________________
શ્રમણ કથાઓ
૨૬ ૩
ત્યારપછી વિશાળ જનસમૂહના શબ્દો અને કોલાહલને સાંભળીને અને જનસમૂહને જોઈને તે અનીયસકુમારને આ આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – યાવત્ – તે ગૌતમકુમાર સમાન અણગાર થઈ ગયા. (કથા જુઓ ગૌતમકુમાર) – વિશેષ કેવળ એ કે તેમણે સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. વીસ વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. શેષ વર્ણન પૂર્વવત્ અર્થાત્ ગૌતમકુમાર પ્રમાણે જાણવું – યાવત્ – શત્રુંજય પર્વત પર માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને – યાવત્ – શ્રેષ્ઠ કેવળજ્ઞાન-દર્શનને પ્રગટ કર્યું. ત્યારપછી સિદ્ધ થયા. (અંતકૃત્ કેવલી થઈને મોક્ષે ગયા) ૦ અનંતસેન કુમારાદિ અણગાર :
અનીયસ કુમારની માફક જ અનંતર્સનથી શત્રુસેન પર્યંતના અધ્યયનોનું વર્ણન જાણી લેવું જોઈએ. અર્થાત્ (૨) અનંતસેન, (૩) અજિતસેન, (૪) અનિત રિપુ, (૫) દેવસેન અને (૬) શત્રુસેન એ પાંચે કુમારોનું કથાનક અનીયસ કુમાર પ્રમાણે જ જાણવું.
બધાંના બત્રીશ બત્રીશ શ્રેષ્ઠ કન્યાઓ સાથે લગ્ન થયા. બધાંને બત્રીસ-બત્રીશ હિરણ્યકોડી આદિ વસ્તુઓ પ્રીતિદાનમાં પ્રાપ્ત થઈ. બધાં એ વીશ વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો અને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. બધાંએ અંતે એક માસની સંખના કરી, શત્રુંજય પર્વત પર અનંતસેન આદિ પાંચે કુમારો અંતકૃતુ કેવળી થઈને સિદ્ધિ પદને પામ્યા.
(આ કથાનો એક મધ્યભાગ ગજસુકુમાલની કથામાં હવે પછી અપાયેલ છે. તનુસાર આ છ એ મુનિઓ છઠ તપના પારણે બે–બેના સંઘાટકમાં – ચાવતું – દ્વારિકા નગરીમાં ભિક્ષાર્થે નીકળ્યા. ત્રણે મુનિયુગલોએ ક્રમશઃ દેવકી રાણીના ઘેર પ્રવેશ કર્યો. ત્રણેને દેવકીએ પ્રતિલાભિત કર્યા. દેવકીના મનમાં શંકા જાગી કે એકના એક મુનિ વારંવાર કેમ તેણીના ઘેર પધાર્યા શું વારિકામાં ભિક્ષા દુર્લભ બની છે ? ઇત્યાદિ ત્યારપછી અહંત અરિષ્ટનેમિએ તેણીની શંકાનું નિવારણ કર્યું કે, હે દેવકી ! આ છ એ તમારા જ પુત્રો છે. આદિ–આદિ સર્વ કથન ગજસુકુમાલની કથાથી જાણી લેવું)
૦ આગમ સંદર્ભ :અંત ૧૦, ૧૧, ૧૩;
૦ સારણ કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા (બારામતી) નામક નગરી હતી. વસુદેવ રાજા હતો. ધારિણી રાણી હતી. એકદા (ગર્ભાધાન પછી) ધારિણી રાણીએ સિંહનું સ્વપ્ન જોયું. ગર્ભકાળ પૂરો થતા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ સારણકુમાર રાખ્યું. તેને વિવાહમાં પચાસ-પચાસ વસ્તુઓ પ્રીતિદાન રૂપે પ્રાપ્ત થઈ. દીક્ષા લઈને સારણમુનિએ સામાયિકથી લઈને ચૌદ પૂર્વી સુધીનું અધ્યયન કર્યું. વીસ વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. શેષ બધું જ વર્ણન ગૌતમકુમાર પ્રમાણે જાણવું – યાવત્ – શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના કરીને અંતકૃત્ કેવલી થઈ સિદ્ધ થયા.
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૬;
અંત. ૧૦, ૧૨; – » –– » ––– For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org