________________
૩૪૬
આગમ કથાનુયોગ-૩
વસંત એ છ ઋતુઓ સંબંધી ઇષ્ટ શબ્દાદિ વિષયોને પોતાના વૈભવને અનુરૂપ ભોગવતો વિચરણ કરવા લાગ્યો. ૦ વીરંગદની પ્રવજ્યા અને ગતિ :
તે કાળ, તે સમયમાં કેશી શ્રમણ સમાન જાતિવંત – યાવત્ – બહુશ્રુત અને વિશાળ શિષ્ય પરિવારથી યુક્ત સિદ્ધાર્થ નામના આચાર્ય જ્યાં રોહિતક નગર હતું, જ્યાં મેઘવર્ણ ઉદ્યાન હતું. જ્યાં મણિદત્ત યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં પધાર્યા અને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને – યાવત્ – વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી.
ત્યારપછી ઉત્તમ પ્રાસાદના ઉપરી ભાગમાં રહેનારા તે વીરંગદ કુમારે મનુષ્યોના મહાનું કોલાહલને સાંભળ્યો – યાવત્ – જમાલીની માફક તે ધર્મશ્રવણ કરવા નીકળ્યો. ધર્મને સાંભળીને – યાવત્ – વિશેષતા એ કે, હે દેવાનુપ્રિય ! માતાપિતાને પૂછીને જમાલી સમાન નીકળ્યા – યાવત્ – તે અણગાર થઈ ગયા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા.
ત્યારપછી તે વીરંગદ અણગારે તે સિદ્ધાર્થાચાર્ય પાસે સામાયિક આદિથી લઈને – થાવત્ – અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને પછી ઘણાં જ ઉપવાસ છઠ અઠમ આદિ તપ કરીને – યાવત્ – પોતાના આત્માને ભાવિત કરતા – ૪૫ – વર્ષ પર્યત ગ્રામર્થ્ય પર્યાયનું પાલન કર્યું. પછી બે માસની સંલેખના કરીને આત્માની ઝોસણા કરી, અનશન દ્વારા ૧૨૦ ભક્તોનું છેદન કરી, આલોચના–પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈને કાળમાસમાં કાળ કરીને તે બ્રહ્મલોક કલ્પના મનોરમ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ દશ સાગરોપમ કહી છે ત્યાં આ વીરંગદ દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ હતી. ૦ નિષધ રૂપે જન્મ અને શ્રાવકત્વ :
તે વીરંગદ દેવ તે દેવલોકથી આયુક્ષય કરીને – યાવત્ અનંતર શરીરથી ટ્યુત થઈને આ ધારાવતી નગરીમાં બળદેવ રાજાની રાણી રેવતીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. ત્યારે તે રેવતી રાણી તેવા પ્રકારની શય્યામાં સૂતા–સૂતા સિંહના સ્વપ્નને જુએ છે – થાવત્ - શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરી ભાગમાં સુખપૂર્વક વિચારે છે.
હે વરદત્ત ! આ પ્રમાણે આ નિષધકુમારે આવી ઉદાર મનુષ્ય ઋદ્ધિ ઉપલબ્ધ પ્રાપ્ત અને અધિગત કરી છે.
હે દેવાનુપ્રિય ! શું આ નિષધકુમાર આપ દેવાનુપ્રિય પાસે – યાવત્ – પ્રવ્રજિત થવા માટે સમર્થ છે ?
હાં, તે સમર્થ છે.
હે ભદન્ત ! આપ જેમ કહો છો, તેમજ છે. ત્યારપછી – યાવત્ – વરદત્ત અણગાર થયા – યાવત્ – પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી અત્ અરિષ્ટનેમિ અન્યદા કોઈ દિવસે દ્વારાવતી નગરીથી – યાવત્ – બહાર જનપદોમાં વિચરવા લાગ્યા. નિષધકુમાર શ્રમણોપાસક થઈ ગયા. જીવ–અજીવ આદિના જ્ઞાતા થઈને – યાવત્ – વિચારવા લાગ્યા.
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org