________________
૩૬
આગમ કથાનુયોગ-૩
થયા. તેણે પોતાનો આ અભિપ્રાય કોઈ બીજા સાધુ પાસે નિવેદિત કર્યો. બંધુમતીએ પણ આ વાત તેની પ્રવર્તિનીને કરી. તેણીને પણ તેવા ભાવ થયા. ત્યારે બંધુમતીને સમજાયું કે, મારે દેશાંતરે એકાકી ગમન કરવું યોગ્ય નથી. ત્યાં પણ મારે આ અનુબંધ ત્યાગ થશે નહીં.
આ પ્રમાણે વિચારી બંઘુમતી સાધ્વીને થયું કે, મારે માટે આ અવસરે ભક્ત પ્રત્યાખ્યાન અનશન કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. જેથી ફરીથી મારા વ્રતનું વિલોપન ના થાય. ત્યારે તેણીએ ભક્તપ્રત્યાખ્યાન અનશનનો સ્વીકાર કર્યો. આત્માને કર્મના નવા બંધનોથી મુક્ત કર્યો. તેણી મૃત્યુ પામીને (કાળધર્મ પામીને) દેવલોકમાં ગયા. આ સમગ્ર વૃત્તાંત સામાયિકમુનિના જાણવામાં આવ્યો. તેને પરમ સંવેગ પ્રાપ્ત થયો. તેણે વિચારણા કરી કે, બંધુમતી સાધ્વીએ વ્રત ભંગ થવાના ભયે આ પ્રકારનું અનુષ્ઠાન કરેલ હતું. મારે પણ હવે તેમજ કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને તેણે પણ ભક્તપ્રત્યાખ્યાન અનશન કરવાનો સંકલ્પ કર્યો. એ પ્રમાણે આચાર્ય ભગવંતને નિવેદન કરી, પરમ સંવેગભાવ ધારણ કરીને સામાયિકમુનિએ ભક્ત પ્રત્યાખ્યાન અનશન અંગીકાર કર્યું. કાળધર્મ પામીને તે પણ સ્વર્ગમાં ગયા.
દેવલોકથી ચ્યવને સામાયિકનો જીવ અદ્ધપુર નગરમાં આર્દક રાજાની આર્રિકા રાણીની કુક્ષિથી અવતર્યો. તેનું આર્તકકુમાર નામકરણ કરવામાં આવ્યું. બંધુમતીનો જીવ પણ દેવલોકથી ઍવીને વસંતપુર નગરમાં કોઈ શ્રેષ્ઠીના કુળમાં પુત્રીરૂપે અવતર્યો. તેનું શ્રીમતી એ પ્રમાણે નામ રાખવામાં આવ્યું. ૦ આર્દ્રકુમારને ઉત્પન્ન થયેલો વૈરાગ્ય :
આર્તકકુમાર એ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે, મેં દેવલોકમાં ઇચ્છાનુસાર ઘણાં ભોગો સંપ્રાપ્ત કર્યા અને ભોગવ્યા. તો પણ મને તૃપ્તિ થઈ નહીં તો પછી તુચ્છ અને અલ્પકાલિન એવા મનુષ્ય સંબંધિ કામભોગોથી હવે મને કઈ રીતે તૃપ્તિ થવાની છે? આ પ્રમાણેની પરિગણના કરતા (વિચારતા) તે કામભોગથી નિવૃત્ત થયો. તેને પરમ સંવેગ. ઉત્પન્ન થયો. વૈરાગ્ય ભાવથી તેણે યથોચિત્ત પરિભોગ પણ છોડવા માંડ્યા. તેથી રાજાને ભય ઉત્પન્ન થયો કે, આ કુમારનું ચિત્ત કોઈ પણ પ્રકારે ચલિત થયેલું જણાય છે. રખેને તે કયાંક ભાગી જશે. તેથી પ૦૦ રાજપુત્રોને તેની રક્ષા કરવા અને ધ્યાન રાખવા મૂક્યા.
આર્તકકુમાર રોજ ભગવંતની પૂજા કરે છે. અભયકુમારને મળવા જવા આતુર બન્યા. તેને એમ લાગતું હતું કે, આ ૫૦૦ આરક્ષકોને લીધે હું બંદીખાનામાં હોઉં તેવી મારી સ્થિતિ થયેલી છે. ભલે આ સોનાની બેડી હોય તો પણ એ બેડી જ છે. મારે મારા પગને બંધનમાંથી છોડાવવા શું કરવું ? એમ વિચારી તેણે એક યુક્તિ શોધી કાઢી, પોતે નિરંતર નગર બહાર જવા લાગ્યા. ઘોડાને લઈને નીકળે, બહુ દૂર સુધી જાય અને પછી નગરમાં પાછા ફરે. સેવકો પણ નિરંતર સાથે રહીને વિશ્વાસુ થઈ ગયા. એમ કરતા એક વખત પ્રધાન અશ્વને લઈને તે નીકળી ગયો.
ત્યારપછી તેણે પ્રવજ્યા ગ્રહણ કરી લીધી. તે વખતે ત્યાં રહેલા દેવતાઓએ કહ્યું કે, તમને આ દીક્ષામાં ઉપસર્ગ થશે, કેમકે હજી તમારે ભોગાવલી કર્મો ભોગવવાના બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org