SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ૦ આચાર્ય દ્વારા શિષ્યોના વર્તન આધારે આત્મચિંતવન - ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ કરી રહેલા છે, સર્વ પ્રકારે પાપમતવાળા અને તેઓ દુષ્ટ શિષ્યો છે. તો હવે મારે તેમની પાછળ શા માટે ખુશામતના શબ્દો બોલતા બોલતા અનુસરણ કરવું ? અથવા તો જળ વગરની સુક્કી નદીના પ્રવાહમાં વહેવા જેવું છે. આ સર્વે ભલે દશે દ્વારોથી જતા રહે, હું તો મારા આત્માના હિતની સાધના કરીશ. બીજા કરેલા અતિશય મોટા પુણ્યના સમૂહથી મારું અલ્પ પણ રક્ષણ થવાનું છે ? આગમમાં કહેલા તપ અને સંયમના અનુષ્ઠાન વડે પોતાના પરાક્રમથી જ આ ભવ સમુદ્ર તરી શકાશે. તીર્થંકર ભગવંતોનો આ જ પ્રમાણેનો આદેશ છે કે—આત્મહિત સાધવું, જો શક્ય હોય તો પરહિત પણ કરવું. પણ આત્મહિત અને પરહિત એ બેમાંથી એક કરવાનો વખત આવે તો પ્રથમ આત્મહિત જ સાધવું. બીજું આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેઓનું જ શ્રેય થશે અને જો તેમ નહીં કરે તો તેમને જ અનુત્તર દુર્ગતિગમન કરવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થયેલો છે, હું ગચ્છાધિપતિ છું. મારે તેમને સાચો માર્ગ કહેવો જ જોઈએ. વળી બીજી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે, તીર્થંકર ભગવંતોએ આચાર્યના છત્રીશ ગુણો નિરૂપેલા છે. તેમાંથી હું એકનું પણ અતિક્રમણ કરીશ નહીં. કદાચ મારા પ્રાણ પણ તેમ કરતા ચાલ્યા જશે તો પણ હું આરાધક થઈશ. આગમમાં કહેલું છે કે, આ લોક કે પરલોકની વિરુદ્ધ કાર્ય હોય તો તે આચરવું નહીં, આચરાવવું નહીં કે આચરતાને મારે સારો માનવો નહીં. હવે આવા ગુણયુક્ત તીર્થંકરોનું કહેવું પણ તેઓ કરતા નથી, તો હું તેમનો વેષ ખૂંચવી લઉં. શાસ્ત્રમાં આ પ્રમાણે પ્રરૂપણા કરાયેલ છે કે, જે કોઈ સાધુ કે સાધ્વી વચન માત્રથી પણ ખોટું વર્તન અયોગ્ય આચરણ કરે તો તેને જો ભૂલ સુધારવા માટે સારણા, વારણા, ચોયણા, પ્રતિચોયણા કરવી જોઈએ. એ પ્રમાણે સારણા, વારણા, ચોયણા, પ્રતિચોયણા કરવા છતાં પણ જે વડીલના વચનને અવગણીને પ્રમાદ કરતો હોય, કહ્યા પ્રમાણે વર્તાવ ન કરતો હોય, “તહત્તી' કહીને આજ્ઞાને સ્વીકારતો ન હોય, ‘ઇચ્છ’નો પ્રયોગ કરીને તેવા અપકાર્યમાંથી પાછો ખસતો ન હોય તો તેવાનો વેષ ગ્રહણ કરીને કાઢી મૂકવો જોઈએ. આગમ કથાનુયોગ–૩ આ પ્રમાણે આગમમાં કહેલા ન્યાયથી ફે ગૌતમ ! તે આચાર્ય જેટલામાં એક શિષ્યનો વેશ ખેંચી લીધો. તેટલામાં બાકીના શિષ્યો દરેક દિશામાં નાસી ગયા. ૦ આચાર્યની સંયમ આરાઘના અને મોક્ષ :~ ત્યારપછી હું ગૌતમ ! તે આચાર્ય ધીમે ધીમે તેઓની પાછળ જવા લાગ્યા, પણ ઉતાવળા ઉતાવળા જતા ન હતા. હે ગૌતમ ! ઉતાવળા ચાલે તો ખારી ભૂમિમાંથી મધુર ભૂમિમાં સંક્રમણ કરવું પડે. મધુર ભૂમિમાંથી ખારી ભૂમિમાં ચાલવું પડે. કાળી ભૂમિમાંથી પીળી ભૂમિમાં, પીળી ભૂમિમાંથી કાળી ભૂમિમાં, જળમાંથી સ્થળમાં, સ્થળમાંથી જળમાં સંક્રમણ કરીને જવું પડે તે કારણથી વિધિપૂર્વક પગોની પ્રમાર્જના કરી કરીને સંક્રમણ કરવું જોઈએ. જો પગની પ્રમાર્જના કરવામાં ન આવે તો બાર વરસનું પ્રાયશ્ચિત્ત પામે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy