________________
૧૭૬
આગમ કથાનુયોગ-૩
-
ચતુષ્કો, ચતૂરો, ચતુર્મુખો, મહાપથો અને સામાન્ય પથોમાં નાગરિકો દ્વારા પુનઃ પુનઃ અભિનંદિત કરાતી એવી જ્યાં વૈભારગિરિ પર્વત છે ત્યાં આવી.
– આવીને વૈભારગિરિના કટક, તટ, તળેટી, આરામાં, ઉદ્યાનો, કાનનો, વનો, વનખંડો, વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલો, કંદરાઓ, ગુફાઓ, ચુડીઓ, તળાવો, કચ્છો, નદીઓના સંગમો, જળાશયો પર દૃષ્ટિ ફેંકતી, તેને જોતી અને સ્નાન કરતી એવી, પત્રો, પુષ્પો, ફળો અને પલ્લવોને ગ્રહણ કરતી એવી, સ્પર્શીને તેને ઉડાડતી, સુંઘતી, ખાતી, બીજાને વહેંચતી એવી વૈભારગિરિની તળેટીમાં પોતાના દોહદને પૂર્ણ કરતી ચારે તરફ પરિભ્રમણ કરે છે.
ત્યારપછી તે ધારિણી સન્માનિત દોહદ, વિનિત દોહદ, સંપૂર્ણ દોહદ અને સંપત્તિ દોહદવાળી થાવત્ થઈ.
ત્યારપછી શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેસેલી શ્રેણિક રાજાના દ્વારા માર્ગમાં પાછળપાછળ અનુગમન કરાતી અને સેચનક ગંધહસ્તિ પર આરૂઢ તે ધારિણીદેવી હાથી, ઘોડા, રથ અને ઉત્તમ યોદ્ધાઓ વડે યુક્ત – યાવત્ – જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવે છે, આવીને રાજગૃહનગરના મધ્યમાંથી થઈને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે, આવીને મનુષ્યસંબંધિ વિપુલ ભોગોને ભોગવતી એવી વિચરણ કરે છે.
ત્યારપછી તે અભયકુમાર જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને પૂર્વભવના મિત્રદેવનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કાર અને સન્માન કરીને વિદાય આપે છે.
ત્યારપછી તે દેવગર્જનાયુક્ત, વિદ્યુતયુક્ત, પંચવર્ણવાળા મેઘોથી સુશોભિત દિવ્ય વર્ષાલક્ષ્મીનું પ્રતિસંહરણ કરે છે અર્થાત્ સમેટી લે છે, સમેટીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. ૦ મેઘની જન્મ વધામણી :
ત્યારપછી તે ધારિણીદેવીએ તે અકાળ દોડદના પૂર્ણ થયા પછી દોહદ સન્માનિત થયા પછી અને તે ગર્ભની અનુકંપાને માટે – યાવત્ – તે ગર્ભને સુખપૂર્વક વહન કરે છે.
ત્યારપછી તે ધારિણીદેવીએ નવ માસ પ્રતિપૂર્ણ થયા અને સાડાસાત રાત્રિદિવસ વ્યતીત થયા બાદ અર્ધરાત્રિના સમયે સુકમાલ હાથ–પગવાળા – યાવત્ – સર્વાગ સુંદર બાળકને જન્મ આપ્યો.
ત્યારે તે અંગપરિચારિકાઓ ધારિણીદેવીએ પ્રતિપૂર્ણ નવ માસ થયા બાદ – થાવત્ – સર્વાગ સુંદર બાળકને ઉત્પન્ન થયેલો જુએ છે. જોઈને શીઘ, ત્વરિત, ચપળ વેગથી જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવીને શ્રેણિક રાજાને જય-વિજય વડે વધાવે છે, વધાવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી બોલી
હે દેવાનુપ્રિય ધારિણીદેવીએ નવ માસ પૂર્ણ થયા ત્યારે –ચાવત્ – સર્વાગ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. તેથી અમે દેવાનુપ્રિયને નિવેદન કરીએ છીએ, આપને આ સમાચાર પ્રિય થાઓ.
ત્યારપછી તે અંગપરિચારિકાઓ પાસેથી આ વાત સાંભળીને અને સમજીને તે શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ થયો તે અંગપરિચારિકાઓનું મધુર વચનોથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org