________________
શ્રમણ કથાઓ
૬૫
વિવિધ શાસ્ત્રોના મર્મજ્ઞ સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષ – થાવત્ – આજ્ઞાનો સ્વીકાર કરીને બલરાજાની પાસેથી નીકળ્યા. નીકળીને – યાવતું – હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોના ઘર હતા, ત્યાં આવ્યા. આવીને તે સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવ્યા.
ત્યાર પછી તે સ્વપ્નલક્ષણપાઠક બલરાજાના કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયા ત્યારે – યાવત્ – પોતપોતાના ઘરોથી નીકળ્યા. નીકળીને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને જ્યાં બલરાજાનું ઉત્તમ મહેલ હતો, ત્યાં આવ્યા. આવીને શ્રેષ્ઠ મહેલના દ્વાર પાસે એકત્રિત થયા, એકત્રિત થઈને, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં બલરાજા હતો, ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી અને અંજલિ કરીને બલરાજાને જય-વિજય શબ્દોથી વધાવ્યા.
ત્યારપછી બલરાજા દ્વારા વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત થયેલા એવા તે સ્વપ્નલક્ષણપાઠક પહેલાથી રખાયેલા ભદ્રાસનો પર બેઠા.
ત્યારપછી બલરાજાએ યવનિકાની અંદર પ્રભાવતી દેવીને બેસાડ્યા, બેસાડીને ફળ અને પુષ્પથી પરિપૂર્ણ હાથવાળા બળરાજાએ અતિશય વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! આ પ્રમાણે આજે પ્રભાવતી દેવી તેવા પ્રકારના વાસગૃહમાં – થાવત્ – સ્વપ્નમાં સિંહને જોઈને જાગી, તો હે દેવાનુપ્રિયો ! આવા આ ઉદાર – યાવત્ – મહાસ્વપ્નનું બીજું શું કલ્યાણરૂપ ફળ અને વૃત્તિ વિશેષ થશે ?
ત્યારપછી તે સ્વપ્ન લક્ષણ પાઠકોએ બલરાજાની આ વાત સાંભળીને – અવધારીને બલરાજા સમક્ષ સ્વપ્નશાસ્ત્રનું ઉચ્ચારણ કરતા આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય ! આ પ્રકારે અમારા સ્વપ્નશાસ્ત્રમાં માંડલિક રાજાની માતા જ્યારે માંડલિક રાજા ગર્ભમાં પ્રવેશ કરે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ એક મહાસ્વપ્ન જોઈને લાગે છે. હે દેવાનુપ્રિય ! આ પ્રભાવતીદેવીએ એક મહાસ્વપ્ન જોયેલ છે. હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે – યાવત્ – આરોગ્ય, તુષ્ટિ, દીધાર્યું, કલ્યાણરૂપ, મંગલકારક સ્વપ્નને જોયેલ છે.
હે દેવાનુપ્રિય! (તેનાથી તમને) અર્થનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! ભોગનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! પુત્રનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! રાજ્યનો લાભ થશે. હે દેવાનુપ્રિય! આ પ્રમાણે નવમાસ સંપૂર્ણ થયે અને બરાબર સાડાસાત દિવસ વ્યતિક્રાન્ત થયા પછી પ્રભાવતી દેવી તમારા કુળમાં ધ્વજા સમાન – યાવત્ – દેવકુમાર સદશ. કાંતિ સંપન્ન પુત્રને જન્મ આપશે. તે પુત્ર બાલ્યાવસ્થાને પાર કરીને વિજ્ઞ અને પરિણત, બુદ્ધિસંપન્ન થઈને યુવાવસ્થાને પ્રાપ્ત કરી શૂર, વીર, પરાક્રમી, વિસ્તીર્ણ અને વિપુલ બલ–વાહનવાળા રાજ્યનો અધિપતિ રાજા થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે.
તેથી હે દેવાનુપ્રિય ! પ્રભાવતીદેવીએ ઉદાર સ્વપ્નો જોયા છે – યાવત્ – આરોગ્ય, તુષ્ટિ, દીર્ધાયુપ્રદ, કલ્યાણકારક, મંગલકારક સ્વપ્ન પ્રભાવતીદેવીએ જોયેલ છે. ૩/૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org