________________
આગમ કથાનુયોગ–૩
-
પ્રાચીન હતું – યાવત્ - ઘણાં લોકો ત્યાં આવી—આવીને સુરપ્રિય યક્ષાયતનની અર્ચના કરતા હતા. તે સુરપ્રિય યક્ષાયતન પૂર્ણભદ્ર ચૈત્ય સમાન ચારે તરફથી એક વિશાળ વનખંડથી ઘેરાયેલ હતું – યાવત્ – તે વનખંડમાં એક પૃથ્વી શિલાપટ્ટક હતો.
-
૩૪૪
તે દ્વારાવતીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતો – યાવત્ – ત્યાં પ્રશાસન કરતો વિચરતો હતો. તે ત્યાં સમુદ્રવિજય આદિ દશ દસારોનું, બળદેવ આદિ પાંચ મહાવીરોનું, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજાઓનું, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કુમારોનું, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્રાન્ત યોદ્ધાઓનું, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરોનું, મહાસેન આદિ ૫૬,૦૦૦ બળવાનોનું, રુકિમણી આદિ ૧૬,૦૦૦ રાણીઓનું, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓનું તેમજ–
ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહો આદિનું તેમજ ઉત્તર દિશામાં વૈતાઢ્ય પર્વત પર્યંત તથા અન્ય ત્રણ દિશાઓમાં લવણ સમુદ્રપર્યંત દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું તથા દ્વારાવતી નગરીનું અધિપતિત્વ, નેતૃત્વ, સ્વામિત્વ, ભટ્ટિત્વ, મહત્તરકત્વ, આનૈશ્વર્યત્વ અને સેનાપતિત્વ કરતો, તેનું પાલન કરતો, તેના પર પ્રશાસન કરતો વિચરતો હતો.
.
નિષકુમારનો જન્મ :
તે જ દ્વારાવતી નગરીમાં બળદેવ નામે રાજા હતો. તે મહાન્ હતો – યાવત્ રાજ્યનું પ્રશાસન કરતો વિચરતો હતો. તે બલદેવ રાજાને રેવતી નામે એક પત્ની હતી. જે સુકુમાલ હતી યાવત્ – ભોગોપભોગ ભોગવતી વિચરતી હતી.
—
કોઈ સમયે રેવતી દેવીએ પોતાના શયનગૃહમાં સુતા સુતા – યાવત્ – સ્વપ્નમાં સિંહને જોયો. સ્વપ્ન જોઈને જાગી સ્વપ્નદર્શનનો વૃત્તાંત બલદેવ રાજાને કહ્યો. યથા સમયે બાળકનો જન્મ થયો. મહાબલની સમાન બોંતેર કળાઓનું અધ્યયન કર્યું. એક જ દિવસમાં ૫૦ ઉત્તમ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું ઇત્યાદિ – વિશેષ એ કે તે બાળકનું નામ નિષધ હતું – યાવત્ – તે ઉપરી પ્રાસાદમાં વિચરવા લાગ્યો. ૦ તીર્થંકર અરિષ્ટનેમિની કૃષ્ણ દ્વારા પર્યુપાસના
-
:
તે કાળ, તે સમયે અર્હત્ અરિષ્ટનેમિ પધાર્યા. તેઓ ધર્મની આદિ કરનાર હતા. ઇત્યાદિ – અર્હત્ અરિષ્ટનેમિની અવગાહના દશ ધનુની હતી. પર્ષદા નીકળી.
ત્યારે તે કૃષ્ણ વાસુદેવ આ વૃત્તાંત સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યો અને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દી જઈને સુધર્માસભામાં સામુદાનિક ભેરી વગાડો. ત્યારે તે કૌટુંબિક પુરુષ – યાવત્ – સુધર્મા સભામાં આવ્યા અને સામુદાનિક ભેરી જોરથી વગાડી.
-
ત્યારે તે સામુદાનિક ભેરીને અત્યધિક જોરજોરથી વગાડાયા બાદ સમુદ્રવિજય આદિ દસાર, દેવીઓ – યાવત્ – અનંગ સેના આદિ અનેક હજાર ગણિકાઓ તથા અન્ય ઘણાં જ રાજા, ઈશ્વર – ચાવત્ – સાર્થવાહ પ્રભૃતિ સ્નાન કરી ~ યાવત્ - પ્રાયશ્ચિત્ત મંગલવિધાન કરી સર્વ અલંકારોથી વિભૂષિત થઈ યથોચિત પોતપોતાના વૈભવ—ઋદ્ધિ સત્કાર અને અભ્યુદયની સાથે જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. તેઓએ બંને હાથ
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org