________________
શ્રમણ કથાઓ
૧૩૩
ત્યારે કાલિકપુત્ર સ્થવિરે તે શ્રમણોપાસકને કહ્યું કે, હે આયો ! પૂર્વ આચરિત તપને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
મેહિલ નામક સ્થવિરે તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! પૂર્વ પાલિત સંયમને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
પછી તેમનામાં જે આનંદરક્ષિત સ્થવિર હતા, તેમણે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! કર્મશેષ રહેવાને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
તેમનામાંથી કાશ્યપ નામક સ્થવિરે કહ્યું કે, હે શ્રમણોપાસક આર્યો ! સંગીતા (આસક્તિ)ને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
૦ આગમ સંદર્ભ :ભગ. 133;
– ૮ – ૮ – © થાવથ્યાપુત્ર આદિ કથા :
(અહીં મુખ્યત્વે થાવસ્ત્રાપુત્રનું કથાનક છે, કે જેઓ ભાઅરિષ્ટનેમિના શાસનમાં થયા.
તઅંતર્ગત શેલકરાજર્ષિ શુક્રપરિવ્રાજક, પંથકમુનિ, કૃષ્ણવાસુદેવ, સુદર્શનશ્રેષ્ઠી આદિના કથાનકો પણ સમાવિષ્ટ થયેલા છે) ૦ દ્વારિકા નગરી – રૈવતક પર્વત :
તે કાળે, તે સમયે બારાવતી (દ્વારિકા) નામની નગરી હતી. જે પૂર્વ-પશ્ચિમ બાર યોજન લાંબી અને ઉત્તર-દક્ષિણ નવ યોજન પહોળી હતી. તે કુબેરની મતિથી નિર્મિત થયેલી હતી. સુવર્ણના શ્રેષ્ઠ પ્રાકાર વડે અને પંચરંગી અનેક પ્રકારના મણિઓથી બનેલા કાંગરાથી શોભિત હતી. તે અલકાપુરી સમાન દેખાતી હતી. તેના નિવાસી પ્રમોદયુક્ત અને ક્રીડા કરવામાં નિમગ્ન રહેતા હતા. તે સાક્ષાત્ દેવલોક સંદેશ હતી.
તે દ્વારાવતી નગરીની બહાર ઇશાન ખૂણામાં રૈવતક (ગિરનાર) નામે પર્વત હતો. તે ઘણો જ ઊંચો હતો. તેના શિખર ગગનતલને સ્પર્શ કરતા હતા. તે વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો, લતાઓ અને વલિયોથી પરિવ્યાપ્ત હતો. હંસ, મૃગ, મયૂર, ક્રાંચ, સારસ, ચક્રવાક, મદનસારિકા, કોયલ આદિ પક્ષીઓના સમૂહોથી વ્યાસ હતો. તેના અનેકતર કટક, વિવર, ઝરણા, પ્રપાત, પ્રાશ્માર અને શિખર હતા. તે અપ્સરાઓના સમૂહ, દેવોના સંઘ, ચારણમુનિઓ અને વિદ્યાધરયુગલોથી યુક્ત હતો.
તેના પર ત્રણ લોકમાં બળવત્તર દશારવંશના વીરપુરુષો દ્વારા નિત્ય નવા ઉત્સવ થતા હતા. તે પર્વત સૌમ્ય, સુભગ, જોવામાં પ્રિય, સુરૂપ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો.
તે રૈવતક પર્વતથી અતિ દૂર નહીં, અતિ નિકટ નહીં એવા સ્થાને એક નંદનવન નામક ઉદ્યાન હતું. જે સર્વ ઋતુઓ સંબંધિ પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતો. રમ્ય હતો, નંદનવન સમાન પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતો.
તે ઉદ્યાનની ઠીક મધ્યમાં સુરપ્રિય નામક દિવ્ય યક્ષાયતન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org