________________
શ્રમણ કથાઓ
૩૭૩
ફેરફારને વિઘટિત થતું નથી. બીજું તેણે સંયમના રક્ષણ માટે ઘણાં ઉપાયો કર્યા. શાસ્ત્રાનુસારે વિચાર કરીને ગુરુના ચરણકમળમાં લિંગ–વેષ અર્પણ કરી, કોઈ ન ઓળખે તેવા દેશમાં ગયો. તે વચનનું સ્મરણ કરતો પોતાના ચારિત્રમોહનીય કર્મના ઉદયથી સર્વવિરતિ–મહાવ્રતોનો ભંગ તેમજ બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત્ત એવું કર્મનું ભોગફળ ભોગવતો હતો.
હે ભગવંત ! શાસ્ત્રમાં નિરૂપણ કરેલા એવા તેણે કયા ઉપાયો વિચાર્યા કે આવું સુંદર શ્રમણપણું છોડીને તે આજે પણ હજું પ્રાણ ધારણ કરે છે ? હે ગૌતમ ! કેવલીએ પ્રરૂપેલા આ ઉપાયોને સૂચવનાર સૂત્રનું સ્મરણ કરશે કે વિષયોથી પરાભવ પામેલો મુનિ આ સૂત્રને યાદ કરે તે આ પ્રમાણે–
- જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે અતિશય દુષ્કર, ઘોર, એવા પ્રકારનું આઠ ગણું તપ શરૂ કરે. કોઈ રાતે વિષયો રોકવા સમર્થ ન બની શકે તો પર્વત પરથી ભૃગુપાત કરે, કાંટાળા આસન પર બેસે, વિષનું પાન કરે, ઉદુબંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર છે. પણ મહાવ્રતો કે ચારિત્રની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે, વિરાધના કરવી યોગ્ય નથી. કદાચ આ કરેલા ઉપાયો કરી શકવા સમર્થ ન થાય તો ગુરુને વેષ સમર્પણ કરીને એવા વિદેશમાં ચાલ્યો જાય કે જ્યાંના સમાચાર પરિચિત ક્ષેત્રોમાં ન આવે, અણુવ્રતોનું યથાશક્તિ પાલન કરવું કે જેથી ભાવિમાં નિર્ધ્વસતા ન પામે. ૦ નંદિષેણે ખલિત ન થવા કરેલા ઉપાયો :
હે ગૌતમ ! નંદિષેણે જ્યારે પર્વત પરથી પડવાનું શરૂ કર્યું, ત્યાં આકાશમાં એવી વાણી સાંભળવામાં આવી કે પર્વત પરથી પડવા છતાં પણ મૃત્યુ થવાનું નથી. એટલામાં દિશામુખો તરફ નજર કરી તો એક ચારણમુનિને જોયા તો તેમણે કહ્યું કે, તારું અકાળે મૃત્યુ નથી. ત્યારપછી તે વિષમ ઝેર ખાવાને ગયો, ત્યારે પણ વિષયની પીડાને ન સહી શક્યો, જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, ત્યારે તેને ચિંતા ઉત્પન્ન થઈ કે હવે મારે જીવવાનું શું પ્રયોજન છે ? મોગરાના પુષ્પો અને ચંદ્ર સરખા નિર્મળ–
ઉજ્વળ વર્ણવાળા આ પ્રભુના શાસનને ખરેખર પાપમતિવાળો હું ઉડ્ડહણા કરાવીશ, તો અનાર્ય એવો હું કયાં જઈશ? અથવાતો ચંદ્ર લાંછનવાળો છે, મોગરાના પુપની પ્રભા અલ્પકાળમાં કરમાવાની છે. જ્યારે જિનશાસન તો કલિકાલની કલુષતાના મલ અને કલંકથી સર્વથારહિત લાંબા કાળ સુધી જેની પ્રભા ટકનારી છે માટે સમગ્ર દારિદ્ર, દુઃખ અને કલેશોનો ક્ષય કરનાર એવા પ્રકારના આ જૈન પ્રવચનની અપભ્રાજના કરાવીશ તો પછી કયાં જઈને મારા આત્માની શુદ્ધિ કરીશ?
દુઃખે કરી ગમન કરી શકાય, મોટી મોટી ઊંચી શિલાઓ હોય, જેની મોટી ખીણો હોય, તેવા પર્વત પર ચઢીને કેટલામાં વિષયાધીન બનીને હું લગીર પણ શાસનની ઉડ્ડહણા ન કરું, તે પહેલાં પડતું મૂકીને મારા શરીરના ટુકડે ટુકડા કરી નાંખુ. એ પ્રમાણે ફરી પણ છેદાયેલા શિખરોવાળા મહાપર્વતના શિખર પર ચઢીને આગાર રાખ્યા વગર પચ્ચક્ખાણ કરવા લાગ્યા. ત્યારે ફરી પણ આકાશમાં આ પ્રમાણે શબ્દો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org