________________
શ્રમણ કથાઓ
જોડી – યાવત્ - કૃષ્ણ વાસુદેવનું જય–વિજય આદિ શબ્દોથી અભિવાદન કર્યું. ત્યારપછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને આ આજ્ઞા આપી. હે દેવાનુપ્રિયો ! જલ્દીથી આભિષેક્ય હસ્તિરત્નને વિભૂષિત કરો અને ચતુરંગિણી સેનાને સુસજ્જિત કરો - યાવત્ – મારી આજ્ઞા પૂર્તિની સૂચના આપો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ સ્નાનગૃહમાં સ્નાન કરવા ગયા યાવત્ – આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયા. આગળ-આગળ આઠ માંગલિક દ્રવ્યો ચાલ્યા અને કૂણિક રાજા સમાન ઉત્તમ શ્રેષ્ઠ ચામરોથી વિંઝાતા એવા સમુદ્રવિજય આદિ દશ દસારો – યાવત્ – સાર્થવાહ આદિની સાથે સમસ્ત ઋદ્ધિ યાવત્ – વાદ્યોષોની સાથે દ્વારાવતી નગરીમાં મધ્ય ભાગથી નીકળ્યા ઇત્યાદિ – શેષ કથન કોણિકની સમાન જાણવું – યાવત્ · કૃષ્ણ વાસુદેવ પર્યુંપાસના કરવા લાગ્યા.
-
૦ નિષધ દ્વારા શ્રાવકધર્મ ગ્રહણ :
ત્યારપછી શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરી ભાગમાં સુખાનુભાવ કરનારા તે નિષધકુમારે તે
―
જન કોલાહલને સાંભળ્યો અને - યાવત્ – જમાલી દૃશ ધર્મ સાંભળીને યાવત્ અને હૃદયમાં અવધારીને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભદંત ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. પછી ચિત્તસારથી (પ્રધાન)ની યાવત્ – શ્રાવક ધર્મનો સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને પાછો ફર્યો. ૦ નિષધનો પૂર્વભવ :
સમાન
તે કાળે, તે સમયે અર્હત્ અરિષ્ટનેમિના અંતેવાસી વરદત્ત નામના શ્રેષ્ઠ અણગાર - યાવત્ – વિચરતા હતા.
-
-
—
-
www
-
ત્યારે તે વરદત્ત અણગારે નિષધને જોયો. જોઈને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ – યાવત્ - પર્યુપાસના કરતા આ પ્રમાણે પૂછયું, હે ભગવન્ ! આ નિષકુમાર ઇષ્ટ, ઇષ્ટરૂપ, કાંત, કાંતરૂપ છે. એ જ પ્રમાણે પ્રિય, મનોજ્ઞ, મણામ, મણામરૂપ, સોમ, સોમરૂપ, પ્રિયદર્શન અને સુરૂપ છે.
હે ભદંત ! આ નિષધકુમારને આ અને આવા પ્રકારની મનુષ્યોચિત્ત ઋદ્ધિ કઈ રીતે મળી ? કઈ રીતે પ્રાપ્ત થઈ ? જે પ્રમાણે ગૌતમે સૂર્યાભદેવની ઋદ્ધિના વિષયમાં શ્રમણ ભગવંત મહાવીરને પૂછેલ એ જ રીતે વરદત્ત અણગારે અર્હત્ અરિષ્ટનેમિને પૂછ્યું.
હે વરદત્ત ! તે આ પ્રમાણે છે—
Jain Education International
તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ નામક દ્વીપના ભરતક્ષેત્રમાં રોહીતક નામક નગર હતું. જે ઋદ્ધિ વડે સંપન્ન હતું. ત્યાં મેઘવર્ણ નામક ઉદ્યાન હતું. તેમાં મણિદત્ત યક્ષનું યક્ષાયતન હતું.
-
-
તે રોહીતક નગરમાં મહાબલ નામક રાજા હતો. પદ્માવતી નામે રાણી હતી. અન્યદા કોઈ સમયે તેણી તેવા પ્રકારની શય્યામાં સૂતી હતી, ત્યારે તેણે સ્વપ્નમાં સિંહ જોયો યાવત્ મહાબલ કુમારની જેમ બાળકનો જન્મ થયો ઇત્યાદિ જાણવું જોઈએ. વિશેષ એટલું કે તેનું નામ વીરંગદ હતું. તેના ૩૨ ઉત્તમ કન્યાઓ સાથે વિવાહ થયા, ૩૨ વસ્તુ પ્રીતિદાનમાં મળી – યાવત્ – પ્રાવૃષ, વર્ષા, શરદ, હેમંત, ગ્રીષ્મ અને
૩૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org