________________
શ્રમણ કથાઓ
૨૪૭
૦ નિષઘની દીક્ષા :
ત્યારપછી તે નિષધકુમાર અન્યદા કોઈ દિવસે જ્યાં પૈષધશાળા હતી, ત્યાં આવ્યો. આવીને – યાવત્ – દર્ભના આસને બેસીને ધર્મધ્યાન કરતા વિચરવા લાગ્યા.
ત્યારે મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણા કરતી વેળા તે નિષકુમારના મનમાં આ આવા પ્રકારનો વિચાર – યાવતુ – ઉત્પન્ન થયો.
તે ગામ, આકર – યાવત્ – સન્નિવેશ ધન્ય છે, જ્યાં અત અરિષ્ટનેમિ વિચરણ. કરે છે. તે રાજા, ઈશ્વર – ચાવત્ – સાર્થવાહ આદિ ધન્ય છે, જે અહંતુ અરિષ્ટનેમિને વંદન–નમસ્કાર કરે છે – યાવત્ – પર્યાપાસના કરે છે. જો અત્ અરિષ્ટનેમિ પૂર્વાનુપૂર્વી ક્રમથી વિચરતા – યાવત્ – નંદનવનમાં વિચરે (પધારે) તો હું પણ અત્ અરિષ્ટનેમિને વંદના કરું – યાવત્ – પર્યુપાસના કરું.
ત્યારે અર્હત્ અરિષ્ટનેમિ નિષધકુમારના આ આવા પ્રકારના માનસિક વિચારને – થાવત્ – જાણીને ૧૮,૦૦૦ શ્રમણો સાથે – યાવત્ – નંદનવનમાં પધાર્યા. પર્ષદા ધર્મ શ્રવણાર્થે નીકળી.
ત્યારપછી નિષધકુમાર આ સુખદ વૃત્તાંતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ હૃદયવાળા થઈને ચાતુર્ઘટ અશ્વરથ પર આરૂઢ થઈને નીકળ્યો અને જમાલીની સમાન – થાવત્ – માતા પિતાને પૂછીને પ્રવૃજિત થઈ ગયા – અનગાર થઈ ગયા અર્થાત્ દીક્ષા અંગીકાર કરી, ઇર્યાસમિતિવાળા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થયા.
ત્યારપછી તે નિષધકુમાર અત્ અરિષ્ટનેમિના તથારૂપ સ્થવરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ - યાવત્ – વિવિધ પ્રકારના તપકર્મથી આત્માને ભાવિત કરતા પરિપૂર્ણ નવ વર્ષ પર્યત શ્રમણપર્યાયનું પાલન કર્યું. પાલન કરીને અનશન દ્વારા બેંતાલીશ ભક્તોનું છેદન કર્યું. પછી આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત થઈ આનુપૂર્વીથી કાળ કર્યો. ૦ નિષધકુમારની ગતિ :
ત્યારપછી વરદત્ત અણગારે નિષધકુમારને કાલગત જાણી જ્યાં અર્પતુ અરિષ્ટનેમિ બિરાજતા હતા, ત્યાં આવ્યા. આવીને તેમણે આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અંતેવાસી નિષધ અણગાર જે પ્રકૃત્તિથી ભદ્ર હતા - યાવત – વિનીત હતા. હે ભગવંત ! તે નિષધ અણગાર કાળ માસે કાળ કરીને ક્યાં ગયા ? જ્યા ઉત્પન્ન થયા ?
હે વરદત્ત ! આ પ્રમાણે વરદત્ત અણગારને સંબોધિત કરીને અર્હત્ અરિષ્ટનેમિએ કહ્યું? હે વરદત્ત ! મારા અંતેવાસી નિષધ નામના અણગાર જે પ્રકૃત્તિથી ભદ્ર – યાવતું - વિનીત હતા, મારા તથારૂપ સ્થવીરોની પાસે સામાયિક આદિ અગિયાર અધ્યયનોનું અધ્યયન કરી પરિપૂર્ણ નવ વર્ષ સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કર્યું, અનશન દ્વારા બેતાલીશ ભક્તોનું છેદન કર્યું. આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પ્રાપ્ત કરી, કાળ માસે કાળધર્મ પામ્યા.
– કાળધર્મ પામીને (મરણ પામીને) ઉર્ધ્વ દિશામાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, ગણ, નક્ષત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org