________________
૧૦૪
વિકુવર્ણા કરવામાં સમર્થ છે ?
મહાપ્રભાવવાળો છે. તે ત્યાં
તે તિષ્યક દેવ મહાઋદ્ધિવાળા છે યાવત્ પોતાના વિમાન પર ૪,૦૦૦ સામાનિક દેવો પર, સપરિવાર ચાર અગ્રમહિષિઓ પર, ત્રણ પર્ષદા પર, સાત સૈન્ય પર, સાત સેનાધિપતિઓ પર અને ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો પર તથા અન્ય ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ પર આધિપત્ય, સ્વામિત્વ અને નેતૃત્વ કરતો વિચરણ કરે છે.
આ તિષ્યકદેવ આવી મહાઋદ્ધિવાળો યાવત્ – આટલી વિકુર્વણા કરવામાં સમર્થ છે જેમ કોઈ યુવતી યુવા પુરુષનો હાથ દૃઢતાથી પકડીને ચાલતી હોય અથવા ગાડીના પૈડાની ધુરી આરાથી ગાઢ સંલગ્ન હોય છે, એ બે દૃષ્ટાંત અનુસાર તે શક્રેન્દ્ર જેટલી વિકુર્વણા કરવામાં સમર્થ છે.
આ તો તિષ્યક દેવની આ પ્રકારની વિકુર્વણા શક્તિ કહી છે, તે ફક્ત તેનો વિષય છે, વિષયમાત્ર છે, પરંતુ સંપ્રાપ્તિ દ્વારા ક્યારેય તેણે આટલી વિકુર્વણા કરી નથી, કરતો નથી અને કરશે પણ નહીં.
૦ આગમ સંદર્ભ :
ભગ. ૧૫૬;
.
-
Jain Education International
-
X
© કાલસ્યવેષિપુત્ર કથા ઃ
તે કાળ અને તે સમયે પાર્શ્વપત્યીય પાર્શ્વનાથની પરંપરાના શિષ્યાનુશિષ્ય કાલસ્યવેષિપુત્ર નામક અણગાર હતા. તેઓ જ્યાં ભગવંત મહાવીરના સ્થવીર ભગવંતો બિરાજમાન હતા. ત્યાં આવ્યા. તેમની પાસે આવીને સ્થવીર ભગવંતોને આ પ્રમાણે કહ્યું– કાલસ્યવેષિપુત્ર અણગાર અને સ્થવીરોનો સંવાદ :--
હે સ્થવીરો ! તમે સામાયિકને નથી જાણતા, સામાયિકના અર્થને નથી જાણતા. હે સ્થવીરો ! તમે પ્રત્યાખ્યાનને નથી જાણતા, પ્રત્યાખ્યાનના અર્થને નથી જાણતા. હે સ્થવીરો ! તમે સંયમને નથી જાણતા, સંયમના અર્થને નથી જાણતા, હે સ્થવીરો તમે સંવરને નથી જાણતા. સંવરના અર્થને નથી જાણતા. હે સ્થવીરો ! તમે વિવેકને નથી જાણતા, વિવેકના અર્થને નથી જાણતા, હે સ્થવીરો ! તમે વ્યુત્સર્ગને નથી જાણતા, વ્યુત્સર્ગના અર્થને નથી જાણતા.
ત્યારે તે સ્થવીર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યુંહે આર્ય ! અમે સામાયિકને જાણીએ છીએ, સામાયિકના અર્થને જાણીએ છીએ – યાવત્ – અમે વ્યુત્સર્ગને જાણીએ છીએ વ્યુત્સર્ગના અર્થને જાણીએ છીએ. ત્યારપછી કાલાસ્યવેષિપુત્ર અણગારે તે સ્થવીર ભગવંતોને આ પ્રમાણે કહ્યુંહે આર્યો ! જો આપ સામાયિકને જાણો છો અને સામાયિકના અર્થને જાણો છો, વ્યુત્સર્ગ અને વ્યુત્સર્ગના અર્થને જાણો છો, તો બતાવો કે સામાયિક શું છે ? સામાયિકનો અર્થ શું છે ? યાવત્ – વ્યુત્સર્ગ શું છે ? વ્યુત્સર્ગનો અર્થ શું છે ?
1
ત્યાર તે સ્થવીર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું – હે
For Private & Personal Use Only
www.jainelibrary.org
આગમ કથાનુયોગ-૩
-
×