________________
શ્રમણ કથાઓ
૧૬૩
મોતીઓની લાંબી લટકતી માળાથી સુશોભિત હતા. જેમાં સુગંધિત અને શ્રેષ્ઠ પુષ્પોથી કોમળ અને આચ્છાદિત શય્યા હતી. તે મન અને હૃદયને આનંદિત કરનાર હતો. કપૂર, લવીંગ, મલયજ, ચંદન, કાળો અગરુ, ઉત્તમ કુદ્રુક્ક, તુરુષ્ક અને અનેક સુગંધિત દ્રવ્યોના સંયોગથી બનેલ ધૂપ વડે ઉત્પન્ન મધમધાતી ગંધ વડે રમણીય હતો. જેમાં ઉત્તમ ચૂર્ણોની ગંધ વિદ્યમાન હતી. સુગંધની અધિકતાથી જે ગંધવર્તિકા સમાન પ્રતીત થતો હતો.
– મણિઓના કિરણોના પ્રકાશથી જેનો અંધકાર નષ્ટ થઈ ચૂકેલ હતો. વિશેષ શું કહેવું ? તે પોતાની ધૃતિ–કાંતિ વડે તથા ગુણોથી ઉત્તમ દેવવિમાનને પરાજિત કરતો હતો. એવા તે ઉત્તમ ભવનમાં એક શય્યા હતી – યાવત્ – મધ્યરાત્રિના સમયમાં તે ધારિણીદેવી કંઈક ઊંઘતી – કંઈક જાગતી હતી ત્યારે–
એક મહાન્ સાત હાથ ઊંચા રજતકૂટ – ચાંદીના શિખર સર્દશ શ્વેત, સૌમ્ય, સૌગાકૃતિવાળા, લીલા કરતા હાથીને આકાશ તલથી ઉતરીને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોઈને ધારિણીદેવી જાગી. ૦ સ્વપ્ન નિવેદન અને સ્વપ્ન મહિમા દર્શન :
ત્યારપછી આવા પ્રકારના ઉદાર–પ્રધાન મહાસ્વપ્નને જોઈને જાગેલી તે ધારિણી દેવી હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત થઈ – યાવત્ – વિનંબરહિત અને રાજહંસ જેવી ગતિથી ચાલતી જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવી, આવીને શ્રેણિક રાજાને ઇષ્ટ – થાવત્ – વાણી દ્વારા જગાડે છે, જગાડીને શ્રેણિક રાજાની અનુમતિ મળતા વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની રચનાથી વિચિત્ર ભદ્રાસન પર બેસે છે. બેસીને આશ્વસ્ત થઈ વિશ્વસ્ત થઈ ક્ષોભરહિત થઈ અને બંને હાથને જોડીને, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને રાજા શ્રેણિકને આ પ્રમાણે બોલી
હે દેવાનુપ્રિય ! આજ હું તે પૂર્વ વર્ણિત શરીર પ્રમાણ અને તકીયાવાળી શય્યા પર સૂતી હતી ત્યારે – યાવત્ – મેં મારા મુખમાં પ્રવેશ કરતો એવો હાથી સ્વપ્નમાં જોયો અને હું જાગી. તો હે દેવાનુપ્રિય ! આ ઉદાર – યાવત્ – સ્વપ્નનું શું કલ્યાણકારી ફળવૃત્તિ વિશેષ થશે ?
ત્યારે તે શ્રેણિક રાજા ધારિણીદેવીના આ કથનને સાંભળીને અને હૃદયમાં અવધારીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો, ચિત્તમાં આનંદિત થયો, મનમાં પ્રીતિવાળો થયો. પરમ પ્રસન્ન થયો, હર્ષાતિરેકથી તેનું હૃદય વિકસિત થયું. મેઘની ધારાથી આવતા કદંબવૃક્ષના સુગંધિત પુષ્પોની સમાન તેનું શરીર પુલકિત થયું. તેનું રોમરોમ વિકસ્વર થયું. તેણે સ્વપ્નાનો સામાન્ય અર્થ વિચાર્યો, પછી તેનો વિશેષ અર્થ વિચાર્યો – ઇડામાં પ્રવેશ કર્યો. ઇહામાં પ્રવેશીને પોતાની સ્વાભાવિક પતિપૂર્વક, બુદ્ધિ વિજ્ઞાન દ્વારા તે સ્વપ્નના ફળનો નિશ્ચય કર્યો, નિશ્ચય કરીને ઇષ્ટ – યાવત્ – વાણી વડે વારંવાર અનુમોદના કરતા કરતા ધારિણી રાણીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! તે ઉદાર–પ્રધાન સ્વપ્ન જોયું છે – યાવત્ - હે દેવાનુપ્રિયા ! આ સ્વપ્નોથી તને અર્થનો લાભ થશે. હે દેવાનુપ્રિયા ! તને રાજ્યનો લાભ થશે. તને ભોગ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org