________________
શ્રમણ કથાઓ
૮૫
દેખાડ્યા. દેખાડીને સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે વિશાળ પર્ષદાની વચ્ચે અતિમતુક્તકુમારને યોગ્ય આશ્ચર્યકારી ધર્મનું કથન કર્યું.
ત્યારે તે અતિમુક્તકુમાર શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરી, સમજી, હર્ષિત અને સંતુષ્ટ થઈને આ પ્રમાણે બોલ્યા
હે ભગવંત ! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ – એટલું વિશેષ કે હું આપ દેવાનુપ્રિયની પાસે – યાવત્ - પ્રવ્રજિત થવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો, પણ પ્રમાદ ન કરો.
ત્યારપછી તે અતિમુક્તકુમાર જ્યાં તેના માતાપિતા હતા ત્યાં આવ્યા – યાવતું - હે માતાપિતા આપની અનુમતિ પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અનગારિક પ્રવજ્યા સ્વીકાર કરવા ઇચ્છું છું.
ત્યારે અતિમુક્તકુમારના માતાપિતાએ આ પ્રમાણે કહ્યું
હે પુત્ર ! હજી તું બાળક છે. તત્ત્વનો જ્ઞાતા નથી. શું તું ધર્મને જાણે છે ? ત્યારે અતિમુક્તકુમારે માતાપિતાને કહ્યું
હે માતાપિતા ! જે હું જાણું છું, તેને જાણતો નથી અને જેને નથી જાણતો તેને જાણું છું.
ત્યારે માતાપિતાએ અતિમુક્તકુમારને આ પ્રમાણે કહ્યું, હે પુત્ર ! આ તું શું કહી રહ્યો છે ? કે જે જાણું છું તેને નથી જાણતો અને જેને નથી જાણતો તેને જાણું છું.
ત્યારપછી અતિમુક્તકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! એટલું હું જાણું છું કે, જેણે જન્મ લીધો છે, તેનું અવશ્ય મૃત્યુ થશે. પણ હે માતાપિતા ! હું એ નથી જાણતો કે તે ક્યારે, ક્યાં, કઈરીતે અને કેટલા સમય પછી મૃત્યુ પામશે. હે માતાપિતા ! હું એ નથી જાણતો કે ક્યાં કર્મો દ્વારા જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તે માતાપિતા ! હું એ જાણું છું કે જીવ પોતાના જ કર્માનુસાર નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિઓમાં ઉત્પન્ન થાય છે.
તેથી કરીને હે માતાપિતા ! મેં કહ્યું કે જેને નથી જાણતો તેને હું જાણું છું અને જેને જાણું છું તેને નથી જાણતો. તે કારણથી જ હે માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને – વાવ – પ્રવ્રજિત થવા ઇચ્છું છું.
ત્યારપછી જ્યારે માતાપિતા અતિમુક્તકુમારને સામાન્ય અને વિશેષ યુક્તિઓથી અને સંજ્ઞાપના, વિજ્ઞાપના, વાણી દ્વારા સમજાવવા, બુઝાવવા, વિજ્ઞપ્તિ કરવા, વિનવણી કરવામાં સમર્થ ન થયા ત્યારે અનિચ્છાપૂર્વક ઉદાસીન મનથી અતિમુક્તકુમારને કહ્યું
હે પુત્ર ! અમે એક દિવસને માટે તારી રાજ્યશ્રી જોવા ઇચ્છિએ છીએ. ત્યારે તે અતિમુક્તકુમાર માતાપિતાની ઇચ્છાનું સન્માન કરતો એવો મૌન રહ્યો. ત્યારે માતાપિતાએ તેનો મહાબલકુમારની માફક રાજ્યાભિષેક કર્યો – યાવત્ – તેણે અભિનિષ્ક્રમણ કર્યું (દીક્ષા ગ્રહણ કરી) સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org