________________
૧૦૬
આગમ કથાનુયોગ-૩
કર્યું, પાલન કરીને જે પ્રયોજનને માટે નમ્રભાવ, મુંsભાવ, સ્નાન ન કરવું, દાંત સાફ ન કરવા, છત્ર ન રાખવું, ઉપાનહ ન પહેરવા, પૃથ્વી પર બેસવું, ફલકશૈયા, કાષ્ઠશય્યા, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, ભિક્ષાર્થે પરગૃહ પ્રવેશ, ક્યાંક મળે – ક્યાંક ન મળે કે ઓછું મળે, અનુકૂળ કે પ્રતિકૂળ થાય, ઇન્દ્રિયોને માટે કાંટા સમાન બાવીશ પરીષહ – ઉપસર્ગોને સહન કરાય છે – તે અર્થની આરાધના કરી, આરાધના કરીને ચરમ ઉચ્છવાસ નિ:શ્વાસ દ્વારા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થયા અને સર્વ દુઃખોથી મુક્ત થયા.
૦ આગમ સંદર્ભ :ભગ. ૯૮ + ;
– ૪ – x – © શિવરાજર્ષિ કથા :
તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું. તે નગરની બહાર ઇશાન ખૂણામાં સહસ્ત્રાપ્રવન નામે ઉદ્યાન હતું. જે સર્વઋતુના પુષ્પ અને ફળોથી સમૃદ્ધ, રમ્ય, નંદનવન સમાન શોભાવાળું સુખકારક અને શીતળ છાયાથી યુક્ત, મનોહર, સ્વાદિષ્ટ ફળોથી યુક્ત, કંટકરહિત, પ્રસન્નતા દેનારું – યાવતુ – પ્રતિરૂપ (સંદર) હતું. ૦ શિવ રાજા :
તે હસ્તિનાપુર નગરમાં શિવ નામક રાજા હતો, જે મહાહિમવાનું પર્વત, મહાનું મલય–મંદર પર્વતની સમાન સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો. તે શિવ રાજાને ધારિણી નામે રાણી હતી, તેના હાથ–પગ સુકોમળ હતા. તે શિવરાજાનો પુત્ર અને ધારિણી દેવીનો આત્મજ એવો શિવભદ્ર નામક કુમાર હતો. જે સુકુમાલ હાથ–પગવાળો હતો. ઇત્યાદિ સૂર્યકાંત રાજકુમારની માફક વર્ણન કરવું – યાવત્ – તે રાજકુમાર રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ, કોઠાગાર, પુર, અંતઃપુરને જોતો-જોતો વિચરતો હતો. ૦ શિવરાજાનો દિશાપોષિક તાપસ પ્રવ્રાજ્ય સંકલ્પ :
ત્યારપછી કોઈ દિવસે શિવરાજાને પૂર્વ રાત્રિના અંતિમપ્રહરમાં રાજ્ય કાર્યોનો વિચાર કરતા કરતા આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો, મારા પૂર્વ સુઆયરિત, સુપરાક્રમિત, શુભ, કલ્યાણરૂ૫, કૃતકર્મોના કલ્યાણરૂપ ફળવૃત્તિ વિશેષથી હું સુવર્ણથી, હિરણ્યથી, ધનથી, ધાન્યથી, પુત્રોથી, પશુઓથી, રાજ્ય અને રાષ્ટ્રથી, બળ, વાહન, કોશ, કોઠાગાર, પુર, અંતઃપુરથી વૃદ્ધિગત થઈ રહ્યો છું તથા વિપુલ ધન, કનક, રત્ન, મણિ, મોતી, શંખ, શિલાપ્રવાલ, રક્તરત્ન આદિ સારભૂત દ્રવ્યોની અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યો છું. તો શું હજી હું મારા પૂર્વ સુઆચરિત, સુપરિક્રમિત, શુભ, કલ્યાણરૂપ કૃતકર્મોના ફળરૂપ એકાંત સુખને ભોગવતો જ વિચરું?
તેથી હવે જ્યાં સુધી હું હિરણ્યથી વૃદ્ધિ – યાવત્ – અતીવ-અતીવ વૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યો છું – યાવત્ – સામતરાજા મારી આજ્ઞામાં છે, ત્યાં સુધીમાં કાલે રાત્રિ પ્રભાતરૂપ થાય ત્યારે – યાવત્ – તેજ વડે જાજ્વલ્યમાન સહસ્રરરિમે સૂર્યના ઉદિત થયા પછી ઘણી બધી લોઢિયો, લોઢાની કડાઈઓ, કડછા અને તાંબાના તાપસ માટેના
ઉપકરણો બનાવડાવી, ગંગાને કિનારે જે વાનપ્રસ્થ તાપસ રહે છે, તે આ પ્રમાણે– Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org