________________
શ્રમણ કથાઓ
સર્વોદ્ધા(કાળ) પછી છે ? જે રીતે લોકાંત સાથે પૂર્વોક્ત બધાં સ્થાનોનો સંયોગ કર્યો, તે જ પ્રકારે અલોકાંત સાથે પણ આ બધાં સ્થાનોનો સંબંધ જોડવો.
આ જ પ્રમાણે સાતમા અવકાશાન્તરનો, તનુવાતનો, ઘનવાતનો યાવત્ સર્વોદ્ધા કાળનો સંબંધ જોડવો... યાવત્ આ કોઈમાં પૂર્વાપર ક્રમ હોતો નથી. હે ભગવન્ ! આ તે જ પ્રમાણે છે, તે જ પ્રમાણે છે એમ કહીને રોહ અણગાર તપ અને સંયમથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
૦ આગમ સંદર્ભ
ભગ ૭૨ થી ૭૫;
-
;
-
X
X
-
જી કાલોદાયી કથા ઃ
તે કાળ, તે સમયમાં રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશીલ નામક ચૈત્ય હતું - યાવત્ પૃથ્વી શિલાપટ્ટક હતો. તે ગુણશીલ ઉદ્યાન સમીપે થોડે દૂર ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે ~ કાલોદાયી, શૈલોદાયી, સેવાલોદાયી, ઉદય, નામોદય, નમોદય, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક, સુહસ્તી ગાથાપતિ. ૦ કાલોદાયી આદિને અસ્તિકાય વિષયક સંદેહ :
ત્યારપછી અન્ય કોઈ સમયે ત્યાં એકત્ર થયેલા, બેઠેલા, સુખપૂર્વક બેઠેલા એવા તે અન્યતીર્થિકોમાં આ પ્રકારનો વાર્તાલાપ થયો શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) પાંચ અસ્તિકાયોની પ્રરૂપણા કરે છે. યથાધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અજીવકાય છે તેમ બતાવે છે, તે આ પ્રમાણે :(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્દગલાસ્તિકાય. એક જીવાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) અરૂપી જીવકાય બતાવે છે.
તે અસ્તિકાયોમાં ચાર અસ્તિકાયોને શ્રમણ જ્ઞાતપુત્ર (મહાવીર) અરૂપીકાય પ્રરૂપિત કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય. માત્ર એક પુદ્દગલાસ્તિકાયને રૂપી અજીવકાય પ્રરૂપિત કરે છે. આ પ્રકારની આ
વાત કઈ રીતે માની શકાય ?
૦ ગૌતમસ્વામી પાસે કાલોદાયી દ્વારા શંકા નિરૂપણ :~
તે કાળે, તે સમયે શ્રમણ ભગવન્ મહાવીર – યાવત્ – ગુણશિલક ચૈત્યમાં સમવસરિત થયા યાવત્ – પર્ષદા પાછી ફરી.
-
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ નામક અણગાર (પૂર્વે વર્ણવ્યા મુજબ) – યાવત્ – ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા યથાપર્યાપ્ત ભક્તપાન ગ્રહણ કરીને રાજગૃહ નગરીથી – યાવત્ – ત્વરારહિત, અસંભ્રાન્ત રૂપથી – યાવત્ – ઇર્યાસમિતિનું શોધન કરતા કરતા તે અન્યતીર્થિકોની
નજીકથી પસાર થયા.
---
૧૨૭
-
-
ત્યારે તે અન્યતીર્થિક ભગવંત ગૌતમને થોડે દૂરથી જતા જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે. બોલાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આપણને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org