________________
આગમ કથાનુયોગ-૩
૦ બલરાજા દ્વારા પ્રભાવતીદેવીને પુનઃ સ્વપ્ન ફળ કથન :
ત્યારપછી તે બલરાજા સ્વપ્નલક્ષણ પાઠકોની આ વાત સાંભળીને અને સમજીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે બોલ્યો – હે દેવાનુપ્રિયો ! આ વાત એમ જ છે – યાવત્ – જે તમે કહો છો તે પ્રમાણે જ છે – યાવત્ – આ પ્રમાણે કહીને સ્વપ્નલક્ષણ પાઠકોને – યાવત્ – વિદાઈ આપે છે, તેમને વિદાઈ કરીને સિંહાસનથી ઉયો, ઉઠીને જ્યાં પ્રભાવતી દેવી છે, ત્યાં આવ્યો. આવીને પ્રભાવતી દેવીને તેણે તેવા પ્રકારની ઇષ્ટ – યાવત્ – મિત, મધુર, શોભાયુક્ત વાણી વડે આ પ્રમાણે કહ્યું
- હે દેવાનુપ્રિયે ! આ પ્રમાણે નિશ્ચિત્ રૂપે – યાવત્ – હે દેવાનુપ્રિયે ! ચૌદ સ્વપ્નોમાંથી તમે એક મહાસ્વપ્ન જોયેલ છે, હે દેવી! તમે ઉદાર સ્વપ્ન જોયેલ છે – થાવત્ – રાજ્યાધિપતિ રાજા થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવી ! તમે ઉદાર સ્વપ્ન જોયેલ છે – યાવત્ - આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુપ્રદ, કલ્યાણકર, મંગલકારક સ્વપ્ન તમે જોયેલ છે આ પ્રમાણે કહીને પ્રભાવતી દેવીની તેવા પ્રકારની ઇષ્ટ – યાવત – મિત, મધુર, શોભા સંપન્ન વાણી દ્વારા બીજી વખત, ત્રીજી વખત પણ પ્રશંસા કરે છે. ૦ મહાબલકુમારનો જન્મ :
ત્યારપછી તે પ્રભાવતીદેવી બલરાજા પાસેથી આ વાતને સાંભળીને અને અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને બોલી
હે દેવાનુપ્રિય ! આ એ જ પ્રમાણે છે – યાવત્ – તે સ્વપ્નોને સમ્યક્ પ્રકારે ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને બલરાજાની અનુમતિપૂર્વક અનેક પ્રકારના મણિ અને રત્નોની રચના દ્વારા આશ્ચર્યકારી એવા ભદ્રાસનથી ઉઠી, ઉઠીને ત્વરારહિત, ચપળતારહિત, વિલંબરહિત રાજહંસ સદશ ગતિ વડે ચાલતી પોતાના ભવનમાં આવી, ત્યાં આવીને પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
ત્યારપછી તે પ્રભાવતી દેવીએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું – યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થઈ – યાવત્ – તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરવા લાગી.
ત્યારપછી તે પ્રભાવતીદેવીએ નવ માસ પૂર્ણ થયા બાદ અને સાડાસાત રાત્રિદિવસ વ્યતિક્રાન્ત થયા બાદ સુકમાલ હાથ–પગવાળા અને ક્ષતિરહિત, પ્રતિપૂર્ણ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત શરીરવાળા તથા લક્ષણ—વ્યંજન અને ગુણોથી યુક્ત, માનોન્માન પ્રમાણથી પ્રતિપૂર્ણ, સુજાત, સર્વાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય, કાંત, પ્રિયદર્શન, સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો.
ત્યારપછી પ્રભાવતી દેવીની અંગપરિચર્યા કરનારી પરિચારિકાઓ – દાસીઓ પ્રભાવતી દેવીને પ્રસવ થયેલો જાણીને જ્યાં બલરાજા છે, ત્યાં આવી. આવીને બંને હાથ જોડી નતમસ્તકપૂર્વક અંજલિ કરીને બલરાજાને જય-વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ નવ માસ પૂર્ણ થયા બાદ – યાવત્ – સુંદરરૂપવાળા પુત્રને જન્મ આપ્યો છે તો દેવાનુપ્રિયને પ્રિય લાગે તે માટે અમે આ વાતનું નિવેદન કરીએ છીએ – આ સમાચાર આપને પ્રિય થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org