________________
૧૦૨
આગમ કથાનુયોગ-૩
છે. જ્યારે એવા પ્રકારના અરિહંત ભગવંતોનું નામ ગોત્રનું શ્રવણ કરવાનું પણ મહાફળ છે, તો પછી અભિગમન, વંદન, નમન, પ્રતિપુચ્છના અને પર્યાપાસના આદિને વિશે તો કહેવાનું જ શું હોય ?
જ્યારે એક આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરવાનું મહાફળ છે, તો તેના વિપુલ અર્થને ગ્રહણ કરવાને માટે શું કહેવું ? તેથી હવે હું શ્રમણ ભગવંત મહાવીરની સમીપે જાઉં અને વંદના કરું – યાવત્ – પર્યાપાસના કરું, તે મને આ ભવમાં અને પરભવમાં હિતરૂપ, સુખરૂપ, શાંતિરૂપ અને અનુક્રમે નિઃશ્રેયસ્ રૂપ થશે. આ પ્રમાણે વિચાર કરે છે, વિચાર કરીને જ્યાં પરિવ્રાજકનો મઠ છે ત્યાં આવ્યો, આવીને પરિવ્રાજક મઠમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ત્રિદંડ, કુંડિકા – યાવત્ – ભગવા વસ્ત્રો લીધા.
– ત્યારપછી પરિવ્રાજક મઠથી નીકળ્યો. નીકળીને વિર્ભાગજ્ઞાનથી રહિત તે આલભિકા નગરીના મધ્ય ભાગમાંથી નીકળ્યો, નીકળીને જ્યાં શંખવન ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા. ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદના અને નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને, અતિ દૂર નહીં, અતિ નીકટ નહીં એવા યથાયોગ્ય સ્થાને બેસીને શુશ્રષા કરતા, નમસ્કાર કરતા અને સન્મુખ વિનયપૂર્વક અંજલિ કરીને પર્યપાસના કરવા લાગ્યા. ૦ પુગલની ધ્વજ્યા :
તત્પશ્ચાત્ શ્રમણ ભગવંત મહાવીરે પુદ્ગલ પરિવ્રાજક અને વિશાળ પર્ષદાને ધર્મકથા કહી – યાવત્ – આજ્ઞાનો આરાધક થયો.
ત્યારપછી તે પુદ્ગલ પરિવ્રાજક શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મશ્રવણ કરી અને અવધારણ કરીને સ્કંદકની કથામાં કહ્યા પ્રમાણે ઇશાન ખૂણામાં ગયો. જઈને ત્રિદંડ અને કુંડિકા – યાવત્ – ભગવા વસ્ત્રોને એકાંત સ્થાનમાં રાખે છે, રાખીને સ્વયં પંચમૃષ્ટિક લોચ કરે છે, લોચ કરીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને વંદના–નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને ઋષભ દત્તની માફક પ્રવ્રજિત થયો. તેની જેમજ અગિયાર અંગોનું અધ્યયન કરે છે, તેમની જેમજ – યાવત્ – સર્વદુઃખોથી મુક્ત થયા. ૦ ગૌતમનો સિદ્ધયમાન જીવના સંવનન સંબંધિ પ્રશ્ન :
હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવન ગૌતમ શ્રમણ ભગવાન્ મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું – હે ભગવન્! સિદ્ધ થનારો જીવ કયા સંડનન વડે સિદ્ધ થાય છે ?
હે ગૌતમ ! વજઋષભનારાચ સંતનનથી સિદ્ધ થાય છે ઇત્યાદિ ઉવવાઈ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે સંતનન, સંસ્થાન, ઊંચાઈ, આયુષ્ય, પરિવસના એ પ્રમાણે સંપૂર્ણ સિદ્ધિગંડિકા કહેવી જોઈએ – યથાવત્ – અવ્યાબાધ શાશ્વત સુખનો સિદ્ધો અનુભવ કરે છે.
૦ આગમ સંદર્ભ :ભગ પ૨૮ + ,
– ૪
– ૪ ––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org