________________
શ્રમણ કથાઓ
૨૭૧
- બ્રાહ્મણ શાસ્ત્રોમાં પારંગત સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો.
તે સોમિલ બ્રાહ્મણની અત્યંત સુકમાલ અંગોવાળી – યાવત્ – સુંદર સોમશ્રી નામની પત્ની હતી. તે સોમિલની પુત્રી અને સોમશ્રી બ્રાહ્મણની આત્મજા સોમા નામની કન્યા હતી. જે સુકુમાર – યાવત્ – રૂપવતી હતી. તથા રૂપ, યૌવન, લાવણ્ય વડે ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીર શોભા સંપન્ન હતી.
ત્યારે કોઈ એક સમયે તે સોમા બાલિકા સ્નાન કરીને – વાવત્ – વસ્ત્રાભૂષણોથી વિભૂષિત થઈને અનેક કુલ્કાદાસીઓ – યાવત્ – મહત્તર વૃદથી ઘેરાયેલી પોતાના ઘેરથી નીકળીને રાજમાર્ગ પર આવી. આવીને રાજમાર્ગ પર સોનાના દડા વડે રમવા લાગી.
તે કાળ, તે સમયે અહંતુ અરિષ્ટનેમિનું દ્વારિકામાં પદાર્પણ થયું. પર્ષદા નીકળી.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે ભગવંતના આગમનનો વૃત્તાંત સાંભળીને સ્નાન કર્યું – થાવત્ – આભૂષણોથી વિભૂષિત થઈને ગજસુકુમાલ કુમારની સાથે શ્રેષ્ઠ હાથી પર બેસીને કોરંટપુષ્પ માળાઓ યુક્ત છત્ર અને વિંઝાતા એવા શ્રેષ્ઠ શ્વેત ચામરો વડે સુશોભિત થઈને અહતુ અરિષ્ટનેમિની વંદનાના નિમિત્તે દ્વારિકા નગરીના મધ્ય ભાગથી નીકળતા હતા ત્યારે સોમાં બાલિકાના રૂપ-યૌવન અને લાવણ્ય જોઈને વિસ્મયાન્વિત થયા – યાવત્ - તેઓએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે લોકો સોમિલ બ્રાહ્મણની પાસે જાઓ અને આ સોમા બાલિકાની યાચના કરો, ત્યારપછી તે કન્યાને અંતઃપુરમાં પહોંચાડી દો. આ કન્યા ગજસુકુમાલની પત્ની થશે.
ત્યારે તે કૌટુંબિક પુરુષો આજ્ઞાનુસાર કન્યાની યાચના કરીને – યાવત્ – તેણીને અંતઃપુરમાં પહોંચાડે છે. ૦ ભગવંત પાસે દેશના શ્રવણ :–
તે કાળે, તે સમયે પૂર્વે જણાવ્યા મુજબ અહંતુ અરિષ્ટનેમિ સમવસર્યા. કૃષ્ણ વાસુદેવે આ વૃત્તાંત જાણીને સુધર્માસભામાં કૌમુદી ભેરી વગડાવેલી – યાવત્ – શક્રની માફક ઘંટનાદ કરાવ્યો – યાવત્ – સ્નાન કરી, વિભૂષિત થઈને ગજસુકુમાલની સાથે વિજય નામના ઉત્તમ ગંધહસ્તિ પર સવાર થઈને દશાર્ણભદ્રની માફક દ્વારિકાના મધ્યભાગથી નીકળ્યા. સોમા કન્યાના રૂપ અને યૌવનને જોઈને વિસ્મિત થઈ, માહિતી જાણી, સોમિલ પાસે યાચના કરી, “આ ગજસુકુમાલની પ્રથમ પત્ની બનશે” એવું નિર્ધારી - યાવત્ – અંતઃપુરમાં રાખી.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરીના મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, જ્યાં અત્ અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને અત્ અરિષ્ટનેમિને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદનાનમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને અર્હત્ અરિષ્ટનેમિથી અતિ દૂર નહીં કે અતિ નીફટ નહીં તેવા સ્થાને પહોંચીને શુશ્રુષા અને નમસ્કાર કરતા સવિનય નત મસ્તક થઈને પર્યાપાસના કરવા લાગ્યા.
ત્યારપછી અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ, ગજસુકુમાલ અને તે વિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org