________________
૮૪
આગમ કથાનુયોગ-૩
પોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને જ્યાં ઇન્દ્રસ્થાન અર્થાત્ ક્રીડાસ્થળ હતું ત્યાં આવ્યા અને તે ઘણાં બાલક–બાલિકા સાથે પરિવૃત્ત થઈને રમવા લાગ્યા. તે સમયે ભગવનું ગૌતમ પોલાસપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા તે ઇન્દ્ર સ્થાનની નજીકથી નીકળ્યા.
ત્યારે તે અતિમુક્તકુમારે ભગવદ્ ગૌતમને નજીકમાં ભ્રમણ કરતા જોયા. જોઈને જ્યાં ભગવદ્ ગૌતમ હતા. ત્યાં તેમની સમીપ આવ્યા અને ભગવનું ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આપ કોણ છો અને કયા કાર્ય માટે ભ્રમણ કરી રહ્યા છો ?
ત્યારે ભગવદ્ ગૌતમે અતિમુક્તકુમારને આ પ્રમાણે કહ્યું' હે દેવાનુપ્રિય ! અમે શ્રમણ નિર્ગશ છીએ. જે ઇર્યાસમિતિ આદિ સમિતિઓથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી છીએ અને ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે પરિભ્રમણ કરીએ છીએ.
ત્યારે અતિમુક્ત કુમારે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આપ મારી સાથે ચાલો, હું આપને ભિક્ષા અપાવીશ. એમ કહીને ભગવદ્ ગૌતમની આંગળી પકડી લીધી. પકડીને જ્યાં તેનું ઘર હતું ત્યાં લઈને આવ્યો.
ત્યારે રાણી શ્રીદેવીએ ભગવદ્ ગૌતમને આવતા જોયા. જોઈને તેણી હર્ષિત અને સંતુષ્ટ થઈ, પોતાના આસનેથી ઉઠી, ઉઠીને જ્યાં ભગવદ્ ગૌતમ હતા ત્યાં આવી. ભગવદ્ ગૌતમને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થોથી પ્રતિલાભિત કર્યા (વહોરાવ્યા) પ્રતિલાભિત કરીને પ્રતિવિસર્જિત કર્યા.
ત્યારપછી તે અતિમુક્તકુમારે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું (પૂછ્યું) – હે ભદંત! આપ ક્યાં રહો છો ? ત્યારે ભગવ, ગૌતમે અતિમુક્ત કુમારને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ધર્મની આદિને કરનારા – યાવત્ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાના ઇચ્છુક શ્રમણ ભગવંત મહાવીર અહીં પોલાસપુર નગર બહાર શ્રીવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરી સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે અમે ત્યાં રહીએ છીએ.
ત્યારપછી અતિમુક્તકુમારે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું પણ આપની સાથે શ્રમણ ભગવંત મહાવીરની પાદવંદનાને માટે આવવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ૦ અતિમુક્તકુમારની પ્રવજ્યા :
ત્યારપછી તે અતિમુક્તકુમાર ભગવદ્ ગૌતમની સાથે જ્યાં શ્રમણ ભગવદ્ મહાવીર બિરાજતા હતા, ત્યાં આવ્યાં. આવીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વંદના કરી – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યા.
ત્યારપછી ભગવદ્ ગૌતમ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરની સમીપે ગમનાગમન સંબંધિ પ્રતિક્રમણ કર્યું. કરીને એષણા–અષણા સંબંધિ આલોચના કરી. આલોચના કરીને આહાર–પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org