________________
શ્રમણ કથાઓ
૩૯૭
– ત્યારે તેની પત્ની સહિત કુંભાર બાળક તરફ દોડ્યો. બાળકના શરીરને નાશ કર્યા સિવાય શ્વાન નાસી ગયો. તે વખતે કરુણાપૂર્ણ હૃદયવાળા કુંભારને પુત્ર ન હોવાથી આ મારો પુત્ર થશે – એમ વિચારીને કુંભારે તે બાળકને પોતાની પત્નીને સમર્પિત કર્યો. તેણીએ પણ સાચા સ્નેહથી તેનું પાલનપોષણ કરીને તે બાળકને મનુષ્યરૂપે તૈયાર કર્યો. તે કુંભારે લોકાનુવૃત્તિથી પોતાને પિતા થવાના અભિમાનથી તેનું સુસઢ એવું નામ પાડ્યું. ૦ સુસઢની દીક્ષા અને અજયણાથી દુર્ગતિ :
હે ગૌતમ ! કાળક્રમે સુસાધુઓનો સમાગમ થયો. દેશના સાંભળી સુસઢ પ્રતિબોધ પામ્યો. તે સુસઢે દીક્ષા અંગીકાર કરી. યાવત્ પરમશ્રદ્ધા – સંવેગ અને વૈરાગ્ય પામ્યો. અત્યંત ઘોર, વીર, ઉગ્ર કષ્ટ કરી, દુષ્કર મહાકાયકલશ કરવા લાગ્યો. પણ સંયમમાં જયણા (યતના) કેમ કરવી તે જાણતો ન હતો અને અજયણાના દોષથી સર્વત્ર અસંયમનાં સ્થાનમાં અપરાધ કરનારો થયો ત્યારે તેને ગુરુએ કહ્યું કે
અરે ! મહાસત્ત્વશાલી ! તું અજ્ઞાન દોષના કારણે સંયમમાં જયણા કેમ કરવી જાણતો ન હોવાથી મહાનું કાયકલશ કરનારો થાય છે. હંમેશાં આલોયણા આપીને પ્રાયશ્ચિત્ત કરતો નથી. તો આ તારું કરેલું સર્વ તપ સંયમ નિષ્ફળ થાય છે. જ્યારે ગુરુએ આ પ્રમાણે તેને પ્રેરણા આપી ત્યારે તે નિરંતર આલોચના આપવા લાગ્યો. તે ગુરુ પણ તેવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપે છે કે જેવી રીતે સંયમમાં જયણા કરનારો થાય. તે જ પ્રમાણે નિરંતર રાત-દિવસ દરેક સમયે આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી મુક્ત થયેલો શુભ અધ્યવસાયમાં વિચરે છે.
હે ગૌતમ ! કોઈક સમયે તે પાપ મતિવાળો જે કોઈ છઠ, અઠમ, ચાર–પાંચ ઉપવાસ, અર્ધમાસ, માસક્ષમણ – ચાવતું – છ માસના ઉપવાસ કે બીજા મોટા કાયકલેશ થાય તેવા પ્રાયશ્ચિત્તો તે પ્રમાણે બરાબર સેવન કરે છે, પણ જે કંઈપણ સંયમ ક્રિયાઓ હોય તેમાં જયણાવાળા મન, વચન, કાયાનાં યોગો, સમગ્ર આશ્રવોનો રોધ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક ક્રિયા આદિથી સમગ્ર પાપકર્મના રાશિને બાળીને ભસ્મ કરવા સમર્થ પ્રાયશ્ચિત્ત છે, તેમાં પ્રમાદ કરે છે, તેની અવગણના અને હેલના કરે છે, અશ્રદ્ધા ફરે છે – યાવત્ – અરે ! આમાં કયું દુષ્કર છે ? એમ કરીને તે પ્રકારે યથાર્થ પ્રાયશ્ચિત્ત સેવન કરતો નથી.
હે ગૌતમ ! તે સુસઢ અણગાર પોતાનું યથાયોગ્ય આયુષ્ય ભોગવીને, મરીને સૌધર્મકલ્પમાં ઇન્દ્ર મહારાજાના મહર્તિક સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને અહીં વાસુદેવ થઈને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો, ત્યાંથી નીકળીને મહાકાયવાળો હાથી થઈને મૈથુનાસક્ત માનસવાળો મરીને અનંતકાય વનસ્પતિમાં ગયો.
હે ગૌતમ ! આ તે સુસઢ કે જેણે – આલોચના, નિંદા, ગહ, પ્રાયશ્ચિત્ત આદિ કરવા છતાં પણ જયણાનો અજાણ હોવાથી લાંબા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે.
હે ભગવંત! કઈ જયણા તેણે ન જાણી કે જેથી તેવા પ્રકારના દુષ્કર કાયકલેશ કરીને પણ તે પ્રકારે લાંબા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે ? હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે અઢાર હજાર શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરાધિતપણે માવજીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org