________________
શ્રમણ કથાઓ
સંઘટ્ટો થાય તેમ ફડફડાટ અવાજ કરતા પડિલેહણા કરો છો. પડિલેહણ કરવાનું કારણ યાદ કરાવ્યું, જેનું આવા પ્રકારનું ઉપયોગવાળું જયણા યુક્ત સંયમ છે, અને તમો ઘણું જ પાલન કરો છો, તો સંદેહ વગરની વાત છે કે તેમાં તમે આવો ઉપયોગ રાખો છો ? આ સમયે તેં મને નિવાર્યો કે મૌન રાખો, સાધુઓને આપણે કંઈ કહેવું કલ્પતું નથી, તે શું તું ભૂલી ગયો ?
તેથી હે ભદ્રમુખ ! આમણે સંયમ સ્થાનકમાંથી એક પણ સ્થાનકનું સમ્યક્ પ્રકારે રક્ષણ કરેલ નથી. જેનામાં આવા પ્રકારનો પ્રમાદ હોય, તે સાધુ કેવી રીતે કહી શકાય ? જેનામાં આવા પ્રકારનું નિર્ધ્વસપણું હોય તે સાધુ નથી. હે ભદ્રમુખ ! જો—જો શ્વાન સમાન નિર્દય, છ કાય જીવોનું મર્દન કરનાર આ છે, તો તેને વિષે મને કેવી રીતે અનુરાગ થાય ? અથવા શ્વાન પણ સારો છે કે જેને અતિસૂક્ષ્મ પણ નિયમ વ્રતનો ભંગ થતો નથી. આ નિયમનો ભંગ કરનાર હોવાથી કોની સાથે તેની તુલના કરી શકાય ?
માટે હે વત્સ ! સુમતિ ! આવા પ્રકારના કૃત્રિમ આચરણ વડે સાધુ બની શકતા નથી. આવા પ્રકારના કૃત્રિમ દેખાવ માત્ર આચાર વડે યુક્ત હોય તેઓને તીર્થંકરના વચનને સ્મરણ કરનારો કોણ વંદન કરે ? બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે તેઓના સંસર્ગથી આપણને પણ ચરણ—કરણમાં શિથિલતા આવી જાય છે કે જેનાથી વારંવાર ઘોર ભવની પરંપરામાં આપણને રખડવાનું થાય. ૦ સુમતિની પ્રવ્રજ્યા અને ગતિ :
ત્યારે સુમતિએ કહ્યું કે, તેઓ કુશીલ હોય કે સુશીલ હોય, તો પણ હું તો તેમની પાસે જ પ્રવ્રજ્યા સ્વીકારીશ, વળી તમે કહો છો તે જ ધર્મ છે, તો પણ તે કરવાને આજે કોણ સમર્થ છે ? માટે મારો હાથ છોડી દો, મારે તેમની સાથે જવું છે. તેઓ દૂર ચાલ્યા જશે તો ફરી મેળાપ થવો મુશ્કેલ થશે. ત્યારે નાગિલે કહ્યું કે, હે ભદ્રમુખ ! તેમની સાથે જવામાં તારું કલ્યાણ નથી. હું તને હિતવચન કહું છું. આ સ્થિતિ હોવાથી જે ગુણકારક હોય તેનું જ સેવન કર, હું કંઈ તને બળાત્કારે પકડી રાખતો નથી.
આ રીતે કેટલાયે સમય સુધી અનેક ઉપાયો કરી નિવારણ કરવા છતાં પણ ન રોકાયો અને મંદ ભાગ્યશાળી તે સુમતિએ હે ગૌતમ ! પ્રવ્રજ્યા અંગીકાર કરી, ત્યારપછી કોઈ સમયે વિહાર કરતા કરતા પાંચ મહિના પછી મહાભયંકર બાર વર્ષનો દુષ્કાળ આવ્યો. ત્યારે તે સાધુઓ તે કાળના દોષથી, દોષોની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામીને ભૂત, યક્ષ, રાક્ષસ, પિશાચ વગેરે વાણવ્યંતર દેવોના વાહનપણે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળીને મ્લેચ્છ જાતિમાં માંસાહાર કરનાર ક્રૂર આચરણવાળા થયા. ક્રૂર પરિણામવાળા હોવાથી સાતમી નારકીમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી ત્રીજી ચોવીશીમાં સમ્યકત્વ પામશે. ત્યારપછી સમ્યકત્વ પ્રાપ્તિ ભવથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે. પરંતુ તેઓમાં જે બધાથી મોટા પાંચમાં હતા, તે એક સિદ્ધિ પામશે નહીં. કારણ કે તે એકાંત મિથ્યાસૃષ્ટિ અને અભવ્ય છે.
૩૫૩
હે ભગવંત ! જે સુમતિ છે તે ભવ્ય કે અભવ્ય ? હે ગૌતમ ! તે ભવ્ય છે. હે ભગવંત ! તે ભવ્ય છે તો મૃત્યુ પામીને ક્યાં જશે ? હે ગૌતમ ! તે પરમાધાર્મિક
૩|૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org