SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ આગમ કથાનુયોગ-૩ ખડખડ શબ્દ થતો હતો. તેઓ તપથી પુષ્ટ હતા. પણ માંસ અને લોહીથી ક્ષીણ હતા અને રાખના ઢગલાથી ઢંકાયેલ અગ્રિસમાન તપ, તેજ અને તપોતેજની શોભા દ્વારા ઘણાં ઘણાં શોભાયમાન થઈ રહ્યા હતા. ૦ સ્કંદકનો સમાધિ મરણ માટે સંકલ્પ : તે કાળ, તે સમયે રાજગૃહ નગરમાં – યાવત્ – ભગવંત મહાવીરનું સમવસરણ થયું – યાવત્ – પર્ષદા પાછી ગઈ. ત્યારપછી કોઈ એક દિવસે તે સ્કંદક અણગારને મધ્યરાત્રિ સમયે ધર્મજાગરણામાં જાગતા-જાગતા આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ –– ઉત્પન્ન થયો. હું આ અને આવા પ્રકારના ઉદાર તપથી – યાવત્ – દુબળો થઈ ગયો છું. મારી બધી નસો પણ બહાર દેખાઈ રહી છે. આત્મશક્તિને સહારે ચાલું છું – યાવત્ – આ પ્રકારે ચાલું છું ત્યારે ખડખડ અવાજ થાય છે, બેસું છું તો પણ ખડખડ અવાજ થાય છે. આ સ્થિતિમાં મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ છે, તો જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ છે – યાવત્ – મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન્ મહાવીર જિન સુહસ્તી માફક વિચરી રહ્યા છે ત્યાં સુધી મારા માટે એ શ્રેયસ્કર છે કે કાલે પ્રભાતવાળી રાત્રિ થાય ત્યારે, કોમળ કમળોના વિકસિત થવા પર, નિર્મળ પ્રભાત થયા પછી, લાલ અશોક વૃક્ષ જેવા પ્રકાશવાળા, પલાશપુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગ જેવા લાલ કમળના સમૂહવાળા વખંડને વિકસ્વર કરનાર, સહસ્ત્રકિરણોવાળો સૂર્ય તેજથી જાજવલ્યમાન થઈ ઉદય પામે ત્યારે – શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરીને, નમસ્કાર કરીને તેમનાથી અતિ નિકટ નહીં, અતિ દૂર નહીં એવા સ્થાને શુશ્રુષા કરતા કરતા સન્મુખ વિનયપૂર્વક અંજલિપૂર્વક પર્ધપાસના કરી અને શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા લઈને સ્વયં જ પાંચ મહાવ્રતોનું પુનઃ ઉચ્ચારણ કરી, શ્રમણ અને શ્રમણીઓને ખમાવીને, તથારૂપ યોગ્ય સ્થવરોની સાથે ધીમે ધીમે વિપુલ પર્વત પર ચઢીને, મેઘપટલ જેવા શ્યામવર્ણના અને દેવોના નિવાસ સ્થાનરૂપ પૃથ્વીશિલાપટ્ટકનું પ્રતિલેખન કરીને, દર્ભનો સંથારો બિછાવી અને દર્ભના સંથારો પર બેસીને સંલેખના દ્વારા – આત્મરમણ કરતા કરતા ભક્તપાનનો ત્યાગ કરીને, પાદોપગમન અનશને સ્થિત થઈને મરણની આકાંક્ષા ન કરતા વિચરણ કરું - આવો વિચાર કર્યો. વિચાર કરીને કાલે રાત્રિનું પ્રભાત થયું ત્યારે – યાવત્ – સહસ્રરશ્મિ તેજથી જાજ્વલ્યમાન દિનકર-સૂર્યના ઉદિત થયા પછી જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યો. કરીને અતિ નિકટ નહીં, અતિ દૂર નહીં એવા સ્થાને શુશ્રુષા કરતા, નમસ્કાર કરતા એવા સન્મુખ વિનયપૂર્વક નતમસ્તકે બે હાથ જોડી પર્યુપાસના કરે છે. હે સ્કંદક ! આ પ્રમાણે કહીને શ્રમણ ભગવંત મહાવીરે સ્કંદક અણગારને આ પ્રમાણે કહ્યું, હે કુંદક મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણાથી જાગરણ કરતા કરતા તને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy