SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૩ ઉછેરવાનો મહાપ્રયત્ન કર્યો. તે વખતે એવી આશા રાખી હતી કે પુત્રના રાજ્યમાં મારા મનોરથો પૂર્ણપણે પુરાશે અને સ્નેહી વર્ગની આશાઓ પૂરી કરીને હું અતિશય સુખમાં મારો સમય પસાર કરીશ. મેં ધાર્યુ હતું તેના કરતાં તદ્દન વિપરિત હકીકત બની છે. હવે આટલું જાણ્યા અને સમજ્યા પછી પતિ આદિના ઉપર અર્ધક્ષણ પણ સ્નેહ રાખવો યોગ્ય નથી. જે પ્રમાણે મારા પુત્રનો વૃત્તાંત બન્યો છે તે પ્રમાણે ઘરેઘરે ભૂતકાળમાં આ વૃત્તાંતો બન્યા છે, વર્તમાનમાં બને છે અને ભવિષ્યકાળમાં પણ આવા બનાવો બનશે. તે બંધુવર્ગ પણ માત્ર પોતાના કાર્યો સિદ્ધ કરવા માટે ઘટિકા મુહૂર્ત તેટલો કાળ તથા સ્નેહ પરિણામ ટકાવીને સેવા કરે છે. – માટે હે લોકો ! અનંત સંસારના ઘોર દુઃખ આપનાર એવા આ કૃત્રિમ બંધુ અને સંતાનોનું મારે કંઈ પ્રયોજન નથી. માટે હવે રાત–દિવસ નિરંતર ઉત્તમ વિશુદ્ધ આશયથી ધર્મનું સેવન કરો. ધર્મ એ જ ધન, ઇષ્ટ, પ્રિય, કાંત, પરમાર્થથી હિતકારી, સ્વજન વર્ગ, મિત્ર—બંધુ વર્ગ છે. ધર્મ એ જ સુંદર, દર્શનીય રૂપ કરનાર, પુષ્ટિ કરનાર, બલ આપનાર છે. ધર્મ જ ઉત્સાહ કરાવનાર, ધર્મ જ નિર્મલ યશકીર્તિને સાદી આપનાર છે. ધર્મ એ જ પ્રભાવના કરાવનાર, શ્રેષ્ઠતમ સુખની પરંપરા આપનાર હોય તો તે ધર્મ છે. ધર્મ એ સર્વ પ્રકારના નિધાન સ્વરૂપ છે, આરાધનીય છે, પોષવા યોગ્ય છે, પાલનીય છે, કરણીય છે, આચરણીય છે, ઉપદેશનીય છે, કથનીય છે, ભણવાલાયક છે, પ્રરૂપણીય છે, કરાવવા લાયક છે. ૩૮૦ ➖➖ ધર્મ ધ્રુવ છો, શાશ્વતો છે, અક્ષય છે, સ્થિર રહેનાર છે. સમગ્ર સુખનો ભંડાર છે, ધર્મ અલજ્જનીય છે, ધર્મ એ અતુલ બલ, વીર્ય, સંપૂર્ણ સત્ત્વ, પરાક્રમસહિતપણું મેળવી આપનાર થાય છે. પ્રવર, શ્રેષ્ઠ, ઇષ્ટ, પ્રિય, કાંત, ઇષ્ટજનનો સંયોગ કરાવી આપનાર પણ ધર્મ છે. સમગ્ર અસુખ, દારિદ્ર, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટા આળ પ્રાપ્ત થવાં, વૃદ્ધાવસ્થા, મરણ વગેરે સમગ્ર ભયનો સર્વથા નાશ કરનાર, જેની તુલનામાં કોઈ ન આવી શકે તેવો સહાયક, ત્રણ લોકમાં અજોડ એવો નાથ હોય તો માત્ર એક ધર્મ છે. માટે હવે કુટુંબ, સ્વજન વર્ગ, મિત્ર, બંધુવર્ગ, ભંડારાદિ આલોકના પદાર્થોથી પ્રયોજન નથી. વળી આ ઋદ્ધિ—સમૃદ્ધિ, ઇન્દ્રધનુષ, વીજળી, લતાના આટોપ કરતાં અધિક ચંચળ, સ્વપ્ન અને ઇન્દ્રજાલ સરખી, દેખતાની સાથે જ ક્ષણમાં અદૃશ્ય થનારી, નાશવંત, અધ્રુવ, અશાશ્વત, સંસારની પરંપરા વધારનાર, નારકમાં ઉત્પન્ન થવાના કારણભૂત, સદૂગતિના માર્ગમાં વિઘ્ન કરનાર, અનંત દુઃખ આપનાર છે. અરે લોકો ! ધર્મ માટેની આ વેળા અતિ દુર્લભ છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ધર્મને સાધી આપનાર, આરાધના કરાવનાર, અનુપમ સામગ્રીયુક્ત આવો સમય ફરી મળવાનો નથી. વળી મળેલું આ શરીર નિરંતર રાત–દિવસ દરેક ક્ષણે અને દરેક સમયે ટૂકડે ટૂકડા થઈને સડી રહેલું છે, દિન–પ્રતિદિન શિથિલ બનતું જાય છે. ઘોર, નિષ્ઠુર, અસભ્ય, ચંડ, જરારૂપી વજ્રશિલાના પ્રતિઘાતથી ચૂરેચૂરા થઈને સેંકડો તડ પડેલા જીર્ણ માટીના હાંડલા સરખું, કશા કામમાં ન આવે તેવું, તદ્દન નિરુપયોગી બની ગયું છે. નવા ફણગા ઉપર લાગેલા જળબિંદુ જેમ ઓચિંતુ અર્ધક્ષણની અંદર એકદમ આ જીવિત ઝાડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy