SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથાઓ ૪૫ ૦ આગમ સંદર્ભ :સૂય. ૭૩૮ થી ૭૯૧; સૂય.નિ. ૧૮૭ થી ૨૦૦ + વૃક સૂય યૂપૃ. ૪૧૩ થી ૪૧૭, ૪૪૩, ૪૪૪; સૂયનિ ૧૮૦–વૃ વ.વ.ભા૬૩ની વ દશ.૫ ૪૪; -- x – ૪ – ૦ ઉદક પેટાલપુત્ર કથા : આવતી ચોવીસીમાં થનારા ત્રીજા તીર્થંકર સુપાર્થનો જીવ (ઠાણાંગ ૮૭૧ની વૃત્તિ મુજબ) ઉદક પેઢાલપુત્ર થયા. (જો કે ઠાણાંગ ૮૭૦ની વૃત્તિમાં ઉદાયીનો જીવ સુપાર્થ તીર્થકર થશે તેમ સ્પષ્ટ જણાવેલ છે.) આ ઉદક પેઢાલપુત્ર આવતી ચોવીસીમાં ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરશે, તેમનું કથાનક આ પ્રમાણે છે– ૦ નાલંદામાં લેપ શ્રમણોપાસક : તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું, તે નગર ઋદ્ધિ-સમૃદ્ધિથી પરિપૂર્ણ હતું. ઇત્યાદિ વર્ણન કરવું. તે રાજગૃહ નગરીની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામક એક ઉપનગર હતું. જે અનેક સેંકડો, ભવનોથી સુશોભિત, દર્શનીય – યાવતું – પ્રતિરૂપ હતું. તે નાલંદા નામના ઉપનગરમાં લેપ નામનો ગાથાપતિ હતો. જે ધનાઢ્ય – વાવ – પરાભવ ન પામે તેવો હતો. તે લેપ નામનો ગાથાપતિ શ્રમણોપાસક પણ હતો. જે જીવ–અજીવ આદિ તત્ત્વોને જાણનાર – યાવત્ – નિર્ચન્જ પ્રવચનમાં નિઃશંક અને અન્ય દર્શનોની ઇચ્છાથી રહિત, ગુણીજનોની નિંદા ન કરનારો, વસ્તુ સ્વરૂપનો જ્ઞાતા, મોક્ષ માર્ગનો સ્વીકાર કરેલો, પૂછીને વિશેષરૂપે પદાર્થોનો નિશ્ચય કરેલો એવો, પ્રશ્નોત્તરો દ્વારા પદાર્થને સારી રીતે સમજેલો, પદાર્થોનો વિશેષરૂપે જાણકાર, અસ્થિમજ્જાવત્ ધર્માનુરાગી હતો. તે માનતો હતો કે, આ નિર્ચન્જ પ્રવચન જ સત્ય છે અને તે જ પરમાર્થ છે. શેષ બધાં દર્શન અનર્થ છે. તેનો નિર્મળ યશ જગમાં ફેલાયેલો છે. તેના ઘરનું દ્વાર હંમેશા ખુલ્લું રહેતું હતું. અંતઃપુરમાં કે અન્ય કોઈ ઘરમાં પણ તેનો પ્રવેશ બંધ હતો નહીં. તે ચૌદશ, આઠમ તથા પૂર્ણિમા આદિ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરતો હતો. શ્રમણ નિર્ચન્થોને પ્રાસુક, એષણીય, અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ, પીઠફલક, શય્યા, સંસ્કારક આદિનું દાન કરતો હતો. તથા ઘણાં જ શીલવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસ આદિ યથાયોગ્ય તપોકર્મ દ્વારા પોતાને નિર્મળ બનાવતો – આત્માનું ચિંતન કરતો વિચરતો હતો. ૦ લેપની ઉદકશાળા નજીકથી ગૌતમનો વિહાર : તે લેપ ગાથાપતિની નાલંદાની બહાર ઇશાનખૂણામાં શેષદ્રવ્યા નામક ઉદકશાળા હતી, જે અનેક પ્રકારના સેંકડો સ્તંભો વડે યુક્ત, પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ હતી. તે શેષદ્રવ્યા ઉદકશાળાના ઇશાન ખૂણામાં હસ્તિયામ નામક એક વનખંડ હતું, જે કૃષ્ણવર્ણવાળું હતું. તેના ગૃહપ્રદેશમાં ભગવદ્ ગૌતમસ્વામી વિચરતા હતા. ત્યાં ભગવદ્ ગૌતમસ્વામી નીચે ઉદ્યાનમાં બિરાજતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy