પ્રરૂપણા કરે, સંદેહવાળા સૂત્ર અને અર્થની વ્યાખ્યા કરે. અવિધિથી અયોગ્યને વાચના આપે, તે ભિક્ષુ અનંત સંસારી થાય. તો હવે મારે શું કરવું ? જે થવાનું હોય તે થાઓ. ગુરુના ઉપદેશ અનુસાર યથાર્થ સૂત્રાર્થને જણાવું. એમ વિચારીને હે ગૌતમ! સમગ્ર અવયવ વિશુદ્ધ એવી તે ગાથાનું યથાર્થ વ્યાખ્યાન કર્યું. આ અવસરે હે ગૌતમ ! દુરંત, પ્રાંત, અધમ લક્ષણવાળા તે વેશધારીઓએ સાવદ્યાચાર્યને પ્રશ્ન કર્યો કે, જો એમ છે તો તમે પણ મૂળગુણરહિત છો. કારણ કે તમે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ આગમ કથાનુયોગ-૩ તે દિવસ યાદ કરો કે, પેલી આર્યા તમને વંદન કરવાની ઇચ્છાવાળી હતી ત્યારે વંદન કરતા-કરતા મસ્તકથી પગનો સ્પર્શ કર્યો હતો. તે સમયે આ લોકના અપયશથી ભય પામેલા અતિ અભિમાન પામેલા તે સાવદ્યાચાર્ય નામ ઠોકી બેસાડ્યું તેમ અત્યારે પણ કંઈક એવું નામ પાડશે તો સર્વ લોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે અહીં મારે શું સમાધાન આપવું? એમ વિચારતા સાવદ્યાચાર્યને તીર્થકરવચન યાદ આવ્યું કે, જે કોઈ આચાર્ય કે ગચ્છનાયક અથવા ગચ્છાધિપતિ શ્રત ધારણ કરનાર હોય તેણે જે કંઈ પણ સર્વજ્ઞ અનંતજ્ઞાની ભગવંતોએ પાપ અને અપવાદ સ્થાનકોને પ્રતિષેધેલા હોય તે સર્વ શ્રુતાનુસારે જાણીને સર્વ પ્રકારે ન આચરે તેમજ આચરનારને સારો ન માને – તેની અનુમોદના ન કરે. - ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, ભયથી, હાસ્યથી, ગારવથી, દર્પથી, પ્રમાદથી વારંવાર ચૂકી જવાથી કે સ્કૂલના થવાથી દિવસે કે રાત્રે એકલો હોય કે પર્ષદામાં રહેલો હોય, સુતેલો કે જાગતો હોય. ત્રિવિધ–ત્રિવિધ મન-વચન કે કાયાથી આ સૂત્ર કે અર્થના એક પણ પદના જે કોઈ વિરાધક થાય. તે ભિક્ષુ વારંવાર નિંદનીય, ગણીય, ખીંસા કરવા યોગ્ય, ગંછા કરવા યોગ્ય, સર્વલોકથી પરાભવ પામનારો, અનેક વ્યાધિવેદનાથી વ્યાપ્ત શરીરવાળો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ કરનારા થાય છે. તેમાં પરિભ્રમણ કરતા એક ક્ષણ પણ કયાય કદાચિત્ પણ શાંતિ મેળવી શકતો નથી– – તો પ્રમાદાધીન થયેલા પાપી અધમાધમ હીનસત્ત્વવાળા કાયર પુરુષ સરખા મને અહીં જ આ મોટી આપત્તિ ઊભી થઈ છે કે જેથી હું અહીં યુક્તીવાળું કોઈ સમાધાન આપવા સમર્થ થઈ શકતો નથી. તથા પરલોકમાં પણ અનંતભવ–પરંપરામાં ભ્રમણ કરતો અનંતીવારના ઘોર ભયંકર દુઃખ ભોગવનારો થઈશ. ખરેખર હું મંદભાગ્યવાળો થયો છું. આ પ્રમાણે વિચારતા એવા સાવદ્યાચાર્યે દુરાચારી પાપકર્મ કરનારા દુષ્ટ શ્રોતાઓએ બરાબર જાણી લીધા કે આ ખોટો અતિ અભિમાન કરનારો છે. તત્પર પછી ક્ષોભ પામેલા મનવાળા અતિ અભિમાની થયેલા તેને જાણીને તે દુખ શ્રોતાઓએ કહ્યું કે, જ્યાં સુધી આ સંશયને છેદશો નહીં, ત્યાં સુધી વ્યાખ્યાન ઉઠાડશો નહીં, માટે આનું સમાધાન દુરાગ્રહ દૂર કરવા સમર્થ પ્રૌઢયુક્તિ સહિત આપો. ત્યારે તેમણે વિચાર્યું કે, હવે તેનું સમાધાન મેળવ્યા સિવાય તેઓ અહીંથી નહીં જાય, તો હવે હું તેનું સમાધાન કેવી રીતે આપું ? એમ વિચારતા ફરી પણ હે ગૌતમ ! તે દૂરાચારીઓએ તેમને કહ્યું કે, તમે આમ ચિંતા સાગરમાં કેમ ડૂબી ગયા? જલ્દી આ વિષયનું કંઈક સમાધાન આપો. વળી એવું સચોટ સમાધાન આપો કે જેથી કરીને કહેલી આસ્તિકતામાં તમારી યુક્તિ વાંધા વગરની – અવ્યક્તિચારી હોય ત્યારપછી લાંબા સમય સુધી હૃદયમાં પરિતાપ અનુભવીને સાવદ્યાચાર્યે મનથી ચિંતવ્યું કે અને કહ્યું કે આજ કારણે જગદ્ગુરુએ કહેલું છે કે૦ સાવદ્યાચાર્યમાં મિથ્યાભાવ પ્રવેશ : કાચા ઘડામાં નાખેલું જળ જેવી રીતે જળ અને તે ઘડાનો વિનાશ કરે છે. તેમ Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૬૯ અપાત્રમાં આપેલા સૂત્ર અને અર્થ તેઓ અને સૂત્રાર્થનો નાશ કરે છે. આવા પ્રકારનું સિદ્ધાંત રહસ્ય છે કે અલ્પ–સ્તુચ્છ આધાર નાશ પામે છે. ત્યારે ફરી પણ તે દુરાચારીઓએ કહ્યું કે, તમે આવા આડાઅવળા સંબંધ વગરના દુર્ભાષિત વચનોને કેમ પ્રલાપ કરો છો ? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હો તો ઊભા થાઓ. આસન છોડી દો, અહીથી જલદી આસન છોડીને નીકળી જાઓ. જ્યાં તમોને પ્રમાણભૂત ગણીને સર્વ સંઘે તમોને શાસ્ત્રનો સદભાવ કહેવા માટે ફરમાવેલું છે. હવે દેવ પર શો દોષ નાંખવો ? ત્યારપછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા પશ્ચાત્તાપ કરીને હે ગૌતમ! બીજું કોઈ સમાધાન ન મળવાથી લાંબો સંસાર અંગીકાર કરીને સાવદ્યાચાર્યે કહ્યું કે, આગમ ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી યુક્ત છે. તમે આ જાણતા નથી કે એકાંત એ મિથ્યાત્વ છે. જિનેશ્વરોની આજ્ઞા અનેકાંતવાળી હોય છે. હે ગૌતમ ! જેમ ગ્રીષ્મના તાપથી સંતાપ પામેલા મોરના કુળોને વર્ષાકાળના નવીન મેઘની જળધારા જેમ શાંતિ પમાડે, અભિનંદન આપે, તેમ તે દુખ શ્રોતાઓએ તેને બહુમાનપૂર્વક માન્ય કરી સ્વીકાર્યું. ત્યારપછી હે ગૌતમ ! એક જ વચન ઉચ્ચારવાના દોષથી અનંત સંસારીપણાનું કર્મ બાંધી, તેનું પ્રતિક્રમણ પણ કર્યા વિના પાપસમૂહના મહાત્કંધ એકઠા કરાવનાર તે ઉત્સુત્ર વચનનો પશ્ચાત્તાપ કર્યા વગરના મરીને તે સાવદ્યાચાર્ય પણ વ્યંતર દેવમાં ઉત્પન્ન થયા. ૦ સાવદ્યાચાર્યની ભવ પરંપરા : ત્યાંથી ચ્યવીને તે પરદેશ ગયેલા પતિવાળી, પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીના ગર્ભમાં ઉત્પન્ન થયો, કોઈક સમયે તેની માતા પુરોહિતની પત્નીના જાણવામાં આવ્યું કે, પતિ પરદેશ ગયેલો છે અને પુત્રી ગર્ભવતી થઈ છે, એમ જાણીને હા–હા આ મારી દુરાચારી પુત્રીએ મારા સર્વ કુળની ઉપર મશીનો કુચડો ફેરવ્યો. આબરૂનું પાણી કર્યું. આ વાત પુરોહિતને જણાવી. તે વાત સાંભળીને લાંબાકાળ સુધી અતિશય સંતાપ પામીને હૃદયથી નિર્ધાર કરીને પુરોહિતે તેને દેશમાંથી કાઢી મૂકી, કારણ કે આ મહા અસાધ્ય નિવારણ ન કરી શકાય તેવો અપયશ ફેલાવનાર મોટો દોષ છે, તેનો મને ઘણો જ ભય લાગે છે. હવે પિતાએ કાઢી મૂક્યા પછી ક્યાંય સ્થાન ન મેળવતી થોડા કાળ પછી ઠંડી, ગરમી, વાયરાથી પરેશાન થયેલી દુષ્કાળના દોષથી સુધાથી દુર્બલ કંઠવાળી તેણે ઘી–તેલ આદિ રસના વેપારીના ઘરે દાસપણે પ્રવેશ કર્યો. ત્યાં ઘણી મદિરાપાન કરનારા પાસેથી એંઠી મદિરા મેળવીને એકઠી કરે છે અને વારંવાર એંઠું ભોજન ખાય છે. કોઈક સમયે નિરંતર એંઠા ભોજન કરતી અને ત્યાં ઘણી મદિરાદિ પીવા લાયક પદાર્થો દેખીને મદિરાનું પાન કરીને તથા માંસનું ભોજન કરીને રહેલી હતી. – ત્યારે તેને તેવા પ્રકારનો દોહલો (ઇચ્છા) ઉત્પન્ન થયો કે, હું બહું મદ્યપાન કરું, ત્યારપછી નટ, નાટકિયા, છત્રધારક, ચારણો, ભાટ, ભૂમિ ખોદનાર, નોકર, ચોર વગેરે હલકા જાતિવાળાઓ સારી રીતે ત્યાગ કરેલ એવી ખરી, મસ્તક, પુંછ, કાન, હાડકાં, International Jain Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આગમ કથાનુયોગ-૩ મૃતક વગેરે શરીર અવયવો, વાછરડાંના તોડેલા અંગો જે ખાવા યોગ્ય ન હોય અને ફેંકી દીધેલા હોય તેવા હલકા, એંઠા માંસ-મદિરાનું ભોજન કરવા લાગી. ત્યારપછી તે એંઠા માટીના કોડીયામાં જે કાંઈ નાભિના મધ્ય ભાગમાં વિશેષ પ્રકારે પક્વ થયેલું માંસ હોય તેનું ભોજન કરવા લાગી એ પ્રમાણે કેટલાક દિવસો ગયા પછી મદ્ય અને માંસ ઉપર અતિશય ગૃદ્ધિવાળી બની, ત્યારપછી તે રસના વેપારીના ઘરમાંથી કાંસાના ભાજન, વસ્ત્રો કે બીજા પદાર્થોની ચોરી કરીને બીજા સ્થાને વેચીને માંસડિત મદ્યનો ભોગવટો કરવા લાગી. તે રસના વેપારીને આ સર્વ હકીકતની જાણ કરવામાં આવી. વેપારીએ રાજાને ફરિયાદ કરી. રાજાએ વધ કરવાનો હુકમ કર્યો. ત્યાં રાજ્યમાં એવા પ્રકારનો કોઈ કુલધર્મ છે કે જે કોઈ ગર્ભવતી સ્ત્રી ગુનેગાર ઠરે અને વધની શિક્ષા પામે, પણ જ્યાં સુધી બાળકને જન્મ ન આપે ત્યાં સુધી તેને મારી નંખાય નહીં. ત્યારે વધ કરવા માટે નિયુક્ત કરેલા અને કોટવાળ આદિ તેને પોતાને ઘેર લઈ જઈને પ્રસૂતિ સમયની રાહ જોવા લાગ્યા અને તેની રક્ષા કરવા લાગ્યા. કોઈ સમયે હરિકેશ જાતિવાળા હિંસક લોકેં તેને પોતાને ત્યાં લઈ ગયા. કાળક્રમે તેણીએ સાવદ્યાચાર્યના જીવને બાળકરૂપે જન્મ આપ્યો. ત્યારપછી જન્મ આપીને તરત જ બાળકનો ત્યાગ કરીને મરણના ભયથી અતિ ત્રાસ પામતી ત્યાંથી નાસી ગઈ. હે ગૌતમ! જ્યારે તે એક દિશામાં નાસી ગઈ, પછી પેલાં ચાંડાલોને જાણવામાં આવ્યું કે, તે પાપીણી નાસી ગઈ. વધ કરનારના આગેવાને રાજાને નિવેદન કર્યું કે ' હે દેવ ! કેળના ગર્ભ સમાન કોમળ બાળકનો ત્યાગ કરીને તે દુરાચારિણી તો નાસી ગઈ. રાજાએ તેઓને ઉત્તર આપ્યો કે ભલે તેણી ભાગી ગઈ, તો તેને જવા દો. પણ તે બાળકની બરાબર સાર સંભાળ કરજો. સર્વથા તેવો પ્રયત્ન કરજો કે તે બાળક મૃત્યુ ન પામે. એના ખર્ચ માટે આ ૫૦૦૦ દ્રવ્ય ગ્રહણ કરો, ત્યારપછી રાજાના હુકમથી પુત્રની જેમ તે કુલટાનાં પુત્રનું પાલન પોષણ કર્યું. કોઈક સમયે કાલક્રમે તે પાપકર્મી ફાંસી દેનારનો અધિપતિ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ તે બાળકને તેનો વારસદાર બનાવ્યો. ૫૦૦ ચાંડાલોનો અધિપતિ બનાવ્યો. ત્યાં કસાઈઓના અધિપતિ પદે રહેલો છે તેવા પ્રકારના ન કરવા યોગ્ય પાપ કાર્યો કરીને હે ગૌતમ ! તે અપ્રતિષ્ઠાન નામક સાતમી નરક પૃથ્વીમાં ગયો. આ પ્રમાણે સાવદ્યાચાર્યનો જીવ સાતમી નારકીના તેવા ઘોર પ્રચંડ રૌદ્ર અતિ ભયંકર દુઃખો તેત્રીશ સાગરોપમના લાંબા કાળ સુધી મહાકુલેશપૂર્વક અનુભવીને ત્યાંથી નીકળીને અહીં અંતરદ્વીપમાં એક ઉરૂગ જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મરીને તિર્યંચ યોનિમાં પાડાપણે ઉત્પન્ન થયો. ત્યાં પણ નરક સમાન એવા દુઃખો છવ્વીસ વર્ષ સુધી ભોગવીને ત્યારપછી હે ગૌતમ ! મૃત્યુ પામીને, મનુષ્યમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને તે સાવદ્યાચાર્યનો જીવ વાસુદેવપણે ઉત્પન્ન થયો. ' ત્યાંથી નીકળીને તે સાવદ્યાચાર્યનો જીવ અનેક સંગ્રામ–આરંભ સમારંભ, મહાપરિગ્રહના દોષથી મરીને સાતમી નરકીએ ગયો. ત્યાંથી નીકળીને ઘણા લાંબા કાળે Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૭૧ ગજકર્ણ નામની મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ માંસાહારના દોષથી દૂર અધ્યવસાયની મતિવાળો મરીને ફરી પણ સાતમી નારકીનાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ગયો. ત્યાંથી નીકળીને ફરી પણ તિર્યંચગતિમાં પાડાપણે ઉત્પન્ન થયો. ત્યાં નરકની ઉપમાવળું પારાવાર દુઃખ અનુભવીને મર્યો. પછી બાળ વિધવા કુલટા બ્રાહ્મણની પુત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. હવે તે સાવદ્યાચાર્યનો જીવ કુલટાના ગર્ભમાં રહેલો હતો, ત્યારે ગુપ્ત રીતે ગર્ભને પાડી નાખવા માટે, સડાવવા માટે ક્ષારો, ઔષધો, યોગોના પ્રયોગો કરવાના દોષથી અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, દુષ્ટ વ્યાધિથી સબડતો, પરુ ઝરાવતો, સલસલ કરતા કૃમિઓના સમૂહવાળો તે કીડાથી ખવાતો ખવાતો નરકની ઉપમાવાળા, ઘોર દુઃખના નિવાસભૂત ગર્ભવાસથી તે બહાર નીકળ્યો. હે ગૌતમ ! ત્યારપછી સર્વ લોકો વડે નિદાંતો, ગતો, ગુંછા કરતો, તીરસ્કારાતો, સર્વ લોકથી પરભવ પમાતો. ખાન, પાન, ભોગ, ઉપભોગથી રહિત, ગર્ભવાસથી માંડીને સાત વર્ષ, બે મહિના, ચાર દિવસ સુધી થાવત્ જીવન જીવીને વિચિત્ર શારીરિક, માનસિક, ઘોર દુઃખથી, પરેશાની ભોગવતો ભોગવતો મરીને વ્યંતરપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન થયો. ફરી વધારનારાઓનો અધિપતિ, વળી તે પાપકર્મના દોષથી સાતમીએ ગયો. ત્યાંથી નીકળી તિર્યંચ ગતિમાં કુંભારને ત્યાં બળદપણે ઉત્પન્ન થયો. તેને ત્યાં ચક્કી, ગાડાં, હળ, અરઘટ્ટ વગેરેમાં જોડાઈને રાતદિવસ ઘોસરીમાં ગરદન ઘસાઈને ચાંદા પડી ગયા. અંદરથી કોહવાઈ ગયો. ખાંધમાં કૃમિઓ ઉત્પન્ન થઈ. હવે જ્યારે તેની ખાંધ ઘોંસરું ધારણ કરવા માટે સમર્થ નથી. એમ જાણીને તેનો સ્વામી કુંભાર તેની પીઠ પર ભાર વહન કરાવવા લાગ્યો. હવે વખત જતાં જેવી રીતે ખાંધ સડી ગઈ, તેવી રીતે તેની પીઠ પણ ઘસાઈને કોહવાઈ ગઈ, તેમાં પણ કીડા ઉત્પન્ન થયા. પીઠ આખી સડી ગઈ, તેનું ઉપરનું ચામડું નીકળી ગયું. અંદરનું માંસ દેખાવા લાગ્યું. ત્યારપછી હવે આ કંઈ કામ કરી શકે તેમ નથી, નકામો છે, એમ જાણીને છૂટો મૂકી દીધો. હે ગૌતમ ! તે સાવદ્યાચાર્યનો જીવ સળવળતા કીડાઓથી ખવાતો બળદ છૂટો રખડતો મૂકી દીધો. ત્યારપછી અતિશય સડી ગયેલા ચર્મવાળા, ઘણાં કાગડા, કૂતરા, કૃમિઓના કુળો વડે અંદર અને બહારથી ખવાતો, બચકા ભરાતો, ઓગણત્રીસ વરસ સુધી આયુષ્ય પાલન કરીને મરીને અનેક વ્યાધિ-વેદના વડે વ્યાપ્ત શરીરવાળો મનુષ્યગતિમાં મહાધનાઢ્ય કોઈ મોટાના ઘરે જખ્યો. ત્યાં પણ વમન કરવાનું, ખારા, કડવા, તીખા, કસાયેલા સ્વાદવાળા ત્રિફળા ગુગ્ગલ વગેરે ઔષધિઓના કાઢા પીવા પડતા હતા. હંમેશા તેની સાફસૂફી કરવી પડે. અસાધ્ય, ઉપશમ ન થાય, ઘોર ભયંકર દુઃખોથી જાણે અગ્રિમાં શેકાતો હોય તેવા આકરા દુઃખો ભોગવતા ભોગવતા તેને મળેલ મનુષ્યભવ નિષ્ફળ ગયો. ૦ સાવદ્યાચાર્યના જીવની સિદ્ધિ : એ પ્રમાણે હે ગૌતમ ! સાવદ્યાચાર્યનો જીવ ચૌદ રાજલોકમાં જન્મ મરણાદિકનાં નિરંતર દુઃખ સહન કરીને ઘણાં લાંબા અનંતકાળ પછી અવરવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આગમ કથાનુયોગ-૩ થયો. ત્યાં ભાગ્ય યોગે લોકની અનુવૃત્તિથી તીર્થકર ભગવંતને વંદન કરવા માટે ગયો. પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી, અહીં ત્રેવીસમાં શ્રી પાર્શ્વનાથ તીર્થકરના કાળમાં સિદ્ધિ પામ્યો. ૦ સાવદ્યાચાર્ય કથાનો નિષ્કર્ષ : હે ભગવંત ! સાવદ્યાચાર્યે આ પ્રમાણે દુઃખ પ્રાપ્ત કર્યું. હે ભગવંત! આવા પ્રકારનું દસ્સહ ઘોર ભયંકર મહાદુઃખ આવી પડ્યું, તેને ભોગવવું પડ્યું. આટલા લાંબા કાળ સુધી આ સર્વે દુઃખો કયા નિમિત્તે ભોગવવા પડ્યાં ? હે ગૌતમ તે કાળે તે સમયે તેણે જે એમ કહ્યું કે, ઉત્સર્ગ અને અપવાદસહિત આગમ કહેલ છે. એકાંતે પ્રરૂપણા ન કરાય પણ અનેકાન્તથી પ્રરૂપણા કરાય, પરંતુ અપ્લાયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ, મૈથુન સેવન આ ત્રણે બીજા કોઈ સ્થાને એકાંતે કે નિશ્ચયથી અને દૃઢપણે કે સર્વથા સર્વ પ્રકારે આત્મહિતના અર્થીઓ માટે નિષેધેલ છે – અહીં સૂત્રનું ઉલ્લંઘન કરવામાં આવે તો સમ્યગુ માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રકર્ષ થાય છે. તેથી આજ્ઞા ભંગનો દોષ લાગવાથી તે અનંત સંસારી થાય છે. હે ભગવંત ! શું તે સાવદ્યાચાર્યે મૈથુન સેવન કર્યું હતું? હે ગૌતમ ! સેવ્યું અને ન સેવ્યું અર્થાત્ સેવ્યું એમ પણ નહીં અને ન સેવ્યું એમ પણ નહીં. હે ભગવંત! એમ બંને પ્રકારે કેમ કહો છો ? હે ગૌતમ ! તે આર્યાએ જે તે કાળે મસ્તકથી પગને સ્પર્શ કર્યો, સ્પર્શ થયો. તે સમયે તેણે પગ ખેંચીને સંકોચી ન લીધો. આ કારણથી એમ કહેવાય છે કે તેણે મૈથુન સેવ્યું અને ન પણ સેવ્યું. હે ભગવંત ! આટલા માત્ર કારણમાં આવું ઘોર દુઃખે કરી મુક્ત થઈ શકાય તેવું બદ્ધ સ્પષ્ટ નિકાચિત કર્મબંધ થાય છે ? હે ગૌતમ ! એમ જ છે. એમાં ફેરફાર થતો નથી. હે ભગવંત ! તેણે તીર્થકર નામકર્મ સંચિત કર્યું હતું. એક જ ભવ બાકી રાખ્યો હતો અને ભવસમુદ્ર તરી ગયા હતા. તો પછી અનંતકાળ સુધીના સંસારમાં શા માટે રખડવું પડ્યું ? હે ગૌતમ ! પોતાના પ્રમાદના દોષના કારણે. આ પ્રમાણે જાણીને હે ગૌતમ ! ભવવિરહ ઇચ્છતા, શાસ્ત્રોનો સદ્ભાવ જેણે સારી રીતે જાણ્યો છે, એવા ગચ્છાધિપતિએ સર્વથા સર્વ પ્રકારે સર્વ સંયમ સ્થાનોમાં અત્યંત અપ્રમત્ત બનવું. આ પ્રમાણે ભગવંતે કહેલું હું તમને કહું છું. ૦ આગમ સંદર્ભ :ગચ્છા. ૮૫ની વૃ: મહાનિ ૮૩૭ થી ૮૪૪; ૦ નંદિષેણ કથા - હે ભગવંત ! તો દશપૂર્વી, મહાપ્રજ્ઞાવાળા નંદિષેણે પ્રવજ્યાનો ત્યાગ કરીને શા માટે ગણિકાના ઘરે પ્રવેશ કર્યો ? હે ગૌતમ ! તેને ભોગફળ ખલનાનું કારણ થયું. તે હકીકત પ્રસિદ્ધ છે. છતાં પણ ભવના ભયથી કંપતો હતો. ત્યારે તેણે જલ્દી દીક્ષા અંગીકાર કરી. કદાચ પાતાલ ઊંચા મુખવાળું થાય, સ્વર્ગ નીચા મુખવાળું થાય, તો પણ કેવલીએ કહેલું વચન કદાપી Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૭૩ ફેરફારને વિઘટિત થતું નથી. બીજું તેણે સંયમના રક્ષણ માટે ઘણાં ઉપાયો કર્યા. શાસ્ત્રાનુસારે વિચાર કરીને ગુરુના ચરણકમળમાં લિંગ–વેષ અર્પણ કરી, કોઈ ન ઓળખે તેવા દેશમાં ગયો. તે વચનનું સ્મરણ કરતો પોતાના ચારિત્રમોહનીય કર્મના ઉદયથી સર્વવિરતિ–મહાવ્રતોનો ભંગ તેમજ બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત્ત એવું કર્મનું ભોગફળ ભોગવતો હતો. હે ભગવંત ! શાસ્ત્રમાં નિરૂપણ કરેલા એવા તેણે કયા ઉપાયો વિચાર્યા કે આવું સુંદર શ્રમણપણું છોડીને તે આજે પણ હજું પ્રાણ ધારણ કરે છે ? હે ગૌતમ ! કેવલીએ પ્રરૂપેલા આ ઉપાયોને સૂચવનાર સૂત્રનું સ્મરણ કરશે કે વિષયોથી પરાભવ પામેલો મુનિ આ સૂત્રને યાદ કરે તે આ પ્રમાણે– - જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે અતિશય દુષ્કર, ઘોર, એવા પ્રકારનું આઠ ગણું તપ શરૂ કરે. કોઈ રાતે વિષયો રોકવા સમર્થ ન બની શકે તો પર્વત પરથી ભૃગુપાત કરે, કાંટાળા આસન પર બેસે, વિષનું પાન કરે, ઉદુબંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર છે. પણ મહાવ્રતો કે ચારિત્રની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે, વિરાધના કરવી યોગ્ય નથી. કદાચ આ કરેલા ઉપાયો કરી શકવા સમર્થ ન થાય તો ગુરુને વેષ સમર્પણ કરીને એવા વિદેશમાં ચાલ્યો જાય કે જ્યાંના સમાચાર પરિચિત ક્ષેત્રોમાં ન આવે, અણુવ્રતોનું યથાશક્તિ પાલન કરવું કે જેથી ભાવિમાં નિર્ધ્વસતા ન પામે. ૦ નંદિષેણે ખલિત ન થવા કરેલા ઉપાયો : હે ગૌતમ ! નંદિષેણે જ્યારે પર્વત પરથી પડવાનું શરૂ કર્યું, ત્યાં આકાશમાં એવી વાણી સાંભળવામાં આવી કે પર્વત પરથી પડવા છતાં પણ મૃત્યુ થવાનું નથી. એટલામાં દિશામુખો તરફ નજર કરી તો એક ચારણમુનિને જોયા તો તેમણે કહ્યું કે, તારું અકાળે મૃત્યુ નથી. ત્યારપછી તે વિષમ ઝેર ખાવાને ગયો, ત્યારે પણ વિષયની પીડાને ન સહી શક્યો, જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, ત્યારે તેને ચિંતા ઉત્પન્ન થઈ કે હવે મારે જીવવાનું શું પ્રયોજન છે ? મોગરાના પુષ્પો અને ચંદ્ર સરખા નિર્મળ– ઉજ્વળ વર્ણવાળા આ પ્રભુના શાસનને ખરેખર પાપમતિવાળો હું ઉડ્ડહણા કરાવીશ, તો અનાર્ય એવો હું કયાં જઈશ? અથવાતો ચંદ્ર લાંછનવાળો છે, મોગરાના પુપની પ્રભા અલ્પકાળમાં કરમાવાની છે. જ્યારે જિનશાસન તો કલિકાલની કલુષતાના મલ અને કલંકથી સર્વથારહિત લાંબા કાળ સુધી જેની પ્રભા ટકનારી છે માટે સમગ્ર દારિદ્ર, દુઃખ અને કલેશોનો ક્ષય કરનાર એવા પ્રકારના આ જૈન પ્રવચનની અપભ્રાજના કરાવીશ તો પછી કયાં જઈને મારા આત્માની શુદ્ધિ કરીશ? દુઃખે કરી ગમન કરી શકાય, મોટી મોટી ઊંચી શિલાઓ હોય, જેની મોટી ખીણો હોય, તેવા પર્વત પર ચઢીને કેટલામાં વિષયાધીન બનીને હું લગીર પણ શાસનની ઉડ્ડહણા ન કરું, તે પહેલાં પડતું મૂકીને મારા શરીરના ટુકડે ટુકડા કરી નાંખુ. એ પ્રમાણે ફરી પણ છેદાયેલા શિખરોવાળા મહાપર્વતના શિખર પર ચઢીને આગાર રાખ્યા વગર પચ્ચક્ખાણ કરવા લાગ્યા. ત્યારે ફરી પણ આકાશમાં આ પ્રમાણે શબ્દો Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ આગમ કથાનુયોગ-૩ સાંભળ્યા ‘અકાળે તારું મૃત્યુ થવાનું નથી. આ તારો છેલ્લો ભવ અને શરીર છે. માટે બદ્ધ– સ્પષ્ટ (નિકાચિત) ભોગફળ ભોગવીને પછી સંયમ સ્વીકાર.'' ૦ નંદિષેણે વેષ છોડતી વેળા કરેલ અભિગ્રહ :– આ પ્રમાણે ચારણમુનિએ જ્યારે બે વખત (આત્મહત્યા કરતા) રોક્યા ત્યારે ગુરુના ચરણ કમળમાં જઈને તેમની પાસે વેશ અર્પણ કરીને પછી નિવેદન કર્યું કે, સૂત્ર અને અર્થોનું સ્મરણ કરતો કરતો દેશાંતરમાં ગયો હતો. ત્યાં આહાર ગ્રહણ કરવા માટે વેશ્યાના ઘરે જઈ ચડ્યો. જ્યારે મેં ધર્મલાભ સંભળાવ્યો ત્યારે તેણીએ મારા પાસે અર્થલાભની માંગણી કરી. ત્યારે મારે તેવા પ્રકારની લબ્ધિ સિદ્ધ થયેલી હોવાથી મેં તે વખતે કહ્યું કે, ભલે તેમ થાઓ. તે વખતે ત્યાં સાડાબાર કરોડ પ્રમાણ દ્રવ્યની સુવર્ણ વૃષ્ટિ કરાવી, પછી તેના મંદિરમાંથી બહાર નીકળી ગયો. ઊંચા વિશાળ ગોળ સ્તનવાળી ગણિકા દૃઢ આલિંગન આપીને કહેવા લાગી કે અરે ! ક્ષુલ્લક ! અવિધિથી આ દ્રવ્ય આપીને પાછો ચાલ્યો કેમ જાય છે ? ભવિત્યતાના યોગે મેં પણ (નંદિષેણે પણ) પ્રસંગને અનુરૂપ વિચાર કરીને કહ્યું કે, તને જે વિધિ ઇષ્ટ હોય તેને તારે તે દ્રવ્ય આપવું. તે સમયે તેણે (નંદિષેણે) એવો અભિગ્રહ ગ્રહણ કર્યો અને તેના મંદિરમાં પ્રવેશ કર્યો. કયો અભિગ્રહ કર્યો ? દરરોજ મારે દશ-દશર્ન પ્રતિબોધ પમાડવા અને એક પણ ઓછો રહે અને દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી ભોજન અને પાવિધિ ન કરવી. દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય, ત્યાં સુધી મારે સ્થંડિલ–માત્રુ ન કરવા. બીજું પ્રવ્રજ્યા લેવા તૈયાર થયેલાઓને મારે પ્રવ્રજ્યા ન આપવી. કારણ કે ગુરુનો જેવો વેશ હોય (અર્થાત્ ગુરુનું જેવું આચરણ હોય તેવું જ શિષ્યનું થાય છે.) તેવો જ શિષ્યનો હોય છે. ગણિકાએ સુવર્ણવિધિ ક્ષય ન થાય તેવી વ્યવસ્થા કરીને લુંચિત મસ્તકવાળા અને જર્જરિત દેહવાળા નંદિષણને તેવી રીતે આરાધ્યો કે જેથી કરીને તેના સ્નેહપાસમાં બંધાઈ ગયો. આલાપ—વાતચીત કરવાથી પ્રણય ઉત્પન્ન થાય, પ્રણયથી રતિ થાય, રતિથી વિશ્વાસ ઉત્પન્ન થાય, વિશ્વાસથી સ્નેહ, એમ પાંચ પ્રકારના પ્રેમ વર્તે છે. આ પ્રમાણે તે નંદિષણ પ્રેમપાશથી બંધાએલો હોવા છતાં પણ શાસ્ત્રમાં કહેલું એવું શ્રાવકપણું પાળતો અને દરરોજ દશ કે તેથી અધિકને પ્રતિબોધ કરીને સંવિજ્ઞ ગુરુ મહારાજ પાસે દીક્ષા લેવા માટે મોકલતો હતો. ૦ નંદિષણનું પુનઃ પ્રતિબોધ થવું : હવે તે પોતે દુર્મુખ સોનીથી પ્રતિબોધ પામ્યો, તે કેવી રીતે ? તેણે નંદિષણને કહ્યું કે, લોકોને ધર્મોપદેશ સંભળાવો છો અને આત્મકાર્યમાં તમે જાતે મુંઝાવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું કરીયાણું છે ? કારણ કે તમે પોતે તો તે વર્તાવ કરતા નથી. આવા પ્રકારનું દુર્મુખનું સુભાષિત વચન સાંભળીને થરથર કાંપતો પોતાના આત્માને લાંબા કાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ભ્રષ્ટ શીલવાળા મેં આ શું કર્યું ? અજ્ઞાનપણાની નિદ્રામાં કર્મના કાદવપૂર્ણ ખાબોચીયામાં અશુચિ વિષ્ઠામાં જેમ કૃમિઓ ખરડાય તેમ ખરડાયો. અધન્ય Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૭૫ એવા મને ધિક્કાર થાઓ. મારી અનુચિત્ત ચેષ્ટાઓ જુઓ. જાત્ય કંચન સરખા મારા ઉત્તમ આત્માને અશુચિ સમાન મેં બનાવ્યો. જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થકર ભગવંતના ચરણકમળમાં જઈને હું મારા અપરાધનું પ્રાયશ્ચિત્ત કરું. હે ગૌતમ ! આમ પશ્ચાત્તાપ કરતો તે અહીં આવશે અને ઘોર પ્રાયશ્ચિત્તનું સેવન પામશે. ઘોર અને વીર તપનું સેવન કરીને અશુભ કર્મ ખપાવીને શુક્લધ્યાનની શ્રેણી ઉપર આરોહણ કરીને કેવલજ્ઞાન પામી મોક્ષે જશે. માટે હે ગૌતમ ! આ દૃષ્ટાંતથી સંયમ ટકાવવા માટે શાસ્ત્ર અનુસારી ઘણા ઉપાયો વિચાર્યા. નંદિષેણે ગુરને વેષ જેવી રીતે અર્પણ કર્યો વગેરે ઉપાયો વિચારવાં. ૦ નંદિષેણ કથાનો નિષ્કર્ષ : સિદ્ધાંતમાં જે પ્રમાણે ઉત્સર્ગો કહેલા છે, તે બરાબર સમજો. હે ગૌતમ ! તપ કરવા છતાં પણ તેને ભોગાવલી કર્મનો મહાઉદય હતો. તો પણ તેને વિષયની ઉદીરણા ઉત્પન્ન થઈ ત્યારે તેણે આઠ ગણું ઘોર મહાતપ કર્યું, તો પણ તેના વિષયોનો ઉદય અટકતો નથી. ત્યારે પણ વિષ ભક્ષણ કર્યું. પર્વત પરથી ભૂગુપાત કર્યો. અનશન કરવાની અભિલાષા કરી. તેમ કરતાં ચારણમુનિએ બે વખત રોક્યો. ત્યારપછી ગુરૂને રજોહરણ અર્પણ કરીને તે અજાણ્યા દેશમાં ગયો. હે ગૌતમ ! કૃતમાં કહેલા આ ઉપાયો જાણવા જોઈએ. જેમકે જ્યાં સુધી ગુરને રજોહરણ અને પ્રવજ્યા પાછા અર્પણ ન કરાય ત્યાં સુધી ચારિત્ર વિરુદ્ધ કોઈ અપકાર્ય આચરવું ન જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેશ – રજોહરણ ગુરુને છોડીને બીજા સ્થાને ન મૂકવું જોઈએ. અંજલિપૂર્વક ગુરુને રજોહરણ અર્પણ કરવું જોઈએ. જો ગુરુ મહારાજ સમર્થ હોય અને સમજાવી શકે તેમ હોય તો તેમને સમજાવવા માટે કહેવું. કદાચ બીજાની વાણીથી ઉપશાંત થતો હોય તો પણ ગુએ વાંધો ન લેવો. ૦ આગમ સંદર્ભ :આયા. ૧૭3; મહાનિ ૮૪૬ થી ૮૫૫; - X - X — ૦ આસડ કથા : હે ભગવંત! માયા પ્રપંચ કરવાના સ્વભાવવાળો આસડ કોણ હતો ? તે અમો જાણતા નથી. તેમજ કયા નિમિત્તે ઘણાં દુઃખથી પરેશાની પામેલો અહીં ભટક્યો ? હે ગૌતમ ! કોઈ બીજા છેલ્લા કાંચન સદશ કાંતિવાલા તીર્થંકરના તીર્થમાં ભૂતીલ નામના આચાર્યનો આસાડ નામનો શિષ્ય હતો. મહાવ્રતો અંગીકાર કરીને તેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું. ત્યારે વિષયની પીડા ઉત્પન્ન થઈ ન હતી. પણ કુતૂહલથી ચિંતવવા લાગ્યો કે સિદ્ધાંતમાં આવો વિધિ બતાવેલો છે. તો તે પ્રમાણે ગુરવર્ગને ખૂબ રંજન કરીને આઠ ગણું તપ કરવું, ભૃગુપાત કરવા, અનશન કરવું, ઝેર ખાવું વગેરે હું કરીશ. જેથી કરીને મને પણ દેવતા નિવારણ કરશે અને કહેશે કે તું લાંબા આયુષ્યવાળો છે, તારું મૃત્યુ થવાનું Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ આગમ કથાનુયોગ-૩ નથી. તારી ઇચ્છા પ્રમાણે ભોગો ભોગવ. વેશ–રજોહરણ ગુરુ મહારાજને પાછો અર્પણ કરીને કોઈ બીજા અજાણ્યા દેશમાં ચાલ્યો જા. ભોગફળ ભોગવીને પછીથી ઘોર-વીર તપનું સેવન કરજે. અથવા ખરેખર હું મૂર્ખ છું. મારા પોતાના માયાશલ્યથી હું ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવી ધારણા કરવી યુક્ત ન ગણાય. પછીથી પણ તેનું પ્રાયશ્ચિત્ત આલોવીને આત્મા હલકો બનાવીશ અને મહાવ્રત ધારણ કરીશ, અથવા આલોવીને વળી પાછો માયાવી કહેવાઈશ. તો દશ વર્ષ સુધી માસક્ષમણ અને પારણે આયંબિલ, વીશ વર્ષ સુધી બબ્બે મહિનાના સતત ઉપવાસ અને પારણે આયંબિલ, પચીસ વર્ષ સુધી ચાંદ્રાયણ તપ, પૂરેપૂરા આઠ વર્ષ સુધી છઠ, અઠમ, ચાર ચાર ઉપવાસ, આવા પ્રકારનું મહાઘોર, પ્રાયશ્ચિત્ત મારી પોતાની ઇચ્છાથી અહીં કરીશ. આ પ્રાયશ્ચિત્ત અહીં ગુરુમહારાજના ચરણકમળમાં રહીને કરીશ. મારા માટે આ પ્રાયશ્ચિત્ત શું અધિક ન ગણાય? અથવા તીર્થકર ભગવંતોએ આ વિધિ શા માટે કલ્પેલ હશે ? હું આનો અભ્યાસ કરું છું અને જેમણે મને પ્રાયશ્ચિત્તમાં જોયો, તે સર્વ હકીકત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું તો પ્રાયશ્ચિત્ત સેવન કરીશ, જે કંઈ પણ અહીં દુષ્ટ ચિંતવન કર્યું, તે મારું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે ઘોર, કષ્ટહારી પ્રાયશ્ચિત્ત પોતાની મતિથી કર્યું અને તેમ કરીને શલ્યવાળો તે મૃત્યુ પામીને વાણંતર દેવ થયો. હે ગૌતમ! જો તેણે ગુરુ મહારાજ સમક્ષ વિધિપૂર્વક આલોચના કરી હોત તો અને તેટલા પ્રાયશ્ચિત્તનું સેવન કર્યું હોત તો નવ રૈવેયકના ઉપરના ભાગના વિમાનમાં ઉત્પન્ન થાત. વાણમંતર દેવમાંથી ચ્યવીને ગૌતમ ! તે આસડ તિર્યંચગતિમાં રાજાને ઘેર ગધેડાપણે અવતર્યો. ત્યાં નિરંતર ઘોડાની સાથે સંઘટ્ટન કરવાના દોષથી તેના વૃષણમાં વ્યાધિ ઉત્પન્ન થયો અને તેમાં કૃમિઓ ઉત્પન્ન થયા. વૃષણ ભાગમાં કૃમિથી ખવાતો હે ગૌતમ ! આહાર મળતો ન હોવાથી, વેદનાથી રીબાતો હતો અને પૃથ્વી ચાટતો હતો. એટલામાં દૂરથી સાધુઓ પાછા વળતા હતા, તેમને દેખીને પોતાને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવનું સ્મરણ કરીને પોતાના આત્માની નિંદા અને ગ કરવા લાગ્યો. પછી અનશન અંગીકાર કર્યું. કાગડા-કૂતરાઓથી ખવાતો હે ગૌતમ! શુદ્ધ ભાવથી અરિહંતોનું સ્મરણ કરતો કરતો, શરીરનો ત્યાગ કરીને, કાળ પામી તે દેવેન્દ્રોનો મહાઘોષ નામનો સામાનિક દેવ થયો. ત્યાં દિવ્યઋદ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી તે વૈશ્યાપણે ઉત્પન્ન થયો. જે પેલા કપટ કર્યું હતું, તે પ્રગટ ન કર્યું. તેથી ત્યાંથી મરીને ઘણાં અધમ તુચ્છ, અંત–પ્રાંત કુલોમાં ભટક્યો. કાલક્રમે મથુરા નગરીમાં શિવઇન્દ્રનો દિવ્યજન નામે પુત્ર થયો. ત્યાં તે પ્રતિબોધ પામ્યો. શ્રમણપણું અંગીકાર કરી નિર્વાણ પામ્યો. હે ગૌતમ! આ પ્રમાણે કપટથી ભરેલા આસડનું દૃષ્ટાંત તને જણાવ્યું. જે કોઈ પણ સર્વજ્ઞ ભગવંતે કહેલા વચનને મનથી પણ વિરાધે છે, વિષયની પીડાથી નહીં, પણ કુતૂહલથી પણ વિષયની અભિલાષા કરે છે અને પછી સ્વેચ્છાએ ગુરુને નિવેદન કર્યા વગર પ્રાયશ્ચિત્તો સેવે Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૭૭ જ છે, તે ભવની પરંપરા ભ્રમણ કરનારો થાય છે. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૮૯૪ થી ૧૦૦૯ – ૮ – ૮ – ૦ અનામી સાઘુ કથા : (ખરેખર અનામી એવું કોઈ નામ નથી, પણ સાધુનું કોઈ નામ જણાવેલ ન હોવાથી અહીં “અનામી” શબ્દ એવો ઉલ્લેખ કર્યો છે.) જ (આ કથા ગોશાળાના પૂર્વભવમાં તે “ઈશ્વર” નામે હતો. તે કથા અંતર્ગત આવેલી છે.) હે ગૌતમ ! કોઈક બીજી ચોવીશીના પ્રથમ તીર્થકર ભગવંત જ્યારે નિર્વાણ પામ્યા. ત્યારે મનોહર નિર્વાણ મહોત્સવ પ્રવર્તતો હતો અને સુંદરરૂપવાળા દેવો અને અસુરો નીચે ઉતરતા હતા અને ત્યારે નજીકમાં રહેનાર લોકો આ જોઈને વિચારવા લાગ્યા કે અરે ! આજે મનુષ્યલોકમાં આશ્ચર્ય જોઈએ છીએ, કોઈ વખત પણ ક્યાંય આવી ઇન્દ્રજાલ–સ્વપ્ન જોવામાં આવ્યું નથી. આવા પ્રકારની વિચારણા કરતા એક મનુષ્યને પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે ક્ષણ વાર મૂચ્છ પામ્યો, પણ ફરી વાયરાથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવ્યા પછી થરથર ધ્રુજવા લાગ્યો અને લાંબાકાળ સુધી પોતાના આત્માની ખૂબ જ નિંદા કરવા લાગ્યો. તુરંત જ મુનિપણું અંગીકાર કરવા ઉદ્યત થયો. ત્યારપછી તે મહાયશવાળો જેટલામાં પંચમુષ્ટિક લોચ કરવાનો જેટલામાં શરૂ કરે છે, તેટલામાં દેવતાએ વિનયપૂર્વક તેને રજોહરણ અર્પણ કર્યું. તેના કષ્ટકારી ઉગ્રતા અને ચારિત્ર દેખીને તથા લોકોને તેની પૂજા કરતા હતા. એવા તે પ્રત્યેકબુદ્ધ થયા હતા. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૦૯૨ થી ૧૧૦૦; ૦ સુસઢ કથા – (સુસઢ અંતર્ગત ગોવિંદ બ્રાહ્મણ, જગાણંદ, કુમારવર, સુજ્ઞશીવ ઇત્યાદિ કથા) ૦ સુશીવ અને સુજ્ઞશ્રી : હે ગૌતમ ! આ ભારત વર્ષમાં અવંતી નામનો દેશ છે. ત્યાં સંબક્ક નામે એક નાનું ગામ હતું. તે ગામમાં જન્મથી દરિદ્ર મર્યાદા–લાજ વગરનો, કૃપા વગરનો, કૃપણ, અનુકંપારહિત, અતિક્રર, નિર્દય, રૌદ્ર પરિણામી, આકરી શિક્ષા કરનાર, આભિગ્રહિક મિથ્યાષ્ટિ, જેનું નામ પણ ઉચ્ચાર કરવામાં પાપ છે એવો એક સુજ્ઞશિવ નામનો બ્રાહ્મણ હતો. તેને સુજ્ઞશ્રી નામે પુત્રી હતી. સમગ્ર ત્રણે ભુવનમાં નર અને નારી સમુદાયોના લાવણ્ય, કાંતિ, તેજ, રૂપ, સૌભાગ્યાતિશય કરતાં તે પુત્રીના લાવણ્ય, રૂપ, કાંતિ વગેરે અનુપમ અને ચડિયાતા હતા. તે સુજ્ઞશ્રીએ કોઈ આગલા બીજા ભવમાં એવો દુષ્ટ વિચાર કર્યો હતો કે, જો આ બાળકની માતા મૃત્યુ પામે તો બહું સારું થાય, તો હું શોક વગરની Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ આગમ કથાનુયોગ-૩ થાઉં. પછી આ બાળક દુઃખે કરીને જીવી શકશે. તેમજ રાજલક્ષ્મી મારા પુત્રને પ્રાપ્ત થશે. તે દુષ્ટ ચિંતવનના ફળરૂપે તે કર્મના દોષથી જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. ત્યારપછી હે ગૌતમ ! તે સુજ્ઞશિવ પિતાએ મોટા કલેશથી આજીજી કરીને, કરગરીને ઘણી નવા બાળકને જન્મ આપનારી માતાઓને ઘરેઘરે ફરી, વિનંતી કરી, તે પુત્રીનો બાલ્યકાળ પૂર્ણ થયો. તેટલામાં માતાપુત્રનો સંબંધ ટાળનાર મહાભયંકર બાર વર્ષનો લાંબા કાળનો દુષ્કાળ સમય આવ્યો. સગાસંબંધીઓનો ત્યાગ કરીને સમગ્ર જનસમૂહ ચાલી નીકળ્યો. ત્યારે કોઈક દિવસે ઘણાં વખતનો ભૂખ્યો થયેલો, વિષાદ પામેલો તે સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે શું હવે આ બાલિકાને મારી નાંખીને ભૂખ ભાંગુ કે તેનું માંસ વેચીને વણિક પાસેથી કાંઈક અનાજ ખરીદીને મારા પ્રાણને ધારણ કરું, હવે બીજો કોઈ જીવવાનો ઉપાય મારે માટે રહેલો નથી. અથવા તો ખરેખર મને ધિક્કાર થાઓ, આમ કરવું ઉચિત નથી. પરંતુ જીવતી જ તેને વેંચી નાખુ. ૦ ગોવિંદ બ્રાહ્મણ અને બ્રાહ્મણી (ભડ્ડીદારિકા) : એમ વિચારીને સુજ્ઞશિવે તેણીને મહાદ્ધિવાળા, ચૌદ વિદ્યાસ્થાનના પારગામી એવા ગોવિંદ બ્રાહ્મણના ઘેર સુજ્ઞશ્રીને વેંચી દીધી. ત્યારે ઘણાં લોકોના તિરસ્કારના શબ્દોથી ઘવાયેલો તે પોતાના દેશનો ત્યાગ કરીને દેશાંતરમાં ગયો. ત્યાં જઈને હે ગૌતમ! એ જ પ્રમાણે બીજાની કન્યાનું અપહરણ કરી કરીને બીજા સ્થળે વેચી–વેચીને સુજ્ઞશિવે ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. તે અવસરે દુકાળ સમયના કંઈક અધિક આઠ વર્ષ પસાર થયા ત્યારે તે ગોવિંદ બ્રાહ્મણનો સમગ્ર વૈભવ ક્ષય પામ્યો. હે ગૌતમ ! વૈભવ વિનાશ પામવાના કારણે વિષાદ પામેલા ગોવિંદ બ્રાહ્મણે ચિંતવ્યું કે હવે મારા કુટુંબનો વિનાશકાળ નજીક આવ્યો છે. વિષાદ પામતા મારા બંધુઓ અર્ધક્ષણ પણ જોઈ શકવા સમર્થ નથી. તો હવે અત્યારે મારે શું કરવું ? એમ વિચારતો હતો ત્યાં ગોકુલના સ્વામીની ભાર્યા આવી પહોંચી. ખાવાના પદાર્થો વેચવા આવેલી તે ગોવાલણ પાસેથી તે બ્રાહ્મણની ભાર્યાએ ડાંગરના માપથી ઘણાં ઘી અને ખાંડમાંથી બનાવેલા ચાર લાડુઓ ખરીદ કર્યા. ખરીદ કરતાં જ બાળકો લાડુ ખાઈ ગયા. મહીયારીએ કહ્યું કે, અરે શેઠાણી ! અમને બદલામાં આપવાની ડાંગરની પાલી આપી દો, અમારે જલ્દી ગોકુળ પહોંચવું છે. હે ગૌતમ ! ત્યારપછી બ્રાહ્મણીએ સુજ્ઞશ્રીને આજ્ઞા કરી કે અરે ! રાજાએ ભટણામાં જે મોકલ્યું છે, તેમાં જે ડાંગરનું માટલું છે, તેને જલદી શોધી લાવ જેથી આ ગોવાલણને આપું. સુજ્ઞશ્રી ત્યારે માટલું શોધવા ઘરમાં ગઈ, પણ તે તંદુલનું ભાજન જોયું નહીં. ત્યારે બ્રાહ્મણીને કહ્યું કે નથી. ફરી બ્રાહ્મણીએ કહ્યું. અરે ! અમુક ભાજન ઊંચુ કરીને જો, મેં ત્યાં મૂકેલ છે, તે શોધીને લાવ. ફરી તપાસ કરવા માટે આંગણામાં ગઈ અને ન જોયું. ત્યારે બ્રાહ્મણી જાતે તપાસ કરવા ગઈ, તેના જોવામાં પણ તે ભાજન ન આવ્યું. અતિ વિસ્મય પામેલા મનવાળી ફરી બારીકાઈથી દરેક સ્થળે તપાસવા લાગી. દરમ્યાન Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૭૯ એકાંત સ્થળમાં વેશ્યા સાથે ઓદનનું ભોજન કરતાં પોતાના મોટા પુત્રને જોયો, તે પુત્ર પણ તેના તરફ નજર કરી. સામે આવતી માતાને જોઈને અધન્યપુત્રે ચિંતવ્યું કે, ઘણે ભાગે માતા અમારા ચોખા ઝૂંટવી લેવા આવતી જણાય છે, તો જો તે નજીક આવશે તો હું તેને મારી નાંખીશ. એમ ચિંતવતા પુત્રે દૂર રહેલી અને નજીક આવતી માતા બ્રાહ્મણીને મોટા શબ્દથી કહ્યું કે, હે ભટ્ટીદારિકા ! જો તું અહીં આવીશ તો પછી તું એમ ન કહીશ કે મને પહેલાં ન કહ્યું. નક્કી હું તને મારી નાંખી. આવું અનિષ્ટ વચન સાંભળીને ઉલ્કાપાતથી હણાએલી હોય તેમ ધસ કરતાંક ભૂમિ ઉપર ઢળી પડી. મુચ્છવશ બ્રાહ્મણી બહાર પાછી ન આવી એટલે મહીયારીએ કેટલોક સમય રાહ જોયા પછી સુજ્ઞશ્રીને કહ્યું કે, અરે ! બાલિકા ! અમોને મોડું થાય છે. માટે તમારી માતાને જલદી કહો કે તમે, અમને ડાંગરનો પાલો આપો. જો ડાંગરનો પાલો ન મળતો હોય તો તેને બદલે મગનો પાલો આપો. ત્યારે સુજ્ઞશ્રી ધાન્ય રાખવાના કોઠારમાં પહોંચી અને જોયું તો બીજી અવસ્થા પામેલી બ્રાહ્મણીને જોઈ સુજ્ઞશ્રી હાહાકાર કરીને શોર બકોર કરવા લાગી. ૦ બ્રાહ્મણીનું આત્મજ્ઞાન : તે સાંભળીને પરિવાર સહિત તે ગોવિંદ બ્રાહ્મણ અને મહીયારી આવી પહોંચ્યા, પવન અને જળથી આશ્વાસન પમાડીને તેઓને પૂછયું કે, હે ભટ્ટારિકા ! આ તમને એકદમ શું થઈ ગયું ? ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણીએ તેઓને પ્રત્યુત્તરમાં જણાવ્યું કે ' અરે ! રક્ષણ વગરની મને, તમે ઝેરી સર્પના ડંખ ન અપાવો. નિર્જલ નદીમાં મને ઊભી ન રાખો. દોરડા વગરના સ્નેહપાશમાં જકડાએલી મને મોહમાં ન સ્થાપો. જેમકે – આ મારા પુત્ર, પુત્રી, ભત્રીજાઓ છે, આ પુત્રવધૂ – આ જમાઈ – આ માતા – આ પિતા છે, આ મારા ભર્તાર છે, આ મને ઇષ્ટ, પ્રિય, મનગમતાં કુટુંબી વર્ગ, સ્વજનો, મિત્રો, બંધુ વર્ગ, પરિવારવર્ગ છે, તે અહીં જ પ્રત્યક્ષ, ખોટા માયાવાળા છે. તેમના તરફથી બંધુપણાની આશા મૃગતૃષ્ણા સમાન નિરર્થક છે. આ જગત્માં દરેક પોતાના કાર્યના અર્થી–સ્વાર્થી છે. તેમાં મારાપણાનો ખોટો ભ્રમ થાય છે, પરમાર્થથી વિચારીએ તો, કોઈ સાચા સ્વજન નથી. જ્યાં સુધી સ્વાર્થ સધાય છે. ત્યાં સુધી માતા, પિતા, પુત્રી, પુત્ર, જમાઈ, ભત્રીજો, પુત્રવધૂ વગેરે સંબંધ જાળવવામાં આવે છે. ત્યાં સુધી જ દરેક ગમે છે. ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, સ્નેહી, કુટુંબી, સ્વજન, વર્ગ, મિત્ર, બંધુ–પરિવાર વગેરે ત્યાં સુધી જ સંબંધ રાખે છે કે જ્યાં સુધી દરેકને પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિમાં વિરહમાં ન કોઈ કોઈની માતા, ન કોઈ કોઈના પિતા, ન કોઈ કોઈની પુત્રી, ન કોઈ કોઈના જમાઈ, ન કોઈ કોઈના પુત્ર, ન કોઈ કોઈની પુત્ર, ન કોઈ કોઈની પત્ની, ન કોઈ કોઈના ભર્તાર, ન કોઈ કોઈના સ્વામી. ન કોઈ કોઈના ઇષ્ટ, મિષ્ટ, પ્રિય, કાંત, કુટુંબી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ, પરિવારવર્ગ છે. – કારણ કે જુઓને ત્યારે પ્રાપ્ત થયેલા કંઈક અધિક નવ માસ સુધી કુલિમાં ધારણ કરીને અનેક મિષ્ટ, મધુર, ઉષ્ણ, તીખા, લુખ્ખા, સ્નિગ્ધ આહાર કરાવ્યા. ખાનમર્દન કર્યા, તેના શરીર–કપડાં ધોયા, શરીર દબાવ્યા, ધન-ધાન્યાદિ આપ્યા. તેને Page #381 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ ઉછેરવાનો મહાપ્રયત્ન કર્યો. તે વખતે એવી આશા રાખી હતી કે પુત્રના રાજ્યમાં મારા મનોરથો પૂર્ણપણે પુરાશે અને સ્નેહી વર્ગની આશાઓ પૂરી કરીને હું અતિશય સુખમાં મારો સમય પસાર કરીશ. મેં ધાર્યુ હતું તેના કરતાં તદ્દન વિપરિત હકીકત બની છે. હવે આટલું જાણ્યા અને સમજ્યા પછી પતિ આદિના ઉપર અર્ધક્ષણ પણ સ્નેહ રાખવો યોગ્ય નથી. જે પ્રમાણે મારા પુત્રનો વૃત્તાંત બન્યો છે તે પ્રમાણે ઘરેઘરે ભૂતકાળમાં આ વૃત્તાંતો બન્યા છે, વર્તમાનમાં બને છે અને ભવિષ્યકાળમાં પણ આવા બનાવો બનશે. તે બંધુવર્ગ પણ માત્ર પોતાના કાર્યો સિદ્ધ કરવા માટે ઘટિકા મુહૂર્ત તેટલો કાળ તથા સ્નેહ પરિણામ ટકાવીને સેવા કરે છે. – માટે હે લોકો ! અનંત સંસારના ઘોર દુઃખ આપનાર એવા આ કૃત્રિમ બંધુ અને સંતાનોનું મારે કંઈ પ્રયોજન નથી. માટે હવે રાત–દિવસ નિરંતર ઉત્તમ વિશુદ્ધ આશયથી ધર્મનું સેવન કરો. ધર્મ એ જ ધન, ઇષ્ટ, પ્રિય, કાંત, પરમાર્થથી હિતકારી, સ્વજન વર્ગ, મિત્ર—બંધુ વર્ગ છે. ધર્મ એ જ સુંદર, દર્શનીય રૂપ કરનાર, પુષ્ટિ કરનાર, બલ આપનાર છે. ધર્મ જ ઉત્સાહ કરાવનાર, ધર્મ જ નિર્મલ યશકીર્તિને સાદી આપનાર છે. ધર્મ એ જ પ્રભાવના કરાવનાર, શ્રેષ્ઠતમ સુખની પરંપરા આપનાર હોય તો તે ધર્મ છે. ધર્મ એ સર્વ પ્રકારના નિધાન સ્વરૂપ છે, આરાધનીય છે, પોષવા યોગ્ય છે, પાલનીય છે, કરણીય છે, આચરણીય છે, ઉપદેશનીય છે, કથનીય છે, ભણવાલાયક છે, પ્રરૂપણીય છે, કરાવવા લાયક છે. ૩૮૦ ➖➖ ધર્મ ધ્રુવ છો, શાશ્વતો છે, અક્ષય છે, સ્થિર રહેનાર છે. સમગ્ર સુખનો ભંડાર છે, ધર્મ અલજ્જનીય છે, ધર્મ એ અતુલ બલ, વીર્ય, સંપૂર્ણ સત્ત્વ, પરાક્રમસહિતપણું મેળવી આપનાર થાય છે. પ્રવર, શ્રેષ્ઠ, ઇષ્ટ, પ્રિય, કાંત, ઇષ્ટજનનો સંયોગ કરાવી આપનાર પણ ધર્મ છે. સમગ્ર અસુખ, દારિદ્ર, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટા આળ પ્રાપ્ત થવાં, વૃદ્ધાવસ્થા, મરણ વગેરે સમગ્ર ભયનો સર્વથા નાશ કરનાર, જેની તુલનામાં કોઈ ન આવી શકે તેવો સહાયક, ત્રણ લોકમાં અજોડ એવો નાથ હોય તો માત્ર એક ધર્મ છે. માટે હવે કુટુંબ, સ્વજન વર્ગ, મિત્ર, બંધુવર્ગ, ભંડારાદિ આલોકના પદાર્થોથી પ્રયોજન નથી. વળી આ ઋદ્ધિ—સમૃદ્ધિ, ઇન્દ્રધનુષ, વીજળી, લતાના આટોપ કરતાં અધિક ચંચળ, સ્વપ્ન અને ઇન્દ્રજાલ સરખી, દેખતાની સાથે જ ક્ષણમાં અદૃશ્ય થનારી, નાશવંત, અધ્રુવ, અશાશ્વત, સંસારની પરંપરા વધારનાર, નારકમાં ઉત્પન્ન થવાના કારણભૂત, સદૂગતિના માર્ગમાં વિઘ્ન કરનાર, અનંત દુઃખ આપનાર છે. અરે લોકો ! ધર્મ માટેની આ વેળા અતિ દુર્લભ છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ધર્મને સાધી આપનાર, આરાધના કરાવનાર, અનુપમ સામગ્રીયુક્ત આવો સમય ફરી મળવાનો નથી. વળી મળેલું આ શરીર નિરંતર રાત–દિવસ દરેક ક્ષણે અને દરેક સમયે ટૂકડે ટૂકડા થઈને સડી રહેલું છે, દિન–પ્રતિદિન શિથિલ બનતું જાય છે. ઘોર, નિષ્ઠુર, અસભ્ય, ચંડ, જરારૂપી વજ્રશિલાના પ્રતિઘાતથી ચૂરેચૂરા થઈને સેંકડો તડ પડેલા જીર્ણ માટીના હાંડલા સરખું, કશા કામમાં ન આવે તેવું, તદ્દન નિરુપયોગી બની ગયું છે. નવા ફણગા ઉપર લાગેલા જળબિંદુ જેમ ઓચિંતુ અર્ધક્ષણની અંદર એકદમ આ જીવિત ઝાડ Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૮૧ પરથી ઉડતા પક્ષીની માફક ઉડી જાય છે. પરલોક માટે ભાથું ન ઉપાર્જન કરનારને આ મનુષ્ય જન્મ નિષ્ફળ છે તો હવે નાનામાં નાનો પ્રમાદ પણ કરવા હું સમર્થ નથી. આ મનુષ્યપણામાં સર્વકાળ મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવવાળા બનવું જોઈએ. તે આ પ્રમાણે સમગ્ર જીવોના પ્રાણોના અતિપાતની ત્રિવિધ ત્રિવિધે વિરતિ, સત્ય વચન બોલવું, દાંત ખોતરવાની સળી સરખી કે લોચ કરવાની રાખ સરખી નિર્મુલ્ય વસ્તુત પણ વગર આપેલી ગ્રહણ ન કરવી. મન, વચન, કાયાના યોગો સહિત અખંડિત અવિરાધિત નવગુપ્તિ સહિત પરમ પવિત્ર, સર્વકાલ દુર્ધર, બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરવું. વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપકરણ ઉપર પણ નિર્મમત્વ અશન–પાનાદિક ચારે આહારનો રાત્રિએ ત્યાગ કરવો. - ઉદ્દગમ, ઉત્પાદનો, એષણાદિકમાં પાંચ દોષોથી મુક્ત થવું. પરિમિત કાલ ભોજન કરવું, પાંચ સમિતિનું શોધન કરવું, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું. ઇર્યાસમિતિ વગેરે ભાવનાઓ, અનશનાદિક તપનું ઉપધાન–અનુષ્ઠાન કરવું, માસાદિક ભિક્ષુની બાર પ્રતિમાઓ, વિચિત્ર પ્રકારના દ્રવ્યાદિક અભિગ્રહો, અસ્નાન, ભૂમિશયન, કેશલોચ, શરીરની ટાપટીપ ન કરવી, હંમેશા સર્વકાલ ગુરની આજ્ઞા પ્રમાણે વર્તવું, સુધા–તરસ આદિ પરિષહોને સહન કરવા. દિવ્યાદિક ઉપસર્ગો પર વિજય મેળવવો. લાભ કે અલાભમાં બંનેમાં સમભાવ રાખવો અથવા લાભ થાય તો ઘર્મવૃદ્ધિ અને લાભ ન થાય તો તપોવૃદ્ધિ એવી ભાવના રાખવી. ૦ બ્રાહ્મણીના મુખેથી ધર્મજ્ઞાન : – વધારે કેટલું વર્ણન કરવું ? અરે લોકો ! આ ૧૮,૦૦૦ શીલાંગનો ભાર વિના વિશ્રાંતિએ મહાપુરષોથી વહન કરાય તેવો અત્યંત દુર્ધર માર્ગ વહન કરવા લાયક છે. વિશાદ પામ્યા વિના બે બાહાથી આ મહાસમુદ્ર તરવા સરખો આ માર્ગ છે. આ સાધુ ધર્મ સ્વાદ વગરના રેતીના કોળીયા ભક્ષણ કરવા સમાન છે. અતિ તીક્ષ્ણ પાણીદાર ભયંકર તલવારની ધાર પર ચાલવા સરખો સંયમધર્મ છે. ઘી વગેરેથી સારી રીતે સિંચાયેલા અગ્નિની જવાળા શ્રેણીનું પાન કરવા સમાન ચારિત્રધર્મ છે. ગંગાના પ્રવાહની સામે ગમન કરવાનું સાહસના ત્રાજવાથી મેરુ પર્વત તોળવો, એકાકી મનુષ્ય ધીરતાથી દુર્જય ચાતુરંગ સેનાને જીતવી, પરસ્પર અવળી દિશામાં ભ્રમણ કરતા આઠ ચંદ્રોની ઉપર રહેલી પુતળીની ડાબી આંખ વીંધવી, સમગ્ર ત્રણ ભુવનમાં વિજય પ્રાપ્ત કરીને નિર્મલ યશકીર્તિની જયપતાકા ગ્રહણ કરવી. આ સર્વ કરતા પણ ધર્મ અનુષ્ઠાન દુષ્કર છે. હે લોકો ! આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુષ્કર નથી. અર્થાત્ તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. મસ્તક ઉપર ભાર વહન કરાય છે. પણ તે ભાર વિસામો લેવાતા–લેવાતા વહન કરાય છે. જ્યારે અતિ મહાનું શીલનો ભાર વિશ્રાંતિ વગર જીવનપર્યત વહન કરાય છે. માટે ઘરના સારભૂત પુત્ર દ્રવ્ય વગેરેનો સ્નેહ છોડીને નિઃસંગ બની ખેદ પાખ્યા વિના સર્વોત્તમ ચારિત્ર ધર્મનું સેવન કરો. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આગમ કથાનુયોગ-૩ આડંબર કરવા, ખોટી પ્રશંસા કરવી, વંચના કરવી, તેવા વ્યવહાર ધર્મના હોતા નથી. માયાદિક શલ્યરહિત, કપટભાવ વગરનો ધર્મ કહેલો છે. જીવોમાં ત્રિપણું, ત્રસાણામાં પણ પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. પંચેન્દ્રિયપણામાં વળી મનુષ્યપણું ઉત્તમ છે. તેમાં આર્યદેશ, આર્યદેશમાં ઉત્તમ કુળ, ઉત્તમ કુળમાં ઉત્કૃષ્ટ જાતિ, તેમાં પણ વળી રૂપની સમૃદ્ધિ, તેમાં પણ પ્રધાનતાવાળું બળ, પ્રધાન બળ મળવા સાથે લાંબુ આયુષ્ય, તેમાં પણ વિજ્ઞાન–વિવેક, વિજ્ઞાનમાં પણ સમ્યકત્વ પ્રધાન છે. તેમાં વળી શીલની પ્રાપ્તિ ચડિયાતી ગણેલી છે. શીલમાં સાયિકભાવ, ક્ષાયિકભાવમાં કેવળજ્ઞાન, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવું એટલે જન્મમરણ રહિત મોક્ષ પ્રાપ્ત થાય. જન્મ, જરા, મરણ આદિના દુ:ખથી દોરાએલા જીવને આ સંસારમાં ક્યાંય છાંટો નથી. માટે એકાંતે મોક્ષ જ ઉપાદેય છે. ચોર્યાશી લાખ યોનિઓમાં અનંત વખત–લાંબાકાળ સુધી ભ્રમણ કરીને અત્યારે તમે તે મોક્ષ સાધવાલાયક ઘણી સામગ્રીઓ મેળવેલી છે. તો અત્યાર સુધીમાં પૂર્વે કોઈ વખત ન મેળવેલી ઉત્તમ એવી ધર્મ સામગ્રીઓ મેળવેલી છે, તો તે લોકો ! તમે તેમાં જલ્દી ઉદ્યમ કરો, વિબુધોએ—પંડિતોએ નિદેલા સંસારની પરંપરા વધારનાર એવો આ સ્નેહને તમે છોડો. અરે ! ધર્મશ્રવણ પ્રાપ્ત કરીને અનેક ક્રોડો વર્ષે અતિદુર્લભ એવો સુંદર ધર્મ, તે જો તમે અહીં સમ્યક્ પ્રકારે નહીં કરશો તો ફરી ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે. પ્રાપ્તિ થયેલ બોધિ અનુસાર અહીં જે ધર્મ પ્રવૃત્તિ કરતો નથી અને આવતા ભવમાં ધર્મ કરીશું – એમ પ્રાર્થના કરે તે ભાવિ ભવમાં કયા મૂલ્યથી બોધિ પ્રાપ્ત કરશે ? ૦ ગોવિંદ બ્રાહણને પ્રતિબોધ : પૂર્વભવના જાતિસ્મરણ થવાથી બ્રાહ્મણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું. ત્યાં છે ગૌતમ ! સમગ્ર બંધુવર્ગ અને બીજા પણ અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે, તેવા ગોવિંદ બ્રાહ્મણે કહ્યું કે, ધિક્કાર થાઓ મને, આટલા કાળ સુધી આપણે ઠગાયા, મૂઢ બન્યા, ખરેખર અજ્ઞાન મહાકષ્ટ છે. નિર્ભાગી તુચ્છ આત્માઓને ઘોર ઉગ્ર પરલોક વિષયક નિમિત્તો જેમણે જાણેલા નથી, અન્યમાં આગ્રહવાળી બુદ્ધિ કરનારા, પક્ષપાતના મોહાગ્નિને ઉત્તેજિત કરવાના માનસવાળા, રાગદ્વેષથી હણાયેલી બુદ્ધિવાળા ઇત્યાદિ દોષવાળાને આ ઉત્તમ ધર્મ સમજવો ઘણો મુશ્કેલ હોય છે. ખરેખર, આટલા કાળ સુધી મારો આત્મા ઠગાયો. આ મહાન્ આત્મા ભાર્યા થવાના બહાનાથી મારા ઘરમાં ઉત્પન્ન થયો, પણ નિશ્ચયથી તેનો વિચાર કરીએ તો સર્વજ્ઞની જેમ આ સંશયરૂપ અંધકારને દૂર કરનાર, લોકને પ્રકાશિત કરનાર, મહા માર્ગને સમ્યક્ પ્રકારે બતાવવા માટે જ પોતે પ્રગટ થયેલ છે. અરે – યજ્ઞદત્ત ! વિષ્ણુદત્ત ! યજ્ઞદેવ ! વિશ્વામિત્ર! સોમ ! આદિત્ય ! વગેરે મારા પુત્રો, દેવો અને અસુરોસહિત આખા જગતને આ તમારી માતા આદર અને વંદન કરવા યોગ્ય છે. અરે ! પુરંદર વગેરે છાત્રો ! આ ઉપાધ્યાયની ભાર્યાએ ત્રણ જગને આનંદ આપનાર, સમગ્ર પાપકર્મને બાળી ભસ્મ કરવાના સ્વભાવવાળી વાણી કહી તેને વિચારો. Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૮૩ ગુરુની આરાધના કરવામાં અપૂર્વ સ્વભાવવાળા તમારા ઉપર ગુરુ આજે પ્રસન્ન થયા છે. શ્રેષ્ઠ આત્મબળવાળા, યજ્ઞ કરવા–કરાવવા અધ્યયન કરવું, કરાવવું, ષકર્મ કરવાના અનુરાગથી તમારા ઉપર ગુરુ પ્રસન્ન થયા છે. તો હવે તમે પાંચો ઇન્દ્રિયોને જલ્દી જીતો પાપી એવા ક્રોધાદિ કષાયનો ત્યાગ કરો. વિષ્ઠા, અશુચિ, મલમૂત્ર, ઓર વગેરે કાદવયુક્ત ગર્ભાવાસથી માંડીને પ્રસૂતિ જન્મ મરણાદિ અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે સર્વે તમે હવે જાણો. – આવા અનેક વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર સુભાષિતો કહેલા એવા ચૌદ વિદ્યાના પારગામી ગોવિંદ બ્રાહ્મણને સાંભળીને જન્મ, જરા, મરણથી અતિશય ભય પામેલા ઘણાં સપુરુષો ધર્મને વિચારવા લાગ્યા. ત્યાં કેટલાક એમ બોલવા લાગ્યા કે આ શ્રેષ્ઠ ધર્મ છે, પ્રવર ધર્મ છે. એમ વળી બીજાઓ કહેવા લાગ્યા. હે ગૌતમ ! યાવત્ દરેક લોકોએ આ બ્રાહ્મણી જાતિસ્મરણવાળી છે, એમ પ્રમાણભૂત માની. ૦ ગોવિંદ બ્રાહ્મણ આદિને કેવળજ્ઞાન : ત્યારપછી બ્રાહ્મણીએ અહિંસા લક્ષણવાળા, નિઃસંદેહ, ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણધર્મને હેતુ–દૃષ્ટાંત કહેવા પૂર્વક તેઓને પરમ શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવી રીતે સમજાવ્યો. ત્યારપછી તે બ્રાહ્મણીને આ સર્વજ્ઞ છે એમ માનીને હસ્તકમલની સુંદર અંજલિ રચીને આદરપૂર્વક સારી રીતે પ્રણામ કરીને હે ગૌતમ ! તે બ્રાહ્મણી સાથે દીનતારહિત માનસવાળા અનેક નર અને નારી વર્ગે અલ્પકાળ સુખ આપનારા એવા કુટુંબ, સ્વજન, મિત્ર, બંધુ, પરિવાર, ઘર, વૈભવ આદિનો ત્યાગ કરીને શાશ્વત–મોક્ષ સુખના અભિલાષી, અતિ નિશ્ચિત દૃઢ મનવાળા, શ્રમણપણાના સમગ્ર ગુણોને ધારણ કરતા, ચૌદપૂર્વધર, ચરમ શરીરવાળા, તદ્ભવ મુક્તિગામી એવા ગણધર સ્થવિરની પાસે પ્રવજ્યા સ્વીકારી. હે ગૌતમ ! આ પ્રમાણે તેઓ અત્યંત ઘોર, વીર, તપસંયમના અનુષ્ઠાનનું સેવન, સ્વાધ્યાય, ધ્યાનાદિક પ્રવૃત્તિ કરતાં કરતાં સર્વ કર્મનો ક્ષય કરીને તે બ્રાહ્મણી સાથે કર્મરજ ખંખેરીને ગોવિંદ બ્રાહ્મણ વગેરે અનેક નર અને નારીગણ સિદ્ધિ પામ્યા. તે સર્વે મહાયશસ્વી થયા એમ કહું છું. ૦ બ્રાહ્મણીના પૂર્વભવ સંબંધી પૃચ્છા : હે ભગવંત ! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્ય જીવો – નર-નારી લોકો, જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા, તેમને સુંદર ધર્મદેશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને ઉદ્ધાર કર્યો ? હે ગૌતમ ! તેણે પૂર્વભવમાં અનેક સુંદર ભાવના સહિત શલ્ય વગરની બની જન્મથી માંડીને છેવટ સુધીના લાગેલા દોષોની શુદ્ધ ભાવો સહિત આલોયણા આપીને યથોપદિષ્ટ પ્રાયશ્ચિત્ત કર્યું. પછી સમાધિ સહિત કાળ પામીને તેના પ્રભાવથી સૌધર્મદેવલોકમાં ઇન્દ્ર મહારાજાની અગ્ર મહિષી મહાદેવીપણે ઉત્પન્ન થઈ. હે ભગવંત! શું તે બ્રાહ્મણીનો જીવ તેના આગલા ભવમાં નિર્ચથી શ્રમણી હતા Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આગમ કથાનુયોગ-૩ કે જેણે નિઃશલ્યપણે આલોચના કરીને યથોપદિષ્ટ પ્રાયશ્ચિત્ત કર્યું ? હે ગૌતમ ! તે બ્રાહ્મણીના જીવે તેના પૂર્વના ભાવમાં ઘણી લબ્ધિ તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી. જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નની મહાદ્ધિ મેળવેલી હતી. સમગ્ર ગુણોના આધારભૂત ઉત્તમ શીલાભુષણ ધારણ કરનાર શરીરવાળા, મહાતપસ્વી યુગપ્રધાન શ્રમણ અણગાર ગચ્છના સ્વામી હતા. પણ શ્રમણી ન હતા. હે ભગવંત ! કયા કર્મના વિપાકથી ગચ્છાધિપતિ થઈને તેણે સ્ત્રીપણાનું કર્મ ઉપાર્જન કર્યું? હે ગૌતમ! માયા કરવાના કારણે. હે ભગવંત ! એવું તેને માયાનું કારણ કેવું થયું કે જેનો સંસાર પાતળો પડેલો છે, તેવા આત્માને પણ સમગ્ર પાપના ઉદયથી મળનારું, ઘણાં લોકોથી નિંદિત, સુગંધી ઘણાં દ્રવ્યો, ઘી–ખાંડ સારા વસાણાનું ચૂર્ણ પ્રમાણ એકઠા કરીને બનાવેલા પાકના લાડવાના પાત્રની જે સર્વને ભોગ્ય, સમગ્ર દુઃખ અને કલેશના સ્થાનક, સમગ્ર ભૂખને ગળી જનારા, પરમ પવિત્ર ઉત્તમ એવા અહિંસા લક્ષણ સ્વરૂપ શ્રમણધર્મના વિદનભૂત, સ્વર્ગની અર્ગલા અને નરકના દ્વાર સરખી, સમગ્ર અપાય, અપકીર્તિ, કલંક, કજીયા આદિ વૈરાદિ પાપના નિધાન સ્વરૂપ નિર્મળ કુળને અક્ષમ્ય, અકાર્યરૂપ શ્યામ કાજળ સરખા કાળા કૂચડાથી કલંકિત કરનારું એવા સ્ત્રીસ્વભાવ કર્મને ગચ્છાધિપતિએ ઉપાર્જન કર્યો ? ૦ ગચ્છાધિપતિનો તથા પૂર્વનો ભવ : હે ગૌતમ ! ગચ્છાધિપતિમાં રહેલા એવા તેણે નાનામાં નાની માયા કરી ન હતી. પહેલા તે ચક્રવર્તી રાજા થઈને પરલોક ભીરું કામભોગથી કંટાળેલા એવા તેણે તણખલાની જેમ તેવી ચક્રવર્તીની સમૃદ્ધિ, ચૌદ રત્નો, નવનિધાન, ૬૪,૦૦૦ શ્રેષ્ઠ યુવતિઓ, ૩૨,૦૦૦ આજ્ઞાંકિત શ્રેષ્ઠ રાજાઓ, ૯૬ ક્રોડ ગામો યાવત્ છ ખંડનું ભારતવર્ષનું રાજ્ય, દેવેન્દ્રની ઉપમા સરખી મહારાજ્યની સમૃદ્ધિનો ત્યાગ કરીને, ઘણાં પુણ્યથી પ્રેરાએલો તે ચક્રવર્તી નિઃસંગ બનીને પ્રવજ્યા અંગીકાર કરી. અલ્પ સમયમાં સમગ્ર ગુણધારી મહાતપસ્વી શ્રતધર બન્યા. યોગ્યતા દેખીને ઉત્તમ ગુરુમહારાજાએ તેને ગચ્છાધિપતિની અનુજ્ઞા કરી. હે ગૌતમ ! ત્યાં પણ જેણે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણ્યો છે. યથોપદિષ્ટ શ્રમણધર્મને સારી રીતે પાલન કરતા, ઉગ્ર અભિગ્રહોને ધારણ કરતા, ઘોર પરિષડ– ઉપસર્ગને સહન કરતા, રાગ, દ્વેષ, કષાયોનો ત્યાગ કરતા, આગમ અનુસાર વિધિ થકી ગચ્છનું પાલન કરતા, જીંદગીપર્યત સાધ્વીએ વહોરી લાવેલનો પરિભોગ છોડતા, છકાય જીવોનો સમારંભ વર્જતા, લગાર પણ દીવ્ય ઔદારિક મૈથુન પરિણામ નહીં કરતા, આલોક કે પરલોકના સાંસારિક સુખની આશંસા ન કરતા, નિયાણું – માયા – (મિથ્યાત્વ) શલ્યથી મૂકાયેલા, નિઃશલ્યપણે આલોચના, નિંદના, ગાર્ડણાપૂર્વક યથોપદિષ્ટ પ્રાયશ્ચિત્ત સેવતા સર્વ પ્રમાદના આલંબન સર્વથી મુક્ત થયેલા, અનેક ભવમાં ઉપાર્જન કરેલા એવા નહીં ખપાવેલા કર્મરાશી જેણે ઘણાં ખપાવીને ઘણાં અલ્પ પ્રમાણવાળા સ્ત્રીપણાના કારણભૂત કર્યા છે. કર્મો, તેવા તેમને બાકી અન્યભવમાં માયા કરેલી તે નિમિત્તે બાંધેલા કર્મનો આ ઉદય થયો છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૮૫ હે ભગવંત અન્ય ભવમાં તે મહાનુભવે કેવી રીતે માયા કરી કે જેનો આવા પ્રકારનો ભયંકર કર્મોદય થયો ? હે ગૌતમ ! તે મહાનુભાવ ગચ્છાધિપતિનો જીવ ઓછા કે અધિક નહીં એવા બરાબર લાખમાં ભવ પહેલાં સામાન્ય રાજાની સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. કોઈક સમયે લગ્ન થયા પછી તરત જ તેનો ભર્તાર મૃત્યુ પામ્યો. ત્યારે તેના પિતાએ રાજકુંવરીને કહ્યું કે, હે ભદ્રે ! હું તને મારા રાજ્યમાંથી પાંચસો ગામો આપું છું. તેની આવકમાંથી તારી ઇચ્છા પ્રમાણે અંધોને, અધૂરા અંગવાળા, ન ચાલી શકતા હોય તેવા અપંગોને, ઘણી વ્યાધિ વેદનાઓથી વ્યાપ્ત શરીરવાળાને, સર્વ લોકોથી પરાભવ પામેલાઓને, દારિદ્ર, દુઃખ, દુર્ભાગ્યથી કલંકિત થયેલાઓને જન્મથી દરિદ્રો હોય તેવાને, શ્રમણોને, શ્રાવકોને, મુંઝાએલાને, સંબંધી બંધુઓને– જે કોઈને જે ઇષ્ટ હોય તેવા ભોજન, પાણી, વસ્ત્રો – ચાવતુ – ધન, ધાન્ય, સુવર્ણ, હિરણ્ય કે સમગ્ર સુખ આપનાર, સંપૂર્ણ દયા કરી અભયદાન આપ. જેનાથી હવે ભવાંતરમાં પણ સમગ્ર લોકોને અપ્રિયકારિણી સર્વને પરાભવ કરવાના સ્થાનભૂત તું ન થાય, તેમજ ગંધ, પુષ્પમાલા, તંબોલ, વિલેપન, અંગરાગ વગેરે ઇચ્છા મુજબ ભોગ અને ઉપભોગના સાધન વગરની ન થા, અપૂર્ણ મનોરથવાળી, દુઃખી જન્મ આપનારી, પત્ની, વંધ્યા, રંડા વગેરે દુઃખવાળી ન થા. ત્યારે હે ગૌતમ ! તેણીએ તહત્તિ કરીને તે વાત સ્વીકારી. પરંતુ નેત્રમાંથી હડહડ કરતાં અશ્રુજળથી જેનો કપોલભાગ ધોવાઈ રહેલો છે. ખોખરા સ્વરથી કહેવા લાગી કે વધારે બોલવાનું હું જાણતી નથી. અહીંથી આપ જઈને જલ્દી કાષ્ઠની મોટી ચિંતા તૈયાર કરાવો. જેથી મારા દેહને બાળી નાંખ. પાપિણી એવી મને હવે જીવવાનું કંઈ પ્રયોજન નથી. રખેને કદાચ કર્મ પરિણતિને આધીન થઈને મહાપાપી સ્ત્રીના ચંચળ સ્વભાવપણાના કારણે આપના આ અસાધારણ પ્રસિદ્ધ નામવાળા, આખા જગતમાં જેની કીર્તિ અને પવિત્ર યશથી ભરેલો છે એવા આપના કુળને કદાચ કલંક લગાડનારી બનું. આ મારા નિમિત્તે આપણું સર્વ કુળ મલીન બની જાય. ત્યારપછી તે રાજાએ ચિંતવ્યું કે, ખરેખર હું અધન્ય છું કે અપુત્રવાળા એવા મને આવી રત્ન સરખી પુત્રી મળી. અહો ! આ બાલિકાનો વિવેક ! અહો તેની બુદ્ધિ ! અહો તેની પ્રજ્ઞા ! અહો તેનો વૈરાગ્ય ! અહો તેનું કુલને કલંક લગાડવાનું ભીરુંપણું ! અહો ખરેખર ક્ષણે ક્ષણે આ બાલિકા વંદનીય છે, જેના આવા મહાન ગુણો છે તો જ્યાં સુધી તે મારા ઘરમાં વાસ કરશે ત્યાં સુધી મારું મહાકલ્યાણ થશે. તેને દેખવાથી, સ્મરણ કરવાથી, તેની સાથે બોલવાથી, આત્મા નિર્મળ થશે, તો પુત્ર વગરના મને આ પુત્રી પુત્રતુલ્ય છે, એમ વિચારીને રાજાએ કહ્યું હે પુત્રી ! આપણા કુળના રિવાજ પ્રમાણે કાષ્ઠની ચિંતામાં રાંડવાનું હોતું નથી. તો તું શીલ અને શ્રાવક ધર્મરૂપ ચારિત્રનું પાલન કર, દાન આપ, તારી ઇચ્છા પ્રમાણે પૌષધ ઉપવાસ આદિ કર અને ખાસ કરીને જીવદયાના કાર્યો કર. આ રાજ્ય પણ તારું જ છે, ત્યારપછી હે ગૌતમ! પિતાએ પ્રમાણે કહ્યા પછી ચિંતામાં પડવાનું માંડી વાળી મૌન રહી. [૩/૨૫ Jain ...international Page #387 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૩ પછી પિતાએ અંતઃપુરના રક્ષપાલ સેવકને સોંપી. એ પ્રમાણે કાલ–સમય વીતતા કોઈક સમયે તે રાજા મૃત્યુ પામ્યો. કોઈક સમયે મહાબુદ્ધિશાળી મંત્રીઓએ એકઠા થઈ નિર્ણય કર્યો કે આ કુંવરીનો જ અહીં રાજ્યાભિષેક કરવો. પછી રાજ્યાભિષેક કર્યો. હે ગૌતમ! ત્યારપછી દરરોજ તેણી સભા મંડપમાં બેસતી હતી. ૩૮૬ હવે કોઈક સમયે ત્યાં રાજસભામાં ઘણાં બુદ્ધિજનો, વિદ્યાર્થીઓ, ભટ્ટ, ડિગ, મુસદ્દી, ચતુર, વિચક્ષણ, મંત્રીજનો, મહંતો વગેરે સેંકડો પુરુષોથી ખીચોખીચ આ સભામંડપના મધ્યભાગમાં રાજસિંહાસન પર બેઠેલ, કર્મ પરિણતિને આધીન થયેલ રાજકુંવરીએ રાગસહિત અભિલાષવાળા નેત્રથી સર્વોત્તમ રૂપ–લાવણ્ય—શોભાની સંપત્તિવાળા જીવાદિક પદાર્થોના સુંદર જ્ઞાનવાળા એક ઉત્તમકુમારને જોયા. ૦ કુમારવર પ્રબંધ : હે ગૌતમ ! કુમાર તેના મનોગત ભાવ સમજી ગયો. તે વિચારવા લાગ્યો કે, મને દેખીને આ બિચારી રાજકુંવરી ઘોર અંધકારપૂર્ણ અને અનંત દુઃખદાયક પાતાલમાં પહોંચી ગઈ. તો ખરેખર હું અધન્ય છું કે આવા પ્રકારના રાગ ઉત્પન્ન થવાના યંત્ર સરખા, પુદ્દગલ સમૂહવાળા મારા દેહને જોઈને પતંગીયા માફક કામદીપકમાં ઝંપલાવે છે. હવે મારે જીવીને શું કરવું ? તો હવે હું જલ્દી આ પાપ શરીરને વોસિરાવું. આ માટે અતિ દુષ્કર પ્રાયશ્ચિત્ત કરીશ. સમગ્ર અંગનો ત્યાગ કરવા સ્વરૂપ સમગ્ર પાપનો વિનાશ કરનાર અણગાર ધર્મને અંગીકાર કરીશ. અનેક પૂર્વભવોના એકઠાં કરેલા, દુઃખે કરીને છોડી શકાય તેવા પાપબંધનના સમૂહને શિથિલ કરીશ. આવા અવ્યવસ્થિત જીવલોકને ધિક્કાર થાઓ કે જેમાં ઇન્દ્રિયોનો વર્ગ આ રીતે પરાધીન થાય છે. અહો કેવી કમનસીબી છે કે લોક પરલોકના નુકસાન તરફ નજર કરતો નથી. અહો એક જન્મ માટે ચિત્તનો દુરાગ્રહ કેવો થયો છે ? અહો કાર્યકાર્યની અજ્ઞાનતા, અહો મર્યાદારહિતપણું, અહો તેજરહિતપણું, અહો લજ્જાનો પણ જેણે ત્યાગ કર્યો છે, અરેરે મારા સરખાને આ સ્થિતિમાં ક્ષણવાર પણ વિલંબ કરવો ઉચિત નથી. દુઃખે કરીને અટકાવી શકાય તેવા તત્કાળ પાપનું આગમન થતું હોય તેવા સ્થાનમાં રહેવું તે જોખમ ગણાય. હા, હા, હા, હે નિર્લજ્જ શત્રુ ! અધન્ય એવા આઠ કર્મરાશિ આ રાજબાલિકાને અત્યારે ઉદયમાં આવેલા છે. આ મારા કોઠાર સરખા પાપશરીરનું રૂપ દેખવાથી તેના નેત્રોમાં રાગની અભિલાષા થઈ. હવે આ દેશનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા અંગીકાર કરું. એમ વિચારીને કુમારવરે કહ્યું કે— હું શલ્યરહિત બની આપ સર્વેની ક્ષમા માંગુ છું અને મારો કોઈ અજાણમાં પણ અપરાધ થયો હોય તો દરેકે ક્ષમા આપવી ત્રિવિધ–ત્રિવિધે ત્રિકરણ શુદ્ધિથી સભામંડપમાં રહેલા રાજકુળ અને નગરજનો આદિ સર્વેની ક્ષમા માંગુ છું. એમ કહીને તે રાજકુળમાંથી બહાર નીકળી ગયો. પોતાના રહેઠાણે પહોંચી ગયો. ત્યાંથી માર્ગમાં ખાવા માટેનું પાથેય ગ્રહણ કર્યું. ફીણના જથ્થાના તરંગ સમાન સુકુમાલ સફેદ વસ્ત્રના બે ખંડ કરીને પહેર્યા. સજ્જનના હૃદય સમાન સરલ નેતર લતાની સોટી અને અર્ધઢાલ હાથમાં ગ્રહણ કરી. Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૮૭ ત્યારપછી ત્રણે ભુવનના અદ્વિતીય ગુરુ એવા અરિહંત ભગવંતો, જગતુમાં સહુથી શ્રેષ્ઠ ધર્મતીર્થકરોની યથોક્ત વિધિથી સંસ્તવના, વંદના, સ્તુતિ, નમસ્કાર કરીને ચાલ– ચાલ કર્યા કર્યું. એમ ચાલતા–ચાલતા તે કુમાર ઘણાં દૂર દેશાંતરમાં પહોંચ્યા. જ્યાં હિરણ્યક્કર્ડી નામની રાજધાની હતી. તે રાજધાનીમાં રહીને વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યના આવવાના સમાચાર મેળવવા માટે કુમાર શોધ કરતો હતો અને વિચારતો હતો કે જ્યાં સુધી વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યનો યોગ ન થાય ત્યાં સુધી મારે અહીં રોકાઈ જવું. એમ વિચારતા કેટલાક દિવસો પસાર થયા. – ઘણાં દેશમાં વિસ્તાર પામેલી કીર્તિવાળા ત્યાંના રાજાની સેવા કરું એમ મનમાં મંત્રણા ગોઠવીને રાજાને મળ્યો. કરવા યોગ્ય નિવેદન કર્યું. રાજાએ સન્માન્યો. સેવા મેળવી. કોઈક સમયે પ્રાપ્ત થયેલા અવસરે તે કુમારને તે રાજાએ પૂછયું કે, હે મહાનુભવ! મહાસત્ત્વશાલિન્ ! આ તારા હાથમાં કોના નામનું અલંકૃત્ મુદ્રારત્ન શોભી રહેલું છે ? આટલા કાળ સુધી તે કયા રાજાની સેવા કરી ? અથવા તો તારા સ્વામીએ તારો અનાદર કેવી રીતે કર્યો ? કુમારે રાજાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જેના નામથી અલંકૃતુ આ મુદ્રારત્ન છે તેની મેં આટલા કાળ સુધી સેવા કરી. ત્યારપછી રાજાએ પૂછયું કે, તેને કયા શબ્દના નામથી બોલાવાય છે? કુમારે કહ્યું કે, જમ્યા વિના હું તે ચક્ષકશીલ અધમનું નામ ઉચ્ચારીશ નહીં ત્યારે રાજાએ પૂછયું કે, અરે મહાસત્વશાલિન્ ! એ ચક્ષુકુશીલ એવા શબ્દોથી કેમ સંબોધાય છે? તેમજ જમ્યા વિના તેનું નામ ન ઉચ્ચારવાનું શું કારણ છે? કુમારે કહ્યું ચક્ષુકુશીલ એવું નામ શબ્દપૂર્વક ઉચ્ચારીશ નહીં, કોઈ બીજા સ્થાનમાં કદાપિ તમને પ્રત્યક્ષ ખાતરી થશે. વળી કોઈ બીજા ફરસદના સમયે તે હકીકત કહીશ. જમ્યા વિના તેના નામનો શબ્દ ન બોલવો તે કારણે મેં તેમનું નામ ન ઉચ્ચાર્યું. કદાચ જમ્યા વિના તે ચક્ષકશીલ અધમનું નામ બોલું તો તે દિવસે ભોજન-પાનની પ્રાપ્તિ ન થાય. ત્યારે હે ગૌતમ ! અતિ વિસ્મય પામેલા રાજાએ કુતૂહલ વડે જલ્દી રસોઈ મંગાવી. રાજકુમાર અને સર્વ પરિવાર સાથે ભોજન મંડપમાં બેઠો. અઢાર પ્રકારના મિષ્ટાન્ન, ભોજન, સુખડી, ખાજા અને વિવિધ પ્રકારની આહારની સામગ્રી મંગાવી. આ સમયે પણ રાજાને કુમારે કહ્યું કે, ભોજન કર્યા પછી કહીશ. રાજાએ ફરી કહ્યું કે, હે મહાસત્ત્વવાન્ ! જમણાં હાથમાં કોળીયાને ધારણ કરેલો છે, હવે નામ બોલો. કદાચ જો આ સ્થિતિમાં રહેલા આપણને કોઈ વિદન થયા તો અમને પણ તેની પ્રત્યક્ષ ખાતરી થાય. એટલે નગર સહિત સર્વે તમારી આજ્ઞાથી આત્મહિતની સાધના કરીએ. ત્યારપછી હે ગૌતમ ! તે કુમારે કહ્યું કે, તે ચક્ષુકુશીલધામ, દુરંત–પ્રાંત લક્ષણવાળા, ન દેખવાલાયક, દુર્થાત જન્મવાળા, તેનું આવું–આવું અમુક શબ્દથી બોલવાલાયક નામ છે. ત્યારપછી હે ગૌતમ ! જેટલામાં તે કુમારવર આ નામ બોલ્યો, તેટલામાં પહેલા ખબર ન પડે તેમ અણધારેલી રીતે અકસ્માત તે જ ક્ષણે તે રાજધાની ઉપર શત્રુ સૈન્ય ઘેરાઈ વળ્યું. બખ્તર પહેરીને સજ્જ થયેલા, ઊંચે ધ્વજા ફરકાવતા તીક્ષ્ણ ધારદાર તલવાર, ભાલા, ચકચકાટ કરતા ચક્ર વગેરે હથિયારો જેના અગ્ર હસ્તમાં Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ આગમ કથાનુયોગ-૩ રહેલા છે, હણો–હણો એવા હણવાના શબ્દોથી ભયંકર, ઘણાં યુદ્ધોના સંઘર્ષમાં કોઈ વખત પીઠ ન બતાવનાર, જીવનનો અંત કરનારા, અતુલબલ પરાક્રમી, મહાબલવાન, શત્રુસૈન્યના યોદ્ધાઓ ધસી આવ્યા. આ સમયે કુમારના ચરણમાં નમી પડીને પ્રત્યક્ષ દેખેલા પ્રમાણથી મરણના ભયથી આકુળ થવાના કારણે પોતાના કુલઝમાગત પુરુષકારની ગણના કર્યા વિના રાજા પલાયન થઈ ગયો. એક દિશા પ્રાપ્ત કરીને પરિવાર સહિત તે રાજા નાસવા લાગ્યો. હે ગૌતમ ! તે સમયે કુમારે ચિંતવ્યું કે મારા કુલક્રમમાં પીઠ બતાવવી એવું કોઈથી બનેલું નથી. બીજી બાજુ અહિંસા લક્ષણ ધર્મને જાણનાર તેમજ પ્રાણાતિપાતના કરેલા પ્રત્યાખ્યાનવાળા મને કોઈના ઉપર પ્રહાર કરવો યોગ્ય નથી. તો હવે મારે અત્યારે શું કરવું ? અથવા અગારવાળા ભોજન–પાનના ત્યાગના પચ્ચક્ખાણ કરું? એક દૃષ્ટિ માત્રથી કુશીલનું નામ ગ્રહણ કરવામાં પણ આટલું મોટું નુકસાનકારક કાર્ય ઊભું થયું. તો અત્યારે હવે મારા શીલની પરીક્ષા પણ અહીં કરવી, એમ વિચારીને કુમાર કહેવા લાગ્યો – જો વાચા માત્રથી કુશીલ હોઉં તો આ રાજધાનીમાંથી ક્ષેમ કુશળ અક્ષત શરીરવાળો નીકળી શકીશ નહીં. જો હું મન, વચન, કાયા એમ ત્રણ પ્રકારથી સર્વથા શીલયુક્ત હોઉં તો મારા ઉપર આ અતિ તીણ ભયંકર, જીવનનો અંત કરનાર હથિયારના ઘા ન થશો. “નમો અરિહંતાણં – નમો અરિહંતાણં' એમ બોલીને કેટલામાં શ્રેષ્ઠ તોરણવાળા દરવાજાના દ્વાર તરફ ચાલવા લાગ્યા, જેટલામાં હજુ થોડાં ભૂમિભાગમાં પગલા માંડતો હતો, તેટલામાં શોરબકોર કરતાં કોઈકે કહ્યું કે, ભિક્ષુકના વેશમાં આ રાજા જાય છે. એમ કહીને આનંદમાં આવી જઈને કહેવા લાગ્યો – “હણો-હણો”, “મારોમારો' ઇત્યાદિક શબ્દો બોલતા તલવાર વગેરે હથિયારો ઊંચકીને પ્રવર બળવાળો યોદ્ધાઓ દોડી આવ્યા. - અત્યંત ભયંકર, જીવનો અંત કરનાર, શત્રુ સૈન્યના યોદ્ધા ધસી આવ્યા ત્યારે ખેદ વગરના ધીમે ધીમે નિર્ભયપણે ત્રાસ પામ્યા વિના અદીનમનવાળા કુમારે કહ્યું કે, અરે દુષ્ટ પુરષો ! આવા ઘોર તામસ ભાવથી તમે મારી પાસે આવો. અનેક વખત શુભ અધ્યવસાયથી એકઠાં કરેલા પુણ્યની પ્રકર્ષતાવાળો હું એ જ છું. અમુક રાજા તમારો સાચો શત્રુ છે. તમે એમ ન બોલશો કે, અમારા ભયથી રાજા અદૃશ્ય થયો છે. જો તમારામાં શક્તિ પરાક્રમ હોય તો પ્રહાર કરો. એટલામાં આટલું બોલ્યા, તેટલામાં તે જ ક્ષણે તે સર્વે થંભી ગયા. હે ગૌતમ ! શીલાલંકૃત પુરૂષની વાણી દેવતાઓને પણ અલંઘનીય છે. તે નિશ્ચલ દેહવાળો થયો. ત્યારપછી ધર્ કરતો મૂછ પામીને ચેષ્ટારહિત થઈને ભૂમિ ઉપર તે કુમાર ઢળી પડ્યો. હે ગૌતમ ! એ અવસરે કપટી અને માયાવી તે અધમરાજાએ સર્વભ્રમણ કરતા લોકોને અને સર્વત્ર રહેલા એવા ધીર, સમર્થ, ભીરું, વિચક્ષણ, મૂર્ખ, શૂરવીર, કાયર, ચતુર, ચાણક્ય સરખા બુદ્ધિશાળી, બહુ પ્રપંચોથી ભરેલા, સંધી કરાવનારા, વિગ્રહ કરાવનારા, ચતુર રાજસેવકો વગેરે પુરુષોને કહ્યું કે, અરે ! આ રાજધાનીમાંથી તમે જલ્દી હીરા, નીલમ, સૂર્યકાંત–ચંદ્રકાંત મણિ, શ્રેષ્ઠ મણિ અને રત્નના ઢગલાઓ, હેમ અર્જુન, Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૮૯ તપનીય જાંબુનદ વગેરે સુવર્ણાદિ લાખ ભાર પ્રમાણ ગ્રહણ કરો. – વધારે કેટલું કહેવું ? વિશુદ્ધ બહુ જાતિવંત એવા મોતીઓ, વિદ્ગમ–પરવાળા વગેરે લાખો ખારિ પ્રમાણથી ભરપૂર ભંડાર ચતુરંગ સેનાને આપી દ્યો, ખાસ કરીને તે સુગ્રહિત – સવારના પહોરમાં ગ્રહણ કરવા લાયક નામવાળા એવા તે પુરુષસિંહ, વિશુદ્ધ શીલવાળા ઉત્તમકુમારના સમાચાર લાવો, જેથી હું શાંતિ પામું. ૦ કુમારવરની પ્રવજ્યા અને કેવલજ્ઞાન : ત્યારપછી રાજાને પ્રણામ કરીને તે રાજસેવક પુરુષો ઉતાવળા ઉતાવળા વેગથી, ચપળતાથી, પવનસરખી ગતિથી, ચાલે તેવા ઉત્તમ પ્રકારના અશ્વો પર આરૂઢ થઈને વનમાં, ઝાડીમાં, પર્વતની ગુફાઓમાં, બીજા એકાંત પ્રદેશમાં ગયા. ક્ષણવારમાં રાજધાનીમાં પહોંચ્યા. ત્યારે જમણી અને ડાબી ભુજાના કરપલ્લવથી મસ્તકના કેશનો લોચ કરતો કુમાર જોવામાં આવ્યો. તેની આગળ સુવર્ણના આભુષણો અને વસ્ત્ર સજાવટ યુક્ત દશે દિશાઓને પ્રકાશિત કરતા જય-જયકારના મંગલ શબ્દો ઉચ્ચારતા, રજોહરણ પકડેલા અને હસ્તકલની રચેલી અંજલિયુક્ત દેવતાઓ તેમને દેખીને વિસ્મય પામેલા મનવાળા લેપકર્મની બનાવેલી પ્રતિમાની જેમ સ્થિર ઊભા રહ્યા. આ સમયે હે ગૌતમ ! હર્ષપૂર્ણ હૃદય અને રોમાંચ કંચુકથી આનંદિત થયેલા શરીરવાળા આકાશમાં રહેલા પ્રવચન દેવતાએ “નમો અરિહંતાણં” એમ ઉચ્ચારણ કરીને તે કુમારને આ પ્રમાણે કહ્યું કે જેઓ મુષ્ઠિના પ્રહાર માત્રથી મેરુને ચૂરી નાખી શકે છે, પૃથ્વીને પી જાય છે, ઇન્દ્રને સ્વર્ગમાં ઢાળી શકે છે, ક્ષણવારમાં ત્રણે ભુવનનું પણ શિવ–કલ્યાણ કરનાર થાય છે. પરંતુ તેવો પણ અક્ષત શીલવાળાની તુલનામાં આવી શકતો નથી. ખરેખર તે જ જન્મેલો છે એમ ગણાય, તે જ ત્રણે ભુવનને વંદન કરવા યોગ્ય છે તે જ પુરુષ કે સ્ત્રી ગમે તે હોય જે કુળમાં જન્મ પામીને શીલનું ખંડન કરતા નથી, પરમ પવિત્ર સત્પષોથી સેવિત, સમગ્ર પાપનો નાશ કરનાર, સર્વોત્તમ સુખનો ભંડાર, એવું સત્તર પ્રકારનું શીલ જય પામો. એમ બોલીને હે ગૌતમ ! પ્રવચન દેવતાઓએ કુમાર પર પુષ્પની વૃષ્ટિ કરી, ફરી પણ દેવતાઓ કહેવા લાગ્યા કે જગના અજ્ઞાની આત્માઓ પોતાના કર્મથી કષાયિત કે દુઃખી થયા હોય તો દેવભાગ્ય કે દેવતાને દોષ આપે છે. પોતાના આત્માને ગુણોમાં સ્થાપન કરતો નથી. દુઃખ સમયે સમતામાં રમણ કરતો નથી. સુખો ફોગટના મફતીયા મળી જાય તેવી યોજના સ્વીકારે છે, આ દેવ–ભાગ્ય મધ્યસ્થ ભાવમાં રહેનાર, સમાન રીતે દરેકને જોનાર અને તેમાં સર્વલોક વિશ્વાસ રાખનાર હોય છે. જે જે કંઈપણ કર્માનુસારે પ્રાપ્ત થાય છે, તેનો નિલેપ કે ત્યાગ દેવ કરાવતો નથી. તો હવે તમે સર્વજનો બોધ પામો અને સર્વોત્તમ શીલગુણથી મહર્બિક એવા કુમારના ચરણકમળમાં તામસ ભાવરહિત બની પ્રણામ કરો, એમ બોલી દેવતા અદૃશ્ય થયા. આ પ્રસંગ દેખીને તે ચતુર રાજપુરુષોએ જલ્દી રાજા પાસે પહોંચીને જોએલા વૃતાંત નિવેદન કર્યો. તે સાંભળીને ઘણા વિકલ્પો રૂ૫ તરંગમાલા વડે પુરાતા હૃદય Page #391 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ સાગરવાળો હર્ષ અને વિષાદ પામેલો હોવાથી ભયસહિત ઊભો થયો. ત્રાસ અને વિસ્મયયુક્ત હૃદયવાળો રાજા ધીમે ધીમે ગુપ્ત સુરંગના નાના દ્વારથી કંપતા સર્વ ગાત્રવાળો, મહા કૌતુકથી કુમાર દર્શનની અત્યંત ઉત્કંઠાવાળો તે પ્રદેશમાં આવ્યો. સુગૃહીત નામવાળા મહાયશસ્વી મહાસત્ત્વવાળા મહાનુભાવ કુમારના રાજાએ દર્શન કર્યા. અપ્રતિપાતિ મહાઅવધિજ્ઞાનના પ્રત્યયથી સંખ્યાતીત ભવોના અનુભવેલા સુખ–દુઃખો સમ્યકત્વાદિની પ્રાપ્તિ, સંસાર, સ્વભાવ, કર્મબંધ, તેની સ્થિતિ, તેથી મુક્તિ કેમ થાય ? વૈર બંધવાળા રાજાદિને અહિંસા લક્ષણ પ્રમાણ ધર્મનો ઉપદેશ આપે છે. ૩૯૦ – સુખપૂર્વક બેઠેલા સૌધર્માધિપતિ ઇન્દ્ર મહારાજાએ મસ્તક પર ધરી રાખેલા સફેદ છત્રવાળા કુમારને દેખીને પૂર્વે કોઈપણ વખત ન દેખેલું એવું આશ્ચર્ય દેખીને પરિવાર સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી. શત્રુ ચક્રાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો અને દીક્ષા અંગીકાર કરી. આ સમયે ચારે નિકાયના દેવોએ સુંદર સ્વરવાળી ગંભીર દુંદુભિનો મોટો શબ્દ કર્યો અને પછી ઉદ્ઘોષણા કરી છે - હે કર્મની આઠ ગાંઠોની ચુરો કરનાર ! પરમેષ્ઠિન્ ! મહાયશવાળા ! ચારિત્ર, દર્શન, જ્ઞાનસહિત તમે જય પામો. આ જગતમાં એક તે માતા ક્ષણે ક્ષણે વંદનીય છે, જેના ઉદરમાં મેરુપર્વત સરખા મહામુનિ ઉત્પન્ન થઈને વસ્યા. એમ કહીને સુગંધી પુષ્પોની વૃષ્ટિ છોડતાં ભક્તિપૂર્ણ હૃદયવાળા હસ્તકમળની અંજલિ જેઓએ રચેલી છે. એવા ઇન્દ્રો સહિત દેવસમુદાયો આકાશમાંથી નીચે ઉતરી આવ્યા. હે ગૌતમ ! ત્યારપછી કુમારના ચરણકમળ નજીક દેવસુંદરીઓએ નૃત્ય કર્યું. ફરી–ફરી ઘણી સ્તવના કરી. નમસ્કાર કરી લાંબા સમય સુધી પર્યાપાસના કરી દેવસમુદાય સ્વસ્થાનકે ગયો. હે ભગવંત ! તે મહાયશવાળા સુગ્રહીત નામ ધારણ કરવાવાળા કુમાર મહર્ષિ આવા પ્રકારના સુલભબોધિ કેવી રીતે થયા ? હે ગૌતમ ! અન્ય જન્મમાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ કર્યો હતો. તે નિમિત્તે જીવનપર્યંત ગુરુના ઉપદેશથી મૌન વ્રત ધારણ કર્યું હતું. બીજું સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકો કહેલા છે તે આ પ્રમાણે :- (૧) અપ્લાય, (૨) અગ્નિકાય, (૩) મૈથુન. આ ત્રણે સર્વ ઉપાયોથી સાધુએ ખાસ વર્લ્ડવા જોઈએ. તેણે પણ તે રીતે સર્વથા વર્જેલા હતા. તે કારણે તે સુલભબોધિ થયા. - ૦ ગચ્છાધિપતિના પૂર્વભવરૂપ સ્રી નરેન્દ્ર : હવે કોઈક સમયે હે ગૌતમ ! ઘણાં શિષ્યોથી પરિવરેલા તે કુમારમહર્ષિએ છેલ્લા સમયે દેહ છોડવા માટે સમેતશિખર પર્વતના શિખર તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતા– કરતા કાલક્રમે તે જ માર્ગે ગયા કે જ્યાં તે રાજકુલબાલિકાવરેન્દ્ર ચક્ષુકુશીલ હતી. રાજમહેલમાં સમાચાર આવ્યા. તે ઉત્તમ ઉદ્યાનમાં તે સ્રીનરેન્દ્ર વંદન કરવા માટે આવી. કુમારમહર્ષિને પ્રણામ કરીને સપરિવાર યથોચિત ભૂમિસ્થાને તે સ્ત્રી નરેન્દ્ર બેઠી. મુનિશ્વરે પણ ઘણાં વિસ્તારથી ધર્મદેશના કરી. ધર્મદેશના સાંભળી ત્યારપછી સપરિવાર સ્ત્રીનરેન્દ્ર નિઃસંગતા ગ્રહણ કરવા તૈયાર થયો. (થઈ). Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૯૧ હે ગૌતમ ! તે સ્ત્રીનરેન્દ્ર દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી, દુષ્કરતપ, સંયમ, અનુષ્ઠાન ક્રિયામાં રમણતા કરનાર એવા તે સર્વે કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવમાં મમત્ત્વ રાખ્યા વિના વિહાર કરતા હતા. ચક્રવર્તી, ઇન્દ્ર વગેરેની દ્ધિ સમુદાયના શરીર સુખમાં કે સાંસારિક સુખમાં અત્યંત નિસ્પૃહભાવ રાખનાર એવા તેમનો કેટલોક સમય પસાર થયો. વિહાર કરતાં-કરતાં સમેત પર્વતના શિખર નજીક આવ્યા. હે ગૌતમ ! ત્યારપછી તે કુમારમહર્ષિએ રાજકુમાર બાલિકા નરેન્દ્રશ્રમણીને કહ્યું કે હે દુષ્કરકારિકે ! તું શાંત ચિત્તથી સર્વભાવથી અંતઃકરણપૂર્વક તદ્દન વિશુદ્ધ શલ્ય વગરની આલોચના જલ્દી આપ કારણ કે અત્યારે અમો સર્વ દેહનો ત્યાગ કરવા માટે કટિબદ્ધ લક્ષવાળા થયા છીએ. નિઃશલ્ય આલોચના, નિંદા, ગ યથોક્ત શુદ્ધાશયપૂર્વક જે પ્રમાણે શાસ્ત્રોમાં ભગવંતે ઉપદેશેલું છે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરીને શલ્યનો ઉદ્ધાર કરીને કલ્યાણ જોયેલું છે જેમાં એવી સંલેખના કરવી છે. ત્યારપછી રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીએ યથોક્ત વિધિથી સર્વ આલોચના કરી, ત્યારપછી બાકી રહેલી આલોચના તે મહામુનિએ યાદ કરાવી આપી કે, તે સમયે રાજસભામાં તું બેઠેલી હતી ત્યારે ગૃહસ્થ ભાવમાં રાગ સહિત તેમજ સ્નેહાભિલાષથી મને નિરખ્યો હતો તે વાતની આલોચના હે દુષ્કરકારિકે ! તું કર, જેથી તારી સર્વોત્તમ શુદ્ધિ થાય. - ત્યારપછી તેણે મનમાં ખેદ પામીને અતિ ચપળ આશય તથા કપટનું ઘર એવી પાપ સ્ત્રી સ્વભાવના કારણે આ સાધ્વી સમુદાયમાં નિરંતર વાસ કરનારી અમુક રાજાની પુત્રી ચકુશીલ અથવા કુદૃષ્ટિ કરનારી છે એવી મારી ખ્યાતિ રખે થઈ જાય તો ? એમ વિચારીને હે ગૌતમ ! તે નિર્ણાગિણી શ્રમણીએ કહ્યું કે, હે ભગવંત ! આવા કારણોથી મેં તમોને રાગવાળી દૃષ્ટિથી જોયા ન હતા, કે ન હું તમારી અભિલાષા કરતી હતી. પણ જે પ્રકારે તમો સર્વોત્તમ રૂપ, તારુણ્ય, યૌવન, લાવણ્ય, કાંતિ, સૌભાગ્ય કળાનો સમુદાય, વિજ્ઞાન, જ્ઞાનાતિશય વગેરે ગુણોની સમૃદ્ધિથી અલંકૃત છો તે પ્રમાણે વિષયોમાં નિરભિલાષી અને વૈર્યવાળા તે પ્રમાણે છો કે નથી, તેમ તમારું માપ તોલવા માટે રાગ સહિત અભિલાષવાળી નજર જોડી હતી. પણ રાગાભિલાષાની ઇચ્છાથી દૃષ્ટિ કરી ન હતી. અથવા આજ આલોચના થાઓ. આમાં બીજો કયો દોષ છે ? મને પણ આ ગુણ કરનારો થશે. તીર્થમાં જઈને માયાકપટ કરવાથી શું વધારે ફાયદો ? કુમારમુનિ વિચારવા લાગ્યા કે, અત્યંત મહાસંવેગ પામેલ એવી સ્ત્રીને સો સોનૈયા કોઈ આપે તો સંસારમાં સ્ત્રીઓનો કેવો ચપલ સ્વભાવ છે, એમ ચિંતવીને મુનિવરે કહ્યું કે, ચપળ સ્વભાવવાળી પાપી સ્ત્રીઓને ધિક્કાર થાઓ. જુઓ જુઓ! આટલા માત્ર ટૂંકા સમયમાં કેવા પ્રકારનું કપટ કેળવ્યું ? – અહો આ દુર્જન ચપળ સ્ત્રીઓના ચલ, ચપલ, અસ્થિર, ચંચલ સ્વભાવો ! એકના વિશે માનસ ના સ્થાપનારી, એક ક્ષણ પણ સ્થિર મન ન રાખનારી, અહો દુષ્ટ જન્મવાળી, અહો સમગ્ર અકાર્ય કરનારી, ભાંડનારી, સ્કૂલના પામનારી, અહો સમગ્ર અપયશ અપકીર્તિને વૃદ્ધિ પમાડનારી અહો પાપકર્મ કરવાના અભિમાની આશયવાળી, Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ આગમ કથાનુયોગ-૩ પરલોકમાં અંધકારની અંદર ઘોર ભયંકર ખણજ, ઉકળતા કડાયામાં તેલમાં તળાવાનું, શાલ્મલી વૃક્ષ-કુંભમાં રંધાવાનું વગેરે દુઃખ સહન કરવા પડે તેવી નારકીમાં જવું પડશે એના ભય વગરની ચંચળ સ્ત્રીઓ હોય છે. આ પ્રમારે કુમાર શ્રમણ મનમાં ઘણો ખેદ પામ્યા. તેની વાતનો સ્વીકાર ન કરતા ધર્મમાં એકરસિક એવા કુમારમુનિ અતિ પ્રશાંત વદનથી પ્રશાંત મધુર વર્ણોથી ધર્મદેશના કરવા પૂર્વક રાજકુલ બાલિકા નરેન્દ્રશ્રમણીને કહ્યું કે, હે દુષ્કરકારિકે ! આવા માયાના વચનો બોલીને અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટદાયક, દુષ્કર તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે કરીને જે તે સંસાર ન વધે તેવો મોટો પુણ્યપ્રકર્ષ એકઠો કરેલો છે, તેને નિષ્ફળ ન કર. અનંત સંસાર આપનાર એવા માયા દંભ કરવાનું કોઈ પ્રયોજન નથી. નિઃશંકપણે આલોચના કરીને તારા આત્માને શલ્ય વગરનો કર અથવા જેમ અંધકારમાં નદીનું નૃત્ય નિરર્થક થાય છે. ધમેલું સુવર્ણ એક જોરવાળી ફંક માત્રમાં તેની કરેલી મહેનત નિરર્થક જાય છે. - તે પ્રમાણે અત્યાર સુધી રાજગાદી અને સ્વજનાદિકનો ત્યાગ કરી, કેશલોચ કર્યો. ભિક્ષાભ્રમણ, ભૂમિશચ્યા કરવી, બાવીશ પરિષહ સહેવા, ઉપસર્ગ સહેવા, એ વગેરે જે કલેશો સહન કર્યા તે સર્વ કરેલા ચારિત્ર અનુષ્ઠાનો તારા નિરર્થક થશે. ત્યારે તે નિર્માગીએ જવાબ આપ્યો કે, હે ભગવંત ! શું આપ એમ માનો છો કે આપની સાથે કપટથી વાત કરું છું. વળી ખાર્સ કરીને આલોચના આપતી વખતે આપ સાથે કપટ કરાય જ નહીં. આ મારી વાત નિઃશંક સાચી માનો. કોઈ પ્રકારે તે વખતે બીલકુલ મેં નેહરાગની અભિલાષાથી કે રાગ કરવાની અભિલાષાથી કે રાગ કરવાની અભિલાષાથી આપની તરફ દૃષ્ટિ કરી ન હતી, પરંતુ આપની પરીક્ષા કરવા, તમે કેટલા પાણીમાં છો, શીલમાં કેટલા દૃઢ છો તેની પરીક્ષા કરવા માટે નજર કરી હતી. એમ બોલતી કર્મપરિણતિને આધીન થયેલી બદ્ધ, પૃષ્ટ, નિકાચિત, એવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ્ત્રીનામકર્મ ઉપાર્જન કરી વિનાશ પામી. - હે ગૌતમ! કપટ કરવાના સ્વભાવથી તે રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીએ ઘણા લાંબાકાળનો નિકાચિત સ્ત્રીવેદ ઉપાર્જન કર્યો. ત્યારપછી હે ગૌતમ ! શિષ્યગણ પરિવાર સહિત મહાઆશ્ચર્યભૂત સ્વયંબુદ્ધ કુમારમહર્ષિએ વિધિપૂર્વક આત્માની સંખના કરીને એક માસનું પાદપોપગમન અનશન કર્યું. કરીને સમેત પર્વતના શિખર ઉપર કેવલીપણે શિષ્યગણના પરિવાર સાથે નિર્વાણ પામી મોક્ષે ગયા. ૦ રાજકુલ બાલિકા નરેન્દ્રનું ભવભ્રમણ : હે ગૌતમ ! તે રાજકુલબાલિકા નરેન્દ્ર શ્રમણી તે માયાશલ્યના ભાવદોષથી વિદ્યકુમાર દેવલોકમાં સેવક દેવોમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને ફરી ફરી ઉત્પન્ન થતી અને મૃત્યુ પામતી મનુષ્ય અને તિર્યંચગતિમાં સમગ્ર દૌર્ભાગ્ય, દુઃખ, દારિદ્ર પામતી, સમગ્ર લોકથી પરાભવ–અપમાન, તિરસ્કાર પામતી, પોતાના કર્મના ફળને અનુભવતી હે ગૌતમ ! યાવત્ કોઈ પ્રકારે કર્મનો ક્ષયોપશમ – ઓછો થવાના કારણે ઘણા ભવો ભ્રમણ Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૯૩ કર્યા પછી આચાર્યપદ પ્રાપ્ત કરીને નિરતિચાર શ્રમણપણે યથાર્થ પરિપાલન કરીને સર્વ સ્થાનમાં સર્વ પ્રમાદના આલંબનથી મુક્ત થઈને સંયમક્રિયામાં ઉદ્યમ કરીને તે ભવમાં માયાથી કરેલા ઘણાં કર્મો બાળીને ભસ્મ કરીને હવે માત્ર અંકુર સરખો ભવ બાકી રાખેલો છે. – તો પણ હે ગૌતમ! જે તે સમયે રાગવાળી દૃષ્ટિની આલોચના ન કરી તે કર્મના દોષથી બ્રાહ્મણની સ્ત્રીપણે ઉત્પન્ન થઈ. તે રાજકુલબાલિકા નરેન્દ્ર શ્રમણીનો જીવ નિર્વાણ પામ્યો. હે ભગવંત ! જે કોઈ શ્રમણપણાનો ઉદ્યમ કરે તે એક વગેરે – યાવત્ – સાત, આઠ ભવોમાં નક્કી સિદ્ધિ પામે તો પછી આ શ્રમણીને કેમ ઓછા કે અધિક નહીં એવા લાખો ભવો સુધી સંસાર ભ્રમણ કરવું પડ્યું ? હે ગૌતમ ! જે કોઈ નિરતિચાર શ્રમણપણું નિર્વાહ કરે તે નક્કી એકથી માંડીને આઠ ભવ સુધીમાં સિદ્ધિ પામે. જે કોઈ સૂક્ષ્મ કે બાદર જે કોઈ માયા શલ્યવાળા હોય, અપ્લાયનો ભોગવટો કરે, તેઉકાયનો ભોગવટો કરે, મૈથુન કાર્ય કે તે સિવાય બીજો કોઈ આજ્ઞાભંગ કરીને શ્રમણપણામાં અતિચાર લગાડે તે લાખ ભવ કરીને ભટકીને પછી સિદ્ધિ મેળવવાનો લાભ મેળવવા યોગ્યતા પ્રાપ્ત કરશે. કારણ કે શ્રમણપણું મેળવીને પછી જો તેમાં અતિચાર લગાડે તો બોધિપણું દુઃખથી મેળવે. હે ગૌતમ ! આ તે બ્રાહ્મણીના જીવે આટલી અલ્પમાત્ર માયા કરી હતી તેનાથી આવા દારુણ વિપાકી ભોગવવા પડ્યા. ૦ સુજ્ઞશ્રી અને સુજ્ઞશીવનો મેળાપ : હે ભગવંત! તે મહીયારી – ગોકુળપતિ પત્નીને તેઓએ ડાંગનું ભાજન આપ્યું કે ન આપ્યું? અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર કર્મનો ક્ષય કરીને નિર્વાણ પામી હતી ? હે ગૌતમ! તે મહિયારીને તંદુલભાજન આપવા માટે શોધ કરવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણની પુત્રી છે એમ ધારી વચ્ચેથી જ તેણીએ સુજ્ઞશ્રીનું અપહરણ કર્યું. પછી મધ દૂધ ખાઈને સુજ્ઞશ્રીને પૂછયું કે, જ્યાં જઈશ ? પછી તેણીને બીજી વાત એમ કહી કે, જો તું મારા સાથે વિનયથી વર્તાવ કરીશ તો તને તારી ઇચ્છા પ્રમાણે ત્રણ ટંક ઘણાં ગોળ અને ઘીથી ભરપૂર દરરોજ દૂધ અને ભોજન આપીશ. જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે સુજ્ઞશ્રી તે મહિયારી સાથે ગઈ. પરલોક અનુષ્ઠાન કરવામાં તત્પર બનેલાં અને શુભધ્યાનમાં પરોવાએલા માનસવાળા તે ગોવિંદ બ્રાહ્મણ વગેરે એ આ સુજ્ઞશ્રીને યાદ પણ ન કરી. ત્યારપછી જે પ્રમાણે તે મહિયારીએ કહ્યું હતું તે પ્રમાણે ઘી–ખાંડથી ભરપૂર એવી ખીર વગેરેનું ભોજન આપતી હતી. હવે કોઈ પ્રકારે કાળક્રમે બાર વર્ષનો ભયંકર દુષ્કાળ સમય પૂર્ણ થયો. સમગ્ર દેશ ઋદ્ધિ–સમૃદ્ધિથી સ્થિર થયો. હવે કોઈક સમયે અતિ કિંમતી શ્રેષ્ઠ સૂર્યકાંત–ચંદ્રકાંત વગેરે ઉત્તમ જાતિના વીશ મણિરત્નો ખરીદ કરીને સુજ્ઞશીવ પોતાના દેશમાં પાછો જવા માટે નીકળેલો છે. લાંબી મુસાફરી કરવાથી ખેદ પામેલા દેહવાળો જે માર્ગેથી જતો હતો તે માર્ગે જ ભવિતવ્યતાના યોગે પેલી મહિયારીનું ગોકુળ આવતા જેનું નામ લેવામાં પણ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ આગમ કથાનુયોગ-૩ પાપ છે એવો તે પાપમતિવાળો સુજ્ઞશીવ કાકતાલીય ન્યાયે આવી પહોંચ્યો. સમગ્ર ત્રણે ભુવનમાં જે નારીઓ છે તેના રૂપ લાવણ્ય અને કાંતિથી ચડીયાતી રૂપ, કાંતિ, લાવણ્યવાળી સુજ્ઞશ્રીને જોઈને ઇન્દ્રિયોની ચપળતાથી અનંત દુઃખદાયક કિંપાકના ફળની ઉપમાવાળા વિષયોની રમ્યતા હોવાથી, જેણે સમગ્ર ત્રણે ભુવનને જીતેલ છે તેવા કામદેવના વિષયમાં આવેલા મહાપાપકર્મ કરનાર સુજ્ઞશીવે તે સુજ્ઞશ્રીને કહ્યું કે, હે બાલિકા! જો આ તારા માતા-પિતા બરાબર રજા આપે તો હું તારી સાથે લગ્ન કરું. બીજું તારા બંધવર્ગને પણ દારિદ્ર રહિત કરું, વળી તારા માટે પૂરેપૂરા સો-પલ પ્રમાણ સુવર્ણના અલંકાર ઘડાવું. જલ્દી આ વાત તારા માતા-પિતાને જણાવ. ત્યારે હર્ષ અને સંતોષ પામેલી તે સુજ્ઞશ્રીએ તે મહિયારીને આ હકીકત જણાવી. એટલે મહિયારી તરત સુજ્ઞશિવ પાસે આવી કહેવા લાગી કે, અરે ! તું કહેતો હતો તેમ મારી પુત્રી માટેનું સો–પલ પ્રમાણ સુવર્ણ નાણું બતાવ, ત્યારે તેણે શ્રેષ્ઠ મણિઓ બતાવ્યા. ત્યારે મહિયારીએ કહ્યું કે, સો સોનૈયા આપ. આ બાળકને રમવા યોગ્ય પાંચિકાનું પ્રયોજન નથી. ત્યારે સુજ્ઞશિવે કહ્યું કે, ચાલો આપણે નગરમાં જઈને આ પાંચિકાનો પ્રભાવ કેવો છે તેની ત્યાંના વેપારીઓ પાસે ખાતરી કરીએ. ત્યારપછી પ્રભાત સમયે નગરમાં જઈને ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિના શ્રેષ્ઠ જોડલા રાજાને બતાવ્યા. રાજાએ મણિરત્નના પરીક્ષકોને બોલાવીને કહ્યું કે, આ શ્રેષ્ઠ મણિઓનું મૂલ્ય જણાવો. જો મૂલ્યની તુલના-પરીક્ષા કરીએ તો તેનું મૂલ્ય જણાવવા સમર્થ નથી. ત્યારે રાજાએ કહ્યું, અરે માણિક્યના વિદ્યાર્થી! અહીં કોઈ એવો પુરુષ નથી કે જે આ મણિઓનું મૂલ્ય આંકી શકે. તો હવે કિંમત કરાવ્યા વિના ઉચ્ચક દશક્રોડ દ્રવ્ય માત્ર લઈ જા. ત્યારે સુજ્ઞશિવે કહ્યું કે, મહારાજની જેવી કૃપા થાય તે બરાબર છે. બીજી એક વિનંતી કરવાની છે કે આ નજીકના પર્વતની સમીપમાં અમારું એક ગોકુળ છે. તેમાં એક યોજન સુધીની ગોચરભૂમિ છે. તેનો રાજ્ય તરફથી લેવાતો કરમુક્ત કરાવશો. રાજાએ કહ્યું કે, ભલે તેમ થાઓ. આ પ્રમાણે સર્વને અદરિદ્ર અને કરમુક્ત ગોકુલ કરીને તે ઉચ્ચાર ન કરવા લાયક નામવાળા સુજ્ઞશિવે પોતાની જ પુત્રી સુજ્ઞશ્રી સાથે લગ્ન કર્યું. તેઓ બંને વચ્ચે પરસ્પર પ્રીતિ ઉત્પન્ન થઈ. સ્નેહાનુરાગથી અતિ રંગાઈ ગયેલા માનસવાળા પોતાના સમય પસાર કરવા લાગ્યા. ૦ મુનિયુગલના નિમિત્તે સુજ્ઞશિવનો વિસ્તાર : તેટલામાં (કોઈ વખતે) ઘરે આવેલા સાધુઓને વહોર્યા વગર સીધાં જ પાછા ફરેલા જોઈને હાહાકાર પૂર્વક આકંદન કરતી સુજ્ઞશ્રીને સુજ્ઞશિવે પૂછયું કે, હે પ્રિયે ! પહેલા કોઈ વખત ન દેખેલ ભિક્ષાચાર યુગલને જોઈને કેમ આવા પ્રકારની ઉદાસીન અવસ્થા પામી, ત્યારે તેણીએ જણાવ્યું કે, મારા શેઠાણી હતા ત્યારે આ સાધુઓને પુષ્કળ ભોજન–પાણી આપીને તેમના પાત્રો ભરી દેતા હતા. ત્યારપછી હર્ષ પામેલી, ખુશી થયેલી શેઠાણી મસ્તક નીચું નમાવી તેના ચરણાગ્ર ભાગે પ્રણામ કરતી હતી. તેઓને આજે જોવાથી તે શેઠાણી મને યાદ આવ્યા. Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૯૫ ત્યારે ફરી પણ તે પાપિણીને પૂછયું કે, તારી સ્વામિની કોણ હતી ? ત્યારે હે ગૌતમ! અતિશય ગળું બેસી જાય તેવું આકરું રૂદન કરતી દુઃખવાળા ન સમજાય તેવા શબ્દો બોલતી વ્યાકુળ થયેલી, અશ્રુ પાડતી એવી સુન્નશ્રીએ પોતાના પિતાને શરૂથી માંડીને અત્યાર સુધીની સર્વ હકીકત જણાવી. ત્યારે મહાપાપકર્મી એવા સુજ્ઞશિવને જાણવામાં આવ્યું કે, આ તો સુજ્ઞશ્રી મારી પોતાની જ પુત્રી છે. આવી અજ્ઞાત સ્ત્રીને આવા રૂપ, કાંતિ, શોભા, લાવણ્ય, સૌભાગ્ય સમુદાયવાળી શોભા ન હોય, એમ ચિંતવીને વિલાપ કરવા લાગ્યો કે – આવા પ્રકારના પાપકર્મ કરવામાં રક્ત થયેલા મારા પર ધડધડ શબ્દ કરતું વજ તુટી ન પડે તો પછી અહીંથી ક્યાં જઈને હવે હું શુદ્ધ થઈશ? એમ બોલીને મહાપાપકર્મ કરનાર સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે શું હવે હું શસ્ત્રો વડે મારા ગાત્રને તલતલ જેવડા ટુકડા કરીને છેદી નાંખુ ? અથવા તો ઊંચા પર્વતના શિખર ઉપરથી પડતું મૂકીને અનંત પાપસમૂહના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સખ્ત રીતે ચૂરી નાખુ? અથવા તો લુહારની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ કરીને લોખંડને જેમ જાડા ધણથી કોઈ ટીપે તેમ લાંબા કાળ સુધી મારા અંગને ટીપાવું ? અથવા તો શું હું બરાબર મારા શરીરના મધ્યભાગમાં કરવતના તીર્ણ દાંતાથી કપાવું અને તેમાં સારી રીતે ઉકાળેલા સીસા, તાંબા, કાંસા, લોહ, લુણ અને ઉસના ખાજી સાર રેડાવું ? – અથવા તો મારા પોતાના હાથે જ મારું મસ્તક છેદી નાંખ? અથવા તો હું મગરના ઘરમાં પ્રવેશ કરું અથવા તો બે ઝાડ વચ્ચે મને દોરડાથી બાંધી લટકાવીને નીચે મુખ અને ઉપર પગ હોય તેવી રીતે રાખીને નીચે અગ્રિનો ભડકો કરાવું? વધારે કેટલું કહેવું ? મસાણ ભૂમિમાં પહોંચીને કાષ્ઠની ચિતામાં મારા શરીરને બાળી નાંખ. એમ વિચારીને હે ગૌતમ ! ત્યાં તેણે મોટી ચિતા બનાવડાવી ત્યારપછી સમગ્ર લોકની હાજરીમાં લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરીને સર્વ લોકને જાહેર કરતાં કહ્યું કે, મેં ન કરવા લાયક આવા પ્રકારનું અપૂકાર્ય કરેલું છે. એમ કહીને ચિતા ઉપર આરૂઢ થયો ત્યારે ભવિતવ્યતા યોગે તેવા પ્રકારના દ્રવ્યો અને ચૂર્ણિના યોગના સંસર્ગથી તે સર્વે કાષ્ઠો છે – એમ માનીને ફૂંક મારવા છતાં અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં અગ્નિ પણ તને સહારો આપતો નથી. તારી પાપ પરિણતિ કેટલી આકરી છે કે, જો આ અગ્નિ પણ સળગતો નથી. એમ કહીને તે લોકોએ બંનેને ગોકુળમાંથી હાંકી કાઢયા. આ અવસરે બીજા નજીકના ગામમાંથી ભોજન–પાણી ગ્રહણ કરીને તે જ માર્ગે ઉદ્યાનની સન્મુખ આવતા મુનિ યુગલને જોયું. તેમને જોઈને તેમની પાછળ તે બંને પાપીઓ ગયા. ઉદ્યાનમાં પહોંચ્યા તો ત્યાં સમગ્ર ગુણ સમૂહને ધારણ કરવાવાળા, ચાર જ્ઞાનવાળા, ઘણા શિષ્યગણથી પરિવરેલા, દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન કરાતા, સુગૃહીત નામવાળા જગાણંદ નામના અણગારને જોયા. – તેમને જોઈને સુજ્ઞશિવ અને સુજ્ઞશ્રી બંનેએ વિચાર્યું કે, આ મહાયશવાળા Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ આગમ કથાનુયોગ-૩ મુનિવરની પાસે મારી વિશુદ્ધિ કેમ થાય તેની માંગણી કરું. એમ વિચારીને પ્રણામ કરવા પૂર્વક તે ગણને ધારણ કરવાવાળા ગચ્છાધિપતિ આગળ યથાયોગ્ય ભૂમિ ભાગમાં બેઠા. તે ગણસ્વામીએ સુજ્ઞશીવને કહ્યું કે, અરે દેવાનુપ્રિય ! શલ્યરહિતપણે પાપની આલોચના જલ્દી કરીને સમગ્ર પાપનો અંત કરનારું એવું પ્રાયશ્ચિત્ત કર. આ બાલિકા તો ગર્ભવતી હોવાથી તેનું પ્રાયશ્ચિત્ત નથી કે જ્યાં સુધી તે બાળકને જન્મ આપશે નહીં. હે ગૌતમ ! ત્યારપછી અતિ મહાસંવેગની પરાકાષ્ઠા પામેલા તે સુજ્ઞશિવે જન્મથી માંડીને થયેલા તમામ પાપકર્મોની નિઃશલ્ય આલોચના આપીને (કહીને) ગુર મહારાજે કહેલા ઘોર અતિ દુષ્કર મોટા પ્રાયશ્ચિત્તનું સેવન કરીને ત્યારપછી અતિ વિશુદ્ધ પરિણામયુક્ત શ્રમણપણામાં પરાક્રમ કરીને ૨૬ વર્ષ અને ૧૩ રાત્રિ-દિવસ સુધી અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી, દુષ્કર તપ–સંયમ યથાર્થ પાલન કરીને તેમજ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધીના લાગલગાટ ઉપરા-ઉપરી સામટા ઉપવાસ કરીને શરીરની ટાપટીપ કે મમતા કર્યા વગરના તેણે સર્વ સ્થાનકમાં પ્રમાદરહિતપણે નિરંતર રાત-દિવસ દરેક સમયે સ્વાધ્યાય ધ્યાનાદિકમાં પરાક્રમ કરી બાકીના કર્મમલને ભસ્મ કરીને અપૂર્વકરણ કરીને ક્ષપકશ્રેણી માંડીને અંતગડ કેવલી થઈને સિદ્ધ થયા. હે ભગવંત ! તેવા પ્રકારનું ઘોર મહાપાપ કર્મ આચરીને આવો સુજ્ઞશિવ જલ્દી– થોડા કાળમાં કેમ નિર્વાણ પામ્યો ? હે ગૌતમ ! જેવા પ્રકારના ભાવમાં રહીને આલોયણા આપી, જેવા પ્રકારનો સંવેગ પામીને તેવું ઘોર દુષ્કર મોટું પ્રાયશ્ચિત્ત આચર્યું, જેવા પ્રકારે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી તેવા પ્રકારનું અત્યંત ઘોર, વીર, ઉગ્ર કષ્ટ કરનાર અતિ દુષ્કર તપ સંયમની ક્રિયામાં વર્તતા અખંડિત મૂલ–ઉત્તર ગુણોનું પાલન કરતા નિરતિચાર શ્રામણ્યનો નિર્વાહ કર્યો – યાવત્ – સુજ્ઞશિવ શ્રમણે બાર વર્ષની સંખના કરીને પાદપોપગમન અનશન અંગીકાર કરીને તેવા પ્રકારના એકાંત શુભ અધ્યવસાયથી માત્ર એક જ સિદ્ધિ ન પામે, પણ જો કદાચ બીજાએ કરેલા કર્મનો સંક્રમ કરી શકાતો હોય તો તે સર્વે ભવ્ય સત્વોના સમગ્ર કર્મનો ક્ષય અને સિદ્ધિ પામે. ૦ સુશ્રીની ગતિ અને કથાનાયક સુસઢનો જન્મ : હે ભગવંત ! પેલી સુજ્ઞશ્રી કયાં ઉત્પન્ન થઈ ? હે ગૌતમ! છઠી નરક પૃથ્વીમાં. હે ભગવંત ! કયા કારણે ? તેનો ગર્ભનો નવ માસથી અધિક કાળ પૂર્ણ થયો ત્યારે એવો વિચાર આવ્યો કે, આવતી કાલે સવારે ગર્ભ પડાવીશ. આવા પ્રકારના અધ્યવસાય કરતી તેણીએ બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી તરત જ તે જ ક્ષણે મૃત્યુ પામી. આ કારણે સુજ્ઞશ્રી છઠી નરકે ગઈ. હે ભગવંત ! જે બાળકને તેણે જન્મ આપ્યો, પછી તેણી મૃત્યુ પામી તે બાળક જીવતો રહ્યો કે ન રહ્યો. હે ગૌતમ ! તે જીવતો રહ્યો. હે ભગવંત ! કેવી રીતે ? હે ગૌતમ! જન્મ આપતાની સાથે જ તે બાળકને તેવા પ્રકારની ઓર–ચરબી અને લોહી ગર્ભને વીંટળાઈને રહેલ. દુર્ગધ મારતા પદાર્થો – પરુ, ખારી દુર્ગધપૂર્ણ અશુચિ પદાર્થોથી વીંટળાએલ અને અનાથ એવા વિલાપ કરતાં તે બાળકને એક શ્વાને કુંભારના ચક્ર ઉપર સ્થાપીને ભક્ષણ શરૂ કર્યું. ત્યારે કુંભારે તે બાળકને ત્યાં જોયો. Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૯૭ – ત્યારે તેની પત્ની સહિત કુંભાર બાળક તરફ દોડ્યો. બાળકના શરીરને નાશ કર્યા સિવાય શ્વાન નાસી ગયો. તે વખતે કરુણાપૂર્ણ હૃદયવાળા કુંભારને પુત્ર ન હોવાથી આ મારો પુત્ર થશે – એમ વિચારીને કુંભારે તે બાળકને પોતાની પત્નીને સમર્પિત કર્યો. તેણીએ પણ સાચા સ્નેહથી તેનું પાલનપોષણ કરીને તે બાળકને મનુષ્યરૂપે તૈયાર કર્યો. તે કુંભારે લોકાનુવૃત્તિથી પોતાને પિતા થવાના અભિમાનથી તેનું સુસઢ એવું નામ પાડ્યું. ૦ સુસઢની દીક્ષા અને અજયણાથી દુર્ગતિ : હે ગૌતમ ! કાળક્રમે સુસાધુઓનો સમાગમ થયો. દેશના સાંભળી સુસઢ પ્રતિબોધ પામ્યો. તે સુસઢે દીક્ષા અંગીકાર કરી. યાવત્ પરમશ્રદ્ધા – સંવેગ અને વૈરાગ્ય પામ્યો. અત્યંત ઘોર, વીર, ઉગ્ર કષ્ટ કરી, દુષ્કર મહાકાયકલશ કરવા લાગ્યો. પણ સંયમમાં જયણા (યતના) કેમ કરવી તે જાણતો ન હતો અને અજયણાના દોષથી સર્વત્ર અસંયમનાં સ્થાનમાં અપરાધ કરનારો થયો ત્યારે તેને ગુરુએ કહ્યું કે અરે ! મહાસત્ત્વશાલી ! તું અજ્ઞાન દોષના કારણે સંયમમાં જયણા કેમ કરવી જાણતો ન હોવાથી મહાનું કાયકલશ કરનારો થાય છે. હંમેશાં આલોયણા આપીને પ્રાયશ્ચિત્ત કરતો નથી. તો આ તારું કરેલું સર્વ તપ સંયમ નિષ્ફળ થાય છે. જ્યારે ગુરુએ આ પ્રમાણે તેને પ્રેરણા આપી ત્યારે તે નિરંતર આલોચના આપવા લાગ્યો. તે ગુરુ પણ તેવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપે છે કે જેવી રીતે સંયમમાં જયણા કરનારો થાય. તે જ પ્રમાણે નિરંતર રાત-દિવસ દરેક સમયે આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી મુક્ત થયેલો શુભ અધ્યવસાયમાં વિચરે છે. હે ગૌતમ ! કોઈક સમયે તે પાપ મતિવાળો જે કોઈ છઠ, અઠમ, ચાર–પાંચ ઉપવાસ, અર્ધમાસ, માસક્ષમણ – ચાવતું – છ માસના ઉપવાસ કે બીજા મોટા કાયકલેશ થાય તેવા પ્રાયશ્ચિત્તો તે પ્રમાણે બરાબર સેવન કરે છે, પણ જે કંઈપણ સંયમ ક્રિયાઓ હોય તેમાં જયણાવાળા મન, વચન, કાયાનાં યોગો, સમગ્ર આશ્રવોનો રોધ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક ક્રિયા આદિથી સમગ્ર પાપકર્મના રાશિને બાળીને ભસ્મ કરવા સમર્થ પ્રાયશ્ચિત્ત છે, તેમાં પ્રમાદ કરે છે, તેની અવગણના અને હેલના કરે છે, અશ્રદ્ધા ફરે છે – યાવત્ – અરે ! આમાં કયું દુષ્કર છે ? એમ કરીને તે પ્રકારે યથાર્થ પ્રાયશ્ચિત્ત સેવન કરતો નથી. હે ગૌતમ ! તે સુસઢ અણગાર પોતાનું યથાયોગ્ય આયુષ્ય ભોગવીને, મરીને સૌધર્મકલ્પમાં ઇન્દ્ર મહારાજાના મહર્તિક સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને અહીં વાસુદેવ થઈને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો, ત્યાંથી નીકળીને મહાકાયવાળો હાથી થઈને મૈથુનાસક્ત માનસવાળો મરીને અનંતકાય વનસ્પતિમાં ગયો. હે ગૌતમ ! આ તે સુસઢ કે જેણે – આલોચના, નિંદા, ગહ, પ્રાયશ્ચિત્ત આદિ કરવા છતાં પણ જયણાનો અજાણ હોવાથી લાંબા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે. હે ભગવંત! કઈ જયણા તેણે ન જાણી કે જેથી તેવા પ્રકારના દુષ્કર કાયકલેશ કરીને પણ તે પ્રકારે લાંબા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે ? હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે અઢાર હજાર શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરાધિતપણે માવજીવ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ આગમ કથાનુયોગ-૩ રાત-દિવસ દરેક સમયે ધારણ કરે અને સમગ્ર સંયમ ક્રિયાને બરાબર સેવે. તે વાત તે સુસઢે ન જાણી. તે કારણે તે નિર્ભાગી લાંબાકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. હે ભગવંત! કયા કારણે તેને જયણા જાણવામાં ન આવી? હે ગૌતમ! જેટલો તેણે કાયકલેશ સહ્યોતેના આઠમાં ભાગનો પણ જો સચિત્ત જળનો ત્યાગ કર્યો હોત તો તે સિદ્ધિમાં જ પહોંચી ગયો હોત. પણ તે સચિત્ત જળનો ઉપભોગ-પરિભોગ કરતો હતો. સચિત્ત જળનો પરિભોગ કરનારને ઘણો કાયકલેશ હોય તો પણ નિરર્થક જાય છે. ૦ આગમ સંદર્ભ :મહાનિ. ૧૪૮૨ થી ૧૫૨૫ મૂળ સૂત્રોમાં આવશ્યક અને દશવૈકાલિકમાં કથાનકો નથી. ઓઘ અને પિંડ નિર્યુક્તિમાં છે - તે વૃત્તિ – ભાષ્યાદિ સહ લખવા યોગ્ય છે. તેથી હવે ઉત્તરાધ્યયનની કથાઓની નોધ અહીં કરેલી છે. ૦ ચિત્રમુનિ કથા : (આ કથા બ્રહ્મદત્ત ચક્રવર્તી કથાનકમાં વિસ્તારથી અપાઈ ગયેલ છે.) પુરિમતાલ નગરમાં વિશાળ શ્રેષ્ઠી કુળમાં ઉત્પન્ન થઈને ધર્મશ્રવણ કરીને પ્રવૃજિત થઈ, ચિત્રમુનિ બન્યા. કંપિલનગરમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી સાથે ઘણો જ સંવાદ થયો. બ્રહ્મદત્તે તેને ભોગાદિ માટે પ્રાર્થના કરી. ચિત્રમુનિએ બ્રહ્મદત્તને ભોગ છોડવા સમજાવ્યા. પાપકર્મ ન કરવા જણાવ્યું. અંતે ચિત્રમુનિએ અનુત્તર સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરી. ૦ આગમ સંદર્ભ :– સૂય ચૂ. ૧૦૯ ઉત્ત.મૂ. ૪૦૮ થી ૪૪૧; ઉત્ત.નિ. ૩૩૦ + ; ઉત્ત.ચૂપ ર૧૪; ૦ રથનેમિ કથા – શૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત, મહાન્ ઋદ્ધિથી સંપન્ન વસુદેવ નામનો રાજા હતો. તેમને રોહિણી અને દેવકી નામની બે પત્નીઓ હતી. રોહિણીથી રામ (બળદેવ) અને દેવકીથી કેશ (કૃષ્ણ વાસુદેવ) નામે બે પ્રિય પુત્રો હતા. શૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાન્ દ્વિસંપન્ન સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને શિવા નામની પત્ની હતી. જેના પુત્ર મહાન, યશસ્વી, જિતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ, લોકનાથ ભગવંત અરિષ્ટનેમિ હતાં. ૦ અરિષ્ટનેમિ પ્રબંધ સાર : (તીર્થકર અરિષ્ટનેમિ કથામાં સર્વ વૃત્તાંત આપેલો જ છે. અહીં માત્ર કથાના સંબંધમાં સામાન્ય ઉલ્લેખ કર્યો છે.) Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૩૯૯ તે અરિષ્ટનેમિ સુસ્વરત્વ, ગંભીરતા આદિ લક્ષણોથી યુક્ત હતા, ૧૦૦૮ શુભ લક્ષણોના ધારક હતા, તેમનું ગોત્ર ગૌતમ અને વર્ણ શ્યામ હતો. તેનું વજષભનારાચ સંહનન અને સમચતુરસ્ત્ર સંસ્થાન હતું. પેટ માછલી જેવું હતું. રાજીમતી કન્યા તેમની પત્ની બને માટે કેશવે (કૃષ્ણવાસુદેવે) યાચના કરી. ઉત્તમ એવી તે કન્યા સુશીલ, સુંદર અને સર્વ લક્ષણ સંપન્ન હતી. તે કન્યાની શારીરિક કાંતિ વિદ્યુત્ પ્રભાની સમાન હતી. તે કન્યાના પિતાએ મહાનું ઋદ્ધિશાળી વાસુદેવને કહ્યું કે, (અરિષ્ટનેમિ) કુમાર અહીં આવે તો હું મારી કન્યા તેને માટે આપી શકું છું. અરિષ્ટનેમિને સર્વ ઔષધિ વડે સ્નાન કરાવ્યું. યથાવિધિ કૌતુક અને મંગલ કર્યા. દિવ્ય વસ્ત્રયુગલ પહેરાવ્યા અને તેને આભુષણોથી વિભૂષિત કર્યા. વાસુદેવના સૌથી મહાનું મત્ત ગંધહસ્તિ પર અરિષ્ટનેમિ આરૂઢ થયા. ત્યારે મસ્તક પરના ચૂડામણિ સમાન ઘણાં અધિક સુશોભિત થયા. ત્યારે અરિષ્ટનેમિ ઊંચા છત્ર અને ચામરો વડે સુશોભિત હતા. દશાર ચક્ર યદુવંશી ક્ષત્રિયોના સમૂહથી ચારે તરફથી પરિવૃત્ત હતા. ચતુરંગિણી સેના યથાક્રમથી સજાવેલી હતી અને વાદ્યોનો ગગનસ્પર્શી દિવ્યનાદ થઈ રહ્યો હતો. આવી ઉત્તમ ઋદ્ધિ અને ધૃતિની સાથે, તે વૃષ્ણિપુંગવ (અરિષ્ટનેમિ) પોતાના ભવનથી નીકળ્યા. ત્યાર પછી તેણે વાડા અને પિંજરામાં બંધ કરાયેલ ભયત્રસ્ત અને અતિ દુઃખિત પ્રાણીઓને જોયા – યાવત્ – તે મહાયશસ્વીએ કુંડલ યુગલ, સૂત્રક, કરધની અને બધાં જ આભુષણ ઉતારીને સારથીને આપી દીધા. તેમના મનમાં આવા પરિણામો થતાં જ યથોચિત અભિનિષ્ક્રમણને માટે દેવા પોતાની ઋદ્ધિ અને પરિષની સાથે ઉપસ્થિત થઈ ગયા – યાવત્ – અરિષ્ટનેમિએ સ્વયં પોતાના હાથે જ પંચમુષ્ટિક લોચ કર્યો. ૦ રાજીમતીની દીક્ષા :– (આ ઘટના અરિષ્ટનેમિ તીર્થકરના કથાનકમાં ઉલ્લેખ પામેલી જ છે. ત્યાં તેનો વિસ્તાર રજૂ કરાયો છે અહીં તો માત્ર સંબંધિત વિગતો જ નોધી છે.) ત્યારપછી... રાજીમતીએ વિચાર્યું કે મારું પ્રવ્રજિત થવું જ શ્રેયસ્કર છે. ધીર તથાકૃત સંકલ્પ તે રાજીમતીએ કૂર્ચ અને કંધીથી સંવારેલ પોતાના ભમરા જેવા કાળા વાળનું પોતાના હાથે જ લુચન કર્યું. શીલવતી અને બહુશ્રુત રાજીમતીએ પ્રવ્રજિત થઈને પોતાની સાથે ઘણાં જ સ્વજનો અને પરિજનોને પણ પ્રવ્રજિત કરાવ્યા. તેણી એક વખત રૈવતક પર્વત પર જઈ રહ્યા હતા. ત્યારે વચ્ચે વર્ષોથી ભિંજાઈ ગઈ. જોરદાર વરસાદ થઈ રહ્યો હતો, અંધકાર છવાયો હતો. આવી સ્થિતિમાં તેણી એક ગુફાની અંદર પહોંચી. – સુકવવા માટે રાજીમતીએ પોતાના વસ્ત્રો ફેલાવ્યા. એવા અવસરે યથાકાત (નગ્ર) રૂપમાં રથનેમિએ તેમને જોયા. જેનાથી રથનેમિનું મન વિચલિત થઈ ગયું. પછી રાજીમતીની પણ તેમના પર નજર પડી. ત્યાં એકાંતમાં તે સંયતને જોઈને તેણી ડરી ગઈ. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ આગમ કથાનુયોગ-૩ ભયથી કાંપતી એવી તેણી પોતાના હાથ વડે શરીરને આવૃત્ત કરી બેસી ગઈ. ૦ રથનેમિ : સમુદ્રવિજય રાજાના પુત્ર અને શિવાદેવીના આત્મજ એવા એક પુત્રનું નામ રથનેમિ હતું. તેઓ ભગવંત અરિષ્ટનેમિના ભાઈ હતા. તેમને સત્યનેમિ અને દઢનેમિ એવા બીજા પણ બે ભાઈઓ હતા. આવા રથનેમિએ પણ ભગવંત અરિષ્ટનેમિની પાસે દીક્ષા ગ્રહણ કરેલી હતી. તેઓ એ જ ગુફામાં કાયોત્સર્ગ ધ્યાને રહેલા હતા. - જ્યારે રાજીમતીને ભયભીત અને કાંપતા એવા જોયા ત્યારે સમુદ્રવિજયના અંગજાત એવા રથનેમિએ તેણીને આ પ્રમાણે કહ્યું, હે ભદ્રે ! રથનેમિ છું, હે સુંદરી ! હે ચારુભાષિણી ! મારો સ્વીકાર કર. હે સુતનું ! તને કોઈ જ પીડા કે દુઃખ નહીં થાય, મનુષ્ય જન્મ નિશ્ચિત્ રૂપે અત્યંત દુર્લભ છે. આવો આપણે ભોગોને ભોગવીએ. ભોગોનો ભોગવીને પછી આપણે જિનમાર્ગમાં દીક્ષિત થઈશું. ૦ રાજીમતી દ્વારા રથનેમિને પ્રતિબોધ : સંયમ પ્રતિ ભગ્રોદ્યોગ તથા ઉત્સાહીન અને ભોગવાસના વડે પરાજિત રથનેમિને જોઈને તે રાજીમતી સંભ્રાંત ન થયા, ગભરાયા નહીં. પણ તેણે પુનઃ વસ્ત્રોથી પોતાના શરીરને ઢાંકી લીધું. નિયમો અને વ્રતોમાં સુસ્થિત–અવિચલ તે શ્રેષ્ઠ રાજકન્યાએ જાતિ, કુળ અને શીલની રક્ષા કરતા–કરતા રથનેમિને કહ્યું જો તું રૂપથી વૈશ્રમણ સમાન છે, લલિતકળાઓથી નળકૂબેર જેવો છે, બીજું તો શું ? તું સાક્ષાત્ ઇન્દ્ર પણ છે, તો પણ હું તને ચાહતી નથી. અગંધન કૂળમાં ઉત્પન્ન થયેલ સર્પ જેવા ધૂમકેતુ, પ્રજ્વલિત ભયંકર દુષ્પવેશ્ય અગ્રિમાં પ્રવેશ કરી જાય છે, પણ વમન કરેલ પોતાના વિષને ફરીથી પીવાની ઇચ્છા કરતા નથી. (જ્યારે) હે અપયશની કામના કરનારા! ધિક્કાર છે તને કે તું યોગી જીવનને માટે વમેલા–ત્યજેલા એવા ભોગોને ફરી ભોગવવા ઇચ્છા કરે છે. આના કરતા તારું મૃત્યુ થઈ જવું શ્રેયસ્કર છે. હું ભોજરાજાની પુત્રી છું અને તું અંધકવૃષ્ણિનો પૌત્ર છે. (આવા ઉત્તમ કૂળવાળા આપણે છીએ, તેને કલંક લગાડીને) આપણે કુળમાં ગંધન સર્પ સમાન ન બનીએ (અર્થાત્ - ગંધન કુળના સર્પની જેમ વણેલું વિષ પીને આપણે આપણા કુળને કલંકિત કરનારા ન થઈએ). જો તું જે કોઈ સ્ત્રીને જોઈને, આવી જ રીતે રાગ ભાવ કરીશ, તો વાયુ વડે કંપિત હs (નામની વનસ્પતિ વિશેષ)ની માફક અસ્થિત આત્મા થઈ જઈશ. જેવી રીતે ગોપાલ અને ભાંડવાલ તે–તે દ્રવ્યના એટલે કે ગાય અને કરિયાણા આદિના સ્વામી હોતા નથી, એ જ પ્રમાણે તું પણ (શ્રમણપણું પ્રાપ્ત કરવા છતાં) શ્રામણ્યનો સ્વામી થઈ શકીશ નહીં. (તેના બદલે) – તું ક્રોધ, માન, માયા અને લોભનો પૂર્ણતયા નિગ્રહ કરીને, ઇન્દ્રિયોને વશમાં કરીને તારી પોતાની જાતનો ઉપસંહાર કર અર્થાત્ અનાચારથી નિવૃત્ત કર. Page #402 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૦ રથનેમિની સ્થિરતા અને મોક્ષ : તે સંયમશીલા રાજીમતિશ્રમણીના સુભાષિત વચનો સાંભળીને રથનેમિ ધર્મમાં એવી રીતે સ્થિર થઈ ગયા, જેવી રીતે અંકુશ વડે હાથી સ્થિર થઈ જાય છે. તે રથનેમિ અણગાર મન, વચન, કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય અને વ્રતોમાં દૃઢ થઈને, જીવન પર્યંત નિશ્ચલ ભાવથી શ્રામણ્યનું પાલન કરવા લાગ્યા. (અન્યત્ર પણ કહ્યું છે કે, આલોચના અને પ્રાયશ્ચિત્ત કરી, તપ દ્વારા કાયાને શોષવી શુદ્ધ નિગ્રંથ ભાવથી તેઓ શ્રામણ્યમાં સ્થિર થયા). ઉગ્ર તપના આચરણ દ્વારા તે બંને (રાજીમતિ અને રથનેમિ) કેવળી થયા, સર્વ કર્મોનો ક્ષય કરીને તેઓએ અનુત્તર એવી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી અર્થાત્ મોક્ષે ગયા. સંબુદ્ધ, પંડિત અને પ્રવિચક્ષણ પુરુષ આમ જ કરે છે. તેઓ પુરુષોત્તમ રથનેમિની માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે. નિર્યુક્તિકાર મહર્ષિ જણાવે છે કે, શૌરિકપુર નામે નગર હતું ત્યાં સમુદ્રવિજય નામે રાજા હતો. તેને અગ્રમહિષીરૂપે શિવાદેવી નામની ભાર્યા હતી. તેઓને ચાર પુત્રો હતા તે આ પ્રમાણે— અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ અને દૃઢનેમિ. તેમાં જે અરિષ્ટનેમિ હતા તે બાવીશમાં તીર્થંકર થયા. રથનેમિ અને સત્યનેમિ એ બંને પ્રત્યેકબુદ્ધ થયા. (જો કે કલ્પસૂત્ર વૃત્તિકાર કહે છે કે ભગવંત અરિષ્ટનેમિથી પ્રતિબોધ પામી. દીક્ષા લીધી) રથનેમિ ગૃહસ્થપણે ૪૦૦ વર્ષ રહ્યા. એક વર્ષનો છદ્મસ્થ પર્યાય રહ્યા. ૫૦૦ વર્ષનો કેવલિ પર્યાય પાળ્યો. ૯૦૧ વર્ષ સર્વ આયુષ્યનું પાલન કર્યું. રાજીમતીનો પણ આટલો જ કાળ જાણવો. ૦ આગમ સંદર્ભ : = ૪૦૧ દસચ્± ૮૭, ૮૮; ઉત્તનિ. ૪૪૪ થી ૪૫૧ + --X--X ઉત્ત.મૂ. ૮૩૦ થી ૮૪૫; કલ્પ.‰ (અરિષ્ટનેમિ ચરિત્ર) ૦ હરિકેસબલ કથા ઃ મથુરાનગરીમાં શંખ નામનો રાજા હતો. વ્રતો ગ્રહણ કરી ગીતાર્થ બની એકાકી પ્રતિમા ગ્રહણ કરી, તે ગજપુર ગયો. કોઈ વખતે ગ્રીષ્મકાળમાં નગરીની અંદર અગ્નિ સરખા તપેલા માર્ગના દ્વારમાં સોમદેવ બ્રાહ્મણને પૂછયું કે, આ માર્ગે હું જાઉં ? ત્યારે તેણે કહ્યું, જલ્દી જા. અતિ તપેલા માર્ગ ઉપર આગળના પગને ઉછળતા જોવાનું કુતૂહલ મને પ્રાપ્ત થાય. મુનિ તો ઇરિયાસમિતિ સહિત ધીમે ધીમે ચાલતા હતા, તેને દેખીને તે બ્રાહ્મણ ચિંતવવા લાગ્યા કે, શું આજે રેતી તપેલી નથી કે શું ? પોતાના મકાનમાંથી ઉતરીને પોતે જાતે ત્યાં સૂર્યના કિરણથી સ્પર્શાએલી હોવા છતાં હિમસરખી ભૂમિ શીતલ લાગી. જરૂર આ મુનિના પ્રભાવથી આ ભૂમિ શીતળ બની ગઈ છે. મુનિ પાસે પહોંચીને હેરાન કરવાનું પોતાનું દુશ્ચરિત્ર સોમદેવે ખમાવ્યું. મુનિએ પણ તે બ્રાહ્મણને સંસારનો અસાર ભાવ તથા ક્રોધાદિક કષાયોના અતિશય કડવાં ફળો Jain | ૩૪૨ ૬ |nternational Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ આગમ કથાનુયોગ-૩ ભોગવવા પડે છે તેવો ઉપદેશ આપ્યો. જો આદરપૂર્વક સુંદર ચારિત્ર આચરવામાં આવે, તો તેનું ઉત્તમ પુણ્યફળ મેળવે છે, તેમજ એકાંતિક, આત્યન્તિક, અનુપમ સિદ્ધિ સુખની પ્રાપ્તિ થાય છે.' તેમ જણાવ્યું. ત્યારે સોમદેવે અતિ મહાસંવેગ અને તીવ્ર વૈરાગ્યવાળા શાંતિ-ક્ષમાં ધારણ કરનાર એવા તે મુનિની પાસે પ્રવજ્યા અંગીકાર કરી, લાંબાકાળ સુધી તેનું પરિપાલન કરીને બ્રાહ્મણ જાતિનો મદ છોડ્યો નહીં તો પણ મૃત્યુ પામીને દેવલોકમાં ભોગો ભોગવતો હતો. ત્યાંથી ચ્યવીને તે ગંગા નદીના કિનારે તરંગ નામના ગામમાં બલકોની ગૌરી નામની ભાર્યાના ઉદરમાં આવ્યો. ૦ હરિકેશ બળનો જન્મ અને દીક્ષા : જાતિમદના અહંકારથી ચાંડાલકુળમાં ખરાબ લક્ષણવાળો સૌભાગ્યરૂપ સહિત પોતાના બંધુઓને હાંસીપાત્ર થયો. તેનું નામ હરિકેશ બલ રખાયું હતું. તે વયથી મોટો થવા લાગ્યો અને કજિયા, ગાલપ્રદાન વગેરે દુર્વર્તન કરતો હતો. પગમાં થયેલાં ફોડલાં માફક તે ચાંડાલ પુત્ર દરેકને ઉઠંગ કરાવવા લાગ્યો. ચાંડાલોના મંડળમાંથી કોઈ વખતે તેને હાંકી કાઢ્યો. ત્યારે ઘણે દૂર રહેલા તેણે અનેક પ્રહાર પામતા આગળ વધતા એવા સર્પને જોયો. ક્ષણવાર પછી તેનાથી થોડા અંતરે જળસર્પ આવ્યો. તે લોકોએ તે સર્પને કંઈપણ ઇજા ન કરી. કારણ કે તે સર્વથા ઝેરરહિત હતો. દૂર રહેલા હરિકેશબલે આ પ્રમાણે જોઈને વિચાર્યું કે, અપકાર કરનાર કાળસર્પની જેમ લોકો અપકાર કરનારને મારે છે. પણ જળસર્પ જેવાને કોઈ હણતા નથી. તેથી જો દ્રોહ કરનાર કોઈ હોય, તો તે આ ક્રોધ છે, જેના યોગે હું લોકોને શત્રુ સમાન જણાઉં છું. તેથી હવે હું વિનયપૂર્વક અને શાંતિથી જ બોલીશ. આ પ્રમાણે ભાવના ભાવતો તે સાધુના ચરણકમળમાં ધર્મશ્રવણ કરીને સંસારથી અતિશય નિર્વેદ પામેલો તે બોધ પામ્યો. તેણે પ્રવજ્યા અંગીકાર કરી. વિહાર કરતા-કરતા તે કોઈ વખતે વાણારસી નગરી પહોંચ્યા. ત્યાં હિંદુક નામનું વન હતું. વનમાં હિંદક નામક યક્ષનું યક્ષાયતન હતું. તેને ગંડીતેંદુક યક્ષ પણ કહેતા હતા. ત્યાં હરિકેશમુનિના તપ–આરાધના આદિ મોટા ગુણોથી ગાઢ આકર્ષાયેલા માનસવાળો યક્ષ તેમનાથી ઘણો પ્રસન્ન થઈ, ત્યાંજ તેમની સેવામાં રહી, ક્યાંય પણ જતો ન હતો. બીજો કોઈ યક્ષ, બીજા વનમાં વસતો હતો. તે કોઈ વખતે તેંદુકયક્ષને મળવા આવ્યો. તેણે ગંડિતેંદુક યક્ષને પૂછયું, હે મિત્ર ! ઘણાં સમયથી તું કેમ દેખાતો નથી. તેણે ઉત્તર આપ્યો કે, આ તપસ્વી સાધુ પાર વગરના અસાધારણ પ્રશમાદિ ગુણોના મહાનિધાન છે. તેથી હું તેમની નિરંતર સેવા કરવાના ભાવવાળો થયો છું. આવેલો યક્ષ પણ મુનિને જોઈને ઘણો જ પ્રસન્ન થયો. તેણે તેંદુક યક્ષને કહ્યું કે, હે મિત્ર ! તું ધન્ય છે કે, જેના વનમાં આવા ધર્મષિ રહેલા છે. મારા વનમાં પણ સાધુઓ રહેલા છે, અહીંથી જઈને હું તેમને વાંદીશ – એમ મંત્રણા કરી બંને છૂટા પડ્યા. ૦ ભદ્રા દ્વારા મુનિની દૃગંછા, યક્ષે કરેલી શિક્ષા : કોઈ સમયે કોશલ દેશના રાજાની ભદ્રા નામની પુત્રી યક્ષની આરાધના કરવાના Page #404 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ કાર્ય માટે આવી. યક્ષની પૂજા કરીને જ્યાં તેની પ્રદક્ષિણા દેવાની શરૂ કરી, ત્યાં પેલા મલિન ગાત્રવાળા સાધુને જોયા. તે મુનિના લોહી, ચરબી, માંસ ઉડી ગયા છે. માત્ર હાડકાંનો માળો શરીરમાં બાકી રહેલો દેખાય છે. ગોળ ઊંડા ઉતરી ગયેલા નેત્રવાળા, ટોપરાના કાચલા સરખા ત્રિકોણ મસ્તકવાળા, અતિ શ્યામ વર્ણવાળા, મળથી દુર્ગંધ મારતી કાયાવાળા તે સાધુને જોઈ દુર્ગંધથી તેના પર ઘૂત્કાર કરવા લાગી. ૪૦૩ - મુનિની ભક્તિથી તે યક્ષે તીવ્રકોપથી ભદ્રાના શરીરમાં પ્રવેશ કર્યો. તેણી ન બોલવા યોગ્ય ખરાબ પ્રલાપો કરવા લાગી, શૂન્ય દિશાઓ તરફ જવા લાગી. જ્યારે સર્વે ઉપચારો નિષ્ફળ ગયા ત્યારે યક્ષે જાતે પ્રગટ થઈને કહ્યું કે, આ પુત્રીએ સાધુની નિંદા – અવજ્ઞા કરી છે. જો આ કન્યા તે મુનિને આપો, તો નિઃસંદેહ તેને મુક્ત કરી દઉં. રાજાએ યક્ષનું વચન કબૂલ કર્યું. ત્યારપછી સ્વસ્થ અવસ્થા પામેલી સર્વાલંકારથી અલંકૃત્ દેહવાળી પુત્રીને પિતાએ પરણવા માટે મુનિ પાસે મોકલી. પણ મુનિએ તેનો અસ્વીકાર કરતા કહ્યું કે, મુનિઓ નિષ્કપટ ભાવથી બ્રહ્મચર્યને ધારણ કરનારા હોય છે. ત્યારે યક્ષે મહર્ષિનું રૂપ આચ્છાદિત કરી, પોતે બીજું જ મહારૂપ ધારણ કરી તેને પરણી, આખી રાત્રિ તેની સાથે પસાર કરી પછી તેણીને ત્યજી દીધી. ત્યારે તે કન્યા રોતી રોતી પિતા પાસે પહોંચી. ત્યારપછી રુદ્રદેવ પુરોહિત રાજાને આ પ્રમાણે કહ્યું કે, મહર્ષિઓએ જે પત્નીનો (સ્ત્રીનો) ત્યાગ કર્યો હોય તે નક્કી બ્રાહ્મણની પત્ની થાય છે, માટે હે દેવ ! મને જ તે દક્ષિણામાં આપો. કોઈ વખતે તે રુદ્રદેવે યજ્ઞનો આરંભ કર્યો. રુદ્રદેવે યજ્ઞપત્ની તરીકે ભદ્રાને યજ્ઞના આરંભમાં સ્થાપન કરી. દેશ-દેશાવરથી યજ્ઞમાં ભડ–ચડ આદિ અનેક ત્યાં આવી પહોંચ્યા. તે વખતે માસક્ષમણના ઉપવાસી હરિકેશબલમુનિ ત્યાં પધાર્યા. તે આ પ્રમાણે— ૦ યજ્ઞવાડમાં મુનિનું આગમન–બ્રાહ્મણોનો રોષ : હરિકેશબલ ચાડાંલ કુળમાં ઉત્પન્ન થયેલા, તો પણ ઉત્તમ ગુણોના ધારક અને જિતેન્દ્રિય ભિક્ષુ હતા. તેઓ ઇર્યાં, એષણા, ભાષા, ઉચ્ચાર, આદાનનિક્ષેપ એ પાંચ સમિતિઓમાં યત્નશીલ અને સમાધિસ્થ સંયમી હતા, મનોગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત હતા. જિતેન્દ્રિય હતા. એવા મુનિ ભિક્ષાને માટે યજ્ઞ મંડપમાં ગયા, જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. તપથી તે મુનિનું શરીર સૂકાઈ ગયું હતું. તેમની ઉપધિ અને ઉપકરણ પણ જીર્ણ અને મલિન હતા. તે સ્થિતિમાં મુનિને આવતા જોઈને તે અનાર્યો તેમનો ઉપહાસ કરવા લાગ્યા. જાતિમદથી પ્રતિબદ્ધ, રૃક્ષ, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ તેમને આ પ્રમાણે કહ્યું– બીભત્સ રૂપવાળા, કાળા, વિકરાળ, બેડોળ નાકવાળા અલ્પ અને મલિન વસ્ત્રધારી, પાંશુપિશાચ, સંકરદૂષ્ય ધારણ કરનાર એવા આ કોણ આવી રહ્યા છે. અરે ! અદર્શનીય ! તું કોણ છે ? અહીં કઈ આશાએ તું આવેલો છે ? ગંદા અને ધૂળીયા વસ્ર વડે તું અર્ધ નગ્ન પિશાચ જેવો દેખાઈ રહ્યો છે. જા, ભાગ અહીંથી. અહીં Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ આગમ કથાનુયોગ-૩ કેમ ઊભો છે ? ૦ યક્ષ દ્વારા મુનિની પ્રશંસા અને બ્રાહ્મણ સાથે સંવાદ : તે મહામુનિ પ્રતિ અનુકંપા ભાવ રાખનારા હિંદુકવૃક્ષવાસી યક્ષે પોતાના શરીરનું ગોપન કરીને આ પ્રમાણે કહ્યું હું શ્રમણ છું, હું સંમત છું, હું બ્રહ્મચારી છું, હું ધન, ભોજન પકાવવું અને પરિગ્રહનો ત્યાગી છું. ભિક્ષાકાળે બીજા માટે નિષ્પન્ન આહારને માટે અહીં આવેલો છું. અહીં પ્રચૂર અન્ન અપાઈ રહ્યું છે, ખવાઈ રહ્યું છે, ઉપભોગમાં લેવાઈ રહ્યું છે. આપને ખબર હોવી જોઈએ કે હું ભિક્ષાજીવી છું. તેથી વધેલા અન્નમાંથી કંઈ આ તપસ્વીને પ્રાપ્ત થાય. બ્રાહ્મણ :- આ ભોજન કેવળ બ્રાહ્મણો માટે તૈયાર કરાયું છે. આ એકપક્ષીય છે, તેથી બીજાને માટે તે અદેય છે અને તને આ યજ્ઞાર્થે નિષ્પન્ન અન્ન–પાણી નહીં આપીએ. તો પછી તું અહીં શા માટે ઊભો છે ? યક્ષ :- સારી ફસલની આશાએ જેમ ખેડૂત ઊર્ધ્વ જમીનમાં બીજને વાવે છે. તે જ રીતે નિમ્ન જમીનમાં પણ વાવે છે. એવી શ્રદ્ધાથી જ મને દાન આપો. હું પણ પુણ્ય ક્ષેત્ર છું. તેથી મારી પણ આરાધના કરો. બ્રાહ્મણ :- સંસારમાં એવા ક્ષેત્રો અમે જાણીએ છીએ, જ્યાં વાવેલા બીજ પૂર્ણ પણે ઉગી નીકળે છે. જે જાતિ અને વિદ્યાથી સંપન્ન બ્રાહ્મણ છે, તે જ પુણ્ય ક્ષેત્ર છે. - યક્ષ :- જેમનામાં ક્રોધ, માન, હિંસા, અસત્ય, ચોરી અને પરિગ્રહ છે, તે જાતિ અને વિદ્યાથી વિહીન બ્રાહ્મણ પાપક્ષેત્ર છે. તે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે લોકો કેવળ વાણીનો ભાર જ વહન કરી રહ્યા છો. વેદોને ભણીને પણ, તેના અર્થને જાણતા નથી. જે મુનિ ભિક્ષા માટે સમભાવપૂર્વક ઊંચ—નીચ ઘરોમાં જાય છે, તે જ પુણ્ય ક્ષેત્ર છે. બ્રાહ્મણ :- અધ્યાપકોના પ્રત્યે પ્રતિકૂળ બોલનારા અરે ઓ નિગ્રંથ ! અમારી સામે આ શું બકવાસ કરી રહ્યો છે? ભલે, આ અન્નજળ સડીને નાશ થઈ જાય, પણ અમે તને નહીં આપીએ. યક્ષ :- હું સમિતિઓ વડે સુસમાહિત છું, ગુપ્તિ વડે ગુપ્ત છું અને જિતેન્દ્રિય છે. તેથી જો આ એષણીય આહાર મને નહીં આપો તો આ યજ્ઞોનો આજે તમને શું લાભ થશે? બ્રાહ્મણ :- અહીં કોઈ ક્ષત્રિય, રસોઈયા, અધ્યાપક કે છાત્ર છે ? જે આને દંડ વડે, ફલક વડે, મારીને અને કંઠેથી પકડીને અહીં કાઢી મૂકે. ૦ કુમારો દ્વારા મુનિને તાડન, ભદ્રા દ્વારા નિવારણ : અધ્યાપકોના વચન સાંભળીને ઘણાં કુમારો દોડતા એવા ત્યાં આવ્યા અને દંડ વડે, બંત વડે, ચાબુકો વડે તે ઋષિને મારવા લાગ્યા. રાજા કૌશલિકની અનિંદ્ય સુંદરી ભદ્રા નામની કન્યાએ સંયત મુનિને મારતા જોઈને તે કુદ્ધ કુમારોને રોક્યા. દેવતાની બળયુક્ત પ્રેરણા વડે રાજાઓ મને આ મુનિને આપી હતી. પણ આ Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૦૫ મુનિએ મન વડે પણ મારી ઇચ્છા ન કરી. મારો પરિત્યાગ કરનારા આ મુનિ, નરેન્દ્ર અને દેવેન્દ્રો દ્વારા પણ પૂજિત છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહ્મચારી છે. જેણે સ્વયં મારા પિતા રાજા કૌશલિક દ્વારા મને દેવાયા છતાં પણ ઇચ્છી નહીં. આંખ ઊંચી કરીને પણ મારી સામે જોયું નહીં. આ ઋષિ મહાનું તપસ્વી છે, મહાનુભાગ છે, ઘોરવતી છે, ઘોર પરાક્રમી છે. આ અવહેલનાને યોગ્ય નથી. તેથી તેની અવહેલના ન કરો. એવું ન બને કે પોતાના તેજ વડે ક્યાંક તમને બધાને ભસ્મ કરી દે. પુરોહિત પત્નીના આ સુભાષિત વચનો સાંભળીને ઋષિની સેવામાં રોકાયેલ યક્ષ કુમારોને રોકવા લાગ્યો. આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા અસુરભાવાપન્ન, શુદ્ધ યક્ષ તે કુમારોને પ્રતાડિત કરવા લાગ્યો. કુમારોને ક્ષત-વિક્ષત અને ખૂનની ઉલટી કરતા જોઈને ભદ્રાએ ફરી કહ્યું – જે ભિક્ષનું અપમાન કરે છે. તેઓ નખ વડે પર્વત ખોદે છે, દાંતો વડે લોઢું ચાવે છે, પગ વડે અગ્રિ કચડે છે. મહર્ષિ આશીવિષ છે. ઘોર તપસ્વી છે, ઘોરવતી છે, ઘોર પરાક્રમી છે. જે ભિક્ષને ભિક્ષાકાળમાં વ્યથિત કરે છે. તે લોકો પતંગિયાની માફક અગ્રિમાં પડે છે. - જો તમે લોકો પોતાના જીવન અને ધનને ઇચ્છતા હો તો બધાં મળીને, નતમસ્તક થઈને તેમનું શરણું લો. તમને ખબર હોવી જોઈએ કે, આ ઋષિ કુપિત થશે તો સમસ્ત વિશ્વને ભસ્મ કરી શકે છે. ૦ બ્રાહ્મણો દ્વારા ક્ષમાયાચના : મુનિને મારનારા કુમારો – છાત્રોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. તેમના હાથો ફેલાઈ ગયા હતા. તેઓ નિશ્ચષ્ટ થઈ ગયા હતા. તેમની આંખો ખુલી જ રહી ગઈ હતી. તેમના મુખમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમના મુખ ઉપર તરફ થઈ ગયા હતા. તેમની જીભ અને આંખો બહાર નીકળી ગઈ હતી. આ પ્રમાણે તે છાત્રોને લાકડાની જેમ નિશેષ્ટ જોઈને તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ રુદ્રદેવ, ઋષિને પ્રસન્ન કરવા લાગ્યો. હે ભંતે ! અમે જે આપની અવહેલના કરી, નિંદા કરી, તેની ક્ષમા કરો. હે ભંતે ! મૂઢ અજ્ઞાની બાળકોએ આપની જે અવહેલના કરી છે, તેમને આપ ક્ષમા કરો. ઋષિજન મહાન અને પ્રસન્નચિત્ત હોય છે. મુનિ કોઈના પર ક્રોધ કરતા નથી, મુનિ ક્રોધ પરાયણ હોતા નથી. | મુનિ :– મારા મનમાં પહેલા કોઈ દ્વેષ ન હતો. અત્યારે પણ નથી. ભવિષ્યમાં પણ નહીં હોય. આ જે યક્ષ સેવા કરે છે, તેમણે જ કુમારોને પ્રતાડિત કરેલ છે. બ્રાહ્મણ – ધર્મ અને અર્થના યથાર્થ સ્વરૂપને જાણનારા ભૂતિપ્રજ્ઞ ! આપ ક્રોધ ન કરો. અમે બધાં મળીને આપના ચરણોમાં આવેલા છીએ, આપનું શરણ લઈ રહ્યા છીએ | હે મહાભાગ! અમે આપની અર્ચના કરીએ છીએ, આપનું એવું કંઈજ નથી, જેની અમે અર્ચના ન કરીએ. હવે તમે દહીં વગેરે વિવિધ વ્યંજનો વડે મિશ્રિત શાલિ વડે નિષ્પન્ન Page #407 -------------------------------------------------------------------------- ________________ ४०६ આગમ કથાનુયોગ-૩ ભોજન કરો. આ અમારું પ્રચૂર અન્ન છે, અમારા અનુગ્રહને માટે તેનો સ્વીકાર કરો. આ આગ્રહ જાણી, ઋષિએ સ્વીકૃતિ આપી અને એક માસની તપશ્ચર્યાનું પારણું કરવાને માટે આહાર–પાણી ગ્રહણ કર્યા. દેવોએ ત્યાં ગંધોદક, પુષ્પ અને દિવ્ય ધનની વર્ષા કરી અને દંભી વગાડી અને આકાશમાં “અહોદાનમૂની ઘોષણા કરી. પ્રત્યક્ષમાં તપની વિશેષતા – મહિમા દેખાઈ રહી છે, પણ જાતિની કોઈ વિશેષતા દેખાતી નથી. તે હરિકેશમુનિ ચાંડાલપુત્ર છે. જેમની આવી મહાનું ચમત્કારી ઋદ્ધિ છે. ૦ મુનિ દ્વારા યજ્ઞસ્વરૂપ પ્રરૂપણા :| મુનિ – હે બ્રાહ્મણો ! અગ્નિનો સમારંભ (યજ્ઞ) કરતા એવા શું તમે બહારથી જલ વડે શુદ્ધિ કરવા ઇચ્છો છો ? જે બહારથી શુદ્ધિને શોધે છે, તેમને કુશલ પરષ સમ્યગદ્રષ્ટા કહેતા નથી. કુશ, ધૂપ, તૂ, કાષ્ઠ અને અગ્નિનો પ્રયોગ તથા પ્રાતઃ અને સંધ્યા જળનો સ્પર્શ – આ પ્રમાણે તમે મંદબુદ્ધિ લોકો પ્રાણીઓ અને ભૂત જીવોનો વિનાશ કરતા પાપકર્મ કરી રહ્યા છો. બ્રાહ્મણ – હે ભિક્ષ ! અમે કેવી રીતે પ્રવૃત્તિ કરીએ ? કેવી રીતે યજ્ઞ કરીએ કે જેથી પાપકર્મોને દૂર કરી શકીએ ? હે યક્ષપૂજિત સંયત ! અમને બતાવો કે તત્ત્વજ્ઞ પુરુષ શ્રેષ્ઠ યજ્ઞ કોને કહે છે ? | મુનિ :- મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખનારા – મુનિ પૃથ્વી આદિ છે જીવનિકાયોની હિંસા કરતા નથી. તેઓ જૂઠ બોલતા નથી અને ચોરી કરતા નથી. પરિગ્રહ, સ્ત્રી, માન અને માયાને સ્વરૂપતઃ જાણીને અને છોડીને વિચરણ કરે છે. જે પાંચ સંવરો વડે સંવૃત્ત હોય છે, જે જીવનની આકાંક્ષા કરતા નથી, જે શરીર આસક્તિનો પરિત્યાગ કરે છે, જે પવિત્ર છે, દેહ ભાવનો ત્યાગ કરી ચૂક્યા છે, તેઓ વાસનાઓ પર વિજય પામનારા મહાજથી – શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. બ્રાહ્મણ – હે ભિક્ષુ! તમારી જ્યોતિ (અગ્નિ) શું છે? જ્યોતિનું સ્થાન શું છે? વૃતાદિ પ્રક્ષેપક કડછી શું છે ? કરીષાંગ ક્યા ક્યા છે ? ઇંધણ અને શાંતિપાઠ શું છે? અને કઈ હોમ-હવન પ્રક્રિયાથી આપ જ્યોતિને પ્રજવલિત કરો છો ? મુનિ - તપ જ્યોતિ છે, જીવ જ્યોતિ સ્થાન છે, મન, વચન, કાયાનો યોગ કડછી છે. શરીર કરીષાંગ છે, કર્મ ઇંધણ છે, સંયમપ્રવૃત્તિ શાંતિપાઠ છે. આવો પ્રશસ્ત યજ્ઞ હું કરું છું. બ્રાહ્મણ :- હે યક્ષપૂજિત સંયત ! અમને જણાવો કે તમારું સરોવર કયું છે ? . શાંતિતીર્થ કયા છે? તમે કયાં સ્નાન કરીને રજ–મલિનતા દૂર કરો છો ? અમે આપની પાસે તે જાણવા માંગીએ છીએ. મુનિ – આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ લેશ્યાવાળો ધર્મ મારું સરોવર છે, જ્યાં સ્નાન કરી હું વિમલ, વિશુદ્ધ અને શાંત થઈને કર્મરજને દૂર કરું છું. કુશળ પુરુષોએ આને જ સ્નાન કહેલું છે. ઋષિઓને માટે આ મહાન્ ખાન જ પ્રશસ્ત છે. આ ધર્મ સરોવરમાં સ્નાન કરીને મહર્ષિ વિમલ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પ્રાપ્ત થયેલા છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૦૭ ૦ આગમ સંદર્ભ :ઠા ૩૩૭ ની વાત નિસી.ભા. ૭૬૯ની ચૂ ઉત્ત. ૩૬૦ થી ૪૦૬, ઉત્ત.નિ. ૩૨૩ + વૃ ઉત્ત.ચૂપ. ૨૦૨, ૨૦૩; – ૮ – – ૦ જયઘોષ-વિજયઘોષ મુનિ કથા : વાણારસી નગરીમાં કાશ્યપ ગોત્રના બે બ્રાહ્મણ હતા. તેઓ ચારવેદના જ્ઞાતા, પકર્મરત અને ધન–કનકના વિપુલ ભંડારથી યુક્ત હતા. બંને ભાઈઓ સંપીલા અને અન્યોન્ય અનુરાગ વાળા હતા. કોઈ દિવસે જયઘોષ બ્રાહ્મણ સ્નાન કરવાને માટે ગંગા ગયો, ત્યાં તેણે કોઈ સર્પ વડે દેડકોને ગ્રસિત કરાતો જોયો. સર્પને કુલલપલી વડે ભૂમિ ઉપર પડાતો જોયો. તે કુલલ પક્ષી સર્પ પર આક્રમણ કરીને ત્યાં રહ્યો. દેડકાને ખાઈને, સર્પ પણ કુલલ પક્ષીને વશ થયો અને કુલલપક્ષી સર્પને ગળી ગયું. એ રીતે અન્યોન્ય થતા ઘાતને જોઈને જયઘોષ બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યો. અહો ! આ સંસાર દુરંત છે ઇત્યાદિ ભાવના ભાવતા તત્ત્વનો બોધ પામ્યો. ત્યારે તે ગંગાનદી ઉતરીને આ વાત હૃદયસ્થ કરીને પોતાની વસતિમાં આવ્યો. તે સહૃદયથી પ્રવ્રજિત થયો. બાહ્ય અને અત્યંતર સર્વગ્રંથિથી વિમુક્ત થઈને નિગ્રંથ બની ગયા. તેણે અસાર એવા કેશ (વાળ)નો ત્યાગ કર્યો, પુત્ર–કલત્ર આદિ સર્વે પરિકલેશનો ત્યાગ કર્યો. પછી તેઓ પંચમહાવ્રત યુક્ત, પાંચ ઇન્દ્રિયથી સંવૃત્ત, ગુણથી સમૃદ્ધ, સંયમયોગમાં વિશિષ્ટ ચેષ્ટાવાળા, જયણાપ્રધાન, શમિતપાપ એવા શ્રમણ થયા. (પ્રદાયાનુસાર ઉપરોક્ત કથાસાર આ પ્રમાણે છે–). વાણારસી નગરીમાં બે બ્રાહ્મણ ભાઈઓ હતા. તેઓના નામ જયઘોષ અને વિજયઘોષ હતા. કોઈ દિવસે જયઘોષ ન્હાવાને માટે ગંગા નદીમાં ગયા ત્યારે તેણે જોયું કે એક સર્પ કોઈ દેડકાને ગળી ગયો. તે સર્પને મારિ (જંગલી બીલાડાએ) પકડ્યો. માર્યારે સર્પ પર આક્રમણ કર્યું, તો પણ ચિત્કાર કરતો સર્પ દેડકાને ખાઈ ગયો, માર્ગાર સર્પને ચીરી–ફાડીને ખાઈ ગયો. આ રીતે અન્યોન્ય ઘાતને જોઈને જયઘોષ બ્રાહ્મણ પ્રતિઘોષ પામ્યો. સંસારનું વરવું સ્વરૂપ જોઈને તે ગંગા ઉતરીને સાધુ સમીપે શ્રમણ થયો. ૦ વારાણસીના ઉદ્યાનમાં જયઘોષમુનિનું આગમન : બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન, મહાનું યશસ્વી જયઘોષ નામક એક બ્રાહ્મણ હતો, જે હિંસક યમરૂપ યજ્ઞમાં અનુરક્ત એવો યાજ્ઞિક હતો. તે ઉપરોક્ત કથામાં જણાવ્યા મુજબ પ્રતિબોધ પામીને ઇન્દ્રિય સમૂહનો નિગ્રહ કરનારા સુમાર્ગગામી મહામુનિ થઈ ગયા હતા. કોઈ દિવસે ગ્રામોનગ્રામ વિચરતા એવા તે વારાણસી નગરીમાં પહોંચ્યા. વારાણસી નગરીની બહાર મનોરમ ઉદ્યાનમાં પ્રાસુક શય્યા, વસતિ અને સંસ્કારક–પીઠ, ફુલકાદિ આસનની યાચના કરી ત્યાં રહ્યા. તે જ સમયે તે નગરમાં વેદોનો જ્ઞાતા, વિજયઘોષ નામક બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. તે જયઘોષ મુનિ માસક્ષમણની તપશ્ચર્યાના પારણાને સમયે ભિક્ષાને માટે Page #409 -------------------------------------------------------------------------- ________________ ४०८ આગમ કથાનુયોગ-૩ વિજયઘોષના યજ્ઞમંડપમાં ઉપસ્થિત થયો. ૦ ભિક્ષાદાનનો નિષેધ : યજ્ઞકર્તા બ્રાહ્મણે ભિક્ષા માટે ઉપસ્થિત થયેલ મુનિને ઇન્કાર કરતા કહ્યું કે, ભિક્ષુ! હું તમને ભિક્ષા આપીશ નહીં, અન્યત્ર યાચના કરો. જે વેદોના જ્ઞાતા વિપ્ર–બ્રાહ્મણ છે, યજ્ઞ કરનારા દ્વિજ છે અને જ્યોતિષના અંગોના જ્ઞાતા છે તેમજ ધર્મશાસ્ત્રોના પારગામી છે. (તથા) જે પોતાને અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે, હે ભિક્ષુ આ સર્વકામિક – સર્વ રસયુક્ત અને બધાંને અભિષ્ટ અન્ન તેમને જ આપવાનું છે. ત્યાં, આ પ્રમાણે યાજક વિજયઘોષ દ્વારા મનાઈ કરાઈ ત્યારે ઉત્તમ અર્થની ખોજ કરનારા તે મહામુનિ રોષાયમાન ન થયા કે પ્રસન્ન ન થયા. ત્યારપછી અન્નને માટે કે પાન માટે કે જીવનનિર્વાહ માટે નહીં, પણ તેમના વિમોક્ષણ અને કલ્યાણના હેતુ માટે મુનિએ આ પ્રમાણે કહ્યું– ૦ જયઘોષમુનિ દ્વારા વેદ આદિ વિષયમાં વ્યાખ્યાન : હે વિપ્ર ! તું વેદના મુખને જાણતો નથી તેમજ જે યજ્ઞોનું મુખ છે, જે નક્ષત્રોનું મુખ છે અને જે ધર્મોનું મુખ છે, તેને જ તમે જાણતા નથી. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે, તેને પણ તું જાણતો નથી. જો તું જાણતો હોય તો બતાવ તેમના (મુનિના આક્ષેપો–પ્રશ્રોનો પ્રમોશ અર્થાત્ ઉત્તર આપવામાં અસમર્થ બ્રાહ્મણે પોતાની સમગ્ર પર્ષદા સામે હાથ જોડીને તે મહામુનિઓને આ પ્રમાણે પૂછયું વિજયઘોષ બ્રાહ્મણ – હે મુનિ ! આપ કહો કે વેદોનું મુખ શું છે? યજ્ઞોનું જે મુખ છે, તે પણ બતાવો. નક્ષત્રોનું મુખ અને ધર્મોનું જે મુખ છે તે પણ મને જણાવો. તેમજ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં કોણ સમર્થ છે, તે પણ બતાવો. મને આ બધી બાબતનો સંશય છે, તે સાધુ! હું પૂછું છું, આપ મને બતાવો. જયઘોષમુનિ – વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે, નક્ષત્રોનું મુખ ચંદ્ર છે અને ધર્મોનું મુખ કાશ્યપ (ઋષભદેવ) છે. જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહનક્ષત્ર આદિ હાથ જોડીને ચંદ્રની વંદના તથા નમસ્કાર કરતા રહેલા છે. (એ જ પ્રમાણે ભગવાનું ઋષભદેવની સામે બધાં જ નમેલા છે.) વિદ્યા બ્રાહ્મણની સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ છે, જે રીતે અગ્રિ રાખથી ઢંકાયેલ હોય છે ૦ શ્રમણ-બ્રાહ્મણ તપસ્વી સ્વરૂપનું નિવેદન : જેને લોકમાં કુશલ પુરુષોએ બ્રાહ્મણ કહેલ છે, જે અગ્નિ સમાન સદા તેજસ્વી છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે પ્રિય સ્વજનાદિના આવવાથી તેમાં અનુરક્ત થતા નથી અને તેમના જવાથી શોક કરતા નથી, જે આર્યવચન (અર્હત્ વાણી)માં રમણ કરે છે, તેને બ્રાહ્મણ કહે છે. કસૌટી પર કસાયેલ અને અગ્નિ દ્વારા મળરહિત થયેલ, શુદ્ધ કરાયેલ જાન્યરૂપસુવર્ણની માફક જે વિશુદ્ધ છે, જે રાગ, દ્વેષ, ભયથી મુક્ત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. Page #410 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૦૯ જે તપસ્વી છે, કૃશ છે, દાંત છે, તપ દ્વારા જેનું માંસ અને લોહી અપચિત (ઓછું) થયેલ છે, જે સુવ્રત છે, રાગરહિત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ત્રસ અને સ્થાવર જીવોને સમ્યક્ પ્રકારે જાણીને મન, વચન અને કાયાથી તેની હિંસા કરતા નથી. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ક્રોધ કે હાસ્ય કે લોભ કે ભય વડે જૂઠું બોલતા નથી. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે સચિત્ત કે અચિત્ત, થોડું કે વધારે અદત્ત (ન આપેલું) લેતા નથી. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે દેવ–મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુનને મન, વચન અને શરીરથી સેવન કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે પ્રકારે જળમાં ઉત્પન્ન થયેલ કમળ, જળથી લેવાતું નથી, તે પ્રમાણે કામભોગોથી અલિપ્ત રહેનારને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે રસાદિમાં લોલુપ નથી, જે મુધાજીવ-નિર્દોષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે, જે ગૃહત્યાગી છે, જે અકિંચન છે, જે ગૃહસ્થોમાં અનાસક્ત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે પૂર્વ સંયોગોને, જ્ઞાતિજનોની આસક્તિ અને બાંધવોને છોડીને પછી તેનામાં આસક્ત થતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. તે દુઃશીલ (પુરૂષ)ને પશબંધના હેતભૂત આ બધાં જ વેદ અને પાપકર્મ – હિંસાપૂર્વક કરાયેલ યજ્ઞ બચાવી શકતા નથી, કેમકે આ સંસારમાં કર્મ જ બળવાનું છે. કેવળ માથું મુંડાવવાથી કોઈ શ્રમણ થતા નથી, “ઓમ્નું ઉચ્ચારણ કરવા માત્રથી બ્રાહ્મણ થતા નથી, અરણ્યવાસ કરવા માત્રથી કોઈ મુનિ થતાં નથી, ઘાસનું બનેલ વસ્ત્ર પહેરવા માત્રથી કોઈ તપસ્વી થતા નથી. (પરંતુ, સમભાવથી શ્રમણ થાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય છે, જ્ઞાનથી મુનિ થાય છે અને તપથી તપસ્વી થાય છે. (મનુષ્ય પોતાના) કર્મથી બ્રાહ્મણ થાય છે, કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી વૈશ્ય થાય છે અને કર્મથી જ શુદ્ધ થાય છે. બુદ્ધ–સર્વજ્ઞ એ આ તત્ત્વોનું નિરૂપણ કરેલ છે. તેના દ્વારા જે સાધક સ્નાતક બને છે, તે સર્વ કર્મોથી મુક્ત થાય છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ પ્રમાણે જે ઉક્ત ગુણથી સંપન્ન દ્વિજોત્તમ હોય છે, તેઓ જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. ૦ વિજયઘોષ બ્રાહ્મણની પ્રવજ્યા : આ પ્રમાણે (જયઘોષમુનિ દ્વારા નિરુપિત તત્ત્વોને સાંભળીને) સંશય દૂર થતાં વિજયઘોષ બ્રાહ્મણે મહામુનિ જયઘોષની વાણીનો સમ્યકરૂપે સ્વીકાર કર્યો. મનમાં તુષ્ટ થયેલ વિજયઘોષે હાથ જોડીને મુનિને આ પ્રમાણે કહ્યું આપે મને યથાર્થ બ્રાહ્મણત્વનો ઘણો જ સારો ઉપદેશ આપ્યો છે, વાસ્તવમાં આપ યજ્ઞોના યષ્ય (યજ્ઞકર્મા) છો, તમે વેદોને જાણનારા વિદ્વાનું છો, તમે જ્યોતિષના જ્ઞાતા Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ આગમ કથાનુયોગ-૩ છો, તમે ઘર્મોના પારગામી છો. તમે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો. તેથી હે ભિક્ષુ શ્રેષ્ઠ ! આ ભિક્ષા સ્વીકાર કરી અમારી પર અનુગ્રહ કરો. (જયઘોષમુનિએ કહ્યું) – મને ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી. હે કિંજ! જલ્દીથી અભિનિષ્ક્રમણ કરો, જેથી ભયના આવર્તાવાળા સંસારસાગરમાં તમારે ભ્રમણ કરવું ન પડે. ભોગોમાં કર્મનો ઉપલેપ થાય છે. અભોગી કર્મોથી લિપ્ત થતા નથી. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે, અભોગી તેનાથી મુક્ત થઈ જાય છે. જે પ્રમાણે એક ભીનો અને એક સુકો એવા બે માટીના ગોળા ફેંકવામાં આવે, તે બંને દીવાલ પર પડ્યા. તેમાં જે ભીનો ગોળો હતો, તે દીવાલ પર ચોંટી ગયો. એ પ્રમાણે જે મનુષ્ય દબુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે, તે વિષયો સાથે ચોંટી જાય છે. વિરક્ત સાધક સુકા ગોળાની માફક તેમાં લપાતો નથી. આ પ્રમાણે વિજયઘોષ બ્રાહ્મણ, જયઘોષ અણગારની પાસે અનુત્તર શ્રેષ્ઠ ધર્મને સાંભળીને પ્રવૃજિત થયા. ૦ બંને મુનિઓનો મોક્ષ : આ પ્રમાણે વિજયઘોષ અને જયઘોષ બંને મુનિએ સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. (નિર્યુક્તિકાર મહર્ષિ વિશેષમાં અહીં જણાવે છે કે–). એ પ્રમાણે તે વિજયઘોષ બ્રાહ્મણે જયઘોષમુનિ સમીપે અણગાર ધર્મ સ્વીકાર્યો, અનુત્તર ધર્મ સાંભળીને તે પ્રવજિત થયા. પછી જયઘોષ અને વિજયઘોષમુનિ સંસારનો ક્ષય કરીને સિદ્ધિગતિમાં – મોલમાં ગયા. ૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૯૯૩ થી ૧૦૦૬; ઉત્ત.નિ ૪૬૪ થી ૪૮૩ + ઉત્ત૨.૫ ૨૬૮; ૦ અનાથી મુનિ કથા : (વાસ્તવમાં અનાથ કે અનાથી નામના કોઈ મુનિ નથી. પણ આ કથાનક જગતુમાં “અનાથમુનિના નામે પ્રસિદ્ધ થયું છે. જેને મહાનિર્ગથીય અધ્યયન કહેલ છે. તેનું બીજું નામ “અનાથ વ્રજ્યા” પણ છે.) ૦ શ્રેણિકને થયેલ મુનિદર્શન : પ્રભૃત રત્નોથી સમૃદ્ધ મગધાધિપતિ રાજા શ્રેણિક મંડિકુક્ષિ ચૈત્યમાં વિહારયાત્રાને માટે નગરથી નીકળ્યા. તે ઉદ્યાન વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી આકીર્ણ હતા. વિવિધ પ્રકારના પક્ષીઓથી પરિસેવિત હતું અને વિવિધ પ્રકારના પુષ્પો વડે સારી રીતે આચ્છાદિત હતું. વિશેષ શું કહેવું, તે ચૈત્યઉદ્યાન નંદનવન સમાન હતું રાજાએ તે ઉદ્યાનમાં વૃક્ષની નીચે બેઠેલા એક સંયત, સમાધિ સંપન્ન, સુકુમાલ અને સુખોચિતને યોગ્ય સાધુને જોયા. સાધુના અનુપમ રૂપને જોઈને રાજાને તે સંયત પ્રત્યે અત્યધિક, અતુલ આશ્ચર્ય થયું – અહો ! શું વર્ણ છેશું રૂપ છે ? અહો ! આ આર્યની Page #412 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ કેવી સૌમ્યતા છે. અહો ! શું શાંતિ છે ? શું મુક્તિ–નિર્લોભતા છે ? ભોગો પરત્વે કેવી અસંગતા છે ? તે મુનિના ચરણોમાં વંદના અને નમસ્કાર તથા પ્રદક્ષિણા કર્યા પછી રાજા અતિ દૂર નહીં – અતિ નીકટ નહીં એવા યોગ્ય સ્થાને ઊભો રહીને હાથ જોડીને પૂછવા લાગ્યા ૦ શ્રેણિકનો મુનિ સાથે સંવાદ :~ શ્રેણિક :હે આર્ય ! તમે હજી યુવાન છો, તો પણ હે સંયત ! તમે ભોગકાળમાં દીક્ષિત થયા છો, શ્રામણ્યમાં ઉપસ્થિત થયા છો, તેનું કારણ શું છે, તે હું સાંભળવા ઇચ્છું છું. ૪૧૧ મુનિ :– હે મહારાજ ! હું અનાથ છું, મારો કોઈ નાથ—રક્ષક નથી. મારા પર અનુકંપા રાખનાર કોઈ મિત્ર પણ મને મળ્યો નથી. આ સાંભળીને મગધાધિપ રાજા શ્રેણિક જોરથી હસ્યો અને બોલ્યો – આ પ્રમાણે તમે દેખાવમાં તો ઋદ્ધિસંપન્ન લાગો છો, તો પણ તમારો કોઈ નાથ કેમ નથી ? હે ભદંત ! હું તમારો નાથ થઈશ. હે સંયત ! મિત્ર અને જ્ઞાતિજનોની સાથે મળીને ભોગોને ભોગવો. મનુષ્યજીવન ઘણું દુર્લભ છે. અનાથમુનિ :— à શ્રેણિક ! તમે સ્વયં અનાથ છો. હે મગધાધિપ ! જ્યારે તમે સ્વયં અનાથ છો તો કોઈના નાથ કઈ રીતે થઈ શકો ? કઈ રીતે થઈ શકવાના છો ? રાજા પહેલાથી જ વિસ્મિત થઈ રહ્યો હતો, હવે તો મુનિના અભૂતપૂર્વ વચન સાંભળીને વધારે સંભ્રાન્ત–સંશય આકુલ અને વિસ્મિત થયો કે, મારી પાસે ઘોડા છે, હાથી છે, નગર અને અંતઃપુર છે. હું મનુષ્યજીવનના બધાં સુખોનો ભોગ કરી રહ્યો છું અને મારી પાસે આજ્ઞા અને ઐશ્વર્ય પણ છે. આ પ્રકારે શ્રેષ્ઠ સંપદા, જેના દ્વારા બધાં કામભોગ મને સમર્પિત છે પ્રાપ્ત છે, તો પણ હું અનાથ કેમ ? હે ભદંત ! તમે જૂઠ ન બોલો. મુનિ દ્વારા પોતાના અનાથત્વની પ્રરૂપણા :– હે પૃથ્વીપતિ નરેશ ! તમે અનાથનો અર્થ અને પરમાર્થ જાણતા નથી કે મનુષ્ય અનાથ અને સનાથ કઈ રીતે થાય છે ? મહારાજ ! અવ્યાક્ષિક્ષ ચિત્તથી મને સાંભળો કે યથાર્થમાં અનાથ કઈ રીતે થાય છે અને કયા આશયથી મેં તેનો પ્રયોગ કર્યો છે ? પ્રાચીન નગરોમાં અસાધારણ સુંદર કૌશાંબી નામની એક નગરી હતી. ત્યાં મારા પિતા હતા અને તેમની પાસે પ્રચુર ધનનો સંગ્રહ હતો. મહારાજ ! પ્રથમ વયમાં – યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ–અસાધારણ પીડા ઉત્પન્ન થઈ. હે પાર્થિવ ! તેનાથી મારા સમસ્ત શરીરમાં અત્યંત જલન થતી હતી. ક્રુદ્ધ શત્રુ જે રીતે શરીરના મર્મસ્થાનોમાં અત્યંત તીક્ષ્ણ શસ્ર ઘોંચી દે અને તેનાથી જેવી વેદના થાય, એવી જ મારી આંખોમાં ભયંકર વેદના થઈ રહી હતી. જે રીતે ઇન્દ્રના વજ્ર પ્રહારથી ભયંકર વેદના થાય છે, તે જ રીતે મારા કટિ ભાગમાં, અંતરેચ્છ—હૃદયમાં અને ઉત્તમાંગ—મસ્તકમાં અતિદારુણ વેદના થઈ રહી હતી. વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા, મંત્ર તથા ઔષધિઓના વિશારદ અદ્વિતીય Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ આગમ કથાનુયોગ-૩ શાસ્ત્રકુશલ મારી ચિકિત્સાને માટે ઉપસ્થિત હતા, તેઓએ મારા હિતને માટે ચતુષ્પાદ ચિકિત્સા કરી, પણ તેઓ મને દુઃખથી મુક્ત ન કરી શક્યા. આ મારી અનાથતા છે. મારા પિતાએ મારા માટે ચિકિત્સકોને ઉપહાર સ્વરૂપ સર્વસાર વસ્તુઓ આપી, પણ તેઓ મને દુઃખથી મુક્ત કરી શક્યા નહીં, આ મારી અનાથતા છે. મહારાજ ! મારી માતા પુત્રશોકના દુઃખથી પીડિત રહેતી હતી, પરંતુ તે પણ મને દુઃખથી મુક્ત ન કરી શકી, આ મારી અનાથતા છે. મહારાજ ! મારા મોટા અને નાના બધાં સગા ભાઈઓ મને દુઃખથી મુક્ત કરી શકયા નહીં, આ મારી અનાથતા છે. મહારાજ ! મારી મોટી અને નાની સગી બહેનો પણ મને દુઃખથી મુક્ત કરી ન શક્યા, આ મારી અનાથતા છે. મહારાજ ! મારામાં અનુરક્ત અને અનુવ્રત મારી પત્ની અશ્રુપૂર્ણ નયનો વડે મારા ઉર સ્થળને ભીંજવતી રહેતી હતી, તે બાલા (કન્યા) મારા પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં કયારેય પણ અન્નપાન, સ્નાન, ગંધ, માળા, વિલેપનનો ઉપભોગ કરતી ન હતી. તે એક ક્ષણ માટે પણ મારાથી દૂર થતી ન હતી. તો પણ તે મને દુઃખથી મુક્ત કરી ન શકી. મહારાજ ! આ મારી અનાથતા છે. ૦ પ્રવજ્યા ગ્રહણ અને સનાથત્વ : ત્યારે મેં આ પ્રમાણે વિચાર કર્યો કે પ્રાણીને આ અનંત સંસારમાં વારંવાર અસહ્ય વેદનાનો અનુભવ કરવો પડે છે. આ વિપુલ વેદનાથી જો એક વખત પણ મુક્ત થઈ જઈશ, તો હું શાંત, દાંત, નિરારંભ અણગાર વૃત્તિમાં પ્રવ્રજિત થઈ જઈશ. હે નરાધિપ ! આ પ્રકારે વિચાર કરીને હું સૂઈ ગયો. વીતતી જતી રાત્રિની સાથે સાથે મારી વેદના પણ ક્ષીણ થઈ ગઈ. ત્યારપછી પ્રાતઃકાલમાં નિરોગી થતાં જ હું બંધુજનોને પૂછીને સાંત, દાંત, નિરારંભ થઈને અણગાર વૃત્તિથી પ્રવ્રજિત થઈ ગયો. ત્યારે હું મારો અને બીજાનો – ત્રસ અને સ્થાવર બધા જીવોનો નાથ થઈ ગયો. મારો પોતાનો આત્મા જ વૈતરણી નદી છે, કૂટશાલ્મલી વૃક્ષ છે, કામદુધા ગાય છે અને નંદનવન છે. આત્મા જ સુખદુ:ખનો કર્તા છે અને વિકર્તા-ભોક્તા છે. સમ્પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્ટપ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો શત્રુ છે. ૦ કુશીલાચરણ નિરૂપણ અને સંયમપાલન ઉપદેશ : હે રાજનું આ એક બીજી પણ અનાથતા છે. જેને શાંત અને એકાગ્ર ચિત્ત થઈને સાંભળો - ઘણાં જ એવા કાયર વ્યક્તિ હોય છે, જે નિગ્રંથ ધર્મને પામીને પણ ખિન્ન થઈ જાય છે, દુઃખી હોય છે. – જે મહાવ્રતોનો સ્વીકાર કરી, પ્રમાદના કારણે તેનું સમ્યક્ પાલન કરતા નથી, આત્માનો નિગ્રહ કરતા નથી, રસોમાં જે આસક્ત છે, તેઓ રાગ-દ્વેષ, રૂપ બંધનોનો Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૧૩ મૂલથી ઉચ્છેદ કરી શકતા નથી. જેમની ઈર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપ અને ઉચ્ચાર પ્રસ્ત્રવણના પરિષ્ઠાપનમાં સજાગતા નથી. તે આ માર્ગનું અનુગમન કરી શકતા નથી. તે માર્ગે વીરપુરુષ ચાલે છે. જે અહિંસાદિ વ્રતોમાં અસ્થિર છે, તપ અને નિયમોથી ભ્રષ્ટ છે, તે દીર્ધકાળ સુધી મુંડ રુચિ રહીને અને આત્માને કષ્ટ આપીને પણ સંસારનો પાર પામી શકતા નથી. જે ખાલી મુઠીની સમાન નિસ્સાર છે, ખોટા સિક્કાની માફક અપ્રમાણિત છે, વૈડૂર્યની માફક ચમકતા તુચ્છ કાચમણિ છે, તે જાણનારા પરીક્ષકોની દૃષ્ટિમાં મૂલ્યહીન છે. જે કુશીલવેષ અને ઋષિધ્વજ (રજોહરણાદિ મુનિ ચિન્હ) ધારણ કરીને જીવિકા ચલાવે છે, અસંયત હોવા છતાં પણ પોતાને સંયત કહે છે, તે દીર્ધકાળ સુધી વિનાશને પ્રાપ્ત થાય છે. જે લક્ષણ અને સ્વપ્ન વિદ્યાનો પ્રયોગ કરે છે, નિમિત્તશાસ્ત્ર અને કૌતુક કાર્યમાં અત્યંત આસક્ત છે, મિથ્યા આશ્ચર્ય ઉત્પન્ન કરનારી કુહેટવિદ્યા – જાદૂગરીના ખેલથી આજીવિકા ચલાવે છે, તે કર્મફળ ભોગના સમયે કોઈનું શરણ પામી શકતા નથી. તે શીલરહિત સાધુ પોતાના તમસ્તમ – તીવ્ર અજ્ઞાનને કારણે વિપરિત દૃષ્ટિને પ્રાપ્ત થાય છે. જેનાથી અસાધુ પ્રકૃતિવાળા તે સાધુ મૌન–મુનિધર્મની વિરાધના કરી સતત દુ:ખ ભોગવતા નરક અને તિર્યંચગતિમાં આવાગમન કરતા રહે છે. જે ઔશિક, ક્રીમ, નિયાગ આદિ રૂપ કિંચિત્ માત્ર પણ અષણીય આહાર છોડતા નથી, તે અગ્રિની માફક સર્વભક્ષી ભિક્ષુ પાપકર્મ કરીને અહીંથી મરીને પછી દુર્ગતિમાં જાય છે. સ્વયં જ પોતાના દૂષ્પવૃત્તિશીલ દુરાત્મા જે અનર્થ કરે છે, તે ગળું કાપનારા શત્ર પણ કરી શકતા નથી. ઉક્ત તથ્યને નિર્દયસંયમહીન પુરુષ મૃત્યુની ક્ષણોમાં પશ્ચાત્તાપ કરતા જાણી શકશે. જે ઉત્તમાર્થમાં વિપરિત દૃષ્ટિ રાખે છે, તેની બ્રામણ્યમાં અભિરુચિ વ્યર્થ છે. તેને માટે આ લોક કે પરલોક નથી. બંને લોકના પ્રયોજનથી શૂન્ય હોવાના કારણે તે ઉભયભ્રષ્ટ ભિક્ષુ નિરંતર ચિંતામાં ઘોળાતો રહે છે. આ પ્રમાણે સ્વચ્છેદ અને કુશીલ સાધુ પણ જિનોત્તમના માર્ગની વિરાધના કરી, એ જ રીતે પરિતાપને પ્રાપ્ત થાય છે, જે રીતે ભોગોમાં આસક્ત થઈને નિરર્થક શોક કરનારી કુકરી–ગીધ પક્ષિણી પરિતાપને પ્રાપ્ત થાય છે. મેધાવી સાધક આ સુભાષિતને અને જ્ઞાનગુણથી યુક્ત અનુશાસનને સાંભળીને કુશીલ વ્યક્તિઓના બધાં માર્ગોને છોડીને મહાન્ નિગ્રંથોના પથ પર ચાલે છે. ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન નિગ્રંથ નિરાશ્રવ હોય છે, અનુત્તર શુદ્ધ સંયમનું પાલન કરી તે નિરાશ્રવ સાધક કર્મોનો ક્ષય કરી વિપુલ, ઉત્તમ અને શાશ્વત મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે તે ઉગ્ર–દાંત, મહાન, તપોધન, મહાપ્રતિજ્ઞ, મહાયશસ્વી, મહામુનિએ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ આગમ કથાનુયોગ-૩ - - આ મહાનિર્ગથીય મહામૃતને મહાનું વિસ્તારથી કહ્યું. ૦ શ્રેણિક દ્વારા ક્ષમાયાચના : રાજા શ્રેણિક આ કથનને સાંભળીને સંતુષ્ટ થયો અને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યો, હે ભગવન્! આપે અનાથનું યથાર્થ સ્વરૂપ મને સારી રીતે સમજાવ્યું છે. હે મહર્ષિ ! તમારું મનુષ્ય જીવન સફળ છે, તમારી ઉપલબ્ધિઓ સફળ છે, તમે સાચા સનાથ અને સબાંધવ છો, કેમકે તમે જિનેશ્વરના માર્ગમાં સ્થિત છો. હે સંયત ! તમે અનાથોના નાથ છો, તમે બધાં જીવોના નાથ છો, હે મહાભાગ! હું તમારી ક્ષમા માંગુ છું. હું તમારા દ્વારા અનુશાસિત થવાની ઇચ્છા રાખું છું. મેં આપને પ્રશ્ન પૂછીને જે ધ્યાનમાં વિદ્ધ કર્યું અને ભોગોને માટે નિમંત્રણ આપ્યું, તે બધાંને માટે મને ક્ષમા કરો. આ પ્રમાણે તે રાજસિંહ - શ્રેણિક રાજા અણગારસિંહમુનિની પરમભક્તિથી સ્તુતિ કરી અંતઃપુર તથા પરિજનોની સાથે નિર્મળ ચિત્તપૂર્વક ધર્મમાં અનુરક્ત થઈ ગયો. રાજાના રામકૂપ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યા હતા. તે મુનિની પ્રદક્ષિણા અને નતમસ્તકે વંદના કરીને પાછો ફર્યો. તે અનાથીમુનિ ગુણો વડે સમૃદ્ધ, ત્રણ ગુતિઓથી ગુપ્ત, ત્રણ દંડોથી વિરત, મોહમુક્ત મુનિ પક્ષીની માફક વિપ્રમુક્ત–અપ્રતિબદ્ધ થઈને પૃથ્વીતલ પર વિહાર કરવા લાગ્યા. ૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૭૧૩ થી ૭૭૨; ૦ સમુદ્રપાલ કથા : ચંપાનગરીમાં “પાલિત' નામનો એક વણિકૂ શ્રાવક હતો. તે ભગવંત મહાવીરનો શિષ્ય હતો. તે શ્રાવક નિગ્રંથ પ્રવચનનો કોવિદ – વિશિષ્ટ જ્ઞાતા વિદ્વાન્ હતો. એક વખત વહાણ દ્વારા વ્યાપાર કરતો એવો તે પિડુંડનગરે આવ્યો. પિડુંડનગરમાં વ્યાપાર કરતી વખતે તેને એક વણિકે વિવાહના રૂપમાં પોતાની પુત્રી આપી. કેટલાક સમય પછી ગર્ભવતી પત્નીને લઈને તેણે સ્વદેશ તરફ પ્રસ્થાન કર્યું. ૦ સમુદ્રપાલનો જન્મ અને વિવાહ : પાલિતની પત્નીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આપ્યો. તે સમુદ્રમાં ઉત્પન્ન થયો હોવાથી તેનું નામ સમુદ્રપાલ રાખ્યું. તે વણિકૂ શ્રાવક સકુશલ ચંપાનગરીમાં પોતાને ઘેર આવ્યો. તે સુકુમાર બાળક પોતાના ઘરમાં આનંદપૂર્વક મોટો થવા લાગ્યો. તેણે બોંતેર કળાઓ શીખી અને તે નીતિ નિપુણ થઈ ગયો, તે યુવાવસ્થાથી સંપન્ન થઈ ગયો. ત્યારે તે બધાને સુરૂપ અને પ્રિયદર્શન લાગવા માંડ્યો. પિતાએ તેને માટે રૂપિણી નામની સુંદર રૂપવતી પત્ની લાવી આપી. તે દોગંદક દેવની માફક પોતાની પત્નીની સાથે સુરખ્ય પ્રાસાદમાં ક્રીડા કરવા લાગ્યો. Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૦ સમુદ્રપાલની પ્રવ્રજ્યા :– એક સમયે તે પ્રાસાદ આલોકન કરતો (ઝરૂખામાં બેસીને આલોકન કરતો) હતો. તેણે વધ્યજનોચિત્ત ચિન્હોથી યુક્ત વધ્યને વધ્યસ્થાન તરફ લઈ જવાતા જોયો. તેને જોઈને સંવેગ પામીને સમુદ્રપાલે મનમાં આ પ્રમાણે કહ્યુ – (વિચાર્યુ) અહો ! આ અશુભ કર્મોના પાપક નિર્માણ—દુઃખદ પરિણામ છે. – આ પ્રમાણે ચિંતન કરતા એવા તે ભગવાન્ – મહાન્ આત્મા સંવેગને પ્રાપ્ત થયો અને સંબુદ્ધ થયો (પ્રતિબોધ પામ્યો) માતાપિતાને પૂછીને તેણે અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરી. દીક્ષિત થયા પછી મુનિ મહાકલેશકારી, મહામોહ અને પૂર્ણભયકારી સંગનો પરિત્યાગ કરીને પર્યાય ધર્મ—સાધ્વાચારમાં, વ્રતમાં, શીલમાં અને પરીષહોને સહેવામાં અભિરુચિ રાખે. મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને સ્વીકાર કરીને જિનોપદિષ્ટ ધર્મનું આચરણ કરે. ઇન્દ્રિયોનું સમ્યક્ સંવરણ કરનારા ભિક્ષુ સર્વે જીવો પ્રતિ કરુણાશીલ રહે, ક્ષમા વડે દુર્વચનાદિને સહન કરે, સંયત થાય, બ્રહ્મચારી રહે, તે સદૈવ સાવદ્ય યોગ – પાપાચારનો પરિત્યાગ કરતા એવા વિચરણ કરે. ૪૧૫ સાધુ સમયાનુસાર પોતાના બલાબલને, પોતાની શક્તિને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ કરે. સિંહની માફક ભયોત્પાદક શબ્દ સાંભળીને પણ સંત્રસ્ત ન થાય, અસભ્ય વચન સાંભળીને પણ બદલામાં અસભ્ય વચન ન કહે. ૦ પરીષહો સહેવા : સંયમી પ્રતિકૂળતાઓની ઉપેક્ષા કરતો વિચરણ કરે, પ્રિય—અપ્રિય, ઇષ્ટ—અનિષ્ટ, અનુકૂળ—પ્રતિકૂળ પરીષહોને સહન કરે, સર્વત્ર બધાંની અભિલાષા ન કરે, પૂજા અને ગર્હા પણ ન ઇચ્છે. અહીં સંસારમાં મનુષ્યોના અનેક પ્રકારના છંદ—અભિપ્રાય હોય છે. ભિક્ષુ તેને પોતાના ભાવથી જાણે છે. તેથી તે દેવકૃત, મનુષ્ય કૃતુ, તિર્યંચ કૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગો સહન કરે. અનેક અસહ્ય, પરીષ્ઠ પ્રાપ્ત થાય ત્યારે ઘણાં કાયર લોક ખેદનો અનુભવ કરે છે, પરંતુ ભિક્ષુ પરીષહો પ્રાપ્ત થાય ત્યારે સંગ્રામમાં આગળ રહેનારા નાગરાજ–હાથીની જેમ વ્યથિત ન થાય. શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, તૃણસ્પર્શ તથા અનેક પ્રકારના બીજા આતંક જ્યારે ભિક્ષુને સ્પર્શ ન કરે, ત્યારે તે કુત્સિત શબ્દ ન કરતો તેને સમભાવથી સહન કરે. પૂર્વકૃત્ કર્મોને ક્ષીણ કરે. વિચક્ષણ ભિક્ષુ સતત રાગ દ્વેષ અને મોહને છોડીને વાયુ વડે અકંપિત મેરુની સમાન આત્મગુપ્ત બનીને પરીષહોને સહન કરે. પૂજા—પ્રતિષ્ઠામાં ઉન્નત અને ગર્હોમાં અવનત ન થનાર, મહર્ષિ પૂજા અને ગર્હામાં લિપ્ત ન થાય. તે સમભાવી વિરત સંયમી સરળતાને સ્વીકાર કરીને નિર્વાણ માર્ગને પ્રાપ્ત થાય. Page #417 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ - જે રતિ અને અરતિને સહન કરે છે, સંસારી લોકોના પરીચયથી દૂર રહે છે, વિરક્ત છે, આત્મહિતના સાધક છે, પ્રધાનવાનું – સંયમશીલ છે, શોક અને મમત્ત્વરહિત છે, અકિંચન છે, તે પરમાર્થ પદોમાં સમ્યગ્દર્શન આદિ મોક્ષ સાધનોમાં સ્થિત હોય છે. ત્રાયી—પ્રાણિ રક્ષા કરનાર મુનિ મહાન્ યશસ્વી ઋષિઓ દ્વારા સ્વીકૃત, લેપાદિ કર્મથી રહિત, અસંવૃત્ત – બીજાદિથી રહિત વિવિક્ત લયન – એકાંત સ્થાનોને સેવન કરે અને પરીષહોને સહન કરે. ૪૧૬ અનુત્તર ધર્મ સંચયનું આચરણ કરીને સજ્ઞાનથી જ્ઞાનને પ્રાપ્ત કરનારા, અનુત્તર જ્ઞાનધારી, યશસ્વી, મહર્ષિ અંતરિક્ષમાં સૂર્ય સમાન પ્રકાશમાન થાય છે. ૦ સમુદ્રપાલ મુનિનો મોક્ષ : સમુદ્રપાલ મુનિ પુણ્યપાપ (શુભ-અશુભ) બંને કર્મોનો ક્ષય કરીને સંયમમાં નિરંગન—નિશ્ચલ અને બધાં પ્રકારથી મુક્ત થઈને સમુદ્રની માફક વિશાળ સંસાર પ્રવાહને તરીને અપુનરાગમન મોક્ષને પ્રાપ્ત થયા (મોક્ષ પામ્યા). ૦ આગમ સંદર્ભ :: ઉત્ત. ૭૭૩ થી ૭૯૬; — × × • મૃગાપુત્ર બલશ્રી કથા ઃ મૃગા નામની દેવી—અગ્રમહિષી હતી. તેને બલશ્રી નામે એક પુત્ર હતો. તે નામથી આ અધ્યયનને મૃગાપુત્રીય અધ્યયન કહેવામાં આવે છે. તે (કથાનક) આ પ્રમાણે છે– કાનન અને ઉદ્યાનોથી સુશોભિત સુગ્રીવ નામક સુરમ્ય નગરમાં બલભદ્ર નામનો રાજા હતો. મૃગા તેમની પટ્ટરાણી હતી. તેમને બલશ્રી નામે પુત્ર હતો, જે મૃગાપુત્રના નામથી પ્રસિદ્ધ હતો. તે માતા–પિતાને પ્રિય હતો, યુવરાજ હતો, દીશ્વર હતો અર્થાત્ શત્રુઓને દમન કરનારામાં મુખ્ય હતો. તે પ્રસન્નચિત્ત થઈ હંમેશા નંદન પ્રસાદમાં દોગુંદક દેવોની માફક સ્ત્રીઓની સાથે ક્રીડા કરતો હતો. એક દિવસ તે મણિ અને રત્નોથી જડિત કઢ઼િમતલવાળા પ્રાસાદના ગવાક્ષમાં ઊભો રહીને નગરના ચતુષ્ક–ત્રિક અને ચત્વરને જોઈ રહ્યો હતો. ૦ બલશ્રીને જાતિસ્મરણ : તેણે ત્યાં રાજપથ પર જતા એવા તપ, નિયમ અને સંયમના ધારક શીલ વડે સમૃદ્ધ તથા ગુણોની ખાણ સમાન એક સંયતને જોયા. મૃગાપુત્ર (બલશ્રી) તે મુનિને અપલક દૃષ્ટિથી જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે, હું માનું છું કે, આવું રૂપ આ પૂર્વે પણ મેં ક્યાંક જોયેલું છે. સાધુનું દર્શન અને તદનન્તર પવિત્ર અધ્યવસાય થવાથી મેં આવું ક્યાંક જોયેલ છે.' આ પ્રમાણે ઉહાપોહ રૂપ મોહને પ્રાપ્ત થઈ તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. સંજ્ઞીજ્ઞાન થવાથી તે પૂર્વભવને સ્મરણ કરે છે – હું દેવલોકથી ચ્યવીને આ મનુષ્ય ભવમાં આવેલ છું. જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી મહાઋદ્ધિશાળી મૃગાપુત્ર પોતાની પૂર્વ જાતિ અને Page #418 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણ કથાઓ પૂર્વાચરિત શ્રામણ્યને સ્મરણ કરે છે. ૪૧૭ (અહીં નિર્યુક્તિકાર મહર્ષિ પણ નોંધે છે કે—) સુગ્રીવ નગરમાં બલભદ્ર નામે રાજા હતો, તેને મૃગાદેવી નામે અગ્રમહિષી હતી. તે બંનેનો બલશ્રી નામે એક બુદ્ધિમાન પુત્ર હતો. જે વજ્રઋષભનારાય સંઘયણ યુક્ત, યુવરાજ અને ચરમભવને ધારણ કરતો હતો. નંદન નામક રમ્ય પ્રાસાદમાં તે આનંદિત હૃદયથી પોતાની સ્ત્રી સાથે દોગુંદક દેવની માફક રમણ કરતો હતો. અન્ય કોઈ દિવસે પ્રાસાદતલે સ્થિત એવા તેણે વિસ્તીર્ણ રાજમાર્ગ પર અવલોકન કરતા ગુણસમૂહરૂપ એવા સંયત શ્રમણને રાજપથ પર વિચરતા જોયા. જે મુનિ તપ, નિયમ, સંયમના ધારક અને શ્રુતસાગરપારગ તથા ધીર હતા. ત્યારે રાજસુતે (બલશ્રીએ) તે શ્રમણને અનિમેષ નયને જોયા અને વિચાર્યું કે મેં આવા પ્રકારનું રૂપ ક્યાંક જોયેલ છે. ત્યારે તેમને પૂર્વભવે આચરેલ શ્રામણ્યનું સ્મરણ થયું. O મૃગાપુત્રનો પ્રવ્રજ્યા સંકલ્પ :– વિષયોથી વિરક્ત અને સંયમમાં અનુરક્ત મૃગાપુત્રે માતાપિતાની સમીપે આવીને આ પ્રમાણે કહ્યું મેં પાંચ મહાવ્રતોને સાંભળ્યા છે અને એ પણ સાંભળેલ છે કે નરક અને તિર્યંચયોનિમાં દુ:ખ છે. હું સંસારરૂપ મહાસાગર થકી વિરક્ત થયો છું, હું પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. તેથી હે માતા ! મને અનુમતિ આપો. હે માતાપિતા ! હું ભોગોને ભોગવી ચૂક્યો છું, તે વિષફળ સમાન અંતે કટુ વિપાકવાળા અને નિરંતર દુ:ખ દેનારા છે. આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલ છે. અહીંનો આવાસ. અશાશ્વત છે અને દુ:ખ તથા કલેશના સ્થાનરૂપ છે. આ શરીર પાણીના પરપોટા સમાન અનિત્ય છે, પહેલા કે પછી તેને ક્યારેક છોડવાનું જ છે. તેથી મને તેમાં આનંદ મળતો નથી. વ્યાધિ અને રોગોનું ઘર તથા જરા અને મરણથી ગ્રસ્ત આ અસાર મનુષ્ય શરીરમાં મને એક ક્ષણને માટે પણ સુખ મળતું નથી. જન્મ દુઃખ છે, જરા દુઃખ છે, રોગ દુઃખ સંસાર જ દુઃખરૂપ છે. જ્યાં જીવ કલેશ પામે છે. છે, મરણ દુઃખ છે. અહો ! આ સમગ્ર ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, પુત્ર, સ્ત્રી, બંધુજન અને આ શરીરને છોડીને એક દિવસ વિવશ થઈને મારે ચાલ્યું જવાનું છે. જે પ્રમાણે વિષયરૂપ કિંપાક ફળોનું અંતિમ પરિણામ સુંદર હોતું નથી. તે જ પ્રમાણે ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુંદર હોતું નથી. જે વ્યક્તિ પાથેય—ભાતું લીધા વિના જ લાંબા રસ્તે ચાલ્યો જાય છે, તે ચાલતા—ચાલતા ભૂખ અને તરસથી પીડિત થાય છે. એ જ પ્રમાણે જે વ્યક્તિ ધર્મ કર્યા વિના જ પરભવમાં જાય છે, તે જતા-જતા વ્યાધિ અને રોગોથી પીડિત થાય છે — દુ:ખી થાય છે. જે વ્યક્તિ પાથેય લઈને લાંબા માર્ગે ચાલે છે, તે ચાલતા-ચાલતા ભૂખ અને Jain| ૩૨૨.૭ | ternational Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ આગમ કથાનુયોગ-૩ તરસના દુઃખથી રહિત સુખી થાય છે. એ જ પ્રમાણે જે વ્યક્તિ ધર્મ કરીને પરભવમાં જાય છે, તે અલ્પકર્મા થઈને જતા-જતા વેદનારહિત સુખી થાય છે. જે પ્રમાણે ઘરને આગ લાગવાથી ગૃહસ્વામી મૂલ્યવાનું સાર વસ્તુઓને કાઢી લે છે અને મૂલ્યહીન અસાર વસ્તુને છોડી દે છે. તે જ પ્રમાણે આપની અનુમતિ પ્રાપ્ત કરી જરા અને મરણથી સળગતા એવા આ લોકમાં સારભૂત એવા મારા આત્માને હું બહાર કાઢીશ. ૦ માતાપિતા દ્વારા શ્રાધ્ય દુષ્કરતા નિવેદન : ત્યારે માતાપિતાએ તેને કહ્યું, હે પુત્ર ! શ્રામાણ્ય અતિ દુષ્કર છે, ભિક્ષુને હજારો ગુણ ધારણ કરવા પડે છે. ભિક્ષુને જગમાં શત્રુ અને મિત્ર પ્રતિ અને સર્વે જીવો પરત્વે સમભાવ રાખવાનો હોય છે. જીવનપર્યત પ્રાણાતિપાથી વિરત થવું પણ ઘણું જ દુષ્કર હોય છે. સદા અપ્રમત્ત ભાવે મૃષાવાદનો ત્યાગ કરવો, પ્રત્યેક ક્ષણે સાવધાન રહીને હિતકારી સત્ય બોલવું. ઘણું જ કઠિન હોય છે. દંત શોધન આદિ પણ આપ્યા સિવાય લેવું અને પ્રદત્ત વસ્તુ પણ અનવદ્ય અને એષણીય જ લેવી અત્યંત દુષ્કર છે. કામભોગોના રસથી પરિચિત વ્યક્તિ માટે અબ્રહ્મચર્યથી વિરતિ અને ઉગ્ર બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કરવું ઘણું જ દુષ્કર છે. ધન, ધાન્ય, પ્રેષ્યવર્ગ આદિ પરિગ્રહનો ત્યાગ કરવો અને બધાં પ્રકારે આરંભ અને મમત્ત્વનો ત્યાગ કરવો ઘણો દુષ્કર છે. ચતુર્વિધ આહારનો રાત્રિમાં ત્યાગ કરવો અને કાલમર્યાદાથી બહાર વૃતાદિ સંનિધિનો સંચય ન કરવો અતિ દુષ્કર છે. ભૂખ-તરસ, ઠંડી–ગરમી, ડાંસ અને મચ્છરોનું કષ્ટ, આક્રોશ–વચન, દુઃખશય્યા, તણસ્પર્શ અને મેલ (તેમજ) તાડના, તર્જના, વધ, બંધન, ભિક્ષાચાર્ય, યાચના અને અલાભ આ પરીષહોને સહેવા જરૂરી હોય છે. આ કાપોતી વૃત્તિ (કબૂતર સમાન દોષોથી સશક અને સતર્ક રહેવાની વૃત્તિ), દારુણ કેશલોચ, આ ઘોર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું, સામાન્ય આત્માઓને માટે દુષ્કર છે. હે પુત્ર ! તું સુખ ભોગવવા યોગ્ય છે, સુકુમાર છે, સુમજ્જિત છે. તેથી શ્રમણધર્મનું પાલન કરવાને માટે તું સમર્થ નથી. હે પુત્ર ! સાધુચર્યામાં જીવનપર્યત ક્યાંય વિશ્રામ નથી. લોઢાના ભારની માફક સાધુના ગુણોનો મહાન્ ગુરુતર ભાર છે, જેને જીવનપર્યત વહન કરવો અત્યંત કઠિન છે. જેમ આકાશ ગંગાનો સ્ત્રોત, પ્રતિસ્રોત દુસ્તર છે, જેમ સાગરને બાહુઓ વડે તરવો દુષ્કર છે, તેમ ગુણોદધિ-સંયમ સાગરને તરવો પણ દુષ્કર છે. સંયમ રેતીના કોળીયાની માફક સ્વાદરહિત છે, તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. સાપની માફક એકાગ્ર દૃષ્ટિથી ચારિત્રધર્મમાં રહેવું કઠિન છે, લોઢાના જવ ચાવવા જેવું દુષ્કર છે, તે પ્રમાણે ચારિત્રપાલન પણ દુષ્કર છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૧૯ જેમ વસ્ત્રના થેલાને હવાથી ભરવો દુષ્કર છે, તે જ રીતે કાયરો દ્વારા શ્રમણધર્મનું પાલન કરવું પણ કઠિન છે. જેમ મેરપર્વતને ત્રાજવાથી તોલવો દુષ્કર છે, તે જ રીતે નિશ્ચલ અને નિઃશંક ભાવથી શ્રમણધર્મનું પાલન પણ દુષ્કર છે. જેમ ભુજાઓ વડે સમુદ્રને તરવો મુશ્કેલ છે, તે જ રીતે અનુપશાંત વ્યક્તિ દ્વારા સંયમસાગરને પાર કરવો દુષ્કર છે. હે પુત્ર ! પહેલા તું મનુષ્ય સંબંધી શબ્દ, રૂપ આદિ પાંચ પ્રકારના ભોગોને ભોગવીને, પશ્ચાત્ ભુક્તભોગી થઈને ધર્માચરણ કરજે. ૦ મૃગાપુત્ર દ્વારા માતાપિતાને પ્રત્યુત્તર : મૃગાપુત્રએ માતાપિતાને કહ્યું કે, આપે જે કહ્યું છે તે ઠીક છે, પરંતુ આ સંસારમાં જેમની તરસ છીપાઈ ચૂકી હોય તેમને માટે કંઈપણ દુષ્કર નથી. મેં શારીરિક અને માનસિક વેદનાઓને અનંતવાર સહન કરી છે, અને અનેક વખત ભયંકર દુઃખ અને ભયનો પણ અનુભવ કર્યો છે. મેં નરકાદિ ચાર ગતિરૂપ અંતવાળા જરા–મરણરૂપી ભયની ખાણ-સંસારરૂપી વનમાં ભયંકર જન્મ મરણો સહ્યા છે. જેમ અહીં અગ્રિ ઉષ્ણ છે, તેનાથી અનંતગુણી અધિક દુઃખરૂપ ઉષ્ણ વેદના મેં નરકમાં અનુભવી છે, જેમ અહીં ઠંડી છે, તેથી અનંતગુણી અધિક દુઃખરૂપ શીતવેદના મેં નરકમાં અનુભવી છે. હું નરકની કંદ કુંભીઓમાં ઉપર પગ અને નીચું મસ્તક કરીને પ્રજ્વલિત અગ્નિમાં આક્રંદન કરતો અનંતવાર પકાવાયો છું. મહાભયંકર દાવાગ્નિ તુલ્ય મરૂપ્રદેશમાં તથા વજવાલુકામાં અને કદંબવાલુકામાં હું અનંતવાર સળગાવાયો છું. બાંધવોથી રહિત, અસહાય, રોતો એવો કંદૂકુંભમાં ઊંચો બાંધવામાં આવ્યો અને કરવત અને ક્રકચ આદિ શસ્ત્રોથી અનંતવાર છેડાયો છું. અત્યંત તીખા કાંટાથી વ્યાપ્ત ઊંચા શાલ્મલિવૃક્ષ પર પાશજાલથી બાંધીને અહીં– તહીં ખેંચીને મને અસહ્ય કષ્ટ આપેલ છે. અતિ ભયાનક આક્રંદન કરતો એવો હું પાપકર્મા મારા જ કર્મોને કારણે શેરડીની માફક મોટા-મોટા યંત્રોમાં અનંતીવાર પીલાયો છું. હું અહીં-તહીં ભાગતો એવો અને આક્રંદન કરતો એવો કાળા અને કાબરચિતરા સુંવર અને કૂતરાથી અનેક વખત પાડવામાં આવ્યો, ફાડવામાં આવ્યો અને છેડાયો છું. પાપકર્મોના કારણે હું નરકમાં જન્મ લઈને અલસીના ફૂલો સમાન નીલરંગી તલવારો વડે, ભાલાથી, લોઢાના દંડ વડે છેદાયો, ભેદાયો અને ટૂકડે ટૂકડા કરાયો છું. યૂપના છેદમાં લાગતી એવી ખીલીથી યુક્ત એવા યૂપવાળા સળગતા લોઢાના રથમાં જોડવામાં આવ્યો, ચાબુક અને દોરડા વડે હંકારાયો, રોઝની માફક પીટાઈને જમીન પર પાડવામાં આવ્યો. પાપકર્મોથી ઘેરાયેલ એવો પરાધીન હું અગ્રિની ચિતાઓમાં ભેંસની માફક સળગાવાયો અને પકાવાયો છું. લોઢાના સમાન કઠોર સાણસી જેવી ચાંચવાળા ઢેક અને ગીધ પક્ષીઓ દ્વારા રોતો–એવો પણ બળથી અનંતીવાર નોંચાયો છું. તરસથી વ્યાકુળ થઈને દોડતા એવો હું વૈતરણી નદી પર પહોંચ્યો. “પાણી પીશ” એવું વિચારી જ રહ્યો હતો કે છરાની ધાર Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જેવી તીક્ષ્ણ જલધારા વડે હું ચીરાયો છું. ગરમીથી સંતપ્ત થઈને હું છાયાને માટે અસિપત્ર મહાવનમાં ગયો, પરંતુ ત્યાં ઉપરથી પડતા અસિપત્રોથી અનેક વાર છેદાયો. બધી તરફથી નિરાશ થયેલ મારા શરીરને મુદ્ગરો, મુસુંડીઓ, શૂળો અને મૂસલો વડે ચૂર ચૂર કરાયું. આ પ્રમાણે અનંતીવાર મેં દુઃખ પ્રાપ્ત કર્યું. આગમ કથાનુયોગ–૩ તેજધારવાળા છરા અને છરીઓ વડે તથા કાતર વડે હું અનેક વખત કપાયો છું ટુકડા–ટુકડા કરાયો છું, છેદાયો છું અને મારી ચામડી ઉતારાઈ છે, વિવશ બનેલા હરણની માફક પણ અનેકવાર પાશ અને કૂટજાલોથી છલપૂર્વક પકડાયેલો છું. બંધાયો છું, રોકાયો છું અને વિનષ્ટ કરાયો છું. ગલ અને મગરને પકડવાના જાલથી માછલીની માફક વિવશ એવો હું અનંતીવાર ખેંચાયો, ફડાયો, પકડાયો અને મરાયો છું, બાજ પક્ષીઓ, જાલો તથા વજ્રલેપો દ્વારા પક્ષીની માફક હું અનંતવાર પકડાયો, ચિપકાવાયો, બંધાયો અને મરાયો. વર્ધકી દ્વારા વૃક્ષની માફક કુહાડી અને ફરસી વડે હું અનંતવાર કૂટાયો છું, ફડાયો છું, છેદાયો છું અને છોલવામાં આવ્યો છું, લુહારો દ્વારા લોઢાની માફક હું પરમાધામી અસુરકુમારો દ્વારા થપ્પડ અને મુક્કાઓ દ્વારા અનંતવાર પીટાયો, કૂટાયો અને ખંડખંડ કરાયો તેમજ ચૂર્ણ બનાવી દેવાયો છું. ભયંકર આક્રંદન કરવા છતા પણ મને કળકળતા, ગરમ તાંબા, લોઢા, રાંગા અને સીસાનો રસ પીવડાવાયો. ‘“તને ટુકડા–ટુકડા કરાયેલ અને શૂળમાં પરાવાયેલ પકાવેલું માંસ પ્રિય હતું." એ યાદ દેવડાવી મને મારા જ શરીરનું માંસ કાપીને તેને અગ્નિ જેવું લાલ તપાવીને અનેકવાર ખવડાવાયું. “તને સૂરા, સીધુ, મૈરેય અને મધુ આદિ મદિરા પ્રિય હતી.' એમ યાદ દેવડાવીને મને સળગતી એવી ચરબી અને ખૂન પીવડાવાયું. મેં આ પ્રમાણે પૂર્વ જન્મોમાં નિત્ય, ભયભીત, સંત્રસ્ત, દુઃખિત અને વ્યથિત થતા અત્યંત દુ:ખપૂર્ણ વેદનાનો અનુભવ કર્યો છે. તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યંત દુઃસહ મહાભયંકર અને ભીષ્મ વેદનાઓને મેં નરકમાં અનુભવી છે. હે તાત ! મનુષ્યલોકમાં જેવી વેદનાઓ જોવામાં આવી છે, તેનાથી અનંતગુણી અધિક દુઃખ વેદના નરકમાં છે, મેં બધાં જન્મોમાં દુઃખરૂપ વેદના અનુભવી છે. એક પલક માત્ર જેટલી પણ સુખરૂપ વેદના ત્યાં નથી. ૦ શ્રામણ્ય નિષ્પતિકર્મ સંબંધે—ઉત્તર : માતાપિતાએ કહ્યું, હે પુત્ર ! તારી ઇચ્છાનુસાર તું ભલે સંયમ સ્વીકાર કર, પણ વિશેષ વાત એ છે કે, શ્રમણજીવનમાં નિષ્પતિકર્મતા રોગ થાય ત્યારે ચિકિત્સા ન કરાવવી તે કષ્ટ છે. ત્યારે મૃગાપુત્રે કહ્યું, હે માતાપિતા ! આપે જે કહ્યું, તે સત્ય છે, પણ જંગલમાં રહેનારા નિરીહ પશુ-પક્ષીઓની ચિકિત્સા કોણ કરે છે ? જેમ જંગલમાં હરણ એકલું વિચરે છે, તેમ હું પણ સંયમ અને તપની સાથે એકાકી થઈને ધર્મનું આચરણ કરીશ. જ્યારે મહાવનમાં હરણના શરીરમાં આતંક ઉત્પન્ન Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ થઈ જાય છે, ત્યારે વૃક્ષની નીચે બેઠેલા હરણની ચિકિત્સા કોણ કરે છે ? કોણ તેને ઔષધિ આપે છે ? કોણ તેના સ્વાસ્થ્યની વાત પૂછે છે ? કોણ તેને ભોજન–પાણી લાવીને આપે છે ? જ્યારે તે નિરોગી થઈ જાય છે. ત્યારે સ્વયં ગોચરભૂમિમાં જાય છે અને ભોજન—પાનને માટે લતા, વેલ અને જળાશયોને શોધે છે, વેલા અને સરોવરમાં ભોજન— પાણી કરીને મૃગચર્યા કરો તે મૃગ મૃગોની નિવાસભૂમિમાં ચાલ્યો જાય છે. આ જ પ્રકારે રૂપ આદિમાં અપ્રતિબદ્ધ, સંયમને માટે ઉદ્યત, ભિક્ષુ સ્વતંત્ર વિહાર કરતો મૃગચર્યાની માફક આચરણ કરી ઉર્ધ્વદિશા - મોક્ષમાં ગમન કરે છે. ૪૨૧ જેમ મૃગ એકલો અનેક સ્થાનોમાં વિચરે છે, અનેક સ્થાનોમાં રહે છે, સદૈવ ગોચર—ચર્યાથી જ જીવનયાપન કરે છે, તે જ રીતે ગૌચરીને માટે ગયેલ મુનિ પણ કોઈની નિંદા કે અવજ્ઞા નથી કરતો. હું મૃગચર્યાનું આચરણ કરીશ. ૦ મૃગાપુત્રની પ્રવ્રજ્યા : હે પુત્ર ! જેમ તને સુખ ઉપજે તેમ કરો. આ પ્રમાણે માતા–પિતાની અનુમતિ પામીને તે ઉપધિ—પરિગ્રહને છોડે છે. હે માતા ! હું તમારી અનુમતિ પામીને બધાં દુઃખોનો ક્ષય કરનારી મૃગચર્ચાનું આચરણ કરીશ. હે પુત્ર ! જેમ તને સુખ થાય તેમ કર. આ પ્રમાણે તે અનેક પ્રકારે માતાપિતાની અનુમતિને જાણીને મમત્વનો ત્યાગ કરે છે. જે રીતે મહાનાગ કંચુકીને છોડે છે, કપડા પર લાગેલી ધૂળની માફક ઋદ્ધિ, ધન, મિત્ર, પુત્ર, કલત્ર અને જ્ઞાતિજનોને ઝાટકીને તે સંયમયાત્રા માટે નીકળ્યો. પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત, અત્યંતર અને બાહ્ય તપમાં ઉદ્યત, મમત્ત્પરહિત, અહંકાર રહિત, સંગરહિત, ગૌરવના ત્યાગી, ત્રસ અને સ્થાવર બધાં જીવોમાં સમદૃષ્ટિ, લાભમાં—અલાભમાં, સુખમાં દુઃખમાં, જીવનમાં— મરણમાં, નિંદામાં—પ્રશંસામાં, માનમાં—અપમાનમાં સમત્વના સાધક— ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય અને શોકથી નિવૃત્ત, નિદાન અને બંધનથી મુક્ત, આ લોકમાં અનાસક્ત અને પરલોકમાં અનાસક્ત, હાથલાથી છેદવામાં કે ચંદન લગાવાય ત્યારે પણ તથા આહાર મળવા અને ન મળવા છતાં સમ, અપ્રશસ્ત હેતુથી આવનારા કર્મપુદ્ગલોનો સર્વભાવથી નિરોધક તે મહર્ષિ એવા મૃગાપુત્ર અધ્યાત્મ સંબંધી ધ્યાન યોગોથી પ્રશસ્ત સંયમ શાસનમાં લીન થયા. આ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાઓ દ્વારા આત્માને સમ્યક્ પ્રકારે ભાવિત કરીને, ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય ધર્મનું પાલન કરી અંતે એક માસનું અનશન કરીને તે અનુત્તર સિદ્ધિને પ્રાપ્ત થયા. સંબુદ્ધ, પંડિત અને અતિ વિચક્ષણ વ્યક્તિ આ પ્રમાણે જ કરે છે, તેઓ કામભોગોથી એ જ રીતે નિવૃત્ત થાય છે, જે રીતે મહર્ષિ મૃગાપુત્ર નિવૃત્ત થયા. મહાન્ પ્રભાવશાળી, મહાન્ યશસ્વી, મૃગાપુત્રના તપ પ્રધાન, ત્રિલોક, વિશ્રુત અને Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ આગમ કથાનુયોગ-૩ મોક્ષરૂપગતિથી પ્રધાન–ઉત્તમ ચારિત્રના કથનને સાંભળીને, ધનને દુઃખ વર્ધક અને મમત્વ બંધનને મહાભયંકર જાણીને નિર્વાણ ગુણોને પ્રાપ્ત કરાવનારી સુખાવહ – અનંત સુખ પ્રાપ્ત કરાનારી ધર્મધુરા ધારણ કરો. ૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૬૭૫ થી ૭૧૧; ઉત્ત નિ ૪૦૯ થી ૪૨૧ + ; — — — — — ૦ ગર્દભાલિ, સંજય રાજા – ક્ષત્રિયમુનિ – કથાનક - ૦ સંજય રાજા : કાંડિલ્ય નગરમાં સેના અને વાહનથી સુસંપન્ન સંજય નામનો રાજા હતો. એક દિવસ તે મૃગયા–શિકાર માટે નીકળ્યો. તે રાજા બધી તરફ વિશાલ અશ્વસેના, ગજસેના, રથસેના અને પદાતિસેનાથી પરિવૃત્ત હતો. રાજા અશ્વ પર આરૂઢ હતો. તે રસમૂર્શિત થઈને કાંપિલ્ય નગરમાં કેશર ઉદ્યાન તરફ ધકેલાયેલા, ભયભીત અને થાકેલા હરણોને મારી રહ્યો હતો. ૦ ગદભાલિ મુનિ : તે કેશર ઉદ્યાનમાં એક તપોધન અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા. ધર્મધ્યાનને એકાગ્રતાથી સાધી રહ્યા હતા. આમ્રવને ક્ષય કરવાને ઉદ્યત આણગાર લતામંડપમાં ધ્યાન કરી રહ્યા હતા. રાજાએ તેમની સમીપ આવેલ હરણોનો વધ કરી દીધો. અશ્વારૂઢ રાજા જલ્દીથી ત્યાં આવ્યો. જ્યાં મુનિ ધ્યાનસ્થ હતા. મૃત હરણોને જોઈને પછી ત્યાં એક અણગારને જોયા. ૦ સંજય દ્વારા ક્ષમા - પ્રાર્થના : મુનિને જોઈને રાજા એકદમ ભયભીત થઈ ગયા. તેણે વિચાર્યું – હું કેટલો મંદપુણ્ય-ભાગ્યહીન, રસાસક્ત અને હિંસકવૃત્તિનો છું કે મેં વ્યર્થ જ મુનિને આહત કર્યા છે. ઘોડાને છોડીને તેણે વિનયપૂર્વક અણગારના ચરણોમાં વંદન કર્યા અને કહ્યું, ભગવન્! આ અપરાધને માટે મને ક્ષમા કરજો. તે અણગાર તો મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કંઈ પ્રત્યુત્તર ન આપ્યો. તેથી રાજા અધિક ભયાક્રાંત થઈ ગયા. ભગવન્! હું સંજય છું, આપ મારી સાથે કંઈક તો બોલો. હું જાણું છું – કુદ્ધ અણગાર પોતાના તેજથી કરોડો મનુષ્યને બાળી નાંખે છે. ૦ ગર્દભાલિ મુનિ દ્વારા ઉપદેશ : જ્યારે રાજાએ મુનિને જોયા અને સંભ્રમમાં આવ્યો, તેણે ઘોડાને છોડીને અણગારની પાસે જઈને વિનય વડે વંદીને અપરાધ ખમાવ્યા. પણ મૌનસ્થિત તે અણગાર કંઈ જ બોલ્યા નહીં ત્યારે તેના તપતેજથી ભયભીત થઈને આ પ્રમાણે બોલ્યો, હું કંપિલપુરનો અધિપતિ રાજા સંજય તમારા શરણે આવેલો છું, ત્યારે ગર્દભાલી મુનિએ કહ્યું Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૨૩ હે પાર્થિવ ! તને અભય છે. પરંતુ તે પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસામાં સંલગ્ન છે? જ્યારે બધું જ છોડીને તારે અહીંથી અવશ્ય લાચાર થઈને ચાલ્યું જવાનું છે, તો આ અનિત્ય જીવલોકમાં તું રાજ્યમાં કેમ આસક્ત થયો છે ? હે રાજન્ ! તું જેમાં મોહમુગ્ધ છે, તે જીવન અને સૌંદર્ય વીજળીની ચમક જેવું ચંચળ છે, તું તારા પરલોકના હિતને સમજી શકતો નથી. સ્ત્રીઓ, પુત્ર, મિત્ર, બંધુજન જીવિત વ્યક્તિની સાથે જ જીવે છે. કોઈ પણ મૃત વ્યક્તિની પાછળ જતું નથી. (મરતું નથી). અત્યંત દુઃખની સાથે પુત્ર પોતાના મૃત પિતાને ઘરની બહાર નીકાળી દે છે. તે જ પ્રમાણે પુત્રને પિતા અને ભાઈને બીજો ભાઈ બહાર નીકાળી દે છે. તેથી હે રાજનું! તું તપ આચર, જે સુખ અથવા દુઃખના કર્મ જે વ્યક્તિએ કર્યા છે, તે પોતાના કે કર્મોની સાથે જ પરભવમાં જાય છે. ૦ સંજય રાજાની પ્રવજ્યા અને ક્ષત્રિય મુનિનો પ્રશ્ન : (ગર્દભાલિ) અણગારની પાસે મહાનું ધર્મને સાંભળીને રાજા મોક્ષનો અભિલાષી અને સંસારથી વિમુખ થઈ ગયો. રાજ્યને છોડીને તે સંજય રાજા ભગવાન્ ગર્દભાલી અણગાર સમીપે જિન શાસનમાં (અહંદુ દર્શનમાં) ધ્વજિત થઈ ગયા. જ્યારે ગર્દભાલિ મુનિએ સમજાવ્યું કે, મનુષ્ય જન્મ તો પાણીના પરપોટા સમાન છે, “આત્માને મરણનું દુઃખ શું છે ?' તે જાણવા છતાં શા માટે હિંસામાં આસક્ત છે ? આ બધાનો ત્યાગ કરીને અવશ્ય જવાનું જ છે તે જાણવા છતાં કિંપાક ફળની ઉપમાવાળા કામભોગોમાં શા માટે મુંઝાયો છે ? એ પ્રમાણે તે અણગાર પાસે ધર્મને સાંભળીને તે રાજા રાજ્યનો ત્યાગ કરીને મનોજ્ઞ શબ્દાદિ કામગુણો તથા આજ્ઞા–ઐશ્વર્યાદિનો ત્યાગ કરીને પ્રવૃજિત થઈ ગયો. રાષ્ટ્રનો ત્યાગ કરી પ્રવજિત થયેલા ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજયમુનિને કહ્યું, તમારું આ રૂપ જેવું પ્રસન્ન અર્થાત્ નિર્વિકાર છે, તે જ પ્રમાણે તારું અંતરમન પણ પ્રસન્ન છે ? (હે મુનિ !) તમારું નામ શું છે ? તમારું ગોત્ર શું છે ? કયા પ્રયોજનથી તમે મહાન્ મુનિ બન્યા છો ? કઈ પ્રકારે તમે આચાર્યની સેવા કરો છો ? કઈ પ્રકારે વિનિત કહેવાઓ છો ? ૦ સંજયમુનિ દ્વારા સ્વનિવેદન : મારું નામ સંજય છે. મારું ગોત્ર ગૌતમ છે. વિદ્યા અને ચારિત્રના પારગામી ગર્દભાલિ મારા આચાર્ય છે. હે મહામુનિ ! ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન – આ ચાર સ્થાનો દ્વારા કેટલાંક એકાંતવાદી તત્ત્વવેતા અસત્ય તત્ત્વની પ્રરૂપણા કરે છે. પરંતુ) બુદ્ધ-સર્વજ્ઞ પરિનિર્વત – સંસાર ત્યાગી, જ્ઞાન અને ચારિત્રથી સંપન્ન, સત્ય વક્તા અને સત્ય-પરાક્રમી જ્ઞાતવંશીય ભગવાન્ મહાવીરે આ પ્રમાણે પ્રજ્ઞાપના કરેલી છે Page #425 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૩ મનુષ્ય પાપકર્મ કરે છે, તેઓ ઘોર નરકમાં જાય છે અને જે આર્ય ધર્મનું આચરણ કરે છે, તે દિવ્ય ગતિ પામે છે. ૪૨૪ એકાંતવાદીઓનું સર્વ કથન માયાપૂર્વક છે, તેથી મિથ્યાવચન છે. હું આ માયાપૂર્ણ વચનોથી બચીને ચાલું છું. જે મિથ્યાટષ્ટિ અને અનાર્ય છે, તે બધાંને મેં જાણ્યા છે, પરલોકમાં રહેલા એવા મને સારી રીતે જાણું છું. હું ૦ ક્ષત્રિય મુનિ દ્વારા સ્વ નિવેદન :~ હું પહેલા મહાપ્રાણ નામના વિમાનમાં વર્ષશતની ઉપમાવાળા આયુષ્યવાળો દ્યુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષનું આયુ પૂર્ણ મનાય છે, તેમ ત્યાં પાલી—પલ્યોપમ અને મહાપાલી—સાગરોપમની દિવ્ય આયુ પૂર્ણ છે. બ્રહ્મલોકનું આયુ પૂર્ણ કરીને હું મનુષ્ય ભવમાં આવ્યો. હું જેવી રીતે મારા આયુને જાણું છું, તે જ રીતે બીજાના આયુને પણ જાણું છું. વિવિધ પ્રકારની રુચિ અને મનના વિકલ્પોને તથા બધાં પ્રકારના અનર્થક વ્યાપારોને સંયતાત્મા મુનિએ સર્વત્ર ત્યાગ કરવો જોઈએ. આ તત્ત્વજ્ઞાનરૂપ વિદ્યાનું લક્ષ્ય કરીને સંયમપથ પર વિચરણ કરવું. હું શુભાશુભ સૂચક પ્રશ્નો અને ગૃહસ્થોની મંત્રણાથી દૂર રહું છું. અહો ! હું દિનરાત ધર્માચરણને માટે ઉદ્યત રહું છું. આ જાણીને તમે પણ તપનું આચરણ કરો. જે તમે મને સમ્યક્, શુદ્ધ ચિત્તથી કાળના વિષયમાં પૂછી રહ્યા છો, તેને બુદ્ધ – સર્વજ્ઞ પ્રગટ કરેલ છે. તેથી આ જ્ઞાન જિનશાસનમાં વિદ્યમાન છે. ધીર પુરુષ ક્રિયા–ચારિત્ર, સંયમમાં રુચિ રાખે અને અક્રિયાનો ત્યાગ કરે. સમ્યક્ દૃષ્ટિથી સંપન્ન થઈને તમે દુશ્વર ધર્મનું આચરણ કરો. ૦ ક્ષત્રિયમુનિ દ્વારા પૂર્વ પ્રવ્રુજિત ભરતાદિનું નિરૂપણ :– અર્થ અને ધર્મથી ઉપશોભિત આ પુણ્યપદ પવિત્ર ઉપદેશને સાંભળીને ભરત ચક્રવર્તી ભારત વર્ષના રાજ્ય તથા કામભોગોનો પરિત્યાગ કરી પ્રવ્રુજિત થયા હતા. નરાધિપ સગર ચક્રવર્તી સાગરપર્યંત ભારત વર્ષ અને પૂર્ણ ઐશ્વર્યને છોડીને દયાસંયમની સાધનાથી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. મહાન્ ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી, મધવા ચક્રવર્તીએ ભારત વર્ષની ઋદ્ધિને છોડીને પ્રવ્રજ્યા સ્વીકાર કરી. મહાન્ ઋદ્ધિ સંપન્ન, મનુષ્યેન્દ્ર સનકુમાર ચક્રવર્તીએ પુત્રને રાજ્ય પર સ્થાપિત કરી તપનું આચરણ કર્યું. મહાન્ ઋદ્ધિ સંપન્ન અને લોકમાં શાંતિ કરનારા શાંતિનાથ ચક્રવર્તીએ ભારતવર્ષને છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. ઇક્ષ્વાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ, નરેશ્વર, વિશાલકીર્તિ દ્યુતિમાનૢ કુંથુનાથ ચક્રવર્તીએ અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. સાગર પર્યંત ભારત વર્ષનો ત્યાગ કરીને કર્મરજને દૂર કરીને નરેશ્વરોમાં શ્રેષ્ઠ અર ચક્રવર્તીએ અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૨૫ ભારત વર્ષને છોડીને ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ ચક્રવર્તીએ તપનું આચરણ કર્યું. શત્રુઓના માન મર્દન કરનાર હરિષણ ચક્રવર્તીએ પૃથ્વી પર એક છત્ર શાસન કરીને પછી અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. હજાર રાજાઓની સાથે શ્રેષ્ઠ ત્યાગી જય ચક્રવર્તીએ રાજ્યનો પરિત્યાગ કરી જિનભાષિત સંયમનું આચરણ કર્યું અને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. સાક્ષાત્ દેવેન્દ્રથી પ્રેરિત થઈને દશાર્ણભદ્ર રાજાએ પોતાના સર્વ પ્રકારે સંપન્ન દશાર્ણ રાજ્યને છોડીને ધ્વજ્યા લીધી અને મુનિધર્મનું આચરણ કર્યું. સાક્ષાત્ દેવેન્દ્ર દ્વારા પ્રેરિત થવા છતાં પણ વિદેહરાજ નમિ શ્રમણ્યધર્મમાં સારી રીતે સ્થિર થયા અને પોતાને અતિ વિનમ્ર બનાવ્યા. કલિંગમાં કરકંડુ, પાંચાલમાં દ્વિમુખ, વિદેહમાં નમિરાજા અને ગાંધારમાં નગ્નતિ રાજાઓમાં વૃષભ સમાન મહાન્ હતા. તેઓએ પોતપોતાના પુત્રને રાજ્યમાં સ્થાપિત કરીને શ્રામણ્યધર્મનો સ્વીકાર કર્યો. સૌવીર રાજાઓમાં વૃષભની સમાન મહાનું ઉદાયન રાજાએ રાજ્યને છોડીને પ્રવજ્યા લીધી. મુનિધર્મનું આચરણ કર્યું અને અનુત્તરગતિ પ્રાપ્ત કરી. આ જ પ્રમાણે શ્રેય અને સત્યમાં પરાક્રમશીલ કાશીરાજે કામભોગોનો પરિત્યાગ કરી કર્મરૂપી મહાવનનો નાશ કર્યો. - આ પ્રમાણે અમરકીર્તિ, મહાયશસ્વી, વિજય રાજાએ ગુણસમૃદ્ધ રાજ્યને છોડીને પ્રવજ્યા લીધી. આ પ્રમાણે અનાકૂળ ચિત્તથી ઉગ્ર તપશ્ચર્યા કરીને રાજર્ષિ મહાબલે અહંકારનો ત્યાગ કરીને સિદ્ધિરૂપ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું. (મસ્તક આપી મસ્તક સ્થાને ગયા). આ ભરત વગેરે શૂર અને દઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનમાં વિશેષતા જોઈને જ તેનો સ્વીકાર કર્યો હતો. તેથી અહેતુવાદોથી પ્રેરિત થઈને હવે કોઈ કેમ ઉન્મત્તની માફક પૃથ્વી પર વિચરણ કરે ? મેં આ અત્યંત નિદાન ક્ષમ–યુક્તિસંગત સત્યવાણી કહેલી છે. તેનો સ્વીકાર કરીને અને જીવ અતીતમાં સંસારસમુદ્રનો પાર પામ્યા છે. વર્તમાનમાં પાર પામી રહ્યા છે અને ભવિષ્યકાળમાં પણ પાર પામવાના છે. ધીર સાધક એકાંતવાદી અહેવાદોમાં સ્વયં પોતાને કેમ જોડે ? જે બધાં જ સંગોથી મુક્ત છે, તે જ નીરજ-કર્મરજથી રહિત થઈને સિદ્ધ થાય છે. ૦ આગમ સંદર્ભ :– ઉત્ત. પ૬૦ થી ૬૧૩; ઉત્ત.નિ. ૩૯૫ થી ૪૦પની વૃ ઉત્ત.યૂ.પૃ. ૨૪૮, ૨૪૯; – ૪ –– ૪ – ૦ ઇષકાર આદિ શ્રમણ કથા : (ઇષકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુ પુરોહિત, વાશિષ્ઠા-જસા પુરોહિત પત્ની, તેના બે પુત્રો) Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ આગમ કથાનુયોગ-૩ ઇષકારને આશ્રિને તેના હિતને માટે થનારું હોવાથી અહીં અધ્યયનનું નામ, ઇષકારિય રખાયું છે. અન્યથા આ કથાના છ એ પાત્રોનું વર્ણન તુલ્ય જ છે અને ઉત્થાનગતિ પણ તુલ્ય જ છે. (પ્રથમ ઇષકાર કે જેનું મૂળ નામ સીમંધર છે તેનું કથન નિર્યુક્તિમાં આ પ્રમાણે છે-) ૦ પૂર્વભવ વર્ણન અને વર્તમાન જન્મ : પૂર્વભવમાં પરસ્પર સ્નેહથી સંબદ્ધ એવા મિત્રો હતા. તેઓ ભુક્ત ભોગી થઈને સર્વે પરીચડનો ત્યાગ કરીને પ્રવજિત થઈને શ્રમણ બન્યા. શ્રમણ્યનું સારી રીતે પાલન કરીને તેઓ પદ્મગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેઓની ઉત્કૃષ્ટ એવી ચાર પલ્યોપમની સ્થિતિ હતી. ત્યાંથી ચ્યવીને તેઓ કુરુજનપદના શ્રેષ્ઠ નગર એવા ઉસુયાર (ઇષકાર) નગરમાં ઉત્પન્ન થયા. તે છ એ જણા ચરમશરીરી અને જેનો મોહ નાશ પામનાર છે તેવા થયા. તે આ પ્રમાણે – (૧) ઇષકાર (ઉસુયાર) રાજા, (૨) તેની પટ્ટરાણી કમલાવતી દેવી (૩) ભૃગુ નામક પુરોહિત (૪) પુરોહિત પત્ની વાશિષ્ઠા (૫) અને (૬) પુરોહિતના બે પુત્રો. ઇષકારપુર નગરમાં ઉસુયાર રાજાના રાજ્યમાં ભૃગુ નામનો પુરોહિત હતો. તે તેની વાશિષ્ટ ગોત્રની પત્ની જશા સાથે પોતાનો સંસાર વ્યતિત કરી રહ્યો હતો. તે ભૃગુ પુરોહિતને કોઈ સંતાન ન હતું, તેથી સંતાન નિમિત્તે તે ઘણો જ સંતપા વેઠતો હતો. પછી કોઈ નિમિત્તકને તેણે દેવ-ઉપાય પૂછયો. ત્યારે પૂર્વભવના એવા બે મિત્રો જે દેવ થયેલા તેણે અવધિજ્ઞાન વડે જ્યારે આ વાત જાણી કે અમે આ ભૃગુ પુરોહિતના પુત્રો થવાના છીએ ત્યારે તેઓ શ્રમણરૂપ કરીને આવ્યા. - ભૃગુ પુરોહિત સન્મુખ ઉપસ્થિત થઈને ભૂગ અને તેની પત્નીએ વંદન કર્યા સારું આસન આપ્યું. ત્યારે તેમણે ધર્મ કહ્યો. ભૃગુ પુરોહિત અને તેની પત્નીએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. પછી પુરોહિતે તેમને પૂછયું, હે ભગવન્! અમને અપત્યસંતાન થશે ? ત્યારે સાધુએ કહ્યું કે, તમને બે પુત્રો થશે, પરંતુ તે બંને નક્કી દીક્ષા ગ્રહણ કરશે, તમારે તેને બાધા ઉત્પન્ન ન કરવી. પણ તેમને પ્રવજ્યા ગ્રહણ કરવા દેવી. એ પ્રમાણે ઘણાં લોકોને બોધ પમાડી તે બંને દેવો પાછા ગયા. આ બંને દેવોએ પૂર્વે મુનિચંદ્રમુનિ પાસે દીક્ષા લીધેલી. તે ભવે તેઓ ગોવાળ હતા. (આ અધિકાર બ્રહ્મદત્તચક્રી કથામાં આપેલ છે.) ઘણાં અલ્પ સમયમાં તે બંને દેવો દેવલોકથી ચ્યવીને ભૃગુ પુરોહિતની પત્ની વાસિષ્ઠીના ઉદરમાં ઉત્પન્ન થયા. ત્યારપછી પુરોહિત નગરથી નીકળીને બીજા ગામમાં રહ્યો. ત્યાં તે બ્રાહ્મણીએ બે બાળકોને જન્મ આપ્યો. ત્યારપછી તે બંને દીક્ષા ન લે તે માટે માયાવૃત્તિથી તેમને વ્યગ્રાહિત કર્યા કે આ જે લોકો પ્રવજ્યા લે છે, તે પછી દિવ્યરૂપ ધારણ કરીને બાળકોને પકડીને મારે છે. પછી તેમનું માંસ ખાય છે. તેથી તમારે તેની નજીક ન જવું કે સંગ ન કરવો. કોઈ દિવસે તેઓ તે ગામમાં રમતા બહાર નીકળ્યા. તેમણે માર્ગમાં સામેથી Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૨૭ આવતા સાધુને જોયા. ત્યારે તે બાળકો સાધુને આવતા જોઈને ભયભીત થઈ પલાયન થઈ ગયા. કોઈ એક વડની શાખા પર ચઢી ગયા. સાધુઓ સમવૃત્તિથી લાવેલ ભોજન-પાન લઈને તે જ વડની શાખા નીચે આવ્યા. મુહર્ત ભર વિશ્રામ લઈને ભોજનને માટે પ્રવૃત્ત થયા. વડની શાખા પર આરૂઢ થઈને તે બાળકો ભોજન–પાન આદિને જોવા લાગ્યા. તેમાં કયાંય માંસ ન જોઈને તેઓ વિચારવા લાગ્યો કે, અમે કયાંક આવું રૂપ (વેશ) પૂર્વે જોયેલ છે. તેઓને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી બોધ પામ્યા. સાધુને વંદન કરીને માતા-પિતા સમીપે ગયા. ઇત્યાદિ – (પૂર્વભૂમિકા નિર્યુક્તિકારે જણાવી છે. સૂત્રોક્ત કથા આ પ્રમાણે...) ૦ ઇષકાર નગરે પુરોહિત પુત્ર :- દેવલોક સમાન સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધ ઇષકાર નામે નગર હતું. ત્યાં પૂર્વજન્મમાં એક જ વિમાનના નિવાસી કેટલાંક જીવ દેવાયુ પૂર્ણ કરીને અવતર્યા. પૂર્વભવે કરેલ પોતાના અવશિષ્ટ કર્મોના કારણે તે જીવો ઉચ્ચકૂળોમાં ઉત્પન્ન થયા અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને કામભોગોનો પરિત્યાગ કરી જિનેન્દ્રના માર્ગનું શરણ ગ્રહણ કર્યું. પુરુષત્વને પ્રાપ્ત બંને પુરોહિતકુમાર, (ભૃગુ) પુરોહિત, તેની પત્ની જશા, વિશાળ કીર્તિવાળા ઇષકાર રાજા અને તેની રાણી કમલાવતી એ છ હતા (તે પૂર્વે જણાવ્યું) જન્મ, જર, મરણના ભયથી અભિભૂત કુમારોનું ચિત્ત મુનિ દર્શનથી બહિર્વિતાર અર્થાત્ મોક્ષ તરફ આકૃષ્ટ થયું. ફળ સ્વરૂપે સંસારચક્રથી મુક્તિ પામવાને માટે તેઓ કામગુણોથી – શબ્દાદિ વિષયોથી વિરક્ત થયા. યજ્ઞ–યાગાદિ સ્વકાર્યમાં સંલગ્ર બ્રાહ્મણ (પુરોહિત)ના આ બંને પ્રિય પુત્ર પોતાના પૂર્વજન્મ અને તત્કાલીન સુચીર્ણ તપ સંયમનું સ્મરણ કરતા (પૂર્વોક્ત જાતિ સ્મરણને કારણે) વિરકત થયા. પછી મનુષ્ય અને દેવ સંબંધી કામભોગોમાં અનાસક્ત, મોક્ષાભિલાષી, શ્રદ્ધાસંપન્ન તે બંને પુત્રોએ પિતા પાસે આવીને આ પ્રમાણે કહ્યું જીવનની ક્ષણિકતાને અમે જાણી છે, તે વિદન–બાધાથી પરિપૂર્ણ છે, અલ્પાયુ છે, તેથી ઘરમાં અમને કોઈ આનંદ નથી મળતો. તેથી આપની અનુમતિ ઇચ્છિએ છીએ કે અમે હવે મુનિધર્મનું આચરણ કરીએ. ૦ પુરોહિત સાથે તેમના પુત્રોનો સંવાદ - આ સાંભળીને પિતાએ તે કુમારોને મુનિઓની તપસ્યામાં બાધા ઉત્પન્ન કરનારી આ વાત કહી, હે પુત્રો ! વેદોના જ્ઞાતા આ પ્રમાણે કહે છે કે, જેમને પુત્ર હોતા નથી, તેમની ગતિ થતી નથી. તેથી હે પુત્રો ! પહેલા વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન કરાવો અને વિવાહ કરી સ્ત્રીઓની સાથે ભોગ કરો. ત્યારપછી પુત્રોને ઘરને ભાર સોંપીને અરણ્યવાસી પ્રશસ્ત મુનિ બનજો. પુરોહિત પુત્ર – પોતાના રાગાદિ ગુણ રૂ૫ ઇંધણથી પ્રદીપ્ત અને મોહરૂપ પવનથી પ્રજ્વલિત શોકાગ્નિ વડે જેનું અંતઃકરણ સંતપ્ત અને પરિતપ્ત થયેલ છે, તેમજ જે મોહગ્રસ્ત થઈને અનેક પ્રકારના ઘણાં દીનવચનો બોલી રહ્યા છે જે ક્રમશઃ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ આગમ કથાનુયોગ-૩ વારંવાર અનુનય કરી રહ્યા છે, ધનનો અને ક્રમ પ્રાપ્ત કામભોગોને નિમંત્રણ આવી રહ્યા છે, તેવા પોતાના પિતા પુરોહિતને તે કુમારોએ સારી રીતે વિચાર કરી આ વચન કહ્યા– ભણેલા વેદ પણ રક્ષક થતા નથી. યજ્ઞ-યાગાદિના રૂપમાં પશુહિંસાનો ઉપદેશ દેનારા બ્રાહ્મણ પણ ભોજન કરાવ્યા પછી તમસ્તમ સ્થિતિમાં લઈ જાય છે. પુત્ર પણ રક્ષા કરનાર થતા નથી. તેથી આપના ઉક્ત કથનનું કોણ અનુમોદન કરે ? તે કામભોગો ક્ષણવારને માટે તો સુખદાયક છે, પણ દીર્ધકાળ પર્યત દુઃખ આપે છે. અધિક દુઃખ અને થોડું સુખ આપે છે. સંસારથી મુક્ત થવામાં બાધક છે. અનર્થોની ખાણ છે. જે કામનાઓથી મુક્ત નથી. તે અતૃપ્તિના તાપમાં સળગતો પુરુષ રાતદિન ભટકતો રહે છે અને બીજાને માટે પ્રમાદાચરણ કરનારા તે ધનની શોધમાં લાગેલા એક દિવસ જરા અને મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ મારી પાસે છે અને આ મારી પાસે નથી. આ મારે કરવું છે અને આ માટે કરવું નથી – આવા પ્રકારે વ્યર્થ બકવાસ કરનારા વ્યક્તિને અપહરણ કરનાર મૃત્યુ ઉઠાવી લે છે. આવી સ્થિતિ છે તો પછી પ્રમાદ શું કરવો ? પુરોહિત – જેની પ્રાપ્તિને માટે લોકો તપ કરે છે. તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજન અને ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષય ભોગ તમને અહીં જ સ્વાધીન રૂપે પ્રાપ્ત છે. પછી પરલોકને માટે આ સુખો પ્રાપ્ત કરવા ભિક્ષુ કેમ થાઓ છો ? પુરોહિત પુત્ર – જેમને ધર્મની ધુરા વહન કરવાનો અધિકાર પ્રાપ્ત છે, તેમણે ધનસ્વજન તથા ઇન્દ્રિયસંબંધી વિષયોનું શું પ્રયોજન ? અમે તો ગુણ સમૂહના ધારક, અપ્રતિબદ્ધવિહારી, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ બનીશું. પુરોહિત – હે પુત્રો ! જેમ કાષ્ઠમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ અવિદ્યમાન ઉત્પન્ન થાય છે. તે જ પ્રકારે શરીરમાં જીવ પણ અવિદ્યમાન જ ઉત્પન્ન થાય છે અને નાશ. પામે છે. શરીરનો નાશ થવાથી જીવનું કંઈ જ અસ્તિત્વ રહેતું નથી. પુરોહિત પુત્ર – આત્મા અમૂર્ત છે, તો પણ તે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. જે અમૂર્તભાવ હોય છે, તે નિત્ય હોય છે. આત્માના આંતરિક રાગાદિ હેતુ નિશ્ચિત રૂપે બંધના કારણ છે અને બંધને સંસારનો હેતુ કહ્યો છે. - જ્યાં સુધી અમે ધર્મથી અનભિજ્ઞ હતા, ત્યાં સુધી મોહવશ પાપકર્મ કરતા રહ્યા, આપના દ્વારા અમે રોકાયા અને અમારું સંરક્ષણ થતું રહ્યું, પરંતુ હવે અમે ફરીથી પાપકર્મ આચરણ કરીશું નહીં. – આ લોક આહત–પીડિત છે, ચારે તરફથી ઘેરાયેલ છે. અંધકાર આવી રહ્યો છે. આ સ્થિતિમાં અમે ઘરમાં સુખ પામી રહ્યા નથી. પુરોહિત – હે પુત્રો ! આ લોક કોનાથી આહત છે ? કોનાથી ઘેરાયેલો છે ? અમોઘા (અંધકાર) કોને કહે છે ? તે જાણવા માટે હું ચિંતિત છું. પુરોહિત પુત્ર – હે પિતા ! આપ સારી રીતે જાણી લો કે આ લોક મૃત્યુ વડે Page #430 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૨૯ આહત છે. જરાથી ઘેરાયેલ છે અને રાત્રિ (સમયચક્ર)ને અમોઘા કહે છે. જે જે રાત્રિ જઈ રહી છે, તે પાછી ફરીને આવતી નથી. અધર્મ કરનારાની રાત્રિઓ નિષ્ફળ જાય છે, જે-જે રાત્રિ જઈ રહી છે, તે પાછી ફરીને આવતી નથી. ધર્મ કરનારની રાત્રિઓ સફળ થાય છે. પુરોહિત – હે પુત્રો ! પહેલાં આપણે કેટલોક સમય સાથે રહીને સમ્યકત્વ અને વ્રતોથી યુક્ત થઈએ. પછી ઢળતી આયુમાં દીક્ષિત થઈને ઘેર-ઘેર ભિક્ષા ગ્રહણ કરતા વિચરીશું. પુરોહિત પુત્ર – જેની મૃત્યુની સાથે મૈત્રી છે, જે મૃત્યુના આવવા કાળે દૂર ભાગી શકતા હોય, જે એમ જાણતા હોય કે હું મૃત્યુ પામીશ જ નહીં, તે જ આવનારી કાલનો ભરોસો કરી શકે. અમે તો આજે જ રાગને દૂર કરીને શ્રદ્ધાથી યુક્ત મુનિધર્મનો સ્વીકાર કરીશું. જેને પામીને પુનઃ આ સંસારમાં જન્મ લેવો ન પડે. અમારે માટે કોઈપણ ભોગ અનાગત નથી. કેમકે તે અનંતીવાર ભોગવાઈ ચૂક્યા છે. ૦ પુરોહિત અને તેની પત્ની યશાનો સંવાદ : હે વાશિષ્ઠિ ! પુત્રો વિના મારો આ ઘરમાં નિવાસ નહીં થઈ શકે. ભિક્ષાચર્યાનો કાળ આવી ગયો છે. વૃક્ષ શાખાઓ દ્વારા જ શોભે છે. શાખા કપાઈ ગયા પછી તે કેવળ ઠુંઠું જ કહેવાય છે. પાંખ વગરના પક્ષી, યુદ્ધમાં સેનારહિત રાજા, જળયાન પર ધનરહિત વ્યાપારી જે રીતે અસહાય છે, તે જ રીતે પુત્રો વિના હું પણ અસહાય છું. યશા – સુસંસ્કૃત અને સુસંગૃહીત કામભોગરૂપ પ્રચૂર વિષય રસ જે આપણને પ્રાપ્ત છે, તેને પહેલા ઇચ્છાનુરૂપ ભોગવી લઈએ. ત્યારપછી આપણે મુનિધર્મના પ્રધાન માર્ગે ચાલીશું. પુરોહિત – હે ભવતિ ! આપણે વિષય રસોને ભોગવી ચૂક્યા છીએ. યુવાવસ્થા આપણને છોડી રહી છે. હું કોઈ સ્વર્ગીય જીવનના પ્રલોભનમાં ભોગોને છોડી રહ્યો નથી. લાભ–અલાભ, સુખ-દુઃખને સમદૃષ્ટિએ જોતો હું નિધર્મનું પાલન કરીશ. યશા – પ્રતિસ્ત્રોતમાં તરનારા વૃદ્ધ હંસની માફક ક્યાંક તમારે ફરી પોતાના બંધુઓને યાદ ન કરવા પડે ? તેથી મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચર્યા અને આ ગ્રામાનુગ્રામ વિહાર ઘણો જ દુઃખદાયક છે. પુરોહિત – હે ભવતિ ! જેમ સાંપ પોતાના શરીરની કાંચળી છોડીને મુક્ત મનથી ચાલે છે, તેમ જ બંને પુત્રો ભોગોને છોડીને જઈ રહ્યા છે, હવે હું એકલો શું કરીશ ? તેના કરતા હું પણ કેમ તેનું અનુગમન ન કરું ? - રોહિત મત્સ્ય જેમ કમજોર જાળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ જ ધારણ કરેલ ગુરુતર સંયમભારને વહન કરનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડીને ભિક્ષાચર્યાઓ સ્વીકાર કરે છે. યશા – જેમ ક્રૌંચ પક્ષી અને હંસ પારધી દ્વારા ફેલાયેલ જાળોને કાપીને આકાશમાં સ્વતંત્રરૂપે ઉડી જાય છે. તેમજ મારા પુત્ર અને પતિ પણ મને છોડીને જઈ રહ્યા છે. પછી હું એકલી રહીને શું કરીશ ? હું પણ કેમ તેનું અનુગમન ન કરું ? Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ આગમ કથાનુયોગ-૩ ૦ કમલાવતીનો રાજાને બોધ : - જ્યારે ઇષકાર રાજાએ સાંભળ્યું કે પુત્ર અને પત્નીની સાથે પુરોહિત પણ ભોગોનો ત્યાગ કરી અભિનિષ્ક્રમણ કરી રહેલ છે. ત્યારે તે કુટુંબની પ્રચુર અને શ્રેષ્ઠ ધનસંપત્તિની ઇચ્છા રાખતા રાજાને રાણી કમલાદેવીએ કહ્યું – તમે બ્રાહ્મણ દ્વારા ત્યજાયેલ ધનને ગ્રહણ કરવાની ઇચ્છા રાખો છો. હે રાજનું! વમન કરાયેલાનું ભક્ષણ કરનાર પુરુષ પ્રશંસનીય હોતો નથી. આખું જગતું અને તેનું સમસ્ત ધન પણ જો તમારું થઈ જાય તો પણ તે તમારે માટે અપર્યાપ્ત જ થશે અને તે ધન તમારું રક્ષણ નહીં કરી શકે. - - હે રાજન્ ! એક દિવસ આ મનોજ્ઞ કામગુણોને છોડીને જ્યારે મૃત્યુ પામીશું. ત્યારે એક ધર્મજ સંરક્ષક થશે. હે નરદેવ ! અહીં ધર્મથી અતિરિક્ત બીજું કોઈ રક્ષણ કરનાર નથી. પક્ષી જેમ પિંજરામાં સુખનો અનુભવ કરતો નથી. તે જ રીતે મને અહીં આનંદ મળતો નથી. હું સ્નેહના બંધનોને તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત, પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત થઈને મુનિધર્મનું આચરણ કરીશ. -- જેમ વનમાં લાગેલા દાવાનળમાં પ્રાણીઓને જલતા જોઈને રાગદ્વેષને કારણે અન્ય જીવ પ્રમુદિત થાય છે. તે પ્રમાણે કામભોગોમાં મૂર્જિત આપણે મૂઢ લોકો પણ રાગદ્વેષની અગ્નિ વડે સળગતા જગતને સમજી શકતા નથી. - આત્મવાનું સાધક ભોગોને ભોગવીને પણ, તેનો ત્યાગ કરીને વાયુની માફક અપ્રતિબદ્ધ લઘુભૂત થઈને વિચરણ કરે છે. પોતાની ઇચ્છાનુસાર વિચરણ કરનારા પક્ષીઓની માફક પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહાર કરે છે. – જેને આપણે નિયંત્રિત સમજી લીધા છે, એવા આપણા હસ્તગત થયેલ આ કામભોગ વસ્તુતઃ ક્ષણિક છે. હજી આપણે કામનાઓમાં આસક્ત છીએ, પરંતુ જે રીતે આ પુરોહિત પરિવાર બંધનમુક્ત થયો છે, તેમ આપણે પણ થઈશું. - જે ગીધ પક્ષીની પાસે માંસ હોય છે. તેના પર જ બીજા માંસભક્ષી પક્ષી તરાપ મારે છે. જેની પાસે માંસ નથી હોતું. તેના પર કોઈ તરાપ મારતું નથી. તેથી હું પણ તે માંસની ઉપમા વાળા કામભોગોને છોડીને નિરામિષ ભાવથી વિચરણ કરીશ. – સંસારની વૃદ્ધિ કરનારા કામભોગોને ગીધ સમાન જાણીને તે પરત્વે એ જ રીતે શંકિત થઈને ચાલવું જોઈએ, જે રીતે ગરૂડની સમીપે શંકિત થઈને ચાલે છે. – બંધન તોડીને જે રીતે હાથી પોતાના નિવાસ સ્થાન–વનમાં ચાલ્યા જાય છે. તે જ રીતે આપણે પણ વાસ્તવિક સ્થાન–મોલમાં જવું જોઈએ. હે મહારાજ ઇષકાર ! આ જ એકમાત્ર શ્રેયસ્કર છે. એ પ્રમાણે મેં જ્ઞાનીજનો પાસેથી સાંભળેલ છે. ૦ રાજાદિની પ્રવજ્યા : વિશાળ રાજ્યને છોડીને, પ્રત્યજ્ય કામભોગોનો પરિત્યાગ કરીને તે રાજા રાણી પણ નિર્વિષય, નિરામિષ, નિઃસ્નેહ અને નિષ્પરિગ્રહ થઈ ગયા. ધર્મને સમ્યકરૂપે જાણીને, ઉપલબ્ધ શ્રેષ્ઠ કામગુણોને છોડીને બંને (રાજા-રાણી) યથોપદિષ્ટ ઘોરતા સ્વીકારી, સંયમમાં ઘોર પરાક્રમી બન્યા. Page #432 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ કથાઓ ૪૩૧ આ પ્રમાણે તેઓ બધા ક્રમશઃ બુદ્ધ થયા, ધર્મપરાયણ થયા. જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયા, પછી દુઃખના અંતની શોધમાં લાગી ગયા. જેમણે પૂર્વભવમાં અનિત્યાદિ ભાવના વડે પોતાના આત્માને ભાવિત કર્યા, તેઓ વીતરાગ અહંદુ શાસનમાં મોહને દૂર કરીને થોડા સમયમાં જ દુઃખનો અંત કરીને મુક્ત થયા. ૦ ઈષકાર આદિનો મોક્ષ : રાજા સાથે રાણી, બ્રાહ્મણ પુરોહિત, તેની પત્ની અને તેમના બંને પુત્રો, આ બધાં સંસારભ્રમણથી પરિનિવૃત્ત થયા. ૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૪૪૨ થી ૪૯૪; ઉત્તર્પૃ. ૨૨૦; ઉત્ત.નિ. ૩૩૪, ૩૩૫, ૩૬૨ થી ૩૭૩ + ૬ – ૪ – ૪ – મુનિ દીપરત્નસાગર સંકલિત અને અનુવાદિત આગમ કથાનુયોગ ભાગ-૩ સંપૂર્ણ – ૪ – ૪ – Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ આગમ કથાનુયોગ શ્રમણ કથાનક (૧) મૂળ આગમ આધારિત શ્રમણકથા આ આગમ કથાનુયોગ ભાગ–3માં છે. (૨) આગમ સટીક – નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આધારિત શ્રમણકથા આગમ કથાનુયોગ ભાગ-૪માં જોવી Page #434 -------------------------------------------------------------------------- ________________ ‘‘ભાવ હેમ લધુકયા'મારી ને સર્જનયાત્રાનું પ્રારભબિંદુ ગણીએ તો મારી આ યાબા બાવીસ વર્ષની થઈઆ આcલા વરસોથી લખું છું. છતાં 21થસ્યકૃતિઓoળી - સંખ્યાથી કોઈoો માંજી શકું તેમ નથી. વર્ષો સાથે ગાતળો મેળ બેસાડવા પ્રયત્નો યણા કર્યો નથી. ' માણથી થાય એ રીતે શબ્દ સાધના કરી હો છું. શબ્દofી માંગળી ઝાલી જ્યાં જ્યાં હું ગયો છું 'એ મુકામોનો હિસાબ હવે ર૪૦ પ્રકાશનોએ 'યહોંચે છે. આયુષ્ય કર્મ અoો દેહનામ કર્મ - આદિoો સથવારો રહે તો હજી શબ્દોના સંગાથે. વધુને વધુ વંથલાવવાની ભાવના ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંયવાળો સમય હત મળે એવી તાણા વયે જીવવાછું થયું છે. શ્વાસ લઉં છું કે વિયરું છું ત્યારે લાહી, યહા કંઈક લખી શકું છું ત્યારે તો 'જ જીવું છું. છતાંયે લખવામાં જ સમણા જીવનનો - વ્યાય આવી જાય છે, એવા ભ્રમમાં રહા હાથી. હા, આસર્જsnોયાણાવાયુ સમ જરૂરબoળી રહે છે. ' - મુ6િ1 દીયર૮ળાસાગર