________________
૩૫૪
આગમ કથાનુયોગ-૩
અસુર થશે. હે ભગવન્! ભવ્યજીવો પરમાધાર્મિક અસુરોમાં ઉત્પન્ન થાય ખરા ?
હે ગૌતમ ! જે કોઈ સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયથી સારી રીતે કહેવા છતાં હિતોપદેશની અવગણના કરે છે. બારે પ્રકારના અંગો તથા શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રના સદુભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારની પ્રશંસા કરે છે તેની પ્રભાવના કરે છે. જે પ્રમાણે સુમતિએ તે સાધુની પ્રશંસા અને પ્રભાવના કરી કે, “તેઓ કુશીલ સાધુઓ નથી, જો આ સાધુઓ પણ કુશીલ છે તો જગત્માં કોઈ સુશીલ સાધુ નથી.” તેમજ તે સાધુઓ પાસે જઈને મારે પ્રવજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય છે તથા જેવા પ્રકારના તમે નિબુદ્ધિ છો તેવા પ્રકારના તે તીર્થકર હશે. એ પ્રમાણે બોલવાથી હે ગૌતમ તે એવું મોટું તપ કરતો હોવા છતાં પણ પરમાધામી અસુરોને વિશે ઉત્પન્ન થશે.
હે ભગવંત! પરમાધામી અસુર દેવતામાંથી બહાર નીકળી તે સુમતિનો જીવ જ્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! મંદભાગી એવા તેણે અનાચારની પ્રશંસા તથા અભ્યદય કરવા માટે સારા સન્માર્ગના નાશને અભિનંદ્ય, તે કર્મના દોષથી અનંત સંસાર ઉપાર્જન કર્યો છે. તેના કેટલા ભવોની ઉત્પત્તિ કહેવી ?
અનેક પુદ્ગલ પરાવર્તન કાળ સુધી ચાર ગતિરૂપ સંસારમાંથી જેને નીકળવાનો આરો નથી તો પણ સંક્ષેપથી કેટલાંક ભવ કહું છું તે સાંભળ૦ અંડગોલિક મનુષ્યનો ભવ :
આ જ જંબૂદ્વીપ નામના દ્વીપને ચારે બાજુ ફરતો વર્તુળાકારનો લવણસમુદ્ર છે. તેમાં જે સ્થળે સિંધુ મહાનદી પ્રવેશ કરે છે, તે પ્રદેશના દક્ષિણ દિશાના ભાગમાં પપ યોજન પ્રમાણવાળી વેદિકાના મધ્ય ભાગમાં સાડા બાર યોજન પ્રમામ, હાથીના કુંભસ્થળના આકારનું પ્રતિસંતાપદાયક નામનું એક સ્થળ છે તે સ્થળ લવણ સમુદ્રના જળથી સાડા સાત યોજન પ્રમાણ ઊંચું છે. ત્યાં અત્યંત ઘોર ગાઢ અંધકારવાળી ઘડિયાલ સંસ્થાન – આકારવાળી છેતાલીશ ગુફાઓ છે.
તે ગુફાઓમાં બબ્બે બબ્બેની વચ્ચે જલચારી મનુષ્યો વાસ કરે છે. તેઓ વજઋષભ નારાચ સંઘયણવાળા, મહાબળ અને પરાક્રમવાળા, સાડાબાર વેંત પ્રમાણ કાયાવાળા, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા, જેમને મદ્ય–માંસ પ્રિય છે તેવા, સ્વભાવે સ્ત્રીઓમાં લોલુપી, અતિશય ખરાબ વર્ણવાળા, સુકુમાર, અનિષ્ટ, કઠણ, ખરબચડા દેહવાળા, ચંડાળના નેતા સમાન ભયંકર મુખવાળા, સિંહ સમાન ઘોર દૃષ્ટિવાળા, યમરાજ સરખા ભયાનક કોઈને પીઠ ન બતાવનારા, વીજળીની જેમ નિષ્ફર પ્રહાર કરનાર, અભિમાનથી માંધાતા થયેલા અંડગોલિક મનુષ્યો રહે છે.
તેઓના શરીરમાં જે અંતરંગ ગોલિકાઓ હોય છે, તેને ગ્રહણ કરીને ચમરી ગાયના શ્વેત પુંછડાના વાળથી તે ગોલિકાને ગૂંથાય, પછી તે બાંધેલી ગોલિકાઓને બન્ને કાન સાથે બાંધીને મહાકિંમતી ઉત્તમ જાતિવંત રત્ન ગ્રહણ કરવાની ઇચ્છાવાળા સમુદ્રમાં પ્રવેશ કરે, ત્યારે તેમ કરનારને સમુદ્રના જળમાં રહેલ, જળહાથી - ભેંશ, ગોવા, મગર, મોટા મલ્યો, તંતુ, સંસમાર વગેરે દુષ્ટ સ્થાપદો તેને કોઈ ઉપદ્રવ કરતા નથી. તેઓ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org