________________
૧૩૪
આગમ કથાનુયોગ-૩
૦ કૃષ્ણ વાસુદેવ :
તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ નામક વાસુદેવ રાજા નિવાસ કરતો હતો. તે વાસુદેવ સમુદ્રવિજય આદિ દશ દશાઈ – યાવત્ – અન્ય પણ ઘણાં ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સાર્થવાહ આદિના અને ઉત્તરમાં વૈતાઢય પર્વત પર્યત તથા અન્ય દિશામાં સમુદ્રપર્યત દક્ષિણાર્ધભરત ક્ષેત્રના અને દ્વારિકા નગરીનું આધિપત્ય કરતા – થાવત્ – પાલન કરતા એવા વિચરણ કરતા હતા. ૦ થાવસ્યા ગાથાપત્ની અને થાવચ્ચાપત્ર :
તે દ્વારાવતી નગરીમાં થાવસ્યા નામની એક ગાથાપત્ની રહેતી હતી. જે સમૃદ્ધશાલિની – યાવત્ – કોઈથી પરાભવ પામનારી ન હતી.
તે થાવસ્યા ગાથાપત્નીને થાવસ્ત્રાપુત્ર નામક સાર્થવાહ – બાળક પુત્ર હતો – તેના હાથ, પગ અત્યંત સુકોમળ હતા – યાવત્ – તે સુંદર રૂપવાળો હતો.
ત્યારપછી તે થાવસ્યાગાથાપત્નીએ તે બાળકને સાધિક આઠ વર્ષનો થયેલો જાણીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં કલાચાર્ય પાસે મોકલ્યો – યાવત્ -- ભોગ ભોગવવામાં સમર્થ જાણીને ઇભ્ય કુળોની બત્રીશ કુમારિકાઓ સાથે એક જ દિવસમાં પાણિગ્રહણ કરાવ્યું.
બત્રીશ દાયજાઓ મળ્યા – યાવત્ – ઇભ્યકુળની તે બત્રીશકુમારીઓની સાથે વિપુલ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ યુક્ત પાંચ પ્રકારના મનુષ્ય સંબંધિ કામભોગોને ભોગવતો વિચારવા લાગ્યો. ૦ ભગવંત અરિષ્ટનેમિનું સમવસરણ :
તે કાળે, તે સમયે અર્યન્ત અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. તેઓ ધર્મના આદિકર, તીર્થ–કર આદિ હતા. (વર્ણન પૂર્વવત્ જાણવું) તેઓ દશ ધનુષ્ય ઊંચા, નીલકમલ – ભેંસની સીંગ – ગુલિકા અલસીના પુષ્પ સમાન શ્યામ કાંતિવાળા હતા. ૧૮,૦૦૦ શ્રમણો અને ૪૦,૦૦૦ આર્થિકા (શ્રમણી)ઓથી પરિવૃત્ત થઈને પૂર્વાનુપૂર્વી (ક્રમથી) વિચરતા, ગ્રામાનુગ્રામોમાં ગમન કરતા એવા અને સુખપૂર્વક વિહાર કરતા-કરતા જ્યાં દ્વારિકા નગરી હતી, જ્યાં રૈવતક પર્વત હતો, જ્યાં નંદનવન હતું, જ્યાં સુરપ્રિય યક્ષનું યક્ષાયતન હતું, જ્યાં ઉત્તમ અશોકવૃક્ષ હતું, ત્યાં પધાર્યા, પધારીને યથોચિત અવગણને પ્રાપ્ત કરી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. – કૃષ્ણ દ્વારા ભગવંતની પર્યાપાસના :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે આ સમાચારને સાંભળીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી સુધર્માસભામાં જઈને મેઘના સમૂહ જેવા શબ્દોવાળી, ગંભીર તથા મધુર શબ્દ કરનારી કૌમુદી ભરીને વગાડો.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષ કૃષ્ણવાસુદેવના આદેશને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળા થઈને – યાવત – મસ્તકે અંજલિ કરીને – હે સ્વામિન્ ! “સારુંઘણું સારું" એ પ્રમાણે કહીને વિનયપૂર્વક આજ્ઞાને સ્વીકાર કરે છે, સ્વીકાર કરીને કૃષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org