________________
શ્રમણ કથાઓ
૨૪૯
વિવશતાથી, લજ્જાવશ અને ગૌરવને કારણે પુંડરીક રાજાને પૂછયું અને પૂછીને સ્થવીર ભગવંત સાથે બહારના જનપદમાં વિચરણ કરવા લાગ્યા. ૦ કંડરીક દ્વારા પ્રવજ્યા પરિત્યાગ :
ત્યારપછી કંડરીક કેટલોક સમય સુધી સ્થવરોની સાથે ઉગ્રાતિઉગ્ર વિહાર કર્યા બાદ શ્રમણત્વથી થાકી ગયા. શ્રમણત્વથી ઉબકી ગયા. શ્રમણત્વથી નિર્ભર્સનાને પ્રાપ્ત થયા. સાધુતાના ગુણોથી મુક્ત થઈ ગયા અને ધીમે ધીમે સ્થવરોની પાસેથી ખસી ગયા. ખસીને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીકરાજાનું ભવન હતું, તે તરફ આવ્યા. આવીને અશોક વાટિકામાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ્ટક પર બેસી ગયા. બેસીને હથેળી પર મુખને રાખીને ભગ્ર મનોરથ થઈ આર્તધ્યાન કરતા ચિંતામાં ડૂબી ગયા.
ત્યારપછી પુંડરીકની ધાવમાતા જ્યાં અશોક વાટિકા હતી, ત્યાં પહોંચી, પહોંચીને તેણે અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર ભગ્ર મનોરથ થઈને – વાવ – ચિંતામાં ડૂબેલા કંડરીક અણગારને બેઠેલા જોયા, જોઈને તે પુંડરીક રાજાની પાસે આવી, આવીને પંડરીક રાજાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! આપના પ્રિય ભાઈ કંડરીક અણગાર અશોકવાટિકામાં ઉત્તમ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર ભગ્ર મનોરથ – યાવત્ – ચિંતાગ્રસ્ત થઈને બેઠા છે.
ત્યારે તે પુંડરીક રાજા ધાયમાતાની આ વાત સાંભળીને અને સમજીને તત્કાળ સંભ્રાન્ત થઈને પોતાના સ્થાનેથી ઊભો થયો, ઊભો થઈને અંતઃપુર અને પરિવારથી પરિવૃત્ત થઈને જ્યાં અશોકવાટિકા હતી, ત્યાં આવ્યો. આવીને કંડરીક અણગારની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
' હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો, કૃતાર્થ છો, કૃતપુણ્ય છો, કૃતલક્ષણ છો. હે દેવાનુપ્રિય ! તમે માનવ જન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કરેલ છે – યાવત્ – ગૃહ ત્યાગ કરી અનગાર પ્રવજ્યા અંગીકાર કરી છે. હું અધન્ય છું, અકૃતાર્થ છું, અકૃત પુણ્ય છું, અકૃતલક્ષણ છું – યાવત્ – દીક્ષા લેવાને માટે સમર્થ થઈ શકતો નથી. તમે ધન્ય છો – યાવત્ – તમે માનવ જન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કરેલ છે.
ત્યારપછી પુંડરીક દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં પણ કંડરીક મૌન બેસી રહ્યા. બીજી વખત પણ, ત્રીજી વખત પણ પુંડરીક દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં મૌન રહ્યા.
ત્યારપછી પુંડરીકે કંડરીકને આ પ્રમાણે કહ્યું, ભદંત ! શું આપને ભોગોથી પ્રયોજન છે? (ભોગ ભોગવવાની ઇચ્છા છે ?)
હાં ! પ્રયોજન છે.
ત્યારપછી પુંડરીક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી કંડરીકના મહાર્થ રાજ્યાભિષેકની તૈયારી કરો – યાવત્ - રાજ્યાભિષેક વડે કંડરીકનો અભિષેક કરે છે. ૦ પુંડરીકની પ્રધ્વજ્યા :
ત્યારપછી પુંડરીકે સ્વયં પોતાને હાથે પંચમુષ્ટિક લોચ કર્યો. સ્વયં જ ચાતુર્યામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org