________________
८६
આગમ કથાનુયોગ-૩
૦ અતિમુક્તકુમાર શ્રમણની બાલચેષ્ટા -
તે કાળ, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય અતિમુક્ત કુમાર શ્રમણ હતા. જે સ્વભાવથી ભદ્ર, સ્વભાવથી શાંત, સ્વભાવથી અતિ અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા, મૃદુ માર્દવ સંપન્ન, આજ્ઞા અનુરૂપ પ્રવૃત્તિ કરનારા અને વિનયશીલ હતા.
તે અતિમુક્તકુમાર શ્રમણ કોઈ દિવસે ખૂબ જ વર્ષા થઈ રહી હતી ત્યારે કાંખમાં રજોહરણ રાખી અને પાત્ર લઈને બહાર શૌચના નિમિત્તે નીકળ્યા.
ત્યારપછી તે અતિમુક્તકુમાર શ્રમણે વહેતા એવા પાણીનો એક ખાડો જોયો. જોઈને તે ખાડાની ચારે તરફ માટીની પાળ બાંધી, પાળ બાંધીને “આ મારી નાવ છે, આ મારી નાવ છે." એ પ્રમાણે નાવિકની માફક પોતાના પાત્રને નાવરૂપ કરીને પાણી પર રાખી અને તેને તરાવા લાગ્યા. તે આવા પ્રકારની ક્રીડા કરતા હતા. તે પ્રવૃત્તિને સ્થવિરોએ જોઈ, જોઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા અને કહ્યું
હે ભગવન્! આપ દેવાનુપ્રિયના જે અંતેવાસી અતિમુક્તકુમાર શ્રમણ છે, તો તે ભગવન્! તે અતિમુક્તકુમાર શ્રમણ કેટલા ભવ કરીને પછી સિદ્ધ થશે ? બુદ્ધ થશે ? મુક્ત થશે ? પરિનિર્વાણ પ્રાપ્ત કરશે ? અને સર્વ દુઃખોનો અંત કરશે ?
શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને કહ્યું, હે આર્યો ! સ્વભાવથી ભદ્ર – યાવત્ – વિનીત એવો મારો શિષ્ય અતિમુક્તનામક કુમારશ્રમણ આ જ ભવમાં સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. તેથી હે આર્યો! તમે તે અતિમુક્ત કુમારશ્રમણની અવહેલના ન કરો, નિંદા ન કરો, રોષ ન કરો, ગર્તા–ઉપેક્ષા ન કરો અને અપમાન ન કરો, નિંદા ન કરો, રોષ ન કરો, ગર્તા–ઉપેક્ષા ન કરો અને અપમાન ન કરો. પણ હે દેવાનુપ્રિયો! તમે નિર્લીન ભાવથી તે અતિમુક્તકુમાર શ્રમણની સંભાળ રાખો, તેને સહાયતા આપો. અગ્લાનપણે આહાર-પાણી આદિથી વૈયાવચ્ચ કરો. કેમકે તે અતિમુક્ત કુમારશ્રમણ સર્વ દુઃખોનો અંત કરનાર અને ચરમ- શરીરી જીવ છે. ૦ અતિમુક્તકુમાર શ્રમણનો મોક્ષ :
ત્યારપછી તે સ્થવિરો શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કરે છે અને અતિમુક્તકુમાર શ્રમણની ગ્લાનિરહિત થઈને સંભાળ લે છે, તેમને સહયોગ આપે છે. આહાર–પાણી આદિ વડે તેની સેવા વૈયાવચ્ચ કરે છે.
તેઓ ઘણાં વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કરી, ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી વિપુલ પર્વત પર મોક્ષે ગયા.
૦ આગમ સંદર્ભ :સૂય યૂ.પૂ. ૩૨૫;
ભગ. ૨૨૮;
અંત ૨૫, ૩૯; – ૪ –– » –– ૦ સ્કંદક કથા :
(સ્કંદક નામના બે મુનિઓની કથા પ્રસિદ્ધ છે (૧) કુંદક પરિવ્રાજકમાંથી અણગાર બનેલ સ્કંદક અને (૨) શ્રાવસ્તીનગરીના રાજકુમાર áદકની. તેમાંથી અહીં કુંદક પરિવ્રાજકની કથા પ્રસ્તુત છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org