________________
શ્રમણ કથાઓ
૧૦૩
© કુરુદત્ત પુત્ર કથા -
હે ભગવન્!.. પ્રકૃત્તિથી ભદ્ર યાવતું વિનીત તથા નિરંતર અઠમની તપસ્યા અને પારણે આયંબિલ, એવી કઠોર તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતા એવા અને બંને હાથ ઊંચે રાખીને સૂર્ય તરફ મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેનાર આપ દેવાનું પ્રિયના અંતેવાસી કુરુદત્ત પુત્ર અણગાર પુરા છ મહિના પર્યત ગ્રામર્થ્યપાલનનું પાલન કરીને અદ્ધમાસિક સંલેખનાથી પોતાની આત્માને સંસેવિત કરીને, ત્રીશ ભક્ત અનશનનું પાલન કરીને ઇશાન કલ્પમાં પોતાના વિમાનમાં ઇશાનેન્દ્રના સામાનિક દેવરૂપે ઉત્પન્ન થયેલ છે. ઇત્યાદિ વક્તવ્યતા, તિષ્યકદેવની સમાન કુરપુત્રદેવના વિષયમાં પણ જાણવી.
વિશેષતા માત્ર એ કે કુરુદત્તપુત્ર દેવની સંપૂર્ણ બે જંબૂદ્વીપોથી કંઈક અધિક સ્થળને ભરવાની વિફર્વણા શક્તિ છે. શેષ સર્વ વર્ણન તિષ્યક દેવ પ્રમાણે જ સમજી લેવું.
૦ આગમ સંદર્ભ :ભગ ૧૫૮;
– ૪ – ૪ – © તિષ્યક કથા :
હે ભગવન્!... આપ દેવાનુપ્રિયના શિષ્ય તિષ્યક નામના અણગાર જે પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનીત હતા, નિરંતર છઠ–છઠની તપસ્યાથી પોતાના આત્માને ભાવિત કરતા, પુરા આઠ વર્ષનો થામણ્ય પર્યાય પાલન કરીને એક માસની સંલેખના દ્વારા પોતાના આત્માને સંસેવિત કરીને તથા સાઈઠ ભક્ત અનશનનું છેદન કરીને, આલોચના અને પ્રતિક્રમણ કરીને, મૃત્યુના અવસરે મૃત્યુ પ્રાપ્ત કરીને સૌધર્મ દેવલોકે ગયા છે.
તે ત્યાં પોતાના વિમાનમાં, ઉપપાત સભામાં, દેવશયનીયમાં દેવદૂષ્યથી ઢાંકેલ, અંગુલના અસંખ્યાત ભાગ જેટલી અવગાહનામાં દેવેન્દ્ર દેવરાજ શક્રના સામાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થયા છે. પછી તત્કાળ ઉત્પન્ન થયેલ તે તિષ્યક દેવ પાંચ પ્રકારની પર્યાતિઓ અર્થાત્ આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ભાષામનપર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવને પ્રાપ્ત થયા.
ત્યારે સામાનિક પરિષદના દેવોએ બંને હાથને જોડીને અને દશે આંગળીઓના દશ નખને ભેગા કરી મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધાઈ આપી. ત્યારપછી તેઓ બોલ્યા – અહો ! આપ દેવાનુપ્રિયે આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ પ્રાપ્ત કરી છે, ઉપલબ્ધ કરી છે, અને દિવ્ય દેવપ્રભાવ ઉપલબ્ધ કરેલ છે, સન્મુખ કરેલ છે, જેવી દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ આપ દેવાનુપ્રિયે ઉપલબ્ધ પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે, તેવી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ દેવેન્દ્ર દેવરાજ શક્રે ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે, જેવી દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્યપ્રભાવ દેવેન્દ્ર દેવરાજ શકે લબ્ધ, પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે, તેવી જ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ આપ દેવાનુપ્રિયે ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે.
હે ભગવન્! તે તિષ્યક દેવ કેટલી મહાદ્ધિવાળો છે – યાવત્ – કેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org