________________
૨૬૨
આગમ કથાનુયોગ-૩
માસની સંખના કરી, અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા.
૦ આગમ સંદર્ભ :અંત. ૭ થી ૯;
– ૪ – ૪ – ૦ અનીયસ આદિ છ કુમારની કથા :
(આ કથામાં છ કથાનો સમાવેશ થાય છે તે આ પ્રમાણે-) ((૧) અનીયસ
(૨) અનંતસેન
(૩) અનિહત (૪) વિકલ્પ
(૫) દેવયશ
(૬) શત્રુસેન) (૧) અનીયસ કથા :
તે કાળે, તે સમયે ભક્િલપુર નામે નગર હતું. તે ભદ્દિલપુર નગરના ઇશાન ખૂણામાં શ્રીવન નામે ઉદ્યાન હતું ત્યાં જિતશત્રુ નામે રાજા હતો.
તે ભદિલપુર નગરમાં નાગ નામનો ગાથાપતિ નિવાસ કરતો હતો. તે ધનાઢય – થાવત્ – કોઈથી પરાભવ પ્રાપ્ત કરે તેવો ન હતો. તે ગાથાપતિની સુકુમાલ – યાવત્ – સુંદર સુલસા નામની પત્ની હતી.
તે નાગ ગાથાપતિનો પુત્ર અને સુલસા ભાર્યાનો આત્મજ અનીયસ નામે કુમાર હતો. (તેઓને છ પુત્રો હતા – ૧. અનીયશ, ૨. અનંતસેન, ૩. જિતસેન, ૪. અનિહતરિપુ, પ. દેવસેન અને ૬. શત્રુસેન. બાકીના પાંચનો ઉલ્લેખ આ કથામાં જ આગળ આવે છે.), (તેમજ વાસ્તવમાં આ છ એ પુત્રો વસુદેવની પત્ની અને કૃષ્ણ વાસુદેવની માતા દેવકીના પુત્રો હતા. તેનો ઉલ્લેખ ગજસુકુમાલની કથામાં આવે છે. તે વિષયક સ્પષ્ટીકરણ ગજસુકુમાલની કથામાં આગળ અપાયેલ જ છે.)
અનીયસકુમાર સુકમાલ – યાવત્ – સુરૂપ હતો. પાંચ ધાવમાતાઓ વડે પરિવરેલો દૃઢપ્રતિજ્ઞની સમાન – યાવત્ – ગિરિગુફામાં સ્થિત ઉત્તમ ચંપક વૃક્ષની સમાન કોઈ પણ વિદનરડિત સુખપૂર્વક પરિવર્ધિત થવા લાગ્યો.
ત્યારપછી તે અનીયસકુમારને સાધિકઆઠ વર્ષનો થયો જાણીને માતાપિતાએ કલાચાર્યની પાસે મોકલ્યો – યાવત્ – તે ભોગ ભોગવવાને સમર્થ થઈ ગયો. ત્યારે તે અનીયસકુમારને બાલ્યકાળનું અતિક્રમણ કરેલો જાણીને માતાપિતાએ એક દિવસ તેનું સદેશ રંગ, સમાન વય, સમાન ત્વચા, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોથી યુક્ત સદશ ઇભ્ય–શ્રેષ્ઠી કુળોથી લવાયેલ બત્રીશ શ્રેષ્ઠ ઇભ્ય કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. ત્યારપછી તે નાગ ગાથાપતિએ અનીયસકુમારને આ પ્રમાણેનું પ્રીતિદાન આપ્યું. તે આ પ્રમાણે –
બત્રીશ હિરણ્ય કોડી આદિ જે પ્રમાણે મહાબલને માટે તેના માતાપિતાએ આપેલ હતું – યાવત્ – શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરી ભાગમાં નિરંતર વાગતા એવા મૃદંગોના ધ્વનિપૂર્વક ભોગોપભોગ ભોગવતો વિચારવા લાગ્યો. (કથા જુઓ મહાબલ)
તે કાળ, તે સમયે અહંત અરિષ્ટનેમિ જ્યાં ભદિલપુર નગર હતું, જ્યાં શ્રીવન નામે ઉદ્યાન હતું. ત્યાં પધાર્યા, પધારીને યથાવિધિ અવગ્રહ ધારણ કર્યો. કરીને સંયમ અને ત૫ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org