________________
૧૭૨
આગમ કથાનુયોગ-૩
ત્યારે અભયકુમારના આ પ્રમાણે કહેવાથી શ્રેણિક રાજાએ અભયકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! તારી નાના માતા ધારિણી દેવીને ગર્ભના બે માસ વીત્યા પછી. ત્રીજો માસ ચાલી રહ્યો છે, તેમાં દોડદકાળના સમયે તેણીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો છે કે તે માતાઓ ધન્ય છે, ઇત્યાદિ બધું પૂર્વવત્ કહેવું – યાવત્ – વૈભારગિરિની તળેટીમાં ચારે તરફ સર્વત્ર ભ્રમણ કરતી–કરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે. હું પણ એ જ પ્રમાણે મેઘનો ઉદય થાય ત્યારે – યાવતુ – મારા દોહદને પૂર્ણ કરું.
તેથી હે પુત્ર ! હું ધારિણીદેવીના તે અકાળ દોહદના આયો–ઉપાયો – યાવતું – ઉત્પત્તિના ઉપાયોને ન જાણી શકવાને કારણે સંકલ્પ વિકલ્પમાં ડૂબેલો છું – યાવતું – ચિંતાગ્રસ્ત છું, તેથી તું આવ્યો છે – તે મેં જાણ્યું નહીં. તેથી તે પુત્ર! હું આ જ કારણે ભગ્ર મનઃસંકલ્પવાળો થઈને – યાવત્ – ચિંતિત છું. ૦ અભય દ્વારા રાજા શ્રેણિકને આશ્વાસન :
ત્યારપછી તે અભયકુમાર શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને અને સમજીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત થઈ – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળા થઈને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું
હે તાત ! આપ ભગ્ર મનોરથ – યાવત્ – ચિંતિત ન થાઓ, હું એવો ઉપાય કરીશ, જેનાથી મારી નાની માતા ધારિણીદેવીના આ પ્રકારના અકાલ દોહદના મનોરથની પૂર્તિ થઈ જશે. આ પ્રકારના ઇષ્ટ – યાવતું – વચનોથી શ્રેણિક રાજાને સાંત્વના આપે છે.
ત્યારપછી તે શ્રેણિક રાજા અભયકુમારના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળો – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને અભયકુમારનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કારી–સન્માનીને વિદાય આપે છે. ૦ અભય દ્વારા દેવની આરાધના :
ત્યારપછી સત્કારિત અને સન્માનિત કરીને વિદાય કરાયેલ તે અભયકુમાર શ્રેણિક રાજાની પાસેથી નીકળ્યો, નીકળીને જ્યાં પોતાનું ભવન છે, ત્યાં આવે છે, આવીને સિંહાસન પર બેસે છે, ત્યારપછી તે અભયકુમારને આ પ્રમાણે આ આંતરિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – દૈવિક ઉપાય વિના માનવીય ઉપાયોથી મારી નાની માતા ધારિણીદેવીના અકાલ દોહદના મનોરથો ની પૂર્તિ થવી શક્ય નથી.
સૌધર્મ કલ્પમાં રહેતો એક દેવ મારો પૂર્વભવનો મિત્ર છે. જે મહાન્ ઋદ્ધિઘારક - યાવત્ – મહાનું સુખને ભોગવનારો છે. તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું પૌષધશાળામાં જઈને પૌષધ ગ્રહણ કરીને, બ્રહ્મચર્યને ધારણ કરીને મણિ સુવર્ણ આદિના અલંકારોનો ત્યાગ કરીને, માળા–વર્ણક અને વિલેપનનો ત્યાગ કરીને શસ્ત્ર, મૂસલ આદિ અર્થાત્ સમસ્ત આરંભ સમારંભને છોડીને એકાકી, અદ્વિતીય થઈને દંભના સંથારા પર બેસીને અઠમ ભક્તનો તપ સ્વીકારીને પૂર્વભવના મિત્ર દેવનું મનમાં ચિંતન કરીને રહું. જેથી તે પૂર્વનો મિત્રદેવ મારી નાની માતા ધારિણીદેવીના આ પ્રકારના આ અકાળમેઘ સંબંધી દોહદને પૂર્ણ કરી દેશે.
આ પ્રકારનો વિચાર કરે છે, કરીને જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org