________________
૩૭૪
આગમ કથાનુયોગ-૩
સાંભળ્યા
‘અકાળે તારું મૃત્યુ થવાનું નથી. આ તારો છેલ્લો ભવ અને શરીર છે. માટે બદ્ધ– સ્પષ્ટ (નિકાચિત) ભોગફળ ભોગવીને પછી સંયમ સ્વીકાર.'' ૦ નંદિષેણે વેષ છોડતી વેળા કરેલ અભિગ્રહ :–
આ પ્રમાણે ચારણમુનિએ જ્યારે બે વખત (આત્મહત્યા કરતા) રોક્યા ત્યારે ગુરુના ચરણ કમળમાં જઈને તેમની પાસે વેશ અર્પણ કરીને પછી નિવેદન કર્યું કે, સૂત્ર અને અર્થોનું સ્મરણ કરતો કરતો દેશાંતરમાં ગયો હતો. ત્યાં આહાર ગ્રહણ કરવા માટે વેશ્યાના ઘરે જઈ ચડ્યો. જ્યારે મેં ધર્મલાભ સંભળાવ્યો ત્યારે તેણીએ મારા પાસે અર્થલાભની માંગણી કરી. ત્યારે મારે તેવા પ્રકારની લબ્ધિ સિદ્ધ થયેલી હોવાથી મેં તે વખતે કહ્યું કે, ભલે તેમ થાઓ. તે વખતે ત્યાં સાડાબાર કરોડ પ્રમાણ દ્રવ્યની સુવર્ણ વૃષ્ટિ કરાવી, પછી તેના મંદિરમાંથી બહાર નીકળી ગયો. ઊંચા વિશાળ ગોળ સ્તનવાળી ગણિકા દૃઢ આલિંગન આપીને કહેવા લાગી કે અરે ! ક્ષુલ્લક ! અવિધિથી આ દ્રવ્ય આપીને પાછો ચાલ્યો કેમ જાય છે ? ભવિત્યતાના યોગે મેં પણ (નંદિષેણે પણ) પ્રસંગને અનુરૂપ વિચાર કરીને કહ્યું કે, તને જે વિધિ ઇષ્ટ હોય તેને તારે તે દ્રવ્ય આપવું.
તે સમયે તેણે (નંદિષેણે) એવો અભિગ્રહ ગ્રહણ કર્યો અને તેના મંદિરમાં પ્રવેશ કર્યો. કયો અભિગ્રહ કર્યો ?
દરરોજ મારે દશ-દશર્ન પ્રતિબોધ પમાડવા અને એક પણ ઓછો રહે અને દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી ભોજન અને પાવિધિ ન કરવી. દરરોજ મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય, ત્યાં સુધી મારે સ્થંડિલ–માત્રુ ન કરવા. બીજું પ્રવ્રજ્યા લેવા તૈયાર થયેલાઓને મારે પ્રવ્રજ્યા ન આપવી. કારણ કે ગુરુનો જેવો વેશ હોય (અર્થાત્ ગુરુનું જેવું આચરણ હોય તેવું જ શિષ્યનું થાય છે.) તેવો જ શિષ્યનો હોય છે. ગણિકાએ સુવર્ણવિધિ ક્ષય ન થાય તેવી વ્યવસ્થા કરીને લુંચિત મસ્તકવાળા અને જર્જરિત દેહવાળા નંદિષણને તેવી રીતે આરાધ્યો કે જેથી કરીને તેના સ્નેહપાસમાં બંધાઈ ગયો.
આલાપ—વાતચીત કરવાથી પ્રણય ઉત્પન્ન થાય, પ્રણયથી રતિ થાય, રતિથી વિશ્વાસ ઉત્પન્ન થાય, વિશ્વાસથી સ્નેહ, એમ પાંચ પ્રકારના પ્રેમ વર્તે છે. આ પ્રમાણે તે નંદિષણ પ્રેમપાશથી બંધાએલો હોવા છતાં પણ શાસ્ત્રમાં કહેલું એવું શ્રાવકપણું પાળતો અને દરરોજ દશ કે તેથી અધિકને પ્રતિબોધ કરીને સંવિજ્ઞ ગુરુ મહારાજ પાસે દીક્ષા લેવા માટે મોકલતો હતો.
૦ નંદિષણનું પુનઃ પ્રતિબોધ થવું :
હવે તે પોતે દુર્મુખ સોનીથી પ્રતિબોધ પામ્યો, તે કેવી રીતે ? તેણે નંદિષણને કહ્યું કે, લોકોને ધર્મોપદેશ સંભળાવો છો અને આત્મકાર્યમાં તમે જાતે મુંઝાવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું કરીયાણું છે ? કારણ કે તમે પોતે તો તે વર્તાવ કરતા નથી. આવા પ્રકારનું દુર્મુખનું સુભાષિત વચન સાંભળીને થરથર કાંપતો પોતાના આત્માને લાંબા કાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ભ્રષ્ટ શીલવાળા મેં આ શું કર્યું ? અજ્ઞાનપણાની નિદ્રામાં કર્મના કાદવપૂર્ણ ખાબોચીયામાં અશુચિ વિષ્ઠામાં જેમ કૃમિઓ ખરડાય તેમ ખરડાયો. અધન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org