________________
૩૯૮
આગમ કથાનુયોગ-૩
રાત-દિવસ દરેક સમયે ધારણ કરે અને સમગ્ર સંયમ ક્રિયાને બરાબર સેવે. તે વાત તે સુસઢે ન જાણી. તે કારણે તે નિર્ભાગી લાંબાકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે.
હે ભગવંત! કયા કારણે તેને જયણા જાણવામાં ન આવી? હે ગૌતમ! જેટલો તેણે કાયકલેશ સહ્યોતેના આઠમાં ભાગનો પણ જો સચિત્ત જળનો ત્યાગ કર્યો હોત તો તે સિદ્ધિમાં જ પહોંચી ગયો હોત. પણ તે સચિત્ત જળનો ઉપભોગ-પરિભોગ કરતો હતો. સચિત્ત જળનો પરિભોગ કરનારને ઘણો કાયકલેશ હોય તો પણ નિરર્થક જાય છે.
૦ આગમ સંદર્ભ :મહાનિ. ૧૪૮૨ થી ૧૫૨૫
મૂળ સૂત્રોમાં આવશ્યક અને દશવૈકાલિકમાં કથાનકો નથી. ઓઘ અને પિંડ નિર્યુક્તિમાં છે - તે વૃત્તિ – ભાષ્યાદિ સહ લખવા યોગ્ય છે. તેથી હવે ઉત્તરાધ્યયનની કથાઓની નોધ અહીં કરેલી છે.
૦ ચિત્રમુનિ કથા :
(આ કથા બ્રહ્મદત્ત ચક્રવર્તી કથાનકમાં વિસ્તારથી અપાઈ ગયેલ છે.)
પુરિમતાલ નગરમાં વિશાળ શ્રેષ્ઠી કુળમાં ઉત્પન્ન થઈને ધર્મશ્રવણ કરીને પ્રવૃજિત થઈ, ચિત્રમુનિ બન્યા.
કંપિલનગરમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી સાથે ઘણો જ સંવાદ થયો. બ્રહ્મદત્તે તેને ભોગાદિ માટે પ્રાર્થના કરી. ચિત્રમુનિએ બ્રહ્મદત્તને ભોગ છોડવા સમજાવ્યા. પાપકર્મ ન કરવા જણાવ્યું.
અંતે ચિત્રમુનિએ અનુત્તર સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરી. ૦ આગમ સંદર્ભ :– સૂય ચૂ. ૧૦૯
ઉત્ત.મૂ. ૪૦૮ થી ૪૪૧; ઉત્ત.નિ. ૩૩૦ + ;
ઉત્ત.ચૂપ ર૧૪;
૦ રથનેમિ કથા –
શૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત, મહાન્ ઋદ્ધિથી સંપન્ન વસુદેવ નામનો રાજા હતો. તેમને રોહિણી અને દેવકી નામની બે પત્નીઓ હતી. રોહિણીથી રામ (બળદેવ) અને દેવકીથી કેશ (કૃષ્ણ વાસુદેવ) નામે બે પ્રિય પુત્રો હતા.
શૌરિયપુર નગરમાં રાજલક્ષણોથી યુક્ત મહાન્ દ્વિસંપન્ન સમુદ્રવિજય નામના રાજા હતા. તેમને શિવા નામની પત્ની હતી. જેના પુત્ર મહાન, યશસ્વી, જિતેન્દ્રિયોમાં શ્રેષ્ઠ, લોકનાથ ભગવંત અરિષ્ટનેમિ હતાં. ૦ અરિષ્ટનેમિ પ્રબંધ સાર :
(તીર્થકર અરિષ્ટનેમિ કથામાં સર્વ વૃત્તાંત આપેલો જ છે. અહીં માત્ર કથાના સંબંધમાં સામાન્ય ઉલ્લેખ કર્યો છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org