________________
આગમ કથાનુયોગ–૩
ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરીને કંડરીકના શ્રમણ સંબંધી આચાર—ભાંડો અને સર્વશુભ સમુદય ગ્રહણ કર્યા. કરીને આ અને આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો.
સ્થવીર ભગવંતોને વંદન—નમસ્કાર કરીને અને સ્થવીરો પાસે ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યા પછી જ મને આહાર કરવો કલ્પે છે. આ પ્રમાણે કહીને આ અને આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરીને પુંડરીકિણી નગરીથી નીકળે છે, નીકળીને અનુક્રમે ચાલતા—ચાલતા એક ગામથી બીજે ગામ જતા–જતા જે તરફ સ્થવીર ભગવંત હતા, તે તરફ ગમન કરવાને ઉદ્યત થયા.
.
૨૫૦
કંડરીકનું મૃત્યુ :
ત્યારપછી તે કંડરીક રાજાને તે પ્રણીત ભોજન પાનનો આહાર કરવાથી, અતિ જાગરણ અને અતિ ભોજનના પ્રસંગથી તે આહાર યોગ્ય રીતે પરિણત થયો નહીં. ત્યારે તે આહારના પરિણત ન થવાથી, પાચન ન થવાથી મધ્યરાત્રિના સમયે તે કુંડરીક રાજાના શરીરમાં અતિ તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, ચંડ, દુઃખદાયક અને દુઃસહ વેદના ઉત્પન્ન થઈ. તેના શરીરમાં પિત્તજ્વર વ્યાપ્ત થઈ ગયો. જેના દાહથી તે પીડિત થઈ ગયો.
ત્યારપછી તે કંડરીક રાજા રાજ્યમાં, રાષ્ટ્રમાં, અંતઃપુરમાં અને મનુષ્ય સંબંધી કામભોગોમાં મૂર્છિત, બૃદ્ધ, નિમગ્ર, અતિ આસક્ત થઈને આર્તધ્યાનને વશીભૂત થયો, ઇચ્છા ન હોવા છતાં પણ પરાધીન થઈને કાલ માસમાં કાળ કરીને (મૃત્યુ પામીને) અધઃસપ્તમી પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા નરકમાં નારકરૂપે ઉત્પન્ન થયો.
૦ કંડરીક કથા નિષ્કર્ષ :
આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! આપણામાંના જે નિગ્રંથ કે નિગ્રંથી આચાર્ય ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરી પુનઃ મનુષ્ય સંબંધિ કામભોગોની આશા કરે છે, આકાંક્ષા કરે છે, ઇચ્છે છે, અભિલાષા કરે છે, તે આ ભવમાં ઘણાં જ શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓની અવજ્ઞા, નિંદા, અવર્ણવાદ, ગર્હા અને પરાભવના પાત્ર બને છે તથા પરલોકમાં પણ અનેક પ્રકારના દંડોના, મુંડનના, તર્જનાના, તાડનાના અધિકારી થાય છે યાવત્ – ચતુર્ગતિરૂપ સંસાર કાંતારમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે. જે રીતે કંડરીક રાજાએ પરિભ્રમણ કર્યું. ૦ પુંડરીકનું સમાધિ મૃત્યુ અને ગતિ :–
ત્યારપછી તે પુંડરીક અણગાર જ્યાં સ્થવીર ભગવંત બિરાજતા હતા. ત્યાં પહોંચ્યા. પહોંચીને સ્થવીર ભગવંતોને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને સ્થવીરોની પાસે બીજી વખત ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરીને છટ્ઠ ભક્ત તપના પારણે તેમણે પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કર્યો. સ્વાધ્યાય કરીને બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજા પ્રહરે યાવત્ ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચાર્યથી ભ્રમણ કરતા–કરતા શીતરુક્ષ ભોજનપાન ગ્રહણ કર્યા.
ગ્રહણ કરીને આ (આહાર) મારા માટે પર્યાપ્ત છે, એમ વિચારીને પાછા આવ્યા. જ્યાં સ્થવીર ભગવંત હતા તેમની પાસે આવ્યા. આવીને ગ્રહણ કરેલ ભોજન
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org