________________
શ્રમણ કથાઓ
૧૭૩
પૌષધશાળાનું પ્રમાર્જન કરે છે, પ્રમાર્જન કરીને ઉચ્ચાર-પ્રસ્ત્રવણભૂમિનું પડિલેહણ કરે છે, પડિલેહણ કરીને દર્ભના સંથારાનું પડિલેહણ કરે છે, પ્રમાર્જના કરી દર્ભના સંથારા પર આરૂઢ થાય છે. પછી અઠમભક્ત ગ્રહણ કરીને પૌષધશાળામાં પૌષધવતી થઈને બ્રહ્મચર્ય અંગીકાર કરીને – વાવ – પૂર્વના મિત્રદેવનું મનમાં પુનઃ પુનઃ ચિંતન કરે છે.
ત્યારપછી તે અભયકુમારનો અઠમભક્ત પરિણમિત થયો ત્યારે પૂર્વભવના તે મિત્રદેવનું આસન ચલાયમાન થયું, ત્યારે તે સૌધર્મકલ્પવાસી પૂર્વભવનો મિત્રદેવ આસનને ચલિત થતું જુએ છે, જોઈને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે ત્યારે તે પૂર્વભવના મિત્રદેવને આવા પ્રકારનો આ આંતરિક વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો
આ પ્રમાણે મારા પૂર્વભવનો મિત્ર અભયકુમાર જંબૂલીપ નામના દ્વીપમાં, ભારત વર્ષક્ષેત્રમાં, દક્ષિણાદ્ધ ભારતમાં, રાજગૃહ નગરમાં, પૌષધશાળામાં પૌષધવતી થઈને અઠ્ઠમભક્ત તપ ગ્રહણ કરીને મનમાં પુનઃ પુનઃ મારું સ્મરણ કરી રહ્યો છે. તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું અભયકુમારની પાસે જઉ – આ પ્રમાણેનો વિચાર કરે છે. વિચાર કરીને ઇશાન ખૂણામાં જાય છે, જઈને વૈક્રિય સમુદૂઘાત નામક સમુઘાત કરે છે, સમુઘાત કરીને સંખ્યાત યોજનાનો દંડ કાઢે છે – જે આ પ્રમાણેનો છે–
કર્કેતન રત્ન, વજરત્ન, વૈડૂર્યરત્ન, લોહિતાક્ષ રત્ન, મસારગલરત્ન, હંસગર્ભરત્ન, પુલકરત્ન, સૌગંધિક રત્ન, જ્યોતિર્ રત્ન, અંતરત્ન, અંજનરત્ન, રજતરત્ન, જાતરૂપ રત્ન, અંજનપુલક રત્ન, સ્ફટિક રત્ન, રિઝરત્ન આ બધાં જ રત્નોના યથા બાદર અસાર પુગલોનો પરિત્યાગ કરે છે, પરિત્યાગ કરીને યથા સૂક્ષ્મ સારભૂત પુગલોને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ઉત્તર વૈક્રિય શરીર બનાવીને પછી અભયકુમાર પર અનુકંપા કરતાં, પૂર્વભવજનિત નેહ-પ્રીતિ અને તેના પ્રીતિ બહુમાનના કારણે શોક કરવા લાગ્યો પછી તે દેવે રત્નોનું ઉત્તમ વિમાન બનાવ્યું. પૃથ્વીતલ પર જવાને માટે શીઘ્રતાથી પ્રયાણ કર્યું.
તે સમયે ચલાયમાન થતા એવા નિર્મળ સ્વર્ણ પ્રતર સમાન કર્ણપુર અને મુગટના ઉત્કૃષ્ટ આડંબરથી તે દર્શનીય લાગી રહ્યો હતો. અનેક મણિઓ, સુવર્ણ રત્નોના સમૂહથી શોભિત અને વિચિત્ર રચના વાળા પહેરેલા કંદોરાથી તે હર્ષાયમાન થઈ રહ્યો હતો. ચંચળ અને શ્રેષ્ઠ તથા મનોહર કુંડલોથી ઉજ્વળ મુખની દીપ્તિથી તેનું રૂપ ઘણું જ સૌમ્ય લાગતું હતું. કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ ઉદિત શારદીય ચંદ્રમાં સમાન તે દેવ દર્શકોના નયનોને આનંદપ્રદ હતો.
– દિવ્ય ઔષધિઓની પ્રજાની સમાન મુગટ આદિના તેજથી દેદીપ્યમાન રૂપથી મનોહર, સમસ્ત ઋતુની લક્ષ્મીથી વૃદ્ધિગત શોભાવાળા તથા પ્રકૃષ્ટ ગંધના પ્રસારથી મનોહર, મેરુ પર્વતની સમાન, તે અભિરામ પ્રતીત થઈ રહ્યો હતો. તે દેવે વિચિત્ર વેશની વિક્રિયા કરી. તે અસંખ્ય સંખ્યક અને અસંખ્ય નામોવાળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં થઈને જવા લાગ્યો. પોતાની વિમલપ્રભાથી જીવલોકને તથા નગરવર રાજગૃહને પ્રકાશિત કરતો એવો તે દિવ્ય રૂપધારી દેવ અભયકુમારની નજીક ઉપસ્થિત થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org