________________
શ્રમણ કથાઓ
૯૭
આવા પ્રકારનો અધ્યવસાય – યાવતુ – સંકલ્પ ઉત્પન્ન થયેલો કે હું પૂર્વોક્ત પ્રકારના ઉદાર વિપુલ તપ દ્વારા – યાવત્ – કાળની આકાંક્ષા ન કરતો એવો વિચરું – આવા પ્રકારનો વિચાર કર્યો, વિચાર કરીને રાત્રિના પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સહસ્ત્રકિરણોવાળો તેજથી જાજ્વલ્યમાન દિનકર–સૂર્યનો ઉદય થયો ત્યારે જ્યાં હું છું ત્યાં જલદીથી મારી પાસે આવ્યો. તો હે જીંદક ! શું આ વાત સત્ય છે ?
&દકે ઉત્તર આપ્યો. હાં, આ વાત સત્ય છે.
હે દેવાનુપ્રિય! જેમ તને સુખ ઉપજે તેમ કર, પણ વિલંબ ન કર. ૦ áદક અણગારે કરેલી સંલેખના :
ત્યારપછી તે સ્કંદક અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુમતિ પ્રાપ્ત થવાથી હર્ષિત, સંતુષ્ટ, પ્રસન્નચિત્ત, આનંદિત, પ્રીતિયુક્ત મનવાળો, પરમ સૌમનસ, હર્ષથી વિકસિત હૃદયવાળો થઈને પોતાના સ્થાનેથી ઉઠ્યો, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને સ્વયમેવ પાંચ મહાવ્રતોનું આરોપણ કર્યું. આરોપણ કરીને સાધુ-સાધ્વીઓને ખમાવ્યા. ખમાવીને તથારૂપ Wવીરોની સાથે ધીમે ધીમે વિપુલાચલપર્વત પર ચઢ્યા.
– ચઢીને મેઘપટલના સમાન શ્યામ વર્ણવાળા અને દેવોના નિવાસ સ્થાનરૂપ પૃથ્વીશિલાપટ્ટકની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, કરીને ઘાસનો સંથારો બિછાવ્યો. બિછાવીને પૂર્વ દિશા તરફ મુખ કરીને પર્યકાસને બેસી, દશ નખ ભેગા કરી, બંને હાથ જોડીને, મસ્તકે અંજલિ જોડીને આ પ્રમાણે બોલ્યા
અરિહંત ભગવંતોને – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલાને મારા નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાને મારા નમસ્કાર થાઓ. ત્યાં બિરાજમાન ભગવંત મહાવીરને અહીં રહેલો એવો હું વંદના કરું છું. ત્યાં બિરાજિત ભગવંત અહીં રહેલા એવા મને જુએ. એ પ્રમાણે કહીને વંદના–નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા
પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે સર્વ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન થાવજીવનને માટે કર્યા હતા – યાવત્ – મિથ્યા દર્શન શલ્યનું પ્રત્યાખ્યાન જીવનપર્યતને માટે કરેલ હતું. આ સમયે પણ શ્રમણ ભગવંત મહાવીરની પાસે જીવનપર્યંતને માટે સર્વ પ્રાણાતિપાત – યાવત્ – મિથ્યાદર્શન શલ્યનું પ્રત્યાખ્યાન કરું છું. એ જ પ્રમાણે માવજીવન અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહારનું પણ પ્રત્યાખ્યાન કરું છું. જે મારું આ ઇષ્ટ, કાંત, પ્રિય શરીર છે – યાવત્ – વાત્ત, પિત્ત, શ્લેષ્મ, સન્નિપાત આદિ વિવિધ રોગ અને આતંક, પરીષડ–ઉપસર્ગ સ્પર્શ કરે, એવા આ શરીરને પણ ચરમ ઉશ્વાસ–નિશ્વાસ પર્યત મરણના અંતિમ ક્ષણ પર્યત વોસિરાવું છું.
એ પ્રમાણે સંલેખનાને પ્રીતિપૂર્વક ધારણ કરી, ભક્ત પ્રત્યાખ્યાન ત્યાગીને, વૃક્ષની માફક સ્થિર થઈ (પાદોપગમન કરી) મરણની આકાંક્ષા ન કરતા વિચરણ કરવા લાગ્યા.
ત્યારે તે સ્કંદક અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવીરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરી, બાર વર્ષનો શ્રમણ પર્યાય પાલન કરી, Jain 3/ hternational For Private & Personal Use Only
Jail
www.jainelibrary.org